________________
(૪ર)
જેને મહાભારત. સેંકડે નાવ યમુનાના પ્રવાહ ઉપર ચાલતા હતા. તે જાણે જંગમ પટભવન હોય, તેવા તે શ્રેણુબંધ દેખાતા હતા.
આ વખતે એક સુંદરબળા એક નાની નાવિકામાં બેસી યમુના નદીના તીર ઉપર ફરવા નીકળી હતી. તેણીના અનુપમ સંદર્યથી એ નાવિકાની દિવ્ય શોભા દેખાતી હતી. જાણે સ્વર્ગની દેવી સમુદ્ર માર્ગે મૃત્યુ લેકમાં આવી પાછી સ્વર્ગમાં જતી હોય તે તેને દેખાવ થઈ રહ્યો હતો. એ સુંદર બાળાથી સુશોભીત એવી તે નાવિકા યમુનાના પ્રવાહ ઉપર વહેતી વહેતી તીર ઉપર આવી. તે નાયિકામાં બેઠેલી નાવિકબાળા પિતાની ચપળ દષ્ટિથી ચારે તરફ જોતી હતી. તેણીના નેત્રની શોભા ચકિત થયેલી હરિણીના જેવી દેખાતી હતી. મંદમંદ હસતી તે બાળા યમુનાના તીરની કુદ્રતી ભા નીરખતી હતી અને હદયમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકજો કરતી હતી. તેનું અનુપમ સંદર્ય જોઈ તટ ઉપર રહેલા લેકે અનેક જાતના તર્ક-વિતર્ક કરતા હતા અને તેણીના દિવ્યદર્શનથી પિતાના નેત્રનું સાફલ્ય માનતા હતા.
આ વખતે એક તેજસ્વી પુરૂષ તે સ્થળે આવી ચડ્યો. યમુના નદીના તટપર ઉભે રહી તે સરીતાનું સૌદર્ય અવલોકત. હતે. તેવામાં નાવ ઉપર ચડી તીર પર આવેલી તે સુંદર બાળા તે તેજસ્વી પુરૂષના જોવામાં આવી. તે રમણીનું અનુપમ સંદર્ય જોઈ તે તેજસ્વી પુરૂષ સ્તબ્ધ થઈ ગયો. તેના મેરેમ વિષય વિકારની વિજળી પ્રસરી ગઈ. શૃંગારવાર મદને