________________
શારદા દર્શન સુખ સમૃદ્ધિથી ચોથા આરાની મહત્તા કે વિશેષતા નથી પણ ધર્મથી વિશેષતા સમજવાની છે. ધર્મ વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. જે પૈસામાં સુખ હત તે મહાન પુરૂષ એ સુખને છોડતા નહિ. મહાન પુરૂષએ ધનના ઢગલા, વૈભવ વિલાસ બધું તુછ એંઠવાડ સમજીને છોડયું છે. માટે સમજવું જોઈએ કે સંસારનું સુખ સાચું સુખ નથી. સાચું સુખ ત્યાગમાં છે.
અંતગડ સૂત્રમાં ત્યાગી મહાન પુરૂષની વાત આવશે. તેમાં ઉચ્ચ ભાવે ભરેલા છે. નેમનાથ ભગવાન વિચરતા હતા તે કાળ અને તે સમયે જે દ્વારકા નામની નગરી હતી. તે દ્વારકા નગરી બાર જન લાંબી અને નવ જન પહેળી હતી. જેનું નિર્માણ કુબેરે પિતે અત્યંત બુદ્ધિકૌશલ્યથી કર્યું હતું. જે સેનાના કેટથી તથા ઈન્દ્રનીલ વૈદૂર્ય પદ્મરાગાદિ મણિજડિત કાંગરાથી સુસજ્જિત, શોભનીય ને દર્શનીય હતી. જેની ઉપમા કુબેરની નગરીથી અપાતી હતી. જે કીડા, પ્રમોદ આદિ સમસ્ત સામગ્રીઓથી પરિપૂર્ણ હોવાથી દેવલેક સમાન શોભતી હતી. તે દ્વારકા નગરીનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે જેનારના મન રહેજે આનંદિત ને આકર્ષિત થઈ જાય. જેની દિવાલ ઉપર જાતજાતના પ્રાણીઓનાં સુંદર ચિત્ર બનાવેલા હતાં. એવી સૌંદર્ય પૂર્ણ દેદિપ્યમાન દ્વારકા નગરી હતી. નગરી કેને કહેવાય? જયાં કઈ જાતને કર કે ટેકસ લેવાતું નથી તેનું નામ નગર. તે દ્વારિકા નગરી ખૂબ પવિત્ર હતી. જયાં નેમિનાથ પ્રભુની પધરામણી અવારનવાર થતી હતી. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ જેવા પવિત્ર મહારાજા હતા. તે નગરી ધન-ધાન્યથી સમૃદ્ધ હતી. બાગ, બગીચા અને જલાશો દ્વારકા નગરીની શેભામાં અભિવૃદ્ધિ કરતા હતા. આવી દ્વારકા નગરીના મહારાજા કૃષ્ણ વાસુદેવ હતા. ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં તેમનામાં ધર્મભાવના કેટલી વિશુદ્ધ હતી, કેવા ઉદાર હતા તેમ જ ગુણગ્રાહી ને સેવાભાવી હતા. તેમણે ધર્મની દલાલી ખૂબ કરી છે જેના પ્રભાવે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે. આવા કૃષ્ણવાસુદેવ દ્વારકા નગરીમાં વસે છે. હવે આગળ શું આવશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૨ અષાડ વદ અને સેમવાર
તા-૪-૩-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત જ્ઞાની મહાપુરૂષે જગતના જીને ઉદ્દબેધન કરતાં કહે છે કે ભવ્ય છે ! તમે જે સંસારને મમત્વભાવથી મારે માની આત્મ સાધનાને સમય ગુમાવી રહ્યા છે તે સંસાર તમારે નથી. જેમ કાગળના કલ્પિત કુસુમમાં સાર કે સુગંધ સંભવી શકતા નથી તેમ આ અસાર સંસારમાં સાર કે સુખ સંભવી શકતા નથી. તેથી અનંતજ્ઞાનીઓએ જાયું, દેખ્યું, અનુભવ્યું અને .