________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા શીતળ તથા ભારે છે. એ મધુર રસ, જે દ્રવ્યમાં વિશેષપણે રહેલે હોય તે તે જાડાપણું, કમળપણું, આળસ, ભારેપણું, અન્નની અરુચિ, અગ્નિની મંદતા, મેં, કંઠ અને માંસની અત્યંત વૃદ્ધિ, શ્વાસ, ખાંસી, સળેખમ, શીતજ્વર, પેટ ચડવું, હું મીઠું થવું, ઓડકાર આવવા, સંજ્ઞા અને સ્વરને નાશ, ગળામાં ગંઠમાળ, સ્લીપદ, ગળાને સોજો, મૂત્રાશયમાં ભારેપણું ગુદામાં ચીકાશ, આંખના રોગો અને અભિયદના વિકારને ઉત્પન્ન કરે છે.
ખાટો રસ ભેજનમાં રુચિ ઉત્પન્ન કરે છે, અગ્નિને દીપન છે, દેહની વૃદ્ધિ કરે છે, મનનું જીવન છે, ઇંદ્રિયને દઢ કરે છે, બળને વધારે છે, વાયુનું અનુલેમન કરે છે, હૃદયને તૃપ્ત કરે છે, મુખમાં રસને સર્વ કરે છે, ખાધેલું અનુકર્ષણ કરે છે અને કલેદને ઉત્પન્ન કરે છે. તે જાતે લધુ, ઉષ્ણ અને સ્નિગ્ધ છે, પણ જે દ્રવ્યમાં અત્યંતપણે વર્તતે હોય તે દાંતને ખાટા કરી નાખે છે, આ ખાને મીંચાવી દે છે, વાળને ખેરવી નાખે છે, કફને પિગળાવી નાખે છે, પિત્તને વધારી આપે છે, લેહીને દુષિત કરે છે, માંસમાં દાહ કરે છે, શરીરને ઢીલું પાડી નાખે છે, નબળાપાતળા અને દુર્બળ માણસને સજા ઉત્પન્ન કરે છે, ઘા વાગેલા, માર ખાધેલને, હાડકાં ભાંગેલાને, પડી ગયેલાને, મદન થયેલાને, કાપેલાને વાંધાયે. લાને અને ભચડાઈ ગયેલાને પચાવી દે છે અને અગ્નિરૂપ સ્વભાવ હેવાથી કંઠને, હૃદયને તથા ઉરુ યાને છાતીને દગ્ધ કરે છે.
ખારે રસ પાચન, કલેદન, દીપન, ચ્યવન, છેદન, ભેદન, તીક્ષણ, સર, વિકાસી, અધઃસંધી, અવકાશને કરવાવાળો, વાયુને હરવાવાળે, ભ, બંધ, સંઘાત, એને નાશ કરનારે મોઢામાં લાળ ઉત્પન્ન કરનાર, કફને પાતળે કરનારે અથવા ઉખેડનાર, શિરાઓના માર્ગનું શેધન કરનારે, આખા શરીરના અવયવેને કમળ કરનાર, આહારનું રેચન કરનારે, અને સહગી,
For Private and Personal Use Only