________________
૧૧
સુરસુંદરી ચરિત્ર ગણુને દીપાવતે, રૂ૫ વડે કામદેવને પરાજય કરતે અને શીઘગમન કરતે એકદમ અદૃશ્ય થઈ ગયે. ભાવી અનર્થ :
પરોપકારમાં બહુ રસિક એવો તે સુરોત્તમ મને દિવ્યમણિ આપીને અદશ્ય થઈ ગયો.
તેજ સમયે હું પણ મારી સ્ત્રી સહિત દક્ષિણ દિશા. તરફ ચાલતે થયો.
પરંતુ મારા હૃદયમાં ચિતા થવા લાગી.
તે નભેવાહન વિદ્યાધરને મેં ઘણે અપરાધ કરેલો છે. તેથી તે મારી ઉપર બહુ કેધાયમાન થયેલો. છે, તે હવે તે શું કરશે? એ હાલમાં કંઈ સમજાતું નથી અથવા એનાથી કંઈપણ બની શકે તેમ નથી.
કારણ કે તે સુરોત્તમે મારા શરીરની રક્ષા કરેલી. છે. તેમજ આ દિવ્યમણિને અલૌકિક પ્રભાવ પણ જાગ્રત. છે. માટે ઘણી વિદ્યાઓના પ્રભાવથી ગર્વિષ્ઠ થયેલા તે, વિદ્યાધરથી કેઈપણ મારો અપકાર થઈ શકે તેમ નથી.
તેમજ તેનો કોધ પણ નિષ્ફલ થવાને છે અથવા વૃથા આવા વિચાર કરવાની મારે કંઈ જરૂર નથી. પૂર્વના. કર્મને અનુસારે જે કંઈ થવાનું હશે; તે અવશ્ય થયા. વિના રહેશે નહીં.
વળી મારી પાસે દીવ્યમણિ રહેલા છે, તેને પ્રભાવ. એટલો બધે જાગરૂક છે કે, કેઈ પણ વિબ મને નડી.