________________
સુરસુંદરી ચરિત્ર
૧૫
એમ મારું વચન સાંભળી તે બાલાએ સ્વાભાવિક બહુ ભીરૂ હોવાથી પોતાના નેત્રમાંથી સ્થલ અશ્રુ પ્રવાહ ચાલતા કર્યા અને બહુ ભય તથા શાકને પ્રગટ કરતી તે -ભીરૂ ફરીથી કહેવા લાગી.
હા ! નાથ ! હા! પ્રાણવલ્લભ ! દેવને લીધે પાપકારિણી એવી હું વાંસના ફલદ્દગમની જેમ તમારા વિનાશને માટે થઈ પડી છું.
હે પ્રાણપ્રિય ! તે સમયે જે મેં મારા પ્રાણને ત્યાગ કર્યો હત તે, હે નાથ! શું તમે આવી આપત્તિમાં પડત ખરા ?
હે સ્વામીન ! જે હું મારી માતાના ગર્ભમાંથી પડી ગઈ હેત, અથવા જે બાલ્ય અવસ્થામાં મરી ગઈ હત તે મારા માટે આપને આ આપત્તિ ભોગવવી ચડત નહીં,
આદ્યમાં મધુર એ આપણે પરસ્પર ગુંથાયેલે આ ગાઢ પ્રેમ ખચરી (અશ્વતરી)ને ગર્ભની માફક દુરંત દુઃખને હેતુ થઈ પડયો.
હે સ્વામિન ! હાલમાં તમે કમને આશ્રય લઈ બહુ થાકી ગયા છે, તેથી આ દુસહ વેદનાના નિવારણ માટે કંઈ પણ ઉપાય ચિંતવતા નથી.
ત્યારબાદ પછી મેં કહ્યું હે સુંદરી ! તારે કોઈ પણ ખેદ કરવો નહીં.