________________
સુરસુંદરી ચરિત્ર અનર્ગત એવી સંપત્તિઓને વિસ્તાર છે.
સર્વદિશાઓમાં સત્કીર્તિને ફેલાવે છે. એટલું જ નહીં, પરંતુ કલ્પલતાની માફક સિદ્ધ થયેલી સવિદ્યા કયું કાર્ય સિદ્ધ નથી કરતી? અર્થાત્ દરેક કાર્યની સિદ્ધિ થાય છે.
જો કે, પુરૂષત્વના અભિમાનવાળા પુરૂષોએ અન્યને અપકાર સહન કરવો એ બહુ જ દુષ્કર છે.
તેમ છતાં ખાસ કારણ હોય તે પણ યુદ્ધને આરંભ ન જ કરવો. કહ્યું છે કે –
સામ, દામ અને ભેદ એ સમસ્ત અથવા એક એક વડે શત્રુઓને જીતવા માટે વિજીગીષએ પ્રયતન કર. પરંતુ કેઈ દિવસ યુદ્ધ વડે વિજયની ઈચ્છા રાખવી નહીં.
આ નીતિવચન પણ તારે યાદ રાખવાલાયક છે.
કારણ કે, તેની સાથે જો તું યુદ્ધ કરીશ, તે તારા પ્રાણને અવશ્ય નાશ થશે. માટે મારા વચન ઉપર વિશ્વાસ રાખી તારે યુદ્ધ સંબંધિ વિચાર પણ કરવો નહીં.
કારણ કે, કેસરીસિંહ હાથીના વધ માટે પિતાના હૃદયમાં કૂદવા માટે સંકુચિત થાય છે. તે શું એટલા માત્રથી એનું પરાક્રમ ઉપહાસને પાત્ર થાય છે ખરું? અર્થાત્ નથી થતું.
તેમ તું પણ વિદ્યાઓ સિદ્ધ કર્યા બાદ પોતાને અવસર આવે ત્યારે તને જેમ રૂચે તેમ કરજે.