________________
અહા ! ઇંતુ પોતે ભગવાન આત્મા આનંદનો નાથ છે, પણ તેની ખબરું વિના બધા પુણ્ય પાપ ને મિથ્યા ભાવની લક્ષણમાં પડ્યા છે.
થી દુઃખી જ છે. ઠીક છે એમ બહારથી ભલે દેખાય, પણ અંદર તો હોળી સળગે છે. પણ અહીં કહે છે - જેને અંતરમાં ભાન થયું છે કે હું ચૈતન્ય દેવ છું તે ધર્મીપુરુષને પરલોકનો ભય નથી તો પછી ભગવાનને
પરલોકનો ભય કયાંથી હોય ? (૩)વળી ભગવાનને અરક્ષાનો ભય નથી. (જ્યાં શાશ્વત ચૈતન્ય વસ્તુ આત્મા ત્રિકાળી અવિનશ્વર સત્ સ્વયમેવ પોતામાં સુરક્ષિત-સ્વરક્ષિત છે ત્યાં અરક્ષણ શું ? ઊી પૂર્ણ શાશ્વત દશાને પ્રાપ્ત ભગવાન કેવળીને
અરક્ષાભય હોતો નથી. (૪)ભગવાનને અક્ષુપ્તિભય નથી. ગઢમાં સંતાઈ જઉં જેથી અક્ષુપ્તિ ટળે
એનો ભય ભગવાનને હોતો નથી. અહા ! સર્વજ્ઞ પરમાત્મા તો અનંત આનંદના સ્વરૂપગઢમાં જ ગુપ્ત રહ્યા છે. ત્યાં કોઈનો પ્રવેશ જ નથી તો
શાનો ભય? (૫)ભગવાનને મરણનો ભય નથી. કાર્માણ શરીર રહે ને દારિક દેહ છૂટે
તેને મરણ કહે છે, પણ ભગવાનને તો ઔદારિક દેહ છૂટતાં જ સાથે કાર્માણ શરીર છૂટી જાય છે. એટલે તેમને મરણ જ નથી, ને તેથી
મરણભય પણ નથી. (૬) ભગવાનને વેદનાભય નથી. પૂર્ણ આનંદનું જ્યાં વેદન છે ત્યાં બીજી
વેદના-શરીરની વેદના ક્યાં છે ? વેદના ભય હોય ? અરે, પરમેશ્વરપરમાત્મા કોને કહીએ તેની અજ્ઞાનીઓને ખબરું જ નથી ! જેને નિજ પરમાત્મા સ્વરૂપની ખબર છે તેને બીજા પરમેશ્વર કેવા હોય તેની બરાબર ખબર હોય છે. અને જેને બીજા પરમેશ્વરની ખબર નથી તેને પોતાના પરમેશ્વરની ય ખબર નથી. એ તો જ્યાં-ત્યાં બહારનું દેવદેવલાંને માને છે, ને માથાં ફોડે છે, ભાઈ, પોતે દેવ કેવો છે ને બહારમાં કેવા દેવની શ્રદ્ધા હોવી જોઈએ એની વાત છે.
અહો ! ભગવાનું શરીર તો પરમ ઔદારિક થઈ ગયું છે. જેમના શરીર પર બીજ નજર કરે તો તેના સાત ભવ ભાળે એવા તો શરીરના રજકણો નિર્મળ-સ્વચ્છ થઈ જાય છે. હવે એવા શરીરમાં વેદના થઈ એવી વાતુ બાપા ! શું વીતરાગ મારગમાં હોય ! ના હોય. આ તો વીતરાગ પરમેશ્વરનો મારગ. પ્રભુ ! અહા ! સચ્ચિદાનંદ પ્રભુ પોતે આત્મા જ છે. એનું અંતરમાં ભાવ અને લીનતા થઈને જેને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ
છે તેને વેદના ને વેદનાભય છે જ નહિ. (૭)વળી ભગવાન અકસ્માત ભય અર્થાત્ નવું કંઈક થઈ જશે એનો ભય
નથી. દીવાલ પડશે, વીજળી પડશે એવો ભય પરમાત્માને હોતો નથી. અહા ! જ્યાં સમ્યગ્દષ્ટિને પણ એવો ભય નથી ત્યાં કેવળીને ભય કેવો. એમને વળી અકસ્માત ને આકસ્મિક શું હોય ? કાંઈ જ નહિ. થી ભગવાનને વિસ્મય કે અકસ્માતભય હોતો નથી.
આ રીતે સાત પ્રકારના ભય દેવને હોતા નથી. (૪) રોષ-ક્રોધ - ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે.
ક્રોધાવેશમાં આવી જાય તેને રોષ થાય છે ને ? પણ એ ભગવાનને હોતો નથી. રાક્ષસને મારવા ધનુષ ચઢાવે તે ભૃકુટિ ચઢાવે તે ભગવાન ન હોય. અહા ! જે પૂર્ણાનંદના શીતળ સ્વભાવમાં પરમ શાંત વીતરાગ થઈને રહ્યા છે
તેમને રોષ ન હોય, ને રોષ હોય તે ભગવાન ન હોય. (૫) રાગ :- રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે.
જુઓ રાગના બે પ્રકાર કીધા : (૧) પ્રશસ્ત રાગ અને (૨) અપ્રશસ્ત રાગ અર્થાત્ શુભ અને અશુભ, અને તે ભગવાન કેવળીને હોતા નથી. હવે એમાં વિશેષ ન્યાય કહે છે. ધન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વૈયાવૃત્ય વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે. બીજાને દાન આપે છે ને ? જો તેમાં શુભરાગ થાય છે; શીલ-બ્રહ્મચર્ય પાળે ને ઉપવાસ કરે, તેમાં શુભરાગ થાય છે. જુઓ. ઉપવાસને અહીં શુભરાગ કીધો છે !