________________
૧૦
સુરસુંદરી ચરિત્ર શીઘ્રગામી પુરૂષ લતા ગૃહની અંદર પરિભ્રમણ કરે છે, તે પણ તે જલદી ગમન કરી શકે છે.
હવે બહુ કહેવાની કંઈ જરૂર નથી.
આ દીવ્ય મણિ નવાહન રાજાની સર્વ વિદ્યાઓને. પ્રભાવહીન કરી નાખશે. તે પછી તારે પોતાના શરીરે પ્રયાસ કરવાનું શું પ્રજન છે ?
એ પ્રમાણે બહુ આગ્રહપૂર્વક તે દેવે મને કહ્યું.. એટલે મેં તેને હાથ જોડી પ્રયત્નપૂર્વક પ્રણામ કર્યા. અને કહ્યું,
જેવી આપની આજ્ઞા. દિવ્યમણિ પ્રદાન * ત્યારપછી તે સુરોત્તમ મારી ઉપર બહુ પ્રસન્ન થયો અને પોતાના હાથવડે બહુમાનપૂર્વક તે દીવ્ય મણિ મારા મસ્તક ઉપર તેણે બાંધ્યો. બાદ મારા શરીરની રક્ષા પણ તેણે કરી.
હે સુપ્રતિષ્ઠ! તેણે આ દીવ્યમણિ મારા મસ્તકે બાંધ્યા એટલે એકદમ મારા હૃદયમાં ઘણે જ આનંદ, થયો અને મારા શરીરમાંથી સમસ્ત ભય નષ્ટ થયા.
ત્યારપછી તે સુરત્તમ સમગ્ર ભયથી મુક્ત, સારભૂત એવા સ્નેહમાં મગ્ન,
કાંતા સાથે રહેલા એવા મને અનેક પ્રકારનાં વચન. વિલાસ વડે હિતોપદેશ આપીને પોતાની કાંતિ વડે ગગનાં