________________
૭૫
સમાધાન : એ તો ઉપચારથી કહ્યું છે, કેમ કે કર્મ કરે છે ને ? માટે એટલી અપેક્ષા
કરીને કહ્યું છે. વળી કેવળીને કષાય તો સર્વ નીકળી ગયો છે, પણ હજુ યોગ સાથે રહ્યો છે ને ? એટલે એ અપેક્ષા ગીને કહ્યું છે શુકલધ્યાન છે; બાકી શુકલ ધ્યાન તેમને છે કે નહિ ? જુઓ, કેવળીને શુકલધ્યાન નથી એમ આમાં કહે છે. છે કે નહિ ? છે. એ તો પ્રવચનસારમાં એમ આવ્યું છે કે કેવળજ્ઞાની કોનું ધ્યાન કરે છે ? ત્યાં સમાધાન કર્યું કે - આનંદનું ધ્યાન ઘટે છે, અર્થાત્ તેઓ અતીન્સિય આનંદને અનુભવે છે. બાકી ભગવાને ત્યાં ધ્યાન કયાં છે ? જેઓ તો ધારાવાહી અનંત આનંદરૂપે પરિણમે છે. એકાગ્રતા તો અંદરપૂરણ પડી જ છે, નવી એકગ્રતા ક્યાં કરવી છે ? અહો ! પરમેશ્વર શરીરમાં રહ્યા છે એમ દેખાય છતાં, તેમને વાણી નીકળે છે. એમ દેખાય છતાં, તેઓ સમવસરણમાં બેઠા છે એમ દાખય છતાં, તેઓ અનંત આનંદમાં જ સ્થિત-બેઠા છે. અહા ! એવા ભગવાનને અહીં કહે છે, ધર્મધ્યાન કે શુકલધ્યાન હોતું નથી. સમજાણું કાંઈ...? આવો મારગ બહુ ઝીણો બાપુ ! વળી તે સિવયના આર્ત-રૌદ્રરૂપ અપ્રશસ્ત-માઠાં ચિંતન-ધ્યાન છે તેમ ભગવાનને હોતાં નથી. જરા તિર્યંચો તથા મનુષ્યોને વયકૃત દેહ-વિકાર (વયને લીધે થતી શરીરની જીર્ણ અવસ્થા) તે જરા છે. જુઓ, પશુ અને મનુષ્યોને વયકત જે શરીરનો વિકાર-વૃદ્ધાવસ્થા-થાય છે તે ભગવાનને હોતી નથી. નારકીને વૃદ્ધાવસ્થા સદાય હોય છે, અને દેવને તે ક્યારેય હોતી નથી. એટલે એ વાત અહીં લીધી નથી. પણ મનુષ્યને ને પશુને વયકત જીર્ણાવસ્થા થાય છે. (માટે તેની વાત કરી છે.) દેહવિકાર એટલે શું ? એ આ વાળ ધોળા થયા શરીરમાં કરચલી પડે ને શરીરને જીર્ણ થાય એવી જરા અવસ્થા ભગવાનને હોય નહિ ક્રોડ પૂર્વ સુધી દેહ રહે તોય ભગવાનને દેહમાં જરા ન હોય. ક્યાંથી હોય ? કેમ કે અશાતાનો ઉપદ કયાં છે ? ઓહો ! પૂર્ણ-આનંદને પ્રાપ્ત ભગવાનને પૂર્ણ શાંતિ-શાંતિ-શાંતિ છે, ને દેહ પણ જરારહિત જ છે. ઓહો ! અબજો-અબજો વર્ષ સુધી કેવળજ્ઞાનીપણે કહે તો
પણ શરીરમાં જરા ન થાય. અહા ! ઘેટલા ખાય નહિ ને જરા હોય નહિ.
(એવો કોઈ અલૌકિક દિવ્ય દેહ ભગવાનને હોય છે.). (૯) રોગ :- વાત, પિત્ત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી કલેવર (શરીર)
સંબંધી પીડા તે જ રોગ છે. અહ ! ગોશાળાએ તેજલેશ્યા ફેંકી ને તેથી ભગવાનને છ માસ સુધી રોગ થયો - એ બધી ખોટી-કલ્પિત વાત છે, ગપગપ છે; કેમ કે ભગવાનને એ બધું હોય જ નહિ. અહા ! અનંત આનંદની નીરોગતા જયાં અંદર પ્રગટ થઈ છે. ત્યાં દેહમાં રોગ કેવો ? અહો ! ભગવાનને તો પરમ ઔદારિક અશ્વયંત સ્વચ્છ નિર્મળ સ્ફટિકરતન સમાન દિવ્ય દેહ હોય છે. જેથી એવા શરીરમાં રોગ હોઈ શકે જ નહિ. કવે જેને સાચા દેવના સ્વરૂપની શ્રદ્ધાની ખબર ન મળે તેને પોતાના આત્માના સ્વરૂપની શું ખબર હોય ? એ તો પ્રગટ અજ્ઞાની છે. જુઓ, આ ભેદરૂપ સમકિતની વ્યાખ્યા છે ને ? Wી જેને અંતરમાં અભેદ સમક્તિ છે તેને સાચા દેવસંબંધી યથાર્થ શ્રદ્ધા હોય છે અને તે ભેદ સમક્તિ
છે એમ કહે છે. (૧૦) મૃત્યુ :- સાદિ - સનિધન, મૂર્ત ઈન્સિયોવાળા, વિજાતીય નરનારકાદિ
વિભાવ વ્યંજનપર્યાયની જે વિનાશ તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે. કહ્યું ? કે (સાદિ-સનિધન અર્થાત્ જે નવો ઉત્પન્ન થયો છે કે જેનો અંત છે એવા મૂર્ત ઈન્દ્રિયોવાળા અને આત્માની વિરુદ્ધ જાતિવાળા નરકાદિ વિભાવવ્યંજન પર્યાય-શરીરપર્યાય તેનો વિનાશ થાય તેને મૃત્યુ કહેવામાં આવે છે, અને તે ભગવાનને છે નહિ. કાર્માણ શરીર સાથે લઈને જાય અને ઔદારિક શરીર નાશ પામે તેને મૃત્યુ કહીએ. પણ ભગવાનને તો યૌદારિક શરીરની સાથે કાર્માણ શરીર નાશ પામે છે. માટે તેમને મૃત્યુ છે જ નહિ. દેહ છૂટતાં પછી જન્મે તેને મૃત્યુ કહીએ, પરંતુ તેય ભગવાનને ક્યાં છે ? માટે
ભગવાનને મૃત્યુ છે નહિ. (૧૧) વેદ :- અશુભ કર્મના વિપાકથી જનિત, શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો, જે
દુર્ગધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળબિંદુઓનો સમૂહ તે સ્વેદ છે. (પરસેવો)