________________
૧૨
સુરસુંદરી ચરિત્ર
શકે તેમ નથી. તેમજ તે દેવની સહાય પણ મને સારી રીતે મળેલી છે. તેમ છતાં પ્રાચીન પુણ્યના ઉડ્ડય મલવાન્ છે; જેથી પેાતાની ભવિતવ્યતા જે પ્રમાણે નિર્માણ કરેલી હશે, તે કેાઈથી ન્યૂનાધિ થઈ શકે તેમ નથી; કહ્યું છે કે—
ગ્રીષ્મ ઋતુના પ્રચંડ તાપને લીધે બહુ તપી ગયેલા અને એજ કારણથી અતિશય તૃષા વડે બહુ વ્યાકુલિત ચિત્તવાળા એક હાથી પાણીની શેાધમાં બહુ ફાંફાં મારતા હતા.
તેવામાં સ્વચ્છ જળથી ભરેલુ. એક તળાવ તેના જોવામાં આવ્યું. પાણી પીવાની ધુનમાં ને ધુનમાં એકદમ તે કરીદ્ર અંદર ઉતર્યાં કે, તરત જ કીનારાની પાસમાં પાણી સુકાઈ જવાથી કાદવ થઈ ગયા હતા; તેની અદર એવી રીતે તે હાથી ખુ'ચી ગયા કે; પાણી પણ દૂર રહ્યું અને કાંઠા પણ મળી શકયા નહી. અર્થાત્ ત્યાંને ત્યાં સજજડ થઈ ગયા.
જો કે, તે હાથીને જલપાનની બહુ જ ભાવના હતી. પરંતુ દૈવયેાગે ઉભયથી પણ ભ્રષ્ટ થયા, માટે મારે પણ અહી અન્ય કંઇ વિચાર કરવાનું કંઈ પ્રયેાજન નથી.
એ પ્રમાણે હુ' અનેક પ્રકારના સ'કલ્પ વિકલ્પ કરતા તે સીધે રસ્તે જતા હતા, તેટલામાં મારી સ્ત્રીનુ' શરીર ભયને લીધે એકદમ ક*પવા લાગ્યું'; અને વ્યગ્રચિતે તે આલી,