________________
ભીષ્મની પિતૃભક્તિ.
( ૪૩ )
તેના વિકારી હૃદયને વીધી નાંખ્યું. તે વોર નર વિર્તુળ થઇ તે અનુપમ અંગના ઉપર આસક્ત થઇ ગયા. તેની મનેવૃત્તિ એ રમણીને સંપાદન કરવામાં આતુર બની ગઈ.
વાંચનાર ! આ પ્રસંગ તમારા જાણવામાં છે, તથાપિ નવલ કથાની પદ્ધતીને લઈને તેને તટમાં રાખ્યા છે, તેથી તમારી આગળ તેનુ સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. જે સુંદરી યમુનાને કાંઠે નાવમાં એસી ફરવા નીકળી છે, તે સત્યવતી છે. સત્યવતીના વૃત્તાંત તમારા જાણવામાં છે. તે રત્નપુરના રાજા રત્નાંગદની પુત્રી છે. તે રાજપુત્રી છતાં એક ખલાસીને ઘેર ઉછરી છે. જે તેજસ્વી પુરૂષ તે સ્થળે આવી ચડ્યો છે, તે હસ્તિીનાપુરના રાજા શાંતનુ છે. રાજા શાંતનુ પોતાના પુત્ર ગાંગેયને લઇ રાજધાનીમાં આવ્યા હતા અને ગંગાદેવી વિરક્ત થઈ પિતૃગૃહમાં રહી હતી. તે પછી શાંતનુ પોતાના પુત્ર ગાંગેયને યુવરાજ પદ આપી, અને રાજ્યની લગામ તેને સોંપી પોતે પર્યટન કરવા નીકળ્યો છે. અટન કરતા કરતા શાંતનુ આ વખતે યમુનાને કાંઠે આવી ચડ્યો છે. અહીં નાવિકપુત્રી સત્યવતી તેના જોવામાં આવતાં તે માહિનીના માહમાં મગ્ન થઈ ગયા છે. સત્યવતીના સાંયે તેના હૃદયને આકષી લીધુ છે.
ઃઃ
રાજા શાંતનુ મોહિત થઇ સત્યવતીની પાસે આવ્યે. વિનયપૂર્વક સત્યવતીને કહ્યું, “સુંદરી ! તું કેાની પુત્રી છે ? અને તારૂ નામ શું છે ? જો તને હરકત ન હેાય તે મને તારી હોડીમાં એસારી પેલેપાર લઈ જા.
""