________________
સુરસુંદરી ચરિત્ર તેમ નથી. તેથી તે મારું કાર્ય કરીને જલદી પાછો હું અહીં આવીશ.
હું જે કહું છું, તે તારે સત્ય માનવું. એમાં અન્યથા ભાવ તારે કરવો નહીં. કારણ કે, દેવે સત્યને લીધે આવે પક્ષપાત કરે છે. કહ્યું છે કે –
આ દુનિયામાં દેવને કંઈપણ સ્વાર્થ હોતે નથીછતાં પણ તેઓ જે પક્ષપાત કરે છે,
રાજાએ સ્વાધીન હોવા છતાં જે આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી;
પ્રચંડ તેજસ્વી એવા અગ્નિ વિગેરે પદાર્થો પણ જે શાંત થાય છે.
તેને ઉત્તમ પુરૂષ સત્યવચનેનું જ ફલ માને છે. વળી એટલું તારે અવશ્ય ધ્યાનમાં રાખવું.
તે નવાહન વિદ્યાધર વિદ્યાના બળથી બહુજ ગર્વિષ્ઠ થયેલા છે. માટે એની સાથે તારે સંગ્રામમાં ઉતરવું નહીં. કારણ કે તારા કરતાં તે વિવામાં બહુ મોટો છે. જેને વિદ્યાઓ સિદ્ધ હોય છે, તેને કંઈ પણ બાકી રહેતું નથી.
દયાલુ માતા જેમ પોતાના બાળકનું સંરક્ષણ કરે છે તેમ વિદ્યાદેવી પોતાના આશ્રિતનું પાલન કરે છે.
પિતાની માફક હિતકાર્યમાં જોડી દે છે.
પિતાની સ્ત્રીની માફક કલેશને દૂર કરી હંમેશાં આનંદ આપે છે.