________________
સુરસુંદરી ચરિત્ર
પછી તે દેશ, કાળ અને સાધનાદિકને વિચાર કરી પિતાને જેમ ચગ્ય લાગે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ.
હે સુતનુ! તારા સાંભળતાં જ તે સુરાત્તમે કહ્યું
નવાહન રાજા તારી પાછળ આવે છે. તો હવે - શા માટે તું એને જોઈને ડરી જાય છે ?
હે સુતનુ ! દેવતાએ આપેલા આ દિવ્યમણના પ્રભાવથી સર્વ સારું થશે. એને જોઈ ને તું બીલકુલ ખેદ કરીશ નહી. હવે
આપણે કઈ બીજો ઉપાય કરીએ તે સમય રહ્યો નથી. કારણ કે, બહુ વેગથી ગમન કરત એ આ વિદ્યાધર હવે આપણી નજીકમાં આવી પહોંચે છે. વળી આ વિદ્યાધર બહુ દૂર હોય તે પણ એનાથી આપણે નાસી
શકીએ તેમ નથી. કારણ કે એની વિદ્યાને પ્રભાવ બહુ -અલોકિક છે.
હે સુતનુ! આપણે તે હવે એની દષ્ટિગોચર થઈ ચૂકયાં છીએ, માટે ઉપાય સંબંધી કંઈ પણ ચિંતા કરવાની હવે જરૂર નથી.
હે પ્રિયે ! મારા પ્રાચીન કર્મોના સંબંધ પ્રમાણે જેમ ભાવી હશે તેમ બનશે. આ જગતની અંદર બહું શેક કરવાથી ઈષ્ટ સિદ્ધિ થતી નથી. તે શા માટે વૃથા -અ૫લાપ કરો ?