________________
સુરસુંદરી ચરિત્ર હે સુતનુ ! જે પુરૂષ અવિચારી સાહસ કાર્ય કરે છે, તેનું પરિણામ આવું જ આવે છે. વળી જે પિતાના અને પરના બળને વિચાર કર્યા સિવાય કાર્યને પ્રારંભ કરે છે તે પુરુષ જરૂર અપમાન અને મરણને સ્વાધીન થાય છે. તેમજ વળી જે પુરૂષે નીતિપૂર્વક ચાલે છે, તેઓ કેઈ દિવસ આપત્તિઓમાં આવી પડતા નથી. એટલા જ માટે સપુરુષ નીતિનું ઉલ્લંઘન કરી રેખા માત્ર પણ ચલાયમાન થતા નથી. કહ્યું છે કે
નીતિશાસ્ત્રના જાણકાર પુરુષો ભલે નિંદા કરે, અથવા સ્તુતિ કરે,
લક્ષમીની પ્રાપ્તિ થાય અથવા પોતાની ઈચ્છા પ્રમાણે મરણ કાલ તત્કાલ આવે અથવા યુગાંતરે થાય, તેની બિલકુલ દરકાર નહીં કરતા ધીરપુરુષે ન્યાય માર્ગથી ઉલટે રસ્તે ડગલું માત્ર પણ ચાલતા નથી.
એનું કારણ એટલું જ છે કે, અધર્મને માર્ગ અવલે નહી.
છતાં હે સુતનુ! મેં તારૂં હરણ કર્યું તેથી મારામાં નીતિનો માર્ગ લેશમાત્ર પણ ક્યાં રહ્યો ? તેમજ પ્રેમને વશ થઈ આપણે રાજવિરુદ્ધ કાર્ય કરેલું છે. | માટે હે સુતનુ! હવે આપત્તિ જોઈને વિષાદ કરો નહી. તેમ છતાં પણ તે સુંદરી ! કદાચિત્ દેવ અનુકૂલ હશે તે આપણે આપત્તિ પણ સંપત્તિરૂપ થઈ જશે.