________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
-
,
-
..
-
-
શ્રી આયુર્વેદ નિબંધમાળા ખાટે રસ ઉત્પન્ન થાય છે. તેમજ હેમંત અને ગ્રીષ્મઋતુના ગાળામાં મધુર રસ પ્રાધાન્ય ભેગવતાં છતાં, એ છયે રસ ઉત્પન્ન થાય છે. એટલે વાચકોના ધ્યાનમાં આવશે કે, જેમ જેમ સૂર્ય પિતાના રાશિચક્રને પરિભ્રમણ કરતું જાય તેમ તેમ આકાશમાં રહેલા તત્વને પિતા તરફ ખેંચી, જેમ રવૈયાથી દધિનું મંથન કરવામાં આવે છે, તેમ આકાશમાં રહેલા તત્ત્વનું મંથન કરી તેના સારરૂપ રસને ઉત્પન્ન કરી, દરેક વનસ્પતિને પિતાપિતામાં ગુણ, ધર્મ અને સ્વભાવવાળે રસ, જોઈતા પ્રમાણમાં વહેંચી આપે છે; અને તે વહેંચી આપેલા રસને ચંદ્ર પિષીને સ્થિર કરે છે.
દરેક વનસ્પતિમાં આયુર્વેદાચાર્યોએ રસ, ગુણ, વીર્ય, વિપાક અને શક્તિ એ પાંચ અવસ્થા માનેલી છે અને એ પાંચ અવસ્થા પ્રમાણે તે વનસ્પતિઓમાં પ્રાભાવિક અને સ્વાભાવિક શક્તિઓ ઉત્પન્ન થાય છે, તેમાંથી આયુર્વેદના અભ્યાસીઓએ વનસ્પતિની સ્વાભાવિક શક્તિ જણાવવાનો પ્રયત્ન કરવાનો છે અને પ્રભાવ શક્તિ સિદ્ધો અને મેગીમહાત્માઓને માટે રાખેલી છે આયુર્વેદની તમામ પ્રક્રિયા, દ્રવ્યના ઉપર આધાર રાખે છે. અને જે જે વનસ્પતિમાં જે જે રસવાળું દ્રવ્ય આવેલું હોય, તે તે રસના ગુણ ધર્મ પ્રમાણે તે દ્રવ્યની યોજના સ્વાભાવિક રીતે કરવામાં આવે છે. દ્રવ્ય શબ્દથી વૈદકશાસ્ત્રમાં જળ, છાલ, સાર, ગુંદર, નાળ, સ્વરસ, પલવ, દૂધ, દૂધવાળાં ફળ, ફૂલ, ભસ્મ, તેલ, કાંટા, પત્ર, ટીશી, કંદ, મૂળ, આદિ લઈને સ્થાવર, જંગમ, સર્વ દ્રવ્ય શબ્દથી ગણવામાં આવે છે અને તે દ્રવ્યમાં છ રસ મધુરઆદિ ચૂનાધિકપણે રહેલા છે; તેમ ગુણ ત્રણ પ્રકારના રહેલા છે તથા વીર્ય શીત અને ઉષ્ણુ એ બે પ્રકારના રહેલા છે. વિપાક ત્રણ પ્રકારના રહેલા છે અને શક્તિ અનંત પ્રકારની રહેલી છે. દ્રવ્ય વિના રસ નહિ, રસ વિના વીર્ય નહિ, વીર્ય વિના વિપાફ નહિ અને વિપાક
For Private and Personal Use Only