________________
જીવ અને કર્મને અન્ય અન્ય સંબંધ.. આ સરાગી જીવને આશ્રય લઇને પગલે કર્મપણાને પામે છે, તેમ જીવ પણે કર્મોનો આશ્રય લઈને સરાગીપણને પ્રાપ્ત થાય છે. આત્મભાન ભૂલી કર્મના ઉદયને લઈને જીવ રાગ દ્વેષ પણે પરિણમે છે તે વખતે આ વિશ્વમાંથી તેને લાયક પુલ આકર્ષાઈને જીવની સાથે સંબંધ કરે છે. રાગદ્વેષના નિમિત્તે પુગલો કર્મ રૂપે પરિણમે છે, અને જ્યારે પુગલો કર્મ રૂપે પરિણમે છે ત્યારે જીવ કર્મના નિમિત્તે રાગદ્વેષી થાય છે. છે. આ પ્રમાણે વિચારતાં રાગદ્વેષાદિ ભાવ કર્મ કરે છે તે પછી જીવને કર્મને કર્તા કેમ કહેવાય? અર્થાત્ નજ કહેવાય. નિશ્ચય દષ્ટિએ આત્મા પોતાના આત્મિક ભાવને -પરિણામને મૂકીને બીજું કાંઈ કરતો નથી. જે કાર્ય કરે તે કર્તા. રાગદ્વેષ કર્મ કરે છે માટે કરો પણ તે રાગાદિ કહેવાય. કર્મથી રાગાદિ ભાવ ઉત્પન્ન થાય છે અને રાગાદિ ભાવથી કમ ઉત્પન્ન થાય છે. આમ ભાવ અને કર્મનું અ અન્ય કર્તાપણું છે. જે વખતે ભાવ, કર્મને કરે છે ત્યારે કર્તા ભાવ છે, અને જે વખતે કર્મ, ભાવને કરે છે તે વખતે કર્મ કર્તા છે. આ પ્રમાણે ભાવ કર્તા અને કમ છે. અને કર્મ પણ કર્તા અને કર્મ છે.
વ્યવહાર દષ્ટિએ કર્તા જીવ છે. જેમ પદાતિ–સુભાટેએ જીતેલું યુદ્ધ રાજાએ કહ્યું એમ