________________
હમ કરતો હતોદાઢી-મૂછોન ચારિત્રને
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન હાલની જૈન પરંપરામાં આ અંગે કોઈ ઉલ્લેખ નથી. ઉલ્લેખનીય વાત તે એ છે કે બુદ્ધના પિતૃવ્યનું નિગ્રંથ ધર્મમાં હોવું ભગવાન પા અને એમના નિગ્રંથ ધર્મની વ્યાપકતાનું સ્પષ્ટ સૂચન કરે છે. બુદ્ધના વિચારોમાં યત્કિંચિત નિગ્રંથને પ્રભાવ હોવાનું આ પણ એક નિમિત્ત હેઈ શકે છે.
ભગવાન પાર્વની પરંપરા સાથે ચક્કસપણે બુદ્ધને સંબધ હવે જોઈએ. તેઓ પિતાના મુખ્ય શિષ્ય સારિપત્રને કહે છે કે સારિપુત્ર! બેધિ પ્રાપ્તિની પૂર્વે હું દાઢી-મૂછને લેચ કરતું હતું. ઊભું રહીને તપસ્યા કરતું હતું. પલાંઠી વાળીને બેસીને તપસ્યા કરતે હતો. હું નગ્ન અવસ્થામાં રહેતું હતું. લૌકિક આચારેનું પાલન કરતા નહે. હથેલી પર ભિક્ષા ગ્રહણ કરી તેને ખાતે હતે. જે સ્થાન પર બેઠે હોઉં ત્યાં આવી આપવામાં આવેલું અન્ન, પોતાના નિમિત્ત તૈયાર કરવામાં આવેલું અન્ન, અને કઈ દ્વારા અપાયેલ નિમંત્રણને સ્વીકાર કરતો ન હતો. ૮ આ સર્વ આચાર જૈન શ્રમણનો છે. આ આચારમાં કેટલાક સ્થવિરકલ્પિક છે, તે કેટલાક જિનકલ્પિક છે. બન્ને પ્રકારના આચારને એમના જીવનમાં સમન્વય જોવા મળે છે. એ સંભવિત છે કે પ્રારંભમાં ગૌતમ બુદ્ધ પાની પરંપરામાં દીક્ષિત થયા હોય.
આઠમી શતાબ્દીના પ્રસિદ્ધ દિગમ્બરાચાર્ય દેવસેને નોંધ્યું છે કે જૈન શ્રમણ પિહિતાશ્રવે સરયુ નદીના તટ પર પલાશ નામના ગામમાં શ્રી પાર્શ્વનાથના સંઘમાં એમને દીક્ષા આપી અને એમનું નામ બુદ્ધિકીર્તિ રાખવામાં આવ્યું.૯ ૯૮ (ક) મઝિમ નિકાય-મહાસિંહનાદ સૂર ૧, ૧, ૨.
(ખ) ભગવાન બુદ્ધ, ધમનન્દ કોશાખી, પૃ. ૬૮-૬૯ &सिरिपासणा हितित्थे सरयूतीरे पलासणपरत्थो । पिहियासवस्स सिस्सा महासुदा बढतिकित्तिमुणी ।।
-દર્શનસાર દેવધેનાચાર્ય, પં. નાથુલાલ પ્રેમી દ્વારા સંપાદિત, જૈનગ્રંથ, રત્નાકર કાર્યાલય, મુંબઈ ૧૯૨૦, શ્લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org