________________
શારદા દર્શન તરબોળ બની ગયા છે એટલે શેઠને સત્ય સમજાવવા ધર્મ પુરૂષાર્થની વાત ઉપાડી કે ધર્મ પુરૂષાર્થને માનનારાં એમ કહે છે કે “સંસારને ગમે તેટલા સુખો ભેગવ્યાં એમાં શું વળ્યું? કારણ કે એમાં તો “ખા ગયા સે બે ગયા ”ના સદા છે. ગમે તેટલા સુખો ભેગવ્યા પણ અંતે તે બધું છોડીને સુખ ભોગવનાર એકલે અમૂલે કર્મ પ્રમાણે ગતિમાં રવાના થાય છે. સુખ, ધન, માલ, પત્ની, પુત્ર-પરિવાર, મહેલ મહેલાતે બધું અહીં રહી જાય છે. બધું છોડતી વખતે જીવને દુખનો પાર રહેતું નથી. એ સુખ ભગવ્યું શા કામનું? જેને અંતિમ સમય સારો તેનું બધું સારું ને જેને અંતિમ સમય બગડે તેનું બધું બગડયું તેમ કહેવાય છે. અર્થ તથા કામ પુરૂષાર્થની પાછળ પડેલા માનવીઓને આલેકમાં અને પરલોકમાં મહાન દુઃખ ભેગવવા પડે છે, માટે ધર્મ પુરૂષાર્થ આદરવા ગ્ય છે. કારણ કે ધર્મ આલેકમાં ને પરલેકમાં સુખ આપે છે અને દુખમાં સ્વસ્થ રાખે છે. શેઠનું મન ડોલવા લાગ્યું. અહે? મહારાજ સત્ય કહે છે. અર્થ અને કામ બંને દુઃખકારક છે. અંતે તે બધું છોડીને જવાનું છે. તે એને મોહ શા કામને? ઠીક, હવે મહારાજ શું કહે છે તે સાંભળું.
સંત કહે છે દેવાનુપ્રિયે ! ધર્મ પુરૂષાર્થવાળાને તે પિસા, પરિવાર અને સુખ ચાલ્યા જાય તે પણ તેના દિલમાં દુઃખ કે ખેદ ન થાય. એ તે એમ સમજે કે આ મારા અશુભ કર્મને ઉદય છે. પૈસા મળે, સારી પત્ની, પરિવાર મળે તેને મલકાટ નહિ ને જાય તો ઉકળાટ નહિ. કારણ કે તે ધર્મ સમજે હેવાથી આ બધું નાશવંત છે એમ સમજે છે. આ સમયે કેવળી પ્રરૂપિત ધર્મનું મહાન આલંબન જીવને મસ્ત રાખે છે. અર્થ અને કામ ગમે તેટલા વહાલા હોય છતાં સાથે આવનાર નથી, અને ધર્મ તે સાથે આવનાર છે.
ધર્મવાન આત્માને ધન અને વિષયસુખમાં ખૂંચેલા આત્માઓને જોઈને એમની દયા આવે છે કે આ બિચારાનું શું થશે ? જે ઘરમાં બિલાડી હોય તે ઘરમાં ઉંદર થડા અયાજના દાણું ખાવામાં મસ્ત બનીને ફરતે હોય તે તેની દયા આવે છે કે આ દાણા ખાવામાં મસ્ત બન્યો છે પણ બિલાડી ફાળ મારીને એને પકડી લેશે ત્યારે એનું શું થશે ? એમ ધર્મ સમજનારને ધનમાં અને વિષય સુખમાં મુગ્ધ બનેલાની દયા આવે છે. ધમષ્ટ જીને વધુ મેળવવાની ચિંતા કે આતુરતા ના હોય ને ચાલ્યા જતાં દુઃખ પણ ન હોય.
ધર્મવાન. કદાચ ધંધામાં ખોટ આવીને લાખની મૂડી સાફ થઈ જાય અગર યુવાન પુત્ર કે પત્ની ચાલ્યા જાય તે એ પિક મૂકીને રડે નહિ કારણ કે તે ધર્મ સમયે ત્યારથી આ બધા સંગ નાશવંત માનેલા છે. પૈસા જતાં એમ સમજે કે મારા અશુભ કર્મને ઉદય છે. આમાં મને ધર્મમાં જાગૃત બનવાનો સંકેત હશે માટે