________________
વળી ગુરુજનોની પોતાના ગુરુ કે સંત-મહામુનિવરોની વૈયાવૃત્યમાં શુભરાગ છે, તે ધર્મ નથી એમ કહે છે. અહા ! ધન, શીલ, ઉપવાસ ને ગુરજનોની સેવા એ પ્રશસ્ત રાગ-શુબરાગ છે, અને એ રાગ કેવળી પરમાત્મા તીર્થંકરદેવને હોતો નથી. અર્થાત્ કેવળી બીજાની સ્તુતિ કરે કે વિનય-વંદના કરે એમ હોતું નથી, કેમ કે ભગવાનને એવો રાગ હોતો નથી. જુઓ, છે કે નહિ આમાં ! અહા ! કેવળી ભગવાન છદ્મસ્થ ગુરુની સ્તુતિ-વિનય કરે એ કોઈ દિ હોય નહિ; કેમ કે કેવળીને પ્રશસ્ત રાગ નથી. વળી સેવા તો પોતાથી મોટા હોય એની હોય. પણ ભગવાનથી મોટું કોણ છે ? પ્રશ્ન : જે એમનાથી પહેલાં કેવળજ્ઞાન પામ્યા છે એ મોટા છે કે નહિ ? સમાધાન :- ના, એ મોટા નથી. કેવળીને બીજા કેવળી પ્રત્યે રાગ હોતો નથી. આ વાત હવે પછી (છઠ્ઠા બોલમાં) આવશે. અત્યારે તો ગુરુજનોની વૈયાવૃત્યથી ઉત્પન્ન થતો પ્રશસ્ત રાગ કેવળીને હોતો નથી એમ સિદ્ધ કરવું છે. અહા ! કેવળીને કેવળી પ્રત્યે રાગ ન હોય ત્યાં છદ્મસ્થ પ્રત્યે રાગ-વિનય હોય એમ કેમ બને ? કેમ કે પ્રશસ્ત રાગ કેવળીને દેવને હોતો નથી. આવો મારગ છે બાપા ! આમાં બે વાત થઈ. (૧) કોઈ દાન, શીલ, ઉપવાસ કે ગુરુની સેવાને ધર્મ માને તો પણ એ ધર્મ
નથી. માત્ર શુભ રાગ-પ્રશસ્ત રાગ છે. (૨) આવો પ્રશસ્ત રાગ ભગવાન કેવળીને હોતો નથી. હવે આગળ કહે છે : અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, મોજ સંબંધી તથા ભોજન સંબંધી વિકથા કહેવાને સાંભળવાના કૌતુહલ પરણિામ તે પ્રશસ્ત રાગ છે ! જુઓ અહીં દેશ કથાને રાજા સંબંધી કથામાં સમાવી લીધા છે. અહા ! આવી વસ્તુઓ ભોજનમાં હતી તે કહેવાના ને સાંભળવાના કૌતુહલ ભાવ તે અપ્રશસ્ત રાગ છે - અશુભ રાગ છે- પાપના ભાવ છે. નવરો થયા ને માંડે કે આજે ભોજનમાં આ હતું જે તે હતું. પણ એમાં શું (લાભ) છે ? ધૂળે ય
૭૩ લાભ નથી સાંભળીને. એ તો વિકથા-પાપકથા છે, અપ્રશસ્ત રાગ છે, અને
તે ભગવાન કેવળીને હોતો નથી એમ વાત છે. (૬) મોહ :- ચાર પ્રકારના શ્રમણ સંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે.
અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત જ છે. શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છે : (૧) ઋષિ, (૨) મુનિ, (૩) યતિ અને (૪) અણગાર. (૧) ઋષિ : આ ઋષિ એટલે સાચા જૈન શ્રમણની વાત છે. કોં, કેમકે તે
સિવાય બીજા કોઈ ઋષિ હોય નહિ. જૈનના ઋષિ એટલે ? જેમણે આત્મા આનંદસ્વરૂપ છે એના ભાવ વડે તેમાં લીન-કલીન થઈ, રાગને જીતીને ઉગ્રપણે અંતરમાં આનંદ પ્રગટ કર્યો છે તે જૈન સાધુ ષિ છે. અહા ! જૈન કોઈ સંપ્રદાય નથી, પણ વસ્તુસ્વભાવ છે. જે સ્વભાવની ઉગ્ર આરાધનામાં પડેલા જૈનના સાચા સંત એવા ઋષિ છે. ઋષિના શાસ્ત્રમાં ઘણાં ભેદ છે. અહીં તો એટલું જ લીધું છે કે ઋદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે. અહીં તેમના પ્રત્યેનો વાત્સલ્ય સંબંધી મોહ તે
પ્રશસ્ત રાગ છે ને તે ભગવાનને હોતો નથી. (૨) બીજો પ્રકાર મુનિ. અવધિજ્ઞાન. ઉનઃપર્યાય જ્ઞાન અથવા કેવળજ્ઞાન
શ્રમણ તે મુનિ છે. આ કેવળીઓ પ્રત્યે કે મુનિઓ પ્રત્યે વાત્સલ્ય-પ્રેમ તે મોહ છે એમ કહે છે અને તે ભગવાન કેવળીને હોતી નથી એમ વાત છે. જુઓ, કેવળીને બીજા કેવળી પ્રત્યે મોહ હોતો નથી એમ આવ્યું કે નહિ ? જે પછી કેવળીને બીજા છદ્મસ્થ પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય-વિનય હોય એમ કેમ બને ? એમ હોતું જ નથી. ભાઈ, ત્રણ કાળ-ત્રણ લોકમાં વીતરાગ મારગનું કહેલું તત્ત્વ આ છે શું ? કે ચાર પ્રકારના શ્રમણ સંઘ પ્રત્યે વાત્સલ્ય તે મોહ છે, ને તે ભગવાન કેવળીને હોતો નથી. (આ ચતુર્વિધ સંઘ કેમ નભે એવો રાગ ભગવાનને હોતો નથી.) અહા ! કેવળીને કેવળી પ્રત્યે કે છાસ્થ સાધુ પ્રત્યે જ્યાં મોહ જ નથી ત્યાં શું એમનો વિનય કરે ? ના કરે. હા, સાધુને ભગવાન કેવળી પ્રત્યે રાગ-વિનય હોય છે, કેમ કે સાધુને કિંચિત રાગનો ભાગ છે ને ? પણ