________________
અહા ! બસ ગંધ માટે, ને શ્રમથી પરસેવો થઈ ગંધ માટે તે અશાતાના ઉદયને લીધે હોય છે. પણ એ પરસેવો ભગવાનને હોય નહિ; કેમ કે ભગવાનને તે અશાતાનો ઉદય નથી. અહો ! ભગવાન તો અનંત અનંત આનંદ અને અનંત બળમાં બિરાજે છે; તેમને પરસેવો કેમ ?
જુઓ, અહીં અરિહંતદેવના સ્વરૂપનું કથન ચાલે છે. જેને નિજ આત્માનું શ્રદ્ધાન-સમ્યગ્દર્શન હોય તેને વ્યવહારે આવા નિર્દોષ દેવની જ માન્યતા હોય છે એમ અહીં કહેવું છે.
(૧૨) ખેદ ઃ- અનિષ્ટની પ્રાપ્તિ (અર્થાત્ કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી) તે ખેદ છે. આ જગતમાં કાંઈ અનિષ્ટ જ નથી. (અને પરમવીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરને કાંઈ અનિષ્ટ ભાસતું જ નથી.) તેથી ભગવાનને ખેદ હોતો નથી. રોગ થવો, શત્રુ હોવો, સર્પ કે વીંછી કરડવો ઈત્યાદિને અજ્ઞાની જીવ અનિષ્ટ માને છે. પણ ભગવાન કેવળીને તો લોકમાં કાંઈ અનિષ્ટ જ નથી, અને તેથી ખેદ નથી.
(૧૩) મદ :- સર્વ જનતા (જનસમાજના) કર્ણમા અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે ... આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.
અહા ! ભગવાનની દિવ્યવાણી ને કવિત્વ શક્તિનું શું જોવું ? જેમને એવી સહજ ચતુર કવિત્વશક્તિ હોય છે કે લાખો-ક્રોડો જીવોની સભા તે સાંભળીને જાણે અમૃત પીતા હોય તેમ બધા ડોલી-નાચી ઊઠે. અહા ! ભગવાન તો સર્વ વિદ્યાના પરગામી હોય છે, પણ એમને એવી કવિત્વશક્તિનું અભિમાન હોતું નથી. ભગવાન મદરહિત જ હોય છે. જેવી રીતે સહજ (સુંદર) શરીરને લીધે. આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.
ઓહો ! ભગવાનના શરીરના દરેક અવયવ કોમળ, સુંદર નમણાઈવાળા હોય છે. ત્રણ લોકમાં કોઈનેય ન હોય એવો ભગવાનને (તીર્થંકરને) સુંદર દેહ હોય છે. ઈન્દ્ર પણ તે દેખીને ચકિત થઈ જાય છે. જેમના જન્મકાળે બે આંખોથી જોઈને સંતોષ ન થાય એટલે ઈન્દ્ર હજાર નેત્ર કરીને જુએ છે. અહા ! એવું અદભૂત અલૌકિક ભગવાનના દેહનું રૂપ હોય છે. છતાં ભગવાનને શરીરનો મદ હોતો નથી. કેમ ? કેમ કે શરીર ક્યાં એમનું પોતાનું છે ? એ તો જડ
૩૬
માટી-ધૂળનું છે. અહા ! ભગવાન તો જનમથી જ સમ્યગ્દર્શન અને ત્રણ જ્ઞાન લઈને જન્મે છે, અને આ શરીર મને છે એવો મદ તો પહેલેથી જ – સમકિત થયું ત્યારથી જ નથી. તો પછી પૂર્ણ દશા થતાં આ સુંદર શરીર હું છું એવો મદ ક્યાંથી હોય ?
અહીં કહે છે ભગવાનને સહજ સુંદર શરીર હોવા છતાં મદ હોતો નથી. હવે સમકિતીને પણ શરીરમદ ન હોય તો સર્વજ્ઞ ભગવાનને કેમ હોય ? હોતો જ નથી. વળી, સહજ (ઉત્તમ) કુળને લીધે... આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.
ભગવાનને સ્વાભાવિક ઉત્તમ કુળમાં જન્મ હોય છે, છતાં તેનું તેમને અભિમાન ન હોય કે મારા પિતા આવા રાજા હતા અને એના અમે પુત્ર છીએ. શ્રીમંતને-લક્ષ્મીવંતને ઘરે અમારા અવતાર છે એમ કુળનું-ધૂળનું અભિમાન ભગવાનને હોતું નથી. અરે ! સમ્યગ્દષ્ટિને કુળમદ હોતો નથી તો પછી ભગવાનને તો ક્યાંથી હોય ? ન હોય, કેમ કે આત્માને કુળ કેવું ? ભગવાન આત્મા તો નિર્લેપ, નિરાળો ચિદાનંદ પ્રભુ છે. જેમાં રાગ પણ નથી ત્યાં વળી શરીરને કુળ કેવું ? માટે કેવળી ભગવાનને કુળનું અભિમાન હોતું નથી. તેવી રીતે.
સહજ બળને લીધે... આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે.
અહા ! મોટાં ચક્રવર્તીનાં પદ કે મહાન ઈશ્વરતાનાં પદ પ્રાપ્ત થયાં હોય છતાં ભગવાનને તેનાં અભિમાન હોતાં નથી-અજ્ઞાની તો કોઈ સંસ્થાનો મંત્રી પ્રમુખ હોય ત્યાં તો અંહકારમાં ચઢી જાય. જ્યારે ત્રણ લોકના ઈશ્વર-સ્વામી ભગવાન હોવા છતાં તેમને ઐશ્વર્યનો મદ હોતો નથી. ગજબની વાત છે ને?
(૧૪) તિ :- મનોજ્ઞ (મનપસંદ) વસ્તુઓમાં પરમ પ્રીતિ તે જ રતિ છે. પણ ભગવાનને કાંઈ મનોજ્ઞ છે જ નહિ; અને તેથી રતિ નથી.
(૧૫) વિસ્મય :- પરમ સમરસી ભાવની ભાવના રહિત જીવોને (પરમ સમતાભાવના અનુભવ રહિત જીવોને) ક્યારેક પૂર્વે નહિ જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે.