________________
અહાહા ...! ભગવાન આત્મા સમતારસનો પિંડ પરમ વીતરાગ સ્વભાવનો રસકંદ છે. અહા ! આવા નિજ આત્માસ્વરૂપની ભાવનાથી રહિત જીવોને આ શું ? આ શું ? એવો વિસ્મય ભાવ થતો હોય છે. કાંઈક નવું જુએ ત્યાં તેમને વિસ્મય થાય છે. પણ સર્વજ્ઞ ભગવાનને શું નવું છે ? શું જોયા વિનાનું છે ? કાંઈ જ નહિ. જેથી પરમ સમરસીભાવથી ભરપુર ભગવાન કેવળીને વિસ્મય હોતો નથી.
(૧૬) જન્મ :- કેવળ શુભ-કર્મથી દેવ પર્યાયમાં જે ઉત્પત્તિ, કેવળ અશુભ કર્મથી નારકપર્યાયમાં જે ઉત્પત્તિ, માયાથી તિર્યંચ પર્યાયમાં જે ઉત્પત્તિ અને શુભાશુભ મિશ્ર કર્મથી મનુષ્ય પર્યાયમાં જે ઉત્પત્તિ, તે જન્મ છે !
જુઓ, કર્મના નિમિત્તે કોઈને કોઈ ગતિમાં ઉપજવું તે જન્મ છે. અહીં ચાર વાત લીધી છે.
(૧) જીવને કેવળ પુણ્યકર્મથી દેવપર્યાયમાં ઊપજે છે.
(૨) કેવળ અશુભ-પાપ કર્મથી નરકપર્યાયમાં ઊપજે છે.
(૩) માયાથી તિર્યંચ પર્યાયમાં ઊપજે છે. અહા ! જનમવાનાં ઘણાં સ્થાન તિર્યંચમાં છે હોં. પંચેન્દ્રિય તિર્યંચો પણ દેવથી ઝાઝાં છે.ઘણાં દેવો, નારકીઓ, મનુષ્યો ને પોતે પશુઓ પણ મરીને ત્યાં તિર્યંચમાં જન્મે છે.
(૪) કાંઈક પૂણ્ય અને કાંઈક પાપ – એમ મિશ્ર કર્મના નિમિત્તે મનુષ્યપર્યાયમાં જન્મ થાય છે.
અહા ! ચોરાસીનો જન્મ સમુદ્ર અપાર અપાધ છે. અહીં કહે છે સર્વ કર્મથી રહિત પરમપદને અરિહંત દાને પ્રાપ્ત ભગવાનને જન્મ હોતો નથી.
(૧૭) નિદ્રા :- દર્શનાવરણીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાન જ્યોતિ અસ્ત થઈ જાય છે તે જ નિદ્રા છે.
જુઓ, જ્ઞાન જ્યોતિ નિદ્રામાં અસ્ત થઈ જાય છે. પણ ભગવાનને જ્ઞાન જ્યોતિ નિરંતર પ્રગટ જ છે, કેમકે ભગવાનને દર્શનાવરણનીય કર્મનો સર્વથા અભાવ છે. જેથી ભગવાનને નિદ્રા હોતી નથી.
૭૭
(૧૮) ઉદ્વેગ :- ઈષ્ટના વિયોગમાં વિકલવભાવ (ગભરાટ) તે જ ઉદ્વેગ છે.
આ (અઢાર) મહા દોષોથી ત્રણ લોક વ્યાપ્ત છે. વીતરાગ સર્વજ્ઞ આ દોષોથી વિમુક્ત છે. અહા ! ભગવાનને લોકમાં કંઈ ઈષ્ટ નથી, અને તેથી તેના વિયોગમાં ઉદ્વેગ હોતો નથી. અહા ! આવા અઢાર દોષોથી રહિત દેવને જ સમકિતી દેવ માને છે, તે સિવાય બીજાને તે કદીય દેવ માને નહિ. જે બીજાને દેવ માને તે તો પ્રગટ મિથ્યા-દૃષ્ટિ જ છે. આ કોઈ પક્ષ નથી, આ તો વસ્તુની સ્થિતિ જ આવી છે. જ્યાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ ત્યાં પછી આ કોઈ દોષ રહેતા નથી. આવી વાત ! સમજાણું કાંઈ ?
અનુવિદ્ધ :ક્રમશઃ વિંધાયેલું; ક્રમપૂર્વક છિદ્ર. અનુવિદ્યાયિત્વ :અનુસરવું, અનુસરણ અનુવિધાયી :અનુસરતો (૨) અનુસરનારો. અનુવિધાયી :અનુસરવું.
અનંથક :અપ્રદેશી; પ્રદેશમાત્ર, અંશરહિત.
અનશન :ઉપવાસ; ખાવું નહિ એ; અન્ન પાણીનો જીવન પર્યંત ત્યાગ, સંથારો; ભૂખ હડતાલ. (૨) ભોજનનો ત્યાગ
અનશન સ્વભાવ લક્ષણ તપ ઃઅનશન સ્વભાવ, તેનું લક્ષણ છે. એવું તપ. (જે આત્માના અનશન સ્વભાવને જાણે છે, તેને અનશન સ્વભાવ લક્ષણ, તપ વર્તે છે.)
અનશન સ્વભાવી :આહારની ઈચ્છારહિત, સ્વભાવવાળો. અનશનીય અભક્ષ્ય, ખાવા માટે લાયક નથી.
અનાર કદી નાશ ન પામનાર.
અનુશાસન ઉપદેશ; શિખામણ; નિયમન, અધિકાર; નિયમ, નિયમન; સત્તા; રાજ્યવહીવટ; કાયદો; ધારો; વિવરણ; શાસ્ત્ર.
અનુશીલન સતત અને ઊંડો અભ્યાસ; દીર્ઘ સેવન.
અનેક :એષણા રહિત; અનશન સ્વભાવી; આહારની ઇચ્છા રહિત. અનુષ્ઠાન :આચરણ; આચરવું તે; અમલમાં મૂકવું તે. (૨) શાસ્ત્રમાં કહેલા વિધિ
પ્રમાણે, કરવામાં આવતું, કર્મ. (૩) સંયમ (૪) રમણતા (૫) ધાર્મિક