________________
તેથી તેઓ સંસારતત્વ જ છે. (૨) અનિશ્ચિત. (સૂકા-ભીના ચામડાની માફક જીવ, પર ક્ષેત્રની અપેક્ષાએ સંકોચ-વિસ્તાર પામતો હોવાથી, અનિશ્ચિત માપવાળો છે. આમ હોવા છતાં, જેમ ચામડાના સ્વઅંશો ઘટતાવધતા નથી, તેમ જીવના સ્વઅંશો ઘટતા-વધતા નથી; તેથી તે સદાય નિયત અસંખ્યપ્રદેશી જ છે.) (૩) અનેકરૂપ; અનિશ્ચિત; પરિણમન શીલ;
અસ્થિર. અનવસ્થિત અવધિજ્ઞાન :પાણીના તંરગોની માફક ઘટતું વધતું રહે, એક સરખું ન
રહે તેને અનવસ્થિત અવધિજ્ઞાન કહે છે. મનુષ્યોને આ અવધિજ્ઞાન થાય છે એમ કહ્યું છે તેમાં તીર્થકરો ન લેવા, બીજા મનુષ્યો સમજ્યા, તે પણ બહુ થોડા મનુષ્યોને થાય છે. આ અવધિજ્ઞાનને ગુણ પ્રત્યય પણ કહેવામાં આવે છે. તે નાભિની ઉપર શંખ, પદ્મ, વજુ, સ્વસ્તિક, કલશ, માછલાં આદિ શુભ
ચિહ્ન દ્વારા થાય છે. અનવસ્થિતપણું અસ્થિરપણું; નહિ ટકવું તે. અન્યાય એકને પ્રધાનરૂપે અને બીજાને ગૌણરૂપે બતાવવું, એ અન્યાચય
શબ્દનો અર્થ છે. (૨) અન્યાય એટલે એકને પ્રધાનપણે અને બીજાને ગૌણપણે બતાવવું એ અન્યાય શબ્દનો અર્થ છે. (૩) એકને પ્રધાનરૂપે
અને બીજાને ગૌણરૂપે બતાવવું એ અન્યાય શબ્દનો અર્થ છે. અનાસ્થિત વૃત્તિવાળા :અસ્થિરભાવવાળા. (મિથ્યા દષ્ટિઓએ ભલે દ્રવ્યલિંગ
ધારણ કર્યું હોય તો પણ તેમને અનંતકાળ સુધી અનંત ભિન્નભિન્ન ભાવો રૂપે-ભાવાંતર રૂપે પરિવર્તન પલટવું થયા કરવાથી તેઓ અસ્થિર
પરિણતિવાળા રહેશે.) (૧) શ્રધા - અશાતાવેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ કલેષની કરનારી તે ક્ષુધા છે.
(અર્થાતુ વિશિષ્ટ-ખાસ પ્રકારના-અશાતા વેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્ત થતું જે ખાવાની ઈચ્છારૂપ દુઃખ તે ક્ષુધા છે) પૂર્ણ અમૃતનો સાગર જ્યાં અનુભવાય છે. ત્યાં ભગવાનને શ્રધા કેવી ? અંદર આત્મા અમૃતનો સાગર ભરેલો છે. જે જ્યાં પર્યાયમાં પૂરણ ઊછળી
રહ્યો છે ત્યાં એવા અમૃતના અનુભવનારને-ભગવાન કેવળી ભગવાનને સુધા કેવી ? પરમેશ્વર, દેવ એને કહીએ જેને સુધા ન હોય. અરે ! નીચે (ચોથા, પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાનોને પણ જ્યારે જીવ અમૃતસાગર પ્રભુ આત્માના અનુભવમાં હોય છે ત્યારે તેને આહારની ઈચ્છા હોતી નથી (જો કે બહાર વિકલ્પમાં આવશે ત્યારે વૃત્તિ ઊઠશે.). જો પછી કેવળી પ્રભુતો અનંત આનંદના સાગરમાં ડોલી રહ્યા છે, તેમને અતીન્દ્રિય આનંદનું પૂર્ણ (પ્રતિસમય) વેદન છે; પછી તેમને શ્રધા કેવી ? અહો ! ઊંમયે સમયે પરમેશ્વર અરિહંતદેવને અનંત અતીન્દ્રિય આનંદના ભોગવટાનું ભોજન હોય છે. જેમને શ્રધા હોય, ને તેઓ આહાર કરે એમ માનવું એ કંલક છે. એમ માનનાર સાચા દેવને ઓળખવો જ નથી. ભગવાન સર્વજ્ઞ દેવને અશાતાનો તીવ્ર ઉદય હોતો નથી. એવો વિશિષ્ટખાસ પ્રકારનો અશાતા વેદનીય કર્મનો ભગવાનને ઉદય નથી, અને મોહનીયનો તો સર્વથા અભાવ છે. સ્થી ભગવાનને ભોજનની ઈચ્છારૂપ કલેશ-દુઃખ-ક્ષુધા અને ભોજન હોતાં નથી. અહા ! જેમની વાણીદિવ્યધ્વનિ આગમ કહેવાય છે એ ભગવાનને ક્ષુધાદિ દોષ હોય નહિ; અને એવા દોષવાળાની વાણીને આગમ કહેવાય નહિ, અને તે દેવ પણ હોય નહિ. ભગવાનને શરીરમાં રોગ થયો ને તેમણે આહાર લીધો તે બધાં કથન ખોટાં છે. જે પરમેશ્વર થયા એમને પણ હજી સુધા ? અરે ! જેમના ભક્તો જે દેવો અને ઈન્દ્રો છે તેમને પણ જ્યાં ૩૩ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે ત્યાં તેમને ભગવાનને) દિન-દિન પ્રતિ (દરરોજ) આહાર ? એમ હોઈ શકે નહિ. ભાઈ, તીર્થંકરના શરીરતો સદાય સુંદર જ હોય છે, તેમને નોકર્મરૂપ આહાર (શરીરને યોગ્ય રજકણો) સદાય આવ્યા જ કરે છે. પણ આ કલાહાર તેમને હોય જ નહિ; ભગવાનને કવલાહાર હોય એમ જેઓ માને છે તેઓ ભગવાનને ઓળખતા જ નથી, અને પોતે પૂર્ણ પરમાત્મા સ્વરૂપ ચીજ શું છે તેની તેને ખબર નથી. જેની અંશ દશામાં પણ પૂર્ણતા છે