________________
૨૭
તેર કાઠીયા જીવને ધર્મ પામતે અટકાવે છે
આઠમો ભય : વ્રતપચ્ચખાણલેવાને ભય, પાંચ પૈસા ખર્ચવાને ભય, ઘણે વખત લાગી જવાને ભય, કુટુંબમાં ધર્મ આવી જવાને ભય, જીવને ધર્મ પામતો અટકાવે છે.
નવમે શક : ઘરમાં, કુટુંબમાં મરણાદિને શક હય, ધન નાશ થયું હોય, કોઈ એકદમ માંદગીમાં ફસાયું હોય, ચેરને–રાજાને-વેપારમાં નુકસાનને શોક. જીવને ધર્મમાં વિદન નાખે છે. તે | દશમ અજ્ઞાન : આ અજ્ઞાન નામને દશમે કાઠીઓ. જીવમાત્રમાં અનંતકાળથી સર્વ સ્થાનમાં અને સર્વકાળમાં આત્માના પહેલા નંબરના શત્રુનું કામ બજાવે છે. બાકીના બાર ન જ હોય, ફક્ત આ એક અજ્ઞાનની હાજરી હોય તો પણ, સંસાર મહામહેલની એક કાંકરી પણ ડગવા પામે નહીં.
પ્રશ્ન : પશુઓમાં અજ્ઞાન હેય, એ સમજાય તેવી વાત છે. નારકીઓ પરવશદશા અને મહાભયંકર દુઃખમાં ઘેરાએલા હોવાથી, “મહાદુઃખી” પણ પિતાનું હિતાહિત ન વિચારી શકે, તે બરાબર સમજાય તેવું છે. પરંતુ દેવો મતિ-શ્રુત-અવધિ (મિથ્યાદષ્ટિ ને વિભંગ) જ્ઞાન પામેલા હોવાથી, તેમને અજ્ઞાની કેમ કહેવાય?
તથા મનુષ્યો પણ કેટલાક મહાવિદ્વાને, વકીલો, બેરિસ્ટર, ન્યાયાધિકારીઓ, પ્રધાને, અમાત્ય, શેઠીઆઓ, શાહુકારો, હજારમાં આગળ બેસનારાઓ, અધ્યાપકેમાસ્તર, હેડમાસ્તર, આખા ગામને, શહેરની-નગરની આગેવાની પામેલાઓને અજ્ઞાની કેમ કહેવાય? विषयप्रतिभासं, चात्मपरिणतिमत् तथा। तत्वसंवेदनंचैव, ज्ञानमाहुर्महर्षयः॥
અર્થ : જ્ઞાનના ત્રણ-પ્રકાર કહ્યા છે. વિષયનો બેધ કરાવનારું જ્ઞાન, ગુરુઓ પાસેથી, નજરે જોવાથી, કાને સાંભળવાથી અને બુદ્ધિના ક્ષપશમથી, ખગોળ, ભૂગોળ
જ્યોતિષ, શિલપાદિજ્ઞાન, ઔતપાતિકી, વૈનાયિકી, કામિકી, પરિણામિકી, બુદ્ધિદ્વારા, વસ્તુઓ સમજી શકે, સમજાવી શકે, આ બધાં જ્ઞાન વિષય પ્રતિભાસમાં અન્તર્ગત થાય છે.
પ્રશ્નઃ વિષયપ્રતિભાષ જ્ઞાનથી જગતના પદાર્થોનું ભાન થાય છે, નિત્યાનિત્ય, ત્યાજ્યત્યાજ આદિ સમજણ મળે છે. તે પછી બુદ્ધિમાન ભૂલા પડે તે કેમ માની શકાય?
ઉત્તર વિષયપ્રતિભાષ જ્ઞાન, સમક્તિધારી જીવને, સત્ય સ્વરૂપ જ સમજાવે છે, અને તેથી સારાં-ટાને તુરત ખ્યાલ આવી જતાં, બેટું છોડીને, સાચાને આદર કરે છે. પરંતુ મિથ્યાષ્ટિજીવને વિષયપ્રતિભાષજ્ઞાન ( નવપૂર્વ ઝાઝેરું જ્ઞાન થાય તો પણ ) દષ્ટિ અવળી હોવાથી, સંસારની તરફ ઢળેલી હોવાથી, ભવાભિનંદી દશાનું જોર હોવાથી, સંસારના પૌગલિક સુખોને રાગ, ઠાંસીઠાંસીને ભરેલો હોવાથી, સુદેવ-સુગુરુ-સુધર્મની શ્રદ્ધા આવવા દેજ નહીં. તેથી બાહ્યક્રિયાઓ વખતે આચરે. જૈનમુનિપણું પણ આદરે, શાસ્ત્રો પણ ભણે, તીવ્ર વ્રત તપ કરે. પણ ઘણી ઊંડાણમાં ભવાભિનંદી દશા બેઠેલી હોવાથી જેમ મહાભયંકર વમનના રોગીને, ઘેબર જેવાં અમૃતભેજન ભાવે નહીં અને ભાવે તો પેટમાં ટકે નહીં. તેમ શ્રીવીતરાગ શાસનની રત્નત્રયી, આત્મા સાંભળે તે ગમે નહીં. અને ગમે તે પણ સ્વર્ગાદિનાં સુખ મેળવવાના ધ્યેયથી, આચરે પાળે પણ ખરી. પરંતુ ઘાણીના બેલની પેઠે