________________
શારદા દર્શન આમ બન્યું. પુત્ર કે પત્નીનું મૃત્યુ થતાં એમ થશે કે મારે પણ હવે ચેતવાની જરૂર છે. કેણ જાણે હું કયારે ઉપડી જાઉં? તેનો શું ભરે ? એ મરનારા બિચારા ધર્મારાધના કર્યા વિના મારા મેહમાં ને મેહમાં આયુષ્ય પૂર્ણ કરીને ચાલ્યા ગયા. હવે એમનું શું થયું હશે ? જે અંતિમ સમયે સમાધિ રહી હશે તે સગતિ પામ્યા હશે પણ મને તે વિશેષ સાવધાન બનવાની નેટીસ મળી તે હું વિશેષ ધર્મ કરું, અને અર્થ અને કામની મમતા ઓછી કરું. આ રીતે ધર્મ છે સ્વસ્થ રહે છે ને ધર્મમાં વિશેષ ચિત્ત રાખીને સુકૃત્ય કરે છે. અનીતિ, અન્યાય, જૂઠ, નિંદા, મદ વિગેરે દેથી દૂર રહે છે. તેથી તેને પરલેક સુધરે છે ને સુખ શાંતિ અનુભવે છે.
ધર્મથી આ લેકમાં ને પરલોકમાં સુખ અને શાંતિ મળે છે. આમ સમજી અનર્થ કારી અર્થ-કામને મહત્વ ન આપતાં ધર્મમાં લાગી જવું જોઈએ. નહિતર યાદ રાખજે કે જે નરક અને તિર્યંચ ગતિમાં ગયા તે દુઃખને પાર નહિ રહે. મહારાજનો આવે ઉપદેશ સાંભળતાં શેઠ ધ્રુજી ઉઠયા. અંતરમાં પશ્ચાતાપ થવા લાગ્યું. અરેરે....મહારાજની એકેક વાત સો ટચના સોના જેવી છે. હું તે કે લેભી છું! ધન ભેગું કરવામાં રપ રહું છું. ધર્મ, દાન, પુણ્ય કંઈ કરતો નથી. મારા કરેલા કર્માનુસાર મારે નરકતિર્યંચ ગતિમાં જવું પડશે. તે ત્યાં કેટલે ત્રાસને કેવા દુઃખો ભેગવવા પડશે? તેમ અહીં પણ મને સાચી શાંતિ ક્યાં છે? ધર્મ વિના મારું શું થશે ? બસ, હવે તે રોજ ધર્મધ્યાન કરું. વ્યાખ્યાન સાંભળું ને દાન-પુણ્ય કરું. શેઠનું જીવન સુધરી ગયું.
દેવાનુપ્રિય! મહારાજે પહેલાં પૈસાના ગુણ શા માટે ગાયા? તે તમે સમજી ગયા ને ? જે પહેલેથી ધર્મની વાત કરી હોત તે શેઠને આટલી અસર ન થાત. અર્થ અને કામની વાત કર્યા પછી ધર્મની મહત્તા સમજાવી તે શેઠના હૃદયમાં ઉતરી ગઈ, અને આખું જીવન પલ્ટાઈ ગયું. આ ચાતુર્માસના દિવસોમાં સાધુ સંતે એક સ્થાને રહીને શ્રાવક શ્રાવિકાઓને જાગ્રત કરે છે. સંતે તમને પારખી શકે છે કે આ શ્રાવકે શેના રસીયા છે. જેમ પેલા શેઠ ધનને રસીયા હતા તે સંતે તેના હદયને પારખીને તેને લગતી વાત કરીને ધનને મેહ ઉતરાવ્યું. મારે પણ તમને સંસારનો મોહ ઉતરાવે છે. તે માટે આપણે શાસ્ત્રનું વાંચન કરવું જરૂરી છે. શાસ્ત્રના વચન એ ભગવંતની વાણી છે. એ વચનામૃતોમાં અમૂલ્ય ખજાને ભરેલું છે. તે ખજાનાને ઓળખો.
ભગવંતે કેવળજ્ઞાન થયા પછી ઉપદેશ આપે. એ ઉપદેશને ગણધર ભગવંતોએ ઝીલ્ય અને આચાર્યોએ તેનું સુંદર આલેખન કર્યું. જે પરંપરાગત આપણને પ્રાપ્ત થયું છે. તીર્થંકર પ્રભુનું જ્ઞાન તે અગાધ છે. તેમાંથી ઘણું તે વિચ્છેદ ગયું છે. છતાં તેમાંનું ઘણું જ્ઞાન શાસ્ત્રરૂપે લખાયું છે. તેના સહારે આપણે આત્મકલ્યાણ કરીને તરવાનું છે. તમને પૈસાને વારસો મળે અગર તે ઘરમાં ખેદતાં ધનને ભરેલ ચરૂ મળી જાય તે કેટલે આનંદ થાય ? તમારા કેવા અહેભાગ્ય? પણ આવા