Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai
Catalog link: https://jainqq.org/explore/004612/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યોગટનાં અજવાળાં પરા પ્રભા " દોષનિવૃત્તિ aji ich Plife મિત્રા B]íÈ - પ્રવૃત્તિ 1 - યમ TM - અદ્વેષ ૧ - ઉદ્વેગ ઞ - ખેદ ય - નિયમ - પર 4 - ૩૬ - આસંગ દ - ટ પ્રતિપત્તિ >Z - ધ્યાન cle - E 2-CID મીમાંસા क IPlક જીવ તારા २ ૪ - જીજ્ઞાસા ૪ - ક્ષેપ 4 - આસન TM - શુશ્રુષા ૩ - ધારણા ૩૩ - અન્યમુદ્ >TM - સુક્ષ્મબોધ ૪ - પ્રત્યાહાર ઞ - ભ્રાંતિ n બ - ઉત્થાન ૬ દ - શ્રવણ પ્રાણાયામ น સ્થિરા બલા d દિમા Jan Education sanપ્રવચનકાર • મુક્તિદર્શનવિજ્યજી મહારાજww.jainlibrary org Page #2 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં ભાવ-૨ ܟܓܓܓܓܓܓܓܓܓܓܓܓܓܓܓܓܓܢ - પ્રેરક અને માર્ગદર્શક : | સિદ્ધાન્ત દિવાકર પ.પૂ. આચાર્યદેવશ્રી જયઘોષસૂરિ મહારાજા B પ્રવચનકાર પ.પૂ. મુનિરાજ (પંન્યાસ) શ્રી મુક્તિદર્શનવિજયજી મ. સા. જ સંશોઘક : પ.પૂ. મુનિરાજશ્રી ઉદયવલ્લભ વિજયજી મ. સા. શ્રી વર્ધમાન સેવા નિધી ૧૦મે માળે, મેજેસ્ટીક સેન્ટર, ગીરગાંવ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ફોન : ૫૬૩૭૪૬૮૭, ૫૩૭૪૭૮૭ 2010_05 Page #3 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય દોશી પ્રાણલાલભાઈ કાનજીભાઈ પરિવાર ૫૦૧, માર્શલ એપાર્ટમેન્ટ, ગોવાલીયા ટેન્ક, મુંબઈ-૨૬. ફોન : ૨૩૮૦૨૫૫૦, ૨૩૮૦૩૨૬૨ ૦ ભાગ : ૨ ત્રીજી આવૃત્તિ: જાન્યુ. ૨૦૦૪ • પ્રત : ૧૦૦૦ • પૃષ્ઠ સંખ્યા : ૩૬૫ + ૨૯ = ૩૯૪ • કિંમત રૂા. ૬૦.૦૦ • મુદ્રક: અજેતા પ્રિન્ટર્સ લાભ કોમ્પલેક્ષ, ૧૨/બી, સત્તર તાલુકા સોસાયટી, પોસ્ટ : નવજીવન, અમદાવાદ- ૩૮૦ ૦૧૪. ફોન નં. : ૭૫૪પપપ૭ 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ 3 સાદર સમર્પણ પૂર્વભવની આરાધનાથી આ ભવમાં જેમનો યોગમાર્ગમાં વિકાસ થયો છે. શાસન પ્રભાવનાના દરેક કાર્યોમાં જેઓ પોતાનો ફાળો આપવા છતાં અંદરથી અત્યંત નિર્લેપ રહે છે. “રિસન તરસીયે”ના બે ભાગ દ્વારા જેમણે જગતને અનુપમ સાધનામાર્ગ બતાવ્યો છે તે યોગમાર્ગના પરમસાધક આચાર્યદેવ શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં આ પુસ્તક સપ્રેમ સમર્પણ... પંન્યાસ મુક્તિદર્શનવિજય 2010_05 - Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મનાથ પો.હે. જૈનનગર શ્વે. મૂ. જૈન સંઘનું નિવેદન... જૈનનગરના ઇતિહાસનું ઉજળું પાનું કેટલીક ઘટનાઓ એવી સક્ષમ અને સમૃદ્ધ હોય છે, જેને કાળ પણ ભૂંસી શકતો નથી, બલ્કે વધુને વધુ જીવંત બનાવે છે, હંમેશા તાજી જ હોવાનો અનુભવ કરાવે છે. આવું જ કાંઈ શ્રી જૈનનગર સંઘના ઇતિહાસમાં બન્યું છે. શ્રી સંઘના સહિયારા પુણ્યથી ચાતુર્માસ દરમ્યાન નિર્મળ સંયમપ્રેમી મહાત્માઓના આગમન થયા. આચાર સંપન્ન જિનવચનોએ શ્રી સંઘના અંધારાને સ્નેહપૂર્વક હડસેલો માર્યો અને દિન-પ્રતિદિન યત્કિંચિત્ આરાધનામાં વેગ મળ્યો, વિરાધનાનો ખેદ પ્રગટ્યો. પરમ પૂજય મુનિરાજશ્રી મુક્તિદર્શનવિજયજી મ. સા. નું વિ.સં. ૨૦૫૨નું શ્રી સંઘમાં થયેલ ચાતુર્માસ આ ઉજળા ઇતિહાસનું એક પાનું છે. બાહ્યધર્મના માધ્યમથી આંતરધર્મની પ્રાપ્તિની ક્રમબદ્ધ યાત્રા પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના યોગદૃષ્ટિ ગ્રન્થના માધ્યમથી અત્યંત રોચક અને વેધક ભાવો સાથે કરાવીને મુનિશ્રીએ શ્રીસંઘ ઉપ૨ મહાન ઉપકાર કર્યો છે. યોગ એ તો અલૌકિક આંતરદૃષ્ટિ છે. તે અનાદિકાળથી બહિરાત્મદશામાં ગળાબૂડ ડૂબેલા આત્માને આંતરદૃષ્ટિ કરાવી પરમાત્માના દર્શન કરાવે છે. તે દૃષ્ટિ વ્યાપક અને વિશાળ છે. તેના ભેદ-પ્રભેદ તો સંખ્યાતીત છે, પણ પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાએ તેને આઠ વિભાગમાં વહેંચી સ્વોપજ્ઞ ગ્રન્થ રચ્યો, જે જૈન શાસનમાં “યોગદૃષ્ટિ સમુચ્ચય” નામે પ્રસિદ્ધ છે. આઠ દૃષ્ટિના વિસ્તૃત વિવેચન દ્વારા આંતરદશાને ઓળખવામાં મુનિશ્રીએ અનહદ સહાયતા કરી છે. જન્મ થતાં જ આંખની પ્રાપ્તિ ભલે થઈ હોય, એટલા માત્રથી દૃષ્ટિની પ્રાપ્તિ શક્ય બનતી નથી, આવી વાત બાળકક્ષાના જીવોને સમજાય એટલી સરળતાથી એમણે અવાર - નવાર રજૂ કરી છે. “જો ઇર્ષ્યા, નિંદા, દ્વેષ, ટીકા કરશો તો પહેલી દૃષ્ટિમાંથી પણ ફેંકાઈ જશો.” આવી ચેતવણી આપતા વચનોના પડઘા કાનમાં આજે પણ ગુંજી રહ્યા છે. અને સ્મૃતિપટ ઉપર આવી રહ્યા છે જે પુસ્તકના પાનાઓમાં પણ જોવા મળે છે. “નિશ્ચય અને વ્યવહાર” આ બે પારિભાષિક શબ્દો વારંવાર સાંભળવામાં આવતા હતા, પણ યોગદષ્ટિના આ વચનોએ એમાં પારદર્શિતા પ્રગટાવી છે. “બીજાને અશાતા આપવી નહીં એ વ્યવહાર ધર્મ છે, તો પોતાની પ્રસન્નતા જાળવી રાખવી એ નિશ્ચય ધર્મ છે.” આવા અનેક ટંકશાળી વચનો દ્વારા બન્ને ધર્મનું પ્રમાણ જાળવવામાં મુનિશ્રીનું વલણ ખૂબ જ અનુમોદનીય રહ્યું હતું. એમના તમામ પ્રવચનોનો મુખ્ય ધ્વનિ સ્વ - સ્વરૂપના વેદન-અનુભવનનો હતો. એને માટે ચોટદાર પ્રશ્નો સભામાંથી જાગ્યા હતા, એના તર્ક અને પ્રતીતિબદ્ધ પ્રત્યુત્તરો _2010_05 Page #6 -------------------------------------------------------------------------- ________________ એમણે આપ્યા હતા. વિષયને સ્પષ્ટ કરવા માટેના ધારદાર પ્રશ્નો એ એમની આગવી શૈલી હતી. “પાપપ્રવૃત્તિને ઘટાડ્યા વિના અને પાપવૃત્તિને ઓળખ્યા વિના ધર્મ કઈ રીતે થઈ શકે ?” આવા પ્રશ્નો આજે પણ અનેકના ચિત્તમાં જાગે છે તે એમના પ્રવચનોને આભારી છે. કર્મકૃતવીર્ય અને પ્રમાદવીર્ય જેવા અઘરા લાગતા પારિભાષિક શબ્દોને ભરત ચક્રવર્તીના ચરિત્રદ્વારા સરળ ભાષામાં વહેતા મૂક્યા છે, તો શ્રુતજ્ઞાન - ચિંતાજ્ઞાન - ભાવનાજ્ઞાન દ્વારા જ્ઞાનની નવી જ ક્ષિતિજો ખોલી છે. પાંચ કલ્યાણકો દ્વારા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના નાશની વાત એમણે અત્યંત માર્મિક રીતે રજૂ કરીને કલ્યાણકોની ઉજવણીના હેતુને સ્પષ્ટ કર્યો છે. લોકેષણાની વાત માર્મિક રીતે રજૂ કરી છે, તો શિવકુમારના દૃષ્ટાંત દ્વારા બીજાને પૂછીને કાર્ય કરવાની પદ્ધતિ જ્યારથી ગઈ ત્યારથી આપત્તિના માર્મિક સૂચનો પણ અહીં જોવા મળે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને લોકભોગ્ય પ્રધાનોની વાત કરીને સ્પષ્ટ કર્યા છે. એમાં એમની પદાર્થને પ્રગટ કરવાની વિશેષ ક્ષમતાના દર્શન થાય છે, સમગ્ર પ્રવચનો દરમ્યાન એક ભાવવિશ્વ ઉપાશ્રયમાં નિર્માણ થતું હતું. જિનશાસનની ગૌરવવંતી પ્રણાલિકા મુજબ ચતુર્વિધ સંઘ વિનયપૂર્વક પૂજ્યશ્રી પાસે જિનવચન સાંભળવા આવે અને પૂજ્યશ્રી પરમકરૂણાથી પ્રભુના વચનો સ્વપરના હિતાર્થે ફરમાવે એ દૃશ્યનું સ્મરણ પણ મનને આનંદ આપે છે. મુનિરાજશ્રી મુક્તિદર્શનવિજયજી માત્ર યોગની રૂચિવાળા જ નથી, લાલચુ પણ છે. તેઓશ્રીના હૃદયમાંથી યોગદૃષ્ટિની સમજ આપતી ગંગા જૈનનગરના ચાતુર્માસમાં પાટ ઉપરથી અસ્મલિત રીતે વહી રહી હતી ત્યારે તે ગંગાનીરને પોતાની ગાગરમાં ઝીલવા અનેક પુણ્યાત્માઓએ પ્રયત્ન કર્યો હતો. હા,... તેમાં મુનિરાજશ્રીના પ્રવચનોથી પોતાના જીવનને કૃતકૃત્ય માનતી ગુરૂશિષ્યાની બેલડીએ પણ તે ગંગાનીરને પોતાની ગાગરમાં ઝીલ્યું હતું. આ ગંગાનીરનો આસ્વાદ શું અમે એકલા જ લઈશું? ના... ના.. તેવું તો કેમ બની શકે ? સૌ જીવો તેનો રસાસ્વાદ ચાખી પોતાના જીવનને ધન્ય બનાવે એવી એક માત્ર પરાર્થકરણની ઉદાર ભાવનાથી જ્યારે શ્રી સંઘના આગેવાન ભાઈઓએ તેમને પુસ્તકરૂપે છપાવવાની વિનંતિ કરી ત્યારે તેઓના વચનને સહર્ષ ઝીલી, અન્ય કાર્યોને ગૌણ કરી, આને જ મુખ્ય બનાવી અંતરનાં ઉમળકાથી પોતાની ગાગરને આ પુસ્તકરૂપી પ્યાલામાં સપ્રેમ ઠાલવી છે. પ્રસ્તુત પ્રવચનોને પોતાની ગાગરમાં ભરી તેનું જનસમૂહને ઉદાર હાથે દાન કરનાર આ ગુરૂ-શિષ્યાની બેલડી જૈનશાસનમાં વિદુષી સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી મ. તથા નંદિયશાશ્રીજી મ. ના નામે પ્રસિદ્ધ છે. આ ગુરૂશિષ્યાની બેલડીએ ચાતુર્માસ 2010_05 Page #7 -------------------------------------------------------------------------- ________________ દરમ્યાન તેમજ રોષકાળમાં પ્રવચનો અને શિબિરોના માધ્યમે શ્રાવિકાવર્ગ ઉપર જબરજસ્ત ઉપકાર કર્યો છે. ઘરઘરમાંથી સાસુવહુના ચાલ્યા આવતા ઝઘડાઓને કુનેહથી દૂર કર્યા છે અને અનેકના સળગી ગયેલા સંસારને સુધારી જીવનને નંદનવન બનાવ્યું છે. ઘરઘરમાં મૈત્રી, પ્રેમ, વાત્સલ્યનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. આમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. અમારો જૈનનગરનો શ્રી સંઘ આ વિષયમાં સાક્ષીભૂત છે. - આ ગુરૂશિષ્યાની બેલડી પ્રશાંતરસ નિમગ્ન, વિશાળ શિષ્યાગણથી પરિવરિત. વિદૂષી સાધ્વીજીશ્રી લાવણ્યશ્રીજી મ.ના શિષ્યાઓ તરીકે પ્રસિદ્ધિ પામેલ છે. અને બાલબ્રહ્મચારી, અધ્યાત્મયોગી ૫.પૂ. આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ, શત્રુંજયતીર્થાધિરાજના અનન્ય ઉપાસક, સ્વનામધન્ય પ.પૂ. આચાર્યભગવંતશ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી બની તેઓશ્રીનું ગૌરવ વધારી રહ્યા છે. યોગદષ્ટિ જેવા પરમ તાત્ત્વિક વિષયને વિષયાંતર કર્યા વિના આખાય ચાતુર્માસ દરમ્યાન મુનિશ્રીએ હૃદયને ઝણઝણાવે અને બુદ્ધિને તોષ પમાડે એવી શૈલીથી રજૂ કર્યો તેથી અમારો શ્રીસંઘ પરમવિનયભાવે જ્ઞાનદાનના એમના સમ્યગુપુરુષાર્થને કૃતજ્ઞભાવે વંદન કરે છે અને એમનું ઋણ સ્વીકારે છે. “પુત્રના લક્ષણ પારણે; પુત્ર વધૂના લક્ષણ બારણે; તો આંતર પરિણતિના લક્ષણ યોગહૃદયે !!!” “મતિઃ પુન્ થતા प्रकृतिः आन्तरपरिणतिं कथयति । તિઃ શાસ્ત્રવોથું વયિતિ '' મુનિરાજશ્રી (હાલમાં પંન્યાસશ્રી) મુક્તિદર્શનવિજયજી મ.સા.ની આ કૃતિ શાસ્ત્રબોધ અને અધ્યાત્મની સમજ સાથે આંતરપરિણતિની વારંવાર ચાડી ખાઈને, ગુણવૈભવની સાક્ષી પૂરે છે. આ ગ્રન્થ પ્રકાશનની વેળાએ પણ મુનિશ્રીનું કલ્યાણકારી મુખ જાણે બોલી રહ્યું છે. “અંદરથી નિરચય ચૂંટટ્યા જ કરો; બહારથી આચાર પાળતા જ રહો, સંસાર તમને કંઈ જ નહીં કરી શકે.” એઓશ્રીના આ પાવનકારી વચનો સૌના જીવનનું કેન્દ્રબિંદુ બની, આપણા સહુના કલ્યાણનું પરમ કારણ બને !! સૌ કોઈ આત્મા આ કૃતિમાં ડોકીયું કરીને આંતરપ્રકૃતિને વિકસાવી સમતાકૃતિને પ્રાપ્ત કરે એજ શ્રદ્ધા સાથે..... ભવદીય, શ્રી જૈનનગર સંઘ 2010_05 Page #8 -------------------------------------------------------------------------- ________________ યોગથી સમાધિ તરફ ત્રિકાલાબાધિત સર્વજ્ઞપ્રણીત પ્રભુ શાસનમાં જ્ઞાનીઓએ છએ દ્રવ્યનું નિરૂપણ કરી તેમાં આત્મદ્રવ્યના ચૈતન્યતત્ત્વના ગુણગાન પેટ ભરીને કર્યા છે અને બાકીના દ્રવ્યોની જે પ્રરૂપણા કરી છે તે પણ આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવા માટે જ કરી છે. આ જ વસ્તુના સંદર્ભમાં ઉપાધ્યાયજી મહારાજ શ્રી અધ્યાત્મસારના આત્મનિશ્ચયાધિકારમાં લખે છે કે, नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये । येनाजीवादयो भावाः, स्वभेदप्रतियोगिनः ॥ ३ ॥ આનું કારણ એક જ છે કે, આત્મા સૌથી સુંદર અને મહાન ચીજ છે. એ જ પોતાની સાચી મૂડી છે એ જ પોતાનો સાચો સગો છે, સાચો સ્નેહી છે,સાચો આનંદ દેનાર છે, સાચો સાથી છે. સમયસારના રચયિતા કુંદકુંદાચાર્ય લખે છે કે, શુદ્ધ નયના વિષયભૂત ચૈતન્ય ચમત્કારમાત્ર તેજ પુંજ સ્વરૂપ આત્માનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પામે છે. નિક્ષેપોનો સમુહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ? વૈત જ પ્રતિભાસિત થતું નથી. જેમ જેમ સાધક સાધનાના માર્ગે આગળ વધે છે તેમ તેમ શુદ્ધિ વધતા અશુભવિકલ્પો શુભમાં પરિણમે છે. ધીમે ધીમે શુભ વિકલ્પો શુભ ભાવ આત્મસાતુ થાય છે. પછી આત્માનું શુદ્ધ સ્વરૂપ – જ્ઞાયકભાવ વારંવાર દૃષ્ટિમાં આવતા – ઘૂંટાતા ધીમે ધીમે નિમિત્ત ઉપરથી દૃષ્ટિ છૂટી ઉપાદાન તરફ વળે છે. નિમિત્ત ઉપરથી દષ્ટિ છૂટતા નિમિત્તને કારણે થતાં નૈમિત્તિક ભાવો પણ ઘટવા માંડે છે અને વસ્તુ વસ્તુમાં રહી જાય છે. પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એ જીવના પર્યાયમાં થતાં નૈમિતિક ભાવ છે. એમાં નિમિત્તભૂત કર્મની અપેક્ષા આવે છે જ્યારે સંવર, નિર્જરા અને મોક્ષ એ જીવના પર્યાયમાં થનારા શુદ્ધ ભાવો છે, જેમાં નિમિત્તભૂત કર્મના અભાવની અપેક્ષા રહે છે. પૂર્ણાનંદનો નાથ જે ભગવાન આત્મા તેને જ વારંવાર જોતાં – તેને જ વારંવાર ઉપયોગમાં લેતાં જીવ-અજીવાદિ નવ ભેદ દેખાતા નથી - રહેતા નથી. એટલે નિમિત્ત - નૈમિત્તિકભાવ મટી જાય છે અને જીવ - પુદ્ગલ જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ સિદ્ધ થઇ શકતી નથી, પુદ્ગલ, પુદ્ગલ રૂપે અને જ્ઞાયક, જ્ઞાયક રૂપે ભિન્ન થઈ જાય છે. નવતત્ત્વમાં ભેદને જોનારી દૃષ્ટિ અનાદિની છે. પર્યાયની - ભેદની રૂચિમાં આખું દ્રવ્ય ઢંકાઈ ગયું હતું. હવે ભેદ ઉપરથી નજર હટાવી એક ત્રિકાળી જ્ઞાયકભાવને જોતાં જીવની પુદ્ગલના સંબંધે જે ભેદવાળી દષ્ટિ હતી તે હવે રહેતી નથી. ચૈતન્ય પ્રકાશની દૃષ્ટિ કરતાં નિમિત્ત - નૈમિત્તિક ભાવનો અભાવ થઈ જાય છે અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ થાય છે, અનુભવાય છે – એનું નામ સમ્યગ્દર્શન છે. નવતત્વમાંથી એકલા જ્ઞાયકભાવ રૂપ ધ્રુવસ્વભાવને ભિન્ન તારવી તેને અનુભવવો એ સમ્યગ્દર્શન છે. શેયાનંદ નહિ પણ જ્ઞાનાનંદને અનુભવવો એ સાધકનું કાર્ય છે. 2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ લાખો વર્ષોના શ્રુતજ્ઞાન પરિભાવન પછી આવતો એક અંતર્મુહૂર્તનો અનુભવ મહાન છે. અનુભવજ્ઞાનથી આત્મઘરના અંધારા ઉલેચાઈ જાય છે અને આત્મામાં આનંદ -આનંદ આનંદનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આ આનંદને પામવા માટે જ્ઞાનીઓએ અધ્યાત્મગ્રંથો - યોગગ્રંથોની રચના કરી છે. યોગ દ્વારા પરમાનંદસ્વરૂપ મોક્ષને પામવો એ યોગગ્રંથોનું ફળ છે. “બુદ્ધિક્રિયા ભવ ફળ દીએ, જ્ઞાન ક્રિયા શિવઅંગ, અસમ્મોહ ક્રિયા દીએ, શીધ્ર મુક્તિફળ ચંગ.” યોગદષ્ટિ સમુચ્ચય એ યોગગ્રંથોમાં શિરમોર ગણાતો યોગનો ગ્રંથ છે, જેના રચયિતા હરિભદ્રસૂરિ મ.સા. છે. જેમાં તેઓશ્રીએ યોગની આઠ દૃષ્ટિ દ્વારા યોગમાર્ગ ઉપર વિશદ પ્રકાશ પાથરવાનું કામ કર્યું છે. યોગદૃષ્ટિનાં અજવાળા ભાગ-૧માં ૧ થી ૧૬ શ્લોક સુધી વિસ્તૃત વિવેચન કર્યા પછી હવેના બીજા ભાગમાં ૧૭ થી પ૬ શ્લોક સુધીનું વિવેચન છે. જેમાં પહેલી ચાર દૃષ્ટિ અને પછીની ચાર દૃષ્ટિમાં શું તફાવત છે ? પહેલી ચાર દૃષ્ટિ સાપાય કેવી રીતે છે અને પછીની ચાર દૃષ્ટિ નિરપાય કેમ છે તેનું વર્ણન કર્યું છે. તેમ જ યોગની આઠ દૃષ્ટિમાં ક્રમસર એક એક યોગના અંગ, એક એક યોગના પ્રત્યનિક દોષોનો નાશ અને એક એક ગુણની પ્રાપ્તિ દ્વારા આત્મવિકાસના ક્રમિક સોપાનનો માર્ગ બતાવ્યો છે જે આ પ્રમાણે છે. (યોગની | પહેલી | બીજી ત્રીજી | ચોથી | પાંચમી | છઠ્ઠી | સાતમી આઠમી | | દૃષ્ટિ | મિત્રા | તારા ] બલા દીપ્રા | સ્થિરા | કાન્તા | પ્રભા | પરા | યોગાગ | યમ, નિયમ | આસન, પ્રાણાયામ પ્રત્યાહાર, ધારણા | ધ્યાન સમાધિ ! દિષત્યાગ ખેદ 1 ઉગ ! ક્ષેપ ઉત્થાન Tબ્રાન્તિ 1 અન્યમુદ્ રોગ |આસંગ | ગુણપ્રાપ્તિ અવેષ | જિજ્ઞાસા શુશ્રુષા શ્રવણ | બોધ મીમાંસા પ્રતિપત્તિ | પ્રવૃત્તિ તેમ જ પહેલી દૃષ્ટિમાં મોક્ષની પ્રાપ્તિના અવષ્ય હેતુભૂત જિનોપાસના, ભાવાચાર્યનું વૈયાવચ્ચ, સહજ ભવોગ, દ્રવ્યાભિગ્રહ પાલન તથા શાસ્ત્રો પાસના રૂપ પાંચ યોગબીજોનું વર્ણન કરે છે. આ યોગબીજાને પ્રાપ્ત કરવા દ્વારા જીવ અવશ્ય યોગના માર્ગમાં આગળ વધે છે. અન્યદર્શનકારો જે રીતે યોગમાર્ગનું પ્રતિપાદન કરે છે તેના કરતા જૈન દર્શનકારોની યોગની શૈલી જૂદી છે, જ્ઞાનીઓનું આ એક સ્પષ્ટ ફરમાન છે કે, યોગમાર્ગની પ્રાપ્તિ અને તેનો વિકાસ બહુધા ક્રમિક સોપાન દ્વારા જ થઈ શકે અને તેથી યોગમાર્ગે આગળ વધવા ઇચ્છતા આત્માએ પોતાના જીવનમાં આચારનું ચુસ્તપાલન કરવું જ જોઈએ, માત્ર એકાંતમાં, એક ખૂણામાં બેસી જઈ પદ્માસન લગાવી દેવાથી, આંખો મીંચી દેવાથી કે ઓમ્ ઓમ્ ના જાપ માત્રથી યોગની પ્રાપ્તિ થતી નથી. અંદરમાં પડેલા અનંત અનંત કાળના દુષ્ટ 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ રે સંસ્કારો તેનાથી એમને એમ નીકળી જતા નથી. અનાદિ કાળથી બીજાઓને ત્રાસ આપી, હેરાન – પરેશાન કરી, માર-પીટ કરી પોતાની સુખની લાલસાને જીવ માત્રે પુષ્ટ કરી છે. દુર્જનતા અને વિલાસિતાના સંસ્કારોના ઢેરના ઢે૨ આત્માએ ઉભા કર્યા છે. અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનો તીવ્ર રસ કાર્મણ વર્ગણામાં નાંખી એને કર્મ રૂપે આત્મા સાથે એકમેક કર્યા છે. આ રસ અને તેના દ્વા૨ા ઉદયમાં આવતી દૂર્જનતા, વિલાસિતા વગેરે ત્યારે જ તૂટે કે જીવ યોગના પહેલા પગથિયે આવી સજ્જન બને, શાણો બને, પરોપકારી બને, નમ્ર બને, વિવેકી બને, લેવાની વૃત્તિ છોડી હવે આપવામાં આનંદ અનુભવે, દુઃખી જીવો પ્રત્યે અત્યંત કરુણાવાળો બને, સર્વત્ર ઉચિત વર્તન કરનારો બને અને અનંત અનંત દુ:ખની ગર્તામાં ધકેલી દેનાર આ ઘોર સંસાર ઉપરથી બહુમાનને હટાવનારો બને. આવી સ્થિતિ આવે ત્યારે જ જીવ યોગ માર્ગના પગથિયે આવે છે અને પછી પણ યોગમાર્ગમાં આગળ વધવા માટે નિરંતર દેવ, ગુરુ અને કલ્યાણમિત્રનું આલંબન લેતો રહે. તેમના હિતોપદેશને આજ્ઞાવત્ માની જીવનમાં આચરે ત્યારે જ તે આત્મકલ્યાણના એક એક પગથિયા સર કરી આગળ વધે છે. માટે જ જૈન શાસ્ત્રકારોએ, યોગમાર્ગના વિકાસ માટે એક બાજુ જેમ ત્યાગ, તપ, સંયમ, જ્ઞાન અને ધ્યાનના પુરુષાર્થને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે તેમ બીજી બાજુ આત્માને ભૌતિક, આધ્યાત્મિક વિકાસ થતા - અહંકારથી બચાવવા - તારક તત્ત્વો પ્રત્યેની ભક્તિ, આદર અને બહુમાનને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. સાધક આત્મા આ બેમાંથી એકની પણ ઉપેક્ષા કરી શકે નહિ. વારંવાર સમ્યક્ પુરુષાર્થનું અવલંબન લેવાથી અને તારક તત્ત્વોની બીનશરતી શરણાગતિ સ્વીકારવાથી સત્તાગત કર્મોના રસની નિરંતર હાનિ થયા જ કરે છે. તેથી ઉદય પ્રાપ્ત દલિકો ઉદયાવલિકામાં આવતા જ અલ્પ રસવાળા થઈને આવે છે જેથી સાધક સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ ઉપર નિરંતર ટકી રહે છે અને આગળ વધે છે. અર્થાત્ સત્તાગત તીવ્રરસયુક્ત દલિકો ઉદયમાં આવે ત્યારે ક્ષયોપશમ- ભાવાપન્ન રૂપે જ આવે છે જેથી તે તે કર્મ રોકાણકા૨ક ન થવાથી આત્મસત્ત્વબળે આત્મા આગળ આગળ વિશુદ્ધિને પામી ક્ષાયિકભાવને પ્રાપ્ત કરવાનું બળ પામે છે. પ્રસ્તુત ગ્રંથ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'માં ગ્રંથકારશ્રીએ યોગથી સમાધિ તરફ જવાનો માર્ગ બતાવ્યો છે ગ્રંથકારશ્રીની શૈલી સૂત્રાત્મક છે. થોડામાં ઘણું કહેવાનું કૌશલ્ય તેમને વરેલું છે. તેથી તેના ઉપર વિવેચન ક૨વામાં આવે તો વાચક વર્ગ તેના મર્મને પામી શકે એ આશયને લક્ષ્યમાં રાખીને આ પુસ્તક લખાયેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ મારા પરોપકારી આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.નું માર્ગદર્શન, પ્રેરણા, હિતોપદેશ મને ખૂબ જ સહાયક બન્યા છે. જ્યાં જ્યાં પદાર્થને સમજવામાં કાઠિન્ય લાગ્યું ત્યાં તેઓશ્રીએ એક ટોર્ચની જેમ પ્રકાશ ફેંકીને 2010_05 Page #11 -------------------------------------------------------------------------- ________________ મારા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કામ કર્યું છે માટે મારા માટે તેઓશ્રી અનન્ય ઉપકારી છે. સર્વતોમુખી પ્રતિભા સંપન્ન શ્રમણસુંદર શ્રી ઉદયવલ્લભવિજયજીએ પ્રસ્તુત પુસ્તકને સાંગોપાંગ તપાસી આપી જે સુંદર પ્રસ્તાવના લખી આપી છે તે બદલ તેઓશ્રીનો પણ આ તબક્કે ઉપકાર માન્યા વિના રહી શકતો નથી. પ્રસ્તુત પુસ્તકનું અવતરણ સંકલન - સંપાદન વગેરે બધું જ કામ પપૂ. આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરિજી મ.સા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ તપસ્વીરત્ન આચાર્યદેવ શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મસા.ના આજ્ઞાવર્તી વિદૂષી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.સા.ના શિષ્યા સા. શ્રી મયૂરકળાશ્રીજી તથા તેમના શિષ્યા સા. શ્રી નંદીયશાશ્રીજીના સહયોગથી થયેલ છે. જૈનનગરનો શ્રી સંઘ આ બંને પુણ્યાત્માના સહયોગથી આ પુસ્તકનું પ્રકાશન કરવા વડભાગી બન્યો છે, તે શ્રી સંઘને માટે આનંદની વાત છે. કલ્યાણકામી આત્માઓ આ પુસ્તકનો સદુપયોગ કરી શીધ્ર મુક્તિને પામે એ જ શુભભાવના. शिवास्ते पन्थानः । - મુક્તિદર્શનવિજય વિ.સં. ૨૦૫૩ દિવાળી પિંડવાડા (રાજસ્થાન). 2010_05 Page #12 -------------------------------------------------------------------------- ________________ ૐ ગુરવે નમ: અવતરણકારશ્રીનું નમ્ર નિવેદન જગતમાં જીવોનો જ્યારે આધ્યાત્મિક પુણ્યનો ઉદયકાળ આવે છે ત્યારે તેઓના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં અકથ્ય એવો વિકાસ થાય છે. વર્તમાનકાળમાં, આ હુંડા અવસર્પિણી કાળમાં આધ્યાત્મિક પુણ્યનો ઉદય થવો એનાથી અધિક શ્રેયસ્કર શું હોઈ શકે ? આવા જ કોઈ પુણ્યોદયે વિ.સં. ૨૦૫રનું ચાતુર્માસ પ.પૂ. મુનિરાજશ્રી (પંન્યાસશ્રી) મુક્તિદર્શનવિજયજી મ.સા.નું જૈનનગરમાં થયું અને તેઓશ્રીનાં “યોગદષ્ટિ સમુચ્ચય” ઉપરના આધ્યાત્મિક પ્રવચનો સાંભળવાનો સુંદર સુયોગ સાંપડ્યો. મૈત્રી, પ્રેમ, કરૂણા, વાત્સલ્યથી ભરપૂર, અતિ સરળ ભાષામાં અધ્યાત્મવાણી સાંભળવા મળવી, એમાં શ્રી સંઘનું પણ આધ્યાત્મિક પુણ્ય કામ કરી ગયું. એ પ્રવચનોનું મારા સ્વાધ્યાય માટે મેં અવતરણ કર્યું તે વખતે ઘણા બધા શ્રોતાઓ પણ નોંધ કરતા હતા. ખરેખર, માણસને સાંભળેલું જેટલું કામ લાગે છે તેનાથી અધિક લખીને સાચવી રાખેલું વધારે કામ લાગે છે. લખેલું અવસરે ગાઈડ બનીને કામ લાગે છે. જેઓ ફક્ત પ્રવચનો સાંભળતા જ ગયા, સાંભળતા જ રહ્યા તેઓને પાછળથી કંઈક ગુમાવ્યાનો અહેસાસ થયો. અને શ્રી સંઘના આગેવાનોએ “ગન્ધકૃત કૃતવતાં પરિહાસધામ” એવા અમારી પાસે આ પ્રવચનોને અક્ષરદેહમાં ઢાળવાની વાત મૂકી. આ પ્રવચનોની અસરકારકતા જોતાં એમ લાગ્યું કે જો પુસ્તકના માધ્યમે એ સુજ્ઞ જીવોને પ્રાપ્ત થાય તો ઘણા જીવોની પરિણતિમાં ઘણો ઉઘાડ થાય તેમ છે. આવા શુભ આશયથી મારા લખાણને વ્યવસ્થિત રીતે સુસંગઠિત કરી, પ.પૂ. મુનિરાજશ્રીની અનુમતિ લઈ, શક્ય એટલી ક્ષતિઓ દૂર કરી આ પુસ્તકમાં પ્રસ્તુત કર્યું છે. જીવોની અધ્યાત્મ રૂચિ પ્રગટે અને અધ્યાત્મ માર્ગમાં સ્થિર થાય એવા એકમાત્ર શુભ આશયથી પુસ્તકારૂઢ થયેલ પ્રસ્તુત લખાણ કોઈ લેખ રૂપે નથી કે ગ્રન્થનો અનુવાદ કે ભાષાંતર નથી પણ પ્રવચનોનું જ અવતરણ છે. પ્રવચનોમાં પ્રવચનકાર શ્રોતાઓને નજર સમક્ષ રાખીને તેઓના અંતઃકરણ સુધી પદાર્થને ઉતારવાની કોશીષ કરતાં હોવાના કારણે પ્રસ્તુત સંકલનમાં કયાંક પુનરાવર્તન થયું હોય, કયાંક કંઈક છૂટી ગયું હોય, કયાંક વિષયની અસંબદ્ધતા થઈ હોય, કયાંક જિનાજ્ઞા વિરુદ્ધ અને પ્રવચનકારના આશયથી વિરુદ્ધ લખાયું હોય તો તેનું અંત:કરણથી મિચ્છામિ દુક્કડં માંગું છું. 2010_05 Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રિય વાંચકો !! બાળક જેમ પીપરમીંટ-ચોકલેટને ચૂસી ચૂસીને સ્વાદને માણે છે તેમ ખૂબ ધીરે ધીરે વાંચજો, પ્રત્યેક પાનાને શાંતિથી વિચારજો, આશા છે ખૂબ આનંદ આવશે. પ્રાંતે પ્રસ્તુત પુસ્તકના બંને ભાગના વાંચન-મનન-ચિંતન દ્વારા જીવો યોગદૃષ્ટિમાં ઉત્તરોત્તર વિકાસ સાધી, યોગને પ્રાપ્ત કરી પરંપરાએ શિવપુરના વાસી બને એ જ અંતરની અભિલાષા..... _2010_05 વિદૂષી સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી મ. ના શિષ્યા મયૂરકળાશ્રી Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ जयउ सव्वण्णुसासणं યોગસરોવરના કાંઠેથી.......... પ્રાસ્તાવિક પ્રવાહ............... જૈનદર્શને આપેલો શાસ્ત્રખજાનો મજાનો છે. આગમિક પંચાંગી સાહિત્ય ઉપરાંત પ્રકરણ ગ્રન્થો, વિપુલ વ્યાકરણ સાહિત્ય, રસાળ કાવ્યશાસ્ત્રો, અલંકાર-છંદ અને કોશ ગ્રન્થો, દિલચસ્પી ચરિત્રગ્રન્થો, વૈરાગ્યવર્ધક ગ્રન્થો, અકા તર્ક ગ્રન્થો, સ્તુતિ ગ્રન્થો, સવિસ્તર આચાર ગ્રન્થો, યોગ અને અધ્યાત્મના ગ્રન્થોની ગલીઓથી શોભતું જૈનોનું સાહિત્યનગર એટલું તો રમણીય છે કે ખરો જિજ્ઞાસુ તેમાંની કોઈ એકાદ ગલીને ધરાઈને જાણવા-માણવામાં જ જીવન વ્યતીત કરી શકે છે. આ નગરની સોહામણી યોગગલીનું ઘણું ખરું આર્કિટેક્ટર અને ડિઝાઈનિંગ સૂરિપુરન્દર શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનું છે. ભદત ભાસ્કર, પતંજલ ઋષિ વગેરેના ગ્રન્થોમાંથી મળતા યોગવિષયક નવિન પદાર્થોને સ્વસમયના અવિરોધપૂર્વક સ્વકીય ગ્રન્થોમાં અવતરણ કરીને તેઓશ્રીએ જૈનયોગશાસ્ત્રોની પ્રમેયસમૃદ્ધિમાં ગજબનો ઉમેરો કર્યો છે. આવા કોઈ ઉપક્રમ થકી તો આપણને યોગવિંશિકા, યોગશતક, યોગબિન્દુ અને યોગદૃષ્ટિ સમુચ્ચય જેવા ગ્રન્થરત્નોની બહુમૂલી ભેટ મળી. યોગના ગ્રન્થોમાં એક આગવી શૈલીથી આત્મલક્ષિતાને અગ્રતાક્રમ અપાયો છે. આમ પણ અધ્યાત્મનો પાયો આત્મલક્ષિતા છે. પૂર્વ અને પશ્ચિમની વિચાર સંસ્કૃતિમાં આ જ એક મૌલિક તફાવત છે. ત્યાં તો આત્મવાદના જ ફાંફા છે. ડાર્વિનના મન્તવ્ય મુજબ માણસનો પૂર્વજ વાંદરો છે. તેની પાછળ મુખ્ય તર્ક એ જ અપાયો છે કે વાંદરાનું physical structure માણસના physical structure ને ઘણું ખરું મળતું આવે છે. અનાત્મવાદી અને શરીર કેન્દ્રિત વિચારસરણીની નિપજરૂપે માત્ર શારીરિક અનુરૂપતા જોઈને સિદ્ધાન્ત બંધાયો કે વાંદરામાંથી માણસ બન્યો. જ્યારે આપણી વિચારસરણીમાં આત્મવાદ છે. તે spiritual similarity જોઈને કહેશે કે અપુનર્બન્ધકમાંથી સમકિતી બન્યા, સમકિતીમાંથી દેશવિરતિધર બન્યા, તેમાંથી સર્વવિરતિધર પછી ક્ષપક અને તેમાંથી સિદ્ધ બન્યા. અનાત્મવાદ એ કાતિલ ઝેર છે. પાપની સાહજિક નિવૃત્તિમાં આત્મવાદ અને આત્મલક્ષિતા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પશ્ચિમમાં પાપો પુષ્કળ છે કારણ ત્યાં અનાત્મવાદ વકર્યો છે. રેશનાલિઝમના પુરસ્કર્તા અને અનુયાયી વર્ગ આત્માને nonsense કહે છે. વાતમાં કાંઈ ખોટું પણ નથી. sense એટલે ઇન્દ્રિય. આત્મા સ્વભાવે 2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયગોચર ન હોવાથી non-sense (અતીન્દ્રિય) છે. તેમાં ખોટું પણ શું છે? આત્માના અસ્તિત્વનો ઇન્કાર કરનારો પોતે જ પોતાના મન્તવ્યનો છેદ ઉડાડે છે. I am writing = હું લખું છું. I am reading = હું વાંચું છું. 1am talking = હું વાત કરું છું. આવી દરેક પ્રતીતિઓમાં 'am" = "હું છું” નો સ્વીકાર તો સૌ પ્રથમ છે. યોગની દુનિયામાં “હું છું” એ જ મહત્ત્વનું છે પછી “શું કરું છું” તે ગૌણ બને છે. અસ્તિત્વની અનુભૂતિ થતા જ બધેથી 'Doing' ખરી પડે છે અને "Being" શેષ બચે છે. આત્માનુભૂતિની આવી કોક કક્ષા સુધી પહોંચતા પૂર્વે આત્મવાદિતા અને આત્મલક્ષિતાના બે તબક્કા પસાર કરવા પડે છે. પૂર્વના કો'ક પ્રબળ પુણ્યોદયે આર્યદેશ અને જૈનકુળ મળતા આત્મવાદિતા તો જાણે આપણી સાથે જ અવતરી છે. ખૂટતું અને જોઈતું તત્ત્વ છે આત્મલક્ષિતા. ષોડશક પ્રકરણમાં શ્રી હરિભદ્રસુરિ મહારાજા ત્રણ પ્રકારના વિપ્નો જણાવે છે. કંટકવેધ, જ્વર અને દિભ્રમ. ઇષ્ટસ્થાને પહોંચવા નીકળેલા કો'ક પથિકને પગમાં કાંટો વાગે તે કંટકવેધ. આ જઘન્ય કક્ષાનું વિધ્યું છે. રસ્તામાં મુસાફરને વર-દાહ ઉપડે તે મધ્યમકક્ષાનું વિજ્ઞ છે. પણ, પથિક સાવ સાજો સારો હોવા છતાં પણ ઊંધી જ દિશામાં (સાચી દિશા છે એવી માન્યતા સાથે) ચાલવા લાગે તે દિભ્રમ છે અને આ ઉત્કૃષ્ટ વિઘ્ન છે. સાધનાક્ષેત્રે તેનો ઉપનય કંઈક આવો છે - મોક્ષમાર્ગના મુસાફરને સાધનાપથ પર નડતી બાહ્ય સાંયોગિક પ્રતિકૂળતા એ કંટકવેધ તુલ્ય છે. શરીરના રોગાદિથી સાધનામાર્ગે ઊભી થતી અડચણ વરદાસમ વિજ્ઞ છે. મિથ્યાત્વ મોહનીયના ઉદયથી સાધનામાર્ગથી અવળી દિશાએ ચાલવા પ્રેરતો દિશાભ્રમ એ સૌથી મોટું વિઘ્ન છે. શરીરમાં આત્મબુદ્ધિ, જડ પદાર્થમાં સુખબુદ્ધિ, સાધનામાં દુ:ખબુદ્ધિ (ટૂંકમાં ઉન્માર્ગમાં માર્ગબુદ્ધિ) એટલે દિશાભ્રમ. ખરું વિશ્ન જ આ છે. ભવભ્રમણની જડ અહીં જડે છે. દિશ્વમમાંથી બહાર નીકળવા માટે જરૂર પડે છે સમજણના ભોમિયાની. તે મળે તો એક અપૂર્વ ઉપલબ્ધિ ગણાય. કિમ કાળનો પરિપાક થયો હોય, મો. મોહનીય અને જ્ઞાનાવરણીયાદિ કર્મોનો અપૂર્વ ક્ષયોપશમ થવા સ્વરૂપે આત્માની યોગ્યતાનો આવિર્ભાવ થયો હોય, સદ્ગુરુ વગેરેનો યોગ થવા સ્વરૂપે નિયતિ અનુકૂળ બની હોય, બી. પુરુષાર્થ પણ સ્વરૂપને અભિમુખ થતો હોય, 2010_05 Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બધી જ કારણસામગ્રી ભેગી થાય ત્યારે આતમની ભોમકા પર એક તહલકો મચે છે. અપુનબંધક અવસ્થાથી માંડીને પાંગરેલી આત્મલક્ષિતાની વેલડી પછી વિકસે છે અને પછી તો તે જ બધું થાય છે જેના માટે આપણે તલસીયે છીએ. આત્મવાદિતાના જાતિવંત બીજને સત્સંગ, સલ્ઝવણ અને સદ્ધોધના ખાતર-પાણી મળતા જ આત્મલક્ષિતાનો અંકુરો ફૂટે છે પછી તેજ આત્માનુભવની અમૃતવેલ બને છે. આમાં આપણી કક્ષા મુજબ બીજારોપણ તો થયા જ છે. કદાચ ખાતર-પાણીની થોડી ઉણપ હશે તો યોગ અને અધ્યાત્મના ગ્રન્થો તેના નિવારણ માટે જ તો છે. “યોગદષ્ટિ સમુચ્ચય” ગ્રન્થ એટલે આત્માના ક્રમિક વિકાસની સોપાનશ્રેણી છે. બહારની દુનિયાના તમામ રાષ્ટ્રો આજે ત્રણ કક્ષામાં વિભાજિત કરાયેલા છે. અવિકસિત, વિકાસશીલ અને વિકસિત . ભૌતિક સમૃદ્ધિ અને “સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગના આધારે જ જ્યારે આવું વિભાજન થતું હોય ત્યારે વિકસિતતાની ઇમારતના પાયામાં દટાયેલા સ્વાર્થલંપટતા, દગાબાજી અને શોષણખોરીની ડાયનામાઇટ તરફ કોનું ધ્યાન જઈ શકે? સિવાય સમજણના સ્વામિનું ! અને માટે જ તો વિશિષ્ટ અને સંપૂર્ણ જ્ઞાનીઓના શાસનના લેખા - જોખા કંઈક અનોખા છે. અહીં શ્રીમંતાઈના આધારે વર્ગીકરણ થતું નથી. માત્ર સત્તા - સામ્રાજ્યની અપેક્ષાએ વર્ગીકરણ થતું નથી. કેવળ, બલાબલની તુલના થકી વર્ગીકરણ થતું નથી. લોકોત્તરદૃષ્ટિની આ બલિહારી છે કે અહીં આતમના ગુણાત્મક આયામને અનુસરીને વર્ગીકરણ કરાયું છે. પ્રભુ શાસનમાં જીવોનું પૃથક્કરણ બે રીતે થઈ શકે. ગુણસ્થાનકના આધારે અને યોગની દૃષ્ટિના આધારે (આમ જુઓ તો બધું સરખું જ છે છતા વિવક્ષા પણ એક બળવાન તત્ત્વ છે.) વિશ્વની જીવસૃષ્ટિમાં પ્રગટ-અપ્રગટ સ્વરૂપે કેટલીક વૃત્તિઓ રહી હોય છે, જેમકે - મારું દુઃખ ઘટે, મારું સુખ વધે, મારી શક્તિ વિકસે.... યોગની આઠ દૃષ્ટિઓના પગથીયા પર વર્ધમાનક્રમે આવી જ કોઈ વાત જણાય છે. દુ:ખ દોષોને કારણે છે, સુખ ગુણોને આભારી છે અને શક્તિ સમજણના ખીલે બંધાયેલી રહે તો જ કામની છે. પ્રભુશાસનની આવી અલૌકિક દૃષ્ટિના પ્રતાપે ઉક્ત ત્રણેય વૃત્તિઓના કંઈક ઉધ્ધકરણ પૂર્વકના દર્શન જીવોમાં હોવાની વાતનો અણસાર યોગદૃષ્ટિસમુચ્ચયમાંથી મળે છે. જેમ જેમ દૃષ્ટિની ઉત્ક્રાન્તિ થતી જાય તેમ તેમ જીવના 2010_05 Page #17 -------------------------------------------------------------------------- ________________ દોષ ઘટે છે, જીવના ગુણ વધે છે, જીવનો બોધ વિકસે છે. આઠ દૃષ્ટિઓના ક્રમિક ઉત્થાન દરમ્યાન ક્રમશ: આ ત્રણેય વાતનો સુમેળ જોવા મળે છે. દરેક દૃષ્ટિમાં વિવલિતદોષરકાસ, ગુણપ્રકાશ અને બોધવિકાસની વાત છે. આ જોતા હૈયું આદર, બહુમાન અને અહોઅહોના ભાવ સાથે ઝુમી ઊઠે છે. શાસ્ત્રકાર પરમર્ષિઓ માટે સુપર સાયકોલોજિસ્ટ જેવા શબ્દો પણ વામણા લાગે છે. આવા ગ્રન્થો એ કોઈ માત્ર શબ્દોનો સરવાળો નથી. પણ, જ જીવને ભૂલી જડમાં ભળી નીચે ઉતરી જતા આતમને કંઈક ઉધ્વરોહણ કરવા પ્રેરતી સોપાનપંક્તિ છે. પ્રમાદની પથારીમાં પોઢી ગયેલી ચેતનાને ઢંઢોળતો અનાહતનાદ છે. ગાય ભવજંગલમાં અટવાતા પથિકને નિર્ભય બનાવતી સમજણનું સાંનિધ્ય અર્પતો ભોમિયો છે. અલગ શબ્દોમાં કહું તો કોઈ સાધક આત્માની ઉત્થાનયાત્રાના ક્રમિક પડાવોનું જેમાં હુબહુ બયાન અપાયું છે એ જ “યોગદૃષ્ટિ સમુચ્ચય' છે. - જેના પદ-પદમાંથી યોગની સૌરભ પ્રસરતી હોય, જેની પંક્તિ - પંક્તિમાંથી કંઈક નવા જ પદાર્થનું અમૃતબિંદુ ટપકતું હોય, - જેના શ્લોક-શ્લોકમાંથી પદ લાલિત્ય અને અર્થશાશ્મીર્યનો નુપૂરઝણકાર રણકતો હોય એવા આ ગ્રન્થરાજને મનના હસ્તિરાજ પર બેસાડીને સતત તેનું સામૈયું કરતા રહેવાનું મન થાય. યોગનિષ્ઠ પૂ. મુનિરાજ (હવે પંન્યાસજી) શ્રી મુક્તિદર્શનવિજયજી મ. એ વિ.સં. ૨૦૫રના ચાતુર્માસ દરમ્યાન રાજનગરના જૈનનગરમાં યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થ ઉપર તાત્ત્વિક પ્રવચનો કરીને ત્યાંના શ્રોતાવર્ગને યોગસરોવરના હંસલા બનાવી દીધા હતા. (તે પ્રવચનોની પ્રશસ્તિની પરિમલ છેક સાબરમતીમાં રહેલા મેં તે વેળાએ માણી હતી પણ તે વેળાએ એવો કોઈ વિકલ્પ પણ ઉઠયો નહોતો કે તે પ્રવચનોના પ્રમેયરત્નો પુસ્તકસ્થ થશે અને તેની પ્રસ્તાવના લખવાનું સૌભાગ્ય મને સાંપડશે) અંતર્મુખ અને આત્માનંદી અવધૂતની યાદ અપાવે તેવા આ મહાત્મા પ્રસ્તુત વિષયના ઠોસ અભ્યાસી હોવાથી વિષયવિવેચનામાં સારું ખેડાણ અને ઊંડાણ લાવવા સમર્થ છે. તે વાત પુસ્તકના વાંચનથી સ્પષ્ટ થાય છે. પુસ્તકના પાને પાને આત્મલક્ષિતાની સાયરન વાગે છે સાથે ખૂબી તો એ છે કે યોગ, અધ્યાત્મ અને નિશ્ચયની વાતો કરતા ગ્રન્થ ઉપર વિવેચન કરતી વેળાએ વ્યવહારમાર્ગનું પણ સુંદર સંતુલન જળવાયેલું જોવા મળે છે. બાકી આજકાલ એક દુ:ખદ અચરજ ઘણું જોવા મળે છે. લોકો દેરાસર અને ઉપાશ્રયોથી દૂર જઈને ઈશ્વરની નિકટ આવવા મથે છે. આ વાત બહુ કઠે છે કારણ કે શાસનનો અવિરત 2010_05 Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રવાહ વ્યવહારધર્મથી ચાલે છે. બહારનો અપલાપ કરીને, ક્રિયાને નિરર્થક ગણી, અવગણીને એકાન્ત નિશ્ચયવાદનો ‘ફિનિષ્ઠ પ્રોડક્ટ' જુદી જુદી ડાયમાંથી ઘણી જગ્યાએ બહાર પડે છે અને આ પ્રોડક્ટને માર્કેટ પણ બહુ મોટી મળી રહે તે સહજ છે. કારણ કે છોડવાનું ખાસ કાંઈ નહીં, કરવાનું ખાસ કાંઈ નહીં અને કહેવાઈએ ઊંચા ગજાના ધર્મી ! આવા બનવાનું કોણ ન ઇચ્છે ? પણ, વ્યવહાર ધર્મના કટ્ટર આચરણ વિના નિશ્ચય પાંગરી શકતો નથી. પ્રારંભિક તબક્કે નિશ્ચયને પેદા કરવા અને પછીના તબક્કે સંજાત નિશ્ચયનું રક્ષણ કરવા વ્યવહાર પાલન જરૂરી છે. આ અપેક્ષાએ જોતા લાગે કે નિશ્ચય નામના રાજકુમારનું યોગક્ષેમ કરતી હેતાળ-પ્રેમાળ વાત્સલ્યમયી રાજમાતાનું નામ જ “વ્યવહાર” છે. નિશ્ચય નામના કુંવર વિના વ્યવહારમાં માતૃત્વનો પ્રાદુર્ભાવ શક્ય નથી તેમ સાથે જ કુંવરના જન્મ બાદ વ્યવહાર માતાનું કરૂણ મોત થઈ જાય તો કુંવરના કપાળે અનાથતાનો અભિશાપ આલેખાય છે. તેનું રક્ષણ કરશે કોણ ? (જો કે ઘણા ખરાં એકાન્તનિશ્ચયવાદીઓ તો “વિણ માતાએ બેટો જાયો”ની જ ડંફાસ મારતા હોય છે.) આચારધર્મનું પાલન, અનાદિના કુસંસ્કારોનું ધોવાણ કરીને નિશ્ચયની રંગોળી પૂરવા માટેનું એક શુભ્ર અને સ્વચ્છ ભૂતલ રચી દે છે. વ્યવહાર પાલન વગરનો નિશ્ચય એ મેલાઘેલા મોઢા પરનો મેકઅપ છે. પ્રવૃત્તિધર્મ દ્વારા પરિણતિધર્મ સુધી પહોંચવાની પ્રભુશાસનની વાતમાં ગજબના સત્ય, તવ્ય અને આત્મિક સલામતીના રહસ્યો છુપાયેલા છે. બોલ ફેંકતા પૂર્વે બોલરને જો રન-અપ લેવો પડતો હોય, ઉડ્ડયન કરતા પૂર્વે જો વિમાનને પણ રન-વે પર દોડવું પડતું હોય, તો વ્યવહારધર્મના પાલન વગર નિશ્ચયના પ્રાદુર્ભાવનો પ્રવાહ કઈ રીતે શ્રદ્ધેય બની શકે ? કોરો વ્યવહાર આપણને ઊંચકાવા ન દે અને એકલો નિશ્ચય આપણી નીચેની ધરતી જ સરકાવી લે છે માટે બન્નેનું સુયોગ્ય સંયોજન જ આવકાર્ય છે. આ લખાણ જે કલમ દ્વારા લખાય છે તે કલમમાં સાહી છે માટે જ લખાય છે. એકલી કલમથી અક્ષરો ન પડે તેમ સાથે એ ય ધ્યાનમાં રહે કે એકલી સાહીથી તો ધાબા જ પડે, અક્ષર નહીં જ... કલમના માધ્યમ થકી મસિપ્રવાહ ચાલે એ જ અક્ષરાંકન માટેનો શ્રેષ્ઠ અને સલામત વિકલ્પ છે. વ્યવહારશૂન્ય નિશ્ચય ટકાઉ નથી અને નિશ્ચયહીન વ્યવહાર ખાસ ફલપ્રદ બનતો નથી માટે બન્નેની સપ્રમાણ ભેળવણી જરૂરી છે. ભેળમાં જેમ થોડીક તીખી ચટણી તો થોડીક મીઠી ચટણી ભેળવાય છે તેમ આવી ચટાકેદાર ભેળનો એક નમુનો રજુ કરું છું. 2010_05 Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ s , “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.” શું કમાલનું સંમિશ્રણ છે આ કડીઓમાં ! પૂર્વાર્ધમાં વ્યવહારનું વીણાવાદન છે તો ઉત્તરાર્ધમાં નિશ્ચયનું બંસરીવાદન ! યોગના ગ્રન્થની વિવેચનામાં સ્થાને સ્થાને આચારને વજન આપીને પ્રવચનકારશ્રીએ વ્યવહાર અને નિચયનું એક Balanced Diet વાચક જિજ્ઞાસુઓ સામે ધર્યું છે. અહીં - ક્યાંક કષાયોને મંદ પાડવાની પ્રેરણા મળે છે, ક્યાંક કથાની ક્યારીમાં છુપાયેલા સુંદર રહસ્ય જાણવા મળે છે, ક્યાંક આચાર ધર્મની મહત્તા જણાય છે, તો થી ક્યાંક રૂટિન બની જતી ક્રિયાઓને ધબકતી કરવાની ચાનક લાગે તેવા અનેકાનેક રત્નકણો આમાં ભરેલા છે !!! જેવાં કે : ઇચ્છાના સંસાર કરતાં અનિચ્છાનું ચારિત્ર સારું. થી વિનાશીની પ્રીત એ અવિનાશીની પ્રીતને ભૂલાવે છે. કષાય એ પરદેશી શાસકો છે, આ દાન અને સેવાની મોનોપોલી મનુષ્યને મળી છે. કો સંસારના પદાર્થોના લાભમાં જેને આત્માનું નુકસાન દેખાય તેને “પામ્યો” કહેવાય. ગક અપૂર્ણ દર્શને હંમેશા રાગ થાય છે અને પૂર્ણ દર્શને વિરાગ થાય છે. સંતોષી જીવના અંગૂઠા નીચે કુબેરના ભંડાર દટાયેલા હોય છે. - વિષ્ટાથી હાથ ખરડાય છે, કષાયથી ઉપયોગ ખરડાય છે. જ ઉપયોગનું એસોટિંગ કરીને સાધક અને બાધક ભાવોને છૂટા પાડો. જયણા એટલે પાપથી બચવાની નિરંતર કાળજી. ટક આપણી બુદ્ધિને શાંત કરી શકતા નથી એ જ અત્યંતર સંસાર છે. ઢષથી હૃદય કઠોર બને છે. કઠોર હૃદય ધર્મ માટે અયોગ્ય બને છે. Iક અહિ વિનાના વિકલ્પો પ્રાણ વિનાના કલેવર જેવા છે. બગડેલી જીભે તોતડું બોલાય, બગડેલા મને તોછડું બોલાય, બંને દયા પાત્ર છે. મોહિ જે જીવનમાં કોઈની સલાહ ન લે તે પતનની પાયલોટકાર છે. મક સુખનું સાધન ધન નથી પણ સુખનું સાધન મન છે. પ્રવચનકારશ્રીએ જૈનનગરના સંઘમાં આવા અનેક રત્નકણોથી ભરપૂર વહાવેલી સરસ્વતીનો સ્વાધ્યાયાર્થે સંચય કરવાનું કાર્ય ત્યાં ચાતુર્માસ રહેલા સાધ્વીજી મ. એ કર્યું. પ.પૂ. આ. શ્રીમદ્વિજય નીતિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ 2010_05 Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તપસ્વીરત્ન પ.પૂ.આ. ભ. શ્રીમદ્વિજય અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મસા.ના આજ્ઞાવર્તિની વિદૂષી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી મયુરકળાશ્રીજી તથા સાધ્વીશ્રી નંદિયશાશ્રીજીએ કરેલી તે નોંધની માંગણી કરનારો પણ એક વર્ગ ઊભો થયો. છેવટે જે થયું તે આ પુસ્તક પોતે જ છે. જૈનનગરના શ્રીસંઘે પરાવર્તના સ્વાધ્યાયની અને વિનિયોગની તત્પરતા દાખવતું સત્કૃત્ય કર્યું છે. પ્રવચનોના સંકલનમાં સળંગસૂત્રતા જાળવવી મુશ્કેલ હોય છે કારણ કે પ્રવચન અને લેખન બે અલગ બાબતો છે તેમ છતાં સંકલનમાં સ્થાને સ્થાને મથાળા સાથે વિષય વિભાગનું બોધાનુકૂળ પૃથક્કરણ કરાયું છે. જેમના અથાગ પરિશ્રમ વિના આ પ્રકાશન શક્ય જ ન બન્યું હોત તે સાધ્વીજી મ. ખરા અભિનંદનના અધિકારી છે. રસાળ વાંચનસામગ્રી અને સરળ રજુઆત પ્રવાહબદ્ધ સંકલના અને તત્ત્વરુચિ જિજ્ઞાસુ વાંચકો ! આ બધા સાંયોગિક પરિબળોને જોતા “તત્ત્વબોધ અને પરિણતિનો પ્રાદુર્ભાવ”નો ફલાદેશ, વગર જ્યોતિષ ભણે કરું છું. જેમના જીવનમાં ઊંચાઈ છે અને પ્રવચનોમાં ઊંડાણ છે, તેવા પૂ.પં. શ્રી મુક્તિદર્શન વિજયજી મ. એ સૌથી પહેલા તો આ વાંચનસામગ્રી મને આપીને મારા ઉપર અનહદ ઉપકાર ર્યો છે અને મારી અલ્પજ્ઞતાને અવગણીને પણ પ્રસ્તાવના લખવાનું કાર્ય મને સોંપીને પારસ્પરિક મૈત્રીભાવનો જાણે કે દસ્તાવેજી પુરાવો ઊભો કર્યો છે. પ્રસ્તાવનાનો પ્રસ્તાવ મારી સમક્ષ મૂકાયો તે વેળાએ જાણે કે ભિખારી કને સો રૂપિયાનું પરચૂરણ મંગાયું હોય તેવો અનુભવ થયો. લગભગ પાંચસો પાનાનું વિશાળકાય સાહિત્ય ઝડપથી અલ્પ સમયમાં વાંચતા પણ મને આનંદ અને કંઈક મળ્યાનો તોષ થતો હોય તો મનનપૂર્વક વારંવાર આ પુસ્તક વાંચવાથી આ પુસ્તક કેટલું ઉપકારક બની શકશે તેના માટે કોઈ આગાહી કરવાની ન હોય. જડરાગના ખંડિયેરમાં દટાયેલા, સ્વવિસ્મૃતિના વમળમાં ફસાયેલા, અજ્ઞાનના અંધારે 24294all f's goal La B41 45121-4 Friend, Philosopher & Guide 1 ગરજ સારશે. પરમ પાવની શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડં .. શાન્તાક્રુઝ (પશ્ચિમ) ઉપાશ્રય મુનિ મેઘવલ્લભવિજય શિષ્યાણું વિ.સં. ૨૦૫૪ કારતક વદિ ૧૦ મુનિ ઉદયવલ્લભવિજય.. 2010_05 Page #21 -------------------------------------------------------------------------- ________________ - K j = + $ ૨ ર ર ર વિષયાનુક્રમ (કમ | વિષયો વેદ્યસંવેદ્યપદ દષ્ટિ શું છે? ભ્રમ એ જ સૌથી મોટું દુઃખ છે. વિષયોમાં સુખ કેમ લાગે છે? કેવલી પરના જ્ઞાતા અને સ્વના ભોક્તા હોય. પહેલે અને ચોથે ગુણઠાણે શું ફેર છે? દર્શનાચારનું સ્વરૂપ પ્રણિધાનની ઉપયોગિતા સાધનામાં ખોટો આગ્રહ અસ્થાને છે તામલી તાપસની વિચારણા આત્માનો વિકાસ કઈ રીતે થઈ શકે? તામસભાવથી દૂર્જનતાનો પ્રાદુર્ભાવ રાજસભાવથી વિલાસીતાનો પ્રાદુર્ભાવ સાધુના બે પ્રકાર સાત્વિકભાવથી પુણ્યકર્મનો બંધ સાત્વિક - રાજસી - તામસીભાવો | સકામનિર્જરા અને અનામનિર્જરા ૧૮. તામલીની સાધના ૧૯? | દેવીઓએ તામલીને કેમ પસંદ કર્યા? દેવો ક્યાં આવે છે ? પહેલી ચાર દૃષ્ટિની વિશેષતા સમકિતીની મનોભૂમિકા ૨૩. 1 સભ્યત્વથી પાડે છે કોણ? ર૪. | વીર્યના બે ભેદ, (૧) પ્રમાદવીર્ય (ર) કર્મકૃતવીર્ય પ્રણિધાન શું છે? સમ્યકત્વ એટલે આત્મજાગૃતિ ર૭. | ભરત મહારાજાના ઉદ્ગારો.... જિનવાણી સ્પર્ધાત્મક બોધ માટે છે ર૯. | સમકિતીની જાગૃતિ અને અભંગપ્રયાણ રે, ૧૫. ૨૦. ૨૫. ૨૮. | 2010_05 Page #22 -------------------------------------------------------------------------- ________________ કે કરી છે ૩૦., ૩૧. | ૮૦ ૩૨. ૩૯ 3 X 8 = = = = = = = • • • • જ ૦. ન જ છે જ જ અધ્યાત્મને પામવા માટે શું કરવું ? દ્રવ્યબીજ અને ભાવબીજ દ્રવ્યમરણ અને ભાવમરણ ભાવ બે પ્રકારે છે. શુદ્ધભાવ, અશુદ્ધભાવ અશુદ્ધ ભાવ બે પ્રકારે છે અશુભભાવ, શુભભાવ બુદ્ધિપૂર્વકના વિકલ્પો અને અબુદ્ધિપૂર્વકના વિકલ્પો સાત્વિકભાવની પરાકાષ્ઠાથી સખ્યત્વ નિદ્રામાં સમાધિ કહેવાય ? સમકિતીને દેવલોક જલ છે. ગુણ અને ગુણસ્થાનકની ભેદરેખા ઓઘદૃષ્ટિનું સ્વરૂપ | ઓઘદષ્ટિમાં ભવનો ભય નહીં મિત્રા દષ્ટિનું સ્વરૂપ મુક્તિ અદ્વેષ ક્યારે આવે ? સરળતા વિના યોગની દષ્ટિ ન આવે ઈસુ ખ્રિસ્તની ક્ષમા બીજાને અન્યાય કરનાર અધ્યાત્મ ન પામી શકે સિદ્ધિ પછી વિનિયોગ સાધુ પણ ક્યારે યોગદષ્ટિ ગુમાવે ? પાયથાગોરસની અહિંસા, ભાવનાની મહત્તા જયણાનો પરિણામ હોય તો અલ્પ કર્મબંધ થાય | પહેલી દષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ ભાવના વિનાની ક્રિયા લખી છે. નયસારની યોગ્યતા ભક્તિની શક્તિ વીર્યનું સભ્ય પ્રવર્તન અપેક્ષાએ રાગ કરતાં દ્વેષ વધારે ખરાબ છે. કળાની સુવાસ પાપના અનુબંધ તોડવાના બે ઉપાયો જીવો પ્રત્યેનો દ્વેષ તત્વ પ્રાપ્તિમાં બાધક અવધ્ય યોગબીજો ૬૧. | પરમાત્મ કૃપા (૬૨. | પરમાત્મા કદી અન્યાય કરતા જ નથી ર જ ૪૭ ४८ ૪૯ 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૬૩. ૬૪. ૬૫. ૬ ૬. ૬૭. ૬૮. ૬૯. '96 '66 *26 ૭૯. ૮૦. ૮૧. ૮૨. ૮૩. ૮૪. ૮૫. ૮૬. ૮૭. ૮૮. ૮૯. ૯૦. ૯૧. ૯૨. ૯૩. ૯૪. ૯૫. વિષય બુદ્ધિજીવી, શ્રમજીવી, રૂપજીવી પરમાત્માનો ઉપકાર મીરાંનો ભક્તિયોગ ક્રિયા કરતાં જ્ઞાન ચઢિયાતું છે. સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો ૬૧. ૭ર. ૩૩. ૭૪. ૭૫. ૭૬. કરૂણાનું સ્વરૂપ સંશુદ્ધ યોગબીજ પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ અભવ્યમાં કુશળ ચિત્તનો અભાવ સંશુદ્ધ યોગબીજ કોને કહેવાય ? સર્પને કુશળચિત્ત સંગમ ગોવાળને કુશળચિત્ત શિવકુમારને કુશળચિત્ત પેથડની પ્રભુભક્તિ સંજ્ઞાનું શોષણ એજ ધર્મ રાજા જનકની ધર્મ શ્રવણમાં એકાગ્રતા સંજ્ઞા અને કષાય ૨૨ શ્રાવક સંસારના કાર્યમાં પણ ગુરૂની સલાહ લે પરમાત્મા પ્રત્યે શ્રેણિકની ભક્તિ શું પરમાત્મા રીઝે છે? પરમાત્માની કૃપા શું છે? રાત્રી શું આપે ? અને કેટલું આપે ? પરમાત્માની ભક્તિથી આપત્તિ ટળી પરમાત્માના વિષયમાં કે. લાલની માન્યતા અવસ્થાત્રિક વિશુદ્ધ ધર્મનું સ્વરૂપ ધર્મનો ફુગાવો શ્રી ગૌતમસ્વામિની અદ્ભૂત સાધના ત્રણે રાગનું સ્વરૂપ ગૌતમ મહારાજાનો સ્નેહરાગ સ્નેહરાગ બે પ્રકારે છે - પ્રશસ્ત અને અપ્રશસ્ત સંભેદ પ્રણિધાનમાંથી અભેદ પ્રણિધાન સંશુદ્ધ યોગબીજ _2010_05 પૃષ્ઠ ૬૩ ૬૪ ૬૫ ૬ ૬ ૬૮ ૬ ૯ ૦૬ કર ૭૩ ૭૪ ૭૬ ૭૮ ૭૯ ૮૩ ૮૫ ૮૫ 67 ८८ ८८ ૮૯ ૮૯ ૯૦ ૯૧ U ::::: ૯૨ ૯૩ ૯૪ ૩ ૩ ૪ ૫ ૪ - પ . ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૯. ૯૯ ૧૦૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય સ્પૃહા સંશુદ્ધ યોગબીજની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. દિગંબર માન્યતા અને તેનું સમાધાન સમતા અને વીતરાગતામાં તફાવત લબ્ધિનો ઉપયોગ એ પ્રમાદ છે. જિનનામકર્મ અને આહારકદ્વિક સંશુદ્ધ યોગબીજ કેવું છે ? જિનની ઉપાસના પછી ગુરૂની ઉપાસના શા માટે ? ગુરૂ પણ ઓળખીને સ્વીકારવાના 23 ૯૬. ૯૭. ૯૮. ૯૯. ૧૦૦. ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતી કેમ ? ૧૦૯ વૈયાવચ્ચ ઉપર નંદીષેણનું દૃષ્ટાંત ૧૧૦ વૈયાવચ્ચ કેવી રીતે કરવાની ? ૨૧૧૧ સત્ય ઘટના ૧૧૨ ગર્ભવાસનું દુ:ખ કેવું છે ? ૧૧૩. સર્વત્ર પોતાની જ ભૂલ જોવી જોઈએ વૈયાવચ્ચ પણ યોગબીજ ૠષભદેવ પ્રભુની ભવાંતરની સાધના વૈયાવચ્ચ ઉપર ભરત - બાહુબલીનું ધ્રુષ્ટાંત ચારે ગતિમય સંસાર દુઃખ રૂપ છે દ્રવ્ય અભિગ્રહનું પાલન વર્તમાન સંસારની દૂર્દશા સાચો વારસો શ્રુતજ્ઞાન ૧૧૪, સંસાર સુખનું સ્વરૂપ ૧૧૫, સંસારના બધાં સુખો દુ:ખના પ્રતિકાર રૂપ છે. ૧૧૬ પુદ્ગલના રૂપાદિ સતત ફર્યા જ કરે છે. ૧૧૭, દ્રવ્યદષ્ટિ અને પર્યાયષ્ટિ ૧૧૮ ૧૧૯ ૧૨૦. ૧૨૧. શ્રુતજ્ઞાન એ ચક્ષુ છે. ૧૨૨ શ્રુતજ્ઞાનનું ફળ નવતત્ત્વનું હાર્દ ૧૨૩ ૧૨૪ યોગબીજના શ્રવણનું ફળ ૧૨૫ નવરાત્રિના અનર્થો ૧૨૬. પાંચ યોગબીજો _2010_05 પૃષ્ઠ ૧૦૧ ૧૦૩ ૧૦૩ ૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૭ ૧૦૯ ૧૧૦ ૧૧૧૨ ૨૧૧૩ ૧૧૫ ૧૧૮ ૧૧૯ |૧૨૧ |૧૨૩ |૧૨૮ ૧૨૯ |૧૩૦ ૧૩૨ ૧૩૪ ૩૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૩૧૪૬ ૧૪૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૪૮ ૧પ૦ ૧પ૧ ૧પપ ૧પ૯ ૧૫૯ ૧૬૧ ૧૬૭ ૧૬૮ ૧૬ ૯ " છ વિષય ૧૨૭. તિપનું સ્વરૂપ ૧૨૮.] પાંચ કારણોનો સમવાય ૧૨૯. | ભાવમલ શું છે? તે ઉપર સાવઘાચાર્યનું દૃષ્ટાંત ૧૩૦. | | ધર્મની યોગ્યતા માટેના ત્રણ ગુણો ૧૩૧. | સાધનામાં સદ્વર્યનું ફુરણ આવશ્યક ૧ ૩ ૨. સ્વરૂપના લક્ષ્ય કષાયનો નિકાલ તે સાધના ૧૩૩. એ અવંચકોદય શું ચીજ છે? ૩૪. મોક્ષે કોણ જશે ? ૧૩પ. | અંતર્મુખતા શું ચીજ છે? ૩૬. | અંતર્મુખ બનવાનો ઉપાય ૧ ૩૭. | | આત્માનો વિકાસક્રમ ૧૩૮. | ઉપાદાન અને નિમિત્ત બેથી કાર્ય થાય ૧૩૯. | ધર્મયોનિ ૧૪૦. | દષ્ટિના અભાવમાં દુઃખ કેટલું ? ૧૪૧. અન્યદર્શનમાં ગ્રન્થિભેદ માટે શું ખૂટે છે ? ૧૪૨. | તારા દેષ્ટિની મનોભૂમિકા ૧૪૩. જૈનશાસનની અભૂત આચારસંહિતા ૧૪૪. | | સભ્ય આચાર પાલન બીજામાં ધર્મ પ્રગટ કરે છે. ૧૪૫. | ભાવશૌચા ૧૪૬. | સંતોષ ૧૪૭. | | સ્વાધ્યાય ૧૪૮.| | છાપા વાંચવા અને સ્વાધ્યાયમાં શું ફરક? | આર્યદિશ મહાન કેમ ? ૧પ૦. | સ્વાધ્યાય સમાન બીજો કોઈ તપ નથી ૧૫૧. | | સાધનામાં વિવેક જરૂરી ૧૫ર. | અન્યદર્શનમાં ગ્રંથિભેદ અશક્ય નહીં પણ દુઃશક્ય જરૂર છે. ૧૫૩. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ૧૫૪. વેિદન અને વર્ણન બંને સાથે ન થઈ શકે ૧૫૫. Tક્રિયા ભાવોત્પાદક છે. ૧૫૬. | ઉપદેશકની ઉપદેશકતા ૧૫૭. | યોગગ્રન્થની ઉપયોગિતા ૧૮ ૬ * ૧૮૭ ૧૮૮ ૧૯૦ ૧૯૩ ૧૯૩ ૧૯૪ ૧૪૯. | ૧૯૫ ૧૯૫ ૧૯૬ ૧૯ ૯ P00 ه ર૦૧ ૨૦૧ 2010_05 Page #26 -------------------------------------------------------------------------- ________________ (e. ૦ ૨૦૭ ૦ - ૦ ૪ ૧૬૪૫ ૧૬૫૫ ૨૧ ૯ ૯ ૦ ૦ ૦ ૦ ૦ w ૧૬૯ ૧૭૦ ૦ w ૦ * ૦ * (ક્રમ | વિષય (૧૫૮ પહેલા ગુણઠાણા અને ચોથા ગુણઠાણાના કષાયવેદનમાં તફાવત ર૦ ૨ ૧૫૯ સમર્પણની સાધના એ આંતરિક સાધના છે ૨૦૪ ૧૬૦ પાંચ આચારમાં વીર્યાચાર જૂદો કેમ મૂકયો ? ૧૬૧ અનુમોદનાથી પણ સંસાર સાગર તરી શકાય અનુપમાની જવલંત વિવેકદૃષ્ટિ સ્થાપના નિક્ષેપો પૂજ્ય છે. ૨૧૩ તત્ત્વની જિજ્ઞાસા માટે તત્ત્વનો અદ્વેષ જરૂરી. જિજ્ઞાસા કોના જેવી હોવી જોઈએ ? અંતઃકરણની નિર્મળતા એજ સાધનાનો પાયો સ્થાદ્વાદ શું છે? ૧૬૮૫ સ્યાદ્વાદની વિશેષતા સંસારની ત્રિવિધતા જિજ્ઞાસા ૧૭૧. વનયિકી મતિ ઉપર બે વિદ્યાર્થીનું દૃષ્ટાંત રાગની ચીકાશ ભયંકર છે પૂર્વસેવા યોગની ભૂમિકા ત્યાગીનું દર્શન કરતાં આવડે તો જીવને ત્યાગી બનાવે યોગી પ્રત્યે આદર-બહુમાન-ભક્તિથી દેદાશાને સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ |ર૩ યોગ અને ઉપયોગની ભિન્નતા ૨૩૫ ૧૭૭ તત્ત્વનો અનુબંધ ગુરૂકૃપાથી સાધ્ય છે. ૧૭૮ ગોશાળાનો પૂર્વભવ ૧૭૯) એકલવ્યનો સમર્પણભાવ ઉપશમભાવની ઉપાસના ૧૮૧ અકલ્યાણમિત્રના યોગે મમ્મણ સંસારમાં રૂલ્યો ક્ષુદ્રતા એ ભયંકર દોષ છે ૧૮૩. દાનનું સ્વરૂપ ૧૮૪ દાન કરતાં કરતાં જીવો પ્રત્યે અભેદદષ્ટિ કેળવવાની છે ૧૮૫, વાગ્મ મંત્રીની ઉદારતા ગુરૂ એ જીવંત પરમાત્મા છે. શુદ્ધિ અને વૃદ્ધિ ૨૫૧ ૧૮૮૧ અંબિકાની ગુરૂભક્તિ ૨૫ ૨ ( ૦ ૦ ૧૭૩ ૧૭૪૫ w ૦ (૧૭૫ w ૦ w ૦ ૦ ૦ ૧૮૦. = ૩ = % = ૦ = ૦ = ૦ = ૦ (૧૮૬/ (૧૮૭/ c ૦ 2010_05 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૧૯૭. ૨૩૨ ૦૧. (ક્રમ વિષય સિ ૧૮૯. નેપોલિયનની સાહસિકતા અને સમયસૂચકતા ૨૫૨ ૧૯૦. |વા ભટ્ટ મંત્રીનું ઔચિત્ય ૨૫૫ ૧૯૧. | ધર્મનું પ્રત્યક્ષ ફળ ર૫૮ ૧૯૨. | શુદ્રોપદ્રવની હાનિનાં દષ્ટાંતો ર૬૧ ૧૯૩. | પહેલીદષ્ટિ કરતાં બીજી દષ્ટિના ઔચિત્યપાલનમાં વિશેષતા ૨૬૫ ૧૯૪. | સુખી થવાના ચાર કારણો ૧૫. | નિશ્ચય અને વ્યવહાર ૨૬ ૬ ૧૯૬. | બીજી દષ્ટિમાં ઉચિત કર્તવ્યની હાનિ નહીં. ૨૬૭ અપૂર્વકરણ શું છે? ૨૬ ૯ ૧૯૮. | | ધર્મમાં પુનરાગમન ૧ ૯૯. | | માનસચિકિત્સાથી રોગમુક્તિ ૧૦. | નવકારના પાંચ પદોમાં નમો શા માટે ? આચારપાલન તે ધર્મનો પાયો છે ૨૦૨. | જ્ઞાન ઓછું ચાલે, મુક્તિનો તલસાટ ઓછો ન ચાલે ર૭૪ ૨૦૩. | પુણ્ય અને શુદ્ધિનો ભેદ સમજો ૨૦૪. |દોષની કબૂલાત એ દિવ્યતાને લાવનાર છે ર૦૫. ક્યાં ક્રમિકતા ત્યાં વિકલ્પ ૨૮૬ | મહાપુરુષોને પ્રતિકૂળતામાં ક્ષમા કેમ રહે? ૨૮૭ શ્રેણિકને અંતિમ અવસ્થામાં ઉપસર્ગકાળે પણ સમાધિ કેમ?| ર૮૯ ર૦૮. | અંતિમ સમયે શ્રેણિકની ભાવના અને પશ્ચાતાપ ૨૯૩ કરણ-ઉપકરણ અંતઃકરણ પંચાસ્તિકાયની વિશ્વવ્યવસ્થામાં જીવનો ફાળો ૨૯૭ ર૧૧. | મનુષ્યયોનિમાં જીવનું કર્તવ્ય પાંચ કલ્યાણકની ઉજવણી તત્ત્વ દૃષ્ટિથી આ પ્રમાણે છે ર૧ ૩. શાસ્ત્ર સ્વાધ્યાય અનેનવકારવાળી બેમાંથી શું ચઢે ? 3०० બોધની સૂક્ષ્મતા માટે ઉત્સર્ગ – અપવાદનું જ્ઞાન જરૂરી ૩૦૧ ૨૧૫. | અનેકાન્ત કઈ રીતે જગત ઉપર ઉપકાર કરે છે ૩૦ ૨ | ઉત્સુત્ર પ્રરૂપણા ભયંકર છે. ૩૦૩ ૨૧૭. | ઉત્સર્ગ – અપવાદની યથાર્થ પ્રરૂપણા ७०४ ૨૧૮. | બલાદષ્ટિ ૩૦૮ આસનથી થતા લાભ ૩૦૯ ૨૦૬. | ૨૦૭. ૨૯૬ ه نی نی نی نی 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ ક્રમ | વિષય سا , سا , ૦ سا ૦ , سا As سا w سا « » w سا w سا ૨ ૨૯] سا o سا o ૩ ૨૫ o w سا o રે રે ? w سا w سا o w 'ર ર૦. હિમાલયનો યોગી સ્વામી રામ ૩૧૦ ૨૧. શુશ્રષા એટલે તત્ત્વની ગરજ ૩૧૧ દેહની શોભા આત્માથી છે શુશ્રુષાનું ફળ ૩૧પ સુવર્ણસિદ્ધિના ધન કરતાં સંતોષધન ચઢિયાતું છે અસત્ તૃષ્ણા અને તત્ત્વની ગરજ બંને પરસ્પર વિરોધી છે. અસત્ તૃષ્ણાથી સુભમ લવણમાં લાયકરગસમાં અસત્ - તૃષ્ણાનો અભાવ ઉદયન મંત્રીમાં અસત્ તૃષ્ણાનો અભાવ ૩ ૨૩ માનવભવ આત્માની સાથે એપોઈન્ટમેન્ટ કરવા માટે છે. ૩ ૨૪ ૨ ૩૦ અસત્ તૃષ્ણાથી થતા નુકશાન વિવેક વિનાની ક્રિયા લોકમાં હાંસીપાત્ર બને છે. દષ્ટિ જગત અને દશ્ય જગત ત્રીજી બલા દૃષ્ટિમાં ત્વરાનો અભાવ ૩ ૨૮ ૨૩૪, મનુષ્યયોનિમાં જીવની આહાર સંજ્ઞા કાળ શું ચીજ છે? અકબરની શુશ્રુષા ર૩૭. શ્રાવકને જિનવાણી શ્રવણ અવશ્ય કરવા યોગ્ય છે. અતિક્રમ - વ્યતિક્રમ – અતિચાર - અનાચાર ર૩૯) વિચારો સંસ્કારરૂપે આત્મામાં જમા થાય છે. દષ્ટિમાત્રથી ચોર ભાગી જાય છે. ૩૩૮ ૨૪૧ પુદ્ગલના દર્શને વૈરાગ્ય કેવી રીતે આવે ? ૩૩૯ આત્માનો આનંદ શું ચીજ છે? ३४० સુધારસ અને અનાહતનાદ ३४० ૨૪ અનિચ્છાએ લીધેલા નિયમથી કમલને લાભ શ્રવણ વિના પણ ઉત્કટ શુશ્રષાથી ૧૫૦૦ તાપસીને કેવળજ્ઞાન ૩૪૩ ર૪૬. ઉપર ઉપર દેવલોકમાં વિષય સુખની પ્રવૃત્તિ ઘટે છે. છતાં સુખ વધે ૩૪પ ૨૪. કષાયથી વેશ્યા કઈ રીતે જૂદી પડે ? ૨૪૮, લેશ્યા સ્થાન અર્થાત્ રસબંધનાસ્થાન શુક્લલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? ૩૪૭ જિનવાણી નાસ્તિકને આસ્તિક બનાવે છે ૩૪૯ سا w ૩૬ سا سا ૩ w سا - ૩ ૩૭ ર૪, w سا سا سا ૩૪ ૨ ર૪પ, ૩૪૬ બ0 ર૪૯/ 2010_05 Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કાકી , '' . કે કોઇ એક ૩૫૦ (ક્રમ વિષય કારણ તા . ર૫૧. | પરપદાર્થને ભોગવતા આત્મા પર ભય વધે છે રપર. | અનુભવ - લક્ષ –- પ્રતીતિ ર૫૩. | જીવ સત્કાર અને પાપધિક્કારથી ગ્રંથિભેદ રપ. | પ્રેમ અને રાગ વચ્ચેની ભેદરેખા રપ. | વૈરાગ્ય અને મૈત્રી રપ૬.! ઢષ અદ્વૈતનું સ્વરૂપ ૩૫૩ ૩૫૪ ૩૫૮ ૩પ૯ ૩૬ ૨ 2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસાર સહાયકો ) શેઠશ્રી અરવિંદભાઈ દોશી ચંદ્રલોક, નેપીયન્સી રોડ, મુંબઈ બ્લેનશ્રી દેવીબ્લેન નીલાંબર પેડર રોડ, મુંબઈ હેનશ્રી સુધાબ્લેન જવાહરભાઈ હરખચંદ ગોવાલીયા ટેન્ક, મુંબઈ બહેનશ્રી સુસાન્હેન સુરેન્દ્રભાઈ શાહ બીચકેન્ડી, મુંબઈ બ્લેનશ્રી જયશ્રીબ્લેન નિરંજનભાઈ શાહ ગોવાલીયા ટેન્ક, મુંબઈ હેનશ્રી અનીલાબહેન મહેન્દ્રભાઈ મહેતા ગોવાલીયા ટેન્ક, મુંબઈ હેનશ્રી મીનાબહેન શૈલેષભાઈ મહેતા ગોવાલીયા ટેન્ક, મુંબઈ શેઠશ્રી સેવંતીલાલ અંબાલાલ ગોવાલીયા ટેન્ક, મુંબઈ શેઠશ્રી શીવલાલ નગીનદાસ ગોવાલીયા ટેન્ક, મુંબઈ શેઠશ્રી જીતેન્દ્ર ચંદુલાલ ગોવાલીયા ટેન્ક, મુંબઈ હેનશ્રી હંસાબહેન મનુભાઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ શેઠશ્રી કલ્પેશ નરેન્દ્રભાઈ ગોવાલીયા ટેન્ક, મુંબઈ શેઠશ્રી શનાલાલ જેસીંગલાલ ગોવાલીયા ટેન્ક, મુંબઈ બ્લેનશ્રી મંજુલાબેન કેશરીમલ સંઘવી ગોવાલીયા ટેન્ક, મુંબઈ બહેનશ્રી સુહાસીનીબેન રમેશભાઈ કોઠારી ગોવાલીયા ટેન્ક, મુંબઈ તથા ગોવાલીયા ટેન્ક જૈન સંઘના ભાઈ-બહેનો બહેનશ્રી અરૂણાબેન કંપાણી ફોર્ટ મુંબઈ RIER ૨૯ 2010_05 Page #31 -------------------------------------------------------------------------- ________________ વેદ્યસંવેદ્યપદ વેધસંવેધપદ सच्छ्रद्धासङ्गत्तो बोधो, दृष्टिरित्यभिधीयते असत्प्रवृत्तिव्याघातात्, सत्प्रवृत्तिपदावहः ॥ १७॥ દષ્ટિ શું છે ? તે પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સમજાવી રહ્યા છે. “સત્ શ્રદ્ધા સંતો વોઘ:' એ દષ્ટિ છે. સમ્યમ્ શ્રદ્ધા યુક્ત જે બોધ, તે દૃષ્ટિ છે. અધ્યાત્મની દષ્ટિએ ત્રણે કાળે જે રહે છે તે સત્ છે. સંસાર આખો ય અસતુ છે. જે પહેલાં નથી, આજે છે, પછી નથી, પૂર્વ-પશ્ચિાતમાં જે નથી, જે નથી દેખાતું. તે આજે છે છતાં અસત્ છે. ક્ષણભંગુર છે. આત્મા સત્ છે. આત્મા પહેલાં હતો, અત્યારે છે, પછી પણ રહેવાનો છે. જેનું સ્વરૂપ ત્રણે કાળમાં એક સરખું હોય તે સત્ છે. આ સત્ શબ્દ અસત્ એવા પુલની સામે મૂકવામાં આવ્યો છે. પુદ્ગલ રૂપી છે, બહુરૂપી છે, અનિત્ય છે. જ્યારે આત્મા અરૂપી છે. નિત્ય છે, એક સ્વરૂપવાળો છે. દ્રવ્યાનુયોગની દૃષ્ટિએ જડ, ચેતન બધા જ દ્રવ્યો દ્રવ્યાર્થિક નયે નિત્ય છે. અને પર્યાયાર્થિક નયે અનિત્ય છે. છતાં પણ અધ્યાત્મની દૃષ્ટિએ વિચારતા પુદ્ગલદ્રવ્ય અસત્ પ્રધાન છે જ્યારે આત્મદ્રવ્ય સત્ પ્રધાન છે. પુદ્ગલદ્રવ્ય પુદ્ગલરૂપે નિત્ય હોવા છતાં પરમાણુ, અંધાદિ રૂપે તેમજ વર્ણ, ગંધ, રસાદિ રૂપે અનિત્ય છે, અસત્ છે. જ્યારે આત્મા સંસારી અવસ્થામાં પુદ્ગલ નિમિત્તે, તજન્ય પરિસ્થિતિઓમાં અસત્ પ્રધાન બનતો હોવા છતાં આત્મગુણ, આત્મસ્વરૂપ અવસ્થાનમાં મુખ્યતયા નિત્ય છે. સત્ છે. આત્મા એના શુદ્ધસ્વરૂપમાં નિત્ય છે, સતુ છે. કારણ કે એના જ્ઞાનાદિ ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી. આજ વસ્તુને જણાવતા જ્ઞાનપંચમીના સ્તવનમાં કહ્યું છે કે, છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તો નહિ બદલાય; શયની નવિ નવિ વર્તના રે, સમયમાં સર્વ જણાય રે. ભવિયા.... આત્માના જે મૌલિક પર્યાયો પૂર્ણતા, મગ્નતા, નિર્મોહતા, પ્રમેયતા, કેવલદર્શિતા, સ્વચ્છતા, નિર્વિકલ્પતા, અખંડતા, પૂર્ણાનંદતા વગેરે બદલાતા નથી. તે તો એવાને એવા જ રહે છે. જ્યારે શેયમાં ફેરફાર થવાના કારણે જે જ્ઞાનમાં પર્યાયો બદલાતા દેખાય છે તે ઓપચારિક છે, અર્થાત અન્યદ્રવ્યકત તે ફેરફાર છે. આથી આત્મદ્રવ્ય એ પ્રધાનતયા - મુખ્યતયા સત્ છે પરંતુ પુદ્ગલ સંગે જીવ પોતાનું આ મૌલિક સ્વરૂપ ખોઈ બેઠો છે, ભૂલી ગયો છે અને પ્રધાન રૂપે અસતું એવા પુદગલ ઉપર પોતાની દૃષ્ટિને - ઉપયોગને ચોંટાડી અનંતકાળથી દુઃખની પરંપરા અનુભવે છે. તેનાથી જીવને છોડાવવા માટે જ્ઞાનીઓ સતુ એવા આત્મા ઉપર વારંવાર દષ્ટિપાત કરવાનું કહે છે. સત્ ચિ અને આનંદ સ્વરૂપ આત્માના આ લક્ષણમાં સહુનું આ તાત્પર્ય છે. તેમજ નવતત્ત્વમાં અરૂપી દ્રવ્યને નિત્ય અને રૂપી 2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ દ્રવ્યને અનિત્ય કહેલ છે, તેનું પણ આ તાત્પર્ય છે. પૂર્ણ અને અપૂર્ણનો આજ મોટો તફાવત છે કે પૂર્ણજ્ઞાન અનંતભૂત અને અનંતભવિષ્યને એક સમયરૂપ બનાવે છે જ્યારે અપૂર્ણજ્ઞાન એક સમયને અનંતભૂત અને અનંતભવિષ્યરૂપે બનાવે છે.આવા આત્મા ઉપર જે શ્રદ્ધા તે દૃષ્ટિ છે. આત્મામાં જ આનંદ છે. આત્મામાં જ સુખ છે. અન્યત્ર સુખ-આનંદ નથી, પદાર્થમાં સુખ આનંદ નથી જ, પુગલમાં સુખ આનંદ નથી. પાંચે ઈન્દ્રિયોનાં વિષયોમાં સુખ નામનું તત્ત્વ નથી જ, આવી શ્રદ્ધા અને શ્રદ્ધાયુક્ત જ્ઞાન તે દૃષ્ટિ છે. આ દષ્ટિ “ નિપ્પત્યપાય છે. અનર્થ રહિત છે. તે અસતુ. પ્રવૃત્તિનો વ્યાઘાત કરે છે. શાસ્ત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિનો વ્યાઘાત કરે છે. જે પ્રવૃત્તિઓ આત્માનું અહિત કરે તે શાસ્ત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિ કહેવાય. સંસારની તમામ પ્રવૃત્તિઓ જો દષ્ટિ ખુલી નથી તો અહિત કરે છે. દષ્ટિ એ પ્રકાશ છે. એનાથી મોહ નો અંધકાર ચીરાય છે. શાસ્ત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ થાય છે. સમ્યગ પ્રવૃત્તિને વહન કરે છે. સતુ પ્રવૃત્તિને પામવા માટે અસતુ પ્રવૃત્તિનો ત્યાગ કરાવનાર દૃષ્ટિ છે. અવેધસંવેદ્યપદનો ત્યાગ કરવા વડે આ દૃષ્ટિબોધ જીવને વેદ્ય-સંવેદ્યપદને પ્રાપ્ત કરાવનાર છે. દષ્ટિ અનર્થ રહિત બની છે એટલે અનર્થ કરવાની શક્તિ તેમાંથી ચાલી ગઈ છે. અવેદ્યસંવેદ્યપદ = 1 વેદ્યસંવેદ્યપદ = આત્માના ભાવો, પરિણામો જે રીતે | આત્માના ભાવો, પરિણામો જે રીતે વેદન કરવા વેદન કરવા યોગ્ય છે તે રીતે યોગ્ય નથી, તે રીતે જે પદમાં = જે આશય સ્થાનમાં, જે આશય સ્થાનમાં જે અધ્યવસાયમાં વેદાય છે, અધ્યવસાયમાં વેદાય છે તે અવેદ્યસંવેદ્ય- પદ કહેવાય છે. તે વેદ્યસંવેદ્યપદ છે. પહેલી ચાર દષ્ટિમાં – મિત્રા - તારા | વેદ્ય એટલે વેદન કરવાયોગ્ય - - બલા - દિપ્રામાં અવેદ્ય આત્માના ગુણોનું અહીં સંવેદ્ય પદ છે. અહીં મિથ્યાત્વ આત્મા સંવેદન કરે છે. પડેલું છે. અનંતાનુબંધી કષાયો પાછળની ચાર દૃષ્ટિમાં, સ્થિરા દૃષ્ટિથી પડેલા છે. બોધમાં વિપરીતતા છે. | વેધસંવેદ્યપદ છે. અહીં પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો નથી. સ્પર્શનું સંવેદન હોય છે, જે તેથી બોધ સમ્યગ છે. અવેદ્ય છે. આત્માને કષાય રહિત પરિણામ વેદન કરવા યોગ્ય છે. અને કષાય ભાવો વેદવા યોગ્ય નથી. પહેલી ચાર દષ્ટિમાં, નહીં વેદવા યોગ્ય એટલે કે કષાય તત્ત્વ - જે શુદ્ધ આત્મામાં નથી તે કષાયને જીવ ઓછા-વત્તા અંશે વેદે છે. કષાયનો અનુભવ કરે છે. ત્યારે જીવ સ્વરૂપને અનુભવતો નથી. કષાય પ્રેમ તત્વનો 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ ભ્રમ એજ સૌથી મોટું દુ:ખ છે. નાશ કરે છે. જીવ પોતાના ભાવોથી કષાય ભાવોને જૂદા તારવી શકતો નથી. વિવેક નહીં ખુલેલો હોવાથી કષાય ભાવ પણ સાથે વેદાય છે. એટલે આત્માનું આનંદ સ્વરૂપ વેદાતું નથી. જેનાથી કર્મબંધ થાય તેવા પરિણામો તે અધ્યવસાય કહેવાય છે. ચોથીથી આગળની દૃષ્ટિમાં કષાયો તો છે જ, પણ અનંતાનુબંધી કષાય નથી. અનંતાનુબંધી કષાય જીવોને વિષયોમાં રમાડે છે. વિષયોનું સ્વરૂપ જાણ્યા પછી તેમાં રુચિ થાય છે. ઉપયોગમાં રાગાદિ ભાવો રહે છે. તે જીવને વિષયોમાં રમાડે છે-જીવને તેમાં ચોંટાડે છે. એમાં સારાપણાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. વિષય હેય છે. વિષયો ત્યાજ્ય છે. વિષયો અહિત કરનાર છે. એવું વેદન પહેલી ચાર દષ્ટિમાં નથી. માટે અવેદ્યસંવેદ્યપદ છે. તે હેયમાં ઉપાદેય બુદ્ધિ કરાવે છે. (હેયનું હેય રૂપે વેદન થાય, ઉપાદેયનું ઉપાદેય રૂપે વેદન થાય તે વેધસંવેદ્યપદ છે.) આખો સંસાર હેય છે. વિષય કષાયના પરિણામો હેય છે, અહિત કરનાર છે. એનાથી નુકશાન શું ? વિષય - કષાય પ્રેમતત્ત્વનો નાશ કરે છે. પૂર્ણ પ્રેમ સ્વરૂપ આત્મા છે. પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા છે. કષાયથી આ પ્રેમ તત્વનો નાશ થાય છે. કષાયથી દેહ – ઈન્દ્રિય- સ્વજન-પૈસા ટકામાં મમત્વ ઉભું થાય છે. તે પર હોવા છતાં જીવ સ્વ-રૂપે વેદન કરવા મથે છે. પરનું વેદન ન થાય. પરનો તો બોધ જ હોય. અને બોધને ભોગ માનવો એ ભ્રમણા છે. સુખ તો જ્યાંથી હોય ત્યાંથી મળે છે. સુખ પરના માધ્યમે વેદવા જાય છે, ત્યારે વિકૃત બની રાગાદિ રૂપે વેદન કરે છે. આ મિથ્યાત્વ છે. પરિણામે કર્મબંધ થાય છે. એના ફળ સ્વરૂપે દુઃખી થાય છે. આપણી સ્થિતિ કૂતરા જેવી છે. ભ્રમ એજ સૌથી મોટું દુઃખ છે. કૂતરો હાડકાને ચાવે છે. બટકા ભરે છે. હાડકું કઠીન છે તોડી શકાતું નથી. છતાં ચાવવા પ્રયત્ન કરે છે. તે વખતે પોતાના તાળવામાંથી જ લોહી નીકળે છે. કૂતરું સમજે છે કે હાડકામાંથી લોહી આવે છે. આ મૂઢતા છે. વિપરીતતા છે. લોહી ચાટવા માટે મથે છે. વારંવાર બટકા ભરે છે. અને લોહી ચાટે છે. ત્યાં દુઃખ છે, પીડા છે. છતાં સુખની ભ્રાંતિ થાય છે. કૂતરા પાસે સદ્ગદ્ધિ નથી. - (૧) તાળવું (૨) હાડકું બન્ને નિકટમાં છે. એટલે ભ્રમ થયો છે. કૂતરાને યથાર્થ બોધ નથી, કૂતરાને સુક્ષ્મ બોધ નથી, કૂતરાને વિવેક નથી એના પ્રભાવે હાડકાને જોરથી બટકા ભરી તાળવું છોલી નાંખ્યું છે, હવે હાડકાને ચાવીને લોહી ચાટવાનું સુખ માની રહ્યો છે. હાડકાને ચાવવામાં સુખ વધારે કે દુઃખ વધારે? હકીકતમાં લોહી પોતાની ચીજ છે છતાં હાડકાની માને છે. એ તો કૂતરો છે. આપણે તો મનુષ્ય છીએ. આપણી દશા બસ આવી છે. કૂતરા જેવી નથી લાગતી ? આપણે વિષયો ભોગવીએ છીએ અને તેમાંથી સુખ મળે છે, તેમ માનીએ છીએ. પણ 2010_05 Page #34 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ વિષયોમાંથી સુખ આવતું નથી. જો હાડકામાંથી લોહી આવે તો વિષયોમાંથી સુખ આવે... વિશ્વમાં સુખની બુદ્ધિનો આરોપ કર્યો છે. પર પદાર્થમાં સુખની બુદ્ધિ એ મિથ્યાત્વ છે. વિષયોમાં સુખ કેમ લાગે છે ? પર પદાર્થમાં સુખ માની ભોગવવાની વૃત્તિ એ અવિરતિ છે. જેટલી સુખબુદ્ધિ તીવ્ર, તેટલી ભોગવવાની વૃત્તિ તીવ્ર બને છે. જીવ વિષય ભોગવે છે ત્યારે સુખ ક્યાંથી આવે છે ? સુખનો કંદ – આનંદનો કંદ આત્મા છે. મિથ્યાદષ્ટિ જીવો શું માને છે? કે આ બધા વિષયોમાંથી સુખ આવે છે. સુખમાં પેલો પદાર્થ નિમિત્ત થતો દેખાય છે. પદાર્થ જડ છે. તેમાં સુખ આપવાની શક્તિ, તાકાત નથી. પણ ચૈતન્ય અને ઇન્દ્રિય બંને નિકટમાં આવી ગયા છે લોહાગ્નિ ન્યાયે, ક્ષીરનીર ન્યાયે બંને મળેલા છે. એકમેક થયા છે. જ્યાં ઇન્દ્રિય ત્યાં ચેતના, જ્યાં દેહ ત્યાં આત્મા - આ બધો ખીચડો થયો છે. વિપરીત સંબંધનો ખીચડો એજ સંસાર છે. દેહ જડ છે, આત્મપ્રદેશ ચૈતન્ય છે. લોહાગ્નિ ન્યાયે સંયોગ થયો છે. દેહના પુલો, આત્માના પ્રદેશો - શરીરના ગુણધર્મો, આત્માના ગુણધર્મો એક ઠેકાણે આવી મળ્યા છે તેના કારણે ઇન્દ્રિય જે વિષયોને ઉપભોગમાં લે છે, ત્યાં જીવ પોતે, તેમાં સુખ માની લે છે, આ બધું એક ક્ષેત્રમાં આવીને ઊભું રહી ગયું છે માટે જીવને તેમાં સુખની બુદ્ધિ થઈ જાય છે. દા.ત., સુધાવેદનીયનો ઉદય થયો, એટલે શું થયું? શરીરની સાતે ધાતુમાં વિષમ પરિણામ પેદા થયો. પુગલો ચૈતન્યની હાજરીમાં સમ-વિષમ થયા કરે છે. તેમાં બીજા અનુકૂળ પુદ્ગલો, ભોજનનાં પુગલો નાંખવામાં આવે તો વિષમ પરિણામ શાંત થાય છે, વિષમ પરિણામ સમ બને છે. એટલે કે શાતા વેદનીય.. વિષમતા તે અશાતા વેદનીય છે. ફરી પાછો વિષમ પરિણામ ઉભો થઈ શકે છે. પુદ્ગલ, પુદ્ગલનાં ધર્મો બજાવ્યા જ કરે છે. કેવળીને - તીર્થકરોને કેવળજ્ઞાન પછી પણ સુધા વેદનીયનો ઉદય હોય છે. ચેતન મૂળ સ્વરૂપમાં છે પણ શરીરના ધર્મ શરીર બજાવે છે. આવું કેમ બને છે ? શરીર અને ચેતન એક ક્ષેત્રે મળેલા છે. તેના કારણે આપણા ઉપયોગમાં વિષમતા ઊભી થઈ છે, તે મોહનીયનો ઉદય છે. ઉપયોગમાં જે વિહવળતા પેદા થાય છે, તે મોહનીયના ઉદયથી છે. અનંતકાળથી જીવે દેહમાં “હું પણાનો” આરોપ કરેલો છે. પરમાં “મારાપણાનો આરોપ કરેલો છે માટે દેહાદિમાં જે ફેરફાર થાય છે તેને ચેતન, પોતાના માની લે છે અને તે જ સંસાર છે. કેવલી પરના જ્ઞાતા અને સ્વના ભોક્તા હોય. કેવળજ્ઞાન થાય ત્યારથી અનંત આનંદનું વેદન શરૂ થઈ જાય છે. ત્યાં સ્વરૂપનું જ વેદના હોય છે.કેવળી દૂધપાક ખાય અને આપણે દૂધપાક ખાઈએ તેમાં તેના વેદનમાં કંઈ ફરક ખરો ? કેવળી દૂધપાકના જ્ઞાતા હોય, દુધપાક પર પદાર્થ છે તેથી કેવળી દુધપાકના ભોકતા ન હોય. ઉપયોગમાં મોહનીય હોય ત્યાં સુધી જ પર પદાર્થનું 2010_05 Page #35 -------------------------------------------------------------------------- ________________ પહેલે અને ચોથે ગુણઠાણે શું ફેર છે ? વેદન હોઈ શકે કેવળી પર પદાર્થના જ્ઞાતા હોય છે એટલે કે, કેવળજ્ઞાનથી જાણે છે. વેદન નથી. દા. ત. જેમ બીજો માણસ દૂધપાક ખાય છે ત્યારે બીજાના દૂધપાકનું આપણને જ્ઞાન હોય છે પણ વેદન નથી હોતું. બસ, તેવી જ રીતે કેવળી દૂધપાકને જાણે છે. વેદે નહીં. કેવળી જેમ જગતના જ્ઞાતા છે. તેમ દેહની ક્રિયાના પણ જ્ઞાતા છે. જગત જેમ પર છે. તેમ દેહ પણ પર છે. કેવળજ્ઞાનના બળે વિષમ પુદ્ગલો આ રીતે સમ થશે એમ જાણે છે. કેવળીને પુદ્ગલનો આનંદ હોય જ નહીં. એમને સતત સ્વરૂપનો જ આનંદ હોય છે. જીવ પર પદાર્થમાં સુખનો આરોપ કરે છે જ્યારે વસ્તુતઃ સુખ આત્મામાંથી મળે છે. જ્ઞાતા-દષ્ટ ભાવ પામવા માટે કર્તા-ભોક્તા ભાવને ખતમ કરવો પડશે. ઉપયોગમાંથી મોહનીય કર્મ જેમ જેમ તૂટે તેમ તેમ અંશે અંશે જ્ઞાતા-દષ્ટાભાવ પ્રગટ થાય. આપણા જ્ઞાતા-દૃષ્ટાભાવ ઉપર કર્તા-ભોક્તા ભાવ ચઢી બેઠો છે. એ જ્ઞાતાદૃષ્ટાભાવ પ્રગટ કરવા માટે આચાર ધર્મનું અણિશુદ્ધ પાલન જોઈએ. અને સાથે સાથે અંદરની જાગૃતિ જોઈએ. સ્વરૂપપ્રાપ્તિની જાગૃતિ જોઈએ. તપ-ત્યાગ-સંયમ આદિ આચારોનું પાલન કરતાં કરતાં વિશુદ્ધિ થતાં આંશિક જ્ઞાતા-દષ્ટાભાવ પ્રગટ થાય છે. વેદ્યસંવેદ્યપદની શરૂઆત સમ્યકત્વથી થાય છે. સમ્યકત્વને કષાયનું વેદન છે. અને મિથ્યાત્વીને પણ કષાયનું વેદન છે. બંનેને કષાયનું વદન હોવા છતાં ફરક ક્યાં છે ? બંનેના કષાયમાં જ વિજાતીયતા છે. ભિજાતીય છે. પહેલે અને ચોથે ગુણઠાણે શું ફેર છે ? સમકિતીને કષાય વેદાય છે. પણ એમાં જાગૃતિ હોવાથી બચાવ શક્ય છે. મિથ્યાત્વને કષાય વેદાય છે. પણ એમાં જાગૃતિ ન હોવાથી બચાવ શક્ય નથી. બંનેમાં આ તફાવત છે. સમકિતીને રાગાદિ સ્પર્શે છે. હેય માને છે. મિથ્યાત્વી રાગાદિમાં ખેંચે છે. ઉપાદેય માને છે. આ તફાવત છે, છઠે ગુણસ્થાનકે જ્ઞાન અને ચારિત્રનું સજોડે છે જ્યારે ચોથે ગુણસ્થાનકે જ્ઞાન અને ચારિત્રનું કજોડું છે. કારણ કે જેવું સમજે છે, જાણે છે તેવું આચરણ નથી માટે કજોડું કહ્યું છે. છ ગુણઠાણે જ્ઞાનને અનુરૂપ આચરણ છે. પાંચમી દષ્ટિથી વેદ્યસંવેદ્યપદ મુક્યું છે. કષાયો વિજાતીય થયા – હેયરૂપે વેદન થયું. ગ્રન્થિલંદજનિત આત્મપરિણામ આ કાર્ય કરે છે. જેવો કષાય થાય, જેવું વિષય સેવન થાય - તેવું તેની સાથે હેયપણે બોધ સ્પષ્ટ હોય છે. જો મારા જીવનમાં મારે વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરવું હોય તો મારે પરપદાર્થ, પર વ્યક્તિ જોડે લેપાવું નહીં. એકમેક ન થવું. પર પદાર્થ જોડે ચોંટવું એ અનંતાનુબંધી કષાય છે. ભરત-બાહુબલીને સમ્યકત્વ કેમ ટક્યું? બધું હેય રૂ૫ લાગે છે. પરમાંથી ઉખડવાનું છે. આ સમજ સતત જરૂરી છે. સ્વમાં લીન બનો. જ્ઞાનીની આ વાત છે. સભા- ભોગાવલી કર્મનો ઉદય હોય તો ? મહારાજ - ભોગાવલી કર્મનો ઉદય છે કે ભોગાવલીની પાછળ ભૂતની જેમ આપણે ભટકીએ છીએ? તીર્થંકર ભગવંતોને ભોગાવલીનો ઉદય કહેવાય. આપણને એ 2010_05 Page #36 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ નથી. આપણે તો ભોગની પાછળ પડીએ છીએ અને તે આગળ ભાગે છે. ભોગોને લાત માર્યા છતાં ભોગાવલી જીવને પકડે તો તે ભોગાવલી કર્મનો ઉદય કહેવાય. કષાયોનું આ રીતે હેય રૂપે વેદન છે તેથી તેમાં અસતુ તત્ત્વોનો પક્ષપાત ગયો. આજ સમકિત છે. સમકિતી સત્યનો પક્ષપાતી છે એટલે સ્વરૂપનો પક્ષપાતી છે. સમકિતી અસત્યનો પક્ષપાત કરે નહીં, એટલે કદી કષાયને સારા માને નહીં. અન્યદર્શનમાં આ રીતે બોધ થતાં સમ્યકત્વની ભૂમિકા સર્જાય છે. જે ચીજ વેદવા યોગ્ય ન હોય અને વેદવાનો પ્રસંગ આવે તો કઈ રીતે વેદો ? જે ચીજ ભાવતી ન હોય અને તે ચીજ ખાવાનો વખત આવે તો કઈ રીતે ખાઓ ? બસ, સમકિતી આ રીતે સંસારમાં રહે. આત્મા કષાયાદિ ભાવોને હેયરૂપે ભોગવે... આપણે આત્મ-સ્વરૂપનું વેદન જ કરતા નથી. આ ભાવ દરિદ્રતા છે. આ જગતમાં ભિખારીથી માંડીને ચક્રવર્તીની સમજ એવી છે કે કંઈક મેળવીને સુખી થવાશે. આ જ ગણિતથી બધા પ્રવર્તે છે. જ્ઞાની કહે છે કે સ્વરૂપ બાધક ચીજને ગ્રહણ કરવી, પકડવી, તે સુખનો માર્ગ નથી, દુ:ખનો માર્ગ છે. સ્વરૂપ બાધક ચીજને ગ્રહણ કરવી તે વિકલ્પનો માર્ગ છે. માટે સ્વરૂપ તરફ ગમન નથી. આ ન બેસે તે શું ગ્રન્થિભેદ કરે ? (૧) રાગ - ગ્રહણ - ભોગ - આ સંસાર માર્ગ છે. તેની સામે (૨) વૈરાગ્ય - ત્યાગ - ઉપશમભાવ, વિરતિધર્મ આ - મોક્ષમાર્ગ છે. આ જેને સમજાય તે જ આગળ વધી શકે છે. જીવ કદાચ પોતાના જીવનમાં સંયોગાધીન કે કર્માધીન થઈ, આરંભ-સંમારંભનો ત્યાગ ન કરી શકતો હોય, નિરારંભી-નિષ્પરિગ્રહી ન બની શકતો હોય, જીતેન્દ્રિય ન બની શકતો હોય, તો પણ આત્મા પોતાને જે મળ્યું છે તેનું દયા-દાન કરે, સાત ક્ષેત્રમાં ભક્તિ કરે તો આરંભ-સમારંભ વચ્ચે રહીને પણ સમકિત પામી શકે છે. અને ટકાવી શકે છે. જગતમાં રહેવા છતાં જીતેન્દ્રિય બનો. નિરારંભી બનો. નિષ્પરિગ્રહી બનો. આ મોક્ષમાર્ગ છે. એ ન કરી શકતા હો તો પ્રભુએ બીજો માર્ગ પણ બતાવ્યો છે કે આત્માને જે શકિતઓ મળી છે, તે મળેલી શકિતઓનો સદુપયોગ કરો. પરોપકાર કરો. અશરણ-દીન -દુઃખી-દરિદ્રીની નિરંતર સેવા કરો. સાતે ક્ષેત્રમાં વ્યય કરો. દર્શનાચારનું પાલન કરો.. તો સ ત્વ પામી શકાય છે અને સમકિત ટકી રહે છે. પ્રશ્ન- સંસારના ભોગવટાથી સમકિત ન હણાય ? તો સાંભળો - જે પરોપકારના માર્ગે પ્રયાણ કરે છે તે પોતાના જીવનમાં પ્રેમ તત્ત્વને ટકાવે છે. અને તેને કષાય ઊભાં થતાં નથી. ગમે તેટલા તપ-ત્યાગ હોય, નિષ્પરિગ્રહતા હોય તો પણ જો પ્રેમ તત્ત્વ ન ખીલે, કષાયો આવે તો સમકિત જવાની પૂર્ણ શક્યતા છે. પ્રેમ એ લેવાની ચીજ નથી, આપવાની ચીજ છે, ઉત્પન્ન કરવાની ચીજ છે. દર્શનાચારનું સ્વરૂપ કષાય છોડવાની ચીજ છે. દર્શનાચાર એ પ્રેમદષ્ટિ છે. દહેરાસર દર્શન કરવા રોજ જઈએ છીએ. મૂર્તિમાં શેનું દર્શન થાય છે ? મૂર્તિમાં સાક્ષાત્ પરમાત્માનું દર્શન 2010_05 Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનની ઉપયોગિતા કરતાં આવડે છે ? મૂર્તિમાં પ્રભુનું દર્શન કરનાર વાસ્તવિક દર્શનાચાર પાળી શકે છે. આ છે દર્શનાચારની શરૂઆત.. આ છે પ્રેમતત્વની શરૂઆત. અને આ કર્યા પછી, જીવમાત્રમાં પ્રભુનું દર્શન, જીવમાત્રમાં પરમાત્મતત્ત્વનું દર્શન એ દર્શનાચારની પરાકાષ્ઠા છે. આવા જીવોને સમકિતની પ્રાપ્તિ અને સમકિત ટકાવવું સહેલું છે. વેદાન્તદર્શન કહે છે ““વહ્મ સત્ય સમિથ્યા'' જગતમાં જે દેખાય છે. તે ઘટપટ-મઠ ન જોતાં બધું પરમાત્માસ્વરૂપ જુઓ, ચોવીસે કલાક મતિજ્ઞાનના ઉપયોગમાં જે પ્રેમતત્ત્વ ઘુંટે છે, સ્વરૂપને ઘુંટે છે, પરમાત્માને ઘુંટે છે, તેના ઉપયોગમાંથી સંસાર ભાગવા માંડે છે. બાહ્ય સંસાર તેને કોઈ તબક્કે હેરાન ન કરી શકે. ત્યાગી-તપસ્વી બની આગળ વધવું છે ? કે દાન-પરોપકાર કરી આગળ વધવું છે? જે કરવું હોય તે કરો. બેમાંથી ગમે તે માર્ગ લ્યો પણ જ્ઞાનીનો એક કોલ છે, કે ક્યાંય તમારી ચેતનાને વિષ્ટારૂપ કષાયથી ખરડો નહીં. વિષ્ટાથી હાથે ખરડાય છે. કષાયથી ઉપયોગ ખરડાય છે. વધારે નુકશાન શેમાં? કષાયને અસ્પૃશ્ય સમજો છો ? જ્ઞાનીઓ કષાયને ચંડાળની ઉપમા આપે છે. કયો કષાય એવો છે કે જેને અંદર લાવવાથી ઉપયોગ ન બગડે? કષાયો પ્રેમતત્ત્વનો નાશ કરે છે. વિષયો-કષાયો અને આત્માનું સ્વરૂપ આ ત્રણમાંથી વિષયો અને આત્માનું સ્વરૂપ મૌલિકતત્ત્વ છે જ્યારે કષાયો આગંતુક છે. વિષયોના નિમિત્તે કષાયો પ્રગટ થાય છે અને તે રહે છે આત્મામાં.... આ રીતે વિષયો મૌલિક તત્ત્વો હોવા છતાં આત્મામાં દુષ્ટ કષાયોને ઊભા કરતાં હોવાથી આત્માને બગાડે છે. માટે વિષયો ત્યાજ્ય છે. એનો ત્યાગ કુનેહથી કરવાનો છે. જે વિષયો સ્વરૂપ નથી તેને કળથી છોડી દેવા. સ્વરૂપને અતિશય આનંદ સ્વરૂપે જોતાં શીખો. વિષયોનો ત્યાગ, સંસારનો ત્યાગ કુનેહથી કરો. નિંદા કરીને ત્યાગ ન કરો. માનુષી સ્ત્રી અશુચીમય છે. આવું વારંવાર વિચારી, તેના ઉપર દુર્ગચ્છા ઉપજાવવી એ આશ્રવભાવના જરૂર છે. પણ આ નિષેધાત્મક સાધનાની સાથે વિધેયાત્મક સાધના પણ કરવી જરૂરી છે. આત્મા અનંત સુખ સ્વરૂપ છે આવું સમજાઈ જાય તો સ્ત્રીનું આકર્ષણ સહેજે છૂટી જશે. માત્ર અશુચીભાવનાના ખોખાથી મન તૈયાર કરેલું હશે તો તે મન દેવલોકમાં દેવી મળશે ત્યારે શું કરશે? ત્યાં અશુચીભાવના કેવી રીતે લગાવશો? ત્યાં દેહમાં અશુચી જ નથી. માટે જ વસ્તુને positive અને Negative બંને રીતે તપાસો, પુદગલ પર છે, આત્મા સ્વ છે' એવું બરાબર બેસી જાય તો સ્ત્રીનું આકર્ષણ (ભલે મનુષ્ય સ્ત્રી કે દેવી) સહેજે છૂટી જશે. પ્રણિધાનની ઉપયોગિતા. હું કોણ છું? મારું સ્વરૂપ શું છે ? મારે શું મેળવવાનું છે ? અને હું શું મેળવી રહ્યો છું ? આવું સ્વરૂપનું પ્રણિધાન નિરંતર કરવાથી મોહરાજાની સામે જીત મેળવી શકાશે. મોહરાજા ઉપર વિજય મેળવવો છે, તો પ્રણિધાન દઢ કરતાં રહેવું જોઈએ. પ્રણિધાન જેટલું કાચું, તેટલું મોહનું ખેંચાણ વધારે અંદરના મોહના પ્રણિધાનની સામે પ્રતિપક્ષી વિપરીત પ્રણિધાન કરતાં શીખવાનું છે. આ જ ઊંચો ધર્મ છે. જે ક્રિયાને 2010_05 Page #38 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ પ્રણિધાનનું બળ નહીં તે ક્રિયામાં બહુ માલ નહીં, તે ક્રિયા સમ્યમ્ બની ન શકે. તે તે ક્રિયાને અનુરૂપ તેનું પ્રણિધાન કરવાનું જ્ઞાનીનું વિધાન છે. સંસારની પ્રવૃત્તિ કરવામાં પણ પ્રણિધાન જોઈશે, કે જ્યારે આના રાગાદિથી છુટું ? કર્મનો ઉદય છે, ત્યાં સુધી પ્રણિધાનની તાકાતથી તેનો રસ તોડવો જ રહ્યો. જો પ્રણિધાન સમ્યગુ નથી તો કર્મનો ઉદય વિપરીત માર્ગે લઈ જાય છે, કષાયો તરફ લઈ જાય છે. તેનાથી બચવાનું છે. આજે ધર્મ કરવા છતાં ધર્મ પામતા નથી. કારણ કે પ્રણિધાન વગરની ક્રિયા છે. સંસાર પણ પ્રણિધાન ઉપર ચાલે છે. વૈષયિક સુખોમાં સુખ બુદ્ધિ રૂપ પ્રણિધાન અસ્થિમજ્જા રૂપ છે. તે યાદ ન કરીએ તો પણ અત્યંત રૂઢ થયેલું છે. પ્રણિધાનના બળથી સંસાર ચાલે છે. તે નિચય છે. પ્રવૃત્તિના બળે જે સંસાર ચાલે છે તે વ્યવહાર સંસાર છે. પ્રણિધાનરૂપ નિશ્ચય, વ્યવહારને વેગ આપે છે. સંસારનું બળ તોડવા માટે સંસારની પ્રવૃત્તિ અને પરિણતિ બન્ને તોડવાના છે. ‘હું દેહ છું, સ્વજન-ધન-સંપત્તિકુટુંબ મારા છે, વિષયોમાં સુખ છે' આવું સાંસારિક પ્રણિધાન જીવતું છે. તેનાથી સંસાર જીવતો છે. આની સામે આ પ્રમાણે પ્રતિક્રિયા કરવાની છે – “હું આત્મા છું, હું શુદ્ધ ચૈતન્યમય છું, અનંત આનંદમય છું, પ્રદેશ પ્રદેશે આનંદમય છું, વિષયોમાં સુખ નથી જ, કષાયમાં દુઃખ જ છે. આવું પ્રણિધાન દૃઢ થાય, શ્રદ્ધા થાય તો ધન્ના અને શાલીભદ્રની જેમ સંસારમાંથી ભાગવાનું બની જાય. પણ સંસારમાં કેમ ચોંટેલા છો ? કારણકે પ્રણિધાન નથી. ઊંધું પ્રણિધાન છે. સંસારની પ્રવૃત્તિ કષાયને ઉદીપિત કરે છે. સંપત્તિપ'' એટલે શૈલેશી પદ. સાધનામાં ખોટો આગ્રહ અસ્થાને છે મૈત્રી આદિ ભાવનામાં આગળ વધવું એ સાધના છે. ચાર ભાવના સાધના છે. અને વૈરાગ્ય એ પણ સાધના છે. વિતરાગભાવ એ સાધ્ય છે. પોતાનું બ્રહ્મસ્વરૂપ સાધ્ય છે. જગતમાં સાધન વિના કદી સાધ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. મૈત્રી આદિ ભાવો, વૈરાગ્યના ભાવો એ અંતરંગ સાધન છે. તપ-ત્યાગ-દાન-સંયમ વગેરે એ બહિરંગ સાધન છે. બહારના સાધનો દ્વારા અંતરંગ પરિણતિ ઊભી કરવાની છે. બહિરંગ સાધનો દ્વારા અંતર પરિણતિ કેળવાય નહીં તો કર્મ કેવી રીતે છૂટશે? મતિજ્ઞાનનો ઉપયોગ જે અંતઃકરણ રૂપ છે. તેમાં મૈત્યાદિ ભાવોની જમાવટ કરવાની છે. શુભભાવ ખીલવવાના છે. ઉપાદાનકારણ = આત્માનો ઉપયોગ = અંતઃકરણ. પૂર્ણ આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે. મતિજ્ઞાનના ઉપયોગ રૂપ આત્મા = part of a souી છે. મતિજ્ઞાન એ આત્માનો જ એક પાર્ટ છે. મતિજ્ઞાનમાં સુધારો કરો. મતિજ્ઞાન જ અંતે પૂર્ણ બનશે, કેવળજ્ઞાન બની જશે. સાધન વિના સાધના થતી નથી, માટે સાધન અને સાધનાનો આગ્રહ જરૂરી છે. પણ સાધન અને સાધનાના ભેદોનો આગ્રહ ન રખાય... એ આગ્રહ અસ્થાને છે. ખોટો આગ્રહ આત્માના વિકાસને રૂંધે છે. સમ્યગુ આગ્રહ આત્માના વિકાસને આગળ વધારે છે. અમુક અવસ્થાથી જ મોક્ષ મળે એવો આગ્રહ ન રખાય. દિગંબર કે શ્વેતાંબર 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ તામલી તાપસની વિચારણા અવસ્થાથી જ મોક્ષ થાય એવો આગ્રહ નકામો છે. પ્રત્યેક દષ્ટિમાં અસંખ્ય અસંખ્ય ભેદો છે. પાંચમી દૃષ્ટિમાં અધ્યવસાયસ્થાનકો અસંખ્ય છે. મોક્ષમાર્ગમાં ક્યાંય અટકવાનું નથી. જીવને જે સ્થિતિ ગમી જાય ત્યાં અટકી જાય છે. પણ ચટવાનું નથી. આગળ વધવાનું છે. મળેલી પરિસ્થિતિમાં સંતોષ ન માને તે જ આગળ વધી શકે છે. પ.પૂ. હરિભદ્રસૂરિ મ.સા. યોગની દષ્ટિએ સમજાવી રહ્યા છે. કે જ્યાં સુધી મિથ્યાત્વ તીવ્ર હોય છે. ત્યાં સુધી જીવને દષ્ટિ પ્રગટ થતી નથી. અંશે પણ યોગ તરફ રુચિ ના થાય, ત્યાં સુધી દષ્ટિમાં જીવ આવી શકતો નથી. મિથ્યાત્વના તીવ્ર ઉદય કાળમાં આત્મપ્રદેશો પર તીવ્ર અંધકાર છવાયેલો હોય છે, ભયંકર અજ્ઞાન હોય છે. આત્માની ઉપેક્ષા છે. જેને ભવભ્રમણનો લેશ માત્ર ભય નથી, પાપ ભીરતા નથી, લેશમાત્ર પાપનો ભય નથી હોતો, આના કેવા વિપાકો આવશે ? આના કેવા ફળ મળશે ? તેનો લેશ માત્ર વિચાર નથી આવતો, આત્મસ્વરૂપના વિષયનો પણ લેશ માત્ર વિચાર નથી આવતો, સંસારની પ્રવૃત્તિ મઝેથી કરી શકે છે, ભવ ભ્રમણની ચિંતા નથી – તેઓ યોગની દષ્ટિને પામ્યા નથી. “હું ક્યારે આ સંસારથી છૂટીશ ?” એવી. વિચારણા જન્મે ત્યારે મિથ્યાત્વ મંદ પડવા લાગે છે.... આ જે મળ્યું છે, તે પુણ્યના ઉદયે મળ્યું છે. “એ ચાલ્યા ગયા પછી મારું શું ? આમાં મારું હિત શું ? પરલોકમાં મારું સ્થાન ક્યાં ? ભવભ્રમણ કરીને આખરે ક્યાં જવાનું ? હું આમાંથી ક્યારે છુટીશ ?” આવી વિચારણા આવે તો જીવ માર્ગમાં આવી ચૂક્યો છે. સુખ પુણ્યના ઉદયથી જ મળે છે. સુખ જોઈએ તો હકીકતમાં અધિક પુણ્ય જ કરવું જોઈએ. અને પુણ્ય ભોગવવાથી પુણ્યનો ક્ષય થાય છે. પુણ્યમાં પણ જો સાચી શ્રદ્ધા હશે, અને જો યોગ્યતા હશે, તો કાળાંતરે તત્ત્વશ્રદ્ધા પામી શકાશે. જેને પુણ્યમાં સાચી શ્રદ્ધા ન હોય તો તે જીવ તત્ત્વ પામી શકતો નથી, પુણ્યની શ્રદ્ધા સાચી હોય તો તે કાલાંતરે તત્ત્વમાં પરિણમી શકે છે. તામલી તાપસની વિચારણા તામલી તાપસ – અનેક નિરાધાર, દીન, દુ:ખીનો આધાર છે. તેના જીવનમાં એક શ્રદ્ધા છે, કે સંસારમાં સુખેથી જીવવું હોય તો પુણ્ય જોઈશે. અને બીજી શ્રદ્ધા તેની પાસે એ છે કે, સુખ ભોગવવાથી, પુષ્ય ભોગવવાથી પુણ્ય ઘટે છે, પુણ્ય ખુટે છે. આ બે શ્રદ્ધાથી અનુક્રમે યોગમાર્ગમાં પ્રવેશ થાય છે. અને પ્રગતિ થાય છે. જીવને સતત કર્મનો બંધ થાય છે. સંસાર સુખ ભોગવવાથી પુણ્યકર્મ ખૂટે છે અને નવું પાપકર્મ બંધાય છે તો શું કરવું ? સંસારનો ભોગવટો ઘટાડે તો જ પુણ્યની શ્રદ્ધા સાચી બેઠી એમ કહેવાય માટે જીવનમાં દયા-દાન-પરોપકાર વિગેરે પ્રવૃત્તિ કરે છે. શ્રદ્ધા નિરપેક્ષ જીવો સંસારમાં બેફામપણે જીવે છે. સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કરતા તેને સંકોચ થતો નથી. મારી આ પ્રવૃત્તિનું ફળ શું? એવો જેને વિચાર આવે તેને ધર્મ આજે નહીં તો કાલે મળે જ છે. આજુબાજુના સહાયક બનીને જીવનાર, પરોપકાર કરીને જીવનાર આ તામલીની 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ એક રાત્રે ઊંઘ ઉડી ગઈ છે. તેને એક વિચાર આવ્યો કે મારા જીવનમાં પુણ્ય કરતાં પાપ વધારે થાય છે અને આમ થાય તો મારા આત્માની શી દશા થાય? પુણ્ય ખુટે અને પાપ વધે, એ કેમ ચાલે? હવે શું કરવું ? સંસારમાં પુણ્ય કરતાં પાપની balance વધી જ રહી છે. એવી શ્રદ્ધા કોને આવે ? આ ચિંતા તામલીને સતાવે છે. તમને આ વિચાર આવ્યો છે ? સંસારમાં પુણ્યના કાર્યો વધારે આવે છે કે પાપના કાર્યોના અવસર વધારે આવે ? સંસારમાં પુણ્યોદય ઓછો છે. પાપોદય વધારે છે. સંસારમાં મિથ્યાત્વ અને અવિરતિ એ પાપકર્મનો ઉદય વળગેલો જ છે. અને મિથ્યાત્વ અને અવિરતિ હોય ત્યાં કષાય હોય જ. મિથ્યાત્વ શું છે ? આત્માના વિષયમાં જીવની અવળી સમજણ, વિપરીત સમજ, વિપરીત શ્રદ્ધા તે મિથ્યાત્વ છે. તેના ઉદય વખતે જીવને પોતાના અવિનાશી સ્વરૂપની શ્રદ્ધા થતી નથી. અવિનાશીપણામાં આનંદ છે. સુખ છે. વિનાશીપણામાં દુઃખ છે એવી શ્રદ્ધા ન થવા દેનાર મિ.મોહનો ઉદય છે. ચિંતા, ભય, ક્લેશ, ગ્લાની, પીડા ઉત્પન્ન કરાવનાર સંસારના સુખોમાં મિથ્યાત્વનો ઉદય દુઃખ જોવા દેતો નથી. મિથ્યાત્વ આત્માના અવિનાશીપણાની શ્રદ્ધા થવા દેતું નથી. આવું મિથ્યાત્વ હોય ત્યાં અવિરતિ હોય જ. અવિરતિ એટલે સંસારમાં ગમે તેટલું મળે તો પણ અટકવાનું મન ન થાય. સંસારની પાપની પ્રવૃત્તિથી વિરામ પામવાની ઇચ્છા ન થવા દે.... અધિક ને અધિક ઇચ્છા કરાવનાર - અતૃપ્ત મનોદશા એ અવિરતિની નીપજ છે. પદાર્થો મળતાં જાય તેમ વધુ ખેંચવાનું મન થાય, વધુ રસ લે, તે અવિરતિનો ઉદય છે. જેના હાથમાં આ (ઓશો), વિરતિ છે, તેની આગળ પણ બહુધા અવિરતિ કપડા કાઢીને નાચી રહી છે. અવિરતિ કોને નથી સતાવતી? પાપ વૃત્તિ ઓળખ્યા સિવાય, પાપ પ્રવૃત્તિ ઘટાડ્યા સિવાય ધર્મ કેવી રીતે થઈ શકશે? આત્માનો વિકાસ કઈ રીતે થઈ શકે ? પાપનો ઉદય એ જીવે કરેલી અશુભ ક્રિયાની નોંધ છે. જીવ ભૂતકાળમાં જે કંઈ કરીને આવ્યો છે, તેની નોંધપોથી કર્યો છે. સંસારમાં ભૂતકાળમાં કાંઈ આડું અવળુ કર્યું ન હોત તો આજે કોઈ કમનો ઉદય ન હોત આજની પરિસ્થિતિ એ ભૂતકાળની કાર્યવાહીને બતાવે છે. ભૂતકાળના ભાવોને જણાવે છે. હવે સ્વરૂપદર્શન કરી, સ્વરૂપ ભાવો કરી મિથ્યાત્વને પલટાવવાનું છે. સ્વરૂપ રૂચિ કરવાથી, સ્વરૂપ જેમ જેમ ગમે તેમ તેમ મિથ્યાત્વ ટળે છે. તામસભાવથી દૂર્જનતાનો પ્રાદુર્ભાવ સંસારી જીવો ઉપર મિથ્યાત્વ - અવિરતિ-કષાય ત્રણે કર્મોનું બાહુલ્ય છે. ઘાતી કર્મનો ઉદય એ પાપ છે. અઘાતી કર્મના ઉદયમાં જીવ પાસે જો ધર્મ-તત્ત્વની સમજ નથી, તો તે જીવ નવા નવા કર્મો બાંધશે, અને અનંતકાળનું ભવભ્રમણ આને 2010_05 WWW.jainelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ તામસભાવથી દૂર્જનતાનો પ્રાદુર્ભાવ ૧૧ આભારી છે. કર્મના ઉદયે-અઘાતી કર્મના ઉદય કાળે જીવ વિવેક કરતાં શીખ્યો નહીં. સ્વરૂપ ભાવો કરવાની રૂચિ નહીં થાય, તાલાવેલી નહીં થાય, તે ઘાતી કર્મના બંધથી અટકશે નહીં. અને ઘાતકર્મના ઉદયે સંસારમાં રખડશે. સ્વરૂપની રુચિથી મોહનો ક્ષયોપશમ થાય, સ્વરૂપની તાલાવેલી જેટલી તીવ્ર, તેટલો મોહનીયનો ક્ષયોપશમ તીવ્ર થાય. આ મોહનીયનો ક્ષયોપશમ - સ્વરૂપની રૂચિ એ જગતનું શ્રેષ્ઠ પુણ્ય છે. આપણને સ્વરૂપ ભાવો કરતાં નથી આવડ્યા, કારણ ઘાતી કર્મનો ઉદય છે. મિથ્યાત્વનો તીવ્ર ઉદય, સ્વરૂપ તરફ દષ્ટિ જવા દેતો નથી. અનંતાનુબંધીનો તીવ્ર ઉદય જીવની પાસે સતત તામસ ભાવ કરાવે છે. જીવ સતત બેફામપણે, નિઃશંકપણે, નિર્વિચારપણે તામસભાવ કરે છે. તે કોનો પ્રભાવ? અનંતાનુબંધીની તીવ્રતા જીવ પાસે તામસભાવો, દુર્જનતાના ભાવો કરાવે છે. એમાં જીવને અતિસંક્લિષ્ટ પરિણામ હોય છે અને તેમાં નિઃશંકતા, નિર્વિધરતા એ નષ્ફરતા છે. તે બતાવે છે કે જીવને મિથ્યાત્વનો ઉદય પણ તીવ્ર છે. બન્નેની તીવ્રતાનો ભેદ સમજાય છે ? જ્યાં તામસભાવ હોય, જ્યાં દુર્જનતા હોય ત્યાં મિથ્યાત્વની તીવ્રતા જ સંભવે છે અને આવું જ્યાં હોય ત્યાં આત્માના પ્રદેશો ઉપર કેવળ અંધકાર વર્તતો હોય છે. દુર્જનતાની સાથે ધર્મને લેશમાત્ર સંબંધ નથી. અહીં સમ્યગૂજ્ઞાનનું એક કિરણ પણ આવતું નથી. જ્યારે અનંતાનુબંધી કષાયનો રસ તૂટે છે ત્યારે તામસભાવો ઘટતાં ઘટતાં વિલાસીભાવો આવે છે. તામસભાવમાં બીજાને હેરાન – પરેશાન કરવાની વૃત્તિ છે. બીજાને હેરાન કરવામાં આનંદ આવે છે. વિલાસીભાવો એટલે પુણ્યના ઉદયથી મળેલા સુખોમાં, ભોગોમાં સંસારના પદાર્થોમાં - આનંદ માણવો એ રાજસભાવ છે. સાત્ત્વિક ભાવો, પુણ્યકર્મના ભાવો, શુભ ભાવો, સંસ્કારી ભાવો આ બધું એક છે. અચરમાવર્તિકાળમાં જીવને આ ભાવો પ્રધાનપણે પ્રાપ્ત થતાં નથી. અનંતાનુબંધીની તીવ્રતા ઘટતા વિલાસીભાવો સામ્રાજ્ય લે છે. વિલાસીભાવો સાથે પણ ધર્મને સંબંધ નથી. તામસભાવો કરતાં રાજસભાવો સારા છે, એમ ન કહેવાય, પણ ઓછા ખરાબ છે. એવું કહેવાય. તામસ ભાવવાળો બીજા જીવને દુઃખ આપવામાં સુખ માને છે. આ તેની દૃષ્ટિનો વિપર્યાય છે. બુદ્ધિનો દુરૂપયોગ છે. તેની દૃષ્ટિ વૈષયિક સુખો ભોગવવા તરફ નથી. પણ ભૌતિક પર પદાર્થના સંગ્રહમાં, અને જીવોને ત્રાસ આપવામાં છે. આ જગતમાં મારા પુણ્યના ઉદયથી જે કાંઈ મળ્યું છે તે બધું મારું, મારા બાપનું. અને જગતના જીવોને જે કાંઈ મળ્યું છે તે પણ મારે જરૂર પડે તો હું મેળવીને લઉં. વળી તે માટે ચોરી, લૂંટ, ખૂન-ખાનાખરાબી કરવી પડે તો પણ વાંધો નથી. આવી અત્યંત ક્લિષ્ટ મનોવૃત્તિ તેની હોય છે. રાજસભાવોમાં ઓછી ખરાબી કેમ ? તેમાં સ્વાર્થ છે, પણ પદાર્થના સંગ્રહમાં નહીં, સંગ્રહના બદલે પદાર્થના ભોગવટાની વૃત્તિ હોય છે. ભોગવટામાં સુખ માને છે. તેની વૃત્તિ-મારૂં કોઈને આપું નહીં અને તારું મારે જોઈએ નહીં. દુર્જનતા અહીં નથી. સુખનો ભોગવટો કરવો એ પાપ છે, સંગ્રહ કરવો મહાપાપ છે. 2010_05 Page #42 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ અર્થની ચિંતા કરનાર અધમ છે. કામની ચિંતા કરનાર મધ્યમ છે. પર ચિંતા અધમાધમ છે. આત્મ ચિંતા કરનાર ઉત્તમ છે. ઉત્તમ પુરુષો જગતમાં તે છે કે જેના મતિજ્ઞાનના ઉપયોગમાં મૈત્રી આદિ ભાવો અને જડ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય ઉછળે છે, આ જ ઉત્તમતા છે. જીવો પ્રત્યે મૈત્રી-પ્રેમ-કરુણા-વાત્સલ્ય, જડ પ્રત્યે અનાસક્તિ એ ઉત્તમતા લાવવા માટે કર્તવ્ય છે. ૧૨ રાજસભાવથી વિલાસીતાનો પ્રાદુર્ભાવ રાજસ પ્રકૃતિવાળા જીવો ખાઈ-પીને મજા કરે છે. તેઓની આલોક પ્રધાન દૃષ્ટિ છે એટલે તેઓ બીજાને ત્રાસ-પીડા-દુ:ખ આપતા નથી માટે અતિ સંક્લિષ્ટ કર્મો બાંધતા નથી. પણ સ્વરૂપની રુચિ ન હોવાથી તેઓની દૃષ્ટિ આત્મ-સન્મુખ બની નથી. આત્મતત્ત્વની ગેરહાજરીમાં તેઓ પાપ બાંધે છે. આ જીવો આર્ત્તધ્યાનમાં સબડે છે. જ્યારે તામસી વૃત્તિમાં રૌદ્રધ્યાન છે. સંસારના સુખના વિચારો, સંસારના સુખ માટે અર્થના વિચારો તે આર્તધ્યાન છે. સીધું રૌદ્રધ્યાન આવતું નથી. આ રીતે પહેલા આર્તધ્યાન આવે છે. અને એ આર્તધ્યાન સંક્લિષ્ટતર, સંક્લિષ્ટતમ બને છે, ત્યારે રૌદ્રધ્યાન આવે છે. આર્તધ્યાન અને તેને લાવનારા સંકલ્પ-વિકલ્પોથી સંસાર ચાલે છે. ઈષ્ટવસ્તુ મળવી જ જોઈએ, એ આર્તધ્યાન છે. અને જો એ સીધી રીતે ન મળે તો આડી-અવળી રીતે પણ મેળવવી, એ રૌદ્રધ્યાનના વિકલ્પો છે. જગતના ઇષ્ટ પદાર્થો વગર તે જીવ જીવી શકતો નથી. આ આર્તધ્યાન છે, તેમાંથી રૌદ્રધ્યાન કરે છે. સંસારના સુખોનો ભોગવટો કરનારને મધ્યમ કહ્યો અને સંસારના સુખોના કારણ રૂપ અર્થની ચિંતા કરનારને અધમ કહ્યો છે. કેમ ? “પાપી ઊંઘતા સારા, ધર્મ જાગતા સારા” આમ કેમ ? પાપીની ઉંઘમાં પણ અશુભ લેશ્યા છે. માટે ઉંઘમાં મરે તો પણ દુર્ગતિમાં જ જાય... પણ ઊંઘમાં પાપી જગતને ઉપદ્રવ કરતો નથી, એટલા પુરતો તેને ઊંઘતો સારો કહ્યો. સાધુ નિદ્રા લે તો પણ સાધુ છે - ઊંઘમાં કાળ કરે તો પણ વૈમાનિક દેવમાં જાય. આપણે ત્યાં એવું નથી કે ધર્મક્રિયા કરે ત્યારે જ પુણ્ય બંધાય અને બાકીના સમયે પુણ્ય ન બંધાય... અને પાપક્રિયા કરે ત્યારે જ પાપ બંધાય અને બાકીના સમયે પાપ ન બંધાય, એવું જૈન શાસનમાં નથી. સાધુના બે પ્રકાર (૧) દ્રવ્યસાધુ, (૨) ભાવસાધુ છઠ્ઠાગુણસ્થાનકના ભાવ જેમને સ્પર્ધા છે તે ભાવસાધુ છે. દ્રવ્યસાધુ પણ - પંચમહાવ્રતનો પાલક છે, આચારથી પ્રતિબદ્ધ છે, ગુરુકુલવાસને સેવે છે, વિનય-ભક્તિથી યુક્ત છે, આચારની શુદ્ધતા છે, સમિતિ-ગુપ્તિના ધારક છે. એવો સાધુ અકસ્માતમાં મરે તો પણ દેવલોકમાં જાય. પહેલા ગુણસ્થાનકનું અપુનર્બંધકાવસ્થાનું સાધુપણું પણ અવશ્ય વૈમાનિક દેવલોક અપાવે છે. કારણ કે આ જીવ મન-વચન-કાયાથી કોઈને પીડા ન થાય તે માટે સતત તત્પર છે. અને તે પ્રત્યેક 2010_05 Page #43 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિક ભાવથી પુણ્યકર્મનો બંધ ૧૩ સમયે પ્રકષ્ટ શાતા વેદનીય બાંધી રહ્યો છે. તેને ભોગવવાનું ફળ દેવલોકમાં મળે છે. મનુષ્યભવમાં આનું ફળ ભોગવાતું નથી. પરાકાષ્ઠાની શાતાવેદનીયનું ફળ દેવલોકમાં જ મળી શકે છે માટે સરાગ સંયમ સાથે દેવલોક સંકળાયેલો છે. સાધુનું આખું જીવન બીજાની શાતા માટે છે. શાતા જ આપે. અને સાધુ પોતાના આત્માને શાતા નથી આપતો પણ તેને સદા પ્રસન્નતા જ હોય છે. બીજાને અશાતા ન આપવી એ વ્યવહાર ધર્મ છે અને પોતાની પ્રસન્નતા ટકાવી રાખવી એ નિશ્ચય ધર્મ છે. આ આત્માને સમજાઈ જાય છે કે મારા આત્માનો સ્વભાવ જ કોઈને પીડા આપવાનો નથી. જે બીજાને પીડા ન આપે તે પોતાના આત્માને પીડા કેવી રીતે આપે? તે આત્માને સંક્લેશથી બચાવે જ. સંસારમાં બીજાના શરીરને પણ પીડા આપવાની નથી. બીજાને મનથી પણ પીડા આપવાની નથી. બીજો સંક્લેશ પરિણામ પામે એવું કશું જ કરવાનું નથી. પોતાનો આત્મા પ્રસન્નતા ટકાવી રાખે તે જોવાનું છે. એ ક્યારે શક્ય બને ? જેટલી અશાતા સમતા ભાવે ભોગવાય તેટલી પ્રસન્નતા વધારે રહે. સતત દેહની જ ચિંતા અને દેહની અનુકૂળતાના જ વિચારો-એ દેહરાગ છે, આત્મનિરપેક્ષ શરીરના સુખની ચિંતા એ આર્તધ્યાન છે, અને તે ભાવહિંસા છે. માટે પોતાના આત્માને નિરપેક્ષપણે શાતા-સુખમાં ગરકાવ કરવાનો નથી. સાત્વિક ભાવથી પુણ્યકર્મનો બંધ અભવ્ય નવમા સૈવેયકે જાય છે. તેને તામસભાવ, રાજસભાવ નથી. જ્યાં જ્યાં પુણ્યકર્મનો બંધ છે ત્યાં ત્યાં સાત્વિકભાવ-શુભભાવ છે. આવી વ્યાપ્તિ બાંધી દો. અભવ્યને પણ અહીં સાત્વિકભાવો છે – એટલે અનંતાનુબંધી કષાયને ઓછા કરીને – પાતળા કરીને સંજવલન જેવા પાતળા કરી દીધા છે. તે વખતે મિથ્યાત્વની સ્થિતિ ૬૯ કો.કો. ખપાવી દીધી છે. અંતઃ કોડાકોડીની સ્થિતિ કરી છે, અને ત્યાં મિથ્યાત્વની મંદતા દેખાય છે, અનંતાનુબંધીની મંદતા દેખાય છે. છતાં તેના જીવનમાં દષ્ટિનો પ્રાદુર્ભાવ નથી થયો. કેમ ? મિથ્યાત્વની તથા અનંતાનુબંધીની જે મંદતા છે તે તત્ત્વથી નથી. અનુબંધથી નથી, બંધથી બન્નેની મંદતા છે. અત્યારે અનંતાનુબંધી - મિથ્યાત્વ મંદ થયા છે. એટલે કષાય પ્રત્યયિક, મિથ્યાત્વ પ્રત્યયિક, બંધ મંદ કર્યા છે. એટલે બંધ મંદ છે. પણ અનુબંધથી મંદ કર્યા નથી, માટે યોગદષ્ટિનો પ્રાદુર્ભાવ થતો નથી. અભવ્યના આત્મા ઉપર આજે સજ્જનતા છે – સાધુતા છે, પણ એના અંતરમાં સંસારનું જે બીજ પડ્યું છે, તેને લેશમાત્ર આંચ આવી નથી. કષાયો પણ વાસ્તવિક ઘટ્યા ક્યારે કહેવાય ? જ્યારે સ્વરૂપભાવો ગમે. સ્વરૂપની રુચિ થાય ત્યારે મિથ્યાત્વને પલટી શકાય છે. અને આજ યોગની દષ્ટિ છે. અભવ્યને આત્મસ્વરૂપનો ખ્યાલ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી હોય છે. પણ દર્શનમોહનીયના ક્ષયોપશમથી ન હોય. અભવ્ય પાસે શ્રુતજ્ઞાનાવરણીય, મતિજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ તીવ્ર હોય તો જ્ઞાનના બળે સમજી શકે છે, કષાયને ઓળખી શકે છે. ઉપશમભાવને ઓળખી શકે. પણ સ્વભાવની પ્રતિબંધકતા છે, અભવ્ય સ્વભાવના કારણે દર્શનમોહનીયની તત્ત્વથી મંદતા થતી નથી. એકવાર 2010_05 Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગદૃષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ પણે ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે તેવી સ્થિતિ પ્રાપ્ત થઈ નથી. પાછી ૭૦ કો.કો, ન બંધાય તે જ તત્ત્વથી મંદતા છે. એ શેનાથી થાય ? મુક્તિનો અદ્વેષ, મુક્તિનો મનામ્ રાગ કરવાથી થાય. આ અંતઃ કો.કોની સ્થિતિ કર્યા પછી ફરી ૭0 કો.કો. ન બાંધે તે યોગદષ્ટિ પામી શકે છે... જે કરવાનું છે તે પામવા માટે છે. કરવા ઉપર વ્યવહાર ધર્મ છે. પામવા ઉપર નિશ્ચય ધર્મ છે. કરીને પામવાનું છે. સાત્ત્વિક – રાજસી – તામસી ભાવો જ્ઞાનીએ જે કર્તવ્ય બતાવ્યું છે, તે કરવું, અકર્તવ્ય ન કરવું તે ધર્મ છે. આના દ્વારા રાજસ અને તામસ ભાવોને કાઢવાના છે. સાત્ત્વિકભાવો કરવાના છે. અભવ્ય પાસે સાત્વિક ભાવો છે, પણ સ્વરૂપનું લક્ષ્ય નથી એટલે બે-ચાર ભવ સાત્વિક ભાવોથી સુખો મળે, પણ વૈષયિક સુખો ગમે છે - તે તીવ્ર પાપના ઉદયથી, કાલક્રમે તેનું અધ:પતન નક્કી છે. પુણ્યાનુબંધી પુણ્ય બે રીતે બંધાય. (૧) સ્વરૂપની રુચિથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, સ્વરૂપની રુચિ અને સ્વરૂપની સ્થિરતાથી ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. સ્વરૂપની રુચિ હોય, અને સ્વરૂપની સ્થિરતા ન હોય તો ચોથું ગુણસ્થાનક હોય, તે વખતે જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે તે સ્વરૂપની સ્થિરતાથી બંધાતા પુણ્યાનુબંધી પુણ્યથી અલ્પ છે. (૨) સ્વરૂપની રુચિ નથી. છતાં પણ જો નિ:સ્વાર્થ ભાવે પરોપકારાદિ કાર્યો જે કરે છે... અને જો તે ભવ્ય હોય, ચરમાવર્તિમાં આવ્યો હોય તો પણ પુણ્યાનુબંધી પુય ઉપાર્જન કરે છે. સ્વરૂપ પામવાની યોગ્યતા છે અને નિકટના કાળમાં તે પામવાનો છે, એવા જીવને પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. સ્વરૂપ હૃદયથી ગમવા માંડ્યું, ત્યારથી અધ્યાત્મ આવ્યું. અને વિષય-કષાય સ્વરૂપથી જુદા છે. માટે હેયબુદ્ધિ આવે છે. આવો આત્મા નિ:સ્વાર્થ ભાવે પરોપકારાદિ કરવાથી પુણ્યકર્મ બાંધે છે તે પુણ્યાનુબંધી પુણ્ય હોય છે. દા.ત. મેઘકુમારના જીવે પૂર્વના હાથીના ભાવમાં સસલાની દયા પાળી છે ત્યારે શાસ્ત્રબોધ નથી પણ પૂર્વભવના જાતિસ્મરણથી દાવાનલની અનિષ્ટતાના દર્શન થતા પોતાના માટે એક યોજનાનું માંડલું કર્યું છે. તે વખતે એને આત્મસ્વરૂપનો બોધ નથી, પણ નિ:સ્વાર્થ ભાવે પરોપકારની વૃત્તિ છે અને દેહરાગ તોડવા માટેની આટલી તીવ્રતા લાવનાર દયાના પરિણામના કારણે તે દૃષ્ટિ પામ્યો છે. માત્ર સમકિત પામ્યો નથી. તે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા ધર્મપરીક્ષામાં કહ્યું છે કે, અંગારમર્દક આચાર્યે અકામ નિર્જરા કરી છે અને મેઘકુમારે હાથીના ભવમાં સસલાની દયા દ્વારા સકામ નિર્જરા કરી છે. જ્યાં કારણ સ્પષ્ટ ન જણાતું હોય, ત્યાં કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે. ધર્મ પરીક્ષામાં ઉપાધ્યાયજી મ.સા. લખે છે કે હાથીનો જીવ બીજા જ ભવમાં મનુષ્યભવ પામ્યો, 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ સકામ નિર્જરા અને અકામ નિર્જરી ૧૫ રાજકુળ મળ્યું, માતા-પિતા બંને સમકિતદૃષ્ટિ મળ્યા, તેમજ પ્રભુની એક જ દેશનાએ વૈરાગ્ય પામી, આઠ-આઠ પત્નીઓને છોડીને ચારિત્ર લીધું. આ બધા ફળ ઉપરથી અનુમાન કરી શકાય છે કે, મેઘકુમારના જીવે હાથીના ભવમાં જે દયા પાળી હતી, તેના દ્વારા સકામ નિર્જરા કરી હતી. સકામ નિર્જરા એટલે શું? તો આત્મકલ્યાણની બુદ્ધિથી જે કષ્ટો સહન કરીએ તે. લોચ, વિહાર, તપ, ત્યાગ, સંયમ વગેરે જે કષ્ટો સહન કરીએ તે બધી સકામ નિર્જરા કહેવાય. જે કષ્ટ વેઠવા છતાં તેમાં દુઃખ ન દેખાતા એક માત્ર આત્મકલ્યાણ દેખાય તે સામનિર્જરા છે. હાથીએ ક્લેશ કરીને પગ ઊંચો નથી રાખ્યો. તે વખતે મનમાં રંજ નથી, દુઃખ નથી. ક્યાં સુધી સકામ નિર્જરા કરી છે ? અઢી દિવસ પછી પણ પગ નીચે મુકતાં, લોહી-નસ ગંઠાઈ જતાં પડી જાય છે. અને મૃત્યુ પર્યતની વેદનામાં પણ સસલાને બચાવ્યાનો, બીજાની દયાના વિચારનો આનંદ છે. આનાથી પુણ્યાનુબંધી પુણ્ય જ બંધાય. સકામ નિર્જરા જ કહેવાય. કષ્ટ વેઠવા છતાં કષ્ટમાં ઉપયોગ ન હોય ને આનંદમાં જ હોય તે સકામ નિર્જરા છે. આપણી સકામ નિર્જરા બહુ મંદ છે. પહેલી અને બીજી દૃષ્ટિ જેવી. આવી પડે અને વેઠવાની ઇચ્છા વિના નિરૂપાયે વેઠી લઈએ તે અકામ નિર્જરા છે. નારકીમાં પણ મિથ્યાત્વી બે જાતના - (૧) ડાહ્યા – ચૂપ કરીને વેઠી લે (૨) પાગલ - તોફાન કરીને વેદે. પાપ કર્મના બંધ કરતાં પુણ્યકર્મનો બંધ સારો. તે કરતાં પુણ્યાનુબંધી પુણ્ય સારું... પાપ કર્મના બંધ કરતાં અકામ નિર્જરા સારી, અકામ નિર્જરા કરતાં સકામ નિર્જરા સારી.. “માર ખાઈ લેવામાં મઝા છે.” મારવામાં મઝા નથી', આ નારકીના દષ્ટાંતે વિચારવું... નારકીમાં જેના કષાયો મંદ છે તે વિચારે કે અત્યારે મારું કાંઈ ચાલે તેમ નથી, મારા કરતા પરમાધામીનું બળ વધારે છે, માટે મારે શાંતિથી માર ખાઈ લેવામાં જ મઝા છે, એમ સમજી શાંત રહે. પરમાધામીનો માર ખાઈ લે, કષાય ન કરે, તે ત્યાં દુઃખ ભોગવતા છતાં અકામ નિર્જરા કરે, બીજો પરમાધામીને મારવા દોડે, દ્વેષ કરે તે પાપકર્મ બાંધે. જેને પોતાના જીવનમાં પુણ્યની શ્રદ્ધા વાસ્તવિક આવે તેને એ પુણ્યની શ્રદ્ધા આગળ જતાં તત્ત્વની શ્રદ્ધામાં પરિણામ પામી શકે છે. પણ એ પુણ્યની શ્રદ્ધા સાચી જોઈએ. સંસારમાં અધિક અધિક પુણ્ય જ કરવા યોગ્ય છે. અને સાત્વિક ભાવોથી, શુભ ભાવોથી પુણ્ય કર્મ બંધાય છે. પાપ કર્મો છૂટે છે. મૈત્રી-પ્રમોદ, દાન, શીલ, તપ, ભાવ, દીનદુ:ખીની સેવા વગેરે જેને નિરંતર ગમે છે, તેનાથી પુણ્ય બંધાય છે. એ પુણ્યને ખર્ચશે ઓછું, પુણ્યને વધારશે ઘણું, પુણ્ય ભોગવવાથી પુણ્ય ખર્ચાય છે, અને પુણ્ય ઘટતું જાય છે. પુણ્ય જેમ ભોગવાય તેમ પાપકર્મ બંધાય છે. એટલે પુણ્યનો અનિવાર્યતાએ જ ઉપયોગ કરશે. તામલીઃ અનેકને સહાયક થવા છતાં પુણ્ય ખવાય છેવધારે, અને બંધાય છે ઓછું, પાપકર્મ બંધાય છે વધારે. ચોવીસે કલાક દાન-શીલ-ત્યાગ વગેરે પ્રવૃત્તિઓ કરવા 2010_05 Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગદષ્ટિનાં અજવાળાં ભાગ-૨ છતાં મારે પુણ્ય બંધાય છે ઓછું... તો હું સંન્યાસ લઉં તો જ ઊંચી કોટિનું પુણ્ય બંધાય, એમ વિચારી ઘરબાર છોડી સંન્યાસી બન્યો. જેને પાપ પ્રવૃત્તિ ન ગમી, જેને પાપ વૃત્તિ ન ગમી, તે આત્મા ધર્મ ન પામે તો કોણ પામશે ? આપણે ધર્મ કરીએ છીએ, પણ ધર્મ કેમ નથી પામતાં ? પાપની પ્રવૃત્તિ ઘટી નથી એટલે, વાસ્તવિક પુણ્યકર્મ બંધ પણ ઓછો થાય છે. પાપનો ડંખ પેદા થાય તો પાપ કર્મ ઘટે અને તો જ પુણ્યકર્મ ઊંચે બંધાય. તાલીએ તાપસી દીક્ષા લીધી છઠ્ઠના પારણે છટ્ટ... પારણામાં એકવીસ વાર ધોયેલા ચોખા - ભાત વાપરવાના, તે પણ ખેચર, પશુ-પંખીઓ, વગેરેને આપીને પછી માત્ર ચોથો ભાગ વાપરવાનો.. સૂર્યની સામે જોઈ આતાપના લેવાની, ઉગ્ર તપ કરવાનો.... લોકોનો પરિચય પણ નહીં કરવાનો.. આ રીતે તે જીવે છે... એની પાસે કોઈ વિશેષ સૂક્ષ્મબોધ નથી પણ હૃદય શુદ્ધ થયું છે. એક પણ શુભપ્રવૃત્તિ પકડાઈ ગઈ.. અને તેનાથી જ આત્માનું કલ્યાણ છે. એવું પ્રણિધાન નક્કી થઈ ગયું છે. “મરી જાઉં તો ભલે, પણ આ શુભપ્રવૃત્તિ છોડું જ નહીં.” એમ શુભ પ્રવૃત્તિનો પક્ષપાત ઊભો થયો છે. (૧) પાપની અરૂચિ, જુગુપ્સા-ધિક્કાર જોઈએ. (૨) અને સત્કાર્યની રૂચિ, પક્ષપાત - અનુકૂળ વલણ જોઈએ. આ બન્નેથી જીવ આગળ વધે છે. તામલીની સાધના તાપસી દીક્ષા લીધા પછી રાત-દિવસ અપ્રમત્તપણે સાધના કરે છે. કાયયોગથી તીવ્ર તપસ્યા કરે છે. વચનયોગથી મૌનની સાધના અને મનોયોગથી આજ વિકલ્પ કે, “મારું કલ્યાણ આમાં જ છે.” આવી રીતે સાધના કરે છે, જેમાં કોઈ ભક્ત ભક્તાણીની વાત નહીં, સંસારના કોઈપણ પાત્રો સાથે સંબંધ, વાતચીત, પરિચય, કશું જ નહીં. સંસારનો પરિચય ઘટે તો જ આગળ વધી શકાય. આત્માને આગળ લાવી આપે તેટલો જ વ્યવહાર ધર્મ સાચો... બાકી તો વ્યવહારાભાસ છે. પોતાની જાતને ભૂલીને, પોતાના આત્મકલ્યાણની ઉપેક્ષા કરીને ધર્મના નામે કેવળ બીજાની જ પળોજણ કરવી એ જૈનશાસનનો વ્યવહાર ધર્મ નથી. વિશુદ્ધ પુણ્યમાં, સ્પૃહા કચડાઈ ગયેલી હોય છે. ઇચ્છાનું મન થયેલું હોય છે. ધર્મ આજે પરિણામ પામતો નથી કારણ કે આજે કચરા જેવી બીજી બધી ઇચ્છાઓ આપણામાં પડેલી છે. કાયાને કચડતાં કાયાનો રાગ કાઢવાનો છે. તોડવાનો છે એની સાથે બધી ઇચ્છાઓ છૂટી જશે. સંસાર ઇચ્છાના બળથી ચાલે છે. જ્ઞાનથી નથી ચાલતો – મોક્ષપણ ઇચ્છાના બળથી ચાલે છે. ઇચ્છા કરતાં કર્તવ્યનું પાલન બળવાન છે. ઇચ્છા ચઢે કે જ્ઞાન? અભવ્ય પાસે નવ પૂર્વનું જ્ઞાન છે પણ ઇચ્છા નથી, રૂચિ નથી જ્ઞાન આવ્યા પછી ઇચ્છા સમ્યગૂ થવી જોઈએ. સમ્યગુજ્ઞાન જ તેને કહેવાય – જે સત્ પદાર્થની જોડે સતત સંબંધ રખાવ્યા કરે, જ્ઞાન સમ્યગુ ઇચ્છાને પ્રગટ કરવા માટે છે. જ્ઞાન 2010_05 Page #47 -------------------------------------------------------------------------- ________________ તામલીની સાધના અસત્ ઇચ્છાઓને કચરી નાંખવા માટે છે. જ્ઞાન ભણ્યા પછી તત્ત્વની રૂચિ ન જાગે, અને અસદ્ ઇચ્છાનો ત્યાગ ન થાય, તો તેનું જ્ઞાન નકામું છે. સંસારમાં જીવ ઇચ્છાની તીવ્રતાના બળે, રુચિ અને પક્ષપાતના બળે, સંસારની પ્રવૃત્તિ રસપૂર્વક કરે છે. પદાર્થો મેળવે છે, ભોગવે છે અને પરલોકમાં સીધાવે છે. સંસારની ઇચ્છા-રુચિ આવ્યા પછી મોક્ષની ઈચ્છા ટકી શકે ખરી ? મોક્ષની ઇચ્છા – રુચિ આવ્યા પછી સંસાર ટકી શકે ખરો ? જેની ઇચ્છા જન્મી તેને મેળવવા માટે જીવ કટીબદ્ધ બને, તો તે ઇચ્છા સાચી. સાચું જ્ઞાન, સાચી ઇચ્છા, એ સાચો પુરુષાર્થ જન્માવે. ઇચ્છા=રુચિ=દર્શનનો અંશ, વસ્તુનો બોધ = જ્ઞાન. જેની રુચિ તેને અનુરૂપ આત્મા પુરુષાર્થ કરે છે. પુણ્ય વધારવા માટે પાપ છોડવું પડે. ‘‘સંસારની બધી પ્રવૃત્તિ પાપ છે.” એ બરાબર સમજાઈ જાય, પછી એને કયું તત્ત્વ સમજવાનું બાકી રહે છે ? સંસારની ઇચ્છા, સંસારના વિચારો, સંસારના વિકલ્પો, સંસારનો પુરુષાર્થ એ પાપ છે. આવું સમજેલો તામલી મન-વચન-કાયાથી સત્ તત્ત્વની રૂચિથી, સત્ તત્ત્વના પક્ષપાતથી ઘોર સાધના કરે છે. આવી ઘોર સાધના કર્યા વિના આત્માના ઘોરાતિઘોર કર્મો નાશ પામતા નથી. અને આત્માની શુદ્ધિ થતી નથી. જીવે પાપ કૃત્યો કરતી વખતે ધગશ, ચડશ, ઇચ્છા, રુચિ પૂર્વક પાપો કરી ખુશાલી કરી છે. આ ચંડાળ ચોકડી તીવ્ર પાપો બંધાવે છે. તન્મયતા, ખુશાલી-એ, નિકાચિત રસ કરાવે છે, ઉપાદેય બુદ્ધિ કરાવે છે. એને તોડવા માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. સાવ મુડદાલ, રસહીન, માયકાંગલી અને સત્ત્વહીન ક્રિયાઓ જીવની અંદર પડેલા વિશિષ્ટ રસવાળા નિધત્ત, નિકાચિત કર્મોને તોડવા સમર્થ નથી. ૧૭ ચડશ ધગશ એટલે, એમાં જ વીર્ય ફોરવે. બીજું કાંઈ ન દેખાય, તે ધગશ છે. એટલે, બીજો શું ખાટી જાય ? હું વધારે મેળવું. જીવનમાં પાપો માટે ચડશાચડશી કરી છે. અને જીવે પોતાની અનંત આત્મશક્તિઓને અનંત રસ સાથે પાપોમાં તન્મયપણે પ્રવર્તાવી છે. આનાથી બધા જ ઘાતી કર્મો તીવ્રરસવાળા બાંધ્યા છે. અનંતાનુબંધીનો અર્થ આ જ છે કે “અનંતશક્તિથી અનંતરસપૂર્વક પાપો કરીને તેના ઉપર ખુશાલી કરી છે.” આમાંથી હવે છુટવું છે, તો શી રીતે છૂટી શકાય? હવે તો સંસારની ઇચ્છાઓને તોડો, કચરી નાંખો, અને મોક્ષની ઇચ્છા કરો. અંદરમાં રહેલી પાપવૃત્તિ અને પ્રવૃત્તિને લેશમાત્ર આંચ ન આવે, તેવો આજનો આપણો ધર્મ છે. તે મામુલી પુણ્ય બંધાવે, અને મામુલી સદ્ગતિ અપાવે છે. કર્મનિર્જરા કરી મોક્ષ ન અપાવી શકે. તામલીએ ઘર છોડી, ગામ છોડીને જંગલ પસંદ કર્યું, આપણને કલાક-બે કલાક ધર્મ કર્યા પછી વાતચીત, વિરામ, અલ્પવિરામ, Change જોઈએ છે. આજ ધર્મના આનંદની ગેરહાજરી જણાવે છે. આ તામલીનો આત્મા તો ક્ષણ પણ ધર્મ સિવાય રહેતો નથી. સાધનાના જે જે બાધક તત્ત્વો છે. જે પાપો છે, તે આશ્રવના દ્વારો બંધ કર્યા છે. અંદર શુદ્ધિ વધતાં ૬૦,૦૦૦ વર્ષ સુધી ઘોર તપ, પ્રચંડ સાધના કરે છે. _2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ જો આ સાધનામાં સમકિત ભળે તો બધી શાસ્ત્રયોગની સાધના થઈ જાય. શાસ્ત્રયોગઅપ્રમાદ અને સૂક્ષ્મબોધ માંગે છે. તાલી પાસે હેયોપાદેયનો જોઈએ તેટલો વિવેક ભલે નથી. પણ તે અંદર યોગદષ્ટિમાં આગળ વધે છે. પુણ્ય અને શુદ્ધિ વધારે છે. દેવીઓએ તામલીને કેમ પસંદ કર્યા ? આ બાજુ ભવનપતિમાં બલીચંચા રાજધાનીનો બલીન્દ્ર કાળ કરે છે ત્યારે તેની રાણીઓ (દેવીઓ) કલ્પાંત કરે છે. ભાવિ પતિની શોધમાં, સ્વામિ કોણ થશે? તે વિચારમાં મૃત્યુલોકની ધરતી ઉપર નજર નાંખે છે. ત્યાં આ તામલી તાપસ દેખાયો. તેના ઉપર નજર ઠરી. તે તેમને યોગ્ય લાગે છે. એની નજર તમારા જેવા કરોડપતિઓ, વૈભવી, રૂપવાન, શ્રીમંતો પર ન પડતાં તામલી પર જાય છે. જેના શરીરમાં કરચલીઓ પડી છે. જેની અંદર માંસ-લોહી સુકાઈ ગયું છે. માત્ર હાડપિંજર છે. ત્યાં દેવી આવે છે. દેવો ક્યાં આવે છે ? જ્યાં સત્ત્વ છે ત્યાં દેવ-દેવીઓ આવે છે. શુદ્ધિને સત્ત્વ સાથે વિશેષ સંબંધ છે. જ્યાં સત્ત્વ નથી ત્યાં જગતનું કોઈ દેવી તત્ત્વ ઉતરતું નથી. કાયરો પાસે દેવો શું કરવા આવે ? આ દેવીઓએ તાપસ પાસે વિવિધ વાજીંત્રો ઊભા કરી દીધાં, નાચ-ગાન શરૂ કર્યા. તે તેના ધ્યાનમાં છે. દેવી વિનંતી કરે છે, - તમે અમારા સ્વામી થઈ શકો તેમ છો. તમે અમારી સામે જૂઓ. અમારી પ્રાર્થના, વિનંતી સ્વીકારો. તામલી પુણ્ય સર્જી રહ્યો છે, ને પાપ ખપાવી રહ્યો છે. જ્યારે આજનો કરોડપતિ પુણ્ય ખર્ચા રહ્યો છે. અને પાપ ભેગું કરી રહ્યો છે. આગળ વધવું હોય, ક્રમસર વિકાસ સાધવો હોય, તો જે આત્મા બહુ પુણ્યશાળી છે. તેની સામે ન પડવું. તેમાં ઘણી શક્તિ વેડફાઈ જાય છે. એના કરતાં તમારું પુણ્ય વધારતા જવાથી કામ સરળ બનશે. પુણ્ય, શક્તિ અને પોતાની કાય પ્રત્યેની બલાબલતા વગેરે તપાસીને આગળ જવામાં લાભ છે. જગતને પુણ્યનું આકર્ષણ છે. શુદ્ધિનું આકર્ષણ વિરલને હોય છે. તામલી પાસે આધ્યાત્મિક પુણ્ય હતું, આ દેવીઓ વિનંતી કરી રહી છે. ત્યારે અત્યાર સુધીની સાધનાથી વધેલી શુદ્ધિથી તેને, આંખનું પોપચું ઊંચું કરીને જોવાનું મન થતું નથી. ભલે સમકિત નથી. પણ સમકિતની ઘણી નજીક છે. નિઃસ્પૃહતા ટોચ કક્ષાની છે. પુણ્યની શ્રદ્ધાથી તત્ત્વની શ્રદ્ધા ઊભી થઈ છે. સંસારના કહેવાતા રસિક પદાર્થોની પ્રાપ્તિમાં તેને દુઃખ દેખાય છે. ચૈતન્યનું દર્શન થયા પછી તેને જગત મુડદા જેવું દેખાય છે. આ ટોચકક્ષાનો વૈરાગ્ય છે. અને પછી આત્માના કોઈ પણ ગુણસ્થાનકની પ્રાપ્તિ સહેલી છે. દેવીઓ આકર્ષક વાતાવરણ ઊભું કરે છે. તાપસ વિચારે છે - કે મારાં પુણ્યથી મને જે મળવું હોય તે મળે, પણ હું ઇચ્છા કરું - નિયાણું કરું એ ત્રણે કાળમાં ન બને. કેવી પુણ્યની શ્રદ્ધા છે ? જેને પુણયની શ્રદ્ધા નથી તેને મજૂરી કરીને જીવવાનું છે. વર્તમાન કાળમાં વિચિત્ર પશ્યનો ઉદય દેખાય છે. આજે કોઈનું 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ દેવો ક્યાં આવે છે ? ૧૯ વાસ્તવિક પુણ્ય દેખાતું નથી. શુદ્ધિ વિના તામલીની આટલી નિઃસ્પૃહતા શક્ય નથી. એણે નિયાણું ન કર્યું, તો મારીને ભવનપતિનો બલીન્દ્ર ન બનતાં આગળ વધ્યો.... અને છેલ્લે મહાત્માઓના દર્શન થતાં તેમની ઇર્યાસમિતિનું પાલન જોતાં, તે સમ્યકત્વ પામ્યો અને ઈશાનેન્દ્ર બન્યો. સૂક્ષ્મ બોધના અભાવે સમકિત પામવામાં વિલંબ થયો. પણ કાયાની સાથે ઝઝુમ્યો, કાયાનો રાગ તોડવા માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો - તો શાસ્ત્રયોગની નજીક ગયો. એક પણ શુભપ્રવૃત્તિ, તીવ્રરસ - તીવ્ર રૂચિથી કરે અને આત્માને ઊંડા સંસ્કારો પડે, તો ઉત્તરોત્તર વિકાસ શક્ય બને છે. આપણી ધર્મ પ્રવૃત્તિથી સંસ્કાર પડતાં નથી, એ દુર્ભાગ્ય છે. સંસ્કાર પડવાનું ઠીક ઠીક કામ ચોથી દૃષ્ટિથી શરૂ થાય છે. જો કે અતિસ્થલ દષ્ટિએ વિચારતાં આઠ દૃષ્ટિઓ છે. બાકી તો એકેક દષ્ટિના ઘણા ભેદો પડે છે. ' યં વાવU/Tયમેવરિષ્ઠવિધા મૃતા | सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः ॥१८॥ સઋદ્ધાયુક્ત બોધ એ દષ્ટિ છે. તે વાવત્ શૈલેશીપદ, અયોગી ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવનારી દૃષ્ટિ છે. અતિસ્થલ દષ્ટિએ સામાન્યથી આઠ પ્રકારના આવરણરૂપ અપાય દૂર થવાથી તેને આઠ ભેદ છે. બાકી તો જીવ જેટલા અંશે પુરૂષાર્થથી આવરણરૂપ અપાયાંશને દૂર કરતો જાય તેમ તેમ તેની દષ્ટિ ખૂલતી જાય છે. સ્કૂલ દૃષ્ટિએ વિચારતા દૃષ્ટિના ભેદો સંખ્યાતા છે. અધ્યવસાયના ભેદની દૃષ્ટિએ વિચારતા અસંખ્યાતા છે, અને સ્થાન હાનિવૃદ્ધિની અપેક્ષાએ વિચારતા અનંતા છે. આમ સૂક્ષ્મદષ્ટિએ વિચારતાં તેના અનંતભેદો પણ પડી શકે છે. દરેક જીવનો ક્ષયોપશમ ભિન્ન ભિન્ન હોય છે. તેના દ્વારા પ્રાપ્ત દર્શન પણ ભિન્ન હોય છે. શાસ્ત્રમાં દર્શનાદિ, પરસ્પર પસ્થાનપતિત કહેલા છે. જીવનાં અધ્યવસાયસ્થાનોમાં હાનિ-વૃદ્ધિ થયા કરે છે. તે હાનિ-વૃદ્ધિમાં તરતમતા છ પ્રકારની હોય છે. ક્યારેક (૧) અનંતભાગવૃદ્ધિ, (૨) અસંખ્યાતભાગવૃદ્ધિ, (૩) સંખ્યાતભાગવૃદ્ધિ, (૪) સંખ્યાતગુણવૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણવૃદ્ધિ, (૬) અનંતગુણવૃદ્ધિ હોય છે. આવી રીતે હાનિ પણ છ પ્રકારની હોય છે. આમ સ્થાનપતિત હોવાના કારણે દર્શન અનંતભેદવાળું હોવા છતાં અહીં તો આઠ ભેદ જ પ્રસ્તુત છે. તેમાં - प्रतिपातयुताश्चाद्याश्चतस्त्रो नोत्तरास्तथा । सापाया अपि चैतास्ताः प्रतिपातेन नेतराः ।। १९ ॥ પૂ. પાદ હરિભદ્રસૂરિજી મહારાજ યોગની આઠ દષ્ટિમાં પહેલી ચાર દષ્ટિ અને પછીની ચાર દૃષ્ટિમાં શું ભેદ છે, તે સમજાવી રહ્યા છે. મિત્રા,તારા, બલા અને દીપ્રા – આ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાત યુતા: પ્રતિપાતથી યુક્ત છે. અને જે કારણે પ્રતિપાતથી યુક્ત છે, તે કારણે નાપાયા: અર્થાતુ અપાય સહિત છે અર્થાત્ દુર્ગતિપાત રૂપ અનર્થને કરવાવાળી છે. 2010_05 Page #50 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ જ્યારે પાછળની ચાર દષ્ટિ પ્રતિપાતથી યુક્ત નથી અને જે કારણથી પ્રતિપાત યુક્ત નથી તે કારણથી સાપાય પણ નથી, અર્થાતુ દુર્ગતિમાં જવા રૂપ અનર્થને કરનારી નથી. પહેલી ચાર દષ્ટિની વિશેષતા પહેલી ચાર દષ્ટિઓ પ્રતિપાતયુક્ત છે, તેમાં કર્મવચિત્ હેતુ મૂકે છે. હવે આ પ્રત્યેક શબ્દ ઉપર વિચાર કરવો જરૂરી છે. પ્રતિપાત એટલે આભોગ વિનાશ એટલે દષ્ટિનો સંપૂર્ણ નાશ, ગુણનો નાશ. શ્રદ્ધાનો નાશ. જ્યાં સુધી જીવ યોગની દૃષ્ટિમાં હોય છે, ત્યાં સુધી તે જીવને કષાયોનો અને અશુભ પ્રવૃતિઓનો દ્વિ સ્થાનિક જઘન્ય અને દ્વિસ્થાનિક મધ્યમ રસથી વધારે રસ બંધાતો નથી. અને અંતઃકોટાકોટિથી વધારે સ્થિતિબંધ થતો નથી. એટલે કે જ્યાં સુધી જીવ યોગની દૃષ્ટિમાં હોય ત્યાં સુધી દેવ અને મનુષ્ય ભવ સિવાય બીજા ભવ પ્રાયોગ્ય કર્મબંધ કરતો નથી. - મિથ્યાત્વ અને કષાયનો રસ ઘટવાથી જીવ યોગની દૃષ્ટિમાં આવે છે. અને તેમાં પણ વિશેષ રસ ઘટતા, જ્યારે જીવ ક્ષયોપશમભાવ પામે છે ત્યારે ઉપરની સ્થિરાદિ દષ્ટિ પામે છે. આ મિથ્યાત્વની મંદતા કે ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થયેલ દષ્ટિમાં, આત્મા જાગૃત હોતે છતે તે દૃષ્ટિમાંથી નીચે પડતો નથી, અને જાગૃતિના બળે ક્રમિક ઉપર ચઢવાની યોગ્યતાવાળો બને છે. પરંતુ પહેલી ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મ બોધનો અભાવ હોય છે. પ્રમાદની બહુલતા છે અને સત્ત્વની અલ્પતા છે. એટલે પહેલી ચાર દૃષ્ટિમાં જ્યારે વિચિત્ર એવા તીવ્રરસવાળા કર્મનો ઉદય થાય છે ત્યારે તે કર્મનો ઉદય જીવના પુરુષાર્થમાં પ્રતિબંધક બને છે. આ પુરુષાર્થપ્રતિબંધક કર્મનો ઉદય એજ કર્મનું વૈચિત્ર્ય છે. અને આ વિચિત્ર કર્મનો ઉદય થતા, ઉપર કહેલા સૂક્ષ્મ બોધનો અભાવ, પ્રમાદ બાહુલ્ય, સત્ત્વની અલ્પતાના કારણે, “જીવને વિષયો આત્માનું અહિત કરનારા છે” એવો ખ્યાલ હોવા છતાં, જાણવા છતાં, જીવનું દૃષ્ટિમાંથી પતન થાય છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં આભોગ પ્રતિપાત, આભોગ વિનાશ કહેવાય છે. આ આભોગ પ્રતિપાતથી નીચે પડેલા અર્થાતુ યોગની દૃષ્ટિની બહાર ફેંકાઈ ગયેલા જીવોને કવચિત્ તરત જ પુનઃદષ્ટિની પ્રાપ્તિ થાય છે જ્યારે બહુધા તો દીર્ઘકાલાન્તરે જીવને પુનઃદષ્ટિની પ્રાપ્તિ થાય છે. અનાભોગથી થયેલ પ્રતિપાતથી જીવ તત્કાલ ફરી પાછો ઉપર ચઢી શકે છે. અનાભોગ અર્થાત્ ઉપયોગની સ્કૂલના થવાના કારણે ક્યારેક અજાણતાં કષાય વગેરે આવી જાય, દોષ સેવાઈ જાય, અને એના કારણે દષ્ટિમાંથી પતન થાય તો પાછો ખ્યાલ આવતાં, જીવ ઉપર ચઢી જાય છે, દષ્ટિમાં આવી જાય છે. આભોગ પ્રતિપાતમાં બહુધા જીવો શીઘ ઉપર ચઢતા નથી અને ક્યારેક તીવ્ર પ્રયત્ન અને તીવ્ર પચાત્તાપથી ચઢે છે. એટલે આભોગ પ્રતિપાતને જ વાસ્તવિક રીતિએ પ્રતિપાત કહ્યો છે. અને આભોગ પ્રતિપાત એ મિથ્યાત્વ અને તીવ્ર કષાય વિના થતો નથી. 2010_05 Page #51 -------------------------------------------------------------------------- ________________ પહેલી ચાર દૃષ્ટિની વિશેષતા ૨૧ -- એટલે ગ્રંથકારશ્રીએ જે લખ્યું, કે પહેલી ચાર દષ્ટિ પ્રતિપાતથી યુક્ત જ છે એવું નથી, પણ સંભાવનાને આશ્રયિને પહેલી ચાર દષ્ટિ પ્રતિપાતથી યુક્ત છે. એનું તાત્પર્ય એ જ છે કે, પહેલી ચાર દૃષ્ટિમાં સામાન્યથી પ્રતિપાત નથી અર્થાત્ જીવ સર્વ કેળવે, પ્રમાદનો જય કરે, તો પ્રતિપાત ન થાય. પરંતુ સત્ત્વની અલ્પતા, પ્રમાદ, સૂક્ષ્મબોધનો અભાવ - આ બધાના કારણે પ્રતિપાતની યોગ્યતા છે. આમ જો પહેલી ચાર દૃષ્ટિઓ પ્રતિપાત યુકત બને અર્થાત્ જીવ પ્રમાદાદિના કારણે આભોગ પ્રતિપાતવાળો બને, અને દૃષ્ટિની બહાર ફેંકાઈ જાય અર્થાતુ યોગની પહેલી દષ્ટિની પણ બહાર ફેંકાઈ જાય. મિથ્યાત્વ અને તીવ્ર કષાયના ઉદયવાળો બને, જેનાથી ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા ગુમાવે, તો તેનો દૂર્ગતિમાં જવા રૂપ અપાય અર્થાત્ અનર્થ થાય. આનાથી તાત્પર્ય એજ નીકળે છે, કે જીવ જ્યાં સુધી યોગની દષ્ટિમાં હોય છે ત્યાં સુધી એ આત્મા ગમે તેવા સંયોગોમાંથી પસાર થતો હોય, તો ત્યાં દૃષ્ટિના માહાભ્યના કારણે અલ્પકષાયવાળો અને મંદમિથ્યાત્વવાળો બની રહે છે. અને તેથી દૃષ્ટિમાં હોતે છે તે આયુષ્ય બંધાય તો પણ દૂર્ગતિનું ન બંધાતા સગતિનું જ બંધાય છે. પહેલી ચાર દૃષ્ટિમાં જીવને સૂમ બોધ નથી, તીવ્ર વૈરાગ્ય નથી, વિષયો પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ નથી, એટલે પ્રમાદ આત્મા ઉપર છવાયેલો રહે છે, અને સર્વત્ર તે નડતર રૂપ બને છે. જ્યારે પાંચમી સ્થિરા દષ્ટિમાં જીવને સુમ બોધ છે. વિષયો પ્રત્યે ભય છે. તીવ્ર વૈરાગ્ય છે. તેના કારણે પ્રમાદની અલ્પતા છે, અને જ્યાં પ્રમાદની અલ્પતા હોય ત્યાં સાપાયપણું પણ અલ્પ હોય અથવા ન હોય. પહેલી ચાર દૃષ્ટિમાં પ્રમાદ સહજ છે. વૈરાગ્ય મંદ છે. પાંચમી સ્થિરા દષ્ટિમાં આચાર અને ભાવનાના બળ ઉપર વૈરાગ્ય નિરંતર વાવલ્યમાન રહે છે. તેથી જીવ બહુલતયા તે દષ્ટિમાંથી પ્રતિપાત પામતો નથી. અને તેથી પાંચમી દૃષ્ટિ નિરપાય છે. જોકે આચાર સંયોગાધીન હોવાથી સર્વત્ર અને સર્વકાલીન હોતા નથી, છતાં ભાવના અને ભાવનાપ્રયુક્ત સંસ્કારો સર્વત્ર અને સર્વકાલીન ટકી રહે છે. પરંતુ આ પણ શક્ય ત્યારે જ બને છે કે વિપરીત ભાવના અને વિપરીત પ્રવૃત્તિના રસ દ્વારા આત્મામાં ઉત્પન્ન થયેલ શુભ સંસ્કારો ઘસાય નહિ તો. જો શુભસંસ્કારો ઘસાય નહિ, તો આ દષ્ટિ પ્રતિપાત યુક્ત ન બને, અર્થાત આ દૃષ્ટિમાંથી જીવનું પતન થાય નહિ, અને પતન ન થાય તો આ દષ્ટિ સાપાય પણ બને નહિ. પરંતુ જો વિપરીત ભાવના અને વિપરીત પ્રવૃત્તિમાં રસ આવવા માંડે તો અને માતાના 2010_05 Page #52 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ પાંચમી સ્થિર દષ્ટિ પ્રતિપાત યુક્ત બને. અને તેથી સાપાય પણ બને. અર્થાત્ જીવને દષ્ટિમાંથી પાત કરવા પૂર્વક કાંઈક ન્યુન અર્ધપગલપરાવર્ત સુધી સંસારમાં ભટકાવે. પહેલી ચાર દૃષ્ટિમાંથી થયેલા પ્રતિપાતથી પણ જીવનો સંસાર કાંઈક ન્યુન અર્ધપુલપરાવર્તથી વધારે ન સમજવો. છઠ્ઠી વગેરે દષ્ટિઓ અપ્રતિપાતી સમ્યકત્વયુક્ત હોય છે. અહિંયા વિષયો પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ હોય છે. વિષયોમાંથી સુખબુદ્ધિ નીકળી ગયેલી હોય છે. એટલે દુર્ગતિની પરંપરાઓ હોતી નથી તેમજ પૂર્વબદ્ધ આયુષ્ય સિવાય દુર્ગતિ પણ હોતી નથી. છઠ્ઠી વગેરે દૃષ્ટિમાં તીવ્ર વૈરાગ્ય, જ્વલંત ઉદાસીનભાવ, પ્રશાંતવાહિતા – આ બધુ સ્વભાવસ્થ હોય છે. તેથી તે સંસારમાં ક્યાંય પણ કરતો નથી, અને ઉકળતો પણ નથી. પારકા ઘરમાં રહેલાની જેમ એ સદા સ્વરૂપરમણતામાં ઝીલે છે. આવા આત્માઓ બહુધા તભવ મુક્તિગામી હોય છે. અથવા બે, ત્રણ ભવમાં મુક્તિગામી બને છે. છઠ્ઠી વિ. દષ્ટિમાં ક્વચિત્ વ્યવહારથી પ્રમાદ હોવા છતાં હૃદય સદા શ્રતભાવિત અને અપ્રમત્તપ્રાયઃ હોય છે. પાંચમી દષ્ટિમાં પ્રયત્નથી પ્રમાદ દબાયેલો રહે છે. શાંત રહે છે. એકથી ચાર દષ્ટિ પ્રમાદબહુલ છે. પહેલી ચાર દષ્ટિમાં પાપનું પ્રણિધાન મોળું પડયું છે. અપુનબંધકાવસ્થા પામ્યો છે. જો કે સમ્યકત્વ પામ્યો નથી, ગ્રન્થિભેદ થયો નથી તેથી તત્ત્વનું દઢ પ્રણિધાન નથી. અને પાપનું પ્રણિધાન તીવ્ર પણ નથી. ગુણસંપન્ન અપુનબંધકાવસ્થાના ત્રણ લક્ષણો છે. (૧) ઔચિત્યનું પાલન હોય, (૨) તીવ્રભાવે પાપ ન કરે, (૩) સંસારને અત્યંત સારો માને નહીં. ઔચિત્યનું પાલન હોય છે, તેથી કદાચ પાપ પ્રવૃત્તિ હોઈ શકે છે પણ આ ઔચિત્ય, પાપમાં તીવ્ર ભાવ લાવવા ન દે. પાપનું પ્રણિધાન મોળું પડ્યું છે, તે બતાવે છે, કે, મર્યાદા આવે, ઔચિત્ય આવે - ત્યાં તીવ્રભાવે પાપકરણ ન હોય... સંસારને સારો માને, છતાં સંસારને અત્યંત સારો ન માને... સર્વન ઔચિત્યનું પાલન છે. સર્વત્ર ઔચિત્ય - અનૌચિત્ય વિચારીને જ પ્રવર્તે છે. તેથી દષ્ટિમાં હોય ત્યાં સુધી દુર્ગતિ ન થાય. મિથ્યાત્વ ગયું નથી. પૂર્વ કર્મો તીવ્ર રસવાળા અંદરમાં પડેલા છે... આવી સ્થિતિ હોવાના કારણે, પૂર્વના તીવ્ર કર્મનો ઉદય થાય ત્યારે જીવ ટકી ન શકે તેવું જીવવીર્ય નબળું હોય છે. જેથી સંક્લેશ આત્મા પર ચઢી બેસે છે, તેથી દૃષ્ટિનો બોધ ચાલ્યો જાય છે, અને ક્લિષ્ટકર્મનો બંધ થઈ શકે છે. અને આત્મા દુર્ગતિમાં જઈ શકે છે. પાંચમી દૃષ્ટિમાં તીવ્ર કર્મનો બંધ નથી, ક્લિષ્ટ કર્મનો ઉદય નથી, પાપ કર્મ બંધાય તોપણ તે નિધત્ત - નિકાચિત બંધાતા નથી. કારણ કે અશુભ તીવ્ર નિકાચિત કર્મો પહેલા ગુણઠાણા સુધી જ જીવ કરી શકે છે. ચોથા ગુણઠાણે અશુભ કર્મની નિકાચના નથી. શુભકર્મની વિશિષ્ટ નિકાચના સાતમાં ગુણસ્થાનક સુધી ચાલુ છે. આવું કેમ ? 2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ સમકિતીની મનોભૂમિકા ર૩ વિશિષ્ટ નિકાચના માટે આભોગ-જાણકારી જોઈએ, વળી રસની તીવ્રતા જોઈએ, તો જ કર્મ નિકાચિત થાય છે. પહેલે ગુણઠાણે પાપની પ્રવૃત્તિ - આભોગપૂર્વક, રસપૂર્વક કરી શકે છે. આભોગના ઘણા પ્રકાર પડી શકે છે. તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ આભોગ. પાપ કરવાની ધગશ, ચડશ, પાપની હુંફ, ગર્વ, પ્રશંસા આ બધું પહેલે ગુણઠાણે સંભવે છે. સ્થિતિની દીર્ઘતા એ પાપકર્મની તીવ્રતા નથી, પણ રસની તીવ્રતાથી પાપકર્મની તીવ્રતા છે. આવેશ, સંક્લેશ, રસ, દુર્ગાન, જેટલું વધારે તેટલું પાપ તીવ્ર બંધાય છે. હેયોપાદેયનો વિવેક જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આવે, પણ હેયની અરૂચિ, ઉપાદેયની રુચિ, મોહનીય કર્મના ક્ષયોપશમથી આવે છે. પાપ કરવાનો ઈરાદો પહેલે ગુણઠાણે હોય છે. પ્રભુ મહાવીરના જીવે- ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તીવ્ર આભોગ, પ્રણિધાન અને રસપૂર્વક અધ્યાપાલડા કાનમાં સીસુ રેડાવેલું. પ્રથમ ગુણસ્થાનકના ૨ પ્રકાર છે. (૧) ગુણહીન ગુણસ્થાનક, અહીં દોષમાં ગુણનો આરોપ કરેલો છે. (૨ગુણસંપન્ન ગુણસ્થાનક, અહીં મિથ્યાત્વ મંદ પડયું છે. સ્વરૂપનો હેજ અંશે ખ્યાલ આવે છે. અપુનબંધકાવસ્થા પ્રાપ્ત કરે છે. અહીં ગુણસંપન્ન ગુણસ્થાન કહી શકાય છે. સમકિતીને સ્વરૂપનું - તત્ત્વનું પ્રણિધાન છે. સાતમા ગુણઠાણા સુધી આ આભોગ છે. પણ પછી સ્વરૂપનું - તત્ત્વનું પ્રણિધાન ઉગ્ર બને છે. તેથી હવે કોઈ પ્રવૃત્તિ કરવાનો આભોગ નથી. “સમભવમો છે. સંસાર-મુક્તિ વિષે સમ પરિણામ છે. મળવાનું છે માટે વિકલ્પ નથી. સાત નિર્વિકલ્પક અવસ્થા છે. ઇચ્છા છે, પણ તે વિકલ્પ રૂપ નથી. પણ તત્ત્વનું સંવેદન છે. અને તેના સિવાય બીજુ કાંઈ જ ન ખપે, એવી મનોભૂમિકા છે. પહેલી ચાર દૃષ્ટિમાં પ્રણિધાન માયકાંગલું છે. જ્યાં પહાડ જેવી – હિમાલય જેવી ગ્રન્થિ ઊભી હોય, હજી ગ્રન્થિ ભેદાઈ ન હોય, ત્યાં પ્રણિધાન પણ માયકાંગલું હોવાના કારણે કર્મોના ઝંઝાવાત સામે ટકી શકાતું નથી. સંસારરસિકને પાપનું તીવ્ર પ્રણિધાન હોય છે. પ્રથમ ચાર દૃષ્ટિમાં ઉત્તરોત્તર વિકાસ થાય છે. અહીં પાપનું પ્રણિધાન દઢ નથી. અને તત્ત્વનું પ્રણિધાન થવાની ભૂમિકા છે – થઈ રહી છે પણ સૂક્ષ્મ બોધના અભાવે અહીં કર્મના ઝંઝાવાતો સામે દૃષ્ટિમાં ટકી શકવાનું સામર્થ્ય તેમની પાસે ન હોવાથી દુર્ગતિનું આયુષ્ય પણ બાંધી લે છે. સમકિતીને તો તત્ત્વનું પ્રણિધાન તીવ્ર હોય છે. સમકિતીની મનોભૂમિકા પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા આઠ દૃષ્ટિને બે વિભાગમાં વહેંચી રહ્યા છે. પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાત યુક્ત છે. મિથ્યાત્વ ઊભું છે. ગ્રન્થિભેદ થયો નથી. અનંતકાલમાં અત્યાર સુધી ગ્રન્થિભેદ પહેલા જીવે જે નિધત્ત-નિકાચિત-ગાઢ નિકાચિત કર્મો બાંધેલા 2010_05 Page #54 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ છે, એવા કર્મો આત્મામાં હોવાની સંભાવના છે એ કર્મોના ઉદયમાં આ દૃષ્ટિનો બોધ નષ્ટ થાય છે, તીવ્ર સંક્લેશ આવે છે. ત્યારે તે આત્મા દષ્ટિમાં ટકી શકતો નથી. સંક્લેશના કારણે જીવ હેય-ઉપાદેયના વિવેકને ભૂલે છે. હેય ને ઉપાદેય મનાવે છે અને ઉપાદેયમાં ઉપેક્ષા બુદ્ધિ કરાવવાનું કામ સંક્લેશનું છે. સંક્લેશ તીવ્ર બને છે ત્યારે, આજે પણ, આવું બને છે – આત્માને નુકશાન કરનાર પદાર્થમાં, પ્રવૃત્તિમાં જીવ હોંશે હોંશે રમી રહ્યો હોય છે, અને જે સંયમ-તપ-ત્યાગ વગેરે હિત કરનાર છે તે તરફ તેને રુચિ રહેતી નથી, પ્રવૃત્તિ પણ રહેતી નથી. બહારના નિમિત્તો એવા વિચિત્ર છે કે, શુભનિમિત્તો જીવ ન પકડે અને અશુભનિમિત્તોથી ડરતો ન રહે તો પતન જરૂર થાય જ. ઉત્થાનનો ભવ આ એક જ છે. પતનનાં ભાવો ઘણા છે, ઉત્થાનના ભાવમાં પણ જો પતન પામીશું તો ઉત્થાન ક્યારે થશે ? એક પછી એક આગળ દષ્ટિ પામવા માટે જાગૃતિ, શુભ નિમિત્ત, પ્રચંડવીર્ય અને સતત શુભ પ્રણિધાન કરવું પડે છે.... જો નીચે પતન પામવું ન હોય તો સતત સાવધ રહો, સતત કાળજી રાખો, હેયોપાદેયનો વિવેક સતત ખ્યાલમાં રાખવો જોઈએ. અને ઉપાદેયનું પ્રણિધાન દઢ કરવું જોઈએ, તો જ આગળ વધી શકાય છે. દઢ પ્રણિધાન વિના ઉપર ગયેલાને પણ નીચે ઉતરતાં વાર ન લાગે. પહેલી ચાર દૃષ્ટિ એકાંતે પ્રતિપાત યુક્ત છે, તેવું નથી કહેતાં પરંતુ પ્રતિપાત થવાની સંભાવના છે. સમ્યકત્વથી પડનારા ઘણા આત્મા છે. તેમાં પણ સમ્યકત્વથી પતન થયા પછી સંખ્યાત કાળે મોક્ષે જનારા જે જીવો છે.... તેનાથી સમ્યક્તથી પતન થયા પછી અસંખ્યાત કાળે મોક્ષે જનારા જીવો વધારે છે. તેનાથી સભ્યત્વથી પતન થયા પછી અનંતકાળે મોક્ષે જનારા જીવો વધારે હોય છે. સભ્યત્વથી પાડે છે કોણ ? * પ્રમાદ જીવને સમ્યક્તથી પાડે છે. સતત જાગૃત રહે, પુરુષાર્થ કરે, તો પડે નહીં. નિકાચિત કર્મ અહીં પાડતા નથી. નિકાચિત કર્મ તેને કહેવાય કે, જીવના પુરુષાર્થ ઉપર ઓવરટેક કરીને જે પોતાનો ભાગ ભજવે, અને જીવને નીચે પાડે તે નિકાચિત કર્મ છે. જીવ સતત સાવધ હોય, છતાં આ કર્મ તેને પાડે છે. દા.ત. નંદિષેણ મુનિ. દસ પૂર્વ ભણેલા છે, ચારિત્રનાં પરિણામ પણ છે, ગાઢ નિકાચિત કર્મ છે. જીવના પુરુષાર્થ કરતાં કર્મનું બળ અધિક વધી ગયું અને તેથી ચારિત્રથી પતન પામ્યા. જીવનો પુરુષાર્થ જ્યાં કામ નથી લાગતો ત્યાં નિકાચિત કર્મથી પડ્યા કહેવાય. નિકાચિત કર્મ ક્યારેક જ ઉદયમાં આવે છે. મોટે ભાગે ઘણા બધા કર્મ અનિકાચિત હોય છે. છતાં આત્મા પુરુષાર્થથી આગળ વધતો નથી તેમાં પ્રમાદ કારણ છે. પ્રમાદ ભયંકર છે. વિષય – કષાય – નિદ્રા- વિકથી આગળ વધવા દેતાં નથી. નિદ્રાજય, વિષયજય, વિકથાજય એ પ્રમાદજાય છે. *[નોંધઃ સમ્યગુદર્શન અર્થાત્ પાંચમી સ્થિરાદષ્ટિ પામતા અનિવૃત્તિકરણના પહેલા સમયથી માંડીને સત્તામાંથી દર્શનમોહનીય અર્થાત મિથ્યાત્વ મોહનીય સંબંધી નિકાચના, 2010_05 : Page #55 -------------------------------------------------------------------------- ________________ વીર્યનાં ૨ ભેદ – (૧) પ્રમાદ વીર્ય (૨) કર્મકૃત વિર્ય ૨૫ નિધત્તિ અને દેશપશમનાકરણ નીકળી જાય છે. પણ અનંતાનુબંધી કષાય સંબંધી નિકાચના, નિધત્તિ અને દેશોપશમનાકરણ નીકળતા નથી, તેથી સત્તામાં, પ્રમાદ પેદા કરાવે તેવા કર્મો રહેલા હોવા છતાં, જ્યાં સુધી તે સમ્યક્તનો ઉદય રહે છે, ત્યાં સુધી પ્રમાદ મૃતપ્રાયઃ જેવો રહે છે. અને તેથી જીવ પુરુષાર્થ કરે તો આગળને આગળ વધી શકે છે.] વીર્યનાં ૨ ભેદ- (૧) પ્રમાદ વીર્ય (૨) કર્મકૃત વીર્ય ક (નોંધઃ સમ્યગ્દર્શન પામ્યા પછી પણ જે જીવ યુદ્ધાદિ કરતા દેખાય છે, તે સ્વતઃ વિર્ય નથી. પરંતુ કર્મપ્રયુક્ત વીર્યના કારણે છે. સામાન્ય પાપ ક્રિયાઓ પ્રમાદથી કરી શકે, માટે ત્યાં સ્વતઃ વીર્ય ઘટી શકે. પણ વિશિષ્ટ પાપ ક્રિયાઓ વખતે સમ્યકત્વ જાગતું હોય છે. પશ્ચાત્તાપ હોય જ, એટલે તેને યુદ્ધ વિગેરેનો ઈન્કાર કરાવે, છતાં કર્મનો ઉદય યુદ્ધાદિ કરાવે. એટલે પોતે સ્વતઃ વીર્યથી યુદ્ધ ન કરે, છતાં કર્મ ફરજ પાડે, ત્યારે યુદ્ધાદિમાં સ્વ-બચાવ, સ્વરાજ્ય બચાવ વિગેરે કરે, ઔચિત્ય જાળવે, યુદ્ધાદિ વખતે વિશેષ ક્ષતિ આવે તે પ્રમાદવીર્ય છે. ચક્રવર્તી યુદ્ધાદિ કરે, તેમાં ચક્ર આગળ આગળ જાય અને પાછળ પાછળ ચક્રી જાય તેથી ત્યાં કર્મકૃત વિર્ય છે, એમ કહી શકાય. પરંતુ બાહુબલી ઉપર ભરતે જે ચક્ર ફેંકયું, તેમાં પહેલાં ચક્ર આગળ ગયું હોય અને પછી ચક્રી તેની પાછળ ગયા હોય તેવું નથી, માટે ત્યાં ચક્ર ફેંકવા રૂપ યુદ્ધ, એ કર્મફત વીર્ય નથી. એટલે ભરત ચક્ર ફેંકયું, બાહુબલીએ મુઠ્ઠી ઉગામી, વગેરે પ્રમાદવીર્ય છે. પણ એ માત્ર અતિચાર આપાદક બન્યું. સમ્યકત્વનો નાશ કરનાર ન બન્યું. તરત જ સાવધ થઈ ગયા માટે, જો સાવધ ન થયા હોત તો પાડનારું પણ બને..] પ્રણિધાન શું છે ? ચક્રવર્તી જીવને અમુક પાપો કરવા પડે છે. છ ખંડ જીતવા જાય છે. ચક્રની પ્રેરણાથી ચક્રની પાછળ પાછળ જાય. ચક્રના બળે છ ખંડ જીતે છે. ચક્રના બળે યુદ્ધાદિ જે કરે તેમાં તેનું કર્મફત વીર્ય છે. અને સમ્યકત્વ પામ્યા પછી જે સામાન્ય પાપો કરે છે, તેમાં તેનું પ્રમાદવીર્ય કામ કરે છે. સમ્યકત્વીને એક બાજુ પ્રમાદ છે. બીજી બાજુ તીવ્ર પ્રણિધાન છે. તેણે આત્મસ્વરૂપ અનુભવેલું છે. માત્ર શાસ્ત્રબોધથી થયેલ આ નિર્ણય નથી, કે માત્ર વાચાનો આ નિર્ણય નથી, પણ આ અનુભવના સ્તર પર થયેલો નિર્ણય છે. ગ્રન્થિભેદ થઈ ગયો છે. માટે પ્રણિધાન દૃઢ છે. અવિરતિ નડે છે, પ્રમાદ નડે છે, એ વાત સાચી પણ તત્ત્વનું પ્રણિધાન સચોટ છે. સામાન્ય પાપોમાં આ પ્રણિધાન જાગૃત ન કરે એવું બને, પણ ભયંકર કોટિનાં પાપ કરવાનો પ્રસંગ આવે ત્યારે જાગૃત કરે કરે ને કરે જ. દા.ત. આપણામાં સંસ્કાર છે, પ્રણિધાન છે કે પંચેન્દ્રિય જીવની હિંસા ન કરવી. પછી જીવનમાં ગમે તેવો પ્રસંગ આવે તો પણ તમે પંચેન્દ્રિયની હિંસા કરી શકો ? ના, કેમ ન કરી શકો ? વાઘરી-શિકારી હશે તો ફ દઈને હિંસા કરશે. એમ તમે મારી શકો ? તમને સ્વપ્નામાં કોઈ છરો આપે અને - - 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ તમે છરો કોઈને માર્યો હોય, એવું કદી બન્યું છે ? ના, કેમ? સંસ્કાર નથી. પ્રણિધાન દઢ છે. તેથી તેનું કાર્ય કરી શકે જ નહીં. આ દૃઢ પ્રણિધાન, શ્રદ્ધા-સંસ્કાર તેને આવું કાર્ય કરવા જ ન દે... સમજ્ય આવ્યું એટલે પ્રેમ તત્ત્વ ખીલ્યું, જીવ સાથે, સજાતીય સાથે આત્મીયતાના નાતે પ્રેમ બંધાયો... કષાયો પ્રત્યે જુગુપ્સા છે.. તેથી તે મારી જ ન શકે કારણ કે તેના પ્રણિધાનથી વિરુદ્ધ છે. કર્મનું બળ અહીં નથી અને પ્રણિધાન દઢ છે. મામુલી પાપો થાય છે, તે પ્રમાદના યોગ થાય છે. મશ્કરી – ઠઠામાં પાપ થાય. પણ તીવ્ર પાપ કરવાનું થાય ત્યારે પ્રણિધાન એને જાગૃતિ આપે જ... અતિશય સાવધ જીવને જે ન કરવું હોય, અને તે કરવું પડે તે કર્મકૃત વિર્યથી છે. ચક્રવર્તીને ચક્રવર્તી નામ કર્મનો ઉદય નિકાચિત હોય છે. તેથી છ ખંડ સાધવા, વગેરે કરવું પડે છે પણ એ સમજે છે – આ છ ખંડ મારું સ્વરૂપ નથી છતાં કર્મકૃતવીર્યથી બધું જ કરવું પડે છે. સખ્યત્વ એટલે આત્મજાગૃતિ ભરતે બધું જીત્યું પણ હજુ નવ્વાણુ ભાઈઓ જીતાયા નથી, તેમાં ૯૮ ભાઈઓને બોલાવવા માટે ભરતે દૂતને મોકલ્યો ત્યારે પિતાના ઉપદેશથી તેઓ ચારિત્ર પામ્યા, પછી ભારત અને બાહુબલી સામ-સામે આવ્યા - ચક્ર ફેકયું, મુઠ્ઠી ઉપાડી, આ કંઈ કર્મકત વીર્ય નથી. ચક્રે આ પ્રેરણા નથી કરી.. પણ પ્રમાદવીર્ય છે. પ્રમાદથી કદાચ અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરવા તૈયાર થાય, ત્યારે તેની પાસે સમ્યક્ત છે. સખ્યત્ત્વની હાજરીમાં સ્થિરાદિ દષ્ટિ છે તેથી આ ચીજ મારાથી થાય નહીં. આ પ્રણિધાન તેને ક્ષણવાર સજાગ કરે છે. પોતાના જીવનમાં અકરણીય વિશિષ્ટ પ્રવૃત્તિ થાય ત્યારે પ્રમાદ તેને કષાયમાં ધકેલવાનું કામ કરે છે. સમ્યકત્વ જીવને સ્વરૂપમાં પકડી રાખવાનું કામ કરે છે. આ બન્નેની સામે સમન્વીને ઝઝુમવાનું છે. માટે મુઠ્ઠી ઉપાડતાં વિચાર આવ્યો છે. કષાયવીર્ય, પ્રમાદ વીર્ય કેટલે સુધી ઉછળ્યું છે ! છતાં ત્યારે પણ ઉપયોગ આવ્યો કે હું કોને મારી રહ્યો છું ? ભાઈએ ભલે ભૂલ કરી. મારાથી કેમ થઈ શકે ? માટે તે પ્રવૃત્તિ કરતાં અટક્યા છે. તમને જે જે પાપો સતાવતા હોય અને તમને જે જે દોષો સતાવતા હોય તેનો પ્રતિપક્ષી ઉપયોગ સતત કર્યા જ કરો.... પ્રતિપક્ષી ગુણોનું પ્રણિધાન દઢ કરો.. તો દોષોની શક્તિ-પાવર ઘટતો જશે.. પ્રણિધાન આગળ વધતું જશે અને પ્રણિધાનના બળે ગ્રસ્થિભેદ સુધી જીવ પહોંચી જશે. ગુણનું પ્રણિધાન હશે, તલસાટ હશે, તાલાવેલી હશે, ત્યારે તમને મળશે જ, પરમાત્માનો વિરહ જ્યારે જ્યારે અતિશય સતાવશે, ત્યારે બીજી બધી જ ચીજો નકામી લાગશે. આનું શું કામ છે ? એવું થશે. બધી ચીજો નરક જેવી લાગશે. કરંસી નોટોમાં પૈસા દેખાય છે કે નરક દેખાય છે ? વીટીમાં પચાસ હજારનો હીરો એ હીરો દેખાય છે કે તેમાં નરકનું દર્શન થાય છે ? બંગલા, બંગલા દેખાય છે કે બીજું કંઈ પણ દેખાય છે. આ બધી ચીજો બનાવટી, કૃત્રિમ, અસાર દેખાય છે ? આ બધી ચીજોમાં મારું હિત કરવાની તાકાત નથી, પણ મને નરકાદિ દુર્ગતિ આપવાની તાકાત છે આવું તમને 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ ભરત મહારાજાના ઉદ્ગારો.. દેખાય છે ? આવું ન દેખાય તો દષ્ટિબોધ હજી મંદ છે. જે ભૌતિક સામગ્રીમાં મુંઝાય છે તે આત્માને ભૂલે છે. ભૌતિક સામગ્રીમાં પરમાત્મા યાદ ન આવવા - તે જ મોટામાં મોટો અપરાધ છે. જીવનો પોતાનો જ અપરાધ છે, જીવનો પોતાનો જ ગુન્હો છે કે આપણા પોતાના સ્વરૂપ ને પામવા માટે ઝંખતા નથી. તલસતા નથી. આત્માને ભૂલી, પરમાત્માને ભૂલી ભૂતને કોણ વળગે ? પાગલ જ વળગે... ડાહ્યા માણસ તો બધા ભૂતથી ભાગે જ... જગતની બધી ચીજો પાંચ ભૂત સ્વરૂપ છે. આ ભૂતો ભૂતરૂપે નથી લાગતા માટે જ જીવ ભૂતની જેમ તેની પાછળ પડે છે. સંસાર પંચમહાભૂતમય છે. આત્માનો બોધ બળવાન બને ત્યારે સંસારની તમામ ચીજ નકામી લાગે છે. બાહુબલીની જાગૃતિ વધી.... પ્રમાદવીર્ય તૂટીને-ભાંગીને ભૂક્કો થઈ ગયું.. જાગૃતિ વધતાં ત્યાંને ત્યાં જ ચારિત્ર લઈને ઊભા રહી ગયા. જાગૃતિ આવે એટલે કષાયનો પારો નીચે ઉતરે જ. ભરત મહારાજના ઉદગારો... ભરત પાસે પણ જાગૃતિ છે, સમ્યકત્વ છે પણ ચક્રવર્તી નામકર્મનો ઉદય છે. બાહુબલી જ્યારે યુદ્ધભૂમિ ઉપર માથાનો લોચ કરી ચારિત્ર લઈ ઊભા રહે છે, ત્યારે ભરત કહે છે – ભાઈ ! તમે સુખેથી રાજ્ય સુખ ભોગવો મારે તમારું રાજ્ય જોઈતું નથી. મારા નવ્વાણું ભાઈઓને ધન્ય છે કે, તેઓએ પિતાના માર્ગે ચાલી આત્મકલ્યાણ કર્યું. જ્યારે પાપી એવો હું, રાજપાટ છોડી શકતો નથી. રાજ્ય એ સંસાર રૂપી વૃક્ષનું બીજ છે, એવું જે જાણતા નથી તે અધમ છે અને તે અધમોમાં પણ હું અધમ છું કે, જાણવા છતાં પણ છોડી શકતો નથી. સમ્યક્ત્વ અહીં ઝળહળે છે. બાહુબલીને ભરત કહે છે ભાઈ! તમે આ રાજ્ય લઈ લ્યો. તમે આ રાજ્ય ભોગવો... હું અધમ છું, દુષ્ટ છું. હું પાપી છું. ૯૮ ભાઈઓ પણ ચાલ્યા ગયા. !! ભાઈ ! મારે આ રાજ્ય નથી જોઈતું.. સુખેથી તમે રાજ્ય ભોગવો.. જુઓ, સમ્યકત્વ અણીના સમયે પણ બચાવે છે. સમ્યકત્વને કારણે આત્મસ્વરૂપનું દઢ પ્રણિધાન મરતી વખતે પણ આત્માને જાગૃત કરે છે.. અને તેથી જ આત્મા મરીને નિયમા વૈમાનિક દેવલોકમાં જાય છે. મનુષ્યભવ અને પરમાત્માનું શાસન આ માટે જ છે. પ્રણિધાન વિનાનો ધર્મ બધો જ કાચો છે. - જે જીવને ક્રિયામાં એકાગ્ર બનવા દેતો નથી. જ્યાં ધર્મમાં એકાગ્રતા ન આવે અને પ્રણિધાન ન હોય ત્યાં મામુલી પુણ્ય બંધાય છે. એટલે કે વિષયો ઉપર આદર-બહુમાન વધુ છે. એટલે પરમાત્મા પ્રત્યે આદર, બહુમાન અલ્પ છે. જે ક્રિયામાં સ્થિરતા ગઈ, એકાગ્રતા ગઈ, પ્રણિધાન ગયું, તે ક્રિયા વિશિષ્ટ પુણ્ય ન બંધાવે. તે ક્રિયામાં ઉપયોગ ભળે છે, ત્યાં વિશિષ્ટ પુણ્ય બંધાય છે અને વળી ઉપયોગ સાથે આદર-ભક્તિ-બહુમાન ભળે (વધે) ત્યારે વિશિષ્ટતર, વિશિષ્ટતમ પુણ્ય બાંધે છે. સંસારમાં આદર-ભક્તિ બહુમાન જેટલું વધારે છે તેટલું અહીં નથી. એ ખામી છે. આપણી ક્રિયાઓ બધી શુભક્રિયા છે પણ ખલનાવાળી છે. ક્રિયાકાળમાં પણ આપણે તેમાં સંસારનો રસ ઠાલવીએ 2010_05 Page #58 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ છીએ તેથી તેનાથી બંધાયેલું પુણ્ય પરલોકમાં રક્ષા નહીં કરે. સંસારમાં જે કરો છો તે ચોંટીને, એકમેક થઈને, સારું માનીને કરો છો અને કર્યા પછી પણ આનંદ, હર્ષ આવે છે.... એટલે સંસારની પ્રવૃત્તિ કરતા ૧૦૦ ટકા નુકશાન છે. પણ ધર્મની ક્રિયામાં કંઈ ખાટી જાવ છો તેવું લાગતું નથી. કારણ શું? માનોકે, અહીં તમારું મૃત્યુ થાય. અત્યારે ઉપાશ્રયમાં તમારું મૃત્યુ થાય. વ્યાખ્યાન સાંભળતા સાંભળતા મૃત્યુ થાય તો સ્થાન સારું, ક્રિયા સારી – બાહ્ય દૃષ્ટિએ દેખાય. બાહ્ય દષ્ટિએ મૃત્યુ સારું ગણાય. બધા કહેશે મોત બહુ સારું થયું. પણ એ તમને કયો દેવલોક અપાવે? ચોક્કસ વૈમાનિક દેવલોક અપાવે જ એવું ખરું ! જેટલો કષાય પર વિજય મેળવ્યો હોય, પ્રણિધાન દઢ હોય, સંવેદના વધારે હોય તો સગતિ ચોક્કસ છે. જેટલી સંવેદના વધુ તેટલું પુણ્ય ઊંચું બંધાય. સંસારમાં પત્ની આગળ પીગળી જાવ છો ! પૈસા આગળ પીગળી જાવ છો ! પુત્ર-કુટુંબ પાસે પીગળી જાવ છો! તેવી રીતે ધર્મ કરતાં કરતાં જીવ પીગળી જાય છે ખરો! જીવ ગળી જાય છે ખરો! ત્યાં (સંસારમાં) જાગે છે, અહીં કેમ નહીં ? જેટલી સંવેદના જાગે તેટલો દર્શન મોહનો ક્ષયોપશમ વિશેષ વિશેષ થાય, જેટલી સંવેદના વધુ એટલો દષ્ટિમાં આગળ વધ્યો કહેવાય. આ સાંભળવાનું તે સાંભળવા પૂરતું જ નથી. સાંભળતાં સંવેદના પેદા ન થાય તો આત્માને ધિક્કારો કે સંસારમાં ભોગો ભોગવતાં તું કેમ પીગળી જાય છે. અને અહીંયા કેમ નહીં ? “તમને તમારી જાત અધમાધમ, પાપી, દુષ્ટ લાગતી નથી' એજ પતનનું પહેલું પગથીયું છે. શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થયો છે અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ નથી થયો. સાંભળવું એ જ પર્યાપ્ત નથી. આટલા ઉત્કૃષ્ટ સંયોગો મળવા છતાં મારું મોહનીય કર્મ કેટલું અને કેવું બળવાન છે ? કે હું આટલું સમજી શકું છું, આટલું બધું જાણી શકું છું, છતાં મારો આત્મા પીગળતો નથી ! - એમ સતત લાગવું જોઈએ. જાણ્યા પછી પણ આત્માને અનુરૂપ વીર્ય ફોરવી ન શકું તો મને શું લાભ ? દશ-દશ મીનીટે, કલાકે કલાકે આત્માની જડતી લ્યો.... અંદરથી કઠોરતાનો અવાજ આવે છે તો તેની નિંદા - ગહ કર્યા કરો. પહેલાં પોતાના પાપને ધિક્કારો, પોતાની પાપી એવી જાતને ધિક્કારો, બીજા કોઈને ધિક્કારશો નહીં. બીજાના પાપનો ધિક્કાર હોઈ શકે, પણ પાપીની તો કરૂણા જ હોય... પોતાની જાતને ધિક્કારો, અંદરથી હંટરનો માર મારો તો આત્મા ક્યારેક જાગી ઉઠશે. આના વિના – જાતના ધિક્કાર વિના, પાપના ધિક્કાર વિના પરમાત્માની પૂજા પણ બહુ કામ નહીં લાગે... પરમાત્માની પૂજા પોતાની જાતના દોષો જોવા માટે છે. પરમાત્માની પૂજા અને બીજા પણ અનુષ્ઠાનો જાતને જોવા માટે છે. દોષોને કચરવા માટે છે. જિનવાણી સ્પર્શાત્મક બોધ માટે છે સમજવા માટે જિનવાણી છે. સમજીને જીવનમાં ઉતારવા માટે જિનવાણી છે, ફિક્ત સાંભળીને રાજી થવા માટે નથી. ધંધો કરતાં કોડી પણ હાથમાં ન આવે તો શેનો 2010_05 Page #59 -------------------------------------------------------------------------- ________________ જિનવાણી સ્પર્શાત્મક બોધ માટે છે ૨૯ આનંદ છે? માત્ર શબ્દાત્મક બોધ માટે જિનવાણી નથી, સ્પર્શાત્મક બોધ માટે જિનવાણી છે. ચોધાર આંસુ આવે છે ? કે હજી મારા જીવનમાં કંઈ નથી આવ્યું ? જેને આંખ સામે મૃત્યુ દેખાય તે પ્રમાદમાં રહી શકે નહીં. કોઈ જ્ઞાની, તમને કલાક પછી મૃત્યુ છે એમ કહે તો શું કરી શકો? ઘરે જઈને જ મૃત્યુ છે એમ ખબર પડે તો ખાઈ શકો? શકો? ચા પી શકો ? હસીને વાત કરી શકો ? સારા કપડા-લતા પહેરી શકો? અલંકાર પહેરી શકો ? તે વખતે પ્રમાદ ક્યાં ભાગી ગયો ? સંસારના સુખની આસક્તિ ક્યાં ગઈ? ગઈ કાલ સુધી જે મઝથી ભોગવતાં હતા. તે આજે કેમ નહીં? મર્યા પછી કોઈ પુરુષાર્થ થવાનો નથી, મર્યા નથી ત્યાં સુધી જ સત્ પુરુષાર્થ થવાનો છે. આંખ મીંચાઈ નથી ત્યાં સુધી સત્ પુરુષાર્થ કરી લેવો જોઈએ. પ્રમાદમાં અનંતકાળ ગયો... પ્રમાદ હડસેલી છે ધર્મ કરવાનો છે, તે આપણે ચૂકી રહ્યા છીએ. બસ, ખાવું-પીવું પહેરવું-ઓઢવું. મોજમઝા, એશ-આરામ વગેરે આપણું જીવન છે. આ બધો સંસાર પ્રમાદથી જ ચાલવાનો છે. એમાંથી આગળ વધવું હોય તેઓને પ્રમાદ છોડીને જ વધવાનું છે. એકથી ચાર દૃષ્ટિ સાપાય છે. પ્રતિપાતથી યુક્ત છે માટે સાપાય છે. અનર્થ ઊભા કરનારી છે. દુર્ગતિ અનર્થ રૂપ છે. દુર્ગતિ પછી ચાલતું પરિભ્રમણ પણ અનર્થ છે. પ્રમાદથી જે પરિણતિ બગડે છે તે પણ મોટો અપાય છે. સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં અપાય નથી. પ્રતિપાત વડે, નીચે ઉતરવા વડે, તે અપાય નથી કરતી... આ દૃષ્ટિમાં લિષ્ટ કર્મનો બંધ નથી, તેથી અપાય નથી.... તો પ્રશ્ન થાય કે શ્રેણિકને અપાય – અનર્થ કેમ થયો? શ્રેણિકને નરકનો બંધ કેમ થયો? ઉત્તર - શ્રેણિકને અપાય આવ્યો તે સ્થિરાદિ દષ્ટિ આવતાં પહેલા નરકના આયુષ્યનો બંધ થઈ ગયો હતો.... પ્રતિપાત ભલે નથી થતો. પણ અપાય તો આવે જ છે. અપાય તો બન્ને (મિથ્યાત્વી-સમકિતી)ને આવે છે. પછીની ચાર દૃષ્ટિમાં સંભાવનાની અપેક્ષાએ અપાય છે. ધર્મ પામતાં પહેલા આયુષ્ય બાંધેલું હતું. તેથી નીચે ઉતરી પડ્યા છે. તો તેને સાપાય કહી શકો છો, પણ પ્રતિપાત નથી. પ્રતિપાત વડે આ સાપાય નથી. સૂત્રનો વિષય બહુલતાએ હોય છે. ભલે શ્રેણિકને નરક મળી છે... પણ તત્ત્વથી આ અપાય નથી. બાહ્યથી અપાય છે, દેખીતો અપાય છે પણ તત્ત્વથી અપાય છે. દેખીતી રીતે નરક મળી છે, તેનાથી તેના આત્માને નુકશાન શું છે ? નુકશાન તો તે કહેવાય કે જેનાથી આત્મા કાળો બને અને આત્મા સંસારમાં ભમે !! દા.ત. વજના ચોખા હોય. તેને ગમે તેટલા ચઢાવો તો પણ પાચનક્રિયા – પાક ક્રિયા થતી નથી. તેવી રીતે શ્રેણિકાદિને કાયિક પીડા ગમે તેટલી હોવા છતાં એ નરકની પીડા તેના મનને બગાડી શકતી નથી. મનમાં કોઈ સંક્લેશ પેદા થતો નથી. માટે તત્ત્વથી અપાય નથી. અંદરથી આત્મા જાગૃત છે. તીર્થકરના આત્માઓ તીર્થકર નામકર્મની નિકાચના કર્યા પછી યોગની છઠ્ઠી દષ્ટિમાં વર્તતા હોય છે. નરકના દુઃખો આવ્યા, તે બાહ્ય અપાય છે. અને મનના દુઃખો નથી તે તત્વથી અપાય નથી. વજના ચોખામાં કોઈ પાક ક્રિયા થતી નથી. તેમ શ્રેણિક મહારાજા સ્વરૂપની નિકટતા અનુભવે છે. કાયિક દુઃખ મનને બગાડી શકતા નથી. મન બગડે તો અપાય કહેવાય.. 2010_05 Page #60 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ સમકિતીની જાગૃતિ અને અભંગ પ્રયાણ સભ્યત્વથી આત્માની કાયાપલટ થઈ જાય છે. કાટ ખાધેલી ધાતુની જેમ અનંતાનુબંધી કષાયના તીવ્ર ઉદયવાળા જીવને અંદરમાં વિષમ પરિણતિ હોય છે. અંદરમાં ક્લેશનું વાતાવરણ હોય છે. અને ઉપશમ ભાવ હોય તો પણ ઉપરછલ્લો હોય છે. કારણ કે હિમાલય જેવી ગ્રન્થિ પડેલી છે. બધી ચીજો અનુકૂળ મળે તો તે શાંત દેખાય. બધા સાથે શાંત વર્તે, અશુભ લેશ્યા ન દેખાય. કષાય ન દેખાય. તે કંઈ વાસ્તવિક ઉપશાંતતા છે ? અનુકૂળતાને કારણે કષાય નથી દેખાતા. અનુકૂળતાઓ પુણ્યથી અધિક મળી ગઈ છે. જે જોઈએ, તેનાથી વધારે મળી ગયું છે, ત્યાં કપાયને બહુ અવકાશ નથી. પણ અંદરમાં કષાયનો અગ્નિ પડેલો છે. કષાયો ભારેલા અગ્નિ જેવા રહેલા છે. પુણ્યના ઉદય પર પ્રાપ્ત થયેલો આ શાંતભાવ છે. પ્રતિકૂળતાઓમાં આત્મા મૂકાય, અપમાન અને તિરસ્કાર થાય અને આત્માને કષાય ન થાય, તો ઉપશાંતભાવ હસ્તગત થયો કહેવાય. દષ્ટિમાં આવતા પહેલાનો ઉપશાંતભાવ રાગાદિ સંક્લેશથી ભરેલો છે. ઉપયોગમાં તાદાભ્ય ભાવે, લોહાગ્નિ ન્યાયે રાગાદિ પરિણતિ, સંક્લેશો ભરેલા છે. આ સંસાર છે. અધ્યાત્મને પામવા માટે શું કરવું ? વારંવાર અંતર્મુખ બનીને મતિજ્ઞાનના ઉપયોગમાં રહેલી રાગાદિ પરિણતિને છૂટી પાડીને, તેને ન વેદતા, વિષયોમાંથી ઉપયોગને પાછો વાળીને, ઉપશાંત ભાવનું વેદન કરવું તે અધ્યાત્મ છે. એક થી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી હોય છે તેથી પાત સહજ શક્ય છે. પછીની ૪ દષ્ટિમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય એ સંસારનું મૂળ છે. આપણને મળેલું શરીર એ સ્થૂલ શરીર છે. સ્કૂલ શરીર એટલે ઔદારિક, વિક્રિયશરીર. સ્કૂલ શરીર કોને મળે ? જેને સૂક્ષ્મ શરીર હોય તેને મળે છે. સૂક્ષ્મશરીર, એ તેજસ કાર્પણ શરીર છે. તેનાથી સ્કૂલ શરીર મળે છે. તેજસ - કાર્પણ શરીરનું આયુષ્ય બંધાત નથી. સૂક્ષ્મ શરીર પણ શેના કારણે છે ? કારણ શરીરથી છે. કારણ શરીર એટલે રાગાદિ ભાવો. કાર્પણ શરીર પણ રાગાદિ ભાવોના કારણે પ્રાપ્ત થાય છે. જીવ રાગાદિ ભાવ (રૂપ કારણ શરીર) ન કરે તો નવા નવા કાર્મણ શરીર ન બંધાય. દ્રવ્યબીજ અને ભાવબીજા રાગ-દ્વેષ એ સંસારનું ભાવબીજ છે. અને કાશ્મણ શરીર એ સંસારનું દ્રવ્યબીજા છે, કારણ શરીરનું મૂળ પણ મહાકારણ શરીર છે. મહાકારણ શરીર એ મોહ અને અજ્ઞાન સ્વરૂપ છે. આત્માનું આત્મસ્વરૂપે અભાન તે અજ્ઞાન છે. પરપદાર્થમાં 2010_05 Page #61 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યમરણ અને ભાવમરણ ૩૧ ‘હું' તરીકેની માન્યતા તે મોહ છે. આ મોહ અને અજ્ઞાનનાં બળ ઉપર આખો સંસાર ચાલે છે. દરેકનાં મૂળમાં મોહ અને અજ્ઞાન છે. દ્રવ્યમરણ અને ભાવમરણ. જીવને પોતાના સ્વરૂપનું એટલે આત્મ-સ્વરૂપનું વિસ્મરણ એ જ ભાવમરણ છે. દ્રવ્યમરણ એકવાર આવે છે. ભાવમરણ સમયે સમયે હોય છે. જીવ સમયે સમયે (પ્રતિપળે) દેહને આત્મા માનીને જીવે છે તે ભાવમરણ છે.. આવો અનાદિકાળથી દેહાધ્યાસ છે. તે ભ્રમ છે. ભ્રમ એ અજ્ઞાન છે. હું મણિભાઈ, હું શાંતિભાઈ એ અજ્ઞાન છે. આખા સંસારનું મૂળ ભ્રમ છે. ભ્રમ ઉપર સંસાર ચાલે છે. પાંચમી દષ્ટિમાં આ ભ્રમ ભાંગી જાય છે. આત્માનો આત્મસ્વરૂપે સ્વીકાર હોય છે. આત્માની એકવાર અનુભૂતિ થઈ ગઈ છે. આત્માની આત્મા રૂપે પ્રતીતિ વર્તે છે. વર્તે શુદ્ધ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” અહીં જીવને ભલે પ્રવૃત્તિ સંસારની હોય, પણ નિરંતર સ્વરૂપની રુચિ હોય છે. અહીં સાધક નિરંતર જ્ઞાનદશામાં વર્તતો હોય, તેના ઉપયોગમાંથી સ્વરૂપનો ખ્યાલ, સ્વરૂપની પ્રતીતિ ક્યારેય છૂટે નહીં. (૧) અનુભવ (૨) લક્ષ્ય (૩) પ્રતીતિ. અનુભવ એટલે ગ્રન્થિભેદ કરી, જ્યારે જીવ ઉપશમ સમ્યત્વ પામે છે, ત્યારે આત્માનો આંશિક અનુભવ થાય છે. આ અનુભવનો કાળ અલ્પ છે, પણ વિશુદ્ધિ ઘણી છે. ઔપશમિક સમ્યકત્વ અંતર્મુહૂર્ત માટે છે, ક્ષાયોપથમિક સમ્યકત્વ ૬૬ સાગરોપમ રહે છે. ૬૬ સાગરોપમ કાળમાં જીવ આગળ ન વધે, એટલે કે ક્ષાવિકભાવ પામે તો એકવાર તો જીવને નીચે ઉતરવું પડે છે. ભલે મિશ્ર ગુણસ્થાનકે જઈને આવે, પણ એકવાર તો નીચે ઉતરે... ક્ષયોપશમ સમ્યકત્વ છે, એટલે જાગૃતિથી ટકી રહે છે. જાગૃતિ જતાં તે પણ જતું રહે છે. - પ્રતીતિ એટલે ખ્યાલ... બીજી બધી ક્રિયા કરવા છતાં બીજી બધી પ્રવૃત્તિ કરવા છતાં ઉપયોગમાં સ્વરૂપનો ખ્યાલ સતત પકડાઈ રહે તે પ્રતીતિ છે. દા.ત. જેમ એક સ્ત્રી છે. તે કુલીન કન્યા છે. સુશીલ કન્યા છે, ખાનદાન કન્યા છે. તેનો પતિ પરદેશ ગયો છે.... અહીં રહેલી તે ઘરના બધા જ કામ કરે છે. અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે. સવારથી સાંજ સુધીની એ પ્રવૃત્તિ કરતાં તેની વૃત્તિ ક્યાં ? તેનું મન ક્યાં હોય ? તેના પતિની યાદમાં તેની વૃત્તિ હોય છે. ઉપયોગ બધી પ્રવૃત્તિમાં હોવા છતાં પણ રુચિ, ખ્યાલ પતિનો જ હોય છે. જેમકે - એક શેઠને ચિંતામણી રત્ન પ્રાપ્ત થયું. તેણે તે તિજોરીના ચોરખાનામાં મૂક્યું... પછી દુકાને ગયો, વેપાર-ધંધો કરે છે... ચોવીસ કલાક 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ - - અન્ય પ્રવૃત્તિઓમાં પસાર કરે છે. પણ અંદરમાં રૂચિ શેની? પ્રતીતિ શેની ? રત્નની હોય છે. એટલે બીજી બધી ક્રિયા કરતાં જેની પ્રતીતિ ચૂકાય નહીં, સતત અંદરમાં જે વસ્તુ ચુકાય જ નહીં તે પ્રતીતિ રૂપ સમ્યકત્વ છે. સંસારના સુખો ભોગવો ત્યારે તેનો અનુભવ કહેવાય. અને સંસારના બીજા-ત્રીજા કાર્યો કરો ત્યારે તેની સ્મૃતિ, પ્રતીતિ રૂપે હોય છે. અનુભવની યાદ, સ્મૃતિ, વિશેષતા જે ભાસે છે તે પ્રતીતિ છે. સંસારમાં અનુભવ અને પ્રતીતિ બન્ને ચાલે છે. હૃદયમાંથી જે ચીજ ખસે નહીં તે પ્રતીતિ છે. (૧) પ્રથમ સમ્યક્તનો અનુભવ છે. (૨) તત્ત્વચિંતન-મનન-તત્ત્વની વિચારણા વખતે ઉપયોગમાં સ્વરૂપનું ભાન રહે છે. જેમાં તીવ્રતા વધતાં ધ્યાન - સમાધિ પ્રાપ્ત થતાં આત્માનો અનુભવ થાય છે. ત્યારે અનંતાનુબંધીનો અને મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ હોય છે. પરંતુ વિશેષ રસની હાનિ થવાથી ઉપયોગ દેહથી છૂટો પડી સ્થિરતાને પામેલો હોય છે. વિશેષ રસની હાનિ ન થાય ત્યારે સ્વરૂપનું લક્ષ પકડાયેલું રહેવાથી તે લક્ષ રૂપ સમ્યક્ત્વ છે. | વિષયોમાં અત્યંત રસ પૂર્વક પ્રવર્તવું તે આર્તધ્યાન છે. સંસારમાં એકમેક થવું તે આર્તધ્યાન છે. સંસારની સામે આત્મા છે. એક બાજુ સંસાર છે, તો સામી બાજુ આત્મસ્વરૂપ છે. તે કર્મથી અવરાયેલું છે. કષાયથી ઢંકાયેલું છે. તેને ખુલ્લું કરવાનું છે. જેમ જેમ ખુલ્લું થાય તેમ તેમ આત્મસ્વરૂપની અનુભૂતિ થાય છે. જે ધર્મ- ક્રિયા કરતાં કરતાં શુભ ભાવો સ્પર્શ નહીં... તે દ્રવ્ય ક્રિયા કહેવાય છે. અને તે મામુલી પુણ્યબંધ કરાવીને અટકી જાય છે અને શુભભાવ વૃદ્ધિ પામતાં પરાકાષ્ઠાનો થાય - એ આત્માના સ્વરૂપ પામવા માટેના સંધિસ્થાન સ્વરૂપ છે. દિગંબરો - શુદ્ધભાવને જ ઉપાદેય માને છે. ભાવ બે પ્રકારે છે. શુદ્ધભાવ, અશુદ્ધભાવ. – (૧) શુદ્ધભાવ એટલે જ્યાં વિકલ્પની અનુભૂતિ પણ ન થાય, આ પારમાર્થિક નિર્વિકલ્પ દશા છે. જે કેવળજ્ઞાન સ્વરૂપ છે. અને તે ઉપાદેય છે. બુદ્ધિપૂર્વકના રાગાદિ પ્રયુક્ત વિકલ્પો જેમાં ન વેદાય તે શુદ્ધભાવ છે. તે વ્યવહારથી નિર્વિકલ્પ દશા છે ઉપયોગની શુદ્ધિ વધતાં ધ્યાન, સમાધિમાં રાગાદિ વિકલ્પો શાંત થઈ જાય છે, તે વખતે અબુદ્ધિપૂર્વકના વિકલ્પ હોય છે આ આંશિક શુદ્ધ ભાવ છે. જ્યારે કેવલજ્ઞાન એ પારમાર્થિક નિર્વિકલ્પતા છે, પૂર્ણ શુદ્ધ ભાવ છે. ધ્યાન, સમાધિમાં જે નિર્વિકલ્પતા વેદાય છે તે વ્યાવહારિક નિર્વિકલ્પતા છે. (૨) અશુદ્ધ ભાવ બે પ્રકારે છે અશુભભાવ, શુભભાવ. અશુભભાવ – એટલે જ્યાં કષાયની અનુભૂતિ થાય. કષાય આત્માની વિકૃતિ છે. ક્ષુદ્રતા, ઈર્ષા, વેર - ઝેર, ક્લેશ વગેરેની અનુભૂતિ તે અશુભભાવ છે. 2010_05 Page #63 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપૂર્વકના વિકલ્પો અને અબુદ્ધિપૂર્વકના વિકલ્પો ૩૩ શુભભાવ – મૈત્રી - પ્રેમ-વાત્સલ્ય-કરૂણાના ભાવો થવા એ શુભભાવ છે. પણ જ્યારે કષાયનો રસ મોળો પડે તો જ શુભભાવ અનુભવાય. અન્યથા શુભભાવ વેદાય જ નહીં. અશુભભાવની અપેક્ષાએ શુભભાવ ઉપાદેય છે, પ્રશસ્ત છે. જીવદ્રવ્ય એ ભાવુક દ્રવ્ય છે, સારા-નરસા સંયોગોની, સારા નરસા પદાર્થોની, સારી-નરસી પરિસ્થિતિની અસર થાય છે. બીજા કોઈ દ્રવ્યોને અસર થતી નથી. પરમશુદ્ધ ભાવ = પારમાર્થિક નિર્વિકલ્પક અવસ્થા. એ કેવળજ્ઞાનમાં છે. કેવળજ્ઞાન આવ્યા પછી નિર્વિકલ્પક અવસ્થા જતી નથી. માટે પારમાર્થિક છે. બુદ્ધિપૂર્વકના વિકલ્પો અને અબુદ્ધિપૂર્વકના વિકલ્પો જો કે ધ્યાન-સમાધિમાં પણ નિર્વિકલ્પક અવસ્થા છે. પણ જ્યારે સમાધિમાંથી જીવ બહાર આવે છે ત્યારે નિર્વિકલ્પક દશા ચાલી જાય છે. નિદ્રામાં પણ સમાધિ છે, પણ ત્યાં જડ સમાધિ છે. જે ઇચ્છનીય નથી. ધ્યાનજન્ય સમાધિમાં નિર્વિકલ્પતા છે અને ત્યાં અવ્યક્ત કષાય પણ છે. ૧૧-૧૨-૧૩ મે ગુણઠાણે કષાયનો ઉદય નથી.કષાયનું કામ વિકલ્પ પેદા કરવાનું છે અને સમાધિ છટ્ટે, સાતમે, આઠમે ગુણસ્થાનકે પણ છે અને સમાધિમાં તો નિર્વિકલ્પકતા છે. તો આ બે ભેગા થઈ શકે ? ના, કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી વિકલ્પ છે પણ વિકલ્પોના બે પ્રકાર છે (૧) બુદ્ધિપૂર્વકના વિકલ્પો. આ વિકલ્પો જ્યાં હોય ત્યાં સમાધિ હોઈ શકે ? ના.. પણ જયાં (૨) અબુદ્ધિપૂર્વકના વિકલ્પો છે, ત્યાં ભલે કષાય અંદરમાં પડેલા છે, પણ મનની ત્યાં શાંત-પ્રશાંત અવસ્થા છે. મન સ્વરૂપમાં ગયેલું છે. કષાયનાં ઉદયમાં મન ભળતું નથી માટે અવ્યક્ત વિકલ્પો છે. એટલે અબુદ્ધિપૂર્વકના વિકલ્પ છે, વ્યક્તિ વિકલ્પો નથી. દા.ત, એક સમુદ્ર છે તેમાં કાંકરો પત્થર નાંખ્યો નથી તેથી તરંગો નથી, શાંત છે, પણ પવનની જરાક લહેર આવે, ત્યારે સૂમ હલન છે. કંઈક ચંચળતા છે. તો તે સમુદ્ર વ્યવહારથી શાંત છે, નિશ્ચયથી શાંત નથી. કારણ કે સૂક્ષ્મ અસ્થિરતા દેખાય છે. તેવી રીતે સંપૂર્ણ નિર્વિકલ્પક દશા અહીં આવી નથી, પરંતુ મોહનીયના વિકલ્પનું જોર નહિવતું હોય છે. વિકલ્પોનું બળ નથી, બુદ્ધિપૂર્વકના વિકલ્પો નથી. તેથી શાંત સમુદ્રના તરંગોની ધીમી ગતિ સમાન અહીં જીવના અવ્યક્ત વિકલ્પો ચાલુ હોય છે પણ મોહની પ્રેરકતા નાશ પામી હોવાથી તે બાધક નથી. કેવળજ્ઞાનમાં પારમાર્થિક નિર્વિકલ્પકતા છે. આત્મા સંપૂર્ણપણે આત્મ-સ્વરૂપમાં સમાઈ ગયો છે. તે પહેલાં સાતમે ગુણઠાણે સાધકે કષાયને શાંત કર્યા છે, અનુભવરૂપે તીવ્ર કષાય ત્યાં ન અનુભવાય.. સાતમે ગુણસ્થાનકે સંજ્વલનના કષાય છે ખરાં, પણ આટલે-(સમાધિ) સુધી પહોંચ્યો છે, તેથી સંજ્વલનના કષાયનો રસ મામુલી જ રહ્યો છે, ઘણો બધો શાંત થઈ ગયો છે, તેથી આ વ્યાવહારિક 2010_05 Page #64 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ- નિર્વિકલ્પકતા છે. પ્રગટ રૂપે નથી. અબુદ્ધિપૂર્વકના વિકલ્પો છે. પ્રગટ રૂપે કષાયો વેદાય ત્યારે બુદ્ધિપૂર્વકના વિકલ્પો હોય છે. એ અશુભભાવ છે. જ્યારે અશુભ વિકલ્પો હોય તે વખતે આત્મા પાપકર્મ બાંધે છે. સાત્વિકભાવની પરાકાષ્ઠાથી સમ્યકત્વ ગમે તે ગુણઠાણે કષાયોની વૃત્તિ-પ્રવૃત્તિ - તે અશુભ જ ભાવ છે અને પહેલે ગુણઠાણે મૈત્રી આદિ ભાવો, દયા-દાન-પરોપકારનાં પરિણામો હૃદયની – પરિણામની વિશાળતા એ શુભવિકલ્પ છે, ત્યાં શુભભાવ અનુભવાય છે. બંનેમાં વિકલ્પતા છે બંનેમાં નિર્વિલ્પતા નથી પણ બંનેમાં ફરક છે. જ્યાં સુધી અશુભના ખાડામાં છે, ત્યાં સુધી શુભભાવ નહીં આવે. અને શુભભાવ ઘણો ઘુંટાય, સ્વરૂપનું લક્ષ્ય તીવ્ર બને, તેમ તેમ ગ્રથિભેદની નજીકમાં જીવ આવતો જાય છે. સમ્યકત્વ રૂપી એરોપ્લેન સાત્વિકભાવ રૂપી એરોડ્રામ ઉપર ઉતરી શકે છે. સમ્યકત્વરૂપ એરોપ્લેનને રનવે જોઈએ. વિશાળ જગ્યા જોઈએ. સમ્યકત્વનો રનવે સાત્વિકભાવો છે. સાત્વિક ભાવ ત્યાં સુધી વધવા જોઈએ કે અશુભભાવ પછી સ્પર્શે જ નહીં. સ્વપ્નામાં પણ અશુભભાવ સ્પર્શવો ન જોઈએ. સમ્યકત્વ પામતાં પહેલા બધા જ અશુભભાવો નીકળી જવા જોઈએ. સાત્વિકભાવો, શુભ ભાવો ખૂબ ખૂબ ઘૂંટાવા જોઈએ. એ તો અભવ્યને પણ ધુંટાય છે પણ સાથે સ્વરૂપની રુચિ, સ્વરૂપની તાલાવેલી, સ્વરૂપનું લક્ષ્ય પણ ખૂબ ઘુંટાતું જવું જોઈએ. સ્વરૂપનું લક્ષ્ય જેમ જેમ ઘુંટાય તેમ મિથ્યાત્વ ઘટતું જાય. અનંતાનુબંધી કષાય જીવન પર પદાર્થમાં રસ પૂર્વક રમાડે છે. રાજસ, તામસ ભાવ કરાવે છે. સ્વરૂપને ગમવા ન દેવું એ મિથ્યાત્વનું કામ છે. અશુભભાવમાં રમીએ છીએ, એમાંથી સીધા શુદ્ધભાવમાં ન જવાય પણ અશુભભાવમાંથી શુભભાવમાં આવો પછી શુદ્ધભાવમાં જાવ. - આ રાજમાર્ગ છે. શુભમાં આવવાનું છે. અશુભને છોડવાનું છે. શુભમાં અટકવાનું છે? ના. શુદ્ધને પામવાનું છે. જે શુભમાં પણ ન અટકે અને આગળ વધે છે તે શુદ્ધને પામે છે. શુભમાં કોણ ન અટકે? જેને સ્વરૂપ પ્રાપ્ત કરવું છે તે ન અટકે.. બધી અવસ્થામાં આંશિક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અરે વધતો જાય. પહેલી દૃષ્ટિથી બીજીમાં, બીજીથી ત્રીજીમાં, એમ આગળ વધતાં વધતાં બારમે ગુણઠાણે પણ આંશિક ગુણ પ્રાપ્ત થાય છે. બારમાં ગુણસ્થાનક અને તેમાં ગુણસ્થાનકમાં અંતર કેટલું? માત્ર અંતર્મુહૂર્ત. તેરમા ગુણસ્થાનકની અપેક્ષાએ બારમા ગુણસ્થાનકે જ્ઞાન અને આનંદ બંને અનંતમા ભાગે છે. બારમા ગુણસ્થાનકના પહેલા સમયથી મોહ નથી, પણ અજ્ઞાન છે. જે આત્માના અનંતબહુભાગ જ્ઞાન અને આનંદને પ્રગટ થવા દેતું નથી. આપણે તો સંસારમાં કેવા રચ્યાપચ્યા છીએ ને મારા પર મોહ-અજ્ઞાનનું કેટલું બધું આધિક્ય છે, તો મારું શું થશે ? એવો વિચાર આવે છે ? સંસાર એ મોહને રહેવાની રાજધાની છે. મોહની રાજધાનીમાં રહીને મોહને જીતી શકાય? 2010_05 Page #65 -------------------------------------------------------------------------- ________________ નિદ્રામાં સમાધિ કહેવાય? ૩૫ વૈરાગ્ય માટે પણ ત્યાગ જરૂરી છે. મોહની તાકાતનો ખ્યાલ નથી માટે સંસારની પ્રવૃત્તિ જીવ નિઃશંક પણ કરી શકે છે. મોહના ઘરમાં રહીને, મોહને મારવો કઠીન છે. તેમાંથી જેઓ ભાગ્યા છે. જ્ઞાન-ધ્યાનના માર્ગે, તપ-ત્યાગના માર્ગે દોડ્યા છે તેઓ મોહની રાજધાનીમાંથી છૂટ્યા છે. સમ્યકત્વ આવે એટલે મોહમાંથી આંશિક છૂટ્યો કહેવાય, વિરતિ આવે એટલે વધારે આંશિક છૂટ્યો કહેવાય, પણ આ આંશિક છૂટેલો પાછો ક્યારે પકડાઈ જાય, મોહથી ક્યારે ફેંકાઈ જાય તે કહેવાય નહીં. પાછળની ૪ દૃષ્ટિમાં જીવ સાવધ રહે તો પ્રતિપાત નથી. અને ક્ષપકશ્રેણી માંડે તો નિકાચિત કર્મો પણ નીકળી જાય છે. પુરુષાર્થ કામ લાગે છે. જીવ સાવધ બની પુરુષાર્થ કરી આગળ વધી શકે છે. શ્રેણિક આદિને દુર્ગતિમાં જવા રૂપ પાત છે. પણ પરિણતિનો પાત નથી. જે ગુણઠાણે છે, ત્યાં માત્ર અશુભ લેશ્યા આવે છે. સમતિ જતું નથી. ક્ષાયિક સમ્યકત્વ છે. ક્ષયોપશમ સમકિત હોય તો છોડવું જ પડે.. મિથ્યાત્વે આવવું જ પડે છે. ક્ષાયિક સમકિતમાં જ ચોથું ગુણઠાણું ટકે છે. ફક્ત વેશ્યા બગડે છે. નિદ્રામાં સમાધિ કહેવાય ? ના, કેમ ના કહેવાય ? તો શું નિદ્રામાં વિકલ્પ છે? ના. પણ સ્વપ્ના આવે છે ને ? ના, સ્વપ્ના નિદ્રામાં નથી આવતા. સ્વપ્ના તો તન્દ્રામાં આવે છે. તન્ના અર્ધજાગૃત અવસ્થા છે. તન્દ્રામાં વિચારો આવે, નિદ્રા = ઘસઘસાટ ઊંઘ. નિદ્રામાં જડ સમાધિ કહેવાય, ક્લોરોફોર્મમાં જડ સમાધિ કહેવાય, મૂર્શિતાવસ્થામાં જડ સમાધિ કહેવાય, મંત્ર-તંત્ર જન્ય મૂર્ધામાં જડ સમાધિ કહેવાય, ઔષધપ્રયોગ જન્ય પણ જડ સમાધિ કહેવાય, અહીં અબુદ્ધિપૂર્વકના જ વિકલ્પ છે. છતાં આત્માને ઉન્નતિકારક આ સમાધિઓ નથી. મોહનીયના ક્ષયોપશમથી અને ઉપશમથી જે સમાધિ પ્રાપ્ત થાય છે તે સમાધિ વાસ્તવિક છે. સહજ સમાધિ અને ધ્યાનજન્ય સમાધિ તે ઉપાદેય છે. આત્માએ કર્મનો રસ તોડી-તોડીને સમાધિ મેળવી છે માટે ઉપાદેય છે. દા.ત., અહીં આપણને ત્રીજું જ્ઞાન નથી. પણ દેવલોકમાં ગયા ત્યાં દેવમાત્રને ત્રીજું જ્ઞાન છે. એટલે પક્ષીને જેમ પાંખ આવે, ઉડવાની શક્તિ આવે, તેમ દેવભવમાં ત્રીજું જ્ઞાન આવે એટલે જ્ઞાની થઈ ગયા કહેવાય ? નાં. તેમ નિદ્રામાં સમાધિ આવે તેને સમાધિ કહેવાય ? ના, એ જડ સમાધિ છે. જીવ એ સમાધિમાં નરકે પણ જઈ શકે છે. જ્યારે ધ્યાનજન્ય સમાધિ અને સહજ સમાધિમાં જીવ નરકે ન જઈ શકે, અહીં સ્થિતિ જ ઊંચી છે. प्रयाणभङगाभावेन, निशिस्वापसमः पुनः। विघातो दिव्यभवतश्चरणस्योपजायते ।। २० ॥ પાછળની ૪ દૃષ્ટિમાં પાત નથી. પણ સ્થિરાદિ દષ્ટિમાં સમ્યક્ત્વ અને ચારિત્રને પ્રાપ્ત કરીને, પાળીને, જે જીવ ભવાંતરમાં દેવલોકમાં જાય છે. ત્યારે આ ચારિત્ર જતું 2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૬ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ રહે છે. સમ્યકત્વથી પ્રતિપાત નથી. પણ છઠ્ઠા ગુણસ્થાનકનો વિઘાત તો છે જ. ચારિત્ર ત્યાં નથી. એટલે દષ્ટિનો પ્રતિપાત થયો કહેવાય ને ? આનું સમાધાન આ શ્લોકમાં આપે છે કે આ દેવલોક એ વિસામા સમાન છે. વિસામો લેવો એ પ્રયાણનો ભંગ નથી. દા.ત., જેમ કોઈ પ્રવાસી, પોતાના ગામથી કન્યકુબ્બ (શહેર) જવા માટે પગપાળા નીકળ્યો છે. રોજ ને રોજ પ્રયાણ કરે છે. છતાં પણ રાત્રિએ કોઇ પણ ધર્મશાળાદિ સ્થાનમાં નિદ્રા લેવા રોકાય છે. પાછો સવારથી પ્રયાણ ચાલુ કરે છે. ક્યાંક ભોજન માટે પણ રોકાય, છતાં સતત પ્રયાણ ચાલુ છે. જેમ, આ નિદ્રાથી તેના પ્રયાણનો ભંગ નથી થયો. બલ્ક વિસામો, નિદ્રા એ પ્રયાણને વેગ આપનાર છે. પ્રયાણ અભંગ બને છે. એટલે એ પ્રવાસી સતત પ્રયાણથી ઇષ્ટ સ્થાને પહોંચ્યો એમ કહેવાય છે. એવી રીતે જીવે અહીં મનુષ્યભવમાં સાધના શરૂ કરી. સમ્યકત્વ અને ચારિત્રનું પાલન કરી દેવલોકમાં ગયો. દેવલોકમાં જવાથી તેનું મોક્ષમાર્ગગમન અટકતું નથી પણ અભંગ પ્રયાણ ચાલુ છે. કારણ કે દેવીસુખોમાં પણ ચારિત્રપાલનથી જન્ય વૈરાગ્યના તીવ્ર સંસ્કારના બળે અલિપ્ત રહે છે, ઉદાસીન રહે છે. ક્યાંય રાગાદિથી આત્માને લેપાવા દેતો નથી. અને અંતે સમાધિમૃત્યુ પામી માનવભવમાં આવી ચારિત્ર લઈ આગળ વધે છે. સમકિતીને દેવલોક જેલ છે સમ્યક્તીને દેવલોક પણ સજા લાગે છે. મઝા નથી લાગતી. સમ્યકત્વને વૈષયિક સુખો વચ્ચે રહેવામાં જે પીડા છે, તે બીજો સમ્યકત્વી જ સમજી શકે છે. બીજા ન સમજે. મિથ્યાત્વીને દેવલોકમાં લીલાલ્હેર લાગે છે. સમ્યકત્વીને ત્યાં પણ ગમતું નથી, જે સ્થાન ગમે નહીં અને પાછું ત્યાંથી છુટાય તેમ પણ નથી, એવા સ્થાનમાં વર્ષોના વર્ષો સુધી રહેવું પડે તેમ છે, તો જીવ કેવી રીતે રહે ? રહેવું પડે છે ને રહે છે. ચક્રવર્તીના સુખ હોય કે દેવલોકના સુખ હોય, સમકિતીને કોઈ વિશેષતા દેખાતી જ નથી. સંસારના સુખમાં આપણને જે વિશેષતા દેખાય છે તે મૂઢતા છે. અંદરમાં ઠરવાનું છે એના બદલે જીવ બહાર ઠર્યો એટલે એ જ મહામૂઢતા છે. દેવલોકમાં વધુમાં વધુ ચાર ગુણસ્થાનક હોય છે માટે સમ્યકત્વીને અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. પરંતુ પાંચમું, છટ્ઠ ગુણસ્થાનક ત્યાં નથી કારણ કે અપ્રત્યાખ્યાનીય કષાય અને પ્રત્યાખ્યાનીય કષાય રૂપ ચારિત્રમોહનીયનો દયિકભાવ હોવાથી ત્યાં ચારિત્રમાં પ્રવૃત્તિ નથી, છતાં પણ ચારિત્રમોહનીય કર્મનો ઉદય અત્યંત મંદ છે, જેના કારણે વૈરાગ્ય ટકી રહે છે અને તેથી જ, જ્યાં દેવભવ પુરો થયો અને મનુષ્યભવમાં આવ્યો. જ્યાં ૮-૯ વર્ષનો થયો કે ફરી પાછો ચારિત્રમાં જ આગળ વધશે. દેવભવમાં ચારિત્ર મોહનીયનો ઔદયિકભાવ છે, માટે ચારિત્ર નથી, માટે દેવભવમાં ચારિત્રનો ઘાત એ વિઘાત નથી, પણ વિસામાનું સ્થાન છે. વાસ્તવિક વિઘાત અને પ્રતિપાત તો એ છે કે જ્યાં પડ્યા પછી ફરી ચઢવા માટે મુશ્કેલી પડે, તેને વિઘાત કહેવાય. 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ સમકિતીને દેવલોક જેલ છે અજ્ઞાન, મોહ, કષાયથી પડે તો તે પડ્યો કહેવાય. અહીં એવું પતન નથી. આ દેવ ભવ જ એવો છે કે, જ્યાં ચારિત્રમોહનીયનો ઔદયિકભાવ વર્તે છે. અહીં પ્રવાસીના પ્રવાસની ઉપમા આપીને જેમ પ્રવાસી રાત્રિના નિદ્રા લેવારૂપ વિસામો કરે છતાં સતત પ્રવાસ ચાલુ કહેવાય છે. તેમ સ્થિરાદિ ચાર દષ્ટિમાં દેવલોકમાં ચારિત્રનો વિધાત એ વિસામા તુલ્ય હોવાથી જીવ યોગદષ્ટિમાં સતત આગળ વધતો રહે છે. આંતરશત્રુઓ સામે લઢવા માટે આ મનુષ્યભવ છે. ચક્રવર્તીના છ ખંડ જીતવા સહેલા છે, લાખો શત્રુઓ પર વિજય મેળવવો સહેલો છે પણ આંતર શત્રુઓ પર વિજય મેળવવો, આંતર શત્રુઓ સામે ઝઝૂમવું - એ વિરલાનું કામ છે. મોહની ભયંકરતા સમજાય, તો જ આ કરી શકાય તેમ છે, ધર્મ ખાલી ઉપર ઉપરથી થાય છે, બાહ્ય સંઘર્ષ કરવાના નથી. બાહ્ય સંઘર્ષ અટકાવ્યા પછી આંતરશત્રુ સામે ઝઝુમવાનું છે. મળેલા વૈયિક સુખને છોડે તે આંતર સંઘર્ષ કરી શકે, વિષયોના ત્યાગ વિના, ભોગ વચ્ચે રહીને, ભોગ પુરુષાર્થ કરવાથી આંતરશત્રુ સામે સંઘર્ષ ન થાય.. ઘરમાં રહીને ધર્મ કરીશું, એ મોટો ભ્રમ છે. સારાકાળમાં પણ ઘરમાં રહીને ધર્મ થઈ શક્યો નથી, તો અત્યારે તો ઊંટના અઢાર વાંકા જેવી સ્થિતિ છે... તે વખતે ઘરમાં રહીને આંતરશત્રુ સામે સંઘર્ષ કરવાની શક્યતા નહિવત્ છે. ભરત મહારાજા ચક્રવર્તી છે. ષટ્ખંડ પૃથ્વીના માલિક છે છતાં આંતર જીવન કેવું છે ?... રોજ વિચારે છે કે ‘હું કપૂત છું... મારા નવ્વાણુ ભાઈઓ સપૂત છે; પિતા પાસે દીક્ષિત બની કેવી સુંદર આરાધના કરી રહ્યા છે ! મારી બેનો પણ દીક્ષિત બની કેવી સુંદર આરાધના કરી રહ્યા છે ! અને હું પાપી સંસારમાં રહ્યો ! મારા જેવો અધમ કોઈ નહીં... આવી આવી ભાવનામાં રમતા ભરત મહારાજા જ્યારે રાજ્યગાદી પર બેસતાં ત્યારે પિતાને અને નવ્વાણુ ભાઈઓને તથા બ્રાહ્મી સુંદરી બેનોને નમસ્કાર કરીને બેસે છે... અને હજારો કલ્યાણ મિત્રો તેમણે રાખ્યા છે... તમારે અહીં જ રહેવાનું - ખાવાનું-પીવાનું, ચોવીસે કલાક અહીં રહી ધર્મારાધના કરવાની. તમારા નિર્વાહની બધી જ જવાબદારી મારે માથે... પણ જ્યારે હું રાજ સિંહાસન ઉપર બેસું, ત્યારે તમારે હંમેશા મને યાદ કરાવવું... શું ? (૧) નિતો ભવાન્ (૨) વર્ધને મી: (૩) મા હળ. પણ (૧) નિતો મવાન્- એટલે કે જગત આપને છ ખંડના વિજેતા માને છે. કર્મશત્રુઓથી આપ જિતાયેલા છો... (૨) વર્ષતે ની: મૃત્યુનો ભય નિરંતર માથે છે. સંસારમાં રોગ-જરા, વૃદ્ધાવસ્થા આદિ અનેક ભયો વચ્ચે જીવી રહ્યા છો. મારે ૬૪૦૦૦ સ્ત્રીઓ છે, ૮૪ લાખ હાથી-ઘોડા-૨થ વગેરે છે. ૯૬ કરોડ પાયદળ, ૧૪ રત્નો, નવનિધાન છે. આ છે, તે છે, પણ મૃત્યુની તાતી તલવાર તમારા માથા ઉપર લટકી રહી છે. કલ્યાણમિત્રો રોજ આવું સંભળાવે છે. મૃત્યુનો ભય તો દરેકને માથે છે. તમે પણ રોજ મૃત્યુની 2010_05 68 - Page #68 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ કલ્પના તો કરી જુઓ ! મૃત્યુની આવતા પહેલાની અને મૃત્યુની પછીની કલ્પના રોજ કરો. તો આ ડાયલોગ તમને સમાધિ મૃત્યુ આપશે. મૃત્યુની કલ્પના પણ તમારા હૈયાને હચમચાવી મૂકશે. વિચારો કે તમે મરી ગયા.. ઘરમાં રોકકળ થાય છે. ઠાઠડીમાં બાંધ્યા, સ્મશાને લઈ જાય છે વિગેરે. આષાઢાભૂતિએ ભરત ચક્રવર્તીનું નાટક ભજવતાં કેવળજ્ઞાન મેળવ્યું. અને આષાઢાભૂતિની સાથેના ૫૦૦ રાજકુમારોએ ચારિત્ર મેળવ્યું. તો આ ડાયલોગ તમને સમાધિ મૃત્યુ ન અપાવે ? સતત આવી વિચારણાથી આત્માને તૈયાર કરી દો. આવું કરવાથી મૃત્યુનો ભય નીકળી જશે. (૩) મણિ - ષકાય જીવોના આરંભ - સમારંભ છોડો, જીવોને હણો નહીં, હિંસા ન કરો. દુ:ખ ન આપો, પીડા ન આપો. આખો સંસાર ષજીવનિકાયની હિંસા ઉપર ચાલી રહ્યો છે. સાચા સ્નેહીજન કોણ છે ? તે તો સમજો ! ભરત સમજે છે કે, મારા સાચા સ્નેહીઓ આ છે. બાકી બધા ચોસઠ હજાર સ્ત્રીઓ, ૩૨ હજાર મુકુટબદ્ધ રાજાઓ વગેરે માખણીયા છે. તમે સાચા સ્નેહીઓ ઊભા કર્યા છે ? કલ્યાણ મિત્રો રાખ્યા છે ? જે અવસરે તમને ટોકી શકે, અનુચિત પ્રવૃત્તિ કરતાં અટકાવે - બચાવે. “ઘરમાં રહીને ધર્મ કરીશું' એ વાત ક્યારે શક્ય બને ? ભરત મહારાજાએ આ બધું ઊભું કર્યું છે. રોજ રાજસિંહાસન ઉપર બેસતાં પણ એમણે આ ભાવો કેળવ્યા છે, આ ભાવો જ ઘુંટયાં છે. સતત આ ભાવોમાં રમણતા છે, માટે વીટી ઉતારતા ઉતારતા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ભાવના વિનાનો ધર્મ લુખો છે. મોળો છે. ગોળ વિનાનો કંસાર કેવો ? જેમ “ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર” તેમ ભાવ વિના લૂખો ધર્મ છે. ભાવનાથી આત્મા ભીંજાય છે ત્યાં જ આત્માને આત્માનો અનુભવ થાય છે. ગુણ અને ગુણસ્થાનકની ભેદરેખા मित्रायां दर्शनं मन्दं, यम इच्छादिकस्तथा । आदो देवकार्यादानद्वेषश्चापरा तु ॥ २१ ॥ પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મ. યોગની આઠ દૃષ્ટિ બતાવીને હવે યોગની દષ્ટિ એ શું છે ? અને તે તે દૃષ્ટિમાં શું શું પડેલું છે, તે કહી રહ્યા છે. અનંતકાળથી જીવ યોગની દૃષ્ટિ પામ્યો નથી. ઓઘ દૃષ્ટિ જ વ્યાપેલી હોવાથી આત્મ – સ્વરૂપની અપેક્ષાએ આત્મા ઉપર સતત અંધકાર છવાયેલો હોય છે. જ્યાં સુધી પહેલી દષ્ટિમાં જીવ નથી આવ્યો ત્યાં સુધી ઓઘદષ્ટિ હોય છે. ઓઘદૃષ્ટિનું સ્વરૂપ ઓઘદૃષ્ટિમાં જીવને કેન્દ્રસ્થાનમાં આત્મા ન રહેતાં દેહ હોય છે. એટલે દેહને સુખ મળે, ઇન્દ્રિયને તર્પણ મળે, દેહ ટકે, દેહ સારો રહે. પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવી દેહ સુખ પામે, એવી અહીં કેવળ ભોગની દષ્ટિ, કેવળ અર્થની દૃષ્ટિ, એ ઓઘદષ્ટિ છે. યાવતુ ચરમાવર્તમાં પણ જીવ અપુનબંધકાવસ્થા નથી પામ્યો, ત્યાં સુધી ઓઘદૃષ્ટિ જ હોય છે. ભવાભિનંદી જીવો હોય છે. ભવનો જ રાગ, સંસારનો જ રસ, 2010_05 Page #69 -------------------------------------------------------------------------- ________________ ઘદૃષ્ટિમાં ભવનો ભય નહીં ૩૯ તે ઓઘદૃષ્ટિ છે. અનંતપુદ્ગલપરાવર્ત કાળ સુધી, અને છેલ્લા પગલપરાવર્તિમાં પણ આવી (ઘ) દષ્ટિ જ હતી. ઓઘદૃષ્ટિમાં રહેલો જીવ ત્યાં ધર્મ કરતો હતો, ચારિત્ર પણ લેતો હતો, કષ્ટો પણ સહન કરતો હતો. કેમ? એનાથી સંસારના સુખો મળે છે ને ! દેવના સુખો તો મળે છે ને ! આટલો પુરુષાર્થ સંસારના ઊંચા સુખો માટે કર્યો. ઊંચા વૈષયિક સુખો ચારિત્રના પાલનથી મળે છે. થોડા કાળના ચારિત્રના કષ્ટો વેઠી લેવાથી દીર્ધકાળના સંસારના સુખો તો મળશે ને ! માટે ચારિત્ર પાલન કર્યું, કષ્ટો સહન કર્યા, તપ-ત્યાગ કર્યા, પણ આત્મ સ્વરૂપની વિચારણા પેદા ન થઈ. ઓઘદૃષ્ટિમાં ભવનો ભય નહીં ભવનો ભય જ નહીં, મારું શું થશે ? એવી વિચારણા પણ નહીં. આવો અચરમાવર્તકાળ એ ધર્મનો બાલ્ય કાળ છે. ત્યાં ધર્મ - યોવન પ્રાપ્ત થતું નથી. તેમાંથી આત્મા જ્યારે જાગે છે. ઓઘદૃષ્ટિમાંથી આત્મા જરા બહાર નીકળે છે, ત્યારે મિત્રા દૃષ્ટિ - પહેલી યોગદષ્ટિ પામે છે. જો કે અહીં એનો બોધ છે, તે શ્રદ્ધાથી રંગાયેલો છે, છતાં તે ઘણો બધો મંદ છે, પણ એ મંદ બોધ પણ આત્માના ઘરનો છે. હું આત્મા છું, દેહભિન્ન છું, પરલોકવાયી છું, મારું સ્વરૂપ ભિન્ન છે. આ વાત પ્રામાણિકપણે માનવા તૈયાર થયો છે. સંસારમાં કર્મ બંધાય છે અને કર્મના વિપાકો, કર્મના ફળ જીવને જ મળે છે. એટલે જે કરે છે, જે કર્મ બાંધે છે, તેને જ ભોગવવા પડે છે. આવી શ્રદ્ધા થાય છે. અચરમાવર્તિમાં જીવ, દયાના પરિણામ કરે છે. અચરમાવર્તમાં કષાયની મંદતાના પરિણામ હોય છે, પણ ત્યાં જીવને ભવભ્રમણનું લેશ ભાન નથી હોતું, પરિભ્રમણનો કોઈ ખ્યાલ નથી હોતો, પરલોકમાં મારું શું થશે? હું મરીને ક્યાં જઈશ? આવો વિચાર નથી આવતો. ચરમાવર્તમાં પહેલી દષ્ટિમાં આવો વિચાર આવે છે, તે માર્ગમાં આવ્યો છે. “હવે ભટકવું નથી' એવો નિર્ણય થાય, અને “ઘણું ભટક્યા” એનું ભાન થાય છે, ત્યારે ઓઘ દૃષ્ટિમાંથી જીવ યોગદષ્ટિમાં આવે છે. અભવ્ય જીવોને આ સંસારમાં મારું શું થશે ? અને ક્યાં સુધી ભટકવાનું ? આવો ભવભ્રમણનો વિચાર નથી અને ભવભ્રમણનો થાક નથી. તેઓને આત્મા ક્યાંથી સમજાય ? કષાયોની મંદતા એ જુદી ચીજ છે. અને ભવભય એ જૂદી ચીજ છે. અનાદિની વિષય-કષાયની પરિણતિ એ ભવ છે. અને એનો ક્યારે અંત આવશે? આ વાત અભવ્ય પાસે નથી, જ્યારે જીવને હવે મારો મોક્ષ ક્યારે થશે ? ક્યારે પાપથી મારો છૂટકારો થશે ? એવો ભવનો ભય, પાપનો ભય, પાપથી છૂટવાની ઇચ્છા આ પહેલી દષ્ટિમાં આવે છે. મિત્રાદષ્ટિનું સ્વરૂપ આ મિત્રા દષ્ટિમાં આવે એટલે (૧) યોગનું અંગ પ્રાપ્ત થાય છે. (૨) દોષનો ત્યાગ થાય છે, (૩) આદરણીય ગુણની પ્રાપ્તિ થાય છે. આ મિત્રા દૃષ્ટિમાં યમ નામનું યોગાંગ હોય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને યમ કહેવાય છે. આ યોગાંગ - યમ તો સાધુના વ્રતો છે. શ્રાવકનાં વ્રતો છે. સાધુના 2010_05 Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૦ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ મહાવ્રત અને શ્રાવકના ૧૨ વ્રત સ્વીકારે તેને આ અંગ આવે. તો શ્રેણિકરાજા વિગેરે કે, જેમની પાસે આ વ્રતો નથી તો તેઓને યમ વિનાના કહેવા ? ના, અહીં યમના ચાર ભેદ છે. ઇચ્છા, પ્રવૃત્તિ, વૈર્ય અને સિદ્ધિ. એટલે ઇચ્છાયામ, પ્રવૃત્તિયમ, ધૈર્યયમ અને સિદ્ધિયમ, એમ ચાર સ્વરૂપે છે. અત્યાર સુધી જીવ હિંસા, કષાય વગેરે પાપ રાચી-માચીને કરતો હતો. તેને અહીં અહિંસાની ઇચ્છા થઈ એટલે પહેલી દષ્ટિ શરૂ થઈ છે. અહીં અહિંસાની ઇચ્છા તે ઇચ્છારૂપ અહિંસાયમ, અહિંસાની પ્રવૃત્તિ તે પ્રવૃત્તિરૂપ અહિંસાયમ, અહિંસામાં ધૈર્ય તે સ્વૈર્યરૂપ અહિંસાયમ, અને અહિંસા આત્મસાત્ થઈ તે અહિંસાની સિદ્ધિ તે સિદ્ધિ રૂપઅહિંસાયમ. આ પ્રમાણે સત્ય વિગેરે યમમાં પણ ઇચ્છાદિ ૪-૪ પ્રકારો જોડતાં કુલ ૨૦ ભેદ પ્રાપ્ત થાય છે. જીવ અહિંસાદિ યમોની ઇચ્છા માત્ર કરે તો પણ તે ઇચ્છારૂપ અહિંસાયમમાં આવ્યો. એટલે પહેલી દષ્ટિમાં આવ્યો છે. અભવ્યને અહિંસા પાળવા છતાં “આ અહિંસા આત્મસ્વરૂપ પ્રગટ કરાવનાર છે અને મારે આત્મસ્વરૂપ પ્રગટ કરવું છે...” આવી દૃષ્ટિ જ નથી. આવી અંતર પરિણતિ જ નથી, વૃત્તિ જ નથી માટે પહેલી દષ્ટિમાં પણ તેનો પ્રવેશ નથી. કદાચ અહિંસાની ઇચ્છા થાય, અહિંસાનું પાલન પણ થાય એટલા માત્રથી પહેલી દષ્ટિ આવે જ એવું નથી. પણ સાથે સાથે વિષય - કષાયની પરિણતિરૂપ સંસાર ખરાબ લાગે, અંશે પણ ખરાબ લાગે ત્યારે જીવ દૃષ્ટિમાં આવે છે. સંસારી જીવોનું સુખ જગતમાં બે પ્રકારે છે. (૧) કાષાયિક સુખ. શું કષાયમાં પણ સુખ છે ? હા. ક્રોધાદિમાં પણ સુખ અનુભવાય છે. અભિમાનમાં પણ સુખ અનુભવાય છે. બીજાને ઠગવામાં તેમજ અનુકૂળ પદાર્થની ઇચ્છા કરવામાં પણ જીવને સુખ અનુભવાય છે (૨) વૈષયિક સુખ-પાંચ ઇન્દ્રિયના ભોગો સુખરૂપ લાગે છે. મિથ્યાત્વના ઉદયથી ઇન્દ્રિયોના વિષયોમાં જીવને સુખાનુભવ થાય છે. પુણ્યની અપેક્ષાએ અહિંસાદિનું પાલન અભવ્ય પણ કરે છે. વિષય સુખ - કષાયસુખ રૂપ ભવ અને તે સુખની જે આસક્તિ છે તેનો આંશિક ઘટાડો થાય ત્યારે મુક્તિનો અદ્દેષ આવે છે, પહેલી દૃષ્ટિમાં આ અદ્વેષ ગુણને પ્રાપ્ત કરે છે. મુક્તિનો અદ્વેષ - આત્માનો અદ્વેષ, આત્મ સ્વરૂપનો અદ્વેષ છે. અત્યાર સુધી વૈષયિક સુખોની તીવ્ર આસક્તિ અને તીવ્ર તલસાટ જે મુક્તિપ્રત્યે દ્વેષ પેદા કરતો હતો, તે હવે સંસારના વૈષયિક સુખોમાં અંશે ઘટાડો થાય, આસક્તિનો ઘટાડો થાય છે ત્યારે મુક્તિનો અદ્દેષ આવે છે. મુક્તિઅદ્વેષ ક્યારે આવે ? આજ સુધી સાંસારિક સુખાસક્તિનો જે ફોર્સથી પ્રવાહ હતો તેમાંથી એકાદ અંશ તૂટે, ઘટાડો થાય, આસક્તિનો આંશિક ત્યાગ થાય ત્યારે મુક્તિનો અદ્વેષ એટલે 2010_05 Page #71 -------------------------------------------------------------------------- ________________ મુક્તિઅદ્દેષ ક્યારે આવે ? ૪૧ કે તત્ત્વનો અદ્દેષ આવે છે. પછી જે અદંભપૂર્વક આત્મકલ્યાણની બુદ્ધિએ ગુણનો રાગ પ્રગટે છે, એટલે મુક્તિનો કંઈક રાગ આવે છે. આ બન્ને ગુણસંપન્ન અપુનબંધક અવસ્થામાં પ્રાપ્ત થાય છે, ત્યારે યોગની પહેલી દૃષ્ટિ આવે છે. વ્યુત્પત્તિ ઘટિત અપુનર્બધક અવસ્થાનો આ અર્થ છે – અ = નહીં, પુનઃ = ફરીથી, બંધક = ઉત્કૃષ્ટ સ્થિતિનો બાંધનાર... પણ એમાં જ્યારે સરુનો યોગ, જિનવાણીનું શ્રવણ વગેરે વગેરે નિમિત્તો મળે ત્યારે ભવનો ઉદ્વેગ, તીવ્ર ભાવે પાપ અકરણ, ઔચિત્ય પાલન વગેરે ગુણો પ્રગટે છે. આ ગુણસંપન્ન અપુનર્ધધક અવસ્થા છે. અભવ્યના ચારિત્ર પાલનમાં ગુણો દેખાય છે, દયા છે, ક્ષમા છે, અહિંસાદિ વગેરે ગુણો દેખાય છે. પણ સુખની આસક્તિનો લેશ ઘટ્યો નથી ગુણો ઘણા છે પણ ગુણસ્થાનક નથી કેમ ? એ ગુણો નથી. ગુણાભાસ છે. કારણ કે સુખની આસક્તિ એ મૂળભૂત સંસાર છે. સુખની આસક્તિ સંસારનું મૂળ છે, અભવ્યને મૂળ ઉપર ઘા જ પડતો નથી. ગુણો પેદા કર્યા, પણ એ ગુણો ગુણસ્થાનકને પમાડતા નથી. સંસારના મૂળ ઉપર ઘા ન લાગે ત્યાં સુધી ગુણસ્થાનક આવે નહીં. અભવ્ય નવમા ગ્રેવેયકે જવા માટે ચારિત્ર પાળે છે, ત્યારે તેને મુક્તિનો અદ્વેષ હોય છે, પણ એ મુક્તિનો અષ અતાવિક છે. આચારના પાલનથી થયેલી કષાયની મંદતા રૂપ અષ છે. આ આચારનું પાલન એને જે સ્થાન પ્રાપ્ત કરવું છે તે માટે કરે છે, નિરતિચાર ચારિત્ર પાળે છે, સમિતિ - ગુપ્તિ પાળે છે, અહિંસાદિ વાતોને ધારણ કરે છે, શ્રવણ-મનન-ચિંતન કરે છે, ઉપદેશ આપે છે, વગેરે સમ્યગુ આચારનું પાલન, કષાયની પરિણતિને ઘસવાનું કામ કરે છે. વિપરીત આચારના પાલનથી કષાય વધે છે. સમ્યગુ આચારના પાલનથી કષાય ઘટે છે, સમ્યગુ આચારની તાકાત છે, કે તે કષાયને ઘટાડે. અભવ્યને કષાયમંદતા આચારના પાલનથી છે. જેટલા ટાઇમ સુધી કષાય મંદતા રહે ત્યાં સુધી મુક્તિનો અદ્દેષ હોય છે એટલે મુક્તિનો દ્વેષ નથી કરતો, મુક્તિ માટે એલફેલ એટલે કે, જેમ તેમ બોલતો નથી. પણ મુક્તિ ગમી નથી. એટલે નવમા રૈવેયકે જવું હોય તો પણ મુક્તિનો અદ્વેષ જોઈએ છે. એટલે એ આત્માનો, આત્મતત્વનો વિરોધ નથી કરતો એટલા માત્રથી એને આત્માની રુચિ છે એવું ત્યાં નથી. પણ પુણ્ય ઊંચી કોટિનું જોઈએ છે માટે ૯ષ નથી કરતો. એ સમજે છે કે, જો પુણ્ય ઊંચી કોટિનું બાંધવું છે તો ઠેષ કરું તો ન બંધાવ અને આચારના પાલનથી તેને કષાયની મંદતા થઈ છે, તેથી મુક્તિનો અદ્વેષ છે પણ તે તાત્ત્વિક નથી. માટે જ્યારે વૈષયિક સુખ અને કાષાયિક સુખ બંને ઉપરથી સુખબુદ્ધિ અંશે પણ જો ઉઠે તો તાત્વિક અષ આવે છે. અભવ્યને આ સુખબુદ્ધિ અંશે પણ ઉઠતી નથી, આટલી બધી કષાયની મંદતા થવા છતાં.... આ સુખો મારા સ્વરૂપની વિડંબના કરનારા છે એવું એને લાગતું નથી. આ મંદતા ભારેલા અગ્નિ જેવી છે. ચારિત્ર પાળશે ત્યાં સુધી એ કષાયની મંદતા રહેશે પણ કષાયો જ દુ:ખ આપનારા છે, કષાય એ આગ છે, કષાય ભડકો છે, એવું દેખાતું નથી. જ્યારે એમાં દુઃખ દેખાશે, અને કષાયને પેદા કરનારા વિષયો છે, વિષયસુખ ભવોભવ આત્માને વિડંબના કરનારા છે, અને ભવોભવ વિંડબના કરી છે, આવી -- --- - --- - 2010_05 Page #72 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ અંદરમાં ચિનગારી પેદા થાય, તો મુક્તિઅદ્વેષ તાત્ત્વિક આવ્યો કહેવાય.. અભવ્યને આચાર પાલનથી જન્ય કષાયોની મંદતા થવાથી ગુણો છે પણ એ તાત્ત્વિક ગુણો નથી. અને તાત્ત્વિક ગુણો નથી એટલે મુક્તિનો અદ્વેષ પણ તાત્ત્વિક નથી. ૪૨ તાત્ત્વિક મુક્તિનો અદ્વેષ ચરમાવર્તમાં આવે છે. અને તાત્ત્વિક મુક્તિનો રાગ પણ ચરમાવર્તમાં આવે છે. અચરમાવર્તમાં મુક્તિનો અદ્વેષ અતાત્ત્વિક હોય છે, ચરમાવર્તમાં જીવ આવ્યો એટલે અદ્વેષની યોગ્યતા આવી... કાળ પરિપાક થયો. કાળ પ્રતિબંધક હતો તે નીકળી ગયો... પછીથી તારક તત્ત્વોનું નિમિત્ત મળે, કષાયના વિપાકોનું પરિભાવન કરે... જે વિષય સુખોની આસક્તિ હતી તે આસક્તિ ઘટે, ત્યારે વાસ્તવિક દૃષ્ટિ પામ્યો કહેવાય અને ત્યારે ગુણસંપન્ન અપુનર્બંધક અવસ્થા આવે છે. ક્રિયારૂચી, ચરમાવર્તી જીવને આવે છે. આત્માના ગુણો ચરમાવર્તમાં આવે છે, આત્મગુણોના પ્રાપક આચાર ચરમાવર્તમાં ગમે છે માટે આસ્તિકપણું ચરમાવર્તમાં આવે છે. અભવ્ય ચારિત્રને માને છે, જ્ઞાન-દર્શન-ચારિત્રના આચારોને પાળે છે, આત્માને માને છે, પુણ્ય, પાપ, આશ્રવ સંવર, નિર્જરા આદિ ૮ તત્ત્વોને માને છે પણ મોક્ષને નથી માનતો, શુદ્ધાત્માને નથી માનતો, શુદ્ધ આત્માના ગુણોને નથી માનતો એટલે ક્ષાયિક ગુણોને નથી માનતો, અને તેથી ક્ષાયિક ગુણોને અપાવનાર ક્ષાયોપશમિક ગુણોને પણ નથી માનતો અને ક્ષાયોપમિક ગુણોને નથી માનતો એટલે આત્માને નથી માનતો એમ કહેવાય.. માટે નાસ્તિક કહેવાય છે. અભવ્ય આટલું બધું કરે તો પણ નાસ્તિક કહેવાય અને તમે કશું નથી કરતાં છતાં આસ્તિક કહેવાઓ? સરળતા વિના યોગની દૃષ્ટિ ન આવે ન આજે જીવો બહુલતાએ ડબલ લાઈફમાં જીવી રહ્યા છે, જાતને ધર્મ કહેવરાવવી છે... ધર્મીમાં ખપવું છે. અને વૈયિક સુખની આસક્તિમાં લેશમાત્ર ઘટાડો નથી કરવો... અને એ વૈષયિક સુખો સીધી રીતે ન મળે તો આડકતરી રીતે પણ મેળવવા છે. તે માટે માયા, કપટ, પ્રપંચ, જૂઠ, વિશ્વાસઘાત બધું કરવા તૈયાર છે. આવી ડબલ લાઇફ જીવનારા કેવી રીતે ધર્મ પામી શકે ? આવી માયા કરીને ધર્મ કહેવરાવવું છે ? માયા-કપટ, જૂઠ-ચોરી વિગેરે કરી કરીને જીવશું તો અનંતકાળ સુધી સંસારમાં રખડવું પડશે. આપણે કેવા છીએ, તે આપણા બોલ ઉપરથી આપણા હાવ-ભાવ ઉપરથી જણાય છે. મને કોઈ જાણતું નથી. મારું બદમાશીભર્યું જીવન કોઈને ખબર નથી એમ નહીં માનતા... પણ જગત સજ્જન છે. માટે કોઈ બોલે નહીં... એનો અર્થ એ નથી કે જગત તમને જાણતું નથી. વૈષયિક સુખો સતાવે છે, એવું સ્પષ્ટ કહો... પણ માયા તો ન જ કરો... એક માણસ... મોટી ઉંમરે... ફરી લગ્ન કરે છે... અંદરથી વાસના સતાવે છે. બહારના ડોળ જુદા બતાવે... શું કરું... લગ્ન કર્યા વિના છૂટકો નથી... વિગેરે... આવી માયાને છોડો... યોગની પહેલી દૃષ્ટિ પામવા માટે પણ માયાવી જીવન ઉપર તિરસ્કાર છૂટવો જોઈશે. સંસારમાં વૈષયિક સુખની આસક્તિ સતાવે... એ કાંઈ બહુ મોટો ગુન્હો 2010_05 Page #73 -------------------------------------------------------------------------- ________________ ઇસુખ્રિસ્તની ક્ષમા નથી. એટલે સંસારીને આસક્તિ સતાવે એ બને, પણ અંદરમાં સતાવે છે તે વાત ઉપર ઢાંક-પીછોડો કરી, માયા-પ્રપંચ કરીને ધર્મીપણાનો દેખાવ કરો છો.... ત્યાં કઈ રીતે ધર્મ હોઈ શકે ? કમમાં કમ અમારી પાસે તો સીધા ચાલો ! અમારી પાસે તો એકરાર કરો! આવી વાતો ભલે બધે નથી કહેવાની, પરંતુ તમારી જાતને ક્યાંક ખુલ્લી કરો. જ્યારથી સુયોગ્ય સ્થાને જાતને ખુલ્લી કરવા માંડશો ત્યારથી પાપ ગભરાવા માંડશે. ભવભ્રમણ વધારે છે માટે જ પાપને ઢાંકવાનું મન થાય છે. જે પાપભીરૂ હશે, જે સરળ હશે તે સુયોગ્ય સ્થાને એકરાર કરશે, તે મરતાં મરતાં પણ સુધરી જશે. યોગની પહેલી દૃષ્ટિમાં આવી જશે. થોડો પણ નક્કર ધર્મ તમને એ પહેલી યોગની દૃષ્ટિ આપીને રહેશે. દેવ-ગુરુ-ધર્મની છાયા હોવા છતાં, દેવ-ગુરૂ ધર્મની પડખે રહેવા છતાં પણ વૈષયિક સુખ માટે ભયંકર પાપો કરીને, પાછા એને ઢાંકવાના પ્રયત્ન કરશો ? ક્યાંય ખુલ્લા કરવા નથી ? કોઈ સુયોગ્યસ્થાને પણ કહેવા નથી ? તો તેનો ઉદ્ધાર ખરો ? તેનો ઉદ્ધાર કઇ રીતે શક્ય બની શકે ? જ્યાં સુધી હૃદયમાં પાપભીરુતા અને સરળતા ન આવે ત્યાં સુધી આ કષાયનો ઉપશમ દેખાવનો, ગુણો પણ દેખાવનાં અને મુક્તિનો અષ પણ દેખાવનો, કેમકે સંસારનું બીજ અંદરમાં જેવું છે, તેવું ને તેવું જ પડેલું છે. જ્ઞાનીઓ જે સુખને ખરાબ કહે છે, તે સુખ મને કેમ પ્રિય લાગે છે ? જ્ઞાનીઓ જે સુખ-ભોગમાં સંસારનું પરિભ્રમણ બતાવે છે તે મને કેમ ગમે છે ? આવું સંવેદન મનમાં ચાલે છે? આવું ઘમસાણ મનમાં ચાલે છે ? રાત્રે કોઈ દિવસ તમારી ઊંઘ હરામ બની છે? ભવભય વિનાના આ બધા ગુણો નકામા અહિંસાદિ ગુણો ભવભય વિના આત્મકલ્યાણ કરી શકતા નથી. જેને ભવભય લાગે તેના અહિંસાદિ ગુણો વાસ્તવિક છે. ઇસુખ્રિસ્તની ક્ષમા ઈસુ ખ્રિસ્તે તેના જીવનમાં ક્ષમા કરી છે. તે ક્ષમાને શેમાં મૂકશો? તેને હદયથી ગુણો ગમ્યા છે. અને એ સ્વાર્થ વિનાના ગુણો છે. જેને ઇહલોકિક કે પારલૌકિક સ્વાર્થ વિના ગુણ ગયા છે તે બધા જ મોક્ષમાર્ગના પહેલા પગથીએ આવેલા છે. અને એ ગુણો આત્માના છે પણ પુલના નથી. વળી એ ગુણો એને હૃદયથી ગમ્યા છે એવું શાથી કહી શકાય? તો ઈસુને કોઈ પૂછે છે કે મારા શત્રુએ મને સાત સાત વાર હેરાન કર્યો. મેં સાત વાર તેને માફી આપી... છતાં હજી કનડગત કર્યા જ કરે છે. હવે શું કરું? ક્યાં સુધી મારે માફી આપવી ? તો કહે છે - સાત વાર નહીં, પણ ૭X૧૦= ૭૦ વાર માફી આપ. ૭૦૦ વાર માફી આપ. એટલે કે તારો સ્વભાવ તો ક્ષમા આપવાનો જ છે. તારો પોતાનો સ્વભાવ કોઈને કનડગત કરવાનો નથી જ. આ શું બતાવી રહ્યા છે ? આને જ હૃદયથી ક્ષમા ગુણ ગમ્યો કહેવાય. હૃદયસ્પર્શી ગુણોની ઇચ્છા એજ આત્માની ઇચ્છા છે. ઇસુને જ્યારે ક્રોસ - ફાંસી ઉપર ચઢાવવામાં આવ્યા ત્યારે તેના આ ઉદ્ગાર છે. હે પ્રભો ! તું આ બધાને માફ કરી 2010_05 Page #74 -------------------------------------------------------------------------- ________________ ४४ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ દેજે. બિચારા એ લોકોને એ પણ ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ! બિચારા અજ્ઞાન છે. માર્ગ ભૂલેલા છે. આ જીવો યોગની દૃષ્ટિ પામેલા છે. યોગના પગથીએ ચઢેલા છે. યોગદષ્ટિ પામેલા જીવોનું આવું વલણ હોય છે. બીજાને અન્યાય કરનાર અધ્યાત્મ ન પામી શકે અધ્યાત્મ પામવું હોય તો બીજાને ન્યાય આપજો. positive approach કરજો. નહીં કે Negative. કોઈને કદી અન્યાય કરશો નહીં... બીજાના લાખો અન્યાયો ને જે સહન કરે છે. અને કદી કોઈને અન્યાય કરતો નથી. તે ધર્મી છે. તે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. બીજાને અન્યાય કરનાર, બીજાને માટે જેમ તેમ બોલનાર, બીજાને માટે જેમ તેમ અભિપ્રાય આપનાર, ક્યારે પણ મોક્ષ પામી શકતો નથી, માટે જ ભગવાનને તિનાણે તારયાણ કહીએ છીએ. આપણી બુદ્ધિમાં જે સારું લાગે તે બધું જ બોલવાનું નથી પણ આપણી વાતને ગીતાર્થ મહાપુરુષનું સમર્થન મળે, તે પછી વિવેકદૃષ્ટિથી બોલવામાં લાભ દેખાય તો તોલી તોલીને બોલવાનું છે અન્યથા મૌન રહેવાનું છે. જેને સંસાર સુખની આસક્તિ નીકળી ગઈ છે અને અદંભપણે ગુણ રુચિ થઈ છે તે વહેલો કે મોડો, તે આજે કે કાલે મોક્ષે જવાનો જ, એક પણ ચીજ હૃદયથી ગમવી જોઈએ. તમને કોઈ એક ગુણ હૃદયથી ગમે છે ? સાધુને જોયા પછીથી સાધુતા ગમે છે ? કે આ સાધુ થવામાં કેવી શાંતિ !! કેવી સમાધિ !! કેવું સુંદર જીવન !! કોઈ પાપ નથી. ન ચોરી, ન જૂઠ, ન હિંસા આવી સાધુતા ગમે છે ? હા, ગમે ખરી. પણ હિં ત નથી. તો જાવ, સમજી લેજો કે જીવ પહેલી દૃષ્ટિમાં આવી ગયો છે.. ગુણો ગમ્યા એટલે દૃષ્ટિ આવવા માંડે છે. ઇચ્છારૂપ અહિંસાયમ એટલે તેને ક્યારે અહિંસા પાળું? અહિંસા કેવી સરસ છે ? આવા વિચાર પહેલી દષ્ટિના છે. આ દષ્ટિના અસંખ્ય ભેદો છે. પ્રત્યેક દૃષ્ટિનાં તરતમતાએ અનેક ભેદો હોય છે, ભલે આ નીચેની કક્ષા છે. પણ ધર્મની શરૂઆત આ રીતે થાય છે, અહિંસાદિની હૃદયથી ઇચ્છા કરવા માત્રથી જીવ ઇચ્છા યમમાં આવી જાય છે. આ ઇચ્છા હૃદયસ્પર્શી છે. કોઈને ત્રાસ, પીડા, દુ:ખ આપવું એ મારું સ્વરૂપ જ નથી. જીવોની અહિંસા હૃદયથી ગમી છે. અહિંસા તારક છે. હિંસા મારક છે. આ અહિંસા જ મને તારનારી છે.. આવી અહિંસા હું ક્યારે પાળું? આવી ઇચ્છા જ જીવને આ દષ્ટિમાં મૂકે છે. પ્રશ્ન - આ ઇચ્છા માત્રથી શું ફાયદો ? આ ઇચ્છાથી શું કલ્યાણ થશે ? ઉત્તર – આ ઇચ્છા જ મહત્વની છે. અત્યાર સુધી આવી ઇચ્છા થઈ નથી. અહિંસાદિ ગમ્યા જ નથી. જ્યારે હવે આત્માને કેન્દ્રસ્થાને રાખીને ગુણદષ્ટિ આવી છે એટલે એના દિલમાં દયાના અંકુરા ફુટ્યા છે. જેથી હિંસા, જૂઠ વિગેરે ખોટા લાગે છે, ભયંકર લાગે છે, અકર્તવ્ય લાગે છે. એટલે આ અહિંસાદિની ઇચ્છા એ કાંઈ નાની 2010_05 Page #75 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ પછી વિનિયોગ સૂની વાત નથી. ઇચ્છા જ પ્રવૃત્તિને ખેંચી લાવે છે. જેને હૃદયથી અહિંસા, સત્ય ગમી જાય છે ત્યારે તે વ્યક્તિ જ્યારે જ્યારે અહિંસાદિની પ્રવૃત્તિની તક મળે ત્યારે તે એને છોડે ? ન જ છોડે. જગતમાં પ્રવૃત્તિ તેની જ થાય કે જેની ઇચ્છા હોય... “રુચિ અનુયાયી વીર્ય” જે જેની સાચી ઇચ્છા કરે છે તે, તે વસ્તુ પામવાને યોગ્ય બને છે. આત્મ ગુણોની આવી સાચી ઇચ્છા થાય એટલે સંસારસુખની ઇચ્છામાં ઘસારો પડે જ, અને તોજ અહિંસાદિની ઇચ્છા વાસ્તવિક ગણાય અને સંસારની ઇચ્છામાં ઘસારો પડે એટલે આસક્તિ પણ ઘટે જ, એ નિશ્ચિત છે. સાચી ઇચ્છામાંથી પ્રવૃત્તિ જન્મે છે. પ્રવૃત્તિ કરતાં કરતાં ધૈર્ય આવે છે એટલે એ પ્રવૃત્તિની બાધક ચિંતા નીકળી જાય છે અને અંતે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહિંસા ગમવી એટલે હિંસા પ્રત્યે અરૂચિ, ધૃણા, તિરસ્કાર પેદા થવો, આ ધૃણા પણ વૈષયિક સુખોની આસક્તિ ઉતરે ત્યારે થાય છે એટલે સંસારમાં થતાં હિંસામય આરંભ-સંમારંભમાં એને અણગમો હોય છે. એનું દિલ દુ:ખી હોય, વ્યથિત હોય... દુ:ખનું કારણ છે પાપ, પાપનું કારણ સુખ છે. વૈષયિક સુખને કૃત્રિમ સુખ સમજો અને એની આસક્તિ છોડો. તો જીવનમાં આગળ વધી શકશો. હિંસા, જૂઠ, ચોરીને પાપ માનનારા આ જગતમાં ઘણા છે પણ મૈથુન અને પરિગ્રહને પાપ માનનારા આ જગતમાં કોક વિરલા છે. આ જગતમાં જેને મૈથુન અને પરિગ્રહની જરૂર છે, તેને હિંસા, જૂઠ ચોરી કરવા પડે છે. તો કોણ ખરાબ ? હિંસા, જૂઠ, ચોરી, ખરાબ કે જેના કારણે એટલે કે મૈથુન - પરિગ્રહના કારણે – અર્થ અને કામના કારણે - ધન અને ભોગના કારણે જે હિંસા - જૂઠ, ચોરી કરવા પડે છે, તે (મૈથુનપરિગ્રહ) ખરાબ ? હિંસા-જૂઠ અને ચોરી ઉભા છે - આ બે પાપ ઉપર એટલે મૈથુન પરિગ્રહ ઉપર. જેને આ બે પાપ, પાપ તરીકે સમજાઈ ગયા તે ધર્મ પામ્યો છે. જેમ જેમ અહિંસાદિની ઇચ્છા બળવાન બને છે તેમ તેમ પ્રવૃત્તિ સુંદર બને છે. અને પ્રવૃત્તિ જેમ સુંદર બને તેમ ઉપયોગ અહિંસામય બને છે. અને ઉપયોગ જેમ જેમ અહિંસામય બનતો જાય તેમ તેમ અંતે સ્વૈર્ય પ્રાપ્ત થાય... ધૈર્ય આવે એટલે એમાંથી અહિંસાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહિંસા સ્વભાવસ્થ બને છે. અહિંસા સહજ બને છે. અહિંસા આત્મસાતુ બને છે. એટલે કે અહિંસાનો વિચાર, વિકલ્પ કરવો પડતો નથી. એટલે ત્યાં હિંસાથી પાપ કર્મ બંધાય છે, દુર્ગતિમાં જવું પડે છે, એવા ભયના વિકલ્પથી અથવા તો શાસ્ત્રોમાં હિંસા નિષિદ્ધ છે એવા વિકલ્પપૂર્વક અહિં અહિંસાનું પાલન નથી. પણ સહજ અહિંસાના ભાવ હોય છે. તે વખતે સહજ અહિંસાની પ્રવૃત્તિ થઈ જાય છે તે સિદ્ધિરૂપ અહિંસા છે, અને તે સિદ્ધિ એ અહિંસાની ઉત્કૃષ્ટ કક્ષા છે. સિદ્ધિ પછી વિનિયોગ દા.ત. બળભદ્ર મુનિ - જેમણે અહિંસાની સિદ્ધિ કરી છે. શ્રીકૃષ્ણના મૃત્યુ પછી દીક્ષા લીધી છે. ઉચ્ચ કોટિના સંયમનું પાલન કર્યું છે. અહિંસાને આત્મસાત્ કરી છે. તેથી તેઓ જે જંગલમાં રહેતાં ત્યાં વાઘ-સિંહ જેવા ક્રૂર પ્રાણીઓ પણ માંસાહાર 2010_05 Page #76 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ ન કરતાં ઘાસ ખાતા થઈ ગયા છે. હિંસા ભૂલી જતાં, કોમલ હૃદયના બની જતાં, જેથી હરણ-સસલાને શિયાળ જેવાં પ્રાણી નિર્ભય રીતે ત્યાં આવતા. અને સાથે બેસતાં.... જેમ પરમાત્માના સાન્નિધ્યમાં વાઘ અને બકરી, સર્પ અને નોળીયો સાથે બેસતાં, તેમ અહીં આ મુનિવરની પાસે પણ પશુઓ જાતિવેરને ભૂલીને મિત્રની જેમ સાથે બેસતા. ઇચ્છા, પ્રવૃત્તિ, વૈર્ય રૂપ ત્રણ સ્ટેજ પછી સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય? સિદ્ધિ રૂપ પાંચે યમ ક્યારે પ્રાપ્ત થાય ? કે જ્યારે આત્મા પુલમાંથી નીકળીને સ્વઘરમાં રહેતાં શીખે, જ્યારે આત્મસ્વરૂપમાં રમણતાં કરતો થાય ત્યારે ગુણોની વાસ્તવિક સિદ્ધિ થાય છે. અને એ બીજા જીવોમાં અહિંસાદિનો વિનિયોગ કરી શકે છે. આવી ટોચકક્ષાની સિદ્ધિ આવે એટલે સામી વ્યક્તિમાં રહેલા વૈરભાવ શાંત થઈ જાય-વૈરભાવ ભૂલી જાય. મૈત્રીભાવ પ્રગટ થાય. આપણી પાસે આવનારા, આપણા પરિચયમાં આવનારા શાંત થવા જોઈએ. તમારી પાસે આવનારનો ગુસ્સો ડબલ થાય છે કે ઘટે છે ? જો આવનારનો ગુસ્સો શાંત નથી થતો, બબ્બે ગુસ્સો ડબલ થાય તો સિદ્ધિ થઈ નથી. અને તે પોતે સ્વયં કષાયમાં રમે છે. પોતે જ અંદરથી કષાયમાં છે, નહીંતર આવનારનો ગુસ્સો શાંત થઈ જ જાય... બળભદ્ર મુનિએ અહિંસાની સિદ્ધિ કરી છે. ઘણી ઘણી સાધના પછીની આ વાત છે. અહીં તો યોગની પહેલી દષ્ટિની વાત કરે છે. હિંસાથી આત્મા માલિન થાય છે. અહિંસાથી આત્મા નિર્મળ થાય છે. આ વાત ગમે તો યોગની દષ્ટિ છે. જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહથી આત્મા મલિન થાય છે. અહિંસાદિથી આત્મા શુદ્ધ થાય છે. પણ જગતમાં અહિંસા પાળીએ તો ક્રેડીટ વધે છે અને હિંસા કરીએ તો ક્રેડીટ ઘટે છે. તેવી રીતે સાચું બોલીએ તો ક્રેડીટ વધે છે અને જૂઠ બોલીએ તો ક્રેડીટ ઘટે છે. આવી રીતે પ્રસિદ્ધિ કે આબરૂના માધ્યમથી જો નીતિ વિ. સદાચારોનું પાલન થતું હોય તો તે વાસ્તવિક ધર્મ નથી. યોગદષ્ટિ નથી. આત્મકલ્યાણની રુચિથી યોગદષ્ટિમાં પ્રવેશ થાય છે. આજે, નીતિમાં પરદેશીઓ ચઢીયાતા છે. જ્યાં ત્યાં એમના વખાણ કરો છો. જ્યારે ત્યારે પરદેશીઓના દષ્ટાંતો લાવતાં અને એમના જ વખાણ કરતાં આપણા મોઢા સુકાતા નથી. પણ તેમાં પહેલી દૃષ્ટિ આવી છે ખરી ? તે તો તપાસો. પ્રામાણિકતા ગમે તેટલી ઊંચી હોય પણ સાથે આત્મા ગમે છે ? આત્મતત્વની શ્રદ્ધા છે ? આત્મા ગમી જાય તો દૃષ્ટિમાં આવે છે. મોટામાં મોટો ફિલ્મ પ્રોડ્યુસર રામાનંદ સાગર એકવાર જાપાન ગયો. તેની પાસે બે બેગ છે. ટ્રેઇનમાં મુસાફરી કરતા એક બેગ ઉપર મૂકે છે, એક પોતાની પાસે રાખે છે. સ્ટેશન આવ્યું અને તે ઉતરી ગયો... પણ ભૂલમાં ઉપર મૂકેલી બેગ ટ્રેઇનમાં ભૂલી ગયો... ગાડી ઉપડી ગઈ....ને ખ્યાલ આવ્યો કે અરે ! બેગ તો ટ્રેઇનમાં જ ભૂલી ગયો, હવે શું થશે ? એમાં મારા ઘણા જ કામના કાગળો હતાં.. પ્લેટફોર્મ પર આમતેમ ફરે છે. શું કરવું ? તેની ચિંતામાં છે. ત્યાં, તેને કોઈએ કહ્યું. આ ગાડી આગળ જઈને છેલ્લા સ્ટેશને ખાલી થઈ જાય છે. ત્યાં L.P0. (Lost prop 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ સાધુ પણ ક્યારે યોગદષ્ટિ ગુમાવે ? ૪૭ - erty office)ની રૂમ છે. ત્યાં તપાસ કરજો. તમારો બધો સામાન ત્યાંથી તમને મળી જશે. અને તેને બધો સામાન મળી ગયો. છતાં ત્યાં દષ્ટિ નથી, કેમ ? આટલી બધી પ્રામાણિકતા છે, પણ સાથે આત્મા ગમી જાય તો પહેલી દષ્ટિમાં એને મૂકી દે છે. નીતિ આવે તો પહેલી દૃષ્ટિ આવે એવું નથી. ચારિત્ર આવે તો પણ પહેલી દષ્ટિ આવે એવું નથી પણ અનીતિથી આત્મા બગડે છે, અનીતિથી આત્મા મલિન થાય છે એવી શ્રદ્ધા હોય તો નીતિ ગમી કહેવાય. એક માણસ છે - નીતિ ગમે છે પણ પાળી શકતો નથી. બીજો માણસ છે – નીતિ પાળે છે પણ આત્મા નથી ગમતો, બેમાં કોણ ચઢે ? આજના બધા જ બજારો અનીતિના ધામ જેવા છે. કારખાનાઓ ચલાવે છે, જે લુસ ચલાવે છે, તે બધા ચોરી કરે છે. ઘણી ઘણી જાતની ચોરી કરે છે પણ પહેલી ચોરી પાવરની કરે છે. ઇલેક્ટ્રીસીટીનું બીલ માનો પશ્ચીશ હજારનું આવ્યું.... તો પહેલા પેલાના ખીસામાં પાંચ હજાર દબાવી દે.. એટલે પેલો સીધું પાંચ હજારનું બીલ બનાવી દે.. એટલે ૫૦૦૦+૫૦૦૦=૧૦,૦૦૦માં પતી ગયું... સીધો ૧૫,૦૦૦નો ફાયદો... સાધુ પણ ક્યારે યોગદષ્ટિ ગુમાવે ? જેને આત્મા - પરલોક સતત દેખાય તો તે યોગદષ્ટિને ગુમાવતો નથી. સાધુ પણ - સાધુ થયા પછી પણ, કોઈપણ કારણ પ્રસંગે પોતાને કરવા યોગ્ય બધા કામો નોકરચાકર પાસે કરાવે, ગૃહસ્થ પાસે આધાકર્માદિ કરાવે, આરંભ - સમારંભ કરાવે તે વખતે તેના હૈયામાં થડકારો ન હોય, હાયકારો ન હોય, ધૃણા કે અફસોસ ન હોય, ખેદ કે દુઃખ ન હોય તો તે સાધુ પણ પહેલી દષ્ટિ ગુમાવે છે. જ્યાં હિંસા કર્તવ્ય લાગે,હિંસા અકર્તવ્ય ન લાગે, તો યોગની પહેલી દષ્ટિ ટકી શકતી નથી. શ્રાવિકા છે – દિવાળી આવી. ઘરમાં સાફ - સુફી કરે, કચરા-પોતા કરે તે વખતે અંદરમાં જીવોની દયા ન હોય, જીવોનો વિચાર ન હોય, હિંસાનો પણ વિચાર નથી, અને અહિંસાની ઉપેક્ષા છે. આવી રીતે હિંસામાં જો આડી - અવળી રીતે પણ કર્તવ્ય બુદ્ધિ પેસી ગઈ તો યોગની પહેલી દૃષ્ટિ રહી ન શકે. જ્યા અંશે પણ પાપનો ખટક નથી ત્યાં યોગની દષ્ટિ નથી. જ્યાં સુખની આસક્તિ લેશથી પણ ઘટી હોય તો એને એ પાપની અંશે પણ ખટક હોય જ. તો જ યોગની પહેલી દષ્ટિ આવે છે. સંસારમાં ૧૮ પાપ સ્થાનકોમાં કયા પાપો કર્તવ્ય માનીને કરો છો ? ક્યા કયા પાપ રાજી થઈને કરો છો ? ક્યા પાપની પ્રશંસા કરો છો? કદાચ હિંસાદિમાં પ્રવૃત્તિ ચાલુ હોય. કદાચ અહિંસાદિની પ્રવૃત્તિ ન હોય પણ પાપ કર્યા પછી પશ્ચાત્તાપ તો હોવો જ જોઈએ... પાપ હૃદયથી ખટકે છે? કર્મનો ઉદય ભલે પ્રવૃત્તિ કરાવે.પણ કર્યા પછી માથું પટકવાનું મન થાય છે? જાત નિંદનીય લાગે છે ? સંસારમાં કરવા પડતાં તે તે પાપો પ્રત્યે જો અંતરમાં દુઃખ છે, અફસોસ છે, તો તે આત્મા “યમ'માં આવ્યો છે. દષ્ટિમાં છે. જૈન શાસનમાં હજી પાપી નભે છે, પણ પાપને સારું માનનારો નભતો નથી. કપણ નભે છે, પણ કૃપણતાને સારી માનનારો ન નભે... દોષવાન નભે, પણ દોષની 2010_05 Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૮ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ ઉપેક્ષાવાળો, દોષની પ્રશંસા કરનારો ન નભે... મારે તમને પહેલી દષ્ટિમાં નાંખવા છે. તમને સૌને પહેલી દષ્ટિમાં લાવીને મૂકવા છે. પાયથાગોરસની અહિંસા; ભાવનાની મહત્તા પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા યોગની આઠ દૃષ્ટિઓ સમજાવી રહ્યા છે. તેમાં પહેલી મિત્રા દૃષ્ટિનો બોધ અત્યંત મંદ છે. વિશિષ્ટ બોધ ભલે નથી. પણ એ બોધ આત્માના ઘરનો છે. અત્યાર સુધી જીવની પુગલમય દૃષ્ટિ હતી. વિષય - કષાયમય દષ્ટિ હતી. હવે યોગદષ્ટિ પ્રાપ્ત થઈ છે. અહીં પહેલી દષ્ટિમાં યોગનું અંગ -- યમ હોય છે. અહિંસાદિ પાંચ યમ છે. અહીં યમની ઇચ્છા થાય છે. યમમાં પ્રવૃત્તિ થાય છે. યમમાં આગળ વધે છે. પાંચમ - (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ છે. તે દરેક ઇચ્છાદિ ૪ પ્રકારે છે. અત્યાર સુધી અનંતાનુબંધીનો કષાય તીવ્ર હતો, અનાદિ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કાળનો પરિપાક થયો ન હતો, એટલે આજ સુધી હિંસાદિ પાપોમાં રસ હતો, રચ્યો - પચ્યો રહેતો હતો, પાપ હોંશે હોંશે કરતો હતો. તેને હવે આત્માની શ્રદ્ધા પેદા થઈ છે, “આત્મા પરલોક અનુયાયી છે, આત્માનો મોક્ષ થાય છે.” આવી શ્રદ્ધા થવાના કારણે હિંસાદિ મારું સ્વરૂપ નથી. કોઈને દુઃખ – પીડા આપવી એ હિંસા છે. બીજાને દુ:ખ આપીને સુખ મેળવવું અને એ સુખ ઉપર જીવવું એ વાહિયાત વાત લાગે છે. હવે અહીં હિંસાની પ્રતિપક્ષી અહિંસાદિ ગમે છે, રુચિ થઈ છે. અહિંસા ગમી એટલે આગળ વધે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળની આ એક વાત છે. પાયથાગોરસ નામનો એક માણસ ગ્રીસ દેશમાં થઈ ગયો. તે ગણિતશાસ્ત્રનો વિદ્વાન હતો. પ્રભુ મહાવીરના સમકાલીન હોવાથી, મહાવીરના સિદ્ધાંતો ત્યાં પણ તેને જાણવા મળ્યા હશે, એમાં એને અહિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ સમજાયું હશે. એને કારણે એને અહિંસા ખૂબ ગમી ગઈ. જીવો પ્રત્યેની દયા તેના રોમરોમમાં વ્યાપક બની હતી, એકવાર એ ઘરેથી બહાર નીકળ્યો છે. બજારમાં ગયો. ત્યાં એક તડબૂચની લારીવાળો હતો. તે તડબૂચની ચીરીઓ કાપીને આપે છે. જૂઓ આ કેવું સુંદર છે ? જુઓ કેવું લાલ લાલ છે ? કેવું મીઠું છે. ખાઈને ખાત્રી કરો. નહીં તો લ્યો આ ચપ્પ... ગમે તે તડબૂચ જાતે કાપીને જોઈ લો... ગમે તે લઈ લો... એમ કહી તેણે પાયથાગોરસના હાથમાં ચપ્પ આપ્યું... પણ પાયથાગોરસ તેને કાપી શકતો નથી. તેના હાથમાંથી ચપ્પ નીચે પડી ગયું. એ વિચારે છે – ઓહ! પ્રભુ મહાવીર આમાં તો જીવ બતાવે છે..... આ જીવને હું કાણું? આમાં રહેલ જીવ મરીને મારા રાજાની રાણીના પેટે કદાચ જન્મ લે તો ! અને ગ્રીસદેશના લોકો પોતાના રાજાને ભગવાન માને છે, તો શું મારે ભાવિ રાજાને એટલે કે ભગવાનને મારવાનો ? એને હું કેમ મારી શકું? આ તડબૂચને કાપતાં હું મારા ભાવિ રાજાને મારનાર પણ બનું ! આમ વિચારતા ચપ્પ નીચે પડી જાય છે. આમ 2010_05 Page #79 -------------------------------------------------------------------------- ________________ પહેલી દષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ ૪૯ પાયથાગોરસનો આત્મા તડબૂચમાં પણ જીવ જુવે છે. જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ અને અહિંસાભાવ આમ ઠેઠ એકેન્દ્રિય સુધી તેનામાં વ્યાપેલો હતો. જયણાનો પરિણામ હોય તો અલ્પ કર્મબંધ થાય હિંસા-અહિંસાના સ્વરૂપને જે સમજે છે તેની દરેક પ્રવૃત્તિ, યતના પૂર્વકની હોય છે. જીવોની જયણા પાળવાનો ખ્યાલ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી, આત્મા તે તે દષ્ટિમાં, તે તે ગુણસ્થાનમાં આગળ વધી શકતો નથી. સર્વત્ર જીવોને ખ્યાલમાં રાખીને પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉપયોગ વિનાની પ્રવૃત્તિ બધી જ ભલે સારી હોય તો પણ મામુલી પુણ્ય બંધાવે. કાળજી વિનાની પ્રવૃત્તિથી અલ્પ પુણ્યબંધ થાય. સર્વત્ર યતના બહુ જરૂરી છે. યતના એટલે દોષથી અને પાપથી બચવાની ઇચ્છા અર્થાત્ ઓછામાં ઓછું પાપ કેવી રીતે લાગે ? વધુ પાપ ન લાગે. તેની સતત જાગૃતિ હોય છે. તેથી શ્રાવક પણ બધી જ પ્રવૃત્તિ કરવા છતાં “અપ્પોસિ હોઈ બંધા” બને છે. તે જયણાના કારણે જ છે. જયણાનો પરિણામ એટલે પાપ-દોષ-હિંસા આદિથી બચવાનો પરિણામ. તે કર્મનિર્જરા કરાવે છે. પુણયબંધ કરાવે છે. પાપબંધ અલ્પ કરાવે છે, સગતિ પ્રાપ્ત કરાવે છે. જીવન વ્યવહારમાં અલ્પમાં અલ્પ દોષથી આગળ વધવું જોઈએ. યોગની દૃષ્ટિ આત્માના આંતરિક ભાવ ઉપર નિર્ભર છે. કઠોર હદય, માર્ગને પામી ન શકે. કાળમીંઢ પત્થર જેવું હૃદય જ્યારે પીગળે ત્યારે તે માર્ગને પામી શકે છે, ભવનો ભય અચરમાવર્તમાં હોતો નથી. ત્યાં નિઃશંકપણે હિંસાદિ પ્રવૃત્તિ હોય છે, ચરમાવર્તમાં ભવનો ભય પેદા થયા પછી જ અંદરની કઠોર પરિણતિ ભેદાવા માંડે છે. કઠોર પરિણતિ ભેદાયા વિના જીવ વાસ્તવિક પુણ્યકર્મ કરી શકતો નથી. શ્રાવિકા - રસોઈ કરતાં પહેલા ચૂલો, બર્નલ પુંજણીથી સાફ કરે છે. પંજણીથી પુંજીને સળગાવે. દરેક પ્રવૃત્તિમાં પુંજવાનું - પ્રાર્જવાનું કરે. જીવોની જયણા કરે એટલે આત્મા યોગની દૃષ્ટિને પામ્યો કહેવાય - તે અલ્પકર્મબંધ કરે. અહીં અહિંસાદિની ઇચ્છા તીવ્ર બને, તાલાવેલી જાગે. એટલે અવશ્ય અહિંસાદિની પ્રવૃત્તિ કરાવે છે. યોગનું અંગ અહીં પ્રાપ્ત કરે છે. તે રીતે સત્ય, અચોર્ય આદિમાં પણ પહેલા ઇચ્છા પેદા થાય છે, પહેલા ઇચ્છમાં ધર્મ આવે છે, અને એ પ્રબળ ઇચ્છા પ્રતિપક્ષી દોષોની નિવૃત્તિ કરાવે છે. અને પ્રવૃત્તિમાં આગળ વધારે છે. પહેલી દષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ આ દૃષ્ટિમાં ખેદ નામનો દોષ ટળી જાય છે. ખેદ એટલે કંટાળો, થાક, અનુત્સાહ. તે અહીં નીકળી જાય છે. દેવના કાર્યમાં અને ગુરુના કાર્ય કરવાના સમયે ખેદ-કંટાળો ન આવે એટલે કે અત્યાર સુધી દેવ-ગુરુના કાર્ય જેમ તેમ કરતો હતો, વેઠ વાળતો હતો. ઉત્સાહ રહિત કરતો હતો. તે હવે આ દૃષ્ટિમાં આવ્યો. એટલે ઇષ્ટ દેવ, દેવાધિદેવ - પરમાત્માના કાર્ય - વંદન - પૂજન - દર્શન, સન્માન કે તેવા બીજા કોઈ પણ કાર્ય કરવાના હોય ત્યારે તેમાં તેને ખેદ નથી થતો પણ ઉત્સાહ થાય છે. તેવી રીતે ગુરુના કાર્ય 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૦ યોગદષ્ટિના અજવાળાં : ભાગ-૨ પણ દિલથી કરે છે. સમજે છે કે મારા આત્માના કલ્યાણ માટે આ જગતમાં દેવ અને ગુરુ જ સમર્થ છે, એટલે ઉત્સાહથી, આનંદથી, ચિત્ત પરોવીને, રુચિપૂર્વક કરે છે. જ્યારે જ્યારે દેવ-ગુરુના કાર્ય ઉપસ્થિત થાય ત્યારે આનંદ, લાગણી, સંતોષ અને વેગ પેદા થાય છે. ને સામે ચાલીને એ કાર્ય કરે, અને કોઈ તેને કહે તો ય તે કાર્ય ઉત્સાહથી કરે. સાધુની સેવા કરે, વિનય – વૈયાવચ્ચ કરે, ગોચરી-પાણી વિ. જરૂરીયાતો પુરી પાડે. ત્યારે તેમાં તેને આનંદ આવે છે. એટલે નિકટના કાળમાં આગળ વધી જશે. જૂઓ નયસાર... અટવીમાં ગયેલા છે. ગામના મુખી છે. એકલા નથી ગયા. રસાલા સાથે ગયેલા છે. રાજાના કામ માટે - ઇમારતી લાકડા લેવા માટે ગયા છે. મધ્યાહ્ન સમય થયો. ભોજન તૈયાર થઈ ગયું છે. ભોજનના સમયે તેને અતિથિ યાદ આવે છે. જો કોઈ અતિથિ મળી જાય તો તેને જમાડીને હું જમું. આ ભાવના માત્ર કરીને બેસી રહેતા નથી. એની ભાવના હૃદયસ્પર્શી હતી. તમને કોઈ દિવસ જમતાં પહેલાં કોઈને જમાડવાનું મન થાય છે ? કે જમા જ કરવાનું મન થાય છે ! જગતમાં જીવો ભિન્ન ભિન્ન વૃત્તિ – પ્રવૃત્તિવાળા હોય છે. કોઈકે કહ્યું છે કે (૧) જે જમે છે તે જસલોકમાં જાય છે. (૨) જે જમા કરે છે, તે જમલોકમાં જાય છે અને (૩) જે જમાડે છે તે જગદીશ્વરને મેળવે છે. (૧) જે જમે છે એટલે એનો અર્થ એ છે કે મને મળેલું હું જ ભોગવું. હું ખાઉં... એને ખાવા-પીવામાં જ આનંદ છે. એવો માણસ જ્યાં ને ત્યાં, જ્યારે-ત્યારે, જેવી તેવી, જે - તે ચીજ ખા-ખા કરે છે તેને મુંબઈમાં “જસલોક” હોસ્પીટલમાં જવું પડે છે. (૨) જે જમા કરે છે એટલે પોતાને મળેલી ચીજોનો પોતે ઉપભોગ પણ નથી કરી શકતો અને ભેગું જ કરે છે. પરોપકારાદિ કાર્યોમાં વાપરતો નથી. તે જમલોક (યમલોકોમાં જાય છે. મમ્મણની જેમ દુર્ગતિમાં જાય છે. (૩) જે જમાડે છે, તે જગદીશ્વરને મેળવે છે, એટલે પોતાને મળેલી ચીજોનો સદુપયોગ કરે છે. સત્પાત્રમાં અર્પણ કરે છે. પરાર્થમાં વાપરે છે. તે ઉત્તરોત્તર આગળ વધી આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે. - અહીં નયસારને ભોજન કરતાં પહેલાં અતિથિને ભોજન કરાવવાની ભાવના થાય છે. જગતમાં જ્ઞાન કરતાં ભાવના બળવાન છે. “ભાવના ભવનાશિની” છે. જ્ઞાન ગમે તેટલું હોય પણ ભાવના ન હોય તો શું કરવાનું? જ્ઞાનનું કાર્ય સારું-ખોટું સમજાવવાનું છે. જ્ઞાનનું કાર્ય આ કરવા જેવું, આ ન કરવા જેવું એમ સમજાવવાનું છે. પણ જો રુચિ પેદા ન થાય, ભાવના ન થાય તે જ્ઞાન શું કામનું ? આજ સુધી અહિત કર્યું છે, તે અશુભ ભાવનાના બળે જ... ને હિત સાધ્યું છે તે શુભભાવનાના બળે જ... શુભ ભાવનાથી આગળ વધી શક્યા છીએ. શુભ ભાવનાથી સતત આત્માને ભાવિત રાખવાનો છે. તે તે પ્રસંગે, તે તે પ્રકારની ભાવનાથી ભાવિત કરવાનો છે." 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ ભાવના વિનાની ક્રિયા લખી છે ૫૧ સતત ભાવનાનું આલંબન જોઈએ. ભાવના એક એવી ચીજ છે કે, જે ચોવીસે કલાક, દરેક દરેક જગ્યાએ જીવ કરી શકે છે. રસોઈ-પાણી કરતાં કરતાં, વેપાર-ધંધામાં પણ ભાવનાથી ભાવિત થઈ શકાય છે. આત્માનો ખ્યાલ, આત્માનું સ્વરૂપ, આત્મરુચિ ભૂલાવી ન જોઈએ. જે ચીજ આપણી છે તેને એક ક્ષણ પણ નહીં ભૂલીએ તો ભાવનાથી ભાવિત થઈ શકીશું, ધર્મની પ્રવૃત્તિ તો અમુક કાલે જ થાય છે. પણ ધર્મની પ્રવૃત્તિને ગતિમાન કરનાર ભાવના છે. ધર્મની પ્રવૃત્તિમાં પ્રાણ પૂરનાર ભાવના છે. જે પ્રવૃત્તિમાં, જે ક્રિયામાં ભાવના ભળે નહીં તે પ્રવૃત્તિ નિરસ બની જાય છે. જેટલો અંદરમાંથી મોહનો રસ તૂટે ને શાંત રસ પ્રગટે તેટલો સાધક ધર્મમાં આગળ વધે છે. આ શાંતરસ વધારવા - ટકાવવા અને શાંતરસ અધિક કરવા ભાવનાથી ભાવિત થવું જરૂરી છે. જ્યાં ભાવનાનું બળ ગયું અને આત્મા ઉપર મોહ ચઢી બેઠો ત્યાં સંક્લેશો આવીને ઊભા રહે છે. ત્યાં રાગાદિના જાળા બાઝી ગયેલા હોય છે. તેથી તે ધર્મપ્રવૃત્તિ નિરસ થાય છે. ધર્મ પ્રવૃત્તિ વેઠ રૂપ થાય છે. સંસારનો રસ, વિષય-કષાયનો રસ આડે આવે છે. માટે ધર્મપ્રવૃત્તિ નિરસ બને છે. એમાંથી ઉપયોગ ગયો, એટલે ચિત્તવૃત્તિમાં અંધકાર ફેલાય છે, એટલે ધર્મ પ્રવૃત્તિની રુચિ ગઈ, નિરસ થઈ, આદર બહુમાન ગયા. પ્રવૃત્તિ પહેલાં ભાવનાને પકડી હોય તો તે રાગાદિને તોડે છે. રાગાદિના ફોર્સને તો તોડે જ છે, અને શાંતરસ પ્રગટ થાય છે. શાંતરસ પ્રગટ થવાથી ધર્મ પ્રવૃત્તિમાં મઝા આવે છે. અને એ ધર્મ પ્રવૃત્તિ ભાવ ક્રિયારૂપે થાય છે. દેવ-ગુરૂના ઉપકારથી વાસિત હૃદય જોઈએ. ભાવના વિનાની ક્રિયા લખી છે એક ગામમાં એક ઠાકોર છે. તે ગામના મુખી છે. એને ત્યાં લગ્નનો પ્રસંગ આવ્યો છે. એકના એક દીકરાના લગ્ન લીધાં. એકનો એક દીકરો... અને પોતે ગામનો ઠાકોર. તેથી વિચારે છે, એવા લગ્ન કરું, એવા લગ્ન કરું કે જોનાર બધાને જિંદગી સુધી યાદ રહી જાય તેમાં દીકરા માટે સાફો તો એવો બનાવરાવું અને એ સાફો એને પહેરાવું કે આવનારા લોકો બધા સાફાને જોતાં જ રહે, તે માટે તેણે પોતાના ગામનો સાફો રંગનાર અબ્દુલ્લાને બોલાવ્યો. અને કહ્યું - જો મારા દીકરાના લગ્ન છે. તેનો સાફો રંગવાનો છે, તો એવા રંગ પૂરજે કે બધા સાફાને જ જોતાં રહે. અબ્દુલ્લાને મુખીનું કામ મળ્યું... તે ખુશી ખુશી થઈ ગયો... હું એવો સાફો બનાવું, એમાં એવા રંગ પૂરું કે બધા સાફાને જ જોયા કરે, અને અબ્દુલાએ એવો અફલાતુન સાફો બનાવ્યો. આ બાજુ મહમ્મદને, કે જે ઠાકોરના પુત્રનો મિત્ર છે, તેને અણવર તરીકે લગ્નમાં આવવાનું આમંત્રણ મળ્યું છે. પણ તે નિરાશ થઈને બેઠો છે. તેની નારાજી જોઈને અબદુલ્લાની દિકરી રેશમા છે કે, જેને મહમ્મદની સાથે બાલ્યકાળથી દિલોજાન મૈત્રી છે, તે નારાજીનું કારણ પુછે છે. મહમ્મદ કહે છે કે, લગ્નમાં જવું છે, પણ સાફો નથી તો કેમ જવાય ? એ જાણી રેશમા કહે છે કે, એમાં શું વાત છે ? લાવ, હું સાફો રંગી આપું. અને રેશ્માએ સાફો રંગ આપ્યો. 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ હવે મહમ્મદ, ત્યાં ઠાકોરપુત્રના અણવર તરીકે આવ્યો છે. લગ્નમાં દીકરાના સાફા કરતાં મહમ્મદનો સાફો ચઢીયાતો જોઈને રંગમાં ભંગ પડયાં. ઠાકોરનું હૃદય ભાંગી પડયું. તે અણવરને પુછે છે - બોલ ! કોની સ સાફો રંગાવ્યો ? સા'બ મને ગરીબને કોણ રંગી આપે ? પણ સા'બ અબ્દુલાની દીકરી-રેશ્મા મારી મિત્ર છે, તેણે મને પૂછયું – તું ઉદાસ કેમ છે ? અને મારે લગ્નમાં આવવું હતું... હું ગરીબ, મારી પાસે કંઈ નથી... કયો સાફો પહેરું ? હું શું પહેરીને જઈશ ? મારી ઉદાસીનતાનું કારણ જાણી, રેશ્માએ કહ્યું, “હું તને સાફો બનાવી દઈશ. હું રંગ પૂરી દઈશ.” ઠાકોર, રેશ્માને પુછે છે તે આમાં કયા રંગ પૂર્યા છે ? સા'બ હું બીજા રંગ ક્યાંથી લાવું ? મારા બાપાએ જે રંગ પુર્યા છે એ જ રંગ મેં પુર્યા છે. પણ આની જોડે મારો હૃદયનો પ્રેમ છે, જીગરની દોસ્તી છે તેથી સાથે સાથે ભાવનાના રંગ મેં પુર્યા છે. જ્યારે મારા બાપે પૈસાના કારણે માત્ર રંગ પુર્યા છે તેમાં ભાવનાના રંગ પુર્યા નથી. કોઈ પણ કાર્ય કરતાં અંદરથી આત્મામાં ભાવનાના રંગ પુરાય ત્યારે આગળ વધી શકાય છે. સાચી ભાવના તે તે સંયોગો લાવી આપે છે. નયસારના હૃદયમાં ભાવના સાચી હતી. સાચી ભાવના કાર્ય પૂર્ણ થાય તે રીતના સંયોગો પ્રાપ્ત કરાવે છે. નયસાર છાવણીમાંથી બહાર નીકળ્યા. દૂર દૂરથી મહાત્માને આવતાં જોયાં. હૈયાના ભાવ ઉછાળા મારે છે. દૂરથી નમસ્કાર કરી દોડતા સામે જાય છે. દેવના દર્શને, ગુરુના દર્શને નિઃસ્વાર્થભાવે હૃદયનો પ્રેમ ઉછળે એ અતિશય પુણ્યનો ઉદય છે. અહીં જ્ઞાતા-દૃષ્ટાભાવ હોઈ ન શકે, અહીં ઉપેક્ષાભાવ ન જ હોઈ શકે. દેવ-ગુરુ પ્રત્યે ભક્તિભાવ જ ઉછળવો જોઈએ. જો તારક તત્ત્વો પ્રત્યે હર્ષ, આનંદ ન ઉછળે તો હૃદય બુઠ્ઠું છે. તારક તત્ત્વ મળે અને જીવને આનંદ ન આવે એવું બને છે ? બુઠ્ઠું હૃદય ધર્મ માટે નકામું છે. સંસારના કયા કાર્ય એવા છે કે જેમાં તમને આનંદ ન આવે ? તમારા ઘરે જમાઈ આવે તો આનંદ આવે છે ? ત્યાં તમારું હૃદય બુઠ્ઠું બને છે ? નયસારની યોગ્યતા ૫૨ નયસારને મહાત્માને જોઈ અતિશય આનંદ આવે છે. જેટલો આનંદ વધારે તેટલો આત્મવિકાસ ઝડપી. જેને જોઈને આનંદ પેદા થાય તેની આગળ હૃદય ખોલીને વાત કરવાનું મન થાય... મહાત્મા ! આપ અહીં અટવીમાં ક્યાંથી ? એકલા કેમ છો ? સાર્થથી છૂટા પડી ગયા એટલે માર્ગ ભૂલ્યા છીએ. ગુરુદેવ ! આપ ભૂલા પડચા એ ઉચિત નથી. ખોટું થયું છે. પણ મારા માટે ઘણું ઉત્તમ છે. મારે તો અટવીમાં કલ્પવૃક્ષ ફળ્યું છે. દેવ-ગુરુનું સ્વરૂપ સમજ્યા હોય અને તેમાં ભક્તિની ભીનાશ ભળે ત્યારે જ્ઞાન લીલું-છમ બને છે.. ભોજન તૈયાર જ છે... આપ જરા પણ ચિંતા ન કરશો... આપશ્રીને સુયોગ્ય સ્થાને હું પહોંચાડી દઈશ.. પહેલા આપ ભોજન કરી લ્યો... વહોરાવવાની વિગેરે ક્રિયા કરે છે. એનો વિનય, ભક્તિ, સમર્પણભાવ, પ્રેમ, લાગણી જોઈને મહાત્માને થયું - આ કોઈ સામાન્ય આત્મા નથી. આ કોઈ વિશિષ્ટ આત્મા છે. આપણી પાસે રહેલી ચીજ આ 2010_05 Page #83 -------------------------------------------------------------------------- ________________ ભક્તિની શક્તિ ૫૩ વિશિષ્ટ આત્માને આપવી જોઈએ, ઉત્તમ આત્માઓ પોતાની પાસે જે ચીજ હોય તે પાત્રને આપવા માટે તૈયાર હોય છે. આપણી ઉત્તમ - સારી ચીજ બીજાને આપશું તો જ પરંપરા ચાલશે, પ્રવાહ ચાલશે. સુયોગ્યને આપવું એજ પોતાનું કર્તવ્ય છે, એજ શ્રેષ્ઠતા છે. અને સુયોગ્ય પાત્ર જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી આપવાની તેઓ ઉતાવળ પણ નથી કરતા, આ સંસારમાં પુણ્યના ઉદયે જે કાંઈ સારી ચીજ મળે તે સંસારમાં લાયક જીવને આપવા માટે મળી છે એવું માનો છો ? જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જ્ઞાન મળે કે લાભાંતરાયના ક્ષયોપશમથી લક્ષ્મી વિગેરે જે મળે તે સુયોગ્યને આપવું.... એવો ભાવ છે ? નયસારનો સમર્પણ ભાવ, નયસારની ભકિત વિગેરે જોઈને મહાત્માને નયસારમાં યોગ્યતા દેખાય છે. તેથી પોતાની પાસે જે છે, તે આપવાનું મન થાય છે. નયસાર માર્ગ બતાવવા જાય છે. ત્યારે મહાત્મા કહે છે, અમારે તમને કંઈ આપવું છે. તમે અમને દ્રવ્ય અટવીનો માર્ગ બતાવ્યો છે. પણ તમે આ સંસાર રૂપ ભાવ અટવીમાં ભૂલા પડેલા છો... નયસાર કહે – ભગવંત ! આપ આપના આ સાધુઓને જેમ આપના માનો છો, અને તેમને દરેક કાર્યમાં વિના સંકોચે સૂચન કરો છો, તેમ મને પણ આપનો માનીને જે કહેવા યોગ્ય હોય તે કહેવાની કૃપા કરો. ત્યાં મહાત્માએ તેને દેવ-ગુરુ-ધર્મ ઓળખાવ્યા. આત્મ-સ્વરૂપ સમજાવ્યું, મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું, સંસારનું સ્વરૂપ સમજાવ્યું.. ક્લીયર પીક્સર સમજાવ્યું... ભક્તિની શકિત દેવ-ગુરુની ભક્તિ કરતાં આવડે તો આ જગતમાં એવી કઈ ચીજ છે કે જે ન પામી શકાય ? દેવ-ગુરુ પ્રત્યે જેટલો ગાઢ સંબંધ, નિકટનો સંબંધ બંધાય તેટલો બાંધવા જેવો છે. સંસારથી માંડીને મોક્ષ સુધીની બધી જ વચલી ચીજ દેવ-ગુરુની ભક્તિથી મળી શકે છે. દેવ-ગુરુ સિવાય વીતરાગી રસ બંધાય તેમ નથી. શ્રાવકને પત્ની સાથે જેટલો સંબંધ હોય તેનાથી વધુ ગાઢ સંબંધ ગુરુ સાથે હોય... પત્નીને કિંમતી ચીજોથી સજે, લાખોના કિંમતી અલંકારોથી સજે પણ પત્નીને ટી.બી., કેન્સર થાય ને દવા ન કરે તો તે કેવો કહેવાય? તેમ સાધુને રોજ વંદનાદિ કરે પણ સાધુ માંદા થાય ત્યારે સેવા ન કરે, કાળજી ન રાખે તો કેવો કહેવાય ? આ દૃષ્ટિમાં દેવ-ગુરુ સંબંધી કાર્ય ઉપસ્થિત થાય ત્યારે ખેદ ન થાય પણ પ્રસન્નતા જ હોય. આનંદ જ આવે. જેમ સંસારરસિક – ભવાભિનંદી જીવોને માથું દુખે, શરીરમાં રોગ હોય છતાં તેને ભોગ આપો તો તે ઉત્સાહિત થાય છે. માથાના દુખાવાને, રોગોને અવગણીને ભોગોને ભોગવે છે. તેમ આ દષ્ટિમાં આવેલ જીવ દેવ-ગુરુનું કાર્ય ઉલ્લાસથી કરે, મન મૂકીને કરે. વીર્યનું સમ્યગ પ્રવર્તન સંસારનો રસ તીવ્ર બને એટલે જીવની રૂચિ કષાયમય બને છે. અને તે જીવને અઢાર પાપ સ્થાનક તરફ લઈ જાય છે. એટલે સંસારની રૂચિ ઘટે, સંસારનો રસ ઘટે તો ધર્મમાં રુચિ ઉત્પન્ન થાય. સ્વરૂપરુચિ - મોક્ષદષ્ટિ ખુલી હોવાના કારણે 2010_05 Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૪ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ દેવ કાર્ય - ગુરૂકાર્ય આદિ ધર્મક્રિયામાં ખેદ – ગ્લાનિ - અનુત્સાહ આવે નહીં.” અખેદ આવે છે. મિત્રા નામની પહેલી દૃષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ હોય છે... જેવી રીતે ખેદ નામના દોષનો ત્યાગ થાય છે તેવી જ રીતે આ દૃષ્ટિમાં જીવને અદ્વેષ નામનો ગુણ પણ પ્રાપ્ત થાય છે દેવકાર્ય, ગુરૂકાર્ય પોતે તો કરે છે પણ જેઓ દેવ કાર્ય કરતા નથી, ગુરૂકાર્ય કરતાં નથી, પણ વિપરીત કાર્યો કરતાં બીજાને જૂએ છે ત્યારે દ્વેષ, પેદા થતો નથી. દ્વેષ એટલે માત્સર્ય, ઇર્ષ્યા, અરુચિ પેદા થતી નથી. અદ્વેષ ગુણની પ્રાપ્તિ થઈ છે, હિંસા જૂઠ – ચોરી કરતાં જૂએ, કોઈને બેવચની બનતા જૂએ, બેવફા બનતા જૂએ ત્યારે પણ “માર્યવીર્થત્રીનમાવે fu' ઇર્ષ્યા, અરુચિ, દ્વેષ પેદા થાય તેવું વીર્ય અંદરમાં પડેલું જ છે. છતાં વિપરીત કાર્યો કરનારા પ્રત્યે દ્વેષ-ઇર્ષ્યાનું બીજ હોવા છતાં, તેમાંથી અંકૂરો પેદા થતો નથી કારણ કે તત્ત્વવેદીપણું પ્રાપ્ત થયું છે, ભવાભિનંદીપણું છોડ્યું છે, એટલે સામા જીવોની પરિસ્થિતિ સમજી શકે છે. પરિસ્થિતિનો વિચાર કરી શકે છે કે, એમને માર્ગ મળ્યો નથી, કષાયથી ઘેરાયેલા છે માટે તેઓ આવા પાપો કરે છે. બિચારા! શું કરે ? એ જીવો નિર્દોષ છે નિરપરાધી છે. એના કર્મો એમાં દોષિત છે. હજી ઓઘદૃષ્ટિમાં છે. યોગદષ્ટિ પામ્યા નથી. એના કર્મો આવી વિપરીત પ્રવૃત્તિ કરાવે છે. આવી વિચારણા પહેલી દષ્ટિના જીવો કરી શકે છે. ગમે તેટલા પાપીને જૂવે છતાં પહેલી દૃષ્ટિના જીવોને નિંદા કરવાનું, ટીકા કરવાનું, દ્વેષ કરવાનું મન થતું નથી. એ જીવોનો દોષ તેને દેખાતો નથી, તેથી દ્વેષાદિથી થતાં પાપોથી બચાવી લે છે. પહેલી દૃષ્ટિનો બોધ આત્માને કેટલો માર્ગે ચઢાવી દે છે, તે જોવા જેવું છે, અને તે પોતાના દેવકાર્યમાં, ગુરુકાર્યમાં એટલો બધો લીન હોય છે કે, તેને આવું બધું જોવાનો સમય જ નથી હોતો. પોતાના સદનુષ્ઠાનાદિમાં અનુરક્ત હોવાના કારણે બીજાના દોષો જોવાનો રસ જ નથી, ફુરસદ જ નથી. અને કદાચ તેવા જીવો દેખાય ત્યારે પણ કાંઈક કરૂણાંશનું જ સ્કુરણ થાય છે. દ્રષ-માત્સર્ય પેદા થતાં નથી. વીર્ય બે પ્રકારે છે. એક કરૂણાદિ સતું વીર્યનું બીજ અને બીજું દ્રષ-અસૂયાદિ અસત્ વીર્યનું બીજ. અહીં આ દૃષ્ટિમાં જીવ આવ્યો એટલે અસતું વીર્ય બીજ દબાઈ જાય છે. દોષોના બીજ હોવા છતાં દોષને પેદા થવા દેતા નથી, અંકુરા ફુટતા નથી. પણ કરૂણાદિ સતું વીર્ય સ્કુરાયમાન થાય છે. જેમ કોઈ નીરોગી-તંદુરસ્ત માણસ, કોઈ રોગી-નાદુરસ્તને દેખે તો તેને તેના પ્રત્યે દ્વેષ-ઇષ્ય ઘણા નથી થતી, બલકે દયા-કરુણા ભાવ આવે છે. તેવી જ રીતે અહીં જીવો પ્રત્યે કરૂણા આવે છે. અષ પેદા થાય છે. આ અદ્દેષ ગુણ આપણને એ સમજાવે છે કે, તમે પોતે ગમે તેટલા ધર્મક્ષેત્રે - અનુષ્ઠાનાદિમાં આગળ વધ્યા હો તો પણ અન્ય જે ધર્મહીન છે, અસત પ્રવૃત્તિમાં પ્રવર્તી રહેલા છે, તેઓ પ્રત્યે ઇર્ષ્યા - દ્રષ - નિંદા કરવાનો તમને કોઈ જ અધિકાર નથી. જો ઈર્ષા, દ્રષ-નિંદા-ટીકા કરશો તો પહેલી દષ્ટિમાંથી પણ ફેંકાઈ 2010_05 Page #85 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ રાગ કરતા ષ વધારે ખરાબ છે પપ જશો. પાછા ઓઘ દૃષ્ટિમાં જ પહોંચી જશો. આપણે તો દયા-કરૂણા જ કરવાની છે. અને તો જ આપણને પ્રાપ્ત ગુણો ટકી શકશે - સ્થિર બનશે. અહીં જીવો પ્રત્યે અપ પેદા થાય છે એટલે તત્ત્વ પ્રત્યે પણ અદ્વેષ હોય છે. કારણ કે આગળની દ્રષ્ટિમાં જિજ્ઞાસા કહેવાના છે. શ્રવણ કહેવાના છે. જેની જિજ્ઞાસા હોય તેનો દ્વેષ તે પહેલાં નીકળી જવો જોઈએ. તત્ત્વની જિજ્ઞાસા પેદા થાય તે પહેલા તત્ત્વનો દ્વેષ નીકળી ગયો હોય. તત્વનો ષ હોય તો તત્ત્વની જિજ્ઞાસા થાય? ના, જિજ્ઞાસા થતાં પહેલાં દ્વેષને નીકળી જવું પડે છે. જીવોની વિપરીત પ્રવૃત્તિ જોવા છતાં કરૂણા ને કરૂણા જ હોય છે. જીવો પ્રત્યે અદ્દેષ જ હોય છે. ષ થવો ન જોઈએ. અપેક્ષાએ રાગ કરતા ઢેષ વધારે ખરાબ છે - રાગ કરતાં દ્વેષ અપેક્ષાએ વધારે ખરાબ છે, જીવો પ્રત્યે દ્વેષ હોય તો પહેલી દષ્ટિ પણ નથી આવતી. વેષ ન આવે એનો અર્થ એ છે કે, એમાં કર્તવ્યબુદ્ધિ, ઉપાદેય બુદ્ધિ કરાવે એવો વેષ ન હોય. નિમિત્ત પામીને કદાચ એ ક્ષણ પુરતો આવી જાય, પણ લાંબો કાળ ટકવો ન જોઈએ. પહેલા તો ષ ઊભો જ થવો ન જોઈએ, પ્રસંગોપાત, કાર્ય પૂરતો દ્વેષ થઈ જાય તો તે આપણો દ્વષ નીકળી જાય છે કે ટકે છે ? તે તપાસો. કોઈ નિમિત્તને પામીને, કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ આવી જાય, પણ પછી કલાકે બે કલાકે એ શ્વેષને કાઢી ન શકતા હો – તો દૃષ્ટિને પામ્યા નથી. અહીં આ દૃષ્ટિમાં દ્વેષ પેદા થઈ જાય, પરંતુ જીવ પાસે દષ્ટિનો બોધ છે, આત્માની રૂચિ છે, વૈષયિક સુખોની ધૃણા છે, એટલે કેષ મર્યાદામાં જ હોય.... મર્યાદાથી બહાર ન જાય... જીવો ઉપરનો દ્વેષ, જીવને દૃષ્ટિની બહાર ફેંકી દે છે. આપણા હૃદયને ખીલવવાનું છે, કેળવવાનું છે, જીવો પ્રત્યે પ્રેમ ખીલવવાનો છે. પ્રેમ વધતાં વધતાં આગળ જતાં સમ્યક્ત આવે છે. આત્મામાં પ્રેમ તત્ત્વ ખીલ્યું નથી માટે સામેનાની ભૂલ જોઈ તેના સ્પોટ ઉપર ઘા કરીએ છીએ. રાગ-દ્વેષમાં અપેક્ષાએ દ્રષ બહુ ખરાબ છે. કારણ કે દ્વેષ દૂર્જનતાનો સૂચક છે, ષ દુર્ગતિકારક છે, દ્વેષ તત્ત્વપ્રાપ્તિમાં બાધક છે, સમ્યકત્વ આવે એટલે જીવમૈત્રી આવે તેથી દ્વેષ ન રહે પણ વિષયરાગ ઊભો રહે છે. પ્રમત્ત ગુણસ્થાનક સુધી વિષયરાગ ઊભો રહે છે. માટે દ્વેષ ખરાબ છે. રાગથી કરાયેલ નિયાણા અનંતકાળ સંસારમાં ભટકાવતા નથી. દ્વેષથી કરાયેલ નિયાણા અનંતકાળ સંસારમાં ભટકાવે છે, માટે પણ વેષ ખરાબ છે. અચરમાવર્તિમાં તત્ત્વનો વેષ હોય છે. આત્મસ્વરૂપની અરુચિ હોય છે. અહીં પહેલી દષ્ટિ છે. જીવ ચરમાવર્તિમાં આવેલો છે. આ પહેલી દષ્ટિનો બોધ જ આગળ વધતાં સમ્યકત્વ પમાડશે. તત્ત્વનો અદ્વેષ એટલે ધર્મ નહીં કરનારા, અધર્મી જીવો પ્રત્યે પણ દ્વેષ, અરુચિ, તિરસ્કાર ન હોવા જોઈએ. આપણું નુકશાન કરનારા પ્રત્યે પણ દ્વેષ ન આવવો જોઈએ. અને બીજાની વિપરીત ક્રિયા જોઈને તેના ઉપર પણ દ્વેષ ન આવવો જોઈએ. આપણે સારી ક્રિયા કરીએ એટલે બીજાને ગમે તેમ કહી શકીએ 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ પ૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ એમ? ના, એવું નથી. કહેવું એ તો અજીર્ણ છે. ત્રણ પ્રકારના અજીર્ણ હોય છે. (૧) તપનું અજીર્ણ એ ક્રોધ છે. (૨) જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે અને (૩) ક્રિયાનું અજીર્ણ નિંદા-તિરસ્કાર છે. હા, તેના કલ્યાણ મિત્ર બની પ્રેમથી-મીઠાશથી કહી શકો છો, પણ નિંદા-તિરસ્કાર ઠેષ તો ન જ થાય.. પ્રેમનો અંશ ખીલે તો જેમ તેમ કહી શકાય નહીં. કોઈની ભૂલ સુધારવાની જરૂર છે. ભૂલની ઉપેક્ષા પણ ન કરાય. પણ એવું Firing ન કરવું, કે તેને ઘા લાગે. કોઈ ભૂલ કરે તો યાદ કરાવવું કે નહીં ? ભૂલ કરનારાને કહેવું તો જોઈએ. ઉપેક્ષા કરશો તો નુકશાન થશે જ. લાયક આત્માની ઉપેક્ષા ન કરાય. ઉપેક્ષા કરવાનું મન કેમ થાય છે ? કારણ કે માતૃ-વાત્સલ્ય હૃદય બન્યું નથી. જીવો પ્રત્યે પ્રેમ ઉભરાવો જોઈએ તે નથી ઉભરાતો, માટે ઉપેક્ષા થાય છે. તમને પ્રેમ ઉભરાયો હશે, પ્રેમથી ભરેલા તમારા ઉદ્ગારો હશે... તો તે તમારા વચનને માનશે જ. તમારા વચનનો અનાદર તો નહીં જ કરે. ધર્મ સ્થાનમાં આવેલા ધર્મી જીવોનું કર્તવ્ય છે કે “મારા પરિચયમાં આવેલો કોઈ પણ આત્મા આગળ જ આવવો જોઈએ.” - વણમાંગી સલાહ અપાય ? ઉત્તર – કોઈ માણસ ખાડામાં પડતો હોય તો તેને અણકહે બચાવો કે તે કહે તો જ બચાવો ? તે કહે કે ન કહે તો પણ તેને પકડવો જોઈએ - બચાવવો જ જોઈએ. બધા જ નિરપેક્ષ બને તો કેમ ચાલે ? “પરસ્પરોપગ્રહો ગોવાના' આપણે કેટ-કેટલા જીવોની અને પુદ્ગલોની સહાયથી જીવીએ છીએ. બધાય દ્રવ્યોની સહાયથી આપણું જીવન છે. જેના વિના જીવી શકતા નથી તો તેને બચાવવો એ પ્રાણીમાત્રનો ધર્મ બની રહે છે. પ્રેમથી કહો, તો માનશે. બધાની વચ્ચે કહો તો કદાચ ન માને, પણ એકાંતમાં પ્રેમથી કહો તો કેમ ન માને ? આપણે બધા જ પ્રેમ વિહોણા છીએ. છતે પૈસે ભીખારી છીએ. બહારથી પુણ્યશાળી છીએ, અંદરથી પાપી છીએ. બહારથી પૈસા છે. અંદર કષાય છે - જે સ્વયં બગડેલો છે તો તે કોને સુધારશે ? બહારના કરોડ હોય કે ન હોય પણ અંદરમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ હોય તો તે બીજાને સુધારી શકશે. જે તપ-ત્યાગ-સંયમ પાળી શકતો નથી. જેને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ નથી થયો, તેવો પણ આત્મા પોતાને મળેલી લક્ષ્મી, સંપત્તિ, સામગ્રીને સાત ક્ષેત્રો - આઠમું અનુકંપા, તેમાં મન મૂકીને ખર્ચે, સેવાનો ભેખ લઈને નીકળી પડે... પછી ભલે કદાચ સંસારના ભોગોને છોડી શકતો ન હોય. તો ય સમ્યક્તને પામી શકે છે. કેમ ? જે બીજાની સેવા કરનાર છે. જે છૂટે હાથે દાન દેનાર છે. 2010_05 Page #87 -------------------------------------------------------------------------- ________________ કળાની સુવાસ પ૭ જે દીન દુ:ખીની અનુકંપા કરનારો છે. જે જીવો ની દયા પાળનાર છે. જે જીવોની મન મૂકીને સેવા કરનારો છે. તે સતત બીજાને શાતા આપે છે. બીજાની ચિત્તપ્રસન્નતા ટકાવે છે, પ્રેમને ટકાવે છે, બીજાના પ્રેમનો નાશ કરતો નથી, તે સ્વ-કષાયોને દબાવે છે ને ગુણ પ્રાપ્તિનો અધિકારી બને છે. પ્રેમ જે માં પડેલો છે. તેનો નાશ નથી કરતો, તેના કારણે પ્રેમ જે માં વિસ્તૃત પડેલો છે તેવું સમ્યકત્વ પામી શકે છે. | દા.ત. ચક્રી ભરતે ભોગોમાં રહીને સમ્યકત્વ ટકાવી રાખ્યું છે. જે જીવો પરોપકાર કરે છે ! જે જીવો પરની સેવા કરે છે ! જે કર્મયોગ પરાકાષ્ઠાન કરે તેના હદયમાં કરૂણા કેટલી વિકસિત બનેલી હશે !!! કરૂણા પરાકાષ્ઠાએ પહોંચે તો તેને શું ગ્રન્થિ ન ભેદાય ?... જીવોનું દુઃખ એ પોતાનું દુ:ખ તરીકે દેખાતું જાય એટલે કરૂણાંશ વધે જ, કરૂણાંશ એટલે પ્રેમનો અંશ. અને કષાયો દબાતા જાય છે. આ કરૂણાંશ વધતા વધતા બ્ધિ મેદાય છે, ઓચિત્ય, પ્રેમ, વાત્સલ્યથી બધાની સાથે વર્તો, કષાય થાય તેવું કદી ન કરો. આખા ય જીવનમાં જેણે આવું કર્યું હશે તે આરંભ-સમારંભ વચ્ચે હોવા છતાં દુર્ગતિમાં ન જાય. સદ્ગતિ જ થાય તો જીવન જીવતાં આવડવું કહેવાય. બીજાને અનુકૂળ વર્તન કરે તે જ બીજાને કષાય ન કરાવી શકે. અનુકૂળ વર્તન કરે તો જ સામાને કષાય ન થાય. જે મન, વચન, કાયાનો સદુપયોગ બીજા માટે કરે છે તે શું કામ દુર્ગતિમાં જાય ? - એકવાર દ્વેષને દૂર કરતાં શીખી લો. એટલે ધર્મ પામવાની યોગ્યતા તમારામાં ઊભી થતી જાય. મનનો સદુપયોગ, વચનનો સદુપયોગ, કાયાનો સદુપયોગ, ધનનો સદુપયોગ કરતા આવડે અને દ્વેષને કાઢતાં આવડે, તો બધું આવીને ઊભું રહે. કળાની સુવાસ મિત્રા દષ્ટિમાં બોધ અલ્પ હોય છે. પણ તે અલ્પ બોધ પણ આત્માના ઘરનો છે. યોગનું અંગ “યમ”ની અહિં પ્રાપ્તિ હોય છે. યમ - અહિંસાદિ પાંચ સ્વરૂપે છે. અહિં અહિંસાનું પાલન, પ્રવૃત્તિ, સિદ્ધિ આવી જાય એવું નથી પણ અહિંસાદિ પાંચ ગમતા ન હતા, તે હવે ગમતા થઈ ગયા છે. હિંસાદિથી જગતમાં આજ સુધી કોઈનું કલ્યાણ થયું નથી. આજ સુધી મારૂં પણ પરિભ્રમણ આ હિંસાદિના કારણે જ થયું છે. તેથી અહિંસાદિ પાલન કરવાનું મન થાય છે. અને તેમાં વિદન આવે તો પણ તેમાંથી પસાર થવાનું બળ પ્રાપ્ત કરે છે. હૃદયથી અહિંસા ગમે છે. એક પ્રસિદ્ધ નૃત્યકાર ઉદયશંકર, કે જેના નામ ઉપર ઓડીયન્સ હકડેઠઠ 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૮ યોગદષ્ટિનાં અજવાળાં ભાગ-૨ ભરાઈ જાય, તે એક વખત ગજેન્દ્ર - મોક્ષનું નૃત્ય કરવા માટે દિલ્હીના વિશાળ હોલમાં મંચ ઉપર ઊભા થયા. મંચ ઉપર અબીલ ગુલાલ - પાથર્યું હોય, તેના ઉપર એવી રીતે નૃત્ય કરવાનું કે જેથી જેમ જેમ પગ પડતા જાય તેમ તેમ તેમાં હાથીનું ચિત્ર ઉપસી આવે. આખી સભા ભરાઈ ગઈ. નૃત્ય શરૂ થયું. હજી ૨૦-૨૫ મીનીટ થઈ હશે.. એટલામાં એક પતંગીયું ઉડતું ઉડતું આવીને મંચ ઉપર બેસી ગયું... ચોંટી ગયું. તાલ ભંગ ન થાય, નૃત્ય ભંગ ન થાય માટે, તે રીતે પતંગીયાને ઉડાડવા પ્રયત્નકરે છે પણ હઠીલું પતંગીયું ઉડતું જ નથી. તે વિચારે છે કે હવે શું કરવું ? મારે મારી કળા બતાવવી હોય, અને હાથીનું ચિત્ર ઉપસાવવું હોય તો આ પતંગીયા ઉપર પગ મૂકું તો જ બની શકે તેમ છે. દયાળુ નૃત્યકારે તે પતંગિયાને ઉડાડવા માટે ઘણા પ્રયત્ન કર્યા પણ જ્યારે તે ન જ ઉડયું ત્યારે તે સ્ટેજના એક ભાગ ઉપર આવીને ઊભા રહી ગયા. લોકોના જોવામાં ભંગ પડયો. લોકો આશ્ચર્ય સાથે પૂછે છે, કે, કેમ નૃત્ય અટકાવી દીધું ? ત્યારે દયા જેના રોમરોમમાં પડી છે તે નૃત્યકાર કહે છે કે, આ પતંગિયાને બચાવવા, એને ઉડાડવા મેં ઘણા પ્રયત્ન કર્યો તે રીતે તાલ આપ્યા પણ જ્યારે તે ન જ ઉડયું, તો હું તેને મારીને, મારી કળા બતાવી શકું તેમ નથી. મારી કળા બીજાને જીવાડવા માટે છે, કોઈને મારવા માટે નથી. જોવામાં ભંગ પડવા છતાં લોકો તેની દયાભાવના પર મુગ્ધ બની ગયા. આર્ય સંસ્કૃતિ કહે છે કે કોઈની હિંસા કરીને કળાને બતાવવી એ કુશળતા નથી. દયાના આવા સંસ્કાર અંદરમાં પડેલા હોય તો તે મૃત્યુના સમયે ગુણાકાર બની, આવીને ઊભા રહે છે. અણીના સમયે જે ધર્મને સાચવે છે, ધર્મને ટકાવે છે, સંસારના પ્રલોભનોને ગૌણ કરે છે - તે આત્મા જ ભાવધર્મને પામી જાય છે. અણીના સમયે ધર્મ ટકાવનાર વિરલા હોય છે. પળ આવે ને ચૂકી જઈએ તો ખોટું, પ્રલોભનો સામે ટકવું મુશ્કેલ છે. આ દૃષ્ટિમાં અહિંસાદિ યમની ઇચ્છા હોય છે. ક્યારેક પ્રવૃત્તિ પણ હોય છે. હોંશ પૂર્વકની પ્રવૃત્તિ કરે છે. દેવ-ગુરુના કાર્ય-સેવા કરવામાં ખેદ નથી થતો, આનંદથી કરે છે. પાપના અનુબંધ તોડવાના બે ઉપાયો તીર્થંકર પરમાત્માની પર્યાપાસના અને સાધુની સેવા-સઘળા પાપના અનુબંધોને તોડી નાંખે છે. અનાદિના પાપના અનુબંધોને તોડી મોક્ષમાર્ગ (યોગ) પામવા માટેના આ બે ઉપાય છે. આ બે ન આવે તો ગમે તેટલો શાસ્ત્રાભ્યાસ કરીએ, પુરુષાર્થ કરીએ તો પણ પાપના અનુબંધ ન તૂટે. એકલા ભણતરથી કંઈ ન વળે. આ બે આવે તો જ જ્ઞાન સફળ છે. આ બે ચીજને કેન્દ્રવર્તી ન બનાવો તો ઉત્થાન નથી. કોઈના પણ ઉત્થાનમાં આ બે નિમિત્ત રૂપે છે. ધર્મ આત્મામાં રહેલો જ છે. વીતરાગતા, કેવળજ્ઞાન આત્મામાં પડેલા જ છે. તેને પ્રગટ કરવા આ બંને શ્રેષ્ઠ નિમિત્તો છે. સંસારના તમામ કાર્યો પડતા મૂકીને, ગૌણ કરીને જે દેવ-ગુરુનું કાર્ય કરે છે, તે જ, આત્મા મહાન બની શકે છે. સંસારના તમામ કાર્યો કરે, પણ દેવકાર્ય, ગુરુકાર્ય આવે ત્યારે પહેલી દષ્ટિમાં રહેલ જીવ ઉત્સાહથી આગળ વધે છે. 2010_05 Page #89 -------------------------------------------------------------------------- ________________ પાપના અનુબંધ તોડવાના બે ઉપાયો ૫૯ જેઓ દેવ કાર્ય, ગુર કાર્ય કરતાં નથી સંસારના કાર્યમાં રચ્યા-પચ્યા છે ૧૮ પાપસ્થાનોમાં ચકચૂર છે... તેવા જીવોના પરિચયમાં આપણે આવીએ તો પણ આપણને તેમના પ્રત્યે લેશમાત્ર અરુચિ થવી ન જોઈએ, લેશમાત્ર દ્વેષ થવો ન જોઈએ. દૃષ્ટિનો અર્થ જ આ છે. જે આપણને ગમે તે બીજાને ન ગમે, અને જો દ્વેષ આવે, અને તે દ્વેષ પણ પાછો ટકેલો રહે, - નીકળે નહીં, તો સમજવું કે હજુ દષ્ટિ આવી નથી. આપણને જે ચીજ સારી લાગે, તે બીજાને સમજાવીએ, છતાં તે ન સ્વીકારે, તો દ્વેષ કેમ કરાય? સર્વત્ર વૈષને હટાવતા શીખો... દૂર કરતાં શીખો, શત્રુભાવને દૂર કરવાનો છે. જગતમાં વિરોધી ઘટતાં જાય, એક પણ વિરોધી ન રહે તેવી સ્થિતિ સર્જવાની છે. તમારી સાચી વાત બીજો ન સ્વીકારે અને કેષ આવે તો આપણો ધર્મ ભારેલા અગ્નિ જેવો છે. પહેલું ગુણસ્થાનક વાસ્તવિક પામવા માટે, વૈરાગ્ય અને પ્રજ્ઞાપનીયતા બંને જોઈએ. વૈરાગ્યમાં જો કષાય, અજ્ઞાન, દૂરાગ્રહ ભળે તો, તે વૈરાગ્ય મોહ ગર્ભિત કહેવાય છે. કષાય, અજ્ઞાન, દૂરાગ્રહ દૂર થતા જીવમાં પ્રજ્ઞાપનીયતા આવે છે. વેરાગ્યની સાથે પ્રજ્ઞાપનીયતા આવે ત્યારે જ જીવ આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકે છે. પ્રજ્ઞાપનીયતા એટલે સુયોગ્ય વ્યક્તિ દ્વારા સાચું સમજવાની અને સ્વીકારવાની યોગ્યતા. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બનાવવા માટે અને બોધને સ્વચ્છ બનાવવા માટે પ્રજ્ઞાપનીયતા જોઈએ; પ્રામાણિકતા જોઈએ. જો એ ન આવે તો વૈરાગ્ય મોહગર્ભિત કહેવાય. ત્યાં ગુણસંપન્ન પહેલું ગુણઠાણું કે પહેલી દષ્ટિ પણ નથી. પ્રશ્ન - ઘણીવાર દ્વેષ કરવાથી સામેની વ્યક્તિ સાચી વાત સ્વીકારે છે... જવાબ - ના, એ ખોટું છે, સમજ ખોટી છે. વૈષ કરવાથી એણે સ્વીકાર્યું નથી. પણ તમારું પુણ્ય હતું માટે સ્વીકારે છે. જો કૅષ કરવાથી જ સ્વીકાર્યું હોય તો, જેટલા દ્વેષ કરે તેને સફળતા મળવી જ જોઈએ. અને આપણી સાચી વાત સામો સ્વીકારે, એવો આગ્રહ પણ ન હોવો જોઈએ. મારે મારા આત્મા માટે કરવાનું છે, મારે મારા આત્માને સાચવીને કરવાનું છે, મારે મારી પરિણતિની રક્ષા કરવાની છે. બીજા ધર્મ પામે તેના કરતાં મારે મારા આત્માના કલ્યાણ માટે, રક્ષા માટે અનંતગુણો પ્રયત્ન કરવાનો છે. બીજા આત્માને પમાડવા તો ફક્ત નિમિત્ત જ બનવાનું છે. અને બીજો જો લાયક હશે, યોગ્ય હશે, તો પામશે. પુરુષાર્થ કરવામાં ત્યાં ફળ અનેકાસ્તિક છે. એના કરતાં પોતાનામાં - જ્યાં ફળ એકાંતિક છે. ફળની નિશ્ચિતતા છે - ત્યાં જ પુરુષાર્થ કરવાનો હોય છે. આપણા આત્મા માટે પુરુષાર્થ કરશું તો નિશ્ચિત ફળ મળશે જ. પહેલા જાતને પમાડવાનું છે. પછી જગતને !! થોડો પણ કષાય-પરિણામ આત્માને બગાડે છે. ક્યારે પણ જીવો ઉપર દ્વેષ નહીં કરવાનો. જીવો પ્રત્યેના દ્વેષને અટકાવવો હોય તો, પહેલા જીવો પ્રત્યે વિપરીત અભિપ્રાય અટકાવવો જોઈએ. સારો કે ખોટો અભિપ્રાય ન આપવો એ પ્રથમ માર્ગ છે. કારણ કે અભિપ્રાય આપવો એ આત્માનું સ્વરૂપ નથી. 2010_05 Page #90 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ અને કદાચ અભિપ્રાય આપવાનો વખત આવે તો સારો અભિપ્રાય આપવો પણ ખોટો તો આપવો જ નહીં. ખોટો અભિપ્રાય તે તે વ્યક્તિ ઉપર અણગમો પેદા કરે છે. અભિપ્રાય આપવા માટે બે સ્થાન છે. (૧) જડ (૨) ચેતન... જડ માટે અભિપ્રાય આપો છો ? ‘આ ગાડી બહુ સારી’, ‘આ બંગલો બહુ સારો' એમ કહો છો? અને ચેતન માટે પણ અભિપ્રાય આપો છો ? એક માણસે કોઈ એક જગ્યાએ ચોરી કરી, તમે એ વાત પચ્ચીસ જગ્યાએ કહો છો કે એણે ચોરી કરી અને તેથી એ વ્યક્તિ સામે આવે ત્યારે આપણે પૂર્વગ્રહથી જ જોઈએ છીએ, આપણે એને ચોર જ માનીએ છીએ. કદાચ વચલા ગાળામાં એ સુધરી ગયો હોય, ચોરી કરતો મટી ગયો હોય, પણ આપણે એને આ વિપરીત રૂપે જોઈએ છીએ, આપણે એ આત્માને સિદ્ધ સ્વરૂપે જોતાં જ નથી એટલે આપણે વીતરાગતાથી દૂર ખસતાં જઈએ છીએ... દૂર દૂર જઈએ છીએ. આપણે તો વીતરાગતાની જ સાધના કરવાની છે. અને વીતરાગતાની સાધના માટે મુખ્યતયા સ્વરૂપમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે... કહો કે જેને માટે સારો અભિપ્રાય આપો છો તેના માટે ક્યારેય ખરાબ નહીં આપો ? ક્યારેક ખરાબ અભિપ્રાય આપી દેવાય છે. જ્ઞાનીઓએ ખરાબ અભિપ્રાયનું પ્રાયશ્ચિત કહ્યું છે. તમે પ્રાયશ્ર્ચિત કરો. તેના એક-બે ગુણો આગળ કરીને, પછી ‘એ બહુ સારો છે,' એ બહુ સારો છે' એમ કહેવું. દ્વેષથી બચવા ખોટા અભિપ્રાયથી બચો... ખોટો અભિપ્રાય એ અણગમો ઊભો કરે છે. અને અણગમો એ દ્વેષ છે. ૬૦ મનુષ્યભવમાં જેટલો પુરુષાર્થ શક્ય છે, જેટલી જાગૃતિ શક્ય છે, જેટલી સાધના શક્ય છે - એ બીજે કોઈ ઠેકાણે શક્ય નથી. માટે જેટલા ખોટા સંસ્કાર પાડીશું તેટલા આપણને તેના નુકશાન થશે... આ કુસંસ્કારો પાપના અનુબંધને ટકાવી રાખે છે. નવા નવા કર્મો બંધાવ્યા કરે છે. કર્મો એ ઉધઈ છે. તો કુસંસ્કારો એ ઉધઈની મહારાણી છે. ઉધઈને દૂર કરવા માટે તેની મહારાણીનો નાશ કરવો જોઈએ, જો ઉધઈની મહારાણી જીવતી રહી ગઈ, તો લાખો ઉધઈઓ ઉત્પન્ન થઈ જશે. એમ કુસંસ્કારો ઉધઈની મહારાણી જેવું કામ કરે છે. તેનાથી દૂર રહો... કુસંસ્કારોને તોડો. જીવો પ્રત્યેનો દ્વેષ તત્ત્વપ્રાપ્તિમાં બાધક આગળ વધવા, જીવો પ્રત્યે દ્વેષ ન જોઈએ, તેમ તત્ત્વ પ્રત્યે દ્વેષ ન જોઈએ. પણ જીવો પ્રત્યે મૈત્રી જોઈએ. દેવકાર્યમાં, ગુરુકાર્યમાં ઉત્સાહ જોઈએ, આત્માનું શુદ્ધ સ્વરૂપ એ તત્ત્વ છે. તેની રુચિ જોઈએ. તત્ત્વનો દ્વેષ નીકળી જાય, એટલે સ્વરૂપનો દ્વેષ નીકળી જાય છે. આત્માના શુદ્ધસ્વરૂપનો ઈન્કાર ન કરે, આત્માના શુદ્ધ સ્વરૂપને સાંભળે, સાંભળવામાં તત્પર થાય - એ અદ્વેષનું ફળ છે. યોગની દૃષ્ટિ, યોગ પામવા માટે છે. યોગ, મોક્ષ પામવા માટે છે. તત્ત્વના અદ્વેષ માટે જીવોનો અદ્વેષ શા માટે ? કારણ કે જીવો તત્ત્વ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે. જીવો ઉપર દ્વેષ એ પરમાત્માનો દ્વેષ છે. જીવો ઉપર દ્વેષ એ 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ અવધ્ય યોગબીજો ૬૧ તત્ત્વનો વેષ છે... જીવતત્ત્વની અરુચિ એ પરમાત્મતત્ત્વની અરુચિ છે. જેનાથી આગળ તત્ત્વ પામી ન શકાય. આ દષ્ટિમાં રહેલા જીવને બીજા શું કરે છે ? તેની પરવા જ ન હોય. કદાચ બીજા જીવો વિપરીત કરતાં દેખાય, તો પણ દ્વેષ ન આવે. પણ એના હૈયામાં કરૂણા જ પેદા થાય છે. હૃદય કુણું થયું છે. ધર્મ માટે હૃદય કોમળ અને વિશાળ જોઈએ. આ પહેલી દૃષ્ટિનો બોધ છે. અહીં રહેલો યોગી અવધ્ય એવા યોગબીજોને ગ્રહણ કરે છે. અવધ્ય યોગબીજો करोति योगबीजानामुपादानमिह स्थितः । अवन्ध्यमोक्षहेतूनामिति योगविदो विदुः ॥२२॥ આ પહેલી મિત્રા દૃષ્ટિમાં રહેલો જીવ સુંદર યોગબાજોને ગ્રહણ કરે છે. જે મોક્ષને માટે અવધ્ય હેતુ છે. આ યોગબીજો મોક્ષને આપનાર છે. યોગબીજો, યોગને લાવે, યોગ, મોક્ષને લાવે.. જેમ ખેડૂત પહેલાં બિયારણ લાવે છે, પછી જમીન ખેડે છે ને પછી વાવે છે અને પછી પાક પ્રાપ્ત કરે છે. સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ યોગ છે. એ ત્રણે પરાકાષ્ઠાના બને છે ત્યારે યોગનું ફળ કેવળજ્ઞાન, મોક્ષ પ્રાપ્ત થાય છે... આ અવધ્ય મોક્ષના બીજો છે. અવશ્ય એટલે અમોઘ-સફળ બને તેવા બીજો. જે યોગબાજોને સાધે છે તે યોગને સાધે છે. જે યોગ સાધે તેને અવશ્ય મોક્ષ હાથમાં આવે. રાત દિવસ આત્માએ પુરુષાર્થ કરવાનો છે. અને અંદરથી નિરાળા રહેવાનું છે. એક ક્ષણનો પણ પ્રમાદ કરવાનો નથી. જ્ઞાનીએ બતાવેલો કંઈને કંઈ પુરુષાર્થ કરવાનો હોય છે. ત્રણે યોગથી મોક્ષ સાધના કરવાની છે. છતાં અંદરથી નિરાળા રહેવાનું છે. પુરુષાર્થ અને ભવિતવ્યતા બે સમજાય તે વહેલો મોક્ષ પામે છે. એકલા પુરુષાર્થની પ્રધાનતા માનીએ, તો વહેલું ઠેકાણું પડે નહીં, વિલંબે ઠેકાણું પડે છે. અને “એકલી ભવિતવ્યતા જ કાર્યસાધક છે.” એવું માને તો, પણ કોઈ રીતે આગળ વધી ન શકાય, બંનેનું યોગ્ય સ્થાને આલંબન લેતાં આવડે તો જ આગળ વધી શકાય. પ્રશ્ન : ભવિતવ્યતાનું આલંબન કેવી રીતે લેવાનું? ઉત્તર : સભ્યપુરુષાર્થ કર્યા પછી નિરાશા મળતાં હતાશામાંથી બચવા માટે તેનું આલંબન જરૂરી છે. અને સમ્યગુ પુરુષાર્થની સફળતામાં પણ ભવિતવ્યતાનું આલંબન લેવાનું છે, કે, જ્ઞાનીના જ્ઞાનમાં જે જોવાયું હતું તે જ બન્યું છે. હું તો માત્ર નિમિત્ત રૂપ છું, આવું સમાધાન કરવાથી ગર્વ-અહંકાર ન આવે. આમ સફળતા મળે કે નિષ્ફળતા મળે, બન્ને વખતે ભવિતવ્યતાનું આલંબન લેવાનું છે. યોગબીજ પરંપરાએ મોક્ષનું કારણ છે. યોગબીજથી યોગ, અને યોગથી મોક્ષ... યોગબીજ પાંચ છે. 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬ - યોગદૃષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ પરમાત્મ કૃપા जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च, प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥२३॥ (૧) જિનોપાસના....(૨) ભાવાચાર્યાદિનું વૈયાવચ્ચ. (૩) સહજ ભવોઢેગ... (૪) સિદ્ધાંતોને લખાવવાદિ શાસ્ત્રો પાસના... (૫) દ્રવ્યથી અભિગ્રહોનું પાલન. આ પાંચ બીજો પહેલી દષ્ટિમાં પ્રાપ્ત કરે છે. યોગબીજો વગર ન ચાલે... એકાદ બીજ પણ જોઈએ જ. જિનોપાસના એ સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, અનુપમ બીજ છે. પરમાત્માની ભક્તિ, પરમાત્માની ઉપાસના જેવું કોઈ ઉત્તમ યોગ બીજ નથી. આ સંસારમાં સઘળા કાર્યમાં (૧) પરમાત્મા એ જ શ્રેષ્ઠ આલંબન છે. પરમાત્માના અવલંબન વિના કોઈ પણ કાર્યની સફળતા નથી. (૨) પરમાત્માના આલંબન વિના જીવ આગળ વધી શકતો નથી. (૩) અને આપણે જે પામવાનું છે તે પણ એને જ પામવાનું છે. એના આલંબન વિના પામી શકાતું નથી. પરમાત્મા સાધન-સાધ્ય ઉભય છે. માટે આ સંસારમાં પરમાત્માથી વધુ ઉપકારી, શ્રેષ્ઠ ઉપકારી, પુષ્ટ આલંબન, પુષ્ટ નિમિત્ત તત્ત્વ બીજું કોઈ નથી. આપણે જિનોપાસનારૂપ યોગબીજને સાધી શકતા નથી કારણ કે જિનની ઉપકારીતા સમજાઈ નથી. કૃતજ્ઞતા ગુણને વિકસાવ્યો જ નથી. આપણો જીવ અનંતીવાર શાસન પામ્યો, અનંતીવાર ચારિત્ર પામ્યો છતાં સંસારમાં ડૂળ્યો છે કારણ કે કૃતજ્ઞતા ગુણને પામ્યો નથી. કૃતજ્ઞતા એટલે કરેલા ઉપકારને જાણવા, યાદ રાખવા અને બદલો વાળવો. કૃતજ્ઞતા ન હોય તો જિનોપાસના આવે નહીં, ગુરુ ઉપાસના ન આવે. પરમાત્માનો ઉપકાર જ યાદ નથી આવતો, એ કૃતજ્ઞતા ગુણનો અભાવ બતાવે છે. જ્યાં જ્યાં, જે જે કાર્ય બને, ત્યાં ત્યાં, “પ્રભુ ! તારો ઉપકાર છે.”હે પ્રભો ! આ તારો જ ઉપકાર છે. પ્રભો! તારી કૃપાથી આ બન્યું છે. તારી કૃપા વગર બને જ નહીં... આ રીતે કરવાથી કૃતજ્ઞતા ગુણ વિકસે છે ને અહંકાર નાશ પામે છે. જો પરમાત્માનું શાસન ન હોત, અને શાસન પામ્યા ન હોત તો આપણે આજે જેવા દેખાઈએ છીએ તેવા દેખાત? તેવા હોત ? ન જ હોત..... જંગલી દેશોમાં, અનાર્ય દેશોમાં જે ક્લેશ, સંક્લેશ, દુર્ગુણો, અનાચારાદિ દેખાય છે તેનું કારણ ત્યાં પરમાત્માનું શાસન નથી. જ્યાં પરમાત્માનો યોગ નથી. ત્યાં માનવ, માનવ બની શકતો નથી. ત્યાં માનવ, મહામાનવ બની શકતો નથી ત્યાં માનવ, સજજન બની શકતો નથી. ત્યાં માનવ સંત બની શકતો નથી. ત્યાં માનવ, પરમાત્મા બની શકતો નથી. પરમાત્માના ઉપકારથી આ સંસારમાં અસાધ્ય વસ્તુ પણ સાધ્ય બને છે, પરમાત્મા કદી અભ્યાસ કરતાં જ નથી એક બાઈ હતી... ૪૦ વર્ષની ઉંમરે તેનો પતિ મૃત્યુ પામ્યો. તેને ત્રણેક સંતાનો છે. તેને ખૂબ આઘાત લાગ્યો.. પરિસ્થિતિ ખૂબ નબળી છે. તેને એક ફીલોસોફર મળ્યો. તેની 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિજીવી, શ્રમજીવી, રૂપજીવી આગળ બાઈ પોતાની વાત કરે છે... ભાઈ ! પરમાત્માનો કેવો અન્યાય છે ! જેને કોઈ ખાનારા નથી, પીનારા નથી - તેને અઢળક સંપત્તિ આપે છે. આજે મારી પાસે ખાવાનું નથી, પીવાનું નથી તો ય ઈશ્વરે મારા પતિને ખેંચી લીધો... જૂઓ – ભંડાર જ્યાં ભરપૂર છે, ત્યાં કોઈ ખાનારું નથી, ને ખૂબ છે ખાનાર જ્યાં, ત્યાં કાંઈ ખાવાનું નથી. (૧) લાખોના ખાલી મહેલ છે, ત્યાં કોઈ રહેનારૂં નથી; રખડે બિચારા લાખ જેને, ઝૂપડું રહેવા નથી. (૨) જ્યાં ધોધ પાણીના વહે, ત્યાં કોઈ પીનારું નથી; તરસે મરે છે સેંકડો, જેને, કોઈ પાનારું નથી. (૩) ઈશ્વર કેવા છે ? કેવા અન્યાયી છે ? મારા સામું પણ ન જોયું ? ફલોસોફર કહે છે – બેન ! તમે ભૂલો છો. પરમાત્માએ તમને અન્યાય કર્યો નથી. પરમાત્માએ તો તમારા ઉપર મોટામાં મોટો ઉપકાર કર્યો છે. તમે પાઉન્ડ, શીલીંગ, પેન્સથી જ પરમાત્માને માપો છો, પણ પરમાત્માએ તમારા ઉપર ઉપકાર કર્યો છે. પરમાત્માએ તમને સત્ત્વ ખીલવવાની તક આપી છે, જો, હું તમને થોડા પૈસા આપું છું, એક બિસ્કીટની હાટડી ખોલો. અત્યારે નાના પાયા પર ધંધો શરૂ કરો... પણ જુઓ ! જ્યારે કંઈ બને, કંઈ મળે, ત્યારે પરમાત્માના ઉપકારને ભૂલતા નહીં. તેમાં પરમાત્માનો ઉપકાર માનજો... હવે કોઈ પણ ઘરાક આવે, થોડો માલ કોઈ લે... ત્યારે તેમાં પ્રભુ! તારો ઉપકાર, આ ચિત્તલય થઈ ગયો. એનાથી કિલષ્ટકર્મનો હ્રાસ થઈ ગયો. પછી તો જે કોઈ પણ ઘરાક આવે તે, બાઈ એનો જે ભાવ કહે તે ભાવે દરેક જણા લઈ જાય છે.. સતત પરમાત્માને યાદ કરે છે, પરમાત્માનો ઉપકાર સતત માને છે. અંદરમાં સતત આનંદ આનંદ આવે છે. ધીરે ધીરે, એ બાઈ ધનાઢય બની ગઈ.. તમે પણ દરેક કાર્યમાં ૨૪ કલાક પરમાત્માનો ઉપકાર ઘુસાડી ઘો. તમે ક્ષણે ક્ષણે પરમાત્માનો ઉપકાર છે એમ માનો છો ? આ “નિનેષુ શર્તિ ચિત્તમ્' એ યોગબીજ છે. મન-વચન-કાયયોગથી પરમાત્માની ઉપાસના કરો તો વાસ્તવિક ઉપાસના કહેવાય. અણગમો-અપ્રીતિ વેષાદિના અભાવ પૂર્વક પરમાત્માની ભક્તિવાળું, આદરવાળું ચિત્ત સતત રહે તે મનોયોગની સાધના છે. “તનક્કર 4 ચ'' પરમાત્માને નમસ્કાર કરો. આવા મનોયોગથી ગર્ભિત સ્તુતિ, પરમાત્માની પાસે બોલ્યા જ કરો. ગમે તેટલી સ્તુતિ બોલો, ઓછી જ લાગે... વાચિક રીતે ૧૦૦ સ્તુતિ બોલો. તેમાં વધુ આનંદ આવે.... બુદ્ધિજીવી, શ્રમજીવી, રૂપજીવી પરમાત્માના મંદિરમાં ગયા પછી, ત્યાંથી છૂટા પડવાનું ન ગમે, ત્યાંથી ખસવાનું મન 2010_05 Page #94 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ ન થાય, ત્યાં જ બેસી રહેવું ગમે એ પરમાત્માનું એટેચમેન્ટ છે, અને ત્યારે કહેવાય કે સંસાર સાથેનું જોડાણ તૂટ્યું છે. આપણો મનોયોગ જ તૈયાર થતો નથી તેથી મનોયોગ પ્રેરિત વચનયોગ-(સ્તુતિ) થતો નથી. પહેલાં મનોયોગ તૈયાર કરો. પરમાત્માના ઉપકારથી ગગ મનોયોગ બનાવો. ચોવીશે કલાક પરમાત્માના ઉપકારથી મનોયોગ વાસિત જ હોવો જોઈએ. જો આ શાસન ન મળ્યું હોત, જો પરમાત્મા ન મળ્યા હોત! તો આપણે કેવા હોત ? આપણે ક્યાં હોત ? સંસારમાં જીવવા માટે બુદ્ધિજીવી, શ્રમજીવી, રૂપજીવી જોઈએ છે. બુદ્ધિના આધારે જીવે તે બુદ્ધિજીવી. શ્રમ કરીને જીવે તે શ્રમજીવી. રૂપને આધારે જીવે તે રૂપ જીવી છે. વારાંગના રૂપજીવી છે. રૂપને જ આગળ કરીને, રુપને કેન્દ્રસ્થાને રાખીને જીવે છે. તમે રૂપજીવી નહિ પણ રૂપવાન બનો. જે રૂપની સાથે સંસ્કાર ભળે તેને રૂપવાન કહેવાય છે. એમ તમે બુદ્ધિજીવી નહીં પણ બુદ્ધિમાન બનો... જે બુદ્ધિની સાથે તર્ક જ ભળે, વારંવાર તર્ક જ લગાડે તે બુદ્ધિજીવી છે. પણ જે બુદ્ધિની સાથે શ્રધ્ધા ભળે, શાસ્ત્રની શ્રદ્ધા ભળે, પરમાત્માના વચનની શ્રદ્ધા ભળે, વિવેક ભળે તે બુદ્ધિમાન.... એમ ચારિત્રજીવી પણ જગતમાં છે. ચારિત્રના બળ ઉપર જીવનારા સાધુઓ છે. સમયે સમયે, ડગલે ને પગલે ચારિત્રને આગળ કરનારા સાધુઓ છે. પરમાત્માનો ઉપકાર અહીં મનોયોગ પ્રેરિત વચનયોગ કહે છે. ખાલી સ્તુતિ - નમસ્કાર કરી લ્યો તે મનોયોગ પ્રેરિત વચનયોગ નથી. સમયે સમયે પ્રભુનો ઉપકાર યાદ આવે છે ? પ્રભુ! તમને ન પામ્યો હોત તો નરકમાં ગયો હોત ! નરકના ભયંકર દુ:ખો અને વેદનામાં આજે સબડતો હોત ! હે પ્રભો ! તું મળ્યો તો મારી નરક ટળી, તિર્યંચગતિ ટળી, એકેન્દ્રિયાદિ-દુર્ગતિ ટળી. હે પ્રભો ! તું ન મળ્યો હોત તો મારું શું થાત ! તું મને આજે મળી ગયો છે. એ જ મારું લોકોત્તર સૌભાગ્ય છે. એકેન્દ્રિયમાં અનંતકાળ પ્રભુ તું ન મળ્યો, તો અમે કેવા ટીચાયા ! કેવા ભટક્યા ! અમારી કેવી દુર્દશા થઈ છે ! વિકસેન્દ્રિયમાં પણ પ્રભુ ! સંખ્યાતકાળ સુધી તમે નથી મળ્યા. પંચેન્દ્રિય તિર્યંચમાં ભૂખ-તરસ , ટાઢ-તડકા, છેદન-ભેદન વગેરે દુઃખો વેઠ્યા છે. આવી બધી દુર્દશા, યાતના પ્રભુ તારી કૃપાથી ટળી ગઈ છે.. જે પરમાત્માએ આટલો બધો ઉપકાર કર્યો છે, તે પરમાત્મા મળે તો કેટલો આનંદ આવે? એના ઉપકાર કેવા યાદ આવે? જેનો ઉપકાર યાદ આવે, તે વ્યક્તિ મળે તો, આપણે શું ન કરીએ ? તે વખતે મનોયોગ કેવો ? વચનયોગ કેવો ? અને કાયયોગ કેવો ? માનો કે તમે અટવીમાં ભૂલા પડ્યા. તેમાં ચાર ગુંડા મળ્યા. તમારું બધું જ લૂંટાઈ જવાની તૈયારીમાં છે. તે વખતે તમને એક માણસ મળી ગયો. તમને વિપત્તિમાંથી આબાદ બચાવી લે છે. તમારી બધી સંપત્તિ બચાવે છે. તમને બચાવે છે, અને ઇષ્ટ સ્થાને પહોંચાડે છે. હવે તેનાથી તમે છૂટા પડો છો ત્યારે તમારું મન કેવું હોય ? તમારા વચનો કેવો હોય ? તેની સાથે તમે કેવા ભાવથી વાતો કરો ? તમે એને ઘરે આવવાનું પણ ખાસ કહો ને ? 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ મિરાંનો ભક્તિયોગ. ઉપમિતિકાર, લલિતવિસ્તરાકાર લખે છે કે, આ સંસારમાં, ચોદ રાજલોકમાં વ્યક્ત કે અવ્યક્ત પણે એક પણ શુભભાવ જીવ જ્યારે કરે છે, તેમાં પરમાત્માનો અનુગ્રહ હોય જ છે. પરમાત્માના અનુગ્રહકૃપા વિના એકાદ પણ શુભભાવ થતો નથી. તમે આવું માનો છો? પરમાત્માની કૃપાથી જ તમારું નાવ ચાલે છે, એવું લાગે છે ? આવા ભાવ આપણને નથી આવતા. પણ આવા ભાવ મીરામાં હતાં... - મીરાંનો ભક્તિયોગ... મીરાં ચિતોડગઢ પાસે જમેલી છે. ૩૨ વર્ષની ઉંમર થતાં તો મીરાંએ પાંચપાંચ સ્નેહીઓને ગુમાવ્યા છે. નિકટના સંબંધીનો વિયોગ થયો છે. ૧૧ વર્ષે તેની માતા મૃત્યુ પામી હતી. ૧૩ વર્ષની ઉંમરે તેના દાદા મૃત્યુ પામ્યા હતાં. સોળ વર્ષની ઉમરે મીરાંને રાણા ભોજ સાથે પરણાવી હતી. ૨૬ વર્ષની ઉંમરે રાણો યુદ્ધમાં મરાયો. તે વિધવા થઈ. ૩૧ વર્ષે તેના પિતા મૃત્યુ પામ્યા. ૩૨ વર્ષે તેના સસરા મૃત્યુ પામ્યા. આ રીતે મીરાં એ ૩૨ વર્ષમાં પાંચ પાંચ નિકટના સ્નેહીને ગુમાવ્યા છે છતાં મીરાં રડી નથી. તે નિષ્ઠાપૂર્વક જીવન જીવનારી છે. પ્રભુ જેમ જીવાડે તેમ જીવવું છે. સંસારમાં જે કાંઈ બને છે તે પરમાત્માની ઇચ્છા પ્રમાણે બને છે, તેમાં માનવનો કોઈ પુરુષાર્થ કામ લાગતો નથી. આપણું ડહાપણ તેમાં ચાલતું નથી. એકવાર મીરાં પ્રભુ ભક્તિમાં લીન બની છે. સંધ્યાના સમયે પ્રભુ ભજન મસ્તીથી ગાઈ રહી છે. ત્યારે દીપક બુઝાવા માંડ્યા. દીપકને બુઝાતા જોઈને મારા સંકેત પામી ગઈ. કે રાણો યુદ્ધમાં મરાયો છે. ત્યાં જ મીરા પરમાત્માનું પદ(ભજન) બનાવે છે. ને બોલે છે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્યવાળો રંડાવાનો ભય વાર્યો રે, મોહન તારા, મુખડાની માયા લાગી રે.. મુખડું મેં જોયું તારું, સર્વ જગ લાગે ખારું, મન મારું રહ્યું ન્યારું રે. મોહન તારા.. પ્રભુ ! તારી સાથે જે પ્રીતિ કરે છે, સંબંધ કરે છે તેને આ જગતમાં રંડાવાનો ભય નથી. આ સંસારની વ્યક્તિ સાથે પરણીને જીવે વિયોગના દુઃખ જ ઊભા કર્યા છે. જે પરણે તેને રંડાવું પડે છે. સ્ત્રી મરે તો પુરુષ વિધુર બને છે. પરમાત્માની સાથે જે પ્રીતિ કરે છે, સંબંધ કરે છે, તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આપણે વિનાશીની સાથે પ્રીતિ કરી છે. વિનાશીની પ્રીત એ અવિનાશીની પ્રીતને ભૂલાવે છે. અવિનાશીના ઉપકારને યાદ કરવા દેતી નથી. પરમાત્માના અનુગ્રહ વિના એક પણ સારો ભાવ, શુભ ભાવ ન થાય. 2010_05 Page #96 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ ઉપમિતિકાર, પરમાત્માનો અનુગ્રહ શું છે ? તે બતાવે છે. પરમાત્માના અનુગ્રહ એટલે કૃપા વિના જીવ આગળ વધી શકતો નથી. એક રંક એટલે ભીખારી છે. નગરમાં ભટકે છે. પણ એકવાર ભવન ઉપર દૃષ્ટિ પડે છે. (આટલો વખત ભવન પર દૃષ્ટિ પડી જ ન હતી.) એને ભવનમાં પ્રવેશ મળે છે. ચૌદ રાજલોકરૂપ સંસાર એ નગર છે. જીવ રૂપી ભિખારી છે. અનંતકાળથી વિષય-કષાયની ભીખ માંગી રહ્યો છે. એકભવ એવો નથી કે જ્યાં વિષય-કષાયની ભીખ ન માંગી હોય ! અને વિષયોની એંઠ ચાખી ન હોય ! ખાધા પછી જે કાંઈ વધેલું, ખાધા પછી જે કાંઈ છાંડેલું હોય તે એંઠ છે, આપણે જે કાંઈ ભોગવીએ છીએ તે ચૌદ રાજલોકના જીવોની એંઠ છે. અનંતકાળથી આ જીવ એંઠ માંગી રહ્યો છે. હવે જૈનશાસનરૂપ રાજભવન પર દૃષ્ટિ પડી... કદાચ પહેલાં પડી હોય તો પણ એને દ્રવ્યથી રાજભવનમાં પ્રવેશ મળ્યો હતો, એમ સમજવું જોઈએ. રાજભવનના સાતમે માળે સુસ્થિત મહારાજા છે. તેમ અહીં સાત રાજ ઉપર સિદ્ધો રહેલા છે. તેની દષ્ટિ પડી. રાજભવનમાં પ્રવેશ મળ્યો. પરમાત્માના અનુગ્રહ વિના આગળ વધી શકાતું નથી. પરમાત્મા સિદ્ધ છે, સિદ્ધાલયમાં છે, અનંત આનંદના ભોક્તા છે. તેમનો અનુગ્રહ શું ? અત્યાર સુધી દ્રવ્યથી જ પ્રવેશ કરતો હતો. ગુણનો અંશ ન હતો. જે ભારે કર્મનો પ્રવેશ, દૂર્ભવ્યનો પ્રવેશ, અભવ્યનો પ્રવેશ તે પરમાત્માનો અનુગ્રહ ન હતો તેવો પ્રવેશ હતો. અત્યાર સુધી પરમાત્માનો અનુગ્રહ ન હતો. રાજભવન ગમતું ન હતું. હવે કર્મે વિવર આપ્યું. મોહનીય મંદ પડ્યું, બીજા કર્મો પણ મંદ પડ્યા. એ કર્મે વિવર આપ્યું છે. એટલે પરમાત્માએ જે કહ્યું તે ગમવા માંડ્યું. પરમાત્મા જ ગમવા માંડ્યા. એ જ પરમાત્માની કૃપા ઉતરી કહેવાય.. શુભભાવ ક્યારે થાય ? જિનવચન ગમે તો ! એ જ જિનની કૃપા છે. શુભભાવ જ્યારે પણ પ્રાપ્ત થાય છે, તે પરમાત્માના અનુગ્રહથી થાય છે. તમારી ભોતિક કે આધ્યાત્મિક સિદ્ધિ છે તેમાં પરમાત્માનો અનુગ્રહ છે. તમે શું માનો છો? તમને મળેલી ભૌતિક-આધ્યાત્મિક સિદ્ધિ, તમારા પુરુષાર્થથી છે? કે પરમાત્માના અનુગ્રહથી છે ? સર્વત્ર પરમાત્માની કૃપાને આગળ કરો. ક્રિયા કરતાં જ્ઞાન ચઢિયાતું છે ફાધર વાલેસ લખે છે કે એક બાપ મૃત્યુ સમયે પોતાના દીકરાને કહે છે. આપણી પાસે દશ વીઘા જમીન છે. તેમાં મેં ચિંતામણીરત્ન દાઢ્યું છે. મારા મૃત્યુ પછી સંકટ સમયે એ ચિંતામણીરત્ન તું લઈ લેજે, એક વખત તેને રત્નની જરૂર પડી. ક્યાં, કઈ જગ્યાએ દાઢ્યું છે ? એ તો કહ્યું જ નથી. છતાં ચારે બાજુથી ખોદવા માંડ્યું. ખોદતાં ખોદતાં ચિંતામણી મળી આવે છે. એના આનંદનો પાર નથી. તેને પિતા યાદ આવ્યા... પિતાજીનો કેટલો ઉપકાર કે મને આજે આ ચિંતામણી રત્ન આપ્યું છે. આ જ ન્યાય મોક્ષમાર્ગમાં લગાડવાનો છે. જો કે ન ખોદડ્યું હોત તો ન જ મળત, એ વાત પણ એટલી જ ચોક્કસ છે. છતાં પણ છોકરો 2010_05 Page #97 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા કરતાં જ્ઞાન ચઢિયાતું છે સજ્જન છે, ખાનદાન છે, તેથી પિતાની કૃપાથી મળ્યું, પિતાના પ્રભાવથી મળ્યું એમ માને છે પોતાનો પુરુષાર્થ જરૂર એમાં છે જ, પણ પુરુષાર્થથી મળ્યું ? કે પિતાની કૃપાથી મળ્યું કહેવાય? પિતાએ બતાવ્યું જ ન હોત તો ? પુરુષાર્થ ક્યાં કરત ? એને મન પિતાનું વચન સર્વોત્કૃષ્ટ છે. જ્ઞાન અને ક્રિયા બંનેથી કાર્ય થયું છે. જ્ઞાન અને ક્રિયામાં, ક્રિયા એની પોતાની છે, અને જ્ઞાન બાપનું છે. તો જ્ઞાનને મુખ્ય કરાય ? કે ક્રિયાને મુખ્ય કરાય ? તમને એક જ્યોતિષિ મળ્યો.. તમારું મોઢું જોઈને તમને કહે છે કે તમે પાંચ વર્ષમાં આગળ આવી જશો.. જો તમે આમ કરશો, આવી રીતે, આવી રીતે ધંધો કરશો.. તો જરૂર આગળ વધશો. અને પુરુષાર્થ કરતાં તમે પાંચ વર્ષમાં તો ખૂબ આગળ વધી ગયા.. અબજો પતિ થઈ ગયા. તો તમને તે જ્યોતિષિ પ્રત્યે પ્રીતિ થાય છે ? બહુમાન થાય છે ? હા, કેમ ? તો, જે ચીજ હું નો'તો જાણતો તે એણે બતાવી છે, જે ચીજ આપણા ખ્યાલ બહાર હતી, તે બતાવી છે, એટલે એના વચનનું મહત્ત્વ છે. પુરુષાર્થનું મહત્ત્વ નથી. જ્ઞાન અને ક્રિયામાં જ્ઞાન સર્વોપરી છે. ક્રિયા ઘણી વાર કરી, ક્રિયા અનંતવાર કરી, પણ સમ્યગ્ ન હતી. કારણ કે જ્ઞાન ન હતું. એ ક્રિયાની ખામી જેણે દૂર કરી છે, તેના ઉપર આદર બહુમાન વધી જાય છે ? ક્રિયા ચડે કે જ્ઞાન ચડે ? ક્રિયાવાન એ દેશ આરા, જ્ઞાની સર્વારાધક છે. ક્રિયાના આરાધકને દેશ આરાધક કહ્યો છે. જ્ઞાનના આરાધકને સર્વ આરાધક કહ્યો છે. ૧ સર્વવિરતિ ચારિત્રધર સર્વ આરાધક છે. ૨ હિંસાદિ પાપો કરનાર સંસારી (પાપી) સર્વ વિરાધક છે. ૩. સમ્યગ્દષ્ટિ દેશ વિરાધક છે. ૪. અન્ય દર્શનના સંન્યાસીઓ તેમજ ગુરુકુલવાસ છોડી ઉગ્ર તપ, ત્યાગ, સંયમ વિ. કરનાર, દેશ આરાધક છે. ૬૭ પ્ર - દેશ આરાધક અને દેશ વિરાધકમાં શું ફરક છે ? ઉ - દેશ આરાધક એટલે જ્યાં દેશથી (અલ્પ) આરાધના હોય અને બહુભાગ વિરાધના હોય તે દેશ આરાધક... એટલે કે એક આની આરાધના ને પંદર આની વિરાધના... એવી રીતે દેશ વિરાધક એટલે દેશથી (અલ્પ) વિરાધના હોય અને બહુભાગ આરાધના હોય તે દેશવિરાધક કહેવાય. એટલે કે એક આની વિરાધના હોય અને પંદર આની આરાધના હોય. દીકરાને ચિંતામણીરત્ન મળ્યું, અને કહે છે કે બાપે આપ્યું... બાપ ન હોત તો ન મળત. પુરુષાર્થ તો છે જ. રાત-દિવસ જોયા વગર પુરુષાર્થ કર્યો છે. છતાં પુરુષાર્થ ગૌણ ગણાય છે. અને બાપનું વચન મુખ્ય છે. એવી રીતે સર્વજ્ઞ મળ્યા ન હોત, અને સર્વજ્ઞ ભગવંતે ઉત્થાનના પગથીયા ન બતાવ્યા હોત તો શું આગળ આવી શકત ખરા ? તમે જે કરો છો તેમાં પરમાત્માની કૃપાથી થયું છે એમ માનો છો ? પરમાત્માની કૃપા-અનુગ્રહ ચઢે કે પુરુષાર્થ ચઢે ? મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં દાન કર્યું એવું થતું હોય, તો આપણે ભૂલા પડ્યા છીએ, એમ લાગે છે ? મોક્ષમાર્ગના 2010_05 Page #98 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ સ્થાપક પરમાત્માનો અનન્ય ઉપકાર આપણા ઉપર છે, એ ખ્યાલ આવતો નથી. માટે આપણે ભૂલા પડ્યા છીએ. સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો સાધક પહેલી દૃષ્ટિમાં યોગબીજોને ગ્રહણ કરે છે. આ યોગબીજો મોક્ષના અવધ્ય હેતુ છે. યોગબીજો દ્વારા યોગની પ્રાપ્તિ થાય છે. અને યોગ દ્વારા સાધક મોક્ષ પામી જાય છે. અહીં “તત્ત્વરન’ યોગબીજોનું ગ્રહણ કરે છે એમ કહ્યું છે. ચરમાવર્તિમાં ચરમયથાપ્રવૃત્તકરણ હોય અને અચરમાવર્તમાં પણ યથાપ્રવૃત્તકરણ હોય છે. *અચરમાવર્તિમાં જે યથાપ્રવૃત્ત કરણ થાય છે તેનાથી વિષય-કષાયની પરિણતિ મોળી ન પડે. કારણ કે ત્યાં મોક્ષે જવાની લેશ ઇચ્છા નથી હોતી. ધર્મ સ્થાનોમાં ઓઘ આદર અને પ્રવૃત્તિ રૂપ યથાપ્રવૃત્તિકરણ છે. આવું યથાપ્રવૃત્તકરણ અચરમાવર્તિમાં અનંતીવાર આવે છે. મોહનીય કર્મની ૭૦ કોટાકોટિસાગરોપમમાંથી ૬૯ કોટાકોટિ સાગરોપમ સ્થિતિ ઘટી, એક કોટાકોટિ – સાગરોપમથી પણ અંદર અર્થાત અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિ થાય છે ત્યારે જીવ ગ્રંથિદેશે આવે છે અને ત્યારે આ યથાપ્રવૃત્તકરણ યોગ્યતા રૂપે આવે છે ત્યારબાદ જીવ જ્યારે અપુનબંધકાવસ્થા પામે છે ત્યારે વ્યવહારનયે ચરમયથાપ્રવૃત્તકરણ આવે અને નિશ્ચયનયે અપૂર્વકરણના પૂર્વ અંતર્મુહૂર્તમાં આવે કે જેના પછી જીવ તરત જ ગ્રંથિભેદ કરી સમ્યકત્વ પામે છે. * [નોંધ: ધર્મપરીક્ષામાં ઉપાધ્યાયજી મહારાજે “ચરમાવર્તમાં જે કાંઈ થાય તે ચરમયથાપ્રવૃત્ત કરણ છે” એમ કહ્યું છે તે અત્યંત સ્કૂલનય અર્થાત્ નિગમનની અપેક્ષાએ છે. વ્યવહારનયે અપુનબંધક અવસ્થાથી ચરમયથાપ્રવૃત્ત કરણ આવે, અને નિશ્ચયનયે અપૂર્વકરણના પૂર્વ અંતર્મુહૂર્તમાં આવે, કે જેના પછી જીવ તરત જ ગ્રંથિભેદ કરી સમ્યકત્વ પામે છે. ચરમાવર્તિમાં જે મુક્તિનો અદ્વેષ, મુક્તિનો કાંઈક રાગ વગેરે જે યોગબિંદુમાં કહ્યા છે તે યોગ્યતા રૂપે છે. બાકી કાર્યથી તો દરેક જીવને ચરમાવર્તિમાં પણ તે ભિન્ન ભિન્ન કાળે આવે છે. કારણ કે ધર્મ પામવા માટેની સામગ્રી દરેક જીવને ચરમાવર્તિમાં ભિન્ન ભિન્ન કાળે મળે છે.] યોગબીજોમાં જિનની ઉપાસના “ઉત્કૃષ્ટ-શ્રેષ્ઠ યોગબીજ છે, અને તે આપણને મળેલા મન, વચન અને કાયા એ ત્રણે યોગથી કરવાની છે. આપણા મન-વચન અને કાયાને જિન ઉપાસનામાં જ રોકી રાખવાના છે. જિનને વિષે કુશલ ચિત્ત એટલે સુંદર વિચારણા, દ્વેષ-માત્સર્યના અભાવપૂર્વક આદર, બહુમાન, ભક્તિવાળું ચિત્ત તે મનોયોગની આરાધના છે, પ્રીતિ-ભક્તિયુક્ત ચિત્ત = મનોભાવથી પ્રેરાયેલો જે સ્તુતિ રૂપ વચનનો વ્યાપાર, નમસ્કાર તે વચનયોગની પ્રવૃત્તિ છે અને પંચાંગ પ્રણિપાતરૂપ પ્રણામ કરવા, સ્વસ્તિકાદિ અષ્ટમંગલનું આલેખન કરવું, માંડલું રચવું વગેરે કાયયોગનો વ્યાપાર છે 2010_05 Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક સંસારના કાર્યમાં પણ ગુરુની સલાહ લે અને એ જિનોપાસના સંશુદ્ધ જોઈએ. અર્થાત્ સંશુદ્ધ એવું જિનને વિશે કુશલ ચિત્ત તે પહેલું યોગબીજ છે. શ્રેણિકાદિએ સુંદર કોટિની પરમાત્માની ઉપાસના કરી છે તેમાં મુખ્યતયા મનોયોગને પરમાત્માની ઉપાસનામાં રોકી રાખેલો છે. પરમાત્મા સિવાય કંઈ ગમતું જ નથી. પરમાત્માની ભક્તિથી સતત ભાવિત હતાં. શ્રેણિકને પરમાત્માનો રાગ કેવો અવિહડ હતો? શ્રેણિક મહારાજા વૃદ્ધાવસ્થાના ઉંબરે આવી ઉભા છે, તેથી વારંવાર રાજગાદી માટે અભયકુમારને આગ્રહ કરી રહ્યા છે, તું હવે રાજ્યનો ભાર વહન કર અને મને નિવૃત્ત કર. અભયકુમાર ના પાડે છે કે પિતાજી મારે રાજગાદી જોઈતી નથી. આપને બીજા જેને આપવી હોય તેને આપો. જ્યાં સુધી સંસારમાં રહીશ ત્યાં સુધી આપની જેમ તેની પણ સેવા કરીશ. શ્રેણિક ના પાડે છે, મારે તને જ આપવી છે. વારંવાર પિતાજી કહે છે ત્યારે અભયકુમાર વિચારે છે, કે આમ પિતાજી વારંવાર મને કહે અને મારે પિતાજીના વચનને ઠુકરાવવું પડે, તે બરાબર ન કહેવાય એમ વિચારી છેવટે અભયકુમાર કહે છે. પિતાજી ! થોડી વાર થોભી જાવ. મારે પરમાત્માને કંઈ પુછવું છે, પછી મારો અંતિમ નિર્ણય આપને કહીશ. પરમાત્માનું નામ સાંભળતા જ શ્રેણિક ચૂપ થઈ જાય છે. તે વખતે શ્રેણિક એમ નથી કહેતા કે મૂરખ ! કંઈ સમજ પડે છે કે નહીં ? આપણી અંદરની વાતોમાં પરમાત્માને શું પુછવાનું હોય ! રાજ્યની બાબતોમાં, ઘરની બાબતોમાં વળી ભગવાનને પુછાતું હશે ? એવું નથી કહેતાં. શ્રાવક સંસારના કાર્યમાં પણ ગુરુની સલાહ લે શ્રાવક છે, ગૃહસ્થ છે તો ઘરની બાબતમાં કંઈ મુંઝવણ હોય તો સાધુને પૂછે કે નહીં? ગુરુને પૂછી શકાય કે નહી? સાધુને દરેક ચીજ પૂછી શકાય છે. હા, પૂછતાં આવડવું જોઈએ. વિવેકપૂર્વક બધું જ પૂછી શકાય. ૯૦ પુત્રો પ્રભુ ઋષભદેવને રાજ્ય માટે પુછવા ગયા હતા ને ! પણ સાધુની સલાહ સાવદ્ય ન હોય, નિરવદ્ય જ સલાહ આપે. ભગવાને ૯૮ પુત્રોને શું કહ્યું ? આ શત્રુ એ વાસ્તવિક શત્રુ નથી. કર્મશત્ર એ જ શત્રુ છે. એ સમજાવી દીધું અને ૯૮ ચારિત્રના માર્ગે ચાલી નીકળ્યા. પ્રભુ મહાવીર રાજગૃહી પધાર્યા, અભયકુમાર પુછે છે. પ્રભુ ! હું રાજ્ય લઉં કે ન લઉં ? એમ નથી પૂછતાં. પણ શું પુછે છે? તે જુઓ. હે પ્રભો ! આપના શાસનમાં છેલ્લા રાજર્ષિ કોણ થશે? કેટલો વિવેક છે ! અભયકુમારને એમ હતું કે જો છેલ્લા રાજર્ષિ બાકી હોય તો હું પિતાજીની આજ્ઞા સ્વીકારીને, પિતાજીને સંતોષ આપીને રાજ્ય લઉં...અને પછી ચારિત્ર ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધું. પણ પ્રભુએ કહ્યું કે ઉદાયન છેલ્લા રાજર્ષિ થઈ ગયા છે. હવે જે રાજ્ય લેશે તે નહીં બને, મુનિ નહીં થાય. 2010_05 Page #100 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ પરમાત્મા પ્રત્યે શ્રેણિકની ભક્તિ હવે અભયકુમાર ઘરે આવીને કહે છે - પિતાજી ! આપ પરમાત્માના પરમ ભક્ત છો. હું પરમાત્માનો ભક્ત છું. આપનો દીકરો રાજ્યગાદી લેવા જતાં, ચારિત્ર લીધા વિના મારે તો આપ રાજી કે નારાજ ? હું ચારિત્ર લીધા વિના મરું તે આપને મંજૂર છે ખરું ? તે વખતે શ્રેણિક મહારાજ કહે છે, ના, બિલકુલ નહીં. મારો દીકરો ચારિત્ર લીધા વિના મારે તે મને બિલકુલ પસંદ નથી. તો ભગવાનનું વચન છે કે હવે રાજર્ષિ કોઈ નહીં થાય. શ્રેણિક તુરત ચારિત્રની રજા આપે છે. તમારા દીકરા આવું તમને પૂછતા નથી ને ? અને જો પુછે તો તમારા સમ્યકત્વની કસોટી થઈ જાય. શ્રેણિકને પ્રભુ ઉપર અનહદ રાગ હતો, શાસન ઉપર અથાગ રાગ હતો. શ્રેણિકની પરમાત્મા પ્રત્યે કેવી ભક્તિ હતી ! ભગવાન કઈ દિશામાં વિચરે છે, તે સમાચાર આપનારને મુગુટ સિવાય બધા અલંકારો આપી દેતા હતાં. રોમ-રાજી વિકસ્વર બનતી હતી, અંગે અંગ પુલકિત બનતા હતાં. આવી ભક્તિ આવ્યા વગર સંસાર સાગર તરાય નહીં. તેને પરમાત્મા સિવાય કંઈ ગમતું નથી. પરમાત્માની ભક્તિ પરાકાષ્ઠાની હતી. વૈરાગ્યને પામેલા હતાં. આ ભક્તિ અને વૈરાગ્ય આગળ સંસારના બધા સુખો કુચા જવા માન્યા હતા. ભક્તિના પ્રભાવે ૫૦૦ પત્નીનો રાગ પણ કંઈ જ ન હતા. ખુદ ચેલાનાં રાગ પણ કુછ નહીં. પરમાત્માનો રાગ કોઈ જુદી જ કોટિનો હતાં. આવી પરમાત્માની ભક્તિના પ્રભાવે, તેના ફળમાં ક્ષાયિક સમ્યકત્વ અને અરિહંત બને તેવું પુણ્યકર્મ બાંધ્યું. તેના પ્રભાવે તેઓ આવતા ત્રીજા ભવમાં નિર્મળ અવધિજ્ઞાન સહિત (ત્રણ જ્ઞાન સહિત) માતાના ગર્ભમાં ઉત્પન્ન થશે. જન્મ લેશે. ત્યારે છપ્પન દિકુમારિકાઓ આવશે અને સુતિકર્મ કરશે. ચોસઠ ઇન્દ્રો દ્વારા પૂજાશે, મેરૂપર્વત ઉપર અભિષેક થશે, સત્કાર સન્માન પામશે. પૂર્વભવમાં કોઈ ચારિત્રનો અભ્યાસ (સંસ્કાર) ન હોવા છતાં, વાર્ષિક દાન આપી દીક્ષા લેશે. શાસ્ત્રયોગનું નિર્વિકલ્પક, નિરતિચાર ચારિત્રનું પાલન કરશે. ક્ષપક શ્રેણી માંડી કર્મના ભૂક્કા બોલાવીને વિતરાગતા, કેવળજ્ઞાન પામશે, અને અનેક આત્માઓ જેનાથી સંસાર સાગર તરી જાય એવા ધર્મતીર્થની સ્થાપના કરશે. અર્થાત્ તીર્થકરની ઋદ્ધિ પ્રાપ્ત કરશે. આ બધું પૂર્વભવમાં કરેલી પરમાત્મભક્તિનું ફળ છે. પૂર્વભવમાં આત્માને અરિહંતની ભક્તિથી અત્યંત ભાવિત કર્યો હતો. કહેવાય છે કે શ્રેણિક મહારાજને જ્યારે અંતિમ અગ્નિ સંસ્કાર થયો ત્યારે તેના દેહમાંથી, અસ્થિમાંથી “વીર, વીર’ એવો ધ્વનિ બહાર આવતો હતો. કેવી પરમાત્મભક્તિ આત્મસાત્ કરી હશે !!! - પરમાત્મભક્તિ એ પ્રથમ યોગ બીજ છે. મન-વચન-કાયાથી જિનભક્તિ કરવાની છે. આત્માને ભક્તિભાવથી ભાવિત કરવાનો છે. પદ્મપ્રભ સ્વામિના સ્તવનમાં ઊપા. યશોવિજયજી મહારાજ કહે છે કે - “ સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી, હોડાદોડે રે બહુ રસ રીઝથી, મનનાં મનોરથ સીઝેજી....” કવિ કહે છે – હે પ્રભો! આપ તો સંસારમાંથી નીકળી ગયા છો. મોલમાં પહોંચી ગયા છો. અનંત આનંદમાં બીરાજો છો. અનંત સુખને ભોગવી રહ્યા છો... અમારી ભક્તિને આપ નજરમાં લેતાં નથી. આપની સાથે સ્નેહ-પ્રીત કેવી રીતે કરવી ? એક પાક્ષિક 2010_05 Page #101 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા પ્રત્યે શ્રેણિકની ભક્તિ ૭૧ સ્નેહ કઈ રીતે ટકે ? જગતમાં પણ જેની સાથે સ્નેહ કરે છે, તે સામો સ્નેહ ન કરે તો આપણને ગમતું નથી. વળી આપના કોઈ સમાચાર મળે નહીં. ત્યાંથી કોઈ કાગળ આવે નહીં, અહીંથી આપની પાસે જે આવે છે તે પાછા અહીં આવતા નથી. આપનો સંદેશ કોઈ આપતું નથી. કોઈ રસ્તો-માર્ગ તે તરફ જતો નથી. પ્રભો ! આવો એક પાક્ષિક પ્રેમ કઈ રીતે કરવોઘોડાઓની રેસમાં ઘોડાઓ હરિફાઈમાં એવા દોડતા હોય છે, કે પોતાના ઉપર બેઠેલા સવારની પણ ખબર નથી રાખતો. પણ દોડે જ જાય છે. તેમ વીતરાગતાના પુરમાં આપ વહી રહ્યા છો... અમારી ભક્તિ આપને નજરમાં નથી આવતી... કવિ હવે કહે છે – ભક્તિમાં રૂબરૂ આવીને મળવાની કંઈ જરૂર નથી. પરમાત્માની સાથે પ્રીત કરવી છે ? તો ભાવનરસ ઊભો કરી દ્યો. “રસ હોય તિહાં દોય રીઝેજી પરમાત્માની સાથે ભાવનરસ ઊભો કરવો એ શ્રેષ્ઠ ભકિત છે. વસ્ત્રની થપ્પી કરીએ... અને તેના ઉપર કસ્તુરી મૂકીએ તો તે સુવાસ સર્વત્ર - પડે પડમાં પહોંચી જાય છે. પછી ગમે ત્યાંથી વસ્ત્ર સુંઘીએ તો કસ્તૂરીની સુવાસ આવી જાય છે. તેમ આત્મા ભાવુક દ્રવ્ય છે. પરમાત્માની ભક્તિથી જ દિલ ભાવિત હોય, દિલનો ખૂણે ખૂણો ભક્તિથી વાસિત હોય, ઉપયોગ પરમાત્મમય બની જાય છે. ત્યારે વિષયનો રસ એટલો બધો નિરસ થઈ ગયો હોય છે, કે વિષય સામે આવે તો ય તેમાં રસ નથી, કેમ કે પરમાત્મામાં ઉપયોગ સ્થિર થઈ ગયો છે.... અંતે કરી કરીને તો આજ કરવાનું છે... પરમાત્માની ભક્તિમાં રોમરાજી ઉલ્લસિત થઈ જાય.... ચિત્ત એમાં જ ઠરે, ભાવનાથી ભાવિત થયા વિના શુભ સંસ્કાર, શુભાનુબંધ વિશિષ્ટ કોટિના થાય નહીં. આજ સુધી આપણે જે કાંઈ ધર્મ કર્યો છે. અને કરીએ છીએ તે સંસારથી ભાવિત, વિષયથી ભાવિત, કષાયથી ભાવિત થઈને જ કર્યો છે. આજે આપણે માનથી ભાવિત થયેલા જ છીએ, તેથી અપમાન વખતે આપણને દુઃખ થાય છે. પરમાત્માને દીક્ષા પછી અનેક અપમાનના પ્રસંગો આવ્યા છે. પણ કષાય થયા નથી. કારણકે પરમાત્મા ઉપશમભાવથી ભાવિત હતાં. આપણે માનાદિ કષાયોથી ભાવિત છીએ. લોભથી વ્યાપ્ત છીએ. પાંચ લાખ જાય કે પાંચ લાખ મળે તો તેની અસરથી ભાવિત બનીએ છીએ. જે કષાયના ભાવોથી ભાવિત છે, તે ઉપશમભાવથી ભાવિત ન બની શકે. અને ઉપશમભાવથી ભાવિત ન હોય, તે પરમાત્માને પામી ન શકે. કોઈપણ કપાયભાવ પરમાત્મપ્રાપ્તિમાં બાધક જ બને છે, આત્માના ઘરમાં રહીને પરમાત્માને પામવાના છે. આજે આપણને પરમાત્માના દર્શનની કોઈ અસર જ થતી નથી. પરમાત્માના ઉપકારો સતત યાદ આવ્યા કરે, અંતરને એ ઉપકારો સતત ગદ્ગદ્ બનાવ્યા કરે, પરમાત્માના ઉપકારો જેમ જેમ ઘુંટાય તેમ તેમ ભાવિત થવાશે. પરમાત્માએ આટ-આટલા ઉપસર્ગો, પરિષહો, કષ્ટો વેઠયા, તેમાં આપણી શું માન્યતા 2010_05 Page #102 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ છે ? પરમાત્માને કેવળજ્ઞાન મેળવવું હતું. માટે ઉપસર્ગો- કષ્ટો સહન કર્યા એવું માનવું છે. પણ તમે વિચાર કરો. પ્રભુનું ચ્યવન, જન્મ કલ્યાણક તો ઉજવાઈ ગયું હતું. પ્રભુનાં અન્ય કલ્યાણક પણ થવાનાં જ હતાં... પ્રભુનું કલ્યાણ તો નિશ્ચિત હતું. પણ પ્રભુએ અમારા જેવા પાપીના ઉદ્ધાર માટે સહન કર્યું છે. ઓ પ્રભો! જો આપે ઉપસર્ગો-કષ્ટો સહન કર્યા ન હોત, કર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ન હોત ! તીર્થની સ્થાપના ન કરી હોત ! તો અમારા જેવા પામરનું શું થાત ? અમારા ઉપર ઉપકાર કોણ કરત ? અમારા અસ્તિત્વની પહેચાન અમને ક્યાંથી થાત ? ૭૨ આપણે માર ખાવાનો હોય અને આપણા માટે કોઈ બીજો તમાચો ખાય તો કેવી લાગણી થાય ? એમ પરમાત્માએ આપણા માટે સહન કર્યું છે. એ વાત સમજાય તો કેવા ભાવ આવે ? હે પ્રભો ! આજે જે કાંઈ પામ્યો છું, તે બધો તારો ઉપકાર છે... આ વાત ન સમજાય તે કેમ ચાલે ? જે ક્ષણે પરમાત્માના ઉપકારને ભૂલીશું તે તે ક્ષણે આત્મા ઉપર અહંકાર ચઢી બેસવાનો છે. પછી જિનોપાસના દ્રવ્યથી રહેશે, ભાવથી નહીં સ્પર્શે. આ જગતમાં જીવોનું સ્વરૂપ બતાવનાર કોણ છે ? એકેન્દ્રિયાદિ ભેદો, સૂક્ષ્મ-બાદર ભેદો, વિકલેન્દ્રિય, તિર્યંચ, દેવ, નારક વગેરે બતાવનાર, તથા એનું સ્વરૂપ, ગતિ-આગતિ કોણે બતાવી ? એટલું જ નહીં, પણ તેમાંથી બચવાનો ઉપાય-પણ પ્રભુએ બતાવ્યો તો આજે દયા પાળી શકીએ છીએ. નહીંતર શું કરત ? પરમાત્માના અનન્ય- અસાધારણ ઉપકારો યાદ આવે છે ? પરમાત્માના જેવા ઉપકાર કરવાની તાકાત આ જગતમાં કોઈની નથી. અન્યદર્શનકારો પાસે આવું જીવ-જ્ઞાન, આવું કર્મવિજ્ઞાન નથી. પરમાત્માએ ફકત સંસારનું સ્વરૂપ જ નથી બતાવ્યું, જીવનું સ્વરૂપ જ નથી બતાવ્યું. પણ તેના માટેના પાલનની વ્યવસ્થા પણ પ્રભુએ બતાવી છે. એક નયા પૈસા વિના શાંતિપૂર્વક અને નિર્ભય જીવન જીવી શકાય તેવો ચારિત્ર માર્ગ પણ બતાવી દીધો છે. જેનાથી લખલૂંટ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી શકાય છે. આ કંઈ પરમાત્માનો સામાન્ય ઉપકાર છે ? ગૃહસ્થ બે ઘડીનું સામાયિક મન મૂકીને કરે, સમતા ટકે તો દેવલોકમાં જાય... ૯૨૫૯૨૫૯૨૫, પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બાંધી શકે છે. દેવલોકના જંગી સુખો પ્રાપ્ત કરી શકે છે. જિનપૂજા એ સમ્યક્ત્વની વાનગી છે. સામાયિક એ સમ્યગ્ ચારિત્રની વાનગી છે. શું પરમાત્મા રીઝે છે ? સમય મળે ત્યારે ત્યારે, દ્રવ્ય-ભાવ ઉભયથી સામાયિક કરો... અને વેપારધંધામાં દ્રવ્યથી સામાયિક કરવાનો સમય ન મળે તો ભાવથી સમતા રાખી કરો... તો તે વખતે પણ શ્રાવક આયુષ્ય કર્મનો બંધ કરે તો દેવલોકનો બંધ કરે. તમે ભાવથી ભાવિત બનો. પરમાત્માની રીઝ પ્રાપ્ત થાય છે. “સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો” ભાવનરસ ઊભો કરવાથી આત્મા પરમાત્મા બની શકે છે. શ્રેણિક - કૃષ્ણ ભાવનરસ 2010_05 Page #103 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની કૃપા શું છે ? ઊભો કર્યો છે. તેનાથી એ આત્માઓએ પરમાત્માની રીઝ મેળવી છે. “પરમાત્મા કંઈ આપે નહીં, પરમાત્મા કશું કરે જ નહીં, કારણ કે પરમાત્મા તો વીતરાગ - સર્વજ્ઞ છે એ કંઈ જ ન આપે” આ એક જ નયનું જ્ઞાન આજે આપણી પાસે છે. પરમાત્મા જગત કર્તા નથી, એવી એક જ સાઇડ સમજ્યા છીએ. બીજી સાઇડ છૂટી ગઈ છે. ઈશ્વર જગત્કર્તા નથી એ વાત ૧૦૦ ટકા સાચી છે. ન્યાયની દૃષ્ટિએ, વિશ્વવ્યવસ્થાની રીતે વિચાર કરતા પરમાત્મા જગતના કર્તા-હર્તા નથી, એ વિધાન સત્ય છે. પણ આ જગતમાં અધ્યાત્મ માર્ગે અહંકાર ઉતારી, જલ્દી આગળ વધવું હોય, તો પરમાત્મા જ બધું કરે છે. પરમાત્માથી જ બધું પ્રાપ્ત થાય છે. એમ માનવું એ અધ્યાત્મમાં શ્રેષ્ઠ વિકલ્પ છે... પરમાત્માની કૃપાથી જ થાય છે. પરમાત્મા ઉપર ટોપલો ઢોળી દઈને, ભક્ત હળવો બનીને, સર્વત્ર પરમાત્માની કરૂણાને જ જૂએ છે. અને જ્યાં નિષ્ફળ જાય, ત્યાં પણ પ્રભુ મારી કસોટી કરે છે અને જે થયું છે, તે મારા હિત માટે થયું છે એમ જ માને છે. પરમાત્માનો ભક્ત સારા નરસા પ્રસંગોમાં પરમાત્માની અચિન્ત્ય કૃપા-કરૂણા જૂએ છે. સભા-પરમાત્મા કંઈ કરતાં નથી, છતાં પરમાત્મા જ કરે છે. એ વાત કેવી રીતે સેટ થાય ? જૂઓ હંમેશા ‘સિદ્ધમ્ય ગતિશ્ચિંતનીયા' એક માણસ ખેડૂત છે. ખેતી કરવી છે. કૂવામાંથી ડોલો ભરી ભરીને પાણી ખેંચે છે... અને ખેતરમાં પાણી પાય છે. કેટલી ડોલો ખેંચશે ? ક્યારે પાણી પાશે ? એવામાં ઉપરથી વાદળ વરસે તો કેવી ખેતી થાય? પાક કેવો થાય ? તેમ પરમાત્મા બાદલ બનીને વરસે છે, અને આપણે જે કરીએ છીએ તે કૂવામાંથી પાણીની ડોલો ખેંચવા જેવું છે. પરમાત્માને સમજવા હૃદય જોઈએ છે. આપણી પાસે એ હૃદય નથી ૭૩ પરમાત્માની કૃપા શું છે ? એક રાજકુમાર છે. એને એક શ્રેષ્ઠી પુત્ર મિત્ર છે, બન્ને બાલ મિત્ર છે. લંગોટીયા ગોઠીયા છે. રાજકુમાર રાજા બને છે અને પેલો શ્રેષ્ઠીપુત્ર શેઠ બન્યો. શ્રેષ્ઠીપુત્રને પૈસા કમાવા પરદેશ જવાનું મન થયું. ઘર-બાર, ઘર-વખરી બધું વેચી, કરીયાણું લઈને, દરિયાઈ માર્ગે શ્રેષ્ઠીપુત્ર પરદેશ પહોંચ્યો. ત્યાં પુણ્યને અજમાવ્યું. બેસુમાર નફો થયો. અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી... બધું પાછું લઈને ઘર તરફ આવવા નીકળ્યો. ધરતીનો છેડો ઘર" East or west home is best ઘરે ન આવે ત્યાં સુધી માણસને ચેન ન પડે, અધવચમાં વાવાઝોડું થયું... વહાણ તોફાને ચઢ્યું, વહાણો તૂટ્યા ને ડૂબ્યા, તે પણ ડૂબવા લાગ્યો. પુણ્યસંયોગે પાટીયું હાથમાં આવ્યું. તેના સહારે દેશ તરફ સમુદ્ર કાંઠે આવ્યો. અત્યારે પાસે કશું જ નથી. સંપત્તિ બધી ચાલી ગઈ છે. નિરાધાર છે. કર્મના વિપાકને સમજનારો આત્મા છે. બધું મેળવ્યું અને ખોયું, છતાં ભાગ્યને માનનારો છે, તેથી લેશમાત્ર અફસોસ નથી. શાંતિથી - સમાધિથી રહે છે. 2010_05 Page #104 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ એકવાર રાજા મળે છે. ઓહ ! આ તો મારો જીગરજાન દોસ્ત ! એ તો પરદેશ ગયો હતો ને ? અલા ! તારી આવી પરિસ્થિતિ ? આમ કેમ ? શું થયું ? પેલો કહે ભાગ્ય ઓછું, સફળતા મળી પણ ન મળ્યા જેવું થયું. બધી વાત કહે છે. બોલ, હું રાજા છું, તું માંગે તે આપું... કહે, શું આપું ? આપની કૃપા જોઈએ છે. પણ હીરા, પન્ના, માણેક, મોતી, હાથી-ઘોડા માંગ... ના, કૃપા જ જોઈએ છે. કૃપા એટલે શું ? તો જ્યારે રાજસિંહાસન ઉપર આપ બેસો, અને હું આવું ત્યારે, પ્રેમ નજરથી તમારે મારી સામે જોવું. અને નિકટના સ્નેહી જેવો વર્તાવ કરવો. બસ આજ કૃપા છે, અધ્યાત્મમાં કૃપા શું છે ? તે હવે જોઈશું. ૭૪ બીજે દિવસે શ્રેષ્ઠીપુત્ર રાજસભામાં આવ્યો. રાજા અતિનિકટના સ્નેહીની જેમ પ્રમોદથી તેની સામે જૂએ છે. અને ઈશારાથી નજીક આવવા કહે છે. આખી સભા તો જોઈ જ રહી... શેઠ પણ અતિગાઢ મૈત્રી હોય, અને ઘણા લાંબા વખતે મળ્યા, તેથી અત્યંત પ્રેમથી રાજાની પાસે જાય છે. અને કાનમાં કંઈ ગુચપુચ વાત જેવું કરે અને પછી બધાની સામે જુવે અને પછી બેસે... આવું તો ચાર-પાંચ દિવસ રોજ ચાલે છે. સભામાં બેઠેલા ભંડારી, કોટવાલ, લાંચરૂશ્વતીયા વિગેરે બીજા બધા જૂએ છે. ‘હંમેશા ચોરના પગ કાચા જ હોય છે.' આવા તો વીશ પચ્ચીશ માણસો હતાં. તેમના પેટમાં તેલ રેડાયું... તે બધા વિચારે છે કે આ તો રાજાને આપણું કંઈ કહેશે તો સંપત્તિ જશે અને મોતના ઘાટ પણ ઉતારી દેશે. એ બધા ભેગા થઈ હાથમાં હીરા-મોતી સોનાચાંદીના ભેટણા લઈ તેના ઘરે જાય છે. આમ એક દિવસ નહીં પણ રોજ જાય અને કંઈ ને કંઈ લઈને જાય છે. અને કહે કે તમે તો રાજાને નિકટના સંબંધી બનાવી દીધા છે. પણ જૂઓ ભાઈ ! અમારા માટે રાજાને કોઈ ગેરસમજ ઊભી નહીં કરતાં, પેલો કહે છે હું તમારા માટે કશું જ કહેતો નથી. મારા મનમાં એવું કંઈ જ નથી... પણ એમને વિશ્વાસ નથી આવતો. અવાર-નવાર ભેટણા લઈને આવે જ છે. અને શેઠનું ઘર ભરાઈ ગયું... આ કેવી રીતે બન્યું ? રાજાએ આમાં શું આપ્યું છે ? કંઈ જ નથી આપ્યું, છતાં રાજાએ આપ્યું છે. રાજાની કૃપાથી મળ્યું છે એમ જ કહેવાયને ? એક રાજાની કૃપાથી તેનું દારિદ્ર ફીટી જાય છે. તેમ પરમાત્માની કૃપાથી ભવોભવનું દારિદ્ર ફીટી જાય, તેમાં આશ્ચર્ય શું ? જ રાગી શું આપે ? અને કેટલું આપે ? રાગી કોઈ દિવસ કોઈને કશું આપે જ નહીં, અને આપે તો તેની પાસેથી સામે વિશેષ (વધુ) મળતું હોય તો આપે છે. અને એકવાર આપે પણ જો વિફરે તો, આપેલું પણ પાછું ખેંચી લે અને ઉપરથી ખાસડા મારે. રાગી પાસે શું છે ? ૨૫-૫૦ લાખ છે બસ, રાગી રીઝે તો પોતાની પાસે છે તે બધું આપી દે ? એવો કોઈ રાગી જોયો કે જે પોતાની ચિંતા કરે નહીં, અને જેણે બધું જ આપી દીધું હોય! એવો જોયો છે તમે ? અને રાગી પાસે જે છે તે ‘કંઈક' જ છે. વીતરાગી પરમાત્મા પાસે ‘બધું' જ છે. રાગી કંઈકમાંથી પણ કંઈક જ આપે છે. કરોડપતિ 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ રાગી શું આપે ? અને કેટલું આપે ? શું આપે ? રાગી પાસે વધારે ? કે પરમાત્મા પાસે વધારે ? રાગી રીઝે ક્યારે અને આપે ક્યારે ? રાગીને રીઝવવો કઠીન, વીતરાગીને રીઝવવા સહેલા... રાગી રીઝે કે વીતરાગી-પરમાત્મા રીઝે ? આજ સુધી પરમાત્મા કંઈ આપતા નથી, એમ માનો છો એટલે જ આપણી પરમાત્માની ભક્તિમાં ભલીવાર નથી... ૭૫ રાગી એક તો આપે નહીં, અને આપે તો ડાહ્યો માણસ લે નહીં. અવળી ગંગા વહી રહી છે... રાગીની ઘણી ખુશામત કરો, એની પગચંપી કરો ત્યારે આપે છે. રાગી રીઝે તો આપે છે. આ ભવમાં પરમાત્માને રીઝવતાં શીખો તો આ ભવ જ નહીં પણ ભવોભવ સફળ થઈ જશે. અને પરમાત્મા આપે તો એવું આપે... કલ્પના બહારનું આપે છે, અચિત્ત્વ આપે, ભવાંતરમાં સદ્ગતિ આપે, સદ્ગતિની પરંપરા આપે, ફળ રૂપે મોક્ષ આપે... રાગી માંગ્યા કરતા ઓછું જ આપે, અને સામેથી અપેક્ષા રાખ્યા જ કરે, અને આપ્યા પછી ૫૦૦ને કહેતો ફરે ‘મેં આને આપ્યું' એમ કેટલાયને કહે. પરમાત્મા આપે ઘણું અને કોઈને કહે નહીં... આત્મા, પરમાત્માની કૃપાથી પરમાત્મા બની જાય છે. જરાય ઓછું ન આપે... આજનો શ્રીમંત-શેઠ, નોકરને નોકર જ રાખે કે શેઠ બનાવે ? આર્યદેશનો શેઠ ઇચ્છે કે મારો નોકર મારા જેવો શેઠ થવો જોઈએ. એવી તમારી ભાવના ખરી ? બે પૈસાની પણ ભાગીદારી નાંખો ખરા ? પરમાત્મા રીઝે છે... પરમાત્મા સાક્ષાત્ આપે, હાથો હાથ આપે એ રીઝ નથી... પણ પરમાત્માની ભક્તિથી જેમ જેમ ભાવનરસ ઊભો થાય છે, તેમ તેમ પરમાત્માના જ્ઞાનમાં આપણું ઉંચુ મુલ્યાંકન ઉભું થાય છે. એજ પારમાર્થિક રીઝ છે. એક શેઠ છે... પાંચ નોકર છે. તેમાં એક નોકર સ્પૃહા વિનાનો છે. શેઠ કહે તે બધું જ કરે, અને પગાર પણ માંગે નહીં... બીજા ચાર સ્પૃહાવાળા છે. કામ બરાબર કરે નહીં અને માંગ માંગ કરે, પાંચે નોકર ઉપર શેઠની નજર પડે... ત્યારે પેલા ચાર કામચોર નોકર ઉપર અને પેલા એક વફાદાર નોકર ઉપર નજર પડે તેમાં ફરક ખરો ને ? શેઠની એક ઉપર નજર ઠરે છે, તે જોઈ નોકરને થાય છે કે મારી કદર કરી ખરી, તો મારે વફાદારીથી વધુ સુંદર કામ કરવું જોઈએ. આની વફાદારી વધે તેમ શેઠના દિલમાં કદર-મૂલ્યાંકન વધે છે. આમ વફાદારી વધે છે. તેમ સામે કદર વધે છે. પરસ્પર કદર અને વફાદારી વૃદ્ધિ પામતાં પામતાં, પરસ્પર કદર-વફાદારી હોડાહોડ કરે છે. શેઠની કદર (મૂલ્યાંકન) અને નોકરની વફાદારીની હરિફાઈ ચાલે છે. આખરે શેઠને થાય છે કે હવે આ નોકર, નોકર ન રહેવો જોઈએ. મારે એને શેઠ બનાવી દેવો જોઈએ. દુકાનમાં ૫૦ ટકા ભાગ નાંખી દીધો... શેઠની કૃપાદૃષ્ટિથી તે શેઠ બની ગયો... સાધક આત્માએ વિચારવું જોઈએ કે મારા જીવનમાં આ રીતે પરમાત્મા સાથે ભાવન રસ વધારવો જોઈએ. પરમાત્મા સાથે ભક્તિ રસ વધારવો જોઈએ. રીઝ એટલે કે પરમાત્માના કેવળજ્ઞાનમાં આપણું ઊંચી કોટિનું મૂલ્યાંકન. અત્યાર સુધી આપણો 2010_05 Page #106 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ આત્મા કષાયરસમાં ઝીલતો હતો. તેથી પરમાત્માના કેવળજ્ઞાનમાં આકૃતિ બેડોળ પડતી હતી. ભાવનરસ સુધાર્યો એટલે પ્રભુના કેવળજ્ઞાનમાં આકૃતિ સુધરી... મુલ્યાંકન ઊંચું પડે છે. આપણે ભાવનરસ વધારતાં જઈએ. તેમ તેમ મુલ્યાંકન (યોગ્યતા) ઊંચું વધતું જાય છે. આ રીતે આ બન્ને હોડાદોડ કરે છે. જેમ ભકિતરસ વધતો જાય છે, તેમ સંસાર રસ નીચોવાઈ જાય છે. અને મોક્ષ ન થાય ત્યાં સુધી આ જગતમાં દેવપણું, રાજાપણું, ચક્રવર્તીપણું પામે છે... આ ચક્રવર્યાદિપણું જીવને કોણ આપે છે? કોઈ રાગીની તાકાત નથી કે તે આપી શકે ? એવો કોઈ પાક્યો નથી. અને રાગી આપે તો આમ મુઠ્ઠી ભરીને આપે તે આપ્યું ન કહેવાય... મુઠ્ઠીમાં આવે કેટલું ? રાગી આપે છે તે મારક બને છે. તારક ન બને. રાગથી મેળવેલું નીચોવી નાંખશે. છઠ્ઠીનું ધાવણ કાઢી નાંખશે. પરમાત્માની સાથે આ રીતે ભક્તિ રસ, ભાવન રસ ઉભો કરવાથી “હોડા દોડે રે બેઉ રસ રીઝથી” પરમાત્મા રીઝે છે. એનાથી ક્ષપકશ્રેણી વિતરાગતા, કેવળજ્ઞાન બધું જ આવી મળે છે. જિનની ઉપાસના એટલે પરમાત્માની સાથે ત્રણે યોગથી અભેદ રીતે ભક્તિ કરવાની છે. મનથી બીજું કંઈ વિચારવાનું નહીં. વચનથી બીજું કંઈ બોલવાનું નહીં. કાયાથી બીજું કંઈ કરવાનું નહીં. તો જિનોપાસના ઉત્કૃષ્ટ થાય છે. આવી ભક્તિના યોગે જે કાંઈ મળે છે તે અપૂર્વ મળે છે. પરમાત્મા શું આપે છે ? એની કલ્પના જ નથી. પરમાત્માની ભક્તિથી આપત્તિ ટળી વર્ષો પહેલાંની વાત છે. મુંબઈમાં શાંતાક્રુઝમાં એકભાઈ રહે. ધંધામાં બહુ મોટી ખોટ આવી.. દેવું ચૂકવે તેવી પરિસ્થિતિ નથી. કોઈ રસ્તો નીકળે તેવી સ્થિતિ નથી.. બાથરૂમમાં ગયો. મોરથુથું પાડ્યું. મોઢે માંડવા જાય છે ત્યાં અંદરથી વિચાર સ્ફર્યો. કે પહેલાં કુંથુનાથ ભગવાનની પૂજા કરી લઉં. પછી જે કરવું હોય તે કરીશ. ભગવાનની પૂજા ખૂબ કરી.. વિચારમાં ચઢ્યા, ભક્તિમાં ખૂબ લીન બન્યા પૂજારી પણ જોઈ રહ્યો છે. વિક્ષેપ કરનાર અંતરાય કર્મ તૂટવા માંડયા... પૂજા કરીને ઘરે આવ્યા. હવે શું કરવું? પૂજામાં આવેલો આનંદ વૃદ્ધિ પામ્યો. ત્યાં સામેથી ફોન આવ્યો. શા માટે ? પૈસા માટેનો... પહેલા પોતે ફોન કરતો.. પૈસા માંગતો. જેને જેને ફોન કરે તેની ના આવતી હતી. આજે સામેથી ફોન આવ્યો, જેટલા જોઈએ તે પૈસા લઈ જાઓ.. અંતરાય તૂટ્યા, દેવું ચૂકવ્યું.. બધું ક્લીઅર કટ થઈ ગયું.... ચાર ઘાતી કર્મોમાં મોહનીય કર્મ એ મલ છે. અંતરાયકર્મ વિક્ષેપ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ એ આવરણ છે. પેટનો મલ શેનાથી જાય ? મગના પાણીથી જાય. મોહનીયન મલ કાઢવા માટે કર્મયોગ છે. જીવોની સેવા, પરોપકાર, સહાનુભૂતિ, દયા, દાન આ બધું એ 2010_05 Page #107 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની ભક્તિથી આપત્તિ ટળી કર્મયોગ છે. (૧) મલ શેનાથી બંધાયા છે ? અનંતકાળમાં આ જીવે વેષયિક સુખના પાપે સુખની ઇચ્છાએ અનેક જીવોને ત્રાસ આપ્યો છે. અનંત જીવોને વિડંબના આપી છે. અનંત જીવોને ક્લેશ આપ્યા છે. જીવોની હાય લઈને સુખ ભોગવ્યા છે. જીવોને ત્રાસ આપી આપીને દુર્જનતા ઊભી કરી છે. તેના કારણે અનંતાનુબંધી કષાય રૂ૫ મલ ઊભા કર્યા છે. હવે વધુ સજ્જન બને, બીજાને શાતા આપો.. એનાથી મલ દૂર કરી શકાય છે. કર્મયોગ એટલે દયા-દાન-સેવા-સહાનુભૂતિ-પરોપકાર દ્વારા મલ કાઢી શકાય છે. કર્મયોગ ધર્મનું મૂળ છે. પાયો છે. તેના વગર ધર્મ ન આવે... જો આ બધું નથી ગમતું તો મલ અકબંધ પડ્યા છે. મલ હોય તો દૂધપાક પચે ? ના, કર્મયોગ મલને દૂર કરે છે... (૨) અંતરાય કર્મ એ વિક્ષેપ છે.. સગા સંબંધી આવે તો તમે જિનવાણી છોડો છો? જિનવાણી કોઈ પણ સંયોગે છોડાય નહીં. પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા રાખો. પરમાત્માની કૃપાથી બધું જ સારું થશે. અને જે કાર્ય સિદ્ધ નથી થતું, તે તમારા અંતરાયો છે. પરમાત્માની ભક્તિ કરવાથી અંતરાયો તૂટે છે. પરમાત્માની ભક્તિ કરવાથી જે અંતરાયો તૂટે છે, તેવા આ જગતમાં કોઈની સેવાથી ન તૂટે.. કોઈની ગુલામી કરવાથી અંતરાયો તૂટતા નથી. આજ સુધી જે અખતરા કર્યા છે તે બધા ખતરા રૂપે પુરવાર થયા છે. હવે હું કહું એમ કરો – ૪ કલાક પરમાત્માની ભક્તિ - પૂજામાં આપો. ૨ કલાક જિનવાણીના શ્રવણ-મનનમાં... ૨ કલાક સામાયિકમાં આપો. ૧ કલાક વેપાર-ધંધામાં આપો. અંતરાય કર્મ પરમાત્માની ભક્તિ અને સાધુ સેવાથી તૂટે છે. એકવાર કરી જૂઓ. મળવાનું હશે તો એક કલાકમાં મળી જશે. પુણિયાને શું ગેરલાભ થયો ? પુણિયા શ્રાવકે આ નિયમ અપનાવ્યો હતો. તમે ૧૨થી ૨ બજારમાં જાવ, અથવા ૧ થી ૩ બજારમાં જાવ... આમ પણ આજે ધંધામાં શું સારાવાટ છે ? બાકીના સમયમાં પ્રભુ-પૂજા વિગેરે આરાધના વધારી દો. આ તો બજારમાં જાવ છો, સમય બગાડો છો, ઊંધા ધંધા કરો છો, ૧૦૦ ના ૬૦ કરો છો અને ઉપરથી આર્તધ્યાન કરો છો. એક મહિનો આ રીતે કરી જૂઓ.... કદાચ ૧૨ મહિના ન જાવ તો વાંધો આવે એમ છે? એકવાર અખતરો તો કરી જૂઓ.. પણ જીવને શ્રદ્ધા જ નથી. જેની પાસે સંપત્તિ નથી, તેને શ્રદ્ધા નથી એવું નથી. પણ જેની પાસે છે તેને પણ શ્રદ્ધા નથી. પરમાત્માની ભક્તિ-ઉપાસના, ભાવન રસ પેદા કરવા માટે છે. ભાવનરસ પેદા કરતાં આવડે તો આપણે ભક્ત છીએ. નહીંતર આપણે પરમાત્માની ભક્તિ કરી નથી. વીતરાગ પરમાત્માના જ્ઞાનમાં આપણી યોગ્યતા પુરવાર થાય. આપણું ઊંચું મુલ્યાંકન થાય, એ જ પરમાત્માની રીઝ છે. પરમાત્માના મંદિરમાંથી નીકળ્યા પછી 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ આધ્યાત્મિક પ્રભાવ આત્મા ઉપર પડેલો હોવો જોઈએ. “જેને પોતાની જાતની નિંદા કરતાં આવડે, અને પરમાત્માના ઉપકાર જોતાં આવડે... જગતમાં પરમાત્માથી શ્રેષ્ઠ કોઈ નથી. અને મારાથી અધમમાં અધમ કોઈ નથી..” આવું આવડે તો ભાવનરસ પ્રાપ્ત થાય... તમે સામાયિક કરો છો ? સામાયિકનું ટાઈમટેબલ ગોઠવી દો... ૭. એક સામાયિકમાં આત્માની નિંદા-ગર્હા કરો. એક સામાયિકમાં પરમાત્માના ઉપકારોનું સ્મરણ-વિચારણા કરો. એક સામાયિકમાં વાંચન-શ્રવણ-મનન જે કરવું હોય તે કરો. આવી સાધના જીવનમાં કરવા જેવી છે. અહંકારી પોતાની નિંદા-ગર્હ કરી શકતો નથી. જેનો અહંકાર મજબૂત છે તે શાસ્ત્રો ભણે, તત્ત્વની વાતો કરે, તોય અહંકાર ઓગળે નહીં... કોઈ પણ રીતે કઠોર કાળજું પીગળવું જોઈએ. પછી કોઈ પણ યોગ દ્વારા આગળ વધી શકો છો. પરમાત્માના વિષયમાં કે. લાલની માન્યતા કે. લાલ જાદુગર છે. બધાએ તેને પુછ્યું કે તમારી પાસે આટલી બધી શક્તિ છે !! જે ન હોય તે બધું લાવીને ત્યાં મૂકી દો છો, અને ત્યાં જે હોય તે બધું ગુમ કરી દો છો... તો તમે પરમાત્માને માનો છો કે નહીં ? કે. લાલ કહે છે... આ જગતમાં જગનિયંતા પરમાત્મા એ જ સાચો છે, અમે તો નકલ છીએ. એ કિરતારના આધારે અમારી બાજી ચાલે છે. અમે જે કરીએ છીએ તેમાં પરમાત્માની કૃપા થઈ છે, માટે કરી શકીએ છીએ. પરમાત્માની કૃપા વગર હું જાદુ બતાવી શકું તેમ નથી. તેના જીવનમાં બે પ્રસંગ બન્યા છે. તે કહે છે કે (૧) એકવાર મુંબઈમાં હું લેડી કટીંગનો દાવ બતાવતો હતો... ત્યાં મારી આંખ સામે મને તેજોમય મૂર્તિ દેખાઈ... અને મને અનિષ્ટ કંઈ દેખાવા લાગ્યું... મને કોઈ સંકેત કરીને કહી ગયું... પછી મેં જોયું... તો મારા અત્યંત વિશ્વાસુએ મને દગો દીધો હતો. તેણે બધા બોલ્ટ ઢીલા કરી નાંખ્યા હતાં, હાથમાં કરવત લીધી પણ કે. લાલ વિચાર કરે છે... આજે ત્રણમાંથી કોઈની હત્યા થઈ જાત અને કે. લાલની અસ્મિતાનો અંત આવી જાત, પણ બચી ગયો... (૨) એકવાર જાપાનમાં ‘ચેરીટી શો’ ગોઠવેલો... તેમાં સામાન્ય રકમને લઈને બાકીનાની ચેરીટી કરવાની હતી. બરાબર ૧૨ વાગે શો કરવાનો હતો. અને આગલે દિવસે રાત્રે ૯ વાગે મને પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો. ચેન ન પડે. આકુલવ્યાકુલતા વધી ગઈ... બેસાય નહીં, સુવાય નહીં, ડોક્ટર બોલાવ્યા. એપેન્ડીક્ષનો દુખાવો... આંતરડાનું તત્કાલ ઓપરેશન કરવું પડશે. ત્યાં પોતે વિચારે છે કે મને આટલો ખર્ચ કરીને લાવ્યા, ધર્માદાની રકમ, જાદુ ન બતાવું તો બધું નકામું જાય... મારે ઓપરેશન તો આજે કોઈ પણ રીતે કરાવવું નથી. પગ લથડીયા ખાય છે. 2010_05 Page #109 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાત્રિક ડોક્ટરો ઓપરેશન માટે આગ્રહ કરે છે. તે સાફ ના પાડે છે. ડોકટરો ચેલેન્જ ફેંકે છે, તમે શ નહીં બતાવી શકશો. એમ કરતાં બીજા દિવસના ૧૧ વાગ્યા. પણ દુખાવામાં કંઈ જ ફરક નથી. કે. લાલ કહે છે કે મેં સાથીદારોને કહ્યું, તમે મને સંગીત સંભળાવો, સંગીત સાંભળતાં શક્તિસંચાર થયો. સ્ફતિ આવી. એમ કરતાં ૧૨ વાગ્યા.પબ્લીક ફલ... મેકઅપ કર્યા વિના કે. લાલ સ્ટેજ ઉપર આવી ગયા. કાર્યક્રમ શરૂ કર્યો. ધીમે ધીમે હુર્તિ આવતી ગઈ, શો પૂરો થયો, પાંચ ડોક્ટરો બેઠેલા જ હતાં, કે અધવચમાં જ કે. લાલ ને કંઈ થઈ જશેપણ શો પૂર્ણ થયો, સફળ થયો. ડોક્ટરે તપાસ કરી, આંતરડું ઓગળી ગયું હતું. ડૉક્ટરને પૈસા આપે છે, ડૉક્ટર પૈસા નથી લેતાં, ડૉક્ટરો કહે છે કે આ જગતમાં પરમાત્મા છે. તે શ્રદ્ધા તમે અમને આજે કરાવી છે. આ જગતમાં જે થાય છે તે પરમાત્માનો પ્રભાવ છે. આવતીક્ષત્તિનુત્તા દિ તે માવંતો વાયરા” એમની શક્તિને ઝીલવાની છે. પરમાત્માની કૃપા વરસી રહી છે, એ વાત સાચી.. પણ પરમાત્માની કૃપા આપણે ઝીલતાં નથી receptivity વધવી જોઈએ. તો result દેખાય. પ્રભુની અમાન-સમાન કરૂણાનો અખ્ખલિત ધોધ વહી રહ્યો છે. આપણું પાત્ર સીધું બને, આપણું પાત્ર ચા બને, આપણું પાત્ર સન્મુખ બને, તો કામ પતી જાય. પરમાત્માની કૃપા ઝીલી ક્યારે કહેવાય? તમારો કષાયનો રસ દિન-પ્રતિદિન ઘટવો જોઈએ, કષાયરસ ઘટે તો જ ઉપશમરસ વધે છે, ઉપશમ રસ વધતાં ભાવનરસ વધતો જાય છે. જેનામાં કષાય રસ ઘટતો નથી તેઓ પરમાત્માની કૃપા ઝીલતાં નથી. અચરમાવર્તમાં પરમાત્માની કૃપા પડતી નથી. ચરમાવર્તમાં જ પરમાત્માની કૃપા પડે છે. કષાયો ઘટે તો જ આત્મા પરમાત્માની કૃપા ઝીલી શકે છે. તમે તમારા બધા કામો પરમાત્મા ઉપર સોંપી દો, આપત્તિમાં પરમાત્માનું શરણું લેતાં શીખી જાવ... જે કાર્ય ઘણી મહેનતે પણ ન થાય તે કાર્ય સહેલાઈથી થઈ જાય છે. આ અનુભવની ચીજ છે. અવસ્થાત્રિક પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે પહેલી દષ્ટિમાં રહેલો યોગી યોગબીજોને ગ્રહણ કરે છે. તે સંશુદ્ધ યોગબીજોને ગ્રહણ કરે છે. પ્રથમ તો જિનોપાસના એ જ ઉત્કૃષ્ટ યોગ બીજ છે. સાધક પરમાત્માના ઉપકારને સતત વિચારમાં લાવે છે. પરમાત્માની અવસ્થાઓ વિચારવી જોઈએ. ચૈત્યવંદન ભાષ્યમાં ૧૦ ત્રિકમાં અવસ્થાત્રિકનું ચિંતન કહ્યું છે. (૧) પિંડ અવસ્થા, (૨) પદસ્થ અવસ્થા અને (૩) રૂપાતીત અવસ્થા - ત્યાં પિંડ એટલે પ્રભુનો દેહ, પરમાત્માના દેહને આશ્રયીને જે અવસ્થાઓ છે – તે પિંડસ્થ અવસ્થા. એટલે પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી માંડીને કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધીની જે વિચારણા તે પિંડસ્થ અવસ્થા છે. એ શ્રેષ્ઠ જિનોપાસના છે. આ પિંડસ્થ અવસ્થા ૩ રીતે વિચારી શકાય છે. () જન્મઅવસ્થા: હે પ્રભો ! આપ ૧૪ સ્વપ્નથી સૂચિત માતાના ગર્ભમાં 2010_05 Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૦ યોગદષ્ટિનાં અજવાળાં ભાગ-૨ આવ્યા. વિશ્વના સર્વ જીવોને તે વખતે શાતાનો અનુભવ થયો આપે પૂર્વના ત્રીજા ભવમાં “સવિજીવ કરું શાસન રસી”ની ઉચ્ચતમ ભાવના અને કરૂણાથી પ્રેરાઈને વિશ સ્થાનક તપ સહિત અભુત સાધના કરીને તીર્થકર નામ કર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય લઈને માતાના ગર્ભમાં આવ્યા... ઈન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય.. ૫૬ દિકુકમારીઓના આસનો કંપે. તેઓ જન્મસમયે આપના ઘરે આવે.. આપની અને માતાની ભક્તિ કરે... આ જગતમાં એવી કોઈ સ્ત્રી નથી. જેને પ્રસૂતિ સમયે દેવીઓ આવી હોય ! એક આપ જેવા પનોતા પુત્રની માતાનું જ આ સૌભાગ્ય છે. ૬૪ ઇન્દ્રો, કરોડો દેવતાઓની સાથે મેરૂશિખરે આપનો જન્માભિષેક કરે છે. છતાં આપ મહાવેરાગી. અભૂત પુણ્યના સ્વામી છતાં અભૂત કોટિનું આપનું જીવન !! ત્રણ જ્ઞાન સહિત ગર્ભમાં આવ્યા.. આપની અભૂત આત્મજાગૃતિ. વગેરે ચિંતવતા ધ્યાનનો અભ્યાસ પડે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયને કદાચ ચિંતવતા ન આવડે. પણ પ્રભુની અવસ્થા ચિંતવતા ન આવડે? એ તો આવડે એવું છે. ધ્યાન માટે આ ચિંતવન બહુ સારું પડે. એ ચિંતવતા રોજ ૨-૩ કલાક સહેલાઈથી ક્યાં નીકળી જાય તેની ખબર ન પડે. આવું કરતાં પરમાત્માનો રાગ પરાકાષ્ઠાનો બને, ક્ષયોપશમ વધી જાય અને ગ્રન્થિભેદ કરી જીવ સભ્યત્વ પણ પામી જાય... દક્ષિણાર્ધ-ભરતમાં જન્મેલા ભગવાનને ઇન્દ્રો મેરૂપર્વત ઉપર લઈ જાય છે. સૌધર્મેન્દ્ર ભગવાનને ખોળામાં લે છે. પણ પહેલો અભિષેક અય્યતેન્દ્ર કરે છે. અત્યારે અમ્રુત દેવલોકનો ઇન્દ્ર સીતાનો આત્મા છે. ૨૨ સાગરોપમનું આયુષ્ય છે. તેટલા કાળમાં જેટલા તીર્થકરો જન્મે તેનો પહેલો અભિષેક સીતેન્દ્ર કરે છે. પછી બીજા ઈન્દ્રો અભિષેક કરે. ભવ્યાતિભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજવે છે. વગેરે ઘણું ઘણું ચિંતન કરી શકાય છે. (a) રાજ્ય-અવસ્થા : પ્રભુ આપની રાજ્યવસ્થા પણ કેવી અદ્ભુત ! આપની પ્રત્યેક પ્રવૃત્તિ લોકહિતકર જ હોય. સુંદર શુદ્ધ રાજનીતિનું પ્રવર્તન હોય, જ્યાં લોકોનું કલ્યાણ જ થાય... લગ્નાદિ કાર્યોમાં પણ આપનો અનાસક્ત ભાવ તરવરતો હોય ! ઊંચા વૈભવોમાં પણ આપ નિર્લેપ. જલકમલવતુ આપનો સંસાર કાળ, વૈરાગ્યસભર આપનું જીવન, ઝળહળતો વૈરાગ્ય.. (૪) શ્રમણ-અવસ્થા : સગા-સ્નેહી-સંબંધી-માતા-પિતા-ભાઈ-ભગીની વગેરે સંસારના બંધનોને છોડી પ્રભુ ચારિત્ર લે છે. અપ્રમત્ત ભાવે ચારિત્રનું પાલન કરે છે. નવ લોકાંતિક દેવોનું આગમન, ૧ વર્ષ સુધી રોજ એક કોડ આઠ લાખ સૌનેયાનું દાન દીક્ષાનો ભવ્ય વરઘોડો, ઈન્દ્રો અને દેવતાઓ વરઘોડામાં આવે. સ્વયં પંચમુષ્ટિ લોચ, પંચ મહાવ્રતનો સ્વીકાર, ઉપસર્ગો અને પરીષહોની સામે અડોલ, ચિત્તમાં કોઈ ખેદ-દુઃખ નહીં, ઘોર તપ, ૧૨ા વર્ષમાં પલાંઠી મારીને બેસવાની વાત જ નહીં. કાયોત્સર્ગ ધ્યાનમાં રાત-દિવસ પસાર કરવાં.... વિગેરે કલ્પસૂત્રમાં પરમાત્મા 2010_05 Page #111 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાત્રિક ૮૧ મહાવીરનું જીવન ચરિત્ર સાંભળીએ છીએ, તેનું ચિંતન વધારો. ભગવાનની માતાત્રિશલાનો વિચાર કરો, ભગવાનને મળેલા ગોશાળાનો વિચાર કરો એ બધી અવસ્થાના ચિંતનમાં પરમાત્માનું જ ચિંતન છે. (૨) બીજી પદસ્થ અવસ્થા : પરમાત્માની ચિંતવી શકાય છે. પરમાત્મા કેવળજ્ઞાન પામે ત્યારથી પદસ્થ અવસ્થા શરૂ થાય છે, તે યાવત્ નિર્વાણ ન પામે ત્યાં સુધી હોય છે. તેમાં જઘન્યથી ક્રોડ દેવતાઓ પ્રભુની સેવામાં હોય છે. પ્રભુનું કેવળજ્ઞાનદિવ્યજ્ઞાન, સમવસરણની ભવ્યરચના, તેમાં બેસીને ૩૫ ગુણયુક્ત દેશના, સંશયછેદિની વાણી, ૧૨ પર્ષદા, સોને પોત-પોતાની ભાષામાં સમજાય, છત્ર-ચામરાદિ અષ્ટ પ્રાતિહાર્યની સેવા, પ્રભુ વિચરે ત્યારે નવકમલની રચના, કુદરત અનુકૂળ, કાંટા ઊંધા થાય, પંખી પ્રદક્ષિણા કરે, છએ ત્રદ, ફળ, મારી-મરકી રોગો નાશ પામે, વેર-વિરોધ નાશ પામે વિગેરે ચિંતવતા આવડે તો પરમાત્માની મહાન ઉપાસના થઈ શકે. પ્રભુએ આપણા ઉપર મહાન ઉપકાર કર્યા છે – આત્માનું સ્વરૂપ સમજાવ્યું, સંસારનું સ્વરૂપ સમજાવ્યું, વિષય અને કષાયનું સ્વરૂપ સમજાવ્યું. તેનાથી થતી નાલેશી સમજાવી, શાસનની સ્થાપના કરી, મોક્ષમાર્ગ બતાવ્યો, તત્ત્વત્રયી બતાવી, અપૂર્વ આલંબન પ્રભુ આપી રહ્યા છે. પ્રભુના નામનો જાપ-સ્મરણ, એ પણ પદસ્થ અવસ્થામાં આવે, નવકારના અક્ષરોનું ચિંતન-ધ્યાન, પરમાત્માની આજ્ઞાનું પાલન પણ પદસ્થ અવસ્થા છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી પરમાત્મા જગતના જીવો ઉપર મહાન ઉપકાર કરી રહ્યા છે. (૩) ત્રીજી રૂપાતીત અવસ્થા : પ્રભુ સકલ કર્મનો ક્ષય કરી સિદ્ધપણાને પામ્યા તે પ્રભુની રૂપાતીત અવસ્થા છે. રૂપાતીત અવસ્થા એટલે પ્રભુ દેહના બંધનમાંથી, સંસારના બંધનમાંથી, કર્મ માત્રના બંધનમાંથી મુક્ત થયા. સિદ્ધાવસ્થા પામ્યા. મેરૂની જેમ સર્વ પ્રદેશો - અસંખ્યઆત્મપ્રદેશો નિશ્ચલ થયા. નિરાવરણ થયા. વિનાશી જ્ઞાન અવિનાશી બન્યું. ઉપયોગ અવિનાશી બન્યો. આત્મપ્રદેશો સ્થિરત્વ પામ્યા. આજે એના પ્રતિક રૂપે પરમાત્માની મૂર્તિ છે સ્થિર છે. કાયોત્સર્ગ મુદ્રામાં મૂર્તિ છે. અથવા પદ્માસન અવસ્થામાં મૂર્તિ છે. તીર્થકરો આ બે અવસ્થામાં સિદ્ધ થાય છે. પરમાત્માના અસંખ્યપ્રદેશો પરમસ્થિરતા પામ્યા, અને ઉપયોગ અવિનાશી બન્યો. જ્યારે આપણા આત્મપ્રદેશ અસ્થિર છે, ઉપયોગ વિનાશી બન્યો છે. અસ્થિરતાને કારણે આકાશપ્રદેશો બદલાય છે. આપણું ઉપયોગનું વિનાશીપણું એવું છે, કે જ્ઞાન ભણો, ભૂલો, પાછા ભણો, પાછા ભૂલો, આવી દશા આપણી છે. જીવે મેળવ્યું કેટલું ? તો અનંતુ, ગુમાવ્યું કેટલું? તો અનંતુ, જાણ્યું અને ભૂલી ગયો. ભેગું કરી કરીને અંતે છોડી જ દેવાનું હોય, જાણી જાણીને ભૂલી જ જવાનું હોય તો તેનો મતલબ શું ? 2010_05 Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૨. યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ પહેલી યોગદષ્ટિમાં રહેલા યોગી આ રીતે યોગબીજોને ગ્રહણ કરે છે. તમે પણ દર્શન કરવા જાવ ત્યારે મૂર્તિમાં પિંડસ્થ અવસ્થા વિચારો – જળપૂજા કરતાં- અભિષેક કરતાં જન્માવસ્થાને ભાવો... પ્રભુની અંગ-રચના (આંગી) કરતાંજોતાં રાજ્યવસ્થા વિચારો. મુગુટ વિગેરે અલંકારો ઉતારો ત્યારે દીક્ષાવસ્થાથી ભાવિત બનો. આ રીતે પરમાત્માની બધી વિચારણા કરવી એ યોગબીજ છે. ઉપા. યશો. લખે છે કે, કાલ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળા તારા દાસ રે, મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબળ વિશ્વાસ રે..” મોક્ષનું મુખ્ય કારણ પ્રભુ, તું જ એક છે. ભગવાન મળે પછી કાળ અને ભવિતવ્યતા પણ અનુકૂળ થશે જ. અને કદાચ નહીં હોય તો અનુકૂળ કરવાની તાકાત પ્રભુ તારામાં છે. પ્રભુ ! તારા પ્રભાવથી બધું જ બરાબર થઈ જશે, દેવચંદ્રજી આદિએ પણ મોક્ષની પ્રાપ્તિમાં પ્રબળ કારણ તરીકે પરમાત્માને જ વખાણ્યા છે. મોક્ષની પ્રાપ્તિનો યોગ શરમાવર્તિમાં બતાવ્યો છે. તે અતિશય પુણ્યનો ઉદય છે. ખાલી અષ્ટપ્રકારી પૂજા કરવી એજ એક જિનોપાસના નથી. પણ દ્રવ્યપૂજા કર્યા પછી આ રીતે પરમાત્માની અવસ્થાઓ વિચારીએ એ ઉત્કૃષ્ટ જિનોપાસના છે. ગૃહસ્થ માટે દ્રવ્યપૂજા અનિવાર્ય છે. જે પરમાત્માને છોડી અન્યદેવો કે જે એના સેવકો છે, પટાવાળા તુલ્ય છે, એવા દેવ-દેવીઓની ભક્તિ કરે – તે પરમાત્માની શું આશાતના નથી ? એને પહેલી દષ્ટિ કહી શકાય ? એ પહેલી દષ્ટિમાં પણ નથી. દેવ-દેવીની ટીકા કરવી એ ધર્મીનું કામ નથી. તેઓને છંછેડવાના નથી. દેવ-દેવીના પૂજન સિદ્ધચક્રપૂજનમાં પણ આવે છે. પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાની સ્તુતિ આવે છે. દેવતત્ત્વ અનુકૂળ બને, પ્રતિકૂળ ન બને, વિદનભૂત ન બને, તે માટે આ વિધાન છે. ઉચિત બધું કરવાનું, અન્યદેવોને પણ બળી-બાકળા આપવામાં આવે છે. પણ તારક તીર્થંકર પરમાત્માથી અધિક તો આમાંથી એકને પણ માની શકાય નહીં.... જેઓ દેવ-દેવી પાસે બે કલાક અને પરમાત્મા પાસે પા કલાક ઊભા રહેતા હોય તો પ્રશ્ન થાય છે કે શું આ જીવો પહેલી દષ્ટિ પામ્યા હશે? ધરણીધરના દહેરાસરમાં પદ્માવતી - ઘંટાકર્ણ પાસે ઊભા રહેનારા કેટલા ? એટલા પરમાત્મા પાસે ઊભા રહેનારાઓ છે ? જગતમાં આપે તો દેવ દેવીઓ જ આપે છે. આવી વાત બેસી ગઈ છે. તેમને પરમાત્માથી અધિક માનવા એ પાપોદય ન કહેવાય ? પરમાત્માથી અન્યદેવને અધિક માનવા એ પરમાત્માની આશાતના નથી ? સાધર્મિક છે, સાધર્મિકને તિલક કરવાનું હોય, હાથ જોડવાના હોય, રાજા કરતાં મંત્રીને વધારે માન અપાય ? એક વખતની વાત છે. રાણી વિક્ટોરીયાનો જન્મદિવસ હતો. ભારતના ભિન્ન ભિન્ન રાજાઓ ભટણા લઈને ત્યાં ગયેલા, અને ભેટશું આપીને પાછા વળતાં એક 2010_05 Page #113 -------------------------------------------------------------------------- ________________ કરુણાનું સ્વરૂપ ૮૩ રાજાએ મોટી ભૂલ કરી. શું ભૂલ હશે ? કંઈ નહીં... તે પીઠ કરીને પાછા વળે છે. આ જ એણે મોટી ભૂલ કરી... તમે દહેરાસરમાંથી પાછા વળતાં પ્રભુને પીઠ કરીને તો નથી નીકળતાને? અહીં વાઈસરોય ગુસ્સે થયા nonsence વિકટોરીયાની આશાતના કરવા બદલ તમારા સ્ટેટને બીજા નંબરમાં મૂકવામાં આવે છે. જો વિકટોરીયાની આશાતના ન થઈ શકે તો પરમાત્માની આશાતના થઈ શકે? કોઈની પણ આશાતના ન કરાય. અમારે “પગામ સજ્ઝાયમાં’ દેવાણ આસાયણાએ, દેવીણ આસાયણાએ એમ પાઠ આવે છે. શ્રાવક-શ્રાવિકાની પણ આશાતના ન કરાય. પરંતુ જેનું જે સ્થાન હોય તેનાથી અધિક – ઉપર તો તેને ન જ મૂકાય. ઘરમાં જોડાનું સ્થાન ક્યાં ? એનું પણ સ્થાન હોય છે. સોફા ઉપર કે માથા ઉપર તો ન જ મૂકાય. જગતના બધા તત્વોને સમજશો ત્યારે પહેલી દૃષ્ટિ આવશે. મિથ્યાત્વીદેવની પણ નિંદા-ટીકા ન જ કરાય. તે પણ છંછેડવા જેવા નથી. સમ્યકત્વી દેવ તો પૂજ્ય છે જ. પણ ભક્તિ, પાત્રને અનુસાર હોય. પણ કોણ જાણે ? ભગવાન આપે જ નહીં, વીતરાગ આપે જ નહીં અને આપે તો દેવો જ આપે. આવી માન્યતા ઘર કરી ગઈ છે. પણ પરમાત્મા આપે તેવું જગતમાં બીજું કોઈ ન આપે... પરમાત્માની ભક્તિથી જ સંસારની બધી ચીજ મળે છે. તે બીજાથી નહીં મળે. પરમાત્માની આશાતના એ મોટું પાપ છે. ભક્તિ ઓછી વધતી થાય, એ હજી ચાલે પણ આ રીતે આશાતના થઈ શકે જ નહીં.. પરમાત્માની કૃપાથી મળે છે. પરમાત્માની કરૂણાથી મળે છે. એ વાત સ્તવનોમાં કેટલી ગાઈ છે. “કરૂણા નજર પ્રભુજી તણી, વાધે સેવક વાનો રે” કરુણાનું સ્વરૂપ પરમાત્મામાં કરૂણા હોય તો જ કરૂણા કહેવાય ? કે પરમાત્મામાં કરૂણા ન દેખાવા છતાં, કરૂણાનું કાર્ય જો થતું હોય તો તે પણ પરમાત્માની કરૂણા જ છે એમ કહેવાય ? ભક્તિનો વિષય હોય ત્યાં ભક્તિની રીતે વિચારવાનું હોય. દ્રવ્યાનુયોગનો વિષય હોય ત્યાં તે રીતે વિચારવાનું હોય છે. કરૂણા એટલે શું ? કરૂણા એટલે નિર્દયતાનો અભાવ. નિર્દયતાના અભાવ રૂપ કરૂણા છદ્મસ્થમાં ત્યારે ઘટી શકે, કે જીવ પ્રત્યે આર્ટ પરિણામ, સ્નેહ પરિણામ હોય તો જ ! કઠોરતા - નિર્દયતાનો વિરોધી પરિણામ કરુણા છે. કરૂણાનું કાર્ય શું? બીજાના દુ:ખને દૂર કરવું એ અર્થ છે. નિર્દયતા હોય તો બીજાના દુઃખને દૂર ન કરી શકે માટે છમસ્થમાં આÁ પરિણામ, સ્નેહ પરિણામ જોઈએ. - પરમાત્મામાં આÁ પરિણામ - સ્નેહ પરિણામરૂપ કરૂણા નથી. પણ છતાં નિર્દયતાના અભાવ રૂ૫ કરૂણા છે. કરૂણાનું કાર્ય - જે “બીજાના દુઃખ દૂર કરવા રૂપ' છે. તીર્થકરના પરિચયમાં જે આવે તેના દુઃખ દૂર થાય છે. સંક્લેશ દૂર થાય છે, સમક્તિ પામે છે, દેશવિરતિ પામે છે, સર્વવિરતિ પામે છે. આ કરૂણાનું કાર્ય પરમાત્મામાં 2010_05 Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૪ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ ઘટી શકે છે. હે પ્રભો !! તારી કરૂણાથી મારું નાવ ચાલે છે એવું માનીએ, એવું દેખાય ત્યારે જ આગળ વધાય છે. આવું નહીં માનો તો ઠેકાણું નહીં પડે. માટે પરમાત્મામાં કરૂણે છે. પ્રભુ કરૂણા કરે છે એમ કહેવામાં કોઈ જ વાંધો નથી. પરમાત્માએ કષ્ટો વેક્યાં, પરિષહો - ઉપસર્ગો સહન કર્યા તે સાંભળતાં આપણું હૃદય દ્રવીભૂત થતું નથી. કારણ કે આપણે એમજ માનીએ છીએ કે પરમાત્માને કેવળજ્ઞાન જોઈતું હતું. પણ પરમાત્માને જોતાં થવું જોઈએ કે હે પ્રભો !! અમારા જેવા પાપી માટે આપે સહન કર્યું છે, અમારા જેવા પાપીના ઉદ્ધાર માટે આપે સહન કર્યું છે. આ ભાવથી જોતાં શીખીએ તો પરમાત્માનો ઉપકાર સમજાય. સ્નેહ એ ચીકાશ છે. સ્નિગ્ધ પરિણામ છે. એ મોહનીય કર્મના ઘરનો પરિણામ છે. પરમાત્મામાં આવો સ્નેહ પરિણામ, આર્ટ પરિણામ ન હોય. પણ એનો અર્થ એ નથી કે પરમાત્મામાં કરૂણા જ નથી. જગતના જીવોમાં જેવી કરૂણા છે, તેવી કરૂણા પ્રભુમાં નથી, એમ કહી શકો છો. બાકી જિનોપાસના એ ઉત્તમ યોગબીજ છે. એમ કહીને અરિહંત પરમાત્મા યોગ-સાધના માટે મહાન ઉપકારી છે. ઉપાસનાના-આરાધનાનો વિષય બનીને મહાન આલંબન આપી રહ્યા છે. વળી તીર્થસ્થાપના કરી, મોક્ષ માર્ગનું પ્રદાન કરી, મહાન કરૂણા આપણા ઉપર કરી છે. પરમાત્મા પોતે જે પામ્યા છે તે બીજાને પમાડે છે. સિદ્ધ ભગવાનના પરિચયમાં આપણે સીધા આવતાં નથી. અને સિદ્ધ ભગવાનમાં પણ સ્નેહ પરિણામ નથી. પણ સિદ્ધ ભગવંતો ધ્રુવના તારાની જેમ આપણને આલંબન રૂપ બની કરૂણા કરી રહ્યા છે. ઉપકાર કરી રહ્યા છે. પરમાત્મા ઉપકાર કરે છે. અને ઉપકાર કરી રહ્યા છે. આપણને ઉપકાર થાય છે. છતાં તેમનામાં કરૂણા નથી, એમ કહેવા કરતાં, કરૂણાનું કાર્ય તો છે જ, તો પછી કરૂણા છે, એમ કહેવામાં વાંધો શું છે? કોઈ આપત્તિ નથી... ધ્રુવનો તારો અમાવાસ્યાના અંધકારમાં દિશા બતાવવાનું કાર્ય કરે છે. સમુદ્રમાં, અંધકારમાં અટવાતી નાવને દિશા બતાવે છે. નાવિક એના આધારે નાવને સલામત સ્થાને પહોંચાડે છે. એમ સિદ્ધ ભગવંતો જગતના જીવોને આલંબન આપી રહ્યા છે. સિદ્ધો પોતે શુદ્ધ સ્વરૂપને પામીને સંસારી જીવોને આલંબન આપી ઉપકાર કરી રહ્યા છે... જાણે સિદ્ધો આપણને કહી રહ્યા ન હોય ! કે આવો અહીં, જગત વિનાશી છે. આ એક જ અવિનાશી સ્થાન છે. અહીં અનંત સુખ છે. અનંત આનંદ છે. સાદિ અનંત સ્થિતિ છે, અવ્યાબાધ સુખ છે. વગેરે સ્વસ્વરૂપપ્રાપ્તિ દ્વારા સિદ્ધ ભગવંતો અપૂર્વ આલંબન બની રહ્યા છે. એ જ એમનો મહાન ઉપકાર છે. તેથી કરૂણાવાળા છે. અપેક્ષાથી પદાર્થને ઘટાવીએ તો ન્યાય આપ્યો કહેવાય. “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ” વિગેરે સુત્ર પાઠ દ્વારા સિદ્ધ ભગવંતો પણ વંદન નમસ્કારાદિનો વિષય બનીને ભવ્યજીવોને સિદ્ધિ આપે છે. આ રીતે કરૂણાનું કાર્ય થતું હોવાથી કરૂણાવાળા છે. સિદ્ધ કરતાં તીર્થકરોને - અરિહંતોને કેન્દ્ર સ્થાનમાં, અગ્રિમ સ્થાનમાં મૂક્યા... કારણ શું? જગતમાં પણ કોઈ બહુ મોટો હોય, કરોડપતિ-અબજોપતિ હોય... પણ 2010_05 Page #115 -------------------------------------------------------------------------- ________________ સંશુદ્ધ યોગબીજ ૮પ જગતના જીવોને કામમાં જ ન આવતા હોય તો તેની મહાનતા શું ? શું કામની એ મોટાઈ ? પરંતુ પરમાત્મા જે પામ્યા છે, તે તેમણે જગતને આપવા માટે પ્રયત્ન કર્યો છે. આ જ મહાનતા છે. જગતના તમામ જીવોને તારવાની તેઓએ ચિંતા કરી છે. આજ ઊંચામાં ઊંચી ભાવના છે. સંશુદ્ધ યોગબીજ चरमे पुद्गलावर्ते, तथाभव्यत्वपाकतः संशुद्धमेतन्नियमानान्यदापीति तद्विदः ।। २४ ॥ ચરમ પુદ્ગલપરાવર્તિમાં તથાભવ્યત્વના પરિપાકથી આ યોગબીજ સંશુદ્ધ પ્રાપ્ત થાય છે. અચરમાવર્તમાં યોગબીજો સંશુધિ પ્રાપ્ત થતાં નથી. ચરમ પગલપરાવર્ત કોને કહેવાય ? ચરમ- છેલ્લો.. મોક્ષે જવા માટે એક પુદ્ગલપરાવર્ત કાળ બાકી રહે તેને ચરમ પુદ્ગલપરાવર્ત કહેવાય. એનો કાળ કેટલો ? એક પુદ્ગલપરાવર્તિમાં પણ અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ હોય છે, એટલા કાળમાં જગતના પુલોનું આવર્તન થઈ જાય છે. માટે તેને પુગલપરાવર્ત કહેવાય છે. આવા પુદ્ગલપરાવતો દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી થાય છે. પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ કોઈ એક જીવ જગતના સઘળા ય ગ્રાહ્ય પરમાણુઓને આહારક વર્ગણા સિવાય ઔદારિકાદિ બધી વર્ગણા રૂપે અક્રમથી ભોગવીને મૂકે (છોડે) ત્યારે એક દ્રવ્યપુદ્ગલપરાવર્ત થાય છે. અને તે બાદર છે. એમાં સૂક્ષ્મ ભેદ પણ હોય છે. તેમાં દારિકાદિ કોઈપણ એક વર્ગણારૂપે સમસ્ત યુગલોને લઈને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવર્ત થાય છે. એવી રીતે ૧૪ રાજલોકના સર્વ આકાશ પ્રદેશોને એક જીવ મરણથી સ્પર્શે તે બાદર ક્ષેત્રપુગલપરાવર્ત કહેવાય છે. હવે આજે, જે આકાશ પ્રદેશને સ્પર્શીને મર્યો. ફરી તેની બાજુનાં બીજા આકાશ પ્રદેશને સ્પર્શીને મરે તેની ગણત્રી કરવાની. વચમાં ગમે તે આકાશ પ્રદેશને સ્પર્શીને મરે તેની ગણત્રી ન કરી શકાયફરી જ્યારે તેની બાજુના ત્રીજા આકાશ પ્રદેશને સ્પર્શીને મરે તે ગણાય. આમ ૧૪ રાજલોકના સર્વ આકાશ પ્રદેશોને અનુક્રમે મરણ વડે સ્પર્શીને પૂર્ણ કરે, ત્યારે એક સૂક્ષ્મ ક્ષેત્રપુગલપરાવર્ત કાળ થાય... તેવી રીતે કાળપુદ્ગલપરાવર્તિમાં પણ ઉત્સર્પિણ – અવસર્પિણીના સર્વ સમયોને મરણ વડે સ્પર્શે ત્યારે બાદર કાળપુલપરાવર્ત થાય છે. ને એ જ ઉત્સર્પિણી - અવસર્પિણી રૂપ કાળચક્રના સમયોને અનુક્રમે મરણ વડે સ્પર્શે, ત્યારે સૂક્ષ્મ કાળપુગલપરાવર્ત થાય છે. તે જ રીતે ભાવપુલપરાવર્તિમાં જીવ અનુભાગ બંધના બધા (શક્ય) અધ્યવસાયો સ્પર્શીને મૂકે છે, ત્યારે બાદર ભાવપુદ્ગલપરાવર્ત થાય છે. અને તે રસબંધના 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ અધ્યવસાયોને અનુક્રમે સ્પર્શે છે. તેમાં જેટલો કાળ પસાર થાય. તે સૂક્ષ્મ ભાવપુદ્ગલપરાવર્ત થાય છે. અનંતા પુદ્ગલપરાવર્ત આપણા બધાના વીતી ગયા છે. હવે આપણા બધાનો મારો અને તમારો એક પુદ્ગલપરાવર્ત કાળ બાકી રહ્યો છે. અર્થાત્ આપણો બધાનો ચરમ પુદ્ગલપરાવર્ત કાળ છે. પણ બધાનો ચરમ પુદ્ગલપરાવર્ત સાથે ન આવે.... અનંતા પુદ્ગલપરાવર્તમાં કોઈને ક્યારે ચરમ આવે ને કોઈને ક્યારે ચરમ આવે... એ નિયત કાલમાન આપી ન શકાય. તથાભવ્યત્વના પરિપાકથી દરેક જીવોને પુદ્ગલપરાવર્તની સંખ્યા જૂદી જૂદી હોય છે. અને ચરમ પુદ્ગલપરાવર્ત પણ દરેકને જુદો જુદો હોય છે. સામાન્યથી બધા ભવ્યોનું ભવ્યત્વ સરખું હોય છે. પણ વ્યક્તિએ વ્યક્તિએ તથાભવ્યત્વ જુદું હોય છે. તથાભવ્યત્વ એટલે મોક્ષ પામવાની ચોક્કસ પ્રકારની યોગ્યતા - એ દરેક વ્યક્તિને જુદા જુદા કાળે પાકે છે. અને જુદા જુદા નિમિત્ત પામીને પાકે છે. જુદી જુદી આરાધના દ્વારા, કોઈને વહેલું તો કોઈને મોઢું તથા-ભવ્યત્વ પાકે છે. આપણા બધાનો અનંતકાળ ગયો છે. અનંત પુદ્ગલપરાવર્ત કાળ વીતી ગયો છે. હવે આપણે બધાને મોક્ષની ઈચ્છા થઈ છે. આપણને બધાને આત્મસ્વરૂપ ગમ્યું છે, તો છેલ્લો પુદ્ગલપરાવર્ત છે. ૮૬ જે કોઈ આત્મા અસંખ્યકાળ પહેલા મોક્ષે ગયા તેનો ચરમ પુદ્ગલ- પરાવર્ત ત્યારે પુરો થયો, સંખ્યાતકાળ પહેલા મોક્ષે ગયા તેનો ચરમ પુદ્ગલપરાવર્ત ત્યારે પુરો થયો... ચરમપુદ્ગલપરાવર્ત પહેલા મોક્ષની ઇચ્છા જીવને થતી નથી. મોક્ષની ઇચ્છા ચરમાવર્તમાં જ પ્રાપ્ત થાય છે. સંશુદ્ધ યોગબીજ પણ ચરમાવર્તમાં જ આરાધી શકાય છે. ચરમાવર્તના પ્રવેશની સાથે બધા જીવોને યોગબીજ પ્રાપ્ત થાય એવું નથી. પણ જેઓનું તથાભવ્યત્વ જ્યારે પરિપાક થયું હોય ત્યારે સંશુદ્ધ યોગબીજોને પ્રાપ્ત કરે છે. ચરમાવર્તમાં પુરુષાર્થથી તથાભવ્યત્વનો પાક થાય છે. અચરમાવર્તમાં તથાભવ્યત્વ અવિકસિત, અપક્વ હોય છે. તેથી ત્યાં તથાભવ્યત્વનો પાક ન થાય... દા.ત. કેરીનો નાનો મરવો... તેને ઝાડ પરથી ઉતારીને પકવો, ઘાસમાં નાખો, બીજા પ્રયત્નો કરો તો પાકે ખરો ? ન જ પાકે, તેના કરતાં અમુક રીતે પરિપકવ થયેલી કાચી કેરી ઝાડ પરથી ઉતારી ઘાસમાં નાંખો તો ઝાડ ઉપર પાકે તેના કરતા વહેલી પાકે છે ને?, તેવી રીતે તથાભવ્યત્વપરિપાક ચરમાવર્તમાં આવ્યા પછી જ થાય છે. તે પહેલાં તા નહીં જ... તથાભવ્યત્વનો પરિપાક કરી શકાય છે. શેનાથી ? પંચસૂત્રકાર કહે છે કે અરિહંતાદિ ચાર શરણનો સ્વીકાર, દુષ્કૃતોની ગર્લા-નિંદા, અને સુકૃતોની અનુમોદના કરવાથી તથાભવ્યત્વનો પરિપાક થતો જાય છે. તથાભવ્યત્વનો પરિપાક એ મિથ્યા ને અનંતાનુબંધીનો રસ, તથા તામસભાવ અને રાજસભાવની કટુતા દૂર કરે છે. એટલે કંઈક માધુર્યની પ્રાપ્તિ થાય છે. અત્યાર સુધી લેશમાત્ર મોક્ષની ઇચ્છા ન હતી. અહીં મોક્ષની ઇચ્છા, સ્વરૂપની ઇચ્છા થવાથી અને મિથ્યાત્વની હાનિ થઈ હોવાધી, માધુર્યની પ્રાપ્તિ થાય છે અને સંશુદ્ધ યોગબીજ પ્રાપ્ત થાય છે. 2010_05 Page #117 -------------------------------------------------------------------------- ________________ અભવ્યમાં કુશળચિત્તનો અભાવ અભવ્યમાં કુશળચિત્તનો અભાવ ચરમાવર્તમાં પણ તથાભવ્યત્વનો પરિપાક ન થાય ત્યાં સુધી કુશળચિત્ત હોય પણ સંશુદ્ધ ન હોય... અભવ્યની જેમ. અભવ્ય જીવોને કુશળ ચિત્ત હોઈ શકે છે.. અભવ્ય ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે છે. ત્યારે વૈષયિક સુખ સંબંધી પણ વિકલ્પો નથી, ફક્ત પરમાત્માની આજ્ઞાનું અણિશુદ્ધ પાલનના જ વિકલ્પો હોય છે. તે પણ કુશળ ચિત્ત છે. પણ સંશુદ્ધ નથી. કારણ કે અચરમાવર્તમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો રસ બંધથી ઘટે છે. અનુબંધથી ઘટતો નથી. બંધથી રસ ઘટે છે, માટે કાલે (ભવિષ્યમાં) ફરી બાંધવાનો છે. ત્યાં જો વૈયિક સુખના કે માનાદિના વિકલ્પો ઉઠે તો ચારિત્ર સાતિચાર થાય... તો જે જોઈએ છે (નવમો ત્રૈવેયક) તે મળે નહીં. માટે નિરતિચાર ચારિત્રનું પાલન કરે છે. તો આપણે સારા કે અભવ્ય સારો ? આપણને સંસારના સુખ ઇષ્ટ નથી, જોઈતા નથી. અને મોક્ષનું સુખ જોઈએ છે. છતાં વિકલ્પો દાબી શકતા નથી, સંસાર સુખના વિકલ્પો ઊભા થઈ જાય છે. જ્યારે અભવ્યને સંસારના જ સુખ જોઈએ છે છતાં સંસાર સુખના વિકલ્પો ઊભા થવા દેતો નથી... રાગાદિથી વાસિત વિકલ્પો એ સંક્લેશ છે. સંક્લેશ વખતે કુશળ ચિત્ત હોય કે અકુશળ ચિત્ત હોય ? પહેલી દૃષ્ટિનો બોધ અલ્પ છે. ક્રિયા કાળે સામાન્યથી ટકતો નથી. પણ નિમિત્તોની બળવત્તાથી આત્મામાં શુભભાવ ટકી શકે છે. તમે બધા ખાવા-પીવા, મોજ-મઝામાં મસ્ત છો, ત્યારે કઈ દૃષ્ટિ માનવી ? અને કદાચ સ્વજન મરી જાય, ત્યારે ખાવા-પીવા, મોજ મઝામાં રસ નથી. ત્યારે ક્યાંથી દષ્ટિ આવી ગઈ ? ત્યાં નિમિત્તની બળવત્તા કામ કરે છે. નિમિત્તની બળવત્તા શુભ મળે ત્યારે પહેલી દૃષ્ટિમાં બધું ઘટી શકે છે. અને ત્યારે ઉપયોગનું Concentration વધી જાય છે, અને જીવ દૃષ્ટિના અધ્યવસાયમાં આગળ વધી જાય છે. અને પહેલી દૃષ્ટિમાંથી બીજીમાં, બીજીમાંથી ત્રીજીમાં પણ આગળ વધી જાય છે. ૮૭ જેમકે પાર્શ્વનાથ પ્રભુ ગૃહસ્થાવસ્થામાં બળતા લાકડામાંથી સર્પને કઢાવે છે. પ્રભુ નવકાર મહામંત્ર સંભળાવે છે. સર્પ તે નવકારને કેવી રીતે અને કેવા ભાવથી સાંભળે છે કે જેના પ્રભાવે મરીને ધરણેન્દ્ર દેવ બને છે, આ સંશુદ્ધ યોગબીજ ક્યાં પ્રાપ્ત થાય છે તે હવે બતાવે છે - કે ચરમાવર્તમાં તથાભવ્યત્વનો પરિપાક થવાથી, કર્મનો વિપાક અનુકૂળ થવાથી સંશુદ્ધ યોગબીજ પ્રાપ્ત થાય છે. તે પહેલાં એટલે કે અચરમાવર્તકાળમાં તેમ જ તથાભવ્યત્વના પરિપાક પહેલાના ચરમાવર્તકાળમાં ચિત્તમાં ક્લિષ્ટ આશય વર્તતો હોવાના કારણે ત્યાં જેમ સંશુદ્ધ યોગબીજ ઘટી શકતું નથી તેમ તથાભવ્યત્વના પરિપાક થયા પછીના ચરમાવર્તકાળમાં વિશુદ્ધતર આશય હોવાના કારણે - અર્થાત્ - મોક્ષપ્રાપ્તિ નજીક હોવાના કારણે ત્યાં અસંશુદ્ધ યોગબીજ પણ ઘટી શકતું નથી. 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ સંશુદ્ધ યોગબીજ કોને કહેવાય ? તે વાત સમજાવે છે. 'उपादेयधियात्यन्तम्, संज्ञाविष्कंभणान्वितम्, फलाभिसन्धिरहितम्' संशुद्धं ह्येतदीदृशम् ।। २५ ॥ ચરમાવર્તિમાં તથાભવ્યત્વના પરિપાકથી સંશુદ્ધ યોગબીજને ગ્રહણ કરે છે. યોગબીજની સંશુદ્ધિ માટે હરિભદ્રસૂરિ મ.સા. ત્રણ વિશેષતા બતાવે છે. (૧) અત્યંત ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાના અભાવથી યુક્ત, (૩) ફળની આશંસા રહિત... સહુ પહેલા અત્યંત ઉપાદેય બુદ્ધિથી સાધના કરાતી હોય, તેને સંશુદ્ધ કહેવાય. ચરમાવર્તમાં તથાભવ્યત્વના પરિપાકથી ઉપાદેય બુદ્ધિ હોય, દેવભક્તિ, ગુરુભક્તિ માટે અત્યંત કર્તવ્ય છે અને તે સિવાયનું સંસારનું બધું કાર્ય અત્યંત કરવા યોગ્ય નથી. આવું હોવું તે અત્યંત ઉપાદેય બુદ્ધિ છે. એટલે કે તે કાર્યને અનુરૂપ સ્થાનનું જ્ઞાન હોવું, તેમાં વિધિ શું ? અવિધિ શું ? નુકશાન શું ? લાભ શું ? મુદ્રા વિગેરે બધું ખ્યાલમાં આવે છે, ત્યારે તે અનુષ્ઠાન સમ્યમ્ બને છે. એ ક્રિયામાં એને અનુરૂપ જ્ઞાન ન ભળે તો તે ક્રિયા અત્યંત કર્તવ્ય બુદ્ધિથી ન થઈ કહેવાય.... દેવભક્તિ, ગુરુભકિત અત્યંત કરવા જેવી લાગે છે? કે સંસાર પ્રવૃત્તિ કરવા યોગ્ય લાગે છે ? તે તે અનુષ્ઠાન દરમ્યાન કુશળચિત્ત હોવું જોઈએ એટલે સંક્લેશ ન હોવો જોઈએ. આવું કુશળચિત્ત અભવ્યને પણ હોય છે. પણ અહીં સાથે સાથે સર્વાચાપોન હોય છે, એટલે ઇહલૌકિક, પારલૌકિક બધી વસ્તુનો ત્યાગ હોય. હૈયામાંથી બીજી બધી ચીજોનું આકર્ષણ નીકળી ગયું હોય. તેથી આ જોઈએ, તે જોઈએ, એવું નહીં હોય. પણ ફક્ત આ જ સારભૂત છે, આ જ હિતકારી છે. અને આ જ જીવનમાં જોઈએ છે, બીજું કંઈ જ નહીં. આવું અનુષ્ઠાન અત્યંત ઉપાદેય બુદ્ધિથી થયું કહેવાય. સર્પને કુશળ ચિત્ત સર્પને નવકાર સંભળાવે છે, ત્યારે તે કઈ રીતે સાંભળે છે ? તે વખતે સર્પનું કુશળ ચિત્ત છે. સર્પ અત્યંત ઠરેલા હૃદયે સાંભળે છે, બળવાની પીડા હોવા છતાં પણ આ મને કોઈ અપૂર્વ-દિવ્ય ચીજ સંભળાવી રહ્યા છે. આ મારા હિત માટે મને સંભળાવી રહ્યા છે. કમઠ મને મારી નાંખવા ઇચ્છે છે. જ્યારે આ મને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આવું જ્ઞાન સર્પને છે. સર્પ સંજ્ઞી પંચેન્દ્રિય છે. એમાં બે મત નથી તેથી જ્યારે નવકાર સાંભળી રહ્યો છે ત્યારે તેના ધ્યાનમાં મગ્ન બન્યો. અરિહંત શું ? સિદ્ધ શું ? સમજતો નથી. વિશિષ્ટ શ્રુત-બોધ નથી. અર્થના બોધ વિનાનું જ્ઞાન છે પણ આત્માને હિતકારી બને છે. આ જે મને દિવ્યચીજ સંભળાવે છે, તે મારા હિત માટે છે. એવી શ્રદ્ધા પૂર્ણ છે. નવકારના અક્ષરોમાં ધ્યાન કેન્દ્રિત થયું છે. કાયાને લહાય બળે છે. બળતરા થઈ રહી છે. તે પણ ભૂલાઈ ગયું. નવકારના અક્ષરોમાં અહોભાવ પૂર્વક ચિત્ત તન્મય બની ગયું. આ નવકાર શ્રવણની ક્રિયા (સાધના) અત્યંત ઉપાદેય બુદ્ધિવાળી થઈ. તેના કારણે મરીને ધરણેન્દ્ર દેવ બન્યો. 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ સંગમ ગોવાળને કુશળ ચિત્ત મરતી વખતે આપણને નવકાર સંભળાવે, ત્યારે અત્યાર સુધી ચિત્ત નવકારમાં એકાગ્ર કર્યું હશે, તો મરતી વખતે નવકારમાં મન એકાગ્ર બનશે. અને તો જ તે વખતે આયુષ્ય બાંધીને ઉપર જવાશે. જ્યાં શ્રદ્ધા છે, મન તેમાં એકાગ્ર છે, અત્યંત ઉપાદેય બુદ્ધિ છે. તો તે આ અનુષ્ઠાનનો સખ્ય અંશ છે. આદર-ભક્તિ-બહુમાન એ અહીં સમ્યગુપણું છે. તમે જે ક્રિયા કરો ત્યારે આવા સંશુદ્ધ-કુશળ ચિત્તથી કરો. સંગમ ગોવાળને કુશળ ચિત્ત સંગમે ખીરનું દાન કર્યું, મહાત્માને ખીર વહોરાવી, ત્યારે આવા સંશુદ્ધ કુશળ ચિત્તથી કર્યું છે. ખીરનું દાન કર્યું તે કુશળ ચિત્ત છે. પહેલે ગુણઠાણે કુશળ ચિત્ત હોય, કષાયોનો નિગ્રહ હોય, આત્માની શાંત-પ્રશાંત અવસ્થા હોય, આ જોઈએ, તે જોઈએ. એવો ખળભળાટ ન હોય તો સુખની ઇચ્છાનો લેશ ઘટે છે. અને તે વખતે મહાત્માનો ત્યાગ ગમે છે, તે કુશળચિત્તતા છે. ચરમાવર્ત જોઈએ અને આલૌકિક, પારલૌકિક ભાવો નીકળી જાય. એટલે સંશુદ્ધ કુશળચિત્ત બને છે. ચિત્તવૃત્તિમાં કષાયની રેખા નથી રહી, કષાયની છાયા નથી રહી, વિશેષ માર્ગ બોધ નથી. વિશેષજ્ઞાન નથી. પણ મહાત્મા ગમ્યા છે. મહાત્માનો ત્યાગ ગમ્યો છે. જે ખીરનું દાન કર્યું છે. તેનો આનંદ પછી પણ સતત ચાલુ છે. રાત્રે મૃત્યુ થાય છે. આ સંશુદ્ધ યોગ સાધના દ્વારા આત્મામાં નક્કર સંસ્કાર પડે છે. ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરીને ગોભદ્ર શેઠને ત્યાં શાલિભદ્ર બને છે. શિવકુમારને કુશળ ચિત્ત પેલો શીવકુમાર સંસ્કારી માતા-પિતાને ત્યાં જન્મેલો હતો. સુસંસ્કાર આપવા માટે કરેલા માતા-પિતાના બધા પ્રયત્નો વ્યર્થ નીવડ્યા. ભણ્યો નહીં, ગણ્યો નહીં. ખરાબ મિત્રોની સોબતે ચડ્યો છે. બાપને મરતી વખતે ચિંતા થાય છે, આનું શું થશે? મરણ પથારીએ પડેલો બાપ શિવકુમારને બોલાવે છે ને કહે છે. બેટા ! સંકટમાં આવે ત્યારે નવકારમંત્ર ગણજે.. પછી ખરાબ મિત્રોના પરિચયે તે બધી લક્ષ્મી ખોઈ નાંખે છે. હરિભદ્રસૂરિજી મહારાજ આવા સમયે ધર્મબિંદુમાં પ્રધાન પુરુષ પરિગ્રહ' શબ્દ મૂકે છે અર્થાત્ જેના માતા, પિતા મૃત્યુ પામ્યા હોય, પોતાની સાર સંભાળ રાખનાર કોઈ ન હોય ત્યારે તે આત્મા તે ગામના આગળ પડતા, સંસ્કારી એવા રાજા, મંત્રી કે શ્રેષ્ઠી વિ.ને પોતાના માથે સ્થાપન કરે, અને કહે કે મારા માતાપિતા મૃત્યુ પામ્યા છે, માટે આપને હું મારા પિતાના સ્થાને માનું છું. આપ દરેક કાર્યમાં મારી કાળજી રાખજો. અને ક્યાંય પણ હું ભૂલતો હોઉ તો મને બચાવજો. આપત્તિમાં “પ્રધાન પુરુષ પરિગ્રહ” કરવો જોઈએ. તે નગરના શ્રેષ્ઠી-મંત્રી-મુખીનો પરિગ્રહ-સ્વીકાર કરો. તેને પુછીને આગળ વધો. આ હિંદુસ્તાનમાં બીજાને પુછીને કાર્ય કરવાની પદ્ધતિ ગઈ ત્યારથી માણસો દુ:ખી થઈ ગયા છે. 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ યોગઢષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ અમારે ત્યાં એક માસકલ્પ જેવી બાબતમાં પણ એકલા ગીતાર્થ નિર્ણય ન કરી શકે, એ પણ બધા સાથે બેસીને વિચારે, બધાનું બધું સાંભળે, જાણે, પછી ગીતાર્થ કહે. મને અહીં માસકલ્પ કરવા જેવો લાગે છે. એ નિર્ણય કરે, પછી કહે તમને બધાને કેમ લાગે છે ? એક માસકલ્પ કરવો તેમાં આટલી બધી પંચાત ? એમ તમને થશે. o આજનો માનવી એમ સમજે છે કે મારે કોઈને પુછવાની જરૂર નથી. તમે જીવનમાં કોને પુછીને કરો છો ? માને ? બાપને ? ભાઈને ? ક્યા ક્ષેત્રમાં બીજાની સલાહથી આગળ વધો છો ? જેને માથે કોઈ નહીં, તે ગમે ત્યારે આપત્તિમાં આવી શકે છે. શિવકુમારને આગળ વધતાં એક યોગી મળી ગયો. યોગીએ તેને જોયો. મારે જોઈએ તેવો આ માણસ છે. તેને લાલચ આપે છે. સાથે લઈ જાય છે. સ્મશાનમાં ગયા.. એક મડદું લાવ્યા. તેના પગ પાસે બેસાડયો... યોગીનો મંત્ર-જાપ શરૂ થયો... મડદું ઊચું થાય છે ને પડે છે. ઊંચું થાય છે ને પડે છે. હવે આપત્તિ આવી... તે ગભરાય છે. બાપનું વચન યાદ આવ્યું. કે આપત્તિમાં નવકાર ગણજે... અહીં તે નવકાર ગણે છે - કેવી રીતે ગણે છે ? ‘ઉપાદેયધિયાત્યન્તમ્' એ પદ અહીં લાગુ પડે છે. અને અંતે નવકારના પ્રભાવે સુવર્ણ પુરુષને પ્રાપ્ત કરે છે. “શિવકુમરે જોગી સોવન પુરુષો કીધ” સુવર્ણ પુરુષ કોને કહેવાય ? એમાંથી આખા દિવસમાં હાથ-પગ વિગેરે અવયવો કાપો, જેટલું સોનું કાપો... (માથું સિવાય) તેટલું ફરી પાછું થઈ જાય... ફરી અખંડ પુરુષ થઈ જાય... શિવકુમારે કઈ શ્રદ્ધાથી નવકાર ગણ્યા, કેવા ચિત્તે ગણ્યા હશે, કુશળચિત્ત કેવું ? નિરાશંસ ભાવે, ગદ્ગદ્ ભાવે, તન્મય ભાવે ઉપાસના થવી જોઈએ. આ સંશુદ્ધ કુશળચિત્ત કહેવાય... આ ત્રણ રીતે કરેલી ઉપાસનાથી ઉચ્ચ કોટિનું પુણ્ય બંધાય છે. પેથડની પ્રભુભક્તિ પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા યોગબીજોને સમજાવી રહ્યા છે. કારણ કે મોક્ષનું કારણ યોગ છે. યોગનું કારણ યોગબીજ છે. એનાથી જ જીવ આગળ જતાં મોક્ષ ફળને પ્રાપ્ત કરી શકે છે. સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ માર્ગ છે. એ નિશ્ચયથી આત્માના પરિણામ સ્વરૂપ છે. સમ્યક્ પરિણતિ પામવા, સમ્યક્ પ્રવૃત્તિ આદર-બહુમાનથી કરવાની હોય છે. વિપરીત પરિણતિ-પ્રવૃત્તિ છોડવાની હોય છે. જેમ જેમ કષાય પરિણતિ છૂટે, તૂટે તેમ તેમ આત્મ પરિણતિ પ્રાપ્ત થાય... સંસારની રુચિ-પરિણતિ તૂટતી જાય ને સંસાર નિરસ લાગે ત્યારે સંસારની પ્રવૃત્તિ ઘટતી જાય છે. અને ધર્મની પ્રવૃત્તિમાં આગળ વધે છે. એ ધર્મ પ્રવૃત્તિ આગળ વધતા એને અંદરમાં લઈ જવા માટે સહાયક બને છે. અહીં જીવ અંદરમાં લઈ જવા માટે સહાયક ન બને તેવી પ્રવૃત્તિ કરતો નથી. જે પ્રવૃત્તિ કરે છે તે તેને અંદરમાં લઈ જવા માટેની હોય છે. કારણ કે યોગબીજમાં સંશુદ્ધતા પડેલી છે. અત્યંત ઉપાદેય બુદ્ધિ છે. સંજ્ઞાનો વિષ્ફભ છે, ફળની કોઈ આશંસા નથી. આવી ચિત્તવૃત્તિ હોય - 2010_05 Page #121 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞાનું શોષણ એ જ ધર્મ ૯૧ છે. તેથી તે જે કરે, તેમાં તેની બુદ્ધિ અતિશય જોડાયેલી હોય છે. અત્યંત રસપૂર્વક તે પ્રવૃત્તિ કરતો હોય છે. દા.ત. પેથડશા મંત્રીશ્વર પરમાત્માની પૂજા કરતાં, ત્યારે કોઈની સાથે વાત કરતાં નહીં, કોઈની સાથે બોલતાં નહી, તેણે પત્નીને કહી રાખ્યું છે, કે હું પ્રભુ પૂજામાં હોઉં, ત્યારે કોઈ પણ આવે તો તારે ના પાડી દેવી, ગમે તેવું કામ હોય તો પણ નહીં. એક વખત રાજાને અગત્યનું કામ હતું. રાજાનો માણસ આવે છે. પત્ની ના પાડે છે - મંત્રીશ્વર પૂજામાં છે, રાજાનો માણસ પાછો ગયો. પણ રાજાને અગત્યનું કામ છે, ફરી માણસ આવ્યો. ફરી એ જ જવાબ - મંત્રીશ્વર નહીં મળી શકે. તેઓ પૂજામાં છે. રાજા વિચારે છે કે આ જગતમાં એવું કોણ મહાન છે ? કે ના જ પાડ્યા કરે છે ! રાજાના મનમાં એમ છે, કે જગતમાં મારાથી મોટો કોઈ હોય જ નહીં. રાજા ખુદ આવે છે. તેની પત્ની ના પાડે છે. નહીં, રાજાજી નહીં જવાય... રાજા કહે – મારે તેની ભક્તિ જોવી છે, મારે તેની પૂજા જોવી છે, કેવી છે ? મંત્રી પ્રભુની અંગરચના, પુષ્પપૂજા કરી રહ્યા છે. પાછળ માણસ બેઠો છે. તે ફુલ આપી રહ્યો છે. રાજા ઇશારાથી માણસને ખસી જવા કહે છે, ત્યાં રાજા બેસી ગયા. અને રાજા ફુલ આપે છે, આ નહીં – ફેંકી દીધું, બીજું આપે છે - આ નહીં - ફેંકી દીધું. ત્રીજું ફુલ પણ ફેંકી દીધું.... વારંવાર આમ કેમ ભૂલ થાય છે? પૂજામાં કેટલી ઉપાદેય બુદ્ધિ છે ? મંત્રી પાછળ જૂએ છે. ત્યાં જ રાજાજીને જોયા... સ્તબ્ધ થઈ ગયો. રાજા કહે – મંત્રીશ્વર ! ગભરાશો નહીં... રાજા મંત્રીની પૂજા જોઈને આનંદ-વિભોર બની ગયો છે. મંત્રીશ્વર! ગભરાવાની જરૂર નથી. હું ગમે ત્યારે ગમે તે કામે બોલાવું, તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. મંત્રી પરમાત્માની અંગપૂજા કેટલી ઉપાદેય બુદ્ધિથી કરતાં હશે. કે કોઈ આવે તેની ખબર પણ ન પડે ! આવી વ્યક્તિ આપણી છે ? આવી પૂજા જ ફળ આપી શકે છે. રાજા કહે – હું તમારી પરમાત્મ-ભક્તિ જોવા આવ્યો છું - મને એમ થાય છે, કે આવા પરમાત્મભક્ત મારા રાજ્યના મંત્રી છે. આ “રૂપથિયાચિત્ત” કહેવાય, ને તેનાથી જીવ પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકે છે. “ઉપાદેયબુદ્ધિ” એટલે આ જ કર્તવ્ય લાગે, અને કરવા યોગ્ય જે ક્રિયા કરવા તૈયાર થયા, તેમાં જ ચિત્તવૃત્તિ હોય.. આજુ-બાજુની ચીજોથી ચિત્તવૃત્તિનું ડહોળાણ તેમાં ન હોય... સંજ્ઞાનું શોષણ એ જ ધર્મ (૨) હવે બીજી વાત આરાધનામાં ૧૦ સંજ્ઞાનો વિખંભ – અટકાયત જોઈએ. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક – એમ ૧૦ સંજ્ઞા જીવને વળગેલી છે. આ સંજ્ઞા સાથે કરાતા ધર્મ વખતે કુશળચિત્ત ન હોઈ શકે... ક્રોધયુક્ત હો અને પૂજા કરો, માન અંદરમાં હોય અને ધર્મ થાય, આવી બધી સંજ્ઞા અંદરમાં ભળેલી હોય, તો, ધર્મને - અનુષ્ઠાનને ડહોળી નાંખે છે. જે ક્રિયા, જે અનુષ્ઠાન કરવા તૈયાર થયા ત્યારે આત્માને અંદરથી તૈયાર કરવાનો છે, આપણે જ્યારે 2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ પરમાત્માની ભક્તિ કરતાં હોઈએ ત્યારે આપણા અને પરમાત્માની વચમાં કોઈ ન જોઈએ, કોઈ આવવું ન જોઈએ. રાજા જનકની ધર્મશ્રવણમાં એકાગ્રતા રાજા જનક, તેના નગરમાં એક સંન્યાસી આવ્યા. ખૂબ સુંદર ઉપદેશ આપે છે. સાંભળવા માટે લોકો ચારે બાજુથી ઉભરાયા, ચિક્કાર માણસો ભરાઈ ગયા છે. છતાં પણ સંન્યાસી, રાજા જનક ન આવે ત્યાં સુધી ઉપદેશ ન આપે, અને જનક રાજા આવે છતે બધા ન આવે તો પણ ઉપદેશ આપે. આવું અમે કરીએ તો તમારા મનમાં શું વિચાર-કલ્પના આવે? બોલો !! ગમે તે વિચાર આવે કે સમ્યગુ વિચાર આવે ? આવું તો અહીં રોજ ચાલે છે. લોકો ક્યાં સુધી સહન કરે, એક - બે-ત્રણચાર દિવસ ચાલ્યું. સંન્યાસીને તો કહી ન શકાય. પણ ચારે બાજુ - ઠેર ઠેર વાતો ચાલે છે. કોઈ મોઢે કહેતું નથી. એક દિવસની વાત, ઉપદેશ ચાલે છે, અડધું વ્યાખ્યાન થયું ને ત્યાં જ રાજાના સેવકોએ આવીને સમાચાર આપ્યા, કે ચારે બાજુ આગ લાગી છે. ભાગો, ભાગો, આખી નગરીમાં આગ લાગી, રાજા જનકના અંતઃપુરમાં પણ, રાજમહેલમાં પણ આગ લાગી છે. બધા શ્રોતા ટપોટપ ઉઠવા માંડયા.... ફક્ત સંન્યાસી અને જનક ન ઉઠ્યા. ચારે બાજુ બધા જઈને પાછા આવ્યા, જ્યાં આગ લાગી ? ક્યાંય આગ ન હતી. લોકો પાછા ટપોટપ આવવા માયા.. સંન્યાસી બધાને પુછે છે તમે કેમ ઉક્યા ? તમે કેમ ઉડ્યા ? પણ ઘરે તપાસ કરવા ગયા. સંપત્તિ બળી જાય તેથી. મહારાજા જનકતમે કેમ ન ઉક્યા ? સાહેબ ! હું જ્યારે પરમાત્માની ભક્તિ કરું છું ત્યારે મારી અને પરમાત્માની વચ્ચે ત્રીજી કોઈ ચીજ આવી શકતી નથી. અને ઉપાશ્રયમાં આવું, જિનવાણી સાંભળું ત્યારે આપ અને મારા આત્મા વચ્ચે ત્રીજી કોઈ ચીજ આવતી નથી. સંન્યાસી બધાને ઉદ્દેશીને કહે છે કે, હવે તમને કંઈ ખબર પડી? જનક રાજા આવે ત્યારે જ વ્યાખ્યાન વાંચું છું તેની ખબર પડી ? “આવો એક શ્રોતા પણ સારો ને ?” અહીં પણ તમે બધા વ્યાખ્યાન ઉઠે, કબૂતરની જેમ ટપોટપ ઉડી જાવ છો ? કે રોકાઓ છો ? આવો જિનવાણીનો રસ, પ્રભુ ભક્તિનો રસ છે ? આનું નામ પ્રભુ ગમ્યા કહેવાયતમે પ્રભુની સામે બેસીને ચૈત્યવંદન કરતા હો અને વચમાં કોઈ આવીને ઊભું રહે ત્યારે કયા-કેવા વિચાર કરવાના? કે આવા ને આવા વચમાં ક્યાંથી આવે છે ? કંઈ વિવેક છે કે નહીં ? કંઈ અક્કલ છે કે નહીં ? કંઈ સમજણ પડે છે ? આવા વિચાર કરવા કે કોઈ સમ્યગુ વિચાર કરવા, કે, “હે આત્મન્ ! આજ સુધી ચર્મ ચક્ષુથી ઘણીવાર પ્રભુને જોયા છે. હવે અંતર ચક્ષુથી પ્રભુને જો..” આ રીતે સમ્યગુ વિચાર કરી કષાય રહિત બનો. ક્રોધ આવે આવું સમાધાન કેમ નથી કરતાં ? સંજ્ઞાઓને રોકો... અનુષ્ઠાન કરવા બેસીએ ને ખાવાના વિચાર આવે તો આહાર સંજ્ઞા... અનુષ્ઠાન કરવા બેસીએ ને ભય પીડે તો ભય સંજ્ઞા. અનુષ્ઠાન કરવા બેસીએ ને સ્ત્રીનો વિચાર 2010_05 Page #123 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞા અને કષાય ૯૩ આવે તો મૈથુન સંજ્ઞા... અનુષ્ઠાન કરવા બેસીએ ત્યારે વેપારનો વિચાર આવે તો પરિગ્રહ સંજ્ઞા.. આવી રીતે ચારે કષાયો પણ અનુષ્ઠાન કરતી વખતે આવે ત્યારે, ચિત્તને ડહોળી નાંખે છે. ચારે ગતિમાં જીવોને એકેક સંજ્ઞા અને એકેક કષાય મુખ્યત્વે હોય છે. સંજ્ઞા અને કષાયા દેવામાં પરિગ્રહ સંશા અને લો ભકષાય. મનુષ્યમાં મૈથુન સંજ્ઞા અને માન (અહંકાર) કષાય, નરકમાં ભય સંજ્ઞા અને ક્રોધ કષાય, તિર્યંચમાં આહાર સંજ્ઞા અને માયા કષાય પ્રધાનપણે હોય છે. બીજા કષાયો અને સંજ્ઞા હોય છે, પણ મુખ્યતયા - બહુલતાએ આ હોય છે. નરકમાં સતત ભય હોય છે. પરમાધામી પાસે માન મૂકીને ત્યાં સહન કરવું પડે છે. મનુષ્યભવમાં અહંકાર કરીને બધાને પડ્યા છે. રાવણ અહંકાર અને મૈથુન સંજ્ઞામાં (કામમાં) ફસાયો છે. સીતાને ઉપાડી લાવ્યો પણ સફળ ન થયો... છેલ્લે કામ સંજ્ઞામાંથી બહાર નીકળ્યો તે દર્પમાં ફસાયો - ઘવાયો, માણસ મરવા ઇચ્છે છે, પણ માન મૂકવા તૈયાર નથી. ઓઘ સંજ્ઞા એટલે ગતાનગતિક સંજ્ઞા, ધર્મ શા માટે કરો છો? તો કહે, બધા કરે છે માટે.... ચીલાચાલુ ધર્મ કરે જાય.... આત્મહિતની દૃષ્ટિ નહીં. ગાડરીયા પ્રવાહની જેમ આરાધના કર્યે જાય છે... લોક સંજ્ઞા એટલે લોકમાં સારા દેખાવાની બુદ્ધિથી કરાતો ધર્મ. લોકોમાં વાહવાહ કેમ થાય તે લક્ષ્યથી કરે.... આ દશે સંજ્ઞાઓ પાપ સંજ્ઞા છે. આવી સંજ્ઞાઓ સહિત કરાતો ધર્મ આંતરિક પરિણતિને બગાડે છે. પરિગ્રહ વધુ મળે, પૈસા કેમ મળે? ધન ધાન્યાદિની સમૃદ્ધિની બુદ્ધિથી કરે, તે પરિગ્રહ સંજ્ઞા યુક્ત ધર્મ છે. આવી બધી સંજ્ઞાઓ ધર્મ ક્રિયા કાળે અંદરમાં પડેલી હોય... પછી ક્રિયા ખૂબ આદર-બહુમાનથી કરો, ઊંચા દ્રવ્યોથી કરો, દેશ-કાલ, વિધિ-વિધાન સાચવીને કરો તો પણ અંદરમાં સંજ્ઞા પડેલી હોવાથી પુણ્યબંધ કરાવે છે. ઊંચી કોટિનો ધર્મ બનતો નથી. એ સંશુદ્ધ ધર્મ નથી. - સ્વચ્છ-નિર્મળ પાણી જેવા ચિત્તમાં સંજ્ઞાનો મેલ ભળે છે તેથી ચિત્ત મલિન બને છે. શુદ્ધ કંચન જેવું ચિત્ત હોવું જોઈએ. કોઈપણ સંયોગોમાં ચિત્તને બગાડવાનું નથી. ચિત્તની મલિનતા એ જ સંસાર છે. “ક્લેશે વાસિત ચિત્ત (મન) તે સંસાર” ક્લેશ નીકળી ગયા પછી ચિત્ત રહી શકતું નથી. ક્લેશ જેમ જેમ નીકળતો જાય તેમ તેમ ચિત્ત, ચિત્ત ન રહેતાં ચિત્ત, ચિત્ બને છે. ફક્ત ચિત્ રહે છે. ચિત્ એટલે જ્ઞાન રહે છે. ચિત્ત 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ તો કષાયો હોય ત્યાં સુધી રહે છે. ચિત્તમાંથી કપાયો ગયા, એટલે જ્ઞાન પૂર્ણ ફોર્મમાં આવી જાય છે. માટે કદી ચિત્તને ડહોળાવા દેવું નહીં.. ચિત્તનું ડહોળાણ એ જ દુ:ખ છે. દશ સંજ્ઞાથી કરાયેલો ધર્મ, જો કે એ ધર્મ સર્વજ્ઞ પ્રણિત હતો. ધર્મ શુદ્ધ હતો, પણ સંજ્ઞાઓ તેમાં ભળી, તેથી દૂષિત થયો.... ધર્મ સ્વસ્થ ચિત્તે કરવાનો હતો. પણ મલિન (સંજ્ઞાયુકત) ચિત્તે ધર્મ કર્યો, એટલે પુણ્ય કેવું બંધાય? solid ન બંધાય. કચાશ આવે, અને ઉપાદેયબુદ્ધિપૂર્વક સંસાર સુખની આસક્તિ, ઇચ્છા ભળે તો, અનુબંધ પણ અશુભ પડે. આપણે શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપની, પરમપદ મોક્ષની, વીતરાગતા – કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે ધર્મ કરવાનો છે. વિશુદ્ધ ધર્મનું સ્વરૂપ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ આનંદ છે. તેમાં જરાય દુ:ખનો અંશ નથી. દુઃખ વગરનું સુખ મોક્ષમાં છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પામવા માટે ધર્મ શુદ્ધ જોઈએ. શુદ્ધ ધર્મની સાથે શુદ્ધ ચિત્ત જોઈએ. ઉત્તરોત્તર મલિન ચિત્તને શુદ્ધ કરવા માટે જ ધર્મ કરવાનો છે. જ્યારે સંજ્ઞાથી ધર્મ થાય છે, ત્યારે તેમાં વિષયોની સ્પૃહા, ભોગની સ્પૃહા ભળે છે, તેથી ચિત્ત શુદ્ધ નથી રહેતું. માટે મોક્ષની પ્રાપ્તિ ન થાય. સંજ્ઞાથી કરાયેલો ધર્મ સ્વર્ગ આપે છે. સંજ્ઞા હોવાથી વૈરાગ્ય મોળો પડે છે. વૈરાગ્ય ઝાંખો પડે છે. સંજ્ઞાની તીવ્રતા થાય એટલે સંસ્કાર સંજ્ઞાના પડે છે. આત્મા લૂંટાઈ જાય છે. પુણ્યબંધ થયો. ફક્ત પુણ્યબંધ માટે ધર્મ નથી કરવાનો. પણ અંદરના રાગાદિ સંસ્કારોને, ભવોભવના સંસ્કારોને તોડવા માટે ધર્મ છે, ક્રોધ-માન-માયા, રાગ-દ્વેષ-કષાયોના સંસ્કારો જે ભવોભવથી ચાલ્યા આવે છે. એ સંસ્કરોને ઘસી નાંખવા માટે ધર્મ છે. તેની સામે પ્રતિપક્ષી ત્યાગ-તપ-દાન-શીલવૈરાગ્ય-વિવેક-ઔચિત્યના સંસ્કારો નાંખીએ તો મોક્ષમાર્ગ પ્રતિ પ્રયાણ થાય. આત્મસ્વરૂપને મેળવવા માટે આ સંસ્કારો જામ કરવાના છે. તે માટે સંજ્ઞાને તોડવાની છે. કષાયો - દોષોને કાઢવાના છે. જીવોને પાપ પ્રવૃત્તિ એ બાહ્ય સંસાર છે. દોષો એ અત્યંતર સંસાર છે, પાપની પરિણતિ અને અનંતાનુબંધી કષાયના રસ ઉપર સંસાર નભે છે. અનંતાનુબંધીનો રસ જેટલો તીવ્ર તેટલો સંસાર વધે છે. અને અનંતાનુબંધીનો રસ જેટલો શિથિલ થાય, તેટલો સંસાર ઘટે છે. તેટલો સંસાર નીકળે છે. કુટુંબ પરિવારને લાકડી મારીને કાઢી મૂકવાથી સંસાર નથી નીકળતો સંસાર અંતરમાં પડેલો છે. “સંસાર અસાર' એટલે લોહાગ્નિ ન્યાયે અંતરમાં પડેલો સંસાર અસાર છે. મિથ્યાત્વનો તીવ્ર રસ એ સંસાર છે. અનંતાનુબંધી કષાયનો પાવર એ સંસાર છે. એને કાઢો, એને ઘટાડો, એના ઉપર ઘા કરો તેમ તેમ સંસાર નીકળે છે. 2010_05 Page #125 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો ફુગાવો ધર્મનો ફુગાવો આજે મોટા ભાગે આપણો ધર્મ બહારનો ધર્મ છે. આપણો ધર્મ દેખાવનો ધર્મ છે. અઢાઈ કરનાર અઢાઈના પારણાના દિવસથી જ રાત્રિભોજન શરુ કરે છે, અઠ્ઠાઈના પારણાના દિવસથી ટી.વી. જુએ છે, પારણાના દિવસથી ફ્રીઝના પાણી, હોટલો ચાલુ કરે છે. આ અઠ્ઠાઈનું ફળ છે ? અઢાઈ ભગવાનની આજ્ઞા માટે કરી કે ગતાનુગતિક માટે કરી, કે દેખાવ માટે કરી ? ધર્મ કરનારા જીવો વિવેકહીન, સત્ત્વહીન અને વિષયોમાં વૃદ્ધિવાળા બને એટલે ધર્મ કરનારાથી ધર્મ નિંદાય, ધર્મ કરનારાથી જ ધર્મ જોખમમાં મૂકાય છે. આ અઢાઈ નૈમિત્તિક તપ છે, અને નવકારશી – ચોવિહાર નિત્ય તપ છે. કોણ ચઢે ? ઇરાદાપૂર્વકના ૧૨ મહિનાના નવકારશી - ચોવિહાર ચઢે છે. નવકારશી ચોવિહાર ગોણ કરે તેની અટ્ટાઈ પ્રશંસનીય બને? નિત્ય તપ વગરનો નૈમિત્તિક ધર્મ કેટલો શોભે ? ક્યાં રહ્યો છે ધર્મ? ધર્મની વાસ્તવિકતા સમજો... સંજ્ઞાના અટકાયત માટે જે ધર્મ થયો નથી, તે અટ્ટીઈ વિગેરે પુણ્ય બંધાવે કારણ કે તે ભગવાનની આજ્ઞા મુજબનો ધર્મ ન હતો. અંદરના રાગાદિ કષાયો નહીં ઘટે તો એ પરમાત્માના વાસ્તવિક ધર્મને કરતો નથી એમ સમજવું. પહેલાં આપણે ત્યાં એક કાલ એવો હતો કે સીનેમાં જોવા થીએટરમાં જવું પડતું હતું... ત્યારે લોકો ત્યાં જતાં, અને જોતાં, બીજા એને કહેતાં કે તમે આ ઉમરે થીએટરમાં જાવ છો ? શોભે તમને? અને એક કાલે અભક્ષ્ય ખાવા હોટલમાં જવું પડતું હતું અને હોટલમાં અભક્ષ્ય ખાવા જતાં પહેલાં તેને આ કપાલનો ચાંદલો ભૂંસી નાખવો પડતો હતો. આજે હોટલવાળા કહે છે, ઇંડાની લારીવાળા કહે છે, કે સૌથી વધારે જેનો જ આવે છે. આજે બધા પાપ ઘરમાં આવ્યા છે. ટી.વી. જોવા માટે લાઈટ ઓફ કરી અંધારૂ કરીને પતિ-પત્ની, પુત્ર-પુત્રવધુ, બાબો અને બેબલી બધા સાથે જૂવે છે. અશ્લીલ દૃશ્યો જોતાં, બહુ સરસ બહુ સરસ કરતાં, આયુષ્ય બંધાય તો કયું બંધાય ? તીવ્ર રસથી જોતાં હોય, તો મને તો એમ લાગે છે કે આયુષ્ય બંધાય તો નરકનું જ બંધાય. અને ત્યાં પરમાધામી કહેશે કે આમ આવ, લે, બહુ જોવું ગમતું હતું ને ? જોવામાં બહુ મઝા આવતી હતી ને ? આમ આવ, એમ કહીને બે ય આંખમાં ભાલા ખોસી દેશે. એટલે મને એમ લાગે છે કે તમે ટી.વી. નથી જોતાં પણ ભવાંતરમાં ભાલા ઘોંચાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છો. આજે આચાર અને મર્યાદા નાશ પામી છે. જેને ધર્મ પામવો છે તેને મર્યાદા પાળવી પડશે. આચાર માર્ગની boundary નક્કી કરો. પ્રભુએ તીર્થની સ્થાપના કરી એટલે મર્યાદાઓ નક્કી કરી છે. તમે પણ આચાર ધર્મની બાઉન્ડરી કરો, કોર્ડન નક્કી કરો, અને સાથે સાથે એવા આચાર પાળનારાઓનું મંડળ-વર્તુળ બીજા નંબરમાં ઊભું કરો. પછી આખી જિંદગી આ આચારની બાઉન્ડરી ઓળંગવાની નહીં. આખી જિંદગી આ મંડળમાં 2010_05 Page #126 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ - રહેવું. તો સમયે સમયે પૂબંધ કરી શકશો... એમાં રહેવાનું તમને ફાવે? અને તમને ફાવે તો તમારી ઘરવાળીને ન ફાવે.. અત્યારે સજોડા વધારે છે કે કજોડા વધારે છે ? ધર્મ નિસ્પૃહતાથી કરવાનો છે. જગતના બધા પદાર્થ તુચ્છ છે, નિરસ છે, ફેંકી દેવા જેવા છે - આવું તમને પહેલા લાગવું જોઈએ. આ જગતના પદાર્થ ગમે તેવા સારા હોય તો તે આત્માના પ્રભાવે છે. ચૈતન્યના પ્રભાવે છે. આ દેહ તમને બહુ ગમે છે. બહુ સારો લાગે છે... પણ તે કોના પ્રભાવે ? ચૈતન્યના પ્રભાવે છે. ચૈતન્ય એમાંથી નીકળી ગયા પછી આ દેહ ગમે ખરો? આત્મા નીકળી ગયા પછી આ દેહ દર્શન કરવા યોગ્ય નથી અને પ્રદર્શનમાં મૂકવા જેવો પણ રહેતો નથી. પંચ પરમેષ્ઠી એ દર્શનીય છે, પ્રદર્શનીય નથી. વેશ્યા, મ્યુઝીયમની ચીજો પ્રદર્શનીય છે એ દર્શનીય નથી. જે તત્ત્વો વિશુદ્ધ કોટીના હોય અને વિશુદ્ધ બનવા માટે પ્રયત્નશીલ હોય, તે દર્શનીય જ હોય, પ્રદર્શનીય નહીં. તમારા દેવને પ્રદર્શનમાં મૂકાય ? તમારા ગુરુને પ્રદર્શનમાં મૂકાય ? ના... નહીં જ. તમે થીજી કેમ ગયા છો ? જવાબ આપો.. બરફની પાટ ઉપર હો તેમ થીજી ગયા છો. જે ચીજો રાગાદિની વૃદ્ધિ કરે, જે ચીજો રાગાદિને ઉભા કરે અને જે ચીજો આત્માના ગુણોનો નાશ કરે તેવી ચીજો પ્રદર્શનમાં મૂકાય.. તે દર્શનીય નથી. સારી ચીજો પ્રદર્શનીય ન બની શકે. પ્રદર્શનમાં વેશ્યાને મૂકાય. પણ સતીને મૂકાય ? ના, સારી ચીજ હંમેશા દર્શન કરવા યોગ્ય જ હોય. મોક્ષ મેળવવો હોય તો તેના મૂળમાં નિસ્પૃહતા જોઈએ. સંજ્ઞા-યુક્ત ધર્મ કર્યો એટલે વૈષયિક સુખની સ્પૃહાવાળો ધર્મ થયો. એનાથી પાણી જેવું નિર્મળ ચિત્ત હતું તે મલિન બન્યું.. મલિન ચિત્તથી કરાયેલ ધર્મ પુણ્ય બંધાવે, મોક્ષ ન આપે.... દાનના, સેવાના, પરોપકારના સંસ્કારો ઊભા ન રહ્યા. અને તે જીવ દેવલોકમાં જઈને વિષયોમાં ચોંટી જાય છે. ત્યાંનું આયુષ્ય પૂરું થઈ ગયા પછી એ સદ્ગતિ ન પામે.. કેમ? તો અહીં – મનુષ્યમાં તો સંજ્ઞા અને સ્પૃહાથી ધર્મ કર્યો હતો અને ત્યાં દેવભવમાં તો ધર્મ જ ન કર્યો, તેથી ત્યાંથી મરીને નીચે ઉતરી જાય છે. શ્રી ગૌતમસ્વામીની અદભૂત સાધના (૩) નામચિરદિતિમ્ - સંસારમાં જેટલા ફળો છે તેના આશય રહિત અનુષ્ઠાન હોવું જોઈએ... આ વિશેષણ શા માટે ? કારણ કે દશ સંજ્ઞારહિત ધર્મ કરે ત્યારે સંસાર ફળની આશંસા રહી જ નથી. ભલે, આ લોકમાં મળતા સુખની ઇચ્છાથી ધર્મ ન કરે પણ, ક્યારેક પરલોકનાં સુખની ઇચ્છાથી, દેવ-દેવેન્દ્રાદિ, ચક્રવર્તી, રાજ્યાદિ સુખની ઇચ્છાથી પણ ધર્મ ન કરવો.. એ માટે ફલાભિસંધિ રહિત કહીએ છીએ. ઈહલૌકિક સુખની ઇચ્છા ન હોવી જોઈએ, તેમ પારલૌકિક સુખની પણ ઇચ્છા ન હોવી જોઈએ. એ પણ સ્પૃહા છે. આત્માને તે સ્વતઃ આગળ વધતાં અટકાવે છે. એટલે આલોક-પરલોકની ઇચ્છાનો ધર્મ મોક્ષ 2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ ત્રણે રાગનું સ્વરૂપ આપવામાં પ્રતિબન્ધક બને છે. સ્વચ્છ-નિર્મળ ચિત્તે કરાયેલ ધર્મ આગળ વધવામાં પ્રતિબન્ધ નથી કરતો, પરંતુ તે આત્માના અભ્યદય માટે થાય છે. એટલે અપવર્ગ આપનારો બને છે. પ્રતિબંધ કરનારી શી જ તેને તે સ્થાનમાં અટકાવી રાખે છે. એટલે જે પ્રતિબંધ કરે છે તે ચીજ તેને તે સ્થાનમાં ટકાવી રાખે છે. પણ આગળ વધવા ન દે. જેમકે ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર ઉપરના સ્નેહ રાગે તેમને ત્યાં જ અટકાયત કરી. ભગવાન વીર ઉપર અપૂર્વ ભક્તિ હતી. પણ તેમાં સ્નેહ ભળેલો હતો. આ સ્નેહયુકત ભકિતએ આગળ ન વધવા દીધા,ક્ષપકશ્રેણી ઉપર ચઢવા ન દીધા... કેવળજ્ઞાન ન આવવા દીધું. ગૌતમનું બધું અનુષ્ઠાન સ્નેહયુક્ત ભક્તિ-અનુષ્ઠાન હતું. ગૌતમ ખુદ ગણધર હતાં. બીજ બુદ્ધિના ધણી હતાં, ત્રિપદીથી દ્વાદશાંગીની રચનાના ક્ષયોપશમવાળા હતાં. સર્વઅક્ષરસન્નિપાતી જ્ઞાનવાળા હતાં. ચાર જ્ઞાનના ઘણી હતાં. જેમના પચાશ હજાર શિષ્યો કેવળજ્ઞાની હતાં. અને પોતે છદ્મસ્થ હતાં. જૂઓ તો ખરા... શિષ્યો કેવળજ્ઞાનનાં આસમાને ઉડે.. અને ગુરુ છવસ્થતાની ધરતી ઉપર ફરે...ગૌતમ છઠ્ઠા. સાતમા ગુણઠાણે હતાં. આ સ્નેક્યુક્ત અનુષ્ઠાન હતું. જ્યાં સુધી પરમાત્મા જીવ્યા ત્યાં સુધી પરમાત્માનો સ્નેહ તોડી ન શકયા. સ્નેહનું કાર્ય તમે જ્યાં હો ત્યાંથી આગળ ખસવા ન દે. સ્નેહનો તાંતણો તોડવો મુશ્કેલ છે. આ સંસારમાં રાગને તોડવાનો પ્રયત્ન કરો. તમે પરસ્પર સ્નેહથી -- રાગથી ગુંદરની જેમ એક બીજા સાથે ચોંટ્યા છો, તો મૃત્યુ પહેલા છૂટી શકો એમ છો ? ધર્મ એ રાગ-સ્નેહ ને તોડવા માટે છે , એ સમજી લ્યો... જે જીવ સ્નેહને ન તોડી શકે તો, ધર્મ શું કરે? પુણ્ય બંધાવે. જીવો વિકાસ માટે પરમાત્માની કૃપા ઇચ્છે તો તે ખોટું નથી. તેમાં દોષ નથી. પરમાત્માની શ્રદ્ધાથી જીવ આગળ વધે ત્યારે નીચેથી ઉપર જતાં હોય તો પ્રભુ તારી કૃપાથી મને આ બધું મળો, અને આપત્તિના નિવારણ માટે પ્રભુ તારી કૃપાથી આ થાઓ, એમ કહે ને એમ કરે, તો તે ખોટું તો નથી જ. ત્રણે રાગનું સ્વરૂપ ગૌતમને પરમાત્માના ગુણોનો રાગ હતો, ભક્તિ પણ હતી, પણ સાથે સ્નેહરાગ હતો... સ્નેહ કોને કહેવાય ? રૂપાળા હોય, રાગી હોય તેને સ્નેહ કહેવાય એવું નથી. માતાને પોતાના કાળા દિકરા ઉપર પણ સ્નેહ હોઈ શકે છે, સ્નેહરાગ – સ્નેહ એટલે જેને જોયા પછી, ગુણ ન હોય છતાં જે આપણી સ્મૃતિમાં વારંવાર આવ્યા કરે, ભૂલાય નહીં, આકર્ષણ રહ્યા કરે, યાદ આવ્યા કરે તે સ્નેહરાગ છે. જેને જોયા પછી, જેનો પરિચય થયા પછી કોઈ વિશિષ્ટગુણ ન હોવા છતાં, તે વ્યક્તિ તરફ આપણું ચિત્ત ખેંચાયા કરે - તે સ્નેહરાગ છે. કામરાગ -. જેની સાથે સંસાર સુખો ભોગવવાની ઇચ્છા થયા કરે તે કામ ચગ છે. દૃષ્ટિરાગ આપણે પકડેલી માન્યતાનો રાગ, તે દૃષ્ટિ શગ છે એ એને પકડેલી 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૮ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ માન્યતાનો ગુલામ બનાવી દે છે. પ્રામાણિક પુરુષ પણ તેને સમજાવી ન શકે, સતુ-અસતુ ને સમજવા ન દે. સારા-ખોટાનો ભેદ સમજવા ન દે, મારે કંઈ સમજવું નથી, આવો માન્યતાનો જે રાગ, તે દષ્ટિરાગ છે. આ ત્રણે રાગને જીવનમાંથી ઉથલાવીને કાઢવાના છે. ગૌતમ મહારાજાનો સ્નેહરાગ ગૌતમને સ્નેહરાગના કારણે, જે વીર્ય ઉછળવું જોઈએ તે ન થવાથી ક્ષપકશ્રેણી માંડીને આગળ વધી ન શક્યા.. પરમાત્મા પ્રત્યેનો ભવોભવનો સ્નેહ રાગ, સ્વરૂપપ્રાપ્તિમાં, આગળ વધવામાં શૃંખલાનું કામ કરે છે. સંસારમાં રહેતાં, સંસારના પાત્રો સાથે રહેવાનું, પણ વારંવાર તેમને સ્મૃતિમાં લાવવાના નહીં. તારક તત્ત્વોનું આકર્ષણ વધારો, પરમાત્માનું આકર્ષણ વધારો, એને જેમ જેમ ઘુંટતા જઈએ, તેમ તેમ સંસારની વાસના તૂટે છે, કામાદિની વાસના તૂટે છે. એને તોડવા વગર ચાલવાનું છે ? કામરાગ, સ્નેહરાગથી સંસાર ચાલે છે. દષ્ટિરાગ ભયંકર છે. ગૌતમને સંસારના સુખોની સ્પૃહા જ ન હતી. પરમાત્મા પ્રત્યે ભક્તિ ઘણી હતી, સમર્પણ ભાવ હતો.. છતાં સ્નેહરાગના કારણે વીર્યને ફોરવી ન શક્યા. અને એના કારણે, બધાને કેવળજ્ઞાન થાય અને પોતાને ન થાય, ત્યારે તેનું ભારે દુ:ખ થતું... પ્રભો ! બધાને કેવળજ્ઞાન અને મને જ નહીં ? એટલે કેવળજ્ઞાનની ભૂખ ખૂબ હતી. પ્રભો ! મને કેવળજ્ઞાન ક્યારે થશે ? પ્રભુ સાંત્વન આપવા કહે છે. કે પોતાની લબ્ધિથી જે અષ્ટાપદ ઉપર જાય, તેને થશે.... કેવળજ્ઞાન નિશ્ચિત કરવા અષ્ટાપદ ઉપર ગયા, નીચે ઉતરતાં ૧૫૦૦ તાપસ મળ્યા. તે ૧૫૦૦ ને પણ કેવળજ્ઞાન થઈ ગયું... ગૌતમનો ખેદ વધી ગયો... ત્યારે પ્રભુ કહે છે. હે ગૌતમ! રિસંકણિ, ચિરપરિસિ ” તું લાંબાકાળથી મારી સાથે રહેલો છે. આપણે લાંબા કાળથી પરિચિત છીએ. એટલે તને મારા પર ગાઢ સ્નેહ છે તેથી વીતરાગતા અને કેવળજ્ઞાન આવતાં અટકે છે. પણ તે ખેદ ન કર, ચિંતા ન કર. અને આપણે બન્ને તુલ્ય થઈશું.... જુઓ - અહીં પ્રભુ ગૌતમને ખેદ કરવાની ના પાડે છે, પણ મારો રાગ છોડી દે એમ નથી કહેતા. ગૌતમને જે સ્નેહરાગ હતો તે મોક્ષ અન્તર્ગત ભાવ હતો કે સંસાર અન્તર્ગત ભાવ હતો ? સ્નેહરાગ બે પ્રકારે છે - પ્રશસ્ત અને અપ્રશસ્ત (૧) વીતરાગ ઉપરનો રાગ હતો તે પ્રશસ્તરાગ હતો. નિરાશસભાવે હતો, ગુણાનુરાગ હતો. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી આ ભાવો થશે તો વીતરાગતાની ભૂમિકા રૂપ છે. વ્યવહાર નયે ઉપાદેય છે. વીતરાગતાને આપનાર છે. (૨) અપ્રશસ્તકામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ, દ્વેષ, અરૂચિ, હિંસા જૂઠ, ચોરી, આ બધા અપ્રશસ્તભાવો છે સંસારમાં રખડાવનાર છે, મારા સંસાર અન્તર્ગત ભાવો કેટલા ઓછા થયા ? તેને સાધકે સતત જોવાના છે. 2010_05 Page #129 -------------------------------------------------------------------------- ________________ સંભેદ પ્રણિધાનથી અભેદ પ્રણિધાન ગોતમને પ્રભુ ઉપર રાગ હતો, પ્રભુ કહે છે - ગૌતમ ! ખેદ ન કર. પણ રાગ-સ્નેહ છોડી દે એમ નથી કહેતાં.. કારણ કે તે પ્રશસ્ત રાગ હતો... કઈ રીતે પ્રશસ્ત કહેવાય ? તો એ રાગ ભવના ભોગની પૃહામાંથી જન્મેલો ન હતો. નિરાશસભાવે રાગ હતો. એ સ્નેહ પરિણામનો વિષય જગતની આલતુ-ફાલતુ ચીજ ન હતી. પણ જગતની સર્વોત્કૃષ્ટ ચીજ પરમાત્મા વિષય હતાં. રાગ પરમાત્મા પર હતો. વીતરાગી પર હતો. એક બાજુ પરમાત્માનો રાગ છે. અને બીજી બાજુ પત્નીનો રાગ છે. બે સમાન કહેવાય, ? ન જ કહેવાય. પહેલાં તો પરમાત્માના રાગ ને, રાગ જ ન કહેવાય તે સમજો. રાગનું ક્ષેત્ર કેટલું ? પરમાત્માના રાગને તેમાં લઈ ન જવાય. રાગ સંસારમાં ભટકાવે છે. રખડાવે છે. જીવને આગળ વધવા ન દે. આ જે રાગ છે તેના પાત્રો પાંચ ઈન્દ્રિયના વિષયો હોય છે. પરમાત્માનો રાગ એ રાગ ન કહેવાય, પણ અનુરાગ કહેવાય... જેમાં ભોગની ઇચ્છા નથી, સ્પૃહા નથી. ગૌતમ જે રાગની પાછળ મરે છે, તેનો વિષય જગતના પાંચ ઇન્દ્રિયના વિષયો (પદાર્થો) નથી. કોઈ હાલી-મવાલી વ્યક્તિ નથી. પણ વિષય પરમાત્મા છે. માટે પ્રશસ્ત બને છે. માટે ભગવાન કહે છે તું ખેદ ન કર, પણ આ રાગ છોડ એમ ન કીધું... માટે પ્રશસ્ત છે. પણ અપ્રશસ્ત નથી. છતાં ગૌતમ મહારાજાનો પ્રભુ પ્રત્યેનો પ્રશસ્ત એવો પણ રાગ, તે સંસાર અન્તર્ગત ભાવ જ કહેવાય, મોક્ષ અંતર્ગત નહિ. મોક્ષ અંતર્ગત ભાવ તો વીતરાગતાનો ભાવ કહેવાય, તો એ સંસાર અન્તર્ગત ભાવ હોવા છતાં ગૌતમનો એ રાગ પ્રશસ્ત છે. જેના પર રાગ છે. તે પરમાત્મા સાથે સંભેદ પ્રણિધાન છે. તેમાંથી અભેદ પ્રણિધાન થવા દેતો નથી... પણ જ્યારે પરમાત્મા મહાવીરના નિર્વાણે ગૌતમ અતિશય વિલાપ કરે છે. હે પ્રભો ! આપ ક્યાં ચાલ્યા ગયા? આવા સમયે આપે મને છોડ્યો ? આપે મને જિંદગી સુધી સાથે રાખ્યો, અને છેલ્લે સમયે દૂર કાઢ્યો ? હે પ્રભો ! આપે આ શું કર્યું. હે પ્રભો ! જગતમાં તો બધા છેલ્લી ઘડીએ સ્વજનોને દૂર દૂરથી પણ બોલાવે છે. અને આપે મને જાણી જોઈને દૂર કર્યો? પ્રભો તમે ક્યાં છો ? પ્રભો! તમે ક્યાં છો ? જ્યાં હો ત્યાંથી મને એકવાર દર્શન દો. “તમે ક્યાં છ મહાવીર, તમે ક્યાં છો મહાવીર, ગૌતમ મહાવીર મહાવીર પુકારે નયણે ઝરતાં નીર... (૧) દુનિયામાં તો છેલ્લી ઘડીએ, દૂરથી બોલાવે (તેડાવે સ્વજનને.. જાણી જોઈને દૂર કર્યો તમે, આ ભોળા ગૌતમને.. પણ વીતરાગીને ક્યાંથી બાંધે, લાગણીઓની જંજીર.. તમે. (૨)” બસ, આ જ સુધી જે વિચાર નહોતો આવ્યો, તે હવે આવે છે. બસ, પ્રભુએ મને જ દૂર મોકલ્યો... ચૌદ હજારમાં મને જ દૂર કર્યો. સંભેદ પ્રણિધાનમાંથી અભેદ પ્રણિધાન હવે જૂઓ આ પરમાત્મા પરનો પરાકાષ્ઠાનો સ્નેહ ભાવ પરમાત્મ- ભાવમાં પરિણામ પામે છે. હા, હું ભૂલ્યો, મેં રાગ કર્યો, પરમાત્મા તો વીતરાગ છે. વીતરાગી છે. 2010_05 Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ રાગ કરે જ નહીં. હું ભૂલ્યો... એમ કરતાં ગૌતમનો ઉપયોગ પરમાત્મા ઉપર ગયો, વીતરાગતા ઉપર, પરમાત્મભાવ ઉપર ઉપયોગ ઠર્યો. પછી પોતાના પરમાત્મ-સ્વરૂપ ઉપર નજર ગઈ... પોતાની જાત ઉપર ઉપયોગ સ્થિર થયો. અત્યાર સુધી જે કામ ન થયું તે કામ થયું. હું પણ પરમાત્મા જેવો જ છું. સ્નેહનું પાત્ર જ્યાં સુધી હોય ત્યાં સુધી તેના જ વિચાર આવે, તેથી આગળ ન વધવા દે. હવે પરમાત્મા ગયા. એટલે પરમાત્માની વીતરાગતા અને કેવળજ્ઞાન ઉપર ઉપયોગ ગયો. અને પછી પોતાના ઉપર ઉપયોગ સ્થિર થાય છે. છઠ્ઠા-સાતમા ગુણઠાણાના અધ્યવસાય સ્થાનમાંથી આગળ વધે છે. “હું અને પ્રભુ', “હું અને તું' એ ભેદ જ્ઞાન હતું. સંભેદ પ્રણિધાન હતુંપણ દેવ-ગુરુનો પ્રશસ્તરાગ એ વધારતાં વધારતાં એવા એની સાથે એકમેક - એકાકાર બનાવી દે છે, કે એ પ્રશસ્તરાગ દૂર થઈને તેના ગુણોના ઉપયોગમય બનાવી દે છે. ગુણોની પરિણતિ તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ બની જાય છે, ત્યારે આ પ્રશસ્તરાગને ખસી જવું પડે છે. અને અંતે-આખરે જ્વલંત વીતરાગતા આવીને ઊભી રહે છે. ગૌતમ સંભેદ પ્રણિધાનમાંથી આગળ વધતાં વધતાં અભેદ પ્રણિધાનમાં ચઢી વીતરાગતા – અને કેવળજ્ઞાનને પામીને રહ્યાં. પ્રભુ પ્રત્યેનો પ્રશસ્ત સ્નેહ ભાવ, અભેદ પ્રણિધાનમાં જવા માટે વિદનભૂત હોવા છતાં, એ ત્યાજ્ય તો નથી. બલ્ક આદરણીય છે. છતાં પણ એ પ્રશસ્ત કપાયભાવ હોવાથી મોક્ષાન્તર્ગત ભાવ ન કહેવાય... કારણ કે ગૌતમસ્વામીને એની એજ સ્થિતિમાં રોકી રાખ્યા હતાં. જીવે સંસારના પદાર્થોના રાગને તો તોડી જ નાંખવાનો છે, અને તારક તત્ત્વો પ્રત્યે આદર-બહુમાન-પ્રેમ વધારવાના છે. અને વિહુવલતા ઊભી કરવાની છે. તાલાવેલી - ઝંખના વધે, એટલે બીજું બધું નકામું છે, એમ લાગશે. જ્યારે એકદમ વિવલતા વધી જશે, ત્યારે ક્ષપકશ્રેણી મંડાશે. અને ત્યારે જ વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. વિવલતા એટલે, તેના વિના ખાઈ ન શકે, પી ન શકે, તેના વિના રહી ન શકે, તેના વિના ગમે નહીં, ચેન ન પડે. પરમાત્મા પ્રત્યે આવી વિહવળતા પ્રાપ્ત થશે, ત્યારે અંદરનો રાગ એવો તૂટવા માંડશે કે વીતરાગતા આવીને ઊભી રહેશે. આજે પૈસાનો રાગ-વિરહ સતાવે છે. પરમાત્માનો વિરહ સતાવતો નથી. છતાં આપણી જાતને ધર્મી માનીએ છીએ. જે ન માનીએ છીએ. પરમાત્મા અમારા વિતરાગ છે, એમ કહીએ છીએ. ધર્મ તે છે કે જેને પરમાત્માનો વિરહ સતાવે.. ગૌતમને પરમાત્માનો શગ સતાવે છે. તેના વિરહ રડે છે. ગોતમ રડયા તો ફરી પાછા પરમાત્મા મળ્યા. રૂદન જરૂરી છે... રડતાં આવડે તો મોક્ષ મળશે. હસતાં જ આવડે તો કદી મોક્ષ નહીં મળે, 2010_05 Page #131 -------------------------------------------------------------------------- ________________ સંશુદ્ધ યોગબીજ ૧૦૧ સંશુદ્ધ ચોગબીજ યોગની પહેલી દૃષ્ટિમાં આવેલો જીવ સંશુદ્ધ યોગબીજોને ગ્રહણ કરે છે સંશતા-એટલે જિનની ઉપાસના કરે છે ત્યારે આ મારે માટે અત્યંત ઉપાદેય છે. એવી ભાવના હોય છે. આ લોકની-પરલોકની કોઈ આશંસા એમાં નથી હોતી. તથા દશ સંજ્ઞાથી રહિત કરે છે. આલોક કે પરલોકનાં ફળની પણ ઈચ્છા નીકળી ગઈ હોવાથી તે સંશુદ્ધ કોટિની ઉપાસના બને છે. આલોકની-પરલોકની સ્પૃહા, કામના ભળે તો તે ચિત્તને મલિન કરે છે. અનુષ્ઠાનને મલિન કરે છે. ચિત્ત મલિન થવાથી યોગબીજો સંશુદ્ધ કોટિના રહેતાં નથી. વાત એ છે કે મલિન આશય એ નિર્મળ આશય પ્રત્યે સ્વતઃ અર્થાત્ સ્વરૂપથી બાધક છે, એટલે જીવને એ આગળ વધવા ન દે. પોતાની સ્થિતિમાં જ પકડી રાખે છે. જે ભાવ જેનો સ્વતઃ અર્થાત્ સ્વરૂપથી જ બાધક હોય અને જીવથી જે છૂટે એવો ન હોય, એ ભાવ એને એની એ જ સ્થિતિમાં રાખી મૂકે છે. પેલા બાધ્યભાવમાં જવા દેતો નથી. આનો દાખલો પ્રભુ મહાવીર ઉપર ગૌતમસ્વામીજીનો સ્નેયુક્ત ભક્તિ ભાવ હતો. એ સ્વતઃ વીતરાગભાવનો બાધક હતો. તેમજ પ્રભુની હાજરીમાં ગૌતમ મહારાજાથી એ છૂટે તેમ નહોતો તેથી એ ભાવે એમને એની એ જ છદ્મસ્થતાની સ્થિતિમાં રોકી રાખ્યા. પણ વીતરાગતા માટે ક્ષપક શ્રેણી-શુકલધ્યાનની શ્રેણી પર ચઢવા ન દીધા. સ્પૃહા સંશુદ્ધ યોગબીજની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. સંશુદ્ધ યોગબીજ જ યોગની પ્રાપ્તિ કરાવે છે. અચરમાવર્તમાં અનંતકાળમાં યોગબીજો પ્રાપ્ત કર્યા પણ તે અસંશુદ્ધ જ હતા કારણ કે તેમાં ઈહલૌકિક-પારલૌકિક આશંસા ભળેલી જ હતી અને ચરમાવર્તમાં પણ જ્યાં સુધી આ આશંસા અંદરમાં પડેલી હોય ત્યાં સુધી સંશુદ્ધ યોગબીજ પ્રાપ્ત ન થાય. જેટલી સ્પૃહા પડી હશે તેટલો ધર્મ દીપશે નહીં, શ્રાવકને શ્રાવકનો ધર્મ દીપશે નહીં. સાધુને પણ જેટલી સ્પૃહા પડી હશે તો તે સાધુનો ધર્મ પણ દીપશે નહીં. સ્પૃહાનો સ્વભાવ જ એવો છે કે જીવને ત્યાંથી આગળ વધવા દેતો નથી. ચરમાવર્તમાં આવ્યા પછી સ્વરૂપની પ્રાપ્તિમાં પ્રતિબંધક બધી કામનાઓ છોડી દેવી જોઈએ. લોકૈષણા બહુ ભયંકર છે. ગૃહસ્થને પણ પોતાના જીવનમાં પુરૈષણા, દારૈષણા, વિરૈષણા, લોકેષણા નડતી હોય છે, પુત્ર ન હોય તો પુત્રની ઈચ્છા, પત્ની ન હોય તો પત્નીની ઈચ્છા, ધન ન હોયતો ધનની ઈચ્છા અને આ બધું હોતે છતે પણ લોકેષણા નડે છે. જેણે જીવનમાં ઘરબાર બધું છોડ્યું છે એવા સાધુને આ બધી એષણા નથી પણ લોકેષણા તો એને પણ નડે છે. લોકેષણામાં લોક મને સારી રીતે ઓળખે, લોકમાં હું સારો દેખાઉં. એ લોકેષણા છે. બહારથી જે રીતે સારો દેખાય તેવી પ્રવૃત્તિ લોકેષણા કરાવે છે. બધું કરવા છતાં આ ચીજ છોડવી અતિશય કઠિન છે. મોટા મોટા ધુરંધર આચાર્યો પણ 2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ લોકેષણામાં તણાયા છે. સાધુ લોકેષણાથી મુક્ત ન થાય તો અધ્યાત્મમાં આગળ વધી ન શકે. તપ, ત્યાગ, સંયમ સહેલો છે. એની આચરણા કરવી સહેલી છે પણ મતિજ્ઞાનના ઉપયોગમાંથી આ બધી સ્પૃહા નીકળવી મુશ્કેલ છે. મતિજ્ઞાનના ઉપયોગમાં હવે મોક્ષ જ જોઈએ. એક આત્મા જ જોઈએ, આત્મ સ્વરૂપ જોઈએ, સમાધિ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. એ વિકલ્પ બળવાન બને તો જ ઉપર જઈ શકાય છે. પૃહા ચિત્તવૃત્તિને મલિન કરે છે. તેના કારણે જીવ ત્યાં ને ત્યાં અટકી જાય છે. ગૌતમ મહારાજાને કોઈ સ્પૃહા ન હતી, ફક્ત પ્રભુ ઉપર જ સ્નેહ યુક્ત ભક્તિનો પરિણામ હતો, છતાં તેમને ક્ષપકશ્રેણી અટકી છે. માટે યોગની પ્રાપ્તિ માટે સંશુદ્ધતા જોઈએ. જો સંશુદ્ધતા ન આવે તો દ્રવ્યથી યોગબીજ ગ્રહણ થયા કહેવાય, ભાવથી ગ્રહણ થયા ન કહેવાય. અભવ્યને ચારિત્રના પાલનથી અનંતાનુબંધી કષાયની મંદતા થવાથી એકેન્દ્રિયાદિ જીવો પ્રત્યે કરૂણાનો પરિણામ પેદા થાય છે, પણ તેને ભવનો ભય નથી આવતો. ભવનો ભય લાગે તો ચરમયથાપ્રવૃત્ત કરણમાં સંશુદ્ધ યોગબીજની પ્રાપ્તિ થાય છે. ચરમાવર્તમાં આવે, ભવનો ભય લાગે તે યોગદષ્ટિમાં આગળ વધી શકે છે. જેમ જે ડાંગરનું બીજ નથી, તેમાંથી ડાંગરનો અંકુરો પણ ન થાય. ડાંગર પ્રાપ્ત ન થાય. તેમ સંશુદ્ધ યોગબીજ ન હોય તો યોગની પ્રાપ્તિ ન થાય. જેણે ગ્રંથિભેદ નથી કર્યો તેને પણ યોગબીજની સંશુદ્ધતા પ્રાપ્ત થઈ શકે છે. ચરમયથાપ્રવૃત્તકરણમાં સંશુદ્ધ યોગબીજની પ્રાપ્તિ થાય છે. ચરમયથાપ્રવૃત્તકરણના બળે એવા પ્રકારનો ક્ષયોપશમ થાય છે કે જેના કારણે અભિન્નગ્રન્થિવાળાને પણ સંશુદ્ધ યોગબીજની પ્રાપ્તિ થાય છે. ચરમાવર્તમાં જીવ આવે એટલે ચરમયથાપ્રવૃત્ત કરણની યોગ્યતા આવે છે. ચરમાવર્તમાં પણ જીવ હળુકર્મી બને છે. તથાભવ્યત્વનો પરિપાક થાય, ગુરૂનો યોગ પ્રાપ્ત થાય, આંશિક પણ સંસાર ખરાબ લાગે, સંસાર સુખ ખરાબ લાગે ત્યારે ચરમયથાપ્રવૃત્ત કરણ પ્રાપ્ત થાય. પછી તે નિકટના ગાળામાં અપૂર્વ કરણ પામે. વિશિષ્ટ ક્ષયોપશમના કારણે પહેલી દૃષ્ટિમાં સંશુદ્ધ યોગબીજ પ્રાપ્ત થાય છે. વ્યવહારથી થતિ જેમ છઠે, સાતમે ગુણઠાણે છે. તેમાં સાતમે અપ્રમત્ત થતિ છે. ત્યાં રાગાદિનો ઉદય બેઠો છે. છતાં ત્યાં વીતરાગભાવ તુલ્ય ક્ષયોપશમ છે. રાગાદિ હોવા છતાં પ્રત્યક્ષથી-સ્પષ્ટ તેની અસર નથી. નિર્વિકલ્પ અવસ્થા છે. મોહનો ઉદય છે. મોહનો નાશ નથી. પણ રાગાદિની સ્પષ્ટતા દેખાતી નથી. ઊંચી કોટિનું ચારિત્ર છે. જ્ઞાની અપ્રમત્ત ચારિત્રના ખૂબ ખૂબ વખાણ કરે છે. તે વીતરાગભાવને અપાવનાર છે. તેવી રીતે અહીં પહેલી દષ્ટિમાં રાગાદિ હોવા છતાં સંશુદ્ધ યોગબીજોની પ્રાપ્તિ થાય છે. કારણકે મિથ્યાત્વ અંશે પણ તત્ત્વથી મંદ થયું છે. 2010_05 Page #133 -------------------------------------------------------------------------- ________________ દિગંબર માન્યતા અને તેનું સમાધાન ૧૦૩ દિગંબર માન્યતા અને તેનું સમાધાન દિગંબરો માને છે કે કેવળી કોઈ પ્રવૃત્તિ કરે નહીં. કારણ કે પ્રવૃત્તિ ઈચ્છાપ્રધાન છે. માટે કેવળી ખાય નહીં. પીએ નહીં. છઠા ગુણઠાણા સુધી જ ઈચ્છા પૂર્વકની પ્રવૃત્તિ હોય.. (નૈયાયિકો પણ પ્રવૃત્તિ પ્રત્યે ઈચ્છા કારણ છે એમ માને છે.) કેવળીને જો કે ઈચ્છા નથી. તેના કેવળજ્ઞાનના પર્યાય પ્રમાણે યોગ પ્રવર્તન છે. છઠા ગુણસ્થાનક સુધી જ પ્રવૃત્તિ પાછળ ઈચ્છા કારણ છે. સાતમા ગુણઠાણાથી નિર્વિકલ્પ-દશા હોય છે. તો એક વાત છે કે જ્યાં કાર્ય દેખાય ત્યાં કારણ શોધવું જોઈએ. ઈચ્છા હોય તો જ પ્રવૃત્તિ હોય અને ઈચ્છા ન હોય ત્યાં પ્રવૃત્તિ ન હોય એવું એકાંતે નથી. સાતમા ગુણઠાણાથી તેરમા ગુણઠાણા સુધી સામાયિક એ પ્રવૃત્તિમાં કારણ છે. નિર્વિકલ્પક અવસ્થામાં પણ સામાયિકથી પ્રવૃત્તિ થઈ શકે છે. કેવળજ્ઞાનીને સામાયિક અર્થાત્ સમત્વથી પ્રવૃત્તિ છે. - સમતા અને વીતરાગતામાં તફાવત સમતા અને વીતરાગતામાં ફરક છે. (ભેદ છે) આત્મા સમતા સ્વરૂપ નથી પણ આત્મા સમ સ્વરૂપ છે. સમ સ્વરૂપ લાવવા માટે સમતામાં રહેવાનું છે. સમતા પ્રયત્નજન્ય ભાવ છે. જેમ જેમ કષાય જાય તેમ તેમ સમતા આવે છે સમતા પરાકાષ્ઠાની બને છે. ત્યારે કષાય બિલકુલ નીકળી જાય છે. ત્યારે આત્મા સમ સ્વરૂપ બને છે. સમ સ્વરૂપ એ ક્ષાયિકભાવ છે. વીતરાગભાવ છે. સમતા એ ક્ષયોપશમ ભાવ છે. પરિણામ છે. વીતરાગતા એ સ્વભાવ છે. લબ્ધિનો ઉપયોગ એ પ્રમાદ છે આહારક શરીર નામકર્મનો બંધ સાતમા ગુણઠાણે થાય છે. તે પહેલાં ન બાંધી શકાય. સાતમાથી નિર્વિકલ્પ દશા છે. અને આહારક શરીર બનાવવા માટે ચૌદ પૂર્વધર લબ્ધિધારીને પણ વિકલ્પ કરવો પડે છે. એટલે એમને પણ છઠે ગુણઠાણે આવવું પડે છે. એટલે આહારક શરીરનો બંધ વિશુદ્ધિએ છે અને આહારક શરીર બનાવવું એ પ્રમાદ છે. છઠે ગુણઠાણે આવવું પડે છે. જિનનામકર્મ અને આહારકહિક કર્મપ્રવૃતિઓમાં બે પ્રકૃતિ એવી છે કે જેમાં જીવ આત્મભાવ પામ્યો છે તેની ખાત્રી મળે છે. (૧) જિનનામ અને (૨) આહારદિક નામ કર્મ; આ બે પ્રકૃતિનો બંધ જીવ આત્મભાવરૂપ સમ્યકત્વાદિને પ્રાપ્ત કર્યા પછી જ કરે છે. જિનનામકર્મ ચોથાથી માંડીને આઠમાના છટ્ઠા ભાગ સુધી બંધાય છે. જીવ સમ્યકત્વ પામે તો જિનનામ કર્મ બાંધી શકે અને જીવ અપ્રમત્તભાવ પામે તો આહારક શરીર સાતમા ગુણઠાણાથી આઠમાના છઠાભાગ સુધી બાંધે છે. આ બંને પ્રકૃતિના બંધ વખતે 2010_05 Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જીવ આત્મભાવ પામી ચૂક્યો છે આત્મસ્વરૂપ પામી ચૂક્યો છે. કર્મપ્રકૃત્તિ જડ-પુદ્ગલની બનેલી છે. એ જડ-પુદ્ગલ પ્રકૃતિનું સામર્થ્ય તો જૂઓ કે જીવ આત્મભાવ ન પામે તો તેનો બંધ ન કરી શકે. સાતમા ગુણઠાણે આત્મભાવમાં એટલો બધો આત્મા ઠરેલો હોય છે કે ધર્માનુષ્ઠાન પણ સહજ ભાવે ચાલ્યા કરે છે. આ કરૂં, આના પછી આ કરૂં, એવી આતુરતા પણ નીકળી ગઈ હોય છે. શુભની આતુરતા પણ પ્રમાદ છે. આહારકશરીરાદિ ઉચ્ચ પુણ્ય બાંધવા અપ્રમત્તભાવ જોઈએ છે. અપ્રમત્ત મુનિ વિતરાગતું હોય છે. એવી રીતે કેવળજ્ઞાનીનો ઉપયોગ સંપૂર્ણ સ્વરૂપમાં ડૂબેલો હોવા છતાં અઘાતી કર્મના ઉદયની બધી જ પ્રવૃત્તિ કેવળજ્ઞાનીને ઘટી શકે છે. ચરમયથાપ્રવૃત્ત કરણમાં મિથ્યાત્વ મંદ થવાથી કંઈક મધુરતા પ્રાપ્ત થાય છે. યોગબીજ સંશુદ્ધ બને છે. સંશુદ્ધ ચોગબીજ કેવું છે ? ભવસમુદ્રમાં ડૂબેલાને કંઈક ઉપર આવવાના અનુભવ સમાન આ સંશુદ્ધ યોગબીજ છે. એટલે હું સંસાર સમુદ્રમાંથી બહાર નીકળી રહ્યો છું. એવું લાગે છે. આ યોગબીજ ન હતું ત્યાં સુધી સંસાર સમુદ્રમાં ખેંચી રહ્યાનો અનુભવ હતો. ચરમાવર્તમાં યોગબીજનો પ્રભાવ આ છે કે ભવબીજની શક્તિને શિથિલ કરે છે. આના પહેલા મોહબીજની અસંખ્ય અને અનંત પુદ્ગલપરાવર્ત રખડાવવાની શક્તિ હતી. હવે યોગબીજની પ્રાપ્તિ થવાથી એની શક્તિ એક પુદ્ગલપરાવર્તથી પણ ન્યૂન થઈ ગઇ. જીવની ભવભ્રમણની શક્તિને આ યોગબીજ અતિશય શિથિલ કરે છે. જૈન શાસનના તારક તત્ત્વો અને અનુષ્ઠાનો પ્રત્યે જેને સદ્ભાવ જાગ્યો તેનો સંસાર અર્ધપગલપરાવર્તનથી અધિક નથી. ક્રિયારૂચિ જીવને શુકલપાક્ષિક કહ્યો છે અને શુકલપાક્ષિકનો સંસાર એક મતે અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે નથી. આ સ્થાને આવેલા જીવને જ્ઞાનાવરણીયાદિ કર્મો પ્રત્યે વિપ્રિયદર્શન થાય છે. મોહનીય કર્મ પ્રત્યે આ મને રખડાવનાર છે. આ મોહે મારી વિડંબના કરી છે એવો ખ્યાલ આવે છે. હવે શત્રુ એને શત્રુરૂપે ઓળખાય છે. અત્યાર સુધી શત્રુને મિત્ર રૂપે ઓળખીને રખડતો હતો અને શત્રુને મિત્રરૂપે માનીને એનું કહ્યું જ કરતો હતો. હવે મોહ પ્રત્યે કડવી નજર પેદા થઈ છે, બસ, હવે આ ન જોઈએ. આ રાગાદિ પરિણતિરૂપ સંસાર ન જોઈએ. આવી જે કડવી નજર થઈ છે, તેને સફળ કરવા માટે ત્યાગ વિગેરે આચાર પાળવાની વિચારણા થાય છે. અને એ પણ પોતાની બુદ્ધિથી નહીં પણ આગમને અનુસારે હોય છે. શાસ્ત્ર શું કહે છે? ગુરૂ શું કહે છે? ધર્મકાર્યમાં આગમને આગળ કરીને ચાલે છે. આગમને આગળ કરવાથી અહંકાર નષ્ટ થાય છે. આગમ ઉચિત વિચારણાથી યુક્ત કુશળ ચિત્ત છે. ગ્રંથિરૂપી પર્વતને ભેદવા માટે આ યોગબીજ વજ સમાન છે. ગ્રન્થિને પર્વતની ઉપમા આપી છે. આપણે તો ગ્રચૈિ શું 2010_05 Page #135 -------------------------------------------------------------------------- ________________ સંશુદ્ધ યોગબીજ કેવું છે? ૧૦૫ છે તે ઓળખતા નથી. ગ્રન્થિને ઓળખવા માટે આપણા ક્ષયોપશમને વ્યાકૃત કરતાં જ નથી. ગ્રચિ હિમાલય જેવી છે. બહુ જ કઠિન છે, અભેદ્ય છે, ગાઢ છે. ચૂરેચૂરા કરવી મુશ્કેલ છે. ચક્રવર્તીના છખંડ મેળવવા સહેલા છે. સંસારી ત્રદ્ધિ સિદ્ધિ મેળવવી સહેલી છે, પણ ગ્રન્થિભેદ બહુ દુષ્કર છે. એકાદ ભવની મહેનતથી-સાધનાથી ગ્રન્યિ ભેદાઈ જાય એવું માનશો નહી. ખાઈ-પીને એની પાછળ પડશો તો ગ્રન્યિ ભેદાશે. શત્રુ જેટલો બળવાન તેટલું તેની પાછળ પડવું પડે, તો સફળતા મળે. તો નિયમ જીવ ગ્રન્થિભેદ કરીને રહેશે. ઈન્દ્રના વજ સમાન યોગ-બીજ છે. સંસાર એ કારાગાર-જેલખાનું છે. આ યોગબીજોની પ્રાપ્તિ સંસારરૂપી કેદખાનામાંથી છૂટવા માટેના કાલઘંટ સમાન છે. હવે આત્મા સંસારરૂપી કેદખાનામાંથી ભાગ્યો. એક દિવસ હવે મોક્ષે જવાનો જ. એનો કોલ આપનાર યોગબીજ છે. સંશદ્ધયોગબીજ ફળને પકવવાના આરંભ સમાન છે. “સંશુદ્ધ હિ ત૬ ફેશન' પૂર્વે કહેલા “રેયયચિત્તમ' વગેરે ત્રણ વિશેષણોવાળું સંશુદ્ધ યોગબીજ “ઈદશમું એટલે ફળ પાકવાના આરંભ સમાન છે. એટલે નિશ્ચિત ફળ આવશે અને પાકશે એવું અવધ્ય યોગબીજ છે. જેમ ચોખા પાણીમાં પલાળો, ચૂલે ચઢાવો, તો ધીમે ધીમે કલાકે ભાત બનીને રહે છે. આ રીતે ચોખાનો ફળ પાક થયો. સામગ્રી મળ્યા પછી ક્રિયાનો આરંભ થવા માંડે છે. કોઈપણ બીજને, યોગ્ય સામગ્રી મળે એટલે પાક્યા વગર રહે નહીં. અહીં જીવને યોગબીજ મળ્યું, સંશુદ્ધ મળ્યું, એટલે સામગ્રી મળતાં યોગરૂપ ફળ -આગળ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થઈ જશે. ત્યાં કાળ ભવિતવ્યતા-ગુર્નાદિનો યોગ-ઉપદેશ વિગેરે સામગ્રી મળતાં બીજમાંથી પાકનો આરંભ શરૂ થઈ જશે. સંશુદ્ધ બીજ હાજર છે ને સામગ્રીનું નિધાન છે. એટલે પાકક્રિયા શરૂ થઈ જાય. આંબાનું બીજ (ગોટલી) છે. તેને ધરતીમાં વાવો, તેને સામગ્રી-હવા, પાણી, માટી, ખાતર મળતાં ફળ-અંકુરાદિ થતાં વૃક્ષ તૈયાર થાય છે. કંદ, મૂળ, થડ, ડાળી, પાંદડા, ફુલ, ફળ રૂપ પૂર્ણ વૃક્ષ તૈયાર થઈ જાય છે. આવું કેમ ? તેવી તેવી સામગ્રી મળે તો જ પાક થાય ? તો સમજવું કે આ જગતમાં તેવા પ્રકારનો સ્વભાવ જ છે કે બીજને સામગ્રીનો સંયોગ થવો જ જોઈએ. તે બીજને યોગ્ય સામગ્રી મળતાં પાકનો આરંભ થઈ જ જાય. માત્ર જિનોપાસના જ યોગબીજ છે, એવું નથી, પરંતુ બીજા પણ યોગબીજ છે તેનું હવે વર્ણન કરે છે. - आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ।। २६ ।। જિનની ઉપાસના, જિનને વિષે કુશળ ચિત્ત જેમ યોગબીજ છે તેમ આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વી વિગેરે વિષે કુશળચિત્ત તે પણ યોગબીજ છે. આ 2010_05 Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ - વ આચાર્યાદિ પણ ભાવાચાર્યાદિ હોવા જોઈએ. દ્રવ્યાચાર્ય અઘર્મ સ્વરૂપ છે. તેમના પ્રત્યે કુશળચિત્ત તે યોગબીજ નથી. જેમ ખોટો રૂપીઓ છે. તેમાં સાચાની ભાવના કરવી તે બરાબર નથી. જુદા સ્વરૂપવાળી વસ્તુમાં (ખોટી વસ્તુમાં) સાચા તરીકેની બુદ્ધિ તે સુંદર ન કહેવાય (મિથ્યા કહેવાય.) ભાવાચાર્ય એટલે જે પંચાચારનું પાલન કરે છે. શાસનની પ્રભાવના કરે છે. સન્માર્ગની પ્રરૂપણા કરે છે. પર્ જીવનિકાયનું જ્ઞાન આપે છે .ષત્ સ્થાનોને સમજાવી તેની શ્રદ્ધા કરાવે છે. તેવાને હરિભદ્રસૂરિ મહારાજ ભાવાચાર્ય તરીકે ઓળખાવે છે. એવા યોગી તે ભાવયોગી છે. તે ભાવયોગીને વિષે કુશળ વિચારણા તે યોગબીજ છે. પરમાત્માને વિષે કુશળચિત્ત કર્યા પછી ભાવાચાર્યને વિષે કુશળચિત્તની જરૂર ખરી ? પરમાત્માનો મહાન ઉપકાર છે, પરમાત્માનો ઘણો ઉપકાર છે. પણ તે પરોક્ષ છે અને પરમાત્મા ઘણા ઘણા દૂર છે. તે પરમાત્મા મહાન હોવા છતાં તે કેટલો ઉપકાર કરી શકે ? જેમ ક્ષીરસમુદ્રનું પાણી ઘણું મીઠું છે, પણ તે દૂર રહેલો છે. તેનાથી તૃષા ન છીપે. તરસ છીપાવવા તો નજીકમાં રહેલું કળશાનું પાણી જ કામનું છે. એમ કેવળજ્ઞાની ભગવંત ક્ષીરસમુદ્ર તુલ્ય છે, અને છમસ્થગુરૂ પાણીના કળશા જેવા છે. છતાં આપણા કલ્યાણ માટે કોણ વિશેષ કામ લાગે ? પ્રત્યક્ષ સગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એ નિશ્ચય આવ્યા વિના ઉગે ન આત્મવિચાર” શાસ્ત્રમાં કહેલી આજ્ઞા એ ત્રણે કાલને આશ્રયિને છે અને તેનો વિષય જીવ સામાન્ય છે. જ્યારે વ્યક્તિ વિશેષ માટે તે તે કાલને આશ્રયિને ગુરુ ની આજ્ઞા જ ઉપકારક છે. માટે જૈન શાસનમાં ગુરુનું સ્થાન અદકેરું છે. “પ્રત્યક્ષ સદગુરૂ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકવથી, વર્ત આજ્ઞાધાર” જે એમ કહે કે હું પરમાત્માની ભક્તિ કરું છું, મારે ગુરૂની આજ્ઞાની શી જરૂર છે? તે કદી પામી ન શકે, ગુરૂ જે કહે તે માને, ગુરૂ જે કહે તે કરે, ગુરૂની પ્રત્યેક વાતો તહરિ કરે તે અલ્પજ્ઞ હોય તો પણ ક્ષપકશ્રેણી માંડી શકે છે. ત્રણે યોગથી ગુરૂની ઉપાસના-આરાધના કરવાની છે. તે માટે બુદ્ધિના દારો બંધ કરવા પડે. બુદ્ધિ અને અહંકારને બહુ નિકટનો સંબંધ છે. વેદાંત દર્શન, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારનો વારંવાર પ્રયોગ કરે છે. એ ચાર અંતઃ કરણના જ વિભાગો છે. આને પાર્લામેન્ટની સાથે સરખાવી શકાય. મન ગૃહપ્રધાન જેવું છે, મન એ વિચારોનું બંડલ છે. વિચારોનો ઉભરો છે. એમાં મલિનતા આવવાથી અંતઃકરણ મલિન બને છે. બુદ્ધિ એ પ્રાઈમ મીનીસ્ટરની પોસ્ટ ઉપર છે. તેનું કામ સલાહ આપવાનું છે. દોઢ-ડહાપણકરે છે, અભિપ્રાય આપે છે. 2010_05 Page #137 -------------------------------------------------------------------------- ________________ જિનની ઉપાસના પછી ગુરૂની ઉપાસના શા માટે ? ૧૦૭ બુદ્ધિ એ વ્યભિચારિણી છે. આત્મામાંથી નીકળેલી હોવા છતાં આજે આત્મામાં ન રહેતાં પરપુગલમાં લીન થાય છે. બુદ્ધિ સલાહ આપીને ખસી જાય છે પછી એનાથી થતા નુકસાન મનને વેઠવા પડે છે. જેમ ચોરને ચોરી કરવાની સલાહ બુદ્ધિ આપે છે. તે આ રીતે-જો, રાત્રિના બાર વાગે ઉઠજે. એકલો જજે પછી ગલીમાં જજે, - ફલાણા શેઠને ત્યાં જજે, ત્યાં આ રીતે ચોરી કરજે, વિ.-આમ બુદ્ધિ તો સલાહ આપીને છૂટી ગઈ પણ તેને અનુસારે ચોરી કરતાં પકડાઈ જાય તો સહન કરવાનો વખત મનને આવે છે. કારણ કે સુખ દુઃખની અનુભૂતિ મનને છે. ચિત્ત એ વિદેશપ્રધાન જેવું છે. મન દ્વારા જે વિચારો થયેલા છે તેનો કોમ્યુટરની જેમ સંગ્રહ કરે છે. વિદેશપ્રધાન હોવાથી તે ચારે બાજુ ફરતું હોય છે. ઘડીકમાં મેરૂ ઉપર જાય છે. ઘડીકમાં અમેરીકા જાય, એમ ચારે દિશામાં ભટકી ભટકીને ચિત્ત ચકડોળે ચઢયા કરે છે. અહંકાર એ પ્રેસીડન્ટ જેવો છે. બુદ્ધિ જે કહે તેના પર સિક્કો મારવાનું કામ કરે છે. અંતઃકરણ આત્માનો પાર્ટ છે. આ ચાર વિભાગો આત્માના જ છે, પણ બુદ્ધિની સાથે અહંકાર રહેલો છે. મને ગમે તેટલા વિચાર કરે પણ અહંકાર બુદ્ધિ કહે તેમ કરે છે. અહંકાર ખતમ કરવો હોય તો બુદ્ધિને સુવાડી દેવાની છે. બુદ્ધિ દ્વારા સંસારનું સ્વરૂપ ઓળખી લેવાનું છે. આત્માનું સ્વરૂપ ઓળખી લેવાનું. એ ઓળખી લીધા પછી બુદ્ધિને શાંત કરી દેવાની છે, એને કહેવાનું કે હવે તારું કામ નથી, તું તારા પિયર ચાલી જા. આપણે બુદ્ધિને શાંત કરી શકતા નથી એ જ અત્યંતર સંસાર છે. આંતરશત્રુને જીતવાના છે. ભલે સંસારમાં મોટા પરાક્રમ કરીએ છીએ પણ આંતરશત્રુઓથી જીતાઈ ગયા છીએ અને અંતઃકરણ મલિન થઈ રહ્યું છે. સંસારના પદાર્થની સિદ્ધિઓ એ સિદ્ધિ નથી. પણ અંતઃકરણની વિશુદ્ધિ, નિર્મળતા એ જ સિદ્ધિ છે. તે જ સંસાર તરી ગયો છે. બુદ્ધિ બહુ ખતરનાક છે. અંતઃકરણ જો મલિન થતું હોય તો બધું જ હારી ગયા છીએ. જિનની ઉપાસના પછી ગુરૂની ઉપાસના શા માટે ? ગુરૂ ન હોય તો જીવને દોષ કોણ બતાડે? દોષથી કોણ બચાવે? ભૂલતાને કોણ બચાવે? સારણા-વાયણા ચોયણા-પડિચોયણા કોણ કરે? ગુરૂ ન હોય તો માજા મૂકેલા અહંકારને નાથવાનો કઈ રીતે? જે કહે છે કે ગુરૂની જરૂર નથી, એના જેવો અહંકારી આ જગતમાં બીજો એકે નથી. આપણા જીવનનાં તમામ દોષો ગુરૂ બતાવે છે, પ્રેમથી બતાવે, સમ્યગુ જ્ઞાન આપે, આત્માની પરિણતિ સુધારે, ગુરૂ સમાધિ આપે,ગુરૂ સદ્દબુદ્ધિ આપે, ગુરૂ ઉન્માર્ગે જતાં અટકાવે, ગુરૂ સન્માર્ગ બતાવે, ગુરૂ અહંકારને ટાળે. સમ્યકત્વ પામ્યા પછી બુદ્ધિ એ બુદ્ધિ નથી રહેતી પણ બુદ્ધિ પ્રજ્ઞામાં પરિણમે છે. પ્રજ્ઞા બને છે. આપણા જીવનમાં વડિલોની જરૂર છે. મોટાની પ્રેરણાની વારંવાર જરૂર છે. 2010_05 Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ બુદ્ધિ અહંકારના માધ્યમથી reflect થઈને આવે છે. અહંકારના પડદામાંથી પરિવર્તિત થઈને પ્રકાશ આપે છે. તેના કારણે બધા પદાર્થનું ત્રાંસુ દર્શન થાય છે, તે ઊંધુ દર્શન કરાવે છે. આત્મામાંથી નીકળતો જ્ઞાન પ્રકાશ અહંકારથી વિકૃત થઈને આવતો હોવાથી વિપરીત બોધ કરાવે છે. તેના કારણે દેહને પોતાનો મનાવે છે, ઈન્દ્રિયોને પોતાની મનાવે છે, સ્વજનોને પોતાના મનાવે છે, આત્માને પોતાનો મનાવતો નથી. જ્યાંથી પ્રકાશ નીકળે છે તે તરફ દૃષ્ટિ જવા નથી દેતો. તે પોતાને જ ભૂલાવે છે, અને બીજાને પોતાના મનાવે છે. ગ્રચિભેદ થાય એટલે સ્વચ્છ-નિર્મળ બોધ બહાર આવે છે. પછી અહંકારની મરણ પથારી છે. સમ્યક્ત્વનો સીધો પ્રકાશ મળે છે. જો અહંકાર બુદ્ધિમાંથી નીકળી જાય તો સદ્બુદ્ધિ છે અને અહંકાર ભળ્યો તો દુબુદ્ધિ છે. જ્યાં હું પણું છે ત્યાં અહંકાર છે. કંઈ પણ કાર્ય કર્યા પછી મેં કર્યું, મેં કર્યું, આવું જ થાય છે તે અહંકાર છે. બહારના પુણ્યના ઉદયના ઝાકઝમાળથી અંજાઈ ગયા છીએ. આત્મા મલિન બનીને સંસારમાં રખડે છે તેવા કર્મો કરાવનાર અહંકાર છે. આવા પ્રકારના અનેક અકાર્યોમાંથી બચાવનાર ગુરૂ છે. પરમાત્મા તો આપણને પ્રત્યક્ષ નથી. જે મંદિરમાં ભગવાન પ્રત્યક્ષ છે તે તો મૌન છે. આપણને કંઈ કહેતા નથી એટલે જ સારણા-વારણાદિ કરનાર ગુરૂતત્ત્વની જરૂર છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગુરૂનો યોગ મળી શકે છે. ગુરૂ વગર સંસાર તરાય નહીં માટે તદ્દભવમોક્ષગામી ગણધર ભગવંતોને પણ ગુરુની જરૂર છે. અહંકારને નાથવા માટે, અહંકારના બળને તોડવા માટે, બુદ્ધિને પ્રજ્ઞા બનાવવા માટે ગુરૂતત્ત્વ છે. જેને ગુરૂ પ્રત્યે સદ્ભાવ જાગે તેને જ પરમાત્મા પ્રત્યે સભાવ છે. એમ સમજવું. જેને પરમાત્મા ગમે તેને ગુરૂ ગમવા જ જોઈએ અર્થાત્ જેને પરમાત્માની ભક્તિ પૂજા ગમે તેને ગુરૂની વાણી ગમવી જ જોઈએ. ગુરૂ ગમવા એટલે શું? એનું મોટું ગમે? એમનો દેહ ગમે ? ના, ગુરૂ જે કહે તે ગમે. જિનવાણી ગમે, ગુરૂવચન આત્મસાત્ થાય અને જેમ જેમ જિનવાણી પરિણમે તેમ તેમ કષાય પરિણામ નીકળતા જાય, એટલે દેવ-ગુરૂ તત્ત્વથી ગમ્યા કહેવાય. સમ્યગુ ગમ્યા કહેવાય. તે પહેલા વ્યવહારથી ગમ્યા હતા પછી નિશ્ચયથી ગમ્યા કહેવાય. સમ્યકત્વ આવ્યા પછી બધું દેવ-ગુરૂનું લાગે છે. અને તે પહેલાં બધું પોતાનું લાગે છે. સમકિતદાયક ગુરુતણો પચ્યવયાર ન થાય, ભવકોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય” -ઉપાધ્યાયજી મહારાજ નયસારને જંગલમાં ગુરૂ મળે છે. ગુરૂ તેને આત્મા ઓળખાવે છે, ગુરૂ તેને આત્મદર્શન કરાવે છે. તેના ઉપકારનો બદલો કઈ રીતે વળે ? ત્રણેકાળમાં ગુસ્તત્ત્વ એક જ છે અને તે તારક છે. શું કરું? કૃતજ્ઞતાની રૂએ પોતાની પાસે જે કાંઈ છે તે ગુરૂનું લાગે છે. ખાલી ગુરૂ કરવાથી કંઈ ન થાય. ત્રણે યોગે ગુરૂને સ્વીકારવાના છે ગુરૂ પાસે બુદ્ધિને ન 2010_05 Page #139 -------------------------------------------------------------------------- ________________ ગુરુ પણ ઓળખીને સ્વીકારવાના લડાવાય. ગુરૂ કહે ત્યારે પહેલા જ વચને તો તત્તિ જ કરે, ગુરૂના વચનને તોડી ન જ નાંખે. ભલે એ ખોટું વચન હોય પણ એ ગુરૂનું વચન છે. તત્તિ જ કરે. પછી ઉચિત સમયે, વિવેકપૂર્વક પૂછે કે ભગવન્ ! આપે કયા હિસાબે કાગડાને ઘોળા કહ્યા ? જૂઓ, કાગડા ખાવા વખતે પોતાના જીવનમાં એકલા કદી ખાતાં નથી. ‘કા’ ‘કા' કરીને બધાને-આખી જમાતને ભેગી કરીને પછી ખાય છે. તો એ કાળા કાગડા પણ હૃદયથી ધોળા કહેવાયને ? એટલે કાગડા રંગે કાળા પણ હૃદયથી ધોળા છે. તારક તત્ત્વો પ્રત્યે attack કરાય ? ન કરાય, અને ખોટી વાતનો પણ attack ન કરીએ તો નુકસાન શું ? ચાલુ વ્યવહારમાં ઉપકારીની કદાચ ખોટી વાત સ્વીકારીએ તો એમાં આત્માના જ્ઞાન-દર્શન ને નુકશાન ખરૂં ? આત્માના મતિજ્ઞાનના ઉપયોગમાં કષાયની પરિણતિ ઉભી થાય તે જ જ્ઞાન-દર્શન-ચારિત્રનું નુકશાન છે. મતિજ્ઞાનના ઉપયોગમાં ઉપશમભાવ વધે, મતિજ્ઞાનના ઉપયોગમાં ઉપશમભાવ ટકે, તેજ જ્ઞાનાદિની કમાણી છે. પહેલા આ ગણિત ગોખો પછી અધ્યાત્મમાં આગળ વધો. ગુરૂ મહારાજે કાગડાને ધોળા કહ્યા તો તેમાં આપણું કંઈ જાય છે ? ખોટી ચર્ચા, ખોટી ચડસાચડસી કરવી-તેમાં શું મળે છે ? છાશવારેને છાશવારે વાદ અને વિતંડા કરીએ છીએ. તે ખોટું છે. હા, તાત્ત્વિક બાબતમાં વિચાર-વિમર્શ કરીને સત્યનો નિર્ણય કરી શકાય જેથી બોધ નિઃશંક બને અને મોક્ષમાર્ગમાં આગળ વધી શકાય. ૧૦૯ ગુરુ પણ ઓળખીને સ્વીકારવાના ગુરૂને ઓળખવાનું જૈન શાસન કહે છે. ગુરૂ કરતાં પહેલા ઓળખ કરવાની છે. ગુરૂ બરાબર ન હોય તો જૈન શાસન છોડવાનું પણ કહે છે. ગુરૂ કરતાં લાખ વિચાર કરવાના છે. “ગુરૂતત્ત્વ વિનિશ્ચય” ગ્રન્થ લખાયેલો છે. મોક્ષમાર્ગમાં બાધક હોય તો પગમાં પડે, વિનંતિ કરે, આજ્ઞા માંગે, બીજે જવાની રજા મેળવે. જ્યાં આરાધના થાય ત્યાં જાય, ત્યાં જઈને ઘોર તપ-ત્યાગ કરે, ઉત્કૃષ્ટ સંયમ પાળે. મનુષ્ય ભવમાં જ આત્મકલ્યાણ શક્ય છે અને તે પણ ચારિત્રથી શક્ય છે. ચારિત્ર વિના મનુષ્ય ભવમાં પણ આત્મકલ્યાણ શક્ય નથી અને સંસારમાં આત્મકલ્યાણ નથી. સંસારમાં વિડંબના જ છે. જે માતા-પિતા ઉપકારી છે, છતાં તેમને છોડીને ચારિત્રની પ્રાપ્તિ કહી છે કારણ કે આત્મપુરૂષાર્થ મનુષ્યભવમાં જ છે. તે પણ ચારિત્રમાં છે માટે જ્યાં આત્મપુરૂષાર્થ શકય હોય ત્યાં જવું જોઇએ. ભૂલ થઈ હોય તો તિર્યંચમાં, નરકમાં, દેવમાં સુધારવાનો શું પુરૂષાર્થ છે ? કંઈ જ નથી. ફક્ત મનુષ્યભવમાં જ છે. ગુરૂ કરતાં લાખ વિચાર કરવાનો છે. પણ ગુરૂ વિના ઉદ્ધાર નથી. જૈન શાસન એક બાજુ સમર્પણભાવ મૂકે છે ને બીજી બાજુ પુરૂષાર્થ મૂકે છે. ગમે તેટલો પુરૂષાર્થ હોવા છતાં જ્યાં જેમાં સમર્પણભાવ નથી ત્યાં ગ્રન્થિભેદ થતો નથી, ક્ષપકશ્રેણી મંડાતી નથી અને અલ્પ પુરૂષાર્થ હોતે છતે સમર્પણભાવથી અનંતા તર્યા છે. મનુષ્યભવ ચારિત્રથી ઉજળો છે. ચારિત્રની મહાનતા છે. પાપના અનુબંધો તોડવાના છે. 2010_05 Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મનુષ્યમાં રહેલો સમ્યકત્વી અને દેવમાં રહેલો સમ્યકત્વી બેમાં ફેર શું ? મનુષ્યભવમાં (અહીં) રહેલો સમ્યકત્વી દેવભવને ઈચ્છતો નથી અને ત્યાંનો (દેવલોકનો) સમ્યકત્વી મનુષ્યભવને સમયે સમયે ઈચ્છે છે. કેમ? દેવલોક એ નજર કેદ છે. બંધન છે, બેડી છે, ફાંસો છે, તેમાંથી કયારે છૂટું એમ થાય છે ? દેવ મનુષ્યભવને ઈચ્છે છે. માના પેટમાં જવાનું છે, જાણે છે, નવ મહીના પેટમાં રહેવાનું છે. છતાં કેમ ઇચ્છે છે? એટલા જ માટે કે જે પરાક્રમ કરવા છે, તે મનુષ્યભવમાં જ થઇ શકે છે. તેના માટે નવ મહિના ભલે પેટમાં રહેવું પડે..., પણ ચારિત્ર મળી શકે છે ને ? ચય + રિકત = ચારિત્ર છે. ચય એટલે એકઠાં થયેલ કર્મને રિકત એટલે ખાલી કરે તે ચારિત્ર છે. અસંખ્ય ભવના કર્મના જાળાંઓને અંતર્મુહૂર્તમાં ખાલી કરી આપે છે તે ચારિત્ર છે. પંચાચારનું પાલન, પર્કાય રક્ષણ, સમિતિગુપ્તિમય જીવન, ગુરૂ પારતય વિગેરે જોઇએ. કારણ આવે અને કાર્ય બાકી રહે ખરૂં? સમ્યગુકારણોથી કાર્ય નીપજે જ છે. અંદરમાં રહેલા બીજને પકવવાનું છે. આત્મા જાગ્યો એટલે અંદરમાં જે યોગબીજ છે તે ફટાફટ પાકવા માંડે છે. આ સંસારની ક્રિયામાં રચ્યા પચ્યા રહેવાથી યોગબીજની પ્રાપ્તિ ન થાય. એ સંશુદ્ધ યોગબીજ વિના અચરમાવર્તમાં અનંતીવાર ચારિત્ર મળ્યું છતાં આત્મકલ્યાણ ન થયું. જીવ ડાહ્યો ન થાય, પરિણતિ ન સુધારે, આશય ન સુધારે તો તેમાં વાંક કોનો ? | સર્વત્ર પોતાની જ ભૂલ જોવી જોઈએ કોઈ પણ દિવસ નિમિત્ત- સામગ્રીનો વાંક કાઢવો નહીં, ભલે સારું કે ખોટું નિમિત્ત હોય પણ તેનો દોષ છે જ નહીં. આપણે ખોટા છીએ. નરક ખરાબ છે જ નહીં. ઝેર ખરાબ છે જ નહીં. શું નરક ખરાબ છે ? શું ઝેર ખરાબ છે ? કે આપણે ખરાબ છીએ ? તમે તમારામાં જો રહો તો કોઈ ખરાબ નથી. તમે તમારામાંથી બહાર નીકળો તો બધા ખરાબ લાગશે. આખી દુનિયા ખરાબ લાગશે. સિદ્ધ ભગવંતોને કોઈ ખરાબ નથી. સિદ્ધો પોતાના જ્ઞાનમાં નરકના ભયાનક દુઃખો જોઈ રહ્યા છે, ત્યાંના બીભત્સ દશ્યો સતત જોઈ રહ્યા છે, છતાં કોઈ ભયજનક પરિણામ નથી. અને દેવલોકના રમણીય આકર્ષણો સતત જોવા છતાં પણ કોઈ આકર્ષણ નથી. આનું નામ જ પરમાત્મા છે. વીતરાગતાથી વિભૂષિત જ પરમાત્મા છે. પરમાત્મામાંથી વીતરાગતા નીકળી જાય પછી શું રહે? પછી પરમાત્મા ન રહે. પછી તે બહિરાત્મા કહેવાય કાં તો અંતરાત્મા કહેવાય. પરમાત્માને ઝેર પણ ખરાબ ન દેખાય, નરક પણ ખરાબ ન દેખાય. નિમિત્તનો વાંક કઢાય જ નહીં. એણે આમ કર્યું, તેણે આમ કર્યું. એમાં નિમિત્તનો વાંક નથી પણ તારા આત્માએ એની ખોટી અસર ઝીલી છે. કર્મગ્રન્થમાં જે ૧૫૮ પ્રકૃતિઓ છે તેમાં જે શુભ-અશુભ પ્રવૃતિઓ છે, તે કોને આશ્રયિને છે ? આપણા કર્તા-ભોકતા ભાવને આશ્રયિને શુભ-અશુભ પ્રકૃતિઓ છે. સિદ્ધના જીવોને આશ્રયી શુભાશુભ પ્રકૃતિની વિવક્ષા નથી. 2010_05 Page #141 -------------------------------------------------------------------------- ________________ સર્વત્ર પોતાની જ ભૂલ જોવી જોઇએ. ૧૧૧ જુઓ, નિયાયિક લાઘવપ્રેમી છે. જયાં ઓછાથી ચાલતું હોય ત્યાં તે એક પણ વધુ કારણ ન માને (માત્રા ઘન પુત્રોત્સવ મન્યત્વે) જેટલા ઓછામાં ઓછા કારણથી કાર્ય થાય તે માને છે પણ ગૌરવને માનતા નથી. તેવી રીતે આ ખરાબ, તે ખરાબ, પેલો ખરાબ, એમ ૫૦૦ ને ખરાબ માનવા એ કેટલું ગૌરવ છે? એના કરતાં હું જ ખરાબ છું એમ માનવામાં કેટલું બધું લાઘવ છે? બધા ખરાબ છે એવું માનવાથી એના ફળ રૂપે સંસાર મળે છે, અને કારણમાં લાઘવ માનીએ તો- એટલે કે “હું ખરાબ છું' એમ માનવામાં લાઘવ છે, અને ફળ માં મોક્ષ મળે છે. “અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું - એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું ?” આ દૃષ્ટિ આવી એટલે પોતાની જાતને ખોટી જુએ, ખરાબ જુએ, તેને કોઈ ખરાબ ન લાગે. જે પોતાની જાતને સારી માને તેને જગત આખું ખરાબ દેખાય છે. ગૌરવ કરવું છે કે લાઘવ જોઈએ છે? સંસાર જોઇએ છે કે મોક્ષ જોઇએ છે ? હવે આજથી નક્કી કરવું છે ? આજે અહીંથી નક્કી કરીને જાવ કે ભૂલ જોઇશ તો મારી જ જોઈશ, બીજાની ભૂલને ગૌણ કરશું તો અધ્યાત્મ પામી શકીશું. ' પહેલી દૃષ્ટિમાં રહેલો જીવ યોગબીજોને ગ્રહણ કરે છે. જિનોપાસના જ ફકત યોગબીજ છે એવું નથી. પણ આચાર્યાદિ એટલે આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી વિગેરે વિષે મન-વચન-કાયાથી કુશળચિત્ત, વૈયાવચ્ચ આદિ પણ યોગબીજ છે. પણ એ આચાર્યાદિ ભાવયોગી હોવા જોઇએ. એટલે જે માત્ર દ્રવ્યાચાર્ય છે તેને બાદ કરવાના છે દ્રવ્યાચાર્ય બે પ્રકારે છે (૧) અપ્રધાન દ્રવ્યાચાર્ય (૨) પ્રધાન દ્રવ્યાચાર્ય (૧) તેમાં જેનું ઉપાદાન કયારે પણ ભાવ રૂપે પામવાનું નથી. તેવા અભવ્ય-દુર્ભવ્ય વિગેરે અપ્રધાન દ્રવ્યાચાર્ય છે. (૨) જે પંચાચારના પાલક છે, બીજાને પંચાચારમાં જોડે છે, જગતના જીવોને ધર્મનું દાન કરે છે, શાસન પ્રભાવના કરે છે, સ્વ-પર કલ્યાણ કરે છે, તે પ્રધાન દ્રવ્યાચાર્ય છે. હરિભદ્રસૂરિ મ. સા. અપ્રધાન દ્રવ્યાચાર્યને બાદ કરવા માંગે છે. શાસ્ત્રમાં અંગારમર્દકાચાર્યનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તે અભવ્ય છે. તેમને પ૦૦ શિષ્યો છે. તેઓ પોતાના ગુરૂને ઓળખી શક્યા નથી. તેઓ ફરતાં ફરતાં એક ગામમાં આવે છે. જયાં ગયા ત્યાં પણ બીજા આચાર્ય પોતાના શિષ્યોથી પરિવરેલા છે. તેમને રાત્રે સ્વપ્ન આવ્યું કે “એક કાગડો હંસના ટોળાને લઈને આવી રહ્યો છે” આ સ્વપ્નને અનુસાર વિચારે છે કે જરૂર કોઈ કુગુરૂ સુશિષ્યોથી પરિવરેલા આવશે (મળશે). પોતાના શિષ્યોને વાત કરે છે. સ્વપ્નને અનુસારે એવું લાગે છે કે કોઈ અભવ્ય કુગુરૂ પોતાના શિષ્યોને લઈને આવશે. ત્યાં તો અંગારમદકાચાર્ય શિષ્યો સહ પધાર્યા. જયાં ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે ત્યાં તરત જ ઉભા થયા. પઘારો, પધારો કહ્યું. અહીં આ ઔચિત્ય છે. અને તે જાળવવું જ જોઇએ અને આગતા-સ્વાગતા, ઔચિત્ય વિગેરે કરે છે. વ્યાખ્યાનના સમયે પણ ખૂબ સુંદર વ્યાખ્યાન આપે છે, જીવન પણ એવું 2010_05 Page #142 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ કે આ અભવ્ય હોઇ શકે ? એવી શંકા થાય. તેની પરીક્ષા કરવા રાત્રે માથું પરઠવવા માટે જવા-આવવાની જગ્યાએ કોલસાની ભૂકી પથરાવી દીધી. અને તેમના ૫૦૦ શિષ્યોને (મુખ્ય-મુખ્યને) કહ્યું કે તમે આ અભવ્ય જેવા ગુરૂને પલ્લે કયાંથી પચા છો ? એમ, અભવ્ય છે તેની ખાત્રી શું ? રાત્રે એમની ચેષ્ટા જોજો. તમે કોઇ રાત્રે મારું પરઠવવા ઉઠશો નહીં. ઊંઘવાનો ડોળ કરજો. આ ગુરુ મ. રાત્રે ૧૨ વાગે મારું કરવા ઉઠ્યા. મારું પરઠવવા જાય છે. ત્યાં વચમાં જતાં કીચૂડ કીચૂડ અવાજ થાય છે. તે સાંભળી આચાર્ય બોલ્યા કે ઓહો ! અરિહંતના જીવડાઓ તમે સુંદર કોટિનું સંગીત વગાડો છો. વગાડો-વગાડો, મને સાંભળવું બહુ ગમે છે. એમ કહી હસતાં મુખે ચાલે છે. શિષ્યો તો જોઇને જ સમસમી ગયા. હકીકતમાં જીવો નથી. પણ ગુરૂને તો જીવડા છે એમ જાણવા છતાં આવું વર્તન ! આવું બોલે છે ? અને નિર્દય થઇને તેના ઉપર ચાલે છે. સવારે બધા શિષ્યો ભેગા થઇને તેમને કહે છે કે અમે આત્મકલ્યાણ માટે ચારિત્ર લીધું છે. રાત્રિના પ્રસંગથી અમે આપને જાણી શકચા છીએ, આપને માર્ગ સાથે, આચાર સાથે કંઇ લાગે - વળગે જ નહીં ? અમને માફ કરજો અમે આજથી આપને ગુરૂ તરીકે વોસિરાવીએ છીએ. તમારા અને અમારા સંબંધ પુરા થયા છે. ૫૦૦ શિષ્યોએ એમને છોડી દીધા. જેને માર્ગ સાથે, ધર્મ સાથે, આચાર સાથે લાગતું- વળગતું નથી અને અધર્મ જન્ય સ્વરૂપ જેમાં જોવા મળે છે તે બધા દ્રવ્યાચાર્ય છે. આવા અપ્રધાન દ્રવ્યાચાર્યની ત્રણે યોગથી ઉપાસના- સ્તવના વૈયાવચ્છાદિ ન કરાય. ખોટામાં સાચાનો આરોપ કરી ઉપાસના કરવાથી કોઇ લાભ ન મળે જેમ કે કાચમાં હીરાનો આરોપ કરવાથી લાભ નથી પણ નુકશાન છે. માટે દ્રવ્યાચાર્ય ત્યાજય છે. . ૧૧૨ વૈયાવચ્ચ પણ યોગબીજ આચાર્યાદિને વિષે કુશળચિત્ત જેમ યોગબીજ છે તેમ વૈયાવચ્ચ પણ યોગબીજ છે. આચાર્ય-ગુરૂને ઉચિત આહાર, અન્ન, વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ આપવામાં વ્યાવૃત રહેવું. જે વખતે જે ચીજની જરૂર હોય ત્યારે તે ચીજ પૂરી પાડવી અને ઈંગિતાકારથી સમજીને તેમની ભકિત કરવી. વૈયાવચ્ચ કરનારો જલ્દી સંસાર સાગર તરી શકે છે. વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે. બીજા બધા ગુણો પ્રતિપાતી છે. વૈયાવચ્ચથી શું લાભ થાય ? આ લોકમાં આપત્તિ ટળે, સંપત્તિ મળે. વિઘ્નોના વૃંદ નાશ પામે, દુઃખ દારિદ્ર, અપયશ, અપકીર્તિ ટળે, જીવનમાં શાંતિ મળે. સમાધિ મળે, મૃત્યુ વખતે સમાધિ રહે, પરલોકમાં સદ્ગતિ મળે, ભવાંતરમાં ચારિત્ર મળે, ભાવ દારિદ્ર ટળે, મોક્ષ નિકટમાં આવે. આ રીતે સાધુ-મહાત્માઓની સેવાથી દ્રવ્ય-ભાવ દારિદ્ર ટળી જાય છે. સેવા કરતાં આવડવી જોઇએ. તન-મનધનથી સેવા કરવી જોઇએ. બદલાની અપેક્ષા વિના સેવા કરવી જોઇએ. મન મૂકીને સેવા કરવી જોઇએ. અને સેવા કરતાં ગુરૂ કદાચ ગુસ્સે થાય તોય મન પર જરા ન લાવતાં સેવા ચૂકવી ન જોઇએ. વૈયાવચ્ચ = સેવાથી ઘણાં આત્માઓ લાભ પામ્યા 2010_05 Page #143 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવ પ્રભુની ભવાંતરની સાધના ૧૧૩ છે. આચાર્યાદિની સેવાનો મહાન લાભ છે. એમાં પણ અત્યંત ઉપાદેયબુદ્ધિ વિગેરે ત્રણ ગુણોથી યુક્ત સેવા કરવાની છે. સેવાથી સામા આત્માને શાંતિ આપવાની છે. એનાથી ઊંચી કોટિનું પુણ્ય બંધાય છે. સામાન્ય જીવને શાતા આપવાથી જે લાભ થાય તેનાથી શ્રાવક શ્રાવિકાને શાતા આપવામાં વધુ લાભ થાય, એના કરતાં મુનિને શાતા આપવાથી વધારે લાભ, એના કરતાં ગ્લાનમુનિને શાતા આપવામાં વધારે લાભ, એના કરતાં પદસ્થને એટલે ગણિ પંન્યાસ ઉપાધ્યાયને શાતા આપવામાં વધારે લાભ, એના કરતાં આચાર્યને શાતા આપવામાં સૌથી વધુ લાભ થાય છે. એના કરતાં ગચ્છના નાયક આચાર્યને શાતા આપવામાં વધુ લાભ થાય. આ રીતે વૈયાવચ્ચ દ્વારા ઉત્તરોત્તર આત્મા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે. એકવાર તત્ત્વજ્ઞાન ઓછું હોય તો ચાલશે, તેની ચિંતા ન કરો. પણ તમે જેની સેવા કરો છો તે તત્ત્વરૂપ છે. સાધુ એ તત્ત્વ છે. સાધુમાં જ્ઞાન છે. દર્શન છે, ચારિત્ર છે, તો એ સાધુની સેવા કરવાથી તમને જ્ઞાન- દર્શન - ચારિત્ર પ્રાપ્ત થાય છે. વૈયાવચ્ચ વિશુદ્ધ કોટિની હોવી જોઇએ. બહષભદેવ પ્રભુની ભવાંતરની સાધના જુઓ, ઋષભદેવ ભગવાનનો આત્મા સમ્યકત્વ પામ્યા પછી તેરમા ભવે મોક્ષે ગયા છે. તેમાં આઠમાં ભવમાં જીવાનંદ વૈદ્ય તરીકે છે. તેના બીજા પાંચ મિત્રો છે. તે તેના ઘરે આવેલા છે. છ એ જણા વાર્તાલાપ - ધર્મગોષ્ઠી કરે છે. તે વખતે રાજકુળમાંથી રાજપાટ વિ. ના સુખોને છોડીને નીકળેલા ગુણાકર નામના સાધુ મહાત્મા તેમના ઘરે ગોચરી માટે પધાર્યા છે. તેઓ કોઇ રોગથી પીડાઇ રહ્યા છે. પણ મુનિ કોઈને કહેતા નથી. કારણ કે મુનિ પોતાના શરીર પ્રત્યે નિઃસ્પૃહ હોય છે. મારે કર્મક્ષય કરવાનો અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે. માટે સહન કરે છે. પણ શરીર રોગની ચાડી ખાય છે. શરીર રોગથી ઘેરાયેલું છે. પણ આત્મામાં ચારિત્રના પરિણામ છે. સ્વરૂપમાં સ્થિરતા એ જ ચારિત્ર છે. આ છએ મિત્રો તેમને જુએ છે, મુનિ શુદ્ધ- નિર્મળ - નિરતિચાર ચારિત્ર પાળી રહ્યા છે. અંત પ્રાંત ભિક્ષા લે છે. મુનિના શરીરમાં કૃમિ થઈ ગયા છે. છતાં તેઓ નિરપેક્ષ છે. બીજા પાંચ મિત્રો જીવાનંદને કહે છે, “ તું તો આયુર્વેદને જાણે છે, વૈદકીય શાસ્ત્રનો જાણકાર છે. ઔષધીઓ-વનસ્પતિઓના ગુણધર્મને જાણે છે પણ તને ધિક્કાર છે. વેશ્યાની જેમ તું પણ પૈસા વિના ચિકિત્સા કરતો નથી તો તારું જ્ઞાન નકામું છે. કે જેથી વૈયાવચ્ચ કરવાની તક હાજર હોવા છતાં તું ઉપેક્ષા કરી રહ્યો છે. ત્યારે જીવાનંદ વૈદ્ય કહે છે. - મિત્રો, તમે મને ઠપકો આપ્યો તેનું મને જરા પણ દુઃખ નથી પણ મને મારું કર્તવ્ય યાદ કરાવ્યું તેનો આનંદ છે. ચાલો આજે જ આપણે આ મહાત્માની ચિકિત્સા કરશું. 2010_05 Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ આ મહાત્માની ચિકિત્સા કરવા ત્રણ ચીજ જોઈએ. બધી કિંમતી ચીજ છે. (૧) લક્ષપાક તેલ જોઇએ. (૨) ગોશીષ ચંદન જોઇએ. (૩) રત્નકંબળ જોઇએ. આમાંથી મારી પાસે બે ચીજ તો છે. પણ રત્નકંબલ નથી. તે તમે બધા ખરીદી લાવો. કયાં મળશે? બજારમાં અમુક દુકાને. પછી આપણે ઉદ્યાનમાં જઈને મુનિની ચિકિત્સા કરીએ. પોતાને મળેલી શકિત અને ક્ષયોપશમનો સદુપયોગ ન કરો, પરના કાજે ન વાપરો તો નકામા થઈ જાય છે. ચપ્પની ધાર જેવા શકિત અને ક્ષયોપશમ છે. તેનો વપરાશ ન થાય તો ચપ્પની ઘારની જેમ કાટ વળી જાય છે, બુઠા થઈ જાય છે. વપરાશ કરો, ઉપયોગ કરો તો જ સારા રહે છે. આપણને ગોખવાનો ક્ષયોપશમ છે. ન ગોખીએ તો તે અવરાય છે. ક્ષયોપશમ અને શકિતના માલિક બનવાનું નથી કારણ કે તે ક્ષય પામનાર છે. ક્ષયોપશમ એ સાધક એવો પરભાવ છે. ઔદયિકભાવ બાધક એવો પરભાવ છે, ક્ષયોપશમ ભાવમાં પણ સંતોષ માનવા જેવો નથી, તે પણ અપૂર્ણ જ છે. ફક્ત ક્ષાયિક ભાવ જ પોતાનો છે. જે આવ્યા પછી જાય નહીં, જયારે ક્ષયોપશમ ભાવ આવ્યા પછી અવરાયા કરે છે, આવ્યા પછી ચાલી જાય તેમ છે. જે ચાલી જાય તેને પોતાનો કેમ કહેવાય ? - સાધનોમાં પણ જે સાધનો વાપરો- તેમ તેમ તે તેજસ્વી બને છે. તેમ શકિત અને ક્ષયોપશમનો જેમ જેમ વપરાશ કરશો તેમ તેમ વૃદ્ધિ પામશે અને તેજ બનશે. પૈસા- બુદ્ધિ વિગેરે એ ભોગવટા કે સંગ્રહ માટે નથી પણ સ્વ-પરના ઉપકાર માટે મળ્યું છે. તેનો ઉપયોગ કરતાં આવડે તો કોઇની તાકાત નથી કે તમને દુર્ગતિમાં લઈ જાય ! અને સદુપયોગ ન કરો તો ભવાંતરમાં એ શકિતઓ દુર્લભ થાય છે. મિત્રો બજારમાં ગયા, રત્નકંબલ આપો. કિંમત એક લાખ રૂપિયા છે. જે હોય તે.. પણ રત્નકંબલ આપો. વેપારી કહે શું કામ છે ? એક મહાત્માની સેવા-ભકિત કરવાની છે. ઉપચાર માટે અતિ આવશ્યક છે. વેપારી કહે, હું મારા જીવનમાં વૃદ્ધ થયો છતાં મેં કંઇ જ સુકત કર્યું નથી. મને આવું કંઇ સુઝતું નથી. અને આ યુવાનોને આ અવસ્થામાં સાધુની ભકિત કરવાનું મન થાય છે ? લઈ જાવ. મને આટલો લાભ લેવા દો. કિંમતની જરૂર નથી. મને સુકૃત કરવાનો લાભ આપો. કંબલ લઈને ગયા. છએ જણા ગયા ઉદ્યાનમાં, મહાત્માને વંદન કર્યું. મહાત્માની અનુમતિ માંગે છે. આપને ધ્યાનમાં ખલેલ થાય તો માફ કરશો. આયુર્વેદ ત્રષિ-મહર્ષિ પ્રણીત છે “શરીરમાં વહુ ઘર્મસાધનમ” શરીરને સારું રાખવામાં આવે તો ધર્મ સારી રીતે થઈ શકે છે. આયુર્વેદમાં પણ હિંસા ઘણી કહેલી છે, તેથી ધવંતરી વૈદ્ય છે, તેની ગતિ સાતમી નરક શાસ્ત્રમાં કહેલી છે. જીવનભર જે હિંસા કરે છે તે હિંસા કયાં લઇ જાય ? આયુર્વેદિક ઔષધમાં જે હિંસા છે તેનાથી વર્તમાન allopathy માં વધુ હિંસા છે. વૈદ્ય ઉદ્યાનમાં મુનિને લક્ષપાક તેલનું મર્દન કરે છે. કૃમિઓ ચામડી ઉપર 2010_05 Page #145 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચ ઉપર ભરત-બાહુબલીનું દૃષ્ટાંત ૧૧૫ બહાર આવે છે. મુનિ નિચ્ચેષ્ટ બને છે. કૃમિ મૂકવા ગાયનું મડદું લાવ્યા. અધમ જીવોને રહેવાનું સ્થાન પણ અધમ હોય છે. કૃમિ મડદામાં રહે તો જીવી શકે માટે ગાયનું મૃતક લાવ્યા છે. રત્નકંબલ શીત છે. મુનિને કંબલ ઓઢાડે છે. કૃમિ બધા એના ઉપર આવી ગયા- મહાત્મા ભાનમાં આવ્યા છે. એક પણ કૃમિ મરી ન જાય માટે ગાયના મડદામાં મૂકે છે. પછી ગોશીર્ષ ચંદનનું વિલેપન કરે છે, જેથી અંદરનો દાહ શમે. હજી માંસમાં કૃમિ ઘણા છે. ફરી લક્ષપાક તેલનું મર્દન કરે છે. ફરી કૃમિ બહાર આવ્યા. કંબલ ઓઢાડી, કૃમિ કંબલમાં આવી ગયા. ગાયના મડદામાં સાચવીને મૂક્યા. ફરી પાછું ગોશીર્ષ ચંદનનું વિલેપન કર્યું, હજી કૃમિ હાડકા સુધી પહોંચ્યા છે. ફરી એ જ પ્રક્રિયા કરી. કૃમિને બચાવ્યા. મહાત્માની કંચનવર્ણ કાયા થઈ ગઇ.. પહેલાં હતાં તેનાથી વધુ મુનિ તેજસ્વી બની ગયા. ત્રણે વસ્તુ કિંમતી છે તેથી વધેલા લક્ષપાક તેલ, ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ વેચીને સોનું ખરીદું. બીજું ઘરનું સોનું ઉમેર્યું. અને તેમાંથી મંદિર બંધાવ્યું. મન મૂકીને ભકિત કરી. આ રીતે લક્ષ્મીનો સદ્વ્યય કરી જીવનના ઉત્તરાર્ધમાં સંસારનો ત્યાગ કરી બધા ચારિત્ર લે છે. નિરતિચાર ચારિત્ર પાળી શૈવેયકમાં ગયા-ત્યાંથી ચ્યવી જીવાનંદ વૈદ્યનો જીવ ચક્રવર્તી બને છે. વજનાભ ચક્રી બન્યા. પખંડ પૃથ્વીનો ત્યાગ કરી, ભોગોને લાત મારી ચારિત્ર લીધું. નિરતિચાર ચારિત્રનું પાલન કરી ત્યાંથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અને ત્યાંથી સીધા ઋષભદેવ બને છે. વૈયાવચ્ચ યોગ સાધતાં આવડે તો શું કામ કરે છે ? વૈયાવચ્ચ ઉપર ભરત-બાહુબલીનું દષ્ટાંત બાહુ- સુબાહુ એ વજનાભ ચક્રવર્તીના પુત્ર છે. યૌવનમાં આવો રાજવૈભવ છોડી, પ્રબળ વૈરાગ્યથી ચારિત્ર લીધું. સમુદાય ગચ્છ રોગાદિથી પીડાય છે ત્યારે આ બે મહાત્મા તૈયાવચ્ચ કરવાનું સ્વીકારે છે. ઊંચું પુણ્ય હોય તો વૈયાવચ્ચ મળે છે. લોહી હાડમાંસ ચામથી વૈયાવચ્ચ મન મૂકીને કરવાનું સ્વીકારે છે. સાથે વૈરાગ્ય જવલંત છે. જેણે ચક્રવર્તીના સુખોને છોડયા છે, તેને હવે કયાં રાગ થાય ? જવલંત વૈરાગ્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. અહીંની આસકિત, અહીંના ગુણો, અહીંના સંસ્કાર પરલોકમાં સાથે આવે છે. તે સિવાય કોઇ ચીજ પરલોકમાં સાથે ન આવે. બાહુબલીના જીવે બાહુથી સેવા કરી હતી. અને ચક્રવર્તીના જીવે દૂર દૂરથી ઔષધ - પાણી, પથ્ય આહાર, અનુપાન વિગેરે લાવવા દ્વારા સેવા કરી હતી. જેટલા ધક્કા ખાવા પડે તે ખાઈને અને છતાં પણ આનંદને વૃદ્ધિગત બનાવીને સેવા કરી છે. સામાના મનને, શરીરને સમાધિસ્વસ્થતા રહે, તેમને કોઈ પ્રતિકૂળતા ન થાય તેની પૂર્ણ સાવધાની સાથે વૈયાવચ્ચે કરી છે. કેટલી નમ્રતા, કેટલો વિનય - વિવેક આવે ત્યારે આવી વૈયાવચ્ચ આવે. જ્ઞાન મેળવવું સહેલું છે. તપ - જપ કરવા સહેલા છે. પણ વૈયાવચ્ચ કરવી 2010_05 Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ કઠિન છે. એમાં સુખશિલીયાપણું છોડવાનું છે. સ્વચ્છંદતા છોડવાની છે. કાયાનો રાગ છોડવાનો છે, આપમતિ છોડવાની છે, સ્વાધતા છોડવાની છે, હરામહાડકાપણું છોડવાનું છે, આહારાદિની સંજ્ઞા છોડવાની છે. કદરદાની, માન, પ્રશંસા કીતિની અપેક્ષા વિના વૈયાવચ્ચ કરવાની છે. જેની પાસે ઉત્કટ પુણ્યાનુબંધી પુણ્ય વિદ્યમાન છે, જવલંત વૈરાગ્ય વિદ્યમાન છે. ઊંચી કોટિનું નિર્મળ સખ્યત્વ વિદ્યમાન છે, તેને સંસારમાં પતનનો કોઇ યોગ નથી. ચારિત્રના નિર્મળ નિરતિચાર પાલનથી, એનાથી પડેલા સંસ્કારી Solid પુણ્ય ઉભું કરે છે. ચારિત્ર આત્માનું ઘડતર કરે છે. તેનું પતન સંભવિત નથી સંસારના સુખની ઇચ્છા હોત અને સેવા કરી હોત તો શું થાત? તો વૈરાગ્યનો પાવર મંદ થાત, પણ એમને તો ચક્રવર્તીના ઘરની સુખ - સાહ્યબી, માન-સન્માન છોડીને ચારિત્ર લીધું છે એટલે એની ઇચ્છા તો હોય શાની ? એક જ ગણિત હતું કે આ લોહી - માંસ હાડ - માંસથી ભરેલા બિભત્સ દેહે ભગવાને ભાંખેલું અને અચુતેન્દ્રને પણ દુર્લભ એવું વૈયાવચ્ચનું કાર્ય મળે કયાંથી? માટે અત્યંત નિરાશસ ભાવે સેવાનું કાર્ય બનાવ્યું છે. તેનાથી વિપુલ પુણ્ય અને પ્રબળ વૈરાગ્યના સંસ્કાર ઉભા કર્યા છે. ૧૦ સંજ્ઞારહિત થયેલો ધર્મ જવલંત વૈરાગ્ય ઉભો કરે છે. તેમાં રાગાદિ પરિણતિ, સુખની ઇચ્છા ભળે છે એટલે વૈરાગ્યનો પાવર મંદ થાય. અને તીવ્ર સુખની ઇચ્છા હોત તો વૈરાગ્ય નષ્ટ પણ થઇ જાત. ભરત ભલે ચારિત્ર લઈ નથી શક્યા, પણ વૈરાગ્યનો પાવર મંદ નહોતો કર્યો, તેથી નિમિત્ત મળતાં ચેતી જાય છે. ચારિત્રના પરિણામ જાગ્યા તે પૂર્વભવના જવલંત વૈરાગ્યના સંસ્કારનું ફળ છે. પૂર્વભવની કરેલી નિરાશંસ વૈયાવચ્ચનું ફળ છે. સંસ્કારોથી જ ઉત્થાન થાય છે. અને સંસ્કારના બળે આત્મા આગળ વધે છે. માટે વિવેકી આત્માએ કાળજી રાખવાની છે. વિનાશી ચીજો ખાતર ભાવ ન બગાડવો. વિનાશી ચીજો તો વિનાશી છે. જતી રહેવાની છે. પણ સંસ્કાર સાથે આવનાર છે. પરિણામ બગાડવાના નથી. શુભ ભાવો કરવાના છે. શુભભાવ ઘણા પ્રકારના છે. (૧) અઘાતી કર્મના ઉદયથી પ્રાપ્ત થતાં સુખ દુઃખમાં સમભાવ- વાળા રહેવું તે શુભભાવ છે. (૨) વિષયો પ્રત્યે વૈરાગ્યભાવવાળા રહેવું એ શુભભાવ છે. (૩) કષાયોના પ્રસંગમાં ઉપશમભાવવાળા બનવું તે શુભભાવ છે. (૪) સંસારના દૃશ્ય-પદાર્થોમાં, પરિવર્તનશીલ પર્યાયોમાં ઉદાસીનભાવે રહેવું, એ શુભભાવ છે. (૫) મન અને બુદ્ધિમાં જે ભાવો ચાલે છે તેના સાક્ષીભાવે રહેવું, તેના દષ્ટા બનવું તે શુભભાવ છે. (૬) પરમાત્મા પ્રત્યે ભકિતભાવવાળા બન્યા રહેવું તે શુભ- ભાવ છે. (૭) અને જીવો પ્રત્યે પ્રેમ - કરૂણા - વાત્સલ્ય ભાવ રાખવો તે શુભભાવ 2010_05 Page #147 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચ ઉપર ભરત-બાહુબલીનું દૃષ્ટાંત ૧૧૭ છે. આ રીતે જે ભાવો જે સ્થાને જે રીતે કરવાના છે, તે ભાવો તે સ્થાને તે રીતે કરો તો શુભભાવ છે. લાકડે માંકડું વળગાડવાનું નથી. ગમે તેમ ભાવો કરવાના નથી. યોગ્ય સ્થાને યોગ્યભાવમાં રહેતાં શીખો તો શુભભાવ છે. આપણા મનમાં, બુદ્ધિમાં જે વિકલ્પો વિચારો ઉઠે છે તેને જોયા કરો તે સાક્ષીભાવ છે. આજે ઘડો લાવ્યા, એક કલાક પછી ફુટી ગયો, ત્યાં શું કરવાનું? ઝઘડવાનું નહીં, કલેશ કરવાનો નહીં. જ્ઞાનીના જ્ઞાનમાં જે રીતે જોવાયું હોય છે તે બને છે એમ સમાધાન કરી ઢેષ કે રાગ ન કરતાં ઉપર ઉઠવું તે ઉદાસીનભાવ છે. જીવો પ્રત્યે પ્રેમ અને વાત્સલ્યભાવ જ હોય. ત્યાં ઉદાસીનભાવ ન કરાય, એટલે આ ભાવો તે તે સ્થાનોમાં તે તે સમયે કરવા તે જ શુભભાવ કહેવાય. ભરત અને બાહુબલીના જીવો ઉત્કટ, જવલંત વૈરાગ્ય ને સંસ્કાર લઈને આવેલા છે. ચક્રવર્તીના ભોગો મળ્યા, વિશાળ રાજય મળ્યું, છતાં જીવનમાં જે વૈરાગ્ય છે તે ઝાંખો નથી પડ્યો. મંદ નથી પડ્યો. પૂર્વભવમાં કરેલ અનુષ્ઠાન અને સંસ્કારો આ કામ કરે છે. એકને યુદ્ધ ભૂમિમાં ચારિત્ર મળ્યું અને બાર મહિનામાં કેવળજ્ઞાન થયું. ભરતને વસ્ત્રાલંકાર ઉતારતાં આંગળીમાંથી વીંટી પડે છે. ત્યાં જ અનિત્યભાવનાની અનુપ્રેક્ષા કરતાં કેવળજ્ઞાન મળ્યું. નિરાશસભાવે, ઉત્કટ કોટિએ કરેલી વૈયાવચ્ચ અને તેના સંસ્કારો કેવા મહાન છે. વૈયાવચ્ચી વૈયાવચ્ચ દ્વારા એકાવનારી બની જાય છે. તેનું અજોડ દાંત બાહુ, સુબાહુનું (ભરત, બાહુબલી) છે. વૈયાવચ્ચ દ્વારા આત્મા ઉપર સંસ્કાર પડે છે. વૈયાવચ્ચ એટલે બીજાનું કરી છૂટવાનું છે. સેવા કરવાની છે. બધી રીતે ઘસાવાનું હોય છે. સામાને શાંતિ આપવાની હોય છે. શુદ્ધ કોટિની, નિરાસંશભાવે કરાતી વૈયાવચ્ચ દ્વારા દોષો નાશ પામે છે. વૈયાવચ્ચ દ્વારા આપમતિ, અહંકાર, સ્વચ્છંદતા, કષાયો, કાયાનો રાગ, સુખશાલિયાપણું, હરામહાડકાપણું વિગેરે દોષો ભાગવા માંડે છે. આ બધા દોષોથી જ આજ સુધી સંસારમાં જીવ રખડ્યો છે વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે. એનાથી જે ગુણો પ્રગટે છે તેનો પાત ભવાંતરમાં પણ થતો નથી. જગતમાં તમારી પાસે શું ચીજ છે? એ જેટલું મહત્વનું છે, તેના કરતાં તમારા ઉપર કબ્દો કોનો છે ? તે મહત્ત્વનું છે. કન્જાની વાત મોટી છે. મકાન ભાડે આપી દીધું. ભાડવાતના હાથમાં મકાન ગયું, પછી મકાનમાલિકનું કંઈ ચાલતું નથી. એતો એનું ભાડું ખાય તેટલો હક્ક... “રહે તેનું ઘર ને ખેડે તેની જમીન” એમ જગતમાં તમારી પાસે શું છે ? અને તમારા ઉપર કન્જો કોનો છે? શુદ્ધ - બુદ્ધ એવો આત્મા છે. અનંત આનંદ, અનંત શકિતમાન આત્મા છે. છતાં અનંતકાળથી પરિભ્રમણ કેમ કરે છે ? કારણ કે આત્મા ઉપર કર્મનો કન્જો છે, આત્મા પર આજે કન્જો આપમતિનો, સ્વચ્છંદતાનો, અહંકારનો, 2010_05 Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ કષાયોનો, સુખશિલીયાપણાનો તથા સ્વાર્થોધતાનો છે. એને જ ભવોભવ સાથે રાખીને ધર્મ કર્યો છે. અહિંસાદિ પાળ્યા છે. તેનું ફળ શું? એના ફળ રૂપે એકાદ ભવ દેવનો મળ્યો પણ પરિભ્રમણનો અંત ન આવ્યો? કેમ ન આવ્યો? કારણ કે કન્જો ગુંડાઓનો હતો. વૈયાવચ્ચ કરવામાં આત્માની સંપત્તિ બહાર આવે છે. અને અંદરના આવા બધા દોષો નીકળતા જાય છે. વૈયાવચ્ચગુણ અપ્રતિપાતી કેમ ? વૈયાવચ્ચ એ ફકત બાહ્ય સેવા રૂપ નથી પરંતુ અત્યંતર તપ છે. સેવા સહિતનો આંતરિક પરિણામ છે. બીજાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના યોગોમાં સહાયક થવાની વૃત્તિ અને ભાવના અને તે માટેની શકય પ્રવૃત્તિ તે મુખ્ય વૈયાવચ્ચ છે. મોક્ષમાર્ગના સાધક બધાજ યોગો વૈયાવચ્ચમાં પોષાય છે. વૈયાવચ્ચમાં પોતાની જાતને ગૌણ કરવાની ભાવના હોવાથી સકલ સંઘની આરાધના તેમાં મુખ્ય બને છે. તેથી સમર્પણભાવ, સેવકભાવ, સેવા લેનારનો સેવાના કારણે પોતાના ઉપર થતો ઉપકાર એ મુખ્ય દેખાય છે. * સેવાની તત્પરતાથી કાયાનો રાગ, હરામહાડકાપણું સુખશીલિયાપણું, સ્વચ્છંદતા, આપમતિ, અહંકાર, સ્વાથધતા આ બધા દોષોનો નાશ થાય છે. જેની સેવા કરવાની છે તેની અનુકૂળતા અને પ્રસન્નતાના લક્ષથી સમર્પિતતા આવે છે. અહંકાર જવાથી નમ્રતા આવે છે. આપમતિ જવાથી સામાની ઈચ્છા અનુસાર વર્તન આવે છે. સ્વાર્થોધતા જવાથી સહાયકતા આવે છે, સ્વચ્છંદતા જવાથી પરતંત્રતા આવે છે. માટે તૈયાવચ્ચ એ સર્વયોગોની આરાધનાના બીજરૂપ છે. એનાથી બધાજ યોગોની રૂચિ, શકિત, પુણ્ય, સામગ્રી વગેરે પ્રાપ્ત થાય છે. મોક્ષે જાય ત્યાં સુધી પુણ્ય અને ગુણો નિર્મલ થાય છે, વિકસિત બને છે. આમાં ફળની પ્રાપ્તિ આંતરિક પરિણામના આધારે છે. આમ વૈયાવચ્ચ કરવાથી ઉપરમાં કહેલા ગુણોનું આત્માની સાથે એવું જોડાણ થાય છે કે જે ઉદયમાં આવે છતે આત્માનો પાત થતો નથી. જ્ઞાની પણ એકાવતારી બની શકે છે. છતાં જ્ઞાન ગુણને શાસ્ત્રમાં અપ્રતિપાતી કહ્યો નથી. જ્ઞાન આવ્યા પછી રહે જ એવું નથી. જાય પણ ખરું. ચૌદપૂર્વીઓ પણ પ્રમાદથી નિગોદમાં ગયેલાનાં દ્રષ્ટાંત છે. જ્ઞાન હોતે છતે અહંકારની પૂરી સંભાવના છે. માટે જ જ્ઞાનનું અજીર્ણ અહંકાર કહ્યું છે. તપનું અજીર્ણ ક્રોધ અને ક્રિયાનું અજીર્ણ સામાનો તિરસ્કાર છે. વૈયાવચ્ચ સિવાયના બીજા બધા ગુણોની પ્રાપ્તિમાં સંસાર પરિભ્રમણના મૂળ ભૂત અહંકાર, આપમતિ, સ્વચ્છંદતા, સ્વાધતા, કાયાનો રાગ, હરામહાડકાપણું, સુખશીલિયાપણું આ બધા દોષોનો નાશ થાય જ આવો એકાંત નથી. જયારે વૈયાવચ્ચમાં આવો એકાંત છે માટે બીજા ગુણો પ્રતિપાતી પણ હોઈ શકે, જયારે વૈયાવચ્ચ એ અપ્રતિપાતી છે. • 2010_05 Page #149 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચ ઉપર નંદીષણનું દષ્ટાંત ૧૧૯ વૈયાવચ્ચ ઉપર નંદીષણનું દષ્ટાંત નંદીષણ વૈયાવચ્ચી છે. એણે પણ ભરત, બાહુબલી જેવી જ વૈયાવચ્ચ કરી છે. પણ પૂર્વના કોઈ પાપના ઉદયે, પૂર્વની કોઇ વિરાધનાના કારણે જન્મથી જ બેડોળ આકૃતિ મળી છે. નાનપણમાં માતા-પિતા મરી ગયા છે. લગ્નની ઇચ્છા છે. પણ કોઇ કન્યા આપતું નથી. મામા કહે છે. મારી સાથે ચાલ, મારે ઘરે રહેજે, મારી સાત દિકરીઓ છે. તેમાંથી એકને પરણાવીશ. તારી ઈચ્છા પૂર્ણ કરીશ. એક પછી એક સાતે દીકરીને કહે છે. પણ એકે દીકરી માનતી નથી. બધી કહે છે કે અમે આપઘાત કરીને મરી જઇશું પણ એની સાથે તો નહીં જ પરણીએ. બધેથી તિરસ્કૃત થયેલો, નાસીપાસ થયેલો નંદીષેણ મરવા તૈયાર થાય છે. કંટાળીને આપઘાત કરવા જાય છે. ત્યાં તેને મહાત્મા મળે છે. મહાત્મા તેને ઉપદેશ આપે છે. સમજાવે છે ભાઇ ! આમ મરી જવાથી પાપો મરતાં નથી, સંસ્કારો મરતાં નથી. સંસ્કારો ઉભા રાખીને મરવું એના કરતાં સંસ્કારો મારીને મરવું એ શ્રેષ્ઠ મરણ છે. આમ મરી જવાથી તારો નિસ્તાર નહીં થાય. નંદીષેણે વૈરાગ્ય પામી મહાત્મા પાસે દીક્ષા લીધી. દીક્ષા લઇને એણે અભિગ્રહ કર્યો. તેમાં પહેલો અભિગ્રહ યાજજીવ માટે છઠના પારણે છઠ કરવાનો અભિગ્રહ કર્યો. અને બીજો અભિગ્રહ - જે કોઈ સાધુ બિમાર હોય, જે કોઈ સાધુ ગ્લાન હોય, માંદા હોય. જયાં પણ હોય ત્યાં તેની સેવા કરવા પહોંચી જઇશ. દીક્ષાના દિવસથી ઉભય અભિગ્રહના પાલન પૂર્વક સુંદર ચારિત્રની આરાધના કરી રહ્યા છે. હજારો વર્ષના વહાણાં વહી ગયા. એક દિવસની વાત છે. દેવલોકમાં ઇન્દ્ર તેની વૈયાવચ્ચની પ્રશંસા કરે છે. તેણે સાધુની કેવી સેવા કરી હશે ? કેવી વૈયાવચ્ચ કરી હશે ? ઈન્દ્રના મુખે પ્રશંસા સાંભળીને દેવ પરીક્ષા કરવા આવે છે. છઠના પારણે પણ ભિક્ષા નિર્દોષ જ લેવાની, તે પણ મધ્યાહન કાળે જ, અંત-પ્રાંત ભિક્ષા લઈને નંદીપેણ ઉપાશ્રયે આવે છે. ગોચરી વાપરવા બેસવાની તૈયારી કરે છે. હજી તો હાથમાં કોળીયો લીધો છે. મોઢામાં તો મૂક્યો નથી. ત્યાં પેલો દેવ સાધુનું રૂપ લઇને ઉપાશ્રયના બારણામાં આવ્યો. કયાં ગયો પેલો ઢોંગી વૈયાવચ્ચી નંદીષેણ? હાથનો કોળીયો પડતો મૂકીને, ઉઠીને બહાર આવ્યો. બોલો શું કામ છે ? ફરમાવો. અરે ! કોણે તને વૈયાવચ્ચી કહ્યો છે ? હજી પેલા સાધુ તો બહાર માંદા છે, ને તું ખાઉધરો ! ખાવા બેસે છે ? શરમ નથી આવતી ! પેલા સાધુ તો બહાર માંદા છે. ભૂખ્યા ને તરસ્યા પીડાઈ રહ્યા છે. અને તું તું.. ઓ મહાત્મન્ ! હું હમણાં જ જાઉં છું. આપ શાંતિ રાખો, ચિંતા ન કરો. પણ પેલા મહાત્માને કેટલા ઝાડા થયા છે? એમ ! સારૂં હું પાણી લઈને જાઉ છું. એમ કહી ઘડો લઈને તે પાણી લેવા માટે નીકળે છે. પેલો દેવ ઘેર ઘેર પાણી દોષિત કરી નાંખે છે. બહુ ફરતાં ફરતાં માંડ માંડ કલાકે થોડું પાણી મળે છે. પાણી લઈને જાય છે. ગામની બહાર જયાં સાધુ છે ત્યાં પહોંચે છે. ત્યાં તો પેલો સાધુ જેમ ફાવે તેમ બોલે છે, તાડન - તર્જન કરે છે, તને કોણે વૈયાવચ્ચ કહ્યો? આપ ચિંતા 2010_05 Page #150 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ન કરો, હું હમણાં જ આપની સેવા કરીને સારૂં કરી દઇશ. પાણીથી બધું સાફ કરી દઉં છું. પછી આપશ્રીને ઔષધ લાવી દઉ છું. આપ પધારો મારી સાથે. આહારાદિથી આપની ભકિત કરું. પણ મારાથી ચલાતું નથી. ત્યારે પોતાના ખભે બેસાડે છે. રસ્તામાં વિષ્ટા કરીને બગાડે છે. ભર બજાર વચ્ચે તેના શરીર ઉપર વિષ્ટાના રેલા ઉતરે છે. દેવ જૂએ છે કે તેના પરિણામ બગડે છે ? પણ કયાંય પરિણામ બગડતા નથી. તે સમજે છે કે દર્દી છે. દુઃખથી પીડાતા હોય, દર્દનું જોર હોય, એમનો શું વાંક છે ? આ સમાધાન દ્દષ્ટિ છે. આ વિવેકદૃષ્ટિ કહેવાય. ઉપશમભાવ કહેવાય. વર્તમાનકાળમાં પણ ઘણા સમુદાયમાં આવા વૈયાવચ્ચી હોય છે. આ નંદીષેણ મુનિએ ૫,૩૨૦ વર્ષ ચારિત્રમાં ઉત્કૃષ્ટ કોટિની વૈયાવચ્ચ કરી છે. અને ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું છે. પણ છેલ્લે મરતી વખતે પોતાનું પૂર્વ જીવન યાદ આવ્યું. કર્મના ઉદય કેવા વિચિત્ર હોય છે ? મને બધી સ્ત્રીઓ જાકારો આપતી હતી, તો હવે ભવાંતરમાં હું સ્ત્રીવલ્લભ થાઉં એવું માંગે છે. ૧૨૦ ભરત - બાહુબળીના આત્માએ વૈયાવચ્ચ કરી સાથે ઉત્કટ ચારિત્ર પાળ્યું. ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું છે. મહાન પુણ્યના ઉદય સાથે જન્મેલા હતાં. અંતિમ સમયે જ્વલંત વૈરાગ્ય ઝળહળતો રહ્યો છે. જયારે આ નંદીષેણને અંતિમ સમયે જીવનમાં જે પરાભવ થયેલો તે ડંખ્યો. આ તો કોથળામાં નાંખેલું બિલાડું છે. કયારે બહાર નીકળે તે કહેવાય નહીં. તેવી રીતે અંદરમાં નાંખેલા સંસ્કારો કયારે બહાર આવશે તે ન કહેવાય. અંદરમાં નાંખતા પહેલાં જ વિચાર કરો તે ગમે ત્યારે પટકી નાંખશે. સ્ત્રીઓ તરફથી પ્રેમનો અભાવ, અપ્રિયતાના સંસ્કાર છેલ્લે પાછા આવ્યા, એટલે આવી માંગણી કરી બેઠો. આના કારણે વૈરાગ્ય નષ્ટ ન થયો પણ વૈરાગ્યનો પાવર Power મંદ થયો. વૈરાગ્યને ઝાંખો પાડી દીધો. વૈયાવચ્ચના સંસ્કારો અને તેનાથી બંધાયેલ પુણ્ય નિષ્ફળ નથી જતાં. ચારિત્રના સંસ્કારો પણ રહેલા છે. માત્ર અંતિમ સમયે ભૂલ થઈ ગઈ. ભવાંત૨માં મને જાકારો ન મળે. પરાભવ - તિરસ્કાર ન પામું માટે સ્ત્રી વલ્લભ થાઉં, સ્ત્રીઓને પ્રિય બનું. તે મરીને દેવલોકમાં જઇ ત્યાંથી ચ્યવીને કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ થયાં. પુણ્યાનુબંધી પુણ્ય તો રહ્યું છે. હવે જે સ્ત્રીઓ એને જુએ છે તે એનામાં પાગલ બને છે. સમુદ્ર વિજયને બધા કહે છે. ભાઇ ! આને ઘરમાં રાખો. અમારી બેન, દીકરીઓ તમારા ભાઇને જુએ છે અને તે પાગલ થઇ જાય છે. તેની પાછળ ફરે છે. વાસુદેવ કરતાં ડબલ સ્ત્રીઓના ભોકતા બન્યા. ગયા ભવમાં વૈરાગ્યને મંદ કરીને આવ્યા છે. તેથી આ ભવમાં ચારિત્ર ન મળ્યું. પણ વૈરાગ્ય નષ્ટ નથી થયો. સ્ત્રીવલ્લભ થવાનું માંગ્યું તેથી વૈરાગ્ય ઝાંખો પડયો પણ નષ્ટ ન થયો. તેથી પછીના ભવમાં એટલે દેવલોકમાં જઇ મનુષ્યમાં આવી ચારિત્ર લેશે, સારી રીતે પાળશે અને મોક્ષે જશે. સ્ત્રી વલ્લભપણું માંગવા છતાં, ચારિત્ર શ્રેષ્ઠ છે. તેનાથી આત્મકલ્યાણ છે એ રત્નકણ અંદરમા જીવતો રહ્યો માટે પતન ન થયું. વૈયાવચ્ચના ગાઢ સંસ્કારથી ઉભી થયેલી પરિણતિથી સ્ત્રીવલ્લભપણું માંગવા છતાં બુદ્ધિ ભ્રષ્ટ ન થઈ. 2010_05 Page #151 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચ કેવીરીતે કરવાની ? બાહુ, સુબાહુ ને વૈરાગ્ય ઉત્કૃષ્ટ રહ્યો. નંદિષેણને વૈરાગ્ય ઝાંખો થયો છે, ત્યાં ચારિત્ર ગમે છે. ચારિત્ર ન ગમે, ન જોઇએ એવા અધ્યવસાય નથી. પણ ભવાંતરમાં અને સ્ત્રી તરફથી પરાભવ ન થાઓ એવી આશંસા ઘુસી ગઈ. જ્યારે સંભૂતિમુનિને (બ્રહ્મદત્તના જીવને) વૈરાગ્ય નષ્ટ થઇ ગયો. સંસારના ભોગો, સ્ત્રી ભોગની વાંછા થઇ. દ્રવ્યથી જ ચારિત્ર રહ્યું. વૈરાગ્ય તીવ્ર જ્વલંત રહેવાથી દેવલોકમાં જઇ, મનુષ્ય ભવમાં ચારિત્ર મેળવી મોક્ષે ગયા. (ભરત, બાહુબળી) નંદીષેણ વૈરાગ્ય ઝાંખો થવાથી, દેવલોકમાં જઇ ત્યાંથી મનુષ્ય બન્યા. સ્ત્રી ભોકતા બન્યા, ચારિત્ર ત્યાં ન મળ્યું. ત્યાંથી દેવલોકમાં ગયા ત્યાંથી મનુષ્ય થઇને ચારિત્ર પામી મોક્ષે જશે. જો સ્ત્રીવલ્લભ થવાનું માંગ્યું ન હોત તો ભરત અને બાહુબળીની સમાન બનત.. અને તે જ ભવમાં ચારિત્ર પાળી મોક્ષે ગયા હોત !!! અચ્છા, સ્ત્રીવલ્લભ થયાં પણ પતન કેમ ન થયું ? કારણકે પૂર્વભવમાં જબરજસ્ત પૂણ્ય ઉપાર્જન કરેલું.. ચારિત્ર્યના શુભ સંસ્કાર દૃઢ થયેલાં હતાં. અને નિરાશંસભાવે વૈયાવચ્ચ કરી હતી.. તેમાં આપમતિ, સ્વચ્છંદતા, અહંકાર, સુખશિલીયાપણું, હરામહાડકાંપણું વગેરે દોષો ન હતાં. વૈયાવચ્ચ કેવીરીતે કરવાની ? આ આચાર્યદિની વૈયાવચ્ચ વિધિવત્ – શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે પુરૂષાદિની અપેક્ષાએ કરવાની છે. * पुरिसंतस्सुवयारं, अवयारं चप्पणो णाउणं, कुज्जा वेयावडियं, आणं काउं निरासंसो !! આચાર્ય, તપસ્વી, ગ્લાન, બાલ, વૃદ્ધ આદિની અપેક્ષાઓ જોઇને વૈયાવચ્ચ કરવાની છે. તેમને ઉપકાર થશે કે કેમ? તે જોવાનું છે. અને કરનારને પણ ઉપકાર થશે કે કેમ તે પણ જોવાનું છે. બન્નેના ઉપકાર, અપકારનો વિચાર કરીને, “મારા ભગવાનની આજ્ઞા છે.” તેમ માનીને નિરાશંસભાવે જે વૈયાવચ્ચ થાય છે, તે ભવાંતરમાં આત્માની રક્ષક બને છે, વૈયાવચ્ચ પહેલાં શિખવી પડે, એમને એમ ન આવડે. એ પણ એક કળા છે. સામી વ્યકિતનો ઉપકાર જોવાનો - તેના તનને શાતા ઉપજાવવી. તેના મનને શાતા પ્રસન્નતા રહે.. એને મનમાં સંકલેશ ન થાય વિગેરે જોવાનું હોય છે.. એને પ્રસન્નતા ન રહે, શાતા ન ઉપજે તો એ કરાતી વૈયાવચ્ચ એ વૈયાવચ્ચ નથી. એ વૈયાવચ્ચ ન કહેવાય. ૧૨૧ - 2010_05 "r અંતિમ સમયે સમાધિનું Reservation ( રિઝર્વેશન ) કોને ? જે આખું જીવન સારૂં જીવ્યા હોય તેને સમાધિ મળે છે. પહેલી દૃષ્ટિમાં પ.પૂ. હરિભદ્રસૂરિ મ.સા. યોગબીજોની વાત કરી રહ્યા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ છે. યોગબીજો ચરમાવર્તમાં યોગ ફળને આપનારા છે. જેણે યોગબીજનું સેવન કર્યું તે યોગફળને પામવાના જ છે. અને યોગનું ફળ મોક્ષ તો છે જ.. મોક્ષની પ્રાપ્તિ માટે યોગ જરૂરી છે. યોગ માટે યોગબીજ જરૂરી છે. (૧) જિનોપાસના (ર) અને ભાવાચાર્યદિની ઉપાસના ત્રણે યોગથી કરવાની છે. મનથી કુશળ ચિંતવન, વચનથી સ્તુતિ-સ્તવન વિગેરે અને કાયાથી પ્રણામ-નમસ્કાર, સન્માન, સત્કાર વિગેરે જેમ જિનોપાસના યોગબીજ, તેવા પ્રકારની સામગ્રી મળતાં, કાળાદિ સામગ્રી મળતાં ફળ પકાવવાનો આરંભ કરનાર છે. તેમ ભાવાચાર્યની ઉપાસના પણ ફળના પરિપાકમાં ઉપયોગી છે. આચાર્યાદિની વૈયાવચ્ચ એ અસાધારણ ગુણ છે. અપ્રતિપાતિ ગુણ છે. જ્ઞાનાદિ સાધના ન હોય, તપ-ત્યાગાદિ ન હોય પણ આ વૈયાવચ્ચ ગુણના બળે ત્રીજે ભવે મોક્ષ મળે છે. વૈયાવચ્ચથી સીધો મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. એક આત્મા બિમાર પડયો.. તમે તેની તન-મન-ધનથી સેવા કરો છો. તે જોતાં આજુ-બાજુ વાળાં જોનારા પણ, ધર્મ પામે છે. ઓહો ! કેવો સુંદર ધર્મ? કેવી સેવા-વૈયાવચ્ચ કરે છે? આ રીતે તમારી સેવાની અનુમોદનાપ્રસંશા કરીને જોનારા પણ ધર્મ પામી જાય છે. કેવી શાતા આપે છે ? કેવી સેવા કરે છે ? તમારી વૈયાવચ્ચ જોનારામાં ધર્મનું બીજ ઊભું કરે છે. સંપ્રતિનો જીવ પૂર્વભવમાં ભીખારી છે. ખાવાનું મળતું નથી. સંસાર તજીને સાધુ થાઉ તો ખાવા મળશે.. ખાવા માટે દીક્ષા લીધી છે. રાત્રે બિમાર પડે છે. શેઠીયાઓ, સાધુઓ ખડે પગે સેવામાં હાજર છે. આચાર્યથી માંડીને બધા તેની સેવામાં છે. અને નિર્ધામણા કરાવી રહ્યા છે. આ વૈયાવચ્ચગુણ, સાધુનો સહાયક ગુણ વિગેરે જોતાં ભિખારી શુભભાવ ઉપર ચઢે છે. મેં તો ખાવા માટે ચારિત્ર લીધું છે ને આ સાધુજીવન આટલું બધું ઉત્તમ છે, જો ભાવથી ચારિત્ર લીધું હોય તો કેટલો લાભ? જો કે હજી ગ્રન્ચિ ભેદાઈ નથી. પહેલું ગુણસ્થાનક છે. પણ શુભ ભાવ કરતાં આવડયો છે. પહેલા ગુણઠાણે પણ ભાવની કેટલી તાકાત છે.? ત્યાંથી મરીને ભીખારી સંપ્રતિરાજા બન્યો.. અશુભભાવોને ખતમ કરવામાં શુભ-ભાવ બહુ જ ઉપયોગી છે. શુભભાવ ખૂબખૂબ ઘૂંટાય ત્યારે શુદ્ધભાવ સ્પર્શે છે. સમ્યકત્વ સ્પર્શી જાય છે. શુભભાવ આત્મસાત્ થયા વિના, સ્વરૂપની ઝંખના તીવ્ર બન્યા વિના સમ્યકત્વ સ્પર્શી શકતું નથી. શુદ્ધભાવ પામી શકાતો નથી. ૧) વૈયાવચ્ચ દ્વારા તૈયાવચ્ચકારી (કરનાર)નાં પણ ઉપકાર-અપકાર જોવાના હોય છે. વૈયાવચ્ચ કરતાં પોતાને જ્ઞાનની, દર્શનની, ચારિત્રની વૃદ્ધિ થવી જોઈએ. જો એ હોય તો ઉપકાર થયો કહેવાય. મારી વૈયાવચ્ચ દ્વારા સામાને અપકાર ન થવો જોઇએ.. તેમ પોતાને પણ અપકાર ન થવો જોઇએ. એટલે કે વૈયાવચ્ચ કરતાં અંદરમાં સ્પષ્ટ સમાધિ રહેવી જોઈએ. મનમાં દુર્ગાન, કષાયાદિ થતાં હોય, ભાવો બગડતા હોય તો વૈયાવચ્ચના લાભ જીવનમાં પ્રાપ્ત ન થાય. શરીરની ક્ષમતા વિચારીને કરે. 2010_05 Page #153 -------------------------------------------------------------------------- ________________ સત્ય ઘટના ૧૨૩ (૨) વૈયાવચ્ચ કરનારને વૈયાવચ્ચ કરતાં પોતાને જે યોગ સાધવાના છે. તેની હાનિ થવી ન જોઈએ. અમુક કાળે, અમુક સમયે જે સાધના કરવાની છે. તે વ્યવસ્થિત થવી જોઇએ. શ્રતોપાસના પણ નિત્ય થવી જોઇએ. અભિનવ શ્રતનું ગ્રહણ ન થાય તો મૃતથી જે લાભ થવો જોઈએ તે ન થાય તો ભવિષ્યમાં શ્રુતના અભાવે નુકશાન થાય છે. (૩) વૈયાવચ્ચ કરતાં, મન-વચન-કાયાનો ઉત્સાહ હોવો જોઈએ. વૃદ્ધિ પામવો જોઇએ. શારીરિક શકિતથી અધિક ખેંચે, અને પછી બે મહિના માંદો પડે, તો એ ઉચિત વૈયાવચ્ચ ન કહેવાય. જુસ્સામાં ને જુસ્સામાં શકિતને ઓળંગીને કરી લે, પછીથી પડે. એવો પડે કે મહિનાઓ સુધી પડી રહેવું પડે તો ત્યાં પોતાનો ઉપકાર, પોતાની ઉચિતતા જોઇ ન કહેવાય.. જીવનમાં વૈયાવચ્ચની જ્ઞાનાદિની, તપ-ત્યાગની વગેરે કોઈપણ પ્રવૃત્તિ કરો, તેનાથી વર્તમાનમાં લાભ થવો જોઈએ, પછીથી પણ લાભ થવો જોઈએ અને પરલોકમાં પણ લાભ થવો જોઈએ અને બીજાને નુકસાન ન થાય તો યથાર્થ લાભ પ્રાપ્ત થાય છે. દિન-પ્રતિદિન આરાઘના વધે, દિન પ્રતિદિન પરિણામ વૃદ્ધિ પામે તો યોગ સાધ્યો કહેવાય. દરેક ક્ષેત્રમાં દીર્ઘ-દષ્ટિથી વિચાર કરવાનો છે. બે દિવસ ઉજાગરા કરે અને પછી દિવસે ઊંધ્યા કરે તે બરાબર નથી. દિવસના કાર્યો સદાય, આવશ્યક કર્તવ્યો પણ સદાય તે યોગ્ય નથી. વૈયાવચ્ચ નિરાશંસ ભાવે કરે, પરમાત્માની આજ્ઞા છે એમ માનીને કરે, અત્યંત ઉપાદેય બુદ્ધિથી કરે, ચિત્તની ધારામાં તન્મય બને, ચિત્તનો ઉત્સાહ વૃદ્ધિ પામે, વર્ષોલ્લાસ વૃદ્ધિ પામે, આનંદ વૃદ્ધિ પામે, આડા-અવળા સંકલ્પ વિકલ્પ ન આવે, ચિત્ત up અને down ન થાય, ચિત્તની ધારા એક સરખી બનેલી રહે. તો એ વિશુદ્ધ યોગબીજ યોગનું કારણ બની મોક્ષનું કારણ બને છે. સત્ય ઘટના કચ્છનો એક રાણો હતો, ઉપરાઉપરી બે-ત્રણ દુકાળો પડયા. અનાદિનો પાક ન થવાના કારણે લોકોના ટેક્ષ ન આવવાથી ભંડાર-તિજોરી ખાલી પડયા છે. નાણા સાફ થઈ ગયાં. રાણો મુંઝાય છે. જો આ પ્રજા વિફરે તો કદાચ મને મરવાનો વખત આવે. હવે અહી રહેવામાં જાનનું જોખમ છે. કયાંય ભાગી જાઉ. અને રાણો પહેરેલા કપડે ટ્રેનમાં ભાગ્યો. જામનગર પહોંચ્યો, ફુટપાથ ઉપર એક બાજુ પર બેઠો. એક શેઠની નજર એના પર પડી. આ કોઈ સામાન્ય માણસ નથી. “બાજૂતિઃપુન તથતિ” માણસને એની આકૃતિ ઉપરથી ઓળખી શકાય છે. ખાનદાની છાની ન રહે. શેઠ તેને ઘરે લઈ જાય છે. સ્નાનાદિ કર્યા બાદ જમાડે છે. પછી પૂછે છે, તમે કોઇ ખાનદાન કુળના છો. પણ અત્યારે કોઈ મુંઝવણમાં છો તેમ જણાય છે. બોલો શું મુંઝવણ છે? કહે છે-ભાઈ ! સંસાર છે પુણ્ય-પાપના ઉદય ચાલ્યા કરે, તડકા 2010_05 Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ને છાંયડા જીવનમાં આવ્યા કરે, બધી વાત કરે છે. સંપત્તિ તો ગઈ છે તેની ચિંતા નથી પણ માથે દેવું થયું છે. કેટલું છે ? ત્રણ લાખનું દેવું છે.. શેઠે ચેક બુક કાઢી, બોલો કેટલા પૈસા અપાય? તમે હો તો કેટલા આપો? શેઠે પાંચ લાખનો ચેક ફાડ્યો.. આ કહે નહીં, નહીં, મારે આટલા બધા નહીં જોઇએ. પણ સાંભળોત્રણ લાખનું તો દેવું ચૂકવશો. પછી ખાશો શું ? પીશો શું ? પેલો ના કહે છે, પેલો કહે, ના લેવા જ પડશે. આનું નામ જૈનશાસન છે. એની આપત્તિ ટળી જાય. અને પછી શું કરશે ? તે બધી સામા આત્માની ચિંતા કરવાનું જૈનશાસન કહે છે. તેના ચિત્તની પ્રસન્નતા થાય ત્યાં સુધીની ચિન્તા કરવાની. પૈસા તો આજ છે ને કાલ નથી. દ૬ લાખનો એક આસામી એક રાતમાં દરિદ્રી થઈ ગયો. એણે ૨૨ લાખ જમીનમાં દાટ્યાં હતાં. ૨૨ લાખ કોઈના ઘરે વ્યાજે મૂકયા હતાં અને ૨૨ લાખ ધંધામાં રોકયાં હતાં. પૈસો એવી ચીજ છે કે પાપનો ઉદય થયા પછી પકડીને રાખી શકાતી નથી. એકજ રાતમાં જમીનમાં દાટેલા પૈસા કોલસા થઈ ગયા, જેને ત્યાં મૂકયાં હતાં તે પાર્ટી ઉઠી ગઈ, અને ધંધામાં જબ્બર નુકશાન થયું. એટલે પૈસો બુદ્ધિથી રહેનારી ચીજ નથી. આ શેઠ પાંચ લાખ આપે છે ત્યારે કર્તવ્ય લક્ષે જ આપે છે. આપણા પૈસા તિજોરીમાં જ રહે તે સારૂં, કે સામી વ્યકિતના દુઃખ, દારિદ્ર તેનાથી દૂર થાય તે સારૂં? સંસાર કર્માધીન છે. મારું આ સમયે આ જ કર્તવ્ય છે. જે સમયે સમયે કર્તવ્યને વિચારે, કર્તવ્યને અનુસરે તેને કયારેય દુઃખી થવાનો પ્રસંગ આવે નહિં, અને કર્તવ્યનો ભંગ કરે , કર્તવ્યને સમજે નહીં તેને દુઃખ આવે છે. કર્તવ્યનું પાલન સૌથી શ્રેષ્ઠ છે. એક માણસ નવકારનાં “ નમો લોએ સવ્વ સાહૂણે ” નો જાપ રોજ કરે છે. અને બીજો માણસ ઉપાશ્રયમાં જઈને સાધુની સેવા, વૈયાવચ્ચ કરે છે... બેમાં કોણ ચઢે? વૈયાવચ્ચ કરનારો ચઢે છે. એમાં કર્તવ્યનું પાલન છે.. જ્ઞાન કરતાં ભાવના ચઢે છે. ભાવના કરતાં કર્તવ્યપાલન ચઢે છે. ભાવના વગરનું જ્ઞાન શુષ્ક બને છે. જ્ઞાનને અનુસારે આત્માને ભાવનાથી ભાવિત કરતાં નથી.; અને જે જ્ઞાન આત્માને ભીંજવે નહીં તે શુષ્કજ્ઞાન છે. અભવ્ય પાસે નવ પૂર્વનું જ્ઞાન છે પણ ભાવના નથી માટે શુષ્કજ્ઞાન છે. “જગતના જીવો સુખી થાવ” એમ ભાવના કર્યા કરે અને દુઃખીને જોઇને દુઃખ દૂર ન કરે તો એ ભાવના કેવી કહેવાય? શ્રદ્ધા, ભાવના સાચી કયારે બને ? શ્રદ્ધા, ભાવના વાંઝણી નથી. જો એ શ્રદ્ધા, ભાવનાથી કર્તવ્યના પાલન માટે દોડી જાય તો એ ભાવના શ્રદ્ધા સાચી. શ્રદ્ધાનો અર્થ જ શાસ્ત્રકારોએ કરણાભિલાષ” કર્યો છે. પેલા રાણાને પાંચ લાખનો ચેક મળતાં રાજીનો રેડ થઈ ગયો. દેવું ચુકવીશ, બે લાખ વધશે, વળી પાછો આગળ વધીશ, ગયો, દુષ્કાળ પણ દૂર થયો, ધીમે ધીમે પાપનો ઉદય ટળ્યો, પુણ્યનો ઉદય પ્રગટયો. ફરી રાણો બની ગયો. આ બાજુ આ શેઠને પુણ્યનો ઉદય ખસવા માંડ્યો, પાપનો ઉદય આવવા 2010_05 Page #155 -------------------------------------------------------------------------- ________________ સત્ય ઘટના ૧૨૫ માંડ્યો, બધું જ ગયું, દિવસ પછી દિવસ પસાર કરવા મુશ્કેલ બન્યા. આવી પરિસ્થિતિમાં સારો માણસ કોઇને કહી ન શકે, માંગી ન શકે, દિવસો કેવી રીતે પસાર કરવા? પત્ની વારંવાર કહે છે કે તમે પેલાને પાંચ લાખ આપ્યા છે ને? ત્યાં જાવ, પણ મન નથી માનતું. પણ પત્નીના કહેવાથી એની પાસે (કચ્છમાં) જઇ રહ્યા છે, પોતાની તો ઇચ્છા જ નથી. પરાણે પત્નીના કહેવાથી જાય છે. ચાલતાં ચાલતાં ત્યાં પહોંચી ગયાં. રાણો તે વખતે રાજ સભામાં બેઠેલો છે. હિંમત કરીને ત્યાં પહોંચે છે. સિંહાસન ઉપર બેઠેલા રાણાએ દૂરથી બે જણાને આવતા જોયા. માણસના પાપના ઉદયને પારખી લીધો. પાપના ઉદયને પરખી લેવો એ કોઈ મોટી ચીજ નથી. દરેક પરિસ્થિતિ તેની ચાડી ખાય છે. સભા બરખાસ્ત થયા પછી પૂછે છે બોલો, કેમ આવવું થયું છે. કહી શકતો નથી. પણ કહ્યા વગર છૂટકો નથી. મુંઝવણમાં લાગો છો. બધી વાત કરી, રાણાએ મંત્રીને બોલાવ્યો. “મંત્રીશ્વર ! આપણે ત્યાં આ મહેમાન આવ્યા છે. એને રહેવા માટે એક ઘર આપો. અને જીવવા માટે એક બકરી આપો.” આ સાંભળી પેલાના, પુણ્યશાળીના ભાવ-પરિણામ બગડતા નથી પણ તેની સ્ત્રીને આ શબ્દો આગ-ઝાળ જેવા લાગે છે. આપણે તો પાંચ લાખનો ચેક વણમાંગે આપી દીધો હતો, અને આજે એ આ રીતે આપણને આપવાની વાત કરે છે? ત્યારે પત્નીને કહે છે- ગાંડી આપણે લેવા માટે આપ્યું નથી. આ નિરાશં તો મેં તો બદલાની ઇચ્છા વગર કર્યું છે. પ્રતિક્રિયાની કોઈ અપેક્ષા રાખી જ નથી. માટે ખોટા ભાવ કરીશ નહીં. જગત ક્રિયા અને પ્રતિક્રિયા ઉપર ચાલે છે, ભાવ અને પ્રતિભાવ ઉપર ચાલે છે, action અને recetion ઉપર ચાલે છે; એનું નામ જગત છે. એનું નામ સંસાર છે. સંસાર આનાથી ચાલે છે. આ ભાઇના પરિણામ બગડતા નથી. ધર્મ પરિણામ પામ્યો છે. ઘર્મ પચાવ્યો છે. ગુણઠાણાની માથાફોડ કરવા કરતાં ઘર્મ પરિણામ પામ્યો છે કે નહીં? તે જૂઓ, જયારે પ્રતિકુળ સંયોગોમાં, પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-ભાવમાં, આત્મા મૂકાય ત્યારે પ્રતિકૂળ ભાવ જીવ ન કરે તે આત્મા ધર્મ પામ્યો કહેવાય. પ્રતિકૂળ દ્રવ્ય ક્ષેત્ર ભાવમાં પણ જીવ પ્રતિકૂળ ભાવ ન કરે તો ગુણઠાણામાં આગળ વધી શકશે. પ્રતિકુળ ભાવમાં પ્રતિકુળ અને અનુકુળ ભાવમાં અનુકૂળ ભાવ કરીએ તો આપણે પણ એક સંસારમાં જ છીએ. મેં તો એને કર્તવ્ય સમજીને જ પાંચ લાખનો ચેક આપ્યો હતો. પત્નીના ભાવ બગડે છે કે જેને તમે પાંચ લાખ આપ્યા તે આવા છે ? પેલો કહે છે કે જરા તું વિચાર તો કર. આજે આપણને રાખવા કોઈ તૈયાર નથી. ત્યાં આપણને રહેવા માટે ઘર આપ્યું અને જીવવા માટે બકરી આપી છે. પંદર દિવસ થયા પછી રાણો પૂછે છે કેમ છે ? કેમ ચાલે છે ? તો કહે સારું છે. પણ બકરી મરી ગઇ છે. ત્યારે રાણી કહે છે- પ્રધાનજી ! આમને એક ભેંસ આપો. ભેંસ લઈને ગયો. ફરી રાણો પૂછે છે કે કેમ છે? તો કહે સારું છે. પણ ભેંસ વિયાણી 2010_05 Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ છે. ને પાડી આવી છે. હવે કહે છે. પ્રધાન ! એમને હવે ૧૦ લાખનો ચેક આપો. પેલો ના પાડે છે. ના, ના, નહીં જોઇએ, નહીં જોઇએ. શંકા : હવે કેમ દશ લાખનો ચેક આપે છે ? પહેલાં કેમ બકરી આપી ? સમાધાન : એના ભાગ્યની પરીક્ષા કરવા, ભાગ્ય ન હોય ને દશ લાખ આપે તો કાળક્રમે બંને ભીખારી થાય, માટે ભેંસ આપ્યા પછી ભેંસને પાડી આવી છે. એ જોતાં જોયું કે હવે પુણ્ય વધ્યું છે. આપવામાં વાંધો નથી. રાણો કહે છે. આ દશ લાખ એ કંઇજ નથી. તમે તો મને કેવા સંજોગોમાં ૫ લાખ આપ્યાં હતાં ? માણસ કેટલું આપે છે તેની કિંમત નથી પણ કેવા સંયોગોમાં આપે છે તેની કિંમત છે. કટોકટીના સંયોગોમાં પાંચ હજાર પણ કિંમતી છે, અને કરોડ હોય ત્યાં બીજા કરોડ કોઈ આપે તો તેની કિંમત નથી. માતા પિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. એમ કહ્યું છે. કેમ એમ ? એમણે જે સંયોગોમાં, આપણી પરાધીનતામાં, અત્યંત અસહાય અવસ્થામાં આંખ ઉપર બેઠેલી માંખી ઉડાવવાની તાકાત ન હતી ત્યારે એમણે સહાય કરી છે. ચોવીસે કલાક બધી રીતે રક્ષા એ મા-બાપે કરી છે. માટે પુત્ર તેમના માટે ગમે તેટલું કરે તોય કંઇ જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે પુત્ર પોતાની ચામડીનાં જોડાં બનાવીને પહેરાવે તો પણ માતાપિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. ત્રણમુકિત થતી નથી. શેઠે રાણાને આપ્યા તે વગર ઓળખાણે આપ્યા છે. જેટલા જોઈએ તેનાથી અધિક આપ્યા છે. પોતાના સારા સંયોગોમાં આત્મા આપતા ન શીખ્યો હોય તો પોતાના પ્રતિકૂળ સંયોગોમાં મળે ખરા ? આપ્યું હશે તેને મળશે. વાવ્યું હશે તે લણશે. આપવાની વાત મોટી છે, વાવવાની વાત મોટી છે. બીજ જ વાવ્યું ન હોય તો અંકુર-પાંદડા-ફૂલ-ફળ કયાંથી આવશે? એ શેઠ પણ દશ લાખનો ચેક લઈ જાય છે. આખરે પાપનો ઉદય ટળે છે. અને પોતે પણ પાછો સ્થિર થઇ જાય છે. આપણને મળેલી શકિતનો ત્રણ રીતે વપરાશ થઇ શકે છે. (૧) શકિતને વાપરવી (૧) જેમ ઘઉના દાણાઓ શરીરમાં નાંખવાથી માત્ર જીવન નિર્વાહ થાય છે. (૨) શકિતને વાવવી (૨) ખેતરમાં વાવવાથી એક દાણામાંથી હજાર દાણાં થાય છે. અને (૩) શકિત વેડફવી (૩) એ દાણા રસ્તા ઉપર નાંખવાથી વેડફાઈ જાય છે. તેવી રીતે અનાદિકાળથી જીવે (૧) શકિતને ભોગ ઉપભોગમાં, સંજ્ઞાના પોષણમાં જ વાપરી છે. તેમાં કોઈ મહત્ત્વ નથી. પણ (૨) દાન, દયા, પરોપકાર, સેવા, સાતક્ષેત્રો અને અનુકંપામાં શકિતનું મુંજન કરીએ તો તે વાવ્યું કહેવાય છે. આત્માનું ઉત્તરોત્તર કલ્યાણ થાય છે. અને (૩) મોજ, શોખ, ફેશન અને વ્યસનોમાં વપરાતી 2010_05 Page #157 -------------------------------------------------------------------------- ________________ સત્ય ઘટના શિંકત વેડફાઇ રહી છે. આ શિકિતનો દૂરુપયોગ છે. અઢળક કર્મબંધ કરાવે છે. આત્માને દુર્ગતિમાં મોકલી દે છે. માટે શકિતનો સદુપયોગ કરવો જોઇએ. યોગ્ય માર્ગે વિનિયોગ કરી લ્યો, જો શકિતનો દુરૂપયોગ થાય છે, તો ભવાંતરમાં તે શકિતઓની પ્રાપ્તિ દુર્લભ બને છે. કર્મસત્તા તે શકિતઓ છીનવી લે છે. ફરીથી તે શકિતઓ કર્મસત્તા આપતી નથી. ૧૨૭ નિરાશંસભાવે, પરમાત્માની આજ્ઞા છે, એમ માની સેવા કરવી તે વખતે પોતાની એક સરખી ભાવના ચાલે, ચિત્તલીન બને, આનંદનો અનુભવ થતો હોય. આવી રીતે નંદીષેણે કર્યું. જેથી બે ભવમાં મોક્ષ થયો. નંદીષેણે અંદ૨ના શુભભાવોથી ઘર્મ Solid કરેલો, પણ છેલ્લે સ્ત્રીવલ્લભ થવાનું માંગ્યું. તેથી વૈરાગ્ય ઝાંખો પડ્યો. પણ વૈયાવચ્ચ દ્વારા અહંકારનો નાશ કર્યો છે, નમ્રતા, સજજનતાદિ બીજા ઘણાં ગુણો ઉભા રહ્યા છે. ચારિત્ર મોહોદયે પછીના ભવમાં ચારિત્ર ન પામ્યા, પણ બે ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. भवोद्वेगश्च सहजो, द्रव्याभिग्रहपालनम् । તથા સિદ્ધાન્તમાશ્રિત્ય, વિધિના Òવનાવિ TM || ૨૭ || ભવોદ્વેગ એ પણ યોગ બીજ છે. ભવ એટલે સંસાર તેનો ઉદ્વેગ, જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, કલેશ, માન, અપમાન, સંયોગ, વિયોગ વિગેરેથી ભરપુર આ સંસાર છે. સંસારમાં સાર નથી. સંસારમાં સુખ નથી. આવા સંસારના સ્વરૂપને વિચારતાં સંસાર પરથી કંટાળો આવે છે. તે વખતે જે વૈરાગ્ય થાય તે સહજ ઉદ્વેગ છે. સાહજિક છે. પરંતુ જેમાં ઇષ્ટનો વિયોગ થાય અનિષ્ટનો સંયોગ થાય તે વખતે દુ:ખ થાય અને શરીરમાં રોગાદિ થાય, માન અપમાન થાય અને સંસાર ઉપરથી મન ઉઠે તે દુઃખ નિમિત્તક વૈરાગ્ય છે. તે સહજ વૈરાગ્ય નથી, તે આર્તધ્યાન રૂપ છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જોઇએ. અગ્નિશર્માને ગુણસેન વારંવાર હેરાન પરેશાન કરે છે, ખૂબ ત્રાસ આપે છે, મશ્કરી ઠઠ્ઠા કરે છે, ગધેડા પર બેસાડે છે, ઢોલ વગાડે છે, દુઃખ આપે છે. નગરમાં ફેરવે છે. મોઢા ઉપર મેંશ ચોપડે છે, કરેણના ફૂલની માળા પહેરાવે છે, હજારો છોકરાઓ પાછળ ફરે. અગ્નિશર્મા ચીસો પાડે તે જોઇ બધા ખુશ થાય. રોજને રોજ આવા દુઃખોથી કંટાળી અગ્નિશર્મા ભાગ્યો છે. જયા૨ે વસંતપુ૨ નગરેથી ભાગ્યો ત્યારે દુઃખથી છુટવા ભાગ્યો છે માટે દુઃખગર્ભિત વૈરાગ્ય છે પણ પછીથી મોહગર્ભિત વૈરાગ્ય થયો છે. આશ્રમમાં આવ્યો, કુલપતિ વિગેરે તાપસોને જોયા, સંસારમાંથી કંટાળેલા તેને ત્યાં શાંતિ લાગે છે. પછી તેણે ભીષ્મ પ્રતિજ્ઞા કરી, માસક્ષમણના પા૨ણે માસક્ષમણ કરવાનું, પારણામાં એક જ ઘરે પારણું કરવાનું. આહાર ન મળે તો ફરી માસક્ષમણ કરવાનું. આ ભીષ્મ પ્રતિજ્ઞાથી વૈરાગ્ય દુઃખગર્ભિત ન રહ્યો કારણ કે દુઃખને તો સામે ચાલીને સ્વીકારે છે. પરંતુ મોહગર્ભિત છે. કેમ ? એના જીવનમાં કષાય, અજ્ઞાન, ખોટા આગ્રહ રહેલા છે. ગીતાર્થની નિશ્રા ન હોય તો શાન ગર્ભિત _2010_05 Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ યોગદાષ્ટનાં અજવાળાં -: ભાગ-૨ વૈરાગ્ય બને નહીં. એ પોતે ગીતાર્થ નથી, ગીતાર્થની નિશ્રા નથી. ગીતાર્થની શરણાગતિ નથી. કષ્ટમય જીવન છે પણ સમ્યગુ-માર્ગના અભાવમાં કાયકલેશ છે. ધર્મ નથી કારણ કે ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર, લાઘવ-ગૌરવનું જ્ઞાન નથી. ને દુષ્કર તપાદિ કરે તો પણ મોહગર્ભિત વૈરાગ્ય છે. પરમાત્માની આજ્ઞારુચિમાંથી આત્માને શુભ પરિણામ પ્રગટે છે, જ્યાં માર્ગનો સૂક્ષમ બોધ નથી, માર્ગના જાણકારની નિશ્રા નથી, તે બધા મોહગર્ભિત વૈરાગ્યમાં છે. મોહગર્ભિત વૈરાગ્યમાં વિષયનો-પદાર્થનો ત્યાગ છે. કષાયનો ત્યાગ છે પણ અજ્ઞાનનો ખ્યાલ નથી, અજ્ઞાન ખટકતું નથી. માટે ગુરુકુલવાસમાં રહેવું એ જ માર્ગ છે. “એ યોગે જો લાગે રંગ, આધાકર્માદિક નહીં ભંગ”. દ્રવ્ય-ગુણ પર્યાયનો રાસ (યશો. ઉપા.) ગુરુકુલવાસમાં જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય છે, માર્ગનો બોધ થાય છે, પરિણતિ નિર્મળ થાય છે. ઉત્સર્ગ-અપવાદનો ખ્યાલ આવે છે માટે ગુરૂકુલવાસમાં જીવન શ્રેષ્ઠ બને છે. જૈન દર્શનમાં દીક્ષા લીધા પછી ગુરુ નિશ્રાએ રહી જે ભણતાં નથી, ગણતાં નથી. ઉત્સર્ગ-અપવાદ સમજતાં નથી અને મેગેઝીનો વાંચીને વ્યાખ્યાનો આપે છે તેને શું શાસ્ત્રબોધ થઈ ગયો કહેવાય ? તેઓના જીવનમાં ખતરનાક ભૂલો થવાનો સંભવ છે. શાસ્ત્રનો સૂક્ષ્માતિસૂક્ષ્મ બોધ જોઈએ. તપ-જ૫ પછી છે. માર્ગનો સૂક્ષમાતિસૂક્ષ્મ બોધ એ ચારિત્રમાં જરૂરી છે. “વિષમકાળમાં નિર્ગુણ ગચ્છ, કારણથી જો વસીએ રે, દ્રવ્ય થકી વ્યવહારે ચલીએ, ભાવે નવિ ઉલ્લાસીએ” જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ જ્યાં ન હોય તેવા ગચ્છમાં રહેવાનો વખત આવે તો દ્રવ્યથી રહે પણ ભાવથી ન રહે. આ જૈન શાસનની મર્યાદાઓ છે. ગર્ભવાસનું દુઃખ કેવું છે ? અહીં પહેલી દૃષ્ટિમાં જીવને સહજ ભવોઢેગ હોય છે. સંસાર દુઃખ રૂપ છે. સંસાર ભયંકર છે. સંસારમાં પહેલું ગર્ભવાસનું દુઃખ છે માતાના પેટમાં, અંધારી કોટડી, મલમૂત્ર વિષ્ટાથી ભરપૂર, ઊંઘે મસ્તકે લટકવાનું. આ શરીરમાં સાડા ત્રણ કોડ રુંવાડા છે, તેમાં લાલ ચોળ અગ્નિ જેવી તપાવેલી ધગધગતી સાડાત્રણ ક્રોડ સોયો એક સાથે ખોસવામાં આવે અને જે દુઃખ (વેદના) થાય તેનાથી આઠ ગણું દુ:ખ ગર્ભવાસમાં છે. ગર્ભમાં કમસર દુઃખ વધતું જાય છે. પહેલા મહિને જે દુઃખ તેના કરતાં બીજા મહિને દુઃખ વધારે, બીજા કરતાં ત્રીજા મહિને, ત્રીજા કરતાં ચોથા મહિને વધારે દુખ. ગર્ભાવાસમાં જેમ જેમ સમય જાય તેમ તેમ દુઃખ કેમ વધતું જાય? કારણ કે શરીર વધતું જાય છે અને રહેવાની જગ્યા એટલી જ છે. એટલે શરીરને સંકોચાવું પડે છે. નાની જગ્યામાં મોટી વસ્તુ કેવી રીતે રહી શકે? એટલે એને ગુંગળામણ થાય છે. ગર્ભાવાસનાં દુઃખ કરતાં જન્મનું દુઃખ એનાથી વધારે છે. કારણ કે જેમાંથી નીકળવાનું છે તે ભાગ એનાથી સાંકડો છે નાનો છે. તે સાંકડી 2010_05 Page #159 -------------------------------------------------------------------------- ________________ ચારેગતિમય સંસાર દુઃખરૂપ છે ૧૨૯ જગ્યામાંથી નીકળવાની પીડા અસહ્ય છે. જન્મ કરતાં મરણનું દુઃખ વધારે છે. કારણ કે આત્મા શરીરની સાથે લોહાગ્નિ ન્યાયે એકમેક થયેલો છે. તેથી તેમાંથી છૂટા પડતાં અતિદુઃખ હોય છે અને શરીરને પોતાનું માન્યું છે. શરીરની મમતા વધારે તેને મરણની પીડા વધારે થાય છે. જેને શરીરની મમતા ઓછી તેને મરણની પીડા ઓછી. દેહની સાથે સ્વજન-કુટુંબની મમતા વધારે એને મરણની એથી વધારે પીડા છે. જેને જીવતાં (જીવનમાં) દેહની-કુટુંબની મમતા ઉતારી હશે તેને મરણની પીડા ઓછી થશે. જન્મની પીડા દેવોને નથી. બીજા જીવોને જન્મ-મરણનું દુઃખ પ્રત્યક્ષ છે. નારકીને શાતાનો ઉદય ક્યારે ? નારકીના જીવોને સતત-સખત દુઃખ હોય છે. પણ ત્યાં ચાર વખતે શાતાનો ઉદય હોઈ શકે છે. (૧) કોઈક નારકી જીવને ઉત્પત્તિ સમયે (જન્મ સમયે) (૨) તીર્થકરોના કલ્યાણક વખતે (એમાં પણ નિકાચિત અશાતાના ઉદયવાળા નારકીને તીર્થકરોના કલ્યાણકોમાં પણ શાતાનો ઉદય નથી.) (૩) કોઇ મિત્ર દેવ મળવા આવે, પ્રતિબોધ કરવા આવે ત્યારે દેવ પુણ્ય પ્રભાવથી ત્યાં શુભ પગલો વિકર્વે-ઉત્પન્ન કરે ત્યારે અશાતાનો ઉદય તેટલીવાર (સમય) ન હોય. (૪) જે નારકીનો જીવ ત્યાં ગ્રન્થિભેદ કરે, સમક્તિ પામે ત્યારે શાતાનો અનુભવ હોય. કારણ કે આત્મા, આત્માના સ્વરૂપમાં ગયો ત્યારે એ અશાતા, અશાતા નથી રહેતી. બહારથી અશાતા છે. દેખાવથી અશાતા છે. નિશ્ચયથી શાતા છે. અંદરથી શાતા છે. નરકમાં સમકિત પમાય છે. પંચેન્દ્રિય જીવો ચારે ગતિમાં સમકિત પામી શકે છે. નરકમાં પરમાધામી પીડા આપે ત્યારે જીવને પશ્ચાત્તાપ થાય. કે હું મનુષ્યભવ પામ્યો, સાથે પરમાત્માનું શાસન પામ્યો છતાં, કેવો અભાગી ! મેં પાપો કરીને જન્મ એળે ગુમાવ્યો, ઘર્મ કર્યો નહીં. મારા પાપો જ મને નડ્યા છે. આ રીતે પાપનો ધિક્કાર, પોતાની જાતનો ધિક્કાર એ સમકિત પમાડે છે. જ્યારે પાપીનો ધિક્કાર દુર્ગતિ અપાવે છે. જાતનો ધિક્કાર હું કેવો પાપી! હું કેવો પાપી! એ ભાવમાં આગળ વધતા ગ્રચિભેદ શક્ય બની જાય છે. ચારેગતિમય સંસાર દુઃખરૂપ છે ઈચ્છાના સંસાર કરતાં અનિચ્છાનું ચારિત્ર સારૂં. ભવદેવે અનિચ્છાએ ચારિત્ર લીધું તો ભવદેવ જંબૂકુમાર થઈને ઉભો રહ્યો. કદાચ સંસારમાં રહેવું પડે તો ય અનિચ્છાએ સંસારમાં રહેશો તો આત્મલાભ પામશો. બાહ્યદૃષ્ટિથી પણ સંસાર વિકત છે અને અત્યંતર દૃષ્ટિથી પણ સંસાર વિકત છે જ. સંગમે પ્રભુ મહાવીર ઉપર એક હજાર ભારનું કાળચક ફેક્યું તેનાથી ભગવાન જમીનમાં ખેંચી ગયા. તેનાથી જે અસહ્ય વેદના પ્રભુને થઈ તેના કરતાં અનંતગણી 2010_05 Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ વેદનાનું દુઃખ પહેલી નારકીના પહેલા પાથડામાં હોય છે. મનુષ્યનું અસહ્યમાં અસહ્ય દુઃખ, ઉત્કૃષ્ટ વેદના તેને અનંતે ગુણાકાર કરો તેટલી વેદના નારકીમાં ઓછામાં ઓછી વેદના કહેવાય છે. જ્યાં હું અને તમે બધા જઈ આવ્યા છીએ. આમ ૧૦૦૦ ભારનું કાળચક્ર, તેનાં કરતાં અનંતગુણ વેદના નરકમાં છે, તો એની અપેક્ષાએ ચારિત્રના કષ્ટો વેઠવા શું ખોટા? તિર્યંચ યોનિનાં દુઃખો પણ કેવા ભયંકર છે ? પરાધીનતાના દુઃખ, ભૂખ-તરસની પીડા, છેદન-ભેદનના દુઃખ, કેટલી ક્રૂર હત્યાઓ થઈ રહી છે, ભાર વૈઢવાના, ઉપરથી માલિકના માર ખાવાના, ભટકી ભટકીને ભવ પૂરો કરવાનો છે. નારકીને દુઃખ ભોગવી ભોગવીને, આખી જિંદગી પરમાધામીના માર ખાઈ ખાઈને પૂરી કરવાની છે. છૂટવું હોય તો છૂટાય નહીં. મરવું હોય તો મારી ન શકાય. દેવભવમાં સુખોમાં પાગલ બનીને જિંદગી પસાર થાય છે. મનુષ્યભવ એક એવો છે જ્યાં વિવેક મળ્યો છે, વિવેકથી જીવન જીવવાનું શક્ય છે. તેમાં પણ આ જીવ ભૂલો પડે છે. બાલ્યકાળ ભૂંડ જેવો છે. વિષ્ટા-મળ -મૂત્રમાં આળોટીને પૂરો કરે છે. યૌવનકાળમાં અર્થ-કામની પાછળ પાગલ બને છે. સ્ત્રીલંપટ બનીને ગધેડાની જેમ પૂરો કરે છે. વૃદ્ધાવસ્થામાં ગળીયા બળદ જેવો નિષ્ક્રિય બનીને જીવન પૂરું કરે છે. આમ આ કિંમતી માનવભવ આ રીતે પૂરો કરે છે. પણ ધર્મ કરીને સફળ કરતાં નથી. ફરી પાછા નારકી આદિના ભવોના પરિભ્રમણમાં ચાલ્યા જાય છે. ઇન્દ્રિયોને પરાધીન બનીને અનેકવાર જીવ દુઃખ સહન કરવા તૈયાર છે પણ સ્વાધીન બનીને કષ્ટ સહન કરવા (સંયમ જીવન સ્વીકારવા) તૈયાર નથી. મૃત્યુ સમયે તો જીવને એકલા જ જવું પડે છે. ચક્રવર્તીને પણ સ્વજનાદિ કોઈ પરિવાર સાથે નથી ગયો. ત્રણખંડનો રાજા રાવણ પણ યુદ્ધ પછી મૃત્યુની પથારીમાં એકલા જ પોઢ્યા છે. સંસારને ક્યાં તો રાજીનામું આપો. ક્યાં તો તમારે dismiss તો થવું જ પડશે. ઉભા પગે નહીં નીકળો તો આડા પગે તો નીકળ વાનું જ છે. સાધુની પાલખી નીકળે ને તમારી ઠાઠડી જ નીકળવાની છે. અને તમે પણ વિશિષ્ટ આરાધના કરો, સુંદર-શ્રેષ્ઠ કાર્ય કરો તો તમારી પાલખી નીકળી શકે. રજનીભાઈ દેવડી અભિષેકના પ્રસંગે પાલીતાણામાં દેવલોક થયા તો તેમની પાલખી નીકળી હતી. જે જીવનભર આરાધના કરે તેનું મૃત્યુ પ્રશંસનીય હોય, તે બધાની પાલખી નીકળે. બાકી તમે કહીને જાવ તોય તમારા દીકરા તમારી પાલખી નહીં કાઢે. કેમ ? જીવન પ્રશંસનીય નથી. જીવનમાં કંઈ કસ નથી. સંસાર સુખનું સ્વરૂપ (૧) જિનોપાસના (૨) ભાવાચાર્યની ઉપાસના પછી (૩) સહજ ભોગ એ ત્રીજું યોગબીજ છે સંસારનું સ્વરૂપ જેવું છે તેવું વિચારતાં સહજરૂપે ઉદ્વેગ પ્રાપ્ત થાય છે. આ સંસારમાં ચક્રવર્તીથી માંડીને નાના સુધી બધા વિડંબનાના દુઃખ ભોગવે - - 2010_05 Page #161 -------------------------------------------------------------------------- ________________ સંસાર સુખનું સ્વરૂપ ૧૩૧ છે. કોઈ સુખી નથી. સંસારનું સ્વરૂપ બુદ્ધિથી વિચારવાનું છે. જો બુદ્ધિથી ન વિચારે તો સંસારની અસારતા ન સમજાય. અને અસારતા ન સમજાય તો દષ્ટિ પ્રાપ્ત નહીં થાય. સંસારનું સુખ એ ખરેખર સુખ નથી. એ સુખ વિચિત્ર છે. કારણકે તે પહેલા ઇચ્છા પેદા કરે છે. ઇચ્છા કોને થાય? જે હંમેશા અતૃપ્ત હોય તેને ઇચ્છા થાય છે. દૂધપાકથી આકંઠ તૃપ્ત હો તો પછી દૂધપાક કોઇ આપે તો લેતા નથી. ઇચ્છા નથી. કારણ કે તૃપ્ત થઈ ગયા છો. આ તત્કાલ પૂરતી તૃપ્તિ છે. સદાને માટે ઇચ્છા ન થાય અને અતૃપ્તિ નીકળી જાય તેવું કદી સંસારમાં બનતું નથી. સંસારના પદાર્થો જ એવા છે કે જેને પામીને કોઈ કદાપી તૃપ્ત થયું નથી. જ્યાં સુધી ગુણોમાં શાંતિ, સુખ, સમાધિ, પ્રસન્નતા ન અનુભવાય એ આત્માને અનન્યગત્યા વિષયોથી જ તૃપ્ત થવું પડે છે. અને તે તૃપ્તિ મેળવવા પાર વિનાના દુઃખો સહન કરવા પડે છે. તૃપ્તિ બેથી અનુભવાય છે. સ્વગુણથી અને પરપદાર્થથી; આત્મા સ્વયં ચેતન છે, પર પદાર્થ જડ છે. જડથી તૃમિ કયાંથી થાય? આજે તમને અબજોપતિ થવાની ઇચ્છા થતી નથી, દેવલોકની દેવીની ઇચ્છા થતી નથી, વડા પ્રધાન થવાની ઈચ્છા થતી નથી, ચક્રવર્તી બનવાની ઇચ્છા થતી નથી. એનો અર્થ એ છે કે એની અતૃપ્તિ નીકળી ગઈ છે ? ના, ના, તો આવી ઈચ્છા કેમ થતી નથી? તો કહો અતૃપ્તિ તો પડેલી છે જ, પણ અત્યારે એ પદાર્થો મળે તેવી શક્યતા દેખાતી નથી. અત્યારે એ મળે તેવા સંજોગો નથી. ભીખારીને ઇચ્છા કેટલી? ખપ્પર, ચપ્પણીયું ભરાય એટલી જ છે, ખાવાનું પુરતું મળે તેટલી ઈચ્છા છે પણ મીલમાલિક બનવાની ઈચ્છા નથી, લાખોપતિ બનવાની ઈચ્છા નથી. એટલે એની તૃપ્તિ છે એવું નથી. જે ચીજો મળવાનો સંભવ છે તેની અતૃપ્તિ જીવનમાં દેખાય છે. અતૃપ્તિ એ કષાયનું અવ્યક્ત, અપ્રગટ, છૂપું સ્વરૂપ છે. પછી તેની ઈચ્છા થાય છે. ઈચ્છામાંથી ઝંખના થાય છે. તે પદાર્થ પકડવા-મેળવવા ઈચ્છા વેગ પકડે. ક્યારે મળે ? ક્યારે મળે ? એવી ઝંખના થાય છે. બોલો આ અતૃપ્તિ ઈચ્છા અને ઝંખનામાં સુખ છે કે દુઃખ ? સુખની અનુભૂતિ કે દુઃખની અનુભૂતિ ? દુઃખ છે, છતાં દુ:ખનો અનુભવ કેમ થતો નથી ? એક તો પુણયના ઉદયે જે ઈચ્છાઝંખના થાય છે તે પદાર્થ મળી જાય છે. માટે દુઃખનો અનુભવ નથી થતો અને બીજું ઈચ્છાનું દુઃખ શું છે તે જ ખબર નથી. પુણ્ય ન હોય અને તે પદાર્થ ન મળે તો તેને કેટલું દુઃખ થાય છે? વસ્તુના વિરહમાં જીવને માનસિક કેટલો સંકલેશ થાય છે. નારકીના જીવોને ખાવાની ઈચ્છા ખૂબ હોય છે. મેરૂપર્વત જેટલા અનાજના ઢગલા ખાઈ જાય, દુનિયાનું બધું જ અનાજ ખાઈ જાય, તેટલી ઈચ્છા હોય. તેને તૃષાની - તરસની પીડા કેટલી હોય છે કે પાણીથી ભરપૂર સમુદ્રના સમુદ્રો પી જાય તો ય તૃષા ન છીપે એટલી તૃષાની પીડા હોય છે. છતાં ત્યાં ખાવા માટે અન્નનો 2010_05 Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ દાણો ન મળે. પીવા માટે પાણીનું ટીપું ય ન મળે અને અશાતા વેદનીય કર્મના ઉદયે પુદ્ગલો વિપરીત પરિણામ પામે છે ત્યારે દુઃખ ખૂબ વધી જાય છે. ત્યારે ત્યાં રહેલા તે નારકીના જીવને દુઃખ થાય છે કે મેં કયાં આ ભૂલ કરી? મેં શું કામ ખાવાની ભૂલ કરી ? ફરી પાછી ખાવા-પીવાની ઈચ્છા થાય. ફરી પાછા વિપરીત યુગલો પરિણમે, ફરી ખાવાની ઈચ્છા અને વિપરીત યુગલો પ્રવેશતાં દુઃખ થાય છે. આખો સંસાર ઈચ્છા ઉપર ચાલે છે. અને મોક્ષ પણ ઇચ્છા ઉપર મળે છે. ઈચ્છા દ્વારા જ સંસારનો અંત લાવવાનો છે. ખોટી ઈચ્છા દૂર કરતાં જઇએ, અને સમ્યમ્ ઇચ્છા વધારતાં જઈએ, સમ્યમ્ ઇચ્છાનાં બળથી આત્માનો વિકાસ છે. પુણયના ઉદયે જેની ઈચ્છા-ઝખના કરી તે પદાર્થ મળી ગયો તે ઈચ્છાઓ પૂર્ણ થઈ તો શું ખરેખર સુખ થઈ ગયું ? આપણે મૂઢ છીએ, ગમાર છીએ, નિર્વિચારક છીએ માટે એ પદાર્થોમાં સુખ લાગે છે. જેમાં સુખ આપણને લાગે છે, જ્ઞાનીઓએ એમાં જ દુઃખના ડુંગરો જોયા છે. જ્ઞાનીને ચૌદ રાજલોકમાં ક્યાંય સુખનું બિંદુ, સુખની છાયા દેખાઈ નથી. અને આપણને સુખના ઢગલા દેખાય છે. તે આપણી મૂઢતા છે. પદાર્થ મળતાં, ભોગવટો કર્યો તેમાં જે સુખ મળ્યું તે વાસ્તવિક સુખની અનુભૂતિ છે કે બીજું કંઈ છે ? સંસારના બધા સુખો દુઃખના પ્રતિકારરૂપ છે પહેલા ઈચ્છા, ઝંખના દ્વારા ઘણું દુઃખ કર્યું છે, તે ઈચ્છા શમી તેનું નામ સુખ છે. જ્યારે ઈચ્છાઓ થઈ, જ્યારે દુઃખ થયું તે વખતે પુદ્ગલો વિષમ થયાં. સાત ધાતુઓ વિષમ બની હતી. તેમાં ખોરાકાદિના પુગલો મળતાં તે ધાતુઓ સમ બની છે. એમાં જીવે સુખ માન્યું. હકીકતમાં વિષમતા પુગલમાં હતી. પુદ્ગલની વિષમતાને જીવે દુઃખ માન્યું. લોહાગ્નિ ન્યાયે જીવ અને પુદ્ગલ સાથે સંકળાયેલા છે. વિષમ પુદ્ગલો સમ બન્યાં એટલે જીવે એમાં સુખનો આરોપ કર્યો છે. પણ આરોપ તે સાચું સુખ નથી. કારણ કે અહી પદાર્થ ભોગવવાની આતુરતા, ઔત્સુક્ય, આવેશ અને ચિંતા હોય છે. વળી આ પદાર્થો ચાલ્યા ન જાય તેનો સતત ભય હોય છે. આમ અનંતાનુબંધી કષાયના ભાવો હોવાથી સતત અસ્થિરતા અને ચંચળતાનો અનુભવ થાય છે. આવા આરોપિત સુખને સાચું સુખ માનવું એ જીવની ભ્રમણા છે. સાચું સુખ આત્મ-ગુણોના વિકાસમાં જ હોય છે. માટે જ જ્ઞાનીઓ સંસારના સુખને દુ:ખના પ્રતિકારરૂપ કહે છે. પહેલાં જીવે જે દુઃખ ઊભું કર્યું છે તે ઘટતું જાય છે તેને સુખ માન્યું છે. ભૂખનું દુઃખ જેટલું વધારે તેટલું ભોજનમાં સુખ લાગે છે. તૃષાનું દુઃખ જેટલું વધારે તેને પાણી પીવામાં સુખ હોય છે. દૂધપાકના પહેલા કટોરે (ઘૂંટડે) જે સુખ-આનંદ છે, તે બીજા કટોરે, ત્રીજા કટોરે, એમ સુખ વધે કે ઘટે? ઘટે છે. કેમ ? જો દૂધપાકમાં સુખ હોય તો સુખ 2010_05 Page #163 -------------------------------------------------------------------------- ________________ સંસારના બધા સુખ દુઃખના પ્રતિકારરૂપ છે ૧૩૩ વધવું જોઈએ. અચ્છા, સુખ ન વધે તો કાંઈ નહિ પણ તેટલું ને તેટલું સુખ તો રહેવું જોઈએ ને ? પણ પદાર્થનો સ્વભાવ એવો નથી. સંસારનું સુખ, દુઃખ પ્રતિકારરૂપ હોવાથી જેમ દુઃખ ઓછું થાય છે તેમ સુખનો અનુભવ પણ ઘટતો જાય છે. જેમકે અતિભૂખમાં દૂધપાકના પહેલા કટોરે જે હાશ ! અને જે સુખ થાય છે, તેનાથી બીજા કટોરે ઓછું સુખ, ત્રીજા કટોરે તેનાથી ઓછું એમ ઘટતા ઘટતાં પેટ ભરાઈ જતાં પછી પણ દૂધપાક પાવામાં આવે તો ઉલ્ટી (વોમીટ) થઈ જાય છે. એટલે તેને દુઃખ થાય છે. આ રીતે પુગલો, પદાર્થો સુખ આપી શકતાં નથી. યોગીઓ તો પદાર્થો વિના, પુગલના સહારા વિના પણ જીવી શકે છે. ઘણા યોગીઓ આજે પણ ધ્યાન, સમાધિમાં મહિનાઓ સુધી રહી શકે છે. ખાધા-પીધા વિના ઊંડાણમાં જઈને રહે છે. વાતો-ચીતો વિના મહિનાઓ સુધી રહે છે. જ્યારે આત્મા સ્વરૂપમાં જાય છે ત્યારે દેહની આસકિતથી છૂટો પડે છે. અંદરમાં તો આનંદ-આનંદ જ પડેલો છે .દેહનો સંયોગ વળગેલો છે તેથી શરીરના ઘર્મો બજાવવા પડે છે. જેણે અંદરમાં ડૂબકી મારી તેને સુખ વઘવાનું જ છે. દુઃખ ઘટવાનું જ છે. જ્ઞાનીઓ ત્રણે યોગની સ્થિરતામાં સુખ કહે છે અને ત્રણે યોગની અસ્થિરતામાં દુઃખ કહે છે. આપણે ત્રણે યોગની અનુકૂળતામાં સુખ માન્યું છે અને ત્રણે યોગની પ્રતિકૂળતામાં દુઃખ માન્યું છે. જેટલું મન શાંત બને, વચનથી જેટલા મૌન બનો, કાયાથી હલન-ચલન બંધ કરો તો સુખ છે. આપણા ને જ્ઞાનીના સમીકરણો જુદા છે. નાનો બાળક વિષ્ટામાં હાથ નાંખે છે. વિષ્ટાને મળે છે. ચૂંથે છે. સર્પનો સ્પર્શ ગમે છે, સર્પ કાબર ચીતરો ગમે છે. પણ મોટો થાય પછી તે ક્રિયા છોડે છે, જુગુપ્સા ઉભી થાય છે. એની સામે નજર પણ કરતો નથી. કારણ શું ? વિષ્ટાનું ભયાનક સ્વરૂપ હવે તેની બુદ્ધિમાં ઉપસ્થિત થયું છે. તેથી છૂટી ગયું છે. પદાર્થનું જેવું સ્વરૂપ છે, તે સમજાઈ જાય તો તેનું આકર્ષણ નીકળી જાય છે. સંસારના પદાર્થને ઓળખવામાં આપણો ક્ષયોપશમ બાળક જેવો છે. માટે આકર્ષણ થાય છે. અહીંથી ઘરે જશો તો બંગલા-ગાડી જોતાં આકર્ષણ થાય છે ? આપણે, જ્ઞાનીએ કહ્યું તેવું વાસ્તવિક પદાર્થ-સ્વરૂપ જોતાં નથી. સ્ત્રી એ રાખની ઢગલી દેખાય છે ? સ્ત્રી એ વિષ્ટાનો કુંડ દેખાય છે ? સ્ત્રી અશુચિનું ગાડું દેખાય છે ? અપૂર્ણ દર્શને હંમેશા રાગ થાય છે, અને પૂર્ણ દર્શને વિરાગ થાય છે. સંસારનો કોઈ પદાર્થ એવો નથી કે જેનું પૂર્ણ સ્વરૂપે દર્શન કરતાં આવડે તો વિરાગ ન થાય! વિરાગ થયા વિના રહે જ નહીં. સૈકાલિક પર્યાય જોતાં આવડતાં નથી. સૈકાલિક પર્યાયના દર્શન કરતાં શીખો. જેના પ્રત્યે રાગ છે તેની પૂર્વ અવસ્થામાં એટલે ગર્ભ અવસ્થા વિચારો. તેની પછીની અંતિમ-મૃત્યુ અવસ્થા વિચારો તો રાગ નીકળ્યા વિના રહે નહીં. આપણે ફક્ત વર્તમાન પર્યાયને જ જોઈ રહ્યા છીએ માટે રાગ થાય છે. 2010 05 Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ પુગલના રૂપાદિ સતત ફર્યા જ કરે છે. મથુરામાં વાસવદત્તા નર્તકી છે. ખુબ રૂપસંપન્ન છે. લાવણ્ય સુંદર છે. તેને માટે શેઠીયાઓ, રાજાઓ પણ આવે છે. તેના સુખ માટે લાઈનમાં ઉભું રહેવું પડે તેવી આ નર્તકી છે. આવી રૂપવતી કોઈનામાં પણ ન ફસાય, તે એક વખત ઉપગુપ્ત નામના રૂપવાન બૌદ્ધ ભિક્ષુકને જોઈને આકર્ષાઈ છે. ભિક્ષુકના રૂપમાં તે પાગલ બની, અને એની પાસે ભોગની પ્રાર્થના કરે છે. આ ઉપગુપ્તનો આત્મા પૂર્ણ વૈરાગી છે. તેના લોહીમાં, અણુએ અણુમાં વૈરાગ્ય છે. પ્રદેશ પ્રદેશે વૈરાગ્ય છે. તે કહે છે અવસરે આવીશ અત્યારે તો નહીં જ. આ સાંભળીને વાસવદત્તાનો પિત્તો ફાટ્યો. કંઈ સમજે છે કે નહીં, તારામાં અક્કલ છે કે નહીં? લોકો સામે ચાલીને માંગણી કરે છે. આજે હું સામેથી તને કહું છું તો તું ના કહે છે ? સમજે છે શું તારા મનમાં ? ભિક્ષુક કહે છે - વખત આવશે ત્યારે તારો ને મારો મેળાપ થશે. એ તો ગયો. કેલેન્ડરનું એકેક પાનું ઉતરતું જાય. તેની સ્થિતિ કેવી થાય? અને છેલ્લું પાનું આવે ત્યારે કેલેન્ડરની કેવી સ્થિતિ આવીને ઉભી રહે? રૂ૫, લાવણ્ય, કાંતિ પુણ્યના ઉદયે મળનારી ચીજ છે. અને રહેનારી ચીજ છે. પુણ્ય એ દગાખોર છે. એનો ભરોસો રખાય નહીં, એ વિશ્વાસઘાતી છે. પુણ્યના ભરોસે રહીને આત્મપુરૂષાર્થની ઉજજવલ તક ગુમાવવી એ કોઈ બુદ્ધિમત્તા નથી. પુણ્ય આ જ સુધીમાં કોને દગો નથી આપ્યો ? જગતમાં કયો પુણયનો ઉદય એવો છે કે જે શાશ્વત કાળ સુધી ટક્યો હોય? બધાના સૂર્ય એક દિવસ અસ્ત થયા છે. રૂપ, લાવણ્ય, સત્તા, સંપત્તિ બધું જ એક દિવસ અસ્ત થયું છે. આપણા ધર્મ પુરૂષાર્થની ખામી છે. મળેલી સામગ્રી, મળેલા સંયોગો ગમે ત્યારે બેવફા બને છે. એની ઊંડે ઊંડે શ્રદ્ધા થઈ નથી. જેને એવી શ્રદ્ધા થઈ છે તે કાચી સેકંડે છોડીને ભાગ્યા છે. ચારિત્રનો પુરૂષાર્થ કેમ ન કરવો? જેમાં એકાંતે હિત છે. પુરૂષાર્થ ફકત સંસારના પદાર્થો પાછળ છે. જો કે પુરૂષાર્થ અને ક્ષેત્રે છે. પણ લાભ-નુકસાન જોવા જેવા છે. ચારિત્રમાં એકાંતે લાભ છે જ્યારે સંસારમાં નુકસાન છે. આ બાજું વાસવદત્તાના શરીરમાં રોગાદિ પ્રવેશ કરે છે. વળી વૃદ્ધાવસ્થામાં તેના લોહીમાંસ સુકાય છે પછી દેહનું આકર્ષણ રહેતું નથી. તેના તરફ બધાને ધૃણા થાય છે. તે વખતે તે જીવને આર્તધ્યાન થાય છે. દુર્ધાન થાય છે. જેના પર મદાર બાંધ્યો હોય તે દગાખોર નીકળે તો દુર્બાન કોને ન થાય? વાસવદત્તાને રકતપિત્તનો રોગ થયો. પાચ-પર-અશુચિ એટલી નીકળે છે કે તેની સીમા નથી. જે બધા વાસવદત્તાની પાછળ પડ્યા હતાં, જે બધા વાસવદત્તાની પગચંપી કરતાં હતાં, જે બધા ભોગ માટે કાકલુદી કરતાં હતાં, તે કોઈ હવે તેની પાસે આવતા નથી. પુણ્યનો ઉદય ગયો, ભયંકર પાપનો ઉદય આવ્યો. કોઈ મથુરામાં રાખવા તૈયાર નથી. ગામની બહાર નગરની ગટરમાં ખેંચાઈને આવેલા અનાજના દાણાઓ ગોતી-ગોતીને ખાય છે. પુણ્યના ઉદયકાળમાં આ સંસાર સોહામણો દેખાય છે. (લાગે છે, તેના કરતાં 2010_05 Page #165 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલના રૂપાદિ સતત ફર્યા જ કરે છે. ૧૩પ પાપના ઉદયકાળમાં અનેક ગુણો બિહામણો-ભયાનક છે, કદરૂપો બને છે આ સમજ તમારામાં છે ? પાપના ઉદયે સંસાર તમને કદરૂપો લાગે છે ? જે આત્મા પુણ્યના ઉદયકાળમાં, અનુકૂળતામાં સજજન બનતા નથી, શાંત બનતા નથી, નમ્ર બનતા નથી, પરોપકારી બનતા નથી અને તેના પ્રતિપક્ષી અહંકારાદિમાં જીવે છે તેનો પુણ્યનો ઉદય જલ્દી ખતમ થવા લાગે છે અને પાપનો ઉદય નજીકમાં આવે છે. વાસવદત્તાના આ સ્વરૂપની પેલા ભિક્ષુકને ખબર પડી. વિરાગી એવો ભિક્ષક એની પાસે જાય છે. અત્યારે જવામાં સાર છે. મળ્યો. કહે છે. બેન ! આ જગતના બધા પદાર્થો આવાં છે. એક પણ પદાર્થ સારો નથી. તું સમજ. આપણે બીજી સાઈડ જોતાં નથી. પદાર્થને સાદ્યત જોવો જોઈએ. ભૂત અને ભાવિ પર્યાય જોતાં નથી માટે રાગ થાય છે. સંસારના પદાર્થોનો વિચાર કરતાં આવડી જાય તો રાગ તોડવો સહેલો છે. અનિત્યાદિ ૧૨ ભાવનાઓ રાગને તોડવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અને મૈયાદિ ચાર ભાવનાઓ દ્વેષને કાઢવા માટે શ્રેષ્ઠ છે. એકલા અનુષ્ઠાનોથી, એકલા ક્રિયાકાંડોથી રાગ નહીં કરે. રાગ કાઢવા માટે ભાવનાઓનો જબરદસ્ત Force જોઈશે. જ્યારે જ્યારે રાગ થાય ત્યારે હું મૂઢ છું, હું મૂર્ખ છું. એવું લાગવું જોઈએ. પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રાગાદિ કરાવવાની શક્તિ છે. તમને હીરામાં હીરો દેખાય છે. પણ હીરામાં નરક નથી દેખાતી તે બતાવે છે કે પદાર્થનું દર્શન સમ્યગુ નથી થયું. હે વાસવદત્તા! તારું પુણ્ય, તારી રિદ્ધિ, તારું યૌવન, તારું રૂપ, કયાં ગયું? જગતના બધા પદાર્થો આવા છે. સમજાય છે ! આ વાત તેને બરાબર બેસી ગઈ, તેનું કામ થઈ ગયું. ચક્રવર્તીને પણ આ વાત બેસી ગઈ તો છ ખંડ છોડતાં વાર ન લાગી. જે પદાર્થ તમારા નથી. તેની સાથે સંસારમાં રહેવાય કેમ? જે ચીજ આપણી હોય તેની સાથે જ રહેવાય. વ્યવહારમાં જેને પારકા માન્યા છે તેની સાથે રહો છો ? પારકા સાથે રહી તો જૂઓ. કેવી રીતે રહેવાય છે તે ખબર છે. વ્યવહારમાં ડાહ્યા-શાણા-ચકોર છો તેવા અહીં અધ્યાત્મમાં ડાહ્યા થઈ જાવ. જે ચીજ આપણી નથી તે ચીજ ગમે તેટલી સારી હોય તો પણ ખોટી અને જે ચીજ આપણી છે, ભલે દેખાતી ન હોય તો પણ તે સારી. જે જે પદાર્થ ઉપર જ્યારે રાગ થાય ત્યારે તે પદાર્થનું દર્શન કરતાં આવડ્યું નથી આવું માનશો ? વર્તમાન પર્યાય જ જૂઓ છો માટે રાગ થાય છે. પૂર્વ પશ્ચાત્ પર્યાય જોતા નથી. મૂઢ-ગમાર-નિર્વિવેકીને રાગ સહેલો છે. વિવેકીને વૈરાગ્ય સહેલો છે. વાસવદત્તા આવી અવસ્થામાં ધર્મ પામી જાય છે. જે યૌવનમાં ધર્મ ન પામી, રિદ્ધિ-વૈભવમાં આટલું બધું હોવા છતાં ધર્મ ન પામી અને રોગી અવસ્થામાં ધર્મ પામી ગઈ. કેમ? કારણ કે જ્ઞાનીઓએ બતાવેલું હવે બુદ્ધિમાં બેસી ગયું. હાડોહાડ લાગી ગયું. જે ચીજ મારી નથી તેને ખાતર મનને કોણ બગાડે? આત્માને કોણ બગાડે? સંકલ્પ 2010_05 Page #166 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -- ભાગ-૨ વિકલ્પ કરી કરીને અશુભ કર્મનો બંધ કોણ કરે ? સંસારનાં પદાર્થ ઉપર ક્યારેય રાગ કરવો યોગ્ય નથી. ૧૩ દ્રવ્યદષ્ટિ અને પર્યાચદષ્ટિ સિદ્ધોને રાગ- દ્વેષ નથી થતાં. તેઓ પદાર્થના મૂળ સ્વરૂપને જુએ છે. સિદ્ધો આપણને સિદ્ધસ્વરૂપે જુએ છે. સર્વ જીવોને સિદ્ધ સ્વરૂપે જૂએ છે અને સિદ્ધો બીજા પુદ્ગલ-પદાર્થોને પરમાણુના ઢગલા રૂપે જૂએ છે. એમ તમે પણ બધા જીવોને સિદ્ધ સ્વરૂપે જૂઓ અને પદાર્થોને ૫૨માણુનાં ઢગલા રૂપે જૂઓ તો કદી રાગ થાય ? ન થાય. પરમાણુના સ્કંધો જ છે. તેના આકારાદિ ન જૂઓ. તેના રૂપાદિને ન જૂઓ. પણ બધા જ પદાર્થોને પરમાણુના ઢગલા રૂપે જોયા કરો. ચિત્તમાં પરમાણુના ઢગલા રૂપે લાવ્યા કરો. તો તમને પણ રાગ થાય ? ન જ થાય. સિદ્ધો પદાર્થને મૂળ સ્વરૂપે જુએ છે. મૂળ સ્વરૂપમાં રાગ ન થાય. બીજા વિકલ્પો લાવો છો માટે રાગ થાય છે. સિદ્ધોને રાગ નથી. સિદ્ધો આપણને કર્મથી વીંટળાયેલા હોવા છતાં અઢાર પાપસ્થાનોથી ખરડાયેલા જોવા છતાં એ પરિણતિની ઉપેક્ષા કરે છે. મૂળમાં આત્મા અનંત શક્તિનો ભંડાર છે. મૂળને જૂઓ. પર્યાયદૃષ્ટિ બંધ કરો. શાની આપણને પર્યાયÊષ્ટિ જોવાનું બંધ કરવાનું કહે છે. સંસાર આખો પર્યાયદૃષ્ટિ ઉપર ચાલે છે. પદાર્થની વર્તમાન અવસ્થા સારી-ખોટી હોઈ શકે છે એ પર્યાયāષ્ટિ છે. પણ આપણને પર્યાય જોતાં નથી આવડતાં માટે જોવાની ના છે. પર્યાય જોતાં આવડ્યો ત્યારે કહેવાય કે એ પર્યાય જેમાંથી નીકળ્યો તે દ્રવ્યને જોતાં શીખો. એ પર્યાય જે દ્રવ્યનો છે તે દ્રવ્યોને જોવા માટે આપણો ઉપયોગ પ્રવર્તતો નથી. જેમકે, સોનાના હાર, મુગુટ, કડું છે તેમાં સોનું દેખાય કે હાર, મુગુટ દેખાય ? હાર, મુગુટ, કડું દેખાય તે પર્યાયદૃષ્ટિ છે. અને બધામાં સોનું દેખાય તે દ્રવ્યદૃષ્ટિ છે. તમે બધાને અહીથી ઘરે જતાં બધાના બંગલા દેખાય છે કે આ માટીનો ઢગલો છે, ઈંટોનો ઢગલો છે, પરમાણુનો ઢગલો છે, એમ જૂઓ છો ? જોતાં શીખો તો રાગ-દ્વેષથી બચી શકાય છે. આખરે દૃષ્ટિ જ કેળવવાની છે, દૃષ્ટિને જ સુધારવાની છે. દૃષ્ટિ બગડી છે, દૃષ્ટિનો બગાડો એનું નામ સંસાર. દૃષ્ટિ બગડી છે તે પુણ્યના ઉદયે સુખ સંપત્તિમાં ય સુખ ન અનુભવે. આંતરિક તત્ત્વ બગડેલું હોય, દૃષ્ટિ બગડેલી હોય તો બાહ્ય પદાર્થમાં પણ સુખ ન અનુભવી શકે. જૂઓ મમ્મણ, રાજા શ્રેણિક ક૨તાં અધિક સંપત્તિ મળેલી, પણ સુખ ભોગવી શકયો નથી. મમ્મણની આંતરિક દૃષ્ટિ બગડેલી છે. અધિક સંપત્તિ પણ સુખ આપી શકે નહીં. જેની દૃષ્ટિ જેટલા અંશમાં સ્વચ્છ નિર્મળ તેટલા અંશમાં બાહ્યથી પણ સુખ અનુભવી શકે છે. દૃષ્ટિનો બગાડો એ અધર્મ, દૃષ્ટિનો સુધારો એ ધર્મ અને દૃષ્ટિમાંથી સંપૂર્ણ બગાડનો નિકાલ એ દૃષ્ટિની પૂર્ણતા, એ કેવળજ્ઞાન. દૃષ્ટિનો બગાડો એટલે આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં મિથ્યાત્વનો તીવ્ર રસ, કષાયનો તીવ્ર રસ, એટલે કે ત્રિસ્થાનક રસ, ચતુઃસ્થાનક રસનો ઉદય થાય ત્યારે 2010_05 - Page #167 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય અભિગ્રહનું પાલન ૧૩૭ દૃષ્ટિ બગડેલી કહેવાય છે ને ત્યારે દુર્જનતા આવે છે તેને સુખ મળતું નથી. દૃષ્ટિનો સુધારો થવો જોઈએ. કષાયનો રસ ઘટે, મિથ્યાત્વનો રસ ઘટે, ચારિત્રમોહનીયનો રસ ઘટે એટલે કે જધન્ય દ્રિસ્થાનિક રસ બને, એક સ્થાનિક રસ બને ત્યારે દૃષ્ટિનો સુધારો થયો કહેવાય. દષ્ટિ સુધરે ત્યારે તે માનવ બને છે. સજ્જન બને છે. અનાસક્ત બને છે. સંત બને છે, મહાત્મા બને છે, અપ્રમત્ત બને છે, તે વખતે આત્મા સુખનો અનુભવ કરી શકે છે. મતિજ્ઞાન જ કેવળજ્ઞાન રૂપે બને છે. દષ્ટિ અને દ્રષ્ટાનો ભેદ નીકળી જાય એ કેવળજ્ઞાન છે. દષ્ટિ દ્રષ્ટામાં સમાઈ જાય છે. ત્યાં આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું રહેતું નથી. દૃષ્ટિ એટલે શું? પૂર્ણજ્ઞાનનો અંશ એ દષ્ટિ છે એમાં પાછો બગાડો હોય માટે પર્યાયદષ્ટિ ખતરનાક છે. સમયસાર વિગેરે નિશ્ચય ગ્રન્થો કહે છે કે “પર્યાયને ન જુઓ” પર્યાયની ઓઠે (પાછળ) રહેલા દ્રવ્યને જુઓ. તત્ત્વની વાતો વિરલાને જ સમજાય. અંદરથી કષાય રસ તૂટે પછી સજ્જનતા, નમ્રતા, પરોપકાર, માતાપિતાની ભક્તિ, પરમાત્મભક્તિ, સાધુ સંતોની સેવા વિગેરે ગુણો આવે છે. પછી એથી કષાયરસની વિશેષ હાની થાય ત્યારે સમ્યકત્વ આવે. ત્યારે આત્માને દ્રવ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. માટે વ્યવહાર પહેલો, નિશ્ચય પછી આવે છે. આ દૃષ્ટિમાં સહજ ભવોગ હોય છે. દ્રવ્યમાકપાનનમ્ ભવોઢેગ યોગબીજ આવ્યા પછી આ દૃષ્ટિમાં ચોથું યોગબીજ હોય છે. દ્રવ્ય અભિગ્રહનું પાલન અભિગ્રહ એટલે અરિહંતાદિ પાંચની સાક્ષીએ લીધેલો નિયમ તે અભિગ્રહ છે. જેમ કે ચાતુર્માસમાં જે સાધુ મહારાજ આવે તે બધાના ઔષધાદિ હું લાવીશ. તે બધાની સેવા હું કરીશ, વિગેરે અભિગ્રહ લેવા. જેમ કે કુમારપાળ મહારાજા, ચાતુર્માસમાં પાટણની બહાર ન જવું, પાંચ વિગયનો ત્યાગ, રોજ જિનપૂજા, રોજ સામાયિક વિગેરે ભિન્ન ભિન્ન પ્રકારના અભિગ્રહોનું પાલન કરતા હતા. આવા અભિગ્રહનું પાલન પહેલી દષ્ટિમાં જીવ કરે છે. અભિગ્રહ શા માટે ? મનની દ્રઢતા, મનની કેળવણી અભિગ્રહથી થાય છે. જેનો અભિગ્રહ કર્યો હોય તદ્વિષયક વીર્ય સહજ રીતે સ્કુરાયમાન થાય છે. તે કાર્ય કરતી વખતે ઉલ્લાસ આવે છે. તેનાથી પ્રતિપક્ષી ચીજના રાગાદિ નીકળી જાય છે. :- જેમ કે કેરી ન ખાવાનો અભિગ્રહ લીધો. એનાથી ફાયદો શું? તો બીજા કેરી ખાતાં હોય તોય રાગાદિ થતાં નથી. આ રીતે મન કેળવાય છે. આવા અભિગ્રહથી બીજો મોટો લાભ એ છે, કે મહાત્માની સેવાનો અભિગ્રહ, ઔષધાદિ લાવી આપવાના અભિગ્રહથી એ મહાત્માની નિકટમાં રહેવાય છે. એમના સન્નિધાનથી એમની વિશેષતાનો ખ્યાલ આવે છે. તેમના હૃદયમાં સ્થાન મળે છે. તેનાથી સંસાર ઘસાય છે. સંસારથી છૂટવાનો આ પણ ઉપાય છે. અભિગ્રહનું પાલન દ્રવ્યથી કેમ કહ્યું? ભાવથી અભિગ્રહ પાલન એ વિશિષ્ટ ક્ષયોપશમ રૂ૫ છે. પહેલી ચાર દૃષ્ટિમાં ગ્રન્થિભેદ થયો નથી. ત્યાં સુધી જે અભિગ્રહનો સ્વીકાર તે દ્રવ્ય-અભિગ્રહ કહેવાય છે. અભિગ્રહને બતાવનારા અરિહંતો 2010_05 Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ છે. આત્મા એમનું શરણું ન લે, અરિહંતાદિમય ન બને ત્યાં સુધી ભાવ અભિગ્રહ ન આવે. ભાવધર્મની પ્રાપ્તિ ગ્રન્થિભેદ પછી છે. અભિગ્રહ ભાવથી કયારે બને ? જયારે ઉપયોગ તન્મય બને. મહાત્મામય બને. અર્થાત્ ગૃહવાસ ત્રાસરૂપ લાગે, વિડંબનામય લાગ્યા કરે. અભિગ્રહનું ઉત્કૃષ્ટ પાલન કરે, કડક પાલન કરે. પણ જો ગ્ર િપડી છે તો તે તેનો ભાગ ભજવે છે. ગ્રન્વિનું કાર્ય એ જ કે દ્રવ્યથી ક્રિયા કરાવે. પણ તે ક્રિયામાં ભાવને ન આવવા દેવાનું કામ ગ્રન્વિનું છે. ગૃહવાસમાં રહીને ગ્રન્થિભેદ કરવો તેના કરતાં ગૃહવાસ છોડીને ગ્રન્થિભેદ કરવો સહેલો છે. રાગના નિમિત્તોમાં રહીને રાગને ખતમ કરવો તેના કરતાં રાગના નિમિત્તોને છોડીને રાગ છોડવો સહેલો છે. અહીં મહાત્માની સેવા કરે છે. ગમે છે. છતાં દ્રવ્યથી છે. કેમ? મહાત્મા ગમે છે. પણ તેના કરતાં પહેલી દૃષ્ટિમાં કુટુંબ- પરિવાર વિગેરે વધારે ગમે છે. મતિજ્ઞાનના ઉપયોગમાં તાણાવાણાની જેમ વણાયેલો જે રાગ-દ્વેષનો જટિલ પરિણામ તે ગ્રન્ચિ છે. તેથી જે ક્રિયા કરે તેમાં રાગ ચઢી બેસે છે. જેટલા અંશમાં મિથ્યાત્વનો પાવર, અનંતાનુબંધીનો પાવર ઘટે તેટલા અંશમાં દેવ ગુરુ ગમવા લાગે છે. દેવ-ગુરુ ગમ્યા એટલે ભકિત કરે છે, પણ ગ્રન્થિ ભેદાઈ નથી- એટલે દેહ અને ઇન્દ્રિય સાથે હજી અભેદતા છે. દેહ ઇન્દ્રિયો સાથે જે અભેદ પરિણામ છે, રાગ ભળેલો છે એ ગ્રન્થિનું કાર્ય છે. ગ્રન્થિભેદ થાય પછી આત્મા ગમે છે. પરમાત્મા ગમે છે, મહાત્મા ગમે છે. આ બધું જયાં સુધી તીવ્ર ન બને ત્યાં સુધી અભિગ્રહ દ્રવ્યથી હોય છે. ભલે દ્રવ્યથી અભિગ્રહ હોય પણ શું કામ કરે છે? અંદરમાં પડેલી રાગાદિ પરિણતિને તોડે છે. આ વ્યાખ્યાન શ્રવણ પણ દ્રવ્યથી છે. એની જેમ જેમ રુચિ પેદા થાય તેમ તેમ રાગાદિ તૂટશે. ગ્રસ્થિભેદ થાય કે ન થાય એ વાત પછીની છે. પણ આ ગ્રન્થિભેદ કરવા માટે ઝઝૂમશો તે વાત પણ મોટી છે. એ માટેનો પ્રયત્ન કેટલો છે ? ગ્રન્થિભેદ થયા પહેલા પરોપકારની મોટી મોટી વાતો કરવા કરતાં, પહેલાં સ્વોપકાર કરી લેવા જેવો છે. ગ્રન્થિભેદ કરવો એ સ્વોપકાર છે પછી પરોપકાર કરવાથી મનુષ્યભવ સફળ બને છે. સિદ્ધિ પછી વિનિમય કરવો જરૂરી છે. ગ્રન્થિભેદ માટે તારક તત્ત્વોનું સનિધાન અતિ જરૂરી છે. ગુરૂનું સન્નિધાન જરૂરી છે. - વર્તમાન સંસારની દુર્દશા આગઝાળ જેવા સંસારમાં જીવમાત્ર શેકાઇને બળી રહ્યા છે. બંગલા ને ફર્નીચરો ભલે લાખોના ને કરોડોના હોય પણ ત્યાં વિષય - કષાયની બદબૂ સિવાય કશું જ નથી. તમને ઉપાશ્રયમાં આવીને શાંતિ થાય છે. અને તમારા ઘરમાં આવીને, જોઇને અમારો વૈરાગ્ય મજબૂત બને છે કે આ બિચારાઓ પાર વિનાની મજૂરી કરે છે. કયાંય શાંતિ નથી. એમની શાંતિ કયાંય ચાલી ગઈ છે. આજે વેપારમાં શાંતિ નથી. ઘરમાં પણ શાંતિ નથી. ઘરે આવ્યા પછી ધંધાની જરૂર ખરી ? ફોનની જરૂર 2010_05 Page #169 -------------------------------------------------------------------------- ________________ સાચો વારસો શ્રુતજ્ઞાન ૧૩૯ ખરી? ભૌતિક સાધનોના ગુલામ થઈ ગયા છો. જીવનને વિકૃત કરી નાંખ્યું છે. આજે માનવે શાંતિ - સમાધિ ને પ્રસન્નતા ગુમાવી છે તેથી મનુષ્યભવ બગડ્યો છે. ગાંધીજી દેશને સ્વતંત્ર બનાવવા ઇચ્છતા હતાં. ત્યારે તેમની કલ્પના કેવી છે તે જુઓ. તેઓ કહે છે કે હું તે સ્વતંત્ર ભારતની કલ્પના કરું છું કે જે ભારત હજારો ગામડામાં વહેંચાયેલું હોય અને જે ભારતમાં તાર ન હોય, ટપાલ ન હોય, ટેલીફોન ન હોય, ટ્રેઈન ન હોય, માનવ પોતાની જરૂરીયાતની ચીજો સ્વતંત્ર રીતે ઉત્પન કરતો હોય. સ્વાશ્રયી માનવ હોય, ખેતી દ્વારા જીવન જીવાતું હોય, વસ્ત્રો જાતે બનાવાતા હોય વિગેરે. આવા સ્વતંત્ર ભારતની હું કલ્પના કરું છું. આ તમારા ગાંધીજીએ જરાય ગુલામી વગરના ભારતની કલ્પના કરેલી. એ સુખ કેવું હશે? એ બધામાં તમને સુખ જોતાં આવડે છે ? આ ફોન - બોન તમને ત્રાસ રૂપે નથી લાગતાં ? ઘરે આવ્યા પછી પણ શાંતિથી જીવવા ન દે !! ફોન આવ્યા જ કરે, આવ્યા જ કરે આ બધાથી કંટાળો આવે છે ? સુખ છે, સ્વરૂપ સાથેના attachment માં દુઃખ છે, પદાર્થો સાથેના attachment માં તમે સામાયિક – પૂજા બધું કરો છો પણ attachment ને તોડી શકતા નથી. તો ઘર્મ કેવી રીતે કહેવાય ? વંકચૂલને એના જીવનમાં એકેક અભિગ્રહ કામ કરી ગયા છે. તે પોતે લૂંટારો હતો. બધી વાતે પૂર્ણ હતો. તેણે એક પ્રસંગે ગુરૂ પાસે ચાર નિયમો લીધાં (૧) અજાણ્ય ફળ ન ખાવું (૨) કોઈને પણ ઘા મારતાં પહેલાં સાત ડગલા પાછા હટીને પછી મારવું (૩) રાજાની રાણી સાથે દુરાચાર સેવવો નહીં (૪) અને કાગડાનું માંસ ખાવું નહીં. તેના જીવનમાં ચારે નિયમોનું તેણે પાલન કર્યું. તે બધી કસોટીમાંથી પસાર થયો. સાત્ત્વિકતાથી પાલન કરી, ચોર પણ બારમા દેવલોકે મરીને જાય છે. આ રીતે દ્રવ્યથી અભિગ્રહ પાલન યોગબીજ છે. ખુદ મહાવીર પરમાત્માને પણ અભિગ્રહ કરવાં પડ્યા છે. પાંચ માસને પચ્ચીશ દિવસે અભિગ્રહ પૂર્ણ થાય છે. પરમાત્માને અભિગ્રહની શી જરૂર? શું કામ અનાર્યદેશમાં ગયા? જયારે કર્મોની બળવત્તા હોય ત્યારે પુરુષાર્થ કરવો પડે છે. મન મજબૂત કરવું પડે. સહેલાઈથી મન દઢ ન થાય તેણે અભિગ્રહ કરવા જોઈએ. કર્મ સામે ઝઝૂમવાનું છે. બળવાન કર્મની સામે ઝઝૂમવા પરમાત્માને પણ અભિગ્રહ કરવા પડ્યા છે. તો આપણે અભિગ્રહની જરૂર નહીં ? અભિગ્રહના પાલનથી સત્ત્વ ઘણું ખીલે છે. સત્ત્વને ખીલવવા આપણે પણ અભિગ્રહની ઘણી જરૂર છે. અભિગ્રહ ઘણી રીતે લઈ શકાય છે. જેમ કે સવારનું પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું, સાંજનું પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું. કાઉસગ્ગ ઊભા ઊભા કરવો. વિગેરે. અભિગ્રહથી સાત્વિક પ્રકૃતિ ખીલે છે. સાચો વારસો શ્રુતજ્ઞાન આ પહેલી દ્રષ્ટિમાં રહેલો યોગી ઘર્મશાસ્ત્રોની ઉપાસના કરે છે. તે પાંચમું યોગબીજ છે. 2010_05 Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪) યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-ર लेखना पूजना दानं, श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिंतना भावनेतिच २८ આ દૃષ્ટિમાં રહેલો યોગી શાસ્ત્રની ભિન્ન ભિન્ન રીતે ઉપાસના કરે છે. ધર્મશાસ્ત્રનું લેખન વિગેરે કરાવે છે. કામશાસ્ત્ર, અર્થશાસ્ત્રનું લેખનાદિ નથી કરાવવાનું. તેવા શાસ્ત્રો તો કામવાસના અને ધનલોભ અર્થલાલસા ઉત્પન્ન કરનારા શાસ્ત્રો છે. સંસાર વૃદ્ધિ કરનારા છે. માટે પૂર્વાચાર્યોના રચેલાં, ચષિ – મહર્ષિ પ્રણીત જે અધ્યાત્મના શાસ્ત્રો છે તેનું લેખન કરાવવું. ન્યાયથી ઉપાત્ત ધનનો સમ્યગુ. ઉપયોગ લેખન દ્વારા કરે છે. અને જે લહિયા પાસે શાસ્ત્ર લખાવે તેને છેતરે નહીં, તેને નારાજ ન કરે, તેનું મન પ્રસન્ન રહે તે રીતે લખાવે. પછી પૂજન કરે એટલે પુષ્પ - વસ્ત્રાદિથી તેનું પૂજન કરે. ધર્મશાસ્ત્રોના પુસ્તકોનું દાન કરે, શાસ્ત્રોનું – જિનવાણીનું શ્રવણ કરે, વાચના એટલે સ્વયં વાંચન કરે. ઉગ્રહ એટલે ગુરૂ પાસે વિધિપૂર્વક ગ્રહણ કરે, એટલે વાચના દાતાનું આદર બહુમાન કરે. ભકિત કરે, વંદન કરે. ઉભડક પગે બેસવું, હાથ જોડીને બેસવું, એકાગ્રચિત્તે બેસવું, ગુરૂ સન્મુખ ચાતકની જેમ જોવું, આસન વિગેરે પાથરે, સ્થાપનાચાર્ય મૂકે, આ બધું કરે તો વિધિપૂર્વક ગ્રહણ કહેવાય. વાચના લેતાં આ વિધિ ન કરે અને ઠઠ્ઠા - મશ્કરી કરે તો તેને વાચનામાંથી ઉઠાડી મૂકવાનું શાસ્ત્ર કહે છે. આ રીતે ગ્રહણ કરે, પછી વાચનાદિ પાંચ પ્રકારે તેનો સ્વાધ્યાય કરે, આજ શાસ્ત્રોના અર્થને અનુસારે ચિંતન કરે, આ જ શાસ્ત્રોના વિષયોથી ભાવિત બને. આ બધા પહેલી દષ્ટિના યોગબીજો છે. પૂર્વના મહર્ષિઓએ શ્રુતજ્ઞાનનો વારસો સાચવી રાખ્યો છે, માટે આપણી પાસે આવી શક્યો છે. ઉપાધ્યાયજી યશોવિજયજી, હરિભદ્રસૂરિ જેવા સૂરિપુંગવો ન મળ્યા હોત તો આ વારસો આપણને કેવી રીતે મળત? તેમણે પૂર્વધરોની વાતો, લુપ્ત થઈ ગયેલી વાતો, દષ્ટિની વાતો આપણી સમક્ષ મૂકી છે તો આપણે પામ્યા છીએ. ૪૫ આગમમાં ભકિતયોગ આટલો બધો ન મળે પણ જ્ઞાનયોગ સાથે ભકિતયોગ જોઈએ જ. આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાયજી મહારાજે ભકિતયોગ ખૂબ સુંદર આપ્યો છે. ઉપાધ્યાયજી કહે છે - सारमेतन्मयालब्ध, श्रुताब्धेरवगाहनात् , भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ।। સમસ્ત શ્રત સાગરનું અવગાહન પ્રાપ્ત કર્યા પછી મારા વડે સાર પ્રાપ્ત કરાયો કે પરમાત્માની ભકિત પરમાનંદ સંપત્તિ પામવાનું બીજ છે. તેમણે આપણા શાસ્ત્રોના આપાત દષ્ટિથી પૂર્વાપરના વિરોધી લાગતા પદાર્થોનો પરસ્પર સંબંધ કરી બતાવ્યો છે. શ્રતને અસંદિગ્ધ કરી બતાવ્યું છે. જેનાથી આપણી શંકાઓ ટળી જાય છે. શ્રુતનો વારસો આપણને મળ્યો છે. શ્રત એ દીવો છે, ઋતથી જ કલ્યાણ થાય છે. ક્ષપકશ્રેણી માંડનારને શ્રુતજ્ઞાન હોય, હોય ને હોય 2010_05 Page #171 -------------------------------------------------------------------------- ________________ સાચો વારસો શ્રુતજ્ઞાન ૧૪૧ - જ. એમાં મતિજ્ઞાનનું ચિંતન ભળે છે. તેવા શ્રુત વિના મોહ તૂટે નહીં. પછી જીવ ક્ષપકશ્રેણી માંડે છે. આ વારસો ભાવિ પ્રજાને મળે માટે એ પ્રવાહને ચાલુ રાખવા માટે આ દૃષ્ટિમાં રહેલો યોગી શાસ્ત્રોને લખાવે છે. પ્રાકૃત - સંસ્કૃત શાસ્ત્રોની જેમ કોઈ મહાપુરૂષોએ ગુજરાતી વિવેચન લખ્યું હોય તો પણ લખાવવું જોઈએ. સિદ્ધર્ષિ ગણિ ૨૧ વાર બૌદ્ધ અને જૈનમાં ફર્યા છે. બૌદ્ધમાં જાય પાછા જૈનમાં આવે, પાછા બૌદ્ધમાં જાય, કયાંય સ્થિર ન થયા. એકવીશમી વાર તો નિર્ણય કરીને આવ્યા છે કે હવે આ ઓધો ગુરૂને આપી જ દેવો છે. કેવા ગુસ્સામાં આવ્યા હશે ? કેવા વ્યર્ડ્સાહિત થયા હશે ? ગુરૂ મુખાકૃતિ પરથી ઓળખી ગયા આજે સમજાવવા જેવો નથી, અત્યારે ઉપદેશનો અવસર નથી. ક્રોધમાં રહેલાને ઉપદેશ શું અસર કરશે ? ગુરૂ પાટ ઉપર બેસાડે છે. હું બહાર જઇને આવું છું. નમુત્થણે સૂત્ર ઉપર લખાયેલી હરિભદ્રસૂરિજી મહારાજાની લલિતવિસ્તરા વાંચવા આપે છે. જેમ જેમ લલિતવિસ્તરા વાંચતા ગયા, પરમાત્મા શું છે તે સમજતા ગયા તેમ ક્રોધ શમવા લાગ્યો, મિથ્યાત્વ પીગળવા લાગ્યું. પરિવર્તન આવ્યું. જૈન દર્શનમાં સ્થિર થયા. તેમણે ઉપમિતિભવપ્રપંચા ગ્રન્થની અભૂત રચના કરી છે. ઉપમિતિ આ જગતની અજાયબી છે. સેકસપીયરને શાકુન્તલ એવું ગમી ગયું કે તે માથા ઉપર શાકુન્તલ મૂકીને નાચ્યો છે. એને ઉપમિતિ વાંચવા નહીં મળી હોય. ઉપમિતિ વાંચનારને શાકુન્તલ કાંઈ ન લાગે. ઉપમિતિ એ જૈનશાસનનો વૈરાગ્યનો ટોચકક્ષાનો ગ્રંથ છે. જેમાં મોહનીયની એક એક પ્રકૃત્તિને પીંખી પીંખીને ઓળખાવી છે. મોહનું સ્વરૂપ ઓળખવા માટે આનાથી શ્રેષ્ઠ બીજો એક પણ ગ્રંથ જૈન - જૈનતેર જગતમાં નથી. ભુવનભાનુસૂરી મહારાજે લલિતવિસ્તરા ઉપર “પરમતેજ' નામના બે ભાગ લખ્યા છે. તે પરમતેજ વાંચનાર ગાંડા બન્યા છે. આવા ગ્રન્થો સંસ્કૃતમાં કઠીન પડે. તેના ગુર્જર વિવેચનથી આપણે હાર્દ સમજી શકીએ તેવા ગ્રન્થો લખાવવા એ પણ યોગબીજ છે. શ્રુતનું આદર, બહુમાન પૂજન એ યોગબીજ છે. હેમચન્દ્રાચાર્ય મહારાજે સંસ્કૃત વ્યાકરણ બનાવ્યું છે. તે કાળે જૈન વ્યાકરણ ન હતું. સિદ્ધરાજને ખૂંચતું હતું કે આપણે પાણીની વ્યાકરણ વિગેરેના સહારા લેવા પડે છે ? અને આચાર્યને વિનંતિ કરી, તેમણે પંદર મહિનામાં વ્યાકરણ બનાવ્યું. તેમાં લધુવૃત્તિ 9000, બૃહદ્રવૃત્તિ ૧૮૦૦૦, બૃહન્નયાસ (અપૂર્ણ) ૮૪૦૦૦, સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ ૨૨૦૦, ઉણાદિગણ ૩૨૫૦, ધાતુપારાયણ ૫૦૦ શ્લોક પ્રમાણ બનાવ્યું. પાણીનીએ જયાં ત્રણ સૂત્રો બનાવ્યા, ત્યાં એમણે એક સૂત્ર રચ્યું છે. આ વ્યાકરણ કલિકાલ સર્વજ્ઞ રચ્યું. એ વાત તે કાળના બ્રાહ્મણોને ખૂંચે છે. કસોટી થાય છે. આ રચનાને પાણીમાં ડૂબાડો અને તરે તો સાચું સમજવું. ગ્રન્થને ડૂબાડયો. તે ભીંજાયા વગર ઉપર તરે છે. ઉપરથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે. આ વ્યાકરણ લઇને સિદ્ધરાજ નાચ્યો છે. સિદ્ધરાજે પાટણમાં ગ્રન્થનું બહુમાન કર્યું. હાથીની અંબાડી 2010_05 Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ઉપર ગ્રન્થ લઈને ભવ્ય વરઘોડો કાઢ્યો. પાણીની કિલષ્ટ વ્યાકરણ છે. અને આ સરળ વ્યાકરણ છે. હેમચન્દ્રાચાર્યની ઉદારતા તો જુઓ કે તેમણે વ્યાકરણનું નામ “સિદ્ધહેમ શબ્દાનુશાસનમુ” રાખ્યું. એમાં પણ પહેલાં સિદ્ધરાજનું નામ અને પાછળ પોતાનું નામ રાખે છે. સિદ્ધરાજે શ્રુતની ભકિત કરી. આદર બહુમાન કર્યું. સંગ્રામ સોનીએ ભગવતી સૂત્ર સાંભળતાં ૩૬૦૦૦ વખત ગૌતમ શબ્દ આવે છે તેથી ૩૬૦૦૦ સોનામહોર મૂકી બહુમાનપૂર્વક પૂજન કર્યું છે. શકિત અનુસારે પૂજન બહુમાન કરવું એ યોગબીજ છે. સાધુ ભગવંતો યોગોદ્ધહન કરીને , તપ-ત્યાગ કરીને શ્રતની ઉપાસના કરે છે એ શાસ્ત્રનું બહુમાન છે, પૂજન છે. પૂજન કર્યા પછી શાસ્ત્ર ગ્રન્થોનું દાન કરવાનું છે. એમાં વિનિમય આશય રહેલો છે. પુસ્તકોની પ્રભાવના ઉપર બહુ ભાર નથી આપતો. પણ અર્થી જીવોને, યોગ્યને પુસ્તકનું દાન આપવું, તો ચોક્કસ લાભ થાય. જેમ જેમ તે શાસ્ત્ર પુસ્તકનું વાંચન કરે તેમ તેમ જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. ઉપદેશ દ્વારા જગતને ધર્મ પમાડવાનું સામર્થ્ય આપણું નથી. જયારે કોઈ સાધર્મિકને ઘરે જમવા બોલાવો ત્યારે, પછી તેને પૈસા આપી બહુમાન કરો છો. તેમ પૈસાની સાથે સાથે આવા સારા પુસ્તકનું પણ દાન કરો. જેનું વાંચન રાગાદિને ઘસવા માટે બહુ ઉપયોગી બનશે. શ્રુતના માધ્યમથી પરમાત્મા હૃદયમાં આવે છે. જેનાં દયમાં પરમાત્મા આવે તેના બધા કાર્ય સિદ્ધ થાય છે. એમ હરિભદ્રસૂરિજી મહારાજા ષોડશકમાં લખે છે. મોહનીયના સકંજામાંથી છૂટવું હોય તો શ્રતનો રસ વધારો. શ્રુતજ્ઞાન એ ચક્ષુ છે. ગુદિ પાસે જિનવાણીનું શ્રવણ કરો. સંસારના લાખો કામો પડતા મૂકીને શ્રાવકને જિનવાણીનું શ્રવણ, શાસ્ત્રનું શ્રવણ કરવાનું શાસ્ત્રો કહે છે. એનાથી ઘણો બધો લાભ થાય છે. લાખોની આ કમાણી છે. આવું સમજયા પછી સંસારના કામો મુખ્ય કરીને જિનવાણી શ્રવણને ગૌણ કરી શકાય? શાસ્ત્રશ્રવણનો યોગ જતો કરવો એ મૂર્ખતા નથી શું ? જિનવાણી સાંભળતાં સાંભળતાં અડધા ગીતાર્થ થઇ જવાય છે. જેમ લખતાં લખતાં લહીઓ થવાય, પૂછતાં પૂછતાં પંડિત થવાય. તેમ શ્રવણ કરતાં કરતાં જ્ઞાની થવાય છે. ખાધા વિના જેમ ન ચાલે, પીધા વિના જેમ ન ચાલે, ઊંધ્યા વિના જેમ ન ચાલે તેમ જિનવાણીના શ્રવણ વિના ન જ ચાલે. તેમાં ય પહેલેથી છેલ્લે સુધી સાંભળે તે જિનવાણીનો રસ કહેવાય. આ તો પૂજા કરવા આવ્યા હોય અને હજી અડધો કલાક બાકી છે, તો સાંભળવા બેસી જાય. આને શ્રવણનો રસ કહેવાય ? જિનવાણીના શ્રવણ વિના દિવસ વાંઝીયો લાગે. ત્યારબાદ આ દૃષ્ટિમાં રહેલો યોગી સ્વયં વાચના કરે છે. એટલે પોતે બીજાઓને શાસ્ત્ર, શાસ્ત્રના પાઠો વંચાવે, સંભળાવે. ગુરુ પાસે વિધિપૂર્વક જે સાંભળ્યું હોય, તેનું સુયોગ્ય, ભવ્યજીવો 2010_05 Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનનું ફળ ૧૪૩ પાસે પ્રકાશન કરે. મેં આવું સાંભળ્યું, મેં આવું સાંભળ્યું એમ કહે. આનંદ અને કામદેવ પ્રભુની એક દેશનામાં પામી ગયા. દેશવિરતિ લઈને ગયા. પાંચમું ગુણઠાણું પામીને ગયા. પરિગ્રહ પરિમાણ વિગેરે વ્રતો લઈને ગયા. અને ઘરે જઈને પત્નીને કહે છે, પ્રભુની દેશના સાંભળી અને અમે આ પામ્યા, આવું પામ્યા. બધું કહે છે. તો તેમની પત્નીઓ પણ પરમાત્મા પાસે જઈ શ્રાવકના બાર વ્રતો સ્વીકારે છે. શાસ્ત્રોનાં વાચના, પૃચ્છના, પરાવર્તનાદિ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરે. તમે ધર્મ નથી કરતાં. ફકત સાંભળો છો. એક કલાકનું શ્રવણ તેના પર ૧00 કલાકનું મનન અને ૧૦૦૦ કલાકનું ચિંતન જરૂરી છે. આટલું ભળે ત્યારે મોહ તૂટે. એક વસ્તુ ગમી તે સતત ઘુંટાયા કરવી જોઈએ. તમારી પાસે શ્રુતજ્ઞાન છે. મનન નથી. ચિંતા જ્ઞાન નથી. શ્રુતજ્ઞાન પાણી સમાન છે. ચિંતાજ્ઞાન દૂધ સમાન છે, ભાવનાજ્ઞાન અમૃત સમાન છે. આપણે શાસ્ત્રજ્ઞાનથી ભાવિત થતાં નથી. અહીં એક કલાક સાંભળીને ગયા અને પાછા સંસારના પદાર્થોથી, ઇન્દ્રિયોના વિષયોથી ભાવિત થઈને અહીં આવ્યા. પરંતુ એક કલાક સાંભળીને ઘરે એક ખૂણામાં બેસીને તેને વાગોળો તો તે , જ્ઞાન ઘણું ઉપયોગી થાય છે. જેટલું જાણો છો તેની શ્રદ્ધા કરી અને આત્મા સાથે મુંજન કરો તો રત્નત્રયીની સાથે અભેદતા થાય છે. આ તો આખો દિવસ, આઠ કલાક મજૂરી કરે પછી સીધો પ્રતિક્રમણ કરવા બેસે. આઠ કલાકની મજૂરી કરી છાતી ઉપર મોહનો ભાર છે. અને પ્રતિક્રમણ કરવા બેસશો તો સૂત્ર કઈ રીતે બોલશો ? કઈ રીતે સૂત્રમાં એકાગ્રતા રહેશે ? આ સંસારમાં રહો છો - જે કરો છો તેમાં પણ તત્ત્વ દૃષ્ટિને જાગૃત રાખો, ઉપયોગથી અલિપ્ત રહેવા પ્રયત્ન કરો. અનાદિકાળથી આપણે પાંચે ઇન્દ્રિયોના વિષયોથી ભાવિત થયા છીએ . એની સામે આ બધા ભાવોથી ભાવિત થવાનું છે. ભાવિત થનારા વિરલા જ હોય છે. શ્રુતજ્ઞાનનું ફળ જીવોના ૫૬૩ ભેદ આવડ્યા એટલે, નવતત્વના નામો અને અર્થ આવડ્યા એટલે, બૃહત્સંગ્રહણીના પદાર્થો આવડ્યા એટલે, કામ પૂરું થતું નથી. પણ શરૂ થાય છે. જીવન અને ધર્મ ભિન્ન નથી. જીવનમાં ધર્મ જોઇએ. ધર્મમય જીવન જોઈએ, જ્ઞાનનું આત્મક્ષેત્રે application આપણે કરતાં નથી. એટલે સંસારી અને ધર્મીનો જીવન વ્યવહાર જુદો દેખાતો નથી. બાકી ધર્મીની જીવન પદ્ધતિમાં અને તેની પ્રત્યેક રીતભાતમાં ધર્મની મહેક - સુગંધ જોવા મળે. ૫૩ જીવના ભેદને જાણ્યા પછી જીવની શ્રદ્ધા એવી વ્યાપક બની જાય કે સંસારની પ્રવૃત્તિ કરતાં જીવ જ દેખાય. દરેક પ્રવૃત્તિ કરતા સર્વત્ર જીવ દેખાવાથી શ્રાવિકાને શાક ઉપર છરી ફેરવે તો તેનાં હાથ ધ્રુજે. ગેસ સળગાવતાં તેનું હૃદય કંપે, નિષ્ઠયોજન તેલ, વાયુ, પાણીની વિરાધના કરે નહીં. અત્યાર સુધી દેહ 2010_05 Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ યોગદૈષ્ટિનાં અજવાળાં ૧ ભાગ-૨ ઈન્દ્રિયોને, માતા-પિતાને, સ્વજનને આધાર માન્યા. હવે શ્રત-શ્રુતજ્ઞાની ગુર્નાદિને આધાર બનાવીએ તો જ ચાલે. શ્રુત જ્ઞાન વગર સંસાર સાગર તરી શકાશે નહીં. આજે જગતમાં પાણી, તેલ, વાયુની વિરાધના તમે કરો છો તેવી વિરાધના સાધક એવો ધર્મી કરી શકે જ નહીં. ધર્મી તે કે જે જયણા પૂર્વક જ કરે. જયણા એ ધર્મની માતા છે. જયણા વગર ઘર્મ ટકે જ નહીં. જયણા એટલે પાપથી બચવાની નિરંતર કાળજી. કઈ રીતે ઓછામાં ઓછું પાપ લાગે તે જુએ. અને એ પાપની પ્રવૃત્તિમાં પણ પશ્ચાત્તાપ હોય, એ પાપની પ્રવૃત્તિમાં અકરણીયતાની સતત બુદ્ધિ હોય. ધર્મ પામ્યા પછી સંસારની પાપની પ્રવૃત્તિ કાળે દુઃખથી પ્રવૃત્તિ કરતાં હો તો તેના અનુબંધ દઢ થતાં નથી. પણ એની ખાતરી શું ? વૃત્તિમાં પાપ ન હોય એ જ એની ખાતરી છે. ધર્મ વૃત્તિ ઉપર સીધી અસર કરે છે. પ્રવૃત્તિ તો સંયોગાધીન છે. જયારે વૃત્તિ વિવેક અને જાગૃતિને આધીન છે. જે પ્રવૃત્તિમાં પાપની વૃત્તિ નહીં, તો તે અલ્પબંધ કરાવનારી છે. જે પાપની પ્રવૃત્તિ થાય તેમાં પશ્ચાત્તાપ નહીં તો જયણા નહીં. ચિંતન કર્યા પછી, ભાવના જ્ઞાનથી આત્માને સતત ભાવિત કરવાનો છે. આ અધ્યાત્મનું અંગ છે. શ્રુતજ્ઞાન પૂલ છે. તેમાં મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભળે, ઉહાપોહ, તર્ક-વિતર્ક ભળે. સૂક્ષ્મ રહસ્યો સમજે, જ્ઞાન સૂરમ બન્યું તે ચિંતા જ્ઞાન છે. ચિંતાજ્ઞાનથી મધ્યસ્થ દૃષ્ટિ પેદા થાય છે અને બીજાના વિચારને સમજવા માટે જરૂરી સહિષ્ણુતા આવે છે. આપણા વિચારોથી બીજાના વિચારો ભિન્ન જાણીને પહેલા તબક્કે જ જો ખંડન કરવા લાગીએ તો ચિંતાજ્ઞાનનો અભાવ છે. બહુલતયા શ્રુતજ્ઞાનમાં અહંકાર ભળે ત્યારે ખંડન કરવાનું મન થાય છે. ચિંતાજ્ઞાન વિના, ભાવના જ્ઞાન વિના આત્મા નહીં જ મળે. આ લઘુ હરિભદ્ર શ્રુતસાગરમાં ડૂબકી મારી છે. “તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગનો તૂઠો રે, શ્રી શ્રીપાલનો રાસ રચતાં અનુભવ અમૃતરસ વૂઠો રે” ઉપાધ્યાયજી મ.સા. કહે છે કે પરમાત્મા તૂક્યા છે. પરમાત્માને આજે હું પામ્યો છું. શ્રતમાં ડૂબકી મારવી પડશે, શ્રતને વારંવાર ઘુંટવું પડશે, ભકિત અને સત્સંગ કરવો પડશે, જેનાથી સંસાર તરી શકાય છે. વર્તમાનમાં ભકિત અને સત્સંગ પરદેશ ગયા છે. કલિકાલમાં મોહથી બચવા માટે આ બે ઉપયોગી છે. ભકિત અને સત્સંગ. આ બે જેને ન ગમે તેનું પુણ્ય રૂક્યું છે. તેનું પુણ્ય સારું નહીં. નવતત્ત્વનું હાર્દ તમે એક વર્તુળ ઊભું કરો. બધા ભેગા થાય ત્યારે આ જ વાતો કર્યા કરો. તો સંસારના નિપ્રયોજન પાપથી બચી શકશો. તત્ત્વોની વિચારણા કરો. આપણો આત્મા આશ્રવ પ્રધાન છે ? સંવર પ્રધાન છે ? કે નિર્જરા પ્રધાન છે? આશ્રવમાં પણ શુભાશ્રવ પ્રધાન છે? કે અશુભાશ્રવ પ્રધાન છે? એ જોતાં કે જાણતાં ન આવડે તો નવતત્ત્વ ભણ્યો કહેવાય ? તમારા ઉપયોગમાં શેની પ્રધાનતા છે ? એ જાણી શકો છો ? જ્ઞાન, જ્ઞાન માટે જ નથી પણ જ્ઞાન શ્રદ્ધા માટે છે, શ્રદ્ધા આચરણ 2010_05 Page #175 -------------------------------------------------------------------------- ________________ યોગબીજના શ્રવણનું ફળ ૧૪૫ માટે છે અને આચરણ આત્માનો આનંદ પામવા માટે છે. અશુભથી નિવૃત્તિ કરનારને ઘણો લાભ થાય છે. અશુભ સંસ્કારો તૂટે છે. પ્રવૃત્તિ સહજ બને છે. નિવૃત્તિ ગમતી હોય, નિવૃત્તિમાં ઠરતો હોય, સામાયિકમાં, પ્રતિકમણમાં, તત્ત્વચિંતનમાં, એકાંતમાં, ધ્યાનમાં, સ્થિરાસનમાં જો આત્મા કરતો હોય તો તમારા ઉપયોગમાં નિર્જરાની પ્રધાનતા છે. અને વેપાર ન ગમે, વાતો ચીતો ન ગમે, સંસાર ને ગમે તો આત્મા સંવર પ્રધાન છે. પ્રભુએ બતાવેલ ચારે વસ્તુ “જે પ્રતિષિદ્ધ છે તે ન કરવી, કર્તવ્ય કરવું, અશ્રદ્ધા ન કરવી, વિપરીત પ્રરૂપણા ન કરવી” આ જીવનમાં કરીએ તો સાધના વેગવતી બને. અને આ ચારે ન કરીએ તો જ્ઞાનીએ તેનું પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. શુભપ્રવૃત્તિ બહુ ગમતી હોય, શુભ પ્રવૃત્તિ પ્રધાન જીવન હોય, હું આ કરું, તે કરું, પ્રભુની પૂજા કરું ભકિત કરું, ભકિતગીતો ગાઉ, પ્રભુ પાસે નૃત્ય કરું વિગેરે ગમે. શુભ પ્રવૃત્તિ પ્રધાન ઉપયોગ હોય તો આ બધો શુભ આશ્રવ છે. તો આત્મા શુભ આશ્રવ પ્રધાન છે. વારંવાર પાપથી પાછા ફરવાના વિચાર આવતાં હોય, આ સંસાર પાપથી ભરેલો છે. આ ત્યાગ કરું, આ ન જોઈએ, સાધનો ઘટાડવાનું મન થાય, ખાવાનો ત્યાગ કરું, ઘરનો ત્યાગ કરું, દ્રવ્યોનો સંક્ષેપ કરું, વિગેરે, આ ઉપયોગમાં સંવરની પ્રધાનતા છે. વેપાર કરું, ધંધો કરું, કારખાના ખોલું, મકાન બંગલા બંધાવું, મોટર ગાડી વસાવું, વિગેરે અશુભ આશ્રવનો ઉપયોગ છે. તમને એકાંત ગમે, ધ્યાન ગમે, સ્થિરાસન ગમે કે વાતો ગમે? અને વાતોમાં પણ ધર્મની વાતો ગમે ને !! વર્તુળમાં એક ડાહ્યો માણસ તો જોઇએ જ, જે પદાર્થને સમજી શકે, જે પદાર્થને જાણી શકે, જે પદાર્થને સમજાવી શકે, અને તે સદાચારી જોઇએ, નિસ્પૃહી જોઇએ. આવો એક તો વર્તળમાં, તમારી કંપનીમાં હોવો જોઈએ જ, બધા જ અંગૂઠાછાપ હોય તો સંઘ કાશીએ કેવી રીતે પહોંચે ? આ ન બને તો પ્રભુભકિતનો કાર્યક્રમ ગોઠવો. પણ ભકિત સાથે સત્સંગ હોય તો વધારે કામ થઇ શકે. बीजश्रुतौ च संवेगात् प्रतिपत्तिः स्थिराशया । तदुपादेयभावश्च परिशुद्धो महोदयः ॥ २९ ॥ ચોગબીજના શ્રવણનું ફળ આ બધું કરવાથી સંવેગ આવે. જિનવચન ઉપર અતિશય અહોભાવ, આદર, રૂચિ, લાગણી થાય છે. અત્યાર સુધી સંસારના સુખોમાં આનંદ હતો , સંસારના સુખો મળે તેમાં તેને રૂચિ હતી, તેને હવે જિનવચન સમજાવાથી આ આમ જ છે. એવી સ્થિરાશયવાળી પ્રતિપત્તિ અર્થાત્ જિનવચનનો સ્વીકાર થાય છે. હવે જે યોગબીજોને સાધે છે તેમાં તેનું ચિત્ત એવું જોડાય કે વિસ્રોતસિકા એટલે સ્કૂલના પામતું નથી. વચમાં રાગાદિ પરિણતિ, કષાયની પરિણતિ આવતી નથી. તેમાં જ તેનો ઉપયોગ હોય. વચમાં બીજી વસ્તુ આવીને ન ડહોળી શકે તેવી મજબૂત શ્રદ્ધા 2010_05 Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ હોય છે. સંસારની બધી પ્રવૃત્તિ માટી જેવી, કચરા જેવી છે. એવું ન થાય તો સ્થિરાશયવાળી પ્રવૃત્તિ ન આવે. અહીં ભોગ હોય છે. સંસારના પદાર્થોના લાભમાં જેને આત્માનું નુકશાન દેખાય તે પામ્યો કહેવાય. પૈસા ગયા તો આત્માનું શું ગયું ? પૈસા ગયા તો તેના વિના ચલાવીશું અને આવ્યા તો સદુપયોગ કરીશું. પૈસા ગયા તો શું ગયું ? ચક્રવર્તીના છ ખંડ ગયા છે. મારું શું ગયું છે ? ખોટા વિકલ્પો શા માટે કરવા ? પહેલી દૃષ્ટિની આ ઊંચી વાતો છે. આ દૃષ્ટિના પ્રકર્ષને પામે છે અને શ્રદ્ધા થઈ જાય છે કે બસ, હું જિનોપાસના ક્યારે કરું, ગુરુભકિત ક્યારે કરું, શાસ્ત્રો પાસના વિગેરે ક્યારે કરું? યોગબીજના શ્રવણથી સ્થિરાશયવાળી પ્રતિપત્તિ થાય છે. શાસ્ત્રશ્રવણ કરે તો એકાગ્રચિત્તે સાંભળે, વચમાં ઘર ન આવે. વચમાં પત્ની ન આવે, વચમાં ધંધો ન આવે એકાગ્રચિત્તે, શ્રદ્ધાવિશેષથી તે તે યોગબીજના કાળે સ્થિરાશયવાળી પ્રતિપત્તિ હોય છે. સંસાર હેય છે. આ જ ઉપાદેય છે. એમ તેને લાગે છે. સંસારની પ્રવૃત્તિ યોગ્ય માનીને કરો છો કે અકરણીય માનીને કરો છો ? કર્તવ્યના પાલનની રૂચિથી કરો છો? કર્મ લાદેલી (લાગેલી) ફરજ એવી રીતે બનાવવાની છે કે જેનાથી કર્મથી છૂટકારો થાય. સંસારના કોઈપણ કાર્ય, કરવા યોગ્ય માનીને કરે તો તે જૈનશાસનનો બોધ નથી, કર્મે તમને સંસારમાં ભલે રાખ્યા પણ તમે સંસારને અકરણીય માનીને કરો, તો જૈન શાસન પામ્યા કહેવાવ. છોકરા - છોકરીને ભણાવો ગણાવો, ખવરાવો - પીવરાવો, જે કાંઇ કરો તેમાં તેના આત્માની ચિંતા ન હોય તો તે કર્તવ્યપાલન માત્ર વ્યવહારથી કહેવાય, તત્ત્વથી નહીં. નવરાત્રીના અનર્થો નવરાત્રીમાં સૌથી વધારે જૈનો જાય છે. તેઓ અનાર્ય- જંગલી શિક્ષણો લઇને ધર્મથી વિમુખ બની ગયા છે. જૈનના છોકરા - છોકરી કેમ વધારે જાય છે. શું અંબા માતાની ભકિત બહુ ગમી ગઇ ? બાર મહિનામાં મહા મહિનામાં ગર્ભપાત સૌથી વધારે થાય છે એવું આજના મેગેઝીનો બોલી રહ્યા છે. કારણ શું? નોરતાનાં ગરબાના નામે આખી રાત છોકરાઓ ગમે તે છોકરીઓ સાથે રહે છે. તેમાંથી આ અનિષ્ટ સર્જાય છે. સારામાં સારો એક મુંબઇનો માણસ, ધર્મીમાં ગણાતો, આગલી હરોળમાં બેસનારો, જિનવાણી રોજ સાંભળનારો. એને ઘેર પાંચ પાંચ વખત ગર્ભપાત થયા છે. આ બતાવે છે કે તમે ધર્મને જીવન જોડે કોઈ સ્નાન સૂતકનો સંબંધ માનતા નથી. આજનું શિક્ષણ સંસ્કરણથી વિભકત હોવાથી અનિષ્ટ છે, છતાં અનિવાર્ય પણ છે. કારણ કે સમાજમાં તેના વિના સ્થાન નથી માટે એ શિક્ષણ ભલે આપતા હો, તો તમારે ખાસ ધ્યાન રાખવું કે નીતિ વિના સદાચાર નથી. અને ધર્મ વિના સગતિ નથી. આજે નીતિના ધોરણો લગભગ નાશ પામ્યા હોવાથી ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. ટોપથી બોટમ, તળેટીથી શિખર સુધી આજે ભ્રષ્ટાચાર દેખાય છે. ધર્મ વિના સદ્ગતિ પણ જોખમાઈ રહી છે. આ ત્રણે વસ્તુ તમે જીવનમાં લાવો તો જ બચાશે. 2010_05 Page #177 -------------------------------------------------------------------------- ________________ પાંચ યોગબીજો ૧૪૭ વસ્તુપાળ સંઘ લઇને જાય છે. અંકેવાડિયા ગામ પાસે તેનો અંતિમ સમય આવી જાય છે. વસ્તુપાળે જીવનમાં ઘણું કર્યું છે. તોય કહે છે હે પ્રભો ! આ સંસારનો ત્યાગ કર્યા વિના મારે મરવાનો વખત આવ્યો છે. હૈયામાં ચારિત્ર ન મળ્યાનું દુઃખ છે. તમને એટેક વગર મરવાનો વખત આવે તો આ વાત યાદ કરીને મરશો ? વસ્તુપાળ પાસે બુદ્ધિ પરાકાષ્ઠાની હતી, ઉદારતા પરાકાષ્ઠાની હતી. મરતાં આ ભાવના લઇને મરે છે. આજે વસ્તુ પાળ મહાવિદેહમાં કુરૂચન્દ્ર નામના ન્યાયી રાજ તરીકે રાજય ચલાવે છે. શ્રેષ્ઠ રાજય પાળે છે. ત્યાં આગળ જઈને ચારિત્ર લેશે, નિરતિચાર પાળશે, અંતે સમાધિ મૃત્યુ પામી અનુત્તરમાં જશે અને ત્યાંથી મનુષ્યમાં આવી મોક્ષે જશે. સંસાર ચલાવવો એ ફરજ સમજો છો, તો સંસાર છોડવો એ મહા ફરજ છે એ સમજો છો ? પાંચ યોગબીજો. આ પહેલી મિત્રા નામની દૃષ્ટિમાં રહેલો જીવ પાંચ યોગબીજોને ગ્રહણ કરે છે. (૧) ત્રણે યોગથી જિનોપાસના કરે છે. (૨) ત્રણે યોગથી આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી આદિની વૈયાવચ્ચ-સેવા વિગેરે કરે છે. (૩) સહજ ભાગ હોય છે. (૪) દ્રવ્યથી અભિગ્રહોનું પાલન કરે છે. (૫) શાસ્ત્ર સિદ્ધાંતોને લખાવવા વગેરે કરે છે. તે આ પાંચ યોગબીજોના શ્રવણથી શું લાભ થાય છે તેની વાત ચાલી રહી છે. યોગબીજો સાંભળવામાં પણ અતિશય શ્રદ્ધા હોય છે. યોગબીજો દ્વારા જ સમ્યગુદર્શન, જ્ઞાનાદિ આવે અને એનાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. ચિત્તને અલના કરનાર પુગલના આકર્ષણ નીકળી ગયા હોય છે. તેથી શ્રદ્ધા વિશેષ આવે છે એટલે દૃઢ ચિત્ત બને છે. આ જ સારું છે. યોગબીજોના શ્રવણમાં અત્યંત ઉપાદેયભાવ થાય છે. તેથી શાંત સ્વસ્થ ચિત્ત હોવાના કારણે ફળની ઉત્સુકતા નથી હોતી. સુખ મળશે કે નહીં? દુઃખ ટળશે કે નહીં? આવું ઔસૂકય નથી હોતું તેથી ઉપાદેયભાવ પરિશુદ્ધ બને છે. જે ગૌણભાવે સ્વર્ગાદિ પ્રાપ્તિ આદિ આનુષંગિક અભ્યદય કરવા પૂર્વક આગળ જતાં મોક્ષને પ્રાપ્ત કરાવે છે. જીવે કોઈપણ પરિસ્થિતિમાં વૈર્ય ગુમાવવું ન જોઈએ. કાર્ય કરવામાં શૈર્ય હોવું જોઇએ. ધૈર્ય ગુમાવવાથી સફળતા ન મળે. પુરુષાર્થ જરૂરી છે. અને પુરુષાર્થ વેગ પકડે – કાર્ય = ફળ આપનારો થાય ત્યાં સુધી ધૈર્ય જોઇએ. ધીરજના અભાવે પરિસ્થિતિ બગડી જાય છે. ફળ પ્રત્યે જે કાળ હોય ત્યાં સુધી શૈર્ય રાખવું જ પડે છે. પરાકાષ્ઠાનો પુરુષાર્થ ન આવે અને વૈર્ય ગુમાવીએ 2010_05 Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ તો શું થાય? ઉપાદેયભાવ છે એટલે રુચિ થઈ છે. ઉત્સુકતા લેશ નથી. જે ચાલવાનો પ્રયત્ન કરે તેને ગામ આવવાનું જ છે. પહેલાં સાધનાને જ ફોર્સ આપવાનો છે. વૈર્ય એટલે ચિત્તની સ્વસ્થતા, ચિત્ત સ્વસ્થ બને તો પુરુષાર્થ કેવો બને ? ભગવાન કેવા છે? નમુત્થણમાં અભયદયાણ. અભયને આપનારા, ચક્ષુ, માર્ગ, બોધિ, ધર્મને આપનારા છે. લલિતવિસ્તરામાં અભયનો અર્થ ચિત્તની સ્વસ્થતા કર્યો છે. જયાં સુધી ચિત્ત સ્વસ્થ નથી ત્યાં સુધી ચક્ષુ અર્થાત્ માર્ગની શ્રદ્ધા કયાંથી પ્રાપ્ત થાય? અને આગળ બોધિ કયાંથી મળે. સંભવનાથના સ્તવનમાં “ભય ચંચળતા હો ચિત્ત પરિણામની રે ” આનંદઘનજી પરિણામની ચંચળતા, પરિણામની અસ્થિરતાને ભય કહે છે. અભય એટલે સ્વસ્થચિત્ત, જે સાધના કરો છો તે સ્વસ્થ ચિત્તે કરવાની છે. સાધનામાં ચિત્ત પ્રસન્નતા ગુમાવવાની નથી. યોગબીજ શ્રવણમાં ઉપાદેયભાવ પેદા થયો, ઉત્સુકતા નીકળી ગઈ અને ચિત્ત સ્વસ્થ બન્યું એટલે સાધનામાં વેગ આવતો જાય, તેનાથી ક્રમસર દેવભવ મનુષ્યભવ મળ્યા કરે પછી આખરે મોક્ષની પ્રાપ્તિ થાય, એવા મહાન ઉદયને પમાડનારો આ ઉપાદેયભાવ છે. જયાં સુધી સાધ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચિત્તની સ્વસ્થતા જોઈએ. અને મોક્ષની લગન, તલપ ને તાલાવેલી જોઇએ. પણ અધિરાઇ ન હોવી જોઈએ. આજે અમને મોક્ષની ઇચ્છા છે. પણ તલપ નથી. તલસાટ નથી. ગૌતમને તલપ હતી. તલસાટ હતો, ૧૫૦૦ તાપસને મોક્ષનો તલસાટ હતો. તપનું સ્વરૂપ ઈચ્છા નિરોધ એટલે ત૫, એ તપનો નેગેટીવ અર્થ છે. તપની પોઝેટીવ વ્યાખ્યા શું? તપ એટલે તલસાટ. શેનો ? સ્વરૂપને પામવાનો તલસાટ આવે તો જીવ આગળ વધી શકે છે. ઇચ્છા નિરોધ એ તપનો વાસ્તવિક અર્થ નથી. પણ તપાચારનો અર્થ છે. સિદ્ધોમાં તપ છે? જ્ઞાન-આનંદ સ્વરૂપ સિદ્ધ છે. તો એમાં તપ શું ? મોક્ષમાં જ્ઞાન-દર્શન- ચારિત્ર-તપ શું ? જ્ઞાન-દર્શનની continuityસાતત્ય એ જ ચારિત્ર છે. જ્ઞાન દર્શનના ઉપયોગની સ્થિરતા એ જ ચારિત્ર છે. જ્ઞાન-દર્શનમાંથી જે આનંદ આવે એ જ તપ છે. તપ એટલે તલસાટ, તલપવું એ અર્થ છઘસ્થમાં કર્યો છે. તપ એ જીવમાત્રનું (આત્માનું લક્ષણ છે. એટલે બધા જીવોમાં ઘટવું જોઈએ. એકેન્દ્રિયાદિમાં તપ કેવી રીતે ઘટે? પંચેન્દ્રિયોમાં તપ કેવી રીતે ઘટે? અને સિદ્ધોમાં તપ કેવી રીતે ઘટે? આ રીતે બધા લક્ષ્યભૂત આત્મામાં તપ (લક્ષણ)ને ઘટાડવા માટે સૌ પહેલાં “તપ” શકિતને સમજવી જોઇએ. તે (૧) લક્ષણ (૨) આચાર (૩) સ્વરૂપ, એમ ત્રણ રૂપે છે. લક્ષણ એકેન્દ્રિયાદિમાં, આચાર પંચેન્દ્રિયમાં અને સ્વરૂપ સિદ્ધોમાં છે. અને સર્વ જીવોમાં આ ઇચ્છા to will રૂપે દરેક જીવોમાં દેખાય છે. એકેન્દ્રિયો પણ સંજ્ઞાનું પ્રવર્તન કરે છે. એટલે (૧) લક્ષણ અર્થ એકેન્દ્રિયાદિ બધામાં ઘટે છે. 2010_05 Page #179 -------------------------------------------------------------------------- ________________ તપનું સ્વરૂપ ૧૪૯ સંજ્ઞી પંચેન્દ્રિય સાધકને તપનો અર્થ ઈચ્છાનિરોધ સ્વરૂપ છે. અસદ્ ઇચ્છાનો નિરોધ અને સદ્ ઈચ્છાના સાક્ષીભાવ રૂ૫ આચાર (તપાચાર) એ ઘટે છે. સિદ્ધોમાં તો તપ - ઈચ્છાની અંતિમ અવસ્થા તૃપ્તિમાં સમાઈ જાય છે. આત્માના અનંત સ્વરૂપમાં, આનંદમાં તૃપ્ત થવું એ જ સિદ્ધોને તપ છે. ઈચ્છા, પ્રવૃત્તિ, પ્રાપ્તિ અને તૃપ્તિ આ ઈચ્છાની ઉત્તરોત્તર કક્ષા છે. આ રીતે સાધકને મોક્ષની ઇચ્છાની તીવ્રતા - તલસાટ થતાં જ મોક્ષ નિકટ બને છે. અહીં પહેલી દૃષ્ટિમાં યોગબીજ શ્રવણમાં ઉપાદેય બુદ્ધિ (ભાવ) વૃદ્ધિ પામે છે, તેથી તે ઉપાદેયભાવ ક્રમસર સ્વર્ગ અને મોક્ષ સ્વરૂપ મહોદય કરનારો છે. આગળ જતાં મોક્ષ પ્રાપ્તિનું કારણ બને છે. આવા યોગબીજોને સાંભળવામાં આ દૃષ્ટિમાં જીવને આનંદ આવે છે. આવા યોગબીજોને કયારે ગ્રહણ કરે ? તે કહે છે. एतद्भावमले क्षीणे, प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो, महत् कार्य न यत् क्वचित् ॥ ३० ॥ વરને પુત્રવર્તે ય%ચોપપદ્યતે | जीवानां लक्षणं तत्र यत एतदुदाहृतम् ॥ ३१ ॥ ભાવમલ અત્યંત - ઘણો બધો નીકળી જાય ત્યારે આત્માને યોગબીજોનું ગ્રહણ થાય છે. મલ એટલે મેલ, કચરો, અચિ. જેમ દ્રવ્યમલ છે તેમ ભાવમલ છે. પાણી ડહોળાઈ જાય, કચરો ભરાઈ જાય એ દ્રવ્યમલ છે, અને આત્માની સાથે લોહાગ્નિ ન્યાયે, ક્ષીર-નીર ન્યાયે, કર્મ સંબંધ થવાની યોગ્યતા તે ભાવમલ છે. કર્મ અને કર્મના કારણભૂત રાગાદિ પરિણતિ, એનો સંબંધ થવાની યોગ્યતા એ ભાવમલ છે. દરેક પુગલપરાવર્ત, ભાવમલ ક્ષીણ થાય છે. પરંતુ અચરમપુદ્ગલ પરાવર્તનમાં તે negligible હોય છે. નોંધપાત્ર નથી. અચરમાવર્તમાં ભાવમલની ક્ષીણતા નહીંવત્ છે. ચરમાવર્તમાં જ પ્રચુર ભાવમલની ક્ષીણતા થાય છે. ચરમાવર્તમાં આવ્યો એટલે ભાવમલ નીકળી જ જાય એવું નથી. પણ ભાવમલનો પ્રચૂર ક્ષય થશે તો ચરમાવર્તમાં જ થશે. એટલે ભાવમલનો ક્ષય ચરમાવર્તમાં જ થાય છે. કારણ કે અચરમાવર્તિમાં જીવનું ચૈતન્ય અવિકસિત - અવ્યકત હોય છે. અને અવ્યકત ચૈતન્યવાળો આત્મા કોઇપણ મોટું કાર્ય કરી ન શકે. દા.ત. જન્મેલા બાળકનું ચૈતન્ય અવિકસિત હોવાના કારણે કોઈ વિશિષ્ટ કામ કરી શકતું નથી. બાળકને શેમાં આનંદ આવે? રમકડામાં જ આનંદ આવે. એમ અચરમાવર્તમાં જીવનું ચૈતન્ય અવિકસિત છે. માટે ભોગરૂપ રમકડામાં જ આનંદ આવે છે. અચરમાવર્ત કાળ જીવનો બાલ્યકાળ છે. ધર્મ યૌવનકાળ પામ્યો નથી. ભાવમલની યોગ્યતા પ્રચુર કોટિની પડી છે. કર્મનો જથ્થો પણ ઘણો છે, ચૈતન્ય દબાયેલું છે. ભોગમાં એટલી બધી રમણતા છે, ચૈતન્ય એટલું બધું દબાયેલું છે કે ધર્મમાં રૂચિ કરે, આગળ વધે એવું ચૈતન્ય જ નથી. નિંદા, 2010_05 Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ વિકથા, પાંચ ઇન્દ્રિયના ભોગોમાં જ રસ હોય છે. જીવ અચરમાવર્તમાં પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ગળાબૂડ ડૂબેલો હોય છે. આંબો કયારે પાકે? કેટલા મહિને પાકે? અચરમાવર્તમાં ભાવમલ ક્ષણ તો થાય જ છે. પણ પહેલાં થોડો, પછી થોડો, પછી થોડો એમ ધીરે ધીરે ક્ષીણ થતો થતો જાય, આંબાની જેમ. શરૂઆતમાં કેટલો આગળ વધે. જરાક, જરાક જ આગળ વધે. પાંચ કારણોનો સમવાય કોઈ પણ કાર્ય થાય તેમાં પાંચ કારણોનો સમવાય હોય છે. તે તે વિવક્ષિત કાર્યમાં, એકની મુખ્યતા હોય છે, બાકીના ચારની ગૌણતા હોય છે. (૧) ભવ્યજીવનો મોક્ષ થાય, અભવ્યનો નહીં, એમાં શું કારણ છે? સ્વભાવ. અભવ્યમાં મોક્ષે જવાનો સ્વભાવ જ નથી. અહીં સ્વભાવની મુખ્યતા છે. (૨) પાર્શ્વનાથ અને કમઠનો ભવોભવ યોગ થયો. અગ્નિશર્મા અને ગુણસેનનો ભવોભવ યોગ થયો. એમાં શું કારણ ? ભવિતવ્યતા. તેમના કેવા કર્મો જરૂર છે પણ તે જ વ્યકિતનો યોગ વારંવાર થયા કર્યો તેમાં તેની ભવિતવ્યતા હતી. (૩) મનુષ્યભવ મળ્યો, આર્યદેશ મળ્યો, કર્મભૂમિમાં જન્મ મળ્યો, જૈન શાસન પામ્યા. તેમાં કર્મ કારણ છે. પુણ્યકર્મ કારણ છે. પુણ્યના યોગે અહીં આવ્યા. (૪) ઉત્તમ સામગ્રી પામ્યા પછી જેઓ યોગબીજોને પામ્યા, યોગ પ્રાપ્ત કરી આગળ વધ્યા, તેમાં પુરૂષાર્થ કારણ છે. આપણે હજી ધર્મમાં આગળ વધતાં નથી. તેનું કારણ પુરૂષાર્થનો અભાવ છે. (૫) ચરમાવર્તમાં ભાવમલ આટલો બધો પ્રચુર પ્રમાણમાં ક્ષીણ થાય છે તેમાં કાલ કારણ છે. ચરમાવર્તમાં જ ભાવમલ ક્ષીણ થાય છે. સતુ પુરૂષાર્થ અહી જ કામ લાગે છે. વર્તમાનમાં તમારા હાથમાં પુરૂષાર્થ સિવાય કાંઈ નથી. પુરૂષાર્થથી જ આગળ વધવાનું છે. તું જીવનમાં પુરૂષાર્થ કરતો જા. છેક જૈન શાસનના આરે આવીને ઊભા રહ્યા છીએ, તેમાં પુણ્યકર્મ જવાબદાર છે. પુણ્યકર્મ તો ઠેઠ લાવીને મૂકયા છે. હવે આગળ નથી વધતા, કારણ કે પુરૂષાર્થનો અભાવ છે. હવે તનથી, મનથી પુરૂષાર્થ કરવાનો છે. ગુરૂ સેવા તનથી, મનથી કરવાની છે. સર્વીર્ય તનથી ફોરવવાનું છે. તેમ મનથી પણ સર્વીર્ય ફોરવવાનું છે. મનથી ફોરવવું એટલે સમર્પિત થવું. અને તનથી સેવા કરવાની છે. એકલી સેવા ન ચાલે, સાથે સમર્પણભાવ જોઈએ જ, એકલો સમર્પણભાવ ન ચાલે, તનથી સેવા કરવી જોઈએ, સમર્પણભાવ એ મનનો પુરૂષાર્થ છે. અને સેવા એ તનનો પુરૂષાર્થ છે, બને જોઇએ. ચરમાવર્તિમાં આવ્યા પછી જીવનો ઘણો બધો ભાવમલ નીકળી ગયો છે. ત્યારે ઉપર કહેલા યોગબીજો વિગેરે પ્રાપ્ત થાય છે. અચરમાવર્તિમાં રહેલા જીવો આવો પુરૂષાર્થ ન કરે તેમાં જ્ઞાનીઓએ એ જીવોનો વાંક કાઢ્યો જ નથી. બાળકનો કોઈ 2010_05 Page #181 -------------------------------------------------------------------------- ________________ ભાવમલ શું છે? તે ઉપર સાવઘાચાર્યનું દૃષ્ટાંત ૧૫૧ વાંક કાઢે છે ? અચરમાવર્ત એ જીવોનો બાલ્યકાળ છે. એમાં ધર્મની પ્રાપ્તિ કોઈ રીતે ન થાય. ધર્મની ક્રિયા હોઇ શકે છે. ચરમાવર્તમાં જ જીવને ધર્મ યૌવન સ્પર્શે છે. ચરમાવર્તિમાં જેમ જેમ પુરૂષાર્થ કરો તેમ ઘર્મ યૌવન વિકસિત બને છે. અને પુરૂષાર્થ જેટલો કરો તેમ ભાવમલ વધારે નીકળતો જાય છે. અચરમાવર્તમાં પુરૂષાર્થ નથી. કારણ કે ત્યાં કાલ પ્રતિબંધક છે. ચરમાવર્તમાં પુરૂષાર્થ છે કારણ કે કાલની પ્રતિબંધકતા નીકળી ગઈ છે. માટે કાલ સહાયક બને છે. ભાવમલનો ક્ષય ચરમાવર્તમાં થાય છે. એ કાળમાં જીવોનું સ્વરૂપ કેવું હોય છે. તે આગળના બત્રીસમાં શ્લોકમાં કહેવાના છે. અવ્યકત ચૈતન્ય એટલે હિતાહિતના વિવેકથી શૂન્ય ચૈતન્ય. જયાં ભાવમલ ઘણો પડ્યો છે ત્યાં હિતાહિતનો વિવેક નથી થઈ શકતો. અચરમાવર્તિમાં શરીર અને આત્મા બેનું જબરજસ્ત જોડાણ છે. ભાવમલનું એટલું બધું જોર છે કે હું અને દેહ, આત્મા અને શરીર ભિન્ન છે એ વાત એને બેસતી નથી. એ વાત જાણે ખરો, એ વાત વાંચે, એ વાત સમજે, બીજાને એ વાત સમજાવે, ઉપદેશ આપે પણ એની પ્રતીતિ-શ્રદ્ધા અચરમાવર્તમાં થતી જ નથી. ભાવમલથી અતિશય દબાયેલું ચૈતન્ય છે. બિચારાને દુઃખ સિવાય સંસારમાં કાંઈ ન હોય. અનંતકાળથી જે ભટક્યો, જે રખડ્યો. તેમાં અનંત ભાગ જેટલો કાળ જ સુખમાં ગયો છે. અનંતબહુભાગકાળ તો દુઃખમાં જ પસાર થયો છે. જગતમાં ચૈતન્યના વિકાસ વિના કોઈ સુખી કરી શકે એમ નથી. સંસારના કોઇ પદાર્થ મને સુખી કરે એમ નથી. મારું વિકસિત ચૈતન્ય જ મને સુખી કરશે ને ઉપર ઉપર લઈ જશે. આવી શ્રદ્ધા છે? નથી. પણ સંસારના પદાર્થ જ સુખ આપે છે આવી માન્યતા છે, એથી પદાર્થો મેળવવા આત્માને બગાડી રહ્યા છીએ. આવી ભૂલ કોણ કરે? અને કોણ ભવોભવ રખડે ? અચરમાવર્તકાળમાં જયાં દેહ આત્માનું ભેદ જ્ઞાન ન હતું ત્યાં ભવોભવ રખડે એ તો સમજયાં પણ ચરમાવર્તમાં જયાં દેહ આત્માનું ભેદ જ્ઞાન શકય છે ત્યાં પણ દેહ માટે પદાર્થોની પાછળ પડી ભવોભવ ભટકી રહ્યા છીએ. જયાં દેહ અને આત્માનું ભેદજ્ઞાન કરી જીવવાનું છે, ત્યાં દેહ અને આત્માનો અભેદ કરીને જીવી રહ્યા છીએ, ને મનુષ્યભવ બગાડી રહ્યા છીએ. આ શ્રદ્ધા દઢ નહીં થાય ત્યાં સુધી આગળ નહીં વઘાય. વેગ નહીં આવે. વ્યકત ચૈતન્યવાળો આત્મા જ આ બધું કરી શકે છે. ચરમાવર્તિમાં પ્રચુર ભાવમલનો ક્ષય હોય છે ત્યારે જીવનું સ્વરૂપ કેવું હોય ? ભાવમલ એટલે કર્મ સંબંધની યોગ્યતા. ભાવમલ શું છે ? તે ઉપર સાવધાચાર્યનું દષ્ટાંત આપણે ત્યાં એક સાવઘાચાર્ય થઇ ગયા. જો કે તેનું પહેલાં નામ કમલપ્રભાચાર્ય હતું. તેઓ યતિઓના કાળમાં થયેલા. અને તેઓ સન્માર્ગની પ્રરૂપણા કરતાં હતાં. તે વખતે યતિઓમાં અંદર અંદર મતભેદ પડ્યો, કેટલાક કહે સાધુ - - - 2010_05 Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ગમે તે સંયોગોમાં સાધુતા સિવાય ઉપદેશ આપી ન શકે, મંદિરોના વહીવટમાં પડે નહીં. બીજા કહે છે મંદિરોનો નાશ દેખાય, વહીવટો બરાબર ન હોય તો વહીવટોમાં પડી શકે છે. આ પ્રમાણે યતિઓમાં અંદર અંદર મતભેદ પડ્યો છે. આવા મતભેદમાં ૭૦૦ માઈલ દૂરથી સાવઘાચાર્યને ન્યાય આપવા બોલાવે છે, તમે ન્યાય આપો. પોતાના પાંચે આચારોનું પાલન કરતાં કરતાં, મહાવ્રતોનું પાલન કરતાં કરતાં, જ્ઞાનીની આજ્ઞા મુજબનું જીવન જીવતાં જીવતાં આવે છે. તેઓને પૂછે છે - તમારો આમાં શું અભિપ્રાય છે? સાવધાચાર્યે મંદિરોનો દુરૂપયોગ થતો જોયો. ચૈત્યવાસીઓ પડ્યા-પાથર્યા રહે છે. એના દ્વારા જીવન જીવે છે. જેઓ મંદિરનો દુરૂપયોગ કરતાં હોય, તેના પૈસા ઉપર જીવતા હોય તો તેવા સ્થાનોમાં મંદિર બંધાવવા એ પાપ છે. એવો અભિપ્રાય આપ્યો. આ ઉપદેશથી યતિઓ ધ્રુજી ઉઠયા. અને મંદિર બંધાવવા એ પાપ છે એ ઉપદેશથી યતિઓએ એમને સાવદ્યાચાર્યનું બિરૂદ આપ્યું. પણ હકીકતમાં એ પાપોપદેશ ન હતો. દ્રવ્ય ક્ષેત્ર, કાળ આશ્રયીને તેમનો આ ઉપદેશ બરાબર હતો. તે વખતે તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું. એકભવવેદ્ય સંસાર કર્યો. એટલે એક ભવમાં જ કર્મો ખપી જાય એટલો સંસાર સીમિત કર્યો. (ઘણાં બધા કર્મો ખપાવી દીધાં) એમ માનીશીથ શાસ્ત્ર લખે છે. એના આત્મા ઉપર આટલા જ કર્મ છે. તીર્થકર નામ કર્મના દલિક એણે બાંધ્યા તે વખતે ચોથું, પાંચમું, છઠ્ઠ, સાતમું ગુણઠાણું હોઈ શકે છે. એમણે સન્માર્ગની પ્રરૂપણા કરી છે. હવે એક વખત ગામમાં એમનું સામૈયું થઈ રહ્યું છે. વરસાદથી જમીન કાદવવાળી થયેલી છે. એક સાધ્વી હર્ષઘેલી બનેલી રસ્તામાં વંદન કરે છે. ત્યાં તેનો સ્પર્શ થઇ જાય છે. સાવઘાચાર્યને ખસી જવું જોઈતું હતું, તે ન ખસ્યા. યતિઓએ આ જોયું. સન્માર્ગની પ્રરૂપણા કરનારે આચારમાં સ્થિર રહેવું જોઈએ. કડક, ચુસ્ત રહેવું જોઇએ અને ન પળાય તો નબળાઇનો એકરાર તો કરવો જ જોઈએ. પણ ભૂલનો બચાવ ન જ કરાય. આપણા આત્મામાં જ કોઈ દોષ હોય તે કોઈ બતાવે તો સ્વીકાર કરો, એકરાર કરો, કે બચાવ કરો? કે શું મારા એકલામાં જ આ છે ? બધામાં આ તો છે. આવું કહેવાય ? ન કહેવાય. દોષનો બચાવ કરનાર માર્ગમાં રહી શકતા નથી. પણ જે પોતાના દોષનો એકરાર કરે, સ્વીકાર કરે, આલોચના કરે, પ્રાયશ્ચિત કરે તો હજી માર્ગમાં રહી શકે છે. ચૈત્યવાસીઓ (યતિઓ) આ જોઈ ગયા. તેઓને આંખમાં કણાની જેમ આ ખેંચે છે. અને એક વખત મહાનીશીથ સૂત્રની વાચના ચાલી રહી છે. તેમાં આ વાત આવી. હે ગૌતમ ! જે સાધુ પોતાના જીવનમાં અગ્નિનો, કાચા પાણીનો કે સ્ત્રીનો સ્પર્શ કરે છે, તે દીર્ઘ સંસારી થાય છે. આ વાંચ્યું તો ખરું, પણ આનો અર્થ કહું ? પ્રરૂપણા કરું કે ન કરૂં? ના , મેં પ્રરૂપણામાં કયારે પણ ભૂલ કરી નથી. મન ઝોલા ખાય છે. આ લોકો તો મને માર્ગની પ્રરૂપણા કરવા છતાં પણ સાવધાચાર્યનું બિરૂદ આપ્યું છે તો હવે વળી શું નું શું કહેશે? છતાં પણ સાવધાચાર્ય મન મક્કમ 2010_05 Page #183 -------------------------------------------------------------------------- ________________ ભાવમલ શું છે ? તે ઉપર સાવદ્યાચાર્યનું દૃષ્ટાંત ૧૫૩ કરે છે કે સાચી પ્રરૂપણા જ કરવી છે. અને જયાં અર્થ કર્યો કે તરત જ સામેથી યતિઓએ પ્રશ્ન કર્યો કે જે અગ્નિ, પાણી, સ્ત્રીનો સ્પર્શ કરનારો છે તે દીર્ઘ સંસારી બને છે. એવું શાસ્ત્ર વચન હોય તો ભગવન્! આ વાકય આપને જ સ્પર્શે છે. આપે વરઘોડામાં સાધ્વીનો (સ્ત્રીનો) સ્પર્શ થયો છતાં નિષેધ કર્યો ન હતો. ચૈત્યવાસીઓએ solid પકડ રાખી છે. હવે સાવઘાચાર્ય અહીં ભૂલે છે તે જુઓ, અત્યારે તેમના આત્મા ઉપર કર્મ ઓછા છે. પણ ભાવમલ પડેલો છે. ભાવમલ એટલે કર્મ સંબંધની યોગ્યતા- કર્મ બંધાય તેવી યોગ્યતા પડી છે. જો આ ન સ્વીકારે તો ચૈત્યવાસીઓ સ્થાનથી પદભ્રષ્ટ કરે તેમ છે. પદભ્રષ્ટ ન થવું હોય તો કંઈને કંઇ વિપરીત કરવું પડે.. મનુષ્યને માન અને અહંકાર નડે છે. મોટાને મોટું માન, અહં નડે છે. નાનાને માન ઓછું નડે છે. ધુરંધર આચાર્યોને, સાધુઓને પણ અહંકાર નડે છે. ઘણા આચાર્યો નરકે જવાના છે. તે શા માટે ? આવું બધું કંઇક અંદરમાં આવે છે ત્યારે નરકે જાય છે. ચૈત્યવાસીઓ સાવઘાચાર્યને કહે છે કે તમે ગુન્હેગાર છો, દોષિત છો, આ પંકિત અનુસારે તમે દીર્ઘ સંસારી છો. હવે સાવદ્યાચાર્ય રમત રમે છે. જુઓ ! તે કહે છે કે, ઉત્સર્ગ અને અપવાદ બેય શાસ્ત્રમાં કહેલા છે. ઉત્સર્ગથી સ્ત્રીનો સ્પર્શ ભલે ન થાય પણ અપવાદે સ્ત્રીનો સ્પર્શ થઇ શકે છે. એટલે મેં કર્યું તે અપવાદે કર્યું છે. અને અપવાદે કર્યું હોવાથી મેં બરાબર કર્યું છે, આ રીતે કહી પેલાઓને બેસાડી દીધા. ચૂપ કરી દીધા. પણ આ ઉસૂત્ર પ્રરૂપણાથી આ વખતે એમણે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી સંસાર વધાર્યો. ભગવાન મહાવીરના જીવ મરિચિએ એક કોડાકોડી સાગરોપમ સંસાર વધાર્યો હતો, જયારે આ આચાર્ય આત્મા ઉપર એક જ ભવ ચાલે એટલા (ઓછા) કર્મ હતા, તેના કરતાં કેટલો સંસાર વધાર્યો ? કોના બળ વધાર્યો ? કહો, ઉસૂત્ર પ્રરૂપણાથી. આમાં જાતની રક્ષા દેખાણી. મારી જાત હલકી ન બને, માટે ઉત્સુત્ર પ્રરૂપણા કરી. આવું કેમ થયું? ભાવમલ ક્ષીણ થયેલો ન હતો. કર્મ ક્ષીણ થયાં હતાં પણ ભાવમલ-કર્મબંધની યોગ્યતા પડેલી હતી. જેના કારણે જિનનામ કર્મના દલિકો વિખેરાઈ ગયા. સાવધાચાર્ય જે આ ઉત્સર્ગ અપવાદની વાત કરી તેમાં શું ખોટું કીધું? ઉત્સર્ગ અને અપવાદ ખોટા નથી. પણ જે જગ્યાએ અપવાદ બતાવે છે, ત્યાં અપવાદ નથી. આ સ્થાનમાં સ્ત્રીને અડવાની બાબતમાં અપવાદની જરૂર જ નહોતી. શાસ્ત્રમાં ઉત્સર્ગ, ઉત્સર્ગમાં ઉત્સર્ગ, ઉત્સર્ગમાં અપવાદ; અપવાદ, અપવાદમાં ઉત્સર્ગ અને અપવાદમાં અપવાદ આમ છ ભેદ બતાડ્યા છે. જેમ કે કોઈ એક સાધ્વી નદીમાં તણાતી હોય, મને બચાવો બચાવોની ચીસો પાડતી હોય, કોઈ બચાવનાર ન હોય અને ત્યાં સાધુને તરતાં આવડતું હોય, તો તરત કૂદી પડે, પકડીને બહાર કાઢે તો તે અપવાદમાં અપવાદ કહેવાય. આવા સમયે શાસ્ત્રોએ જે છૂટ આપી છે તેનો સાવદ્યાચાર્યો દૂરપયોગ કર્યો. એમણે જે અપવાદ લગાડ્યો ત્યાં અપવાદ હતો જ નહીં. 2010_05 Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ યોગદષ્ટિનાં અજવાળાં - ભાગ-૨ શાસ્ત્રને શસ્ત્ર બનાવ્યું. પેલાઓને ચૂપ કરવા માટે શાસ્ત્રોનો ઉપયોગ કર્યો. અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી સંસાર વધાર્યો. ત્યારે પરિણામની કિલષ્ટતા કેટલી હશે ? અહંકાર કેવો ભયંકર ! પેલાઓને ચૂપ કરવા માટે કેવા કષાયો હશે ! કષાયે કેવી માજા મૂકી હશે ! કે પશ્ચાત્તાપથી પછી આલોચના પણ ન કરી. સન્માર્ગની પ્રરૂપણાના લાભ એટલા જ છે. તેમ ઉસૂત્રની, ઉન્માર્ગની પ્રરૂપણાના નુકશાન પણ એટલા જ છે, “પાપ નહી કોઇ ઉત્સુત્ર ભાષણ જિહ્યું, ધર્મ નહીં કોઇ જગ સૂત્ર સરિખો” સન્માર્ગની પ્રરૂપણા કરનારના દર્શનથી પણ ઘણો લાભ થાય છે. આવા સન્માર્ગ પ્રરૂપકના દર્શન પણ દુર્લભ છે. ઘણી પુણ્યરાશિ એકઠી થાય ત્યારે તે પુણ્યાત્માના દર્શન પ્રાપ્ત થાય છે. સન્માર્ગની પ્રરૂપણાથી પુણ્ય પણ કેવું જબરજસ્ત બંધાય છે. સાવદ્યાચાર્ય પણ સન્માર્ગની પ્રરૂપણાથી તીર્થકર નામ કર્મ બાંધ્યું. પણ જયાં સુધી ઉત્સર્ગ અપવાદની મર્યાદાઓ જાણવામાં ન આવે તો જીવ કેવી ભૂલ કરી બેસે છે. પણ એમણે તો જાણવા છતાં કર્યું છે. કર્મ ક્ષીણ થયેલા હતાં, પણ ભાવમલ ક્ષીણ નહોતાં થયાં. આટલા બધા કર્મ બાંધી શકે એવા ભાવમલ અંદરમાં પડેલા હતાં. કર્મ અને ભાવમલનો ભેદ સમજાય છે ? જીવોને અચરમાવર્તિમાં કર્મો ઘણા છે. અને ભાવમલ પણ ઘણો છે. જયારે સાવદ્યાચાર્યને કર્મ ઓછા હતાં, પણ ભાવમલ ઘણો હતો. આ ભાવમલ ઘટતાં ઘટતાં ચરમાવર્તમાં એક પુદ્ગલપરાવર્ત ચાલે એટલો જ હોય. અર્ધ પુદ્ગલપરાવર્તથી ભાવમલ ઘટતો ઘટતો જાય અને છેવટે નીકળી જાય છે. ચરમ પુદ્ગલપરાવર્તમાં જીવને પ્રચુર ભાવમલ ક્ષય થાય છે. અને એ પ્રચુર ભાવમલ નીકળી ગયો છે. તેનું લક્ષણ શું? તે વખતે આત્માની કેવી સ્થિતિ હોય છે. તે હવે પછીના શ્લોકમાં કહે છે. दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च | औचित्यात्सेवनं चैव, सर्वत्रैवाविशेषतः ॥ ३२ ॥ ચરમાવર્તમાં શારીરિકાદિ દુઃખથી દુઃખી જીવો જોઇને અત્યંત દયા આવે છે. હૃદય લાગણીમય બને છે. કરૂણામય બને છે. કોઈના દુઃખને જોઈ શકતો નથી. અહીં દયા નથી કહ્યું પણ અત્યંત દયા. અત્યંત એટલે (૧) સાનુશવત્વે (૨) સાનુન્યત્વે. ચરમાવર્તમાં જીવને અતિશય દયા હોય છે. બીજાના દુઃખ જોઈને આÁ પરિણામ પેદા થાય છે. બીજાના દુઃખ જોઈને દુઃખી થાય છે. એવી દયા થાય છે કે જે દયાના પરિણામથી બંધાયેલું કર્મ ઉદયમાં આવે ત્યારે નવો નવો દયાનો પરિણામ ઉભો થાય છે. તે સાનુબન્ધ દયા છે. આવી પરિણામ અચરમાવર્તમાં ન આવે. અચરમાવર્તિમાં દયા આવે તે ઉપર ઉપરની દયા આવે, સ્વાર્થજન્ય હોય, પારમાર્થિક દયા ન આવે, અને તે દયાને અત્યંત દયા ન કહેવાય. કેમ કે ભાવમલ પ્રચુર છે. વિપુલ પ્રમાણમાં છે. તે વખતે ભોગ તરફ જ વૃત્તિ હોય છે, ઉપયોગ હોય છે. શરીર એજ હું, ભોગ 2010_05 Page #185 -------------------------------------------------------------------------- ________________ ધર્મની યોગ્યતા માટેના ત્રણ ગુણો મારા, તીવ્ર ભોગની રૂચિથી દયાની પરિણતિને ઘા લાગે છે. મોક્ષમાર્ગે આગળ વધવું હોય તો હૃદયને કયાંય કઠોર બનાવવાનું નથી. ભોગરુચિ જેમ વધે તેમ તેને દયા હોઇ શકે નહીં. માટે ભોગરુચિ ઘટાડવી જોઇએ, ભોગો ઘટાડવા જ જોઇએ. જે મઝેથી ભોગ ભોગવે તે દયાળુ કહેવાય ? સ્વાર્થ મૂલક દયા હોય તે અત્યંત દયા ન કહેવાય. ધર્મની યોગ્યતા માટેના ત્રણ ગુણો અચ૨માવર્તમાં ભાવમલના કારણે ચૈતન્ય ઘણું દબાયેલું હોય છે. તેથી જીવ ધર્મ પામી શકતો નથી. વાસ્તવિક ધર્મની રુચિ હોતી નથી. જે ગુણો દેખાય છે તે વાસ્તવિક ગુણો નથી. ગુણાભાસ છે. એ ગુણો મુકિત તરફ લઈ ન જાય અને જીવને સંસારમાં રૂલાવે છે. તેને ગુણ કયાંથી કહેવાય ? કારણ કે એમાં કાળ પ્રતિબંધક છે. ૧૫૫ ચ૨માવર્તમાં ભાવમલ ઘણો બધો નીકળી ગયો છે તે પછી જ આત્મામાં ધર્મની યોગ્યતા આવે છે. એ આત્માને ત્રણ ગુણ પેદા થાય છે. (૧) દુઃખિતેષુ દયાત્યન્ત (૨) અદ્વેષો ગુણવત્સુ ચં, (૩) સર્વત્ર ઔચિત્યાસેવનં. (૧) ફૂલા લંગડા, આંધળા, બહેરા, મૂંગા વિગેરે અનાથ, અશરણ જીવોને જોયા પછી દયાનો પરિણામ પેદા થાય છે. જે દયાની પરંપરાને ચલવે તેવો અતિશય દયાનો પરિણામ આવે છે. અચરમાવર્તમાં આવી દયા નથી આવતી કારણ કે વૈષયિક સુખો કેન્દ્રિત બનેલા છે. એટલે જીવન સ્વાર્થમય બનેલું છે. જયાં પોતાનું સુખ સચવાય અને તે માટે તે જીવો સહાયક બને માટે તેના પ્રત્યે દયાદિ આવે એ વાત જુદી છે. બાકી સ્વાર્થી જીવોને દયા વાસ્તવિક ન આવે. મેઘકુમારને હાથીના ભવમાં, અત્યંત દયા છે. જીવોને બચાવવા માટે હાથીના જીવે જાતનો ભોગ આપ્યો છે. ભાવમલ ગયો એ જ એમાં કારણ છે. આવી દયા, નિઃસ્વાર્થ દયા પેદા ન થાય ત્યાં સુધી ધર્મ પામી શકાતો નથી. દયા ધર્મનું મૂળ છે. દયારૂપી નદીના કિનારે ધર્મના બધા અંકૂરા પેદા થાય છે. જેને ધર્મ પામવો છે તેને ક્યાંય હૃદય સ્વાર્થી ન બની જાય, હૃદય કઠોર ન બની જાય તેની કાળજી રાખવી જોઇએ. તીર્થંકર પરમાત્મા જિનલ્પનું આચરણ કરે છે, ઉત્સર્ગ માર્ગનું ચારિત્ર પાળે છે. કયારેય અપવાદનો આશ્રય કરતાં નથી. પ્રભુ પહેલું ચોમાસું કુલપતિના કહેવાથી ત્યાં રહ્યા, પણ તાપસોને અરુચિ થતી જોઇ તો તીર્થંકર પરમાત્માએ ચાતુર્માસમાં વિહાર કર્યો. જયાં હ્રદય કઠોર બને અને તમારા નિમિત્તે બીજાને અપ્રીતિ થાય તેવું કઠોર હૃદય સાધકનું ન હોવું જોઇએ. ફકત બીજાના-તાપસોના પરિણામની રક્ષા ખાતર પ્રભુએ ચાતુર્માસમાં પણ વિહાર કર્યો. આપણે તો આવું જીવન નથી જીવતાં-આપણે તો જીવન જીવવા માટે બધાની અપેક્ષા રાખીએ છીએ. આવું નિરપેક્ષ જીવન જીવવું એ શ્રેષ્ઠ જીવન છે. બીજાની 2010_05 Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫s યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ અપેક્ષા વિના જીવનારા એવા પણ પ્રભુ બીજાના પરિણામની આટલી રક્ષા કરે છે. તો જેને બીજાની અપેક્ષાઓ છે તેને બીજાના પરિણામની કેટલી રક્ષા કરવી જોઇએ ? આપણા નિમિત્તે બીજાના પરિણામ ન બગડવા જોઈએ. બીજાનાં પરિણામની દિન-પ્રતિદિન વૃદ્ધિ થવી જોઈએ. પણ બીજાના પરિણામની હાનિ થાય એવું તો જીવન ન જ હોવું જોઇએ. પ્રશ્નઃ માધ્યસ્થભાવ હોય તો? માધ્યસ્થ ભાવના એ ચોથી ભાવના છે જયારે આ તો પહેલી ભાવના છે. મૈત્રી પરિણામ પહેલા જોઈએ. મૈત્રી એટલે સ્નેહ પરિણામ છે. સ્ત્રી કુટુંબ પરિવાર પ્રત્યે લાગણી છે. સ્નેહ પરિણામ છે. તે સ્વાર્થના કારણે છે તેમાં નિઃસ્વાર્થ મૈત્રી-સ્નેહ નથી. સ્વાર્થ વિનાનો સ્નેહ પરિણામ જીવતત્ત્વના નાતે જોઇએ. બધા જીવો સજાતીય છે. એક સંબંધી છીએ. સર્વ જીવ પ્રત્યે હદયની કુણાશ, ભીનાશ હોવી જોઈએ. જેના પ્રત્યે સ્નેહ હોય તેનું અહિત આપણે કરતાં નથી પણ શકય હિત કરીએ છીએ. જે ગુણી છે જેનામાં ઉચ્ચકક્ષાના ગુણો છે, ગુણોના શિખરે છે તેને જોઈને પ્રમોદભાવ હોવો જોઇએ. * જે જીવો બિચારા દુઃખી છે. અનાથ, લૂલા, લંગડા, અપંગ દુઃખી છે. તે જીવો પ્રત્યે કરૂણા, “પરદુ:ખપ્રહાણેચ્છા” કરૂણા છે. બીજાના દુઃખ દૂર કરવાની ઇચ્છા. શકય હોય, મારું ચાલે તેમ હોય તો તેમનાં દુઃખને હું દૂર કરું એ કરૂણા ભાવ છે. કરૂણામાં માત્ર ભાવના જ નથી પણ ભાવનાથી આગળ વધીને કરી છૂટવાનું છે. મૈત્રી ભાવનામાં સર્વ જીવો સુખી થાવ. દુઃખથી મુકત બનો એ ભાવના ભાવવાની છે. જયારે કરૂણા ભાવનામાં તેનાથી આગળ વધીને દુઃખીના દુઃખને દૂર કરવા કટિબદ્ધ બનવાનું છે. આ રીતે મૈત્રી ભાવનાથી કરૂણા ભાવના જુદી પડે છે. માધ્યસ્થભાવ : જે જીવો કરૂણા ભાવનો વિષય નથી બની શકતા કારણ કે તીવ્ર અનંતાનુબંધી કષાયના ઉદયવાળા છે. વળી કર્મના તીવ્ર ભારથી ભારે છે. ભારે કર્મી છે. અવિનીત છે. ઉદ્ધત છે. ઉચ્છંખલ છે. તેના ઉપર અંદરથી કરૂણા હોવા છતાં બહારથી કરૂણાનું કાર્ય - તેમના દુઃખોને દૂર કરવા - તે થઇ શકે તેવું તે જીવદળ નથી. તો શું રોવા બેસવાનું ? ના.. ત્યાં માધ્યસ્થભાવ રાખવાનો છે. દુઃખીના દુઃખે દુઃખી થવું એ નિર્દય રહેનારની અપેક્ષાએ સારું છે, તેના કરતાં પણ દુઃખી Êયે બીજાના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરવો એ વધારે સારું છે અને બીજાના દુઃખે દુઃખી થયા વિના સમતામાં રહીને બીજાના દુઃખને દૂર કરવા તે સૌથી શ્રેષ્ઠ છે. નિર્દયતા કરતા કરૂણા ચઢે અને કરૂણા કરતાં સમતા ચઢે, દર્દીના દુઃખને જોયા પછી તેના દુઃખે દુઃખી થયા વિના તેને સાજો કરનારો ડૉકટર એ જગતમાં શ્રેષ્ઠ કહેવાય છે. જેમ દર્દીના દર્દને દૂર કરવાની વૈદ્યની ઇચ્છા હોય, પણ દર્દી માને જ નહીં ત્યારે વૈદ્ય માધ્યસ્થભાવ કરે. એ ચોથી ભાવના છે. પણ પહેલી ભાવનાની જગ્યાએ ચોથી ભાવના કરશો તો આપણે પામવાનું પાણી નહીં શકીએ. જયારે જગતના જીવોનાં દુઃખ દૂર કરવાનો કેસ આપણા હાથમાં નથી. ત્યારે 2010_05 Page #187 -------------------------------------------------------------------------- ________________ ધર્મની યોગ્યતા માટેના ત્રણ ગુણો ૧૫૭ તે કેસ ભવિતવ્યતા ઉપર છોડીને આપણે આપણા પરિણામ બગાડવાના નથી. બીજાની ચિંતા કરતાં પોતાની ચિંતા કર, એમ જ્ઞાનીઓ કહે છે. આજે બીજાની ચિંતા કરવામાં આત્માનું વટાઈ રહ્યું છે. આનું શું થશે ? પેલાનું શું થશે ? એ બધાનું તો એની ભવિતવ્યતા હશે તે રીતે થશે. તું શું કરવાનો છે? ખોટા વિકલ્પો કરીને અહંકાર-અભિમાન કરી રહ્યો છે. અને એમાં સ્વ-આત્મપુરૂષાર્થને ડહોળી રહ્યો છે. આત્મપુરૂષાર્થ ગુમાવી રહ્યો છે. દરેક જીવનું તેની ભવિતવ્યતા મુજબ થવાનું છે. તું તો એમાં નિમિત્ત કારણ બની શકશે. તારા નિમિત્તે એનું કાર્ય થવાનું હશે તો જ થશે. આપણા પુરૂષાર્થને મૂકીને બીજાનું કરવા જશું તો સંકલ્પ, વિકલ્પ સિવાય આપણા પલ્લે કંઈ આવવાનું નથી. આત્મપુરૂષાર્થને વ્યાપક બનાવો. બીજી બધી ચિંતા કરવા કરતાં આત્મ પુરૂષાર્થમાં આગળ વધો. પોતાના પુરૂષાર્થથી જ ભાવિ ઉજજવલા કરવાનું છે. જયાં ઉપાય ન દેખાય ત્યાં ભવિતવ્યતા ઉપર છોડો. (૨) અહીં ગુણવાનોને વિષે અદ્વેષ હોય છે. ચરમાવર્તમાં ભાવમલ પ્રચુર પ્રમાણમાં ક્ષીણ થયેલો હોવાથી તે બીજાના દુઃખો દૂર ન થાય તે ચલાવી લેતો નથી. બીજાના દુઃખો પ્રત્યે નિરપેક્ષ બની શકતો નથી. તેમ જેઓ ગુણ છે. ક્ષમા આદિ ગુણોથી યુકત છે. જ્ઞાનાદિ ગુણોથી જેઓ ભરપૂર છે. ગુણવાન છે. પોતાથી અધિક એવા જે કોઈ હોય, જ્ઞાનગુરૂ, વિદ્યાગુરૂ, કલાગુરૂ, દીક્ષાગુરૂ, માતા-પિતા, વડિલો, અન્ય જે કોઈ પણ જીવો જગતમાં ગુણવાન હોય તેને જોઈને માત્સર્ય પેદા થતો નથી. પુણ્યના ઉદય ગુણોથી ઋદ્ધિમંત - મહાન જુએ તો દૈષ પેદા થતો નથી. પણ પૂર્વમાં વિશિષ્ટ પ્રકારના શુભ ભાવ દ્વારા પુણ્ય ઉપાર્જન કરીને આ જીવો આવ્યા છે. અને એ આત્મા તેનું ફળ ભોગવે છે. અને કોઈપણ જીવ એના પુણ્યના ઉદયને ભોગવે એમાં આપણને દ્વેષ શું કામ આવે ? ન જ આવવો જોઇએ. ભલે કદાચ તે ખોટાં સ્થાનમાં હોય તેનામાં કંઈ ભૂલ દેખાય તો પણ દ્વેષ ન જ આવે. અદ્વેષ જ હોય.. મનમાં એવું ન થવું જોઇએ કે “શાનો ફાંકો મારે છે ? એને પછાડી દઉ ” આવા પ્રકારે માત્સર્ય, દ્વેષ ન થાય. આ વેષભાવ, માત્સર્ય આત્માના વિકાસમાં બાધક છે. જેનો ભાવમલ ઘસ્યો છે તેની આવી સ્થિતિ થાય છે. જીવો પ્રત્યે દ્વેષ નીકળી જવો એ ધર્મ પામવાનું મોટામાં મોટું સાધન છે. પુણ્યના અનેક પ્રકાર છે. તેને તે ભોગવે તેમાં દ્વેષ શા માટે કરવો ? ગુણસંપનને જુએ તો આ આત્મા મોક્ષમાર્ગમાં આગળ વધેલો છે એમ જુએ તો પણ દ્વેષ ન આવે. ‘ષ કરવાથી કદી સિદ્ધિ થતી નથી. (૩) ભાવમલ વિપુલ પ્રમાણમાં ક્ષીણ થયેલો હોવાથી સર્વત્ર ઔચિત્યનું પાલન હોય છે. સગા છે, સ્નેહી છે, સંબંધી છે, માટે ઉચિત વર્તવું એવું અહીં નથી. પણ સંસારના દરેકની સાથે ઉચિત વર્તન હોય. જયાં જયાં જે કાંઇ ઉચિત કરવા જેવું હોય તે ત્યાં કરે. આત્મા આગળ વધવા લાગ્યો છે. ક્ષયોપશમને અનુસાર તેને ઔચિત્યનો ખ્યાલ આવે છે અને એ રીતે ઔચિત્ય સાચવે છે. આ ત્રણ લક્ષણો દ્વારા 2010_05 Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ચરમાવર્તમાં આવ્યો છે અને ભાવમલ ઘસ્યો છે. તેનો ખ્યાલ આવી શકે છે. ભાવમલ નીકળી જવાના કારણે જીવ ગુણવાળો બન્યો છે. સર્વત્ર અવિશેષ ઔચિત્ય હોય. બાળક હોય, પત્ની હોય, દીન-દુઃખી હોય, આપણા આશ્રિત હોય, ભિખારી હોય અન્ય કોઈપણ હોય દરેક સાથે ઔચિત્ય પૂર્ણ વ્યવહાર કરવાનો છે. ઉચિતભાવ કરવો હોય તો હૈયામાં મૈત્રી, પ્રેમ, કરૂણા - દયાભાવ હોય તો થઈ શકે છે. જગતના જીવો પોતાના કર્મના ઉદયથી પીડાઈ રહ્યા છે. તેને ગમે તેવા મેણાં, ટોણા મારી શકાય નહીં તેમાં આપણું હૈયું કઠોર બને છે. હૈયાને કદી કઠોર ન બનાવવું. આ ઔચિત્યનું સેવન બહુ મહત્ત્વનો ગુણ છે. આવા ગુણવાળો સામી વ્યકિતને બધાને પ્રિય બને છે. બીજાને આશીર્વાદ રૂપ બને છે. एवंविधस्य जीवस्य, भद्रमूर्तेर्महात्मनः । शुभो निमित्त संयोगो, जायतेऽवञ्चकोदयात् ॥ ३३ ॥ ઉપર કહેલા ત્રણ ગુણોની પ્રાપ્તિના કારણે જીવ ભદ્રમૂર્તિ બન્યો છે. (૧) ભદ્રમૂર્તિ એટલે જેનું દર્શન બીજાને પ્રિય છે, તેવો બને છે. તેનું દર્શન બીજાને આનંદકારી બને છે. ભાવમલ નીકળી ગયો છે. આંતરિક શુદ્ધિ વધવાથી સર્વીર્યના યોગથી મહાત્મા બને છે. અહિંયા અસતુવીર્ય દબાતું જાય છે. સર્વીય જ ફોરવે છે. આ જગતમાં સતુવીર્ય ફોરવ્યા વિના આગળ વધી શકાતું નથી. સંસારની પ્રવૃત્તિમાં, દુર્ગુણોમાં ફોરવાતું જે વીર્ય તે અસતવીર્ય છે. અસતુવીર્યના યોગથી મહાત્મા બની શકાતું નથી. સર્વીર્ય એટલે મોક્ષ પ્રાપ્તિને અનુકૂળ વીર્ય. ગુણોની પ્રાપ્તિ માટે વીર્ય ફોરવવું જોઈએ. સર્વીર્યના ફુરણથી મોક્ષ નજીક આવે છે. સવીર્યના ફુરણથી મહાત્મા બનાય છે. - પાપના ઉદયે કદાચ માણસ કુબડો હોય પણ ગુણસંપન હોય તો તેનું દર્શન પ્રિય બને છે. અને ગમે તેવો રૂપવાન હોય પણ ગુણસંપન નથી તો તેનું દર્શન પ્રિય બનતું નથી. એક રૂપવાન છતાં ક્રોધી-દુર્ગુણી છે. બીજો રૂપ વિહોણો પણ સમાદિ ગુણોયુક્ત છે. સગુણી છે. તો બેમાંથી કોણ સારો? ભૌતિક સંપત્તિનો ઉદય છે. પણ દુર્ગુણી છે. ક્રોધી છે. પુણ્યના ઉદયવાળો છે. ભૂતકાળમાં સદ્દવીર્યનું ફુરણ કરીને આવ્યો છે. બીજો ભૂતકાળમાં અસદ્ વીર્યનું ફુરણ કરીને આવ્યો છે માટે રૂ૫ નથી મળ્યું, પણ આજે વર્તમાનમાં સદ્દવીર્યનું હુરણ કરી રહ્યો છે. બેમાં મહાન કોણ ? વર્તમાનમાં સદ્દવીર્યનું ફુરણ કરે છે તે મહાન છે. જે દુર્ગુણી છે વર્તમાનમાં અસવીર્યનું ફુરણ છે તે સારો નથી. તેનો પરિચય પણ કરવા યોગ્ય નહીં. અસવીર્યને દબાવ્યા વિના સર્વીર્ય ફરે નહીં.-ઘાતીકર્મોની નીચે વીર્ય દબાયેલું છે, વીર્ય કચરાયું છે. એ વીર્ય વિચિત્ર છે. સંસારમાં લઈ જવું હોય, પાપમાં ફોરવવું હોય તો એ તૈયાર છે. સન્માર્ગમાં વીર્ય સ્કરણ કરવાના જ વાંધા છે. પાપનો બંધ કરે તે પાપી છે. પાપકર્મના ઉદયને ભોગવે તે પાપી નહીં. પાપોનો ઉદય વર્તમાન છે. ભૂલ ભૂતકાળમાં કરી છે. તેવો જીવ કર્મના દંડને પાત્ર ભલે કહેવાય. પણ તેના 2010_05 Page #189 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં સદ્વર્યનું ફુરણ આવશ્યક ૧પ૯ ઉપર આપણે ભાવ બગાડી ન શકાય. ભૂતકાળની ભૂલ ઉપર તમે કંઈ કરી ન શકો. ભૂતકાળમાં એક ભૂલ કરીને આવ્યો છે તેને તમે હરામખોર ! પાપ કરીને આવ્યો છે? એમ કહી તેને તમાચા મરાય નહીં. એનો દંડ કર્મસત્તા ભલે આપે. પણ તમારા માટે તો એ કરૂણાનો વિષય છે. દૈષ કરવા યોગ્ય તો નથી જ. વર્તમાનમાં જે ભૂલ કરે છે તે દંડને પાત્ર છે. તે ભૂલને પાત્ર છે. વર્તમાનમાં તે અસદ્વર્ય ફોરવી રહ્યો છે એમ કહી શકાય. પણ દ્વેષ તો ક્યાંય કરવા જેવો નથી. ભૂતકાળની ભૂલવાળાને પાપી કહેવાતાં હોય તો, પાપ કર્મના ઉદયવાળાને પાપી કહેવાતાં હોય તો, ભગવાન મહાવીરને પણ પાપી કહેવા પડે. પણ પાપકર્મના ઉદયકાળે તે મહાત્મા છે. તો તેને પાપી કેમ કહેવાય? ન જ કહેવાય. પાપકર્મના ઉદય કાળમાં મહાત્મા બની શકાય છે. પણ પાપના બંધકાળે, પાપ કરતી વખતે મહાત્મા બની શકાતું નથી. સાધનામાં સર્વીનું સ્કુરણ આવશ્યક . આપણે ભવોભવ સંસારમાં રખડીએ છીએ, કારણકે સર્વીર્યનું હુરણ નથી. સર્વીર્યનું ફુરણ થવાથી આત્મામાં આનંદની અનુભૂતિ થાય છે. સર્વીર્યના ફુરણ વડે કષાયો નીકળે છે. માટે આનંદની અનુભૂતિ થાય છે. કાયયોગથી સર્વીર્ય ફોરવતાં હોઈએ, વચનયોગથી સદ્દવીર્ય ફોરવતાં હોઈએ, બધું સારું કરતાં હોઈએ પણ તેમાં મનોયોગમાં સદ્દવીર્યનું ફુરણ ન હોય તો એ આત્મા મહાન ન બની શકે. મનોયોગમાં સર્વીર્ય હોય તો જ કષાય તૂટે, કષાય રસ તૂટે તો જ મહાત્મા બની શકાય. સંસારમાં વપરાતું બધું વીર્ય અસવીર્ય છે. ધર્મમાં ત્રણે યોગનું સર્વીર્ય સ્કરે તો જ વાસ્તવિક વીર્યમ્હરણ છે. કાયયોગનું, વચનયોગનું સર્વીર્ય સ્કુરાયમાન થાય છે તે વ્યવહારથી ધર્મ કહેવાય છે. મનોયોગનું સર્વીર્યનું ફુરણ તે નિશ્ચયથી ધર્મ છે. કષાયને વેદે તે મહાત્મા નહીં, કષાયના પ્રતિપક્ષી ગુણોને વેદે તે મહાત્મા છે. સ્વરૂપના લક્ષ્ય કષાયનો નિકાલ તે સાધના કષાય એ મારો સ્વભાવ નથી. એમ સમજી કષાયને કાઢવા જોઈએ. સ્વભાવના લક્ષ્ય કષાય નીકળે તો ઉપશમ આવે. તો પહેલેથી ચોથા ગુણઠાણે અવાય છે. જો કષાય કરીશ તો લોકો દુર્જન કહેશે, દુષ્ટ કહેશે એ ભયથી પણ કષાયથી બચે એ સારૂં છે. પણ એને વાસ્તવિક કષાય ખટક્યો ન કહેવાય. સમ્યકત્ત્વ પામવું છે ? અનંતાનુબંધી કષાયો કાઢવા છે? તો વીતરાગભાવના લયે કષાય છૂટવા જોઈએ. ઉપયોગમાં સ્વરૂપ રુચિ તીવ્ર બને તો કષાય વાસ્તવિક નીકળી શકે છે. સર્વીર્યના યોગથી મહાત્મા બનવું હોય, જગતપ્રિય બનવું હોય તો આવું સર્વીર્યસ્તુરણ કરો. કષાય ન આવે તેટલા માત્રથી અકષાય ભાવ છે એમ કહી શકાય નહીં. અત્યારે વ્યાખ્યાનમાં બેઠેલા તમને ચારે કષાયમાંથી એક પણ કષાયનો વ્યક્ત ઉદય નથી. 2010_05 Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ પણ તે વાસ્તવિક અકષાયભાવ નથી. જીવને સ્વરૂપના લક્ષ્ય, સ્વભાવના લક્ષ્ય કષાય નીકળે તો અકષાય ભાવ પ્રાપ્ત થાય છે. સંસારનું મૂળ અનંતાનુબંધી કષાય છે. વૈષયિક સુખની ઈચ્છા, સુખની આસક્તિ, સુખની તીવ્રરુચિ બની રહે છે તે કષાય જ છે. લોભ છે. અનંતાનુબંધી કષાયના રસ ઉપર આખો સંસાર ચાલી રહ્યો છે. કષાય કેમ ટકે છે? તમને લોભ ખરાબ લાગતો નથી, ખરાબ લાગે તો ઉપર ઉપરથી લાગે છે. પણ લોભથી વિપરીત આત્માનું સુખ છે એવું દેખાતું નથી. સુખ એનાથી ભિન્ન છે તેવી રૂચિ પેદા થવી જોઈએ. - જ્યાં ગાંઠ ત્યાં સુખ નહીં આખરે આ બધી ગ્રન્થિ જ છે. મિથ્યાત્વ, અનંતાનુબંધી એ મોટી ગ્રન્થિ છે. સમ્યકત્વ આવ્યું એટલે મિથ્યાત્વની ગ્રન્થિ ભેદાય છે. ગ્રન્થિ નીકળે તો નિગ્રંથ કહેવાય. ગ્રન્થિ એ ગાંઠ છે. પૂ. યશોવિજયજી ઉપાધ્યાય શ્રીપાળ રાસમાં કહે છે “પ્રેમ તણી પરે શીખો સાધો, જોઈ શેલડી સાંઠો; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે”. જ્યાં ગાંઠ ત્યાં રસ હોય જ નહીં. શેલડીમાં પણ ગાંઠ ત્યાં રસ નહીં અને રસ ત્યાં ગાંઠ નહી. મિથ્યાત્વની ગાંઠ સૌથી મોટી છે. અપ્રત્યાખ્યાનીય કષાય, પ્રત્યાખ્યાનીય કષાય એ પણ ગાંઠ છે. એ જાય ત્યારે વાસ્તવિક નિર્ચન્થપણું આવે છે. નિર્ચન્થ બનાય છે. આત્મસ્વરૂપને વેદી શકાય છે. તે આત્માના આનંદને લૂંટી શકે છે. તે પહેલાં આત્મસ્વરૂપને વેદી શકાતું નથી. દિકરાનું મમત્વ, પૈસાનું મમત્વ, દેહનું મમત્વ, સ્વજનનું મમત્વ એ પણ ગાંઠ છે, એ દેખાય છે ? આ ગાંઠો સર્વીર્ય ફોરવવા દેતી નથી. આપણે ગ્રન્થિ બોલીએ છીએ એટલું જ. પણ ગ્રન્થિને ઓળખતા જ નથી. ગાંઠ હોય ત્યાં સુખ નથી. ગાંઠ હોય ત્યાં દુઃખ હોય છે. “વેદ ત્રણને હાસ્યાદિક ષ, મિથ્યાત્વ, ચાર કષાયજી, ચૌદ અધ્યેતર નવવિધ બાહ્યની, ગ્રચિ તજે મુનિરાય”. આ બધી અત્યંતર ગાંઠો છે. બાહ્ય-અત્યંતર ગ્રન્થિ છૂટે ત્યારે મુનિપણું આવે છે. સર્વીર્યના સ્કરણ વિના મજા જ નથી. ગ્રન્થિ સમજતો નથી. ગ્રન્થિ છોડતો નથી અને ઘર્મ કરી રહ્યો છે, એવું માને છે. આપણું વીર્ય ક્યાં છે ? બહારના પદાર્થોને મારા માનીને જીવીએ છીએ. જ્યારે બાહ્ય-અત્યંતર ગ્રન્થિ નીકળે ત્યાં નિર્ચન્થપણું છે. ચોથા ગુણઠાણાથી આંશિક નિર્ચન્થપણું પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વની મોટી ગાંઠ નીકળી ગઈ છે. આંશિક સ્વરૂપ સ્થિરતા આવી છે. ત્રણ કષાયની ગાંઠ નીકળે ત્યારે વાસ્તવિક નિર્ચન્થપણું આવે છે. ગાંઠ હોય ત્યાં સુખ ન હોય. સંસારના પદાર્થો મારા માનો છો તે પણ ગાંઠ છે. સંસારના પદાર્થો મારા માનીને જીવો છો અને સુખને અનુભવો છો ? આ પણ ગાંઠ છે, કઈ ગાંઠ છે? મિથ્યાત્વની મોટી આ ગાંઠ છે. પરને મારા માનવા એ મિથ્યાત્વ છે. પર પદાર્થને મારા મારા કરી પુષ્ટ થશો તેટલી ગ્રન્થિ પુષ્ટ થશે. જ્યાં સુધી સ્વરૂપમાં રમણતા. સ્થિરતા ન આવે ત્યાં સુધી બધી ગાંઠ છે. વૈરાગ્ય 2010_05 Page #191 -------------------------------------------------------------------------- ________________ એ અવંચકોદય શું ચીજ છે ? ૧૬૧ જવલંત બને ત્યારે આ ગાંઠ ભેદાય છે. સમ્યકત્વીને બે કષાય પડયા છે. માટે મારાપણું કરે છે. પણ મોટી કેન્સરની ગાંઠ નીકળી ગઈ છે એટલે બીજી બધી ગાંઠો સહેલાઈથી કાઢી શકશે, સ્વરૂપમાં સ્થિરતા કરવી સહેલી બની શકશે. (૩) આવો જીવ કે જે ભદ્રસૂતિ બન્યો છે, જે મહાત્મા બન્યો છે, તેવા જીવોને અવંચકના ઉદયથી પ્રશસ્ત શુભ નિમિત્તો, સંયોગો આવી મળે છે. અવંચકોદય એટલે અવ્યક્ત સમાધિ વિશેષ, એ સમાધિ વિશેષના બળે શુભ યોગ, જિનમૂર્તિ, ગુરૂ, તીર્થકર, ગણધર કે જે મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત છે તેનો યોગ આવી મળે છે. કાલનો પરિપાક થવાથી જીવ ચરમાવર્તમાં આવ્યો, ચરમાવર્તમાં ભાવમલ નીકળી જવાથી ત્રણ ગુણો પ્રાપ્ત થયા. દુઃખી જીવો ઉપર અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અદ્વેષ અને સર્વત્ર ઔચિત્યનું પાલન અને આ બધા ગુણોના કારણે તે પ્રિયદર્શનવાળો બન્યો. આંતરમલ-ભાવમલ નીકળી ગયો છે તેથી કલ્યાણદર્શની બન્યો અને એથી મહાત્મા બન્યો. એટલે અવંચકનો ઉદય પ્રાપ્ત થયો અને અર્થાત્ અવ્યક્ત સમાધિ વિશેષ પ્રાપ્ત થઈ. એ અવંચકોણ શું ચીજ છે ? . અનંતાનુબંધીની તથા દર્શન મોહનીયની મંદતાથી સહિત જ્ઞાનાવરણીયાદિના ક્ષયોપશમથી જે ચિત્તની સ્વસ્થતા અર્થાત્ સમાધિવિશેષ પેદા થાય છે તે જ અવંચકોદય કહેવાય છે. અચરમાવતમાં આવાં નિમિત્તો ઘણીવાર મળ્યાં હતાં છતાં સમાધિ વિશેષ પ્રાપ્ત ન થઈ તેથી અવંચકોદાય ન હતો. હવે દર્શનમોહની મંદતા, ચારિત્રમોહનીયની મંદતા, અંતરાયનો ક્ષયોપશમ, જ્ઞાનાવરણીય,-દર્શનાવરણીયનો ક્ષયોપશમ થવાથી જે ચિત્તસ્વસ્થતા પેદા થઈ છે તે સમાધિવિશેષ છે. આ અવ્યક્ત સમાધિ છે. કેમ ? તે વાત હવે પછી કહે છે. અવંચક્તા ત્રણ પ્રકારે છે. “योगक्रियाफलाख्यं यत् श्रूयतेऽवञ्चकत्रयम् । - સાધૂનત્ય પરમમ, રૂક્યોપમન ! (૩૪) // ત્રણ પ્રકારે અવંચક્તા છે. યોગ અવંચક, ક્રિયા અવંચક અને ફળ અવંચક છે. વંચક એટલે ઠગનાર, અવંચક એટલે નહીં ઠગનાર. અહીં યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચકતાની પ્રાપ્તિ થાય છે. આ પહેલા અચરમાવર્તમાં સદુયોગ થયો પણ તે વંચક બન્યો હતો એટલે સદ્યોગ થયા પછી તેનું ફલ ન આવે માટે વંચક યોગાદિ હતાં. હવે જે યોગ થશે તે ઠગનારો નહીં બને પરંતુ સફળ થશે. જેમકે, સદગુરૂનો યોગ થયો. એ જોઈને આનંદ આવે, સાધુ ગમે, નિઃસ્વાર્થ આનંદ આવે. એ અવંચક યોગ છે. આ સાધુ મોક્ષ માર્ગના રાગી છે, હું સંસારનો રાગી છું, હું સંસારના ખાડામાં છું. હું સંસારમાં ભટકયો છું. સાધુના ત્યાગ, વૈરાગ્ય, ચર્યા જોઈને આનંદ આવે આ યોગ અવંચક બન્યો કહેવાય. નયસારને સાધુ-મહાત્માનો યોગ મળ્યો, ઘનાસાર્થવાહને મહાત્માનો યોગ 2010_05 Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મળ્યો, દેવપાલને પ્રભુનો યોગ મળ્યો, કોઈને કલ્યાણમિત્રનો યોગ મળ્યો. કોને કયો યોગ મળવો એ નિશ્ચિત કહી ન શકાય. ભવિતવ્યતાનુસાર યોગ મળે છે. તેમાં સાધુનો યોગ મળવો, કંચન-કામીનીના ત્યાગી, નિઃસ્પૃહ એવા મુનિનો યોગ એ શ્રેષ્ઠ યોગ છે. તમને મહાત્મા ગમે છે. જોઈને આનંદ આવે છે? તો તમે ચરમાવર્તમાં આવી ગયા. એમાં શંકા શું કામ કરવી? પૂ. હરિભદ્રસૂરિ મ.ની શૈલીમાં વિસ્તાર નથી, દૃષ્ટાંત નથી, બહું ટૂંકમાં સચોટ વર્ણન છે. પદાર્થનું યથાર્થ નિરુપણ કર્યું છે. નિઃશંક બોધ થાય છે. આપણો આત્મા કયાં છે ? તે સમજાય છે. મહાત્માને જોઈને હૃદય પુલકિત બનવું, આનંદ થવો, એ જ યોગ અવંચક બન્યો. “નિર્મળ સાધુ ભગતિ લહી, યોગાવંચક હોય, ક્રિયાવંચક તિમ સહી, ફલાવંચક જોય. (આનંદઘનજી-ચંદ્રપ્રભુ ભગવાનનું સ્તવન) હવે તેની ક્રિયા અવંચક એટલે ક્રિયા ઠગનારી નહીં બને. વંદનાદિ જે ક્રિયા કરવી, સત્કાર કરવું. સન્માન કરવું, વિગેરે કરવાનું મન થવું તે યોગ અવંચકની પ્રાપ્તિ છે. મહાત્માના યોગ દ્વારા આ બધું પ્રાપ્ત થયું. મહાત્માના યોગે ક્રિયા થઈ એ ક્રિયા અવંચક બનવી જોઈએ. એટલે કે સફળ બનવી જોઈએ. તો તે ક્રિયાના ફળો કયા? કે જેથી ક્રિયા અવંચક બને. એટલે જેના પ્રત્યે સદ્ભાવ હોય ને કિયા કરે - વંદનાદિ ક્રિયા કરે ત્યારે તે ક્રિયા કરતા વિશિષ્ટ પ્રકારનો ક્ષયોપશમ થવો, આનંદ થવો, ગુણોની પ્રાપ્તિ થવી તે ક્રિયા-અવંચક કહેવાય. વિશિષ્ટ અધ્યવસાયની પ્રાપ્તિ, ગુણોની પ્રાપ્તિ રૂપ જે ક્રિયાનું ફળ આવ્યું, તેનાથી ઉપર ઉપરના ફળો પામો ત્યારે ફલ-અવંચક કહેવાય છે. અંદરમાં રહેલી અવ્યક્ત સમાધિ ઉપર આ બધું આવી મળે છે. આ અવંચકત્રયને ગ્રંથકાર ઇષ અર્થાતુ બાણના દૃષ્ટાંતથી સમજાવે છે ઈષની લક્ષ્ય ક્રિયા સદેશ આ અવંચકત્રય છે. અર્થાત્ યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચકપણું એ ઈષ અર્થાત્ બાણની જે લક્ષ્ય ક્રિયા, તેની સાથે તુલ્યતાવાળી છે. જેમ બાણને ધનુષ ઉપર સમ્યગુ રીતે ચઢાવવું, પછી બાણને ખેંચવું કે જેથી બાણ લક્ષ્યની દિશામાં જ ગતિ કરે. આવા પ્રકારનું જે બાણનું ધનુષની સાથે યોજન તે યોગાવંચકપણું છે. આ બાણનો ધનુષની સાથે સમ્યગુયોગ થયો છે. માટે જ બાણ સમ્યગુદિશામાં ગતિ કરે છે અને એના દ્વારા લક્ષ્યવેધ થાય છે. અર્થાત્ ક્રિયાનું લક્ષ્યવેધ રૂપ સમ્યગુ ફળ મળે છે. માટે ક્રિયા એ અવંચક થઈ કહેવાય અને આ લક્ષ્યવેધ પણ કોઈક વસ્તુની પ્રાપ્તિને આશ્રયને જ હોય છે. તો આ લક્ષ્યવેધ દ્વારા તેને જય-વિજય, યશ વિગેરેની પ્રાપ્તિ થાય છે. અથવા તો સ્વયંવરમાં રાજકન્યાની પ્રાપ્તિ થાય છે માટે તેનાથી લક્ષ્યવેધ રૂપ જે ફળ હતું તે પણ અવંચક બન્યું. બાણ, ધનુષ વિગેરે સામગ્રી મળવા છતાં જે તેને કેવી રીતે વ્યાકૃત કરવા અર્થાત્ ધનુષ ઉપર બાણ કેવી રીતે ચઢાવવું, કેવી મુદ્રામાં ઉભા રહેવું એ બધો ક્ષયોપશમ જો ન હોય તો બધાનો યોગ થયેલો હોવા છતાં તે યોગ યોગાવંચક બનતો નથી. તે જ રીતે બાણને ઘનુષ ઉપર ચઢાવવા છતાં બાણને સમ્ય દિશામાં અર્થાત્ 2010_05 Page #193 -------------------------------------------------------------------------- ________________ એ અવંચકોદય શું ચીજ છે ? લક્ષ્યની દિશામાં છોડતાં ન આવડે અને વિપરીત દિશામાં બાણ જાય તો ક્રિયા હોવા છતાં તે ક્રિયા અવંચક બની ન કહેવાય. ક્રિયાનું જે સમ્યક્ ફળ લક્ષ્યવેધ છે તે આવીને ઉભું રહે તો જ તે ક્રિયા અવંચક કહેવાય. અને જો ક્રિયા અવંચક ન બને અર્થાત્ ક્રિયાનું સમ્યક્ ફળ ન આવે તો પછી ફલાવંચકપણું તો આવે જ નહીં, કારણ કે સમ્યક્ ક્રિયાના બળે પ્રાપ્ત થતાં ફળ ઉપર જ આગળ જઈને ફલાવંચકપણું પ્રાપ્ત થવાનું છે એટલે યોગનું ફળ મળે ત્યારે યોગાવંચક કહેવાય. (યોગનું ફળ સમ્યક્ ક્રિયાનું કરવું તે છે) ક્રિયાનું ફળ મળે ત્યારે ક્રિયાવંચક કહેવાય. (ક્રિયાનું ફળ જે ચીજની પ્રાપ્તિ માટે ક્રિયા કરી હોય તે પ્રાપ્ત થાય તે છે) અને ફળનું પણ ફળ મળે ત્યારે ફલાવંચક કહેવાય. (અંતરમાં જે આશય હોય તે આશય સફળ થાય તે ફળનું ફળ છે) આ રીતે દૃષ્ટાંતમાં અવંચકત્રય ઘટાડ્યા પછી તેનું દાન્તિકમાં યોજન ક૨ે છે. નિગ્રંથ ત્યાગી, વિરાગી મહાત્માનો યોગ, આચાર્યાદિનો યોગ તીર્થંકરનો યોગ, ગણધરનો યોગ, કેવળીનો યોગ, કલ્યાણમિત્રનો યોગ આ બધાં શ્રેષ્ઠ યોગ છે. આ બધા સદ્યોગ છે અને આ સદ્યોગના બળે જ જીવ ચરમાવર્તમાં કાલનો પરિપાક થતા ભવિતવ્યતા સાનુકૂળ થવાથી સમ્યક્ પુરુષાર્થના બળે જ્ઞાનાવરણીય, દર્શનાવ૨ણીય અને અંતરાયકર્મના ક્ષયોપશમથી સહિત દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની મંદતા થતાં અવ્યક્ત સમાધિ વિશેષરૂપ અવંચકત્રય પરિણામ પામે છે અને તે પછી પણ આ ઉપર બતાવેલા સદ્યોગના બળે જ તે અવ્યક્ત સમાધિ વિશેષ રૂપ અવંચકત્રય પરિણામ વિશેષ વિશેષરૂપે કાર્ય કરે છે. અર્થાત્ ઉપર ઉપરના અધ્યવસાય અને ઉપર ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિમાં આ અવંચકત્રય પરિણામ વિશેષ કારણ બને છે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આત્માના ઉત્તરોત્તર વિકાસનું જો કોઈ પણ મૂળ હોય તો તે સદ્યોગના બળે આત્મામાં પ્રગટેલ અવ્યક્ત સમાધિ રૂપ અવંચકત્રય પરિણામ છે. હવે આ અવંચકત્રયને અવ્યક્ત સમાધિ કહેવાનું કારણ એટલા માટે જ છે કે વ્યક્તસમાધિ તો જીવને યોગના આઠ અંગમાં બતાવેલ ધારણા, ધ્યાન પછી આવતી સમાધિ છે. તે પહેલા જીવને જે ગુણસંપન્ન અપુનર્બંધકથી માંડીને ઉત્તરોત્તર જે અધ્યવસાયની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેના બળે જે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વિ. ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે તે અવંચકત્રય પરિણામની જ વિશુદ્ધિ છે અને આ અવ્યક્ત સમાધિ જ આખરે અવંચકત્રય પરિણામની નિર્મળતા વધતા વ્યક્ત એવી યોગના આઠમાં અંગમાં બતાવેલ સમાધિમાં પરિણમે છે. ૧૬૩ ચરમાવર્તમાં આવ્યા પછી જીવને ઘણો ઘણો પુરુષાર્થ કરવાનો રહે છે. આત્માનો વિકાસક્રમ ચરમાવર્તમાં જ શરૂ થાય છે અને એ વિકાસક્રમની વાતો યોગદૃષ્ટિમાં બતાવી છે. યોગ એટલે સંયોગ, પ્રશસ્ત સંયોગ, જેનાથી જીવ આગળ 2010_05 Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ યોગદષ્ટિનાં અજવાળાં - ભાગ-૨ વધી શકે. યોગ દ્વારા આત્મામાં વિશિષ્ટ પરિણતિ ઊભી થાય છે. આ યોગાવંચકપણામાં વાસ્તવિક પહેલા ગુણઠાણાની પ્રાપ્તિ થાય છે. પહેલે ગુણઠાણે મંદ મિથ્યાત્વાવસ્થામાં-ગુણસંપન્ન અપુનબંધકાવસ્થામાં યોગાવંચકપણું જ આવે છે અર્થાતુ મળેલો તીર્થકર, ગુર્નાદિનો યોગ કાંઈને કાંઈ વિશેષ વિશેષ આનંદ, શુભભાવ વિ. કરાવે છે. પછી આગળ જે ક્રિયાવંચકપણું પામવાનું છે. તેની ભૂમિકા સર્જાય છે. પહેલા ગુણઠાણે અધ્યવસાયની વિશુદ્ધિ વધતાં વધતાં જીવ જ્યારે પાંચમું ગુણસ્થાનક ભાવથી સ્પર્શે ત્યારે તત્ત્વદૃષ્ટિથી ક્રિયાવંચકપણું ગૌણ રીતે આવે છે અને છઠ્ઠા ગુણસ્થાનકની સ્પર્શના થતાં ક્રિયાવંચકપણું મુખ્ય રીતે આવે છે. ક્રિયાવંચકપણું માત્ર ક્રિયામાં જ સમાપ્ત થતું નથી. પરંતુ તે તે ક્રિયા કરતાં તે તે ક્રિયાને અનુરૂપ આત્માને ભાવો સ્પર્શે ત્યારે ક્રિયાવંચકપણું આવે છે. તાત્ત્વિક ક્રિયાવંચકપણું સામાન્યથી ઘણા પુરુષાર્થ પછી આવે છે. છઠ્ઠ ગુણઠાણે નિદ્રા, મૂર્શિતાવસ્થા વિ.માં બાહ્ય ક્રિયા દેખાતી નથી. છતાં તે વખતે પણ ક્રિયાવંચક યોગ હોય છે. અર્થાત્ ફળદાયક ક્રિયાની યોગ્યતા હોય છે. અર્થાત્ ક્રિયાનું ફળ નિપજાવે તેવો ક્ષયોપશમ તો સતત ચાલુ જ હોય છે. આવો અવંચક ક્રિયા યોગ જેમ જિનકલ્પીને હોય છે તેમ સ્થવિરકલ્પીને પણ હોય છે, એટલે કલ્પને આશ્રયિને છઠ્ઠ ગુણઠાણે બંનેનો ભેદ હોવા છતાં અવંચક ક્રિયાયોગને આશ્રયને બંનેનો ભેદ નથી. ફલાવંચકપણું ગૌણપણે સાતમે ગુણઠાણે હોય છે. જ્યારે મુખ્યતયા ક્ષપકશ્રેણીમાં હોય છે. એક યોગ પછી બીજાયોગની પ્રાપ્તિમાં ઘણો સમય સામાન્યથી લાગે છે. કારણકે મોહની સામે ઝઝુમતા અને તેનો નાશ કરતા જીવને ખૂબ જ પુરુષાર્થ કરવો પડે છે. ખાલી ક્રિયા કરીને ક્રિયાયોગ અવંચક થઈ ગયો એવું નથી. મરૂદેવા માતા જેવા તો વિરલા હોય કે જેને એક સાથે જ બધું આવીને ઉભું રહે. ક્રિયા દ્વારા પરિણતિ ઉભી ન થાય તો તે ધર્મ પરલોકમાં આત્માની રક્ષા કરતો નથી. અપુનબંધકના ભાવો પ્રાપ્ત થવા એ યોગાવંચકતા ગૌણપણે છે. પછી વારંવાર સદ્દગુરૂનો યોગ, ઉપદેશશ્રવણ, પરિણતિલક્ષી ઘર્મની આરાધનાથી આગળ આગળ ની ભૂમિકા સર્જી રહ્યો છે. જ્યાં સુધી એ ચીજ ન મળે ત્યાં સુધી અભિલાષા કરવાની, રૂચિ કરવાની. સાચી રૂચિ ઉપાદાનની યોગ્યતા ઉભી કરીને નિમિત્તની પ્રાપ્તિને સુલભ બનાવી શકે છે અને માટે જ તપ, ત્યાગ, સંયમના યોગો પકડતા રહેવાનું છે. જેને પામવું છે તે પ્રાથમિક અવસ્થાથી પકડવાનું છે. પણ તેને છોડવાનું નથી. યોગાવંચકપણું એટલે સહજ મલનો હાસ થવાથી આત્મામાં પ્રગટેલી આંશિક યોગ્યતા. આ કાળમાં જીવને જો ધર્મ સામગ્રીનો યોગ થાય તો જીવ એને સમ્યગુ ગ્રહણ કરીને આગળ વધે છે. એને આદરે છે અને એને ઉપાદેયબુદ્ધિથી જુએ છે. આ યોગ્યતા વખતે કદાચ સામગ્રી ન મળે તો પણ જીવ સહજપણે જ પરિણતિની નિર્મળતા અને વિચારણાથી આગળ વધે છે. પરંતુ અહિંયા વ્યવહાર નયની અપેક્ષાએ બાહ્ય સામગ્રીની મહત્તા બતાવવા યોગાવંચકપણું બતાવ્યું છે. ક્રિયાવંચકપણું એટલે કર્મના હાસથી, પાપ પ્રવૃત્તિ પ્રત્યેની રુચિના હાસથી 2010_05 Page #195 -------------------------------------------------------------------------- ________________ એ અવંચકોદય શું ચીજ છે? ૧૫ આત્મગુણો અને તેના ઉપાયભૂત આચાર માર્ગો, દેવ-ગુરુ-સંઘ-સાઘર્મિકભકિત વગેરે ઉપાદેય તત્ત્વો તરફ વીર્ય રચિવાળું બને છે અને રુચિના કારણે વીર્ય તે તરફ પ્રવર્તે છે. સહજ મલના હ્રાસથી જીવને જે રુચિ અને પ્રવૃત્તિને યોગ્ય દર્શનમોહ, કષાય, નોકષાયનો ક્ષયોપશમ થયો છે તે આ પ્રવૃત્તિ દ્વારા વ્યકત થાય છે. આ ભૂમિકા યોગાવંચકની ભૂમિકા પછી પ્રાપ્ત થાય છે. આ ભૂમિકામાં જીવ શકય એટલી સમ્યક ક્રિયામાં પ્રવર્તે છે અને અશક્યમાં વિશેષરુચિ દ્વારા આસન્નકાળમાં તે કિયા અને કિયાના ફળને મેળવવા યોગ્ય બને છે. ચરમાવર્ત પહેલાં કર્મપ્રેરિત મોહ અને અજ્ઞાન પ્રયુકત પરવશપણે પુરુષાર્થ છે. જયારે ચરમાવર્તમાં જ્ઞાન આંશિક વાસ્તવિક થવાથી કર્મપ્રેરિત દિશાથી ભિન્ન જ્ઞાનથી જણાતી દિશામાં પ્રવર્તે છે. બંને દિશા તદ્દન જુદી છે એટલે ચરમાવર્તમાં સામા પૂરે ચાલવા જેવો પુરુષાર્થ હોવાથી જીવને ઘણો ઘણો પ્રયત્ન, આદર, પ્રણિધાન અને સત્ત્વ વિકસાવી પુરુષાર્થ કરવો પડે છે. ચરમાવર્ત પહેલાં આત્માનો વિકાસક્રમ છે જ નહીં. ચરમાવર્તમાં જ વાસ્તવિક વિકાસ છે. ચરમાવર્તમાં આત્માનો વિકાસક્રમ એટલે જ્ઞાન અને સમજપૂર્વક આત્માના વિષયમાં પ્રયત્ન અને તેના ફળ રૂપે કાર્યસિદ્ધિ. આમ ઉત્તરોત્તર જ્ઞાન અને સમજ પૂર્વકનો પ્રયત્ન વધતાં સત્ત્વ, આદરની વૃદ્ધિ, ગુણની પ્રાપ્તિ-વૃદ્ધિ એ વિકાસક્રમ છે. કર્મથી વિપરીત સમ્યગું જ્ઞાન પૂર્વકનો આત્મગુણોને અનુકૂળ મન, વચન, કાયાનો પ્રયત્ન એ આત્મગુણનો પ્રાપક હોવાથી તે યોગ કહેવાય છે. કુશળતાપૂર્વકનો વારંવારનો પ્રયત્ન અને આદર આ બે વસ્તુથી તે-તે વિષયમાં આત્મપરિણતિ ઉભી કરી શકાય છે. આગળ કહ્યું તેમ તાત્ત્વિક ક્રિયાવંચકપણું અર્થાત નિશ્ચયદષ્ટિથી ક્રિયાવંચકપણું ગૌણ રીતે પાંચમે ગુણઠાણે અને મુખ્યવૃત્તિએ છદ્દે ગુણઠાણે હોય છે. કારણ કે તાત્વિક ક્રિયાવંચકપણું એ ક્રિયા, સત્ત્વ, આદર અને અભ્યાસની વિશિષ્ટ અવસ્થામાં હોય છે. પરંતુ વ્યવહાર નથી પહેલે અને ચોથે ગુણઠાણે પણ આવે છે માટે જ ક્રિયાને, સમ્યકત્વ અને વિરતિનું કારણ આવશ્યકમાં બતાવ્યું છે. ફલાવંચકપણું - ગૌણ રીતે તત્ત્વદષ્ટિથી સાતમે ગુણઠાણે અને અપ્રમત્તપ્રાયઃને છ પણ હોય છે. ફલના સાનિધ્યની અપેક્ષાએ ક્ષપક શ્રેણીમાં હોય છે. જેમ જેમ અભ્યાસની વૃદ્ધિ થાય તેમ તેમ ઉપરની ભૂમિકામાં, કાર્ય મોટું હોવા છતાં ત્યાં સત્ત્વ વિકસિત છે. જ્ઞાન વેધક છે. મોહ, અજ્ઞાન, સંમોહ અને પ્રમાદનો નાશ છે માટે નીચેવાળાને એ કાર્ય મહાભારત જેવું કઠીન લાગે છે. પરંતુ આંતરિક અને બાહ્ય સામગ્રીના સહયોગથી, ઉત્સાહની પ્રબળતાથી કાર્ય કરનારને એ સાહજિક બને છે. માટે સંયમ અને વ્રતોનું પાલન, ઉપસર્ગ પરિષહોને સહન કરવા એ તે તે ભૂમિકાએ પહોંચેલાને માનસિક દૃષ્ટિએ રમત લાગે છે. જયારે નીચેવાળાને મેરુના ભારને વહન કરવા જેવું લાગે છે. મરુદેવા માતા વગેરેને બાહ્ય સ્થૂલરૂપમાં ત્રણમાંથી એકેય ન દેખાવા છતાં 2010_05 Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ તત્ત્વથી ત્રણે છે કારણ કેવલજ્ઞાન પામવા છતાં પૂત્ર મને બોલાવતો નથી, એ રીસ છોડી ક્ષયોપશમના બળથી વીતરાગના દર્શન કર્યા આ યોગાવંચકપણું છે. વૈરાગ્યભાવના, અન્યત્વભાવના, સંસાર-ભાવનાથી આત્માને ભાવિત કર્યો તે ક્રિયાવંચકપણું છે. અને તેની તીવ્રતાથી રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન પર નફરત છૂટી, સંવેગ-વૈરાગ્યની પરાકાષ્ઠાથી ક્ષપકશ્રેણી મેળવી એ ફલાવંચક થયું. બાહ્યમાં આ રીતે કયારેક ન દેખાવા છતાં ક્ષયોપશમથી તે તે ગુણો અને આચારોની યોગ્યતાઓ પ્રગટે છે. મોક્ષે કોણ જશે ? જે ભવ્ય જીવ હોય, પ્રત્યકપણું પામે અને શરમાવર્તમાં આવે તેનો મોક્ષ થશે. બધા ભવ્યોનો પણ મોક્ષ નહીં. ભવ્યત્વ સ્વભાવ છે પણ આગળ આગળની સામગ્રી-નિગોદમાંથી નીકળશે, પ્રત્યકપણું પામશે. પૃથ્વી, અ, તેલ, વાયુ, વનસ્પતિ વિગેરે ભવ પામશે. તે મોક્ષે જશે. જેને એક વખત હદયથી આત્માનું સ્વરૂપ ગમ્યું. આત્મા ગમ્યો અને સંસાર વિડંબનામય લાગ્યો, તેને કર્મસત્તા આ સંસારમાંથી કાઢશે. સંસારમાં વિડંબના, ત્રાસ, અપમાન, દુઃખો, રખડપટ્ટી, નાલેશી દેખાય છે? એનાથી આત્મા ઉભાગ્યો છે ? અહિંઆ કોઈ શંકા કરે કે સંસારમાં સુખ ભોગવતાં જે દુઃખ આવશે તે ભોગવી લઈશું અને તેના ફળ રૂપે પાછું દુઃખ આવશે તો તે પણ ભોગવી લઈશું પણ સુખ તો નહીં છોડીએ. તેના સમાધાનમાં કહે છે કે સંસાર ખાલી દુઃખરૂપ કે દુ:ખ ફલક નથી. પણ દુઃખ ભોગવો અને સંસાર ન છૂટે, દુઃખની પરંપરા વધે. દુઃખની પરંપરા ચાલ્યા કરે, “દુઃખાનુબંધે” એવો આ સંસાર છે. તો છૂટકારો કયારે થાય ? ફક્ત દુઃખ ભોગવવાથી છૂટકારો નહીં થાય, પણ સ્વરૂપના લક્ષ્ય, સમતાભાવમાં રહીને, આત્મઘરમાં રહીને, સમતામય બનીને તમે દુઃખને સહન કરો. અર્થાતુ દુ:ખ ભોગવો ત્યારે સંસાર છૂટે. બહારથી ભલે દુઃખો હોય, બહારથી ભલે અશાતા હોય પણ અંદરમાં જેને સમતા હોય એવો આત્મા દુઃખરૂપ, દુઃખફલક સંસારનો અંત લાવી શકે છે. બહાર શાતા કે અશાતા હોય પણ અંદરમાં તો સમતા જ હોય, બહાર કર્મના ઉદયજન્ય શાતા-અશાતામાંથી કોનો ઉદય થવો એ આપણા હાથની વાત નથી. તીર્થકરો પણ અશાતાના ઉદયને અટકાવી શક્યા નથી. શાતા અતાના ઉદયમાં અળગા રહેવાની ટેવ પાડો. “શે વશે સુખમાં સ્વામી ન સંભાર્યો, તિણે હું રઝળ્યો કાળ અનંત.” (પં. વીરવિજયજી કૃત વેદનીય કર્મ પૂજા) શાતા વેદનીય કાળમાં આરાધના વધારો, અશાતાના ઉદયકાળમાં આત્માને અળગો રાખો. સુખ ભોગવવાની ટેવ પાડી હશે તો તીવ્ર અશાતાના ઉદયકાળે બચવું મુશ્કેલ થશે. પણ શાતા વેદનીયના ઉદયકાળે અંતર્લીનતાથી તીવ્ર આત્મરમણતા કરી હશે તો જ બચી શકાશે. તે માટે- આત્માને આત્મઘરમાં જવું જ પડશે. કષાયો આત્મઘરમાં જવા દેતાં નથી. માલિક તમે છો. ગુંડાઓ (કષાયો) ઘરમાં પેસી ગયા છે. તે તમને પેસવા દેતા નથી. માત્ર દુ:ખ ભોગવવાથી સંસાર નહીં ઘટે, અનંતીવાર 2010_05 Page #197 -------------------------------------------------------------------------- ________________ અંતર્મુખતા શું ચીજ છે ? નરકમાં ગયા. ઘણા દુઃખો-કષ્ટો વેઠ્યા પણ છૂટકારો નથી થયો. જો એકલા કષ્ટથી મોક્ષ મળતો હોય તો બળદીયાનો મોક્ષ વહેલો થાત. પણ એકલા કષ્ટથી મોક્ષ ન મળે, પણ વિવેકપૂર્વકના કષ્ટ વેઠવાથી મોક્ષ મળે. સમતાપૂર્વક કષ્ટ વેઠે તો ફળ મળે છે. અવિવેકના કષ્ટથી મોક્ષ નહીં મળે. કષ્ટ વિના મુક્તિ નહીં. કષ્ટ તો વેઠવા જ પડશે. પણ વિવેક જોઈશે. કષ્ટ + કષાય = સંસાર છે, કષ્ટ + સમતા = મોક્ષ છે. મનુષ્ય + ચારિત્ર, એ મોક્ષે જવાનો Short Cut છે. બીજી ગતિમાં કષ્ટ વેઠો તો મોક્ષે જવાય છે ? તિર્યંચમાં કેટલા કષ્ટો છે ? નારકીમાં કેટલા કર્યો છે ? ચારિત્રમાં કષ્ટ જ શું છે ? શરૂઆતમાં કષ્ટ લાગે. બે-ચાર મહિનામાં ટેવાઈ જવાય છે. તિર્યંચમાં પણ જીવ ટેવાઈ જાય છે. ટેવ એવી ચીજ છે, શરૂઆતમાં પાડવી પડે છે. પછી સહજ બની જાય છે. જેણે જીવનમાં તપ-ત્યાગ-સંયમના કષ્ટો વેઠ્યા છે. સમાધિના અભ્યાસથી તેઓ અંતે મૃત્યુને અલ્પ કષ્ટમય બનાવી દેશે. બહુ સુખ-શીલિયા બનશો. તો મૃત્યુ વખતે ઘણું કષ્ટ આવશે. ત્યારે અસમાધિ સહજ બની જશે. મૃત્યુ સમયે કષ્ટ આવે જ છે કારણ કે શરીરમાંથી આત્મ-પ્રદેશો ખેંચાવાના છે. જીવનમાં થોડા થોડા કષ્ટ વેઠતાં રહ્યા હશો, સમાધિ જાળવતાં જશો તો મૃત્યુ વખતે એ બધા કષ્ટો અને સમાધિનો સરવાળો થશે. ૧૬૭ ચારિત્ર પાલન કરનાર દુર્ગતિમાં કેમ ન જાય ? કારણકે જીવનમાં કષ્ટ વેઠતો રહ્યો છે અને સમાધિ રાખતો આવ્યો છે. માટે મૃત્યુ વખતે સમાધિ રાખવી સુલભ બને છે. સંસારમાં સહન કરવાનું છે, વેઠવાનું છે, કાળી મજૂરી ક૨વાની છે. પણ સંસારમાં વિવેક અને સમતા નથી. માટે તેની કંઈ ગણત્રી ગણાતી નથી. અંતર્મુખતા શું ચીજ છે ? ૫૦ વર્ષના ચારિત્રનું કષ્ટ અસંખ્યકાળના દેવનું સુખ આપે છે. આ શું Short Cut નથી ? પણ આવો કયો શેઠ છે ? જે ૫૦ વર્ષની નોકરી કરો અને પાછલી જિંદગીમાં પણ સુખ જ આપે ? કદાચ ચારિત્ર ન લઈ શકાય તો પણ જીવન અંતર્મુખ બનાવવું જોઈએ. કારણ કે અંતરાત્મા જ પરમાત્મા બની શકે છે. બહિરાત્મપણાનો ત્યાગ કરી અંતરાત્માએ પોતાના આત્માની પરમાત્મદશા વિચારવી એ જ સાચું આત્મસમર્પણ છે. અંતર્મુખ બનવું એટલે ઉપયોગ રૂપી મુખને પાંચે ઈન્દ્રિયના વિષયોમાંથી પાછું ખેંચી ઉપયોગને અંદરમાં વાળવો. અંદરમાં કોણ વળે ? અંદરમાં કોણ વાળે ? જેને આ બધો સંસાર વળગાડ લાગે તે ઉપયોગને અંદરમાં વાળે છે. તમને દિકરા-વહુ સારી રીતે રાખે, એટલે ગાંડા થઈ જાવ છો ? એ તમને સાચવે એ એની યોગ્યતા છે પણ એમાં ગાંડા થવું એ તમારી બહિર્મુખતા છે. ચારિત્રમાં પણ અંતર્મુખતા બહુ દુર્લભ છે. સંસારના પરિભ્રમણનો ભય લાગે તે જ અંતર્મુખ બની શકે તે જ સંસારના પ્રલોભનોને ગૌણ કરી શકે છે. સંસારમાં કરોડો રૂપીયા મળે, દીકરાને દીકરો આવે ત્યારે આનંદ આવે એ બધામાંથી આનંદ નીકળી જવો 2010_05 Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જોઈએ. સંસારના પદાર્થોમાં આનંદની અવધિ રહેતી નથી પણ એ સમજવું જોઈએ કે ઔદયિકભાવ એ આપણું સ્વરૂપ નથી. તેમાંથી પસાર થવાનું છે. પણ ત્યાં અટકવાનું નથી. ક્ષાવિકભાવનું જ લક્ષ્ય રાખવાનું છે. તેની પ્રાપ્તિ માટે ક્ષયોપશમભાવ એ સાધક છે પણ એ સ્વરૂપ નથી. આ વિવેક આત્મસાત્ કરવાનો છે. તો અંતર્મુખતા પ્રાપ્ત થશે. અંતર્મુખ બનવાનો ઉપાય એકાંત, મૌન, ધ્યાન, સ્થિરાસન, તત્ત્વવિચારણા વડે કલાક, બે કલાક પણ રોજ અંતર્મુખતાનો અભ્યાસ કરવો જોઈએ. જાપ સાથે ભાવનાઓથી ભાવિત થવું જ જોઈએ. જાપ ચઢે કે સ્વાધ્યાય ચઢે ? સ્વાધ્યાયમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા પાંચ વસ્તુ આવે છે. તેમાં મને જલ્દીથી જોડાઈ શકે છે. સ્થિર થઈ શકે છે. જાપમાં સ્થિરીકરણ દુષ્કર છે. મનમાં રાગાદિ ભાવો પડેલા છે, રાગાદિભાવો મનને ભિન્ન ભાવોમાં લઈ જાય છે. મન વિવિધતાપ્રિય છે, જાપમાં એકની એક વસ્તુ આવવાથી લાંબા સમય સુધી ઉપયોગ સ્થિર કરવો દુષ્કર બને છે. ભાવનાને પકડો. ભાવનામાં કોઈ દૃષ્ટાંતને પકડી શકો છો. કલાકો નીકળી જશે. સ્વાધ્યાયથી એકાગ્રતા આવે છે. પદાર્થો વિશદ-સ્પષ્ટ થાય છે? ફક્ત ગાથા ગોખવી એ માત્ર સ્વાધ્યાય નથી. મનન કરો. ચિંતન કરો. સારી ચીજ ઘુંટાવી જોઈએ. એના પર વિચારણા ચાલવી જોઈએ. જાપ ન કરો એમ નહીં પણ જાપની મર્યાદા રાખો. સવારે અંધારામાં એકાંતમાં ચિંતન-મનન કરો છો? સામાયિકમાં ધર્મને લગતી બધી પ્રવૃત્તિ થાય. સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન, મનન, જાપ વિગેરે બધું થાય. પોતાની રુચિને તપાસવી જોઈએ. મને શેમાં એકાગ્રતા આવે છે? પછી એ રુચિને વિકસાવવી જોઈએ. એકાંતમાં બેસીને પછી એકત્વ, અન્યત્વાદિ ભાવનાઓ ઘુસ્યા કરો. કલાક બે કલાક આ કર્યા પછી સ્વજનો સાથે રહેવાનું છે. ત્યારે આત્મા કેટલો અળગો રહી શકે છે તે જોવાનું છે. જો ઘુંટયું નહીં હોય તો પળે પળે આત્માને ભૂલી જઈએ છીએ અને એ બધાની સાથે લેપાઈ જઈએ છીએ. જે આત્માને એક ક્ષણ પણ ભૂલવાનો નથી તેને બધી ક્ષણોમાં ભૂલી રહ્યા છીએ. જે વસ્તુને એક ક્ષણ પણ યાદ કરવાની નથી તેને પ્રતિક્ષણે યાદ કરીએ છીએ. આ અવળી દશામાંથી બહાર નીકળવા માટે રોજ ઓછામાં ઓછું એક કલાક તત્ત્વનું ચિંતન જોઈએ. એકાંતમાં કલાક જવાનું, બધાથી અળગા થઈ જવાનું પણ આત્માને લગતું કરવાનું. આના વિના મોહને નહીં ઘટાડી શકો. ને ઉપર ઉપરની સ્થિતિ નહીં પ્રાપ્ત કરી શકાય. મોહને ઘસવાનો પ્રયત્ન અહીં કરવાનો છે. દેવલોકમાં ભય કોને નહીં ? જે આચારમાં ચુસ્ત હશે. ભાવનાઓથી સતત ભાવિત થયા 2010_05 Page #199 -------------------------------------------------------------------------- ________________ આત્માનો વિકાસક્રમ ૧૬૯ હશે, તેનો મોહ ભાગવા માંડે છે. તેવા આત્માને દેવલોકમાં ભય ન રહે. આચાર અને ધ્યાન બન્ને એક બીજાના પૂરક બને છે. આચારથી યોગ દઢ બને છે. ધ્યાનથી ઉપયોગ કેળવાય છે. સ્થિરીકરણ થાય છે. માટે બંનેનો વિવેક આત્મસાધના માટે ઉપયોગી છે. આત્માનો વિકાસક્રમ एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्च परम-स्तथाभावमलाल्पता ॥ ३५ ॥ ભાવમલ ઘટયા પછી આત્માનો વિકાસક્રમ કેવી રીતે થાય છે તે બતાવી રહ્યા છે. ભાવમલ ઘટ્યા પછી જ નિમિત્ત સામગ્રી ઉપયોગી બને છે. ભાવમલની પ્રચુરતા હોય ત્યારે નિમિત્તો અસરકારક બની શકતા નથી. સહજમલના હ્રાસથી ઉપાદાનમાં નિમિત્તાવલંબનની યોગ્યતા ઉત્પન્ન થાય છે. માટે વિકાસ શક્ય બને છે. ચરમાવર્તમાં આવ્યા પછી ભાવમલના ઘટવાથી સદ્ગુરૂનો યોગ થાય છે. સદ્દગુરૂને પ્રણામાદિ, સદ્ગુરૂનો ઉપદેશ બધું પ્રાપ્ત થાય છે. અને તેના કારણે જીવને અવ્યક્ત સમાધિ ઉત્પન્ન થાય છે. “દુઃખિતેષ દયાત્યન્ત' આદિ ત્રણ ગુણો એ જ અવ્યક્ત સમાધિ છે. ભાવમલ ઘટવાના કારણે સદ્યોગ સાધુવંદન, ઉપદેશ આવી મળે છે અને પછી તેને સફળ કરે એવી સ્થિતિ સર્જાય છે. પરિણામ ઉલ્લસિત થાય છે, ત્યારે અવંચકતા પ્રાપ્ત થાય છે. સદ્યોગ-નિમિત્તના બળે આવી ત્રણ લક્ષણોવાળી સ્થિતિ થાય છે. ભદ્રમૂર્તિ બને છે. ત્યારે સદ્દવીર્ય કુરણ થાય છે અને અંદરમાં અવંચકોદય કાર્ય કરી શકે છે. જેનાથી ક્રમે કરીને આત્મા ઊંચે ચઢે તેવી સ્થિતિ સર્જાય છે. ઉપાદાન અને નિમિત્ત બેથી કાર્ય થાય એકલું ઉપાદાનકારણ કામ નથી કરતું. ઉપાદાન ગમે તેટલું સારું, યોગ્ય હોય પણ એને નિમિત્ત કારણનો યોગ મળે ત્યારે જ કાર્ય થાય છે. માટી ઉપાદાન છે. તેને ચક્ર ચીવર-કુંભાર (નિમિત્ત) ન મળે તો ઉપાદાન કારણ માટી ઘટ કાર્ય રૂપે પરિણમી શકતી નથી. જીવમાં ભાવમલ ઘસ્યો એટલે ઉપાદન યોગ્ય બન્યું અને સશુરૂ આદિ નિમિત્ત મળે ત્યારે કાર્ય થઈ શકે છે. ઉપાદાન યોગ્ય ન બને તો નિમિત્તો મળવા છતાં કાર્ય ન થાય. અભવ્યને ઉપાદાન જ તૈયાર નથી. નિમિત્તો ઘણા મળ્યા છે, છતાં મોક્ષરૂપ કાર્ય થતું નથી. ઉપાદાનની યોગ્યતાનો અભાવ છે. રેતીમાંથી કે પાણીમાંથી ઘડો ન થઈ શકે કારણકે તેમાં ઘડો બનવાની યોગ્યતા જ નથી. એમ માટીમાંથી ઘડો થઈ શકે છે. પણ નિમિત્ત સામગ્રી ન મળે તો માટીમાંથી પણ ઘડો ન થાય. જીવે જીવનમાં ઉપાદાનને યોગ્ય બનાવવું જોઈએ. ઉપાદાનને તૈયાર કરવાનું 2010_05 Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ લક્ષ્ય રાખવું જોઈએ. અને સારા નિમિત્તોથી ઉપાદાન તૈયાર થાય છે. માટે સારા નિમિત્તોને પકડી રાખવા જોઈએ. ખરાબ નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. સારું પણ ઉપાદાન ખોટા નિમિત્તથી બગડે છે. અહીં ચરમાવર્તમાં ભાવમલ ઘટ્યો એટલે આત્માનું ઉપાદાન યોગ્ય બન્યું. દેવ-ગુરૂ-ધર્મ આદિ નિમિત્ત સામગ્રી વિના ઉપાદાન કંઈ કાર્ય કરી ન શકે, દેવ-ગુરૂ-ધર્મના નિમિત્તે જ કાર્ય થાય છે. અવંચકત્રય રૂ૫ અવ્યક્ત સમાધિ ભાવમલના હ્રાસથી પ્રાપ્ત થઈ. અવ્યક્તમાંથી જ વ્યક્ત થવાનું છે. અવ્યક્ત સમાધિમાંથી નિમિત્ત મળતાં યોગબીજોનું ગ્રહણ થશે. એમાંથી જ યોગાવંચક અને ફલાવંચકની ઉપર ઉપરની સ્થિતિ સર્જાવાની છે. આ બધું raw material રૂપે છે. નિમિત્ત મળે ને કામ થઈ જાય તેવું છે. કર્મ સંબંધની યોગ્યતારૂપ ભાવમલ ચરમાવર્તમાં ઘટી ગયો છે અને સાધુ વંદનાદિ યોગ પ્રાપ્ત થતાં કાર્ય થાય છે. અવ્યક્ત સમાધિ રૂપ અવંચક પરિણામમાંથી આત્મ-વિકાસની યાત્રાના શ્રીગણેશ મંડાય છે. રત્ન ખાણમાં પડેલું છે. તેના ઉપર માટીના થરના થર પડેલા છે. તેને ખાણમાંથી બહાર કાઢી તેના ઉપર પ્રક્રિયા કરવાથી તે મેલ દૂર થાય છે, ત્યારે તેની કાન્તિ પ્રગટ થાય છે. તેજ-પ્રકાશ ચારે બાજુ ફેલાય છે. ઉપરનો મેલ જે કાન્તિને ફેલાવવામાં બાધક હતો, બાધકતા દૂર થતાં પ્રકાશ સ્વતઃ પ્રગટે છે. તેવી રીતે આત્માની લોક-અલોક વ્યાપી ચૈતન્ય શક્તિ છે તે અનાદિના ભાવમલથી રૂંધાયેલી છે. આ ભાવમલ અવરોધ કરી રહ્યો હતો. એ ભાવમલ પ્રચુર પ્રમાણમાં ઘટવાથી ચૈતન્ય શક્તિ પ્રગટ થાય છે. જીવને અવ્યક્ત સમાધિ પ્રાપ્ત થાય છે. ભાવમલ જ્યાં સુધી પ્રબળ હોય ત્યાં સુધી દેવ-ગુરૂ આદિ સદ્યોગની સન્ પ્રતીતિ થતી નથી. સુદેવ-સુગુરૂ-સુધર્મ પ્રત્યેના આદર-બહુમાન, પ્રીતિ તારનારા છે. આવી સતુ પ્રતીતિ અભ્યદયને કરનારી થાય છે. આજ વસ્તુના સમર્થન માટે નિષેધ મુખે કહે છે. नास्मिन् घने यतः सत्सु तत्प्रतीतिर्महोदया । किं सम्यग् रुपमादत्ते कदाचिद् मन्दलोचनः ।। ३६ ।।। ભાવમલ પ્રચુર હતો ત્યારે સદગુરૂયોગ થયો હતો પણ તારક છે એવી પ્રતીતિ-વેદન ન થયું કારણ કે ભવાભિનંદિની દૃષ્ટિ હતી. સંસારના સુખોની જ દૃષ્ટિ હતી. ભાવમલ પ્રચુર હોય તો તારક તત્ત્વની પ્રીતિ કયાંથી થાય? તરવાની ઈચ્છા જ જ્યાં નથી. ત્યાં ગમે તેટલા તારક મળે તોય શું? ભાવમલ પ્રચુર પ્રમાણમાં હોય ત્યારે તારક તત્ત્વો મારા મહાન અભ્યદયના સાધક છે એવી પ્રતીતિ થતી નથી. જેમકે જેની આંખો મંદ છે. ઝાંખી છે. ચક્ષુના દોષના કારણે જેની દષ્ટિ સ્વચ્છ નથી. તે બીજી સામી વ્યક્તિના શરીરના લક્ષણ-વ્યંજનો જોઈ શકતો નથી. સ્કૂલ જોઈ શકે છે. પણ સ્વસ્તિક-કળશ વિગેરે લક્ષણો તથા મસ-તલ વિગેરે વ્યંજનો જોઈ શકતો નથી. ઉપર-ઉપરથી મોટું મોટું જોઈ શકે છે. જાણી શકે છે. તેવી રીતે 2010_05 Page #201 -------------------------------------------------------------------------- ________________ ઘર્મયોનિ ૧૭૧ - - - ભાવમલની પ્રચુરતા હોવાના કારણે આત્મા સગુરૂયોગ મળવા છતાં આ મારા તારક છે. મહોદયને આપનારા છે આવું જોઈ શકતો નથી. પુરૂષની સાચી ઓળખ ત્યાં થઈ શકતી નથી. अल्पव्याधिर्यथा लोके तद्विकारैर्न बाध्यते । વેણને વેદસિદ્ધયર્થ વૃષુિ)નીવાર્ય તથા હિતે || રૂ૭ || ક્ષીણ થયો છે પ્રાયઃ રોગ જેનો એવો આત્મા ઉત્થાન પામી શકે છે. જ્યારે વ્યાધિ ઘણો હતો, ત્યારે શરીરને તે ખણખણ કરતો હતો, ત્યારે શરીરને ઉઝરડા પડે, શરીરમાં બળતરા થાય, શરીરમાં વિકારો થાય વિગેરે વિગેરે થાય પણ એ વ્યાધિ અલ્પ થઈ જાય, દવા લાગુ પડી જાય છે ત્યારે તેને ચળ વિગેરે વિકારો મટી જાય છે. સ્વાથ્ય પ્રાપ્ત થાય છે. અને આજીવિકા માટે નોકરી વિગેરે કરી શકે છે. ભાવમલની પ્રચરતા એટલે ભાવરોગ પરાકાષ્ઠાનો હોય ત્યારે જ્ઞાનીએ કહેલી દાનાદિ ક્રિયા વાસ્તવિક કરી શકતો નથી. કેમ ? ભાવમલની પ્રચુરતા છે. એ જ આત્મા શરમાવતમાં આવ્યો, ભાવમલ અલ્પ થવાથી અલ્પ વ્યાધિવાળાની જેમ દાનાદિ ક્રિયા વિધિપૂર્વક કરી શકે છે. દોષો-વિકારો ઘટી જાય છે. ધર્મયોનિ ઘર્મ વાસ્તવિક કરવો હોય તો આ પાંચ યોનિ છે. એટલે આ પાંચ દ્વારા ઘર્મમાં આગળ વધી શકાય છે. તે આ (૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુખા, (૪) વિવિદિષા, (૫) વિજ્ઞપ્તિ. આ પાંચને ધર્મયોનિ કહ્યાં છે. એનાથી આત્મામાં સાચો ધર્મ જન્મ પામે છે. અત્યાર સુધી સંસારના કારણભૂત ધર્મ કરતો હતો. હવે મોક્ષ પ્રાપ્તિના કારણભૂત ધર્મ કરવો છે, તો આ પાંચ જોઈએ જ. (૧) વૃતિ એટલે વૈર્ય, ચિત્તમાં વ્યાકુળતાનો અભાવ, સ્વસ્થ ચિત્ત. વ્યવહારમાં પણ કોઈ કાર્ય કરતાં વ્યાકુળ ચિત્ત હોય તો તે કાર્ય કરી શકતો નથી. અને કરે તો તે કાર્ય જેમ તેમ કરે છે. અહીં પણ ઘણી બધી આકુળતા-વ્યાકુળતા નીકળી જવાથી ચિત્ત સ્વસ્થ બને છે. કોઈ પણ ધર્મ કરતાં રાગ-દ્વેષ, વિષયરાગ, કુટુંબ રાગ, આકુળતા, વ્યાકુળતા આવે તો ચિત્તને અસ્વસ્થ બનાવી નાંખે છે. તે વખતે ધર્મ ઊંચા પ્રકારનો ન બને. કોઈ પણ ધર્મ મન દઈને કરવાનો છે. સ્વસ્થ ચિત્તે કરીએ તો સંસ્કાર પડે. પુણ્ય બંધાય અને મોક્ષ માર્ગે આગળ વધાય. અભયદયાણમાં અભયનો અર્થ ચિત્તની સ્વસ્થતા જ કર્યો છે. ચિત્તની સ્વસ્થતા વગર ધર્મ નહીં. ડહોળાયેલાં ચિત્તે કરાયેલો ધર્મ કચરા જેવો છે. એ આત્મામાં સંસ્કાર નાંખે નહીં, એ આત્માનું ઉત્થાન કરી ન શકે. પુણ્ય મામુલી બંધાય, કોઈપણ ધર્મ કરતાં મનમાં સંસારના પદાર્થો આડા આવે તો એ ધર્મમાં ભલીવાર ન આવે. માટે ધર્મ કરવો છે તો તેમાં ધૃતિ અર્થાત્ ચિત્તની સ્વસ્થતા જરૂરી છે. 2010_05 Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ (૨) શ્રદ્ધા - હવે ધર્મની શ્રદ્ધા જરૂરી છે. ધર્મનાં અનુષ્ઠાન જાપ, પૂજા, દર્શન, ભક્તિ વિગેરે કરતી વખતે આ જ તારક છે. સંસારમાં તરણ તારણ આ જ છે. મોક્ષ સુધી લઈ જનાર આ જ છે. દુનિયાના બીજા પદાર્થો ગમે તેટલા હશે તોય મારક છે. ઝેર જેવા છે. આવા ભયંકર સંસારમાં મને પરમાત્મા મળ્યા, પરમાત્માનો ધર્મ મળ્યો એ જ મારૂં સદ્ભાગ્ય છે. આવો ધર્મ મળ્યાનો, ઘર્મ પ્રત્યેનો અહોભાવ એ ધર્મની શ્રદ્ધા છે. પરમાત્મા પ્રત્યે, તેમણે કહેલા ઘર્માનુષ્ઠાન પ્રત્યે અંતરંગ રુચિ એ શ્રદ્ધા એ બીજી ધર્મયોનિ છે. જે કંઈ સારું થશે તો તે પરમાત્માથી જ થવાનું છે. બીજો કોઈ સારૂં કરનાર નથી આવી શ્રદ્ધા છે? પરમાત્મતત્ત્વ આપણને ઓળખાયું નથી, પરમાત્મતત્ત્વના ઉપકારો દેખાયા નથી, પરમાત્મતત્ત્વના ઉપકારો સમજાયા નથી. માટે ધર્મનું સ્તર નીચું છે. કાચી શ્રદ્ધા વડે કરાયેલા ધર્મથી કેવી રીતે આગળ વધાશે? શ્રદ્ધા કાચી છે માટે સંસારમાં આડા અવળા નિમિત્ત મળતાં ડગી જઈએ છીએ. પાપના ઉદયમાં દુઃખ આવે ત્યારે પરમાત્માને ભજવાનું મન થતું નથી. આપણે હૃદયના સિંહાસન ઉપર કોને પધરાવ્યા છે ? જેને હૃદયના સિંહાસન ઉપર પધરાવ્યા હશે તે જ ૨૪ કલાક યાદ આવ્યા કરશે. જો પરમાત્માને પધરાવ્યા હશે તો પરમાત્માને જ ૨૪ કલાક યાદ કર્યા કરીશું. પરમાત્માને હું એક જ છીએ. આવો અભેદ આવે છે ત્યારે તેને સમાપતિ કહે છે. તે જ પરાભક્તિ છે. આવી ભક્તિ શ્રદ્ધામાંથી જ આવે છે. પ્રભુ વિના સુખ નથી, પ્રભુ-વિના શાંતિ નહીં, પ્રભુ વિના કશું જ નથી. ૨૪ કલાક ઉપયોગમાં પરમાત્માની યાદ-વિરહ સતાવ્યા કરે આ પરાકોટિની ભક્તિ છે. આવી શ્રધ્ધા વિના અનુષ્ઠાન ફળીભૂત થતું નથી. જેને સંસારના પદાર્થો યાદ આવ્યા કરે તો તેની ભક્તિ શ્રેષ્ઠ નથી. સંસારના પદાર્થો પરમાત્માની ભક્તિ આગળ તુચ્છ લાગવા જોઈએ. શ્રેણિકે આ જ કર્યું છે. તેના જીવનમાં તપ, જપ, ત્યાગ, સંયમ, કષ્ટમય જીવન, પરિષહો, ઉપસર્ગો કંઈ જ ન હતું. પણ તેના હૃદયમાં પરમાત્માની આકૃતિ પરમાત્માનો ઉપયોગ અંદરથી ખસતો જ ન હતો. ૨૪ કલાક પરમાત્મા જ અંદરમાં રમતાં હતાં. ૨૪ કલાક પરમાત્માની યાદ હતી. ૨૪ કલાક પરમાત્માની ભક્તિ હતી. આ પરાભક્તિ છે. તેને (શ્રેણિકને) પરમાત્મા નિકટના સ્વજન તરીકે હતાં. જેને જીવ નિકટના માને તેને કદી ભૂલી ન શકે. તે ઉપયોગમાંથી નીકળી ન શકે. આનું નામ ભક્તિ છે, આનું નામ શ્રદ્ધા છે. તમે દહેરામાં બે કલાક બેસો છો અને ઘરે ગયા પછી પરમાત્મા હૃદયમાં રહે છે કે કાઢી મૂકો છો ? શ્રદ્ધા શું ચીજ છે ? એનો ખ્યાલ નથી. વૈષયિક સુખનું આકર્ષણ જ્યાં સુધી છે ત્યાં સુધી પરમાત્માને યાદ કરી શકાતા નથી. જેને અગ્રિમ સ્થાન આપવાનું છે. તેને જ નીચે ઉતાર્યા છે. પરમાત્માને દહેરામાં જ યાદ રાખવાના છે? અને ઘરે જઈને ભૂલી જવાના છે? પરમાત્મા તાણાવાણાની જેમ વણાઈ જવા જોઈએ. આ શ્રદ્ધા ધર્મયોનિ છે. એને પહેલા ગુણઠાણે મૂકી છે. 2010_05 Page #203 -------------------------------------------------------------------------- ________________ ધર્મયોનિ ૧૭૩ એમાંથી જ ચોથું ગુણઠાણું આવવાનું છે. આ શ્રદ્ધા મજબૂત હશે તો અલ્પ તપ-૪૫ હશે તોય ચોથું ગુણઠાણું આવશે. આ શ્રદ્ધા મજબૂત નહીં હોય તો ઘણા તપ-જપથી પણ કલ્યાણ નહીં થાય. આપણી કેવી કરૂણતા છે કે સંસારમાં સ્વજન વિના આપણે જીવી શકતા નથી અને પરમાત્મા વિના આપણે અનંતકાળથી જીવીએ છીએ. આવી છે આપણી શ્રદ્ધા. પત્ની વગર જીવી શકો છો? સતત યાદ કર્યા કરો છો. પત્નીનો વિરહ સાલે છે. તે મરી ગયે ઘણો સમય જવા છતાં કેમ નથી ભૂલાતી ? બીજી બધી વસ્તુ ભૂલી જાવ છો. પણ જેની ઉપર અવિચલ પ્રેમ હોય, અવિરત શ્રદ્ધા હોય તે ગમે તેટલા કાળે પણ ભૂલાતી નથી. પરમાત્માને કેટલા કાળથી ભૂલી ગયા છીએ. પરમાત્મા અત્યંત નિકટમાં હોવા છતાં મિલન-મેળાપ કેમ નથી થતું? કારણ કે આપણે જ પરમાત્માથી દૂર ગયા છીએ. પરમાત્મા તો અહીં જ છે, પરમાત્મા તો નજીકમાં જ છે, પરમાત્મા તો ક્યાં છે ત્યાં જ છે. આપણે જેટલા દૂર ભાગ્યા છીએ તેટલા આપણે પાછા આવવું પડશે. ત્યારે પરમાત્મા મળશે. આજે ગ્રન્થિ ભેદાય કે ન ભેદાય એની ચિંતા ન કરો. ગ્રન્થિ ભેદની બહુ દુષ્કર છે. પણ આ શ્રદ્ધાનો પાયો મજબૂત કરીને અહીંથી જાવ. નવકાર ગણો તો નવકારની શ્રદ્ધા ને આત્મસાત્ કરો. પૂજા કરો તો પરમાત્માની શ્રદ્ધા ને આત્મસાત્ કરો. વંદનાદિ કરો તો ગુરૂની શ્રદ્ધાને આત્મસાત્ કરો. આ તત્ત્વત્રયીને જીવનમાં મહત્ત્વનું સ્થાન આપો. એ દરેકની તારકતાનો પરિચય કરવાથી આ તત્ત્વો જીવંત બનશે. સંસારના તત્ત્વો-પદાર્થોની નિરાધારતા, અસહાયતા, અશરણતાને સતત જોયા કરવાથી તેમાંથી વિશ્વાસ ઉઠી જશે. પોતાની જાતને જે અશરણભૂત-અસહાય માને છે તે શરણ અને સહાય શોધવા નીકળશે. પૈસાની તાકાત જ્યાં પૂરી થાય છે. ત્યાં પુણ્યની તાકાત શરૂ થાય છે. ને પુણ્યની તાકાત જ્યાં પૂરી થાય ત્યાં ધર્મની તાકાત શરૂ થાય છે. આ પ્રતીતિ કરો. (૩) સુખા - ઘર્મ માટે ત્રીજા નંબરમાં સુખા ખૂબ જરૂરી છે-સુખા એટલે ચિત્તપ્રસન્નતા. ધૈર્ય-ચિત્ત સ્વસ્થતા આવી, એટલે શ્રદ્ધા આવી છતાં ત્રીજા નંબરમાં ચિત્ત પ્રસન્નતા ન આવે એવું પણ બની શકે છે. ક્યારેક ધર્મકાર્યમાં ચિત્તની વ્યાકુળતા ન હોય એટલે કે વૈર્ય હોય, શ્રદ્ધા હોય એટલે કે શુદ્ધ પ્રીતિ તે ધર્મકાર્યમાં હોય છતાં પણ એ અનુષ્ઠાન લાંબા કાળ સુધી ચાલે તેવું હોય, અતિકષ્ટમય હોય તો ત્યાં શરૂઆતમાં આનંદ હોય, રુચિ હોય પણ પછીથી આ ક્યારે પુરૂં થશે? આવો વિકલ્પ આવી જાય છે. ત્યાં પ્રસન્નતા ખોટવાઈ જાય છે. જ્યાં ચિત્તની સ્વસ્થતા છે, શ્રદ્ધા છે ત્યાં પ્રસન્નતા પણ કાર્ય પૂર્ણતા સુધી રહેવી જોઈએ. ધર્મ સાધવામાં ચિત્તની ખૂબ ખૂબ પ્રસન્નતા જોઈએ. જો પ્રસન્નતા અટકે છે તો ત્યાં અંદરમાં મોહ પડેલો છે. કંટાળો આવવો એ મોહનો પરિણામ છે. પ્રસન્નતાનો અભાવ સૂચવે છે કે તે ક્રિયામાં આત્માને આનંદ આવતો નથી. 2010_05 Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ સંસારના સુખ ભોગવવામાં કોઈ પ્રમાદી બન્યું છે? પાપના ઉદયથી સંસારમાં દુઃખ આવે તો તેને કાઢવામાં કોઈ પ્રમાદી બન્યું છે? જેમકે પાંચ ડીગ્રી તાવ થયો, તો કંઈ નહીં કાલે ડોકટરને બતાવીશું. એમાં પ્રમાદી બન્યાં ? સુખ ભોગવવામાં થાક નહીં, કંટાળો નહીં અને પ્રસન્નતાનો અભાવ નહીં. દુઃખ ટાળવાના અવસરે કંટાળો નહીં. તેને દૂર કરવાની સતત ઈચ્છા છે. દીકરો અમેરીકા ગયો. પૈસા કમાવામાં કષ્ટ વેઠવું પડે છે. છતાં કેટલી પ્રસન્નતા હોય છે ? જગતમાં એક સ્ત્રીને માતા બનવાની ઈચ્છા છે, ઝંખના છે તો તે કેટલા બધા કષ્ટોને પ્રસન્નતાથી સહર્ષ સ્વીકારે છે. કહ્યું છે કે પ્રસૂતિ કેરી પીડ, પ્રસૂતા નારી પીછાણે, વિગત વાંઝણીને શું ? જેને વીતી હોય તે જાણે.” ઘણા અને લાંબા કાળના કષ્ટો હોવા છતાં પ્રસન્નતા જળવાઈ રહે છે. એક સ્ત્રી તેના સંસારમાં સાસુ-સસરા, પતિ, બાળકો વિગેરે બધા કુટુંબીજનો માટે કષ્ટ વેઠીને, પ્રસન્નતાપૂર્વક વિવિધ જાતની રસોઈ બનાવીને તે બધાને પ્રેમથી જમાડે છે. આવા બધા સંસારના તમામ કાર્યોમાં પ્રસન્નતા હોય છે. કારણ કે આ સર્વ કાર્યો રાગાદિ હોતે છતે થાય છે. તેમાં તેમનું કોઈને કોઈ લક્ષ્ય હોય છે. તે સિદ્ધ થતું દેખાય છે. તેથી જીવ તે તે કાર્યો-લાંબા કાળ સુધીના હોય તો પણ ખુશખુશાલ રહી શકે છે. એટલે સંસારના તમામ કાર્યોમાં જોરદાર લક્ષ્ય બંધાયેલું હોય છે. તેથી તેની પ્રત્યેક કિયામાં પ્રેમ હોય છે. રાગ હોય છે. એમ અહીં અધ્યાત્મ ક્ષેત્રના કાર્યોનું મનમાં જોરદાર નક્કી હોવું જરૂરી છે. લક્ષ્ય અતિપ્રિય હોય. તો ગમે તેવી કષ્ટમય સાધના હોય તોય તેમાં પ્રસન્નતા જળવાઈ રહે છે. મહાપુરૂષોને કર્મક્ષયનું લક્ષ્ય જોરદાર હતું તો તેઓ ગમે તેવા કષ્ટો-પરિષહો-ઉપસર્ગ સામે પણ પ્રસન્નતાને ટકાવી શક્યા છે. સંસારના કાર્યોમાં રાગાદિ સાધક છે. અધ્યાત્મક્ષેત્રમાં, આત્મકલ્યાણમાં રાગાદિ બાધક છે. તેથી તેનો અભાવ કરવાનો છે. સામે પૂરે ચાલવાનું છે. તેથી તે કઠીન પડે છે. પ.પૂ. પદ્મવિજયજી મ.સા. પૂજાની ઢાળમાં કહ્યું છે કે “એક અચરિજ પ્રતિસ્રોત તરતાં, આવે ભવસાગર તટમાં” એક જ મોક્ષના લક્ષ્ય કરાતી ઘર્મ ક્રિયામાં ચિત્તની સ્વસ્થતા, શ્રદ્ધા અને સુખા, પ્રસન્નતા પણ અતિ જરૂરી છે. (૪) વિવિદિષા : મોક્ષ પ્રાપક ઘર્મ સાધવો છે તો વિવિદિષા એ ચોથા નંબરમાં ધર્મયોનિ રૂપ છે. વિવિદિષા એટલે જિજ્ઞાસા એટલે જે અનુષ્ઠાન-ધર્મ કરે તેને જાણવાની ઈચ્છા. તેનું સ્વરૂપ શું? તેની વિધિ શું? તેમાં સાધક શું? બાધક શું ? કેમ આગળ વધાય? તે સારી રીતે કેમ બને? તે માટે શું શું જોઈએ. એવી જાણવાની ઈચ્છા તે વિવિદિષા છે. આ વિવિદિષા વિના કરાતો ધર્મ વ્યવસ્થિત રીતે થઈ શકતો નથી. જિજ્ઞાસા એ સાધનાનો પ્રાણ છે. બાધકતાને દૂર કરીને 2010_05 Page #205 -------------------------------------------------------------------------- ________________ ઘર્મયોનિ ૧૭૪/A સાધકતામાં સ્થિર થયા સિવાય વિકાસ શક્ય જ નથી. વિરાધના ટાળીને આરાધના કરવાની છે. અતિચારને ટાળીને આચારપાલન શક્ય બને છે. માટે વિવિદિષા જેટલી જોરદાર બને તેટલો સદ્ગરનો યોગ પ્રાપ્ત કરે. તેમના પ્રત્યે વિનય-બહુમાન વૃદ્ધિ પામે. (પ) વિજ્ઞપ્તિ ઃ ક્યાંથી એ જ્ઞાન મળે તે તે સરૂ પાસે જાય છે. વિવિદિષા વાસ્તવિક આવે એટલે વિજ્ઞપ્તિ એની પછી આવે જ છે. એ પણ ધર્મની પાંચમી યોનિ છે. સદગુરૂ પાસે જઈને ધર્મનો વિશેષ બોધ-જ્ઞાન પ્રાપ્ત કરે છે. દાનાદિ કોઈ પણ ધર્મ કરવો હોય તો તેનું સ્વરૂપ, વિવિધ વિધાન, તેનાથી થતાં લાભો, તેમાં ટાળવા યોગ્ય દોષો-અતિચાર વગેરેનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. તો જ શુદ્ધ કોટિનો ધર્મ આરાધી શકાય છે. જ્ઞાન અને રુચિ બે ભેગા થાય તો ધર્મ કરવામાં મજા-આનંદ આવે છે. ભાવમલ ઘણો ઘટી ગયો છે. ભાવમલની ઘણી અલ્પતા છે. તેથી ધર્મ પ્રવૃત્તિમાં મા થાય છે. અને તે વૃતિ-શ્રદ્ધા આદિ ધર્મયોનિપૂર્વક કરે છે. આ બધું ક્યારે પ્રાપ્ત થાય છે તે જણાવે છે : यथाप्रवृत्तकरणे चरमेऽल्पमलत्वतः । आसन्नग्रन्थिभेदस्य, समस्तं जायते ह्यदः ॥ ३८ ॥ ચરમ યથાપ્રવૃત્તકરણમાં, ભાવમલ અલ્પ થવાથી, ગ્રન્થિ ભેદની નજીકમાં આવેલા જીવને આ બધું પ્રાપ્ત થાય છે. મોક્ષે જવા માટે એક પુદ્ગલપરાવર્તનકાળ બાકી રહે તે પહેલાનો કાળ અચરમાવર્ત છે. અને છેલ્લો પુદ્ગલપરાવર્ત તે ચરમપુદ્ગલપરાવર્ત છે. એ ચરમાવર્તમાં પણ ભાવમલ ઘટે ત્યારે ચરમયથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે. ચરમાવર્તિમાં પણ ગ્રન્થિદેશે આવ્યા પછી ગ્રન્થિથી હવે દૂર નથી જવાનું અને ગ્રથિભેદ કરીને જ રહેશે તેવો આત્માનો જે પરિણામ તે ચરમયથાપ્રવૃત્તકરણ છે. અભવ્યને યથાપ્રવૃત્તકરણ આવતું હતું પણ ચરમયથાપ્રવૃત્તકરણ નહોતું. ભવ્યને પણ અચરમાવર્તમાં અનંતા યથાપ્રવૃત્તકરણ થાય. પણ એ થઈ થઈને ગયા. ભાવમલની પ્રચુરતાના કારણે ત્યાં ટકી ન શક્યો. હવે જે અંતઃકોડાકોડીની સ્થિતિ કરી છે. શુભ અધ્યયવસાયના બળે કરી છે. તે જવાની નથી. આ ચરમયથાપ્રવૃત્તકરણ આત્માએ વિશેષ પ્રયત્નથી પ્રાપ્ત કર્યું છે. આ પહેલા જે યથાપ્રવૃત્તકરણ હતું તે નદી-ગોળ પાષાણ ન્યાયે હતું. હવે શુભ અધ્યવસાયથી ચરમયથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે. એટલે એ સામાન્ય નથી, આગળ વધીને અપૂર્વકરણ કરવાનો છે. રાગ-દ્વેષની દુર્ભેદ્ય, નિબિડ ગ્રન્થિને ભેદવાનું સામર્થ્ય મેળવવાનો છે. જો કે ગ્રન્થિભેદ તો બહુ ઊંચી આત્માની દશા છે. પણ ગ્રન્થિભેદની નજીકમાં જીવ આવ્યો એ પણ એક ઉચ્ચદશા છે. આ ચરમાવર્તમાં ભાવમલ ઘટે છે. પછી ચરમયથાપ્રવૃત્તકરણ આવે છે. ત્યારે માર્ગાનુસારી, માર્ગપતિત, માર્ગાભિમુખાદિ ભાવો આવે છે. આત્માનો વિકાસ જ અહીંથી થાય છે. 2010_05 Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ યોગદૃષ્ટિનાં અજવાળાં - ભાગ-૨ ચરમાવર્તમાં ભાવમલનું જોર પ્રચુર પ્રમાણમાં ઘટી જવાથી જે ચરમયથાપ્રવૃત્તકરણનો ઉત્તમ અધ્યવસાય પ્રાપ્ત થાય છે. તે અતિ ઉત્તમ કોટિનો છે. તેનાથી ઉત્તરોત્તર ઉત્તમ આત્મભાવો પ્રાપ્ત થાય છે. અહીંથી હવે પડવાનો નથી. પૂર્વે નહી પ્રાપ્ત થયેલ બધું અપૂર્વ અહીં છે. (૧) ચરમાવર્ત. (૨) ભાવમલનો નાશ. (૩) ચરમયથાપ્રવૃત્તકરણ-પરિણામ. સદગુરૂયોગ-ઉપદેશાદિ નિમિત્તોની પ્રાપ્તિ. દુઃખિતો ઉપર અત્યન્ત દયા, ગુણસંપન પ્રત્યે અદ્વેષ, ઉચિત પાલન એ રૂપ અવ્યક્ત સમાધિવિશેષ રૂપ અવંચક પરિણામ. (૬) આમાંથી યોગબીજોની પ્રાપ્તિ. (૭) આમાંથી અવંચકયોગાદિ પ્રાપ્તિ. (૮) અને આખરે મોક્ષફળની પ્રાપ્તિ. આત્માનો વિકાસ પણ ચરમાવર્તથી જ છે. ચરમાવર્તમાં આવ્યો એટલે ભાવમલનો હાસ થાય જ એવું નથી. પણ ભાવમલનો હ્રાસ અહીં જ શક્ય છે. તથાભવ્યત્વનો પરિપાક અહીંથી થાય છે. જરૂરી પુરૂષાર્થ અહીં શકય બને છે. ત્યારે આગળ આગળ જીવ ગતિ કરી શકે છે. ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ એટલે સનિમિત્તોને ઝીલવાની યોગ્યતા આવી. સપ્રણામાદિનો ભાવ આવે. જીવ (૧) માર્માભિમુખ (૨) માર્ગ પતિત. (૩) માર્થાનુસારી બને છે. આ બધું ચરમયથાપ્રવૃત્તકરણમાં જ આવે છે. નિમિત્ત મળતાં દુખિતેષ દયાત્યન્ત વિગેરે ગુણો આવ્યા. આ ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા ઘટિત લક્ષણ જ છે. અવ્યક્ત સમાધિ પણ આજ છે. આને દૃષ્ટિમાં આવ્યો કહી શકાય. અહીં યોગબીજોને ગ્રહણ કરે છે. નિમિત્ત મળતાં આવા ગુણવાળો આગળ વધે છે. ઉત્તરોત્તર-એક પછી એક કાર્ય થવાથી આત્માનો ક્રમિક વિકાસ થઈ રહ્યો છે. એક પણ પગથીયું ઓળંગી શકાતું નથી. સામાન્યથી બધા સ્થાનોમાંથી જીવને પસાર થવું જ પડે છે. પરિણામની વિશેષ શુદ્ધિ થઈ એટલે દુખિતેષુદયાત્યનં' આદિ ત્રણ ગુણો પેદા થયા. જીવ દૃષ્ટિ પામ્યો. આ અવ્યક્ત સમાધિ એવી થઈ કે શુભ નિમિત્તો પ્રાપ્ત થતાં યોગાવંચકાદિ પ્રાપ્ત થાય છે. દુખિતેષ દયાત્યન્ત એ ગુણસંપન્ન અપુનબંધકાવસ્થાના ગુણો છે. ભવનો રાગ ઘટ્યા વિના આવી દયા આવે નહીં. ભવનો રાગ તીવ્ર હોય તો આવા ગુણો આવી શકે નહીં. તથાભવ્યત્વનો પરિપાક અહીં શક્ય છે. તથાભવ્યત્વ પરિપાક માટે જરૂરી પુરૂષાર્થનો કાળ આવી ગયો છે. આ પહેલા જીવની અવિકસિત દશા છે. દા.ત. કેરીનો મરવો એ અવિકસિત અવસ્થા છે. ગમે તેટલો પુરૂષાર્થ કરો પણ પાકે નહીં. અને કેરી એ વિકસિત અવસ્થા છે. ઘાસ વિગેરે પુરૂષાર્થ કરવાથી કેરી પાકી જાય છે. પહેલા ધર્મનો બાલ્યકાળ હતો. અહીં ધર્મનો યૌવનકાળ છે. અચરમાવર્તમાં ચૈતન્ય 2010_05 Page #207 -------------------------------------------------------------------------- ________________ ધર્મયોનિ ૧૭૬ અવિકસિત હતું, બાલ્યકાળ હતો. તેથી ત્યાં નિમિત્તો મળ્યાં નથી એમ નથી. પણ નિમિત્તનો સદુપયોગ ન હતો. નિમિત્તો તો એના એ જ સ્વરૂપમાં છે જ. પણ ઉપાદાનની યોગ્યતા પ્રગટી નથી. માટે નિમિત્ત-નૈમિતિક સંબંધ જામ્યો નથી. અચરમાવર્તમાં નિમિત્ત સામગ્રીએ નુકસાન કર્યું નથી અભવ્યને સારા નિમિત્તો નુકસાનકર્તા થયા નથી. સારા નિમિત્તો પુણ્યના ઉદયે મળે છે. એ સારા નિમિત્તોને વખોડાય જ કેમ? પણ ત્યારે આત્મા જાગ્યો નહીં, માટે નુકસાન થયું છે. રખડાવનાર કોણ છે ? નિમિત્ત સામગ્રીથી નુકસાન થયું જ નથી. સામગ્રીનો વાંક, નિમિત્તનો વાંક કાઢવો એ અનુચિત છે. નિમિત્તની કદર કરવી એ ઉચિત છે. અભવ્યને જ્યારે સારી સામગ્રી મળી છે ત્યારે થોડા કાળ પુરતો ઉપર ગયો છે. માટે નિમિત્ત સામગ્રી સારી મળે તેનો ઉપયોગ કરી લેવો. આદર-બહુમાન કેળવવું. તેના દ્વારા કંઈક પ્રાપ્ત કરી લેવું એ જ ઉચિત છે. સારાની પ્રશંસા જરૂર કરાય, પણ ખોટાની નિંદા તો ન જ કરાય. જે સ્થાને જે વસ્તુ છે તેને સમ્યગુ ન્યાય આપવો જોઈએ. સમ્યકત્વના આઠ આચારમાં પહેલા ચાર આચાર જ તમે જાણો છો. પાછળ ના ચારની ખબર નથી. પહેલા ચાર કરતાં પાછળના ચાર અતિશય ઉપયોગી છે. સ્થિરીકરણ, પ્રભાવના, વાત્સલ્ય, અનુમોદના એ ૪ વિના સમકિત આવે નહીં અને આવ્યું હોય તો ટકે નહીં. આત્મગુણોની પ્રાપ્તિ કરનાર જીવોના અભુત ગુણોની પ્રશંસા કરવાથી, અનુમોદના કરવાથી ઉપબૃહણા નામનો દર્શનાચાર સેવાય છે. તેનાથી આત્માનો વિકાસ થાય અને આત્મામાં ગુણોની યોગ્યતા ઊભી થાય છે. જેમણે આત્મગુણો પ્રાપ્ત કર્યા નથી. અથવા પ્રાપ્ત કર્યા પછી પતિત પરિણામી બન્યા છે તેવા જીવો માટે સ્થિરીકરણ આચાર સેવવાનો છે. ધર્મમાં અસ્થિર બનેલાને સ્થિર કરવા જોઈએ. બે પાંચ જીવોના કલ્યાણમિત્ર બનીને તમે તેઓને સ્થિર કરી દો તો તમે પણ પોતે ધર્મમાં સ્થિર થવાના જ છો. કુદરતનો ક્રમ છે જે ઘણાને દાન દ્વારા સુખી કરે તે દરિદ્ર ન બને, જે અનેકને આપે તેને કોઈ પાસે માંગવું ન પડે. તેને કોઈની પાસે પ્રાયઃ હાથ લાંબો કરવો ન પડે. પ્રાયઃ શબ્દ એટલા માટે મુકયો છે કે પૂર્વના નિકાચિત કર્મોદયે કદાચ દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થતાં માંગવું પડે તો પણ સામેથી કોઈ આપનાર મળી રહે છે અને મુશ્કેલી દૂર થઈ જાય છે. આ નિયમથી જે બીજાને શાતા આપે છે તેને પ્રાયઃ અશાતા આવતી નથી. આવે તો તે તેમાંથી સરળતાથી બહાર નીકળી શકે છે. જીવો પ્રત્યેના વાત્સલ્યથી મળેલી શક્તિનો સદુપયોગ કરવાનું થાય છે આત્માનો વિકાસક્રમ આ રીતે થાય છે. જનશાસનની પ્રભાવના કરવાથી ભવાંતરમાં જીવ સુલભ બોધિ બને છે. બીજાઓમાં ધર્મ પ્રગટાવવાનો છે. ધર્મ એ લાદવાની ચીજ નથી પણ ધર્મ એ અંદરમાંથી ઉગવાની ચીજ છે. પ્રાચનિક, વાદી, નિમિતજ્ઞ, કવિ વિ. પોતાની શકિતથી જીનશાસનની ધજાને જીવોના પ્રાંગણમાં ફરકાવે છે. જ્યારે આવી વિશિષ્ટ વ્યકિત ન હોય ત્યારે જનાજ્ઞા મુજબ વિધિપૂર્વક ક્રિયા, યાત્રા વિ. કરનારાઓ પ્રભાવક બને છે. 2010_05 Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ યોગદષ્ટિનાં અજવાળાં - ભાગ-૨ આ બધું ચરમયથાપ્રવૃત્તકરણમાં આવ્યા પછી જ શકય બને છે. યોગવેત્તાઓ સમજે છે કે આ ચરમયથાપ્રવૃત્તકરણ એ અપૂર્વકરણની નજીકનો પરિણામ છે અને વ્યભિચાર રહિત છે એટલે નિયમા સમકિત પામનાર બનશે. આ જ વાત ગ્રંથકારે શ્લોકમાં કહી છે. अपूर्वासन्नभावेन व्यभिचार - वियोगतः । तत्त्वतोऽपूर्वमेवेद, मिति योगविदो विदुः ।। ३९ ।। ચરમ યથાપ્રવૃત્તકરણમાં ઘણી અપૂર્વ અને અદ્દભુત વસ્તુ પ્રાપ્ત થાય છે. દા.ત. ભવાભિનંદીપણાની ઓઘદૃષ્ટિનો અંત, યોગદષ્ટિની પ્રાપ્તિ, ભાવમલની અત્યંત અલ્પતાને લીધે દુઃખિત જીવો પર અત્યંત દયા વગેરે ત્રણ મહા ગુણ, પાંચ યોગ બીજોની આરાધના, ત્રણ અવંચકની પ્રાપ્તિ વગેરે કલ્યાણાંગો ઘણા મળે છે, અને માટે જ “પ્રથમ ગુણસ્થાન' શબ્દ સાર્થક રીતે અહીં એટલે ચરમયથાપ્રવૃત્તકરણમાં લાગુ પડે છે. તે પહેલાં ઉપચારથી પ્રાપ્ત થાય છે. અપૂર્વકરણને ઉત્પન્ન કરનાર આ ચરમયથાપ્રવૃત્તકરણને પણ ગ્રંથકારશ્રી અપૂર્વ જ કહે છે. કારણ કે જેમ જીવને અનાદિ સંસારમાં રખડતા અપૂર્વકરણનો પરિણામ કયારે પણ આવ્યો નથી, તેમ ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ પણ ક્યારે સ્પર્યો નથી. જો તે ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ આવ્યો હોત તો તેના બળે અપૂર્વકરણ, ગ્રંથિભેદ, સમ્યકત્વ વિગેરે પણ થઈ ગયું હોત. માટે આ ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ પણ અપૂર્વ જ છે. વળી પ્રસ્તુત યથાપ્રવૃત્તકરણ પણ ચરમ એટલે અંતિમ એટલા માટે છે કે હવે જીવ આ ચાલી રહેલા શુભ અધ્યવસાયમાંથી પાછો પડવાનો નથી. પરંતુ એમાં અધિક અધિક નિર્મળતા લાવી અંતે અપૂર્વકરણનો અતિવિશુદ્ધ અધ્યવસાય પામવાનો જ છે અને તેનાથી આગળ વધીને અનિવૃત્તિકરણ, અંતરકરણ અર્થાત્ ઉપશમસમ્યકત્ત્વ પણ પામવાનો છે. આમ પ્રસ્તુત અધ્યવસાય પૂર્વમાં ક્યારેય પ્રાપ્ત થયેલ ન હોવાથી તેમજ તેના દ્વારા અપૂર્વકરણ વગેરે પ્રાપ્ત થતું હોવાથી તે અપૂર્વ જ છે. प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् ।। अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ॥ ४० ॥ મિથ્યાત્વ એ તો દોષ છે. આત્માનો શત્રુ છે. છતાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને જે ગુણસ્થાનક કહેવાય છે તે “ગુણસ્થાન” શબ્દનો મુખ્ય અર્થ અહીં ચરમયથાપ્રવૃત્તકરણ કાલમાં ઘટે છે. આ અવસ્થામાં જ મિથ્યાત્વની સાનુબંધ મંદતા થતાં આત્મા યોગદષ્ટિનો પ્રકાશ, દુઃખી જીવો ઉપર અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અષ, સર્વત્ર ઔચિત્યનું પાલન વિગેરે ગુણો પામે છે. આ અવસ્થામાં તેની દૃષ્ટિ આત્મા અને પરમાત્મા તરફ જાય છે. ઓઘદૃષ્ટિમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયની બંધથી મંદતા હતી. અનુબંધથી નહીં, માટે તે અવસ્થામાં કદાચ ગુણો દેખાય તો પણ તે ગુણ નહીં, ગુણાભાસ જ હતો. 2010_05 Page #209 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિના અભાવમાં દુઃખ કેટલું? ૧૭૮ જ્યાં સુધી આ ચરમયથાપ્રવૃત્તકરણ નહોતું આવ્યું ત્યાં સુધી તો જીવ ઓધદષ્ટિના નશામાં ભવાભિનંદી હતો, પગલાનંદી હતો, વિષયાનંદી હતો એટલે એને તો બધું ઈન્દ્રિયોની ખુશી-નાખુશીનાં કાટલે જ માપવાનું રહેતું. જેમ અર્થલોભી વાણિયો બધું પૈસાના કાટલે જ માપે, માલની લે-વેચ કરે, વેપારી, ઘરાક કે દલાલ સાથે વાત કરે. એમાં એ જ જુએ કે “આમાં મને પૈસાનો લાભ થાય છે ?” બસ, અર્થલોભી વણિકને બધી વાતમાં પૈસાની જ એક દષ્ટિ, એમ ઓધદષ્ટિના અંધકારમાં જીવને ઇન્દ્રિયના તર્પણની જ એક દૃષ્ટિએ ઇષ્ટ વિષયો કેમ મળે ? મળેલા કેમ ટકે? અનિષ્ટ વિષયો કેમ ટળે ? આ જ એક વેશ્યા, આ જ એક લગન ! આમાં જ્યાં આત્મા પર દૃષ્ટિ નહિ, પછી ગુણ કયાંથી આવે? વિષયમૂઢતાવશ જરૂર પડ્યે દયા પણ કરે, પરંતુ એની મુખ્ય ચોટ દુન્યવી વિષયો પર કે “દયા-દાનાદિથી સારા કિંમતી વિષયસુખો કેમ મળે?” એ દેખીતા દયા-દાનાદિ ગુણથી પણ વાસ્તવમાં આત્માને કશો નિર્મળભાવ નહિ. એ તો ચરમયથાપ્રવૃત્તકરણમાં જ મિથ્યાત્વની અધિક મંદતા થવાના કારણે જીવની દૃષ્ટિ આત્મા પર, પરમાત્મા પર, તત્ત્વ પર જાય છે અને “ગુણસ્થાન' એવો સાન્તર્થ એટલે સાર્થક શબ્દ-પ્રયોગ અહીં ચરમયથાપ્રવૃત્તકરણમાં ઘટે છે. દષ્ટિના અભાવમાં દુઃખ કેટલું ? આ સંસારમાં એક ચક્ષુ ન મળે તો કેટલું દુઃખ હોઈ શકે છે. એ વાત પછી, પણ એક માણસને નજરકેદમાં રાખો તો ત્યાં તો બધું દેખાય છે, બધી ઇન્દ્રિયોનું સુખ છે છતાં કેદના પાંજરામાં છે. જેલના સળીયામાં છે. તો બીજા બધા સુખ હોવા છતાં પણ જીવને દુઃખ લાગે છે. ક્યારે છૂટું એની સતત વિચારણા-ઝંખના હોય છે. પોપટને પાંજરામાં પૂર્યો છે. સામે જામફળ છે, મરચાં છે, ખાવાની બધી ચીજો પડેલી છે, છતાં તેને પાંજરાનું બંધન લાગે છે. ક્યારે આ બંધનમાંથી છૂટું, મુકત ગગનમાં ઉડવાની ઝંખના હૈયામાં સતત હોય છે. એ વિના બીજા બધા સુખો દુઃખ રૂપ લાગે છે. તેમ જીવને બીજા બધા સુખ હોવા છતાં ચક્ષુ વિના કેવું દુઃખ લાગે છે ? ચક્ષુ વિનાનું જીવન કેવું? પરાધીનતા કેવી ? બીજા બધા સુખો હોવા છતાં ચક્ષુ ન હોય તો જીવન કેવું દુ:ખ રૂપ લાગે છે ? એક આંખ રૂપ દ્રવ્યદૃષ્ટિની પણ વિશ્વમાં આટલી બધી કિંમત છે. વિશ્વમાં દષ્ટિનું સુખ સર્વોત્તમ છે દષ્ટિના અભાવમાં મળતાં બીજા બધા સુખો દુઃખરૂ૫ છે, નહિવત્ છે. તેમ ભાવષ્ટિના અભાવમાં આત્માને કેટલું દુઃખ હોય? તે સમજાય છે? અનંતકાળથી આ આત્મા વિવેકચક્ષુ, જ્ઞાનચક્ષુ, ગુમાવી બેઠો છે. સમ્યગુદર્શન ગુમાવી બેઠો છે. ભાવચક્ષુની કિંમત આત્મા સમજી શકતો નથી. દ્રવ્યચક્ષુ ન હોય તો લોકમાં દેખી ન શકે એટલું જ. તેનાથી આત્મિક નુકશાન શું? જીવને દ્રવ્યચક્ષના અભાવથી પરલોકમાં કંઈ નુકશાન નથી થતું. ભાવચક્ષુ ન હોય તો પરલોકમાં વિડંબના પામે છે. ભાવચક્ષુ વિના જે સ્થિતિ સર્જાય છે. તેનાથી આપણને મુંઝવણ ઊભી થતી 2010_05 Page #210 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ નથી. અને દ્રવ્યચક્ષુ ન હોય તો મુંઝવણ ઊભી થાય છે. આ ભાવમલની પ્રચુરતા છે. વૈયિક સુખો મળે છે ત્યારે એને કષાયની પીડા દેખાતી નથી. (કષાયનું દુઃખ દેખાતું નથી. ) સતિ, શાતા વેદનીયના સુખના ઉદયકાળમાં પણ જો કષાયનું દુઃખ ન દેખાય તો વાસ્તવિક ધર્મ પામ્યા નથી. નાકનો, તિર્યંચનો સંસાર દુઃખરૂપ છે. તે સમજવાની જરૂર છે ? ના. એ તો દુઃખરૂપ લાગે જ છે. પણ શાની જે દુઃખ રૂપ સંસાર કહે છે. તે સુખથી ભરેલા સંસારને દુઃખ રૂપ કહે છે. ૧૭૯ મહમ્મદ ગીઝનીએ સોમનાથ પર ૧૭ વાર ચઢાઇ કરી. વારંવાર અઢળક સંપત્તિ લઇ ગયો.. કેટલીય સ્ત્રીઓને બેગમ બનાવી, કેટલીય સ્ત્રીઓનું શીલ લૂંટયું.. ઘણું ઘણું ગુજરાતમાંથી લઇ ગયો.. પોતાના રાજયમાં ભંડારો ભરપૂર કર્યા. તે હવે વૃદ્ધાવસ્થામાં આવ્યો.. પુણ્યોદય અસ્ત થવા લાગ્યો. આંખ સામે મૃત્યુના ઓળા (પડછાયા) દેખાય છે. સેવકને કહે છે. મેં જે ભેગું કર્યું છે, તે બધાનાં ઢગલા અહિં કરો.. બધી ચીજોના ઢગલા કર્યા.. આંખે અંધારા આવે છે., શું મારે આ બધું અહિં મૂકીને જવાનું ? પણ જયાં સુધી જીવને દૃષ્ટિ ખુલી નથી ત્યાં સુધી વિડંબના લાગતી નથી. પણ આ છોડવાનો વખત આવે છે. ત્યા૨ે વિયોગનું દુઃખ જરૂર થાય છે. ઓઘદૃષ્ટિમાં સંસારની વાસ્તવિકતા સમજાતી નથી. ઓઘદૃષ્ટિમાં દોષો ભરેલા હતાં, આત્માએ અનંતો કાળ ઓદૃષ્ટિમાં કાઢયો છે. યોગદૃષ્ટિ પામ્યા પછી કેટલો કાળ ? અનંત બહુભાગ જીવો અર્ધપુદ્ગલપરાવર્તના અનંતમા ભાગે જ ગુણસંપન્ન અપુનર્બંધક અવસ્થા પામે છે. અર્ધપુદ્ગલપરાવર્તકાળ જ કાઢવાનો છે. ઓઘદૅષ્ટિના અંધકારમાં આત્મા કેટલો કાળ અટવાયો છે ? ત્યાં આત્મા ઉપર ગાઢ, પ્રગાઢ, ઘોર અંધકાર છવાયેલો હતો. કેટલી સ્વાર્થવૃત્તિ !! નીતરતી વૈયિક સુખબુદ્ધિ, ભવાભિનંદીપણું હતું.. આવો કેટલો કાળ પસાર થયો ? અન્યદર્શનમાં ગ્રંથિભેદ માટે શું ખૂટે છે ? જેને આત્મા તરફ દ્રુષ્ટિ નથી અને પદાર્થના સ્વરૂપ તરફ જેવી દૃષ્ટિ કરવાની છે તેવી નથી. તે ગ્રન્થિભેદ કરી શકે નહી. અન્ય દર્શનમાં રહેલા ઊંચામાં ઊંચુ જીવન જીવે તે વૈરાગ્ય પામી શકે છે, તે ઉપશમ પામી શકે છે. તે ભક્તિ પામી શકે છે પણ તે તત્ત્વનિર્ણય પામ્યા નથી કારણ કે સિદ્ધાંત બોધ નથી. તેથી તત્ત્વનિર્ણય નથી કરી શકતાં, ગ્રન્થિભેદમાં આ ચારે વસ્તુ જરૂરી છે. આ ચારમાંથી જેટલા મળતાં જાય તેમ ગ્રન્થિ શિથિલ થાય છે. આ ચારેય મળે ત્યારે જીવ આગળ વધે છે. તત્ત્વનિર્ણય અન્ય દર્શની પાસે નથી. તત્ત્વનિર્ણય કરે તેવી સામગ્રી નથી. પદાર્થનો સૂક્ષ્મબોધ નથી. એથી ઘણું નુકસાન થાય છે. તત્ત્વજ્ઞને આશ્રવ, આશ્રવ રૂપે દેખાય અને સંવર, સંવર રૂપે જ જણાય. પણ સંવરને આશ્રવ તરીકે સ્વીકારો અને આશ્રવને 2010_05 Page #211 -------------------------------------------------------------------------- ________________ અન્યદર્શનમાં ગ્રંથિભેદ માટે શું ખૂટે છે? ૧૮૦ સંવર તરીકે સ્વીકારો તો તત્ત્વનો બોઘ નથી. તો તત્ત્વમાં તત્ત્વબુદ્ધિ જ ન થઈ. ગ્રન્થિભેદ માટે સૂકમબોધ જરૂરી છે આત્મા પૂર્ણ તત્ત્વ સ્વરૂપ છે. અને સમ્યગુદર્શન તત્ત્વનો અંશ છે. જૈન દર્શન મહાન કેમ ? સર્વજ્ઞપ્રણિત જૈનદર્શન છે માટે મહાન છે. પૂર્ણ છે. આપણે જૈનદર્શનમાં જન્મ્યા છીએ. પણ આપણે જૈનદર્શનના લાભ ઉઠાવતાં નથી. અન્યદર્શનમાં સમ્યગુદર્શન ન પામે તો બિચારો કહેવાય પણ આપણે સમ્યગદર્શન ન પામીએ તો ધિક્કારપાત્ર બનીશું. “આશ્રવો સર્વથા હેય, ઉપાદેયશ્ચ સંવરઃ” આ વિષયમાં, આ માન્યતામાં આપણે બહુ સ્પષ્ટ છીએ? જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી નવ તત્ત્વ ભણી ગયા. આશ્રવ-સંવરના ભેદો પાડી દીધા. આશ્રવને આશ્રવ રૂપે માનવાના છે. સંવરને સંવર રૂપે માનવાના છે. પછી અંદરમાં ઉપયોગમાં આશ્રવાદિ હેય તત્ત્વો પ્રત્યે હાનનો (ત્યાગનો) પરિણામ અને સંવરાદિ ઉપાદેય તત્ત્વો પ્રત્યે ઉપાદાનનો (ગ્રહણનો) પરિણામ લાવવાનો છે. જેમ ઉપયોગ વિષય-કષાયથી મલિન ન હોવો જોઈએ. તેમ તત્ત્વ-અતત્ત્વના નિર્ણયમાં વિપરીત પણ ન હોવો જોઈએ. ખોટી પકડ, ખોટી સમજ, ખોટો આગ્રહ ન હોવો જોઈએ. તો તે આત્મા આગળ વધી શકે છે. ઉપશમ ભાવથી, વૈરાગ્યથી, ભક્તિયોગથી આગળ વધી શકાય છે. આ બધાય યોગ આગળ લઈ જનારા છે. જેણે એક પણ આ સમ્યગુ યોગ પકડ્યો છે. તેને કાળક્રમે બીજાયોગ આવીને ઉભા રહેશે. ગ્રચિભેદમાં વિલંબ કેમ થાય છે? એક પણ તત્ત્વ વિપરીત રીતે પકડાયું તો ગાંઠ છૂટે જ નહીં. કારણોની અલ્પતાથી, અધૂરાશથી કાર્ય વિલંબ થાય પણ કારણોની વિપરીતતાથી તો કોઈ કાળે કાર્ય બની શકે નહીં. માણસ એક પણ જગ્યાએ અર્થઘટન ખોટું કરે તો માણસની વિકાસયાત્રા અટકે છે. ખોટા વિકલ્પથી વિકાસ રૂંધાય છે. જેમકે બાહુબલી વિચારે છે કે કેવળજ્ઞાન થયા પછી પ્રભુની પાસે જઈશ. કેમ? નાના ભાઈઓને વંદન કરવું ન પડે, અહીં ભાઈઓનો કેવળી તરીકેનો સ્વીકાર છે. માન્યતામાં સદ્ અંશ છે. કેવળી તરીકેના સ્વીકારમાં મતભેદ નથી, પણ વ્યવહારથી “હું મોટો” આટલો વિકલ્પ તેને સાધનામાં અટકાવે છે. બાર મહિના સાધના જ કરી છે. છતાં કેવું આવરણ આવ્યું કે આ વિકલ્પથી જો તું સાધના કરશે તો તને કેવળજ્ઞાન ન જ મળે એ એને સમજાતું નથી. માન્યતા અંશ clear સ્પષ્ટ છે. શેયના વિષયનો મતભેદ સમ્યકત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધક ન બને. દા.ત., દિગંબરો વિગેરે કોઈ ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલી કહે અને આપણે ક્ષત્રિયકુંડ કહીએ છીએ એ પ્રતિબંધક નથી. પણ હેય-ઉપાદેયના વિષયમાં મતભેદ થાય તો તે કંઈને કંઈ અટકાયત કરે છે. કેવળજ્ઞાની જાણવા છતાં ભાઈ પાસે જવું ન ગમે? ગુરૂની નિશ્રામાં રહેવું, ગુરૂ પાસે જવું, ગુરૂ કહે તે કરવું એ રાજમાર્ગ છે. જેની પાસે સૂક્ષ્મબોધ છે તેની નિશ્રા સ્વીકારો. તે જેમ કહે તેમ કરવું તે કલ્યાણનો 2010_05 Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ માર્ગ છે. જો આવી રીતે બધા એકેક ઉભા રહી જાય તો કંઈ ચાલી શકે ? અપવાદમાર્ગના આલંબન લેવાના ન હોય. અપવાદને ન્યાય આપીને માર્ગના જ્ઞાતા ગુરૂનું આલંબન ન લ્યો તો માર્ગ જ ન દેખાય. ગુરૂ વિના અનાદિકાળના અંદરના ગુંચળાને કોણ સુધારે ? માટે ગુરૂનું આલંબન લેવું એ રાજમાર્ગ છે. તામલી તાપસ - તેના જીવનમાં એટલો બધો તપ હતો કે જેનો તપ દસ સમ્યગુદૃષ્ટિ આત્માને વહેંચી આપો. એટલે કે તે તપના દસ વિભાગ કરીએ તો તેટલા તપથી દસ આત્મા મોક્ષે જાય. એટલે કે જરૂર કરતાં દસ ગુણો તપ તાલી પાસે હતો. છતાં તામલી મિથ્યાત્વમાંથી માત્ર સમ્યકત્વ પામ્યો. તે પણ છેલ્લે મરતી વેળાએ. એની પાસે વૈરાગ્ય હતો, એની પાસે ઉપશમ હતો, એની પાસે ભક્તિ હતી, પણ તત્ત્વનો સૂથમબોધ ન હતો. તામલીને જૈનદર્શન નહોતું મળ્યું તેથી સૂમબોધ ન હતો પરંતુ વૈરાગ્ય ઉત્કૃષ્ટ હતો અને પોતે જે કાંઈ સમજયો હતો તેના ઉપર અપૂર્વ શ્રદ્ધા હતી માટે તે શ્રદ્ધાને અમલી બનાવવા જીવનભર ૬૦,૦૦૦ વર્ષ અપ્રમત્તપણે જીવ્યો. લેશ માત્ર પ્રમાદને સ્થાન ન આપ્યું તો અંતે શુદ્ધિ વધતાં વધતાં સમ્યકત્વ પામ્યો. છેલ્લે મૃત્યુ વખતે જૈન દર્શનના મુનિનું દર્શન થયું. એની નિર્દોષ ચર્યા જોતાં પોતાની શુદ્ધિના કારણે ઉપયોગ અંદરમાં ગયો. મહાત્માને જોતાં જ ક્ષયોપશમથી મુનિપણાનું, સાધુતાનું જ્ઞાન જણાઈ ગયું. યોગ્ય જીવને સારું દેખાય ત્યાં વીર્ય ઉછળે છે. જે factor ખૂટતું હતું તે આવી ગયું. આવું સ્વરૂપ જ પામવાનું છે. સૂમબોધ આવી જતાં તામલી અંતે ઈશાનેન્દ્ર બને છે . આજે અમારો વૈરાગ્ય ચોકખો નહીં, ઉપશમભાવ અમારો બરાબર નહીં અને સૂમબોધ પણ કેવો? અપૂર્ણ-મામૂલી છે. પણ એને શ્રદ્ધેય બનાવવાનો છે, અને ઉપાદેય બનાવવાનો છે. અભવ્યને પણ સિદ્ધાંતનો બોધ છે. પણ તેને શ્રદ્ધેય-ઉપાદેય બનાવ્યા નથી એણે આશ્રવ છોડ્યા છે. પણ આશ્રવ સર્વથા હેય છે તે બેસતું નથી. એની પાસે સંવર છે. પણ એ એને ઉપાદેય લાગતાં નથી. માટે વિકાસ રોકાય છે, ને રૂંધાય છે. અહીં એનો અભવ્ય સ્વભાવ પ્રતિબંધક છે. તામલીને કેમ મુશ્કેલી થઈ ? કષાયોની મંદતા એકલી ન ચાલે, વિષયોનો વૈરાગ્ય એકલો ન ચાલે, ભગવાનની ભક્તિ એકલી ન ચાલે, બધા Factor છે. પણ એક ખૂટે છે. ત્યાં તત્ત્વનો સૂક્ષ્મબોધ પણ જરૂરી છે વિકાસનાં બધા પગથીયા પકડીએ તો જ આત્મકલ્યાણ થાય છે. અન્યદર્શનમાંથી મોક્ષે જવાય છે. એકેક પગથીઆ એમની પાસે છે. એ વિષયમાં શુદ્ધિ થતાં બાકીનું તત્વ કોઈ પણ રીતે મળી જાય છે. માટે શુદ્ધિ થાય છે. મોક્ષે જાય છે. અન્યદર્શનમાં પણ કયારેક વૈરાગ્ય, ભક્તિ ઉપશમભાવ ઉચી કોટિના હોય છે, એને લેતાં આવડે તો લેવું, ન આવડે તો છોડી દેવું. અન્યદર્શનમાં ઘાલમેલ ઘણી છે. એટલે બકરું કાઢતાં ઊંટ પેસી ન જાય તે ખાસ જોવાનું છે. બાહુબલીની સાધના કેવી? દેહની મૂછ કેવી ઉતારી છે? બાર મહિનામાં તો શરીર ઉપર વેલડીઓ વીંટાઈ ગઈ. ચકલીઓએ માળા ઘાલ્યા છે. જંગલમાં શોધ્યા 2010_05 Page #213 -------------------------------------------------------------------------- ________________ તારા દૃષ્ટિની મનોભૂમિકા ૧૮૨ ન જડે એવી સ્થિતિ સર્જાઈ છે બાર મહિનામાં તપ પણ કેવો? ઉપવાસ ઉપર ઉપવાસ. ધ્યાનમાં જ રહ્યા. અંદરમાંથી શુદ્ધિ થતી આવે છે. કોઈપણ એક સ્ટેજને પકડશો તો શુદ્ધિ આવશે. પણ સઘળાં સ્ટેજને પકડશો તો વિશુદ્ધિ પ્રાપ્ત થશે. આટલી શુદ્ધિ થવા છતાં આ રીતે કેવળજ્ઞાન ન મળે એ ઉપયોગ એમને નથી આવતો. ઘરમાં રહીને સમ્યકત્વ મેળવવું છે ? તો આ ઘર આશ્રવનું સ્થાન છે. આશ્રવ સિવાય કંઈ જ નથી. એવું સતત લાગવું જોઈએ. જેને આશ્રવનો આશ્રવ રૂપે સ્વીકાર નથી તેને ઘરમાં સમ્યકત્વ થાય? તમને સંસારની પ્રત્યેક ચીજો આશ્રવ છે એમ લાગે છે ? બાહુબલીને ૧૨ મહિને એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે પછી ભગવાને બે બેનોને બ્રાહ્મી-સુંદરીને મોકલી છે. ટકોરની જ જરૂર હતી. પ્રણિધાન ફર્યું. વિપરીત પ્રણિધાન ગયું એની સાથે કેવળજ્ઞાન થાય છે. ખોટા સંકલ્પ, ખોટા પ્રણિધાને શું કામ કર્યું તે જોયું ને ? તો શું આ બાર મહિનાની ક્રિયાએ કાંઈ ન કર્યું ? ના એવું નથી એ ક્રિયા વાંઝણી નથી. એ કર્મની લઘુતા કરાવવા સમર્થ બની છે. માટે જ પ્રણિધાન ફરતાં શીઘ કાર્યસિદ્ધિ (કેવળજ્ઞાન) થઈ. સ્યાદ્વાદદષ્ટિથી પદાર્થનું મૂલ્યાંકન કરવાથી વિવેકની પ્રાપ્તિ થાય છે. તારા દષ્ટિની મનોભૂમિકા तारायां तु मनाक् स्पष्टं, नियमश्च तथाविधः । अनुद्वेगो हितारम्भे, जिज्ञासा तत्त्वगोचरा || ४१ ॥ જીવ યોગની પહેલી દૃષ્ટિમાં કેટલો બધો વિકાસ પામે છે તે સમજવા જેવું છે. જીવો અનંતકાળથી સતત સંકલેશો કરી અશુભકર્મનો બંધ કરી રખડપટ્ટી કરી રહ્યા છે. તેમાંથી બહાર નીકળી આ યોગની દૃષ્ટિ પામી ને આગળ આગળની દૃષ્ટિઓને પામીને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ બીજી તારા દૃષ્ટિ છે. સમ્યગુશ્રદ્ધાયુક્ત જે બોધ તે દૃષ્ટિ છે એમ પહેલાં કહ્યું છે. આ દૃષ્ટિમાં પહેલી કરતાં વિશેષ શ્રદ્ધાવાળો બોધ થાય છે. અહીં આત્મા તરફ કંઈક વિશેષ વલણવાળો બોધ હોય છે. અત્યાર સુધી વિષય- પ્રતિભાસ બોધ હતો, ફક્ત જાણકારી હોય પણ એની સાથે કંઈ લાગે-વળગે નહીં. ઓઘદૃષ્ટિના ઘોર અંધકારમાં હતો. હિંસાદિ જાણે પણ હિંસાદિ પ્રત્યે અણગમો, ધૃણા, જુગુપ્સા લેશમાત્ર ન હતું, તેમ અહિંસાદિ જયા પછી લેશ માત્ર તે ગમે નહીં તો તેવા કોરા જ્ઞાનને શું કરવાનું? જૈન શાસન કહે છે. અંતઃકરણ ભેદાવું જોઈએ, અંત:કરણ ભીજાવું જોઈએ તે ન થયું. અંતઃકરણ ન ભીંજાય અને બહારથી બધું જ થયા કરે a n-il gi Value ? પાણીનો નળ ખુલ્લો મૂકે, પણ ડોલ જ ઊંઘી મૂકેલી હોય, તે માણસ ક્યારેય પાણીને પામી શકતો નથી. કેમ? પાત્ર ઊંધુ છે. અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી 2010_05 Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ કષાય અંદરમાં પડેલા છે. એ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયથી હૃદય કઠોર બનેલું હોય છે. કઠોર હૃદય પાત્ર બની શકતું નથી. તેમાં ગુણો ઝીલી શકાતા નથી. જગતમાં પાત્રતાની ખૂબ કિંમત છે. જેમ સિંહણનું દૂધ છે, પણ તે માટે સુવર્ણપાત્ર જ જોઈએ. જે માણસને સિંહણનું દૂધ જોઈએ છે પણ તેની પાસે સુવર્ણપાત્ર ન હોય તો તે પ્રાપ્ત કરી શકતો નથી. એમ જિનવચનનો બોધ મળવા છતાં પાત્રતા આત્માએ મેળવી નથી તો વિકાસ શક્ય નથી. ચરમાવર્તમાં આવે છે ત્યારે કંઈક પાત્રતા આવે છે. અંતઃકરણને શુદ્ધ બનાવીએ તેમ પાત્રતા વધતી જાય છે. પાત્રતાના વિકાસ ઉપર મોક્ષમાર્ગ ચાલ્યો જાય છે .પહેલી કરતાં બીજી દૃષ્ટિમાં પાત્રતા વધે છે. હિંસાદિનું સ્વરૂપ સાંભળતાં, વર્ણન સાંભળતાં અંદરમાં આંચકો લાગે છે કે આ હિંસાદિ પરિણતિ જો આત્માને મલિન કરતી હોય તો મારે જીવનમાં હિંસાદિ ન જોઈએ. ઓઘદૃષ્ટિ કરતાં યોગદૃષ્ટિમાં એટલો જ ફરક છે કે પહેલા-ઓઘદૃષ્ટિમાં અંતઃકરણ તૈયાર ન હતું. ત્યાં હેય-ઉપાદેયનો વિભાગ જીવ નહોતો કરી શકતો. હેયનો હેય રૂપે અને ઉપાદેયનો ઉપાદેય રૂપે બોધ ન થવાથી યથાર્થ શ્રદ્ધાન, યથાર્થ રૂચિ કયાંથી આવે ? હેયતત્ત્વ અંશે પણ હેય લાગવું જોઈએ. ઉપાદેય તત્ત્વ અંશે પણ ઉપાદેય લાગવું જોઈએ. આ રીતે અંતઃકરણ તૈયાર થાય તો યોગદષ્ટિનો બોધ થયો કહેવાય. હેયતત્ત્વ જેટલા અંશે જેટલું જેટલું હેય લાગે તેટલા અંશે પાત્રતા તૈયાર થઈ કહેવાય. ઉપાદેયતત્ત્વ જેટલું જેટલું ઉપાદેય લાગે તેટલા અંશે પાત્રતા તૈયાર થઈ કહેવાય. હિંસા ન ગમે, અહિંસા ગમે, અસત્ય ન ગમે, સત્ય ગમે. આ રુચિ એ જ પહેલો તબક્કો છે. સારું ને ખોટું એ જ્ઞાન વિના ન જાણી શકાય. જ્ઞાન એ ટોર્ચ લાઈટ છે. જ્ઞાન પ્રકાશરૂપ છે. જ્યારે જ્ઞાન ઉપર તીવ્ર પડલો હોય ત્યારે આત્માના વિષયમાં કશું જ જાણવા મળતું નથી. એકેન્દ્રિયાદિમાં, વિકલેન્દ્રિયાદિમાં જીવ પાસે વસ્તુતત્ત્વને ઓળખી શકે તેવો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી. જ્યારે આપણી પાસે આજે વસ્તુતત્ત્વને ઓળખી શકે તેવો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. વસ્તુતત્ત્વને ઓળખી શકીએ છીએ. છતાં યોગદૃષ્ટિમાં કેમ વિકાસ થતો નથી ? અંદરમાં પડેલા દર્શનમોહનીય, અંદરમાં પડેલા અનંતાનુબંધી એ અસત્ પદાર્થની જ રૂચિ કરાવે છે. જેટલી અસત્ પદાર્થની રૂચિ બળવાન તેટલી સત્ પદાર્થની રુચિ થઈ શકતી નથી. સત્ પદાર્થની ઐચ ન થાય, સતુ પદાર્થનો સ્વીકાર ન થાય. તો યોગદષ્ટિ કેવી રીતે આવી શકે ? નિગોદમાં જીવ છે , એકેન્દ્રિયાદિમાં જીવ છે, તેના ઉપર શ્રદ્ધા ન હોવાના કારણે જીવ વિષયોમાં ચકચૂર બને છે. લખલૂંટ કમાણી કરવા માટે નવા નવા કારખાનાઓ ચલાવે છે. જેમાં અસંખ્ય, અનંત જીવોના કચ્ચરઘાણ થાય છે. આવી પ્રવૃત્તિ કરનારા જીવ પછી ધર્મના સ્થાનોમાં આવે તો ત્યાં તેની ધર્મપ્રવૃત્તિ શું યોગદૃષ્ટિની છે? અનાદિકાળથી અસત્ પ્રવૃત્તિમાં ઉપયોગ પકડાયેલો રહે છે પછી - - 2010_05 Page #215 -------------------------------------------------------------------------- ________________ તારા દૃષ્ટિની મનોભૂમિકા ધર્મ જે થાય તે સંશાથી થાય છે. કુલાચારથી થાય છે. જૈન કુળમાં જન્મી ગયા છીએ માટે પૂજા, સામાયિક કરો છો, તમે કદાચ મુસલમાનને ત્યાં જન્મ્યા હોત તો રોજા કરત. ઓદૃષ્ટિમાં જીવને આદ૨-બહુમાન પૂર્વકનો ધર્મ નથી આવતો. મળેલી ચીજ અપૂર્વ છે. એના ઉપર આદર-બહુમાન થાય તો યોગદૃષ્ટિ આવે. પહેલી દૃષ્ટિમાં યમ હતો. ત્યાં બોધ મંદ હતો. ત્યાં અહિંસા ગમતી હતી, એટલું જ છે. બીજી દૃષ્ટિમાં તેની રુચિ કંઈક બળવાન બને છે. અહિં નિયમ પ્રાપ્ત થાય છે. મનનું નિયમન કરે, મનનો સંકોચ કરે, મનને કાબુમાં રાખે, તેનું નામ નિયમ છે. નિયમ:--શૌચ-સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન રૂપ નિયમો અહીં યોગના અંગ રૂપે પ્રાપ્ત થાય છે. અહિંસા પ્રત્યે કંઈક ગમો હિંસા પ્રત્યે કંઈક અણગમો પહેલી દૃષ્ટિમાં હતો. ત્યાં હિંસા કરે છે, ત્યાં જૂઠ કરે છે, પણ દૃષ્ટિમાં આવ્યો એટલે તે પહેલાં હિંસાદિ રાચી-માચીને કરતો હતો, ત્યાં અહિંસાદિ ગમતાં ન હતાં, હવે એને અહિંસાદિ ગમે છે, એક જીવ કે જેને અહિંસા ગમે છે અને હિંસા કરે છે, બીજો જીવ કે જેને અહિંસા નથી ગમતી અને હિંસા કરે છે. આ બેમાં ફેર છે ! બંનેની પ્રવૃત્તિ સમાન દેખાતી હોવા છતાં વૃત્તિની ભિન્નતાના કારણે વલણમાં ફેર છે માટે કર્મબંધમાં પણ ફેર પડે છે. ૧૮૪ ઓઘદૃષ્ટિમાં જીવને જોઈએ તે-ખાન-પાન-માન-સન્માન વિગે૨ે જો તે હિંસાદિથી મળે તો તે રીતે કરવા લાગી જાય. પણ મનગમતું જોઈએ છે એ જ વાત છે અને જો અહિંસાદિથી એ ચીજો મળે તો પણ અપનાવે. જે ચીજ જોઈએ છે તે કઈ રીતે મળે તે જ વાત હતી. પાંચ-પચીસ વર્ષનું ચારિત્ર પાળવાથી આટલું બધું સુખ મળે તો ખોટું શું ? લેવામાં વાંધો શું ? સંયમના કષ્ટો થોડા કાળના અને સંસારના સુખો અસંખ્ય કાળના મળે છે. આ જ ગણિતથી ઓઘદૃષ્ટિમાં ચારેક ચારિત્ર પણ પાળ્યું. જેમ સંસારમાં તમે કોઈ ચીજ લેવા જાવ. તો આ ચીજ સારી છે, અહીં સસ્તી મળે છે, જ્યાંથી મળે ત્યાંથી પણ સસ્તી ને સારી મળે છે તો લઈ લ્યો. આવું ગણિત તમારૂં છે તેમ ઓઘદૃષ્ટિમાં પણ તેવું ગણિત હોય છે. એજ અહિંસા ત્યાં ગમી હતી તે આત્મસુખના લક્ષ્ય નહીં પણ સંસારના સુખના લક્ષ્ય હતી. ઓઘદૃષ્ટિવાળો અહિંસાનું પાલન કરે છે પણ તેની પાસે દૃષ્ટિ જ નથી. અને પહેલી દૃષ્ટિવાળો જીવ હિંસા કરે છે છતાં તેની પાસે દૃષ્ટિ છે. એટલે અહિંયા એનુ અંતઃકરણ બદલાયું છે. દૃષ્ટિમાં પરિવર્તન આવ્યું છે, હૃદય સુધર્યું છે, અંતઃકરણ એ જ આત્મા છે કારણ સુખ, દુઃખની અનુભૂતિ અંતઃકરણમાં થાય છે. અંતઃકરણને જ સુધારવાનું છે. અધિકરણ એટલે જેના દ્વારા આત્મા દુર્ગતિમાં જાય છે તે છરી, ચપ્પુ, કાતર, શસ્ત્રો વિગેરે. અત્યાર સુધી જે જે પત્ની-પુત્ર-પરિવાર વિગેરે સંસારમાં જેના ખાતર 2010_05 Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મેં ચકચૂર પાપો કર્યા, મારી બધી શક્તિ હોમી દીધી, એ બધાએ ભેગા થઈને મને રાગાદિના ઝેર જ પાયા છે. જેને મારા માન્યા તેમણે મને આ ચીજ પાઈ છે. આવો ખ્યાલ યોગની દૃષ્ટિમાં આવે છે. સંસારમાં જેને તમે તમારા માનો છો એ તમારાં કહેવાતા સ્વજનાદિ રાગાદિનું ઝેર પાવા સિવાય બીજું કાંઈ કરતાં નથી. એવી શ્રદ્ધા છે તમને ? યોગની દૃષ્ટિનું માહાત્મ સમજાયું છે ? હિંસા છે પણ દષ્ટિનો બોધ છે. પેલામાં અહિંસા છે. પણ યોગની દષ્ટિ નથી. અહીં હિંસા છે પણ અંતઃકરણની શુદ્ધિની આંશિક શરૂઆત થાય છે. જ્યાં સુધી હેય, હેયરૂપે ન લાગે ત્યાં સુધી ધર્મની મજા ન આવે. હિંસા કરે છે તેને કર્મબંધ થશે. પણ અંતઃકરણ શુદ્ધ છે. તો તે પછી અહિંસામાં આગળ વધવાનો છે. સંસાર ગતિ છે, ચક્રાવો છે, જેમ જેમ દષ્ટિ સુધરે તેમ તેમ ચક્રાવો ઘટે છે. આ બીજી દૃષ્ટિમાં નિયમ આવે છે. પહેલાં યમમાં નિવૃત્તિ હતી કે હિંસા ન કરવી, જૂઠ ન બોલવું, ચોરી ન કરવી, એ રૂપ ફકત નિવૃત્તિ જ હતી. એની સામે અહીં પ્રવૃત્તિ રૂપે નિયમનું પાલન મૂકે છે, ઈચ્છા નિયમ, પ્રવૃત્તિ નિયમ, ધૈર્ય નિયમ, સિદ્ધિ નિયમ. ધૈર્ય, સિદ્ધિ આગળ આવનારી ચીજ છે. અહીં શૌચ વિગેરે નિયમો હોય છે. શૌચ બે પ્રકારે છે. (૧) દ્રવ્ય શૌચ : કાયાને સ્વચ્છ કરે, કાયાને ચોકખી કરે, દેહની મલિનતા દૂર કરે, (૨) ભાવ શૌચ : જે મનને સ્વચ્છ કરે તે ભાવ શૌચ. જેનાથી આત્મા સ્વચ્છ બને, નિર્મળ બને. જૈન શાસન દેહના શૌચ ઉપર બહુભાર નથી મૂકતું. કારણકે દ્રવ્ય શૌચ છે. જેમ કે એક ઘડો હોય તે ઘણા લાંબા દિવસોથી લસણથી વાસિત થયેલો છે. તેમાંથી સુવાસ પ્રગટવી એ બહુ કઠિન છે. તેમ અનાદિકાળથી દેહ અશુચિમય તત્ત્વોથી ભરેલો છે. એવા દેહને સારો રાખવો, સારો રાખવા પ્રયત્ન કરવો તે ઘડામાંથી લસણની વાસ કાઢીને સુવાસિત કરવા જેવું છે. દેહને જેટલો સ્વચ્છ કરવા જઇએ તેમ તેમ તેનો રાગ વધે છે. દેહમાં હું પણાની બુદ્ધિ નીકળી જાય તો દેહ સારો રહે કે ખરાબ રહે, તેમાં આપણને શું નુકશાન ? ખોટા રૂપીયાની નોટો ખીસામાંથી પડી જાય કે ખીસું કપાય જાય તો બહુ દુઃખ થાય છે? કે હાય! મેં ઘણું ગુમાવ્યું એવું લાગે છે? ના. પણ જયાં ખોટામાં સાચાપણાની બુદ્ધિ છે, માટે દુઃખ થાય છે. દેહ એ ખોટું તત્ત્વ છે, દેહથી આત્મા ભિન્ન છે એ જાય તો શું નુકશાન થાય? આ વાત બરાબર બેસી જાય તો એ દેહને કંઈ થાય તો તમને શું નુકશાન છે? કશું જ નહીં. દેહથી ભિન્ન, સ્વજનાદિથી ભિન્ન આત્માને વિચારો છો ? આચાર અને ભાવનાયોગ વિના ધર્મ બળવાન ન બને. આચાર એ ગ્લોબ છે, જ્ઞાન એ ફીટીંગ છે, ભાવના એ પાવરહાઉસ છે. વર્ષો સુધી ઘર્મ-ક્રિયા કરવાં છતાં આગળ જીવ વધતો કેમ નથી ? તેમાં ભાવનારૂપી પાવર નથી. માટે કિયા મુડદાલ થાય છે. ચૈતન્યવંતી બનતી નથી. શ્રાવકોને દ્રવ્યશૌચ છે. સાધુને તો નથી જ, જેમ જેમ પાણીથી સ્વચ્છ કરતાં જઈએ તેમ તેમ રાગ વધે છે. અરિસામાં સાધુ મોઢું જોવે તો આયંબિલનું પ્રાયશ્ચિત 2010_05 Page #217 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનની અદ્દભૂત આચારસંહિતા ૧૮દ છે. ખાલી અરિસામાં જ નહીં, પણ પાણીમાં પણ મોટું ન જોવાય. અરિસામાં મોટું જોવાથી દેહનો રાગ જાલીમ પોષાય છે. આ બધી બેનો મોટા મોટા અરિસા રાખે છે. આરિસામાં મોટું જોયા કરે, બહુ ટાપટીપ કરે, સ્વચ્છ કરે તેને ભવાંતરમાં, ઉદર, બિલાડી, ગાય ભેંસ વિ.ના એવા ભવ મળશે. કે ત્યાં શરીરને સ્વચ્છ નહીં કરી શકાય. શ્રાવકને પૂજા માટે સ્નાન કરવાનું કહ્યું છે ત્યાં ઓછામાં ઓછા પાણીથી શૌચ કરવાનું કહ્યું છે. સાધુને પણ અંડિલભૂમિ ગયા પછી આવીને પગ ન બગડ્યા હોય તો શૌચ કરવાનું નથી પણ સામે બ્રાહ્મણાદિ બેઠા હોય તો તે અધર્મ ન પામે માટે પગ ઘૂવે અને કયારેક છબછબીયા કરીને પણ ધોવે અને પાછું પાણી સૂકાઈ જાય તેવી રીતે કરે. આવું વિધાન જૈન શાસન સિવાય કયાંય નહીં મળે કારણ કે પાણીનાં ટીપામાં પણ અસંખ્ય જીવો જૈન શાસને બતાવ્યા છે. જે છાશવારે ને છાશવારે પૃથ્વી આદિની વિરાધના કરે છે. તેને આ જીવોનો ખ્યાલ આવી જાય ને શ્રદ્ધા આવી જાય તો જીવ દૃષ્ટિમાં આવી જાય છે. જૈન કુળમાં પણ આજે આ શ્રદ્ધા જોવામાં આવતી નથી. આ શ્રદ્ધા આવી જાય તો જ અહીં અંતઃકરણની શુદ્ધિ થાય છે. આપણા તરફથી એકેન્દ્રિયાદિ જીવોને સતત ભય હોય છે. જેમ જીવને બળ ઘટતું જાય તેમ તેમ ભય વધતો જાય છે. જેમકે પુરૂષોને ભય ઓછો હોય, પુરૂષો કરતાં સ્ત્રીઓને ભય વધારે. તમારા કરતાં તમારી સ્ત્રીને ભય વધારે એના કરતાં બાળકને ભય વધારે, કેમ ? અસમર્થ છે. જેમ જેમ અસમર્થ હોય તેમ તેમ ભય વધારે. એમ એકેન્દ્રિયાદિ જીવો અસમર્થ છે. કાચા પાણીની ડોલને અડવામાં પણ પાપ છે. વનસ્પતિનો સંઘટ્ટો કરવાની આપણે ત્યાં ના કહી છે. એને અડવામાં એ જીવોને ભય (ત્રાસ) લાગે છે. મને મારી નાંખશે એવી અવ્યકત ભય સંજ્ઞા તેઓને ત્યાં સતત હોય છે. જૈન શાસનની અભૂત આચારસંહિતા નાનામાં નાના જીવને પણ કિલામણા ન થાય તેવો સુંદર આચારપાલનનો માર્ગ બતાવનાર જૈન દર્શન, સર્વ દર્શનોમાં શિરમોર છે. આચાર માર્ગમાં જૈન શાસન શિખર ઉપર છે. સર્વથા નિષ્પાપ જીવન અહીં ચારિત્રમાં શકય છે. એક જીવ પ્રત્યે પણ મન-વચન-કાયાથી લેશમાત્ર પણ હિંસાનો ભાવ પેદા થયો ત્યારથી ભાવ હિંસા ચાલુ થાય છે. અમારે સાધુને દરેક ક્રિયામાં ઇરિયાવહિયા શા માટે ? બહાર જાય, સ્પંડિલ જઈને આવે, દહેરાસર દર્શન કરીને આવે તો ઇરિયાવહિયા કરો. કારણ કે મારા દેહના અર્થે, મારા સ્વાર્થના અર્થે, મેં જે કાંઇ પ્રવૃત્તિ કરી તેમાં જે કાંઈ નાના નાના જીવોને કિલામણા કરી હોય તેનું પ્રાયશ્ચિત કરે છે. આ છે જૈન શાસનનો મૈત્રીભાવ! નાનામાં નાના નિગોદના જીવોથી માંડીને પંચેન્દ્રિય જીવો સુધી સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ કરવાનો છે. જીવો પ્રત્યે આવા મૈયાદિભાવવાળો એ આત્મા કયું પુણ્ય ન બાંધે ? ' 2010_05 Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ એ આત્મા કઈ શાતાદનીય ન બાંધે? એ આત્મા મરીને દેવલોકમાં જાય તેમાં નવાઈ શું? (૧) જીવનમાં નિમ્પ્રયોજન પાપોનો ત્યાગ, (૨) જરૂરી પાપોમાં પણ વિવેક અને (૩) જે કરે તેમાં પણ અકરણીયતાનો ખ્યાલ. આ ત્રણે અત્યંત જરૂરી છે. જૈન કુલમાં જન્મ્યા હોવા છતાં વાસ્તવિક ધર્મ પામ્યા નથી. યોગદષ્ટિ સુકોમળ હૃદયને પેદા કરે છે. જીવ-અજીવ, પાપ, પુણ્ય વિ.નું સ્વરૂપ સમજો. આત્માનું સ્વરૂપ સમજો. તેમાં જે પ્રવૃત્તિ આત્માને ખરાબ કરનાર છે. તેમાં હેયત્વની શ્રદ્ધાપૂર્વક અંતઃકરણ તૈયાર બનાવો. પહેલાં તો તેવી પ્રવૃત્તિ કરો જ નહીં, અને કરવી પડે તો કાયાથી ભળો પણ અંતઃકરણથી તેમાં ન ભળો. પ્રવૃત્તિ કરતાં અહીં જીવ છે કે નહીં? એટલું જ નહીં પણ અહીં જીવની સંભાવના છે કે નહીં ? સાધુ તે જાણ્યા પછી પ્રવૃત્તિ કરે, સાધુને પુંજીને જ બારણું બંધ કરવાનું. જીવ ન હોય તો પણ કેમ પુંજવાનું? એક તો જીવની સંભાવના છે માટે પુજવાનું અને બીજું કારણ પુંજયા વિના કરવાથી હૈયું કઠોર બને છે, માટે કોઈ પણ સંયોગોમાં હૈયું કઠોર ન બનાવાય. કાકડીની કચુંબર વાપરવાનો સાધુ માટે નિષેધ કર્યો છે. માનો કે કચુંબર અચિત્ત છે. સચિત્ત નથી. પણ છતાં નિષેધ કેમ? એ ખાતાં હું કાચું ખાઈ રહ્યો છું” એ જે પરિણામ છે, તે નિર્બસ પરિણામ છે. આ ચારિત્રજીવનના આચાર જુઓ તો ખરા !! આ આચારો તમને ગમવા જોઇએ. કાચું ખાવાથી નિર્ધ્વસતાના, કઠોરતાના પરિણામ આવે છે. જુઓ ! બાફેલું અનાજ પહેલા નંબરમાં છે. આરોગ્યમાં શ્રેષ્ઠ છે. પચવામાં પહેલે નંબરે છે. રાંધેલું અનાજ બીજા નંબરમાં છે. શેકેલું અનાજ ત્રીજા નંબરે છે. તળેલું અનાજ ચોથા નંબરે છે. તળેલું ખાવાથી પાચન શકિત નબળી પડે છે. આંબિલનો ખોરાક સર્વશ્રેષ્ઠ છે. આપણે આચારો સંપૂર્ણપણે પાળી ન શકીએ એ જુદી વાત છે. પણ એ સાંભળતા સાંભળતા અહોભાવ જાગે છે? આદર હોવો તો જરૂરી જ છે. તમને સાધુના આચાર સાંભળતાં આનંદ આવે છે? જગતનો એવો એક સંન્યાસી લાવો જે (કાચા) પાણીનો ઉપયોગ ન કરતો હોય, જે અગ્નિ સળગાવતો ન હોય, જે વનસ્પતિને અડતો પણ ન હોય. સમ્યગુ આચારપાલન બીજામાં ધર્મ પ્રગટ કરે છે ધના સાર્થવાહ (ઋષભદેવ ભગવાનનો જીવ) ક્ષિતિપ્રતિઠિત નગરથી વસંતપુર નગર કમાવા માટે જતાં હતાં ત્યાં તેમને એક વિચાર આવ્યો. મારી પાસે અઢળક સંપત્તિ છે. બધી રીતે હું પૂર્ણ છું , બધી રીતે સુખી છું. છતાં મને કમાવાનો લોભ સતાવે છે તો પછી જેની પાસે સંપત્તિ જ નથી, તેઓનું શું થતું હશે ?તેઓ શું કરશે ? માટે ઢંઢેરો પીટાવે છે. જેને વસંતપુર તરફ આવવું હોય તે બધા મારી સાથે આવો. તે બધાનું હું રક્ષણ કરીશ, ધન ન હોય તો ધન આપીશ. જેની પાસે જે ન હોય તે હું આપીશ. બધી જવાબદારી મારી, બધી સગવડતાઓ આપીશ, ઘણા મોટા સાથે સાથે તે જાય છે. સાર્થવાહના હૃદયની આ વિશાળતા છે. પુણ્યબંધનું કારણ 2010_05 Page #219 -------------------------------------------------------------------------- ________________ ભાવશૌચ ૧૮૮ છે. આના પરિણામે જ ઘર્મઘોષ મુનિ મળ્યા છે. તેઓ સાર્થવાહને કહે છે કે, અમારે પણ તારા સાર્થમાં જોડાવાની ભાવના છે. અમે પણ વસંતપુર નગર તરફ જવા ઈચ્છીએ છીએ, ત્યારે ઘના સાર્થવાહ કહે છે પ્રભો ! પધારો, પધારો, જરૂર પધારો. આપ તો ત્યાગી છો, મહાત્યાગી છો, આપ આવો તે મારે માટે વિશિષ્ટ આનંદનો વિષય છે. ત્યારે ધર્મઘોષમુનિ પોતાના આચાર સંભળાવે છે. અમને આવું ન ખપે વગેરે વાતો કરે છે ત્યારે તેને વિચાર આવે છે કે અહો ! કેવા સૂક્ષ્મ આચાર પાળી શકે છે? એમ સાંભળતાં અહોભાવ અંદરમાં પ્રગટે છે. પણ હૈયામાં દુર્ભાવ નથી થતો કે આવું શું ચૂંથ ચૂંથ કરે છે? અહીં જીવની ઉત્તમતા જણાઈ આવે છે, તેનો ગુણાનુરાગ પૂરવાર થાય છે. ઉત્તમ આચારો પ્રત્યે પ્રીતિ એ પણ પ્રશંસનીય છે. કારણકે તે પ્રીતિથી ઉત્તમ આચારો પ્રત્યે રૂચિ થાય છે અને પછી જીવનમાં સદાચારો પ્રગટી શકે છે. આ મહાત્માનું જીવન ગમ્યું ને સાથે આવવાની અનુજ્ઞા આપી. પછી યોગાનુયોગ પોતે કાર્યમાં વ્યસ્ત હોવાથી તેમની સાર સંભાળ લેવાનું બન્યું નહીં. તેમનું અસ્તિત્વ જ સ્મૃતિપથમાંથી નીકળી ગયું. ઘણા દિવસે પાછું યાદ આવતાં તેમની સાર સંભાળ લેતાં ભોજન માટે કહેતાં આચાર્ય ભગવંતાદિ વિનમ્રતાથી જણાવૈ છે કે આ ન ખપે પછી “ધી” જોયું. આ ખપશે? હા, જરૂર પધારો. ભાવથી ધી” વહોરાવ્યું અહોભાવ આવ્યો કે આવા ગુણીયલ સાધુઓ મારી ભૂલને ધ્યાનમાં પણ લેતાં નથી, અપ્રીતિ બતાવતા નથી. મારી ભૂલ પ્રત્યે દિશાસુચન પણ કરતાં નથી. ખરેખર વિશ્વાસથી લાવ્યા પછી તેમની સંભાળ મેં લીધી નથી. નીતિશાસ્ત્ર કહે છે કે આ પૃથ્વી હિમાલય અને આગ્સ જેવા પર્વતોથી ભારભૂત નથી. પણ તદની અને વિશ્વાસઘાતીથી ભારભૂત છે. હું મારી ફરજ ચુકયો. પણ ગુણી ગુણને જુએ છે. અવગુણી અવગુણને જુએ છે. મારે પણ ગુણદષ્ટિ કેળવવી જોઈએ સાધુઓ પ્રત્યે પરાકાષ્ઠાનો અહોભાવ જાગ્યો તેથી ગ્રન્થિભેદ થતાં તે સાર્થપતિ સમકિત પામે છે. ભાવશૌચ યમમાં નિવૃત્તિ છે, નિયમમાં પ્રવૃત્તિ છે. ભાવશૌચ મનને પવિત્ર કરે છે. સ્વચ્છ કરે છે. મનમાં જે વિકારો, દોષો, સંકલ્પ વિકલ્પ થાય છે. તે મનને બગાડે છે. તે મનમાંથી કલુષિતતા કાઢવાની છે. સ્વચ્છ-નિર્મળ અંતઃકરણ - તે જ મોક્ષમાર્ગ છે. મન બહુ જ ચંચળ છે. તેને નાથવું ભલભલા માટે કઠિન બની જાય છે. સાધુ માટે પણ કઠિન છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચારિત્રનું સુંદર પાલન કરે છે. તપ - ત્યાગ ઉચ્ચ કોટિનો છે. કાઉસ્સગ ધ્યાનમાં છે. આતાપના લઇ રહ્યા છે. પ્રભુ મહાવીરને વંદનાર્થે શ્રેણિક મહારાજા સપરિવાર જઈ રહ્યા છે. તે વખતે સૈનિકના વચનો સાંભળીને પ્રસન્નચંદ્ર રાજર્ષિ યુદ્ધના વિચારે ચઢી ગયા. બહારથી વેષ ચારિત્રનો છે. પણ હું સાધુ છું. તે વાત ભૂલાઈ ગઈ. 2010_05 Page #220 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જે ક્રિયા કરતાં કરતાં હું શ્રાવક છું એવું ભૂલાઇ જાય તો પાપ કરવા સહેલા છે. ક્રિયા કરતાં દેવ, ગુરૂ, ધર્મ, કુળ યાદ આવે. તો જ પાપથી બચી શકાય. જાતનું ભાન ભૂલાયા પછી જ પાપ થઇ શકે છે. ‘હું સાધુ છું તે ભૂલાઇ ગયું, ક્રિયા બદલાઇ ગઇ, રૌદ્રધ્યાન આવી ગયું. તેમાં એકાગ્રતા આવી ગઇ અંતઃકરણ મલિન બન્યું, સાતમી નરક ગતિ પ્રાયોગ્ય કર્મબંધ કરે છે. અંતઃકરણ કેટલું કિલષ્ટ બને, ત્યારે સાતમી ન૨કના દળિયા બંઘાય ? જેને અંતઃકરણને પવિત્ર કરતાં આવડે. તેજ સાચા ધર્માત્મા બની શકે છે. વેષ પણ ઘણા પાપથી બચાવે છે. “વેષોઽપિ પમાાં ” માથું મુંડાવાથી શું ? એવું ન કહેવાય, કુળ, માતા - પિતા, અને વાતાવરણને કારણે આપણે ઘણા પાપથી બચી શકીએ છીએ, આર્યદેશનો માનવ કદાચ પાપ પ્રવૃત્તિ કરવા જાય તો તરત તે મારા પિતા કોણ ? મારી માતા કોણ ? મારું કુળ કયું ? આવા વિચારો કરે તો તે ઘણા પાપોથી બચે છે. કુળની ખાનદાની ઘણા અનર્થોથી બચાવે છે. જૈન શાસનનો લોકોત્તર વિનય પણ અદ્ભૂત છે. જેમાં દવિધ સામાચારીનું પ્રતિક્ષણ પાલન હોય છે. જેનાથી સ્વચ્છંદતાનો નાશ થાય છે. આત્માની પૂર્ણ સ્વતંત્રતા પ્રગટ થાય છે. મર્યાદા એ બંધન નથી. પણ મુકિતનો માર્ગ છે. અમારે ત્યાં દરેક વસ્તુ પૂછી - પૂછીને કરવાનું વિધાન છે. જેનાથી અહંકાર તૂટે છે. કરતાં પહેલા જણાવો અને ક૨વા જતી વખતે જણાવો અને કર્યા પછી પણ જણાવો, મર્યાદાનું પાલન તે ધર્મ, અને તેનો ભંગ તે અધર્મ છે. વ્યવહાર ધર્મ ઉપયોગી છે. પ્રસન્નચન્દ્રને નરકના દળિયા બંધાયા હતાં. પણ નરકનું આયુષ્ય નહોતું બંધાયું, કયા પરિણામમાં આયુષ્ય બંધાય ? શાસ્ત્રો કહે છે “ઘોલમાન પરિણામે આયુષ્ય બંધાય છે.” ૧૮૯ સડસડાટ આત્મા ચઢતો હોય ત્યારે આયુષ્ય ન બંધાય અને સડસડાટ આત્મા પડતો હોય ત્યારે પણ આયુષ્ય ન બંઘાય. પણ મધ્યમ પરિણામે આયુષ્ય બંધાય છે. પરિણામો સ્ટેજ ઉપર નીચે થતાં હોય ત્યારે આયુષ્ય બંધાય તે વખતે જીવ અશુભ વિચારોમાં હોય તો દુર્ગતિનું આયુષ્ય બાંધે છે. જયારે જયારે ખબર પડે ત્યારે ખરાબ વિચારથી અટકો છો ? આભોગથી કરેલા પરિણામ વિશેષ કેટલું નુકશાન કરે છે ? પ્રસન્નચન્દ્રે મનોભૂમિકા ઉપર યુદ્ધ શરૂ કર્યું છે. એક પછી એક શસ્ત્રો ફેંકયા, છેવટે શસ્ત્રો ખૂટ્યા, રાજા હતો-એટલે છેવટે માથાનો મુગુટ ફેંકવાની તૈયારી કરે છે. તે વખતે માથા ઉપર હાથ જાય છે. ત્યાંજ તેઓ ચોંકી જાય છે. અ૨૨૨ ! મેં આ શું કર્યું ? હું કયાં છું અને શું વિચારો કરી રહ્યો છું ? માથા પર મુગુટ જ નથી. માથે મુંડન કરેલું છે. આ મુંડનનો પ્રભાવ છે. દ્રવ્યવેષ પણ કેટલો ઉપયોગી છે ? કેટલું કામ કરે છે ? જે અધ્યવસાયોમાં નીચે ને નીચે જ ઉતરતાં જતાં હતાં. જયાં ન૨ક પ્રાયોગ્ય કર્મના બંધ કર્યા હતાં. ત્યાં મસ્તક ઉપર હાથ ગયો. માથે મુંડન હતું, મુગુટ તો હતો નહીં. ત્યાં જ હું કર્યાં છું ? હું કોણ ? હું સંયમધર, હું ચારિત્રી, હું પ્રભુ મહાવીરનો શિષ્ય !! કયાં મારૂં ચારિત્ર ને કયાં અત્યારે હું ? એ ખ્યાલ _2010_05 Page #221 -------------------------------------------------------------------------- ________________ સંતોષ - ૧૯o આવતાં તરત જ જે મનોભૂમિ ઉપર યુદ્ધ ઉભું કર્યુ હતું, ત્યાં જ સમવસરણ ઉભું કર્યું. પશ્ચાત્તાપની ભઠ્ઠી સળગી ઉઠી. મનનું સંશોધન કરવા માંડયું. પહેલાં જે સંક્લેશનાં પરિણામ હતાં. તેમાંથી પાછા ફર્યા. અધ્યવસાય સુધરતાં ચાલ્યા, વિશુધ્યમાન બનવા લાગ્યા. પડયા ત્યારે પડયા અને ચઢયા ત્યારે એવા ચઢયા કે અટકતાં જ નથી. સાધુપણાના અધ્યવસાયથી પણ આગળ વધ્યા, વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધતમ અધ્યવસાય ઉપર ચઢયા, ક્ષપકશ્રેણી લાગી ગઇ, વીતરાગ બનીને કેવળજ્ઞાન પામીને રહ્યા. મન એ જ જગતમાં મહાન છે. મનનું શુદ્ધિકરણ કરવાનું છે. નિમિત્ત પામીને સફળ થવાનું છે. મનનાં વિકારોને સાફ કરતાં જવાનું છે. જે મનને શુદ્ધ કરે છે. તે જ સંસાર સાગરને તરી જાય છે. હવે બીજો નિયમ સંતોષ કહે છે. સંતોષ (૨) સંતોષ ઃ અધ્યાત્મને પામવા સંતોષ બહુ જરૂરી છે. આપણી પાસે ઇચ્છાઓનું ચક્ર ચાલે છે. તેને મેળવવા આત્મા પ્રયત્ન કરે છે. પ્રાપ્તિ કરે છે. એક ઈચ્છા પૂર્ણ કરે ત્યાં બીજી ત્રણ ઈચ્છા ઉભી થાય છે. એ ત્રણ પૂરે ત્યાં તેર ઉભી થાય છે. અતૃપ્ત આત્માને ઇચ્છાઓનો અંત જ નથી. ઇચ્છામાંથી ઝંખના પેદા થાય છે. સંસારની ચીજો આવશ્યક છે. પણ તે પ્રામાણિકપણે મેળવવી જોઈએ. અને પછી ઠરી ઠામ થવું જોઇએ અને આત્માની વિચારણા કરવી જોઇએ. કર્મના ઉદયે જે પરિસ્થિતિમાં મૂકાયા છો તે બરાબર લાગે છે? Positive approach જોઈએ. પ્રાપ્ત વસ્તુમાં સંતોષ જોઇએ. મનની ભૂખ ભાંગી શકાય તેમ છે જ નહીં. પુગલનું વિચિત્ર સ્વરૂપ ઓળખાય તો સંતોષ પ્રાપ્ત થાય અને ચિત્ત શાંત બને છે. અને શાંત ચિત્ત ધર્મ કરી શકે છે. ગ્રન્થિભેદ કયારે થાય? અંદરમાં નવી નવી ચીજોનાં-ઇચ્છાના ફણગા ફુટે ત્યારે ગ્રન્યિભેદ ન થાય. ઈચ્છા ખરાબ ચીજ છે, મળે તો પણ નુકશાન અને ન મળે તો પણ નુકશાન. ગરીબને ખાવાનું કેમ મળે તેની ચિંતા હોય છે. અને શ્રીમંતને ભૂખ નથી લાગતી તેની ચિંતા હોય છે. ગરીબને કેમ ભૂખ ભાંગે તે પ્રશ્ન મુંઝવતો હોય છે. શ્રીમંતને કેમ ભૂખ લાગે તે પ્રશ્ન મુંઝવતો હોય છે. ઉપયોગમાંજ સંસાર છે, ઉપયોગમાંજ મોક્ષમાર્ગ છે, અને ઉપયોગમાંજ મોક્ષ છે. સંસારની બધી બાહ્ય પ્રવૃત્તિથી અટકતા શીખવું જ પડશે. અંદરમાં હાયવોય હોય તો ધર્મની પ્રવૃત્તિ કયાંથી સારી થશે ? તત્ત્વને પરિણાવવાનું છે. વૈરાગ્ય પામવાનો છે. જેમ જેમ પદાર્થની ઇચ્છા તેમ તેમ કષાય થાય છે. અને કષાય ઉપયોગમાં હોવા તે જ સંસાર છે ને ઉપયોગમાં ઉપશમ ભાવ તે મોક્ષમાર્ગ છે. જયાં સંસાર છે. ત્યાં જ મોક્ષ છે. 2010_05 Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ . (૩) તપ- ખાવા પીવાની ક્રિયા બધી વિડંબના રૂપ લાગે છે ? ખાવું એ મારું સ્વરૂપ નથી. તીવ્ર આહાર સંજ્ઞાના પ્રતાપે તંદુલીયો મત્સ્ય સાતમી નરકે ગયો. ત્યાં કાયા નાનકડી જ છે. તંદુલ એટલે ચોખાના દાણા જેવડી જ છે. કાયબળ નથી, પણ મનોબળ મજબૂત છે. માટે કિલષ્ટમાં કિલષ્ટ પરિણામ કરી શકે છે. આપણે આજે પાપો કરીને, મરીને નરકમાં જઈએ તો બે નરક સુધી જવાય. દુઃખને સહન કરવા માટે મનોબળ અને કાયબળ બંને જોઈએ. અજ્ઞાન કેટલું ખરાબ છે ને દુઃખો કેવા ભોગવવા પડે છે તેનો ખ્યાલ આવવો જોઈએ. નિગોદનું દુઃખ વધારે કે નરકનું દુઃખ વધારે ? નિગોદના જીવોને મન જ નથી. નારકીને મન છે. નરકમાં ચાર ઠાણીયા અશાતાનો ઉદય છે. વ્યકત વેદનાની અપેક્ષાએ નારકીને જે દુઃખ છે તેવું નિગોદમાં નથી. નરકમાં વધુમાં વધુ ૩૩ સાગરોપમે છૂટકારો છે. જયારે નિગોદમાં અનંતો કાળ રહી શકાય છે. અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સુધી નિગોદમાં જન્મ - મરણ થાય છે. એક શરીરમાં એક સાથે અનંત જીવોને રહેવાનું. આહાર, શ્વાસોશ્વાસ વિગેરે બધા જીવોનું એક સાથે જ. એક આંખના પલકારામાં એક શ્વાસોશ્વાસમાં ૧૭ વાર મરણ અને ૧૮ વાર જન્મ હોય. આવા જન્મ-મરણના દુઃખો ત્યાં છે. આને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રમાં નરક કરતાં નિગોદનું દુઃખ અનેક ગણું વધારે કહ્યું છે. નિગોદમાં સમકિત પામી ન શકાય. નરકમાં સમકિત પામી શકાય છે. નિગોદમાં દુઃખ અવ્યકત છે. નરકમાં તીવ્ર અશાતાનો ઉદય છે. તીવ્ર વેદના છે નારકીનું એક એક દુઃખ મનુષ્યના દુઃખ કરતાં અનંત અનંત ગણું છે. ત્યાં સમાધિ રાખવી કઠિન છે. સંસારી જીવ અજ્ઞાન અને મોહથી જ ભરેલા છે. આત્માને કઇ રીતે બચાવાય ? આત્માને અશુભભાવમાંથી બચાવનાર કોઈ નથી. માનવ, માનવ બનીને વધુ ખાય - વારંવાર ખાય તો તે પશુ બને છે. માણસ બેથી વધુ વાર ખાય તો નુકશાન જ છે. છતાં ખાવામાં મર્યાદા હોવી જરૂરી છે. એકવાર ખાય તે આચારી કહેવાય, (૧) ભગવાને પણ “એગભd ચ ભોયણ” કહ્યું છે. શરીર છે તેને ખોરાક આપવો પડે, ૨૪ કલાકે તેને એકવાર ખાવાનું આપી દો. તેનો ખાડો પૂરી દો એટલે કામ પતી જાય છે. હવે બે વાર ખાય તે વેપારી (૨) તે વ્યાપારમાં વ્યગ્ર હોવાથી એકવાર ખાવાથી ન નભે. સાંજે ફરી ખાય, ત્રણવાર ખાય તે વ્યવહારી (૩) વ્યહારમાં બેઠો છે. કોઈને ઘરે જાય તો ચડા-ફોકી નાસ્તો લેવો પડે. ચાર વાર ખાય તે ભીખારી, (૪) ભીખ માંગી માંગીને પેટ ભરે છે. એક ટંકે પેટ પુરતું ખાવા મળતું નથી. માંડ માંડ ભીખ મળે છે. ચાર વાર ખાય ત્યારે પેટનો ખાડો ભરાય છે. પાંચવાર ખાય તે પશુચારી (૫) બિચારા પશુઓ ભટકી ભટકીને પેટ ભરે છે. હવે છ વાર ખાય તેના માટે કોઈ શબ્દ જ નથી. જીવવા માટે ખાવાનું છે ? કે ખાવા 2010_05 Page #223 -------------------------------------------------------------------------- ________________ સંતોષ ૧૯૨ માટે જીવન છે? એ વિચારવા જેવું છે. ખાવા-પીવાની ઇચ્છા આત્મા તરફ વળ વા દેતી નથી. સંતોષ આવે તો જ પાછળના ત્રણ નિયમો આવે છે. મળેલી સામગ્રીથી વિરામ પામવાનું છે. જ્યારે આત્મા પર ઈચ્છા કબજો લે છે, એટલે ધર્મ જાય છે. માટે જ લોભ છેલ્લો મૂકયો. લોભ ઉપર જ બધા કષાયો ટકે છે. તૃષ્ણા નામની વેદિકા છે. વિપર્યાય એટલે વિપરીત બુદ્ધિ-વિપરીત માન્યતા નામનું સિંહાસન છે. તેના ઉપર મોહરાજા બેઠેલો છે. અવિદ્યા નામની તેની ગાત્રયષ્ટિ છે. તૃષ્ણાની વેદિકા ઉપર જ મોહ ટકી શકે છે. તૃણા અને અજ્ઞાન પેરેલલ ચાલે છે. તૃષ્ણાનો નાશ કરવો હોય તો અજ્ઞાનનો નાશ કરવો જ પડે. સંતોષી માણસ તપ કરે ત્યારે તેને જે ચીજ ખાવા મળે તેમાં વાસ્તવિક સંતોષ આવી જાય છે. તપના ૧૨ પ્રકાર છે. બીજા કોઈ શાસનમાં આ ૧૨ પ્રકાર બતાવ્યા નથી. “તના નિર્મા ૨ ” આત્મા જેટલો તપમાં ઠરે તેટલી નિર્જરા વાસ્તવિક થાય. એક એક બાહ્ય તપ કરતા એક એક અત્યંતર તપથી નિર્જરા અસંખ્યગુણી છે. એ જેમ સાચું છે તેમ એક અત્યંતર તપ બાહ્ય તપથી ટકે છે એ પણ એટલું જ સાચું છે. માટે જ બંને તપ જરૂરી છે. ચોવિસ કલાકનો તપ અને જીવનભરનો તપ કરવાનો છે. માટે અનશન કરતાં ઉણોદરી મહાન છે. (૪) સ્વાધ્યાય : શ્રેષ્ઠ સ્વાધ્યાય કોણ કરી શકે ? શાસ્ત્રોનો સ્વાધ્યાય આત્મામાં ઉતરવા માટે છે. અતિશય ખાવાથી જીવ પ્રમાદી બને છે. તે સ્વાધ્યાયમાં લીન બની શકે? સ્વાધ્યાય દ્વારા પોતાના આત્માના દોષો દેખાવા જોઇએ. જેને દોષોનું દર્શન ન થાય તો તેનો સ્વાધ્યાય દેખાવનો છે. સ્વાધ્યાયરસિક આત્મા પદે પદે બાહ્ય ભાવને પકડે ને આત્માને ઉભો રાખે કે તું કયાં છે? આત્માના દોષોનું સંશોધન કરાવે તે સ્વાધ્યાય છે. આવો સ્વાધ્યાય જીવને આગળ લઈ જાય છે. છાપાથી ભવના ફેરા વધે છે. શાસ્ત્ર સ્વાધ્યાયથી ભવના ફેરા ટળે છે. (૫) ઈશ્વર પ્રણિધાન : પરમાત્માનું ચિંતન. સ્વાધ્યાયમાં તત્ત્વોનું ચિંતન હોય છે. અહીં પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવાનું છે. પરમાત્માનું ધ્યાન ચિત્તથી કરવાનું છે. પરમાત્માનું ધ્યાન કરવું હોય તો ચિત્તને સાફ કરવું જોઈએ. ભાવશૌચ જરૂરી છે. મન જયાં સુધી કામ, ક્રોધ, મદ, અહંકાર, ઈર્ષા, દ્વેષ આદિ ભાવોથી ભરપૂર છે. ત્યાં સુધી ભાવશૌચ કયાંથી પ્રાપ્ત થાય ? 2010_05 Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ભાવશૌચ બીજી દષ્ટિમાં કેવા નિયમો હોય છે. અને આ દષ્ટિમાં રહેલો જીવ કેવી ઇચ્છા ધરાવે છે તે બતાવે છે. ભાવશૌચ એટલે અંતકરણની શુદ્ધિ, તે બ્રહ્મચર્યના પાલન વગેરેથી થાય છે. અબ્રહ્મ અંતઃકરણને મલિન કરે છે. જીવનમાં મૈત્રાદિ ભાવો ન આવે તો પણ અંતઃકરણની શુદ્ધિ ન થાય. અને અંત:કરણની શુદ્ધિ માટે પુલ પ્રત્યે વૈરાગ્ય આવવો જરૂરી છે. અનિત્યાદિ ભાવનાઓનું નિરંતર સેવન કરવામાં આવે તો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને આ વેરાગ્ય સાચો ત્યારે બને છે જ્યારે જીવો પ્રત્યે મૈત્યાદિ ભાવો ખીલતા રહે. જેમ જેમ જીવો પ્રત્યે પ્રેમ આવે તેમ તેમ કષાયનો નાશ થાય છે. કષાયનો નાશ થતાં ગ્રન્થિભેદ શક્ય બને છે. પ્રેમતત્ત્વની ખીલવણી વગરનો વૈરાગ્ય એ ખાલી વૈરાગ્ય છે. શુષ્ક વૈરાગ્ય છે; વૈરાગ્યાભાસ છે. આપણાથી વિપરીત વિચારણા ધરાવનાર પ્રત્યે આપણને દ્વેષ આવે છે. વેરી પ્રત્યે પણ ઊંડાણમાં ખેદ હોય તો ભાવશોચ ન આવે. અંત:કરણની નિર્મળતા એ ભાવશૌચ છે. રાગ ન હોવો જોઈએ. તેમ ‘ષ પણ ન હોવો જોઈએ. રાગ-દ્વેષ બંને ઘટે ત્યારે વાસ્તવિક ભાવશૌચ આવે છે. જીવ રાગને, દ્વેષને તોડીને પ્રેમતત્વ ખીલવે છે. રાગ ચારિત્રમાં નડતર રૂપ છે.પણ પ્રેમ ચારિત્રમાં પુષ્ટિ રૂપ છે, ચારિત્રને અટકાવનાર રાગ-દ્વેષ છે. આ બેના અભાવમાં પ્રેમતત્ત્વ ખીલે છે. પ્રેમતત્વની ખીલવણી વગર જીવ ગુણસ્થાનકમાં આગળ વધે નહીં. સ્વાધ્યાય સ્વાધ્યાય જેને નિરંતર ગમે તેને સંસારની બીજી એક પણ પ્રવૃત્તિ ન ગમે. સ્વાધ્યાયરસ વિના આ ન બને. આપણી અંદરમાં પડેલા દોષોનું જે સંશોધન કરે તે સ્વાધ્યાય કહેવાય. આજે આપણને આપણા દોષો દેખાતા નથી હોતા. કારણકે હકીકતમાં અંદરમાં સ્વાધ્યાય નથી. પોતાના દોષો દુરબીનથી પણ ન દેખાય. અને બીજાના દોષો માઈક્રોસ્કોપ વિના પણ દેખાય છે. ભાવનાયોગ પણ સ્વાધ્યાય છે. પુસ્તક વાંચે, ગાથા ગોખે તે જ સ્વાધ્યાય કહેવાય એવું નથી. સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. વાચના પૃચ્છના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય જેને ગમી જાય તેના ભવના ફેરા ટળી જાય. જેને સ્વાધ્યાયમાં રસ હોય તેને ડીટેક્ટીવ નવલકથાઓ, છાપાઓ વગેરે કંઈ ન ગમે. આ બધી ચીજો સંસારમાં રખડાવનાર છે. પરિભ્રમણ વધારનાર છે. છાપા વાંચવા અને સ્વાધ્યાયમાં શું ફરક ? છાપા વાંચવા સ્વાધ્યાય ગણાય? છાપા વાંચ્યા પછી જો વૈરાગ્ય વધતો હોય તો ચાલો, સ્વાધ્યાય કહેવાની છૂટ, પણ છાપા વાંચ્યા પછી વૈરાગ્ય વધે છે કે વિકથા વધે છે ? જ્ઞાનીઓએ વિકથા કરવાની ના કહી છે. મનુષ્યસ્વભાવ છે કે જે વસ્તુ બહુ સાંભળવા મળે, જે વસ્તુ બહુ જાણવા મળે, જે વસ્તુ બહુ જોવા મળે, તે ચીજ તેને મેળવવાનું મન થાય છે. કેવળજ્ઞાન, વીતરાગતા મહાન છે, એ મેળવવાનું મન થતું નથી. કારણકે આજે 2010_05 Page #225 -------------------------------------------------------------------------- ________________ આર્ય દેશ મહાન કેમ ? ૧૯૪ વીતરાગતાની, કેવળજ્ઞાનની વાતો ચારે બાજુથી સાંભળવા મળતી નથી. સંસારની વાતો ઠામ-ઠામ ચોરે, ચીટે જોવા મળે છે. જીવનું માનસ છે કે જે સાંભળે, જે જુએ, જેનું આલંબન લે છે, તો તેના જેવો તે થાય છે, તે માટે, શું થયું છે? મારે કોના જેવું થયું છે ? એ પહેલાં નક્કી કરો. એટલે ધ્યેય આવી જાય છે. તમારે વીતરાગ થવું છે ? કેવળજ્ઞાન પામવું છે? આ લક્ષ્ય નક્કી છે ? એના કારણભૂત વિરતિ, સમ્યકત્વ જોઈએ છે ? એ નક્કી કરો. આર્ય દેશ મહાન કેમ ? આપણા આર્ય દેશને મોક્ષલક્ષી સ્થાન મળ્યું છે. આર્ય-ધર્મોમાં મોક્ષલક્ષી જ વાત હોય. આસ્તિક તે કહેવાય જેને આત્મા-પુણ્ય-પાપ-સદ્ગતિ, પરલોક, પરમલોકની વાત ગમે. અભવ્ય બધું જ માને છે. આઠ તત્ત્વ માને છે, પણ એ આસ્તિક નથી. પરમલોક જે મોક્ષ છે, તે માનતો નથી. બધું જ માને પણ સાથે પરલોક પણ માને તો આસ્તિક કહેવાય. આર્યદેશની મહાનતા આ છે. આ માન્યતાથી જ આર્યદેશના જીવો જીવતા હોય છે. આર્યત્વ આના ઉપર જ ખીલી રહ્યું છે. જ્યારે આર્યદેશમાં અનાર્યત્વની લેશ માત્ર છાયા ન હોય ત્યારે આત્માનો વિકાસ કેવો થાય ? તે કાળે આ દેશમાંથી કેટલા સંતો-મહંતો-મહાપુરુષો પાક્યા છે? આ વિશ્વમાં સૌથી વધારે મહાપુરુષોની દેન કોણે આપી છે ? જ્યારે આર્યદેશનું આર્યત્વ પુરબહારમાં હોય, પુણ્ય-પાપ, સદ્ગતિ-દુર્ગતિ, પરલોકપરલોકની વિચારણા જ્યાં ખૂબખૂબ ચાલે, તે ભૂમિ ઉપર મહાપુરુષો પાકે છે. જ્યાં ઘરઘરમાં માતાઓ, દાદીમાઓ નાના નાના બાળકોને સંધ્યાકાળે-રાત્રે ભેગાં કરી મહાપુરુષોની કથાઓવાર્તાઓ કહેતી હતી, જ્યાં આત્મા-પરમાત્માની વાતો થતી હતી, તેવા દેશમાં મહાપુરુષો પાક્યા છે. સૌથી વધુ મહાપુરુષો ગુજરાતની ધરતી ઉપર પાક્યા છે. ભારતમાં પણ ગુજરાતમાં જન્મ પામવો એ અતિ પુણ્યનો ઉદય છે, અહિં માણસના લોહીનાં કણેકણમાં અહિંસાના સંસ્કાર પડેલા છે. કારણ કે આ ભૂમિમાં માનવની રગેરગમાં અહિંસા કુમારપાળ મહારાજા વગેરેએ ફેલાવી છે. તેનો ધબકાર પ્રત્યેક જીવોમાં હતો. કેટલાક વર્ષો પહેલાની વાત છે. રાજકોટમાં ઢેબરભાઈ હતાં. તે સૌરાષ્ટ્રના ચીફ મિનિસ્ટર હતાં. તે સૌરાષ્ટ્રમાં કતલખાનું ખોલવા નીકળ્યા. હળવદ પાસે કતલખાનું નાંખવા આવ્યા. દીપચંદ વખતચંદ કહે - અહીં કતલખાનું નહીં ખોલાય, પેલા કહે ૧૦ કિ.મી. દૂર નાંખીશ તો તેમણે કહ્યું ૪૦-૫૦ કિલોમીટર દૂર પણ નહીં નંખાય. તો પેલા કહે મને ઓળખે છે? હું સૌરાષ્ટ્રનો ચીફ મિનિસ્ટર છું. ત્યારે તેમણે કહ્યું-તમે મને ઓળખો છો ? હું આખા હિન્દુસ્તાનના મહાજનના પ્રમુખ છું. હૃદયમાં આવી ભાવના હતી. કે આ પાપ તો ન જ જોઈએ. ખપી જવું પડે તો ખપી જઈશ. પણ આપણે જીવતા હોઈએ ને આ પાપ તો. ન જ થવા દેવાય. આખરે કતલખાનું ન નાંખવા દીધું. - જ્ઞાનીઓએ સ્વાધ્યાયને મહત્ત્વ આપ્યું છે. વીતરાગતા અને કેવળજ્ઞાનને બહુ ઘુંટ ઘુંટ કરશું તો તેના સંસ્કાર પડશે, તો આપણે આગળ વધી શકીશું, ને સંસાર તરી જઈશું. આપણે વીતરાગતાને રાગાદિ જેવા સમજીએ છીએ માટે વીતરાગતાની ઝાંખી નથી. આપણે કેવળજ્ઞાનને મતિજ્ઞાન જેવું સમજીએ છીએ માટે કેવળજ્ઞાનની ઝાંખી થતી નથી. 2010_05 Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ યોગદષ્ટિનાં અજવાળાં_ભાગ-૨ સ્વાધ્યાય સમાન બીજો કોઈ તપ નથી જેને સ્વાધ્યાયમાં રસ નથી, તે વિકથા જ કરે છે. ડીટેક્ટીવ સાહિત્ય, નોવેલોનું વાંચન પણ વિકથા છે. વિકથાના સંસ્કાર ભવોભવના પડેલા છે. આજે પુદ્ગલ મળે ને તન્મય થઈ જઈએ છીએ. પુલની પાછળ ગાંડા થઈ જઈએ છીએ. પુલ મળે ને ઉપયોગ ખેંચાઈ જાય છે, એ અનંતભવની વિકથાના સંસ્કારોનું ફળ છે. સ્વાધ્યાય મનુષ્યગતિમાં છે. આર્યજાતિ અને આર્યકુળમાં તો સ્વાધ્યાય એ જ મોટો તપ છે એમ જ્ઞાનીઓ કહે છે. સાધનામાં વિવેક જરૂરી સાધુને એકાસણું મોટો તપ છે કે ઉપવાસ મોટો તપ છે ? “ઈમાં ૨ જોય” એનો અર્થ શું કરવાનો? એકવાર ખાવું એ અર્થ છે. એનો અર્થ શું કરવાનો? એકાસણું કે આયંબિલ ? જો વિગઈ વિના તમારા સ્વાધ્યાયાદિ ટકી શકતા હોય તો વિગઈ ન વાપરો. અને વિગઈ વિના તમારા સ્વાધ્યાયાદિ ન ટકી શકતા હોય તો વિગઈ વાપશે. વિગઈનો ટેકો આપવો પડે તો આપો. અમારે એનો આગ્રહ નથી. પણ એક વાર વાપરવાનું, એકવાર ભોજન કરવું, એ વાત જરૂરી છે. તેનાથી નિરંતર સ્વાધ્યાયમાં રહેવાય છે. પુદ્ગલભાવમાંથી નીકળીને આત્મભાવમાં રહેતા શીખવાનું છે. જ્ઞાનદશામાં રહેવું એ જ તપ છે. આત્મસ્વરૂપમાં રહેવું એ મોટો તપ છે. અને એ આત્મભાવમાં રહેવા માટે જે વખતે જે ઠીક લાગે તેનો વિવેક કરીને આગળ ચાલો. આત્મભાવમાં રહેવાનું છે. ભોજન સમયે ખાવું-પીધું, ચાર દ્રવ્ય વાપર્યો કે ચોવીશ દ્રવ્ય વાપર્યા, તેની ઝાઝી ચર્ચા ન કરો. ભોજન ક્રિયા પતાવી દેવાની છે. ભોજન વખતે પણ આત્મભાવમાં રહેવાનું છે, અને ભોજન કર્યા પછી પણ આત્મભાવમાં રહેવાનું છે. સાધનનો સાધનભાવે ઉપયોગ કરી લ્યો. દિગંબરની જેમ વસ્ત્રાદિનું ખંડન ન કરાય, વાદ-વિવાદ ન હોય, આગ્રહ ન જોઈએ. જે ચીજ આત્માને આત્મભાવમાં રાખે તેનું ખંડન ન કરાય. સાધક આત્મભાવમાં રહેવા માટે જે સાધન જરૂરી લાગે, તે અપનાવી શકે છે. ઓછા-વધતા રાખી શકે છે. આપણે જે ચીજ વાપરતા ન હોઈએ તે બીજા અપનાવતાં હોય તેમાં એકાંતે આગ્રહ ન રખાય. નહીંતર ગ્રન્થિભેદ ન થાય. અન્યદર્શનમાં ગ્રંથિભેદ અશક્ય નહીં પણ દુરશક્ય જરૂર છે પતંજલિ સજ્જનતામાં, મહાનતામાં, મેત્રાદિભાવોમાં રમે છે. ક્યાંય કષાય નથી, માટે પૂ. હરિભદ્રસૂરિ મહારાજ તેને મહર્ષિ કહે છે. પતંજલિને મહર્ષિ કહ્યા, તો પણ તે ચોથી દષ્ટિમાં છે. હજી ગ્રસ્થિભેદ નથી થયો. પણ એ લોકો ગ્રન્થિભેદ જરૂર કરશે. બીજી ઘણી બધી સારી વાતો તેમની પાસે છે, પણ કોઈ એકાદ વાતના આગ્રહના કારણે તેઓ અટકે છે. જેમ કે ઈશ્વર જગત્કર્તા છે. કારણ કે ઈશ્વર વિના આ બધી ચીજ કઈ રીતે ઘટી શકે? ઈશ્વરકર્તુત્વ તેમની બુદ્ધિમાંથી ખસતું નથી. આપણે ત્યાં જસ્થાનની શ્રદ્ધા થાય તો સમ્યકત્વની પ્રાપ્તિ શક્ય બને છે, (૧) આત્મા છે (૨) તે પરિણામી હોતે છતે નિત્ય છે. (૩) કર્મનો કર્તા છે (૪) કર્મના ફળનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે. જેનેતરોને આ છ સ્થાનોમાં પૂર્ણ શ્રદ્ધા 2010_05 Page #227 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપ્રાણ ને ભાવપ્રાણ નથી. અજ્ઞાનતાના કારણે ઈશ્વરને કર્તા માને છે. ત્યાં અટકે છે. વિપરીત દિશામાં બોધ વહે છે, તે માટે ગ્રન્થિભેદ થતો નથી. અત્યંતર તપ મહાન છે. અત્યંતર તપ વિના બાહ્ય તપ ખાલી ખોખું બની જાય છે. સ્વાધ્યાય સાચો ત્યારે કહેવાય કે જેમાં જિનવાણીનો રસ પરાકાષ્ઠાનો બનતો જાય. જિનવાણીનું શ્રવણ એ અપૂર્વ સ્વાધ્યાય છે. વિકથા છોડવા માટે સતત ભક્તિ, સતત સત્સંગ કરવાનું કહ્યું છે. ક્રિયા એ પુદ્ગલનો ધર્મ છે. આત્માનો ધર્મ નથી. પુદ્ગલમાં સારી-ખરાબ બન્ને ક્રિયાઓ રહેલી છે. જો સારી ક્રિયા નહીં કરો તો ખરાબ ક્રિયા કર્યા વિના જીવ નહીં રહે. જીવને જ્યાં સુધી મતિજ્ઞાન છે, છદ્મસ્થાવસ્થા છે, ત્યાં સુધી કંઈ ને કંઈ વિચાર હોય જ છે. સત્સંગ દ્વારા સારી વિચારણા નહીં કરો તો આત્મા વિકથા કર્યા વગર રહેશે નહીં. ખોટી ક્રિયાથી બચવા માટે સારી ક્રિયા સતત કરવાની છે. ખોટા ભાવથી બચવા માટે સારા ભાવ કરો. સ્વાધ્યાય ન કરીએ તો અનન્ય-ગત્યા ખરાબ ભાવો આવી જાય છે. દ્રવ્યપ્રાણ ને ભાવપ્રાણ સ્વાધ્યાય વિના, સત્સંગ વિના, ભક્તિ વિના આત્માના ભાવ પ્રાણ ટકી શકતા નથી. દ્રવ્યપ્રાણ દસ છે. જેના બળે જીવ સંસારમાં જીવે છે. તે દ્રવ્યપ્રાણ નીકળે એટલે જીવનું મૃત્યુ થાય. ભાવપ્રાણ કેટલા ? આત્માના જ્ઞાનાદિ ગુણો - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ ભાવપ્રાણ છે. સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ વિના ભાવપ્રાણ ટકી શકતા નથી. જેટલો ટાઈમ કાયભાવમાં જીવ રહે તેટલીવાર ભાવપ્રાણ મરવા પડે છે. ભવમરણ અનેકવાર થાય છે. દ્રવ્યમરણ જીવનમાં એકવાર થાય છે.અને ભાવમરણ જેને વધારે તેને દ્રવ્યમરણ વધારે છે. ભાવમરણ અટકાવ્યા વિના દ્રવ્યમરણ અટકે નહીં. દ્રવ્યમરણ ન જોઈતું હોય તો ભાવમરણને અટકાવો, ચારિત્ર લીધા પછીથી જેને સ્વાધ્યાય નથી ગમતો તેના જીવનમાં સાધુતાનો આસ્વાદ આવી શકતો નથી. સાધુતાનો આનંદ એ સ્વાદ છે. સ્વાધ્યાય વિના સાધુતા ટકે નહીં પણ સ્વાધ્યાયનો રસ એવો ગાંડો ન હોવો જોઈએ કે એ ગુરુની ભક્તિ આદિ ન કરવા દે. ગુરુભક્તિ ચઢે કે સ્વાધ્યાય ચઢે ? એકબાજુ જ્ઞાન છે, બીજી બાજુ ગુરુભક્તિ છે. સ્વાધ્યાય કરતાં ગુરુભક્તિ ચઢે છે. કેમ કે ગુરુ મહાજ્ઞાની છે. જ્ઞાની ગુરુનાં બહુમાન, આદર વિના જ્ઞાન ભણો તો તે જ્ઞાન પરિણામ ન પામે, પચે નહીં. શાની ઉપર પ્રેમ-આદર બહુમાન વિનાનું જ્ઞાન એ શુષ્કજ્ઞાન છે. જ્ઞાન ચઢે કે ભક્તિ ચઢે ? ગુરુ એ ચારિત્રધર છે, ગુરુ સંયમી છે, ગુરુ જ્ઞાની છે, ગુરુ મહાન તત્ત્વ છે. એની ભક્તિ, બહુમાન વિના જ્ઞાન ન મળે. ૧૯૬ આપણે કોના જેવું થવું છે ? તે પહેલાં નક્કી કરો, તેનું મોડલ નક્કી કરો. મતિજ્ઞાનનાં ઉપયોગમાં એનો જ ફોટો પડ્યા કરવો જોઈએ. ગુરુ જ્ઞાની-અનુભવી હોવા જોઈએ. જો એને જ માર્ગનો બોધ ન હોય અને જો ઊંધે રવાડે ચડી જઈએ તો કેટલું નુકસાન થાય ? જ્યાં સુધી ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા વડે આત્મામાં ગુરુત્વ આવતું નથી ત્યાં સુધી ઉત્તમ ગુરુની સેવા-ભક્તિ છોડવી ન જોઈએ. જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી કહે છે કે 2010_05 Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ गरुत्वं स्वस्य नोदेति शिक्षासात्म्येन यावता। आत्मतत्त्वप्रकाशेन तावत्सेव्यो गुरूत्तमः ॥ (૧) ગમે તેવા વિકટસંયોગોમાં પણ પોતાના આત્માનું અનુશાસન કરવા રૂપ અને પોતાના આત્માને સ્વભાવમાં રાખવારૂપ ગુરુપણું પોતાના આત્મામાં ઉદય પામે નહીં, ત્યાં સુધી આત્મતત્ત્વનો પ્રકાશ કરવાના હેતુથી ગુરુકુલવાસ અવશ્ય સેવવો જોઈએ. અર્થાત્ ગુરુકુલવાસમાં ગીતાર્થગુરુની નિશ્રાએ રહી માર્ગના સૂક્ષ્મજ્ઞાતા બનવાનું છે અને ગ્રંથિભેદ કરી આત્માને ભાવચારિત્રમય બનાવવાનો છે. આવી સ્થિતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તો અવશ્યમેવ ગુરુકુલવાસ સેવવાનો જ છે. તે પછી પણ ગુરુકુલવાસ તો સેવવાનો જ છે પરંતુ તે પહેલા તો કોઈ પણ સંજોગોમાં છોડવાનો નથી. આત્મતત્વના પ્રકાશથી ગુરુપણું આવે છે. ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાના તાત્ત્વિકબોધ અને પ્રવર્તનથી આત્મતત્વના પ્રકાશરૂપ અત્યંતર ગુરુપણું - તાત્ત્વિક ગુરુપણું - નશ્ચયિક ગુરુપણું આવે છે. અને તે માટે આત્મતત્ત્વના પ્રકાશવાળા બાહ્યગુરુની સેવા અર્થાત્ તેમની ઇચ્છાનુસાર વર્તન જરૂરી છે, તેના દ્વારા આત્મતત્વનો પ્રકાશ થવાથી પોતાનામાં ગુરુપણું ઉદય પામે છે. પોતાની જાતના ગુરુ બન્યા સિવાય બીજા કોઈના ગુરુ બનવાની ઉતાવળ કરવા જેવી નથી. અનંતકાળમાં જીવ ચારિત્ર લઈ અનંત વાર ગુરુ બન્યો છે પરંતુ એક વાર પણ અનુભવ જ્ઞાની બન્યો નથી. ગુરુ બનતાં પહેલા શિષ્ય બનવું પડે છે. શિષ્યભાવ આવ્યા વિના કોઈના સાચા ગુરુ બની શકાતું નથી. એ શિષ્યભાવ લાવવા જ્ઞાની ગુરુની, અનુભવી ગુરુની બીનશરતિ શરણાગતિ જરૂરી છે. પરમાત્માની સાથેના અનુસંધાનથી જીવન નંદનવન બને છે. ઈશ્વરપ્રણિધાન – પરમાત્મસ્વરૂપનું ચિંતન, ધ્યાન, સ્મરણ તે ઈશ્વરપ્રણિધાન છે. ચિંતન-મનનમાં પરમાત્મ-સ્વરૂપનો ખ્યાલ હોવો જોઈએ. જો તે ન હોય, તો તે સ્વાધ્યાય પણ વાસ્તવિક નથી. કંઈ પણ પ્રવૃત્તિ કરતાં હદય શુષ્ક ન બનવું જોઈએ. હૃદયને આર્ટ બનાવવું જોઈએ. હૃદય પરમાત્માના સ્વરૂપથી ભીંજાયેલું હોવું જોઈએ. ફાધર વાલેસ લખે છે કે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ વચ્ચે અંતર અનંત છે પણ જો વચમાં પરમાત્મતત્ત્વ હોય તો જ તે બે ભેગા થઈ શકે છે. એકબીજાની વચમાં જોડનારું પરમાત્મતત્ત્વ હોય તો જ તે બે નિકટ આવી શકે છે. - ટાગોરે કહ્યું છે કે, માનવ-માનવનું મિલન કરાવનાર પરમાત્મતત્ત્વ છે. જે બેમાંથી એકમાં પણ જો પરમાત્મ તત્ત્વ ન હોય તો તે બે નિકટમાં નહીં આવી શકે. આ માનવ-માનવ મારો ભાઈ છે એવો ખ્યાલ ક્યારે આવે? પરમાત્માના માધ્યમથી આવે છે. જેમ જગતમાં આ મારો ભાઈ છે એવો ખ્યાલ બાપના માધ્યમે જ આવે છે, જ્યારે અમારા બંનેનો બાપ એક છે એવો ખ્યાલ આવે છે ત્યારે આ મારો ભાઈ છે, એવો ખ્યાલ આવે છે. તેમ વિશ્વની સૃષ્ટિમાં દરેકે દરેક મારા બંધુ છે. માનવમાત્ર મારો બંધુ છે એ ખ્યાલ, એવી ભાવના ત્યારે આવશે કે જ્યારે અમારા બંનેનો પરમાત્મા એક છે – એવું જણાશે. જ્યાં પરમાત્મતત્વ નથી ત્યાં બે વ્યક્તિ ભેગી થઈ શકતી 2010_05 Page #229 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપ્રાણ ને ભાવપ્રાણ ૧૯૮ નથી. અને કદાચ ભેગી થઈ હોય તો તે દ્રવ્યથી ભેગી થાય છે. આજે બંધુઓ-બંધુઓ પ્રત્યે પ્રેમ-લાગણી નથી. કેમ ? બંનેમાંથી પરમાત્મા નીકળી ગયા છે. શું અડી–અડીને રહેવાથી એક થવાય છે ? ના. ફાધરવાલેસ આ વાત દૃષ્ટાંત આપી સમજાવે છે કે, એક વૃક્ષ ઉપર ઘણી બધી કેરીઓ છે. ઝાડ ઉપર છે ત્યાં સુધી બધી કેરીને એક જ આંબામાંથી રસ મળી રહે છે. ત્યાં સુધી આનંદ કિલ્લોલ કરે છે. કેમ કે બધી કેરીઓનો સંબંધ પરમતત્ત્વ (આમ્રવૃક્ષ) સાથે જોડાયેલો છે. એમાંથી એનો રસ, હવા, પાણી, ખોરાક, ક્ષારો થડ શાખાઓ દ્વારા બધી કેરીઓને પહોંચે છે. એમાંથી પ્રણયનો સંદેશ મળ્યા કરે છે. વૃક્ષ ઉપર કેરીઓ ભલે જુદી જૂદી દેખાય છે. એક કેરી આ શાખા ઉપર ને એક કેરી પેલી શાખા ઉપર ભલે જૂદી હોય, પણ તે બધી કેરીઓ એક છે. કેમકે તે બધી કેરીઓનો પરમપિતા રૂપ વૃક્ષ એક છે. તે બધાનો પરમપિતા સાથેનો સંબંધ જોડાયેલો છે. એટલે જૂદી જૂદી શાખાઓ ઉપર દેખાતી જૂદી જૂદી કેરીઓ પણ એક છે. હવે બધી કેરીઓ તોડીને ટોપલામાં ભરી દીધી. ટોપલામાં બધી કેરીઓ સાથે છે. અડીઅડીને રહેલી છે. પણ તે દૂર દૂર છે. કેમ કે પરમપિતા સાથેનો સંબંધ તૂટ્યો છે. હવે એ કેરીનું જીવન કેવું? હવે આનંદ, કલ્લોલ, પ્રણય, ગોષ્ઠી બધું નાશ પામી જાય છે. હવે તો કોઈના જડબામાં ચવાવાની જ તૈયારી છે. એમ જો જીવનને આનંદમય બનાવવું હોય તો પરમાત્મતત્ત્વને તમે અપનાવતા જાવ. તમારા હૃદયમાં કે બીજાના હૃદયમાં જ્યારે પરમાત્મ તત્ત્વ ખીલે છે ત્યારે તે બે ભેગા થાય અને તે વખતે જે આનંદ અનુભવે તેવો કોઈ ન અનુભવી શકે. કારણ કે બંનેનાં હૃદયમાં પરમાત્મ તત્ત્વ એક સરખું ખીલેલું છે. તમે બે ભાઈઓ, માતાપિતા વગેરે કેટલા વખતથી સાથે રહો છો! પણ એકબીજાની અંગત વાત કોઈને કહો છો ! ના, નથી કહેતા. કેમ? શું કારણ? તમારું જીવન કેવું છે? તમારું જીવન ટોપલામાંની કેરી જેવું છે કે શાખા પરની કેરી જેવું છે ? ટોપલામાંની કેરી જેવું છે. શાખા પરની કેરી જેવું નથી. પણ એમાં જો કોઈ સંત, પરમસંત, જ્ઞાની-મહાત્મા આપણને મળી જાય ત્યારે કેટલો બધો આનંદ આવે છે ! કેટલો અહોભાવ જાગે છે ! તેના ચરણોમાં ઝૂકી પડીએ છીએ. સેવા કરવા તૈયાર થઈએ છીએ. જે કહે તે રીતે કરવા તૈયાર થઈએ છીએ. આત્મામાં ચોંટ લાગી જાય છે, વગેરે, વગેરે. તેનું શું કારણ ? જોકે આપણા હૃદયમાં પરમાત્મા નથી, પણ સામાના હૃદયમાં પરમાત્મા છે, બેમાંથી એકના હૃદયમાં પણ જો પરમાત્મા હોય તો શું કામ થાય છે! કેવું અદ્ભુત કામ થાય છે ? એવો આનંદ સ્વજનોની સાથે એક ઘરમાં રહેવા છતાં નથી મળતો. જ્યાં પરમાત્માનો વાસ નહીં, ત્યાં રહેવાથી કોઈ વિશેષ લાભ નહીં. આપણે જેની સાથે રહીએ છીએ તે બધા ય પરમાત્મ તત્ત્વ વિહોણા છે. પણ જ્યાં પરમાત્મતત્ત્વ એકમાં પણ ખીલ્યું હોય છે તો ત્યાં કેવું કાર્ય થાય છે ! પરમાત્માને કેવળજ્ઞાન થાય ત્યારે તેમની આસપાસ અસંખ્ય દેવો દોડાદોડી કરે છે, જઘન્યથી કરોડો દેવતાઓ સતત ફર્યા કરે છે. તિર્યંચો પણ સતત ફર્યા કરે છે. અનુકૂળ થઈને 2010_05 Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ રહે છે. છતાં થાક નહીં, ગ્લાનિ નહીં, કંટાળો નહીં. કારણ શું? પરમાત્માના પુણ્યોદયે સમવસરણમાં ભૌતિકતાનું દશ્ય પણ એવું અદ્ભુત, સુંદર હોય છે. ભૌતિકતાની ટોચ, ભૌતિકતાનું શિખર, ભૌતિકતાના પુણ્યોદયે, દેવમાં કે સમવસરણમાં ચઢિયાતો હોય ? દેવોને વૈક્રિય શરીર છે. પરમાત્માને ઓદારિક શરીર છે. છતાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, ત્રણે લોકમાં અદ્દભૂત, અલૌકિક પરમાત્માનું રૂપ હોય છે. “કોડી દેવ મિલકે કર ન શકે એક અંગૂઠ રૂપ પ્રતિછંદ' મિથ્યાત્વી દેવો પણ ખેંચાય છે. જગતમાં કદી જોવા ન મળ્યું હોય તેવું દશ્ય સમવસરણમાં જોવા મળે છે. એ દશ્ય જ એવું હોય કે જોતાં આંખ ઠરી જ જાય. તીર્થકર નામકર્મના પુણ્યોદયે ભૌતિક વાતાવરણ એવું અદ્ભુત સર્જાય છે. ત્યાં પરમ શાતા અનુભવાય છે. પરમાત્માના પરાકાષ્ઠાના પુણ્યોદયે સવાસો યોજનમાં આવનારા જીવોની અશાતા શાતામાં ફરી જાય છે. અશાતાનું શાતામાં સંક્રમણ થાય છે. અશાતાનો ઉદય શાતામાં Transfer (ટ્રાન્સફર) થઈ જાય છે. જેના સાંનિધ્યમાં રહીએ છીએ તેનામાં પરમાત્મતત્વ (પૂર્ણ) ખીલેલું છે. (૧) ત્યાં તીર્થકર નામકર્મનો રસોદાય એ ભૌતિકતાને સૂચવે છે. (૨) પરમાત્મા પાસે કેવળજ્ઞાન છે, તે આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા છે. આમ સમવસરણમાં ભૌતિક પરાકાષ્ઠા અને આધ્યાત્મિક પરાકાષ્ઠા બંને જોવા મળે છે. પછી ત્યાં ગયેલા જીવોને ખસવાનું મન ન જ થાય ને !!! દેવોને પણ પરમાત્મા પાસેથી ખસવું ન ગમે. ૫૦૦ યોજન સુધી મનુષ્યલોકની દુર્ગધ ઉછળે છે. છતાં કંઈ જ નહીં. પરમાત્માના પ્રભાવે બધું ગાયબ થઈ જાય છે. ને દેવો દોડીને આવે છે. દેવલોકમાં પણ આવું ભૌતિકતાનું શિખર નથી. પરમાત્મતત્ત્વ એક જીવ પાસે છે, ત્યાં પણ આવો અદ્ભુત આનંદ મળે છે. અને પરમાત્મતત્ત્વ વિનાના ટોળા ભેગા થાય, તોય એ આનંદ નથી મળી શકતો. યુરોપના એક સંત હતા, તે એકવાર ભારતમાં આવ્યા. તેમને દરિદ્રોદ્ધારક વિનોબાને મળવાનો પ્રસંગ બન્યો છે. આ ઊંચી કક્ષાને પામેલો આત્મા છે. સેવાભાવી છે, ત્યાગી છે, તે વિનોબાને મળવા ઇચ્છે છે. બંને મળ્યા. બંને સાથે અનુયાયી શિષ્યવર્ગ છે, બંનેએ એકબીજાને જોયા. આંખથી આંખ મળી, નિકટ આવ્યા. એક પણ શબ્દના વાર્તાલાપ વિના આનંદ એવો અનુભવ્યો કે ક્યારેય એવો આનંદ અનુભવ્યો નહોતો. જેને મૌન રહેવાથી આનંદ ન મળે તેને બોલવા દ્વારા આનંદ મેળવવો પડે છે. મૌનનો આનંદ ચઢે કે બોલવાનો આનંદ ચઢે? જો મૌનથી આનંદ મળતો હોય તો કોણ બોલે ? વેદન અને વર્ણન બંને સાથે ન થઈ શકે આપણા હાથમાં કેરી આવે ત્યારે બે ચીજ થઈ શકે છે. જીભ દ્વારા કેરીનું વર્ણન થઈ શકે છે અને જીભદ્વારા કેરીનો રસ ચાખી શકાય છે. સ્વાદ લઈ શકાય છે. પણ વર્ણન કરે તે સ્વાદ ચાખી ન શકે. અને સ્વાદ ચાખે તે વખતે વર્ણન ન કરી શકે. બંને ક્રિયા સાથે ન થઈ શકે. કેરીના વર્ણનનો આનંદ ચઢે કે કેરીના સ્વાદનો આનંદ ચઢે ? સમજી શકીએ છીએ કે વર્ણન કરવામાં (બોલવામાં) આનંદ નથી જ. મૌનમાં જ આનંદ છે. અંદરમાં જ ઠરવાનું છે. નિરંતર આત્મામાં આપણે રહી શકતા નથી. આપણે વિકથાના રવાડે ન ચઢી જઈએ, 2010_05 Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨00 ક્રિયા ભાવોત્પાદક છે - માટે જ્ઞાની પરમાત્મતત્ત્વની વાતો કરવાનું (બોલવાનું) કહે છે. Speech is silver but silence is Golden પરમાત્મા કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી બોલ્યા નથી, મૌન રાખ્યું છે. એજ બતાવે છે, કે બોલવામાં મઝા નથી. મૌનમાં આનંદ છે. જો બોલવામાં આનંદ હોત તો પ્રભુ મૌન શું કામ રાખત ? ઉપયોગને શુદ્ધ કરવાનું કામ કરવાનું છે. ઘાતી કર્મનો નાશ એ આપણું લક્ષ્ય હોવું જોઈએ, પણ આપણે અઘાતીને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. અઘાતીનો ફેરફાર કરવા મથીએ છીએ. આપણા જેવા મૂરખ કોણ હોય ? ઘાતીનો નાશ કરવા પરમાત્મા મૌન રહ્યા છે. ભલે, લોક પામે કે ન પામે. છતાં મૌન રહ્યા. લોક પામે એ મુખ્ય છે કે આત્મશુદ્ધિ એ મુખ્ય છે ? પરમાત્મા ક્યારે બોલ્યા ? કૃતકૃત્ય થયા પછી બોલ્યા છે. શુદ્ધદશાને પામ્યા પછી બોલ્યા છે. કૃતકૃત્ય થયા પછી ગમે તે કરે, અઘાતીના ઉદયે જે હોય તે કરે તેમાં આત્માને કંઈ નુકશાન છે ખરું? કંઈ જ નુકસાન નથી, જ્યાં સુધી કરવા કરતાં ન કરવામાં લાભ છે, ત્યાં સુધી ન કરવું શ્રેયસ્કર છે. આપણે એકાંતે મોન નથી રહેવાનું. પણ ઉપદેશને અનુસાર બોલવાનું છે. પણ જ્ઞાની કહે છે, તારી એ પ્રવૃત્તિમાં પરપીડન ન જોઈએ, પરોપકાર હોવો જોઈએ, વિકથા ન જોઈએ. સત્સંગ હોવો જોઈએ. અને છતાં સાથે સ્વરૂપ દષ્ટિ જો ન હોય તો તારો મોક્ષ નહીં થાય. તે યાદ રાખવાનું છે. પરમાત્મા જેવું મૌન આપણે ન લેવાય. પરમાત્માનું આલંબન લેવાનું છે. તેઓ તો જગત નિરપેક્ષ હતા. જગત નિરપેક્ષ જીવન પ્રભુ જીવ્યાં હતાં. આપણું તો સાપેક્ષ જીવન છે. જો જીવનમાં બીજાની અપેક્ષા છે તો કેવી રીતે જીવાય? અભવ્ય પાસે પરોપકાર છે, પરપીડન નથી. સત્સંગ છે, વિકથા નથી છતાં તેનો મોક્ષ કેમ નહીં? શું ખુટે છે? તેની પાસે સ્વરૂપદૃષ્ટિ નથી. માટે બધું જ જોઈએ. ઈશ્વર પ્રણિધાન એટલે શું કરવાનું? ઈશ્વર થવા માટે જે જરૂરી હોય તે આપણા જીવનમાં આવે તો તે ઈશ્વરપ્રણિધાન છે. આમાં ત્રણ positive છે, બે Negative છે. સાપેક્ષ જીવન જીવનારો જગતમાં નિરપેક્ષ જીવન જીવવાવાળાનું અનુકરણ ન કરી શકે. પણ નિરપેક્ષ જીવન જીવવાવાળાનો આદર્શ હોવો જોઈએ. (૧) પરોપકાર (૨) સત્સંગ (૩) રવરૂપદૃષ્ટિ એ Positive છે. (૧) પરપીડનનો અભાવ (૨) વિકથાનો અભાવ એ Negative છે. બધું હોય પણ સ્વરૂપદષ્ટિ ન હોય તો ન ચાલે. આ પાંચે હોય તો ઈશ્વર પ્રણિધાન કહેવાય !! ક્રિયા ભાવોત્પાદક છે - ઉપાધ્યાયજી કહે છે કે શરમાવર્તી જીવ હોય ને જ્ઞાનીએ બતાવેલી ક્રિયાઓ હોય તો શુભભાવ લાવે જ છે. વરૂપદષ્ટિના લક્ષ્ય કરેલા અનુષ્ઠાનોની એ તાકાત છે. જો તમે ભવ્ય છો, ચરમાવર્તી છો. ભાવમલનો હ્રાસ થયો છે, ચરમયથાપ્રવૃત્તકરણ છે અને જ્ઞાનીઓના કહેલા અનુષ્ઠાનો છે. આ ક્રિયાઓ શુભભાવ લાવે છે. ક્રિયાથી ભાવ આવી શકે છે. ક્રિયામાં એ તાકાત પડી છે. ક્રિયા ભાવ લાવવા સમર્થ છે. તમારું પ્રણિધાન દઢ ન હોય અને ન આવે તો વાત જુદી 2010_05 Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ યોગદષ્ટિનાં અજવાળાં-ભાગ-૨ છે. બાકી ક્રિયા ભાવ લાવી શકે છે. આમાંથી એક પણ હશે તો બીજું બધું ખેંચાઈને આવશે. પહેલાના વખતમાં ગામડામાં કોઈ મરી જાય ત્યારે છાતી કુટવાનો રીવાજ હતો. મરશીયા ગાતા જાય ને કુટતા જાય. એમાં નવી પરણેલી વહુ હોય, સાસરે ગયેલી હોય, જેણે જીવનમાં આવું જોયું ન હોય તોય તે કુટવા જાય? હા, પેલી બાઈઓની જેમ ફૂટે? હા, તેને આંખમાં આંસું આવે? હા, આવે. એ ક્રિયા અને એ દશ્ય જ એવું છે કે અનેકને રડતા જૂએ, અનેકને કૂટતા જૂએ તો તેની અસર એ વહુને થાય છે. અને એ પણ રડી પડે છે. એમ બહુ સારા વાતાવરણમાં આપણે બેઠા હોઈએ, અનેક આત્માઓ ભાવનાના હિલોળે ચડ્યા હોય, ત્યારે એ ભાવ, એ વાતાવરણ – તમને અસર કરે જ છે. કાળ પાક્યો ન હોય ને કાળમીંઢ પત્થર જેવું હદય હોય તો અસર ન થાય એ વાત છોડી દ્યો. તેમ ચરમાવર્ત ન હોય, કાળ પરિપાક ન હોય, તો અસર ન થાય બાકી ક્રિયાની-વાતાવરણની અસર છે જ. આજે મોક્ષમાર્ગ સમજવા આપણને મળ્યો છે. એ આપણો પુયોદય છે. બીજા પાસે ભૌતિક પુણ્ય છે. તમારી પાસે ભૌતિક અને આધ્યાત્મિક બંને પુણ્ય છે. તમારું પુણ્ય સર્વોપરી છે. સમજી શકો તો આ પુણ્યની અનુમોદના કરો. સફળ કરતાં શીખી જાવ કે આજે મને મોક્ષમાર્ગ મળ્યો, જિનવાણી મળી, તારક તત્ત્વોની ઓળખ મળી. શાસન મળ્યું. આત્મા સમજવા મળ્યો. મારા જેવો આ જગતમાં કોઈ પુણ્યશાળી નથી. ભૌતિક સુખો આ જગતમાં ઘણાને મળે છે. જ્યારે મને (આપણને) આત્મા ઓળખવા મળ્યો છે. આ રીતે તમારું હૃદય ભીંજાઈ જાય તો ઘણું પામી જવાય. ઉપદેશકની ઉપદેશકતા – સાચો ઉપદેશક તે છે કે જેને વ્યવહાર-નિશ્ચયનો યથાર્થ બોધ છે. બેમાંથી એકપણ ન છૂટી શકે. વ્યવહારનું બોલતાં નિશ્ચય છૂટવો ન જોઈએ. અને નિશ્ચય બોલતાં વ્યવહાર ન છૂટે. આ ઉપદેશકની કળા છે. આવો ઉપદેશ અપાય - ત્યાં જો લાયક શ્રોતા હોય તો શ્રોતાને લાભ થાય જ. છતાં તમે ભૂલો તો દોષ તમારો છે. પણ મારો નહીં. કોઈ પણ મારું નિમિત્ત પામીને ક્રિયા છોડે નહીં, મારું નિમિત્ત પામીને કોઈ ભૂલે નહીં, એનો હું સતત ખ્યાલ રાખું છું. આપણી પાસે આવનારાને આત્મા ગમવો જોઈએ. સ્વરૂપને પકડવાનું છે. અને વ્યવહાર માર્ગને આચરવાનો છે. જેમ જેમ કષાયને છોડતાં જઈએ તેમ સ્વરૂપ રુચિ વધતી જાય છે. સ્વરૂપને પ્રાપ્ત કરવા નિસ્પૃહ બનવું જોઈએ. ઉપદેશક હંમેશા નિસ્પૃહ હોવો જોઈએ. એને શ્રોતાની પાસે શું અપેક્ષા હોઈ શકે? કારણ કે તમારી પાસે છે જ શું? સ્પૃહા નીકળ્યા પછી જ ઉપદેશ સાચો આવે. પરમાત્માના શાસનની સમ્યગુ દેશના અતિશય અતિશય પુણ્યોપાર્જન કરાવે છે. - યોગગ્રંથની ઉપયોગિતા આત્માના વિકાસક્રમમાં યોગદષ્ટિ કેવી રીતે ભાગ ભજવે છે તે બતાવે છે. પરિણતિ ઊભી કરવા માટે યોગદૃષ્ટિ છે. યોગગ્રન્થોના રહસ્યો જાણ્યા વિના મોક્ષમાર્ગનું તલસ્પર્શી જ્ઞાન થતું નથી. યોગગ્રન્થોનાં તલસ્પર્શી અભ્યાસ વિના આત્મા પરિણતિને સૂક્ષ્મ બનાવી શકતો નથી. 2010_05 Page #233 -------------------------------------------------------------------------- ________________ પહેલા ગુણઠાણા અને ચોથા ગુણઠાણાના કષાયવેદનમાં તફાવત ૨૦૨ - સાધુજીવનમાં પણ શરુઆતમાં આચારગ્રન્થોનું અધ્યયન જોઈએ. આચારનું જ્ઞાન મેળવ્યા પછી, આચારોનું પાલન કર્યા પછી, યોગગ્રન્થોનો અભ્યાસ કરવો જોઈએ. જેથી મોક્ષમાર્ગ સમજાય છે. જીવનમાં સુંદર પરિણતિ ઉભી થાય છે. “યોગગ્રન્થના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે, ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂર નાશે” (૩૫૦ ગાથાનું સ્તવન) અને હું સાવું એવી મોટાઈ કરે છે, તે આત્મામાંથી ગુણો ભાગવા માંડે છે. મેલે વેષે મહિયેલ મહાલે, બક પર નીચો જોઈને ચાલે, જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, તે કેમ મારગ હાલે.” (૩૫૦ ગાથાનું સ્તવન). - ઈર્ષા સમિતિ આદિ પાંચ સમિતિનું સુંદર પાલન કરેમલ-મલિન ગાત્ર હોય, મેલાંઘેલાં વસ્ત્ર ધારણ કરતો હોય, નિર્દોષ સાધુ ચર્યાનું પાલન હોય, છતાં જો મોક્ષમાર્ગનો બોધ નથી; તે અનાયાસે સંસારમાર્ગને પુષ્ટ કરે છે. યોગના બોધ વિના જે ઉપદેશ આપશે તો મોક્ષમાર્ગને બદલે સંસાર માર્ગની પુષ્ટિ કરી નાંખશે. અન્ય આત્માઓને ઊંધે રવાડે ચડાવી દેશે. માટે ઉપદેશકની જવાબદારી વધી જાય છે. કે ક્યાંય સંસારમાર્ગની પુષ્ટિ ન થઈ જાય. યોગમાર્ગની જ પુષ્ટિ થવી જોઈએ. પહેલા ગુણઠાણા અને ચોથા ગુણઠાણાના કષાયવેદનમાં તફાવત પર પરિણતિ અને સ્વ પરિણતિનો ભેદ જીવનમાં સમજાવો જોઈએ. આપણા ઉપયોગમાં જેટલો કષાયાંશ છે, જીવ કષાયમાં રમે છે, તે પર પરિણામ છે, અને ઉપશમ ભાવ છે, તે સ્વ-પરિણામ છે. ચોથા ગુણઠાણે જ્ઞાનધારા પણ છે અને કર્મધારા પણ છે. ગ્રન્થિભેદ થયાં પહેલાં બંનેને એકમેક વેદી રહ્યો હોય છે. જ્યારે ચોથા ગુણઠાણે જ્ઞાનધારા જુદી વેદાય છે. ને કર્મધારા જુદી વેદાય છે. સમ્યક્ત પામ્યા પછી બંને છે ખરી !! પણ જુદી વેદાય છે, કારણ કે સમ્યત્વી પોતાના આત્મઘરને ઓળખી લે છે. પોતાનું અને પર શું છે ? તે ઓળખી લે છે. સમ્યક્ત આવ્યા પછી સ્વરૂપનો ખ્યાલ આવે છે. રૂચિ સ્વરૂપ તરફ વળેલી હોય છે. જ્યારે રુચિ સ્વરૂપમય બને છે ત્યારે તે જીવ જે જે પ્રવૃત્તિ કરે તેમાં મન કેવું ભળે ? રાગ-દ્વેષ કષાય કેવા ભળે ? ચોથા ગુણઠાણે અનંતાનુબંધી સિવાય ત્રણ કષાયની ચોકડીનો ઉદય છે. ક્રોધાદિ એક કષાયનો ઉદય હોય પણ એ ત્રણે ક્રોધનું એક ઉદય પરિણમન હોય છે. અને પહેલા ગુણઠાણે ચારે કષાયનો ભેગો ઉદય હોય છે. અને તેમાં અનંતાનુબંધીનો ઉદય મુખ્ય છે. ચોથે અનંતાનુબંધી ગયો એટલે ઉપયોગમાંથી રાગ-દ્વેષનું તાદાભ્ય ગયું. ઉપયોગમાંથી કષાયોની એકમેકતા તૂટી એટલે સ્વરૂપ અનુભવાય છે. રાગ-દ્વેષનું તાદાભ્ય અહીં તૂટ્યું, એટલે કે રાગ-દ્વેષ વેદાય છે ખરાં પણ તેનો Force તૂટી ગયો, ઘટી ગયો એટલે પછી રાગ-દ્વેષ વેદાય તે કેવા વેદાય છે ? જાણે ઉપર ઉપરથી કષાય તરતાં હોય તેવું લાગે છે. જાણે ઉપર ઉપરથી કષાય વેદાઈને નીકળી જતાં હોય તેમ લાગે છે. તે પહેલાં કષાય અંદર એકમેક થઈને વેદાતાં લાગે છે, પહેલા ગુણઠાણા કરતાં ચોથા ગુણઠાણાનું વેદન જુદું જ પડી જાય છે. આ છે સમ્યકત્વની પ્રાપ્તિથી પરિણતિનો ધરખમ ફેરફાર!!! માટે જ સમ્યકત્વથી ભવની 2010_05 Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ગણત્રી ગણાય છે. સમ્યકત્વની પ્રાપ્તિથી સંસાર મુટ્ટીમાં આવે છે. સંસારને સાગરની ઉપમા આપી છે. સંસાર સાગર જેવો છે, તે અજ્ઞાનીઓ માટે છે., જ્ઞાની માટે તો સંસાર ચુલુક જેવો છે, ખાબોચીયું બની જાય છે. આજે ગ્રન્થિભેદ કરી શકતાં નથી, એનું જૈનકુળમાં જન્મેલાને ને જેનશાસન પામેલાને લેશમાત્ર દુઃખ નથી. છે દુઃખ? સ્વરૂપની ભૂખ લાગી છે? સ્વરૂપના અભાવમાં, સમ્યક્તના અભાવમાં “હું બહુ ભટક્યો, બહુ ભટકયો” એવી પ્રતીતિ થતી હોય. હું ક્યારે છૂટીશ? ક્યારે સમ્યકત્વ પામીશ?ક્યારે મોક્ષ મળશે? આવી ચિંતા થતી હોય તો તે નિકટ મોક્ષગામી છે. હવે મારે કેટલા ભવ કરવા પડશે? હવે મારો ક્યારે છૂટકારો થશે? આવી વિચારણા સતત આવે છે? જો આ વિચાર ન આવે તો આપણા કર્મ ભારે છે. આ વિચાર એકાદ વખત નથી કરવાનો, પણ આ વિચારણા સતત ચાલુ રહેવી જોઈએ. સતત આ વિચારણાને ઘુંટવાની છે. જેને આ સતત ઘૂંટાય તેનો સંસાર રસ તૂટી જાય છે. સંસારનો રસ તૂટ્યા પછી જે સંસારની પ્રવૃત્તિ થાય છે તે મુડદાલ છે. ઉપશમભાવ એ સ્વરૂપ છે, ઉપશમભાવ પોતાનું ઘર છે. કષાય એ આત્મા માટે પરદેશ છે. કષાય એ પરદેશી શાસકો છે. પરદેશીઓ આત્મામાં ઘુસી ગયા છે. ગાંધીજીને પરદેશીઓ (અંગ્રેજો) આંખમાં ખેંચી ગયા હતાં. આખી જિંદગી એ અંગ્રેજો સાથે વuit India ચળવળ ઉપાડી હતી. એમને અંગ્રેજો ખટકતા હતા. આપણને કષાયો ખટકે છે? આપણામાં કષાય ઘુસી ગયા છે એમ લાગે છે ? ક્વીટ કષાયની ચળવળ ઉપાડવી છે? કષાયો ઘણું નુકસાન કરે છે. કષાયો વધે તો વિલાસિતા વધે છે. અને કષાય ઉગ્ર બને તો જીવ દુર્જન બને છે. ચોથા ગુણઠાણે બંને વેદાય છે પણ કષાય એ પર પરિણતિ છે, એનો સતત ખ્યાલ હોય છે. અને કષાય આત્માના સ્વરૂપને ક્ષણે ક્ષણે દબાવે છે. “પર પરિણતિ પોતાની માને, વર્તે આરતધ્યાને, બંધ-મોક્ષ કારણ ન પીછાણે, તે પહેલે ગુણઠાણે” કષાય સારા લાગે છે તેને આર્તધ્યાન વર્તે છે. અથવા આર્તધ્યાનના કારણભૂત સંકલ્પ-વિકલ્પોમાં વર્તે છે. કષાય ગમે, કષાય પોતાના લાગે, કષાય સારા લાગે તેઓને કષાયના વિપાકોને ઓળખવા માટે ઉપમિતિભવપ્રપંચો કથા ગ્રંથ પર્યાપ્ત છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો અને કષાયોનું સ્વરૂપ ઉપમિતિકારે પહોળું કરીને બતાવી દીધું છે. કષાયો-વિષયો ક્યાં રહે છે ? કયા નગરમાં રહે છે? તેના ભાઈ–બેન કોણ છે?તેના મા-બાપ કોણ છે? બધું સ્વરૂપ ખોલ્યું છે, એ વાંચતાં એમ થાય કે અચરમાવર્તકાળમાં હું પણ આ રીતે જ વર્યો છું. યોગમાર્ગને સમજવો હશે તો એને સ્વ-પરિણતિ, પર-પરિણતિને ઓળખવી પડશે. એ માટે પહેલાં સ્વજન-પરજનને ઓળખવા પડે છે. સ્વ કોણ? ગુણો એ સ્વ છે, પર કોણ? દેહાદિ બધું પર છે. આ વિવેક ચાલુ છે ? બંધમોક્ષકારણ ન પીછાણે, તે પહેલે ગુણઠાણે.” ઉપાધ્યાયજી મહારાજસાહેબે કહ્યું છે -- બંધ-મોક્ષ, સંવર-નિર્જરા, આ બધા પરિણામને ઓળખવાની તાકાત જ નથી, જેને ખબર જ નથી, તે બધા પહેલે ગુણઠાણે છે. યોગગ્રન્થો આત્મામાં પરિણતિ ઊભી કરવા માટે છે. યોગગ્રન્થનું શ્રવણ માત્ર પર્યાપ્ત નથી. એના દ્વારા પરિણતિ ઊભી કરવાની છે. તો શ્રવણની પણ વાસ્તવિકતા છે. 2010_05 Page #235 -------------------------------------------------------------------------- ________________ સમર્પણની સાધના એ આંતરિક સાધના છે. ૨૦૪ આ બીજી દૃષ્ટિમાં ઉગ નામનો દોષ જાય. પહેલી દષ્ટિમાં ખેદ ન હતો. પણ ક્રિયા લાંબી ચાલે તો ત્યાં ઉદ્વેગ-કંટાળો આવવાની શક્યતા હતી. કંટાળો પેદા કરે તે ઉગ નામનો દોષ આ બીજી દૃષ્ટિમાં નીકળી જાય છે. યોગમાં ઉલ્લાસ આવે તો આગળ વધી શકાય છે. અને યોગમાં ઉલ્લાસ આવે તો ઊંચું પુણ્ય બંધાય છે. જે સંસારથી થાકે છે, જેને સંસારની ક્રિયામાં થાક લાગે છે, અને જેને સંસારની ક્રિયામાં ત્રાસ લાગે છે, તેને યોગમાં ઉલ્લાસ આવે છે. જે યોગમાં થાકે તેને સંસારમાં ઉલ્લાસ આવે છે. મોહનું બળ, અને સાથે અજ્ઞાનનું બળ સંસારમાં જીવને આનંદ ઊભો કરે છે. અને યોગમાં થાકકંટાળો-ઉદ્વેગ ઊભો કરે છે, બીજી દૃષ્ટિમાં સંસારનો ઉલ્લાસ ઘટી જાય છે માટે ધર્મક્રિયામાં થાક લાગતો નથી. અને જે ક્રિયામાં ઉલ્લાસ નહીં તે ક્રિયા વેઠ રૂપ થાય છે. જેમ કે મજૂર તમારી સોનાની પાટ ઉપાડે. ચાર કિલોમીટર ઉપાડીને ચાલે તો પણ તે સોનાનો માલિક નહીં, તેણે તો વેઠ જ કરી છે. જીવ જે ક્રિયા કરે છે તેમાં ઉપયોગ ન ભળ્યો તો તે ક્રિયા વેઠ રૂપ થઈ કહેવાય. તેનું ફળ મામુલી જ મળે છે. જે ક્રિયામાં ઉલ્લાસ-આનંદ નહીં તેના સંસ્કાર નહીં પડે અને મામુલી પુણ્યબંધ થાય. ધર્મની ક્રિયાઓમાં પ્રીતિ અનુષ્ઠાનમાં ધર્મની શરૂઆત કહી છે. પ્રીતિ એટલે પ્રીતિહર્ષ-ઉલ્લાસ-આનંદ-મમતા. આ પ્રીતિ-મમતા-ઉલ્લાસ આવે તો જ અનુષ્ઠાનમાં વિશેષતા દેખાય. તો જ શુભભાવ જાગે. તે આત્મા પ્રીતિથી કરે છે. કારણકે જ્યાં પ્રીતિ-ઉલ્લાસ, હર્ષઆનંદ હોય ત્યાં તેના પ્રતિપક્ષી, તેના વિરોધી પરિણામ-ખેદ, અનુત્સાહ, કંટાળો, થાક વગેરે આવે જ નહીં. પરલોકહિતકારી અનુષ્ઠાનમાં પ્રીતિ-ભક્તિ ભળે તો તે ફળદાયી બને છે. પહેલી દષ્ટિમાં ખેદ ન હતો. કંટાળો ન હતો. પણ લાંબી ક્રિયા ચાલે અને નિમિત્ત મળે તો કદાચ કંટાળો આવી જાય છે. સંસારની ક્રિયા કરવા બેસે ને લાંબી ચાલે તો?ચાર કલાક વિકથા કરવા બેસે તો થાક નથી લાગતો, કારણ કે ત્યાં રાગ છે. પ્રીતિ છે. બીજી દૃષ્ટિનો બોધ છાણના કણના પ્રકાશ જેવો છે. અગ્નિ દબાયેલો છે. પવનનો ઝપાટો આવે તો ભભૂકે છે, એમ બહારના નિમિત્તો મળે તો પાછા પેલા ખેદ-ઉદ્વેગ આવી જાય. વ્યાખ્યાન લાંબુ ચાલે, પ્રતિક્રમણની ક્રિયા લાંબી ચાલે તો, સ્વાધ્યાયાદિ યોગમાં કંટાળો - ઉદ્વેગ આવે છે, એટલે એ ક્રિયાઓ પ્રીતિ આદર-ઉલ્લાસ ન હોવાના કારણે વેઠ રૂપ બને છે, પ્રીતિ અને ભક્તિ ભળે તો તે પરમાત્માના ઘરનું અનુષ્ઠાન છે. જો ધર્મને યોગ બનાવવો છે તો ધર્મમાં પ્રીતિ ઊભી કરો. અને તે સંસારની પ્રીતિ જેમ જેમ ઘટશે, ત્યારે ધર્મમાં પ્રીતિ થશે. - સમર્પણની સાધના એ આંતરિક સાધના છે. વાચસ્પતિ મંડન મિશ્ર નામના પંડિત થઈ ગયા. તેમને જ્ઞાનનો એટલો બધો રસ, એટલો બધો રસ કે લગ્ન કરવાની તેની ઇચ્છા નથી. તેમને બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખવી છે. સ્વાધ્યાય ખંડમાં બેસીને દિવસોનાં દિવસો પસાર થાય છે. પરણવું નથી. છતાં બાપના કહેવાથી તે પરણે છે. પરણવા ગયો, ચોરીમાં બેઠો, લગ્નવિધિ થઈ, પરણ્યો, વહુને લઈને ઘરે 2010_05 Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ આવ્યો. પણ જાણે કંઈ જ ખબર જ નથી. પરણીને પાછો, સીધો પોતાના સ્વાધ્યાય ખંડમાં પુસ્તકોના ઢગલાની વચ્ચે બેસી ગયો છે. પત્નીએ જોયું કે મારા કરતાં જ્ઞાનનો રસ વધારે છે. લખાણનો રસ વધારે છે. સંસારનો રસ નીચોવાઈ ગયો છે. શું એ સ્ત્રીને ભોગની ઇચ્છાઓ નહીં હોય? ના, છે. નવી પરણેલી છે, ભોગની ઇચ્છાઓ છે. પણ આર્યદેશની સ્ત્રીઓ છે. સન્નારી છે. તેની ઇચ્છાઓ વંઠેલી ને વકરેલી ન હોય. તે સમાધાનના માર્ગે જનારી હોય. આર્ય સન્નારી ઘરને પરણે છે. માત્ર વરને નથી પરણતી. અને પોતે બીજાને સુખી કરવા માટે પરણે છે. માત્ર પોતે સુખી થવા માટે નહીં, જ્યારે આજની સ્ત્રીઓની વૃત્તિમાં નરી સ્વાર્થોધતા-ભોગાંધતા હોવાથી ન ફાવે તો છૂટાછેડા, પુનર્લગ્ન, ગર્ભપાત, વ્યભિચાર વગેરે પાપોને સેવીને આર્યાવર્તની સંસ્કૃતિ ઉપર કાળો કુચડો ફેરવે છે. ભૂતકાળની કેટલીય સતીઓના બલિદાનથી ચાતરેલા ચીલાઓને ભૂંસી નાંખવાનું બંધ કરવાનું દુઃસાહસ આજની શિક્ષિત બેનો કરે છે. તે અત્યંત વિચારણીય છે. સદાચારની તક કર્મસત્તા આપે છે. છતાં તેનો શાંત સ્વીકાર કરી શકતા નથી. આર્યદેશમાં સદાચારથી ઇચ્છાઓને નિયંત્રિત કરવાની છે. પોતાનામાં પડેલી ઇચ્છાઓને સદાચારથી નિયંત્રિત ન કરે તો તે સજ્જન રહી શકતો નથી. યોગ્યપાત્ર મળે તો ઇચ્છાઓને તૃપ્ત કરે, પણ પુત્ર ન મળે તો ગમે તે રીતે, ગમે તે મા, તેને તૃપ્ત ન જ કરે, વિકૃતમાર્ગે ઇચ્છાઓને પોષવાના ધંધા તો ન જ કરે. આજે કૂતરા કેમ પાળે છે? માણસનો પ્રેમ નથી અને કૂતરાનો પ્રેમ છે ? પ્રેમ કરવા લાયક જગતમાં કૂતરા છે કે માણસ? વિચારણીય બાબત છે, કેટલાક તો કૂતરાની સાથે સૂઈ જાય છે. હાથથી પંપાળે છે. તેને રમાડે છે. નવરાવે છે. વગેરે. વગેરે. આ અંદરમાં વિકૃતિ છે, માટે આવું કરે છે. એક કૂતરા પાછળ કેટલો ખર્ચ છે ? એના બદલે પરોપકારના કામ કોને? અંદરની ઇચ્છાઓ કેટલી વિકૃત બનેલી છે. તેનો આ નમૂનો છે. આ સ્ત્રી વિચારે છે મારા પતિને મારા કરતા જ્ઞાન ઉપર વધુ પ્રેમ છે. સાહિત્ય સર્જન ઉપર વધુ રસ છે. જ્યાં હૃદયનો રાગ છે. સાચી પ્રીતિ છે, હૃદયનો સંબંધ જેની સાથે જોડાય છે, ત્યાં જીવ બધું જ કરવા તૈયાર થાય છે. આ સ્ત્રી પતિને પૂર્ણ સમર્પિત છે. પોતે તો રાત-દિવસ નીચું ઘાલીને લખ્યા કરે છે, આ સ્ત્રીએ તેની સેવાનો ભેખ લીધો. તેની રૂમ સાફ કરવી, કચરા-પોતા કરવા, પાણી ગળીને માટલી મૂકી આવવી. દીવો કરવો. રાત્રે તેલ ખૂટી જાય તો, અડધી રાત્રે પણ તેલ પૂરવું વગેરે બધું જ નિયમિત વ્યવસ્થિત કરે છે. તેમના કાર્યમાં અલના ન પડે તે રીતે કરે છે. આમ આ રીતે એક વર્ષ, બે વર્ષ નહીં, પણ ત્રીસ ત્રીસ વર્ષના વહાણા વહી ગયા. ત્રીશ વર્ષમાં ગ્રન્થ સર્જન સિવાય વાચસ્પતિ મિશ્રને બીજો કોઈ રસ નથી. પણ આ બાઈએ પણ તેમની પાસે ભોગની પ્રાર્થના કરી જ નથી. ત્રીશ વર્ષ પછી આજે તે દીવામાં તેલ પુરવા આવી છે. ત્યારે આ ભાઈ ઊંચું જુવે છે. તત્ત્વ ઉપર આપણને આવો રાગ આવી જાય તો બેડો પાર થઈ જાય. કર્મના ભુક્કા થઈ જાય. આ પૂછે છે -- “બાઈ ! તું કોણ છે ?” આપની દાસી છું.” “પિતાજી શું પગાર તને આપે છે ?” સ્વામિન્ ! આપની અર્ધાગના 2010_05 Page #237 -------------------------------------------------------------------------- ________________ સમર્પણની સાધના એ આંતરિક સાધના છે. ૨૦૬ - છું. આપણે ત્રીસ વર્ષ પહેલાં લગ્નગ્રન્થિથી જોડાયાં હતાં. ત્યારે એને થાય છે કે આ-હાહા(જાણે સ્વપ્નામાંથી જાગ્યો હોય તેમ) મેં ત્રીશ વર્ષ સુધી એની સાથે વાત પણ કરી નથી! એની સાથે એક દિવસ પણ બોલ્યો નથી ! મેં એની સામું પણ જોયું નથી. અને એને મારા માટે ૩૦ વર્ષ આટલો બધો ભોગ આપ્યો !!! તો હું મહાન કે એ મહાન !! એ એના ઉપર આફ્રીન થઈ ગયો. તે વિચારે છે કે હવે આને માટે શું કરાય? ૩૦-૩૦ વર્ષ સુધી અથાગ મહેનત કરી જે બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખી હતી તેની ઉપર પોતાની પત્નીનું નામ, “ભામતી” ટીકા તરીકે તે ગ્રંથને પ્રસિદ્ધ કર્યો. “યાવચ્ચન્દ્રદિવાકરો” એનું નામ અમર કરી દીધું. જ્યાં પ્રીતિ હોય, ઉલ્લાસ હોય, ત્યાં કેવું કાર્ય થાય છે ? એમ જ્યાં ખેદ-કંટાળો-થાક ઉત્સાહનો ભંગ હોય ત્યાં અનુષ્ઠાનો-ધર્મક્રિયાઓ સામાન્ય બની જાય છે. એનાથી વિશેષ લાભ થતો નથી. ખેદ-કંટાળો-ઉદ્વેગ એ મલિન ભાવ છે. મલિન ભાવથી કરેલી ક્રિયામાં શુભભાવ ક્યાંથી આવે ? ક્રિયામાં આચાર મુખ્ય છે. પંચાચારમય ધર્મ છે. એ પાંચ આચારમાં વિર્યાચારને એક સ્વતંત્ર આચાર મૂક્યો છે. અન્ય જ્ઞાનાદિ ચારમાં વીર્ય ભળે તો જ તે જ્ઞાનાચારદર્શનાચારાદિ બને છે એટલે એમાં વીર્યાચાર સમાઈ જાય છે. છતાં વીર્યાચાર બિન કેમ મૂક્યો છે ? એટલા માટે વર્યાચાર બિન મૂક્યો છે, કે સામાન્યથી તો વીર્ય દરેકમાં હોય જ છે. સામાન્ય પુરુષાર્થ હોય છે. પણ મારે જે આચાર સાધવો છે, જે યોગ સાધવો છે, તેમાં મારા વીર્યને પુરેપુરા ઉત્સાહથી, ભાવોલ્લાસથી, જોમથી ફોરવીશ. તો જ તેમાં વિર્યાચારનું પાલન થયું ગણાય. તો જ તે જ્ઞાનાચાર બનશે. તો જ તે દર્શનાચાર બનશે. તો જ તે ચારિત્રાચાર બનશે. તો જ તે તપાચાર બનશે. મામુલી વીર્યથી કાર્ય સિદ્ધ નહીં થાય. જ્યારે જે યોગ લો છો તેમાં વીર્યને સંપૂર્ણ રીતે ઠાલવો. આજુબાજુમાંથી ખેંચીને વીર્યને તેમાં ઠાલવો, અન્યત્ર વીર્ય ખેંચાયેલું છે. તેને પાછું ખેંચી લો. આજુબાજુમાંથી રૂચિ નીકળી જાય તો વીર્ય ખેંચાય છે. જ્યાં રુચિ ત્યાં વિર્ય. “રુચિ અનુયાયી વીર્ય, રુચિ ધર્મમાં તો વીર્ય પ્રવર્તન ધર્મમાં. રુચિ સંસારમાં તો વીર્ય પ્રવર્તન સંસારમાં. અધ્યાત્મમાં રુચિ મુખ્ય બની જાય છે. રુચિ પણ એક પ્રકારનું જ્ઞાન છે. જ્ઞાનદર્શન-ચારિત્ર એ ત્રણે જ્ઞાનનાં જ વિભાગ છે. (૧) બોધ અંશ તે જ્ઞાન છે (૨) રુચિ અંશ તે દર્શન છે (૩) પરિણતિ તે ચારિત્ર છે એટલે કે વસ્તુ તત્ત્વનો યથાર્થ બોધ તે જ્ઞાન છે, તેમાં હેયોપાદેયનો વિભાગ કરી ઉપાદેયમાં રચિ તે દર્શન છે. ઉપાદેયને અનુરૂપ વીર્યપ્રવર્તન તે ચારિત્ર છે. “જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો, નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો.” (ઉપાધ્યાયજી) 2010_05 Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ આકરી એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનદશા, તે જ્ઞાનદશા કઈ ? તે ક્યારે આવે? નિર્વિકલ્પક ઉપયોગ તે આકરી જ્ઞાનદશા છે. સાતમા ગુણઠાણાથી આ દશા આવી શકે છે. આવી જ્ઞાનદશા તે ચારિત્ર છે. જેટલા અંશમાં રાગાદિ ઘટે તેમ તેમ નિર્વિકલ્પતા પ્રાપ્ત થતી આવે છે. પણ તે વ્યવહાર નિર્વિકલ્પતા છે. તે આવે અને જાય છે.પારમાર્થિક નિર્વિકલ્પતા કેવળજ્ઞાનમાં છે ત્યાં પેદા થયેલી પારમાર્થિક નિર્વિકલ્પતા આવ્યા પછી જતી નથી, વચમાં પ્રાપ્ત થયેલી નિર્વિકલ્પતા આવે છે ને જાય છે. જ્ઞાનદશા ઉત્કટ બને, એટલે જ્ઞાન સ્વરૂપમાં સ્થિર થાય. અને એ સ્વરૂપમાં સ્થિરતા એ જ ચારિત્ર છે. અને રુચિ વિના સ્વરૂપમાં સ્થિરતા આવે ક્યાંથી ? રુચિ એ જ દર્શન છે. સ્વરૂપમાં સ્થિરતા એ જ ચારિત્ર છે. માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર એક બને છે – અભેદ બને છે. પાંચ આચારમાં વીર્યાચાર જુદો કેમ મૂકયો ? જુદો વર્યાચાર મૂકવા દ્વારા એ વાત જણાવી રહ્યા છે કે પારલૌકિક હિતકારી ક્રિયામાં જો તમારું વીર્ય ન ભળે તો તમારો આચાર વાસ્તવિક ન બને. તેમાં ઉપયોગ અર્થાત્ concentration વધવું જોઈએ. ઉપયોગ ન ભળે તો એ ક્રિયા બને છે. પણ યોગ નથી બનતો. યોગ એ મોક્ષમાર્ગ છે. જ્ઞાનીઓ ક્રિયાને મોક્ષમાર્ગ નથી કહેતાં. જેમાં આદર-બહુમાન-પ્રીતિ નથી, સ્વરૂપ પામવાની રુચિ નથી, તે ક્રિયા યોગ નથી બનતી. અચરમાવર્તમાં યોગ નથી. ભોગ છે. અચરમાવર્ત બાલ્યકાળ છે. અચરમાવર્તમાં જીવ બાળક જેવો છે. કોઈ ધર્મ પામી ન શકે, તેવી સ્થિતિ છે. ચરમાવર્તિમાં જ યોગની પ્રાપ્તિ થાય છે. આપણી બધી ક્રિયા યોગ બને છે ? કે ખાલી ક્રિયા રહે છે ? યોગથી મોક્ષની પ્રાપ્તિ છે.માટે યોગ એ મોક્ષમાર્ગ બન્યો. ક્રિયાને યોગમાં transfere કરવાની છે. તે ક્યારે બને ? તે તે ક્રિયામાં પ્રીતિ-ઉલ્લાસ-આનંદ-એકાગ્રતા-બહુમાન ભળે તો, અને તેમાં વિર્ય ઠલવાય તો ક્રિયા યોગ બને છે, પણ વીર્ય ક્યારે ઠલવાય ? સંસારમાંથી વિર્ય પાછું વળે, સંસારમાંથી વિર્ય પાછું ખેંચાય, ત્યારે ધર્મક્રિયામાં વિર્ય ઠલવાય છે. વીર્ય પાછું કેવી રીતે વળે ? સંસારમાં નુકસાન છે તે સમજાય ત્યારે, સંસારમાંથી રુચિ ઊઠી જાય ત્યારે ત્યાંથી વિર્ય પાછું વળી શકે છે. જ્યાંથી વીર્ય પાછું ફેરવવું છે, તેના નુકસાન દેખાવા જોઈએ. કષાયો આત્માને વિડંબના કરનાર છે એવું લાગે છે ? કષાયો ખરાબ લાગતા નથી. વિષયોમાં સતત પ્રવૃત્તિ કરીએ છીએ માટે આપણી ધર્મક્રિયા યોગરૂપ બનતી નથી. આપણી ધર્મક્રિયા યોગરૂપ બને, તે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. ને જે ક્રિયા યોગરૂપ નથી બનતી, તેનાથી મામુલી પુણ્ય બંધાય છે. અનુમોદનાથી પણ સંસાર સાગર તરી શકાય બળભદ્ર મુનિ જંગલમાં રહે છે. રૂપરૂપના અંબાર છે. રૂપમાં સ્ત્રીઓને મોહ ન થાય માટે જંગલમાં રહેવાનું તેમણે પસંદ કર્યું છે. જંગલના પ્રાણીઓ હરણાં, સસલાં, શિયાળીયા વગેરે પણ તેમની સંયમ સાધનાનાં Charged Field થી પ્રભાવિત થયાં 2010_05 Page #239 -------------------------------------------------------------------------- ________________ અનુમોદનાથી પણ સંસાર સાગર તરી શકાય ૨૦૮ હતાં, તેમના પ્રત્યે અહોભાવથી જોતાં હતાં, નમતાં હતાં. તેમાં એક હરણીયું છે, તેમની ક્રિયા જુએ છે. તેમની સાધુચર્યા સતત જુવે છે. તેને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ દેખે છે, પૂર્વભવમાં હું શ્રાવક હતો. અંતિમ સમયે ધર્મ વિરાધ્યો. અશુભભાવમાં આવ્યો. માટે શ્રાવકપણું પાળવા છતાં વિરાધનાના કારણે હું અહીં આવ્યો, અને પશુજાતિમાં જન્મ્યો અને આ જંગલમાં હરણ બન્યો. આ બધું સ્મરણ થવાથી, પૂર્વભવ જોવાથી તેને મહાત્મા પર પ્રીતિ જાગે છે. કેવી પ્રીતિ થઈ ? અતિશય પ્રીતિ થઈ છે. મહાત્માને માસક્ષમણનો તપ છે. મહાત્મા ગોચરી રોજ જતાં નથી, ઉપવાસ કરી રહ્યા છે, તે સમજી શક્યો છે. મહાત્માના પારણાની ચિંતા એ કરી રહ્યો છે, ૩૦ દિવસ થઈ ગયા છે. આજે ચોક્કસ પારણું છે. જંગલમાં ફરે છે. કોઈ વટેમાર્ગ આવે, કોઈ કઠિયારો આવે તો પકડી લાવું. આવા ભાવમાં જંગલમાં હરણ ભટકી રહ્યું છે. આ તેનો ભાવ યોગ છે. ધર્મ હૃદયથી સ્પર્શે છે ત્યારે આ બધો યોગ બને છે. હરણીયાની આ બધી ક્રિયા યોગરૂપ છે. તેને જંગલમાં એક કઠિયારો મળી ગયો. મનના ભાવોનું પણ એક જગત છે. હૃદયની પણ એક ભાષા છે. બધી વાતો મોઢેથી કરવાની નથી હોતી. હરણીયું કઠીયારાની પાસે જઈ, તેના પગમાં આળોટે છે. પોતાના ભાવો વ્યક્ત કરે છે. પેલો કઠીયારો હરણીયાના હદયના ભાવો, તેના હૈયાના હાવભાવ સમજી જાય છે. કઠીયારાનું ધોતીયું મોઢામાં નાંખીને, ખેંચીને લઈ જાય છે. જ્યાં મહાત્મા હતાં, તેની પાસે લઈ ગયો. તેની પાસે વચનયોગ છે. પણ અસ્પષ્ટ છે. આપણે સમજી ન શકીએ. પણ તિર્યંચો તે ભાષાને સમજી જાય છે. અને પશુની ભાષાનો મનુષ્ય અભ્યાસ કરે તો મનુષ્ય પણ જાણી શકે છે. કઠીયારો સમજી ગયો. મહાત્માને વહોરવા લઈ જાય છે. પોતાની સાથે લાવેલું ભાથુ મહાત્માને વહોરાવે છે. કઠિયારો પહેલા ગુણઠાણે છે. પચાત્તાપથી હરણીયું ચોથા-પાંચમા ગુણઠાણે છે. પૂર્વભવમાં શ્રાવક હતો. અને મહાત્મા છદ્દે-સાતમે ગુણઠાણે છે. ગુણસ્થાનકનું અંતર ત્રણે વચ્ચે ઘણું છે. આ તરફ વહોરાવવાની ક્રિયા ચાલી રહી છે. ત્રણે આત્માઓ શુભભાવમાં વર્તી રહ્યા છે. હરણિયું મનમાં ઉમદા ભાવના ભાવી રહ્યું છે. પ્રભો! મેં કેવી વિરાધના કરી જેથી મને તિર્યંચનો ભવ મળ્યો ! હું ધર્મને હારી ગયો છું. પોતાની ભૂલનો પારાવાર પશ્ચાત્તાપ કરે છે. મહાત્માની અનુમોદના કરે છે. આ મહાત્મા પોતાના મનુષ્યભવને સફળ બનાવી રહ્યા છે. તપ-ત્યાગ-વૈરાગ્ય-સંયમનું શુદ્ધ પાલન કરી રહ્યા છે. માસક્ષમણના પારણે માસક્ષમણ કરી રહ્યા છે. કઠીયારો પણ કેવો પુણ્યશાળી છે ! કેવો ભાગ્યશાળી છે ! સુપાત્રમાં દાન આપી રહ્યો છે. મારી પાસે આમાનું કંઈ જ નથી. તેની આંખમાંથી અશ્રુ વહે છે. જો હું માણસ હોત તો હું પણ મુનિને વહોરાવત. પહેલા ગુણઠાણે આવા શુભભાવ, એ મામુલી નથી. જો આ ભાવ મામુલી હોય તો તે જે રીતે આગળ વધે છે, તે વાત શી રીતે બની શકે ! મેં તો પૂર્વભવમાં મળેલું શ્રાવણકપણું વિરાધ્યું છે. આ કઠિયારો મળેલી શક્તિનો અને સામગ્રીનો કેવો સદુપયોગ કરી રહ્યો છે ? આવા આવા ભાવો હરણિયું કરી રહ્યું છે. આ બાજુ કઠિયારો વિચારે છે કે ધન્ય છે આ હરણિયાને !! જંગલમાં પણ એને તપસ્વી-મહાત્માના દર્શન પ્રાપ્ત થયાં. “સાધુનાં દર્શન પુણ્ય” નિત્ય મહાત્માના દર્શન કરી જીવન પાવન કરી રહ્યું છે. એને મને પણ કેવી સદ્દબુદ્ધિ સૂઝાડી. નહીંતર મહાત્માના 2010_05 Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ દર્શનથી અને દાનથી હું વંચિત રહી જાત. હરણિયાએ મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. નહિતર આ જંગલમાં મને આવો લાભ ક્યાંથી મળત? “ખાયા સો ખો ગયા, દે દીયા સો લે લીયા” આપણે ખાઈએ તે ખોયું કહેવાય. ખાઈએ તેની વિષ્ટા થશે. નીકળી જશે. અને મહાત્માના પાત્રમાં આપેલું અક્ષત બનશે. અમૃત બની જશે. કઠિયારો વૈરાગ્ય નથી પામ્યો પણ માગનુસારીના ગુણો દયા-દાન-દાક્ષિણ્ય-ઉદારતા-ઔચિત્યાદિ છે. હર્ષવિભોર બની વહોરાવે છે. દાન આપતાં પહેલાં અંદરમાં અભિલાષા જોરદાર છે. આપતી વખતે આનંદ, વિર્ષોલ્લાસની વૃદ્ધિ છે અને આપ્યા પછી રોમાંચ છે. હદય પુલકિત બન્યું છે. અનુમોદન છે. મહાત્માનો કેવો તપ છે ? કેવો ત્યાગ છે ? અને કેવું સંયમ છે ? એ પણ ભાવોલ્લાસમાં આગળ વધી રહ્યો છે. આ ભાવોલ્લાસ એ યોગ છે. યોગદ્વારા જ મોક્ષપ્રાપ્તિ છે. પછી ભલે તે પહેલે ગુણઠાણે હોય. મહાત્મા છ-સાતમે ગુણઠાણે છે. છતાં પેલાં બેની અનુમોદના કરે છે. પેલાઓની નિંદા નથી કરતા. આપણે ઊંચે હોઈએ તો તે નીચે રહેલાની નિંદા કરવા માટે નથી. તમારી શ્રીમંતાઈ કાંઈ બીજાની - ગરીબોની નિંદા કરવા માટે છે? મહાત્મા વિચારે છે, કે તિર્યચપણું પામેલું એક હરણિયું પણ શું પરાક્રમ કરી શકે છે? વાણીથી કંઈ બોલતું નથી. છતાં કેવું કામ વાણી વિના તે કરી રહ્યું છે? આ રીતે સાધુની સેવાભક્તિ કરીને કેવું શુભકાર્ય કરી રહ્યું છે? આ રીતે પ્રશંસા કરે છે. અને આ કઠિયારો કે જેને જૈનકુલ મળ્યું નથી. સદ્ગરનો યોગ મળ્યો નથી. ધર્મ પામ્યો નથી. જંગલમાં મજૂરી કરવા માટે આવ્યો છે. છતાં કેવી તેના ભાવોલ્લાસની વૃદ્ધિ થઈ રહી છે ? સાધુને વહોરાવવાનો કેટલો બધો તેનો આનંદ છે ? કેટલા અહોભાવથી વહોરાવી રહ્યો છે. બધા એક-બીજાની અનુમોદના કરે છે. ત્રણે આત્માઓ પોતાના સિવાય બીજા બેની અનુમોદના કરે છે. શુભભાવની પરાકાષ્ઠા ઉપર ત્રણે ચડેલા છે. ત્યાં જ ઝાડ તૂટી પડ્યું. બધાનો ઉપયોગ શુભભાવથી છવાયેલો છે. શુભભાવમાં પણ ત્યાગનું બહુમાન, આદર, રુચિ, તપની પ્રીતિ બધુ અંદર પડેલું છે. ત્રણેનું આયુષ્ય ત્યાં પુરુ થાય છે. ત્રણે મરીને પાંચમા દેવલોકે જાય છે. તમને એટલી જ ખબર છે કે વધારે?“કરણ-કરાવણ-અનુમોદન, સરીખા ફળ નીપજાવે એ પંક્તિ અહીં લગાડવાની છે. સાધુ બીમાર પડે અને હાની જરૂર હોય તો પ્રેરણા કરીને, ગૃહસ્થને કહીને ચહા કરાવે. પણ ગેસ સળગાવી ચહા કરે નહીં. સરખું ફળ હોય તો પણ કરે નહીં. તો કેમ ન કરે? જગતમાં વ્યવહાર, વ્યવહારના સ્થાને છે. વ્યવહાર-મર્યાદાનો ભંગ ન જ કરાય. જગત વ્યવહારથી જ ચારિત્રને જુએ છે. અંદરના પરિણામ તો કોઈ જોતું નથી. અંદરના પરિણામ ચઢ-ઉતર હોઈ શકે છે. માટે વ્યવહારમાર્ગ ઉપર ભાર મૂક્યો છે. માનો કે કાલે ગેસ સળગાવીને ચા બનાવું ને પછી તમારે ઘેર વહોરવા માટે આવું તો શું થાય? જૈનશાસન આચાર ઉપર ભાર મૂકે છે. નાના નાના આચારનો પણ ભંગ કરાય નહીં. એના પણ શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત મૂકેલા છે. નાના આચારભંગનું પ્રાયશ્ચિત લેવાનું હોય છે. આ સર્વજ્ઞનું શાસન છે. 2010_05 Page #241 -------------------------------------------------------------------------- ________________ અનુમોદનાથી પણ સંસાર સાગર તરી શકાય ૨૧૦ ત્રણે મરીને પાંચમાં દેવલોકે ગયા. અને ત્રણે એકાવતારી બન્યા છે. આવું કરણકરાવણ-અનુમોદનનું સરખું ફળ હોય તો મઝા જ પડી જાય ને ? મહાત્માએ મહિનાના ઉપવાસ કર્યા, નિર્મળ ચારિત્ર પાળ્યું, તપ –ત્યાગની સાધના કરી, તો મહાત્માને શું લાભ થયો? ચારિત્રનું ફલ શું નકામું ગયું? ના, ત્યાં પણ સ્વામી-સેવક ભાવને તેઓ પામ્યા છે. મહાત્મા સ્વામી બને છે. ચારિત્રનું પાલન નકામું નથી. ચારિત્રમાં જેને કષ્ટ દેખાય છે, ચારિત્રમાં જેને મજૂરી દેખાય છે, તેના જેવો પાપનો ઉદય કોઈ નથી. ચારિત્રમાં આનંદ દેખાય છે કે કષ્ટ જ જૂઓ છો ? ત્રણે આત્માઓ શુભભાવમાં રમ્યા છે. શુભભાવ માત્ર શુભભાવ જ નથી. તેનાથી ઘણા સંસ્કારો પડે છે. ત્યાગ કદાચ સહેલો હશે, પણ એના પ્રત્યેનો આદર કઠિન છે. તપની રુચિ, ત્યાગની રુચિ, ચારિત્રની રૂચિ, એનાથી પડેલા સંસ્કારો એ ભવાંતરે આત્માનું રક્ષણ કરે છે. એ સંસ્કારો ભવાંતરમાં આત્માને પડવા દેતા નથી. પતન થતું અટકાવે છે. આત્માનું રક્ષણ થાય છે. અને ઉપરને ઉપર લઈ જાય છે. જો કે નિશ્ચય દષ્ટિ, દ્રવ્ય દષ્ટિ, આત્મદષ્ટિ એ ઊંચી છે. એનાથી સંસાર સાગર તરી શકાય છે. એમાં બે મત નથી. પણ જેની પાસે આ દષ્ટિ નથી. તેવા આત્મા પણ શુભભાવથી તરી શકે છે. એવા અનંતા દૃષ્ટાંત છે. આ શુભભાવ આગળ શુદ્ધભાવ જરૂર આપશે. ' - તારક તત્ત્વો પ્રત્યે આદર-બહુમાન, ગુણાનુરાગ, ત્યાગાદિની અનુમોદના કરવાથી અનંતા આત્મા તર્યા છે. ગૃહસ્થ માટે પરમાત્મભક્તિ અને સાધુની સેવા કરવા માટે પ્રકૃષ્ટ આલંબન છે. એક સુપાત્ર દાન ગમી જાય અને મન મૂકીને ભક્તિ કરતાં આવડી જાય, તો જરૂર કામ થઈ જાય. અનુપમાદેવી છે, એને જાણો છો ને ? એ સામાન્ય સ્ત્રી ન હતી. એનામાં કંઈ બહુ જ્ઞાન હતું નહીં. પણ જે આજે મહાવિદેહમાં શ્રેષ્ઠીપુત્રી તરીકે જન્મી છે. અને દીક્ષા લઈ કેવળી બનીને આજે વિચરી રહ્યા છે એની પાસે દીર્ઘદૃષ્ટિ હતી. જ્વલંત વિવેકદૃષ્ટિ હતી. તેની સલાહ વસ્તુપાળ તેજપાળ લેતાં હતાં. તો વસ્તુપાળ, તેજપાળ પણ બુદ્ધ ન હતા. બુદ્ધ હોય તો રાજા વિરધવળનું મંત્રીપણું કરી શકે? લોહીનું ટીપું પાડ્યા વિના વિરધવળનું રાજ્ય વિસ્તૃત બનાવ્યું છે, સમૃદ્ધ બનાવ્યું છે. એ ઓછી બુદ્ધિમત્તા છે ? વસ્તુપાળ પ્રખર વિદ્વાન, બુદ્ધિમાન હતાં અને તેજપાળ યુદ્ધની વ્યુહરચના કરવામાં કુશળ હતાં. આવા પણ આ બે આત્મા ધર્મકાર્યમાં અનુપમાની સલાહ લેતાં હતાં. એટલે અનુપમામાં બુદ્ધિ વધારે હતી એમ કહેવાય ને? સામાન્ય રીતે સ્ત્રીઓમાં વિશેષ બુદ્ધિ ન હોય. એમાં સ્ત્રીત્વ બાધક છે. અનુપમામાં સંકુચિતતા, ક્યાંય ઔચિત્ય ભંગ, ક્યાંય ક્ષુદ્રતા-તુચ્છતા, ક્યાંય વિવેકનો અભાવ વગેરે જોવા ય ન મળે. તેનામાં સાધુ-સાધ્વીની ભક્તિ કેવી હતી તે ખબર છે ? રાજા વરધવળને કોક પ્રસંગે વસ્તુપાળને ત્યાંથી જમવાનું ભાણું આવતું હતું. પણ કોકે ભરાવ્યું કે વસ્તુપાળ-તેજપાળ તમને વધેલું ઘટેલું મોકલે છે. જોકે આવું બને નહીં. છતાં રાજા તપાસ કરે છે. રાજા કાપેટિકના વેષે આવે છે. પડદા પાછળ રાજા છૂપાય છે. અનુપમા તે વખતે સાધુ મહારાજને વહોરાવી રહી છે. પાતરું બગડે છે, અનુપમા મંત્રી પત્ની છે. બહુ કિંમતિ 2010_05 Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ભારે સાડી પહેરેલી છે. બગડેલું પાતરું તે સાડીથી લુછે છે, મહાત્મા કહે છે, બેન ! નહીં, નહીં, આ શું કરો છો? ત્યાગ સહેલો હશે ! પણ ત્યાગનો આદર કઠિન છે. ત્યાગનો ત્યાગ કઠિન છે. અનુપમા કહે છે ભગવન્! આપ શું કામ ચિંતા કરો છો ? રાજા આ બધું જોઈ રહ્યા છે અનુપમાને એની કંઈ ખબર જ નથી. અનુપમા કહે છે કે અમારા પ્રબળ પુણ્યોદયે અમારા સ્વામીની ઉપર રાજાની મહેરબાની છે. કોઈ કમીના અમારે નથી. કોઈ ચિંતા કરવા જેવું નથી. પડદા પાછળ રહેલા રાજા આ સાંભળે છે. ને રાજાનો સંશય ત્યાં જ ટળી જાય છે. જેને મારા ઉપર આટલો આદરભાવ છે. જેને મારી ગેરહાજરીમાં પણ મારા ઉપર આટલો સદ્ભાવ છે. તે મને એ-જુઠું ખાવાનું મોકલે? એ બને જ નહીં. અનુપમાનો વિવેક કેવો છે ? સર્વત્ર એણે વિવેકથી કામ કર્યું છે. અનુપમાની જ્વલંત વિવેકદષ્ટિ દેલવાડાના-આબુના દહેરાસરો થઈ રહ્યા છે. ત્યારે તેજપાળ, અનુપમા સાથે જોવા જાય છે. તે જોતાં જ અનુપમા કહે છે. પ્રાસાદનું કાર્ય આટલું ધીમું ધીમું ચાલે છે? આટલું ઠંડુ કામ ચાલે, અને આ રીતે થાય, તો કામ પુરું ક્યારે થશે ? સ્વામિનું મૃત્યુનો કોઈ ભરોસો નથી. પ્રાસાદનું કાર્ય જલ્દી પુરું ન થાય તે કેમ ચાલે? કારીગરને પૂછો કે આટલું ઘીરું કામ કેમ ચાલે છે ? ત્યારે કારીગરો કહે છે, ઠંડી પુષ્કળ પડે છે. ઠંડીમાં ટાંકણા ઉપડતા નથી. તે વખતે અનુપમાદેવી કેવી સલાહ આપે છે કે જે આજનો પુરુષ પણ વિચારી ન શકે. જેનામાં પરાકાષ્ઠાની ઉદારતા હોય, પરાકાષ્ઠાનો વિવેક હોય તેને શું વિચાર આવે છે - તે જુઓ. સ્વામિનું ! રાત્રિના અને દિવસના કારીગરો જૂદા કરો. કારીગરો વધારો અને તેમને ઠંડી ન લાગે તે માટે તાપણાની સગવડ કરો. જેથી કામ સરળતાથી કરી શકે અને જેટલી કપચીકરચ પડે તેટલું સોનું આપો. આવી સલાહ આપનાર તો હોય, પણ સલાહ લેનાર પણ કેવા હશે ? તમે તમારા જીવનમાં સલાહ આપનાર કોઈ રાખ્યા છે? કોઈની સલાહ તમે લ્યો છો ? આજે તમારા બધાનો અહંકાર સાતમા આસમાને છે. જાતે એક પણ નિર્ણય ન કરાય. જે જીવનમાં કોઈની સલાહ ન લે તે પતનની પાયલોટકાર છે. બીજાની સલાહ લેવાનું મન કેમ થતું નથી ? એ માણસ પતન ન પામે તો શું થાય? સલાહ લીધા વગર એક પણ કામ ન થાય. અહીં અનુપમાની સલાહ લીધી. ઠંડી નીકળી જાય પછી ગરમી કેવી આવે? જેટલી કરી પડે, જેટલો ભુકો પડે, તેટલું સોનું મળે. એટલે અંદરની ગરમી કેવી આવે? અને તાપણાની ફુલ સગવડ કરી એટલે બહારની ગરમી આવી. અનુપમાદેવી આજે કેવળજ્ઞાની થઈને વિચરે છે. વસ્તુપાળના ચાર ભવ છે. વસ્તુપાળના ભવથી ગણતાં ચાર ભવ છે. આ બધી ખબર ક્યાંથી પડી? ખબર કોણ લાવ્યું, કોણે કહ્યું? વસ્તુપાળના ગુરુ વર્ધમાનસૂરિ મહારાજ જબરજસ્ત તપસ્વી છે. શંખેશ્વર તીર્થ તરફ આવી રહ્યા છે. શત્રુંજયનો છ'રીપાલિત સંઘ લઈને જતા રસ્તામાં વઢવાણ પાસે અંકેવાડિયા ગામ આવતા-ત્યાં વસ્તુપાળનો જીવનદીપ બુઝાયો. તે સ્વર્ગવાસ પામ્યાના સમાચાર તેમને મળ્યાં. તે સાંભળીને આચાર્ય મહારાજને ખૂબ આઘાત લાગ્યો. કે શાસનનો પ્રભાવક એક આવા ગયો. 2010_05 Page #243 -------------------------------------------------------------------------- ________________ અનુપમાની જ્વલંત વિવેકદૃષ્ટિ ૨૧૨ શાસનની પ્રભાવના એકલો સાધુ ન કરી શકે, તેમ શાસનની પ્રભાવના એકલો શ્રાવક પણ ન કરી શકે, બંનેની જરૂર પડે છે. બંને ભેગા થાય તો પ્રભાવના થાય છે. श्राद्धः श्रोता सुधीर्वक्ता युज्येयातां यदीश ! तत् । વેચ્છાસની સામેચ્છત્ર નાર્વીપ i (વીતરાગસ્તોત્ર) શ્રદ્ધાળુ શ્રોતા-કુમારપાળ મહારાજા જેવા, - પ.પૂ. હેમચન્દ્રાચાર્ય મહારાજા જેવા, બુદ્ધિશાળી વકતા બંને સાથે જોડાય છે ત્યાં હે પ્રભો ! તારા શાસનનું સામ્રાજ્ય કલિકાલ હોવા છતાં પણ એક છત્રી બની જાય છે. અનુપમાદેવીનો પહેલા સ્વર્ગવાસ થયો છે. પછી વસ્તુપાળનો સ્વર્ગવાસ થયો છે. અને શંખેશ્વર પાર્શ્વનાથના ધ્યાનમાં આચાર્ય મહારાજ પણ કાલધર્મ પામ્યા. તેઓ શંખેશ્વરના અધિષ્ઠાયક દેવ બને છે. આ બાજુ એજ અરસામાં રાજસ્થાનનો એક શ્રાવક પુત્ર ન હોવાથી દુ:ખી હતો, અંદરથી સંતપ્ત રહેતો હતો. તે શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રાએ આવી રહ્યો છે. પ્રભો ! જો મને પુત્ર થાય તો આ બધું જ તારા ચરણે ધરું. અને પુત્ર થયો. તેથી બધી મિલકત લઈને આવી રહ્યો છે. રસ્તામાં ગુંડાઓ મળ્યાં, બધું લૂંટાઈ જાય છે. ત્યારે તે ભગવાનને ઠપકો આપે છે કે હે પ્રભો! તું તારા સેવકની પણ સંભાળ નથી લેતો ? પણ આ બધું મારું નથી જતું, પણ ભગવાન! બધું તારું જાય છે. એટલામાં એક ઘોડેસ્વાર આવે છે ને બધો માલ વગેરે પાછું આપે છે. પણ, અત્યાર સુધી તું ક્યાં ગયો હતો ? મહાવિદેહ ક્ષેત્રમાં, વસ્તુપાળના ભાવ પૂછવા માટે ગયો હતો, એટલે મોડું થયું છે. અનુપમાદેવી ત્યાં કેવલજ્ઞાની તરીકે વિચારી રહ્યા છે. અને વસ્તુપાળ મહાવિદેહમાં જન્મ પામશે, રાજા થશે, અંતે ચારિત્ર લેશે ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરી ત્યાંથી અનુત્તર વિમાનમાં જશે. ત્યાંથી મનુષ્યભવ પામી, ચારિત્ર લઈને મોક્ષે જશે. આ રીતે વસ્તુપાળના ચાર ભવ છે. તે વાત શંખેશ્વરના અધિષ્ઠાયક દેવ કે જે વર્ધમાનસૂરિ હતાં. તેઓ મહાવિદેહમાં જઈને પૂછી આવ્યા છે. અહીં બીજી દષ્ટિમાં જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે તે કહે છે. જેમ બીજી દષ્ટિમાં ઉદ્વેગ નામનો દોષ ટળે છે તેમ અહીં જિજ્ઞાસા ગુણ પ્રાપ્ત કરે છે. પરંતુ તત્ત્વની જિજ્ઞાસા પ્રાપ્ત કરતાં પહેલાં તત્ત્વનો અદ્વેષ જરૂરી છે.એ અદ્વેષ ગુણ પહેલી મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થયેલો છે. તે પહેલા જીવ ઓઘદષ્ટિમાં હતો. ત્યારે તત્ત્વ પર ભારોભાર ષ હતો. આત્માની રુચિ જ ન હતી, આત્માની ઇચ્છા જ ન હતી. કારણ કે વૈષયિક સુખનો અતિરાગ હતો. ત્યાં કોઈ આત્માની, પરમાત્માની કે આત્મહિતની વાતો કરે તે તેને જરાય ન ગમે. તીવ્ર રાગદ્વેષની પરિણતિ હોવાથી, વૈષયિક સુખનો રાગ હોવાથી વૈષયિક સુખને પ્રત્યક્ષ અનુભવી રહ્યો હોવાથી, એનાથી વિપરીત ચીજ, વાત સાંભળવી જ ગમતી ન હતી. ઓઘદૃષ્ટિમાં કાયા અને કાયાના સુખની વાત જ ગમે. આત્મા અને આત્મહિતની વાત સાંભળવી પણ ન ગમે. 2010_05 Page #244 -------------------------------------------------------------------------- ________________ ર૧૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ પરમાત્મા અને પરમાત્માની પૂજા વગેરેની વાત પણ ન ગમે. મિથ્યાત્વ ગાઢ હોવાના કારણે તત્ત્વની અરુચિ હતી. યોગદષ્ટિમાં તત્ત્વનો અદ્દેષ પેદા થાય છે. કોઈ પણ ચીજનો દ્વેષ ખરાબ છે. તો પછી તત્ત્વનો દ્વેષ તો ખરાબ જ હોય ને ! સ્થાપના નિક્ષેપો પૂજ્ય છે જેમ કે પરમાત્માની મૂર્તિનો ષ એ મૂર્તિનો જ ષ નથી, પણ પરમાત્મા સુધી એ ષ પહોંચે છે. “જિન પડિમા જિન સારિખી” એ મૂર્તિ પણ જિન સમાન છે. સ્થાપના નિક્ષેપને ભાવનિક્ષેપા સાથે સરખાવે છે. ભાવ નિક્ષેપે રહેલા પરમાત્મા, તેનું આબેહૂબ સ્વરૂપ મૂર્તિમાં ઉતારવામાં આવ્યું છે. સિદ્ધાવસ્થામાં આત્મપ્રદેશો પરમ સ્થિરત્વને પામેલા છે, જ્ઞાન પૂર્ણતાને પામ્યું છે, સ્વરૂપ પૂર્ણતાને પામ્યું છે, એજ સ્વરૂપ આપણે મૂર્તિમાં સ્થાપીએ છીએ. મૂર્તિને જોવાથી એજ ભાવો પ્રાપ્ત થાય છે. અસંખ્યપ્રદેશોનું સ્થિરત્વ દેખાય છે.પરમાત્માની મુખાકૃતિમાં નીતરતી વિતરાગતા જ દેખાય છે. જ્યારે જુઓ ત્યારે આંખોમાંથી ઉપશમ રસ જ ઝરતો દેખાય છે. જિનપ્રતિમાના દર્શન કરતાં કરતાં સાધક પોતાના આત્મપ્રદેશોમાં ઉપયોગ સ્થિર કરે છે. પરમાત્માનો જેવો ઉપયોગ છે, તેવો ઉપયોગ બનાવવા ઇચ્છે છે. ક્યાંય પણ દ્વેષ ન હોવો જોઈએ. અત્યંત દોષથી ભરેલા જગતના સામાન્ય માણસ પર પણ દ્વેષ કરવાનો નિષેધ છે. તો પછી પરમાત્માની મૂર્તિ ઉપર દ્વેષ કરાય જ નહીં ને !! મૂર્તિનો ઠેષ પરમાત્મા ઉપર પહોંચે છે. જેને મૂર્તિ ખોટી લાગે છે તેને કાંકરે કાંકરે અનંત સિદ્ધ થયા છે, તે તારક શત્રુંજય તીર્થ ઉપર પણ બહુમાન ન થાય. જેના પર દ્વેષ થાય છે, પછી એના પ્રત્યે એનો વિપરીત પરિણામ=સદ્ભાવ ચાલ્યો જાય છે. દ્વેષ આવવાથી આત્માની ધર્મ પામવાની યોગ્યતા નષ્ટ થઈ જાય છે. મૂર્તિ એ પરમાત્માનો સ્થાપના નિક્ષેપો છે, નિક્ષેપા ચાર છે અને તે ચારે નિક્ષેપા યુતિસિદ્ધ છે. વૈજ્ઞાનિક છે. બુદ્ધિથી સમજાવી શકાય છે. વ્યવહારથી સમજી શકાય છે. તેનો અપલાપ કોઈ કાળે થઈ ન શકે. સ્થાપના નિક્ષેપો ઠેઠ કેવળજ્ઞાન સુધી વ્યાપક છે. મન:પર્યવજ્ઞાની મહાત્મા સાતમા ગુણઠાણે છે, તે સંજ્ઞી પંચેંદ્રિય જીવોએ ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલોને જાણી શકે છે.નિયત આકાર પામેલી મનોવર્ગણાને જાણી શકે છે. એ નિયતાકાર પામેલા મનોવર્ગણાના પુદ્ગલો શું છે? તો ભાવોની સ્થાપના છે. સંગીજીવોના ભાવોની જ સ્થાપના છે. કેવળજ્ઞાની ભગવાન કેવળજ્ઞાનમાં જગતના ભાવો જાણે છે.એમાં આખું જગત પ્રતિબિંબિત થાય છે તે શું છે ? સ્થાપના જ છે. આખો જીવન વ્યવહાર સ્થાપના નિક્ષેપા ઉપર ચાલે છે. સ્થાપના નિક્ષેપાનું ઘણું મહત્ત્વ છે. સૌભાગ્યવંતી સ્ત્રી કપાલમાં કંકુનો ચાંદલો કરે છે. તે શું છે ? એના પતિની સ્થાપના જ છે. 2010_05 Page #245 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના નિક્ષેપો પૂજ્ય છે ૨૧૪ તમારી કરંસી નોટો છે, ૧૦૦ રૂપિયાની છે, ૫૦૦ રૂપિયાની છે, એક કાગળના ટૂકડામાં જ રીઝર્વ બેન્કનો સિક્કો છે, એ સોની અને પાંચસોની સ્થાપના છે. તેનું નામ નોટ છે, એને કાગળિયું કેમ નથી કહેતાં ? અને સામાન્ય કાગળને સો અને પાંચસો કેમ નથી કહેતાં ? સિક્કો એ સ્થાપના છે. ઇન્દિરાના વખતમાં હજાર (૧૦૦૦)ની નોટ ચલણમાંથી કેન્સલ થઈ ગઈ, એટલે સ્થાપના નીકળી ગઈ તો કાગળ બની ગયા. ચેક ઉપર તમારી સહી-સિગ્નેચર એ શું છે? તમારી જ સ્થાપના છે. બીજું કંઈ નથી જગતમાં કોઈ દર્શનકારે સ્થાપનાનો અપલાપ કર્યો હોય તેવું દેખ્યું નથી. દેશના કોઈ નેતા ગાંધીજી જેવા, અગર કોઈ મોટા માણસ મૃત્યુ પામે પછી તે માંધાતાઓની મૂર્તિ બનાવે છે, પૂતળું બનાવે છે. તેની સ્થાપના કરાય છે અને તેના માદિ દિવસે ફલહાર વગેરે ચઢાવે છે. તે તેઓના બહુમાન વિના બને ? દયાનંદ સરસ્વતી મૂર્તિને માનતા ન હતાં. મૂર્તિ તેમને યુક્ત નહોતી લાગતી. આત્મારામજી મહારાજ સાથે આ બાબતમાં તેમને ચર્ચા થવાની હતી, ચર્ચા કરવાની હતી કે મૂર્તિ જગતમાં કેટલી શ્રેષ્ઠ છે. પણ તે પહેલાં જ દયાનંદના રસોઈયાએ ઝેર આપી તેમને મારી નાખ્યા. લોકોએ દયાનંદનો મોટો ફોટો બનાવ્યો. તેને કૂતરાની પૂછડી સાથે બાંધ્યો. ઘસડીને ઠેઠ લઈ જાય છે. પાછળ મોટું માણસોનું, છોકરાઓનું સરઘસ છે. એના પર બધાં ઘૂંકે છે. આ જોઈ એના ભક્તો ખૂબ અકળાઈ ગયા. અરે ! આ શું કરો છો ? અમારા ગુરુની આવી આશાતના? અમારા ગુરુનું આ રીતે અપમાન કરો છો ? ભલા, તમે તો સ્થાપના(મૂર્તિ)ને માનતા જ નથી. તેઓ ઉપર દાવો માંડ્યો, કેસ ચાલ્યો, ત્યારે તેઓ કહે છે - અમારે આવું કંઈ કરવું નથી. પણ સ્થાપના તેઓ માનતા નથી, તે સમજાવવા આવું કર્યું છે. તમારા પૂજ્ય પિતાજીનો ફોટો હોય, તમારા પૂજ્ય ગુરુજીનો ફોટો હોય તેના ઉપર કોઈ થુંકે, અપમાન કરે તો તે પિતાજીનું કે ગુરુનું અપમાન લાગે છે ? આજે કેટલાક ભગવાનની મૂર્તિને નથી માનતા. તેઓએ આ વાત વિચારવા જેવી છે. સમજવા જેવી છે. ભગવાનની મૂર્તિ ઉપરની અરુચિ દ્વેષ આશાતના કે અપમાન તે પરમ તારક સાક્ષાત્ પરમાત્માની અરુચિ દ્વેષ, આશાતના અને અપમાન બરાબર છે. એનાથી ભંયકર પાપકર્મ બંધાય છે. ભવાંતરમાં ભગવાનની પ્રાપ્તિ અશક્ય બની જશે. બોધિદુર્લભપણું થઈ જાય. વળી એમના ઘણા બધા વ્યવહારો સ્થાપના ઉપર જ ચાલતા હોય છે. પ્રભુ તેઓને સબુદ્ધિ આપે. અને તેઓ વિચારે. તત્વનો અદ્વેષ આવ્યા વિના તત્ત્વજિજ્ઞાસા આવતી નથી. ક્યાંય પણ, કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ ચીજ-વસ્તુ પ્રત્યે દ્વેષ કરવા જેવો નથી. ષથી હદય કઠોર બને છે. કઠોર હૃદય ધર્મ માટે અયોગ્ય બને છે. પરંતુ જ્યારે મિથ્યાત્વ મંદ પડે છે, ત્યારે જીવનો આત્મા-પરમાત્મા, હિતાહિત વિગેરે તારક તત્ત્વ પ્રત્યેનો દ્વેષ મંદ પડે છે. અને ત્યારે જીવને પહેલી મિત્રાદષ્ટિ (યોગદૃષ્ટિ) પ્રાપ્ત થાય છે. અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે. 2010_05 Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ • યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ તત્વની જિજ્ઞાસા માટે તત્ત્વનો અદ્વેષ જરૂરી તત્વનો અદ્વેષ આવ્યા પછી જ સાચી તત્ત્વ જિજ્ઞાસા આવી શકે છે. જીવ તત્ત્વ ન સમજે, તત્ત્વની તાલાવેલી ન લાગે, તો સંસારસાગર તરી ન શકાય. અત્યાર સુધી તત્ત્વ ન સમજ્યો, આત્મસ્વરૂપ ન સમજ્યો, તો હું સંસારમાં રખડયો છું. સંસાર આખો માયાજાળ છે. અતત્ત્વ સ્વરૂપ છે. અને સમ્યગુ તત્ત્વોને આ માનવ જીવનમાં જ જાણી શકાય છે. સમજી શકાય છે. પ્રાપ્ત કરી શકાય છે. હવે મારે તત્ત્વ સમજવું છે. એવી તત્ત્વની જિજ્ઞાસા થાય, ત્યારથી કર્મની નિર્જરા શરૂ થઈ જાય છે. તેના જાણકાર પાસે જાય એટલે અસંખ્યગુણ નિર્જરા થાય છે. તેમની પાસે તત્ત્વનું શ્રવણ કરે એટલે તેનાથી અસંખ્યગુણ નિર્જરા થાય છે. જ્યારે ઉત્કટ જિજ્ઞાસા જાગે છે ત્યારે તત્ત્વ જાણકારી વિના મારો બધો કાળ અજ્ઞાનમાં ફોગટ ગયો. એવું દુઃખ થાય છે. અજ્ઞાનનો અંધકાર ભયંકર છે, તમને દરિદ્રપણું ખટકે છે. પણ અજ્ઞાન ખટકે છે ? એ ખટકતું નથી. દરિદ્રપણું એ પાપનો ઉદય છે અને અજ્ઞાન એ પણ પાપનો ઉદય છે. તેવા પ્રકારના લાભાંતરાય કર્મના ઉદયે તે તે ચીજો ન મળી તે દરિદ્રતા છે. અજ્ઞાન એ પણ ઘાતી કર્મનો ઉદય છે. જે જ્ઞાન ગુણને રોકે છે. ભિન્ન ભિન્ન પ્રકારના અંતરાય કર્મ છે. લાભાંતરાય કર્મ, ઈષ્ટ ચીજને પ્રાપ્ત ન થવા દે, દાનાંતરાયકર્મ ઈષ્ટ ચીજ ને આપવા ન દે. ભોગાંતરાય કર્મ ઈષ્ટ ચીજને ભોગવવા ન દે. આ અંતરાય કર્મનો ઉદય તે ભૌતિક ક્ષેત્રે અંતરાયનો ઉદય છે. આત્મા પાસે અનંતા ગુણો છે, આત્મા પાસે અનંત આનંદ છે, આત્મા પાસે અનંત વીર્ય છે. તે ભોગવી ન શકીએ તે આધ્યાત્મિકક્ષેત્રે અંતરાયનો ઉદય છે. અજ્ઞાન આપણને ખટકે છે ? યોગની જિજ્ઞાસા યોગની રુચિ એ બહુ મોટી ચીજ છે. આ જિજ્ઞાસાને જ્ઞાનીઓએ વખાણી છે. આત્માનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા, એ ઘણો ચઢીયાતો ગુણ છે. જિજ્ઞાસા એટલે જાણવાની તાલાવેલી. જિજ્ઞાસા કોના જેવી હોવી જોઈએ ? કાશીમાં એક બ્રહદ્રથ નામે રાજા થઈ ગયા. તેને સંતાન નથી. બહુ માનતા-પૂજતાં કરતાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. બહોંતેર કળામાં તે પુત્ર નિષ્ણાત બન્યો. પણ રાજા વિચારે છે કે મારો પુત્ર સાચો રાજા ક્યારે બની શકે? કે જો એ બોંતેર કળા ઉપરાંત ધર્મ કળામાં પણ નિષ્ણાત બને તો. ધર્મના રહસ્યો શીખવવા માટે રાજા કોઈ ધર્મગુરુની શોધમાં છે. અને રાજકુમાર પણ ધર્મના રહસ્યો ગમે તે ભોગે જાણવા તૈયાર થયો છે. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. - કે રાજકુમારને ધર્મના રહસ્યો જે શીખવાડશે તેને રાજયનો ત્રીજો ભાગ આપીશ. આ સાંભળી અનેક વિદ્વાનો, પંડિતો, આચાર્યો, અને ઉપાધ્યાયો રાજા પાસે આવ્યા - અને કહ્યું અમે રાજકુમારને ધર્મના રહસ્યો શીખવાડીશું. ત્યારે રાજા તે દરેકને એક પ્રશ્ન પૂછે છે કે તમને રાજ્યનો ત્રીજો ભાગ મળશે તેનો શું ઉપયોગ કરશો ? ત્યારે કોઈ કહે વિદ્યાધામ ખોલીશું, તો કોઈ કહે આરોગ્યધામ ખોલીશું, તો કોઈ કહે અન્નક્ષેત્ર ખોલીશું, તો કોઈ કહે દયાના કામ કરીશું. ત્યારે રાજા વિચારે છે કે આ બધા તો પૈસાની વ્યવસ્થા કરનારા છે. એ ધર્મના સાચા રહસ્યો નહીં સમજાવી શકે. આવા તો કેટલાય વિદ્વાનો ને પંડિતો આવ્યા અને 2010_05 Page #247 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસા કોના જેવી હોવી જોઈએ? ૨૧૬ ગયા. રાજા થાક્યો. મંત્રીને પૂછે છે, કે રાજકુમારને સાચા ધર્મના રહસ્યો કોણ શીખવાડશે ? મંત્રી કહે રાજન! તમે જાતે ચકાસણી કરો. જેને કોઈ પદાર્થની સ્પૃહા ન હોય તેવો નગરની બહાર સુકેતુ નામનો ભિક્ષુક છે. ગામ બહાર ઝુંપડીમાં જ રહે છે. અને એ બધા ભાવોથી પરાભુખ છે. સંભવ છે કે તે રાજકુમારને ધર્મના રહસ્યો સમજાવી શકશે. ભિક્ષુકને બોલાવવા માટે અમાત્યને મોકલ્યો. “રાજાજીને કામ છે. પધારો, આપને રાજા બોલાવે છે,” તે બધા પ્રલોભનોથી દૂર હોવાના કારણે ભિક્ષુકે ના કહી દીધી - “હું નહીં આવું,” અતિ નિસ્પૃહ હોવાના કારણે કુમારને ભણવું હોય તો કુમાર અહીં આવે, મારે કામ નથી. હું નહીં આવું. રાજા પાસે જઈને વાત કરી, રાજા સમજી ગયા કે દીકરાને ભણાવવો છે, તો આપણે જવું પડે. જે ચીજની જરૂર હોય તે ચીજ મેળવવા આત્માએ કેટલા લઘુ બનવું પડે છે ! “ધર્મ જ્યાંથી મળે ત્યાંથી મેળવવો છે.” એ છે જિજ્ઞાસા. - રાજા અને મંત્રી, રાજકુમારને લઈ ઝૂંપડીએ પહોંચે છે. તે વખતે પેલો તો બગીચામાં ઘાસ કાપી રહ્યો છે. રાજાને જુએ છે, છતાં આવે છે તો આવવા દે છે. બોલાવતો નથી. ઘાસ કાપ્યું. પછી ગાયને ચારવા નાંખે છે. વિગેરે પોતાનું કાર્ય કરે છે. રાજાને થાય છે કે આવો અભિમાની શું ભણાવશે ? ગાયનું બધું કામ પતાવીને પછી ભિક્ષુક આવ્યો, સ્વાગત કર્યું, ઔચિત્ય કર્યું, તાજું દૂધ પાયું. બોલો, શું પ્રયોજન છે ? કેમ આવ્યા છો ? રાજા કહે મારા દીકરાને ધર્મના રહસ્યો સમજાવો. રાજા સંન્યાસીને પૂછે છે કે આ જગતમાં પરમાત્માની કૃપાથી જ બધું થાય છે. વૃક્ષનું એક પાંદડું પણ હલે છે, તે પણ પરમાત્માની કૃપાથી જ થાય છે, તો પછી જીવને પાપકર્મનો ભોગવટો કેમ કરવો પડે છે ? સંન્યાસીએ હાથમાં ઢેકું લઈને જોરથી રાજાની સામે ફેંકયું, એ રાજાના કપાળમાં જોરથી વાગ્યું. રાજા કહે છે આ સંન્યાસીને પકડો, પકડો જેલમાં પુરી દો. કેમ રાજનું !! આ ઢેલું પરમાત્માની ઇચ્છાથી વાગ્યું છે કે મેં માર્યું છે? જો પરમાત્માની ઇચ્છાથી વાગ્યું હોય તો મને કેમ પકડો છો ? મારનાર તરીકે તમે મને જુઓ છો, માટે તમને ક્રોધ આવ્યો છે. અહીં પણ પરમાત્માની ઇચ્છા માની હોત તો સમભાવમાં રહ્યા હોત ! તમે સમભાવમાં રહ્યા હોત તો મને પકડ્યો ન હોત ! રાજા ક્ષમા માંગે છે. ત્યારે ભિક્ષુક કહે છે, જુઓ રાજનું! મને સજા ન થઈ, કારણ કે મારા અંતરમાં મારવાનો કોઈ ભાવ ન હતો. . (૧) ભિક્ષુક રાજાને કહે છે કે ધર્મની જિજ્ઞાસા રાજકુમારને હશે, પણ તમે મારી પાસે એને ભણાવી નહીં શકો. કારણ કે ધર્મનું શિક્ષણ લેતા જોખમ પણ વેઠવું પડે. કદાચ જાન પર પણ જોખમ આવે. તે વખતે મારો વાંક નહીં કાઢવાનો, છે કબૂલ? તે વખતે મને સજા નહીં કરોને ? સહી કરી આપો. રાજકુમાર પણ સ્વીકારવા તૈયાર છે. રાજકુમારને ધર્મના રહસ્યો કોઈ પણ ભોગે જાણવાની ઉત્કટ જિજ્ઞાસા છે તેથી સ્વીકારે છે. (૨) કુમારને ભણવા માટે અહીં એકલાને જ રહેવું પડશે. અને કેટલું રહેવું પડશે તે નક્કી નહીં કહેવાય, કેટલા મહિના કે કેટલા વર્ષો નીકળી જાય તે કહેવાય નહીં, કદાચ યૌવન પણ નીકળી જાય, લગ્નની વેળા પણ નીકળી જાય, છે કબૂલ? હા, આ પણ કબૂલ છે. તમે બધા આજે અહીંયા મહારાજ સાહેબ છે, ને વ્યાખ્યાન સાંભળો છો. પણ 2010_05 Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ મહારાજ જાય એટલે જ્યાં મહારાજ હોય ત્યાં સાંભળવા જાવ ખરા? કે રફુચક્કર થઈ જાવ? ધર્મની જિજ્ઞાસા, ઉત્કંઠા હોય તો ધર્મ મળે ત્યાં જાય એને જિજ્ઞાસા કહેવાય. રાજકુમારને ધર્મની ઉત્કંઠા જાગી છે. એટલે આ કંડીશન પણ કબૂલ કરે છે. (૩) ગમે તેવા સંજોગોમાં હોય પણ અર્ધા શિક્ષણ ભાગી શકાશે નહીં. (૪) કદાચ કુમારનું ખૂન પણ કરી નાંખુ તમે લેખિત સહી કરી આપો કે તે વખતે તમે મને કંઈ પણ કરી ન શકો. છે કબૂલ? આટલી શરતો કબૂલ હોય તો ભણાવું. એની મહેનતમાં મારે એક પણ પૈસો ન જોઈએ. કારણ કે જ્ઞાનદાનમાં કય-વિક્રય કંઈ હોય જ નહીં. કુમારને શિક્ષણ આપવા બદલ બીજું કંઈ પણ નથી જોઈતું. ફકત આટલી શરત જ છે. રાજા બધી શરત સ્વીકારી સંમત થાય છે. કુમાર તો અધિક સંમત છે જ, કેમકે એને જોઈએ છે તેવું ધર્મ શિક્ષણ આપે તેવા ગુરુ મળી ગયા. આજે સંસારમાં પૈસા મેળવવા માટે, પદાર્થો મેળવવા માટે, સુખો ભોગવવા માટે જેટલી ઇચ્છા છે, એના માટે જે ભોગ આપો છો. જે પુરુષાર્થ કરો છો, તેનાથી કંઈ ગુણો પુરુષાર્થ ધર્મ માટે કરશો, આત્મા માટે કરશો તો સંસાર સાગર તરી શકાશે. છે આવી જિજ્ઞાસા? ધર્મ માટે જોરદાર પુરુષાર્થ છે? ધર્મમાં કેટલો પ્રમાદ છે ! જ્યાં પ્રમાદ ત્યાં ધર્મ નહીં. ખરેખર ધર્મ પામવો હોય તો પ્રમાદને દેશવટો આપવો પડશે. પ્રમાદ ધર્મને ભગાડી મૂકે છે. અંદરમાં ધર્મ પરિણામ પામે છે ત્યારે આત્મા કેવો નિ:સ્પૃહ બને છે તે સંન્યાસીમાં જોવા મળે છે. અને ધર્મ પામવાની જ્યારે ભૂખ લાગે છે, ભૂખ જાગે છે, ત્યારે ધર્મ પામવાની જિજ્ઞાસા, તાલાવેલી કેવી હોય છે, તે રાજકુમારમાં જોવા મળે છે. જિજ્ઞાસા અદ્વિતીય ગુણ છે. જિજ્ઞાસા વિના ધર્મ પરિણામ પામતો નથી. પ્રશન - પણ સાહેબ ! જે ખૂનની શરત મૂકી તે વાત બેસતી નથી. અહીં સામી વ્યક્તિની ચકાસણી કરવા માટે ખૂનનું કહે છે. અને ધર્મ પામવાની કેટલી ભૂખ છે તેની ચકાસણી કરવા ખૂનની વાત કરે છે. અને રાજકુમાર ભૂલે તો જાન પણ જોખમાય તેમ છે. તે આગળ વાત સાંભળશો ત્યારે સમજાઈ જશે. રાજા દીકરાને સંન્યાસીની પાસે મૂકીને જાય છે. સંન્યાસી તેને લોઢાની ઢાલ હાથમાં આપે છે. જુઓ, કુમાર ! આના દ્વારા તમારે તમારું રક્ષણ કરવાનું છે. અને જુઓ ! મારા હાથમાં આ લાકડાની તલવાર છે. દિવસમાં જ્યારે ને ત્યારે, ગમે તેટલી વાર આ તલવાર વીંઝીશ, તમારે ઢાલથી તમારું રક્ષણ કરવાનું છે. હું તો હરતો જઈશ, ફરતો જઈશ, અને તલવારનો વાર કરતો જઈશ. તમારે સજાગ બનીને ઢાલથી તમારું રક્ષણ કરવાનું છે. ત્રણ મહિના આ શિક્ષણ લેવાનું છે. આખો દિવસ સંન્યાસી તલવાર ચલાવે છે. ત્રણ દિવસમાં તો માર ખાઈને કુમાર તો અધમઓ થઈ ગયો. કુમાર અડધા શિક્ષણે ભાગી શકશે નહીં એ પણ એક શરત છે. જોકે કુમારનું મન જરાપણ ભાંગી પડયું નથી. દશ-પંદર દિવસમાં કન્ડીશન 2010_05 Page #249 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસા કોના જેવી હોવી જોઈએ ? ૨૧૮ સુધરી ગઈ. સક્ષમ બની ગયો. મહિનો પુરો થયો. જોત જોતામાં બે મહિના પસાર થઈ ગયા. અત્યારે તો માર જ ખાધા કરવાનો છે. ગુરુદેવ !! જ્યાં સુધી આમ ? હવે શું ભણાવશો? જો સાંભળ! અત્યાર સુધી તો દિવસે વાર કરું છું પણ હવે તો રાત્રે વાર કરવાનો છું. ઊંઘમાં તલવારનો વાર કેવી રીતે ઝીલી શકાય? તમારે રાત્રે જાગતા રહેવાનું. પાસેના બીજા જાગી ન જાય તે રીતે જાગે છે અને તલવારના વાર ઝીલે છે. રાત્રે જાગૃત અવસ્થાનો અભ્યાસ શરૂ થાય છે. ચાર-પાંચ દિવસ ઘા પડે છે. વાગે છે. છતાં કુમાર દ્વેષ પામતો નથી. જ્યાં દ્વેષ ત્યાં જિજ્ઞાસા નહીં. આટલા વાર પડે છે છતાં દ્વેષ કેમ નથી ? જિજ્ઞાસા તીવ્ર કોટિની છે. માર ખાવો પડે તો ભલે પણ આજ ગુરુ પમાડશે. બીજા કોઈ પાસે નહીં મળે આવી જિજ્ઞાસા છે. જે દિવસે તત્ત્વ પામવાની જિજ્ઞાસા વધે છે ત્યારે બધા દુઃખો નહીંવત્ બની જાય છે. સમ્યગ્દષ્ટિ નારકીઓ ભયંકર દુ:ખમાં પરમાધામી પ્રત્યે દ્વેષ નથી કરતાં. તે જીવો ન સહન થાય તો ચીસો પાડે છે. પણ સમતા અને સમાધિમાં દિવસો પસાર કરે છે. તેમાં ત્રણ કારણ છે. (૧) જો આ દુઃખ હું વેઠી લઉં તો ભાવી કાળ, પછીનો બધો કાળ ઉજ્જવલ છે, એ આશ્વાસન છે. (૨) આ દુખ તારી ભૂલથી આવ્યું છે, આ દુઃખ તારી ભવિતવ્યતાથી આવ્યું છે આ દુ:ખ આપનાર પરમાધામી નથી. માટે સમાધિ રાખ. (૩) ગ્રન્થિ ભેદાઈ ગઈ છે. ગ્રન્થિ ભેદાવાના કારણે જીવ પાંચમી દૃષ્ટિમાં આવ્યો છે ત્યાં કદાચ દ્વેષ થઈ જાય પણ દ્વષ પ્રત્યે અરૂચી તો છે જ. જ્યારે છઠ્ઠી દૃષ્ટિ તો આનાથી મહાન છે. કાંતા દૃષ્ટિ છે એમાં દ્રષ નહીં - અરૂચિ નહીં, કંઈ જ નહીં. કષાયોનો વિશેષ ક્ષયોપશમ છે. આત્મગુણો, આત્મભાવો એટલા બધા ખીલેલા હોય છે કે જેથી છઠ્ઠી દષ્ટિમાં સંસાર પ્રત્યે ઉદાસીનભાવ હોય છે. - કુમાર વિચારે છે, ધર્મ શિક્ષણ લેવું છે તો આવી તૈયારી રાખવી જ રહી. અઠવાડિયામાં તો રાત્રિમાં જાગૃત થઈ ગયો. રાત્રે પણ તલવારના વારનું ઢાલથી રક્ષણ કરે છે. ત્રણ મહિના થઈ ગયા, ફરી પૂછે છે – ગુરુદેવ ! હવે ધર્મ શિક્ષણ ક્યારે આપશો ? બસ, થાકી ગયો.. અત્યાર સુધી લાકડાની તલવાર હતી, હવે તો પોલાદની તલવાર કાઢી છે તેના વાર હવે ઝીલવાના છે. આમાં જરા પણ પ્રમાદમાં રહ્યો તો ધડ અને માથું છૂટા થઈ જશે. ખૂબ સાવધ રહેવું પડશે. જ્ઞાનીઓ કહે છે આ રીતે મૃત્યુથી સાવધ રહેવાનું છે. મનુષ્ય જીવનમાં મૃત્યુથી આટલા જ સાવધ રહેવાનું છે. હમણાં મૃત્યુ આવે છે. તમે મૃત્યુ માટે તૈયાર છો ? ગમે ત્યારે મૃત્યુ આવે તો સમાધિ ને સમાધિ જ ને ? - કુમાર એટલો બધો જાગૃત બની ગયો છે કે એકપણ ઘા શરીર પર વાગતો નથી. કુમારનું મન સંસારના બધા વિષયોમાંથી નીકળી ગયું છે. ગુરુ બહારથી કઠોર હોય છે, અંદરથી કઠોર ન હોય. અંદર પુષ્પથી પણ વધુ કોમળ હોય છે. “વાલિપિ ડોર કૃતિ સુમ”િ જેને પાસે રાખ્યો છે તેનું હિત કરવું છે એને પરમાત્મા બનાવવો છે એની કુટેવો કાઢવા ગુરુ બહારથી કઠોર કેમ ન બને? હવે આ બાજુ એક બીજા શિષ્યને રાત્રે પગે જીવડું કરડયું એની સેવા માટે ત્યાંને ત્યાં તલવાર મૂકીને ગુરુ દોડ્યા. કુમારે ગુરુની તલવાર ઉપાડી. કેમ ચલાવાય? કેવી રીતે વાર 2010_05 Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ કરાય? જોઉં તો ખરો ! જૂએ છે. ગુરુ કહે રાજકુમાર ! ઊભા રહેજો, ઊભા રહેજો, ભલા, તમારી પાસે તો રક્ષણ માટે ઢાલ હતી. મારી પાસે કંઈ નથી અને તમે યુવાન છો. હું વૃદ્ધ છું માટે ઊભા રહેજો. ઓહોહો ! ગુરુદેવ ! આપ મારા મનની વાત પણ જાણી ગયા !! ગુરુ કહે છે – સંસારના પદાર્થોનું સ્વરૂપ જોતાં જોતાં, અનિત્યાદિ ભાવના ભાવતાં ભાવતાં મારા ચિત્તમાંથી વિકારો એટલા બધા નીકળી ગયા છે, કે મારું મન નિર્મળ-સ્વચ્છ બની ગયું છે. ચિત્તમાંથી વિકારો નીકળી જવાથી, દર્પણ કરતાં વધુ ઉજ્જવલ મન બન્યું છે તેથી તેમાં બધા પ્રતિબિંબો પડે છે. મતિજ્ઞાનમાંથી જ્યારે ઇચ્છાઓ, લાલસાઓ, વાસનાઓ, ઇર્ષ્યા, અસૂયા વિગેરે નીકળી જાય છે ત્યારે દર્પણ કરતાં પણ મન અધિક સ્વચ્છ બની જાય છે. ત્યારે જગતના જીવો જે વિચારે છે તેનો ખ્યાલ આવે છે. કેવળજ્ઞાનમાં તો બધા જ પ્રતિબિંબો પડે પણ આ જગતમાં મતિજ્ઞાનની નિર્મળતા પણ પ્રાપ્ત થાય છે ત્યારે તેમાં ઘણું બધું જણાવા માંડે છે. પરમાત્મા, મનના પડદાની પાછળ જ રહેલા છે. વચ્ચે પડદો છે. મનમાં મલિનતા છે, તે મલિનતા નીકળી જાય, મન સ્વચ્છ બને એટલે પરમાત્મા પ્રતિબિંબિત થઈ જાય છે મનને પેલે પાર રહેલા પરમાત્મા સહેલાઈથી મળી જાય છે. મનમાંથી મલિનતા જાય છે એટલે અંતઃકરણ સ્વચ્છ બને છે. કુમાર, તમારું શિક્ષણ આજથી પૂરું થાય છે. અંત:કરણની નિર્મળતા એ જ સાધનાનો પાયો અંત:કરણને નિર્મળ બનાવો, એ નિર્મળતામાંથી મનની સ્થિરતા મળે છે. સ્થિરતા પામેલું મન ધ્યાન ને પામે છે. એકાગ્રતા એ ધ્યાન છે. attention એ ધ્યાન છે, મન એકાગ્ર તો બન્યું પણ મન મલિન છે તો દુર્થાન છે, આર્તધ્યાનાદિ છે. મન એકાગ્ર બન્યું અને મન નિર્મળ છે તો ધર્મધ્યાન બને છે. નિર્મળતા અતિ આવશ્યક છે. સ્થિરતા પહેલા નિર્મળતા જોઈએ. નિર્મળતા વગરની સ્થિરતા એ આત્માને નુકશાનકારક છે. જગત એના સ્વરૂપે છે. એ જ્યાં છે, ત્યાં જ રહે તે વધારે સારું છે. આપણે એને મનમાં ઘાલીને મનનો સંસાર ઊભો કર્યો છે. વિનાશી જગત છે. જ્યાં છે ત્યાં તેને રહેવા દો. તમે જ્યાં છો ત્યાં રહો. તમે તમારા ઉપયોગને ત્યાં લઈ જાઓ છો અને વિનાશી જગતને ખેંચી-ખેંચીને અંદરમાં ઠાલવો છો એ જ અભ્યતર સંસાર છે. જેને અંદરમાં સંસાર ઠાલવ્યો, તેનું મન મલિન બની ગયું તે કદી પરમાત્માને પામી શકતો નથી. મનને જ સ્વચ્છ બનાવવાનું છે. ધર્મ કરવો એટલે શું ? અંત:કરણને સ્વચ્છ કરવું તે ધર્મ છે. મલિન મનને નિર્મળ બનાવવું તે ધર્મની શરૂઆત છે. ચરમાવર્તિમાં જ અંતઃકરણની નિર્મળતા આવે છે. અચરમાવર્તમાં નિર્મળતા આવતી નથી. ચરમાવમાં પણ ભાવમલનો હ્રાસ થાય પછી આવે છે. ભાવમલના હ્રાસ પછી પણ બળવાન નિમિત્ત સામગ્રી મળવાથી મનની નિર્મળતા આવે છે. બળવાન નિમિત્ત સામગ્રી મળ્યા પછી પણ જીવના પુરુષાર્થથી આવે છે. તે પહેલાં નિર્મળતા આવે તોય કિંમત નથી. 2010_05 Page #251 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ શું છે ? ૨૨૦ વિશેષ લાભદાયી નથી. કારણ કે શત્રુ બળવાન છે. તેનું બળ પરાકાષ્ઠાનું છે. જીવ શત્રુના પક્ષમાં ઘુસેલો છે. શત્રુને મિત્ર માનીને જીવે છે. જે જીવ શત્રુને મિત્ર માને તે નિર્મળ - સ્વચ્છ હોય તો પણ કેવો કહેવાય? કેમ કે શત્રુના ઘરમાં છે. શત્રુના ટોળામાં ગયેલો સારો માણસ પણ સારો ન કહેવાય. તમારા જ મિત્ર છે, પણ શત્રુના ટોળામાં છે, ભલે ડાહ્યું ડાહ્યું બોલે, પણ શત્રુના ટોળામાં ગયેલો છે, માટે સારો હોવા છતાં સારો ન કહેવાય. નિમિત્ત તે છે કે, જે કાર્યને પરિણામ પામવામાં સહાયક બને. ઉપાદાન તે છે કે જે કાર્ય રૂપે પરિણામ પામે. બન્ને સ્વક્ષેત્રે મહાન છે. ઉપાદાન ગમે તેટલું ઊંચુ હોય તો ય નિમિત્ત વિના પરિણામ પામતું નથી. જીવનમાં નિમિત્તને પકડવાનું છે. ને દૃષ્ટિ ઉપાદાન તરફ વાળવાની છે. જો દષ્ટિ ઉપાદાન તરફ ન વાળે તો અનન્ય ત્યા દૃષ્ટિ સંસાર તરફ ફેંકાય છે. સ્યાદ્વાદ શું છે ? પરમાત્મા પોતે સ્યા નથી પણ અસ્યાદ્ અર્થાતુ પૂર્ણ છે. છતાં પરમાત્માએ સ્યાદ્વાદ બતાવ્યો છે, તે આપણા હિતને માટે છે. સ્યા એટલે કિંચિત્ – કંઈક, કોઈક અપેક્ષાએ સંસારી જીવો પાસે જે કાંઈ પણ છે, તે કંઈક જ છે. કારણ કે પુલને પામીને કોઈ પણ પૂર્ણ બની શકતો નથી, પુદ્ગલ પોતે સ્વયં જ અપૂર્ણ તત્ત્વ છે. તો તેને પામીને તેનાથી પૂર્ણ કેવી રીતે બનાય ? અને જ્યાં સુધી વીતરાગતા અને પૂર્ણતા પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આધ્યાત્મિક ક્ષેત્રે પણ આપણી પાસે કંઈક જ છે. આમ ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે જીવની પાસે કંઈક જ હોવા છતાં, પોતાની પાસે ઘણું બધું છે, એમ માની જીવ અહંકારી બની, બીજાનો પરાભવ ન કરે, અને સાધનાનો માર્ગ ચૂકી ન જાય તે હેતુથી પ્રભુએ સ્યાદ્વાદ બતાવ્યો છે. મારી પાસે કંઈક જ છે, અર્થાત્ ઘણું બધું મેળવવાનું બાકી છે, આવો ખ્યાલ સતત જીવતો – જાગતો રહે તો જ જીવ અહંકારથી બચી સાધના તરફ વળે. એકાંતે સમ સ્વરૂપ એવા આત્માને પામવા માટે સ્યાદ્વાદ છે. અનેકાન્ત દષ્ટિ દ્વારા પદાર્થ માત્ર અનન્તધર્માત્મક છે, તેનો સ્વીકાર કરી દષ્ટિમાં રહેલ એકાન્ત આગ્રહ-કદાગ્રહનો ત્યાગ કરવાનો છે. અને એના દ્વારા આત્માનું સમસ્વરૂપ પામવાનું છે. દષ્ટિમાંથી જ્યારે એકાન્ત-આગ્રહ-કદાગ્રહ નીકળી જાય છે, ત્યારે મનમાંથી સંકલ્પવિકલ્પો ઘટવા માંડે છે. દરેક વસ્તુનું તટસ્થભાવે મુલ્યાંકન કરવાની ક્ષમતા આવે છે. મતિજ્ઞાનના ઉપયોગમાંથી કર્કશતા નીકળી જાય છે. મતિજ્ઞાન મુલાયમ- soft બને છે. તેના કારણે વાણી સ્યા પદથી યુક્ત બને છે. ચા પદ અપેક્ષાને સૂચવે છે, પરસ્પર વિરુદ્ધ એવા અનન્તધર્મોથી યુક્ત પદાર્થ છે, તેમાં કોઈ પણ જાતની અપેક્ષા વિના અર્થાત્ સ્યાદ્ લગાડ્યા વિના માત્ર એક ધર્મનું વિધાન કરી ઇતરનો નિષેધ કરવો તે અનુચિત છે. માટે જ્યાં સુધી કેવળજ્ઞાનથી સર્જાશે પદાર્થનું 2010_05 Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ યોગદષ્ટિનાં અજવાળાં-ભાગ-૨ ગ્રહણ ન થાય ત્યાં સુધી છાપસ્થિક જ્ઞાનથી જે જણાય છે તે અંશરૂપ છે, તેથી બીજા અંશનો વ્યવચ્છેદ કરી શકાતો નથી. અપૂર્ણજ્ઞાન એક અંશના વિધાન દ્વારા બીજા અંશનો વ્યવચ્છેદક ત્યારે જ ન બને કે તે ધર્મનું વિધાન સ્યાદ્ પદથી યુક્ત હોય. સ્યાદ્વાદની વિશેષતા સ્યાદ્વાદ અને અનિશ્ચિતવાદ આ બે વસ્તુ જૂદી છે. સ્યાદ્વાદ એ અનિશ્ચિતવાદ નથી જ. જે અપેક્ષાએ જે વસ્તુ તું છે તે અપેક્ષાએ તે વસ્તુ અસતું નથી જપરંતુ તેનાથી વિરોધી અપેક્ષાએ અસત્ છે. તે જ રીતે, જે પદાર્થ જે અપેક્ષાએ નિત્ય છે, તે જ પદાર્થ તે જ અપેક્ષાએ અનિત્ય નથી જ, પણ તેનાથી બીજી અપેક્ષાએ અનિત્ય છે. એમ જે વસ્તુ જે અપેક્ષાએ પ્રકાશ રૂપ છે તે જ અપેક્ષાએ અંધકાર રૂપ નથી, એમ જે અપેક્ષાએ જે વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે તે જ અપેક્ષાએ અજ્ઞાન સ્વરૂપ નથી જ. આમ પરસ્પર વિરોધી અનન્તધર્માત્મક પદાર્થમાં, તે તે અપેક્ષાએ તે તે ધર્મોનો સ્વીકાર તે સમ્યગુજ્ઞાન છે, અને તે સ્યાદવાદ સ્વરૂપ છે. જ્યારે પરસ્પર વિરુદ્ધ ધર્મોનો એક જ અપેક્ષાએ સ્વીકાર તે મિથ્યાજ્ઞાન છે, અને તે અનિશ્ચિતવાદ છે. નિશ્ચિત અપેક્ષાએ પણ કોઈ વસ્તુનું નિશ્ચયાત્મક કથન ન કરીએ તો પછી તે સ્યાદ્વાદ અને અનેકાન્તવાદ ન રહે, પરંતુ તે સંશયવાદ અને અનિશ્ચિતવાદ બની જાય. જેમકે દશરથની અપેક્ષાએ તે ભવમાં રામ એ તેમનો એકાન્ત પુત્ર છે. આ સમ્યગુ એકાન્ત એ અનેકાન્તવાદનો જ અંશ છે. જ્યારે રામ પુત્ર પણ છે, અને પિતા પણ છે, એવું જે અનેકાન્ત વચન છે તે અનુક્રમે દશરથ પિતા અને લવ, કુશા પુત્રની અપેક્ષાથી ગર્ભિત છે. સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણને પોતે લખેલ ઇન્ડિયન ફિલોસોફીમાં અનેકાન્તવાદને કુંદડીવાદ કહી, અયોગ્ય રીતે ખંડન કરીને અવમૂલ્યન કર્યું છે. અને અનેકાન્તવાદની જે ઠેકડી ઉડાડી છે તે તેમની જૈનશાસનના હાર્દ અને રહસ્યો પ્રત્યે નરી અજ્ઞાનતાનું સૂચક છે. અને મહામોહનો વિલાસ છે. પરમાત્માએ બતાવેલ સ્યાદ્વાદ એ અસ્યા એવા આત્માની પ્રાપ્તિ માટે છે. સ્યા એટલે કિંચિત, અપૂર્ણ, કંઈક. જગતમાં જે છે તે કંઈક જ છે. આપણી પાસે પણ જે છે તે કંઈક છે. હવે આગળ વધીને અસ્યાદ્ એટલે પૂર્ણતા, પૂર્ણ એવા પરમાત્માને પામવાની સાધના કરવાની છે. અનેકાન્ત દ્વારા સમમાં આવવાનું છે. એકાત્ત એટલે આગ્રહ-કદાગ્રહ. એમાં ઘણા ડખા છે. અનેકાન્ત આવે એટલે આગ્રહ નહીં, કદાગ્રહ નહીં. અનેકાન્ત દ્વારા આગ્રહ - કદાગ્રહનો ત્યાગ કરીને સમ-સ્વરૂપને (સમભાવને) પ્રાપ્ત કરવાનું છે. નિશ્ચયની અપેક્ષા વિનાનો વ્યવહાર ખોટો છે. દિગંબરો નિશ્ચયને માને છે. પણ વ્યવહારને ગૌણ ગણે છે. જૈનદર્શન કહે છે કે નિશ્વયને પણ વ્યવહારની અપેક્ષા હોય તો તે નિશ્ચય સાચો. અને વ્યવહારને પણ નિશ્ચયની અપેક્ષા હોય તો તે વ્યવહાર સાચો. એકબીજાની અપેક્ષા વિનાના બંને નકામા છે. 2010_05 Page #253 -------------------------------------------------------------------------- ________________ સંસારની ત્રિવિધતા સ્વરૂપનું લક્ષ્ય, સ્વરૂપ શુદ્ધિનો ખ્યાલ, સ્વરૂપ તરફની જાગૃતિ એ નિશ્ચય છે અને આચારમાર્ગનું અણીશુદ્ધ પાલન તે વ્યવહાર છે. બંનેનો સુમેળ તે મોક્ષમાર્ગ છે. જેમ સમુદ્રમાં મુસાફરી કરનાર નાવમાં બેઠેલા મુસાફરને, નાવિકને હોકાયંત્ર કઈ દિશા બતાવે છે, તે ચોવિસે કલાક જોવું પડે છે, અને તે તરફ હલેસા પણ મારવા પડે છે. એમ સંસાર સાગર તરવા માટે ચારિત્રની નાવમાં બેઠેલા સાધકને સ્વરૂપની દિશા તરફનું લક્ષ્ય સતત રાખવું પડે છે. અને વિધિ-નિષેધરૂપ આચાર પાલનના હલેસા માર્યા કરે, તો મોક્ષને પામી શકાય. વ્યવહારની જરૂર ક્યાં સુધી ? જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી. તેરમા ગુણઠાણા સુધી વ્યવહાર છે. ખુદ પરમાત્માને ઘાતીકર્મના ક્ષય પછી પણ આપણા (જગતના) પરિચયમાં આવવું પડે છે ? હા, શા માટે ? આપણા ઘાતી કર્મોનો નાશ કરીને તેમના જેવા બનાવવા માટે પરિચયમાં આવે છે. ઘાતી કર્મનો નાશ કરવા માટે પ્રભુ ઉપદેશ આપે છે. પ્રભુ તેમના જેવા બનાવે છે. તમે પણ સંસારી, (સાધુ) હું પણ સંસારી, અને તીર્થંકર પરમાત્મા પણ સંસારી. ત્રણે સંસારી ખરા ? મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી બધા સંસારી ખરા. ૨૨૨ સંસારની ત્રિવિધતા પણ સંસારી સંસારીમાં ભેદ છે. ફરક છે. (૧) તીર્થંકર પરમાત્માને શરીરનો સંસાર છે. (૨) સાધુને શરીરનો અને પરિગ્રહ (શરીર-મૂર્ચ્છ)નો સંસાર છે. (૩) ગૃહસ્થને શરીર, પરિગ્રહ અને ભોગનો સંસાર છે. પરમાત્માને ખાલી શરીર રહ્યું છે. અઘાતી કર્મના ઉદયે શરીરમાંથી આત્મા છૂટ્યો નથી. શરીરના સંસારથી સંસારી છે. શરીર છે ખરું પણ તેનો પરિગ્રહ નથી. ચૈતન્યનો ગોળો (નાળીયેરમાં ગોળાની જેમ) છૂટો પડી ગયો છે. સાધુને શરીરનો સંસાર છે, શરીર અને આત્માના પ્રદેશો એકમેક થયેલા છે. ચૈતન્ય ગોળો છૂટો પડ્યો નથી, માટે શરીરની અસર અમુક અંશમાં આત્મા ઝીલે છે. એટલા અંશમાં દેહનો પરિગ્રહ કહેવાય. શરીર પર યત્કિંચિત્ મૂર્છા છે. માટે શરીર એ પરિગ્રહ છે. શરીર મારૂં છે એ અવ્યક્તપણે બેઠું છે, એટલે (૧) શરીર સંસાર અને (૨) પરિગ્રહ સંસાર છે. ગૃહસ્થને શરીર-કર્મ ને આત્માનો લોહાગ્નિ ન્યાયે સંબંધ છે. ક્યાય અને ઉપયોગ લોહાગ્નિ ન્યાયે ભળેલા છે. ચૈતન્યના ગોળામાં રાગ દ્વેષનું પાણી ભરેલું છે, લીલું-પાણીચું નાળીયેર છે. એટલે શરીરને વાગે ત્યારે મને વાગ્યું - આત્માને અસર થાય છે. આ ભોગ સંસાર છે. - 2010_05 ગોશાળાએ પરમાત્માને તેજોલેશ્યા મૂકી પણ ઘાતી કર્મના નાશ પછી અઘાતીના ઉદયે આવતી શાતા-અશાતા ખાલી દેખાવની હોય છે. અંદરમાં - આનંદ વેદનમાં કંઈ ફરક Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ નથી. સાધુ શરીર દ્વારા ભોગ ભોગવતાં નથી. સાધુને યોગની સાધના છે. માટે ભોગ સંસાર નીકળી ગયો છે. શરીર અને પરિગ્રહ સંસાર છે. તમારે (ગૃહસ્થને) ભોગ સંસાર પણ છે. આ ભોગ સંસાર, પરિગ્રહ સંસાર અને શરીર સંસાર, આ ત્રણે સંસારથી તમે સંસાર છો. ભોગી મટીને યોગી બનો તો એક સંસાર નીકળી જાય. જેનો એક સંસાર (ભોગનો) જાય તો દુર્ગતિ જાય છે. દુર્ગતિનું દુ:ખ રહેતું નથી. પણ જન્મ-મરણનું દુઃખ ઊભું રહે છે. જેના બે સંસાર જાય એના દુ:ખમાત્ર જાય. દુ:ખ માત્રને ટાળવા માટે ભોગ અને પરિગ્રહ રૂપ બેયને કાઢવા પડે. તો જ દુ:ખમાત્ર જાય છે. જેના ત્રણ સંસાર જાય એને સિદ્ધાવસ્થા આવે છે. બે સંસારને કાઢવા માટે જ પ્રયત્ન કરવાનો છે. ત્રીજો સંસાર બાધક નથી. બે સંસાર જાય તેની કાળક્રમે ત્રીજો સંસાર નીકળી જ જવાનો છે. તેરમાં ગુણઠાણે પૂર્ણ આનંદ વેદન છે. પણ તેરમે અશુદ્ધિ તો ઊભી છે. કર્મલિક એક પણ ન હોય તો શુદ્ધિ કહેવાય. એટલે આનંદ વેદન છે, પણ ચાર કર્મની અશુદ્ધિ ઊભી છે. જ્યારે સિદ્ધાવસ્થામાં આનંદ વેદન તો છે જ અને શુદ્ધિ પણ ઊભી થઈ ગઈ છે. આત્મપ્રદેશોની કંપનતા પણ અશુદ્ધિ છે. ઉપયોગમાં કષાય હોવા તે જેમ અશુદ્ધિ છે, તેમ પ્રદેશોની કંપનતા પણ અશુદ્ધિ છે. તમારે એને પણ દુ:ખી કહેવા હોય તો કહી શકો છો. પણ તે દેખાવનું દુઃખ કહેવાય, દશ્યમાં દુઃખ છે, વ્યવહારથી દુઃખ છે, એમ કહો. આ વાત સમજાય છે, કે હવામાં ઊડી જાય છે ? સાંભળીને સ્થિર કર્યું હશે તે પોતાનું થશે. જિજ્ઞાસા બીજી દષ્ટિમાં જિજ્ઞાસા નામનો ગુણ પ્રાપ્ત થાય છે. જિજ્ઞાસા ગુણના કારણે તત્ત્વ ક્યાંથી મળે તેવી ઉત્કૃષ્ટ કોટિની જિજ્ઞાસા હોય છે. આવી જિજ્ઞાસા હોય ત્યાં કોઈ પણ જાતની પકડ ન હોય. સાચો જિજ્ઞાસુ એકલા તત્ત્વને જ પકડે છે. હંસ જેવી તેની દૃષ્ટિ હોય છે. હંસને ક્ષ—નીર ભેગા કરી આપો તો તે સાર તત્ત્વને – ક્ષીરને જ પ્રાપ્ત કરે છે. અસારપાણીને જુદું કરે છે, ફેંકી દે છે. તેમ તત્વજિજ્ઞાસુ જ્યાં જાય ત્યાંથી અતત્વને બાજુ પર છોડી તત્વને જ ગ્રહણ કરે છે. આવી દષ્ટિ વિકસે તો જ આત્માને લાભ થાય છે. તત્ત્વની જિજ્ઞાસા વિનાનો ધર્મ નકામો છે. તત્ત્વની જિજ્ઞાસાથી સમ્યક્ત પામીને ઠેઠ વિરતિ સુધી પહોંચી શકાય છે. શાબાશી લેવાનો આ માનવ ભવ છે. તેમાં આપણે નાલેશી લઈએ છીએ. પ.પૂ. હરિભદ્રસૂરી મ.સા. તત્ત્વની જિજ્ઞાસા ઓળખાવી રહ્યા છે. મોહનીયકર્મનો રસ તૂટે એટલે શુદ્ધિ વધે છે. શુદ્ધિ વધતા શ્રવણનો રસ વધ્યો. એટલે તત્ત્વની જિજ્ઞાસા વધી. જેને આત્મકલ્યાણ કરવું છે, તેને તત્ત્વ સમજ્યા વગર ચાલે નહીં. જેમ જેમ તત્ત્વ જાણતા જાઓ તેમ તેમ જિજ્ઞાસા વધતી જાય છે. જિજ્ઞાસાના બળે જ્ઞાન વધે છે. જ્ઞાનના બળે જિજ્ઞાસા વધે છે. બન્ને અન્યોન્ય વૃદ્ધિ પામે છે. એનો અંત આવતો નથી. જિજ્ઞાસાથી જ્ઞાનની વૃદ્ધિ થઈ, વૃદ્ધિ પામેલું જ્ઞાન નવા નવા જ્ઞાનને ઊભું કરે છે. ક્ષયોપશમભાવ વધતો જાય છે, ક્ષયોપશમભાવ વધતાં ક્ષાવિકભાવને પામે છે. 2010_05 Page #255 -------------------------------------------------------------------------- ________________ વૈનાયિકી મતિ ઉપર બે વિદ્યાર્થીનું દૃષ્ટાંત - ૨૨૪ - - જ્ઞાન, જ્ઞાની પાસેથી જ લેવું જોઈએ. પોતાની જાતે ભણી લેવાથી જૈન શાસનનું હાઈ પામી શકાતું નથી. એમાં અહંકાર આવે છે. જેની પાસેથી જ્ઞાન લેવું છે તેના પ્રત્યે આદર-બહુમાન હોવા જોઈએ. ખાલી જ્ઞાનની વૃદ્ધિ જ નથી કરવાની. પણ મતિજ્ઞાનમાંથી કેવળજ્ઞાન મેળવવાનું છે. આપણા મતિજ્ઞાનને કેવળજ્ઞાન રૂપે બનાવવાનું છે. જૂઓ ! બધું મતિજ્ઞાનમાંથી જ નીકળ્યું છે. સંસાર પણ મતિજ્ઞાનમાંથી નીકળ્યો છે. અને હવે જે કાંઈ પ્રાપ્ત કરવું છે તે પણ જ્ઞાનમાંથી જ પ્રાપ્ત કરવાનું છે, અને તે કરીને પાછું જ્ઞાનમાં જ સમાઈ જવાનું છે. ભણવાથી જ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. મતિજ્ઞાનને કેવળજ્ઞાન બનાવવું હોય તો પહેલા વિતરાગતા લાવવી પડે છે. વીતરાગતા લાવવા માટે, પહેલા વૈરાગ્ય લાવવો પડે. જે જ્ઞાનમાં વૈરાગ્ય નહીં, વીતરાગતા નહીં તો તે જ્ઞાન મોક્ષમાર્ગ નહીં. જે જ્ઞાનમાંથી કષાય, પ્રમાદ, અહંકાર ન નીકળે, તો તે જ્ઞાન મારક બને છે. ગુરુની નિશ્રા, ગુરુની વિનય-ભક્તિ વગરનું જ્ઞાન કાચા પારા જેવું છે. તે જ્ઞાન ફૂટી નીકળે છે. તે જ્ઞાન પચતું નથી. જ્ઞાની તે છે, કે જે સેવાને ઇચ્છે નહીં, સેવાને લે નહીં, સાધક તે છે, કે જે ગુરુની સેવા-ભક્તિ કર્યા વગર રહે નહીં. ગુનિશ્રાએ ભક્તિબહુમાન અને આદરપૂર્વક લીધેલું જ્ઞાન, ક્ષયોપશમભાવની વૃદ્ધિ કરવા દ્વારા કેવળજ્ઞાન બનીને રહે છે. ઠેઠ મોશે પહોંચાડે છે. વૈનાયિકી મતિ ઉપર બે વિધાર્થીનું દૃષ્ટાંત – બે વિદ્યાર્થી છે. નંબર એક અને નંબર છે. બન્ને ગુરુ પાસે ભણવા રહ્યા છે. એક જ ગુરુ બન્નેને ભણાવે છે. બન્નેને એક સાથે જ ભણાવે છે. ને એકસરખું જ ભણાવે છે. એક પાસે ગુરુ પ્રત્યે ભક્તિ, વિનય, આદર, બહુમાન સેવા, વિવેક બધું છે. ગુરુકૃપાથી તેને મોહનીયકર્મ અને જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થાય છે. બીજા પાસે ગુરુભક્તિ, વિનય, આદર બહુમાન, સેવા, વિવેક નથી. નંબર એકને ન પરિણમે છે. બીજાને પરિણામ પામતું નથી. બન્ને ભણીને તૈયાર થયા. એકવાર તે બન્ને એકસ્થાનેથી બીજા સ્થાને જઈ રહ્યા છે. રસ્તામાં ઝાડ નીચે ખાવા બેસે છે. ત્યાં પહેલો વિદ્યાર્થી બીજાને કહે છે. - જલ્દી ખાઈ લે, આપણે જલ્દી ખાઈને જલ્દી રાજા પાસે પહોંચીએ તો દક્ષિણા વિગેરે મળશે. રાજા અત્યારે અનેક લોકોને દાન-દક્ષિણા-વધામણી આપતાં હશે. માટે આપણે પણ ત્યાં પહોંચી જઈએ. બીજો પૂછે છે કે તે કેવી રીતે જાણું? પહેલો કહે છે જો સાંભળ! આ હાથિણીના પગલાં છે. અહીંથી હાથિણી ગઈ છે. તે એક આંખે કાણી છે. તેના પર રાજાની રાણી બેઠેલી છે. એ રાણીએ લાલ સાડી પહેરેલી છે. તે ગર્ભવતી છે. નજીકમાં જ (હમણાં જ) પ્રસવવાળી છે. તેને પુત્ર જન્મશે. પુત્રની વધામણીમાં રાજા યાચકોને અઢળક દાન આપશે. આપણાને પણ દાન મળશે, અને આગળ જતાં વિનીત વિદ્યાર્થીએ જે રીતે કહ્યું હતું તે જ રીતે બધું જોવા મળ્યું. બન્ને જણા વાતો કરતાં આગળ ચાલી રહ્યા છે, ત્યાં રસ્તામાં સરોવર આવ્યું. એક ડોશીમા પાણીનો ઘડો લઈને ત્યાંથી 2010_05 Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ નીકળ્યાં. તેમને પગે ઠેસ વાગવાથી માથાપરથી ઘડો પડ્યો. અને ફુટી ગયો. ડોસી રડવા લાગી. છોકરાઓ પૂછે છે માજી! કેમ રડો છો ? માટીનો ઘડો છે, ને ફુટી જાય. એમાં રડવાનું શું કામ ? ના, ના, ભાઈ ! પણ આજે મારો દીકરો પરદેશથી આવવાનો હતો. હજી સુધી કંઈ સમાચાર નથી. તેનું શું થયું હશે? ડોસીમા ધ્રુસકે ધ્રુસકે રડ્યા. ત્યાં પેલો બીજો અવિનીત વિદ્યાર્થી બોલ્યો માજી! નહી નાંખો, તમારો દીકરો મરી ગયો છે. ત્યારે પહેલો વિદ્યાર્થી કહે છે – માજી ! રડો નહીં, ખુશાલી મનાવો. તમે ઘરે જશો, ત્યારે તમારો દીકરો આવેલો જ હશે. ડોસી જલ્દી ઘરે પહોંચે છે, દીકરો આવેલો જ હતો. માની રાહ જોતો હતો. માતા ખુશ-ખુશાલ થઈ ગઈ. એનું કહેલું સાચું પડયું. ડોસીમાએ સારામાં સારી ભેટ-સોગાદ આપી. પછી બન્ને ચાલતાં ચાલતાં ગુરુની પાસે પહોંચે છે. બીજો તો મનમાં ધુઆં પ્રઆં થઈ ગયો છે. આ બધો ગુરુનો જ વાંક છે. પેલાને જ્ઞાન આપ્યું, એવું મને જ્ઞાન નથી આપ્યું. ગુરુને જોતાં જ પહેલાએ ગુરુના ચરણોમાં ભક્તિ-બહુમાનથી વંદન કર્યું. અને પેલો બીજો તો એમને એમ અક્કડ થઈને ઊભો રહ્યો. ગુરુ કહે – કેમ આમ ? બસ, તમે એને જ બધું ભણાવ્યું છે. મને ભણાવ્યું જ નથી. જ્ઞાન આપવામાં પણ તમે વેરો–આંતરો કર્યો છે. પણ શું થયું? તે તો કહે. ત્યારે પહેલો વિનીત શિષ્ય કહે છે – ગુરુદેવ !! આપની કૃપાના બળે મેં આ પ્રમાણે કહ્યું. આપે અમને જ્ઞાન તો સરખું જ આપ્યું છે. ગુરુદેવ ! અમે અહીંથી નીકળ્યા પછી રસ્તામાં ખાવા બેઠાં, ત્યાં રસ્તામાં (રેતીમાં) તરતમાં જ ત્યાંથી ગયેલા હાથીના પગલાં જોયા. પણ ચાલતાં પડેલી તેની મૂત્રધારા ઉપરથી મેં અનુમાન કર્યું, કે આ હાથી નથી, પણ હાથિણી છે. વળી તેને એક જ તરફના ઝાડ-પાન ખાધાં હતાં. તેથી તે એક આંખે કાણી હશે. વચમાં આવેલ કાંટાની વાડમાં લાલા તાંતણા ભરાયેલા હતાં. આવી કિંમતી સાડી પહેરનારી રાજાની રાણી જ હશે. વળી તે રાણી લઘુ શંકા માટે નીચે ઉતરી હશે. અને તે ઉભી થઈ ત્યારે હાથનો ટેકો લીધો હતો. જમણા હાથનો પંજો રેતીમાં ઊંડો પડેલો હતો. તેથી તે ગર્ભવતી હશે. અને નજીકમાં જ પ્રસવ થશે. આવું બધું અનુમાન મેં કર્યું તે આપની કૃપાથી સાચું પડ્યું. અને પેલા માજીની બાબતમાં - તેમનો ઘડો ફૂટી ગયો તે અપશુકન કહેવાય. પણ પાણી, પાણીમાં ભળ્યું અને માટી, માટીમાં ભળી. તેથી મેં કહ્યું. માજી ! તમારો પુત્ર તમને તરતમાં મળશે. એ અનુમાન પણ આપની કૃપાથી સાચું પડ્યું. આને માર્ગાનુસારી ક્ષયોપશમ કહેવાય છે, સામાન્ય ક્ષયોપશમ જૂદો છે. અને માર્ગાનુસારી ક્ષયોપશમ જુદી ચીજ છે. જિજ્ઞાસા તત્ત્વોની પ્રાપ્તિ કરાવડાવે છે. તત્ત્વ મળતું જાય તેમ જિજ્ઞાસા વધતી જાય છે, અને ક્ષયોપશમ વધતો જાય છે. ક્ષયોપશમ વધતો જવાથી આગળ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. જિજ્ઞાસા એ ઉર્ધ્વગામી ગુણ છે. આત્માને ઉપર લઈ જાય છે. જ્યારે શંકા એ દોષ છે. અધોગામી છે. શંકાથી આત્મા નીચે ઉતરે છે. શંકા કેમ ખરાબ છે ? શંકા બે પ્રકારે છે. (૧) દેશ શંકા (૨) સર્વ શંકા – જે મૂળમાં શંકા પડે તે શંકા ખરાબ છે. બધા નિહનવો સમ્યક્ત હારી ગયા, સંસારમાં રખડ્યા. કારણ કે એમને જીનવચનનાં મૂળમાં શંકા પડી છે. માટે શંકા નીચે લઈ જાય છે. 2010_05 Page #257 -------------------------------------------------------------------------- ________________ રાગની ચીકાશ ભયંકર છે ૨૨૬ સંથારાના વિષયમાં જમાલને “કડેમાણે કડે” બેસતું ન હતું પણ “કૃતમેવ કતમુ એ જ બરાબર લાગતું હતું હું કહું છું તે જ વાત સારી છે, સાચી છે. પણ ભગવાને કહી તે વાત ખોટી છે. આ જિનવચનનાં મૂળમાં શંકા છે. આ મૂળમાં શંકા તે સર્વશંકા કહેવાય છે. આ શંકા ખરાબ છે. તે નીચે લઈ જાય છે. જૂઓ!ષ સ્થાન છે. આત્મા છે, (૧) નિત્ય છે, (૨) કર્મનો કર્તા છે, (૩) કર્મનો ભોક્તા છે, (૪) મોક્ષ છે, (૫) મોક્ષનો ઉપાય છે. (૬) આ છ સ્થાનોમાં જીવને શંકા નથી. પણ આત્માની બાબતમાં શંકા થાય કે જીવ તે નિત્યાનિત્ય, પરિણામી કઈ રીતે હોઈ શકે ? આ વાત સમજાતી નથી. વાત બેસતી નથી, આવી શંકા હોઈ શકે. આ દેશ શંકા છે. તેને સમજવા માટે પ્રયત્ન હોવો જોઈએ. જિજ્ઞાસા ગુણને વ્યાપક બનાવો. જિજ્ઞાસાથી આત્મા જ્ઞાની બને છે. જલ્દી મોક્ષે જવા માટે જિજ્ઞાસા બહુ જરૂરી છે. જિજ્ઞાસા આવે એટલે લઘુતા જીવનમાં આવે જ. એટલે એના જાણકારને વારંવાર પૂછવા જાય છે. એથી પોતે અજ્ઞાની છે, એ વાત (અર્થ) ફલિત થાય છે. લઘુતા હોય તો જ પૂછવા જવાય, તેનાથી માન તૂટી જાય, દરેક જીવે પોતાની જાત માટે આ વિચારવા જેવું છે, કે જ્યાં સુધી મને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી હું અજ્ઞાની છું. કારણ કે મોહ હોતે છતે, ઠેઠ અગિયારમાં ગુણસ્થાનકથી પણ નીચે પડી અનંત સંસાર ભટકી શકાય છે. જીવો અજ્ઞાની ક્યાં સુધી ? ચોદપૂર્વી પણ અજ્ઞાની, શ્રુતકેવલીઓ પણ અજ્ઞાની, યાવત્ અગિયારમાં ગુણસ્થાનક સુધી જીવ અજ્ઞાની છે. માટે જિજ્ઞાસા ગુણ અતિ મહત્ત્વનો છે. જેમ તપ રુચિ, ત્યાગ રુચિ, વૈરાગ્ય રુચિ, સંયમ રુચિ કેળવાય છે. તેમ જિજ્ઞાસા પણ જીવનમાં જોઈએ. જૈન કુળમાં જન્મીને તત્ત્વ સમજવું એ જ વિશેષતા છે. જો આ નથી તો બધું દળી-દળીને કુતરીને ચાટવા જેવું થશે. અંદરમાં વિદ્વાન બનવાની, વક્તા બનવાની, સાક્ષર બનવાની જો ઇચ્છાઓ પડી હશે, તો તે જિજ્ઞાસા મલિન આશયવાળી થવાથી શુદ્ધ જિજ્ઞાસા નહીં બની શકે. આત્મહિત, પરલોકહિતની ઇચ્છાથી તત્ત્વજિજ્ઞાસા હોય તો તે વાસ્તવિક બને છે. જ્યાં અંદરમાં વિષયોનું ખેંચાણ હોય, વિષયોની રુચિ હોય ત્યાં ધર્મ સ્થૂલથી હોય - દેખાવનો હોય છે. ધર્મ કરતાં કરતાં સંજ્ઞાઓ તૂટે છે? રસગારવાદિ તૂટે છે ?વિષયોનું આકર્ષણ ઘટે છે? કષાયો ઘટે છે ? જો આ બધું ઘટે તો આત્મઉત્થાન સહજ બને છે. અનાદિનું વિષયાદિનું આકર્ષણ તૂટે છે, ત્યારે તત્ત્વ જિજ્ઞાસા થાય છે. તેનાથી આદર – બહુમાન પૂર્વક જે જ્ઞાનનો અભ્યાસ થાય, તેમાં જે આનંદ આવે, તેવો આનંદ બીજે નથી. એ જ્ઞાનમાં જે શાંતિ છે તેવી શાંતિ બીજે નથી. અનાદિના આકર્ષણોને તોડવા માટે તત્ત્વજ્ઞાન શ્રેષ્ઠ છે. રાગની ચીકાશ ભયંકર છે આત્મામાં ભયંકર રાગની ચીકાશ પડેલી છે. એ નવા નવા ભયંકર કર્મ બંધાવે છે. એ રાગને તોડીને ચૈતન્યનો વિતરાગી રસ બનાવવાનો છે. ચૈતન્યનો વિતરાગી રસ અંદર ભેળવશો નહીં, ત્યાં સુધી રાગની ચીકાશ તૂટશે નહીં. તેને માટે જ્ઞાનને ઘુંટી-ઘૂંટીને 2010_05 Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ યોગદષ્ટિનાં અજવાળાં—ભાગ-૨ જ્ઞાનનો આનંદ ઊભો કરવાનો છે. જ્ઞાનનો આનંદ એવો ઊભો કરવાનો છે, કે જેમાં આખું જગત ભૂલી જઈએ. જેમ દર્શનાવરણીયની કર્મપ્રકૃતિ-નિદ્રાના ઉદયમાં આખું જગત ભૂલી જવાતું હોય છે. તેમ જ્ઞાનના ક્ષયોપશમમાં દેહ, ઇન્દ્રિયાદિને ભૂલી જવાના છે. આત્મા જ્ઞાનદશામાં રહીને દેહ-ઇન્દ્રિયાદિ સંસારને ભૂલી શકે છે. ભૂલ્યા વિના ક્ષપકશ્રેણી માંડી શકાતી નથી. સમ્યક્ત્વ પણ પ્રાપ્ત થતું નથી. તે કહે છે. આ બીજી દૃષ્ટિમાં બીજા પણ ક્યા ક્યા ગુણો પ્રાપ્ત થાય છે भवत्यस्यां तथाऽच्छिन्ना, प्रीतिर्योगकथास्वलम् । શુદ્ધચોળેલુ નિયમાત્, વદુમાનજી યોગિવુ ॥ ૪૨ ॥ અહીં યોગની કથામાં, યોગની વાતો સાંભળવામાં, અવિચ્છિન્ન પ્રીતિ હોય છે. અવિચ્છિન્ન એટલે અખંડ, જેની ધારા તૂટે નહીં તેવી, અતૂટ અવિચ્છિન્ન પ્રીતિ હોય છે. આત્માનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ જાણવા મળે, ત્યારે તેમાં જીવને અતિશય પ્રીતિ આવે છે. આ પણ ગુણ છે. આ યોગની પ્રીતિ ભાવપ્રતિવધસારા હોય છે. એટલે અંતરંગ, હૃદયના મમત્વની પ્રધાનતા વડે, અત્યંત ભાવ મમત્વથી અવિચ્છિન્ન હોય છે. એટલે જ્યાં યોગની વાતો જાણવા મળે, જ્યાં યોગની કથા સાંભળવા મળે, ત્યારે ઉપયોગ સ્ખલના પામે નહીં. કદાચ ક્રિયામાં સ્ખલના આવે એ બની શકે, પણ આ યોગકથામાં ઉપયોગ સ્ખલના પામતો નથી. જ્ઞાન પોતાની ચીજ છે. તત્ત્વની વાત રોજ રોજ સાંભળો તો ય કંટાળો ન આવે. એ ચીજ આપણા ઘરની ચીજ છે. ઘરની ચીજ રોજ સાંભળવામાં, ઘરની ચીજ રોજ વધારવામાં કંટાળો આવે ? તેમ જ્ઞાન આપણા ઘરની ચીજ છે. જ્ઞાન આપણું સ્વરૂપ છે. આત્મા પોતે જ જ્ઞાનમય છે. જેનાથી જ્ઞાન વૃદ્ધિ પામે છે પૂર્ણ બને છે તેવા યોગની વાતો સાંભળવામાં કેવો આનંદ આવે ? એમાં કંટાળો આવે જ નહીં. પૂર્વસેવા-યોગની ભૂમિકા યોગ માર્ગ કોને મળે ? યોગબિન્દુ ગ્રન્થમાં પ.પૂ. હરિભદ્રસૂરી મ. યોગ પ્રાપ્ત કરતાં પહેલાં તેની પૂર્વસેવા બતાવે છે. પૂર્વ ભૂમિકામાં પણ સાધના કરવાની હોય છે. યોગની પહેલાં (૧) દેવપૂજા, ગુરુપૂજા (૨) સદાચાર, (૩) તપ અને (૪) મુક્તિનો અદ્વેષ જોઈએ. આ બધી પૂર્વ સેવા છે. જીવને અચરમાવર્તમાં યોગ ન મળ્યો, કેમ ? પૂર્વસેવા ન હતી માટે. દેવ-ગુરુ પૂજા વિગેરે ન હતું. ચરમાવર્તમાં પૂર્વ સેવા આવે છે, અને તેમાં પણ ચરમાવર્તમાં ભાવમલ ઘટે છે ત્યારે આવે છે. ધર્મ પામવા માટે ગુરુસેવા જોઈએ. માતા-પિતા-વડિલોની સેવા-ભક્તિ જોઈએ. દેવપૂજા જોઈએ. જે કુલમાં જન્મ્યા હોય તે કુળને અનુરૂપ દેવોની પૂજા જીવનમાં જરૂરી છે. જીવનમાં સર્વક્ષેત્રે ન્યાય–નીતિ-સદાચાર પણ હોવા જરૂરી છે. સદાચાર પણ ધર્મ લાવે એવો જરૂરી છે. વિષયોનું આકર્ષણ તૂટે એવા તપ પણ જીવનમાં જરૂરી છે. અને મુક્તિનો, તત્ત્વનો અદ્વેષ પણ યોગ-ધર્મ પામવા જરૂરી છે. આવી પૂર્વ સેવા જ્યારે જીવનમાં પ્રાપ્ત થાય 2010_05 Page #259 -------------------------------------------------------------------------- ________________ પૂર્વસેવા-યોગની ભૂમિકા ૨૨૮ છે ત્યારે યોગ પ્રાપ્તિ થાય છે. મનુષ્યભવમાં અપ્રમત્ત બનીને ધર્મસાધના કરી આગળ વધવાનું છે. વિદ્યાસાધકની જેમ આ જીવનમાં ધર્મ સાધી લેવાનો છે. બે વિદ્યાધર રાજકુમાર છે. તેઓને વિદ્યાધરોના ચક્રવર્તી બનવાની તીવ્ર જિજ્ઞાસા થઈ. પણ વિદ્યાધર ચક્રી બનવા માટે “ચાંડાલી” નામની વિદ્યાને સાધવી પડે છે. એમાં પણ પૂર્વસેવા હોય છે. ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ માટે ભિન્ન ભિન્ન પ્રકારની પૂર્વસેવા હોય છે. પૂર્વસેવા દ્વારા શરીર અને મન કસાય છે. જેથી સાધના સ્થિરતાથી કરી શકાય છે તથા તેમાં આવતા વિદનોનો જય કરી શકાય છે. - આ ચાંડાલી વિદ્યાની સાધના દ્વારા ચાંડાલી – દેવીને સિદ્ધ કરવાની છે, વશ કરવાની છે. પછી તે ચક્રવર્તી બની શકે. તેની પૂર્વસેવા રૂપે ઘર છોડીને ચાંડાલ વાસમાં રહેવું પડે. ચાંડાલોને ખુશ કરવા પડે, ચાંડાલ કન્યાને પરણવી પડે, પરણ્યા પછી તેને છોડવી પડે. તેને છોડીને, તેના રાગમાં ફસાયા વિના પર્વતની ગુફામાં જઈને સાધના કરવી પડે. આ બે વિદ્યાધર કુમારો, રૂપ પરાવર્તન કરી, વૈતાઢ્ય પર્વત પરથી નીચે પૃથ્વી ઉપર આવ્યા. ચંડાલ વાસમાં, ભંગીના વાસમાં આવ્યા. બન્ને એ હાથમાં વીણા લીધી. શેરીએ શેરીએ ફરતાં જાય. વીણા વગાડતાં જાય. મનમોહક વિણા વગાડે છે. બધા લોકો તો તેની પાછળ ગાંડા થઈ ને ફરે છે. નાના-મોટા, વૃદ્ધ- યુવાન બધા ખુશ ખુશ થઈ ગયા. રૂપ બન્નેનું સુંદર છે. અને સુંદર વીણાવાદને લોકો પાગલ થઈ ગયા. તેઓ પૂછે છે. તમે કોણ છો ? તેઓ કહે – અમે પરદેશી છીએ. ભંગીઓ પૂછે છે - તમે ક્યાં જશો ? તેઓ કહે – ભાગ્ય લઈ જશે ત્યાં જઈશું. તો તમે અહીં જ રહી જાવને! અમને વીણા સાંભળવામાં બહુ આનંદ આવે છે. આ ચંડાલો બધા ભેગા થઈને વિચારે છે કે આ તો પરદેશી છે, ક્યારે જતાં રહેશે તે કહેવાય નહીં. તો એમ કરીએ. આપણે આ બન્નેને એકેક આપણી કન્યા પરણાવી દઈએ. જેથી અહીં જ રહે. સ્ત્રી એક એવું બંધન છે કે પ્રાયઃ માણસ એના પાશમાંથી છૂટી શકતો નથી. ચંડાલોએ કન્યા પરણાવી. કન્યા તો કેવી કદરૂપી છે કે દીઠી ય ન ગમે. મોટીમોટી આંખો, મોટું માથું, નાક ચીબુ, હોઠ લાંબા, દાંત તો પહોળા અને બહાર નીકળેલા, શરીરનો વાન તો ડામરના પીપડા કરતાં ય કાળો કાળો, જેને જોઈને વૈરાગ્ય પેદા થયા વિના ન રહે, એવી એ કન્યા છે. ક્યાંય પણ રાગ ન થાય તેવા તેના પ્રત્યેક અંગો છે. બે વિદ્યાધરમાંથી એક વિદ્યાધર બીજાને કહે છે હવે આપણું કામ પતી ગયું છે. ચાલ, હવે આપણે વિદ્યા સાધવા જઈએ. એટલે બીજો કહે છે, તારામાં કંઈ માણસાઈ છે કે નહીં? હજી હાલ તો પરણ્યા છીએ. પારકી છોકરીને આમ પરણીને - ફસાવીને છોડી દેવાની? એમ મૂકીને ચાલ્યા જવાતું હશે? અનાદિકાળથી ભવોભવ જીવો રાગની ચીકાશ લઈને ભટકી રહ્યા છે, રાગ કેવી ચીજ છે, તે સમજી લ્યો, - રાગ કરીએ તો થાય છે, રાગ કરવો હોય તો કરી શકાય છે. ને રાગ તોડવો હોય તો તોડી શકાય છે. આજે તમને મળેલાં રાગના પાત્રો એવા ઉચ્ચકોટિના નથી મળ્યા કે તમને રાગ થઈ જાય. છતાં તમે રાગને ઊભો કરો છો ? કે ન કરવો હોય તો પણ રાગ થઈ જાય એવું છે ? તમે તો રાગને ગોદા મારી 2010_05 Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ - મારીને ઊભો કરો છો. વર્તમાનકાળમાં બધાનું પુણ્ય ઠીકરા જેવું છે. છતાં જીવને વળગેલો પ્રમાદ અને રાગ ભયંકર છે. આ બીજો વિદ્યાધર કુમાર છે, પોતે અતિશય રૂપવાન છે. પેલી કાળી મેશ જેવી છે. જરાય ગમે નહીં તેવી છે છતાં તેમાં ફસાયો જ્યારે પહેલા વિદ્યાધરને આશય શુદ્ધિ છે. એને લક્ષ્યનો ખ્યાલ છે. પોતાના ઉદ્દેશને ભૂલ્યો નથી. એ તો ત્યાંથી પર્વતની ગુફામાં ભાગ્યો. વિદ્યા સાધવા લાગી ગયો. બાર મહિનામાં ચાંડાલી વિદ્યા સાધી લીધી. હજી બીજો તો ભંગીવાસમાં જ બેઠો છે. પેલો કહે અલા, ઊભો થા. ઉઠ, છોડ હવે આ જો મેં તો વિદ્યા સાધી લીધી. તું વિદ્યા સાધી આવ. આ કહે આ બિચારી ગર્ભવતી થઈ છે. એને એમને એમ મૂકીને કઈ રીતે જવાય? સારું, તું તારું જાણે, હું તો આ ચાલ્યો. વૈતાદ્ય પર્વત પર જઈ એક પછી એક રાજાઓને જીતતો ગયો. બાર મહિનામાં તો ઘણા બધા રાજાઓને જીતી લીધાં. વિદ્યાધરોનો સમ્રાટ બન્યો. મિત્રની લાગણીથી ફરી ત્રીજીવાર તેની પાસે ભંગીવાસમાં પહોંચ્યો. કેમ ભાઈ ! હજી વિદ્યા નથી સાધવી? જો હું વિદ્યાધરોને જીતીને આવ્યો છું, હું તો વિદ્યાધરોનો સમ્રાટ બની ગયો છું, જા, ઉઠ, ઉભો થા. વિદ્યાની સાધના કરી લે. તે વખતે તેની પત્ની પેલા વિદ્યાધરને ઠપકો આપી રહી છે કે લોકો મને કહે છે કે બહુ સારો પતિ તમને મળ્યો છે, પણ શું કરવાનો ? જેને આ છોકરા સાચવતાં પણ આવડતું નથી? તો શા માટે પરણ્યા? આ વાત જંબૂકુમાર પરણ્યાની પહેલી રાતે પોતાની પત્નીઓને કહી રહ્યા છે. તે પત્નીઓને પૂછે છે કે આ બે વિદ્યાધરમાં સારો કોણ એટલે ડાહ્યો કોણ? ને મૂરખ કોણ? સ્ત્રીઓ કહે છે વિદ્યા સાધીને જે વિદ્યાધર સમ્રાટ બન્યો, તે ડાહ્યો – હોંશિયાર છે. અને ભંગણીને પકડીને બેઠો છે, ભંગણીના મોહમાં ફસાયો છે, તે મૂરખ છે. તો હું પણ આ મનુષ્યભવમાં સંયમ વિદ્યા સાધવા આવ્યો છું. મારે પરણીને સંયમવિદ્યા સાધવાની છે. અને અનંત સુખનું ધામ, શાશ્વત મોક્ષનું સામ્રાજ્ય મેળવવાનો મારો ઉદ્દેશ છે. પેલો ચૂક્યો, તો સંસારમાં ફસાયો. તેમ લગ્ન કરીએ અને સંયમ વિદ્યા ન સાધીએ, તો મોક્ષ ચૂકાય છે. મોક્ષ દૂર થાય છે. એક વાત સમજો. ભગવાન ઋષભદેવના વંશમાં, પાટ-પરપરામાં અસંખ્ય રાજાઓએ દીક્ષા લીધી છે. અસંખ્ય પાટ સુધી રાજાઓએ રાજ-પાટ છોડી દીક્ષા લીધી છે. તે બધાએ ક્યારે દીક્ષા લીધી છે? તે ખબર છે ? દીક્ષા અમારે ત્યાં પરણેલા પણ લે છે. અને કુંવારા પણ લે છે. ઋષભદેવ ભગવાન પછી અસંખ્ય રાજાઓએ રાજ્યનો વારસદાર પાક્યા પછી દીક્ષા લીધી છે. જીવ જાગે અને લાગે કે હું ભૂલ્યો છું, ત્યારે વય થોડી જોવાય છે? માણસે વેપાર શરૂ કર્યો, સારો સમજીને શરૂ કર્યો, પણ ખોટનો દેખાય તો પાછો ફરી જાય છે. તેમ અહીં જ્યારે ખબર પડે, ત્યારે પાછા વળવાનું છે. મોડું થયું છે' એમ કોણ બોલાવે છે ? અને જો સાચે જ મોડું થયું છે. એમ લાગે તો આજથી ઘરમાં સંપૂર્ણ મૌન લઈને જીવો, તો ભવાંતરમાં ચારિત્ર મળી જશે. એ રીતે ઘરમાં રહો, ને કદાચ બોલવું પડે, તો પૂછે તેટલો જ જવાબ બાકી ધર્મની આરાધના. 2010_05 Page #261 -------------------------------------------------------------------------- ________________ ત્યાગીનું દર્શન કરતાં આવડે તો જીવને ત્યાગી બનાવે ૨૩૦ મીન એ મહાતપ છે. તમને આજના કાળે મોન બહુ કઠીન લાગે છે. વાણીથી ન બોલવું તે તો દ્રવ્ય મૌન છે. અને તે મોન એકેન્દ્રિયમાં પણ છે. પરંતુ આત્માને ખોટા વિકલ્પના રવાડે ન ચઢાવવો, મનને સતત તત્ત્વ-ચિંતનમાં રમતું રાખવું એ ભાવમૌન છે. ચિત્તને શાંત પ્રાંત-ઉપશાંત બનાવવું. ચિત્તને મૈત્યાદિ ભાવનાઓમાં રમતું રાખવું, અને પુદ્ગલમાં રાગાદિ ભાવો ન કરવા તે ભાવમૌન છે, વાસ્તવિક મૌન છે. મુનિ કોને કહેવાય ? એની વ્યાખ્યા જ એ છે કે જે મૌન ધારણ કરે તે મુનિ કહેવાય. એ મૌન કેવું? એ ભાવમૌન છે. એ નિરપેક્ષ મૌન છે. જેમાં પદાર્થ મેળવવા માટેના ચગાદિ ભાવો સતાવતા નથી. જેમાં પદાર્થની કોઈ અપેક્ષા નથી તે મૌન નિરપેક્ષમૌન છે. તત્ત્વની જિજ્ઞાસા જાગે તો કામ થઈ જાય છે. યોગની કથામાં અતિશય પ્રીતિ હોય છે. માવતિસાર - જિનવાણી સાંભળતાં આત્માને રસ આવે, એમાં જેટલો આત્માનો હર્ષ-ઉલ્લાસ - આનંદ વહેવરાવે, હૃદય એકમેક બને. અંદરમાં સંવેગ-નિર્વેદના ફુવારા છૂટે, તો ભવાંતરમાં જિનવાણીનો યોગ મળે. વિશુદ્ધ યોગોની પ્રાપ્તિ થાય. માસક્ષમણ કરે, પણ જિનવાણી ન સાંભળો તો તે તપયોગ પ્રશંસનીય ન બને. ભાવપ્રતિબન્ધસાર' એટલે શું? આત્માની ઉલટ તપાસ કરો છો ? એના ઉપર ચેકીંગ કરે છો ? યોગની વાતોમાં હદયનો પ્રેમ, હૃદયનું મમત્વ છે ને ? એનો તાર તૂટતો નથી ને ? પ્રધાનતયા યોગની વાતોમાં જ એકતાનતા રહે, સંસારની પાપ કથાઓ કરવી ગમે નહિ, નકામી વાતો-ચીતો ન ગમે, નિંદા-કુથલી વિગેરે પણ કરવી ન ગમે. કારણ કે યોગ એજ મારું કર્તવ્ય છે. એ મારી ચીજ છે. એના ઉપર અત્યંત પ્રીતિ હોય. દિલનું મમત્વ થાય. મોક્ષમાર્ગમાં જીવ કોઈ પણ ક્રિયા-અનુષ્ઠાનને પકડે, તો તેમાં અવિચ્છિન્ન - અખંડ પ્રીતિ હોય, એ સાતત્ય જાળવવા અંતરંગ મમત્વ હોવું ખાસ જરૂરી છે. તથા આ બીજી દૃષ્ટિમાં શુદ્ધ યોગવાળા એટલે અકલ્કપ્રધાન=નિર્દોષ, વિશુદ્ધ આચારને પાળનારા એવા યોગિઓને વિષે બહુમાન હોય છે. વિશુદ્ધ આચારને પાલન કરનારા એવા યોગી-મહાત્માઓને જૂએ તો તેઓ પ્રત્યે એટલું બધું બહુમાન-આદર આવે છે, કે તેની સીમા નહીં. જે ચીજ આપણને ગમી જાય, તે ચીજ બીજામાં દેખાય તો શું થાય ? હદયમાં કેવા ભાવો ઉલ્લસિત થાય ? યોગી ઉપરનું આવું બહુમાન યોગ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. યોગીનું બહુમાન યોગી બનાવે છે. ત્યાગીનું બહુમાન ત્યાગી બનાવે છે. “જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણા બહુમાન સલુણા, જેમ જેમ અરિહા સેવીએ રે તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા” યોગીના બહુમાનથી યોગનું જ બહુમાન છે. સામાન્ય બહુમાન નહીં, વિશિષ્ટ બહુમાન જોઈએ. ત્યાગીનું દર્શન કરતાં આવડે તો જીવને ત્યાગી બનાવે આર્યા-ચંદનબાળા પ્રભુ મહાવીરના પ્રથમ શિષ્યા-સાધ્વી છે. એકવાર ચાતુર્માસ પછી વિહાર કરી રહ્યા છે. શ્રાવિકાઓ વળાવવા માટે આવેલી છે. સુંદર મુખાકૃતિ છે. રાજકુળમાં જન્મેલા છે. દેવાંગનાને ભૂલાવે તેવું રૂપ છે. રોમે રોમમાં ચારિત્ર છે. લલાટ 2010_05 Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ યોગદષ્ટિનાં અજવાળાં-ભાગ-૨ ઉપર બ્રહ્મચર્યનું તેજ ઝળકી રહ્યું છે. નત દૃષ્ટિ છે, ઇંર્યાસમિતિનું પાલન ચાલમાં શોભી રહ્યું છે. અનેક સાધ્વીગણોથી પરિવરેલા છે. આંખોમાંથી પ્રેમ-કરૂણાની અમૃતધારા વરસી રહી છે. અનેક શ્રાવક ગણ પણ બાજુમાં ઊભા છે તે વખતે શેડુક નામનો એક કુલપુત્ર ત્યાં આવે છે. સામાન્ય માણસ છે, ખેડૂત જેવો છે. તે આર્યા ચંદના મહાસતીને જૂવે છે. જોતાં જ તેના હૈયામાં બહુમાન ઉત્પન્ન થાય છે. અહો ! આ જગતમાં આવું તેજ, આવું રૂપ, આવો સુંદર દેદાર છે. છતાં નતદૃષ્ટિ છે, નિર્વિકારી દૃષ્ટિ, બ્રહ્મચર્યનું તેજ, સોમ્ય મુખાકૃતિ સાથે આવો મહાન ત્યાગ !!! અને આ શ્રેષ્ઠીઓ, શ્રીમંતો આટ-આટલું બહુમાન કરે છે. આના હૃદયમાં તેમના પ્રત્યે બહુમાન વધવા લાગ્યું. તેમાં ચંદનબાળાનો પૂર્વનો ઇતિહાસ તેને સાંભળવા મળે છે. કે રાજકુમારી હતી, નગરી લૂંટાણી, સુભટોના હાથમાં સપડાણી, ચૌટે વેચાણી, ધનાવહ શેઠે ખરીદી, ઘરે મૂળા શેઠાણી, સ્ત્રી સ્વભાવે ઇર્ષ્યા, માથે મુંડન, હાથમાં-પગમાં બેડી, ભોંયરામાં પુરી, અક્રમનો તપ, પ્રભુ મહાવીર વહોરવા પધાર્યા. પારણું થયું. બેડી તૂટી, સાડાબાર ક્રોડ સુવર્ણની વૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિનો નાદ, પંચ દિવ્ય પ્રગટ્યા વિગેરે અને પ્રભુ પાસે ચારિત્ર લીધું. આ બધું સાંભળતાં સાંભળતાં શેડુકના હૈયામાં અતિશય બહુમાન વૃદ્ધિ પામતું ગયું. રોમાંચ પુલકિત થયાં કે આ જગતમાં ત્યાગ જ શ્રેષ્ઠ-મહાન છે. ત્યાગમાં દુ:ખ છે જ નહીં. જે ત્યાગનો આનંદ અનુભવે તેને જગતમાં દુઃખ દેખાય જ નહીં. જો ત્યાગ એ વિરાગપૂર્વકનો હોય તો સાચો ત્યાગ છે. વિરાગ વગરનો ત્યાગ એ ત્રાસ છે. આ બહુમાન વધતાં અંદરમાં ક્ષયોપશમ વધતો જાય છે. આ શેડુક કુલપુત્ર આર્યા ચંદના સાધ્વીનું દર્શન કરતાં કેવા ભાવો કરી રહ્યો છે ? આ એને દર્શન કરતાં આવડ્યું કહેવાય. આ ભાવો તેને ઊંચે લઈ જાય છે. બહુમાન વધતાં ઘણા કર્મો ખપી ગયા. ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. ‘ત્યાગીનું બહુમાન ત્યાગી બનાવે છે' નજીકમાં જ રહેલા કોઈ આચાર્ય મહારાજ પાસે શેડુકે ચારિત્ર લીધું. તારક તત્ત્વોને જોઈને જો બહુમાન ન જાગે તો આપણે કંઈ જ કમાયા નથી. જે લાભ મેળવવો જોઈએ તે મેળવી શકતા નથી. શેડુકે ચારિત્રનો સ્વીકાર કર્યો. જેના ઉપકારથી ચારિત્ર પામ્યો છું જેના પ્રભાવથી ચારિત્ર પામ્યો છું તેને કેમ ભૂલી શકું ? આર્યા ચંદના આમાં ઉપકારી બન્યા છે. પહેલા મેં ગૃહસ્થપણે તેમના દર્શન કર્યા છે. ગુરુદેવ ! હવે ઉપકારીનાં દર્શન મારે કરવા છે. જેમની કૃપાદૃષ્ટિથી, જેમના પ્રભાવે અહીં ચારિત્ર સુધી હું પહોંચ્યો છું. આપ ઉપકારીના દર્શનાર્થે જવાની આજ્ઞા આપો. બે સાધુ સાથે આપે છે. દર્શનાર્થે જાય છે. ચંદનબાળા સાધ્વીને જોતાં જ સહજ ભાવે હાથ જોડાઈ જાય છે. તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમારા પ્રભાવે જ હું સંયમ પામ્યો છું. ચંદનાને તો કંઈ જ ખબર નથી. જ્યાં વંદન કરવા જાય છે ત્યારે ચંદના કહે હવે મારે તમને હાથ જોડવાના હોય. ભગવાનનો ધર્મ પુરુષપ્રધાન છે. તમે ચારિત્ર પામ્યા છો. અને જેમની નિશ્રામાં છો તેમની પાસે જ્ઞાનાભ્યાસ કરીને તપ-ત્યાગમાં આગળ વધો. તેમની આજ્ઞાનું પાલન કરજો. અને આત્માનું કલ્યાણ કરો. શેડુક મુનિ તે સ્વીકારે છે. યોગીનું બહુમાન કેવો ઉપકાર કરે છે તે અહીં દેખાય છે. એ યોગીઓ અકલ્કપ્રધાન હોય છે. વિશુદ્ધ આચારમર્યાદાનું ઉત્કૃષ્ટ પાલન જોઈએ. આચાર મર્યાદાનો 2010_05 Page #263 -------------------------------------------------------------------------- ________________ યોગી પ્રત્યે આદર-બહુમાન-ભક્તિથી દેદાશાને સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ ૨૩૨ ભંગ એ ધર્મનો ભંગ છે. જેનશાસન વિશુદ્ધ આચાર પર ભાર મૂકે છે. આચારમર્યાદાનું પાલન એ ધર્મનું પાલન છે. જીવ ગુણસ્થાનક ન પામ્યો હોય પણ આચારપાલનનાં બળે ભવિષ્યમાં ગુણસ્થાનક પામી શકે છે. અનાદિકાળથી વિપરીત આચાર સેવીને જ રખડીએ છીએ. એ વિપરીત આચારને ફેરવીને, સમ્યગુ આચાર પાળીને, રાગ-દ્વેષની પરિણતિને તોડીને આત્માને કેળવવાનો છે. કેળવાયેલો આત્મા ઉપર ઉપર ગુણસ્થાનને પામે છે. તારક તત્ત્વના બહુમાનથી, તારક તત્ત્વના આલંબનથી અનેક આત્માઓ મોક્ષે ગયા છે. શીતલાચાર્યના ૪ ભાણીયાનું દષ્ટાંત આવે છે. શીતલાચાર્યે દીક્ષા લીધી છે. તેમની બેનનાં ચાર ભાણીયાઓએ બીજા આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી. ભણ્યા, ગયા, તૈયાર થયાં. ગુરુ મહારાજને પૂછે છે કે અમારે અમારા મામા-મહારાજની પાસે જવું છે. આપ આજ્ઞા આપો. તેમની સેવા-ભક્તિ, દર્શનવંદનાદિ કરવા દ્વારા જીવન કૃતાર્થ કરવું છે. આપ અનુમતિ આપો. ગુરુએ રજા આપી. વિહાર કર્યો. ઠેઠ પહોંચ્યા. પણ રાત પડી જવાથી બે માઇલ દૂર રહ્યા. હવે સવારે જઈશું. રાત્રે ચારે સાધુ ભાવના ઉપર ચર્ચા છે. સવારે વહેલા ઉઠીશું. અને જઈને વંદન કરીશું. અત્યારે તેઓ સંથારો કરતાં હશે. સ્વાધ્યાય કરતાં હશે. ધ્યાનમાં બેઠા હશે. કેવી કેવી આરાધના કરતાં હશે. અમે આજે તેમની સેવાનો લાભ ન લઈ શકયા. આવી રીતે તેમનાં આચારોનું ચિંતવન કરતાં અસંગ અનુષ્ઠાન પામ્યા. ઉપયોગ શુદ્ધ બન્યો. ક્ષપકશ્રેણી પર ચઢયા. વિતરાગતા પામ્યા કેવળ જ્ઞાન પામ્યા. પર પદાર્થનો સંગ ન કરો. પર પદાર્થની રૂચિ ન કરો. પરપદાર્થની રમણતા ન કરો. તારક તત્ત્વો ને જ ઉપયોગમાં સદ પકડી રાખો, પરમાં રૂચિને તોડો, પરમાં રમવાનું નહીં. “પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ.” જેટલો પર ચીજનો ત્યાગ શક્ય છે તેટલો ત્યાગ કરવાનો છે. અને જે અશક્ય છે તેની સાથે અનિવાર્ય હોય તો રહેવાનું પણ રમવાનું નહીં. સ્વરૂપમાં રમવાનું છે. તારકતત્ત્વોને ઉપયોગમાં રમાડવાના છે. એમ કરતાં કેવળજ્ઞાન પામવાનું છે. શુદ્ધ યોગને ધારણ કરનારા યોગીઓનું આદર-બહુમાન કરવું જોઈએ. યોગીઓના બહુમાનથી દારિદ્ર ફીટી જાય છે. યોગી પ્રત્યે આદર-બહુમાન-ભક્તિથી દેદાશાને સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ દેદાશાનું નામ સાંભળ્યું છે? ઝાંઝણશાના પિતા પેથડશા તેના પિતા દેદાશા નાંદુરી નગરીમાં રહે છે ધર્મિષ્ઠ છે ખૂબ આબરૂદાર, પ્રતિષ્ઠિત, ખાનદાન વ્યક્તિ છે. છતાં પાપના ઉદયે સંપત્તિ ચાલી ગઈ. સુખનો સૂરજ અસ્ત થયો. હવે તો ખાવા-પીવાના પણ ફાંફાં પડ્યા. દેદો વિચારે છે - હવે આ નગરીમાં રહેવાય નહીં. હવે ધંધો-વેપાર કંઈ જ શક્ય નથી. મહેનત-મજૂરી કરીને જીવું તો લોકો ચૂંથી ખાય. અન્યત્ર જતાં રહેવું જોઈએ. ત્યાં મજૂરી કરી, તગારા ઉપાડીને પેટ ભરી શકાય છે. અજવાળા પછીનો અંધકાર વધુ ભયંકર હોય છે. જો સુખ-શાંતિથી જીવવું હોય તો મારે પરદેશ જતાં રહેવું જોઈએ. ત્યાં જઈને ભાગ્યને અજમાવું. 2010_05 Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ યોગદૃષ્ટિનાં અજવાળાં-ભાગ-૨ - એક દિવસ મન મક્કમ કરી જન્મભૂમિને, ઘરને અને પત્નીને છોડીને પરદેશ જવા નીકળ્યો. આગળ જતાં એક મોટું ઉદ્યાન આવ્યું - તેમાં એક સુંદર પર્ણકુટિરમાં એક મહાયોગીને ધ્યાનસ્થ મુદ્રામાં જોયાં. તેમનાં કાનમાં સ્ફટિકરત્નનાં કુંડળો હતાં, આગળ સોનાનો ચીપીયો હતો. પડખે સુવર્ણનો દંડ પડેલો હતો. આંખો નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર હતી. અતિશય રૂપસંપન્ન યોગી છે. દેદાને આ યોગીના દર્શન થયાં. અણચિંત્યા આ મહાત્માના દર્શન મને પ્રાપ્ત થયાં. હવે તો આ મહાત્માની સેવા કરું. તેને વિશ્વાસ છે કે આ મહાત્માની સેવા બધું જ આપશે. દુઃખ, દૌર્ભાગ્ય અને દારિદ્રને કાપશે. ખડે પગે મહાત્માની સેવા કરવા લાગી ગયો. રાત અને દિન સેવા કરે છે. એક દિવસ ગયો. યોગીએ આંખ પણ ઊંચી ન કરી. આ તો સેવામાં ભૂખ – તરસ બધું ભૂલી ગયો. બીજો દિવસ ઊગ્યો. એજ રીતે સેવામાં આગળ વધ્યો. નિરાશાની કોઈ જ છાયા નથી. ત્રીજો દિવસ પણ ઉગીને આથમ્યો. લગાતાર એકધારી સેવા કરી રહ્યો છે. નિઃસ્પૃહભાવે ભાવોલ્લાસપૂર્વક મન મૂકીને સેવા ચાલુ છે. ચોથા દિવસનું પ્રભાત થયું, આજે મહાત્માએ આંખ ખોલી. પ્રેમ દૃષ્ટિથી તેની સામે જોયું. અને પૂછ્યું, વત્સ ! તું કોણ છે ? ત્રણ દિવસથી સેવા કરે છે તને ભૂખ-તરસ નથી લાગતી ? મહાત્મા ભૂખ તો ઘણી લાગી છે. પણ આપની સેવા-ભક્તિમાં ભૂખ-તરસ યાદ પણ નથી આવ્યા. તરત જ આકાશ માર્ગે મેવા-મીઠાઈથી ભરપૂર એક ભોજનનો થાળ આવ્યો. યોગીએ કહ્યું દેદા જમી લે. ના, યોગીરાજ ! પહેલાં આ ભોજન ક્યાંથી આવ્યું તે આપ કહો. પછી જમું. . એની ખબર ન પડે ત્યાં સુધી કઈ રીતે જમાય ? “વુમુક્ષિતો િ ન રોતિ પાપ” ભૂખ્યો માણસ જગતમાં કયું પાપ નથી કરતો ? આ વાત અહીં ખોટી પડે છે. નીતિશાસ્ત્રને પણ ધર્મશાસ્ત્ર ઓવરટેક કરી શકે છે. પણ ધર્મશાસ્ત્ર ઉપર નીતિશાસ્ત્ર ઓવરટેક ન કરી શકે. ધર્મશાસ્ત્ર સૌથી ઉપર છે. તેની આચારચુસ્તતા જોઈને યોગીને તેના પ્રત્યે અતિશય બહુમાન થયું. ન સિંહ ગમે તેટલો ભૂખ્યો થાય પણ ઘાસ ન ખાય એ લોકોક્તિને તેણે ચરિતાર્થ કરી. યોગીએ ક્ષણવાર આંખ મીંચી અને કહ્યું સાંભળ ! આજ નગરીમાં નાગદેવ નામનો બ્રાહ્મણ છે. તેણે દેવીનાં પૂજનમાં આ નૈવેદ્યનો થાળ મૂકયો હતો. તે થાળ તારા માટે અહીં લાવ્યો છું. તું ખાઈ લે. દેદાએ ગુરુને પ્રણામ કરીને ભોજન કર્યું. યોગીએ દેદાશાની આપવીતી સાંભળી. યોગીએ દેદાશાની આકૃતિ ઉપરથી જ તેના ગુણો જાણી લીધાં હતાં. જો દેદા ! મારી પાસે સુવર્ણ સિદ્ધિ છે. મારે કોઈ યોગ્યપાત્રને આપવી છે. સિંહણના દૂધ માટે સુવર્ણપાત્ર જ જોઈએ. મારી સુવર્ણ સિદ્ધિ માટે તું સુવર્ણ પાત્ર સમાન છે. સુવર્ણસિદ્ધિનો મંત્ર અને આમ્નાય દેદાશાને આપે છે. પ્રયોગ કરાવડાવે છે. ઘણું લોઢું સુવર્ણ બન્યું. ગુરુ દેવ ! હવે મારા જીવનમાં આનો દુરૂપયોગ કદી નહીં કરું એવી પ્રતિજ્ઞા કરે છે. યોગીની સેવા - કૃપા શું કામ કરે છે? પ.પૂ. હરિભદ્રસૂરિ મ.સા. બીજી દૃષ્ટિને સમજાવી રહ્યા છે. દૃષ્ટિ એટલે આત્માનો શ્રધ્ધાસંપન્નબોધ. જે બોધ પામ્યા પછી, વસ્તુનું સ્વરૂપ સમજ્યા પછીથી અંતઃકરણ ભીંજાય છે. વસ્તુતત્ત્વનો બોધ થયા પછી અંતઃકરણમાં કંઈક આકાર પડે છે. તે દૃષ્ટિ છે. ‘સત્શ્રદ્ધાસંગતો બોધઃ' આવી દૃષ્ટિની કિંમત જેન દર્શનમાં ઘણી છે. બીજી દષ્ટિમાં બોધ ભલે મામુલી છે. પણ તે બોધ આત્માના ઘરનો છે. 2010_05 Page #265 -------------------------------------------------------------------------- ________________ યોગી પ્રત્યે આદર-બહુમાન-ભક્તિથી દેદાશાને સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ ૨૩૪ આત્મા સંબંધી બોધ છે. જગતમાં જેને આત્મા ગમ્યો તેના જેવું બીજું શ્રેષ્ઠ એકે પુણ્ય નથી. અહીં અવિચ્છિન્ન યોગપ્રીતિ હોય છે. જ્યાં યોગનું વર્ણન સાંભળવા મળે ત્યાં સારી રીતે સાંભળે છે. પ્રીતિ-બહુમાનને અનુરૂપ જો તેમાં શક્તિને અનુરૂપ ભક્તિ ન ભળે તો તે પ્રીતિ-બહુમાન સાચા ન બને. સાચા વિનય બહુમાન લુખા રહી શકતા નથી. તે કંઈક ને કંઈક બાહ્ય ભક્તિ કરાવે જ છે. અહીં ભક્તિ એટલે બાહ્ય સેવા છે. પ્રીતિ એટલે હૃદયનો આદર-બહુમાન. કોઈ કહે કે મને બહુ આદર-બહુમાન છે તો જેના પ્રત્યે આદર-બહુમાન છે તેની પાછળ કાયાથી કંઈ કરવા, તેની પાછળ કંઈ છોડવા, તેની પાછળ કંઈ ઘસાવા જો તે તૈયાર નથી તો તે આદર બહુમાન વાસ્તવિક નથી એમ સમજવું. આપણને શુદ્ધ આચારનું પાલન કરનારા, શુદ્ધ યોગને ધારણ કરનારા યોગીને વિષે બહુમાન છે ? શુદ્ધ આચારસંપન્ન યોગીને જોઈને પોતાનું અનાચારમય જીવન ખટકે છે ? આ દૃષ્ટિના જીવને આચારસંપન્ન મહાત્મા પ્રત્યે ભારોભાર બહુમાન હોય છે. સાધુના દર્શનથી આનંદ ન આવે તે આગળ વધી શકતો નથી. પરમાત્માના દર્શન કર્યા પછી શું ભાવ પેદા થાય છે ? એમની સિદ્ધાવસ્થા યાદ આવે છે ? પરમાત્માના દર્શન કરી ફટ ફટ નીકળી જઈએ તે દર્શન બરાબર નથી. પરમાત્માના દર્શન તે છે કે જે આત્માના દર્શન કરાવે. જે અંદરનો દીવો પ્રગટાવે નહીં તો તે દર્શન શું કામનું ? અંતરમાં પ્રકાશ વિના દર્શન ન થાય. મંદિરમાં પણ મંદિર ખોલ્યા પછી પરમાત્માના દર્શન માટે દીવો પ્રગટાવવો પડે છે. દીવો ન પ્રગટાવો તો દર્શન થાય? આપણે પરમાત્માનું દર્શન લખું કરીએ છીએ. ભક્તિ ઘણી કરીએ છીએ. પણ એ ભક્તિમાં પ્રાણ પૂરો. ભક્તિના પ્રાણ આદર અને બહુમાન છે. પ્રાણરૂપ આદર-બહુમાન સાચા હોય તો સાચી ભક્તિ આવ્યા વિના ન રહે. બન્નેમાંથી એકપણ ચીજ ગૌણ કરવા જેવી નથી આ બે દ્વારા સંસાર તર્યાના દૃષ્ટાંત ઢગલાબંધ છે. પરમાત્માના દર્શને શું યાદ આવે છે ? પરમાત્માની મોલ અવસ્થા, સિદ્ધાવસ્થા યાદ આવવી જોઈએ. પોતાની સંસારી અવસ્થા ખટકવી જોઈએ. પ્રસિદ્ધિમાં, જ્યાં જઈને બિરાજ્યા છે ત્યાં અનંત આનંદ-સુખને ભોગવી રહ્યા છે. જ્યારે એનાથી પ્રતિપક્ષી મારી સંસારી અવસ્થા છે. પ્રભુ સ્થિર છે. હું કેવો અસ્થિર છું, કંપનશીલ છું. પ્રભુ શુદ્ધ છે. મારો ઉપયોગ કેવો મલિન છે. પ્રભુ સાદિ-અનંતકાળ સુધી અનંતસુખ-આનંદના ભોકતા છે. મારે આ જન્મ મરણ, એક ભવમાંથી બીજા ભવમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં રખડપટ્ટી કરવાની રહી છે. પરમાત્માના દર્શને પોતાની અવસ્થા ઉપર ત્રાસ છૂટે ત્યારે દર્શનમાં એકાગ્રતા આવે છે. આદરબહુમાનવાળું દર્શન થાય છે. આવું દર્શન ક્ષયોપશમ કરાવનારું બને છે. સાધુના દર્શન કરતાં, નિર્મળ પંચાચારનું પાલન, પાંચ સમિતિને ત્રણ ગુપ્તિનું પાલન, ષકાય જીવોનું રક્ષણ, નિર્દોષ ભિક્ષાવૃત્તિ, સ્વાશ્રયીજીવન, નિર્દોષ ચર્યા વગેરે જોયા પછી આદર-બહુમાન થાય છે ? સાધુને જોયા પછી ગૃહસ્થાવાસ એ અઢાર પાપસ્થાનકનો અખાડો લાગવો જોઈએ. ત્રાસ રૂપ લાગવો જોઈએ. જ્યાં સુધી સંસારના સુખ સારા લાગે છે ત્યાં સુધી સાધુનું વાસ્તવિક દર્શન નથી. તમને તમારા સંસારની અવસ્થા વાસ્તવિક લાગે છે, બરાબર લાગે છે ત્યાં સુધી સાધુનું સાચું દર્શન નહીં થાય. ચક્રવર્તીના સુખમાં પણ જ્યારે સુખબુદ્ધિ 2010_05 Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૩પ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ નિકળી જાય ત્યારે સાધુના દર્શન સાચા થશે. જ્યાં સુધી સંસારની અવસ્થા વાસ્તવિક લાગે છે ત્યાં સુધી સાધુનું સાચું દર્શન ન થાય. બહુમાન એ હૃદયની ચીજ છે, હૃદયના ભાવો છે. આ દૃષ્ટિમાં યોગીઓ પ્રત્યે ફક્ત બહુમાન જ ન હોય. પણ, यथाशक्त्युपचारच, योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव, तदनुग्रहधीयुतः ॥ ४३ ॥ શક્તિને લેશમાત્ર છૂપાવ્યા વિના આહાર - વસ્ત્ર પાત્ર- ઔષધાદિ જે પોતાની પાસે છે તે આપીને, વહોરાવીને ભક્તિ કરે છે. યોગી મહાત્માઓ પ્રત્યે અવિચ્છિન્ન પ્રીતિ હોય અને સાથે સાથે આદર-બહુમાન હોય છે, એટલા માત્રથી પૂર્ણતા નથી. યથાશક્તિ – શક્તિને ગોપવ્યા વિના મહાત્માની ભક્તિ પણ કરવી જોઈએ. કદાચ એમ થાય કે અંતરંગ પ્રીતિ અને બહુમાન હોય તો પછી બાહ્ય ભક્તિની શી જરૂર છે ? અંદરમાં સાચી પ્રીતિ અને બહુમાન જ જીવને બાહ્ય સેવા-ભક્તિમાં પ્રેર્યા વિના રહે જ નહીં. જેમાં પુત્રને માતા-પિતા ઉપર પ્રીતિબહુમાન છે તો તેમની સેવા-ભક્તિ ગમે તે સંજોગોમાં પણ કરશે જ. એક નોકરને જો શેઠ ઉપર બહુમાન છે તો શેઠની સેવા-સરભરા કરે છે, શેઠના દરેક કાર્યને સંભાળી લે છે તો પછી આ તો યોગીઓની પ્રીતિ બહુમાન છે તો તેની સેવા-ભક્તિ કરે જ. અંતરંગ પ્રીતિ અને આદર-બહુમાન જેની પાસે છે તે જીવ ભક્તિ કરવામાં ઝાલ્યો જ ન રહે. શ્રાવક પોતાની શક્તિ અનુસાર મહાત્માની ભક્તિ કરે છે આપણે ત્યાં શ્રાવકનો આચાર છે. ઘરમાં જમવા બેસતાં પહેલાં ઘરવાળાને પૂછે કે સાધુ ભગવંત આવી ગયા? કોઈ અતિથિ આવી ગયા? ન આવ્યા હોય તો શ્રાવક ઘરની બહાર શેરીમાં નીકળે, ચારે બાજુ લાંબી નજર નાંખીને જૂએ. કોઈ સાધુ-મુનિ દેખાય તો તેમને આપીને હું ભોજન કરું, આવી ભાવના તમારી આજે છે ? | નયસાર જંગલમાં લાકડા માટે ગયેલા. ભોજન સમયે અતિથિને ગોતવા નીકળ્યા છે. નયસારને આ ભાવમાં જ અતિથિ - મહાત્મા મળ્યા છે. અતિથિ, હવે તો તિથિ જ ક્યાં રહી છે? હવે તો તારીખ આવી ગઈ છે. અતિથિ એટલે શું? ધર્મી આત્મા તિથિને દિવસે જે ઉપવાસ આદિ તપ કરે છે. તે તિથિના દિવસે ઉપવાસના જે ભાવ છે. તેવા ભાવ અ-તિથિએ પણ જેને હોય છે તે અતિથિ કહેવાય. એટલે ખાવા છતાં નહીં ખાવાના ભાવપૂર્વક ખાય છે માટે અતિથિ કહેવાય છે. સાધુને અતિથિ કહ્યા કારણ કે મહાત્મા ખાવાના વખતે પણ કાયાથી ખાય છે, પણ તેમનું મન તેમાં ભળતું નથી. તેમનું મન તો સ્વરૂપમાં જ રમે છે. માટે ખાવા છતાં ઉપવાસનું ફળ મળે છે. “સાધુ (ખાવા છતાં) સદા ઉપવાસી” આ વાત સાંભળી છે? યોગ અને ઉપયોગની ભિન્નતા એક મહાત્મા વિહાર કરતાં કરતાં પોતાના ગામની નજીકમાં આવ્યા છે. રાજા-રાણી મહેલમાં છે. રાણી રાજાને કહે છે. બાજુના જ ગામમાં દીયર મહારાજ પધાર્યા છે તો હું વંદન કરવા જાઉં, સારી ભક્તિ તેમની કરું. રાણી જાય છે પણ રસ્તામાં નદી આવે છે. નદી બે કાંઠે ભરપૂર છે. કઈ રીતે પાર કરૂં? રાણી પાછી આવી છે. રાજા કહે છે - નદીને જઈને કહે કે હે નદિ ! મારો પતિ બ્રહ્મચારી હોય તો મને રસ્તો આપ. કહેતાંની સાથે જ નદી બે 2010_05 Page #267 -------------------------------------------------------------------------- ________________ વોગ અને ઉપયોગની ભિન્નતા ૨૩૬ વિભાગમાં થઈ ગઈ, વચમાં રસ્તો કરી આપ્યો. રાણીને સમાધાન મળતું નથી. આ શું ? મારી સાથે રોજ ભોગ ભોગવે છે, છતાં બ્રહ્મચારી ? આ કેવી રીતે બને? આશ્ચર્યમાં ને આશ્ચર્યમાં તે સામે કાંઠે પહોંચી ગઈ. મહારાજને વંદન કર્યું, સુખશાતા પૂછી, ઉપદેશ સાંભળ્યો, વહોરાવ્યું, ભક્તિ કરી. ત્યાંથી પાછી વળે છે. નદીમાં પાછું પૂર આવી ગયું હતું. પાછી ગઈ. - સાધુ મહારાજને વાત કરી. તેમણે કહ્યું કે – નદીને કહો -- કે મહાત્મા સદા ઉપવાસી હોય તો મને માર્ગ આપ, તેણે તેમ કહ્યું કે આ મહાત્મા સદા ઉપવાસી હોય તો તે નદિ! મને રસ્તો આપ. રસ્તો મળી ગયો. રાણી વિચારે છે કે આ શું? શું આ સ્વપ્ન તો નથી ને ? મારી પાસે વહોર્યું છે મારા દેખતાં વાપરવા બેઠા છે છતાં ઉપવાસી ! હા, મહાત્મા ખાય છે પણ ખાવામાં ઉપયોગ નથી. ખાવાની લેગ્યા નથી. ખાવામાં મન નથી. દષ્ટા બનીને રહે છે. ખાવાની ક્રિયા કાયા કરે છે. પોતે (આત્મા) સ્વરૂપના ઉપયોગમાં છે. ઉપવાસ એટલે આત્માના સ્વરૂપમાં રહેવું તે ઉપવાસ છે. આપણે ઉપવાસ કરીએ તો ય ઉપવાસી ખરા ? ઉપવાસ કરીએ તો પણ ખાવાના વિચાર આવે છે. તો મારા સ્વામી બ્રહ્મચારી કેવી રીતે ? મારી સાથે સંભોગ કરે છે છતાં બ્રહ્મચારી છે. કારણ કે તારી ઇચ્છાથી માત્ર તારી સાથે કાયાથી જોડાય છે. ભોગ ક્રિયા કાળે તે સ્તંભની જેમ રહે છે. મનથી નિર્લેપ હોય છે. મન સ્વરૂપચિંતનમાં હોય છે. આખરે મનની સાધના કરવાની છે. મનમાં વિકારો પડેલા છે. વિકારોથી સંસાર ચાલે છે. અને મોક્ષ અટકયો છે. એને નહીં સુધારીએ તો આગળ નહીં વધાય. આ દૃષ્ટિમાં આત્મા આગળ વધે છે. શક્તિને અનુસાર મહાત્માની ભક્તિ કરનારો હોય છે. નિત્ય ભક્તિ ગમે છે. એને રોજ ભક્તિ જોઈએ છે. અને જો લાભ જે દિવસે ન મળે તો તે દિવસ તેને નકામો લાગે છે. જિનભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિક ભક્તિ, અને જિનવાણી આ બે દ્વારા શ્રાવક આગળ વધે છે. આ બેમાંથી એકે વિના શ્રાવકને ન ચાલે, બેમાંથી એકેને ગૌણ ન કરી શકાય. “દેહે ધને કુટુંબે ચ, સર્વસંસારિણાં રતિ, જિને જિનમત સંઘે પુનર્મોક્ષાભિલાષિણામું.” દેહમાં, ધનમાં, કુટુંબમાં, સંસારમાં જેને રતિ થાય છે. તે સંસારી છે, તમે સંસારી કે મોક્ષાર્થી? દેહ ધન-કુટુંબમાં રતિ હોવાથી સંસારી છો. જિન જિનમત અને પરમાત્માનો સંઘ એમાં જેની રતિ હોય તે મોક્ષના અભિલાષી છે. અશુભ અનુબંધથી જીવ સંસારમાં રખડે છે. અશુભ અનુબંધથી સંસાર ચાલ્યા કરે છે. અનંત પુદ્ગલપરાવર્ત જીવ સંસારમાં રખડ્યો છે તે શેનાથી? દેહ-ધન કુટુંબ વિગેરેની મમતા-રતિ હોવાના કારણે, એમાં સુખબુદ્ધિ હોવાના કારણે અશુભ અનુબંધ ચાલ્યા કરે છે. ને તેનાથી સંસાર પરિભ્રમણ ચાલુ છે. અચરમાવર્તમાં આ સુખનું પ્રણિધાન ખસતું જ નથી. અચરમાવર્તમાં અને ચરમાવર્તમાં પણ ભાવમલનો હ્રાસ ન થાય ત્યાં સુધી આ સંસારના સુખની તીવ્રતાનું પ્રણિધાન હોય છે. તે નીકળી શકતું નથી. પર પદાર્થોમાં સુખની બુદ્ધિ જાણે નિકાચિત જેવી બેઠી છે. તે ઘટતી નથી. અને શરમાવર્તિમાં પણ તરવું હશે તો શુભાનુબંધથી જ તરાશે. શુભાનુબંધના પ્રતાપે જ ચરમાવર્તિમાં તરવાનું છે. તથા તારક તત્ત્વો પ્રત્યે રૂચિ, 2010_05 Page #268 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ બહુમાન, આકર્ષણથી જ શુભાનુબંધ પ્રાપ્ત થશે. અને સાથે સાથે અઢાર પાપસ્થાનક પ્રત્યે, વિષયો પ્રત્યે અરુચિ, અનાદર, અબહુમાન, અપ્રીતિ આવશે તો જરૂર શુભ-અનુબંધ થશે. તત્વનો અનુબંધ ગુરુકૃપાથી સાધ્ય છે કારણ કે ગુરુ સ્વયં તત્ત્વ સ્વરૂપ છે. અને તત્વની પ્રાપ્તિનું સાક્ષાત્ કારણ છે. ગુરુ એ જીવંત પરમાત્મા છે. પેલા પરમાત્મા - સ્થાપના નિક્ષેપે મળ્યા છે. જ્યારે ગુરુ સ્વયં જીવંત પરમાત્મા છે. જે ગુરુ પ્રત્યે આદર-ભક્તિ બહુમાન ગુમાવે છે તે આધ્યાત્મિક ક્ષેત્રે ભિખારી – દરિદ્ર બને છે. ગુરુના નાના, નાના દોષો ઉપર દ્વેષ-અરુચિ કરનાર ત્રણે કાળના ગુરુની આશાતના કરે છે. અને પાપો બાંધે છે. એક વ્યક્તિમાં ગુણ પણ હોય અને દોષ પણ હોય તો તે ગુણી કહેવાય કે દોષી કહેવાય ? ગુલાબના છોડ ઉપર કાંટા પણ છે ને ફલ પણ છે. છતાં કાંટાનું ઝાડ કહો છો કે ગુલાબનું? ગુલાબ કરતાં કાંટા ઘણાં હોવા છતાં ગુલાબનું જ ઝાડ કહેવાય છે. કોઈ કાંટાનું ઝાડ કહેતાં નથી. આજ ગુણદષ્ટિ છે. આજ મોક્ષમાર્ગ છે. આના વિના સંસાર સાગર તરાય નહીં. આ બહુ જ ઘુટાંય તો થોડા પ્રયત્ન પણ આગળ વધી શકાય છે. ગોશાળાનો પૂર્વભવ ગુરુના નાના દોષો જોનારો અનંત-અનંત સંસાર રખડે છે. તેમાં ગોશાળો અને કુલવાલકનાં દૃષ્ટાંત છે. ગોશાળાએ એજ ભવમાં આશાતના નથી કરી પણ પૂર્વ જન્મના, ગત જન્મના આશાતનાના સંસ્કાર લઈને આવેલો છે. પૂર્વના ભવમાં તેનું નામ ઈશ્વર હતું. તે વખતે ત્યાં કોઈ તીર્થંકર પરમાત્મા નિર્વાણ પામ્યા છે. દેવતાઓ નિર્વાણ મહોત્સવ કરવા પૃથ્વી પર આવ્યા છે. ત્યાં એક આત્માને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ દેખાયો. તેના કારણે તે પ્રત્યેકબુદ્ધ થયાં અને દીક્ષા લીધી. ગોશાળાનો જીવ ઈશ્વર પૂછે છે. તમારા ગુરુ કોણ છે ? તેઓ કહે છે – પ્રત્યેકબુદ્ધને ગુરુ ન હોય. કુતુહલ- વૃત્તિ, મશ્કરાવૃત્તિ, ઉપહાસવૃત્તિ બહુ ખરાબ છે, ગોશાળાનો જીવ ઈશ્વર નગુરો કહીને એની મશ્કરી કરે છે. બીજાના સ્પોટ પર ઘા કરે તેવો નાનો પણ દોષ ખતરનાક છે. ગુણસેનને ભવોભવ સંસારમાં રખડવું પડ્યું છે. તેમાં અગ્નિશર્માની એક ભવમાં કરેલી મશ્કરી-ઉપહાસ જ કારણ છે. ધર્મરત્નપ્રકરણમાં ધર્મરૂપી રત્નને પામવા માટે અક્ષુદ્રતા ગુણ સૌથી પહેલો બતાવ્યો છે. સ્વાર્થ બુદ્ધિ, સંકુચિત બુદ્ધિ, છીછરા બુદ્ધિ, ઉપહાસ, મશ્કરી, જેવા તેવા શબ્દોથી કોઈને બોલાવવા એ ક્ષુદ્રતા છે. આ દોષ આજે વ્યાપક રૂપે દેખાય છે. આ દોષવાળા ગંભીર ન બની શકે. આ નાનો દોષ પણ મોટો છે. અને જે ગંભીર ન બને તે સંસારના સ્વરૂપનો દૃષ્ટા કેવી રીતે બની શકે ? ગોશાળો નગુરો કહી પ્રત્યેકબુદ્ધની મશ્કરી કરે છે. મહાત્માને એની કંઈ પણ અસર નથી. ગોશાળાનો જીવ ત્યાંથી ફરતો આગળ ગયો ત્યાં એક વાર ગણધર ભગવાન દેશના આપે છે તે સાંભળવા ગયો. એકેન્દ્રિયજીવોની જે હિંસા કરે છે તે પાપ બાંધે છે. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય 2010_05 Page #269 -------------------------------------------------------------------------- ________________ એકલવ્યનો સમર્પણભાવ ૨૩૮ વિગેરેની હિંસા ન કરી શકાય તેનાથી પાપકર્મ બંધાય છે. ગોશાળો કહે સાધુઓ કેવા લબાડ છે ? કેટલા જૂઠા છે? કેટલા માયાવી છે ? પોતે પૃથ્વીકાય ઉપર બેસે છે, સ્વયં પાણી પીએ છે, પોતે બધે હરે ફરે છે અને પાછા કહે છે આમાં પાપ છે, આમાં પાપ છે. કેટલા બધા આ માયાવી છે. જે વસ્તુ પ્રેક્ટીકલ ન હોય તેનો આ લોકો ઉપદેશ આપે છે. મારે નથી સાંભળવું. તે ત્યાંથી ઊભો થઈ ગયો. બીજે ગયો ત્યાં પણ દેશનામાં આ જ વાત આવી. એને ગુસ્સો આવ્યો. પ્રત્યેકબુદ્ધ પાસે ગયો. અહીં પણ એ જ વાત કરતાં હતાં. તેને થયું કે એના કરતાં તો લોકભોગ્ય ધર્મનો ઉપદેશ આપવો જોઈએ. અંદરમાં ઉઠેલા તરંગો, તુક્કાઓ જીવને પાયમાલ કરે છે. આ કાતિલ ઝેર છે. આ સંસ્કારો કેવા ભયંકર છે. લોકભોગ્ય ઉપદેશ આપવાનો હજી વિચાર જ કર્યો છે. ત્યાં વિજળી પડી ને તે મરી ગયો. આશાતનાના આવા સંસ્કારો લઈને ગોશાળા તરીકે જન્મ્યો. ત્યાં ભગવાન મહાવીર મળ્યા તો ખુદ તારક પરમાત્માની પણ આશાતનાથી અટકતો નથી. પરમાત્માની આશાતનાનો પણ ભય નથી. આજીવિક મત ઊભો કર્યો. જગતમાં “જે બનનાર હોય છે તે જ બને છે” “જે કાળે જે બનવાનું હોય તે જ બને છે.” પુરુષાર્થની ભયંકર હાનિ કરનારો આ મત તેણે ઊભો કર્યો. આખરે ગોશાળાના ભવમાં છેલ્લે પરમાત્મા ઉપર તેજોલેશ્યા ફેંકી તે તેના શરીરમાં પેઠી, તેનાથી સાત રાત્રિ વેદના સહન કરી અને અંતે મૃત્યુ સમયે ઘોર પશ્ચાત્તાપ કર્યો. પોતાની ભૂલ પોતાના શિષ્યો આગળ કબુલ કરી. સમકિત પામ્યો, બારમા દેવલોકે ગયો. ત્યાંથી મરીને મનુષ્ય થશે. વિમલવાહન રાજા થશે, ફરવા નીકળશે. મહાત્માને કાઉસ્સગ્ન મુદ્રામાં જોશે અને હાંસી ઉડાવશે, અંદરમાં દ્વેષ ઉત્પન્ન થશે. કોઈ પણ નવી વ્યક્તિને જોઈને રાગ કે દ્વેષ થાય તો તે પૂર્વના સંસ્કારથી થાય છે, મહાત્માને પાડી નાંખશે. ફરી ઊભા થાય તો ફરી પાડી નાંખશે. મહાત્મા ઉપયોગ મૂકશે, ઓ ! આ તો તીર્થકરની આશાતના કરીને આવેલો છે મહાત્મા તેને તેજો લેગ્યા મૂકીને મારી નાંખશે. નરકની મુસાફરી ચાલુ થશે. મોક્ષમાર્ગની સાધના અતિશય કઠીન છે. એકલવ્યનો સમર્પણભાવ એકલવ્ય દ્રોણાચાર્ય પાસે વિદ્યા ભણાવવાની માંગણી કરે છે, દ્રોણ ના પાડે છે. તું ભીલ છે, તું ક્ષત્રિય નથી. હું ભીલને વિદ્યા આપી ન શકું. એકલવ્યનો પાપોદય કે ગુરુને તે પામી શક્યો નથી. પણ એકલવ્યે ગુરુને હૃદયમાં સ્થાન આપી દીધું છે. ગુરુના હૃદયમાં સ્થાન પામવું શ્રેષ્ઠ છે. પણ પાપોદયે એ ન બને તો પણ ડાહ્યો ને શાણો તે છે કે જે પોતાના હૃદયમાંથી ગુરુને દૂર કરી શકતો નથી. તે જંગલમાં ગયો. ગુરુની માટીની પ્રતિમા બનાવે છે. કઈ રીતે બાણ લેવું, કઈ રીતે ચઢાવવું. કઈ રીતે ફેંકવું, કઈ રીતે લક્ષ્ય વીંધવું એ કંઈ જ ખબર નથી. પણ ગુરુની પ્રતિમામાં સાક્ષાત ગુરુ માનીને, કાર્ય કરે છે. એટલું જ નહિ પણ અતિશય નમ્ર બનીને વિદ્યમાન ગુરુની જેમ સાક્ષાત ગુરુ માનીને વારંવાર બધું પૂછી પૂછીને કરે છે. એ રીતે ધનુર્વિદ્યા શીખ્યો. પારંગત બન્યો. સવાઈ અર્જુન બની ગયો. એકવાર જંગલમાં કુતરું ખૂબ ભસે છે. તેના મોઢામાં એક પછી એક બાણ નાંખીને કૂતરાનું મોટું ભરી દીધું, કૂતરાને ભસતું બંધ કરી દીધું. કુતરું મરે નહીં અને ભસે પણ નહીં. આ 2010_05 Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ સહેલું છે? અર્જુન આ કુતરાને જૂએ છે. આશ્ચર્યમુગ્ધ બને છે. પૂછે છે, તું કોણ છે ?, તારા ગુરુ કોણ છે ? દ્રોણાચાર્યનું નામ આપે છે. અર્જુન ગુરુને કહે છે આપે મને જ વિદ્યા આપવાનું કહીને બીજાને પણ વિદ્યા આપી છે. આપે વચનનો ભંગ કર્યો છે. ગુરુ કહે હોય જ નહીં. મને તારા કરતાં આ જગતમાં બીજો કોઈ અધિક દેખાયો નથી. ગુરુને લઈ જાય છે, એકલવ્ય ગુરુ દર્શનથી ખુશખુશ થઈ ગયો. દ્રોણ પૂછે છે કે તું કોની પાસે વિદ્યા શીખ્યો છે.? આપશ્રીની પાસેથી. ખરેખર ! મારાથી તું વિદ્યા શીખ્યો છે ? હા, ગુરુદેવ !તો દક્ષિણામાં શું? આપ માંગો તે. એકલવ્યનું હૃદય કેવું પારદર્શક - સ્વચ્છ બની ગયું હશે કે ત્યાં કોઈ વિકલ્પ આવતો નથી. વિકલ્પ આવે તો તે શિષ્યત્વની ખામી કહેવાય. ગુરુ જમણા હાથનો અંગૂઠો માંગે છે. તો ત્યાં તરત જ વિકલ્પ કર્યા વિના ફટાક દઈને અંગૂઠો કાપીને આપી દીધો. આ માંગણીને ઉચિત કેમ કહી શકાય ? અર્જુને પ્રત્યેના રાગના કારણે અર્જુનથી કોઈ ચઢિયાતો ન બને. એ માટે ગુરુ માંગે એ ગુરુ દ્રોણની આ ખામી છે. કોઈપણ જાતનો વિચાર કર્યા વિના અંગૂઠો કાપી આપે એ શિષ્યની અતિશય લાયકાત છે. પણ આ રીતે માંગી શકાય? * ગોશાળાએ ભગવાનની સાથે રહીને કેવી અનુચિત પ્રવૃત્તિ કરી છે ? કોઈનું ઘર બળાવી નાંખ્યું, કોઈ શેરીઓ અને પાડાઓ બાળી નંખાવ્યા ભગવાનની ભક્તિથી ભગવાનનાં નામ પર સિદ્ધાર્થ દેવે આ કર્યું. ભક્તિ પરમાત્માની જરૂર હોવી જોઈએ. પણ ભક્તિના બળે બુડથલના વચનથી બાળી નાંખવું એ ઉચિત ન કહેવાય. સાથે વિવેક ભળે ત્યારે જ ઉંચી કોટીનું પુણ્ય બંધાય. અર્જુનને સાક્ષાત્ (ભાવનિક્ષેપ) ગુરુ મળ્યા છે. એકલવ્યને સાક્ષાત્ ગુરુ નથી મળ્યા. સ્થાપના નિક્ષેપે મળ્યા છે. કયા નિક્ષેપાથી કલ્યાણ થાય ? એ નક્કી નથી, પણ તમે કઈ રીતે મૂલવો છો એ મહત્ત્વનું છે. હૃદયનું બહુમાન-ભક્તિ-પ્રેમ એ મોટી ચીજ છે. અંદરનું બહુમાન વધ્યા પછી બહારનું જ્ઞાન-ઓછું કે વધતું છે? તેની ઝાઝી કિંમત નથી. ' ઉપશમભાવની ઉપાસના ચંડરૂદ્રાચાર્યના શિષ્ય ચોવીસ કલાક પણ ચારિત્ર પાળ્યું નથી. આજે ચારિત્ર લીધું ને વહેલી સવારે કેવળજ્ઞાન થયું. કેવી રીતે થયું? કયા શાસ્ત્રો ભણ્યો છે? લગ્ન કરીને આવ્યો છે, મીંઢળ છૂટ્યું નથી. ભોગ માટે પરણ્યો છે. આજે પરણ્યો અને કાલે કેવળજ્ઞાન પામી જાય છે. તો ત્યાં કયું તત્ત્વ કામ કરે છે? આગળના ભવના સંસ્કારો તો છે જ. મશ્કરી કરતાં તો કરી, સંયમ લઈ લીધું. પણ અમલમાં મૂકવાનો વખત આવ્યો ત્યારે જરાય ગડમથલ કરી નથી. ગુરુ મહારાજ આમ તો ચારિત્રપાત્ર છે, પણ ક્રોધ ન આવે માટે જુદા રૂમમાં બેસે છે. મિત્રોનું ટોળું એમની પાસે ગયું, મશ્કરી કરે છે કે આને દીક્ષા આપો. ગુરુ ના પાડે છે. એક વખત ના પાડી, ફરી કહ્યું, બીજી વખત ના પાડી. ત્રીજી વખતે ગુરુનો પારો ગયો. માથું પકડીને લોચ કરી નાંખ્યો. સાણસામાં લીધો છે કે છટકી ન શકે. બીજા બધા તો રફુચક્કર થઈ ગયા. આ આત્માના પરિણામ જરાય બગડતા નથી. એની પાસે સમાધાનની કળા છે. 2010_05 Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉપશમભાવની ઉપાસના ૨૪૦ જીવનમાં કષાયોથી, સંકલ્પ-વિકલ્પથી બચવા વિષમ પ્રસંગોમાં સમાધાનની દષ્ટિ જરૂરી છે. જેની પાસે સમાધાનની કળા નથી તે કષાયોથી બચી શકતો નથી. તેને કષાયો આવવા સહેલા છે. સમાધાન કરતાં આવડવું જોઈએ. આવા સમયે ભવિતવ્યતાનો સ્વીકાર કરીએ તો આપણે આરાધક બની શકીએ. માથું મુંડે છે ત્યારે પણ મનના પરિણામ બગડતા નથી લોચ થઈ રહ્યો છે ત્યારે સમાધાન કરે છે કે આમાં એમનો શું વાંક છે ? મેં કીધા પછી એમણે કર્યું છે ને ! આ ભાવમાં સામો આત્મા નિરપરાધી દેખાય છે. ત્યાં ઉપશમ ભાવ સહેલો બને છે. સામો આત્મા અપરાધી દેખાય ત્યાં કષાય ભાવ સહેલો છે. સાધુ બનાવી દીધો, તો પણ એક પણ વિકલ્પ નથી, પછી ગુરુને નમ્રભાવે કહે છે – સાધુપણું પળાવવું હોય તો આ સ્થાન છોડી દેવું એ વધારે હિતાવહ છે. કારણ કે અહિંયા રહેવામાં આપને ગૃહસ્થો, સગાસંબંધી ઉપદ્રવ કરશે. તે વખતે ચંડરૂદ્રાચાર્ય કહે છે કે આપણે જરૂર નીકળી જઈશું પણ અંધારામાં મને રસ્તો દેખાશે નહિ. તેથી તું રસ્તો જોઈ આવ. તે પ્રમાણે જોઈ આવે છે અને પછી ગુરુને મુશ્કેલી ન પડે માટે પોતાના ખભા ઉપર બેસાડીને નીકળે છે. અંધારામાં રસ્તો બરાબર દેખાય નહીં. પગ આડા-અવળા પડે છે. ઠેસ વાગે છે. ઠેબા આવે છે. સમતુલા જાળવી રાખે છે. પણ ગુરુને ક્રોધ આવે છે. માથા ઉપર દાંડો મારે છે. જરા સંભાળીને સરખો ચાલને ! પછી ધીરે ધીરે સાચવીને ચાલે છે. પોતાની જાતને પાપી જુએ છે. કે એક આરાધક આત્માને મેં મુશ્કેલીમાં મૂકી દીધા. જરા પગ અસ્તવ્યસ્ત પડે એટલે ઉપર દાંડો પડે છે. તે વખતે આ નૂતન દીક્ષિતને દાંડાના મારની પીડા નથી. પણ પોતે ઉત્તમ આત્મા હોવાથી દાંડાની પીડાથી વધારે પોતાની ભૂલની પીડા થાય છે. હું મારા ઉપકારી ગુરુને, સંયમ જીવન આપનાર મારા તારક ગુરુને કેટલી બધી પીડા આપી રહ્યો છું. શાંતિથી પોતાના સ્થાને બેઠેલા ગુરુને મેં તકલીફમાં મૂકયા. સ્વદોષદર્શન અને એમાંથી થતો પશ્ચાત્તાપ એ શ્રેષ્ઠ સાધન છે. હા !, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે” – (કલાપી) પાપોનો પશ્ચાત્તાપ કરીને તેને ધોઈ નાંખવાના છે. પશ્ચાત્તાપ દ્વારા પાવન થવાનું છે. ઉપયોગને ઘરમાં વાળવા માટે, ઉપયોગને આત્મ સ્વરૂપમાં લઈ જવા માટે, ઉપયોગને વિષયોમાંથી પાછો વાળવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. કષાયોમાંથી વાળીને ઉપયોગને અંદરમાં જોડવાનો છે. મુનિનો પશ્ચાત્તાપ વધ્યો. મેં ગુરુને ત્રાસ આપ્યો, એક સાધક આત્માને પીડા આપી. શાંત-સ્વસ્થ આરાધક આત્માને હેરાન કરી રહ્યો છું. હું દુષ્ટ છું. અધમ છું. પાપી છું. પશ્ચાત્તાપથી ભરેલું હૃદય ક્ષણે ક્ષણે પોતાના દોષ જૂએ છે. અને ક્ષણે ક્ષણે દોષ જોવાથી પ્રતિક્ષણ અહંકાર તૂટે છે. અને એમાંથી જે શુદ્ધિ થાય છે તે ઊંચામાં-ઊંચી કોટિની થાય છે. આખરે તો અહંકારને જ તોડવાનો છે. મોક્ષમાર્ગની સાધના એ અહંકારના નાશની સાધના છે. અહંકારના પ્રભાવે આત્મામાંથી ખસીને ઉપયોગ દેહની સાથે જોડાય છે. અહંકારના 2010_05 Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ યોગદષ્ટિનાં અજવાળાં—ભાગ-૨ કારણે પરપર્યાયમાં હું બુદ્ધિ થાય છે. આખરે જેટલા પ૨પર્યાયો છે તેમાંથી હું પણાની બુદ્ધિને કાઢવાની છે. હું સાધુ, હું શ્રાવક, હું શ્રીમંત, હું મોટો, હું જૈન, હું પારસી, હું ખ્રીસ્તી આ બધા અહંકાર છે. પછી તે તામસી પર્યાય હોય કે રાજસી પર્યાય હોય. પણ જે પરપર્યાય છે તેમાં હું બુદ્ધિ ન જોઈએ. આ નૂતન મુનિએ પશ્ચાત્તાપના બળે અહંકારને આખો ખંખેરી નાંખ્યો. પશ્ચાત્તાપ વધતાં એવી પરાકાષ્ઠાએ પહોંચ્યો કે ક્ષપકશ્રેણી માંડી વીતરાગતા પામી કેવળજ્ઞાન આવીને ઊભું રહ્યું. ચોથા ગુણઠાણે માન્યતામાંથી અહંકાર જાય છે, પણ આચરણામાંથી નથી જતો માટે સ્વરૂપસ્થિતિ આવતી નથી. ચોથા ગુણઠાણા પહેલાં તો માન્યતામાં અને આચરણામાં બધામાં અહંકાર હોય છે. આ શિષ્યે વાસ્તવિક ગુરૂકૃપા મેળવી છે. આપણે તો ફોતરા જ ખાંડીએ છીએ. અને ગુરુકૃપા બોલીએ છીએ. સમ્યક્ત્વાદિ ધર્મની પ્રાપ્તિ એ જ સાચી ગુરુકૃપા છે. ગુરુ સ્વયં તત્ત્વસ્વરૂપ છે. અને તત્ત્વ પામવા માટેનું પરમ સાધન છે. ગુરુ જે તત્ત્વ પામ્યા છે તેને આત્મસ્થ કરવું અને આત્માના આનંદને અનુભવવો, તે ગુરુકૃપા છે. જો એ ન પામો તો ગુરુકૃપા ક્યાંથી કહેવાય ? શેલડીને સંચામાં બે-ત્રણ વાર રસ કાઢી નાંખ્યા પછી કોઈને તે ચૂસવા આપો તો તે ભક્તિ કરી કહેવાય કે વિડંબના કરી કહેવાય ? તેમ આપણે જીવનનું બધું સત્ત્વ સંસારમાં નીચોવી નાંખીએ છીએ. અને પાછલી ઉંમરે પરમાત્માની કૃપા ઇચ્છીએ, અને એ ન ઉતરે તો પછી પરમાત્મામાં કાંઈ નથી, એમ દોષારોપણ પણ કરીએ છીએ. આ બતાવે છે કે તારક તત્ત્વની કૃપા શું છે એ આપણે સમજતા નથી. यथा शक्त्युपचार, योगवृद्धिफलप्रदः । યોનિનાં નિયમાટેવ, તનુશ્રીયુત: ॥ ૪રૂ ॥ પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા આ દૃષ્ટિમાં વિકાસ કરતો આત્મા કેવા ગુણોને પ્રાપ્ત કરે છે તે બતાવી રહ્યા છે પહેલી દૃષ્ટિ કરતાં બીજી દષ્ટિમાં જીવ વિશેષતા પ્રાપ્ત કરે છે. પહેલી દૃષ્ટિમાં અહિંસાદિ યમની ઇચ્છા હોય છે અહીં ઇચ્છાથી આગળ વધે છે. કંઈક પાલન કરે છે. શોચ-સંતોષ આદિ નિયમ હોય છે. પારલૌકિક હિતના કાર્યમાં પ્રવૃત્તિ હોય છે. જે ક્રિયા શરૂ કરી તે પૂરી ન થાય ત્યાં સુધી ચિત્તને તેમાં પકડી રાખવાનો પ્રયત્ન કરે છે તત્ત્વની જિજ્ઞાસા એનો મુખ્ય ગુણ છે. યોગની કથા, યોગની વાતો, યોગનું સ્વરૂપ જાણવા મળે ત્યારે તેમાં તેની ધારા અવિરત ચાલુ રહે છે. યોગીઓ ઉપર અત્યંત આદર-બહુમાન હોય છે. અને શક્તિને અનુસારે મહાત્માની આદર-બહુમાન પૂર્વક ભક્તિ કરે છે. તેમાં પણ વિવેક હોય છે. માટે આ દૃષ્ટિમાં મહાત્માની આહારાદિથી જે ભક્તિ કરે છે. તે “ચોળવૃદ્ધિનપ્રદ્દ:” હોય છે. આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ, વસતિ-સ્થાન વિગેરે જે પ્રદાન કરે તેનાથી મહાત્માનાં લાભ-નુકશાનનો વિચાર કરીને આપે છે. જેનાથી પંચાચારનું પાલન સુંદર રીતે થાય, જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયમાં વૃદ્ધિ થાય, આશ્રિતોને જ્ઞાન પ્રદાન કરે, અપ્રમત્ત રીતે પોતાની આરાધનામાં વૃદ્ધિ કરી શકે તેવા આહારાદિથી તેમની ભક્તિ કરે. 2010_05 Page #273 -------------------------------------------------------------------------- ________________ અકલ્યાણમિત્રના યોગે મમ્મણ સંસારમાં રહ્યો ૨૪૨ જેની ભક્તિ કરવી છે તેમને શું અનુકૂળ છે, શું પ્રતિકૂળ છે? તે જાણ્યા વગર પાત્રમાં વહોરાવી દેવું તે અવિવેક છે. તેવી ક્રિયા આત્માને વિશેષ લાભ કરતી નથી. યથાશક્તિ એટલે પોતાની શક્તિને છૂપાવે નહીં અને શક્તિનું ઉલ્લંઘન પણ એવું ન કરે કે પરિણામ તૂટી જાય. કારણ કે યોગમાર્ગ ગમ્યો છે. યોગીની સેવા-ભક્તિથી માનસિક અધ્યવસાય નિર્મળ બને છે. અકલ્યાણમિત્રના યોગે મમ્મણ સંસારમાં રહ્યો મખ્ખણના જીવે પૂર્વભવમાં સાધુ મહાત્માની ભક્તિ કરી હતી. જેમાં ઉત્તમ કોટિનાં દ્રવ્યો નાંખેલા હતાં એવો સિંહ કેસરીયો લાડવો મહાત્માને વહોરાવે છે. જ્યારે વહોરાવે છે ત્યારે અતિશય શુભભાવથી, ભાવોલ્લાસથી વહોરાવે છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. પણ ભવિતવ્યતા જ્યારે બળવાન બને છે ત્યારે તે પોતાનો ભાવ અવશ્ય ભજવે છે. એને પૂર્વભવમાં પાડોશી અકલ્યાણમિત્ર મળ્યો, ખરાબ મળ્યો. પાડોશી પણ સંસ્કારી - ઉદાર હોવા જોઈએ. અવસરે સહાય કરનારા જોઈએ. અવસરે સાચી સલાહ આપનારા જોઈએ. સાચી સલાહ આપવામાં લાભ ઘણો છે. ખોટી સલાહ આપવામાં નુકશાન પણ ઘણું છે. સારા પાડોશના સહવાસમાં રહેવાથી આત્માને અવશ્ય લાભ થાય છે. મમ્મણના પાડોશીને ત્યાં પણ સિંહ કેસરીયો મોદક આવેલો. મમ્મણને કહે કેમ લાડવો ખાધો ? એનો સ્વાદ કેવો હતો? એણે કહ્યું મેં તો સાધુ મહારાજ આવ્યા હતાં તેમના પાત્રમાં વહોરાવી દીધો. અકલ્યાણમિત્રથી આત્માને નુકશાન કેટલું થાય છે ? તે જોવાનું છે. - જ્યારે નાગકેતુના જીવનમાં તેને કલ્યાણમિત્ર મળ્યો છે. તેની અપરમાતા તેને હેરાન - પરેશાન કરે છે, ખાવા નથી આપતી. તે પોતાના મિત્રને વાત કરે છે. તે કલ્યાણ મિત્ર છે. તે અપરમાતાનો વાંક નથી બતાવતો. પણ સાચી સલાહ આપે છે. કે તે પૂર્વ ભવમાં ધર્મ નથી કર્યો, તપ નથી કર્યું તેથી આવું થાય છે. માટે હવે તપ કરજે. એવી સલાહ આપે છે. સાચી સલાહ આપવામાં સામી વ્યક્તિના કષાયો ઉપશાંત થાય છે. ને ખોટી સલાહ આપવાથી કષાયો વૃદ્ધિ પામે છે. પેલો અકલ્યાણમિત્ર મમ્મણને કહે છે. અલા, લાડવો થોડો પણ ન ખાધો !! અડધો વહોરાવવો હતો. જરાય ચાખ્યો નહીં? ડબ્બામાં પડેલા લાડવાના કણિયા મમ્મણને ચખાડે છે. મમ્મણનો પાપોદય જાગ્યો. દુબુદ્ધિ જાગે છે. સાધુની પાછળ દોડયો. મહારાજ ! પેલો લાડવો પાછો આપો. કહો તો એને બદલે બીજા પ-૧૦-૧૫ લાડવા આપું. પણ એ લાડવો તો પાછો જ આપો. લાડવા પાછળ તે આસક્ત બન્યો, વૃદ્ધ બન્યો, એ લાડવો તો મારે જ જોઈએ. લાડવા ઉપર મૂર્ણિત બન્યો. તેના કારણે લાડવો પોતે ન ખાધો અને ન મહાત્માને વાપરવા દીધો. પણ એવું પણ ન વિચાર્યું. કે આ મહાત્મા આ આહારને વાપરીને એનાથી મોક્ષમાર્ગની સાધના કરશે. જ્ઞાનનું દાન કરશે. સન્માર્ગની પુષ્ટિ કરશે. એવું કંઈ જ ન વિચાર્યું. પણ આપ્યા પછીથી મેં ક્યાં આ લાડવો સાધુને આપી દીધો તેનો પશ્ચાત્તાપ થયો. પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? મમ્મણે પૂર્વભવમાં મહાત્માને સિંહ કેશરિયો મોદક વહોરાવ્યો તે વખતે ઉત્કટકોટિના શુભભાવથી વહોરાવ્યો છે તેના કારણે નિકાચિત પુણ્ય બાંધ્યું. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. પાછળથી પશ્ચાત્તાપ થતાં, દૂબુદ્ધિ જાગતા પુણ્યનો અનુબંધ 2010_05 Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ યોગદષ્ટિના અજવાળાં–ભાગ-૨ આખો નાશ પામી ગયો. ઘોર પાપાનુબંધ ઊભો કર્યો, ઘોર પાપાનુબંધ બાંધવા છતાં પુણ્ય ઊભું રહ્યું, જેના પ્રભાવે મમ્મણના ભવમાં અઢળક સંપત્તિ મળી. તેનું કારણ જે પુણ્ય બંધાયું હતું તે નિકાચિત હતું. જો તે પુણ્ય નિકાચિત ન બંધાયું હોત અને તેના બદલે અનિકાચિત બાંધ્યું હોત તો પશ્ચાત્તાપ કાળે પુણ્ય પણ સાફ થઈ જાત, પાપ કર્મ બંધાત. જેથી મમ્મણના ભવમાં જે અઢળક સંપત્તિ મળી તે ન મળત. મહાત્માને ખાવા દીધું નહીં, તેમાં કયું કર્મ બંધાય ? (૧) ભોગાંતરાયકર્મ અને (૨) ઉપભોગાંતરાયકર્મ. બન્ને બાંધ્યા. મરીને મમ્મણ થયો. પહેલા ભવમાં લાડવા ઉપર મૂછ હતી, તે વધીને આ ભવમાં મળેલી તમામ સામગ્રીવસ્તુ ઉપર મૂછ થઈ. કોઈ પણ ચીજની મૂછ થાય તેનું નુકશાન એ છે કે તેનો જીવનમાં સદુપયોગ ન કરી શકે. જીવનભર મૂછ રાખીને મર્યો. ખાઈ ન શક્યો, ભોગવી પણ ના શક્યો. પૂ. હરિભદ્રસૂરિ મ. સા. વિવેકપૂર્વકની ભક્તિ કરવાનું જણાવી રહ્યા છે. મહાત્માઓની ભક્તિ એવી રીતે કરવી જોઈએ કે જેથી તેમના આરોગ્યની વૃદ્ધિ થાય અને જ્ઞાન-ધ્યાનાદિ આરાધનામાં પણ વિશેષ વૃદ્ધિ થાય. ઔષધની જરૂર હોય તો તે આપીને ભક્તિ કરે. અનુપાનની જરૂર હોય તો તે વખતે પણ તમારે (ગૃહસ્થોએ) બહુ ઉપયોગ રાખવો જોઈએ. બરછટ હોય, જાડું હોય, કાચું હોય, ગમે તેવું વહોરવી દ્યો તો મહાત્માને કેટલું નુકશાન થાય ? સાધુના પાત્રમાં આવી ગયા પછી તેને પરઠવવાની બિલકુલ રુચિ-ઇચ્છા ન હોય, સાધુ મહાત્મા તે વાપરી જાય. પછી તેનાથી નુકશાન કેટલું થાય છે? શુભ ભાવનાથી સંસાર સાગર તરવાનો છે. શુભ આલંબનના બળે કુસંસ્કારોને દાબવાના છે. સુકતા એ ભયંકર દોષ છે. નાગશ્રીએ માસક્ષમણના પારણે વહોરવા પધારેલા મહાત્માને કડવી તુંબડીનું શાક વહોરાવી દીધું. આ તેની બુદ્ધિમત્તા નથી. બુદ્ધિમાન તે છે કે જે ચીજમાં નુકશાન દેખાય તે દિવસે તે ચીજ કાચી સેકન્ડમાં છોડી દે. ધન્નાજીએ સુભદ્રાએ હસતાં હસતાં કહ્યું તો ય સંસાર છોડી દીધો. જેમાં દુઃખ દેખાય તેને છોડવા માટે ઊભો રહે ? સાત્વિક વ્યક્તિ છોડવામાં વિચાર ન કરે. છોડવા માટે પૂછવા ઊભો ન રહે તે સાત્વિક છે. ધન્નાને થયું, મારી સ્ત્રી આવી રીતે મશ્કરી કરે? મારા સ્પોટ ઉપર ઘા કરે ? આર્યદેશમાં સંસ્કારી કુલોમાં, ખાનદાન કુલોમાં કુતુહલ, ઠઠ્ઠા - મશ્કરી ન હોય. આ બધું નુકશાનકારક છે. નાગશ્રી જાણે છે કે તુંબડી ઝેરી છે ખાનાર મૃત્યુ પામે છે, છતાં તેને કડવી તુંબડી ખબર પડ્યા પછી પણ ફેંકી દેવાનું મન ન થયું, અને સાધુને વહોરાવી દીધું. આ સ્ત્રી સહજ ક્ષુદ્રતા છે. સ્ત્રી સહજ દોષ છે. બુદ્ધિનો અભાવ છે. તેની બુદ્ધિએ મહાત્માના લાભ-નુકશાનનો વિચાર ન કર્યો, તેમ પોતાના લાભ-નુકશાનનો પણ વિચાર ન કર્યો. મારા આત્માને નુકશાન કરશે એવો વિચાર આવ્યો હોત તો પણ આવું ન કરત. ઘરના કોઈ માણસને ન ખવરાવી અને મહાત્માના પાતરામાં વહોરાવી દીધી અને 2010_05 Page #275 -------------------------------------------------------------------------- ________________ ક્ષુદ્રતા એ ભયંકર દોષ છે. ૨૪૪ ઘરના કોઈ જાણે નહીં તેથી બીજી રસોઈ બનાવી દીધી. મુનિ વહોરીને ગુરુ પાસે આવ્યા. ગુરુને ગોચરી બતાવી. જોતાં જ ગુરુએ કહી દીધું આ આહાર પરઠવી દ્યો. જંગલમાં પરઠવવા ગયા. એક ટીપું પરઠવતાં જ જીવોનો સંહાર થતો જોયો, જીવદયાના પરિણામ વૃદ્ધિ પામે છે. હજી માસક્ષમણનું પારણું પણ નથી કર્યું. ગુરુની આજ્ઞા પાલનનો રાગ છે. જીવદયાના પરિણામ કરતાં ગુરુની આજ્ઞા મોટી છે. પણ જીવદયાનો પરિણામ વ્યાપક બને છે. વાપરવાનો વિચાર કરે છે તે માટે પહેલાં સંથારો કર્યો, ચાર શરણાં લીધા, દુષ્કત નિંદા કરે છે. સર્વ જીવોની સાથે ક્ષમાયાચના કરે છે. વાપરી જાય છે. ગુરુ આજ્ઞાના ભંગનું પાપ લાગે કે નહીં? ના, અહીં મુનિને જીવદયાના પરિણામ એટલો બધો ચહ્યો છે, એટલો બધો વૃદ્ધિ પામ્યો છે કે ગુરુ આજ્ઞા – પરઠવવાનો પરિણામ દબાઈ ગયો. જીવદયાના પરિણામમાં એવા ઉપર ચર્ચા કે પરઠવવાનો ગુરુ આજ્ઞાનો ઉપયોગ જ ન રહ્યો. બસ, એક જીવદયાનો જ ઉપયોગ રહ્યો કે - અરર ! આટલા બધા જીવોની વિરાધના! એક ટીપામાં આટલી વિરાધના છે તો આ બધું જ પરઠવી દઉં તો શું થાય? લાખો-કરોડો ત્રસ જીવોની વિરાધના હું કંઈ રીતે જોઈ શકું? આ રીતે જીવદયાનો ઉપયોગ મુખ્ય બન્યો છે. ગુરુઆજ્ઞાનો ઉપયોગ ગૌણ બન્યો છે. ગુરુ આજ્ઞાનો ઉપયોગ આવ્યો હોત અને વાપર્યું હોત તો આજ્ઞા ભંગનું પાપ લાગે કારણ કે ગુરુ આજ્ઞા મહાન છે. પણ અહીં ગુરુ આજ્ઞાનો ઉપયોગ ગૌણ બન્યો છે. માટે મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. એકાવનારી બન્યા. મુનિને છટ્ટા-સાતમા ગુણઠાણાના પરિણામ છે. ત્યાં કોઈ પણ જીવને મન-વચનકાયાથી લેશમાત્ર પીડા ન કરવી એવા સુકોમલ પરિણામ રૂ૫ ગુણઠાણું છે. આ પરિણામમાં મુનિ આગળ વધ્યા. માટે ગુરૂઆશાનાં ભંગનો દોષ નથી. નાગશ્રીએ કડવી તુંબડી વહોરાવી, પણ એ ન વિચાર્યું કે આનું પરિણામ શું આવશે? સાધુ મહાત્મા કાલધર્મ પામી ગયા. પછીથી દુનિયામાં બધે ખબર પડી ગઈ. સર્વત્ર અપયશ પામી. ઘોર પાપ કર્મ બાંધ્યું. તેના કારણે દરેક નરકમાં બે-બે વાર ભટકશે. તિર્યંચ યોનિમાં ભમશે. તિર્યંચના બધા ભવ પામશે. અનંત કાલ સંસારમાં ભટકીને મનુષ્યભવ પામીને ચારિત્ર લેશે. ગુરઆજ્ઞા વિરુદ્ધ બહાર ઉદ્યાનમાં જઈ આતાપના લેશે, પાંચ પુરુષથી સેવાતી વેશ્યાને જોઈને નિયાણું કરીને દ્રૌપદી થશે. ત્યાં કટુ વચનનાં કારણે મહાભારતનું સર્જન કરશે. આ રીતે તેનો જીવ અનંતકાળ સંસારમાં રખડ્યો, તેના મૂળમાં નાગશ્રીના ભાવમાં અનંતકાળ પહેલાં કરેલું આ પાપ કારણ બન્યું છે. સુપાત્રદાનનો લાભ ઘણો છે. પણ ક્યારે? વિવેકપૂર્વકની કરેલી સારી પ્રવૃત્તિ એ ઊંચું પુણ્ય બંધાવે છે. અને વિવેક વગરની કરેલી સારી પ્રવૃત્તિ એ મામુલી પુણ્ય બંધાવે છે. વિવેક વગરની અશુભ પ્રવૃત્તિ એ ગાઢ પાપ બંધાવે છે. મમ્મણે પણ લાડવો વહોરાવ્યા પછી સંગમ ગોવાળના જેવી ભાવના ભાવી હોત તો સમાન શાલીભદ્ર થાત. તે જ ભવમાં ચારિત્ર લઈ, ઉત્કૃષ્ટ કોટિનું ચારિત્ર પાળી, એકાવતારી થાત. આ બીજી દષ્ટિમાં યોગી – મહાત્માની ભક્તિ કરનારા પણ આ ભક્તિ મેં કરી, આ સેવા મેં કરી, મેં કર્યું, મેં કર્યું, એમ અભિમાન - અહંકાર ન કરે. પણ“તદનુગ્રહથીયુતઃ” 2010_05 Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ આ મહાત્માઓ મારા ઉપર ઉપકાર કરી રહ્યા છે. સુપાત્રદાનનો લાભ આપવા દ્વારા મહાત્માએ મારા ઉપર ઉપકાર કર્યો છે. મને આવો સુંદર લાભ આપ્યો છે. એવું માને છે. તમારું જ લેવા છતાં, મહાત્મા તમારા ઉપર ઉપકાર કરે છે. “મને સંસાર સાગરથી તારે છે” એવો ભાવ આવે છે ? આજે ઘણા પ્રશ્ન કરે છે કે બધા દીક્ષા લેશે તો મહારાજ! તમને વહોરાવશે કોણ ? એની ચિંતા શું કામ કરો છો? તે વખતે ઝાડ-પાનમાં પણ ચમત્કાર સર્જાશે. બધાય પાંદડા રોટલી બની જશે, બધા સરોવરનાં પાણી ઘી બની જશે. પછી પ્રશન ઊભો રહેશે? જ્યાં પ્રશ્ન અસંભવિત હોય ત્યાં તેનો જવાબ પણ અસંભવિત જ આપવો પડે છે. સંગમ ગોવાળે મહાત્માને ખીર વહોરાવી. બધી વહોરાવી દીધી. ભાવોલ્લાસ વધે છે. આપ્યા પછી પણ અનુમોદના ચાલુ રાખી છે. આ મહાત્માએ મારા ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે !! મારે ઘરે ખીર ક્યાંથી હોય ! અને ખીર છે તો આવા મહાત્મા ક્યાંથી મળે ? આ મહાત્માએ મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. મહાત્મા ન આવ્યા હોત તો શું થાત ? જો ખીર પેટમાં પધરાવી હોત તો શાલિભદ્ર ન થાત, અને ચારિત્ર મળ્યું તે ન મળત. મહાત્માની મન મૂકીને કરેલી ભક્તિ આત્માને એકાવતારી બનાવે છે. જૂઓ ! ભિક્ષુકને, યાચકને, ગરીબને જે દાન આપવાનું છે તે તેમના ઉપકાર માટે નથી આપવાનું, પણ આપણી પોતાની જાતના ઉપકાર માટે આપવાનું છે. માંગનારયાચક મૂક ઉપદેશ આપે છે. ગત જન્મમાં છતી શક્તિએ મેં દાન નથી આપ્યું. તેના ફળ સ્વરૂપે આજે મારે માંગવાનો વખત આવ્યો છે. કોઈને પણ આપો, લાભ પોતાને જ થવાનો છે. - મહાત્માને દાન કર્યા પછી મારા ઉપર ઉપકાર થઈ રહ્યો છે. આપ્યા પછી પણ આદર – બહુમાન વધતાં રહે, મારો કોઈ પુણ્યનો ઉદય કે મને મહાત્માનો લાભ મળ્યો. એવા ભાવ સ્પર્શે તો ચારિત્ર મોહનીય કર્મ તૂટવા માંડે છે. આપણને આવા ભાવ નથી આવતાં માટે ચારિત્ર્યમોહનીય તૂટતું નથી. સાધુ મહાત્મા ગોચરીએ જાય છે તેમાં બે કારણો રહેલા છે. (૧) પોતાના સંયમ જીવનના પાલન માટે જાય છે. (૨) સામેના (વ્યક્તિ) શ્રાવકોનાં ઉપકાર માટે જાય છે. જ્ઞાની ભગવંતોએ સાધુને કેવો સુંદર ગોચરીનો માર્ગ બતાવ્યો છે. “અહો જિર્ણહિં અસાવજજા, વિત્તિ સાહૂણ દેસિયા, મુક્ષ્મસાહેણદેઉસ્સ, સાહુ-દહસ્સ ધારણા !!” સાધુને મોક્ષની, મોક્ષમાર્ગની સાધના કરવાની છે. તે આજ દેહથી કરવાની છે. અને આ દેહને ટકાવવા માટે આહારની પણ જરૂર રહે જ, તેને માટે કેવી નિર્દોષ! કેવી સુંદર ગોચર-ચય બતાવી છે ? બેંતાલીસ દોષ રહિત આહાર લાવવાનો. પાંચ દોષ રહિત વાપરવાનું. આ નિર્દોષ ચર્યા છે. 2010_05 Page #277 -------------------------------------------------------------------------- ________________ ક્ષુદ્રતા એ ભયંકર દોષ છે. ૨૪૬ તમારે માટે જેમ અનીતિનું ધન વર્જ્ય છે. તેમ સાધુને દોષિત ગોચરી તમારા અનીતિના ધનની જેમ વર્જ્ય છે. સાધુઓ પ્રભુએ બતાવેલી મર્યાદામાં રહીને ગોચરી વહોરે તો પણ વગર ઉપદેશે લોકોને ધર્મ પમાડી શકે છે. જેમ તન અન્નનું બને છે, તેમ મન પણ અન્નનું બને છે. જો એ ખોરાક સાત્ત્વિક હોય, ખોરાક નિર્દોષ હોય, ખોરાક વિધિપૂર્વકનો હોય તો તેમાંથી બનેલા તન-મનથી જ યોગ સાધનાની વૃદ્ધિ થાય છે. તેનાથી પ્રસન્નતા વધે છે. ગમે તેવો ખોરાક લેવાથી શુદ્ધિ આવી શકતી નથી. તમે નીતિ-ન્યાય ભૂલ્યા છો. અમે દોષિત ચર્ચામાં છીએ, નિર્દોષ ચર્યા ભૂલ્યા છીએ. શિથિલતા ક્યાં સુધીની આવી ગઈ છે ? ગોચરી ઉપાશ્રયમાં લાવવાની ચીજ છે કે શ્રાવકને ત્યાંથી વિધિપૂર્વક લાવવાની ચીજ છે ? જેઓ આચારને ભૂલ્યા છે, ભ્રષ્ટ થયા છે, તેમના ઉપદેશની કોઈ અસર નથી પડતી. તમારી પુછવાની તાકાત નથી કે આ ચીજની શું જરૂર છે ? ઘેલી ભક્તિ, ગાંડી ભક્તિ નથી કરવાની, શ્રાવક ચુસ્ત હોવા જોઈએ. સંયમને વિરાધક હોય તેવું ન વહોરાવવું જોઈએ. અન્ન ખોટું હશે તો મન બગડશે. એક તો દોષિત આહાર લીધેલો હોય અને તેમાં વિગઈઓવાળું - વિકારો થાય તેવું વાપરે, એટલે એની સીધી અસર બ્રહ્મચર્ય ઉપર થાય છે. કટોકટીની પળે પાળેલા આચારથી કેટલાય લોકો ધર્મ પામે છે. પ્રશ્ન - સાહેબ ! અશક્ત હોય તો શું થાય ? ઉપાશ્રયમાં કેટલા સાધુ હોય ? કમસે કમ બે સાધુ હોય. તો બન્ને અશક્ત હોય ? જીવનમાં આચારનું બહુમાન હોય તો લોકો કેવો ધર્મ પામે ? માનો કે ૧૦૦ ડીગ્રી તાવ હોય અને તે સાધુ વહોરવા જાય તો તેની અસર કેવી પડે ? લોકો કેવો ધર્મ પામી જાય ? અને તાવ ન હોવા છતાં સામે ગોચરી મંગાવીને વાપરે તો કેટલા લોકો અધર્મ પામે ? આચાર માર્ગ દિન-પ્રતિદિન શિથિલ થઈ રહ્યો છે. અમારે ત્યાં પણ અમારા વિડલો જેટલું ઊંચું સંયમ પાળીને ગયા તેમાં આજે ધીરે ધીરે ક્ષતિ દેખાય છે. આમાં કાળ બળવાન છે. જીવની પરિણતિ પલટાતી ગઈ છે. અને તેમાં મુખ્ય કારણ અયોગ્ય દીક્ષાઓ વધી છે. તમે દીકરાની વહુ નાત-જાત-ભાત જોયા વગર ગમે તેવી કજાત લઈ આવ્યા પછી તમારે તેને રાખવી જ પડે છે, નિભાવવી જ પડે છે, કાઢો તો આબરૂ જાય છે. તેમ શિષ્ય પણ નિભાવવો જ પડે છે. કાળબળ ખરાબ છે. કાઢીએ તો આબરૂ જાય છે. ને શિષ્યોના પ્રલોભનો આજે કોને નથી સતાવતા ? આજે લાખો રૂપિયા તમને મળતાં હોય તો કોણ જૂઠું નથી બોલતું ? એક ડોક્ટર પાસે એક પેશન્ટ આવ્યો. મને તાવ આવે છે. સારો ડોક્ટર હોય તો સલાહ આપે - કે ત્રણ દિવસ લાંઘણ કર, મગનું પાણી અને આા-કોફી લેજે, ગરમ પાણી પીવાનું રાખ, તારો તાવ ઉતરી જશે. પણ પેલો દર્દી કહે - કે મારે આજને આજ તાવ ઉતારવો છે. તો ઇન્જેક્શન આપવું પડે ને ? એ ન આપે તો બીજા ડૉક્ટર પાસે જશે. હું નહીં આપું તો સોનાની ચકલી બીજે જવાની જ છે. સોનાની ચકલી જાય તે ઈષ્ટ નથી. હું દીક્ષા ન આપું તો બીજે જવાનો જ છે. આજે શિષ્ય નથી તો જે શાંતિ છે તેવી શાંતિ બે-ચાર શિષ્યો થયા પછી રહેશે ખરી? 2010_05 Page #278 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં–-ભાગ-૨ શિષ્યોમાં સુખ માન્યું તે ભ્રમ છે. આત્મામાં જ સુખ છે તે દેખાતું નથી. ઘણા દીકરા હોય તો સુખ નહીં. ઘણા પૈસા હોય તો સુખ નહીં તેમ ઘણા શિષ્યો હોય તેટલા માત્રથી પણ સુખ નહીં. આજે ઉપદેશમાં એક માર્ગાનુસારીની વાતો રહી છે. હવે તો એ પણ ગઈ. જોક્સ, શાયરી, ટૂચકાઓ આવી ગયા છે. આજે સામાચારીની પકડ વધી ગઈ છે. અને તેમાં જ ધર્મની સ્થાપના કરવી – એ દૃષ્ટિરાગ છે. એ કેમ ચાલે? એને સાંભળનારા પણ ઠીક ઠીક પ્રમાણમાં હોય છે. પોતાને ઇષ્ટ સામાચારીમાં જ ધર્મ માનવો અને બીજાને માન્ય સામાચારીનું ખંડન કરવું, ટીકા ટીપ્પણ કરવી એ સાધકદશા નથી પરંતુ દષ્ટિરાગ છે, સાધક તે કહેવાય કે જેનામાં સાધના વિરુદ્ધ વાત ન હોય. સાધકમાં જાતિ, વર્ણ આશ્રમ કે સંપ્રદાયનું અભિમાન કે આગ્રહ હોતો નથી. બીજા પ્રત્યે હલકાપણાનો ભાવ હોતો નથી. સંસારથી વૈરાગ્ય અને પરમાત્મા પ્રત્યે (એના ઉપલક્ષણથી પ્રાણી માત્ર પ્રત્યે) પ્રેમ એ સાધકનું લક્ષણ છે. આત્માનું સ્વરૂપ, યોગનું સ્વરૂપ, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ–અપવાદને કહેનારા આજે બહુ ઓછા છે. જેને મોક્ષ પામવો છે તેણે આત્માને ઓળખવો જ પડશે. યોગની દષ્ટિ ને સમજવી પડશે. ક્યાંય દષ્ટિરાગ - કદાગ્રહમાં ફસાવું ન જોઈએ. દાનનું સ્વરૂપ મારું લેવા દ્વારા આ મહાત્માઓ મારા ઉપર ઉપકાર કરે છે. ફક્ત આ મહાત્મા જ નહીં પણ જગતમાં બાવા, જોગી, ભગત, ભૂલા-લંગડા વિગેરે પણ મારું લેવા દ્વારા મારા ઉપર ઉપકાર કરે છે. આજ સુધી લેવાથી જ રખડ્યા છીએ, અહંકારથી જ રખડયા છીએ. જો આપીએ નહીં તો લેવાની સંજ્ઞા તૂટે નહીં, આપ્યા પછી લેનારને ઉપકારી ન માનીએ તો અહંકાર તૂટે નહીં. જે મળ્યું છે તે આપવા માંડો. આપવાની ક્રિયા દ્વારા લેવાની સંજ્ઞા અને અહંકારની સંજ્ઞા તોડવાની છે. દેવલોકમાં કોઈ માંદુ પડતું નથી માટે સેવાનો પ્રશ્ન જ રહેતો નથી. બધા અબજોપતિ છે માટે દાન લેનાર જ કોઈ નથી. માટે દાન નથી. નરકમાં બધા પરાકાષ્ઠાએ દુઃખ અનુભવે છે તો ત્યાં કોણ કોની સેવા કરે ? દાન અને સેવા બંનેની મોનોપોલી મનુષ્યને મળી છે. તિર્યંચમાં દાન અને સેવા બન્ને નથી. કેમ?તિર્યંચ પાસે દાનનું સાધન લક્ષ્મી નથી. અને બે હાથ નથી મળ્યા માટે સેવા નથી. એને ચાર પગ છે. સેવા શેનાથી થાય? હાથથી કે પગથી થાય? તમને મળેલા બે હાથ આપવા માટે મળ્યા છે. હાથ કેટલા પુણ્યથી મળ્યા છે. આમ બે હાથે આપવાથી લાભ થાય છે. અને તમે બે હાથે લેવા જ માંડયા છો. તમે લઉં લઉં જ કરો છો. જેને લેવું જ બહુ ગમે છે. આપવું ગમતું નથી. તેનો મોક્ષ દૂર થઈ જશે. નહીં આપનાર અને આપીને અભિમાન કરનાર – બેમાંથી કોણ સારો ? હજી આપ્યા પછી અહંકાર કરે તો તે કદાચ ચાલે. કારણ કે આપીને તે બીજાનો ઉપકાર કરે છે. તેના આપવાથી (બીજાને) લોકોને તો લાભ થાય છે. એને પોતાને કદાચ મોડો-વહેલો લાભ થશે. પણ પેલો બીજો જે નથી જ આપતો તે તો દુષ્ટ છે. કારણ કે આપતો જ નથી. એમાં કોણ સારો ? 2010_05 Page #279 -------------------------------------------------------------------------- ________________ દાન કરતા કરતા જીવો પ્રત્યે અભેદ દષ્ટિ કેળવવાની છે. ૨૪૮ આપનારો સારો છે. કેમકે મળેલી ચીજોનો સદુપયોગ કરે છે. નરસી નાથા મુંબઈ ગયા, ત્યાં ભાગ્ય ફળ્યું, ઘણું કમાયા. દેશમાંથી પોતાના જાતભાઈઓને, જ્ઞાતિ બંધુઓને બધાને મારા જેવા સુખી બનાવું એ ભાવનાથી બોલાવ્યા. મુંબઈમાં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ઔષધાલયો ખોલ્યા, દાનશાળા, ભોજનાલયો ખોલ્યા અને જે ખાનદાન લોકો મફત લેતા સંકોચ પામતા હતા તેમના ઘરે ઘરે જઈને આપતા હતા અને કહેતા આ મારૂં નથી આપતો, આ આપનું જ છે. મારા બાપદાદાના ચોપડામાં આપની મિલકત માં હતી તે જ તમને આપું છું. આપવા દ્વારા હું કાંઈ તમારી ઉપર ઉપકાર કરતો નથી. આ રીતે તેઓના દુઃખો દૂર કર્યા. દાન કરતા કરતા જીવો પ્રત્યે અભેદ દષ્ટિ કેળવવાની છે. લેનારો તમારા ઉપર ઉપકાર કરે છે એવું આજ સુધી તમે માન્યું છે ? તમે તો જેને આપો છો તેના ઉપર તમે ઉપકાર કર્યો છે તેમ માનો છો. જેમ તમે કોઈની કન્યા પરણીને-પરણાવીને તમારા ઘરે લાવો છો પછી બધું જ આપો છો ? ઘરમાં રૂમ આપો છો, ચાવીનો ઝૂડો આપો છો. બેંકમાં ખાતુ ખોલાવો છો. સંપત્તિમાંથી ભાગ આપો છો. તેવી રીતે કોઈનો દીકરો દત્તક લીધો. બાપ તરીકે તમારું નામ લખાવ છો. ધંધામાં સાથે જોડો છો. આટલું બધું કરો છો છતાં તેના ઉપર ઉપકાર કરો છો એમ માનો છો ? ના, ત્યાં એવું નથી માનતા, ત્યાં તો વ્યવહાર છે. ફરજ છે એમ માનો છો. જ્યારે પેલા ભિખારીને, ગરીબને, સાધર્મિકને, પાંચ-પચ્ચીશ કે પાંચસો રૂપિયા આપો છો ત્યાં તમે અહંકાર કરો છો, કારણકે તમે ઉપકાર કરો છો એવું માનો છો. જેને પોતાના માન્યા છે ત્યાં ઉપકાર કરું છું એમ નથી માનતાં. તો જગત માત્રને, વિશ્વ માત્રને પોતાનું માનો, દરેકને પોતાના માનો અને દાન આપો. ભેદભાવ તોડી નાંખો, ભેદદષ્ટિ દૂર કરવાની છે. દાન કરતી વખતે પોતાના માનો તો અહંકાર નહીં આવે. અંદરથી દષ્ટિને સુધારો. સંસાર ભેદથી જ ચાલે છે. વ્યવહાર ભેદનો જ સૂચક છે. દીકરાની પત્ની સાથેના વ્યવહારમાં, ઘરમાં કેવું ડહાપણ છે. અભેદભાવ છે. સંસારમાં યત્કિંચિત્ જે સુખ ભોગવો છો તે પણ કંઈક અભેદ કરશો ત્યારે જ મળે છે. રોટલી ભાણામાં છે જોયા કરો, મોઢામાં ન મૂકો તો સુખ મળે? પણ ગમે તેવો પણ અભેદ કરો છો ત્યારે જ કંઈક સુખ અનુભવો છો. ભલે તે વિજાતીય છે. વિજાતીયના અભેદમાં સુખનો કાળ ક્ષણિક છે, ઓછો છે. દુઃખનો કાળ વધારે છે – અનંત છે. આજ સુધી જીવ સંસારમાં દુ:ખ પામ્યો છે, પામે છે અને પામશે. કારણ કે વિજાતીય તત્ત્વનો સંગ છોડ્યો નથી. વિજાતીય સુખ એને ઇષ્ટ લાગે છે. એમાં સુખ છે તે કૃત્રિમ છે, તે બનાવટી છે, તે વિકારી છે, દૂધપાક ખાધા પછી ઉલ્ટી થાય ત્યારે જે સ્વાદ આવે તેવું એ સુખ છે. એનો સ્વાદ કેવો? ભોજનનો સ્વાદ કેવો? અને ભોજનનો કાળ કેટલો? ઉલ્ટી થયા પછી સ્વાદ કેવો? અને ઉલ્ટી થયા પછીના સ્વાદનો કાળ કેટલો? ક્ષણિક છે. સંસારનું સુખ ઉલ્ટી પછીના સુખ જેવું છે. તેના કરતા મોક્ષનું સુખ અનંતગુણ ચઢીયાતું છે. ક્ષણિક સુખ એ વિકારી સુખ છે. 2010_05 Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ આ જગતમાં ભક્તિ કરનારો વિચારે કે આ મહાત્માએ મારા ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે. આ ચારિત્રધર આત્માઓ ન હોત તો તમે જીવી ન શકત. જીવન જોખમભર્યું હોત. તમારે જીવવા માટે ડોક્ટરની જરૂર પડે, વકીલની જરૂર પડે, તમે આ બુદ્ધિજીવી વિના ન જીવી શકો, તમને તમારા ઉપાડનારની જરૂર પડે, શ્રમજીવીની જરૂર પડે. એમ ચારિત્રધરની જરૂર ખરી ? ચારિત્રધર વિના જીવી શકો એમ છો ? આજે તમારા મા-દીકરી-બેનો રોડ ઉપર સહેલાઈથી ફરી શકે છે તે આ ચારિત્રધરનો પ્રભાવ છે. શાસનનો પ્રભાવ છે. અમેરિકા જાવ ત્યાં બુદ્ધિના વિકાર કેટલા વધ્યા તે જોવા મળશે. અમેરિકામાં એક ભાઈએ ગોળી મારીને એક ભાઈને ઠાર કર્યો, કેમ ? મને એ માણસની ચાલ ન ગમી. આજે તમે અલંકાર પહેરીને આવી શકો છો તે બતાવે છે – કે આ ચારિત્રધરના પ્રભાવથી લોકોની વૃત્તિ અને બુદ્ધિ બગડતી નથી. ચારિત્રધરના આચારના પ્રભાવે એક એવું વાતાવરણ ઊભું થાય છે, કે જે જગતના જીવોમાં સંયમની વૃત્તિ ઊભી કરે છે. જીવો સંયમી બને છે. સંયમમાં સુખ છે. જેટલું સંયમ વધારે તેટલું સુખ વધારે. પાંચમા આરા કરતાં ચોથા આરામાં સારા (સુખી) વધારે. કારણકે લોકો સંયમી, સંતોષી અને પરોપકારી હતા. સારો કોને કહેવાય ? જેને લેવા કરતાં આપવું ગમે તે સારા કહેવાય. જીવનમાં લેવા કરતાં આપવાનું પ્રધાન બનાવો. આપવાનો વખત આવે ત્યારે મન મૂકીને આપવા માંડો તે ઉપકારી છે એમ માનો તો ગૃહસ્થ જીવનમાં તમે આગળ વધી શકશો. ઉપદેશક માટે શ્રોતા ઉપકારી છે. તમે બધા મને સાંભળનારા છો તો તમે મારા ઉપકારી છો. તમે ન હોત તો હું કોને સંભળાવત ? લેનારાના હાથ જ મહાન છે. જેમ લેનારા વિશેષ હોય, જેમ લેનારા અધિક હોય તેમ આપનારો વધારે આપી શકે છે. માટે લેનારનો ઉપકાર માનવો એ ઉચિત છે. શંકા - વ્યવહારમાં તો દ્રવ્યદાનમાં લેનારા વધારે હોય તો આપનાર વધારે આપી શકતો નથી, વળી લેનાર વધે તેમ દાનની રકમ ઘટે છે. સમાધાન-દ્રવ્યદાનમાં તેવું બને છે એ બરાબર છે ભાવદાનમાં તેવું નથી. દ્રવ્યદાનમાં આપનારને ખૂટે છે, લેનાર મેળવે છે જ્યારે ભાવદાનમાં આપનારને ખૂટતું નથી, વધતું જાય છે. અને લેનાર પોતાની યોગ્યતા હોય તો એક સરખું મેળવી શકે છે. - વાગભટ્ટમંત્રીની ઉદારતા - રાજા કુમારપાળ છે. વામ્ભટ્ટ તેમના મંત્રી છે. રાજાએ સૌરાષ્ટ્રમાં કોઈ રાજા સાથે સુલેહ કરવા મોકલ્યો. મંત્રી સુલેહ કરીને આવ્યો. રાજા તેને એક હાથી અને સોનાનો ચરૂ ભેટ આપે છે. રાજદરબારમાંથી બહાર નીકળે છે ત્યારે વાચકોનું ટોળું ઊભું છે. વાચકોને શ્રદ્ધા છે કે મંત્રીશ્વર આપશે જ, તેના જેવો કોઈ ઉદાર નથી. મંત્રી ચારે બાજુ બે હાથે દરેકને આપતો આપતો જ આવે છે. છેલ્લે ઘરે પહોંચતા હાથી પણ આપી દીધો. તેણે એટલું દાન આપ્યું છે કે રાજા કુમારપાળ કરતાં લોકો તેને વધુ યાદ કરે. કોઈ ઈર્ષ્યાળુએ રાજાના કાન ભંભેર્યા કે લોકો આપને ભૂલી જાય તેવું આ મંત્રી કરે છે. કુમારપાળ આ વાતમાં આવી ગયા. એના મગજમાં વાત બેસી ગઈ. બીજે દિવસે સભામાં મંત્રી આવ્યો. કુમારપાળે મોઢું 2010_05 Page #281 -------------------------------------------------------------------------- ________________ ગુરુ એ જીવંત પરમાત્મા છે રપ૦ ફેરવી નાંખ્યું. વાભટ્ટ કહે કેમ સાહેબ ! આ સેવકનો શું અપરાધ ? તમે દાન કરે અને મારી કીર્તિને ફટકો લાગે છે, એ બરાબર છે ? સેવક કહે છે – એ દાન કરવાની તમારી તાકાત નથી. તમે ન આપી શકો એ તો હું જ આપી શકું. કહો તમારો બાપ કોણ ? ત્રિભુવનપાળ. અંતો ૧૨ ગામનો ઠાકોર ને ? તો તારો બાપ કોણ ? મારો બાપ ? મારો બાપ ૧૮ દેશનો માલિક રાજા કુમારપાળ !! બોલો હું આપી શકું ને? બંને ભેટી પડયા. ગુરુ એ જીવંત પરમાત્મા છે આ જગતમાં મહાત્માઓ - ગુરુઓ મહાન ઉપકારી છે. એમનો ઉપકાર સમજાય તો હદયમાં ભક્તિ જામે છે. પરમાત્માની ભક્તિ કરો છો. રોજ દર્શન કરો છો. દર્શન કર્યા પછી બહાર ભટકવું ગમે ? એનો વિશેષ ખ્યાલ ગુરુના ઉપદેશથી જ મળે છે. પણ આ પરમાત્માની મુદ્રા કહે છે કે તું અત્યાર સુધી બહાર બહુ ભટક્યો, એના કારણે ઘણા દુઃખો ભોગવ્યા છે. હવે અંદરમાં જા. આવો મૂક ઉપદેશ આપણા બહેરા કાને ન પડે, ન સંભળાય, ન સમજીએ તો પરમાત્માની ગેર હાજરીમાં ગુરુઓ ઉપદેશ આપે છેગુરુનું બહુમાન એ પરમાત્માનું બહુમાન છે. ગુરુની ભક્તિ એ પરમાત્માની ભક્તિ છે. ગુરુને સાક્ષાત પરમાત્મા માનીને તેમની ભક્તિ કરવાની છે. ગુરુને કેવળજ્ઞાની સમજીને ભક્તિ કરવાની છે. જેમ કેવળજ્ઞાની હોય, તો નનુ - નચ કરીએ? શંકા કુશંકા કરીએ? જેમ તીર્થકર ભગવાનની આજ્ઞાને સ્વીકારીએ છીએ તેમ ગુરૂ આજ્ઞાને નિર્વિકલ્પ-નિર્વિચારપણે સ્વીકારવાની છે. કબીરે કહ્યું છે - યા તન વિષકી વેલડી, ગુરૂ અમૃતકી ખાણ, સિસ કટાયે ગુરૂ મિલે, તો ભી સસ્તા જાણ.' ગુરૂ માટે શું આપવા તૈયાર છો? હાથ, પગ, માથું, પૈસા શું આપવા તૈયાર છો? પરમાત્માની ગેરહાજરીમાં આવા માર્ગસંપન્ન ગુરૂ મળવા, આવા માર્ગના જ્ઞાતા ગુરૂ મળવા એ મનુષ્યભવમાં છેલ્લામાં છેલ્લું, ઊંચામાં ઊચું પુણ્ય છે. આવા ગુરૂ દીવો લઈને ગોતો તોય ન મળે. ક્યારેક જ મળે. આજના અમારા ઘણા ભાઈઓને પરમાત્મા સાથે મેળ મળે છે. પણ ગુરૂ સાથે મેળ મળતો નથી. પરમાત્મામાં નિર્દોષતા દેખાય છે. ગુરૂમાં દોષો દેખાય છે. ગુરૂમાં ગૌતમ સ્વામીની કલ્પના કરવાની છે. ધર્મ તે છે કે જેને ગુરૂ વિના ફાવે નહીં. શુદ્ધિ અને વૃદ્ધિ लाभान्तरफलश्चास्य, श्रध्धायुक्तो हितोदयः । क्षुद्रोपद्रवहानिश्च, शिष्टसम्मतता तथा ॥४४॥ ગ્રન્થકારશ્રી યોગી-ભક્તિને જ વિશેષરૂપે કહે છે કે યોગીઓની આદર, બાહુમાન, શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરનારને અન્ય લાભોનું પણ ફળ મળે છે કારણ કે શુદ્ધભક્તિથી પુણ્યકર્મનો સંચય થાય છે અને અશુભકર્મનો અનુબંધ શિથિલ થાય છે. આત્મગુણોની પ્રાપ્તિ થવા રૂપ, પરલોકમાં સદ્ગતિ વિ. થવા રૂ૫ હિતોદય થાય છે અને શુદ્રોપદ્રવહાનિક નાના નાના ઉપદ્રવો, વિનો, રોગાદિનો નાશ થાય છે. વળી આ ભક્તિ શિષ્ટજનોને સંમત છે એટલા જ 2010_05 Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ - માટે અતિ સુંદર બહુમાન થાય છે. મનુષ્યગતિમાં જ આવા ઊંચા પ્રકારની ભક્તિ શકય બને છે તેનાથી જે કમાણી થાય છે, જે Solid લાભો પ્રાપ્ત થાય છે તેનું ગણિત આપણી પાસે નથી. તે આપણી કલ્પના બહારની વાત છે. અંબિકાની ગુરૂભક્તિ નેમિનાથ પ્રભુની અધિષ્ઠાયિકા અંબીકાદેવી છે. જે બધાના મનોરથો પૂરે છે તે અંબિકા કોણ છે તેનો ઈતિહાસ જાણવા જેવો છે. ગીરનાર ગિરિની જ્યાં છાયા પડે છે ત્યાં એક નાનું ગામડું છે. ત્યાં અંબિકા નામે સ્ત્રી રહેતી હતી. તેને સોમભટ્ટ સાથે પરણાવી છે. સોમભટ્ટ શૈવ ધર્મથી વાસિત છે. અંબિકા જૈન ધર્મથી વાસિત છે. તેના પિતાના ઘરે તેને સાધુ-મહાત્મા વિગેરેને દાન આપવાના સંસ્કાર મેળવ્યા છે. તેથી કોઈ અનાથ-અશરણ જે આવે તેને દાન આપે છે તથા ઉત્કૃષ્ટ કોટિનું શીલ પાળે છે. સોમભટ્ટ બ્રાહ્મણને પરણી છે છતાં તેનો સંસાર સુખરૂપ ચાલે છે. સોમભટ્ટ કે તેની સાસુ તેને ધર્મમાં કોઈ વિરોધ કરતા નથી. અને લગ્ન પછી પણ તે શીલનું પાલન મનસાવાચા-કર્મણા કરી રહી છે તેને સિદ્ધ, બુદ્ધ નામે બે પુત્ર થાય છે. ગમે તેમ તોય સંસાર છે. એક સરખા દિવસો ચાલે તો સંસાર ન કહેવાય. જેમાં ચઢતી પડતી આવ્યા જ કરે તે સંસાર કહેવાય છે. એકવખત તેને ત્યાં શ્રાદ્ધનાં દિવસો આવ્યા. તેવામાં માસક્ષમણના પારણે મુનિમહાત્મા ગોચરીએ પધાર્યા છે. મલ-મલિન ગાત્ર છે, મેલા-ઘેલા વસ્ત્રો છે, સુકલકડી કાયા છે. પણ ભવ્ય લલાટ ઉપર તપ-ત્યાગ-સંયમનું તેજ ઝગારા મારે છે, જેને જોતાં જ આનંદ આનંદ થયો. શીશ નમાવી વિનંતિ કરે છે, મન મૂકીને ભક્તિ કરે છે. હજી પ્રાતઃ સમય જ થયો છે. મને સુપાત્રદાનનો અપૂર્વ લાભ મળ્યો. ભાવોલ્લાસ વૃદ્ધિ પામે છે. પાડોશણ જૈન નથી. તેણે આ જોયું. તેની સાસુ તે વખતે કોઈ કારણે બહાર ગયેલી હતી. અજ્ઞાન અને પારકી પંચાત કેટલી ખરાબ છે. પાડોશણ કહે, અંબિકા! તે આ શું કર્યું ? શ્રાદ્ધના દિવસો છે, હજી પૂર્વજોની પૂજા કરી નથી. પૂર્વજોનું શ્રાદ્ધ કર્યું નથી. અને આ મલ-મલિન ગાત્રવાળા મુંડિયાને પહેલા દાન આપ્યું ? અંબિકા મૌન રહે છે. કંઈ જ બોલી નહીં. પેલી એટલેથી અટકી નહીં. એની સાસુ દેવીલા બહારથી આવી, તેને વાત કરી. દેવીલાએ એના વરને (પોતાના દીકરાને) વાત કરી. આ બધાજ એના ઉપર તૂટી પડ્યા, પિતા-પિતામહનું શ્રાદ્ધ કરવાનું હજી બાકી છે. કુળદેવીની પૂજા કરવાની છે. અને તે પહેલા સાધુને આપી દીધું? તેના પતિનો ગુસ્સો આસમાને ચઢે છે. કષાય એ ચંડાળ છે. જ્યાં સુધી કષાય-ચંડાળ ન સ્પર્શે ત્યાં સુધી જ માણસ સારો છે. માણસ ગમે તેટલો રૂપાળો હોય પણ કષાય અંદરથી સ્પર્શે તેનું રૂપ કેવું? તેનું મુખ કેવું? અને માણસ ગમે તેટલો કદરૂપો હોય પણ ચિત્તમાં પ્રસન્નતા રહેતી હોય તો તેનું મુખ(રૂ૫) કેવું? એમાં સારું કોણ? રૂપ સંપન્ન હોય છતાં કષાયવાળો હોય, કદરૂપો હોય છતાં ઉપશમવાળો હોય, બેમાંથી કોની સાથે તમે બેસો? કષાય એ આગ છે. જે એની સાથે બેસે તે બધાને બાળે છે. પહેલાં પોતાને બાળે પછી બાજુનાને પણ આગ બાળે છે. પ્રકાશ એ આનંદ આપે છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. 2010_05 Page #283 -------------------------------------------------------------------------- ________________ નેપોલિયનની સાહસિકતા અને સમયસૂચકતા ૨પર - - - ક્રોધ એ જ્ઞાનની વિકૃતિ છે. સોમભટ્ટ કષાયના રવાડે ચડ્યો છે. તે પત્નીને કહે છે કે તું ઘરમાં ન જોઈએ, આ ઘરમાંથી તું નીકળી જા. ગમે તેટલું નુકશાન થાય પણ જો કષાયથી ઘેરાશો, જો કષાય કરશો તો નુકશાન ઓછું નહીં થઈ જાય, અને ગમે તેવા નિમિત્તોમાં આત્માં ગુસ્સો નહીં કરે અને જો ઉપશાંત રહે તો કોઈ દિવ્યમાર્ગ મળી જાય છે. - નેપોલિયનની સાહસિકતા અને સમયસૂચકતા નેપોલિયન ફ્રાન્સનો મોટો સમ્રાટ થઈ ગયો. તે પહેલા ઠીંગુજી હતો, કદરૂપો હતો, કઠીયારો હતો. તેણે જીવનમાં સાહસિકતા કેળવી હતી. તેનો એક ગુણ ખૂબ ખીલેલો હતો. તે એ કે કદી પણ ભાવાવેશમાં આવતો ન હતો. સારા કે ખોટા નિમિત્તમાં કદી આવેશમાં આવવાનું જ નહીં. પ્રશસ્ત કષાય પણ બને ત્યાં સુધી કરવાનો નથી. ઉપશમભાવમાં જ રહેવાનું છે. નેપોલિયનને કદી ગુસ્સો આવતો ન હતો. એક રાત્રે તે નિઃશસ્ત્રપણે ફરવા નીકળ્યો છે. એક છાવણીમાં આવ્યો.તેમાં એક સૈનિક હતો તે કહે છે – નેપોલિયન! આ પસ્તોલ તારી રાહ જુએ છે. તો નેપોલિયનને ગુસ્સો નથી આવતો તેમ ભય પણ નથી લાગતો. બીજાને નિર્ભયતા આપવી એ શ્રેષ્ઠ છે. તેના કરતાં આપણી જાતને નિર્ભય બનાવવી તે વધુ શ્રેષ્ઠ છે. નિર્ભયતા વગર મોક્ષ નથી. નેપોલિયન પણ એટલી જ નિર્ભીકતાથી કહે છે. ઓ મેન શુટ મી!” એના અવાજમાં જે નિર્ભયતા હતી તે જોઈને પેલો તો ભાગી ગયો પણ નેપોલિયનના મનમાં તેના પ્રત્યે દુર્ભાવ ન થયો. તે વિચારે છે આ માણસ નિડર અને સાહસિક છે તેનો જે લાભ લેવાનો હોય તે લઈ લેવો જોઈએ. અને કોઈપણ વિચાર કર્યા વગર બીજા દિવસે પોતાનો અંગરક્ષક બનાવ્યો. અને આગળ જતાં એવો વિશ્વાસુ બની ગયો કે ઈજીપ્તની લડાઈમાં, કાવાદાવામાં તેણે પોતાના પ્રાણના ભોગે પણ નેપોલિયનને બચાવ્યો. કોઈની ભુલને ન જુઓ પણ તેની શક્તિનો કઈ રીતે સદુપયોગ કરી શકાય તે જ જુઓ. અને કદી ભાવાવેશમાં ન આવો તો ઘણા પાપોથી બચી શકાય છે. પ્રસન્નતા જીવનનો પર્યાય બનાવી દ્યો. ૨૪ કલાકની પ્રસન્નતા આપણા મુખ પર હોવી એ પરમાત્માની ભાવપૂજા છે. જેઓ ભાવાવેશને ટાળતાં શીખ્યા અને જેણે પ્રસન્નતા આત્મસાત કરી તે આગળ વધી ગયા. તેના હાથમાં મોક્ષમાર્ગ આવ્યો. ગુસ્સો આવે તે માણસ કદી ધાર્યું કામ કરી ન શકે. કોઈપણ વસ્તુના સફળ સંચાલક બનવું હોય, ધાર્યું કાર્ય પાર પાડવું હોય તો ક્યારે ભાવાવેશમાં ન આવો. નિરહંકારી અને વિવેકી નેતૃત્વ હોવું જોઈએ. નિરહંકારી અને વિવેકી નેતૃત્વ એ સફળતાની પૂર્ણ ચાવી છે. જે નેતા બન્યો હોય તે અહંકારી બને તો કાર્યની સફળતા ન કરી શકે. આ જગતમાં હીટલર હાર્યો છે. દુર્યોધન હાર્યો છે. તેઓ અહંકારના બળે હાર્યા છે. જેટલો ક્રિયાકાંડ ઉપર ભાર મૂકો છો તેના કરતા અધિક પરિણતિ જોતાં શીખીશું તો અલ્પ પ્રયત્ન પણ ઘણું સાધી શકીશું. સોમભટ્ટ સ્ત્રીને કહે છે તું ઘરમાંથી નીકળી જા, મારે ન જોઈએ, બે બાળક લઈને ઘરમાંથી અંબિકા નીકળી ગઈ, જંગલમાં ગઈ, એક સુકા સરોવર પાસે આવી. પાણી નથી. બન્ને બાળકો પાણી માંગે છે. જો અત્યારે આ સરોવર પાણીથી ભરેલું હોત તો કેવું સારું થાત? 2010_05 Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ આ સંકલ્પ કરતાની સાથે જ સરોવર પાણીથી ભરપૂર બની ગયું આ તેના શીલનો પ્રભાવ. બાળકો ભૂખ લાગતા ખાવાનું માંગે છે ત્યારે તે જે વૃક્ષની નીચે બેઠી તે આંબો ફળ્યો. આંબા ઉપર કેરીઓ આવી છે. બાળકોને ફળ આપ્યા.બાળકોને શાંત કર્યા. બહુમાન-આદરપૂર્વકની ભક્તિ આ લોકમાં અને પરલોકમાં શું ફળ આપે છે તે જુઓ. જેવો અહીંયા જંગલમાં ચમત્કાર થયો તેમ તેના ઘરમાં પણ ચમત્કાર સર્જાયો તેના ઘરના રસોડામાં બધા વાસણો સોનાના થઈ ગયા. સાધુ મહાત્માને ભાત વહોરાવ્યાં હતા તે તપેલી મોતીથી ભરાઈ ગઈ. બીજી બધી રસોઈ પણ ભરચક બની ગઈ છે. સાસુ તો જોઈને જ દિંગ થઈ ગઈ. આ શું? આવો અદ્ભુત ચમત્કાર? પોતાના દીકરાને બુમ પાડે છે. અહીં આવ, અહીં આવ, જલ્દી આવ. આ ચમત્કાર તો તું જો. આ અંબિકાનો પ્રભાવ તો જો, આ બધા વાસણો સોનાના થઈ ગયા. બધી રસોઈ તો જો. અને આ મોતી તો તું જો. આહા! આપણે એને નથી કાઢી મૂકી. પણ આપણે ઘરમાંથી દેવીને કાઢી મૂકી છે. જા દીકરા, દોડ, જલ્દી જા, એને બોલાવી લાવ. જંગલમાં શોધવા નીકળ્યો. અંબિકા દૂરથી પોતાના પતિને આવતાં જુએ છે અરે! ઘરમાં તો શાંતિ ન મળી, અને અહીં પણ મને મારવા આવ્યો છે. એમ વિચારી તેણે બે બાળકોને લઈને બાજુના કૂવામાં પડતું મૂક્યું. તરત જ પ્રાણ નીકળી ગયા. સોમભટ્ટ જોયું તેને ખૂબ દુ:ખ થયું. પોતાની ભૂલનો પારાવાર પશ્ચાત્તાપ કરે છે. અતિશય કલ્પાંત કરે છે. મેં એને કેટલું દુઃખ આપ્યું. એક સતી સ્ત્રીને મેં ત્રાસ આપ્યો. હવે મારે જીવીને શું કામ છે ? તેણે પણ કૂવામાં પડતું મૂક્યું. અને તે પણ મરી ગયો. કષાયમાંથી ઉપશમભાવમાં આવ્યો છે. અંબિકાનું જીવન પવિત્ર હતું. તે સતી સ્ત્રી હતી. અતિશય શુભભાવ હતો. તે મરીને નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી (અંબિકા) બને છે. પરમાત્માનું સાનિધ્ય મળ્યું, પરમાત્માની સેવા મળી. સોમભટ્ટ પણ મરીને અંબિકા જ્યાં ગઈ છે ત્યાં ઉત્પન્ન થયો અને અંબિકાદેવીનો વાહન દેવ થયો. અંબિકાનું વાહન સિંહ છે. સિંહ રૂપે દેવ બન્યો. દેવમાં પણ સારું સ્થાન મળવું મુશ્કેલ છે. હાસા-પ્રહાસાના સ્વામી કુમારનંદીની શું સ્થિતિ થઈ છે? આભિયોગિક દેવ થયો છે. દેવલોકમાં પણ આવા દેવ થવું પડે છે. જેને તારક તત્ત્વો પ્રત્યે આદર-બહુમાન અને ભક્તિ હોય તથા સતત ઉપશમભાવમાં જે રહે છે તેને પાપ પ્રકૃતિ બંધાય નહીં. અને ઊચ્ચ કોટિનું પુણ્ય બંધાય છે. સંસ્કારો ઊંચી કોટિના પડે છે. મૃત્યુ વખતે બધા સંસ્કારોનો સરવાળો થઈને, ગુણાકાર થઇને મરતી વખતે સમાધિ રહેશે. એક અંતર્મુહૂર્તમાં છએ વેશ્યા પરાવર્તમાન થાય છે. પરંતુ જે લેગ્યા વારંવાર ઘુંટી હશે, જે વેશ્યાને જીવનભર ઘુંટી હશે ને તેના દ્વારા આત્માને કાળો કે ધોળો બનાવ્યો હશે, તે જ વેશ્યા અંતે મૃત્યુ વખતે આવીને ઉભી રહે છે. કષાય અને વેશ્યાને ઘણો સંબંધ છે. કષાય આત્માને કાળો કરે છે. મનના પરિણામને મલિન કરે છે માટે કષાય કરવા જેવા નથી. આંખ સામે જેવા પદાર્થ આવે તેવા મનમાં આકાર પડે છે, ફોટો પડે છે. દર્પણ અને કેમેરામાં ફરક શું છે? દર્પણ વસ્તુનો માત્ર સ્વીકાર કરે છે, પણ સંગ્રહ કરતું નથી. 2010_05 Page #285 -------------------------------------------------------------------------- ________________ નેપોલિયનની સાહસિકતા અને સમયસૂચકતા ૨૫૪ કેમેરો વસ્તુનો સ્વીકાર કરે છે, અને સંગ્રહ પણ કરે છે. દર્પણ તો તમે ખસ્યા એટલે તમને કાઢી નાંખે છે. સારામાં કેમેરા જેવા બનવાનું છે. ખરાબમાં દર્પણ જેવા બનવાનું છે. સારી ચીજનો સંગ્રહ કરવાનો છે. અને ખરાબ ચીજને કાઢવાની છે. જે ચીજ ઉપયોગી નથી તેને કાઢો, તરત કાઢો. કોઈ ગાળો દે, ભુલી જાવ, કોઈ અપમાન કરે, ભુલી જાવ. આપણે બધા આજે આંખ સામે જે વસ્તુ આવે તેને અનુરૂપ ભાવો કરીએ છીએ. એટલે એનો ફોટો પડી જાય છે. પછી તેને અનુરૂપ ભાવો-કષાયો કરીએ છીએ. સંસાર આખો મન ઉપર ચાલે છે. સંસારમાં પ્રતિકૂળ પદાર્થો મળ્યા, પ્રતિકૂળ સંયોગો મળ્યા અને મન બગાડ્યું તો તે મન કાળું કર્યું. પ્રતિબિંબ કાળું પડ્યું કહેવાય, પ્રતિબિંબ જે કાળું ધોળું-- પીળું વિગેરે પડે છે તે બધા લેશ્યાના રંગો છે, તેનાથી આત્માને બચાવવાનો છે. કષાયનો ઉપશમ ત્યાં સુધી કરવાનો છે કે પદાર્થ આપણાં મનને કંઈ કરી ન શકે. કોઈ અસર ન કરે. પદાર્થ પદાર્થમાં રહે, જગત જગતમાં રહે અને આપણે આપણામાં રહીએ. બાહ્ય પદાર્થ આપણા મનને કંઈજ કરી ન શકે, આપણે આપણી સાધનામાં રહીએ. દરેક પ્રસંગોમાં ઉપશમભાવમાં રહીએ તો એ જ્ઞાતા-દષ્ટાભાવ આવ્યો કહેવાય. અનંતકાળથી કર્તા-ભોક્તા ભાવ અભ્યસ્ત જ છે. તમે પદાર્થને જોયા જ કરો તેટલા માત્રથી જ્ઞાતા-દષ્ટાભાવ લાવવો સહેલો નથી. જ્ઞાતા-દષ્ટાભાવ ફક્ત વાતોમાં જ રહેશે કષાયનો ઉપશમ થયા વગર જ્ઞાતાદષ્ટાભાવ આવતો નથી. સીધી નિચયની વાત ન કરાય, સીધો નિશ્ચય આવતો નથી. નિશ્ચય વ્યવહારથી આવે છે. વ્યવહારના સ્તર પર કષાયરસની હાનિ કરવાની છે. જેમણે ઘણા પુસ્તકો લખ્યા છે તે કૃષ્ણમૂર્તિનું આ સુત્ર હતું choiceless બનો, effortless બનો, awareness રાખો, (૧) પસંદગી શુન્ય બનો. (૨) પ્રયત્ન શુન્ય બનો. (૩) ખૂબ જાગૃતિ રાખો. જીવે આવા બનવાનું છે પણ આ બધું એમ સીધું આવતું નથી. માટે જૈન શાસન પહેલા વ્યવહાર ઉપર ભાર મૂકે છે. એના દ્વારા વ્યવહારના માધ્યમે તમે આવા બની શકશો. જીવ જ્યારે છઠ્ઠી દષ્ટિમાં આવે છે ત્યારે ભ્રમ નીકળી ગયો હોય છે. સંસારના પદાર્થોમાંથી રસ નીકળી ગયો હોય છે, અને ઉદાસીનભાવ હોય છે. પણ એ છઠ્ઠી દૃષ્ટિ છે. આત્માને પૂછો કે તું તો બીજી દૃષ્ટિમાં છે અને છઠ્ઠી દૃષ્ટિની વાતો કરે તો તેટલા માત્રથી પરિણામ નહીં આવે, બીજી દૃષ્ટિના ઠેકાણાં ન હોય ત્યાં છઠ્ઠીના પરિણામ નહીં આવે. સોમભટ્ટને અંબિકાના વાહનદેવ તરીકે ઉત્પન્ન થવું પડ્યું. અંબિકાની પાસે શીલ, સદાચાર, ઔદાર્ય, સરલતા, દેવ-ગુરૂ ભક્તિ, આદર-બહુમાન વિગેરે ગુણો હતા. સોમભટ્ટ પાસે અજ્ઞાન, અવિવેક હતા, છેલ્લે પ્રશ્ચાતાપ રૂપે શુભભાવ થયો. છતા પશ્ચાત્તાપના કારણે દેવ થયો અવિવેક, અજ્ઞાનતાના કારણે સાચું ને સારું સ્થાન દેવલોકમાં ન મળ્યું. યોગિ ઉપર આદર-બહુમાન ભક્તિથી કેવા કેવા લાભોની પ્રાપ્તિ થાય છે. શુધ્ધ 2010_05 Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ હૃદયથી ભક્તિ કરે છે. એના ઉપર ઓવારેલું હૃદય, આવર્જિત થયેલું હૃદય તે શુદ્ધ હૃદય કહેવાય.એવી ભક્તિથી જે પુણ્ય બંધાય છે, અને તેનો વિપાકોદય જાગે ત્યારે આત્માને મહાન લાભ થાય છે. ઉત્કૃષ્ટ કોટિના પુણ્યોદયમાં ધરખમ ફેરફારો થાય છે. અશાતા શાતામાં ફરી જાય, અપયશ યશમાં, અનાદેય આદેયમાં, અસમાધિ સમાધિમાં ફેરવાઈ જાય છે. પહેલાં જે કોડીનો ગણાતો હોય તે રાજા-મહારાજા બની જાય છે. શુભાનુબંધ ઉભો થઈ જાય છે. એ પુણ્યના ઉદયમાં અણચિંત્યા લાભો પ્રાપ્ત થાય છે. ચંદનબાળાનો જ્યારે પાપોદય જાગ્યો ત્યારે રાજકુમારી લુંટાણી, ચૌટામાં વેચાણી, ધનાવહ શેઠને ત્યાં એની સ્ત્રી મૂળાએ ઈર્ષ્યાથી તેના માથે મુંડન કરાવ્યું, હાથ-પગમાં બેડી, ભોંયરામાં પુરી, ત્રણ દિવસના ચોવિહાર ઉપવાસ, નિરાધાર અવસ્થા. આ કેવો પાપનો ઉદય હતો? એમાંથી પુણય પ્રકર્ષ થયો. શુભ ભાવ કર્યા. પરમાત્મા પધાર્યા. પાંચ માસને પચ્ચીસ દિવસના ઉપવાસી પરમાત્માનું એના ઘરે આગમન, એ પહેલામાં પહેલો પુણયનો ઉદય, આવી નિરાધાર અવસ્થામાં, પોતાની પાસે કશું જ નથી એવી અવસ્થામાં પણ પોતાની પાસે જે હતું તે હર્ષોલ્લાસથી દાનમાં આપે છે. આ પુણ્ય અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવે છે. અતિ ઉગ્ર પુણ્ય, અતિ ઉગ્ર પાપ અહીં જ ફળ આપે છે. તત્કાલ ફળે છે. બધા તીર્થ- ક બાર મહિના પહેલા સુવર્ણ મુદ્રા વર્ષીદાનમાં આપે છે. પણ મલ્લિનાથ ભગવાને એવું દાન નથી આપ્યું. તેમણે આખા નગરનાં જ્યાં જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે ત્યાં આવીને જે આવે તે બધાને ૧૨ મહિના સુધી ભોજન આપ્યું છે. દીક્ષા લેતાં વર્ષીદાનમાં પૈસા જ ઉછાળવા એવું નથી. લોકોને પ્રીતિ થાય તેવું આપવું જોઈએ. ચોખાને બદલે હીરા-મોતી, સોનાચાંદીના સિક્કા પણ ઉછાળી શકાય છે. કોઈપણ રીતે બધાના હૃદયમાં આનંદ આનંદ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કરવી તે દાન છે. ચંદનબાળાને પરમાત્મા પધાર્યા તે પુણ્યોદય ને સુપાત્રદાન આપ્યું તે પુણ્યોદય. પાપપ્રકૃતિ બધી પુણ્યમાં ફેરવાઈ ગઈ. દાનના પ્રભાવે માથા ઉપર વાળ થઈ ગયા. બેડીઓ તૂટી ગઈ, હાથમાં સુવર્ણ કંકણ થયા, પગમાં ઝાંઝર થયા. યશકીર્તિ ફેલાઈ ગઈ. પ્રશ્નઃ તો ભગવાન પાછા કેમ ફર્યા? આ એક ચાલી આવેલી વાતની પરંપરા છે. કિંવદત્તી છે. બાકી પરમાત્મા તેના આંગણે પધાર્યા, એ પ્રભુને જોતાં જ આંખોમાં હર્ષના આંસુ આવ્યાં છે અને પરમાત્માનો અભિગ્રહ પૂર્ણ થયો છે. જ્યારે આદર-બહુમાન પૂર્વકની ભક્તિ થાય છે ત્યારે કેવા કેવા પ્રકારના પુણ્યનો ઉદય થાય છે તે જ વાત અહીં જોવાની છે. વાભટ્ટ મંત્રીનું ઔચિત્ય વાભટ્ટ મંત્રી શત્રુંજયનો ઉદ્ધાર કરાવે છે. તેમાં તેના પિતાની પ્રેરણા છે. તેમના પિતાને ત્રણ ઈચ્છા હતી. (૧) શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરાવવો. (૨) ગીરનારના પગથીયાં કરાવવા અને (૩) શકુનિકા વિહારનો જીર્ણોદ્ધાર કરાવવો. પિતાની આ ત્રણ વાતો ત્રણે છોકરાઓએ ઉપાડી લીધી છે. વાભટ્ટે શત્રુંજયનો સંઘ કાઢયો છે. સંઘમાં હજારોને લાખોની સંખ્યામાં યાત્રિકો છે. વાગભટ્ટ સંઘ સમક્ષ કહે છે કે શત્રુંજયનો ઉદ્ધાર માટે કરાવવો છે. શ્રી 2010_05 Page #287 -------------------------------------------------------------------------- ________________ નેપોલિયનની સાહસિકતા અને સમયસૂચકતા ૨૫૬ સંઘ (તમે બધા) મને આદેશ (અનુજ્ઞા) આપો. યાત્રિકો કહે છે અમે એકલા કરી શકીએ એમ નથી. પણ અમારું કંઈક જરૂર સ્વીકારો, અમને પણ લાભ મળી શકે. વાગભટ્ટમાં બુદ્ધિ છે, સત્ત્વ છે, ગુણો છે, વિવેક છે, તે વિચારે છે કે એમના ભાવોને ઠુકરાવી ન શકાય. આ કેટલી હદયની વિશાળતા છે. આપણે આપણા પ્રસંગોમાં હૃદયને ક્યારે ક્યારે સંકુચિત કરીએ છીએ? તે જોવાનું છે. - તળેટીમાં લાખો માણસો ભેગા થયા છે. ટીપ ચાલુ થઈ છે. કોઈ કહે લાખ તો કોઈ કહે સવાલાખ, કોઈ પાંચ લાખ તો કોઈ પંદર લાખ લખાવે છે. તે વખતે ભીમો કુંડલીઓ આવે છે. ટીંબા નામનું ગામ છે. ત્યાં ભીમો રહે છે. ઘીનો વેપાર કરે છે. પાલીતાણાથી ઘી લાવે અને ગામડામાં વેચે છે. ૧ રૂપીયો ને ૭ દ્રમ મેળવે છે. પછી તે ગિરિરાજ ઉપર ચઢ્યો. પરમાત્માની ભક્તિ કરે છે. ફુલ લીધાં, ભાવથી ભક્તિ કરી.આનંદ આનંદ થયો. પછી નીચે ઉતરે છે, નીચે તળેટીમાં ભેગા થયેલા યાત્રિકોને જોયાં.બધા શત્રુંજયતીર્થની ભક્તિમાં પોતાનું દ્રવ્ય ખર્ચી રહ્યા છે. લાખ, બેલાખ, પાંચલાખ એમ ટીપ ચાલી રહી છે. ભીમો મનમાં વિચારી રહ્યો છે મારે પણ કંઈક આપવું છે. મન આપવા માટે તલપાપડ થઈ રહ્યું છે. સો છેલ્લે તે ઉભો છે. પહેરવેશમાં વિશેષતા નથી. કપડામાં ઠેકાણાં નથી. પણ ભાવ હૃદયમાં છે, વિવેક હૃદયમાં છે. જે છે તે હૃદયમાં છે. તેના મુખ ઉપર ભાવો તરવરે છે. મંત્રીની નજર તેના પર પડે છે. મંત્રીની આંખો તેના ભાવોને વાંચે છે. હાથની ઈશારતથી તેને આગળ આવવા કહે છે. ધંધા પાણી વિગેરે પૂછી લીધું. મંત્રીશ્વર ! મારે પણ કંઈક આપવાની ભાવના છે. આપ મારી અરજી સ્વીકારો. મારી પાસે કંઈ નથી. પણ, મંત્રી કહે : ભગવાનના શાસનમાં દરિદ્રી અને તવંગરનો ભેદ નથી. તમારે જે આપવું હોય તે આપી શકો છો. સાત જ દ્રમ હતા તે આપી દીધાં. ભલે આ સાત દ્રમ કહેવાય, પણ તેણે સર્વસ્વ આપી દીધું છે. વાભટ્ટ તેનું નામ પહેલું લખે છે. લોકો કહે ઉભા રહો, તેણે શું આપ્યું? વાભટ્ટ કહે છે એણે જે આપ્યું છે તે તમે અને મેં પણ નથી આપ્યું. એણે સર્વસ્વ આપી દીધું છે. સાંજની કે કાલની પણ ચિંતા કરી નથી. વાભટ્ટ તેનું નામ સૌથી પહેલું લખે છે. જે સ્થાનમાં, જે વ્યક્તિની કદર કરવાની હોય તે તમે ન કરો તો તમે વિવેક ચૂક્યા કહેવાશો. અંદરના ગુણોના પેજ સિવાય આવો નિર્ણય લઈ શકાતો નથી. અંદરમાં અહંકાર ભરેલો હોય, અહંકાર જેને સતાવતો હોય તે કઈ વખતે કયો નિર્ણય લેવો તેમાં ભૂલ કરી બેસે છે. હાથમાં ઓઘો હોવા છતાં પણ આત્માના વૈકાલિક સ્વરૂપને ભૂલી જવાથી જીવનમાં ઘણી ભૂલો થઈ જતી હોય છે. જેને વર્તમાન પર્યાયમાં વિશેષતા દેખાય છે તેને સૈકાલિક પર્યાય ભૂલાઈ જાય છે. તેને જ અહંકાર આવે છે કે હું મોટો, મારા જેવું કોઈ નથી. આવું જ્યારે અંદરથી થાય ત્યારે જાતને પૂછો - તું શેનાથી મોટો? શરીરથી, પૈસાથી, માંસના લોચાથી, ઊંચાઈથી કે જાડાઈથી? આત્માએ ગુણો પ્રાપ્ત કરવાના છે. અને ગુણોથી મોટા મહાન બનવાનું છે. ભીમાનો આનંદ વધી રહ્યો છે. તારક તત્ત્વોની ભક્તિ કર્યાનો આનંદ આનંદ થાય છે. તે વખતે કેવું 2010_05 Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ યોગદૃષ્ટિનાં અજવાળાં—ભાગ-૨ ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. તે વખતે કયા પાપો ન ખપે ? ભીમો આનંદથી પુલકિત હૃદયે ઘરે જઈ રહ્યો છે. તેને પૂર્વના પાપોદયે પત્ની કુભારજા મળેલી છે. તેને બધા સમાચાર મળી ગયા છે કે ભીમાએ બધી મુડી ધર્મમાં ખર્ચી નાખી છે પણ તેનું પાપ ખપી ગયું છે ઉત્કૃષ્ટ પુણ્ય બંધાયું છે એટલે અપયશ, યશમાં ફરી જાય છે પેલી સ્ત્રી પતિને આવતા જૂએ છે એટલે સામે લેવા માટે ઘરમાંથી બહાર નીકળી છે. ભીમો વિચારે છે કે આ કજાત આજ સુધી ઘરમાં જ ઝઘડતી હતી. હવે બહાર આવી છે. શું શેરીમાં ઝઘડશે? ત્યાં જ ઉભી રહે તો સારું. ત્યાં તો હસતી હસતી કહે છે કે સ્વામીનાથ ! તમે બહુ સારૂં કર્યું, ધર્મમાં બધી મિલકત આપી દીધી તે સારું કર્યું. આપણે ઓછા ખર્ચે ચલાવીશું, જાત મહેનત કરીશું. આ પુણ્યથી સ્ત્રીના સ્વભાવમાં પણ ધરખમ સુધારો થઈ ગયો. કપર્દિ યક્ષને આની ચિંતા થઈ કે આ આત્માએ બધું જ આપી દીધું છે. ધર્મો રક્ષતિ રક્ષિત: અહીં લાગુ પડે છે. સાંજે તેની સ્ત્રી વાડામાં ગાય દોહવા માટે જાય છે ત્યાં ખીલો ઉખડી જાય છે. તે કહે છે - સ્વામિનાથ ! આ ખીલો ઠોકી દો – જ્યાં ઠોકવા જાય છે ત્યાં નીચેથી અવાજ આવે છે એક સોનાનો ચરૂ નીકળ્યો. તેમાંથી ૪૦૦૦ સોના મહોર નીકળી. ભીમો વિચારે છે કે જગતમાં લોકો સમજ્યા છે કે મેં બધું જ આપી દીધું છે. તો આ હવે મારાથી કેમ રખાય? અંદરમાં રહેલી આ નિર્લોભતા, નિસ્પૃહતા છે. શુભભાવ આત્માને નિર્લોભી ને સંતોષી બનાવે છે. ભીમો સજ્જન છે. તે ચરૂ લઈને વાગ્ભટ્ટની પાસે જાય છે. લ્યો, આ ચરૂ તમે લઈ લ્યો. પુણ્યના ઉદયથી મળેલી ચીજ રાખવા તૈયાર નથી. વાગ્ભટ્ટ કહે ના, તમારા પુણ્યથી મળ્યું છે. તમારે રાખવું પડશે. હા-ના ની ખેંચતાણ વધી પડી. છેવટે ત્યાં કપર્દિ યક્ષને આવવું પડ્યું. ભીમાને તે ચરૂ સોંપ્યો કેમ કે તેને અતિશય શ્રદ્ધાયુક્ત કરેલી ભક્તિથી લાભાન્તર રૂપ ફળ મળે છે. અને હિતોદય એટલે આત્માની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તુકારામને કજીયાખોર પત્ની મળી હતી. તે પ્રભુનો પાડ માને છે કે પ્રભુ તે સારું કર્યું છે કે કજીયાખોર પત્ની મળવાથી હવે મને પત્ની પર રાગ થતો નથી. અને તને હું પામી શક્યો છું. પરમાત્મા અંદરમાં જ છે, જે અંદરમાં જશે તેને પરમાત્મા મળશે. ને જે બહારમાં રહેશે તેને કષાય સિવાય કંઈ જ નહીં મળે. ધન્નાજીને પણ પાપના ઉદયે પરિસ્થિતિ બદલાય છે. પત્નીના કહેવાથી તેના પિયર જવા નીકળ્યો છે. રસ્તામાં ભાથું ખાવા બેસે છે. ત્યાં મહાત્માની અતિશય ભાવોલ્લાસથી ભક્તિ કરે છે. વહોરાવે છે. સાસરે ગયો. અપમાન થયું, કંઈ ન મળ્યું. રસ્તામાંથી પથરાઓની પોટલી ભરી. ઘરે ગયો. મહાત્માની ભક્તિના પુણ્ય પ્રભાવે બધા પથરા રત્નો બની ગયા. શ્રદ્ધાના અતિરેકથી કરાયેલી ભક્તિ આવા ભિન્ન ભિન્ન પ્રકારના લાભને આપે છે. એટલા માત્રથી ભક્તિ અટકતી નથી. પણ હિતોદય કરનારી છે. ધ્યાન, સમાધિ, ગુણઠાણાની પ્રાપ્તિ થાય એ હિતોદય છે. ક્ષમા આદિ ગુણોની વૃદ્ધિ, મૈત્ર્યાદિ ભાવોની વૃદ્ધિ, આંતરિક પરિણતિની શુદ્ધિ, આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય એ હિતોદય છે. અંદરથી આત્મા શુદ્ધ થતો જાય, ઉપર ઉપરના ગુણઠાણાને પ્રાપ્ત કરતો જાય તે 2010_05 Page #289 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું પ્રત્યક્ષ ફળ ૨૫૮ હિતોદય છે. અને બહારની વસ્તુ-સામગ્રી આવી મળે તે લાભાન્તર રૂ૫ ફળ છે. શુદ્ધિ પણ જોઈએ અને પુણ્યનો ઉદય પણ જોઈએ. સંસ્કારયુક્ત પુણ્યનો ઉદય એટલે જ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય કહેવાય. એ પુણ્યના ઉદયમાં આત્મા સંસ્કારી બને છે. ધર્મનું પ્રત્યક્ષ ફળ આ બીજી દૃષ્ટિમાં રહેલો જીવ તત્ત્વની જિજ્ઞાસાના પ્રભાવે શું શું કરે છે. તે વાત પ.. હરિભદ્રસૂરિ મ.સા. જણાવી રહ્યા છે. શુદ્ધ આચારને પાળનારા યોગી મહાત્માઓની મન મૂકીને સેવા ભક્તિ કરે છે. જગતમાં આ યોગીઓ જીવોને તારી રહ્યા છે. મહાન ઉપકાર કરી રહ્યા છે, એવા ઉત્કટ ભાવથી ભક્તિ કરે છે, તે વખતે અશુભ કર્મનો નાશ થાય છે. અને સંસ્કાર યુકત પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થાય છે. તેના વિપાકોદય વખતે સંસારમાં ઉત્તમ પ્રકારનાં સુખો આવી મળે છે. ઘાતી કર્મો બળવાન છે. ઘાતીમાં મોહનીય બળવાન છે. અઘાતી કર્મોમાં આયુષ્ય કર્મ બળવાન છે. મોહનીય કર્મ એ ગાઢ મિલ છે. જેમ પેટમાં મલ થાય છે તો પેટ બગડે છે. ખોરાક પચતો નથી, માથું દુખે છે. બેચેની આવે છે. તેમ મોહનીયનો મલ ભેગો થાય ત્યારે મનબુદ્ધિ બગડી જાય છે. સંસાર સાગર તરવા માટે નિર્મળ મન-બુદ્ધિ એ સુકાન છે. અચરમાવર્તમાં મોહનીયના ભાવમલથી મન-બુદ્ધિ બગડેલા હોય છે. ચરમાવર્તિમાં ભાવમલનો હ્રાસ થવાથી મન અને બુદ્ધિમાં સુધારો થાય છે. શુધ્ધ આચારને પાળનારા યોગી મહાત્માઓના આદર, બહુમાન અને ભક્તિથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. યશ-કીર્તિ ફેલાય છે. શુભાનુબંધ સર્જાય છે. આ બધુ લાભાન્તર ફળ રૂપે સર્જાય છે. શ્રદ્ધાયુક્ત અતિશય શ્રદ્ધાયુક્ત ભક્તિ કહી છે. હૃદયના ઉછળતા ભાવો અને શ્રદ્ધાથી યુક્ત સેવા ભક્તિથી જ હિતોદય સાધ્ય છે. બુદ્ધિ અને શ્રદ્ધામાં શ્રદ્ધા ચઢે છે. બુદ્ધિનું પલ્લુ નીચે જ જાય છે. વ્યવહારમાં જીવ સુખેથી જીવતો હોય તો ત્યાં બુદ્ધિ કરતા શ્રદ્ધાથી જીવાય છે માટે શ્રદ્ધા વિના કોઈ ક્ષેત્રે ટકી ન શકો. નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરો છો ત્યાં પાયામાં શ્રદ્ધા જ હોય છે. પછી જ્ઞાન વૃદ્ધિ પામે છે, જ્ઞાનવૃદ્ધિ પામવાથી શ્રદ્ધા વિકસતી જાય છે. ભક્તિ સેવા લુખી નથી કરવાની પણ શ્રદ્ધાના અતિશયથી યુક્ત કરવાની છે તેમ લખે છે. તેનાથી લાભાાર તો મળે છે પણ હિતોદય પણ થાય છે. આત્માની શુદ્ધિ ઉભી થાય છે. હિતોદય પણ એવો થાય છે, કે જ્યાં સુધી મોક્ષે ન જઈએ ત્યાં સુધી શુભાનુબંધની ચેનલ ચાલુ થઈ જાય છે. શુદ્ધિ જોઈએ છે તેમ પુણ્યકર્મ પણ જરૂરી છે. ગમે તેવા બુદ્ધિમાનને, ગુણસંપન્નને પણ સંસારમાં જીવનની જરૂરી સામગ્રી ન મળે તો કંઈને કંઈ વિચાર આવ્યા કરે છે. કદાચ એ મનને વાળી લે, આપણે મનને વાળી લઈએ, સહન કરી લઈએ. પણ જેની જવાબદારી લઈને બેઠા છીએ તે બધા મનને વાળી શકતા નથી. પુણ્યની ખામી હોય તો સામગ્રીના અભાવમાં વિચારો સ્કૂલના કરે છે. પુણ્યાનુબંધી પુણ્ય એ વ્યવહારનયે મોક્ષમાર્ગ છે. એ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય એની પાસે એવી જ પ્રવૃત્તિ કરાવે છે જેનાથી શુદ્ધિ વધતી જાય. વ્યવહાર કેટલો બધો માન્ય છે. ફક્ત નિશ્ચય જ માન્ય હોત, ખરેખર એ રીતે માર્ગ હોત તો ‘સવપાવપ્પણાસણો’ 2010_05 Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ના બદલે “સવકમ્પપ્પણાસણો' લખત. આ શું બતાવે છે કે પાપ બુદ્ધિનો નાશ થયા પછી, પાપ પ્રવૃત્તિનો નાશ થયા પછી, જીવ સડસડાટ આગળ વધે છે કોઈ શેકનાર નથી. પાપબુદ્ધિ નિશ્ચયથી સંસાર છે. પાપ પ્રવૃત્તિ વ્યવહારથી સંસાર છે. એવા પુણ્યના સ્વામી બનવું જોઈએ કે જેનાથી આપણો હિતોદય સર્જાય. જે મળેલી સામગ્રીમાં તૃપ્ત થાય છે, જેને મળેલી સામગ્રીમાં ઘણું છે, એમ લાગે છે તે આત્મા હિતોદય સર્જી શકે છે. સંતોષી આત્માના અંગૂઠા નીચે કુબેરના ભંડાર ભરેલા છે. માનવ જગતના પદાર્થથી તૃપ્ત થઈ જાય છે ત્યારે અંદરની ચક્ષુ ખુલવા માંડે છે. જગતનું ધન તો માટીનું છે. ચક્રવર્તીનું ધન પણ ચાલ્યું જાય છે. ધર્મરાજાનું તૃપ્તિરૂપ ધન પરલોકમાં સાથે આવે છે. આત્મા હિતોદય પામે છે. ભક્તિમાં કેવો હિતોદય સાધી આપવાની તાકાત છે તેને હવે દૃષ્ટાંત દ્વારા સમજાવે છે. પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ગોશાળાએ તેજલેશ્યા પ્રભુ ઉપર છોડી છે. તે વખતે પ્રભુની પ૬ વર્ષની ઉમર હતી. કેવળજ્ઞાન પછીનો ઉપસર્ગ આ છે. ૬ મહીના લોહીના ઝાડા થયા છે. શરીર અતિ કૃશ થઈ ગયું છે. સિંહ અણગાર અને ભક્તો પ્રભુને ઔષધોપચાર કરવા વિનંતિ કરે છે. પ્રભુ કહે હજી સોળ વર્ષ બાકી છે. હું મરવાનો નથી. તમે ચિંતા ન કરો. પણ ના પ્રભુ !! આપ ઔષધોપચાર કરાવો. આપના શરીર સામું જોવાતું નથી. સિંહ અણગાર અતિ દુઃખી છે. પ્રભુનું દુઃખ જોઈ શકતા નથી. સિંહ અણગારનાં સાંત્વન માટે પ્રભુ તેમને રેવતી શ્રાવિકાને ત્યાં મોકલે છે. કોળાપાક વહોરીને લઈ આવો. પણ રેવતીએ એક મારા માટે બનાવ્યો છે અને બીજો પોતાના માટે બનાવ્યો છે. એને પોતાને માટે જે બનાવ્યો છે તે લાવજો. કેવળજ્ઞાનને પામેલા ભગવાન પણ વ્યવહારમાર્ગ કેટલો સાચવે છે. આધાકર્મી (મારામાટે બનાવેલો) નહીં લાવતા, શા માટે આમ? આધાકર્મી લીધું હોત તો શું સમ્યક્તવ જતું રહેવાનું હતું? કેવળજ્ઞાન ભાગી જવાનું હતું? ના, મોક્ષ અટકવાનો હતો ? છતાં પ્રભુ આચારમાર્ગમાં ચુસ્ત રહ્યા છે. રામકૃષ્ણ પરમહંસના ગુરૂને આત્મસાક્ષાત્કાર થઈ ગયો છે છતા તેઓ હજી પણ માળા ફેરવે છે. લોકો પૂછે છે કે હજી માળા કેમ ફેરવો છો? તો કહે છે કે પહેલા હું મારા (આત્મા) માટે માળા ફેરવતો હતો, હવે તમારા માટે ફેરવું છું. પરમાત્માએ જગતના જીવોને પ્રેરણા આપવા માટે આચારમાર્ગ, વ્યવહારમાર્ગ આચર્યો છે. પરમાત્માએ કે કોઈપણ કેવળીએ કેવળજ્ઞાન પામ્યા પછી ભુલ કરી હોય એવું એક પણ દૃષ્ટાંત બતાવો. નહીં મળે. તીર્થકર નામકર્મની નિકાચના કરે છે ત્યારથી પરમાત્માના આત્માઓ છઠ્ઠી દષ્ટિના માલિક હોય છે. મહાયોગી હોય છે, દેવલોકમાં જાય કે નરકમાં જાય કે ગર્ભમાં હોય તો પણ તેઓ મહાયોગી હોય છે. નરકમાં બીજા નારકીઓ કરતા દુઃખનું વેદન અલ્પ હોય છે. અલ્પ એટલે જેટલા અંશમાં મોહ તુટે ને આત્મા અંદરમાં રહે, પોતાના ઘરમાં રહેતો જાય તેટલા અંશે પરપદાર્થ નિમિત્તક દુઃખ પણ ઘટે છે. પરપદાર્થ નિમિત્તક સુખ પણ તે આત્માને ઘટે છે. દેવલોકમાં મિથ્યાત્વી દેવને પરપદાર્થ નિમિત્તક સુખ જેટલું હોય તેટલા સુખની અનુભૂતિ તીર્થકરનાં આત્માઓને ન હોય. છઠ્ઠી દષ્ટિવાળાને ઘણા બધા વિકલ્પ નીકળી ગયા 2010_05 Page #291 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું પ્રત્યક્ષ ફળ ૨૬૦ હોય છે. જે આત્મા, આત્માના ઘરમાં રહે તેને પર પદાર્થ શું દુઃખ આપે? અને પર પદાર્થ શું સુખ આપી શકે? સાચા સુખને પામવા માટે વિષયના ત્યાગના બળે આગળ વધવું જોઈએ. આત્મા, આત્મસ્વરૂપમાં જેમ જેમ રહે તેમ તેમ સાચું સુખ પ્રાપ્ત થાય છે. જેમ જેમ મોહ ઘટે તેમ તેમ સુખ પ્રાપ્ત થાય છે. સંસારના પદાર્થોની અસર જેમ જેમ ઘટે તેમ તેમ ભૌતિક સુખ અને દુઃખ ઓછા થાય છે, ઘટે છે. દેવલોકમાં જાવ અને ત્યાં સુખ ન અનુભવાય એ તમને ગમે? નારકીમાં જાવ અને ત્યાં દુઃખ ન અનુભવાય એ તો ગમશે. પણ દેવલોકના સુખ ન અનુભવાય તે ફાવશે નહી. સિંહ અણગાર પ્રભુના કહેવાથી કોળાપાક લેવા માટે રેવતી શ્રાવિકાને ત્યાં જાય છે. પધારો! પધારો! હું કોળાપાક માટે આવ્યો છું. હા, મારે ત્યાં તૈયાર જ છે. પણ એમ નહીં. પણ તમારા ઘરમાં જે તમારા માટે બનાવેલો છે તે જોઈએ છે. ક્યાંથી ખબર પડી આપને? પ્રભુએ કહ્યું છે. રેવતી કોળાપાક વહોરાવે છે. વહોરાવવાની ક્રિયા કેટલી છે. બે-પાંચ મિનિટની ક્રિયા છે. પણ એ નાનકડી દેખાતી ક્રિયાથી એ આત્મા કેવો હિતોદય ઉભો કરે છે. આ ક્રિયામાં એવા ઉચ્ચભાવો કરે છે કે તીર્થંકર નામકર્મનો બંધ કરે છે. આવતી ચોવિશીમાં તીર્થકર થઈને મોક્ષે જશે. માટે ભક્તિ ઉપાદેય છે. બહારના દ્રવ્યોની તાકાત છે, તે ભાવ પેદા કરી શકે છે. સાધન હાથમાં આવ્યું તેના દ્વારા ભાવોલ્લાસની વૃદ્ધિ ક્યાં સુધીની થાય છે? બે-ચાર મીનીટની ક્રિયાથી આવું તીર્થકર નામકર્મ બાંધીને આત્મા મોક્ષે જાય. અહીં ઓછા પ્રયત્ન ઘણું ફળ મળે છે. Minimum Efforts with Maximum Results આ અર્થશાસ્ત્ર (Economics)નો સિદ્ધાંત અહીંયા યથાર્થ ઘટે છે. બંનેને પરસ્પર સંબંધ છે. ભાવને નિશ્ચય સાથે સંબંધ છે, ક્રિયાને વ્યવહાર સાથે સંબંધ છે, વ્યવહાર કારણને પકડે છે, નિશ્ચય કાર્યને પકડે છે. જગતમાં જેઓ (કાનજી સ્વામી વિગેરે)ફક્ત ભાવ ભાવની જ વાતો કરે છે તે ભાવ એમનેમ નથી આવતો. જ્ઞાનીઓએ કહેલા આચારના પાલનથી ભાવ આવે છે. ક્રિયા ભાવને ખેંચી લાવે છે, ક્રિયાના બળ ઉપર ભાવ વૃદ્ધિ પામે છે. ક્રિયાના બળથી ભાવ ટકે છે. જેનામાં વ્યવહારના ઠેકાણા ન હોય તેની આગળ નિશ્ચયની વાતો ન કરાય, સમયસારની નિશ્ચયની વાત શ્રેષ્ઠ છે. પણ તેના પાત્ર કોણ? જેના જીવનમાં વ્યવહાર રગેરગમાં હોય, તાણાવાણાની જેમ વણાયેલો હોય તેની પાસે નિશ્ચયની વાતો કરવાની હોય. વ્યવહાર ધર્મ એ ઉપાશ્રય. દહેરાસર, પૂરતી વાત નથી. પણ ઉપાશ્રયથી ઘરે જાવ પછી પણ વ્યવહાર ધર્મની જરૂર છે. વ્યવહાર ધર્મ વ્યાપક છે, જીવનમાં ધર્મ વ્યાપક હોવો જોઈએ. એનું બેરોમીટર શું? જે ઈચ્છે તે જ બોલે, ગમે તેમ બોલાય નહીં. ગમે તેમ વર્તાય નહી, ગમે તેવી ચેષ્ટા ન કરાય. આવો વ્યવહાર ધર્મ આવે ત્યારે ખોટી નીંદા, ટીકા, ટીપ્પણ, ખંડન, ષ નીકળી જાય છે. જેને ખંડનનો બહુ રસ છે, છાશવારે ને છાશવારે ખંડન કરે છે તે ગમે તે રીતે વ્યવહારથી ઉથલી પડેલા છે. જો તેમને નિશ્ચય ગમે છે તો પારકાની પંચાત શું કામ કરે છે? પારકાની વાતને ખંડન કરીને ખાંડ ખાંડ શું કામ કરે છે? જેને નિશ્ચય ગમ્યો તેને આત્મા 2010_05 Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ગયો છે. જેને આત્મા ગમ્યો તેને કોઈનું ખંડન કરવું ન ગમે. જેનામાં વ્યવહાર ધર્મ વણાઈ ગયો છે તેને નિશ્ચય આપવો જોઈએ અને એને નિશ્ચય ન આપે તો દોષ છે. યોગ્યતા આવી છે તો યોગ્યને આપવું જોઈએ. પણ જેનામાં આચારનું પાલન નથી, ત્યાગ નથી, સંયમ નથી, બ્રહ્મચર્યની વાડો પાળતા નથી, તેવા બાલ અજ્ઞાની જીવને નિશ્ચયની દેશના આપવી તે અસ્થાન દેશના છે. ષોડશકમાં કહ્યું છે કે વાત ભલે સાચી હોય, સારી હોય, પણ અસ્થાને કહીએ તો તે ખોટી છે. સાચી વાત સ્થાને કહીએ તો તે સારી છે. લગ્નના ગીત લગ્નમાં ગાઈએ તો સારા પણ કોઈ મરી ગયું હોય ત્યારે ન જ ગવાય. વળી આ દષ્ટિમા લાભાન્તર ફળ પ્રાપ્ત થાય છે. તથા યોગીઓની ભક્તિ-આદરબહુમાનથી હિતોદય થાય છે. ઉત્તરોત્તર હિત જ પ્રાપ્ત થયા કરે. દુર્ગતિ તો દૂર જ ભાગી જાય. નિરંતર સદ્ગતિ થાય, મનુષ્યગતિ, દેવગતિ, મનુષ્યગતિ દેવગતિ પ્રાપ્ત થાય. આ હિતોદય છે. ક્ષદ્રોપદ્રવની હાનિના દષ્ટાંતો આ દષ્ટિ પ્રાપ્ત થાય છે ત્યારે તોપદ્રવાનિ:' થાય છે. આ જગતમાં ધર્મ પ્રાપ્ત થાય છે તેના શુદ્ર ઉપદ્રવ નાશ પામે છે. પરમાત્મા જ્યાં વિચરે ત્યાં સવાસો યોજન સુધી મારી, મરકી, રોગ, ઉપદ્રવ વિગેરે નાશ પામે છે. કારણકે પરમાત્મા પરાકાષ્ઠાની વિશુદ્ધિ પામેલા છે. પુણ્યનો પ્રકર્ષ છે. તેમના સાનિધ્યમાં રોગાદિ દબાઈ જાય છે. પરમાત્માના હવણજળથી શ્રીપાળનો કોઢ રોગ ગયો. શંખેશ્વર પાર્શ્વનાથના હવણ જળથી યાદવોની જરા દૂર થઈ. વાગડ દેશમાં જિતવિજયજી દાદા થઈ ગયા. તેમને વચન સિદ્ધિ હતી. તેમની પાટ પરંપરામાં કનકસૂરિ, દેવેન્દ્રસૂરિ, કલાપૂર્ણસૂરિ થયા છે. તેમને વંદન કરવા એક લંગડો માણસ ઉપાશ્રયમાં આવ્યો. તેને કહે લાકડી મૂકી દે. પગે ચલાતું નથી. પણ હું કહું છું કે લાકડી મુકી દે. અને લાકડી મૂકી દીધી અને તે ચાલતો થઈ ગયો. આ ૫૦-૬૦ વર્ષ પહેલાની વાત છે. મહાપુરૂષો અંદરથી વિશુદ્ધિ પ્રાપ્ત કરનારા હોય છે, અને તેને પ્રભાવે જ્યાં જ્યાં જાય ત્યાં સુદ્રોપદ્રવ ચાલ્યા જાય છે. વર્તમાનમાં આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય યશોદેવસૂરિ થઈ ગયા. તેમણે ૩૬ ક્રોડ નવકારનો જાપ કરેલો. ઘણી શક્તિ હતી. શાસનને જરૂર પડયે ક્યારેક તેનો ઉપયોગ કરે. અમલનેરમાં વરઘોડો હતો. ધોધમાર વરસાદ પડે તેમ છે. વરઘોડો નીકળી શકવાની શક્યતા દેખાતી નથી. પણ આચાર્ય મ.સા. ના આશીષથી વરઘોડો ઉતરી ગયા પછી વરસાદ આવ્યો. એકવાર જમણવારનો પ્રસંગ હતો. માણસ ધાર્યા કરતા ડબલ થઈ ગયું હતું. માણસોએ આચાર્યદેવને વાત કરી તેમણે મંત્રીને કપડું આપ્યું ને કહ્યું કે મીઠાઈ અને ભાત ઉપર ઢાંકી દો. ખુલ્લું નહી કરવાનું. બધાએ જમી લીધું. કાંઈ ખુટયું નહીં. અંદરની દષ્ટિ ખુલી જાય છે, અંદરની શુદ્ધિ વધી જાય છે. અને યોગસિદ્ધિ પેદા થાય છે ત્યારે તેના સાનિધ્યમાં શુદ્રોપદ્રવની હાનિ થાય છે. અને તેના કારણે વ્યાધિ વિગેરેનો નાશ થાય છે. 2010_05 Page #293 -------------------------------------------------------------------------- ________________ શુદ્રોપદ્રવની હાનિના દૃષ્ટાંતો ૨૬૨ શ્રીપાળનો કોઢ રોગ ગયો, કોના પ્રતાપે ? ચરિત્ર વાંચો છો. તેની વિશેષતાઓનો ખ્યાલ રાખતા જાવ. શ્રીપાળ પહેલે ગુણઠાણે છે. મયણા ચોથા ગુણઠાણે છે. મયણાના પ્રતાપે શ્રીપાળ ધર્મ પામ્યો છે. મયણામાં અવસરોચિત નિર્ણય લેવાનો વિવેક છે, મયણા ડાયનેમીક છે. તો શ્રીપાળ Static છે. શ્રીપાળમાં મયણાના નિર્ણયોને સરળ ભાવે સ્વીકારવાની જુતા છે. સંસારમાં બંને જણા સરખા બને તો સંસાર ન ચાલે. તમે ડાયનેમીક છો. તો તમારી પત્ની સ્ટેટીક છે. યુધિષ્ઠિર જુગારમાં હારી જાય છે. જંગલમાં જવાનો પ્રસંગ આવે છે. કાંટા કાંકરા વાગે છે. ત્યારે દ્રોપદીનું માથું ફાટે છે. કૌરવોએ જબરજસ અન્યાય કર્યો છે. તમારે બાર વર્ષ જંગલમાં રહેવાની સજા છે. ભીમ, અર્જુન વિગેરેને થોડી પ્રતિજ્ઞા છે? મોકલો ભીમને. ફરી યુદ્ધ કરીને રાજ્ય પાછું મેળવે. યુધિષ્ઠિર કહે છે ધર્મ એ મારી પ્રતિજ્ઞા છે. આપેલું વચન પૂરું ન થાય ત્યાં સુધી કશું કરી ન શકાય. યુધિષ્ઠિર કહે છે કે તું મને ગુસ્સે કરવાના ગમે તેટલા પ્રયત્ન કરીશ તો પણ ક્ષમા મારો ધર્મ છે. સ્ત્રી ડાયનેમિક બને તો પુરુષે સ્ટેટિક બનવું પડે અને બંને જણ ડાયનેમિક બને છે ત્યારે સંસાર ક્લેશમય બને છે. જેનામાં બુદ્ધિ હોય તેને અનુસરીને કામ કરનારો ડાહ્યો કહેવાય છે. મયણાએ જે કહ્યું તેનો શ્રીપાળે સ્વીકાર ન કર્યો હોય તેવી એક વાત બતાવો. જુતા પણ કેવી છે. ? શ્રીપાળ પહેલે ગુણઠાણે છે પણ કેટલી પાપભીરુતા, સરળતા, ગુણવત્તા છે. બાપ પરણાવવા તૈયાર થાય છે. કોઢીયો ઉંબરાણો. (ભવિષ્યનો શ્રીપાળ)રાજાને ના પાડે છે. મને આ ઉચિત લાગતું નથી. કન્યા માટે હું લાયક નથી, આવું કોણ બોલે ? શ્રીપાળની અહીં ત્યાગની પરાકાષ્ઠા છે. આ એનો ભવ્ય ત્યાગ છે. તમે થર્ડક્લાસ હો અને ઉંચામાં ઉચું પાત્ર મળે તો તમે છોડી દો ? કોઢીયાની લગ્નવિધિ થઈ ગઈ. પરણીને રાત્રે ધર્મશાળામાં બંને ભેગા થાય છે. શ્રીપાળ કહે હજી કંઈ બગડ્યું નથી. બીજા સુયોગ્ય સારા વરને પરણી જીવન સફળ કર. લગ્ન પછી પણ હૈયાથી તેણે મયણાના સુખ માટે તેનો અસ્વીકાર કરેલો હતો તેથી સમજાવે છે. અંતે મયણા રડે છે એટલે તેના દુઃખના નિવારણ માટે તેનો સ્વીકાર કરે છે. કેવી સાત્વિકતા !! યોગ્યતા કરતાં વધારે મળે તો જોઈતું નથી ! આ ઓછી પાત્રતા છે? નવપદની આરાધના કરી બ્રહ્મચર્ય પાળ્યું તો કોઢ ગયો. વિવેકીના, શાણાના વચન ઉપર વિશ્વાસ મુકીને ચાલવાથી ઘણો લાભ થાય છે. શ્રીપાળનું આખું જીવન શ્રદ્ધાથી ભરપૂર છે. તેમાં જે લાભ થયો છે તે કેવળ બુદ્ધિના જોર ઉપર ચાલતા ન થાત ! જીવનમાં જે બુદ્ધિના એકાંત જોર ઉપર ઝોક આપે છે તે થાપ ખાય છે. તમે જ્યારે જીવનમાં પછડાટ ખાધી હોય ત્યારે એનું કારણ તપાસી લો. શાણાવિવેકીની સલાહ લેવાથી મોહનીય કર્મનો એવો સુંદર ક્ષયોપશમ થાય છે, કે અવસરે એને સલાહ ન મળે તો પણ પોતાને વિવેક પ્રાપ્ત થાય છે. તેના બળે તે બીજાને પણ સલાહ આપી શકે છે. જગતમાં શ્રદ્ધા શુ કામ નથી કરતી ? એ જ પ્રશ્ન છે ? - મંત્રીશ્વર પેથડશા એ માત્ર બત્રીસ વર્ષની યૌવન વયે બ્રહ્મચર્યવ્રત લીધું. તેનાથી આંતરિક વિશુદ્ધિ એવી થઈ કે પોતાની ઓઢેલી શાલ રાજાની રાણીને ઓઢવા આપી તો તાવ 2010_05 Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ઉતરી ગયો. જામનગરવાળા ગુલાબચંદભાઈનું કેન્સર નવકાર અને મૈત્રીભાવના આલંબનથી ગયું અને પછી ૨૦ વર્ષ સમાધિપૂર્વક જીવ્યા. પાણીને ઓપ આપવાથી તે અમૃત બની જાય છે. કલ્યાણ મંદિરની ૧૭મી ગાથામાં આ વાત કરી છે. પાનીયમધ્યકૃત....! ડૉ. સુરેશ ઝવેરી M.B.B.s. ભણ્યા પછી ઈંગ્લેન્ડ ભણવા ગયા. ત્યાં તેમણે ભયંકર રોગ થયો. હોસ્પીટલમાં કોઈ દાખલ ન કરે. લાગવગથી પ્રેસીડેન્ટનો ખાલી રૂમ મળ્યો. જોયું કે હવે નવકાર સિવાય કોઈ ઉદ્ધાર કરનાર નથી. શ્રદ્ધાનું તત્ત્વ વધી ગયું, બચી ગયા. આજે હિંસા નિવારણ સંઘના પ્રમુખ થઈને કેટલી હિંસા અટકાવી છે. આવા પ્રકારની ભક્તિ શિષ્ટપુરુષોને માન્ય છે. આથી ભક્તિ કરનાર જીવ ઉપર શિષ્ટપુરુષોને બહુમાન થાય છે. તમે કંઈપણ સારું કામ કરો તો એની અનુમોદના સાધુઓ પણ કરે. માર્ગાનુસારી ગુણની પણ અનુમોદના કરવાની છે. આ આત્મા મોક્ષમાર્ગે આગળ વધી રહ્યો છે. હવે પામી જવાનો છે. આચારોનું ચુસ્ત પાલન કરવાથી મોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ શકે છે. કેવળજ્ઞાનાવરણીય કર્મથી કેવળજ્ઞાન અટક્યું છે, એવું કહેવા કરતાં મોહનીયકર્મના ઉદયથી કેવળજ્ઞાન અટક્યું છે એવું કહેવું વધારે સારું છે. મોહનીય કર્મ ગયા પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે. એટલે સાધકે જ્ઞાનપ્રાપ્તિ કરી તેને સાધન બનાવી મોહક્ષયમાં લાગી જવાનું છે. આ દષ્ટિમાં આવેલો જીવ હજી કેવો હોય છે તે કહે છે. भयंनातीव भवजं, कृत्यहानिर्न चोचिते ।। तथानाभोगतोप्युचैर्न चाप्यनुचितक्रिया ॥४५॥ આ દૃષ્ટિમાં રહેલા આત્માને હું ક્યાં જઈશ ? ભવાંતરમાં મારું શું થશે? મરીને દુર્ગતિમાં જઈશ? આવો ભય નથી હોતો. કારણકે ઘણી બધી અશુભ પ્રવૃત્તિ નીકળી ગઈ હોય છે. જીવનમાં શુભ પ્રવૃત્તિ હોવાથી ભવથી ઉત્પન થનારો અતિશય ભય હોતો નથી. પણ તેને સતત સાવધ કરે તેવો ભય તો હોય છે. જેમકે હું જાગૃતિ ચૂકીશ તો મને જ નુકશાન થશે. જો પ્રમાદી બન્યો અશુભભાવમાં પકડાઈ ગયો ને ચુક્યો તો કર્મ સત્તા ક્યાંય ઉથલાવી નાંખશે, દુર્ગતિમાં ફેંકી દેશે. આવી જાગૃતિ રખાવે તેવો ભય હોય છે. એટલે અહીં સદા સાવધાન રહે છે. હું આ દષ્ટિમા રહું, આ દષ્ટિના આચારોનું પાલન કરીશ તો મને દુર્ગતિનો ભય નથી. બીજા જીવોને સતાવે તેવો ભય, અજ્ઞાનતાના કારણે થતો ભય અહીં હોતો નથી. આપણને મૃત્યુ આવે તો સમાધિ જ ને?નિયમા સદ્ગતિ જ થશે? અને તે સદ્ગતિ એક વખત કે ભવોભવ સદ્ગતિ પ્રાપ્ત થશે? તમે કહી શકો છો કે હું દુર્ગતિમાં જવાનો જ નથી ? નિર્ન વોરા આ સુંદર વાત કરી છે. અહીં એની દૃષ્ટિમાં જે જે ઉચિત દેખાય તેમાં, કર્તવ્યના પાલનમાં હાનિ કદી ન કરે. જે ઉચિત દેખાય તે સર્વ કર્તવ્યનું પાલન 2010_05 Page #295 -------------------------------------------------------------------------- ________________ શુદ્રોપદ્રવની હાનિના દૃષ્ટાંતો ૨૬૪ કરે જ. સંસારની પ્રવૃત્તિ હોય કે ધર્મની પ્રવૃત્તિ હોય, અંદરમાં ધર્મ પ્રત્યે નિરંતર આદર બહુમાન હોય. એક તો સાધુ સેવા છે, ઉચિત આદર છે. ઉચિત કર્તવ્યનું પાલન છે. એની દુર્ગતિ જ ન થાય.એ ચૂકે તો દુર્ગતિમાં જાય. આ દૃષ્ટિમાં રહેલો જીવ દીકરા-દીકરીને પરણાવે ત્યારે લાડકોડ ઉમળકાથી પરણાવવાની પ્રવૃત્તિ ન કરે. અંદરમાં ધર્મ હોવાથી કર્તવ્યપાલન કરે છે કે આ દીકરો મનુષ્યભવ હારી ન જાય, તેનો ભવ બગડી ન જાય, સદાચારી બન્યો રહે, દુરાચારી - અનાચારી ન બને. અને ચારિત્ર લે તેમ નથી માટે દીકરાને પરણાવે છે. જૈન કુળમાં આ વિધિ હતી – બાપ દીકરાને સમજાવતાં કે બેટા! સંસાર માંડવા જેવો નથી. જેમાં પાપ સિવાય કંઇ જ નથી. આ સંસાર ઘણા પાપોથી ભરેલો છે, મારા જીવનમાં સંસાર માંડ્યા પછી ઘણા પાપો મેં કર્યા છે. સંસાર પાપનો અખાડો છે વિગેરે કહે. આવું ક્યાં સુધી કહે ? તો ફુલેકે ચઢે, લગ્નનો દિવસ આવે, વરઘોડો આવે, ત્યાં સુધી કહે. અને એકવખત એવો આવે કે દીકરો મૌન રહે એટલે બાપ સમજી જાય હવે લગ્ન કરવું પડે એવું કર્મ બળવાન છે, પછી પરણાવે. અમારા (સાધુના) ઉપદેશથી તમારા દીકરા ધર્મ નહીં પામી શકે પણ તમારા અનુભવો સાચી રીતે તમને કહેતા આવડશે તો એ પામી જશે. કોઈ દિ કોઈ બાપે પોતાના અનુભવો દીકરાને કહ્યાં છે ? કોઈ દિ કોઈ માતાએ એની દીકરીને કહ્યાં છે ? એ કર્તવ્ય એકલું સાધુનું જ નથી. તમે કંઈ કહો જ નહી અને અમે ગમે તેટલું કહીએ તો શું થાય ? લગ્નગ્રન્થિ એટલે લગ્નથી જોડાયેલા સંબંધો. જે મોટામાં મોટો કાદવ કીચડ છે. જે એમાં ગયો તે ખૂઓ જ. એમાંથી નીકળે એ કોઈ વિરલા જ. તેમાં ગયેલા તમને કાદવ કીચડ દેખાતો જ નથી. ઘરનું એક રસોડું જ જૂઓ, એના સાધનો જૂઓ. તેમાં એકેન્દ્રિય જીવોનો સંહાર છે તે જુઓ, કેટલા પૃથ્વીકાય, અપુકાય, તેઉકાય, વાયુકાયના જીવોનાં થતાં સંહારને જૂઓ. એક રસોડું જ જૂઓ, તોય વૈરાગ્ય આવે. સંસારનું સ્વરૂપ નિરંતર વિચારો,-વિચારીને છોડવાનું છે અને આત્માનું સ્વરૂપ પકડવાનું છે. મોક્ષમાર્ગ ક્યારે આવે ? સંસારનું સ્વરૂપ જેમ જેમ વિચારો તેમ તેમ છુટતું જાય, ને ઉપયોગમાં આત્મ સ્વરૂપ પકડાતું જાય તો તેમાં બહાદૂરી છે. ઉપયોગમાં આત્માનું સ્વરૂપ પકડતાં ન આવડે તો રાગમાં ફસાઈ જવાના છો અને તે નાલેશી છે. જો જીવનમાં રાગનું ચણતર છે, દ્વેષનું ઘડતર છે, મોહનું નડતર છે, તો તેનું જીવન બદતર છે. કામરાગે અણનાધ્યા સાંઢ પર ઘસ્યો, સ્નેહ રાગની રાત્રે ભવપિંજર વસ્યો, દૃષ્ટિરાગ રૂચિ કાચ, પાચ સમકિત ગણું, આગમ રીતે ન નાથ નિરખું નિજપણું” (અનંત વીર્ય વિહરમાન જિન સ્તવન) પુદ્ગલનો અતિ પરિચય જ જીવને રખડાવે છે. મોહાંધ જીવો કામવાસનાની પાછળ અણનાથ્થા સાંઢની જેમ તૂટી પડ્યા છે, સ્નેહ રોગના કારણે સંસારમાં અનંતકાળથી ભવરૂપી પિંજરમાં જીવો પુરાયા છે, અને દષ્ટિરાગના કારણે કાચના ટુકડાને પાચ પન્ના સમજે છે એને જ સમક્તિ માને છે, “આગમ રીતે ન નાથ નીરખું નિજપણું” કદી આગમની દૃષ્ટિએ મેં મારા સ્વરૂપને જોવાનો પ્રયત્ન જ કર્યો નથી. આત્માને અને મોહના સ્વરૂપને જુદા પાડીને સમજવાનું છે. મોહનું સ્વરૂપ 2010_05 Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ઓળખાય નહીં તે દષ્ટિરાગના વમળમાંથી છૂટે નહીં. આજે બહુલતાએ ઉપદેશકો બીજી ત્રીજી વાતો માંડે છે. તેના કેટલામે અંશે આત્માનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ બતાવે છે? મોક્ષનું સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી તત્ત્વ ક્યાંથી સમજી શકાય? તત્ત્વનો આગ્રહ રાખો. બીજી ચીજનો આગ્રહ રાખવો એ બરાબર નથી. તત્ત્વ શું છે? નવતત્ત્વમાં બતાવી દીધું છે. સંવર નિર્જરા મોક્ષ એ તત્ત્વ છે. પુણ્ય, પાપ, બંધ એ અતત્ત્વ સ્વરૂપ છે. છોડવા યોગ્ય છે. સંવર, નિર્જરા, મોક્ષને, તત્ત્વને સમજી લ્યો. તેમાં આગળ વધો. આત્મા અશુભ ભાવમાં ચઢે એ મહાઅતત્ત્વ છે. મારું સાધન અને સંવર-નિર્જરા મોક્ષ તરફ લઈ જાય છે કે નહિ ? તે જ જોવાનું છે પણ જો તે સાધનો આશ્રવ, બંધ તરફ લઈ જાય, અને છતાં એમાં જ ધર્મ માનતા હોઈએ તો તે દષ્ટિરાગ છે. સાધનોનો આગ્રહ એવો ન હોવો જોઈએ કે જે બીજા સાધનોની નીંદા કરાવે. મેં જે સાધનો પકડ્યા તે બીજા બધાએ પકડવા જ જોઈએ અને જેઓ એ ન પકડે તેને ગમે તેવા શબ્દો કહેવા તે દષ્ટિરાગ છે. સાધનમાંથી સાધના કરતાં ન આવડે અને સાધન દ્વારા સાધન જ નવા નવા નીકળે તો આપણે ખોટા છીએ. સાધનમાંથી સાધન નીકળે ત્યાં આશ્રવ, બંધ સિવાય કંઈ ન હોય. આ બીજી દૃષ્ટિમાં જીવને અંતરમાં ધર્મનો આદર છે, સંસારની પ્રવૃત્તિનો જરાય આદર નથી. સંસારની પ્રવૃત્તિ સમજીને કરે છે. ઔચિત્યનું પાલન કરે છે ત્યાં તેને કોઈ નુકશાન થતું નથી. આ દૃષ્ટિમાં આવેલો આત્મા અજાણતા પણ અનુચિત ક્રિયા નથી કરતો. અત્યંત અનુચિત ક્રિયા તો ન જ કરે. પણ સામાન્ય અનુચિત ક્રિયા પણ અજાણપણે પણ ન કરે. કોઈના પ્રાણ જાય તેવી, પંચેન્દ્રિય જીવોનો વધ થાય તેવી, કોઈના મર્મસ્થાન પર ઘા થાય તેવી, વિશ્વાસઘાત થાય તેવી, કોઈની વસ્તુ આંચકી લેવી એવી અનુચિત ક્રિયા ન કરે. સામાન્ય અનુચિત કુતુહલ, મશ્કરી, પણ બહુલતાએ ન કરે. ઉચિત કાર્યનો ભંગ કરતો નથી. સર્વત્ર ધર્મનો આદર હોય છે. એટલે અજાણતા પણ અનુચિત પ્રવૃત્તિ તેના જીવનમાં હોતી નથી. જીવ અતિ સાવધ બન્યો છે. યોગ પામવાની ઈચ્છા છે. જિજ્ઞાસા છે, યોગી પ્રત્યે આદર છે, સેવાભક્તિ છે. એ સેવા-ભક્તિ હું કરું, હું કરું એવી ભાવના સતત હોય છે. તેમાં જ આગળ વધે છે. તો તેની દુર્ગતિ કઈ રીતે થાય? પહેલી દષ્ટિ કરતાં બીજી દૃષ્ટિના ઔચિત્યપાલનમાં વિશેષતા પહેલી દષ્ટિમાં સહજમલના હૃાસ પછી ઔચિત્યનું પાલન હતું. પણ ત્યાં જીવને એની બુદ્ધિપૂર્વકનું હતું. પોતાની સમજ પ્રમાણે હતું. કોઈને દુઃખ ન અપાય, કોઈને ત્રાસ ન અપાય, કોઈને હેરાન, પરેશાન ન કરાય. એવું સામાન્યથી હતું. આ બીજી દૃષ્ટિની અપેક્ષાએ એ ઔચિત્ય સ્થલ હતું. અહી આ દષ્ટિમાં જીવ આગળ વધ્યો છે - પ્રમાદ મારક છે. અપ્રમાદ તારક છે. બહુરસથી ખવાય નહીં, બહુરસથી ઊંઘાય નહીં. સંસાર મોહમાયાના કારણે છે અને મારી ધર્મારાધનાને ચૂકાવી દે, આત્મભાવનું વિસ્મરણ કરાવે એવો રસ મારે જોઈએ નહીં. આવું ઔચિત્ય અહીં આવે છે. પુદ્ગલનો 2010_05 Page #297 -------------------------------------------------------------------------- ________________ સુખી થવાના ચાર કારણો અતિ પરિચય મને અશુભમાં ખેંચી જશે માટે એ સાવધ રહે છે. પ્રભાતે ચાર ઘડી પહેલા ઊઠી જવું જોઈએ. મનુષ્ય જીવનનો એકેક સમય કિંમતી છે. તે પ્રમાદમાં ન જાય તેનો ખ્યાલ બીજી દષ્ટિમાં છે. આ ઔચિત્ય તમારા ખ્યાલમાં છે? સુખી થવાના ચાર કારણો આ દૃષ્ટિમાં રહેલો આત્મા કેવી કેવી વિશેષતા ધરાવે છે તે જણાવે છે. આ બીજી દષ્ટિનો બોધ-પ્રકાશ છે. અહીં જીવને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી પરલોકમાં સદ્ગતિ જ મળશે. દુર્ગતિ તો નથી જ, તેનો ખ્યાલ આવે છે. કદાચ મૃત્યુ વખતે બેભાન અવસ્થા આવે તો પણ જીવનમાં સારું છુંચ્યું છે. ખોટું કર્યું નથી. પ્રવૃત્તિ પણ સારી જ કરી છે, પાપો કર્યા નથી. નિષ્પાપ જીવન જીવ્યો છે તો તેને ભવનો ભય નથી. સારું જીવન જીવ્યાની એ સફળતા છે કે મૃત્યુ વખતે અંદરની શુદ્ધિ વધે છે. તે વખતે બહારના રોગો, બહારના સંયોગોબહારની પ્રતિકૂળતાઓ તેને ઝાઝી પીડા કરી શકતી નથી, તેને અસર કરી શકતા નથી. કષાયો ઘટી જવાના કારણે મૃત્યુની પીડા વખતે જીવ મુંઝાતો નથી. ચિંતા, વ્યાકુળતા, હાયવોય એને હોતા નથી. એટલે મરતા સમાધિ રહે છે. વેદના હોવા છતાં ખોટું કર્યું નથી તેથી મને મૃત્યુનો ભય નથી.. આ લોકમાં, પરલોકમાં, ભવોભવમાં સુખી થવું હોય તો શું કરવું? સુખી થવાના ચાર કારણો :(૧) માંદા પડે તેવું ખાવું જોઈએ નહીં. (૨) પાપ કરવું પડે તેવું કમાવું નહીં. પાપ કરવાથી અધિક પૈસા મળતાં હોય તો ય ન જોઈએ. હિંસક ધંધાથી લખલૂંટ કમાણી હોય પણ પાપનો ભય હોવાના કારણે તે ચીજોને છોડી દે છે. તેને લાત મારે છે. (૩) દેવું થાય તેવો ખર્ચ ન કરવો. આવક અનુસારે ખર્ચ કરે છે. ૫૦ હજારની કમાણી હોય અને લાખનો ખર્ચ ન રાખે. (૪) સંઘર્ષ થાય તેવું બોલવું ન જોઈએ. જીવન શ્રેષ્ઠ બન્યું હોય તો મૃત્યુનો ભય નીકળી જાય ને ! જીવન જો સારૂં જીવે તો આત્મા કેવો બને છે તેની વાત અહીં કરે છે. આ દષ્ટિનો બોધ-પ્રકાશ એવો હોય છે તેને અશુભ પ્રવૃત્તિ ગમે જ નહીં. પાપ પ્રવૃત્તિ કરવામાં દુર્ગતિ દેખાય છે. જીવનમાં આગળ વધવા માટે પાપ પ્રવૃત્તિ ઘટાડવી જોઈએ. આજના કાળે ધર્મ કરનારા ઘણા હોય પણ પાપ પ્રવૃત્તિ જો ઘટાડતા ન હોય તો ધર્મ આવ્યો કહેવાય? પાપ પ્રવૃત્તિ કરવાથી અંદરમાં પાપની વૃત્તિ ઊંડે ઊંડે પણ પોષાય છે. જેનાથી ચિત્ત સંક્લેશમય બની જાય છે. એને કઈ રીતે ધર્મ કહેવાય? નિશ્ચય અને વ્યવહાર આપણો વ્યવહાર ધર્મ નિશ્ચય તરફ કેમ લઈ નથી જતો? વ્યવહાર ધર્મ માત્ર વ્યવહારના સ્થાનમાં જ છે. જે નિશ્ચય તરફ લઈ ન જાય તો તેને વ્યવહાર ધર્મ પણ કેમ કહી શકાય? દયાદાન વિગેરે ધર્મ મૈત્રી, કરૂણા, વાત્સલ્યથી ભરપુર હોય અને એનું અણિશુદ્ધ પાલન હોય તો તે વ્યવહાર ધર્મ નિશ્ચય તરફ લઈ જાય છે ને સાચો નિશ્ચય આવે છે. વ્યવહાર ધર્મ એ તળાવ છે. નિશ્ચય એ દરિયો છે, જેને તરતાં શીખવું હોય તો પહેલા તળાવમાં પડાય કે દરિયામાં 2010_05 Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ પડાય? જેને શીખવું છે તે તો તળાવમાં જ પડે, તે બચી જાય છે. તે શીખી જાય છે. પણ સીધો દરિયામાં પડે તો બચે? જે આચારની ઉપેક્ષા કરે છે વ્યવહાર ધર્મ જીવનમાં પરિણામ પામ્યો નથી. તેને નિશ્ચય ધર્મ પરિણામ પામતો નથી. બીજી દષ્ટિમાં ઉચિત કર્તવ્યની હાનિ નહીં. આ દષ્ટિમાં ઉચિત કર્તવ્યની હાનિ થતી નથી. કેમ કે સર્વ પ્રવૃત્તિમાં, સર્વ કર્તવ્યમાં ધર્મનો જ આદર હોય છે. ભલે પ્રવૃત્તિ સંસારની હોય, પણ આદર ધર્મમાં છે. જે જીવને વૃત્તિ ધર્મની જ હોય, અંદરમાં ધર્મનો આદર આવ્યો હોય પછી તે સંસારની પ્રવૃત્તિ કરતો હોય, ઉચિત કર્તવ્યને કરતો હોય ત્યારે તેને કર્મબંધ અલ્પ થાય છે. ત્યારે તેને ઝાઝું નુકશાન થતું નથી. ધર્મ ઉચિત કર્તવ્યની સાથે સંકળાયેલો છે. જેને આત્મા, પરમાત્મા, મોક્ષ અને ધર્મમાં આદર છે, પ્રેમ છે, રાગ છે તે અવસરોચિત કાર્ય કરવાનું ચૂકે નહીં. અવસરોચિત કાર્ય કરવા સતત તૈયાર હોય છે. જ્યાં વૈરાગ્ય જવલંત ત્યાં ઔચિત્ય પાલનનો ભંગ નહી. શ્રીમદ્ રાજચન્દ્ર, ગૃહસ્થપણામાં હતા, ત્યારે મુંબઈમાં રહેતા હતા. ઝવેરી બજારમાં હીરાનો ધંધો કરતાં હતા. પૂર્વના ભવમાં આરાધના કરીને આવેલો આ જીવ છે. જન્મથી-નાનપણથી વૈરાગ્યવાસિત આત્મા છે. એકેક પગલું કેવી રીતે ભરવું તેનો ખ્યાલ હતો. વૈરાગ્ય તીવ્ર બનેલો હતો, છતાં કર્મના ઉદયે વેપારમાં જોડાવું પડે છે, લગ્નગ્રંથિથી જોડાય છે. આવો કર્મનો વિચિત્ર સ્વભાવ છે. તેઓ કર્મની વિચિત્રતા જાણે છે. એક વખત એક હીરાના વેપારી પાસેથી આટલા ભાવે, આટલા હીરા, આટલા સમયમાં આપવાના-લેવાના તેવું સહી કરીને, લેખિત નક્કી કર્યું છે. થોડા સમયમાં બજારમાં ભાવ ઉંચકાયા. બજારમાં તેજી આવી, પેલો વેપારી વિચારે છે કે જો આ લેખિત પ્રમાણે આપું તો મારા તો છાપરા-નળીયા નહીં રહે. શ્રીમદ્ પાસે જતાં તે ખચકાય છે, જવાની હિંમત થતી નથી, ના પડાય તેવી સ્થિતિ નથી. આ અવસરે શ્રીમદ્ વિચારે છે કે – એનું શું થતું હશે? અત્યારે તે કેવા સંક્લેશમાં જીવતો હશે ? અંદરથી કેવો દુઃખી થતો હશે? શ્રીમદ્ પોતે સામેથી જાય છે. પેલો કહે હું આવી શક્યો નથી. શું તમે આપના હીરા લેવા આવ્યા છો ?સર્વસ્બિન્નેવ થાત્ અહીં લાગુ પડે છે. અહીં જોવા મળે છે. શ્રીમદ્ કહે હું હીરા લેવા માટે નથી આવ્યો. પણ કોલકરાર રદ કરવા આવ્યો છું. કોલ-કરાર કેન્સલ કરવા માટે આવ્યો છું ને તરત શ્રીમદે કાગળ ફાડી નાંખ્યો. રાત દિવસ, તમને સતત આર્તધ્યાન થતું હશે, બજાર તેજીમાં છે અંદરમાં તમારી શું સ્થિતિ હશે તે હું સમજી શકું છું. જે આત્મા સતત આર્તધ્યાનમાં રહે તે કેટલો નીચે ઉતરી જશે? અને કદાચ તે વખતે આયુષ્ય બાંધે તો કયું બાંધે? આવી વિચારણા કરતાં શ્રીમદ્ભ હયું વલોવાઈ જાય છે. ખરેખર ! આપણામાં ધર્મ વસ્યો હોય તો કોઈપણ આત્મા આપણા નિમિત્તે આર્તધ્યાન 2010_05 Page #299 -------------------------------------------------------------------------- ________________ બીજી દૃષ્ટિમાં ઉચિત કર્તવ્યની હાનિ નહી, ૨૬૮ રૌદ્રધ્યાન ન કરવો જોઈએ. આપણા નિમિત્તે એક પણ આત્મા આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરે તો આપણે ધર્મી નથી. એ જ આત્મા જ આયુષ્ય ન બાંધ્યું હોય અને ધર્મ ધ્યાનમાં ચઢી જાય.શુભ પરિણામમાં વૃદ્ધિ પામે તો ક્ષપકશ્રેણી માંડી સંસાર ટૂંકાવીને મોક્ષે પણ જાય. અને આપણે તેના આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં નિમિત્ત બન્યા અને તે સંખ્યાતકાળ અસંખ્યાતકાળ સંસારમાં રખડે તો નિમિત્ત બનનાર આપણને પાપ લાગે ખરું? જરૂર. માટે જ્ઞાનીઓ કહી રહ્યા છે કે તમારી ભૂલનો કોઈ આત્મા ભોગ ન બનવો જોઈએ. શ્રીમદ્ આ બાબતમાં અત્યંત સજાગ હતાં. તેઓ કહે છે કે – શ્રીમદ્ કોઈનું દુધ પી શકે છે, પણ લોહી નહીં. આ વાત ખૂબ વિચારવા જેવી છે. આત્મામાં ધર્મ કેટલો બધો પરિણામ પામ્યો છે. લોભ અને તૃષ્ણાનો કેટલો બધો ફાસ થયો હશે ! પૈસા કરતાં પરિણામ વધુ કિંમતી છે. આ કેવું જીવનમાં વણાયેલું હશે ! ધર્મ કરતાં કરતાં ધર્મનો આદર ન આવે તો આત્મા નીચે ઉતરી જાય છે. ધર્મનો આદર ન આવે અને અર્થનો, કામનો, દેહનો, ઈન્દ્રિયનો, પત્નીનો, પદાર્થનો આદર આવી ગયો તો ત્યાં પરિણામ બગડે છે. પરિણામ બગડ્યા એટલે બાજી ખલાસ. ધર્મનો આદર હોય તો આત્મા પુણ્યપ્રકૃતિ બાંધે છે. શુભાનુબંધ બાંધે છે. બંધ સમય ચિત્ત ચેતીએ રે, શ્યો ઉદયે સંતાપ” કર્મનો બંધ કરતાં વિચાર કરવાનો છે, ચેતવાનું છે. વિવેકી બનવાનું છે. પણ કર્મના ઉદય વખતે આત્માએ સમ રહેવાનું છે. બંધ વખતે જ વિવેકી બનવાનું છે. જેથી અશુભ કર્મબંધ થાય નહીં. પણ અનંતકાળથી અવિવેકીપણામાં બંધાઈ જ ગયેલા અશુભકર્મો ઉદયમાં આવે ત્યારે સમ રહેવાનું છે. હવે જીવે સમજવાનું છે કે કર્મના ઉદયને સમતાથી ભોગવી લે, તારા બાંધેલા જ ઉદયમાં આવ્યા છે. તેમાં સમ રહીશ, શાંત બનીશ, સમતાથી ભોગવી લઈશ તો બાંધેલા કર્મ નિર્જરી જશે ને નવા કર્મ નહીં બંધાય. તીર્થકરનો આત્મા નરકમાં જાય છે. ત્યારે આ જ વાત કહે છે, હે આત્માનું તેં જે કર્યું છે તેનું જ આ ફળ છે. હવે આ ભવમાં શાંત બની જા. લેશ માત્ર પરિણામ બગાડતો નહીં, ડાહ્યો બની જા. શાંત-પ્રશાંત-ઉપશાંત આ એક ભવમાં બની જા. તો આ ભવ પછી ભાવિ ઉજ્જવલ છે. પૂર્વ ભવની કરેલી ભૂલો માટે હવે આ એક જ ભવમાં શાંત થઈ જઈએ તો ઘણા કર્મ નીકળી જાય છે. પછી તો આત્મા વિવેકી બનવાનો છે. આખરે દુઃખ કેટલા વેઠવાના છે? શાંત બનીએ, સમભાવમાં રહેતાં શીખીએ તો પાંચ-સાત ભવ તો બહુ થઈ ગયા. સમરાદિત્યકેવલી ચરિત્રમાં ગુણસેનનો આત્મા સમ બની ગયો તો તેને છ ભવ સુધી સહન કરવું પડ્યું દરેક ભવમાં સમતા વૃદ્ધિ પામી છે. પછી પેલો ઉપસર્ગ કરે તો ય તે સફળ ન બને. નિષ્ફળ જાય છે. પુણ્ય એટલું બધું વધી ગયું છે. સમતા ને સમકિત એવી ચીજ છે તેને તમે સાચવો-રાખો તો રહે અને કાળજી ન રાખો તો ભાગી જાય છે. સમકિતને ટકાવવા માટે ખૂબ કાળજી રાખવાની છે. ચિંતામણી રત્ન જેવું, ચિંતામણી રત્નથી પણ અધિક એવું સમકિત સમતાના આશ્રય વિના ટકી શકતું 2010_05 Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ નથી. સમકિતને સંબંધ છે સમતા સાથે, સમકિતને ઉપશમભાવ સાથે સંબંધ છે. પણ સમકિતને કષાય સાથે લેશ પણ સંબંધ નથી. સમકિત આવ્યા પછી કષાય કરે, સમતા ગુમાવે તો સમકિત ચાલ્યું જાય છે “જ્ઞાન ધ્યાન તપ શીલ-સમ્યકત્વસહિતોપ્યહો !, તં નાખોતિગુણ સાધુર્ય પ્રાપ્નોતિ શાન્વિત:' જ્ઞાન ધ્યાન, તપ, સદાચાર અને સમ્યક્તથી યુક્ત એવો પણ આત્મા જે ગુણ પ્રાપ્ત કરી શકતો નથી તે સમતાથી યુક્ત આત્મા પામે છે સમતાવાળો વહેલો મોડો ગ્રન્થિભેદ કરશે. કષાયના ચાર ભેદ, સોળ ભેદ ને ચોસઠ ભેદ છે. જીવે હંમેશા મારો આત્મા આ કષાયોમાં, નવ નોકષાયોમાં ક્યારે ફસાય છે તેનું ચેકીંગ કરતાં રહેવાનું છે. કયા નિમિત્તો મને હેરાન કરે છે તેનું સતત ચેકીંગ કરતો રહે તેનાથી દૂર રહે, અને પરિણતિને સમતામય બનાવતો જાય, પોતાની શુદ્ધ પરિણતિને કષાયનો સ્પર્શ પણ કરવા ન દે, તે આત્મા સમકિત પામ્યો છે ને પામશે. અપૂર્વકરણ શું છે ? સજાતીય પ્રત્યે પરાકાષ્ઠાનો પ્રેમ સતત વહેતો રહે. વિજાતીય પ્રત્યે પરાકાષ્ઠાનો વૈરાગ્ય-પ્રવાહ સતત વહેતો રહે. એવો પૂર્વે કદી નહીં સ્પર્શેલો પરિણામ તેનું નામ અપૂર્વકરણ છે. અનંતકાળથી આજ સુધી જીવને સજાતીય સાથે પ્રેમ સ્પર્યો નથી. અને આજ સુધી વિજાતીય સાથે વેરાગ્ય પેદા થયો નથી. માટે ગ્રંથિભેદ થયો નથી. અપૂર્વકરણનો પરિણામ આવ્યો નથી. પર પદાર્થ સાથે આત્માનું attachment જેમ વધતું જશે, તેમ તેનું આકર્ષણ વધશે, તેમ તે સજાતીય પ્રત્યે ઉપેક્ષાવાળો બનશે. તો તે સાધક આત્માને ગ્રન્થિભેદમાં વિલંબ થશે જ. આ દૃષ્ટિમાં જીવને ધર્મનો આદર હોય છે. આત્મા, આત્માનું સ્વરૂપ, મોક્ષ અને તેના ઉપાયો પ્રત્યે આદર-પ્રેમ હોય છે. ઉચિત કાર્યોમાં કર્તવ્યનો ભંગ થતો નથી. ઉત્સાહથી કર્તવ્ય કરે છે. કર્તવ્ય ભૂલ્યા પછી ધર્મ છે જ નહીં. જ્ઞાનીએ બતાવેલો ધર્મ ઉચિત કર્તવ્ય સાથે સંકળાયેલો છે. ઉચિત કર્તવ્યના ભંગથી હૃદય નિષ્ફર બને છે. રાગાદિ પુષ્ટ બને છે, ઔચિત્યના, કર્તવ્યના પાલનથી જ હૃદય મુલાયમ બને છે. જેમ જેમ ઉચિત કાર્ય બજાવે તેમ તેમ અંતરમાં શુભભાવ વૃદ્ધિ પામતો જાય છે. આ મનુષ્ય જન્મમાં શુભભાવો, શુભ અધ્યવસાયો જ કરવા જેવા છે. ઉચિત કર્તવ્ય કેટલું મહાન છે ! આ બાબતમાં એક દષ્ટાંત છે. ધર્મમાં પુનરાગમન - અમેરિકામાં એક અંગ્રેજે પુસ્તક લખ્યું છે “Return to Religion' નામના પુસ્તકમાં એક બાઈની વાત લખી છે. કે તે સ્ત્રી ઉચિત બોલના ભંગમાં પોતાના પતિનો પ્રેમ ચૂકી છે. અને પછી જ્યારે ઉચિત બોલમાં આવી ત્યારે પતિનો પ્રેમ કેવો પામી છે. એ વાત જણાવતાં તે લેખક લખે છે. કે હું નાનો હતો ત્યારથી મારા પિતાની સાથે વીસ 2010_05 Page #301 -------------------------------------------------------------------------- ________________ માનસચિકિત્સાથી રોગમુક્તિ ૨૭૦ વર્ષનો થયો ત્યાં સુધી રોજ દેવળમાં ચર્ચમાં જતો હતો. પણ વીસ વર્ષ પછી દેવળમાં જવાનું મેં છોડી દીધું. કેમ? એમાં કારણ એ જ કે રોજ પાદરી એકનું એક સંભળાવે, એકનું એક ગીત, એકનો એક રાગ, એકનો એક ટયુન, એમાં શું મઝા આવે ? એના કરતાં જયાં નવા નવા ગીત નવા નવા રાગ સાંભળવા મળે તો કેવું સારું? આ કારણે પિતાના મરી ગયા પછી દિવળમાં જવાનું છોડી દીધું હતું. પણ આજે ૨૫ વર્ષ વીત્યા બાદ ૪૫ વર્ષની ઉમરે ફરી. દેવળમાં જવા લાગ્યો. આમ થવાનું કારણ શું? જીવનમાં કયા કારણે પરિવર્તન આવ્યું? શું શરીરમાં રોગો થયાં હશે! કાં તો પત્ની અનુકૂળ નહીં હોય, હેડંબા જેવી પત્ની મળી હશે, છોકરા બરાબર નહીં હોય ! આબરૂને બટ્ટો લગાડે તેવા પાકયા હશે ! અથવા તો પૈસાટકાનો વાંધો હશે. આવાને આવા કોઈ લેશ-કંકાશના કારણે શાંતિ માટે ફરી દેવળમાં જવા માંડયો હશે !! ના, આમાંનું કોઈ કારણ ન હતું. તેનો સંસાર બધી રીતે, કહેવાતા સુખોથી ભરપૂર હતો. તો પછી ફરી ધર્મમાં જોડાયો તેમાં એવું તે શું કારણ બન્યું ? તેના જવાબમાં તેઓ કહે છે કે – હું એક માનસશાસ્ત્રનો ડોક્ટર છું. મને અભિમાન હતું કે મારા જેવો હોંશિયાર બીજો કોઈ નથી. હું જેવું નિદાન કરું છું તેવું કોઈ નિદાન કરતું નથી. હું જેવી સલાહ આપું છું તેવી સલાહ બીજો આપી શકતો નથી. હું લોકોના મનને પારખી શકું છું. તેમના પ્રોબ્લેમ શાંત કરું છું. એમના રોગ-માનસિક પીડાઓ દૂર કરી શકું છું. મારા જેવી બુદ્ધિ જગતમાં કોઈની પાસે નથી. એક વખત મારા ટેબલ ઉપર કોઈએ બાઈબલ મૂકેલું. મારે કંઈ કામ ન હતું, તેથી સહજ ભાવે તેનું એક પાનું વાંચ્યું, ને હું આશ્ચર્ય પામ્યો. પછી તો એક પછી એક પાનું ફેરવતો ગયો, ને વાંચતો ગયો તેમ તેમ આશ્ચર્યવિભોર બનતો ગયો. મારું અભિમાન તો ઓસરી જ ગયું. ઓહો !! હું જે કિંમતી સલાહ લોકોને આપું છું, તે તો ૨૦૦૦ વર્ષ પહેલાના આ પુસ્તકમાં લખેલી જ છે. હવે શા માટે ગર્વ કરવો? મેં લોકોને નવું કંઈ જ કહ્યું નથી. મેં જે કહ્યું છે તે બધું જ બાઇબલમાં ભરેલું જ છે. મારા હૃદયમાં, મારા મગજમાં છે તે કેટલાય વર્ષોથી મહાપુરુષોના હૃદયમાં બેઠેલું જ હતું, ને છે. મારા અભિમાનના તો ભાંગીને ભૂકા થઈ ગયા – જીવન જીવવા માટે જીવોને ધર્મ-ધર્મશાસ્ત્ર કેટલા બધા ઉપયોગી છે ! જગતમાં જેને સુખી થવું છે તેને ધર્મ જ માર્ગ બતાવે છે. હું કેવો હતભાગી ! એ જ ધર્મની ને ધર્મશાસ્ત્રની મેં ઉપેક્ષા કરી ? મને ખૂબ પસ્તાવો થયો. તે દિવસથી હું દેવળમાં નિયમિત જવા લાગ્યો. મારી શ્રદ્ધા ખૂબ વધી ગઈ. અને પછી તો એ બાઈબલના મુદ્દાઓ લઈને હું લેકચરો આપવા લાગ્યો. લોકો સાંભળવા ભેગા થતાં હતાં. માનસચિકિત્સાથી રોગમુક્તિ આ પુસ્તકમાં તેમણે સ્ત્રી પતિને અપ્રિય બની હતી તે કઈ રીતે પ્રિય બની તે વાત લખી છે. એકબાઈ એક વખત મારી પાસે આવી. તે કહે ડોક્ટર! જૂઓને! હું મારા પતિની ૨૪ કલાક સેવા કરું છું. તેમને કંઈ પણ ઓછું ન પડે તેની સતત કાળજી રાખું છું, છતાં મારા પતિને હું ગમતી નથી. મારી સાથે બોલતાં નથી. બીજા-ત્રીજા બધાની સાથે પ્રેમથી 2010_05 Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ બોલે, વાતો કરે, બહાર જાય, ફરવા જાય. બધું જ કરે. ફક્ત મારી સાથે જ નહીં. આનો કોઈ ઉપાય બતાવો ને ? ડૉક્ટરે બાઈને ઉલટ-સુલટ પ્રશ્નો પૂછયા કે તમારા બેમાં પહેલું કોણ ઉઠે છે ? હાવાનું પાણી તમે કરી દો છો કે તે હાથે કરે છે ? ચા વિગેરે તમે બનાવો છે કે તે જાતે બનાવે છે ? કપડાને ઇસ્ત્રી તમે કરો છો કે તે જાતે કરે છે ? અને આ બધું કામ તમારા પતિ કહે પછી કરો છો કે પહેલાં જ બધું તૈયાર કરી દ્યો છો? તમારા પતિ કહે ત્યારે તમે શું જવાબ આપો છો અને તમે કહો ત્યારે તે શું જવાબ આપે છે ? આ બધું પૂછ-પરછ કરતાં ડોક્ટરે જોયું કે બાઈ બધું બરાબર કરતી હતી, પણ જ્યારે તેના પતિની કંઈ ભૂલ થાય ત્યારે કહી દે કે સ્વામિનાથ ! આ તો હું છું તો સહન કરું છું. તમારું બધું નભાવી લઈ છું. મારી જગ્યાએ બીજી સ્ત્રી હોત તો તમને ખબર પડી જાતી ક્યારનીય તમને મૂકીને જતી રહી હોત. કેટલાય કકળાટ અને ભવાડા કર્યા હોત !! બસ, ડોક્ટરને ખ્યાલ આવી ગયો. પતિને ન ગમવાનું કારણ મળી ગયું. ડોક્ટરે સલાહ આપી કે ન ગમવાનું કારણ આ તમારી કર્કશ વાણી છે. હવે તમને ઉપાય બતાવું છું. તમે કરશો ને ? હા, હા, જરૂર કરીશ. ડૉક્ટર એનો પ્રતિપક્ષી ઉપાય બતાવે છે. જૂઓ જયારે તમારી ભૂલ થાય ત્યારે તમારે કહેવાનું કે સ્વામિનાથ! આ તો તમે છો તો મને રાખો છો. આ જગ્યાએ કોઈ બીજો પતિ મળ્યો હોત તો લાત મારીને મને કાઢી મૂકત. અને પતિની ભૂલ હોય ત્યારે એમ કહેવાનું કે આ કંઈ તમારી ભૂલ નથી. મારી ભૂલ છે. મેં ધ્યાન ન રાખ્યું. આ કપ તમે હાથમાં પકડ્યા પહેલાં મેં છોડી દીધો. માટે પડી ગયો, ફુટી ગયો. મારી ભૂલ છે. વિગેરે. એક મહિનો ઉપાય કરી જોજો, પછી મારી પાસે આવજો. બાઈને ઉપાય ગમી ગયો. એ તો પર દિવસમાં જ ડોક્ટર પાસે આવી અને અભિનંદન આપવા લાગી. ડોક્ટર સાહેબ! સરસ ઉપાય બતાવ્યો. હવે તો હું એમને એટલી બધી ગમું છું ને ! મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરે છે. હરવાનું - ફરવાનું છોડીને ઘરમાં મારી સાથે ખૂબ પ્રેમથી રહે છે. - પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા અનુચિતના ત્યાગ દ્વારા, ઔચિત્યના પાલન દ્વારા કેટલું મોટું હાર્દ બતાવી રહ્યા છે, ધર્મ પામવો છે? તો તેણે ઔચિત્ય કર્તવ્યના પાલન સમયે જે કરવાનું હોય તે કરવું જ જોઈએ. આ દૃષ્ટિમાં “ર વાણવિશિયા સર્વત્રવ” અનુચિત બોલવાનું, અનુચિત પ્રવૃત્તિ કરવાનું, કોઈ પણ અનુચિત વર્ષ છે. અનુચિત કરવાથી સ્ત્ર અને પરનું અત્યાર સુધી ઘણું બગાડ્યું છે. અનુચિત બોલના ત્યાગથી બાઈનું જીવન સુધરી ગયું. ઔચિત્યના પાલનથી શુભભાવ પુષ્ટ થાય છે. ઉત્સાહ વધે છે. સ્વસ્થતા વધે છે. પ્રસન્નતા વધે છે. આવો આત્મા એકાંતમાં જઈને ધ્યાનની શ્રેણી પર ચઢે તો ધ્યાન લાગી શકે છે. જેને નિશ્ચય અને વ્યવહાર તાણા-વાણા-ની જેમ ગૂંથતા આવડે તે આગળ વધી જાય છે. ધ્યાન બે-ચાર કલાક કરી શકો છો. ચોવીસ કલાક તો ન કરી શકો. એવું મનોબળ નથી. કાયબળ તેવું નથી. તો શેષકાળમાં શું કરવું? પરોપકારના અવસરે નિઃસ્વાર્થ ભાવે 2010_05 Page #303 -------------------------------------------------------------------------- ________________ નવકારના પાંચે પદોમાં નમો શા માટે? ૨૭૨ પરોપકાર કરે. એ પણ એક યોગ છે. પરોપકારનો અવસર આવે ત્યારે તે યોગ પકડવો તે શ્રેષ્ઠ છે. કયા વખતે કઈ ચીજ પકડવી અને છોડવી તે વિવેક સાધકે કરવાનો છે. પરમાત્માના શાસનની સાધના એ વિવેકની સાધના છે. જૈન શાસન વિવેકના શિખર ઉપર ઊભું છે. જો જીવ પાસે આ પરોપકાર, ગુરુજનપૂજા નથી તો તેના પ્રતિપક્ષી દોષો જીવનમાં પડેલા જ છે. તેને કદી ધ્યાન ન લાગે, જેને લોભ ઘણો હોય, સંતોષ હોય જ નહીં, તે ધ્યાન કરવા બેસે તો ધ્યાન ક્યાંથી લાગે ? જે વ્યુત્થાન દશામાં પણ પોતાના જીવનમાં ઘણા બધા પાપવ્યાપારોને છોડીને આખું જીવન સુંદર પ્રવૃત્તિમાં જોડી શકે છે. તેને ધ્યાનદશા ઉપકારક બની શકે છે. બહાર આવ્યા પછી બિનજરૂરી વસ્તુ, બીનજરૂરી વ્યક્તિનો પરિચય ઓછો થાય તેને ધ્યાન લાગી શકે છે. તેને જ અંદરમાં જવું સહેલું છે. ધ્યાન અને વ્યુત્થાનદશા પરસ્પર સંકળાયેલા છે, જેમાં વ્યક્તિ અને વસ્તુઓના પરિચયમાં આવવાનું બને છે તે વ્યુત્થાનદશા છે. તેમાં જીવ કેવી રીતે જીવે છે તેનાથી ખબર પડે કે જીવ અંદરમાં કેટલું પામ્યો છે ? ધ્યાનની પૂર્વ ભૂમિકામાં વ્યવહારધર્મની શુદ્ધતા ઘણી જોઈએ. જેના જીવનમાં પાયાના ગુણો નહીં તેને સીધું ધ્યાન લાગે નહીં. જીવનમાં સંતોષી બનવાનું છે. સંયમી બનવાનું છે, પરોપકારી બનવાનું છે. સંસ્કારી બનવાનું છે. શાંત-પ્રશાંત-ઉપશાંત બનવાનું છે. ધ્યાન સિવાય - વ્યુત્થાન દશામાં શુભાચારો પકડવાના છે. આ રીતે આગળ વધવાનું છે. જિન શાસનના અસંખ્ય યોગોમાંથી એક પણ યોગ ખોટો નથી. કક્ષાભેદે બધા યોગ ઉપકારક છે. ઊંચે યોગ પર ચઢેલો નીચલી કક્ષાના – યોગવાળાની ટીકા-ટીપ્પણ કરે, નિંદા કરે એ ઉચિત નથી. એ માર્ગ નથી. અહીં નિંદા કરવી એના કરતાં નિદ્રા સારી છે એમ કહી શકાય. બેમાં કોણ સારું? એક નિંદા કરનાર છે. બીજી બાજુ નિદ્રા છે. નિદ્રા ઘાતી પ્રકૃતિ છે. આત્માના ગુણોનો ઘાત કરનાર છે. દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ છે. નિંદા કરવામાં પણ ઘાતી એવા મોહનીય કર્મનું પીઠબળ છે. જિન શાસનમાં ક્યો યોગ નકામો છે ? ને જિન શાસનમાં કયો યોગ સારો છે ? પોતે જે યોગ આદરે છે તેનાથી બીજા કોઈ પણ યોગની ને તે વ્યક્તિની ટીકા-ટીપ્પણ - નિંદા કરવાનું જે આજે થઈ રહ્યું છે તો જાણવું કે તે આત્મા હજી આત્મભાવમાં ઠર્યો નથી. આવા આડા-અવળા વિકલ્પમાં જે જાય છે તેને એક પણ યોગ આવતો નથી કારણ કે જે આત્મભાવમાં ઠરે તેને નિર્વિકલ્પદશા આવે છે. અને નિર્વિકલ્પદશામાં રહેલાને નિંદા-ટીકાના વિચાર જ ક્યાંથી આવે ? નિંદા કરનારા અનુભવી બની શકતો નથી. જે માણસ જે યોગમાં આગળ વધતો હોય તેને તે યોગ પકડવા દો. તેમાં આગળ વધવા દો. તમને જે યોગ ફાવે તે તમે પકડો. પોતાના યોગની સાધના અને બીજાના યોગની અનુમોદના એ મોક્ષમાર્ગ છે. નવકારના પાંચ પદોમાં નમો શા માટે ? પુણ્યકર્મ કરતા પુણ્યની અનુમોદના ચઢી જાય છે. પુણ્યકર્મ પાંચ મીનીટ, દશ મીનીટ થાય. અમુક વખતે જ થાય, તેથી વધારે ન થાય - પણ અનુમોદના તો જેટલી કરવી હોય, જ્યાં સુધી કરવી હોય ત્યાં સુધી થાય છે. નવકારમાં પાંચ વખત નમો પદ કેમ મૂકયું? 2010_05 Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ નમો અરિહંત સિદ્ધ - આચાર્ય. એમ ભેગું કર્યું હોત તો ચાંલત ને? દરેક વખતે નમો, નમો બોલો એટલે નવું નવું પુણ્ય ઉપાર્જન થાય છે. જેના પ્રત્યે પ્રીતિ હોય તેનું નામ કેટલીવાર બોલો છો? કારણ કે તે વખતે મનમાં નવાનવા ભાવ આવે છે. આદર એવી ચીજ છે કે તેનું નામ વારંવાર જીવ બોલ્યા કરે છે. ઘણા કહે છે – મારા બાપા આમ કહેતા હતાં, મારા બાપા આમ કરતાં હતાં. અહીં નવકારમાં પણ બધી વ્યક્તિ પૂજ્ય છે. બધા ઉપર આદર છે તેનું સુચક વારંવાર નમો પદ છે. એકવાર નમો બોલો અને વારંવાર નમો બોલો. એ કેટલો બધો આદર બતાવે છે ? જેટલીવાર નમો બોલો તેટલીવાર નવું પુણ્ય બંધાય છે. શાલીભદ્ર ખીર વહોરાવી ત્યારે પાંચ મીનીટનું જ કાર્ય કર્યું છે. પણ પછી અનુમોદનાના જોરે પુણ્યના થોક ઉપાર્જન કર્યા છે. પુણ્યકર્મ કરો અને અનુમોદના ન કરો તો તે પુણ્યાનુબંધી પુણ્ય ન બને. અનુબંધ ન પડે, તે પુણ્ય સંસ્કાર ઊભા ન કરે. જે આત્મા સીધો ધ્યાનમાં ન જઈ શકે તેને વિવિધ યોગો ઉપકારી બને છે. એને જુદા જૂદા યોગ આપો. એક કલાક દહેરાસરમાં, એક કલાક ઉપાશ્રયમાં એક કલાક સ્તવનોમાં, એક કલાક નવું ભણવામાં આ રીતે આત્મા મનને કેળવી શકે છે. આચારપાલન તે ધર્મનો પાયો છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી વિવિધ ક્રિયા, વિવિધ વસ્તુ જીવ માંગે છે. ધ્યાનને ધ્યાનરૂપે પરિણામાવવું હોય તો આચારનું પાલન ખૂબ જરૂરી છે, કોરું ધ્યાન ન ચાલે, ધ્યાન સિવાયના કાળમાં આચારની ચુસ્તતા જોઈએ જ. એના દ્વારા જીવ આગળ વધે છે. પહેલા ગુણાઠાણે રહેલો અભવ્ય આચારના બળે નવમા ગ્રેવેયને જાય છે. શ્રાવકને પાંચમું ગુણઠાણું છતાં આચારમાં સાધુતા નથી તો બારમા દેવલોક સુધી જ જાય છે, આચાર પાલનની વિશેષતા છે. અભવ્યના જીવે કષાયની મંદતા આચાર પાલનના પ્રતાપે ઊભી કરી છે. કાચું પાણી અડી જાય તો તમને સંકોચ થાય છે? સ્ત્રીને અડતાં તમને સંકોચ થાય છે ? વનસ્પતિને અડતાં તમને અરેરાટી થાય છે ? તેઉ-વાયુનો આરંભ કરતાં તમને મનમાં દુઃખ થાય છે? આ પરિણામ પણ પહેલા ગુણઠાણે અભવ્યને આચારના બળે આવે છે. એકેન્દ્રિયની પણ હિંસા ન કરી શકે તેવા પરિણામ ઊભા કરી દીધાં છે. માટે જ ચારિત્ર ઉત્કૃષ્ટ છે, ઉપાદેય છે. અને ગૃહસ્થાવાસ હેય છે. ઘરમાં આવા પરિણામ ઊભા થતાં નથી. ચારિત્રમાં આચાર પાલન સહેલું છે. ચારિત્રના પાલનથી અભવ્યના જીવે અનંતાનુબંધી કષાય પાતળા કરી દીધા છે. પણ અભવ્યને ભાવનાયોગ ભળ્યો નથી કારણ કે આત્માનું વાસ્તવિક સુખ તેના મગજમાં બેસતું નથી તેથી તેને અનુરૂપ ભાવના તેની પાસે નથી. આચારપાલન અને ભાવના, આ બેય ભેગા ભળે ત્યારે પરિણતિ ઉત્કૃષ્ટ બને છે, જીવ ગુણઠાણામાં આગળ વધે છે. આચારપાલન વિનાની ભાવના વિશેષ ટકતી નથી. ધ્યાનને ટકાવવું હોય તો ભાવના જોઈએ. બન્ને અન્યોન્ય છે. - દ્વાદશાંગીમાં પણ પહેલું આચારાંગ કહ્યું છે. સાધુને પણ દીક્ષા લઈને પહેલાં 2010_05 Page #305 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ઓછું ચાલે. મુક્તિનો તલસાટ ઓછો ન ચાલે ૨૭૪ દશવૈકાલિક ભણવાનું છે. કેમકે એ આચારનો ગ્રન્થ છે. આચારથી ભ્રષ્ટ એ ભ્રષ્ટ કહેવાય છે, જે વિચારથી ભષ્ટ હોય પણ આચારથી ભ્રષ્ટ નથી થયો તેને ભ્રષ્ટ ન કહેવાય. ન્યાય-નીતિ-સદાચાર એ પણ આચાર છે. ફક્ત સામાયિક, પ્રતિક્રમણ પૂજા જ આચાર છે એવું નથી. ન્યાય-નીતિ-સદાચારમાં પણ સ્કૂલના ન જોઈએ. વ્યવહારમાં ન્યાયનીતિ સદાચાર આચાર છે. અનાચાર નથી. આ દૃષ્ટિમાં સર્વત્ર આચારમાં અલના ન હોવી જોઈએ. અહીં સુંદર આચાર પાળો, અને બજારમાં દેવાળું કાઢ્યું તો નિંદા જ થવાની છે. નીચે પટકાવું ન હોય તો એક પણ ઉચિત આચાર છોડો નહીં, ને એકપણ અનુચિત આચાર પકડો નહીં. ક્રમસર ઊંચે ચઢવું હોય તો આચાર એ પાયો છે. આચારના બળ પર બધું જ આવી જાય છે. અજાણતાં પણ અનુચિત ક્રિયા આ દૃષ્ટિમાં રહેલો જીવ ન જ કરે. નિંદા-ટીકાટીપ્પણ, હિંસા, જૂઠ, ચોરી, બીજાને નુકશાન થાય તેવું કદાપિ ન કરે. कृत्येऽधिकंऽधिकगते, जिज्ञासा लालसान्विता । तुल्ये निजे तु विकले, सन्त्रासो द्वेषवर्जितः ॥ ४६ ॥ જ્ઞાન ઓછું ચાલે. મુક્તિનો તલસાટ ઓછો ન ચાલે આ બીજી દષ્ટિમાં જિજ્ઞાસા ગુણ અભૂત હોય છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા ગમે તે અશુભ ઇચ્છા નહી પણ આત્માને હિતકારી એવી ઇચ્છા હોય છે. પોતાનામાં જે તપ-ત્યાગ-ધ્યાન-વંદનાદિ સાધના છે, તેના કરતાં અધિક-ઊંચા જે આચાર્યાદિ મહાત્માઓની જે અધિક સાધના જૂએ છે તે જાણવાની ઇચ્છા હોય છે. આ જિજ્ઞાસા “નાનિશ્વિતા' લાલસા ભરેલી હોય, અભિલાષાના અતિરેકવાળી હોય, ઝંખના હોય કે આ યોગ કેવી રીતે મળે? આ યોગની પ્રાપ્તિ ક્યારે થશે? પોતાની જિજ્ઞાસાને રોકી શકતો નથી. જીવનમાં શુદ્ધિ વધે છે ત્યારે અશુભ જિજ્ઞાસા નીકળતી જાય છે. અને શુભ વસ્તુની ઇચ્છા તીવ્ર બને છે. તેમ તેમ તેની જિજ્ઞાસા વધતી જાય છે. જિજ્ઞાસાના બળ ઉપર જ આખો મોક્ષમાર્ગ ઊભો થાય છે. જેને મોક્ષ જોઈતો નથી. મોક્ષની ઇચ્છા નથી. મોક્ષનું લક્ષ્ય નથી. તેને ધ્યાનાદિ શું કરશે? ઉદ્દેશ-લક્ષ્ય-આશય એ બહુ ચઢિયાતી વસ્તુ છે. ઉદ્દેશ-લક્ષ્ય આશય જ્યાં બળવાન ન બને તો તે માટે કરેલા પ્રયત્ન સફળ ન થાય. જિજ્ઞાસા તીવ્ર બને એટલે તે વિના ચેન ન પડે. વસ્તુની તીવ્ર જિજ્ઞાસા એ જ તે વસ્તુ પ્રાપ્તિની યોગ્યતા છે. તે ચીજ તે પામી જાય છે. શિષ્ય કેવળજ્ઞાન પામે છે અને ગુરુ રહી જાય છે એવું પણ બને છે ને? “જે ગુરુ ઉપદેશથી પામ્યા કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન” – (આત્મસિદ્ધિ) ગુરુ છવસ્થતાની સપાટી ઉપર અને શિષ્ય કેવળજ્ઞાનનાં આસમાને. આમ કેમ, શું કારણ? ક્ષપકશ્રેણી માટે એકલું જ્ઞાન-ધ્યાન કામ નથી લાગતું, પણ એને પામવા માટે તમારામાં તલસાટ કેટલો છે ? એ નથી મળ્યું તેનો વિરહ, ક્ષપકશ્રેણીનો વિરહ તમને કેટલો સતાવે છે? તે પણ અગત્યનું છે. ગૌતમ રહી ગયા. અને ૧૫૦૦ પામી ગયા. પંદરસો પાસે જ્ઞાન કેટલું ઓછું હતું, પહેલું 2010_05 Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ગુણઠાણું હતું, સમકિત પણ ન હતું. પણ “જિજ્ઞાસા લાલસાવિતા” હતી. તેમના મતિજ્ઞાનના ઉપયોગમાં રાગાદિ ભાવો (વિપરીત ભાવો) સ્પર્શે તેવા બધા દરવાજા બંધ હતાં. બસ, મતિજ્ઞાનના ઉપયોગમાં કેલાસનાથને ભેટવાનો, સ્વરૂપને પામવાનો જ એક તલસાટ હતો. જિજ્ઞાસા બળવાન હતી, અભિલાષાની તીવ્રતાના બળે બીજી બધી ઇચ્છાઓ ઉપયોગમાંથી કાઢી નાંખી હતી. આ કંઈ સામાન્ય વાત નથી. આ કંઈ સામાન્ય ગુણ નથી. બહુ મહત્ત્વની વાત છે. લાલસાવિતા જિજ્ઞાસા છે. આપણને સ્વરૂપની ઇચ્છા નથી થતી. તેથી બીજી બધી ઇચ્છાઓ આપણા ચિત્ત ને ઉધઈની જેમ કોરી ખાય છે. જે કોઈ સારી ચીજ જૂએ તે જોયા પછી તે મેળવ્યા વિના આત્મા રહી નથી શકતો. સારું જૂએ અને આટલી બધી ઝંખના હોય એટલે તે વસ્તુને તે જરૂર મેળવી આપે છે. બીજી દૃષ્ટિમાં સંસારની બીજી બધી ઇચ્છાઓ સાવ મરી ગઈ છે એવું નથી તે બેઠેલી છે. પણ ઉંચી વસ્તુને પામવાની ઇચ્છા-તાલાવેલી તે આત્માની યોગ્યતા સૂચવે છે. આ દૃષ્ટાંત આટલા માટે જ છે. લાલસાવિતા જિજ્ઞાસાના બળે ૧૫૦૦ તાપસો કેવળજ્ઞાનને પામ્યા છે. તમે બધા ખરાબ ઇચ્છા કેમ કરતાં નથી ? કારણ કે તમે સજ્જન છો. પણ સારી ઇચ્છા કેમ નથી થતી ? કારણ કે પ્રમાદ છે. મુક્તિનો તલસાટ નથી. જીવ પ્રમાદી બન્યો છે, ગળીયા બળદ જેવો બન્યો છે. વીર્યંતરાયનો ક્ષયોપશમ થતો નથી. વર્ષોલ્લાસની ખામી છે. કલિકાલમાં જીવોનું મોટામાં મોટું દૂષણ હોય તો તે સત્ત્વની ખામી છે. સાત્ત્વિક જીવો દીવો લઈને શોધો તો જડે નહીં તેવી પરિસ્થિતિ આજે છે. સજ્જન ઘણા છે. પણ કાયર જીવો, સત્ત્વહીન જીવો બધે ભરેલા છે. સાચી વાત કહેવાની હોય ત્યાં ચાલે ચાલે કરીએ તો કેમ ચાલે? ભૂલ વધતી જ જાય, વધતી જ જાય. ભેંસના શીંગડા ભેંસને ભારે. એવું ન રખાય. બચાવ કરીએ તે અહીં નહીં ચાલે. ઘરમાં ચલાવો છો ? જ્યારથી ચલાવતાં થયા છો ત્યારથી ઘરો બગડતા ગયા છે. ચાલશેની વૃત્તિ બધે ન ચાલે. પુણ્ય અને શુદ્ધિનો ભેદ સમજે. યોગની બીજી દ્રષ્ટિમાં જીવ કેવા વિકાસને પામે છે ? એની આંતરિક સ્થિતિ કેવી બને છે તે વાત કહે છે. અહીં રહેલો જીવ પોતાનાથી ઉચ્ચસ્થાનમાં રહેલા આચાર્યાદિના ધ્યાનાદિ જુએ ત્યારે તેની ખૂબ અનુમોદના કરે છે. આ કેટલું સરસ છે? કેવું મહાન છે? આનાથી જ કલ્યાણ થનાર છે. હું આવું ક્યારે પામું? એવી સતત ઝંખના થતી હોય છે. આ ઝંખના એને ઉત્તરોત્તર ગુણવિકાસમાં કારણ બને છે. આત્માને કેવા પ્રકારના વિચારો આવે છે? કેવા પ્રકારની જિજ્ઞાસા થાય છે? કેવી ઇચ્છાઓ તેને સતાવે છે ? એના ઉપરથી તેનું જીવદળ કેવા પ્રકારનું છે, તેનું ભાવિ કેવું હોઈ શકે? એ બધું જાણી શકાય છે. વળી તમારું સ્થાન કોના હૃદયમાં છે ? એના ઉપરથી તમારી ગુણવત્તાનો ખ્યાલ આવી શકે છે. તમે આ જગતના કોઈ મહાન વ્યક્તિના હૃદયમાં સ્થાન - 2010_05 Page #307 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય અને શુદ્ધિનો ભેદ સમજો ૨૭૬ પામ્યા હશો તો તમે આગળ જઈને મહાન થશો. ભલે વર્તમાનમાં કોઈ વિશેષતા ન હોય, માન-સન્માન ન હોય, પણ તમે જેને ઝંખો છો તેવા તમે બનો છો. તમે કોઈ મુફલીસ વ્યક્તિના હૃદયમાં હો અને તમે રાજી થતા હોય તો તમારું અંતઃકરણ બગડેલું છે. તમને જગતના માંધાતાના હૃદયમાં સ્થાન મળ્યું હોય તો પણ એ કાંઈ ભાવિ ઉજ્જવળતાની નિશાની નથી. પુણ્યના ઉદયમાં અને પુણ્યના ઝાકઝમાળમાં તમે અંજાઈ જાવ એ ખોટું છે. પુણ્ય અને શુદ્ધિનો ભેદ કરતાં શીખવું જોઈએ. પુણ્યની અંજામણ કરતાં આત્માની મંજામણમાં સલામતી છે. જગતને પુણ્યની અસર છે. સદ્બુદ્ધિ વગર શુદ્ધિ ઓળખી શકાતી નથી. શુદ્ધિ નથી, તો ગુણો નથી. જગત પુણ્યની અસરથી ખેંચાય છે. ધર્માત્મા શુદ્ધિથી પ્રાપ્ત થયેલા ગુણોની સંપત્તિ ઉપર ઓવારી જાય છે. દૃષ્ટિને સૂક્ષ્મ બનાવ્યા સિવાય આ ભેદ સમજાશે નહીં. જેના જીવનમાં કોઈ લક્ષ્ય નથી તે માનવી જ નથી. મનુષ્યજીવન પરમાત્મા થવા માટે છે, જેને પરમાત્માનું લક્ષ્ય નથી અને પરમાત્મા થવામાં કારણભૂત સાધુ થવાનું લક્ષ્ય નથી તે કાંઈ જીવન છે ? તીવ્ર જીજ્ઞાસા હોય તો સામાન્ય માણસ પણ તત્ત્વ પામી શકે છે અને તીવ્ર જીજ્ઞાસાના અભાવમાં કરોડપતિ પણ તત્ત્વ પામી શકતો નથી. કરોડપતિ પાસે કસ્તુરી ન હોય એ બની શકે છે એની પાસે કસ્તુરી ખરીદવાની પૈસાની શક્તિ છે પણ એણે ન ખરીદી હોય તો એની પાસે તે ન પણ હોય; અને જંગલના ભીલે મરેલા હરણીયામાંથી કસ્તુરી કાઢી લીધી હોય તો તેની પાસે હોઈ પણ શકે છે. તેમ તત્ત્વની પ્રાપ્તિ મોટા માણસને ન પણ હોય અને સામાન્ય માણસ પાસે હોઈ પણ શકે છે. બહુ ભણેલા જલ્દી મોક્ષે જાય તેવું નથી. પહાડ ઉપર મંદિર હોય ભણેલો માણસ સડકના માર્ગે ચાલતો જાય તો મોડો પહોંચે અને ભીલ કેડીને રસ્તે વહેલો પહોંચી જાય છે. કઈ રીતે વચ્ચેથી નીકળીને ઉપર પહોંચાય તે તેને ખબર છે અને તે રીતે કાર્યસિદ્ધ કરી લે છે, તેવી જ રીતે શ્રવણ, મનન, નિદિધ્યાસન હોય પણ તત્ત્વની ઝંખના ન હોય તો તત્ત્વ પ્રાપ્ત ન પણ થાય, અને તત્ત્વ પ્રાપ્તિની ઇચ્છા, જીજ્ઞાસા અને લક્ષ્યના બળે જીવ તત્ત્વ પામી શકે છે. ઇચ્છાના બળે સંસાર ચાલે છે. અને ઇચ્છાના બળે મોક્ષમાર્ગમાં આગળ વધવાનું છે. જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે. તે વસ્તુને ઓળખાવે છે. જ્ઞાન આત્મા અને પુલાદિને જણાવે છે. તે તે વસ્તુ ઓળખાવીને જ્ઞાનનું કાર્ય પૂરું થઈ જાય છે. જ્ઞાન ચરિતાર્થ થઈ જાય છે. પછી તમે જે પદાર્થનું સ્વરૂપ સમજ્યા, તેમાં જે લાભકારી હોય તેને મેળવવા મથો ને અહિતકારીને છોડો. એમાં જ્ઞાનની સાર્થકતા છે. જે જ્ઞાન સમ્યગુ ઇચ્છાને જન્માવે તે સમ્યગ જ્ઞાન છે. જે જ્ઞાન સમ્યમ્ ઇચ્છાને ન જન્માવે તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે, અભવ્યને નવ પૂર્વનું જ્ઞાન છે છતાં સ્વરૂપની ઇચ્છા જ નથી, તો તે મિથ્યાજ્ઞાન છે. અભવ્યનું જ્ઞાન સમ્યગુ ઇચ્છા જન્માવી શકતું નથી, વિપરીત ઇચ્છાનો નાશ કરી શકતું નથી. જેને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટપ્રવચન માતાનું જ જ્ઞાન છે અને એ જ્ઞાનના બળે જેને સમ્યગુ ઇચ્છા જન્મે છે તો તે સમ્યગ જ્ઞાન છે. પ્રશન: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને માતાની ઉપમા કેમ આપી? 2010_05 Page #308 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ ઉત્તર : એના પાલનથી સંયમ રૂપી પુત્રનો જન્મ થાય છે. અષ્ટપ્રવચનમાતાનું પાલન સંયમની પરિણતિ ઊભી કરે છે, ટકાવે છે, નિર્મળ કરે છે, ઉપર ઉપરના અધ્યવસાયને પ્રાપ્ત કરાવે છે. જેમ માતા પુત્રને જન્મ આપે છે, પાલન કરે છે, મોટો કરે છે તેમ આ માતાથી સંયમવૃદ્ધિ થાય છે. કોઈ પણ યોગ પકડો. પણ શુદ્ધિ તો જિજ્ઞાસાના આધારે છે. કોઈપણ યોગથી, જ્ઞાનયોગથી, ભક્તિ યોગથી, કર્મયોગથી મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. ભક્તિયોગીના જીવનમાં પરમાત્મા કેન્દ્ર સ્થાને હોય છે. પરમાત્મા મારા છે, હું પરમાત્માનો છું. જગતમાં પરમાત્મા સિવાય મારું કોઈ નથી આવી તેની મનોવૃત્તિ હોય છે. જ્ઞાનયોગીને શુદ્ધ આત્મસ્વરૂપનું આલંબન હોય છે. મારું સ્વરૂપ નિર્વિકારી છે, ચોવીસ કલાક તેને સ્વરૂપનો ખ્યાલ હોય છે, જ્ઞાન યોગનો સાધક જગતની વચ્ચે રહેવા છતાં ઉપયોગના બળે પોતાના આત્માને વિકારથી બચાવે છે. કર્મયોગીના જીવનમાં પરોપકાર કેન્દ્રસ્થાને હોય છે તેની સમજ છે કે પુણ્યના ઉદયથી મળેલી સુખની સામગ્રી મારી નથી અને મારા માટે નથી, પણ બીજા માટે છે. તમે તમારા માટે માની લીધી માટે કર્મયોગ ખોયો. પુણ્યોદયથી મળેલી ભોગસામગ્રી મારી માને, મારા માટે છે એવું માને તે દાનાદિ ધર્મ ન કરી શકે. મોક્ષમાર્ગમાં ગતિ ન કરી શકે. એકલી ક્રિયા એ ધર્મ નથી. એ દાનાદિ ક્રિયાને યોગ બનાવવાનો છે. આજે જીવથી છુટતું નથી તે કદાચ આપે તો એને અનુરૂપ ભાવ નથી આવતો. પારકી ચીજ પોતાની લાગી ગઈ એટલે મૂછ આવી ગઈ. જીવ સંસારની બધી પ્રવૃત્તિમાં મૂર્ષિત થઈને જીવે છે. જે જેમાં મૂર્શિત બન્યો ત્યાં તેનો સદુપયોગ ગયો. પદાર્થમાંથી મૂછ નીકળે તો તેનો સદુપયોગ થઈ શકે છે. મમ્મણ સંપત્તિમાં મુર્ણિત હતો તો દાન ન દઈ શકયો, એટલું જ નહીં પણ પોતાની ચીજને પોતા માટે પણ વાપરી ન શક્યો, અને અર્થની કાતિલ મુચ્છથી સાતમી નરકનો મહેમાન બન્યો. તુત્યે નિને”. જે કાર્ય પોતે કરે છે, તે દાન, વંદન, કાયોત્સર્ગાદિ કાર્યો બીજા પણ કરે છે. હવે બીજાની અપેક્ષાએ પોતાના કાર્યોમાં વિકળતા – અપૂર્ણતા દેખાય છે. ત્યારે તેને ત્રાસ છુટે છે. પોતાની જાત વિરાધક લાગે છે. એને દુઃખ થાય છે કે જ્ઞાનીએ બતાવેલા કલ્યાણના માર્ગે હું વ્યવસ્થિત ચાલી શકતો નથી. વિકલ અનુષ્ઠાન હજુ ચાલે, પણ વિકલ અનુષ્ઠાન થયા પછી આપણને દુઃખ નથી થતું તે ન ચાલે. મન ચંચળ છે. વિકલ અનુષ્ઠાન થઈ જાય. ઇચ્છાયોગમાં પણ વિકલ અનુષ્ઠાન મુકેલું છે, પણ તે અનુષ્ઠાન ક્યારે બને? પોતાની નબળાઈનો, ક્ષતિનો સતત ખ્યાલ અને તેમાંથી બચવાની સતત જાગૃતિ એ અનુષ્ઠાનને ઊભું રાખે છે. To err is human, to Confess is divine. HISIAL HIX 1441 પાત્ર છે, પણ ભૂલ કબૂલ કરવી તે દિવ્યતા છે. કર્મનો ઉદય જીવને પટકી દે છે. રત્નાકરસૂરી સંવિગ્ન, ગીતાર્થ આચાર્ય ભગવાન છે. સારા વક્તા, સારા વિદ્વાન છે. અનેક લોકોને ઉપદેશ આપવાની તેમની શક્તિથી તેમણે ઘણા લોકોને પ્રતિબોધ કરેલ, પણ રત્નની મૂર્છાથી ઠવણીમાં રત્ન રાખતા હતા. જ્યાં પંચમ પદે બિરાજમાન સાધુની પરિણતિ અને કયાં આ પરિગ્રહની મમતા? પરિગ્રહ ભયંકર છે. એક વખત કોઈ શ્રાવક આ જોઈ 2010_05 Page #309 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય અને શુદ્ધિનો ભેદ સમજો ગયો, સમજી ગયો કે ગુરુ ફસાયા છે. સાચું શ્રાવકપણે અહીં છે. દયા આવે, કરુણા આવે, પણ દ્વેષ ન જ આવે. ઠેષ ધર્મનો નાશ કરે છે. દ્વેષ ધર્મની યોગ્યતાનો નાશ કરે છે. સંસારમાં એકે ક્ષેત્ર એવું નથી કે જ્યાં તમે દ્વેષ કરો તો આગળ વધી શકો. સંસારમાં પણ જો ષ ન ચાલે તો ધર્મના ક્ષેત્રે દ્વેષ ક્યાંથી ચાલે? આ શ્રાવક સમજે છે કે આ દોષ જરૂર છે. પણ બીજા ઘણા જમા પાસા તેમની પાસે છે. બીજાના દોષોનું ગેઝેટીંગ ન કરાય. શ્રાવકમાં કુશાગ્ર બુદ્ધિ અને ગંભીરતા હોવી જરૂરી છે. સમક્તિના સડસઠ બોલની સજઝાયમાં કહ્યું છે કે, “ગુણ સ્તુતિ - અવગુણ ઢાંકવા જી, આશાતનની ખાણ” સમકિતીના દોષો ઢાંકવાના છે, કોઈના પણ દોષને ખુલ્લા કરવા તે માર્ગ નથી. ગુણસંપન્ન આત્મા છે. કલિકાલમાં ગમે તેટલો આરાધક આત્મા હોય તો પણ તેમાં કોઈ ને કોઈ સ્કૂલના રહેવાની છે. પણ તે વખતે ગંભીરતા, ઉદારતા, પ્રેમ, વાત્સલ્ય ન હોય અને નિંદા કરવા બેસી જઈએ તો ધર્મ હારી જવાય છે. મુંબઈમાં લાલબાગમાં એક આચાર્ય મ.સા. હતા. સાધુએ વ્યાખ્યાન આપ્યું. તપનો એવો સુંદર ઉપદેશ આપ્યો કે ઘણા આરાધકો તપમાં જોડાયા. તેમાં એક શ્રાવક હતો. તે બોલ્યો કે જોયું, તપની મોટી વાતો કરે છે પણ જો જો, કાલે સવાર થાય કે તરપણી લઈને નીકળી પડશે. તરત જ પેલાને જીભનો લકવા પડી ગયો. ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપ તત્કાળ ફળે છે. પંચ પરમેષ્ઠીની કોઈ પણ આશાતના કરો તો કાં તો મૃત્યુ આવે, કાં તો ભયંકર રોગ આવે. કોઈની આશાતના ચાલે ? ન જ ચાલે. દોષ જરૂર છે, પણ સીધો દોષ ન બતાવાય. સ્પોટ ઉપર ઘા ન કરાય, મર્મસ્થાન ઉપર ઘા કરો તો જે સુંદર પરિણામ લાવવું છે તે ન આવી શકે. શ્રાવક આચાર્ય ભગવંતને વિનંતિ કરે છે કે મારે અપરિગ્રહ વ્રત સમજવું છે. મહારાજ ઘણું સમજાવે છે પણ આ શ્રાવક તો મોઢાના ભાવ એવા જ કરે કે જાણે કંઈ સમજાતું નથી. ઘણી દલીલ, તર્કશક્તિથી સમજાવવા છતાં તે સમજતો નથી. તે પણ ગમગીન થઈને કહે છે કે બીજું બધું સમજાય છે પણ એવો ભારે કર્મ છું કે આ જ સમજાતું નથી. શ્રાવક વિચારે છે કે ગુરુને જાતે અંદરથી જડે તો સારું, મારે સામેથી કંઈ કહેવું નથી. કેવી મર્યાદા છે? ગુરુને પણ ચિંતા થાય છે કે આ મારા ભક્તને કેમ સમજાતું નથી ? મારે એને કોઈ પણ ભોગે સમજાવવો જ છે. શું કરું? વિચાર કરતાં ઉહાપોહ થયો. કારણ જડી ગયું. કહ્યું, કાલે સવારે આવજે, અને પોતે વિચારે છે કે હું પરિગ્રહના ભાર નીચે દબાયેલો છું. મને રત્નની મૂચ્છ પડેલી છે કહેવાતો સાધુ, હું આ રનની પાછળ ગાંડો થયો છું રાત્રે ઉઠયા, પથરો લઈને રત્નોનાં ચૂરેચૂરા કરી ફુફદ્ સ્વાહા - કરી નાંખ્યું. બીજે દિવસે તેને સમજાઈ ગયું. જેમ જેમ જડ પદાર્થો પાસેથી ઉધાર શક્તિઓ જીવ લે છે, તેમ તેમ ચૈતન્ય હણાય છે. આવું ચેતન્યનું હણાવાપણું તે ચૈતન્યની સ્મશાનયાત્રા છે. આપણે બીજાની સ્મશાનયાત્રામાં જઈએ છીએ પણ અહિંયા તો આપણે આપણી જ સ્મશાનયાત્રામાં હાજર છીએ. માનવી પાસે ઘણી શક્તિ છે પણ પોતાની શક્તિઓ ક્યાં હણાય છે તે જાણવાની તેની પાસે શક્તિ નથી. પર પદાર્થમાં આનંદ માને છે પણ શક્તિનો હાસ જોઈ શકતો નથી. પરપદાર્થની ઇચ્છા, આસક્તિ, તૃષ્ણા ઘટાડવી પડશે અને તે ઘટશે તો 2010_05 Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ જ સુખી થઈશું. જીવનની જરૂરીયાતો ઓછી હોય તો જ સુખનો અનુભવ થશે. અંગ્રેજીમાં કહેવત છે કે, 'That man is richest whose needs are cheapest, 8-1 જરૂરીયાતો સસ્તી છે, (ઓછી છે,) તે માણસ શ્રીમંત છે. સુખી છે. ગાંધીજી પણ જીવનમાં સાદગીનો આદર્શ અપનાવતા અને તેથી જ તેમણે કહ્યું કે સ્વતંત્ર ભારતના મેં જે સ્વપ્ન સેવ્યા હતા તેની આજે કલ્પના પણ થઈ શકે તેમ નથી. આજે યંત્રવાદ વિકસ્યો. સાદું જીવન નાશ પામ્યું. ખેતીપ્રધાન દેશને ઉદ્યોગપ્રધાન દેશ બનાવવા જતાં ભારતે પોતાની અસ્મિતાનું બલિદાન કર્યું છે. આદર્શ ભારતનો માનવ ખેડૂત હોય, ખેતી તેનું જીવન હોય, ભજન તેનું લક્ષ્ય હોય, તે આપમેળે પોતાની જરૂરિયાતો મેળવી લેતો હોય, એને કોઈની ગુલામી ન હોય. એને તાર-ટપાલ, રેલ્વે - બસની જરૂર જ ન હોય. પણ આજે ભારતીય જનતા પુલની ગુલામ બનેલી દેખાય છે. આપણે કેટલું બધું ખોયું છે ? દેવો જે જીવનને ઇચ્છે છે તેવી સ્થિતિને તો તમે નથી ઇચ્છતા, પણ પોતાનું બધું સત્ત્વ અન્યત્ર, પદાર્થમાં નિચોવીને માનવી નિ:સત્ત્વ બની રહ્યો છે. ભૌતિક સાધનો વધે, બંધ બંધાય એ દેશની આબાદી છે કે માનવ સંસ્કારી બને એ આબાદી છે? તમને જ્યાં જ્યાં જનાજ્ઞા વિરુદ્ધતા દેખાય, વિરાધના દેખાય ત્યાં ત્યાં પોતાની જાત અધમ લાગે છે ? પોતાની જાત ઉપર સૂગ છૂટે છે ? તિરસ્કાર થાય છે ? દોષની કબુલાત એ દિવ્યતાને લાવનાર છે. એક મહાત્મા છે. માસક્ષમણને પારણે ગોચરી ગયા છે. સામે બધું પડેલું છે. તેમાં લાડવા પણ પડેલા છે. પેલા ભાઈએ બધું કહ્યું પણ એ મોદક વહોરાવવાનું ભૂલી ગયા. શ્રાવક ઘરમાં જેટલી જેટલી ચીજ હોય તે બધાની વિનંતી કરે, ન કરે તો શ્રાવક ચૂક્યો કહેવાય. સાધુના મનમાં લાડવા પેસી ગયા. વિપરીત કર્મના ઉદયે, પાપોદયે આ વાત એના મનમાં ચોંટી ગઈ, ભૂલ કોણ ન કરે? ભૂલ વીતરાગ ન કરે, ભગવાન ન કરે. બાકી બધા જ કરે; કરી શકે, થઈ શકે. તમને એમ ન થવું જોઈએ કે સાધુથી આવું કરાય? સંપૂર્ણપણે શાસ્ત્રાનુસારી જીવનની તમે અમારી પાસે અપેક્ષા રાખો તો તે આજે બહુધા શક્ય નથી. ક્ષતિ દેખાય ત્યાં નિંદા નહિ કરવાની. નિંદા કરવાથી હારી જવાય છે. મહાત્મા ગયા. મુકામમાં ગોચરી વાપરી પણ આખો ઉપયોગ મોદકમય બની ગયો છે. મહાત્માના મનનો સિંહ કેસરીયા મોદકે કબજો લીધો, જબરજસ્ત ઘેરો ઘાલી દીધો. અડધી રાત થઈ, બાર વાગે સાધુ ઉઠયા. પ્રતિક્રમણ, પડિલેહણ વિ. બધું કરી લીધું ને રાત્રે વહોરવા નીકળ્યા. શ્રાવકનું બારણું ઠોકયું ને ધર્મલાભના બદલે સિંહ કેસરીયા બોલ્યા. શ્રાવકને થયું કે આ મારી ભૂલ છે. સમજી ગયો કે મેં લાડવા વહોરાવ્યા નહીં તેનું આ પરિણામ છે આમાં એમની ભૂલ નથી પણ મારી છે એમ માનીને સાધુને ઘરમાં લઈ ગયા. ત્રણે પાતરા મોદકથી ભરી દીધા. જે જોઈતું હતું તે મળી ગયું. એમને પોતાને કંઈ ખબર નથી. થિણદ્ધિ નિદ્રાવાળો જેમ બધું કરે તેમ તે કરે છે. પોતાને કંઈ ખબર નથી. કે હું શું કરી રહ્યો છું. શ્રાવક પાછો વળાવવા માટે જાય છે. ઉપર આકાશમાં ચંદ્ર દેખાય ત્યાં સુધી 2010_05 Page #311 -------------------------------------------------------------------------- ________________ દોષની કબુલાત એ દિવ્યતાને લાવનાર છે. ૨૮૦ જાય છે. મનમાં એમ છે કે સાધુને છઠું રાત્રિભોજન વિરમણ વ્રત છે. વાપરવા દેવું નથી. સાથે જતાં જતાં કહે છે, ભગવન્! પુરિમનું પચ્ચખાણ આપો. પચ્ચખાણની કેટલી વાર છે સાહેબ? ત્યાં ઉપર જુએ છે તો ચંદ્ર! અરે ! મેં કેવી ભૂલ કરી હજી તો સૂર્યોદય નથી થયો. ચમકી ગયા. પાછા ફર્યા. શ્રાવકને કહે છે કે તેં મને બચાવ્યો છે, મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તારા જેવો જગતમાં કોઈ ઉપકારી નથી. સમજી લે કે આને હવે હું વાપરીશ નહીં, પણ પરઠવી દઈશ. છતાં શ્રાવકને વિશ્વાસ નથી, કદાચ મહાત્મા ભૂલ કરી બેસશે તો? માટે પાછળ સાથે ગયો. મહાત્માને જાત પ્રત્યે તીવ્ર નફરત છૂટી. આટલો બધો હું નીચ ! પાપી! અધમ ! આટલી હદ સુધી હું નીચે ઉતરી ગયો? રખિયા લઈને લાડવાને ચોળે છે. હાથથી મસળતા જાય છે, લાડવા માંગતા જાય છે અને અંદરથી કર્મના ચૂરેચૂરા થતાં જાય છે. આ પારિષ્ઠાપનિકા પણ એક સમિતિ છે. પરઠવવું એ પણ ધર્મ છે. હું રખિયામાં નાખું તો તમને શું થાય ? તમને એમ થાય કે બીજાને આપે તો શું વાંધો છે? પણ ના અપાય. ધર્મલાભ શબ્દનો વિશ્વાસઘાત થાય છે. અવિરતિધરને ન અપાય, ખાનદાન માણસ ભૂલ કરતાં કરે. પણ તેની ખાનદાની તેનો બચાવ પણ કરે છે. ભૂલ થવી એ મોટી ચીજ નથી. પણ ભૂલનો સ્વીકાર કરી તેમાંથી બહાર નીકળવું એ મોટી ચીજ છે. ભૂલના ખ્યાલ ઉપર મહાત્મા કેવા પરાક્રમ કરી શકે છે? એની ભૂલની ટીકા ટીપ્પણ કરીએ તો આપણા જેવા અધમ કોઈ નથી. લાડવા ચૂરતાં ચૂરતાં મહાત્માના કર્મોના ચૂરેચૂરા ઉડી ગયા. ક્ષપકશ્રેણી મંડાઈ ગઈ. કેવળજ્ઞાન થઈ ગયું. પ્રશનઃ રાત્રે કેવળજ્ઞાન થઈ શકે? ઉત્તર : હા, સાધના માટે કોઈ અકાળ નથી. હા, વિષય-સેવનમાં તલ્લીન હોવું, નિદ્રાધીન હોય, અણિમાદિ લબ્ધિનો ઉપયોગ કરતાં હોય ત્યારે ક્ષપકશ્રેણી ન મંડાય. બાકી બધી ક્રિયા કરતાં ક્ષપકશ્રેણી માંડી શકાય. એ જ બતાવે છે કે કોઈપણ ક્રિયામાં સ્વરૂપનો રસ તીવ્ર ઠાલવવાનો છે તો ક્ષપકશ્રેણી મંડાય છે. નાગકેતુને પુષ્પપૂજા કરતાં કરતાં કેવળજ્ઞાન થયું છે. કુમારપાળને પૂર્વભવમાં પુષ્પપૂજાના પ્રભાવે અઢાર દેશનું રાજ્ય મળ્યું છે. ક્રિયા કોઈ મોટી ચીજ નથી. પણ ક્રિયામાં ભાવ ભળે છે. માટે ક્રિયાને ધર્મ કહીએ છીએ, પરઠવવાની પણ એક ક્રિયા છે. જ્ઞાનીએ બતાવેલી બધી ક્રિયા શ્રેષ્ઠ છે. ધર્મરુચિ પરઠવવા ન ગયા હોત તો? ગુરુની આજ્ઞાએ કામ કર્યું તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. રત્નાકરસૂરિએ સંસ્કૃતમાં રત્નાકર પચ્ચીસી લખીને કેવી આત્મવેદના ઠાલવી છે? આત્મનિંદાથી ભરેલી આ સ્તુતિનો અનુવાદ કરનાર શ્યામજી માસ્તર તે અમૃતસૂરી મ. સા. ના સંસારી ભાઈ થાય છે, અમૃતસૂરી મ.સા. પણ કવિ હતાં. કુમારપાળની સ્તુતિનો અનુવાદ કર્યો છે. જેમાં આત્મનિંદા ભરેલી હોય તે ચીજ આત્માને જેટલી સ્પર્શે છે તેવી બીજી સ્પર્શતી નથી. અપૂર્વભાવમાં રચેલી આ સ્તુતિઓ બોલતાં આપણી આંખોમાં આંસુ આવી જાય છે. આ દષ્ટિમાં આવેલા જીવને પ્રકૃતિથી નિર્ગુણ સંસારમાંથી ક્યારે છૂટું? આ જ વિચારણા હોય છે. સંસાર એને ત્રાસ રૂપ લાગે છે પોતાના કરેલા વિકલ અનુષ્ઠાનમાં અહીં ત્રાસ હોય છે. બીજાના તેવા અનુષ્ઠાનમાં તેને ત્રાસ ન થાય, દ્વેષ ન થાય પણ આ દૃષ્ટિના બોધના સામર્થ્યથી જીવ પાસે સમાધાનની કળા હોય છે એટલે બીજાની ભૂલ જોઈને દ્વેષ ન 2010_05 Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ કરતાં કર્મની પરાધીનતાનો વિચાર કરે છે. છઘસ્થ જીવો ભૂલથી ભરેલા હોય છે. “સલ્વે જીવા કમ્યવસ” સર્વે જીવો કર્મને આધીન છે. પોતાની જાતને પ્રમાદથી બચાવવાની છે માટે નિંદા ગર્તા કરે છે અને સુધારવાનો પ્રયત્ન કરે છે. પોતાની જાત માટે નિંદા, ગહ આવશ્યક છે તો જ આત્મા જાગૃત બની શકે છે. જેને પોતાના દોષ જોતાં જ નથી આવડતા, તે નિંદા-ગહ કરી શકતા નથી. જેની આંતરખોજ ચાલી ગઈ તેની ક્રિયા માત્ર બાહ્ય અનુષ્ઠાન રૂપે રહે છે. ખાલી ક્રિયા કરવી તે અધ્યાત્મ નથી પરંતુ જાતતપાસ કરવી તેનું નામ અધ્યાત્મ છે. અધ્યાત્મથી ઉપયોગને અંદરમાં વાળી શકાય છે. બીજાના વિકલ અનુષ્ઠાન જોઈને કરુણા કરવાની છે. તે બચે તો બચાવવાનો છે અને ન બચે તો સમાધાન કરીને આગળ ચાલવાનું છે. પ્રતિક્રમણ કરતાં પહેલાં દસ મીનીટ તમારા પાપોનું આલોચન કરી જાવ. વિચાર કરી જાવ. પશ્ચાત્તાપ ઊભો કરો તો પ્રતિક્રમણમાં ભાવ આવશે. ઇચ્છામિ ઠામિ વિ. સૂત્રોમાં કેવા પશ્ચાત્તાપના શબ્દો છે ? ચઉવીસત્યો - પરમાત્માની સ્તવના કરતાં ભક્તિ - આદરબહુમાનના ભાવો ઉછળવા જોઈએ. ગુરુવંદન કરતાં ગુરુ પ્રત્યે ભક્તિ બહુમાનના ભાવોથી હયું ગદ્ગદ્ રહેવું જોઈએ. શબ્દોમાંથી અર્થ નીકળે છે તો એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે અને શબ્દોમાંથી શુભ ભાવ નીકળે તો એ મોહનીય કર્મનો ક્ષયોપશમ જાણવો. પદાર્થને જાણ્યા પછી જે લાગણીના ભાવો કરીએ છીએ તે મોહનીયના ભાવો છે. મતિજ્ઞાનમાં આ બંને પડ્યા છે. તે સંસાર છે. જ્ઞાનીએ મોહના ભાવો કર્યા વગર જ્ઞાન કરવાનું કહ્યું છે, નવા નવા ભાવો કર્યા કરીએ છીએ, માટે સંસાર ચક્ર ચાલે છે. ઘરમાં પડેલી વસ્તુને જાણો છો કે ભાવો પણ કરો છો ? ખાવું-પીવું, પહેરવું, ઓઢવું, વાતચીત કરવી, સુવું વિ. દેહની પ્રવૃત્તિઓ દેહ છે ત્યાં સુધી કરવાની જ છે. પણ આત્મઘરમાં રહીને કરવાની છે. પુદ્ગલના ઘરમાં રહીને જે પ્રવૃત્તિ કરવી તે અહંકાર છે, આત્માના ઘરમાં રહીને પ્રવૃત્તિ કરવી તે વિવેક છે. બીજી દૃષ્ટિમાં આટલો વિવેક મળ્યો છે. આત્મા ઘરમાં આવીને ઊભો રહ્યો છે. दुःखरुपो भव: सर्व उच्छेदोऽस्य कुतः कथम् ।। चित्रा सतां प्रवृत्तिश्चि साशेषा ज्ञायते कथम् ।। ४७ ।। - બીજી દૃષ્ટિમાં આવેલા જીવને આખો સંસાર, જન્મ, જરા મરણ રૂપ હોવાથી દુઃખ રૂપ લાગે છે. આખો સંસાર સંકલ્પ-વિકલ્પો, મન-વચન-કાયાની વિચિત્રતાથી ભરેલો છે. આવા સંસારમાં વ્યગ્રતા સિવાય બીજું કંઈ ન મળે, સંક્લેશ સિવાય કંઈ ન મળે. પર દ્રવ્યના સંક્લેશથી આત્મા વિકારી બને છે. ક્લેશથી યુક્ત મન તે સંસાર છે. ક્લેશથી રહિત મન તે જ મોક્ષમાર્ગ છે. આત્મા પરદ્રવ્યની આસક્તિથી વિકારી બને છે. વિકારી આત્મા સંસારમાં પરદ્રવ્યના યોગે સુખ શોધવા નીકળ્યો છે. આ મોટામાં મોટો ભ્રમ છે. પરદ્રવ્યના યોગે સુખ મળે જ નહી. પરદ્રવ્યના સંયોગે કર્મ વળગ્યા, કર્મોની વણઝાર ચાલી અને કર્મમાં પ્રધાન મોહનીય કર્મ વળગ્યું. કર્મથી દેહ વળગ્યો. માટે જન્મ આવ્યો. જન્મની સાથે જીવન વળગ્યું. અને જીવન વળગ્યું એટલે જીવન જીવવા માટે ઢગલાબંધ વસ્તુની જરૂર પડી. જીવન જીવવાની હાડમારી ઊભી થઈ. જીવન જીવવા માટે અનેક વ્યક્તિઓનો સમુદાય જોઈએ છે. 2010_05 Page #313 -------------------------------------------------------------------------- ________________ દોષની કબુલાત એ દિવ્યતાને લાવનાર છે. અનેક પદાર્થ જોઈએ છે. જીવ એકલો જીવી શકતો નથી. જીવને સંસારનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાયું નથી. અનેકમાં સુખ ન હોઈ શકે. અનેકમાં દુઃખ જ હોય છે. ઓછામાં ઓછી ચીજ વસ્તુથી જીવન જીવ્યું તે નિષ્પરિગ્રહતા છે. વધુમાં વધુ વસ્તુની, વ્યક્તિની જરૂરિયાત તે સંસાર છે. આત્મા સ્વરૂપે અદ્વૈત છે. સિદ્ધાવસ્થામાં કોઈ પણ દ્રવ્યનો સંયોગ છે જ નહીં. જ્યાં દ્વૈત ત્યાં દ્વન્દ્વ ત્યાં દુ:ખ જ હોય. એક કરતાં વધુનો સંયોગ તે દ્વૈત છે. પરમાણુ જોકે દ્રવ્યથી અદ્વૈત છે. પણ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય છે. વળી એક વર્ણાદિથી બીજા વર્ણાદિ પામે છે માટે ક્ષેત્ર અને કાળથી પરમાણુનો દ્વૈત એ સ્વભાવ છે. આત્મા સ્વભાવે દ્વૈત નથી. આત્મા સ્વરૂપે અદ્ભુત છે. આત્મામાં મોહ પેઠો એટલે ઉપયોગ શ્વેત બન્યો. આત્મા સાથે કર્મ ચોંટ્યા, જીવને દેહ વળગ્યો એટલે શ્વેતાવસ્થા ઊભી થઈ. દ્વૈતાવસ્થામાં ક્યારેય સુખ ન હોય તે નક્કી કરી લ્યો. દ્વૈત અવસ્થામાંથી અદ્વૈત અવસ્થા પ્રાપ્ત કરવાની છે. ત્યાં જ વાસ્તવિક સુખ છે. તે પહેલાં સુખાભાસ હોય છે. સુખ-દુઃખ, સંયોગ--વિયોગ, જન્મ-મૃત્યુ, માન-અપમાન, ઉત્પત્તિ - વિનાશ, હાસ્ય-શોક, અરતિ-રતિ આ પરસ્પર વિરોધિ તત્ત્વના જોડકાઓ એ બધી દ્વન્દ્વ અવસ્થા છે. સિદ્ધાવસ્થામાં દ્વૈત નથી માટે ત્યાં દ્રન્દ્ર પણ નથી. દ્વૈત હોય ત્યાં દ્રન્દ્રના તોફાન હોય હોય ને હોય, અદ્વૈત અવસ્થા, અદ્વન્દ્વ અવસ્થા જો પામવી હોય તો આત્મામાં જે બીજું તત્ત્વ મોહ -વિભાવ પરિણતિ - ઘૂસી છે તેને કાઢવી જોઈએ. આપણને સંસાર કોઠે પડી ગયો છે. સંસારની બધી અવસ્થા દુઃખરૂપ છે પણ આપણને તેમાં દુઃખ દેખાતું નથી. ભૂખ લાગે ત્યારે રોટલી ચાવવી પડે છે તે દુઃખ લાગે છે? સંડાસ જવું પડે છે તે દુ:ખ લાગે છે ? રોટલી ચાવ્યા વિના પચી જતી હોત, પેટ ભરાઈ જતું હોત તો ચાવવાની મહેનત કોણ કરત ? પણ આપણે એ બધામાં ટેવાઈ ગયા છીએ. સંસાર આખો દુ:ખ રૂપ છે. તેને એક છેડે જન્મ છે, બીજે છેડે મૃત્યુ છે અને વચમાં જીવન જીવવાની મુશ્કેલીઓ છે. સાંસારિક જીવનમાં એકસરખી અવસ્થા રહેતી જ નથી. આત્મપ્રદેશો કંપનશીલ છે. ચિત્તમાં નવા નવા રંગ પકડાયા કરે છે તેથી ઉપયોગમાં પણ ફેરફાર થયા કરે છે. આ રીતે સંસારમાં જ્યારે ને ત્યારે જીવને બહુરુપીના વેશ ભજવવાના હોય છે, ત્યાં સુખ શું હોય ? બહારથી ફેરફાર થાય, અંદરથી પણ ફેરફાર થાય તે દુ:ખ છે. સંસાર છે. આત્માનો સંકલેશ પરિણામ, કષાય પરિણમન એ અન્યંતર સંસાર છે. જેટલા અંશે નિષ્કષાયભાવ આવે તેટલા અંશે આત્મા સુખની અનુભૂતિ કરે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, “જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણો રે ધર્મ, સમ્યગ્દષ્ટિ ગુણઠાણા થકી, જાવ લહે શીવશર્મ.” કષાય એ લેશ માત્ર સુખની અનુભૂતિ કરાવતું નથી. માટે કષાયરહિત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રમાં મધુબિંદુનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. એક માણસ ભાગાભાગ કરે છે. પાછળ હાથી પડયો છે. દોડતો દોડતો ઝાડ ઉપર ચઢયો. નીચે કૂવો છે. અને તેમાં સાપ, અજગરો છે. ઉંચે જુએ છે ત્યાં ઉંદરો શાખા કાપી રહ્યા છે. ચારે બાજુ ભયનું વાતાવરણ છે. હાલે ત્યાં મધમાંખીઓ કરડે છે. આ બાજુ પેલો હાથી આવ્યો છે. ઝાડને હલાવી રહ્યો છે ઉપરથી વિદ્યાધરનું વિમાન લેવા આવે છે, ત્યારે આ ભાઈ લટકી રહેલા છે તેને આહ્વાન આપીને કહે છે, અહીં વિમાનમાં બેસી જાવ, તમને ઈષ્ટ સ્થાને પહોંચાડી દઈએ. ત્યારે આ ભાઈ કહે 2010_05 Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ છે, આ મધપુડામાંથી એક મધનું ટીપું લટકી રહ્યું છે તે પડી જાય તો તે ચાટીને પછી આવું. આ દૃષ્ટાંત દ્વારા જ્ઞાની જીવને કહી રહ્યા છે કે આ રાત-દિવસ નામના કાળા અને સફેદ ઉંદરો તારા આયુષ્યરૂપી વડવાઈને કાપી રહ્યા છે, તું ક્રોધ માન, માયા, લોભ રૂપી ચાર અજગરના મોંમાં પડી જઈશ, અને સંસાર કૂવામાં પડયા પછી બહાર નીકળવું દુર્લભ છે. એટલે મધુબિંદુની આશા છોડી મારી વાત માની લે! જ્ઞાનીઓ આ રૂપક દ્વારા આપણી વિષયાસક્તિને તોડાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પણ કોણ માને ? જીવને હજી સંસાર સ્વરૂપ ઓળખાયું નથી. વારંવાર રોજ વિચાર કર્યા કરશો તો બહુ વિચારના અંતે આંતરિક સ્વરૂપ ઓળખાશે અને તેના બળે જ આત્મા જાગૃત બનશે. જીવને વિચાર વિના આત્મા ઓળખાવાનો નથી. અહંકારના પ્રભાવે શુભક્રિયા કરો કાં અશુભ ક્રિયા કરો પણ આત્માને ન ઓળખવો તે અહંકાર છે. પહેલે ગુણઠાણે અહંકાર છે. અહંકારના સાતત્યથી જીવ શુભ ક્રિયા કરે છે. તે બધું જ્ઞાન છે. તેનાથી ક્રમે કરીને મોક્ષ થાય છે. અહંકાર વિના ધર્મ કરાય તો તે વિજ્ઞાન છે અને તે તત્કાળ મોક્ષ આપે છે મન અને બુદ્ધિના થર નીકળે પછી આત્માનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. અહંકારમાં જીવને બધું કરવું પડે છે. કર્તાપણાનો બોજો વહન કરવો પડે છે. જ્યારે વિજ્ઞાન તો ઇટ સેલ્ફ ક્રિયાકારી હોય” તેમાં બધું થયા કરે, કરવું ન પડે. વિજ્ઞાનથી આત્મા જણાય છે તે સિવાય બીજું કોઈ એવું સાધન નથી જેનાથી આત્મા જણાય. અહંકાર વિના કરાયેલી ક્રિયા એટલે આત્મા આત્માના ઘરમાં રહીને ક્રિયા કરે છે. હું મણિભાઈ, હું જસુભાઈ એ અહંકાર છે જ્ઞાન છે. હું આત્મા છું. આ વિજ્ઞાન છે. હું શુદ્ધાત્મા છું એ વિશુદ્ધ જ્ઞાન છે. કોઈ પણ પદાર્થ આવે, આપણે તેમાં તદાકાર બનીએ છીએ. બુદ્ધિ અને પદાર્થ, આત્મા અને શરીર એક ક્ષેત્રે મળવાથી જે શુભાશુભ ભાવ થયા તે સંસાર છે. આત્માને ઓળખીને શુભાશુભ ભાવોથી જ્યારે છૂટા પડીએ છીએ ત્યારે આત્મા આત્મઘરમાં આવે છે. ચૌદ રાજલોકમાં ઠાંસીને સર્વત્ર કાર્મણવર્ગણા (theraw material ofkarma - કર્મની કાચી ધાતુ) રહેલી છે. જીવ રાગાદિ ભાવો કરવા વડે, આત્મપ્રદેશોની સાથે રહેલી કાર્મણવર્ગણાના પ્રદેશ -- bulkને ગ્રહણ કરે છે. અને તેમાં પ્રકૃતિ Nature - સ્થિતિ duration - રસ, intensity - ને દાખલ કરે છે. તે પ્રદેશો જ કર્મ બને છે. એને પોતાના તરફ આકર્ષે છે, ખેંચે છે. આ ચોંટવું એ બંધ છે. દ્રવ્યાશ્રવ શું છે ? કાર્મણવર્ગણાના જેટલા પ્રદેશોમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ દાખલ કર્યા છે તે કર્મનો જથ્થો તે દ્રવ્યાશ્રવ છે. જે પરિણામથી આત્મામાં કર્મ આવે તે પરિણામ તે ભાવાશ્રવ છે. તત્વદૃષ્ટિથી વિચારતા ભાવાશ્રવ અને ભાવબંધ જુદા નથી. આ રીતે બંધ સંવર અને નિર્જરામાં પણ દ્રવ્ય અને ભાવ ભેદ પડે છે. આત્મપ્રદેશો સાથે કાર્મણ વર્ગણાના પ્રદેશોનું એકમેક થઈ જવું તે દ્રવ્યબંધ અને જે પરિણામ વિશેષથી આ 2010_05 Page #315 -------------------------------------------------------------------------- ________________ દોષની કબુલાત એ દિવ્યતાને લાવનાર છે. પ્રક્રિયા થાય છે તે ભાવબંધ છે. આત્માને કર્મબંધ થતો રોકાઈ જવો તે દ્રવ્યસંવર અને જે પરિણામવિશેષથી આ કાર્ય થાય છે તે ભાવસંવર છે. કર્મો આત્મપ્રદેશોથી છુટા પડે છે તે દ્રવ્યનિર્જરા અને જે પરિણામ વિશેષથી આત્મપ્રદેશો ઉપરથી કર્મ ખરી પડે છે તે ભાવ નિર્જરા. જીવવિચાર, નવતત્ત્વ, કર્મગ્રંથનો અભ્યાસ હોય તો તત્ત્વ સમજી શકાય. કુળાચારની શ્રદ્ધાને જીવંત કરવા માટે સમ્યજ્ઞાન એ અમોઘ ઉપાય છે. મન અને બુદ્ધિથી જીવ જેની સાથે તદાકાર બને તે સંસાર છે. સંયોગો જ સંસાર છે. સંયોગોનો અંત તે મોક્ષ છે. આત્માને પુદ્ગલ ભેગા થાય ત્યારે જીવ પોતાનો ભાવ મેળવે છે એમાં ચોંટી જાય છે માટે કર્મ બંધાય છે. કર્મો નવા નવા દશ્યો ઊભા કરે છે. આજે માનનું દૃશ્ય, આવતી કાલે અપમાનનું દૃશ્ય, સુખ-દુઃખના દૃશ્યો ઊભા થાય છે. મન, બુદ્ધિ, ઉપયોગ તેમાં ભળે છે. તે વખતે તેમાં વિશેષ ભાવ ઊભા કરે છે એટલે ફરી નવાં કર્મો ઊભા થાય છે. નવું દૃશ્ય, ફરી નવા કર્મ, આ પ્રમાણે જીવનું દોઢડહાપણ અનંતા કાળથી ચાલ્યાજ કરે છે. જીવ અહંકાર કરે છે, જીવ દૃષ્ટા બની રહેતો નથી પણ કર્તા- ભોક્તા ભાવ કરે છે. પણ હકીકતમાં તું કંઈ કરી શકતો નથી. everything happens - બધું થયા કરે છે. પણ સર્જાતા દૃશ્યોમાં જીવ અંદર ભળે છે, પોતે અંદર ભાગ લે છે. દાખલ થાય છે માટે કર્મ ચોંટે છે. જ્ઞાની દરેકમાં ભવિતવ્યતાને જુએ છે. સંસાર સાથેની ભાગીદારી બહુ ગમે છે ? ભાગીદારીમાં મજા છે કે એકલામાં મજા છે ? દરેક ભવેભવે જીવ પોતાની બેટ્રી ચાર્જ કર્યા કરે છે પણ એ ડીસ્ચાર્જ થાય ત્યારે શું ? ઘડીયાળમાં બેટ્રીનો પાવર ડીસ્ચાર્જ થાય છે ત્યારે તે અટકી જાય છે. પણ આ જીવ ડીસ્ચાર્જ થાય તે પહેલાં નવું નવું કાર્ય કરે છે.recharge - ફરીથી ચાર્જ કર્યા કરે છે એટલે સંસાર લાંબોલસ થઈને ઊભો છે. નવું ચાર્જ ન કરો તો સંસાર ખાલી થાય. બંધના હેતુનો અભાવ અને નિર્જરા કરવાથી સંસારનો અંત લાવી શકાય છે. ૨૮૪ ન જેમ ટાંકીમાં પાણી છે, નીકળ્યા કરે છે અને નવું ભરતા નથી તો ખાલી થઈ જાય છે; તેમ કર્મો ભર્યા છે તે ઉદયમાં આવીને નિર્જરા પામે છે. હવે કર્મનો પુરવઠો પુરવાનું બંધ કરો તો ખાલી થાય. નવા કર્મો ક્યારે ન બંધાય ? કર્મોનો ઉદય જે દૃશ્ય સર્જે છે તેમાં એકમેક ન થાવ ત્યારે. આ આમ કેમ થયું ? અને આમ કેમ ન થયું ? આવા વિકલ્પો કરવાના બંધ કરો અને કર્મની સાઇકલ પ્રમાણે બધું થયા કરે છે. તેમાં સારું ખરાબ ન માનો તો નવા કર્મો ન બંધાય. કર્મનો ઉદય આત્માને હોવા છતાં પણ તે આત્માથી ભિન્ન છે તેમાં સારું-ખરાબ માનવાની શી જરૂર છે ? વૃક્ષનું પાન પાકી પાકીને નીચે પડે છે પછી પવનથી આમતેમ થાય છે. ગતિ કરવાની સ્વયં શક્તિ નથી છતાં પવનના ઝપાટે આમ તેમ થાય છે. તેમ આત્માના વિવિધ રૂપો એ કર્મથી થાય છે. એ સ્વરૂપ આત્માનું નથી, આત્માથી ભિન્ન છે તેમાં ભળવાનું હોય કે છૂટું પડવાનું હોય ? કર્મના ઉદયથી સારું ખોટું થાય છે. જીવ કરતો નથી. પણ હું કરું છું એમ માને છે તે અહંકાર છે, ભ્રાંતિ છે. આત્મા ઉપર જેટલા અહંકારના થર વધારે તેટલા મન - બુદ્ધિના થર વધારે રહે છે. અહંકારનું વિલીનીકરણ કરવાનું છે. હું સંસારી છું, હું સાધક છું 2010_05 Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ દો - - એ બંને અહંકાર છે. બે અહંકારમાં માત્ર એક લોકિક છે અને બીજો પારમાર્થિક અહંકાર છે. જડ પ્રકૃતિના ઉદયથી થતાં કાર્યને જીવે પોતાનું માની લીધું છે. તે ક્રિયાનો પોતે કર્તા છે એવું માને છે અને તેથી જીવ બંધાય છે. અહંકારથી મૂઢ આત્મા જીવને કર્તા માને છે. અહંકાર એટલે હું છું – “” બોલો એટલે – “હું બોલવું જ પડે છે. આ “છું' સાથે હું વણાયેલો છે. માટે જ સંસાર છે. “છું' ને ભગાડવું હોય તો હું ને કાઢવું પડે, “હું ને ભગાડવું પડે. સિદ્ધાવસ્થામાં શું છે? ના, કેમ? હું નથી માટે ત્યાં છું નીકળી ગયો છે. હું'નું સ્થાન પહેલું છે “છું' નું સ્થાન છેલ્લે છે, આમાં છું ના વિસર્જન માટે હું નું વિસર્જન અત્યંત જરૂરી છે. સિદ્ધાવસ્થામાં “છું' નું સ્થાન છે' લે છે. જીવ ક્યાં ક્યાં અહંકાર કરે છે ? (૧) શરીરના અહંકાર – હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું દેવ છું વિ. યોગ્યતાને કારણે અહંકાર – હું વિદ્વાન છું, હું સમજદાર છું. હું ભણેલો છું હું ઉપદેશક છું. વિ. (૩) અવસ્થાને કારણે અહંકારઃ હું બાળ, હું યુવાન, હું વૃદ્ધ છું વિ. સંબંધના કારણે અહંકાર હું પિતા છું પુત્ર છું, શેઠ છું. ભાગીદાર છું વિ. વ્યવસાયના કારણે અહંકારઃ હું વકીલ છું, ડોક્ટર છું, વેપારી છું, શિક્ષક છું વિગેરે. ધર્મને કારણે અહંકારઃ હું હિંદુ છું, હું બ્રાહ્મણ છું વિ. ઉપાસનાના કારણે અહંકારઃ હું નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક છું, હું સગુણ બ્રહ્મનો ઉપાસક છું, હું રામનો ઉપાસક છું, હું મહાવીરનો ઉપાસક છું. વિ. (૮) આશ્રમને કારણે અહંકાર – હું બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું. વાનપ્રસ્થ છું. વિ. જગતના બધા ભેદો અહંમાં છે. તત્ત્વમાં ભેદ નથી. અહંકાર અનેક સ્વરૂપ ધારણ કરે છે. “છું' સર્વત્ર એક જ રહ્યું છે, અને વ્યવહારમાં હું અનેક પ્રકારે છે. સિદ્ધમાં કેમ ભેદ નથી ? સિદ્ધમાં “હું ગયું એટલે “હું” એ “છે' બની ગયું છે. “છે' એટલે અસ્તિત્વ, સત્તા કેવી? મોક્ષમાં આત્મા સત્ અવસ્થામાં છે – સત્તા છે. તે રહેશે. તેનું સૈકાલિક અસ્તિત્વ છે. અહંકારમાં ઢગલાબંધ ભેદો છે. આત્મામાં અહં નથી. આત્મા તત્ત્વ સ્વરૂપ છે. સિદ્ધને હું કેમ નથી ? હું એ એકદેશીપણું છે. હું એ વ્યાપક અર્થનો સૂચક નથી. આત્મા તાદાગ્ય રૂપે શરીર સાથે ભળ્યો છે માટે હું આવે છે. આત્માનું જ્ઞાનથી સર્વવ્યાપીપણું છે, તે શરીર સાથે ભળવાથી એકદેશી બની ગયો છે. એકદેશીપણું આવ્યું તે અહંકાર છે. આ અહંકાર અને આસક્તિ એટલે કે “અહ” અને “મમ'. આ અત્યંતર સંસાર છે. અને તેના કારણે જ બાહ્ય સંસાર છે. વિકલ્પોની હારમાળા છે. આ વિકલ્પોની હારમાળાને મોહનું બળ મળતાં તે ચિરંજીવી બની રહે છે. જો શાસ્ત્રનું બળ મળે અને આત્મા જાગૃત બને તો તે વિકલ્પોથી વિકલ્પોનો નાશ થાય છે. જીવ નિર્વિકલ્પક બને છે. 2010_05 Page #317 -------------------------------------------------------------------------- ________________ જયાં કમિકતા ત્યાં વિકલ્પ ૨૮. જયાં ક્રમિકતા ત્યાં વિકલ્પ સંસારને ઓળખવો છે.? સંયોગ ઓળખાય તો સંસાર ઓળખાય તેમ છે. સંસાર દુઃખરૂપ ઓળખાય છે? અહં અને મમ સ્વરૂપ સંસાર છે. અહંકાર કોને ઓળખાય? આ “હું” પણું એ આત્માની વિકલ્પમય અવસ્થા છે વિકલ્પમાં સુખ હોય નહીં. વિકલ્પ આત્માની કમિક અવસ્થા છે. અને ક્રમિક અવસ્થા હોય ત્યાં વિકલ્પ આવે છે. પ્રશ્નઃ સિદ્ધોમાં વિકલ્પ કેમ નહીં? ઉત્તર : ત્યાં ક્રમિકતા નથી જયાં મિકતા હોય ત્યાં વિકલ્પ પડે છે. જે વસ્તુ ખંડિત હોય ત્યાં વિકલ્પ આવે છે. જ્ઞાન અને વેદન ખંડિત થવાથી જ્ઞાન વિકારી બન્યું તેથી વિકાર વિકલ્પ, વેદન વિકલ્પ અને આવરણ વિકલ્પ ત્રણ પ્રકાર પડ્યા. વેદન અને જ્ઞાનમાં વિકલ્પ લાવનાર વિકારો છે. જો વિકારો નીકળી જાય તો જ્ઞાન અને વેદનમાં સુખ અનુભવાય છે. કેવળજ્ઞાન નિર્વિકલ્પક છે. છાવસ્થિત જ્ઞાન વિકલ્પમય છે માટે ત્યાં સુખ નથી. કેવળજ્ઞાનમાં સર્વ દ્રવ્યોના ભૂત, વર્તમાન, ભવિષ્યના સૈકાલિક પર્યાયો એક જ સમયમાં જણાય છે. તેમાં કોઈ ભેદ નથી. ક્રમિકતા નથી. છદ્મસ્થને ભૂત - ભવિષ્ય વિ. ના ભેદ પડે છે. થયું, થશે, આ ભેદો છઘસ્થાને છે. કેવળજ્ઞાનમાં આ સંભવે નહીં ત્યાં કેમિકતા જ નથી. એકી સાથે બધું પ્રતિબિંબિત થાય છે. હું અને મારું એ છઘસ્થાને છે. આપણો આત્મા મહાન છે. સુંદર છે તેની આપણને કલ્પના નથી તેથી ઈટ ચુનાના ફલેટમાં આપણે પાગલ બનીએ છીએ આત્માની સિદ્ધાવસ્થા પાસે આ બધું આત્માનું અપમાન છે, જગતમાં બે બંગલા મળી ગયા. એક હજાર વારના ફલેટને બદલે બે હજાર વારના ફલેટમાં આનંદ આવે છે-આ બધું આત્માનું અપમાન છે એમ માનો છો? સંસારની ઊંચામાં ઊંચી પદવી એ પણ સિદ્ધાવસ્થા પાસે તુચ્છ છે, અસાર છે, અપમાન છે. તમને અપમાન ગમે કે સન્માન ગમે? સિદ્ધાવસ્થામાં સતત સુખ છે, સંસારમાં સુખ નથી. આ સમજાઈ જાય તો જીવ ફસાય જ નહીં, જગતમાં જીવને ખ્યાતિ, પ્રતિષ્ઠા મળે, તે સમયે તેની જાણકારી થાય તેમાં વાંધો નથી પણ રતિ, ઉલ્લાસ, અહંકાર થાય છે તે મોહના વિકારો છે. વેદન ખંડિત થયું છે. કેવળજ્ઞાન જે સમયે થાય છે તે જ સમયે આનંદ વેદન પણ થઈ જાય છે, જ્ઞાન પૂર્ણ થાય છે. માટે આનંદ વેદન પણ પૂર્ણ બને છે. વિકારો નથી માટે નિર્વિકલ્પકતા છે. વિકાર વિકલ્પ, વેદન વિકલ્પ, આવરણ વિકલ્પ આ ત્રણ સંસારી અવસ્થા છે. સ્થાન અને જન્મ પુણ્યના પ્રભાવે મળે છે. યોગ્યતા, પાત્રતા અને ગુણોનો વિકાસ પુરુષાર્થના આધારે પ્રાપ્ત થાય છે. અવળા પુરુષાર્થથી અંદરમાં સંસાર ઉભો કર્યો છે. હવે સવળા પુરુષાર્થથી એ સંસારને કાઢવાનો છે. આ સવળો પુરુષાર્થ માનવભવમાં જ મળે છે અને તેના દ્વારા ઠેઠ સિદ્ધાવસ્થા સુધી પહોંચી શકાય છે. એ જ માનવભવની ઉજજવલતા છે. માનવભવ ગમે તેટલો મહાન હોય પણ તેમાં વિપરીત પુરુષાર્થ 2010_05 Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭. યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ કરી ઘાતી કર્મનું પોષણ કર્યું તો આત્માને નુકશાન છે અને માનવભવ નિષ્ફળ જાય છે. ઘાતી કર્મનું શોષણ કરવા માટે આ ભવ મળ્યો છે. સારો જન્મ મળવો, સારું કુળ મળવું એ પુણ્યનો પ્રભાવ છે. તમારો પુરુષાર્થ નથી. સંસારનું સ્વરૂપ સમજીને તેનાથી છૂટવા માટે પુરુષાર્થ કરવો જરૂરી છે. મહાપુરુષોને પ્રતિકૂળતામાં ક્ષમા કેમ રહે? ઉપદેશમાળાકાર લખે છે કે મહાપુરુષોને જન્મ, જરા, મૃત્યુ, ગર્ભાવસ્થાનો ભય સતત દેખાયા કરે છે એના કારણે ક્ષમા આવે છે. એમને જન્માદિનો ભય સહજ આવે છે માટે ચન્દન-ગંધ ન્યાયે તેમની ક્ષમા સહજ બની રહે છે. ગમે તે પરિસ્થિતિમાં એમની મનઃસ્થિતિ બદલાતી નથી. સંસારનું બિહામણું સ્વરૂપ સતત દેખાયા કરે છે. ગર્ભાવસ્થામાં ઊંધા મસ્તકે નવ મહીના લટકવાનું, સિદ્ધરાજ બાર વર્ષ માતાના પેટમાં રહ્યો છે. વધુમાં વધુ ૨૪ વર્ષ સુધી રહેવાનું થઇ શકે છે. બાર વર્ષ ગર્ભમાં રહીને, મરીને ફરી ત્યાં ઉત્પન્ન થાય તો બીજા બાર વર્ષ રહેવું પડે છે. દુર્યોધન અઢાર મહિના રહ્યો છે. સાધકને બીજી પીડાઓ સતત દેખાય છે માટે ક્ષમા સહજ બને છે તેથી નોકર, હાલી-મવાલીના ઉપસર્ગો સમભાવે સહન કરે છે. જો સહન નહીં કરું તો નરકાદિમાં મારે સહન કરવું પડશે, દુર્ગતિમાં જવું પડશે. જેને દુર્ગતિના દુઃખ દેખાય તેને સહન કરવામાં લાભ દેખાય. ગજસુકુમાલે પ્રાણાંત ઉપસર્ગને સહન કર્યા, તેમાં એક જ ગણિત હતું કે આ વેઠું તો જ સુખ છે. અહીં ચૂકયો, આ ચૂકયો તો પછી ઘણું સહન કરવું પડશે. તમને કોઈ સામો માણસ કહે કે જો એક અક્ષર બોલ્યા તો આ તલવારથી માથું ઉડાડી દઇશ, તો ક્ષમા રહે છે? ત્યાં એક પણ અક્ષર બોલતા નથી. સામે લાભ દેખાય તો ક્ષમા રહેવી સહેલી છે. આપણે તો નિર્વિચારપણે જીવીએ છીએ. સંસારના સ્વરૂપની વિચારણા ન કરવાની જાણે આપણે બાધા લીધી છે ! આ ન ખાવું, તે ન ખાવું એવી બાધા છે ને !- તેમ આત્માનું સ્વરૂપ જાણવાની પ્રતિજ્ઞા કરો. જેને આત્માનું સ્વરૂપ સમજાયું છે, તેને ચેન ન પડે, તેને એમ થયા કરે કે આ સંસારમાં બધો ખોટનો વેપાર છે. કષાયનો વેપાર છે. એક ચક્રવર્તી સાધુ છે. સામાન્ય સાધુ તેમને ઉપદેશ આપે છે. હંમેશા કુલીન આત્માઓ જગતમાં નમવાના સ્વભાવવાળા હોય છે. અકુલીન ઉદ્ધત હોય છે અને અક્કડ રહેનારા હોય છે. કુળના આચારો વિગેરેને સમજીને તે રીતે ચાલે છે તે કુલીન છે, કુટુંબાદિના ભારને વહન કરનારા કુલીન હોય છે. તે કાર્ય કરતાં વિચારે કે મારા માતા-પિતા કોણ? મારું કુળ કયું? હું કોણ? કુલીન નમવામાં જ ધર્મ સમજે છે. સારા કુળની માન્યતા છે કે અભિમાન કરાય નહીં, અહંકાર કરાય નહીં, અક્કડ રહેવાય નહીં, નીચા કુળમાં અહંકાર સહજ હોય છે. તે અક્કડ રહે છે. અભિમાન એ તેનું વ્યકિતત્વ છે. સામાન્ય સાધુ, ચક્રવર્તી સાધુને કહે છે કે તમે 2010_05 Page #319 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષોને પ્રતિકૂળતામાં ક્ષમા કેમ રહે? - ૨૮૮ કુલીન છો, મહાન છો, તમારે તો પહેલાં નમવું જોઇએ. આ વખતે તે ગર્વ નથી કરતાં કે તમે મને કહેનારા કોણ? હું શેનો નમું? એમ નથી વિચારતા, પણ તમે મને સાચી સલાહ આપી. તમે મારા ગુરુ બન્યા. એમ માની આનંદથી બહુત્વ ભાવે તેમને વંદન કરે છે. તમે નમી શકો? તમારો ગર્વ તમને ધર્મના સ્થાનોમાં અક્કડાઈ કરાવે છે. ભવનો ભય હોય તે સહેજે નમ્ર બને છે. ઔદયિક ભાવ એ મારું વાસ્તવિક સ્વરૂપ નથી. પણ મારે તેમાંથી ક્ષયોપશમ ભાવની કમાણી કરી ક્ષપકશ્રેણી માંડવાની છે. તો કેવળી બની શકાશે. નમ્ર બન્યા સિવાય કર્મના મર્મને ભેદી શકાશે નહીં. જયાં કષાયોની હાનિ છે ત્યાં સુખ હોય છે. ચારિત્રમાં ઉપાધિ નથી માટે સુખ છે. ગૃહસ્થને અર્થ અને કામનો વ્યવસાય છે. અર્થ કામની ચિંતા છે. અર્થ કામનો પુરષાર્થ છે. આ બધી ઉપાધિઓ છે. ત્યાં કષાયોથી બચવું મુશ્કેલ બને છે. બહારની ઉપાધિ હોય ત્યાં સમાધિ મેળવી શકાતી નથી. બહારની ઉપાધિ ઘટે તો અંદરમાં સમાધિ આવે છે. બહારના યોગો જેમ ઘટશે તેમ ઉપાધિ ઘટશે ને સમાધિ મળશે, અંદરથી અહંકારાદિ નીકળતા જશે. શરીરાદિની અવસ્થાને કારણે કેટલી જાતના અહંકાર આપણી પાસે પાડ્યા છે ? સંસારના બધા ભેદોનો અભાવ, બધી મુશ્કેલીઓનો અભાવ તે સિદ્ધાવસ્થા છે અને ત્યાં આત્માના અનંત ગુણોની સંપત્તિ છે. આમ સિદ્ધાવસ્થાનું સુખ નેગેટીવ જ નથી પણ પોઝીટીવ પણ છે. સંસાર ભય, કલેશ, માન અપમાન, સંયોગ-વિયોગ આ બધાથી ભરેલો છે. દષ્ટિમાં આવેલો જીવ વિચારે છે કે આનો નાશ શેનાથી થાય? ક્ષમાદિ ધર્મના સેવનથી વિકૃતિનો નાશ થાય છે. આ ક્ષમાદિ ધર્મને પામવા માટે સજજનોની પ્રવૃત્તિ ચિત્ર એટલે અનેક પ્રકારે છે. સત્પરુષોની-મહાત્માની અવસ્થા ભેદ, ક્ષયોપશમ ભેદે પ્રવૃત્તિ જુદી જુદી હોય છે. એક દર્શનમાં પણ શ્રાવકની પ્રવૃત્તિ, સાધુની પ્રવૃત્તિ જુદી જુદી હોય છે. અન્યદર્શનની પણ જુદી જુદી પ્રવૃત્તિઓને કઈ રીતે જાણી શકાય કે આ સમ્યગુ છે કે મિથ્યા છે? સભ્યપ્રવૃત્તિના સ્વરૂપથી જે ભિન્ન સ્વરૂપ, તેના અપોહથી એટલે તેના ત્યાગ પૂર્વક જાણી શકાય છે. પણ તે મારા જેવો અલ્પણ કયાંથી જાણી શકે? મારી પાસે કંઈ જ્ઞાન નથી, હું અલ્પજ્ઞાની છું. ઘર્મની ભિન્નતા દેખાય એમાં સાચું શું? ખોટું શું? એ વિચારણા-મંથન કહેવાય છે. કયું લેવા જેવું. કયું છોડવા જેવું તેનો વિચાર બીજી દૃષ્ટિમાં કરે છે. સિધ્ધાવસ્થાનું સ્વરૂપ જેમ વિચારીએ તેમ મોહનીય ઘસાય છે. કર્મો ઘસાય છે. કર્મો બળવાન છે. એનું બળ આપણા ઉપર છે. તેની સામે ચિંતન મનનનો પુરુષાર્થ ઉભો કર્યા વિના અહીંથી જઈશું તો સીધી દુર્ગતિ છે. જેમ જેમ ચિંતન મનનથી અંદરના કચરા નીકળતા જાય તેમ તેમ કર્મો ખસવા વડે આત્મા શુદ્ધ બનતો જાય છે. બીજી દષ્ટિમાં રહેલા આત્માની લઘુતા કેટલી છે ! અહંકાર કેવો ઘટતો જાય છે. તે નીચેના શ્લોકથી જાણવા મળે છે. नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ।।४८|| 2010_05 Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મારી પ્રજ્ઞા મહતી નથી. હું જે કાંઈ વિચારું તે વિચારણા બધી જ શાસ્ત્રો સાથે સંમત બને તેવી મારી પ્રજ્ઞા નથી. મારી પ્રજ્ઞા સંવાદિની નથી. શાસ્ત્રો બધા દરિયા જેવા છે. ધર્મના હેતુભૂત શાસ્ત્રો છે. જે શાસ્ત્રોથી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે તે શાસ્ત્રોનો વિસ્તાર અતિ મહાન છે. જેને ધર્મની ગરજ લાગે, તેને આ બધું આવે છે. જેને જેની ગરજ હોય તે વિષયમાં તે લઘુ બને છે. નમ્ર બને છે. તેના જાણકાર પાસે જાય, તેમને પૂછે. દષ્ટિમાં આ બધું શક્ય છે. બીજી દૃષ્ટિમાં આત્મા સંસારનું સ્વરૂપ સતત વિચારે છે. જેને વૈરાગ્ય પામવો છે તેને સંસારનું સ્વરૂપ પણ યથાવસ્થિત જાણી લેવું જરૂરી છે. ધર્મને સંબંધ વૈરાગ્ય સાથે છે. સંસારના સ્વરૂપનો વિચાર કરવાથી વૈરાગ્ય આવે છે. આજે ધર્મી વર્ગ ધર્મનું આલંબન લેવા છતાં સંસાર સ્વરૂપ વિચારવું ભૂલી ગયો છે. કોઈ પણ ભાવનાને વિચારતો નથી. ચોવીસ કલાક સંસારના રાગથી બચવા પ્રતિપક્ષી ભાવનાનું આલંબન લેવાનું છે. ભાવનાના આલંબન વિના રાગ - દ્વેષ ઘટી શકશે નહીં, એટલે સંસારના પ્રસંગોમાં કુટાવાનું થશે. મોક્ષે જવું હોય તેને ભાવનાને પ્રાણ બનાવવા જોઈએ. ધ્યાનનો પ્રાણ ભાવના છે. ધ્યાનમાં ટકી શકાય અને ઠેઠ નીચે ઉતરી ન જવાય, તે માટે ભાવના જરૂરી છે. શાસ્ત્રકારોએ મનની ચાર સ્થિતિ બતાવેલ છે. (૧) ચલચિત્ત સંસારમાં જીવમાત્રની ડામાડોલ અવસ્થા અસ્તવ્યસ્ત ચિત્ત તે પહેલી અવસ્થા છે. (૨) ભાવનાઃ તેમાંથી આગળ વધવા ભાવનાનું આલંબન લેવાનું છે. (૩) ભાવનાના સતત આલંબનથી જીવને ત્રીજી ધ્યાન અવસ્થા પ્રાપ્ત થાય છે. અહીં ધ્યાતા, ધ્યેય જોડે ધ્યાનના માધ્યમથી એકાગ્ર બને છે. (૪) અનુપ્રેક્ષાઃ જેના ચિંતન દ્વારા ઉપર ચડ્યા હતા તેના ધ્યાનથી જયારે જીવ પાછો પડે છે ત્યારે ફરી ભાવનાનું આલંબન લેવું તે જ અનુપ્રેક્ષા છે. આ રીતે અનુપ્રેક્ષા અને ભાવના એક છે. જેના જીવનમાં ભાવના યોગ નથી તેને વાસ્તવિક ભાવના આવી શકે? સ્વયં ભાવનાનું આલંબન ન લઈ શકતા હો તો એકાદ દ્રષ્ટાંત લઈને પણ સંસારનું સ્વરૂપ વિચારી શકો છો. શ્રેણિકને અંતિમ અવસ્થામાં ઉપસર્ગકાળે પણ સમાધિ કેમ? શ્રેણિક રાજા-મગધનો સિંહ પાંજરામાં પુરાયો છે. પુત્ર કોણિકે પૂર્યો છે. કયારે? તે પણ છેલ્લા સમયે ! મરવાના અંતિમ સમયે પુરાયો છે. કોણિકને રાજયનો લોભ છે. તે મનમાં વિચારે છે. એંસી વર્ષની ઉમરે હજી રાજગાદી બાપને છોડવી નથી. અને વિષયવાસના હજી વકરેલી છે, છૂટી નથી. હજી સંસારના ભોગો જોઇએ છે. આ બુઢાને હજી રાજ છોડવું નથી. કોણિક વિચારે છે કે આ બાપ એ બાપ નથી. રાજાને લાયક નથી, સજાને લાયક છે, હકીકતમાં શ્રેણિકનો પાપોદય છે. કોણિક તો નિમિત્ત છે. એક બાજુ કોણિકને રાજયની લોલુપતા છે. બીજી બાજુ 2010_05 Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકને અંતિમ અવસ્થામાં ઉપસર્ગકાળે પણ સમાધિ કેમ? ૨૯૦ શ્રેણિક રાજ સોંપી દેવાની વિચારણા કરે છે. પણ વિલંબ થાય છે. ભવિતવ્યતાએ આ પ્રસંગ બની ગયો છે. કોણિકનો ક્રોધ આસમાને ચઢયો છે. કારાગારમાં પણ રોજ સો સો મીઠા પાયેલા હંટરના માર મરાવે છે. કારાગારની દિવાલો પણ મોટી છે. છતાં તેને ચીરીને શ્રેણિકની ચીસો રાજગૃહમાં સર્વત્ર સંભળાઇ રહી છે. છતાં કોઈ શ્રેણિકની વહારે આવવા તૈયાર નથી. શ્રેણિકની ચીસો રાજગૃહીની પ્રજા સાંભળી રહી છે. પણ શ્રેણિકનો પુણ્યોદય ખતમ થયો છે. પાપના ઉદયે આ સંસાર એટલો બધો બીભત્સ, બીહામણો, ખરાબ છે કે જેની કલ્પના આજે આપણને આવતી નથી. દુઃખની પણ સીમા હોય છે. દુ:ખ સહન કરવાની પણ સીમા હોય છે. આજે સો ફટકા મારે, કાલે ત્યાં જ સો ફટકા પડે, લોહીની ધારા વહેવા માંડે, માંસના લોચાઓ બહાર નીકળી પડે ત્યાં માખીઓ બણબણ કરે છે. શ્રેણિક સાવધ હોવા છતાં, અંદરમાં ક્ષાયિક સમકિત હોવા છતાં, અસહ્ય દુઃખના કારણે ચીસો પડી જાય છે. તે બધા જ સાંભળી રહ્યા છે. મગધનો આખો ય પ્રજાજન જોઈ રહ્યો છે. કોણિક ભયંકર સજા કરી રહ્યો છે. છતાં કોણિકના પુણ્યોદયથી કોઇ બોલવા તૈયાર નથી. જો બોલીએ તો આપણને પણ મોતને ઘાટ ઉતારી દે તેમ છે. માટે કોઈ બોલી શકતું નથી. ચેલણા પણ બોલી શકે તેમ નથી. ચેલણાનું હદય કાપો તો લોહી ન નીકળે તેવું બન્યું છે. છતાં ચૂપ છે. જુઓ અહીં પણ ભયંકર પાપના ઉદયમાં કોઈ બોલી શકતું નથી. બચાવી શકતું નથી. તો નરકમાં જયાં ચારે બાજું ફટકા પડશે, ચીસો પડશે, પરમાધામીના માર પડશે ત્યારે કોણ રક્ષણ કરી શકશે ? શ્રેણિક ક્ષાયિક સમકિતી છે. અંદરમાં સમાધિ છે. શિક સ્વરૂપની અનુભૂતિ થયેલી છે. ભયંકર પાપોદય ચાલુ છે. છતાં અંતરની જાગૃતિ તેને બચાવે છે. આજે કોણિકનો પુણ્યોદય છે, અને શ્રેણિકનો પાપોદય છે. આ દશ્યથી ચલણાની અંગત દાસી હચમચી જાય છે, તેને કમકમાટી આવે છે. દાસી ચેલણાને કહે છે. તમે કેમ ઉપેક્ષા કરી રહ્યા છો? તમારા પતિને ભયંકર જુલમ ગુજારાઈ રહ્યો છે. તો તમે કોણિકને નહીં કહેશો તો કોણ કહેશે? ચેલણા કહે છે. સંસારનું સ્વરૂપ જોયા પછી મને જીવવાનો મોહ નથી, સંસારનો રસ નથી, મૃત્યુનો ડર નથી, પણ મને ભય છે કે આ દુષ્ટ, આ કજાત, આજે ફટકા જ મારે છે, હું કંઈ કહીશ તો કદાચ કાલે તેને મારી પણ નાંખે. દાસી કહે છે, તમે ચિંતા ન કરો, આનો માર્ગ કાઢવો જ જોઈએ. જગતમાં આવું દ્રષ્ટાંત જોવા નહીં મળે, એક દિવસ મારે, બે દિવસ મારે ત્રણ દિવસ મારે, છતાં તેને અંતરમાં કંઈ ન થાય! આવું શી રીતે ચલાવી લેવાય? તેનું નામ અજાતશત્રુ છે, પણ આપણે તેને કહેવું તો જોઇએ જ! ચલણાએ કહાં સારું, કોણિક જમવા આવશે ત્યારે કંઈક કહીશ, મધ્યાહુને બાર વાગ્યા છે. ચેલણા ચોધાર આંસુએ રડી રહી છે. કોણિકને ચેલણા પ્રત્યે માન છે. કારણ કે તેને ખબર છે કે મારી માતા મહાસતી છે. બાપ લંપટ છે. ચેલાએ કહ્યું કે બાપને કારાવાસમાંથી મુકત કર. ત્યારે કોણિક કહે છે કે તને મારા બાપની બહુ દયા આવે છે. પણ એ લંપટ છે. હજી એને કોઈ - 2010_05 Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ સુંદરીની જરૂર છે! ચલણા કહે છે કે બેટા! સ્ત્રીને મન પતિ એ જ સર્વસ્વ છે. પતિ એ જ એનું સ્વર્ગ છે. તારી પ્રાણપ્યારી પટ્ટરાણી પદ્માવતીને પણ તું પૂછે તો આ જ જવાબ આપશે. કે મારો પતિ એ જ મારું સર્વસ્વ છે. દિકરા! આજે આખી દુનિયા જુદી જુદી વાતો કરે છે કે પોતાને માટે એક દંડીયો મહેલ બનાવરાવીને શ્રેણિકને જેલમાં પુરીને, તેનો બદલો આજે ચેલણા લઈ રહી છે. આવું બધું મારાથી સાંભળી શકાતું નથી. કોણિક કહે છે. - લોકોને જે બોલવું હોય તે બોલવા દે. તારું સતીપણું મહાન છે. દેવલોકના દેવો તારા પેટે જન્મ લેવા ઈચ્છે છે. ચલણા કહે છે, જો, તને મારા પ્રત્યે માન છે તો મને મારા પતિને મળવા જવા દે. તારા બાપ પાસે જવાની રજા આપ. કોણિકે એવો બંદોબસ્ત કર્યો છે કે એક માણસ ત્યાં જઈ ન શકે. નરકાવાસની જેમ કારાગૃહમાં પેલો પડ્યો રહે છે. ભોજન પાણીની વ્યવસ્થા કરી, પણ કોઈ સગવડ નહીં, પૂરતું ન મળે. ભયંકર પાપના ઉદય વચ્ચે ધર્મ જ એને બચાવે છે. અને તે પરિણતિનો ધર્મ છે. આટલા બધા દુ:ખમાં પણ એણે કોણિક પ્રત્યે એક અસતુ વિકલ્પ પણ નથી કર્યો. શ્રેણિક વિચારે છે. મને મહાવીર પ્રભુ મળ્યા, તેમનો ઉપદેશ મળ્યો, છતાં મેં જીવનમાં ઘણી બધી ભૂલો કરી છે, તેમના ધર્મને પચાવ્યો નથી, તો આ ભૂલોનો ભોગ હું ભોગવી રહ્યો છું. એકલી ક્રિયારૂપ કોરો ઘર્મ અશુભના ઉદય વખતે આત્માને બચાવી શકતો નથી. આત્મપરિણતિ ઉભી કરી હોય તો તે ભવાંતરમાં સગતિ ઉભી કરશે. ૫. પૂ. આનંદઘનજી મ.સા. પણ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં કહે છે. “નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ કહીએ રે; જે ક્રિયા કરી ચઉગતિ સાધે તે ન અધ્યાતમ લહીએ રે ” જે ક્રિયા કરતાં કરતાં રાગાદિ પરિણતિ દૂર કરી, સ્વરૂપની નિકટમાં જાય છે તે અધ્યાત્મ છે. ક્રિયાથી અભિમાન વિગેરેની વૃદ્ધિ થવાથી ચતુર્ગતિરૂપ સંસાર પરિભ્રમણ જ થતું હોય તો તે અધ્યાત્મ નથી. શ્રેણિક પાસે પરિણતિ શુદ્ધ છે, અધ્યાત્મ છે, કષાય તૂટ્યા છે. પરિણતિ જુવલંત બની છે. પણ અવિરતિનો રાક્ષસ તેની પાછળ પડેલો છે. શ્રેણિકનું આવું dual Charactor વિવેકી અને સમજુ આત્માને સમજાય, બાકીનાને તો તેની પ્રવૃત્તિ ઉપરથી વૃત્તિ ઉપર આક્ષેપ કરવાનું મન થઈ જાય. ચેલણા કહે, તારા બાપે ગમે તે કર્યું હોય, તો પણ મારા માટે પતિ એ પતિ જ છે. મારું સર્વસ્વ છે. જગત માટે ગમે તે હોય, છતાં તે મારું સર્વસ્વ છે. કોણિક કહે, જવાની છૂટ આપીશ, પણ મા! યાદ રાખજે, એક શરતે જવાની છૂટ મળશે. મોત સિવાય કારાગારમાંથી તે કયારેય છૂટી નહીં શકે, આ કષાય અનંતાનુબંધી સ્થિતિ અને અનંતાનુબંધીના રસ જેવો છે. આવો કષાય તીવ્ર બને છે, ત્યારે જીવ દુર્જન બને છે. બીજાના ગુન્હા ઉપર આપણે દુર્જન બનવું તે ઉચિત નથી. “જાવું નરાન્તમ' તેથી જ ડાહ્યો માણસ રાજય લેવા ઇચ્છતો નથી. રાજયમાં 2010_05 Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકને અંતિમ અવસ્થામાં ઉપસર્ગકાળે પણ સમાધિ કેમ? ૨૯૨ બીજાઓ ગુન્હા કરીને આવે અને સજા કરવા માટે પોતાને કુર બનવું પડે તો તે રાજય શું કામનું? સુદર રાજા છે. રાજસભા ભરી બેઠો છે. પંડિતો, વિદ્વાનો, સાક્ષરો બેઠેલા છે. પોતે સિંહાસન પર બેઠેલો છે. તે વખતે રાજપુરુષો એક ગુન્હેગાર પકડીને લાવ્યા છે. અને કહે છે કે આણે બે ગુન્હા કર્યા છે. એક તો ભયંકર હિંસા કરી છે અને બીજું ભયંકર હિંસા કરનારને ઉત્તેજન આપ્યું છે. રાજા પંડિતોને પૂછે છે કે શું સજા કરવી? વિદ્વાનો જવાબ આપે તે પહેલાં રાજા વિચારે છે. કે “પાપ કરનાર એના પાપે મરી રહ્યો છે. તેને સજા કરવા માટે મારે ફૂર બનવાનું? તો એવા રાજયથી ફાયદો શું? અને મારે જીવનમાં પાપો કરીને ભારે થવું!” આવો વિચાર કોને આવે? જેને આ સંસાર દુઃખ રૂપ લાગે તેને "વરૂપો ભવ: સર્વ:” નિર્વિચારકને કયારે ય સંસાર દુઃખ રૂપ લાગતો નથી. દુઃખરૂપ સંસાર રહેવા લાયક નથી. એવું સમજનારને પણ સાચો વૈરાગ્ય આવ્યો ન કહેવાય. દુઃખરૂપ સંસારને કોઇ પણ પાસાથી જોતાં સારો ન લાગે તે સાચું જ્ઞાન છે. ચક્રવર્તીનો સંસાર દુઃખરૂપ લાગે? ત્યાં દુઃખ શું છે ? સત્તાના સિંહાસન પર બેસીને ગમે તેને સજા કરવાની, આ પરિણતિ જ કરવાની હોય તો શુભ પરિણતિ કયાંથી ટકે? કોઈ પણ ભોગે પરિણતિને ન બગાડવી એ ડાહ્યા માણસનું મન્તવ્ય છે. અંદરમાં જરાક વૈરાગ્ય જાગે, તો ત્યાગ સિવાય કોઇ પણ માર્ગ છે જ નહીં. સંસારમાં રહીને શુભ પરિણામ ટકાવવા બહુ મુશ્કેલ છે. જરાક વૈરાગ્ય જાગે તો આત્મકલ્યાણ સિવાય બીજો માર્ગ નથી. સંસારના સ્વરૂપનો વિચાર નથી આવતો તે મૂઢતા છે. નિર્વિચારક અને મૂઢને સંસાર દુઃખ રૂપ ક્યાંથી લાગે? આજના બાપને દીકરાનો ગમે તેટલો ત્રાસ હોય તો તેણે કોણિકને યાદ કરવો. આજના બાપે એક જ વિચાર કરવા જેવો છે કે મારો દીકરો ગમે તેટલો ખરાબ હોય તો પણ કોણિક જેટલો તો ખરાબ નથીને.? મને ઘરમાં તો રાખે છે ને? ઘરની બહાર તો કાઢી મૂકતો નથી ને? રોજ હંટરથી માર મારતો નથી ને? શ્રેણિકને તો કોણિક રોજ ૧૦૦-૧૦૦ ફટકા મરાવે છે, અને તે પણ મીઠા-મરચા પાયેલા. છતાં શ્રેણિકને લેશમાત્ર કોણિક ઉપર દુર્ભાવ નથી. આ પરિણતિ જ બાપે કેળવવાની છે. સંસાર ભાવનામાં આવે છે. બાપ મરીને દીકરો બને છે. મા મરીને દીકરી બને છે. દીકરી મારીને મા બને છે. સાસુ મરીને વહુ બને છે, વહુ મરીને સાસુ બને છે. આવા ભાવો બને છે, તે તો બીજા ભવને આશ્રયીને છે. આ દુષ્ટને સીધું તો કહેવાય એમ નથી. આ દીકરો તો તે જ ભવમાં બાપનો વૈરી બને છે. ચેલણાની આજીજી પાસે કોણિક જરા નમતું મુકે છે અને કહે છે ચાલ, તને બાપનો મેળાપ કરાવું. ચેલણા કહે છે, મેં શણગાર સજ્યા નથી, સ્નાન કર્યું નથી, વસ્ત્રો પરિધાન કર્યા નથી. આ સ્ત્રીની જાત ! એક બાજુ પતિને મળવાની વાત અને બીજી બાજુ શણગારની વાત. આવું સુઝે છે? તમને એવું થશે, પણ હકીકત જુદી છે. પતિના 2010_05 Page #324 -------------------------------------------------------------------------- ________________ ર૯૩ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ પીઠના ઘા ઉપર રુઝ લાવવા માટે અંબોડામાં દ્રાવણ લઈને જવું છે, માટે વિલંબ કરવો છે. સતી સ્ત્રીના પ્રત્યેક કર્તવ્યમાં વિવેક હોય છે. આ વનરાજ પાંજરામાં છે. સો-સો ફટકા પડી હ્યાં છે. બહારથી લોકો શ્રેણિકની ચીસો સાંભળે છે. અંદરથી શ્રેણિકને ભયંકર કોટીનો પશ્ચાત્તાપ છે, તે પશ્ચાત્તાપની શ્રેણિ ઉપર ચઢયો છે. અંતિમ સમયે શ્રેણિકની ભાવના અને પશ્ચાત્તાપ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનો સેવક હોવા છતાં પણ જીવનમાં મેં શું કર્યું? પાપો અને દોષો જ સેવ્યાં છે. એના ફળ સ્વરૂપે દુઃખ ન આવે તો શું થાય ? મેં કર્મો કર્યા છે તેનું આ ફળ છે. કોણિક તો નિર્દોષ છે. એટલું જ નહિ, શાસન મળ્યું છે ત્યારે ઉઘરાણી કરવા આવનાર કોણિક મારો ઉપકારી છે. હું તો ઘણો પાપી છું. અભયની માતા નંદાને હું પરણ્યો ને તરછોડી દીધી. પુત્રના જન્મની પણ ખબર નહીં, કયાં પુત્રજન્મ થયો તેની ખબર ન લીધી. મને કામવાસના કેવી સતાવી રહી છે ! શેલણાને પરણવા જતાં સુલતાના બત્રીસ પુત્રોનો ભોગ લીધો. સુલતાએ કેટલું આકંદ કર્યું? તેને કેટલું દુ:ખ થયું. જીવનનું પીકચર આંખ સામે શ્રેણિકને આવી રહ્યું છે. પછી પેલી આમ્રપાલી. રૂપરૂપનો અંબાર ! છતાં મારો આત્મા ધરાયો નહીં અને પેલી દુર્ગધામાં ફસાયો, છતાં હું ઘરાયો નહી. પુત્રની એષણામાં પણ હું ન ધરાયો. એકને મેં દીક્ષા આપી, બીજાને દીક્ષા માટે મેં જન્માવ્યો. ત્રીજાએ મારા આ હાલ કર્યા છે, તે પશ્ચાત્તાપની ધારાએ ચડ્યો છે. મને પ્રભુએ કહ્યું છે કે મગધરાજ! તમે નરકેસરી બનજો પણ નરકેશ્વરી ન બનતા. પણ મેં પ્રભુવચનને સાર્થક ન કર્યું. દીકરા કોણિક! તું તો નિર્દોષ છે. તું તો આ નરકનું સેમ્પલ મને ચખાડી રહ્યો છે. હું ભૂતકાળને ભૂલવા તૈયાર છું. હું તને ક્ષમા આપવા તૈયાર છું. તારા અપરાધોને ક્ષમા આપવા તૈયાર છું. મારા કરેલા મને હૈયે વાગ્યા છે. આમ શ્રેણિકને અંદરથી પશ્ચાત્તાપની ધારા છૂટી છે. બહારથી આંસુની ધારા છુટી છે. પણ ઉપયોગમાં સ્વસ્થતા છે. ચેલણા અંબાડામાં દારૂ વિગેરે સિંચીને દ્રાવણ લાવી છે તે એના વાંસા ઉપર છાંટે છે. જેથી શ્રેણિકને કંઈક રાહત થાય. ચામડાનો ઝભ્ભો લઈ આવી છે. જેના કારણે પીડા ઓછી થાય. ચેલણાને વિચાર આવે છે કે આ દુર કપુતને કયારે બુદ્ધિ સુઝશે? કોણિક જમવા બેઠો છે, તેનો પુત્ર ઉદાયી હજી નાનો છે, તે તીર્થકર થવાનો છે. કોણિકના પિતા અને પુત્ર બંને તીર્થંકર થવાના છે. ઉદાયી ભાણામાં મૂતરે છે. છતાં જુગુપ્સા નથી, કોણિકને ગર્વ છે, કે આવો બાપ કોઈ જગતમાં હશે કે, જેને પુત્ર ઉપર આટલો બધો પ્રેમ હોય! કે પેસાબવાળું જમે? મોહ શું કામ કરાવે છે? ચલણા કહે છે તને તારા પુત્ર ઉપર શું પ્રેમ છે ? પણ તારા બાપનો જે પ્રેમ તારા ઉપર હતો તેની અપેક્ષાએ અંશમાત્ર તને પ્રેમ નથી. આખો ઈતિહાસ કહી સંભાળવે છે. તું જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે મને તારા પિતાનું માંસ ખાવાની ઈચ્છા થઈ. 2010_05 Page #325 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સમયે શ્રેણિકની ભાવના અને પશ્ચાત્તાપ ૨૯૪ તારા બાપે મારી બધી ઈચ્છા પૂર્ણ કરી છે. મારે તો ગર્ભપાત કરવો જ હતો, પણ તારા બાપે ગર્ભ પડાવવા ન દીધો. તારો જન્મ થયો. દાસી દ્વારા ઉકરડામાં નંખાવી દીધો. જ્યારે દાસી ઉકરડામાં નાંખીને આવે છે, સામે શ્રેણિક મળે છે. પુછે છે ત્યારે દાસીએ બધી સાચી વાત કહી દીધી. તારા બાપ તને ઉકરડામાંથી ઉપાડે છે, તારી આંગળી કુકડાએ ખાધી હતી. તારી પરૂવાળી આંગળી ચૂસીને તારા બાપે તને શાતા આપી છે. તેને જીવાડનારો તારો બાપ છે. આ સાંભળી કોણિકને આઘાત લાગ્યો. અહાહા.. મેં શું કર્યું? જમતાં જમતાં ઊભો થાય છે, બેડી તોડી નાંખુ, દરવાજા તોડી નાંખું, એમ વિચારી હાથમાં જે આવ્યું તે (કુહાડો) લઈને જલ્દી જાય છે. હાથમાં કુહાડો છે, પગમાં વેગ છે. મનમાં પશ્ચાત્તાપ છે. શ્રેણિક કુહાડો લઈને દોડતા આવતા કોણિકને જુએ છે, અને વિચારે છે કે એ હવે મને મારી નાખશે. અત્યાર સુધી તો ફટકા જ મરાવતો હતો પણ હવે મને મારવા આવ્યો છે. કોણિક મારે ને હું મરું, તો તેને પિતૃહત્યાનું પાપ લાગશે. એના કરતા તો હું જાતે મરી જાઉ તો તેને પાપ ન લાગે. તેથી હીરાકણી ચૂસીને મરી જાય છે. કોણિકને પારાવાર પશ્ચાત્તાપ થાય છે. તે રાજગૃહીમાં રહી શકતો નથી. રાજધાની બદલી નાંખી. ચંપાનગરી વસાવી. જ્યાં જાય ત્યાં પિતાની યાદ આવે છે. કોણિકનું શું થાય છે તે પછી જોઈએ, પણ શ્રેણિકે આયુષ્ય બાંધી લીધું હતું, તેથી નરકમાં ગયાં. જે ભૂલ કરી તેની સજા ભોગવવી પડે છે. આ વિચાર્યા કરીએ તો વેરાગ્ય આવે. સંસારનું દર્શન કરતાં આવડે તો પુણ્ય અને પાપનું નાટક દેખાશે. પણ આખો સંસાર દુઃખરૂપ છે, એવું લાગતું નથી. સંસારના સંબંધો વાસ્તવિક લાગે છે. કુટુંબ પરિવારને મારા મારા માનીને જીવવાથી કર્મો બંધાશે. તમે સંસારના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શક્યા નથી, રાગને કાઢવામાં જ પુરુષાર્થ કરવાનો છે. પત્ની પિતા વિગેરે અંદરથી જુદા છે. સંસાર સ્વરૂપને નખસીસ જોતાં શીખશો તો રાગ તૂટશે. ક્ષમાની, ત્યાગની પરિણતિ કેળવો. કયો સંસાર દુઃખરૂપ છે? પુણયના ઉદયથી મળેલો સોહામણો સંસાર કે પાપના ઉદયથી મળેલો બિહામણો સંસાર? બંને સંસાર પાપમય છે માટે દુઃખમય છે. આવું દિવસમાં યાદ આવે છે? દેહના, ઈન્દ્રિયના, માતાના, પિતાના સંબંધો દુઃખરૂપ જોતાં આવડે છે ? રાગના સંસ્કારો જ ગ્રંથિભેદમાં બાધક છે. જીવ વૈરાગ્ય પામતો નથી અને વૈરાગ્ય વિના રન્થિ ભેદાતી નથી. પર પદાર્થની સાથે રાગાદિ કરવાથી, અભેદ પરિણતિ કરવાથી આપણું ચૈતન્ય દબાય છે. સ્વરૂપ એ જ ભાવમરણ છે. એ જ આપણું વાસ્તવિક મૃત્યુ છે. એ જ આપણી સ્મશાનયાત્રા છે. ક્રિયા ગમે તેટલી કરો પણ ચેકીંગ કરો કે કેટલો રાગ તૂટ્યો? આ રાગ તોડવાનો પ્રયત્ન નહીં કરો તો છેલ્લે દીકરા બેવફા બનશે ત્યારે જીવને વૈરાગ્ય નહીં પામવા દે, તમને દુઃખ થશે, આર્તધ્યાન થશે. શ્રેણિકને આર્તધ્યાન નથી થયું. ધર્મધ્યાન છે. ઉપયોગમાં સંસાર નથી. પરિણતિમાં સંસાર નથી. આપણા ઉપયોગમાં રાગાદિભાવો તાદામ્ય ભાવે, લોહાનિ ભાવે વણાયેલા છે, તે મૂળ સંસાર છે. 2010_05 Page #326 -------------------------------------------------------------------------- ________________ ર૯૫ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જેમ હીરામાં એસોટીંગ કરો છો તેમ ઉપયોગમાં એસોટીંગ કરી સાધક અને બાધક ભાવો ટ્ટા પાડો. આ રીતે સંસારમાંથી છૂટવાનું છે. અત્યંતર સંસાર વળગેલો છે તેનું ચેકીંગ કરો. દૃષ્ટિના વિકાસ માટે બાહ્ય અને અત્યંતર પુરૂષાર્થ કરવાનો છે. દૃષ્ટિનું મૂલ્ય ઘણું છે. તેને પામવા માટે ઘણો પુરૂષાર્થ કરવો પડશે. તે માટે અશુભ પ્રવૃત્તિ તોડવાની છે. શુભ પ્રવૃત્તિઓ કરવાની છે અને તેમાં ભાવનાયોગ મેળવવાનો છે. અંદરની તૃષ્ણા, અસૂયાની આગોને દબાવવી પડે છે. અચરમાવર્તિમાં આત્મા કર્મોથી દબાયો છે, પીસાયો છે. અચરમાવર્તિકાળ એટલે જીવનો કર્મથી દબાવાનો કાળ. ચરમાવર્તમાં ઓઘદૃષ્ટિના અંધારા ઉલેચાયા છે. હવે તો જીવ યોગદષ્ટિમાં આવ્યો છે. કર્મો હવે મને શું દબાવે? હવે તો હું બળીયો બન્યો છું. આત્મા બળીયો, મહાબળીયો, અત્યંત પરાક્રમી ન બને તો એકલી ક્રિયાથી મોહ ભાગતો નથી. સામાન્ય સંસારનું સ્વરૂપ વિચારો તોય મોહ ખસતો નથી. મોહ ખસે નહીં તો વાસ્તવિક ધર્મ નહીં. કાયરનું ધર્મક્ષેત્રે કામ જ નથી. પ્રશ્નઃ ક્ષમાદિ ગુણો, સંતોષ, નમ્રતા વિગેરે ગુણોની પરિણતિથી સંસારનો ઉચ્છેદ થાય છે. એ કેવી રીતે જાણી શકાય? મહાત્માની પ્રવૃત્તિ જુદી જુદી દેખાય છે. મહાત્માના ક્ષયોપશમો ભિન્ન ભિન્ન હોય છે. હું ગ્રાહ્ય સ્વરૂપ, ત્યાજ્ય સ્વરૂપ જાણી શકતો નથી. હું જે વિચારું છું. તે શાસ્ત્ર સાપેક્ષ છે કે શાસ્ત્ર નિરપેક્ષ છે એ કઈ રીતે જાણું? શાસ્ત્રનો પાર પામવા મારો આત્મા સમર્થ નથી. શાસ્ત્રો વિશાળ છે. ઘણા છે તો શું કરવું ? ઉત્તર : આગળ વધવા માટે “શિST: HTv” સાધુજન શિષ્ય તરીકે છે. સજજનો જેને શિષ્ય તરીકે માને તેને તમારે અનુસરવું એ જ આગળ વધવા માટેનો ઉપાય છે. જ્યાં સુધી સાધનાના માર્ગે આત્માનો બોધ વિકસિત નથી થયો ત્યાં સુધી શિષ્ટ પુરૂષોની પ્રવૃત્તિ, કથન, માન્યતા, ઉપદેશ- એ જ આધારભૂત બને છે. શિષ્ટ પુરૂષોને માન્યા વિના જે પોતાની જાતે આગળ વધવા માંગે છે તે ગમે તેટલું કરે તોય નીચે પડે છે. જેની બુદ્ધિ, વિચારણા શાસ્ત્ર સાથે સંવાદી હોય. સંમત હોય, પણ ઉત્સર્ગ અપવાદ માર્ગ જાણે નહીં. નયવચન કઈ રીતે સંવાદી બને છે. તેની ખબર ન હોય તે શિષ્ટ બની શકતા નથી. એક શાસ્ત્રનો અર્થ બીજા શાસ્ત્ર સાથે સંમત કરી આપે, વળી પૂર્વના શિષ્ટને પ્રમાણ માનીને ચાલે તે શિષ્ટ કહેવાય છે. માર્ગનો સૂક્ષ્મ જ્ઞાતા હોય, મતિ નિશ્ચય-વ્યવહાર ગર્ભિત હોય, દેશકાળ નજરમાં હોય, કોને કેવી ભાષામાં ઉપદેશ આપવામાં આવે તો જીવો ધર્મ પામે એવો જેનો અંદરમાં ઉઘાડ હોય, જે અહંકારને આગળ ન કરે. શાસ્ત્રપરિકર્મિત પરિણતિ એ ગીતાર્થતા છે. એકલી ગીતાર્થતા ન ચાલે, પણ મોક્ષના અભિલાષ રૂપ સંવિગ્નતા હોવી અતિ જરૂરી છે. સાવધાચાર્ય ગીતાર્થ હતા પણ સંવિગ્નતા ચાલી ગઈ મોક્ષનો અભિલાષા 2010_05 Page #327 -------------------------------------------------------------------------- ________________ કરણ-ઉપકરણ-અંતઃકરણ ૨૯૬ બાજુ પર રહ્યો તો શાસ્ત્રોને શસ્ત્ર બનાવ્યું. જ્યાં અપવાદ ન હતો ત્યાં અપવાદ ગોઠવી દીધો. અપવાદ વિના એકલા ઉત્સર્સની વાતો કરીએ તો ન ચાલે. તે બરાબર નથી. દિગંબરો દિગંબર અવસ્થા સિવાય કોઈનો મોક્ષ માનતા નથી. છેદગ્રન્થો, પ્રાયશ્ચિતના ચળ્યો ભવેતાંબરની મોનોપોલી છે. શ્વેતાંબર સંપ્રદાય ૧૫ ભેદે મોક્ષ માને છે. કરણ -ઉપકરણ-અંતઃકરણ કરણ એટલે અત્યંતર સાધન. ઈન્દ્રિયનિગ્રહ પૂર્વક કાયયોગ, વચનયોગ, મનોયોગ. ઉપકરણ એટલે બાહ્ય સાઘન-ચરવળ, મુહપત્તિ, પુસ્તક, મંદિર, મૂર્તિ, ગુરુ અંતઃકરણ એટલે મતિજ્ઞાનનો ઉપયોગ. આ રીતે સાધનામાં ત્રણ વસ્તુઓ આવે છે. કરણ દ્વારા આત્મામાં જોડાવાનું છે અને અંતઃકરણ સુધારવાનું છે. જિન પડિમા જિન મંદિરા કંચનના કરે જેહ, બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે, નમો નમો શિયળ સુદેહ. જિન પ્રતિમા જિન મંદિરો, કંચનના બનાવે તેના કરતાં બ્રહ્મચર્ય પાળનારને અધિક ફળ મળે છે. ઉપકરણની કિંમત એક ટકો છે. કરણની કિંમત ૯ ટકા છે અને અંતઃકરણની કિસ્મત ૯૦ ટકા છે. આથી સ્પષ્ટ સમજાય છે કે ઉપકરણ કરતાં કરણ ચઢે અને કરણ કરતાં અંતઃકરણ ચઢે. ઉપકરણ ઉપર લઈ જાય છે. અધિકરણ નીચે લઈ જાય છે, ઉપકરણની વિધેયાત્મક કિંમત એક ટકો હોવા છતાં નિષેધાત્મક તેની કિંમત સો ટકા છે. આત્માને વિરૂદ્ધ સંસ્કાર, વિરૂદ્ધ પ્રવૃત્તિ અને વિરૂદ્ધ વાતાવરણથી દૂર રાખનાર ઉપકરણ છે. તેનાથી કરણમાં આગળ વધવાનું છે. બ્રહ્મચર્યની સાધના એ કરણની સાધના છે. જેનો દેહ શીયલવંતો બન્યો છે તે અહીં આવે છે. અંતઃકરણની સાધના એનાથી ચઢિયાતી છે. "કોડી તપ કરી જે ફળ લહીએ તે જીન ધ્યાને લહીશું." જીનધ્યાનમાં આગળ વધી જે દેહભાન ભૂલી જાય છે તે દેહને છોડીને પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે, કલ્યાણમંદિરની પંદરમી ગાથામાં કહ્યું છે કે, 'ध्यानाज्जिनेश ! भवतो भविनः क्षणेन, देहं विहाय परमात्मदशा व जन्ति; तीवानलादु पलभावमपास्य लोके, चामीकरत्वमचिरादिव धातुभेदाः ।। १५ ।। આ પણ ધ્યાનની વિશેષતા બતાવે છે. અર્થ: હે જિનેશ ! તમારા ધ્યાન થકી ભવ્ય પ્રાણીઓ ક્ષણ માત્રમાં દેહનો 2010_05 Page #328 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ત્યાગ કરી સિદ્ધાવસ્થાને પામે છે. જેમ લોકને વિષે પ્રબળ અગ્નિ થકી પાષાણભાવને તજીને, જૂદી જૂદી ધાતુઓ થોડા સમયમાં સુવર્ણપણાને પામે છે તેમ. જે આત્મા ઉપર ઉપકાર કરે છે માટે ઉપકરણ છે. જીવ જેટલા ટાઈમ સુધી ઉપકરણના સાન્નિધ્યમાં રહે તેટલા ટાઈમ સુધી અધિકરણથી બચે છે એ ફાયદો છે. સામાયિક, પૂજા, સત્સંગ, પ્રતિક્રમણ વિગેરેના ઉપકરણમાં જેટલો સમય રહે તેટલો સમય વિરૂદ્ધ વિચારો આવવાની શક્યતા ઓછી હોય છે. આખરે ઉપકરણ અને ક૨ણ ભેગા થવા જોઈએ. બે ભેગા થયા પછી અંતઃક૨ણ સુધરવું જોઈએ. પ્રશ્ન : કોણ શિષ્ટ બની શકે છે ? ૨૯૭ ઉત્તર : જગતમાં એકલા ઉત્સર્ગની વાત કરે, એકલા અપવાદની વાત કરે તે શિષ્ટ ન બની શકે. પૂર્વ પ્રણાલિકાને માન્ય ન ક૨ે તે પણ શિષ્ટ ન હોઈ શકે. જેઓ ઉત્સર્ગ-અપવાદના જાણકાર હોય, નિશ્ચય વ્યવહારના જાણકાર હોય, જેમની નય દૃષ્ટિ ખુલેલી હોય, દેશ અને કાલને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી જાણનારા હોય છે. અવસરોચિત નિર્ણય લેવાની જેમનામાં શક્તિ હોય. વળી તે સંવિગ્ન, પાપભીરુ અને પૂર્વ પ્રણાલિકાને માન્ય કરનારા હોય તેઓ શિષ્ટ બની શકે છે. પૂર્વ પ્રણાલિકામાં કંઈ ફે૨ફા૨ ક૨વો હોય તો અનેકની સલાહ લેવી જોઈએ. પંચાસ્તિકાયની વિશ્વવ્યવસ્થામાં જીવનો ફાળો જે કર્મો ઉદયમાં આવે છે તેને સહન કરી લેવા છે. સામનો નથી કરવો. પાપના ઉદયે સહજભાવે, શાંતભાવે, સ૨ળ ભાવે પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવો એ મનોયોગની ઊંચામાં ઊંચી સાધના છે. આ ઊંચામાં ઊંચો અત્યંતર તપ છે. આખું સૃષ્ટિકાર્ય ચાલે છે તેમાં આપણો ફાળો એવો હોય કે આપણે આગળ વધી શકીએ. અને બીજાને પ્રતિબંધક ન બનીએ. પંચાસ્તિકાયમાં જીવ સિવાયના બધા તત્ત્વો શાંત ભાવે રહે. ધર્માસ્તિકાયે કદી હડતાલ પાડી છે ? અનંતકાળથી હું સર્વ જીવ અને પુદ્ગલ દ્રવ્યોને ગતિમાં સતત સહાય કરતો આવ્યો છું. હવે એક કલાક માટે કોઈને સહાય નહીં કરું ! એવું કહ્યું છે ? અનંતકાળથી સ્થિતિ આપનાર અધર્માસ્તિકાયે કદી એમ કહ્યું છે કે હવે હું સ્થિતિમાં સહાય નહીં કરું ! અનંતકાળથી આકાશાસ્તિકાયે કદી અવગાહના આપવાનો ઈન્કાર કર્યો છે ? પુદ્ગલાસ્તિકાયમાં માટીના ઘડાએ કહ્યું છે કે મારામાં હું પાણી ભરવા નહીં દઉં ! પગના જોડાએ કહ્યું કે હું અત્યારે આ ગરમીથી તમને રક્ષણ નહી આપું ? જગતના દ૨ેક તત્ત્વો શાંતભાવે, સરળભાવે, સહજ ભાવે, પોતાનું કાર્ય કરે છે. જીવ કેમ નથી ક૨તો ? એને ખબ૨ જ નથી કે મોક્ષ પામવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. આ જ અત્યંતર શ્રેષ્ઠ તપ છે. આપણાં કર્મના ઉદયે જે આવે તેનો સ્વીકાર કરવો એ જ મનોયોગની શ્રેષ્ઠ સાધના છે. જગતની બધી વસ્તુને ઉથલ-પાથલ ક૨વાની નથી. ઉંધુ-ચત્ત ક૨વાનું નથી. જગતમાં બુદ્ધિજીવીઓને શીર્ષાસન કરવાની ટેવ હોય છે. પોતે સંયોગોને અનુકૂળ કેમ થવું ? એના બદલે સંયોગો ને કેમ ફેરવવા ? એ જ તેઓ વિચારતા હોય છે. પોતાના અહંથી એણે વિશ્વને ફેરવવાનું મન થાય છે પણ વસ્તુનો સ્વીકા૨ જ 2010_05 Page #329 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યયોનિમાં જીવનું કર્તવ્ય ૨૯૮ કરવાનું મન થતું નથી. પણ બુદ્ધિશાળીએ વિચારવું જોઈએ કે પુરૂષાર્થ કર્યા કામ લાગે અને કયાં કામ ન લાગે ? સ્વક્ષેત્રે પુરૂષાર્થ ક૨વાનો છે. ૫૨ક્ષેત્રે પુરૂષાર્થ ક૨વા જવાનો નથી. પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો છે. પરક્ષેત્રે પુરૂષાર્થ કરીએ તો માર જ ખાઈએ. આત્મા ઉપર ઘાતી કર્મો ચોંટ્યા છે તેનો નાશ કરવાનો તને અધિકાર છે એ ઘાતીકર્મના નાશમાં વીર્ય ફોરવવાનું છે. એના બદલે સંસારની ચીજ માટે વીર્ય ફોરવો છો. હજી ત્યાં સુધી એટલું ખરાબ નથી પણ તેમાં કર્તા-ભોક્તા ભાવ કરો છો ત્યાં ખોટા છો. મનુષ્યયોનિમાં જીવનું કર્તવ્ય. મનુષ્યયોનિ પામ્યા પછી મોક્ષે જવા માટે સ્વક્ષેત્રે વ્યવહારથી ત્યાગ, તપ, સંયમ વિગેરે કરવાના છે અને નિશ્ચયથી જ્ઞાન-ધ્યાનનો પુરૂષાર્થ કરવાનો છે. આના દ્વારા ઘાતી કર્મનો અંત લાવી શકાય છે. પુણ્ય ઠીકરા જેવું છે. કોડીયા જેવા પુણ્યથી શાલિભદ્રની ઋદ્ધિની અપેક્ષા રાખીએ તો તે પુરૂષાર્થ ૫૨ક્ષેત્રે છે. સ્વક્ષેત્રે નથી. આ ખોટું છે. હકીકતમાં માત્ર પ્રવૃત્તિ કરી લેવાની છે અને પછી જે ચીજ મળે તેમાં સંકલ્પ-વિકલ્પ કરવાના નથી. તેમાં અ ં-મમ ભાવ કરવાનો નથી. અને પ્રવૃત્તિ કર્યા પછી મળી જાય તો આસક્તિ ક૨વાની નથી, રાજમાર્ગે પરક્ષેત્રે પ્રવૃત્તિ ક૨વાની નથી. કરવી પડે તો ડાહ્યા, શાણા બનીને ક૨વાની છે. કર્મના ઉદયની બળવત્તા હોય તો પુરૂષાર્થ કરવાનો છે. તે વખતે જે સમયે જે મળે તેને મેળવી લ્યો. પણ તેમાં શીર્ષાસન નહીં કરવાનું. ૫૦૦૦ રૂ।. મળે છે. તેનાથી જીવન ચાલે છે, તે પુરૂષાર્થ તમારે લલાટે લખાયો છે. ઠીક છે, પણ તમે ૨૫૦૦૦ રૂપિયા મેળવવા જાવ છો, એ શીર્ષાસન છે. વળી તેમાં અહંના ભાવ કરીને ભાવમરણને પામો છો. ઓધદૃષ્ટિમાં સંસારના પદાર્થો પ્રત્યે બહુમાન હતું, ભોગદૃષ્ટિ હતી, એમાં સર્વસ્વ દેખાતું હતું, એ જ પોતાનું લાગતું હતું માટે એના ખાતર જીવ બધું કરી છૂટતો હતો. આસક્તિ તૂટતાં તીવ્ર ભાવે પાપ અકરણ આવ્યું. ભાવમલ ઘટે છે પછી મળેલા સંયોગોમાં વીર્ય ઉછળે છે. કષાયમંદત્વ આવે છીએ. સુખની આસક્તિ તૂટે છે. વળી ઔચિત્યનું પાલન પણ બની રહે છે. મારાથી બીજાને દુઃખ ન અપાય, હેરાન ન કરાય, બીજાને ત્રાસ ન પમાડાય - આ ઔચિત્યનું પાલન છે જ્યારે બીજી દૃષ્ટિમાં ઔચિત્યનો ખ્યાલ હોય છે કે વૈષયિક સુખોમાં જે વીર્ય ફોરવું છું તે મારો પ્રમાદ છે. અહિત કરનાર છે. પ્રભુની સાધનામાંથી આપણે સંદેશ મળે છે કે સંયોગોનો સામનો નહીં પણ સ્વીકાર કરો. સંઘર્ષ નહીં પણ સમાધાન કરો. પ્રતિકાર નહીં પણ આવકારની લાગણી ઉપસાવો. પાંચકલ્યાણકની ઉજવણી તત્ત્વદષ્ટિથી આ પ્રમાણે છે પ્રભુના આત્માએ મિથ્યાત્વનો નાશ કર્યો છે અને પ્રભુના આત્મા ઉપર સમ્યક્ત્વ વર્તે છે અને તે પણ હવે નાશ પામવાનું નથી. તેનો આનંદ એટલે ચ્યવન અને જન્મ કલ્યાણકની ઉજવણી. 2010_05 Page #330 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ પ્રભુના આત્માએ અવિરતિનો નાશ કર્યો અને દ્રવ્ય-ભાવ ઉભયથી સર્વવિરતિપણું પ્રભુ પામ્યા છે તેનો આનંદ એટલે દીક્ષા કલ્યાણકની ઉજવણી. પ્રભુના આત્માએ મહામોહ અને અજ્ઞાનનો નાશ કર્યો. જેમ સિંહ પાંજરામાંથી બહાર નીકળે તેમ પ્રભુનો આત્મા ઘાતીકર્મના પાંજરામાંથી છૂટ્યો અને વીતરાગતા-સર્વજ્ઞતા પામ્યો તેનો આનંદ એટલે કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી. ૨૯૯ અને પ્રભુનો આત્મા અઘાતીકર્મના બંધનો તોડી દેહના પાંજરામાંથી છૂટ્યો અને સિદ્ધાવસ્થાને પામ્યો તેનો આનંદ એટલે મોક્ષ કલ્યાણકની ઉજવણી. આ રીતે ૫૨માત્માના પાંચે કલ્યાણકો આપણને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગનો નાશ કરી સમ્યક્ત્વ, વિરતિ, કેવલજ્ઞાન અને મોક્ષને પામવાનો ઉપદેશ આપી રહ્યા છે. તેને આપણે પામીએ, પામવા માટે તલસીએ તો આપણે ૫૨માત્માના કલ્યાણકની ઉજવણી સાચી રીતે કરી કહેવાય. દૃષ્ટિના વિકાસને પામેલો આત્મા, બીજી દૃષ્ટિમાં આવ્યા પછી કેવા પ્રકારનો વિકાસ પામે છે તે કહે છે. બીજી દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ વિચાર્યા પછી વિચારે છે કે અમારી પ્રજ્ઞા મહાન નથી એટલે અમારા વિચારો શાસ્ત્ર સાથે મળતાં આવે જ એવું નથી. અમારી વિચારણા શાસ્ત્રો સાથે talley થતી નથી. ઘણો વિરોધ દેખાય છે. શાસ્ત્રનો પાર પામવો તે વિરલાનું કામ છે. આ જીવને મોક્ષ પામવો છે. આત્માનું અનંત સુખ જોઈએ છે, આગળ વધવું છે, માર્ગને ઝંખી રહ્યો છે, ત્યાં તે સુંદર કોટિનો નિર્ણય લે છે કે મારે અહીં ‘શિષ્ટાઃ પ્રમાણમ્' મોક્ષમાર્ગમાં સજજન પુરૂષોને જે માન્ય છે તેમની પ્રવૃત્તિ માટે પણ માન્ય છે. જ્ઞાનીઓ શાસ્ત્રો કરતાં શિષ્ટ પ્રવૃત્તિને વધુ મહત્ત્વ આપે છે. પ્રશ્ન ઃ માર્ગાનુસા૨ી શુદ્ધ ક્ષયોપશમ પ્રાપ્ત કરવો હોય તો શું શું જોઈએ ? ઉત્તર : શાસ્ત્રોની પંક્તિના અર્થ સમજવા માટે શ્રુતજ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ જોઈએ. પછી મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ. તેનાથી ચિંતન, મનન, ઉહ, અપોહ, તર્ક, વિતર્કથી બોધનો વિસ્તાર થાય છે. આ બોધ, દૃષ્ટિ સંવાદિની ક્યારે બને ? મતિજ્ઞાનમાં દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ ભળે ત્યારે બોધ માર્ગસ્થ બને છે. દર્શન મોહનીયકર્મના ક્ષયોપશમના અભાવમાં મતિ-શ્રુતજ્ઞાનથી ઘણું જાણી શકાય. પણ તે બોધ વિરૂદ્ધ દિશામાં પણ જતો રહેવાની સંભાવના રહે છે. દેખાય આ દિશા, પણ જવાતું હોય બીજી દિશામાં એવું પણ બની શકે છે. માર્ગસ્થ ક્ષયોપશમ પામવા માટે “શાસ્ત્ર અધ્યયન, ગુરુકૂળ વાસ, ગુરૂભક્તિ, ગુરૂકૃપા, તીક્ષ્ણ પ્રજ્ઞા, આચાર સંપન્નતા, ગુણસંપન્નતા જોઈએ.”શિષ્ટની પ્રવૃત્તિ કલ્યાણકર છે આ વાત બેસી જાય તો ઓછા બોધથી પણ કામ થઈ જાય છે. તેવી શક્તિ વિરલ આત્માઓને જ પ્રાપ્ત થાય છે. એક સાધુ છે, કાંઈ ભણતાં આવડતું નથી, ગુરૂએ ‘મારુષ, માતૃષ’ એ ગોખવાનું કહ્યું. એટલું પણ આવડતું નથી. માસતુષ થઈ જાય છે બસ, એ જ નામથી પ્રસિદ્ધ થઈ ગયા. ઘણી મહેનત કરે પણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ઉદય બળવાન 2010_05 Page #331 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રસ્વાધ્યાય અને નવકારવાળી બેમાંથી શું ચહે ? હતો તેથી આવડતું નથી. ગુરૂએ શીખવાડયું કે તને કોઈ માન આપે તો રાજી ન થવું અને કોઈ તારી મશ્કરી કરે તો તા૨ે દુઃખી ન થવું. આ સાધુ પૂર્વભવમાં આચાર્યના સ્થાને હતા, અનેક શિષ્યો હતા. બધાને વાચના આપતા હતા. હવે શિષ્યો, ન સમજાય તો આખો દિવસ-રાત પૂછવા આવે છે., ઊંઘ બગડે છે. ત્યારે વિચારે છે કે આ હું ભણ્યો ત્યારે જ પંચાત છે ને ? મારો ભાઈ ભણ્યો નથી તો છે કાંઈ ચિંતા ? આ રીતે જ્ઞાન પ્રત્યે અભાવ, અરુચિ, અણગમો થયો અને જ્ઞાનનો સદુપયોગ ક૨વાનું છોડી દીધું. ત્યારે પ્રબળ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ બંધાણું અને એ કર્મ પણ દીક્ષા લીધા પછી ઉદયમાં આવ્યું. આટલું હોવા છતાં પણ જમા પાસામાં એની પાસે, દર્શનમોહનીયનો ક્ષયોપશમ છે. સમ્યક્ત્વ ગુણ વર્તે છે. ચારિત્રનો ક્ષયોપશમ છે, તેનાથી ચારિત્રની પરિણતિ વર્તે છે ગુરૂવચનને સમર્પિત રહેવાની તમન્ના છે. કષાયો હેય છે, તેનું હેય રૂપે વેદન છે. મોહનીય કર્મના ક્ષયોપશમ વિના કષાયો હેય રૂપે સમજાતા નથી. પોતે સમજી શકે છે કે પૂર્વભવમા મેં આવું કર્મ બાંધ્યું છે. આવી ભૂલ કરી છે. ગુરૂને સહજ ભાવે પૂછે છે, કે આટલું પણ મને કેમ નથી આવડતું ? ગુરૂએ સમજાવ્યું તે પ્રમાણે રહે છે. નાના નાના છોકરાઓ ટીખલ કરે, મશ્કરી કરે, ત્યારે ગુસ્સો નથી આવતો અને છોકરાઓને કહે છે તમે બહુ સારૂં કર્યું. હું જ્યારે જ્યારે ભૂલી જાઉં છું ત્યારે ત્યા૨ે તમે મને યાદ કરાવો છો. મોહનીયનો ક્ષયોપશમ હોવાથી બધું જ ગુરૂને પૂછીને ક૨ે છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વિના ગીતાર્થતા ન આવે, એમાં મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનો સ્યાદ્વાદગર્ભિત બોધ થાય પણ સંવિગ્નપણું (મોક્ષાભિલાષ) અને માધ્યસ્થદૃષ્ટિ ન હોય તો શાસ્ત્રબોધ હોવા છતાં ચારેક તેનો દુરૂપયોગ થવાનો સંભવ થાય છે. જેને અનેકનું કલ્યાણ કરવું હોય તેને શાસ્ત્રનો સૂક્ષ્મબોધ જોઈએ, એ ન હોય તો ન ચાલે. એકલી નિશ્ચયની વાતો એવી ન કરે કે જેનાથી એને વ્યવહા૨ છોડવાનું મન થઈ જાય. જે સ્થાન છે ત્યાંથી ઉતારી નાંખીએ તે ન ચાલે. માર્ગના સૂક્ષ્મ બોધ વિના બોલવાથી સૂત્રવિરૂદ્ધ બોલાઈ જવાની શક્યતા રહેલી છે. આ માષતુષ ગુરૂને કહે છે કે, મને આટલું પણ આવડતું નથી ત્યારે ગુરૂજી કહે છે કે ન આવડે ત્યાં સુધી ગોખ્યા ક૨વાનું અને આંબિલ ક૨વાના. જૈનશાસન શું કહે છે તે સમજો. શાસ્ત્રસ્વાઘ્યાય અને નવકારવાળી બેમાંથી શું ચઢે ? નવકારવાળી તો રાત્રે ગણવાની, દિવસે તો ભણવાનું. ફટ દઈને નવકારવાળી ગણવા દિવસે બેસી જાવ છો તે કેટલા અંશે વ્યાજબી છે ? તે વિચારો સભાઃ નવકાર તો ચૌદ પૂર્વનો સાર છે. મહારાજઃ પણ ભણવાનું ન છોડાય, જૈન શાસનનું હાર્દ શાસ્ત્રોના તલસ્પર્શી અઘ્યયનથી આવે છે અને તેના દ્વારા મોહ ઘસાતા આત્મા વિશુદ્ધ બને છે. નવકાર ચૌદ પૂર્વનો સાર છે, એ બરાબર છે. પણ તેના નામે શાસ્ત્ર-સ્વાધ્યાય ગૌણ ન કરાય. તમને આ મુનિ જેવું પાલવે તેમ નથી. એક બે વર્ષ નહીં પણ બાર વર્ષ સુધી આંબેલ કર્યા ને ગોખ્યું. મોહનીય કર્મના ક્ષયોપશમ વગર કોણ આવું કરી શકે ? 2010_05 ૩૦૦ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ આવડતું નથી તો ગોખવાથી શું ફાયદો? પ્રયત્ન નિષ્ફળ નથી જતો, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ ઘસાય છે. પણ રસ તીવ્ર લઈને આવ્યા છે માટે ફળ દેખાતું નથી પણ મોહનીયકર્મ પણ સાથે ઘસાય છે ને તેના પરિણામે બાર વર્ષે કેવળજ્ઞાન લઈને ઊભા રહ્યા. આ બધું છઠા ગુણસ્થાનકની પરિણતિથી થયું છે. સમક્તિ સહિતનું ચારિત્ર છે. ગીતાર્થતા નથી. શાસ્ત્રપરિકર્મિત બુદ્ધિ નથી એટલે દરેક પ્રવૃત્તિમાં ગુરૂની નિશ્રા લેવી પડે છે. એમની પાસે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ નથી તેથી પદાર્થોમાં હેયોપાદેયતાનો ખ્યાલ ન આવે. ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચયવ્યવહારનો ખ્યાલ ન આવે માટે ગુરૂની નિશ્રાની સતત જરૂર જણાતી. મનુષ્ય ભવમાં સૌ પહેલાં શાસ્ત્રજ્ઞાન મેળવીને ગીતાર્થ બનવાનું છે. શાસ્ત્રમાં બે જ વિહાર છે એક સ્વયં ગીતાર્થ બનો અને આત્મકલ્યાણ માર્ગે ચાલો. બીજો વિહાર છે ગીતાર્થની નિશ્રાનો વિહાર એટલે જીવનભર એની આજ્ઞાના પાલનમાં (નિશ્રામાં રહેવું અને આત્મકલ્યાણ સાધવું. ત્રીજો વિહાર મોક્ષમાર્ગમાં છે જ નહિં, જેમને મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે અને મોહનીય કર્મનો ક્ષયોપશમ છે તે શિષ્ટ છે. તેઓ પણ પોતાની પૂર્વની પરંપરાના શિષ્યોને પ્રમાણ માને છે અને આમ આ પરંપરા ઠેઠ ગણધર સુધી ચાલે છે. પાંચ-દશ શાસ્ત્રો ભણીને વ્યાખ્યાન કરવા અને ઉત્સર્ગ-અપવાદ ઠોકી બેસાડવા, ઉત્સર્ગની મર્યાદા ફક્ત જાણી લેવી, માર્ગનો બોધ સમજ્યા વગર જેમ તેમ પ્રરુપણા કરવી તે ભયંકર વિરાધના છે. એક મહાપુરુષ લખે છે કે “શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, મર્મ નથી કહ્યો.” મર્મ તો પુરુષના અંતઃકરણમાં વસે છે માટે શાસ્ત્ર કરતાં પણ અધિક સપુરુષની સેવા કરવી જોઈએ કેમકે ગુરૂ પ્રત્યક્ષ ઉપકારી છે શાસ્ત્ર પરોક્ષ ઉપકારી છે. બેમાંથી કોણ ચઢે ? વર્તમાન વિદ્યમાન છપસ્થ ગુરૂની કિંમત ઘણી છે અનેકગણું તેમનું મહત્ત્વ છે. પરમાત્મા બોલતાં નથી, શાસ્ત્રો આવડતાં નથી, તો કલ્યાણ કઈ રીતે થઈ શકે? કોના બળે આત્મકલ્યાણ શક્ય બને? ઉપાધ્યાયજી મહારાજે બીજી દૃષ્ટિની સજુભાયમાં કહ્યું છે કે “શાસ્ત્રો ઘણાં મતિ થોડલી ન કરે જૂઠ ડફાણ” જે ડફાણ કરે તે આત્માને નુકસાન કરે છે. ઊંટવૈદ્યો કેટલું નુકસાન કરે છે એની કોને ખબર નથી? કલિકાળમાં શું ચાલી રહ્યું છે તે કહેવું છે. વર્તમાનકાળમાં કોણ નુકસાન કરી રહ્યા છે? તેમના નામ ન દેવાય પણ સાવધાચાર્યનું નામ દઉં, રાવણનું નામ દઉ તો વાંધો નથી કેમકે તેની ઈકોતેરમી પેઢીનું પણ અહિયાં કોઈ બેઠું નથી. બોધની સૂક્ષ્મતા માટે ઉત્સર્ગ-અપવાદનું જ્ઞાન જરૂરી દશવૈકાલિકમાં કહ્યું છે કે “હેમતે સુ અવાઉડા” શિશિર ઋતુમાં સાધુ ખુલ્લા બેસે. ઓઢવાનું નહી, સ્વાધ્યાય કરવાનો. આમ ઉત્સર્ગ વિધાન છે. પણ 2010_05 Page #333 -------------------------------------------------------------------------- ________________ બોઘની સૂક્ષમતા માટે ઉત્સર્ગ-અપવાદનું જ્ઞાન જરૂરી ૩૦૨ ઉત્સર્ગ સાથે અપવાદ ન સમજે તો ન ચાલે. અહીં અપવાદ શું છે? તો જાણવું કે, ખુલ્લા બેસીને સ્વાધ્યાય કરવા સમર્થ નથી. દેહ ઠંડીથી કંપે છે, ધ્રુજારી ચઢે છે. તે રીતે તે સ્વાધ્યાય ન કરી શકતો હોય તો તે સાધુ કાંબળી ઓઢે, કપડો ઓઢે પણ નિરંતર સ્વાધ્યાયમાં રહી, ચિંતન, મનન કરે. નિરંતર સ્વાધ્યાય દ્વારા સમાધિ સમતા પામે-એ લાભ મોટો છે. એના વિના ઉત્સર્ગ જ પકડી રાખવો તે વ્યાજબી નથી. દિગંબરોને આ વિષયમાં ભયંકર એકાંત છે. ઉત્સર્ગ સાથે અપવાદ ન સમજે તો તટસ્થબોધ થઈ શકતો નથી. તૈતનું અવલંબન લઈને આત્માને અદ્વૈત બનાવવો તે મુખ્ય છે. ચૈતનો સંઘર્ષ કરવો એ મુખ્ય નથી. ઠંડીમાં થરથર ધ્રુજતા રહેવું અને વારંવાર ઉપયોગ દેહમાં જાય એ સારું કે બે કપડાં, કાંબળી ઓઢી આત્માના સ્વાધ્યાયમાં, ચિંતનમાં ચિત્તને રાખવું તે વધારે સારું? (૧) શ્રાવકને ઉત્સર્ગકાળે મધ્યાહ્ન કાળની પૂજા મૂકી છે. આ ઉત્સર્ગની સામે દેશ-કાળના અપમાને નહીં તો શું થાય? આ જ ઉત્સર્ગ પકડીએ તો આજના કાળે કેટલા પૂજાથી વંચિત રહે? . સૂર્યોદય પછી જ દહેરાસર ખોલવું એ શાસ્ત્રવિધાન છે. એક સાધુ મહાત્મા મુંબઈમાં પાટ ઉપર બેસી આ પ્રમાણે ઉપદેશ આપે છે, એ બરોબર છે. પણ બીજા દિવસે દહેરાસર જઈને બેઠા કે સૂર્યોદય પહેલાં નહીં જ ખોલવા દઉં. હંમેશા આગ્રહ નુકસાન કરે છે. માર્ગ સમજ્યા વિના એક પણ વચનનો આગ્રહ કષાય તરફ લઈ જાય છે. બીજા મહાપુરુષોની પણ સલાહ લેવી જરૂરી છે. ગીતાર્થ ગુરૂ ભગવંતો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ઓળખી શકે છે, સ્યાદ્વાદ દષ્ટિ સંઘર્ષને મટાડે છે. આખા વિશ્વમાં મૈત્રી, પ્રેમ, વાત્સલ્યનું સર્જન કરે છે અને કષાયની નાગચૂડમાંથી મુક્ત કરે છે. અનેકાન્ત કઇ રીતે જગત ઉપર ઉપકાર કરે છે? “એક રાજા છે. મૃત્યુની પથારી પર છે. ત્રણે દીકરાને બોલાવીને મિલકતનો ભાગ વહેચી આપ્યો અને છેલ્લે કહે છે આપણી પાસે જે હાથી છે તેમાંથી અડધો ભાગ મોટા દીકરાને આપવો. વચલા દીકરાને ત્રીજો ભાગ આપવો અને છેલ્લા દીકરાને નવમો ભાગ આપવો. હવે તપાસ કરતાં ૧૭ હાથી જણાયા તેનો અડધો ભાગ ૮૧/, થાય, ત્રીજો ભાગ ૫), ભાગ થાય અને નવમો ભાગ ૧૧, થાય હવે આ રીતે ભાગ પાડી શકાય નહી. વિચક્ષણ મંત્રી પાસે વાત પહોંચી. તેણે કહ્યું કે લાવો હું ભાગ પાડી આપું. બધાએ આ વાત સ્વીકારી. ૧૭ હાથી ઉભા રાખ્યા. પોતે પણ હાથી ઉપર બેસીને આવેલો તે હાથી સામે ઉભો રાખ્યો. હવે ૧૮ હાથી થયા. તેનું અડધું કરતાં ૯ થયા, ત્રીજો ભાગ ૬ થયા, અને નવમો ભાગ રૂપે ૨ હાથી થયા, આમ ૯ + ૬ + ર = ૧૭ હાથીના ભાગ પાડી, પોતે પોતાના હાથી ઉપર પાછા ઘરે ગયા. બસ, આ જ સ્યાદ્વાદની ખૂબી છે. સંઘર્ષ ક્યાંય નહીં અને -- 2010_05 Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ કાર્યની સિદ્ધિ અચૂક કરી. જગતમાં જે માર્ગનો જ્ઞાતા છે તે આ રીતે વસ્તુ સ્થિતિને સમજી શકે છે. આજે શાસનમાં જે સંઘર્ષ છે તે સ્વાવાદ દષ્ટિનો અભાવ છે. અદ્વૈતતત્ત્વના અભાવે છે. આત્મા અદ્વૈત સ્વરૂપ છે. વૈતના આલંબને દ્વૈતમય સાધનનો ઉપયોગ કરી આત્માને પામવાનો છે. ઉસૂત્ર પ્રરૂપણા ભચંકર છે. “જેને હૈયે શ્રી નવકાર તેને શું કરશે સંસાર?” આ વાતને એક મહાત્માએ ઉથલાવી છે તેમણે પત્રિકામાં છપાવ્યું કે “જેના હૈયે છે સંસાર તેને શું કરશે નવકાર ?” ચૌદપૂર્વના સાર સ્વરૂપ અદ્દભૂત નવકારની આ ઘોર આશાતના છે. અનંતા આત્મામાં સંસાર હતો. નવકારના બળે આ સંસાર છૂટ્યો છે. નવકારમાં આ સંસાર કાઢવાની જો તાકાત ન હોય તો બીજું કોણ સંસારને કાઢી શકશે? બીજી કોઈ ચીજ એવી નથી જે સંસારને કાઢી શકે, તેમની પત્રિકાથી ધ્વનિત થાય છે કે સંસારનું બળ વધારે છે અને નવકારનું બળ વધારે નથી. પણ હકીકતમાં અધર્મનું બળ વધારે હોય કે ધર્મનું બળ વધારે હોય? પાપનું બળ વધારે હોય કે પુણ્યનું બળ વધારે હોય? ધર્મનું, પુણ્યનું બળ જ વધારે હોય છે. નારકી કરતાં દેવો અસંખ્યગુણા છે. નરક સાત છે. અને દેવલોક-વૈમાનિકના ૧૨, તેની ઉપર નૈવેયક ૯, અને અનુત્તર પાંચ છે. પાપ અંધકાર સ્વરૂપ છે. પુણ્ય પ્રકાશ સ્વરૂપ છે. લાખો વર્ષના અંધકારને ચીરવા માટે એક દિવાસળી કાફી છે. ઉસૂત્ર પ્રરૂપણાથી કેટલો સંસાર વધે છે? તેનો તેને ખ્યાલ નથી. એજ રીતે “જેને મોક્ષની ઈચ્છા નથી એને દહેરાસરના પગથીયા ચઢવાનો અધિકાર નથી”, આવું બોલાય? આ માર્ગસ્થ પ્રરૂપણા કઈ રીતે કહેવાય? મોક્ષની ઈચ્છા વગરના જીવો દહેરાસરના પગથીયા ચઢી ચઢીને મોક્ષની ઇચ્છાવાળા બન્યા છે. પરમાત્માના દર્શન, વંદન, સ્તવનાદિના પ્રભાવે આ શકય બને છે. જયાં સુધી માર્ગનો બોધ ન થાય ત્યાં સુધી મૌન રહેવામાં મજા છે. માર્ગના બોધ વિના બોલીએ તો નુકશાન ઘણું છે. ખાતાં ન આવડે અને ખાઓ તો નુકશાન તમને જ છે. જાતને જ છે. બોલતાં ન આવડે તો કેટલાને નુકશાન થાય? જીભ બગડેલી હોય તો કેવું બોલાય ? અને મન બગડેલું હોય તો કેવું બોલાય? બગડેલી જીભે તોતડું બોલાય, બગડેલા મને તોછડું બોલાય, બંને દયાપાત્ર છે. માર્ગના બોઘ વિના એક દ્રષ્ટિકોણથી પદાર્થને લઈ જઈએ, જગતમાં જેવું છે તેનાથી વિરૂદ્ધ જગતને મુકી દઈએ તો આત્માને કેટલું નુકશાન થાય? માર્ગનો બોધ ન હોય અને વ્યાખ્યાન આપવાનો અવસર આવે તો વૈરાગ્ય ભાવની વાત કરવી, ઉપશમભાવની વાતો કરવી, મહાપુરુષના કથાનકો, દ્રષ્ટાંતો કહેવા આટલું જ વ્યાખ્યાનમાં કહેવું. પણ માર્ગના બોધ વિના એકાંત અનેકાંત, ઉત્સર્ગ અપવાદની વાતો કરવા જતાં કેટલું નુકશાન થાય છે? જેમ ઉસૂત્ર પર પણાથી મોટું પાપ બંધાય છે. તેમ શુદ્ધ પ્રરૂપણાથી ઊંચામાં ઊંચું પુણ્ય બંધાય છે. 2010_05 Page #335 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગ અપવાદની યથાર્થ . પ્રરુપણા આચારમાર્ગના પાલનથી જેટલું પુણ્ય બંધાય છે તેના કરતાં સન્માર્ગની દેશનાથી ઉચી કોટીનું પુણ્ય બંધાય છે. માર્ગસ્થ પ્રરુપણાનો લાભ અતિ મહાન છે. બીજા ઉપર ઉપકાર કરવા માટેના ચાર માર્ગોમાં સૌથી વધારે તાકાત ઉપદેશની છે. દૃષ્ટિપાતથી, શકિતપાતથી, ઇચ્છાશકિતથી અને ઉપદેશકિતથી બીજાને અધ્યાત્મ પમાડી શકાય છે. પણ ઉપદેશ એ સૌથી વધુ બળવાન છે. માટે પ્રભુ પણ કેવની બન્યા પછી રોજ બે પ્રહર=છ કલાક દેશના આપે છે. જગતમાં જેમ મહાત્માનું દર્શન થણી પુણ્યરાશિથી મળે છે. તેનાથી અધિક પુણ્યથી સન્માર્ગની દેશના સાંભળવા મળે છે. પ્રરૂપકની સૌથી વધુ જવાબદારી છે. વક્તાની, વિદ્વાનોની, લેખકોની જે જવાબદારી છે, તેટલી રાજા, મહારાજા, ચક્રવર્તીની પણ નથી, બાબરી મસ્જીદ તૂટી, બધા ધડાધડ એકસામટા બોલવા નીકળી પડેલા, જેનાથી લોકો યુદ્ધ માટે ઉશ્કેરાયા આપણા ઉપદેશથી, વચનથી એક પણ જીવ કષાયના રવાડે ચઢે તો ઘણું ખોટું છે. આપણા ઉપદેશને જે સાંભળે તે શાંત, પ્રશાંત, ઉપશાંત જ બનવો જોઇએ. આપણે સ્વયં શાંત, પ્રશાંત, ઉપશાંત જ બનવાનું છે. આજે જગતમાં સર્વત્ર અશાન્તિ છવાયેલી છે. જગત આખું કષાયથી તપ્ત છે, તેને કષાયનું જ દાન કરશું તો શાંત ઉપશાંત કોણ ક૨શે ? ઉપદેશકને દ્રવ્યાદિનો બધો જ બોધ જોઇએ, એટલું જ નહીં પણ સાથે બોધની સૂક્ષ્મતા જોઇએ. જ ૩૦૪ ઉત્સર્ગ અપવાદની યથાર્થ પ્રરુપણા ઉત્સર્ગ અને અપવાદ કઈ રીતે ઘટે છે, તે સમજાવે છે. જે ઉદ્દેશથી ઉત્સર્ગ બતાવો તે જ ઉદ્દેશથી અપવાદ હોય તો જ તે અપવાદ એ અપવાદ કહેવાય. દા.ત. અન્યદર્શનમાં કોઇપણ જીવની હિંસા ન કરવી એ ઉત્સર્ગ વચન છે. બીજી બાજુ સ્વર્ગકામીએ યજ્ઞ કરવો. બકરાનો વધ ક૨વો, પુત્રકામીએ અશ્વમેધ યજ્ઞ કરવો, હવે આ યજ્ઞાદિમાં હિંસાનું વિધાન છે. તેને અપવાદ કહી શકાય ? ના, કારણ કે અહીં ઉત્સર્ગ અને અપવાદના ઉદ્દેશમાં ભિન્નતા આવી છે. અહીં અહિંસાના વિધાન પાછળ ઉદ્દેશ શું છે ? કે અહિંસાથી નિર્મળ બનેલો આત્મા મોક્ષ પામે છે. જો એ જ મોક્ષપ્રાપ્તિને અનુલક્ષીને બીજું વિધાન કરે તો તેને અપવાદ કહી શકાય. પણ અહીં તો બીજો ઉદ્દેશ છે અહીં મોક્ષના ઉદ્દેશને બદલે સંસારનો ઉદ્દેશ છે. એટલે અપવાદના સ્થાને આ ન આવી શકે. એવી જ રીતે જૈન દર્શનમાં કહ્યું છે કે આધાકર્માદિક દોષ (સાધુના માટે બનાવેલી વસ્તુ) રહિત ગોચરી વા૫૨વી જોઇએ, કારણ કે આધાકર્માદિ વાપરતાં જીવોની હિંસાનું પાપ લાગે છે. અને સંયમ મલિન બને છે. આ ઉત્સર્ગ માર્ગનું વિધાન થયું. હવે દ્રવ્ય-ગુણ પર્યાયના રાસમાં લખ્યું છે કે સમ્મતિતર્ક કે ષડ્ દર્શનના અભ્યાસ માટે કયારેક સાધુને આધાકર્માદિક વાપરી શકાય છે. આ અપવાદનું 2010_05 Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ વિધાન છે. અને તે પણ ઉત્સર્ગને ટકાવી રાખવા માટે જ છે. માટે સંમતિતર્ક વિ. ગ્રંથો ભણવા માટેનું વિધાન છે. તે પણ ઉત્સર્ગથી સંયમની રક્ષા માટે છે કારણ કે આ દ્રવ્યાનુયોગના ગ્રન્થો ભણવાથી સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત સમ્યગુદર્શન નિર્મળ બને છે. અન્ય દર્શનનો એકાંત સમજાય છે. સ્યાદ્વાદ પ્રત્યે અહોભાવ વધતો જાય છે. જૈન દર્શનના સિધ્ધાંતોની ખૂબી જણાતાં જૈન શાસન સંબંધી દઢતા વધે છે. અને આ સંપ્રત્યયાત્મક શ્રદ્ધાથી પાળેલું ચારિત્ર નિર્મળ બને છે, એટલે આખરે પરંપરાએ સંયમની વૃદ્ધિ કરે છે. માટે અપવાદ કહેવાય છે. આમ જૈન શાસન પાસે ઉત્સર્ગ અને અપવાદની મૌલિકતા સંગીનતા રહેલી છે. “અન્યયોગ દ્રાવિંશિકા”માં લખ્યું છે કે “નાન્યાર્થ” બીજા ઉદ્દેશથી કરેલો અપવાદ, અપવાદની કોટિમાં ન આવી શકે, પ્રાયશ્ચિત, છેદગ્રંથોની મૂડી ઉત્સર્ગ અપવાદની સમજ ચારેય ફીરકામાં ફક્ત વેતાંબર સંપ્રદાય પાસે જ છે. દિગંબરો બધા આગમ નથી માનતા. સ્થાનકવાસી ૩૨ આગમ જ માને. જીનમૂર્તિની વાત જેમાં આવે તે આગમોને કાઢી નાખ્યા. તેરાપંથી ઘર્મના પાયાભૂત દયા દાનને નથી માનતા. આ દૃષ્ટિમાં તો શિષ્ટા પ્રમાણમુ એક જ વાત છે. એજ અમારા માટે આધાર છે. આનંદઘનજી મહારાજે પણ શ્રી અજીતનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે, “તર્ક વિચારે ૨ વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે, તે વિરલા જગ જોય.” તર્કની શ્રેણી ઉપર ચઢવા જઈએ તો વાદની પરંપરા સર્જાય છે. તર્કથી તારા આગમનો મર્મ પામી શકાતો નથી. વસ્તુના વાસ્તવિક સ્વરૂપને કહેનારા વિરલા જ હોય છે. તેઓશ્રી આગળ જતાં કહે છે કે, “વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે વિરહ પડયો નિરધાર, તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.” ચર્મચક્ષુ થી માર્ગ જોઈ શકાતો નથી. સમ્યગુદર્શન એ દિવ્યચક્ષુ છે. વિવેક ચક્ષુ છે. એનાથી જાણી શકાય છે. પણ આજે લગભગ દિવ્યચક્ષુનો અભાવ વર્તે છે તેથી હવે સાધુજનને માન્ય એવા શિષ્ટ પુરુષોની પ્રવૃત્તિ એ જ આધાર છે. પણ શિષ્ટ પુરુષોની પ્રવૃત્તિમાં તરતમતા ઘણી છે. શિષ્ટ પુરુષોના બોધના આધારે તેઓની પ્રવૃત્તિ હોય છે. અને બોધમાં તરતમતા છે, માટે પ્રવૃત્તિમાં પણ તરતમતા છે. તો કઇ રીતે તારો માર્ગ જાણી શકાય? આ બધા પ્રશ્નોના સમાધાનમાં છેલ્લે યોગીરાજ જણાવે છે કે “કાળલબ્ધિ લડી પંથ નિહાળશું, એ આશા છે અવલંબ, તે જન જીવે રે જનજી! જાણજો રે, આનંદઘન મત અંબ.” 2010_05 Page #337 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગ અપવાદની યથાર્થ પ્રરૂપણા ૩૦૬ શિષ્ટ પુરષોએ જે કર્યું તે આપણને માન્ય છે એવું અહીં બીજી દષ્ટિમાં આત્મા માને છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પોતાની જાતને અજ્ઞાન શિરોમણિ માનો, ચૌદ પૂર્વીને પણ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પોતાની જાતને અજ્ઞાન માનવી, હિતાવહ છે. આવા વિકલ્પથી લઘુતા ભાવ આવશે “હું કંઈ જાણતો નથી.” તો આત્મા આગળ વધી શકશે. “હું જાણું છું” એ વિકલ્પ મારક છે. વિકલ્પમાંથી અહંકાઢવો એ સાધના છે. અહ વિનાનો એક વિકલ્પ પણ તારક છે. વિકલ્પો ક્યાં સુધી હોય છે ? કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી વિકલ્પો હોય છે. બારમા ગુણસ્થાનક સુધી ક્ષપકશ્રેણીમાં પણ વિકલ્પો છે. શુકલ ધ્યાનનો પહેલો પાયો બારમા ગુણસ્થાનકના અમુક સમય સુધી હોય છે ત્યારપછી બારમા ગુણસ્થાનકના પાછળના ભાગમાં શુકલ ધ્યાનનો બીજો પાયો આવે છે. વિકલ્પ બારમા ગુણસ્થાનક સુધી હોય છે પરંતુ વિકલ્પ બે પ્રકારના છે. (૧) જ્ઞાનજન્ય વિકલ્પ અને (૨) મોહજન્ય વિકલ્પ. બંને વિકલ્પોના પણ બબ્બે ભેદ પડે છે. એક આભોગજન્ય એટલે કે બુદ્ધિ પૂર્વકના વિકલ્પ અને બીજા અનાભોગ જન્ય એટલે કે અબુદ્ધિ પૂર્વકના વિકલ્પ. ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણીમાં બંને પ્રકારના આભોગ વિકલ્પ નથી હોતા, પરંતુ બંને પ્રકારના અનાભોગ વિકલ્પ હોય છે. ભિન્ન ભિન્ન સમયમાં ભિન્ન ભિન્ન પ્રકારના કર્મોના ઉદયને કારણે ભિન્ન ભિન્ન અધ્યવસાય હોવાથી વિકલ્પ હોય છે પણ તે વિકલ્પ અનાભોગ અર્થાત્ અબુદ્ધિ પૂર્વકના હોય છે. શ્રેણીમાં અનાભોગ વિકલ્પ હોવા છતાં વ્યવહારનયે આભોગ વિકલ્પ અર્થાતુ બુદ્ધિપૂર્વકના વિકલ્પોની જ વિકલ્પ તરીકે ગણના થતી હોવાથી શ્રેણીમાં નિર્વિકલ્પતા કહેવાય છે. જ્ઞાનજન્ય અને મોહજન્ય આભોગ વિકલ્પો બહુધા પ્રમતગુણસ્થાનક સુધી જ હોય છે. ક્વચિત્ સાતમા અપ્રમત ગુણસ્થાનકની શરૂઆતમાં પણ હોઈ શકે, પણ પછીથી નહીં. જ્ઞાનજન્ય વિકલ્પ તે છે કે જેમાં હેય, ઉપાદેયની બુદ્ધિ ન હોય, માત્ર શેયને કારણે થતા વિકલ્પ તે જ્ઞાનજન્ય વિકલ્પ છે. જેમાં સાચી ખોટી ભ્રમણા રૂપ કે વિસંવાદરૂપ હેયોપાદેયનું ભાન થતું હોય તે મોહજન્ય એટલે કે મોહનીયના ઉદય, ક્ષયોપશમ જન્ય વિકલ્પ છે. અર્થાત તે વિકલ્પો જ્ઞાન જન્ય હોવા છતાં તેમાં મુખ્યતયા મોહનીયનો ઉદય કે ક્ષયોપશમ ભળેલો હોવાથી તે વિકલ્પો મોહજન્ય કહેવાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અને એના કારણો, એના બાધ્ય-બાધક ભાવોના વિકલ્પ એ મોહના ક્ષયોપશમ જન્ય વિકલ્પ છે. પ્રશસ્ત વિષયોમાં-દેવગુરુમાં પ્રસન્નતા, આદર, ઉપાદેયબુદ્ધિ તે પ્રશસ્ત કષાય છે. તેમ અપ્રશસ્ત વિષયમાં અરૂચિ, તિરસ્કાર વગેરે પણ પ્રશસ્ત કષાય છે. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય પ્રશસ્ત કષાય છે. મોક્ષ અને મોક્ષના સાધનોનો રાગ તે પણ 2010_05 Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ પ્રશસ્ત કષાય છે. ટૂંકમાં જેમાં ક્ષયોપશમની પ્રધાનતા હોય અને ઉદયની ગૌણતા હોય તે પ્રશસ્ત કષાય કહેવાય, અને જેમાં કર્મના ઉદયની મુખ્યતા હોય તે અપ્રશસ્ત કષાય કહેવાય. વિકલ્પોમાંથી અહં કાઢી નાંખવાનો છે. અહ વિનાના વિકલ્પો પ્રાણ વિનાના કલેવર જેવા છે. પ્રાણ વિનાના વિકલ્પો જીવી શકતા નથી. વંધ્યાપુત્ર જેવા વિકલ્પો છે. વંધ્યાને પુત્ર હોય? બધા વિકલ્પો સાદિ સાંત હોવાથી, અનર્થકારી હોવાથી અસત્ છે. વિકલ્પ અસત્ લાગે, તો તે નિકળી જાય. પ્રશ્ન : વિકલ્પનો અહં કેવી રીતે ઓળખવો? ઉત્તર: હું બહુ બુદ્ધિશાળી છું મારા જેવો કોઈ નહીં, બધા મને પૂછીને કરે, હું કેટલા સુંદર પદો મૂકી શકું છું. આ બધા વિકલ્પોમાં અહં છે. વયાપુત્ર જેવા વિકલ્પો છે. તેને ઘટાડવા હોય તો અહં કાઢી નાંખો. અહં નીકળી જવો એ વિકલ્પોનું મોત છે. વિકલ્પનો અહં એ એનું અમરત્વ છે. વિકલ્પો કોના જેવા છે? એનું સ્વરૂપ શું છે? એ નીચેના વાકય ઉપરથી સમજાશે. - “વધ્યાપુત્રે ઝાંઝવાના નીરમાં નાહીને, આકાશપુષ્પથી શિવજીની પૂજા કરી.” તમને પણ પ્રકારાંતરે આવા જ વિકલ્પો આવે છે કે, “હું બંગલાવાળો છું, હું ચાર છોકરાવાળો છું, હું શ્રીમંત છું” વિગેરે. વધ્યાપુત્ર હોય? ઝાંઝવાના નીર હોય? આકાશપુષ્પ હોય? આ બધું નથી તેમ બંગલો, છોકરા પૈસા પણ અનાદિ અનંત કાળ રૂપી સમુદ્રમાં સાદિ સાંત ભાવે પરપોટા સ્વરૂપે છે છતાં વિકલ્પોના અહંથી આપણે અનાદિકાળથી રખડીએ છીએ. વિકલ્પો એ મારું સ્વરૂપ નથી એ સમજાઈ જાય તો અહંકાર ન આવે. મન અને બુદ્ધિ એના અહ ઉપર જીવે છે. પરક્ષેત્રે, બાહ્યક્ષેત્રે રહેલા પદાર્થો ઉપર વૈરાગ્ય કેળવવાનો છે. અત્યંતર ક્ષેત્રે મન અને બુદ્ધિ ઉપર વૈરાગ્ય કેળવવાનો છે. મન, બુદ્ધિ કેવળજ્ઞાનનો એક અંશ છે તેના ઉપર અહં નથી કરવાનો, તો પછી સંસારની કઈ ચીજ ઉપર અહં કરવાનો હોય? દેહ, ઇન્દ્રિય વિ. સંસારના બધા પદાર્થો વિનાશી છે. વિનાશી ચીજો આપણને ભવોભવ રખડાવે છે. વિનાશીની પક્કડમાંથી છૂટકારો મેળવવાનો છે. મન, બુદ્ધિ અવિનાશી છે તેના પર વૈરાગ્ય કેળવો એટલે એમાંથી હું અને મારું કાઢી નાંખો, હું અને મારું આવ્યું તો વૈરાગ્ય નીકળ્યો અને અહં આવ્યો. હું અને મારું કાઢો તો વૈરાગ્ય પેસે છે. મન અને બુદ્ધિનો અહં શું કામ કરે છે? મન અને બુદ્ધિ દ્વારા વધુમાં વધુ ચૌદ પૂર્વનું જ્ઞાન થઈ શકે છે પણ બધા ચૌદ પૂર્વી તરત કેવળજ્ઞાન જ પામે એવું નથી. તેઓ નિગોદમાં પણ જઈ શકે છે. નરકમાં પણ જઈ શકે છે. ગુણપ્રાપ્તિનો અહં આ બધું કરાવે છે માટે કયાંય અહં નથી કરવાનો. પત્ની ઉપર અહં નહીં, બંગલા ઉપર અહં નહીં, બુદ્ધિ ઉપર પણ અહં નહીં, પુત્ર પુત્રાદિ, દેહ, ઇન્દ્રિય, સ્વજન એ બાહ્ય પરિવાર છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અત્યંતર પરિવાર છે. કયાંય અહં કરવાનો નથી. બસ. 2010_05 Page #339 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ બલાદષ્ટિ પ. પૂ. હરિભદ્રસૂરિ મ. સા. યોગદૅષ્ટિ ગ્રન્થમાં આત્માનું યોગદ્યષ્ટિની પ્રાપ્તિ દ્વારા ક્રમિક ઉત્થાન સમજાવી રહ્યા છે. અનંતાકાળથી આત્મા ઓઘદૃષ્ટિના દોષોથી ચેતનાને દબાવીને અજ્ઞાનના અંધકારમાં અટવાઇ રહ્યો છે. અત્યાર સુધી તે સમ્યગ્ વિચારણા કરી શકયો નથી. सुखासनसमायुक्तं बलायां दर्शनं द्दढम् । " ૩૦૮ परा च तत्त्वशुश्रूषा, न क्षेपो योगगोचरः ।। ४९ ।। જયાં સમ્યગ્ વિચારણા નથી ત્યાં આત્માને શાંતિ નથી અને શાંતિ વિના સુખ નથી. નિર્વિચા૨ક જીવોને મૂઢતા સહેલી છે. કષાયો સહેલા છે. બુદ્ધિ મળવા છતાં તેઓના અજ્ઞાન, મૂઢતા, અવિધા ખસતાં નથી અને તેના કારણે દુઃખ ભોગવવું પડે છે. ભૌતિક સુખની સામગ્રીમાં સામાન્ય શાંતિ અહીં મળે છે પણ તે ભોગકાળે અજ્ઞાન અને મૂઢતા હોવાના કા૨ણે સાથે સાથે સંકલેશ પણ પડેલો છે. તો તે વખતે ભોગની સામગ્રી કેટલું સુખ આપી શકે ? માટે નૈષ્ટિ સમજવી જરૂરી છે. બે દૃષ્ટિમાં બોધ અલ્પ હતો તે ટકી શકતો ન હતો. પાવર મંદ હતો. 2010_05 આ ત્રીજી દષ્ટિમાં ‘આસન' નામનું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. યમ, નિયમ પછી આસન અંગ અહીં આવે છે. આસન એટલે બેસવાની મુદ્રા. અહીં સુખાસન હોય છે. અહીં એક જ આસનમાં જીવ સુખપૂર્વક લાંબોકાળ બેસી શકે છે. જે આસનમાં ફેરફાર ન ક૨વો પડે તે સુખાસન છે. પગ લાંબા કરો, ટેકો દેવો એ સુખાસન નથી. આસન નામના અંગથી કાયયોગ સ્થિર થાય છે. અહીં કરોડરજજુ ટટ્ટાર રહી શકે છે. સહજ સ્થિર રીતે બેસવાથી વાયુની ગતિ સહજ રીતે સતત વ્યવસ્થિત ચાલે છે. આરોગ્ય જળવાય છે. મધ્યમ કોટીના જીવો માટે, અલ્પ સત્ત્વવાળા જીવો માટે, ધર્મ ક૨વા માટે આરોગ્ય બહુ જરૂરી છે. ઉચ્ચ કોટિના સનત્કુમાર ચક્રવર્તી જેવા સાત્ત્વિક જીવો બહુ ઓછા હોય છે કે સોળ મોટા રોગ થયા હોય ને સાધના ક૨વા માટે નીકળી પડે !! નમિ રાજર્ષિને પણ દાહવર હતો. છતાં ચારિત્ર લઇ નીકળી પડયા. સુખાસન હોવાના કારણે પાચનક્રિયા વ્યવસ્થિત ચાલે છે. ટેકો લઇને બેસવાથી પાચનક્રિયા મંદ પડે છે. વ્યવસ્થિત બેસવાથી પાચનક્રિયાની વૃદ્ધિ થાય છે. તેનાથી એક બાજુ આરોગ્ય જળવાય છે. બીજી બાજુ પ્રમાદનો જય થાય છે. જેને કોઇને યોગની સાધના ક૨વી હોય તેણે સૌથી પહેલાં આસન શીખવું જોઇએ. આસનની સ્થિરતા વગર ચાલે નહી. પરદેશીઓને ખુરશી ઉપર બેસવાની ટેવ હોય છે. તેઓને ધ્યાનમાં બેસવાની તકલીફ હોય છે. તેઓ પલાંઠી વાળીને બેસી શકતા નથી. ત્રણ ચાર કલાક આસન કરવું મુશ્કેલ બને છે. પલાંઠીમાં પાંચ લાઠી કરતા વધારે તાકાત રહેલી છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ આસનથી થતાં લાભ આસનથી શ્વાસની ગતિ મંદ પડે છે. શ્વાસની ધીમી ગતિ એ ચિત્તની સ્થિરતામાં ઉપયોગી બને છે. ધીમી ગતિએ એક સરખી શ્વાસની પ્રક્રિયા ચાલવાથી જીવ, મનની એકાગ્રતાને પામી શકે છે. તેનાથી જીવ ધીરે ધીરે કષાયોથી દૂર જઈ શકે છે અને શ્વાસોચ્છુવાસ ધીરા ચાલે એટલું આયુષ્ય વધે છે. આપણે આયુષ્ય વર્ષોથી ગણીએ છીએ. યોગીઓ શ્વાસોચ્છવાસના માપથી ગણે છે. માનો કે કોઇનું ૫૦ હજાર શ્વાસોચ્છવાસનું આયુષ્ય છે. જેટલા શ્વાસોચ્છવાસ ઓછા લ્યો તેટલું આયુષ્ય લાંબુ થાય છે. બહુ હાયવોય, ટેન્શન, ચિંતા કરવાથી આયુષ્ય ઘટે છે. અહંકાર યુકત જીવનમાં કોઈ રીતે સુખ નથી. હાયવોયથી જીવન ટુંકુ થાય છે. અકાળે મૃત્યુ આવી જાય છે. શ્વાસોચ્છવાસ વધારે ચાલે છે તો ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે નુકશાન થાય છે. મૃત્યુ વખતે સમાધિ અને સદ્ગતિ પામવી દુર્લભ બને છે. વીરાસન, ગોદોહિકાસન, ચક્રાસન, મયૂરાસન, વજાસન, સિદ્ધાસન, શબાસન વિ. આસનની સિદ્ધિને પામેલો જીવ યોગની સાધનામાં આગળ વધે છે. આસનથી પ્રમાદનો જય થાય છે. નિદ્રાનો જય થાય છે. રોગ ઉપર વિજય મેળવી શકાય છે. ચક્રાસન કરો, તાવ ખસી જાય છે. મયૂરાસનથી શરદી મટી જાય છે. વજાસનથી ખાધેલું પચી જાય છે. વદ્યસન કરવાથી આરોગ્ય જળવાય છે. દવાના પનારે પડવું પડતું નથી, શરીરને લાભ થાય છે અને આત્માને પણ લાભ થાય છે. પદ્માસન આસનનો રાજા છે. પદ્માસનથી સંયમની સાધના બહુ સારી થાય છે. સિદ્ધાસનથી બ્રહ્મચર્ય ઉપર કાબુ આવે છે. શબાસન દ્વારા કાયાનો થાક ઉતરી જાય છે. તમે એ નક્કી કરો કે બેસવાનો જ્યારે વખત આવે ત્યારે સુખાસને બેસવું. એક-બે-ત્રણ-ચાર-છ કલાક બેસવાનું થાય તો પણ આ જ આસન રાખવું. શ્રી તીર્થંકર પ્રભુ જ્યારથી દીક્ષા લે ત્યારથી જિનમુદ્રામાં હોય, કાયોત્સર્ગ મુદ્રામાં, ઉભા રહેવાનું. શ્રી મહાવીર પ્રભુ સાડાબાર વર્ષની છવસ્થપણાની સંયમસાધનામાં પલાંઠી વાળીને બેઠા નથી. શ્રી મેઘકુમાર દીક્ષા લીધી ત્યારથી ઉકટ આસને બેઠા છે. એક વર્ષ તો દિવસે સતત ગોદોહિદાસને રહ્યા છે અને રાત્રે વીરાસને રહ્યા છે. વીરાસન એટલે ખુરશી ઉપર બેસે તેવી રીતે રહ્યા છે. આસન સિદ્ધ થતાં મન કાબુમાં આવી શકે છે. આપણે તો ઠેઠ મનોયોગ સુધી પહોંચવાનું છે. આપણા જીવનમાં બધું જ છે. પરમાત્માની પૂજા, સાધુની સેવા, નવકારશી, ચઉવિહાર, દાનાદિક બધું જ છે. શું નથી? યોગના ગ્રન્થો વાંચીએ છીએ પણ આસન સમજતાં નથી તે કેમ ચાલે? પદ્માસનમાં ૬ કલાક રહી શકતાં હો તો શરીરની બધી નાડીઓ ખુલી જાય છે. પદ્માસનમાં ૩ કલાક અવળું અને ૩ કલાક સવળું બેસે તો ભૂત અને ભાવિના ભાવો જાણી શકે છે. ભાવિની આગાહી કરી શકે છે. મન ચંચળ રહેતું હોય, મનની ચંચળતાને નાથી ન શકતા હો તો મોટું કારણ પ્રમાદ છે અને એમાં પણ આસન સ્થિર નથી કર્યું તે કારણ છે. કેટલાંક નીચે પલાંઠી વાળીને 2010_05 Page #341 -------------------------------------------------------------------------- ________________ હિમાલયનો યોગી સ્વામી રામ ૩૧૦ બેસી જ નથી શકતા. ખુરશી ઉપર ધ્યાન કેવું થાય? કેટલું થાય? અને નીચે બેસીને પદ્માસન લગાવો તો ધ્યાન કેવું થાય? દરેક ચીજ અભ્યાસથી સિદ્ધ થાય છે. સંકલ્પ કરો તો કાંઈ અશકય નથી. તેથી જ પ્રાયશ્ચિતમાં કેટલાકને આસન પણ આપવા પડે છે. કેટલાકને મૌન આપવું પડે છે. જેવા રોગ તેવી દવા આપવાથી રોગનું નિવારણ થાય છે. બાલમુનિ ઠેકડા મારી દાદરા ઉતરતા હોય અને પ્રાયશ્ચિતમાં ગાથા, સ્વાધ્યાય આપી ન શકાય કેમ કે તે તો કરી દેશે પણ આ કુટેવ દૂર કરવા માટે તો ૬ મહીના સુધી એક એક પગથીએ બબ્બે પગ મુકીને દાદરો ઉતરવો એવી સૂચના કરવાથી તે કુટેવ જતી રહેશે. - ત્રીજી દૃષ્ટિના આરંભમાં સુખાસન હોય છે. અહીં દર્શન દેઢ હોય છે. અહીં બોધ કાષ્ઠના અગ્નિ જેવો છે. લાંબા કાળ સુધી ટકી શકે છે. તેથી વૈરાગ્ય પણ સ્થિર થઈ શકે છે અને તે જે અનુષ્ઠાન લે તેમાં સ્થિર થઈ શકે છે. યોગનો ભંગ એ મોટામાં મોટો દોષ છે. પરમાત્માનું ચૈત્યવંદન કરતાં જ્ઞાની ત્રિદિશિ નિરીક્ષણ વર્જન કહ્યું છે. પરમાત્માની સામે જ દૃષ્ટિ રાખવાની, બાકીની દિશામાં જોવાનું પ્રયોજન જ નથી. કાયયોગની સ્થિરતા વિના મનોયોગની સ્થિરતા કેવી રીતે આવી શકે? પ્રભુની દષ્ટિ ઉપરથી ઘણું જાણવા મળે છે. પ્રભુની મુખાકૃતિ મૂક સંદેશ આપ્યા જ કરે છે એને ઝીલવો જોઇએ. જગતની બધી વ્યકિતઓનું દર્શન કંઈક ને કંઈક જણાવી શકે છે. તેને જાણવા-જોવા માટેની સુયોગ્ય દૃષ્ટિ યોગીને સહેજે પ્રાપ્ત થયેલી હોય છે. હિમાલયનો ચોગી સ્વામી રામ હિમાલયનો યોગી સ્વામી રામ પોતાના અનુભવના પુસ્તકમાં લખે છે કે મારી માતાએ મને બાલ્યકાળથી જ મારા ગુરુને સોંપી દીધો હતો. મારા ગુરુ ફરતા ફરતા મારા ઘરે આવ્યા અને મારી મુખાકૃતિ જોઈને મારી માતાને કહે છે આ પુત્ર મને સોંપી દે એને હું મહાયોગી બનાવી દઇશ. માતાએ તેમને સોંપી દીધો. આ બાળક લાંબા પગ કરીને બેસે, જરા ટેકો દઈને બેસે તો ગુરુ તેને લાત મારે છે. એ રામ લખે છે કે મારા ગુરુની ગમે તેટલી લાત ખાવા છતાં મને કયારે ય તેમના ઉપર અપ્રીતિ થઈ નથી, અભાવ થયો નથી. ગુરુની લાત કે કઠોર વચન ગમી જવું એ સાચું શિષ્યત્વ છે. ગુરુની અનુગ્રહ કૃપાની જેમ નિગ્રહ કૃપા પણ હોય છે. આપણને ભણાવે, ગણાવે, અનુકુળતા કરી આપે એ અનુગ્રહ કૃપા છે. ગુરુની ફરજ છે કે સારણા,વારણા,ચોયણ, પડિચોયણા કરે, સારણા = સ્મારણા. કરવા યોગ્ય ચીજને શિષ્ય ભૂલી જતો હોય તો તેને તે યાદ કરાવે છે. વારણ = જે નિષિદ્ધ કાર્ય કરતો હોય તો તેને તેનાથી અટકાવે છે. ચોયણા = જે કરવા યોગ્ય તેને ન કરતો હોય તો તેને કઠોર, કડક શબ્દોમાં કહે છે. આંખો કાઢીને કહેવું, આંખો બતાવીને કહેવું, નહીં કરો તો નહીં ચાલે તેમ કહેવું તે ચોયણા છે અને તેમ છતાં પણ શિષ્ય 2010_05 Page #342 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ૩૧૧ - - ન માને તો તાડન, તર્જન કરવું એ પડિચોયણા છે. પોતાના જીવનમાં શિષ્યને આ ચારે ચીજો ગમવી જોઈએ. તે વખતે જો તેને અપ્રીતિ થાય તો શિષ્યનો વિકાસ અટકી જાય છે. જેને કોઈ ભૂલ બતાવે તે ગમે, તાડન - તર્જન કરે તો ગમે તે જ જીવ આગળ વધી શકે છે. જયારે ગુરુ રામને લાત મારતાં ત્યારે મને ગુરુનો ચરણ સ્પર્શ મળ્યો એવું તેને લાગતું હતું. માથા ઉપર હાથ મુકનારા તો ઘણા ગુરુઓ છે પણ ગુરુ ચરણસ્પર્શ કયારે આપે ? આવા ભાવ આવવા એ સાચું શિષ્યત્વ છે. આપણી દષ્ટિએ ગુરુ પ્રતિકુળ વર્તે છે તેમાં પણ આપણું આત્મિક હિત સમાયેલું છે માટે નિગ્રહ એ પણ કૃપા છે અને નિગ્રહ કૃપામાં સાધક ટકી શકે એ ગુરુની અનુગ્રહ કૃપા નથી તો બીજું શું છે? આપણા દરેકના શરીરમાંથી ત્રણ જગ્યાએથી પગલો વધારે નીકળે છે. ચરણોમાંથી, હાથમાંથી અને આંખમાંથી. માટે ચરણોનો સ્પર્શ કરવાનો છે વાસક્ષેપમાં પણ હાથના પુદ્ગલો સ્પર્શે છે માટે લાભ થાય છે અને ગુરુની અમીદષ્ટિ આપણા ઉપર પડે તો પણ કલ્યાણ થાય છે. પોતાના જીવનમાં રમણ મહર્ષિએ બહુ ઉપદેશ આપ્યો જ નથી. ફકત દષ્ટિપાત જ લગભગ કર્યો છે એના દ્વારા ઘણાને લાભ થયો છે. બલા દષ્ટિમાં અનુષ્ઠાનના સમયે આસન દઢ બને છે અને ક્રિયામાં ભગવાન પ્રત્યેનું બહુમાન, પ્રીતિ થાય છે. અહીં પ્રીતિ અનુષ્ઠાનની જીવને પ્રાપ્તિ થાય છે. વાસ્તવિક શુભ ભાવ આવે છે એના દ્વારા ઉચી કોટીનું પુણ્ય બંધાય છે. અહીં મનની ચંચળતા મોટા પ્રમાણમાં નીકળી ગઈ હોય છે. શુશ્રુષા એટલે તત્વની ગરજ પહેલી દૃષ્ટિમાં તત્ત્વનો અઢષ પ્રાપ્ત થાય છે. બીજી દૃષ્ટિમાં તત્ત્વની જીજ્ઞાસા ગુણ પ્રાપ્ત થાય છે. અહીં ત્રીજી બલા દૃષ્ટિમાં તત્ત્વની શુશ્રુષા ગુણ પ્રાપ્ત થાય છે. જીવ અચરમાવર્તથી ચરમાવર્તિમાં આવે છે ત્યારે સહજમલનો હ્રાસ થાય છે. આત્મગુણનો વિકાસ થાય છે. પહેલા ઓઘદૃષ્ટિમાં જે ધર્મ પ્રત્યે દ્વેષ, નફરત, ધૃણા હતી તે નીકળી જવાથી હવે જિજ્ઞાસા આવે છે. તત્ત્વ જાણવાની ઇચ્છા, રુચિ થાય છે. આત્મતત્ત્વ જાણવાની ઈચ્છા થઈ કે હવે એ તત્ત્વ સમજયા વિના ચાલે નહીં. જેમ બાળક મોટો થાય છે. ૨૦ વર્ષનો થાય એટલે પૈસા કમાવાની ઈચ્છા થાય છે. ન કમાય તો ન ચાલે એવી વિચારણા હોય છે તો તે ગમે તે રીતે ધંધો નોકરી શોધી લે છે. તેમ બીજી દૃષ્ટિમાં તત્ત્વ જાણવાની ઇચ્છા થાય છે. પછી તત્ત્વ સાંભળવાની ગરજ ઉભી થાય છે. શ્રવણનો અર્થ “સાંભળવું ” કરતાં “ગરજ" કરો તે વધારે સારું છે, ગરજ એટલે એના વિના ચાલે નહીં. ediction જેવું અહીં છે. સંસારની વસ્તુ પણ ગરજુ બન્યા વગર મળતી નથી. દર્શન મોહનીયની મંદતા વધી એટલે ગુણોનો વિકાસ થયો. હવે તે તત્ત્વ પામ્યા વિના રહી શકે તેમ નથી. તેને સમજાઇ 2010_05 Page #343 -------------------------------------------------------------------------- ________________ શુશ્રુષા એટલે તત્ત્વની ગરજ ગયું છે કે તત્ત્વ પામ્યા વિના કલ્યાણ નથી તેથી જયાં મળે ત્યાં દોડે. આ છે તત્ત્વશુશ્રૂષા. એક એક ગુણનો વિચાર કરવા જેવો છે. તત્ત્વ જાણવાનું ગૌણ ન કરવું. બલા દ્રષ્ટિનો બોધ સામાન્ય નથી અહીં પરા તત્ત્વશુશ્રુષા હોય છે. પરા એટલે ઉત્કૃષ્ટ એના વિના ન રહી શકે એવી સ્થિતિ હોય છે. વ્યસનીને વ્યસનની તાલાવેલી હોય ને વ્યસન ન મળે તો ઘણી મૂંઝવણ થતી હોય છે તેમ તત્ત્વનું વ્યસન જીવે ક૨વા જેવું છે. ન શ્રી તીર્થંકર ભગવાનના અસાધારણ દસ વિશેષણોમાં પહેલું લખ્યું છે કે ‘આામેતે પરાર્થવ્યસનિનઃ‘એટલે કે પ્રભુનો આત્મા નિગોદમાંથી જુદો પડી જાય છે. એમનું ઉપાદાન મિથ્યાત્વ અવસ્થાથી જુદું પડી જતું હોય છે. તેમનું તથા-ભવ્યત્વ વિશિષ્ટ કોટિનું હોય છે. મિથ્યાત્વ અવસ્થામાં પણ પોતાની પાસે જે સારી ચીજ છે તે બીજાને આપ્યા વિના રહી ન શકે એવું વ્યસન પડેલું હોય છે તેથી આગળ જતાં તેમના સમ્યક્ત્વ ગુણને પણ વરબોધિ કહેવાય છે અને અર્હત્વાત્સલ્ય પ્રવચન ભકિત વિગે૨ે દ્વારા તીર્થંકરનામકર્મ નિકાચિત કરે છે. અહીં તત્ત્વ શુશ્રુષા ગરજ રૂપે આવે છે. તમને તત્ત્વ શુશ્રૂષાની ગરજ નથી માટે તારક તત્ત્વો પ્રત્યે આદર - બહુમાન જોઇએ તેટલાં આવતાં નથી. દુનિયામાં બીજી ચીજોની જેટલી ગરજ છે તેટલી તત્ત્વોની ગરજ છે ? તત્ત્વ સાંભળવાની જેને ગરજ હોય તે લાખો કામો બાજુ ઉપર મુકીને તત્ત્વ સાંભળે જ. પૈસા મહાન કે આત્મા મહાન? પૈસા માટે તમારા જીવનના અમૂલ્ય સમયનો ભોગ આપો છો પણ એ પૈસા સાથે નહીં આવે. પરલોક અનુયાયી નહીં બને અને તેની મૂર્છા આત્માને મલિન કરશે તે જુદું, લાખો કામો પડતાં મૂકીને તત્ત્વ સાંભળવું જોઇએ, પામવું જોઇએ. મનુષ્ય જીવન આત્માને વિષયભાવમાંથી રક્ષણ ક૨વા માટે છે. મનુષ્યભવ અતત્ત્વને છોડવા માટે છે અને તત્ત્વને પામવા માટે જ છે. અતત્ત્વને સમજો છો ? અતત્ત્વની શ્રદ્ધા નથી. નવતત્ત્વ સમજયા નથી. જયાં સુધી અતત્ત્વની અતત્ત્વરૂપે શ્રદ્ધા ન થાય ત્યાં સુધી તત્ત્વ તત્ત્વરૂપે પરિણામ ન પામે. અતત્ત્વ ખોળ છે, તત્ત્વ ગોળ છે. તમે બંનેને ભેગા કરીને જીવો છો ને ? અને વખત આવે તત્ત્વને ગૌણ કરો છો અને અતત્ત્વ મુખ્ય બને છે ને ? આ પરિસ્થિતિમાં ત્રીજી દૃષ્ટિ કયાંથી આવશે ? યોગમાર્ગ પામવો છે તો તત્ત્વની ગરજ વિના કઇ રીતે ચાલે ? કોઇની વસ્તુ મેળવવી હોય તો બાપ બનીને લેવાય કે દીકરા બનીને લેવાય ? બાપની મૂડી લેવી હોય, પોતાનો ભાગ લેવો હોય તો ય વિનય કરવો પડે છે. સેવા કરવી પડે છે તો મળે છે. સંસારની કઇ ચીજ ગરજ વિના મળે છે ! જેની પાસેથી તત્ત્વ મેળવવું છે તેની કઇ સેવા કરો છો ? તેને કયું પોલ્સન લગાડો છો ? એકક્ષણ પણ તત્ત્વ વિનાની ન જવી જોઇએ. તત્ત્વ સાંભળવાના અવસરે તત્ત્વને ગૌણ કરનાર અને બીજી ચીજને પ્રાધાન્ય આપનાર પ્રાજ્ઞ નથી. તમે એક તો તત્ત્વમાં ડૂબો, અંદરમાં જાવ અને એ ન બને તો બીજા નંબરમાં સતત સત્સંગમાં રહો. સંસાર આખો અસત્ 2010_05 ૩૧૨ Page #344 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ સંગ છે. જેમાં જ્ઞાનધન, વિવેકધન, ઉપશમભાવ લૂંટાઇ જાય તેમ છે. સંસાર એટલે કતલખાનું, પાગલખાનું, પાયખાનું, અધ્યાત્મસારમાં સંસારને છવ્વીસ ઉપમાઓ આપી છે. તમે સત્સંગ છોડી દેશો તો આત્માને બચાવનાર કોઇ નથી. કલિકાલ એટલો ખરાબ છે. જેને સત્ પ્રગટ થયું છે અને જે સત્ પ્રગટ કરવા રાત દિવસ મથી રહ્યા છે તેનો સંગ કરી લેવો, એમાં જ મહાનતા છે. હજાર વારના ફલેટ કરતાં બે હજા૨વા૨નો ફલેટ મળે, એમાં કોઈ મહાનતા નથી, જરૂર કરતાં વધારે જગ્યા મેળવવી એ અનુકુળતા છે કે પરિગ્રહ છે ? આજે સત્સંગ છૂટી ગયો છે. ફકત ક્રિયા ઉભી રાખી છે અને અસત્ સંગ એટલો બધો વળગ્યો છે કે સત્સંગ ક૨વાની વાત રહી નથી. શ્રીમદજીએ કહ્યું છે કે “સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઇ ઉપાય. સત્ સાધન સમજયો નહીં, ત્યાં બંધન શું જાય ?” પ્રશ્ન ઃ સત્ સાધન કોને કહેવાય ? ઉત્તર : જેના આત્મામાં સત્ સ્વરૂપ પ્રગટ થયું છે. ગ્રન્થિભેદ થયો છે. સ્વરૂપ ખીલી નીકળ્યું છે. આત્મસાક્ષાત્કાર થયો છે. તે સત્ પુરુષ છે. તેના ઉપર પરમ ભકિત, બહુમાન એ આત્માને ત૨વાનું અનન્ય સાધન છે. તેને હૃદય સિંહાસન ઉપર સ્થાપિત કરવા તે મોક્ષ પામવાનું અનન્ય સાધન છે આવું જે સાધક સમજયો નથી અને બીજા ઉપાયો કર્યા તે અહંકારને વધારનારા બન્યા છે. બધા સાધનો ઉપર અહંકાર કર્યા એટલે પલ્લે કંઇ જ પડ્યું નથી. અહંનો વિસ્તાર મમ છે મમત્ત્વપણું એ અહંનો ફેલાવો છે, મારાપણામાં અહં સમાઇ ગયું છે. બાકીના બધા સાધનોમાં મમત્ત્વ ભળવાથી એને બંધનરૂપ થયાં એ સાધનોથી અહં તૂટ્યો નહીં, અહંકારને તોડવા માટે જ બધું ક૨વાનું છે એ સમજયા વિના સાધના થઇ નહીં. ઉપાધ્યાયજી મ. ૩૫૦ ગાથાના સ્તવનમાં આ વાત કરી છે. “જ્ઞાનયોગે કરી તૃપ્તિ નવી લાજિયે, ગાજીએ એક તુજ વચન રાગે, શકિત ઉલ્લાસ અધિકો હુસે તુજ થકી, તું સદા સકલ સુખ હેત જાગે.” માત્ર જ્ઞાનભણ્યા, ક્રિયાઓ કરી, એનાથી સંતોષ ન માનો, એનાથી સંતોષ માનવા જેવો નથી. એનાથી તૃપ્ત થવાનું નથી. જિનવચન પ્રત્યે ઝળહળતો આદર બહુમાન ઉભા કરો, જિનવચનને ઘુંટયા કરો, એ મહાન અત્યંતર તપ છે. જેમ જેમ શ્રી જીનવચન ઘુંટાતું જશે તેમ તેમ મોહ નીકળતો જશે. આનંદધનજી મ. સા. ના પદો ઘુંટવા જેવા છે. ૩૧૩ દેહની શોભા આત્માથી છે. “યા પુદ્ગલકા કા વિશ્વાસા, હૈ સપનેકા વાસા ચમત્કાર બીજલી હૈ જૈસા, પાણી બીચ પતાસાયા દેહિકા ગર્વ ન કરના, જંગલ હોયેગા વાસા.” 2010_05 Page #345 -------------------------------------------------------------------------- ________________ દેહની શોભા આત્માથી છે. ૩૧૪ પુદ્ગલનું સ્વરૂપ સમજાવતાં કહે છે, શરીર ઈન્દ્રિય વિગેરે પુદ્ગલનો વિશ્વાસ શું કરવો? કેમ? પુદ્ગલમાં ધરખમ પરિવર્તન થાય છે. સ્વપ્નમાં રાજ મળે, મહેલ મળે, સુખો મળે તે વાસ્તવિક નથી. આ જગતના બધાં સુખો આકાશમાં થતા ગંધર્વનગરના પુગલો જેવા છે. આજે જે જે પુદ્ગલ સારું લાગે છે. તે ક્ષણ પછી બીભત્સ બની શકે છે. હું અને તમે જેની ઉપર અનંતકાળથી પાગલ બન્યા છીએ, પણ જીવને ખબર નથી કે ચૈતન્યમય આત્માથી દેહની શોભા છે. તો તે આત્માનું સૌંદર્ય કેવું રોમાંચક હશે કંઈ કલ્પના કરી શકો છો? નવલાખ સ્પેરપાર્ટસુવાળા એપોલોયાનથી આશ્ચર્યચકિત થનારાએ વિચારવું જોઇએ કે એપોલો ની બનાવટ એ ચૈતન્યનું સર્જન છે. તે ચૈતન્ય કેવો અપ્રતિમ ગુણો વાળો છે ! વિજ્ઞાન બહિર્મુખ બની આવિષ્કારોથી ભોગેચ્છાને લાલાયિત કરે છે. અધ્યાત્મ અંતર્મુખ બની ગુણના સ્વતંત્ર સુખને માણવા પ્રેરે છે. સંસાર પુણ્યના ઉદયથી સુખરૂપ હોય અને પુણ્ય લાંબો કાળ ટકનારું હોય તો બીજી ક્ષણે ફેરફાર ન થાય તો ય ક્રમિક ફેરફાર થાય છે. આજે કરોડપતિ તે કાલનો રોડપતિ બની શકે છે. આ સંસારના નાટક છે. પાલેજ પાસે કરજણ છે. ત્યાં એક ભાઇએ ગાડીના પાટા નીચે આવી જઈ આપઘાત કર્યો. ભાઈ ખરેખર સજજન, ખૂબ સારો. આજના બજારની ઉથલપાથલથી તેણે આપઘાત કર્યો. એક મહારાજે તેની કુંડલી જોયેલી, તેમાં આપઘાતનો યોગ જોયેલો, તેમણે આપઘાત કર્યો તે ભવિતવ્યતા છે. ક્ષણ પહેલાંનો સજજન, ઘણો સારો દેખાતો માણસ પણ આપઘાત કરે છે. પાણીમાં મુકેલું પતાસું કેટલો કાળ રહે? જગતમાં જે ચમત્કારો દેખાય છે. તે વિજળી જેવા છે. પાણીમાં ઓગળતા પતાસાની જેમ માનવી ક્ષણે ક્ષણે આયુષ્ય ખપાવી રહ્યો છે. પ્રતિ સમયે આયુષ્યના દલિકો ખપી રહ્યા છે. બધી જ ચીજમાં આવી રીતે ફેરફાર થયા કરે છે. આ દેહનો ગર્વ કરવા જેવો નથી તેને જંગલમાં એક દિવસ બાળી નાંખવાનું છે. પાંચમી દૃષ્ટિમાં તત્ત્વબોધ થવાનો છે. તત્ત્વશુશ્રુષા તત્ત્વબોધ પામવા માટે છે. તમે બધા દોડીને આવો છો એટલે તત્ત્વની ગરજ તો છે જ પણ તમને જેમ હવા વિના ન ચાલે, પાણી, પ્રકાશ, પૈસા, ખોરાક, મકાન, વસ્ત્ર, કુટુંબ વગર ન ચાલે તેમ તત્ત્વ વિના ન ચાલે એવું છે? એકલા રહી શકો છો? તમને એકાંત ખટકે છે? જો હા, તો તે બતાવે છે કે તમે આત્માને સમજયા નથી. જીવવા માટે બીજાની શું જરૂર છે? આ બધી ચીજ વિના જેમ મુશ્કેલી થાય છે તેમ જીવનમાં શાંતિ અને સમાધિથી જીવવું હોય તો તત્ત્વ વિના પણ ન જ ચાલે અને એની જ આપણે સરિયામ ઉપેક્ષા કરી રહ્યા છીએ. આ નિતરાં ઉપેક્ષા કરવાથી આત્મકલ્યાણ દૂર થાય છે. 2010_05 Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ શુશ્રૂષાનું ફળ જયા૨થી તત્ત્વ સાંભળવાની ઇચ્છા થઇ ત્યારથી અસંખ્ય ગુણ, અસંખ્ય ગુણ, નિર્જરા થાય છે. ઘરનું પગથીયું ઉતર્યા ત્યારથી અસંખ્યગુણ નિર્જરા થાય છે. પછી ઉપાશ્રય તરફ નીકળ્યા, ઉપાશ્રયે આવ્યા, ગુરુ પાસે આવ્યા, હાથ જોડયા, વંદન કર્યું, સાંભળવા બેઠા આ દરેકમાં અસંખ્ય ગુણાકા૨ે નિર્જરા વધતી જાય છે. સંસારમાં પદાર્થની ઇચ્છા અને પ્રાપ્તિ સુધીમાં અસંખ્ય ગુણાકા૨ે બંધ થાય છે. તેમ અહીં અસંખ્યગુણાકા૨ે નિર્જરા થાય છે. ત્રીજી દૃષ્ટિનો ગુણ એટલો મહાન છે કે તેની કિંમત કેટલી આંકવી ? એ કહી શકાતું નથી, તત્ત્વની ગરજ ઉપર જ તત્ત્વ પરિણામ પામે છે. ગ૨જુ નમ્ર બને, સજજન બને, શાણો બને, કહ્યાગરો બને, તમે શુશ્રુષા વિના સાંભળવા આવતાં હો તો કાર્ય નહીં થાય. પહેલી બે સૃષ્ટિમાં સંસ્કરણ ન હતું. અહીં સંસ્કરણ થાય છે. પહેલી બે દૃષ્ટિમાં વૈરાગ્ય ઝાંખો હતો. અહીં વેગવાળો વૈરાગ્ય છે. અહીં આસન' નામનો યોગાંગ હોવાથી જે કોઇ ધર્મક્રિયા ક૨ે તે સ્થિરાસને, શાંતચિત્તે, એકાગ્રચિત્તે કરે છે. આ દૃષ્ટિ બહુ મજાની છે. આ દૃષ્ટિથી સમ્યક્ત્વની નજીક અવાય છે. ધર્મની શરૂઆત કાયયોગને સ્થિર કરવાથી થાય છે. કારણ કે આત્મપ્રદેશો સ્થિરતાવાળા છે. કાયયોગને સ્થિર ક૨વાથી એટલા પ્રમાણમાં આત્મપ્રદેશો સ્થિરતા પામે છે. કાયયોગ ચંચળ બનતાં આત્મપ્રદેશો પણ ચંચળ બને છે. એનાથી મનોયોગ પણ બગડી જાય છે. પૂર્વે ખાલી જીજ્ઞાસા જ હતી, ઇચ્છા જ હતી પણ ગરજ ન હતી. જે દિવસે તમને ગરજ લાગી જશે ત્યારે તમારો આત્મા ઘરમાં નહીં હોય. જ્યાં તત્ત્વ મળશે ત્યાં દોડશે. પૈસાની ગરજ ઉપર પૈસાની પ્રાપ્તિ છે. પૈસાની ગરજ હોવાથી પૈસા માટે શું શું કરવું ? તેનો ખ્યાલ આવે છે. ઘણા છોકરાઓ મેટ્રિકમાં ભણતા, બોર્ડિંગ કે હોસ્ટેલમાં રહેતા ત્યારે ઘણાં તોફાની હતા, પરણ્યા ને પછી નોકરી એ લાગ્યા પછી ડાહ્યા થયા, કેમ ? મહિને ૫૦૦૦ રૂ. જોઇએ. તો ડાહ્યા અને ઉદ્યમી બન્યા સિવાય તે કેવી રીતે મળે ? પૈસાની ગરજે આટલું ડહાપણ આવતું હોય તો તત્ત્વની ગરજે શું ન આવે ? જેમ જેમ મોહનીય કર્મનો હ્રાસ થાય છે તેમ તેમ આત્મા ઉત્થાન પામે છે. ત્રીજી દ્રષ્ટિમાં યોગનું અંગ આસન પ્રાપ્ત થાય છે. તત્ત્વશુશ્રુષા ગુણ આવે છે અને ‘ક્ષેપ' નામનો દોષ જાય છે. દરેક દૃષ્ટિમાં આ ત્રણ વસ્તુ બને છે. એક ગુણની પ્રાપ્તિ થાય છે. એક દોષનો નાશ થાય છે અને યોગના એક અંગની પ્રાપ્તિ થાય છે. ત્રીજી દૃષ્ટિમાં આસન નામનો યોગાંગ પ્રાપ્ત થાય છે. એનાથી એક આસને સ્થિરતાપૂર્વક બેસી શકાય છે. એ સંલીનતા નામનો તપ છે. ઉપવાસ, આંબેલ, એકાસણાની જેમ એક આસને સ્થિરતાપૂર્વક બેસવું એ પણ તપ છે. અહીં અંગોપાંગ સંકોચીને રહી શકે છે. સુખાસનને સિદ્ધ કરનારો બીજા આસનોની સિદ્ધિ કરી શકે છે. અનશન એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ. આવું કેટલા દિવસ કરી શકશો ? ઉણોદરી તો જીંદગી સુધી થઇ શકે છે. સાધના માટે અણસણ કરતાં 2010_05 Page #347 -------------------------------------------------------------------------- ________________ શુશ્રૂષાનું ફળ ઉણોદરી વધારે જરૂરી છે. એ ઉણોદરી કરતાં વૃત્તિસંક્ષેપ, ૨સત્યાગ, સંલીનતા એ ઉત્તરોત્તર વધારે જરૂરી છે. આપણે ત્યાં સામાયિક શું છે ? ૪૮ મીનીટ સુધી એકાસને બેસવાનું કહ્યું છે. તેમાં ટેકો ન દેવાય, પગ લાંબા ન કરાય, મેલ ન ઉતારાય, ખણજ ન કરાય, આળસ ન મરડાય, આ પણ આસનનો જ ભેદ છે. ભાષ્યમાં સ્થાનના જે આગાર મૂકયા છે તે અહીં પ્રાપ્ત થઇ શકે છે. પહેલી દૃષ્ટિમાં કેમ ન આવે ? તેનું કારણ જણાવતાં કહે છે કે "નાસ્યાં સત્યામઋતૃષ્ણા” આ દૃષ્ટિમાં બોધ પ્રબળ અને દૃઢ હોય છે. એના સંસ્કારો વર્તે છે માટે અસતૃષ્ણા સ્વભાવથી જ વર્તતી નથી. તેમાં બોધની વિશેષતા એ જ પ્રભાવ છે. नास्यां सत्यामसत्तृष्णा, प्रकृत्यैव प्रवर्त्तते । तदभावाच्च सर्वत्र, स्थितमेव सुखासनम् ॥ ५० ॥ ત્રીજી બલા દૃષ્ટિમાં અસતૃષ્ણા સ્વભાવથી જ વર્તતી નથી અને સત્ તૃષ્ણા હોય છે. ૩૧૬ પ્રશ્ન ઃ તૃષ્ણા અને સત્ હોઇ શકે છે ? ઉત્તર : હા, સતૃષ્ણાનો અર્થ એ છે કે આજીવિકાના નિર્વાહ માટે જે ચીજની, જેટલી ચીજની જરૂર પડે તેની ઇચ્છા જીવને રહ્યા કરે, તૃષ્ણા રહ્યા કરે તે સત્ તૃષ્ણા કહેવાય ૫,૦૦૦/ રૂ. નો ખર્ચ હોય અને તે મેળવવાની તૃષ્ણા હોય તેને જ્ઞાનીઓ સત્ તૃષ્ણા કહે છે. અસત્ તૃષ્ણાના બે ભેદ છે. (૧) જરૂરથી અધિક તૃષ્ણા રાખવી (૨) પુણ્યાઇથી અધિક તૃષ્ણા રાખવી તે. કપાળ ત્રણ આંગળનું હોય ને રાજા બનવાની તૃષ્ણા કરીએ તો કેવું થાય ? પોતાના સ્થાનથી અધિક તૃષ્ણા એ અસતૃષ્ણા છે. જયાં સુધી તૃષ્ણાના સ્વરૂપને સમજશો નહીં ત્યાં સુધી મોક્ષ મળશે નહીં. તૃષ્ણા સાથે લગ્ન કરવા માટે ઉમેદવારી નોંધાવનારા જીવો ઢગલાબંધ છે. તૃષ્ણા સાથે સંબંધ સ્થાપિત કરવા માટે અનંતા જીવો તૈયાર છે. આજ સુધીમાં અનંતાનંત આત્માઓએ તૃષ્ણા સાથે લગ્ન કર્યા છે. પણ તૃષ્ણા કદી રડાતી નથી. તમે બળીને ભલે ખાખ થઈ જાવ પણ તૃષ્ણાને કદી વૈધવ્ય આવતું નથી. તમે જાવ તો બીજા આવશે. તૃષ્ણાની વેદિકા ઉપર અનેક આવ્યાને ખાખ થઇ ગયા. પુણ્યથી અધિક તૃષ્ણાવાળો કદી સુખી થાય નહીં. સૌ એ પોતાનું પુણ્ય માપવું જ જોઇએ. મારું પુણ્ય આટલું જ છે એવું નક્કી કર્યા પછી અધિકની ઇચ્છા કરવી એ વ્યાજબી નથી. પોતાનું પુણ્ય પાંચ હજારનું હોય અને લાખ બે લાખની ઇચ્છા કરવી એ હ૨ગીઝ શોભે નહીં. પુણ્યાઇથી અધિક ઇચ્છા રાખના૨ને તે ચીજ તો મળશે નહી પણ નિરંતર બળાપો, ચિંતા, ભય, દુર્ધ્યાન મળશે. ક્રોધ તો થોડા સમય પછી શાંત થાય છે. લોભ અને તૃષ્ણા તો ચોવીસે કલાક સતત પ્રવર્ત્યા કરે છે માટે તૃષ્ણા ન્યાય છે. તૃષ્ણામાં (૧) અર્થની તૃષ્ણા - પૈસા કેમ મળે ? મળ્યા પછી (૨) ભોગની તૃષ્ણા રહે છે. ભોગ કેમ મળે ? સંસારમાં અર્થ અને કામના સંબંધ વળગેલાં છે 2010_05 Page #348 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ માટે સતત તૃષ્ણા રહે છે. સંસારમાં તૃષ્ણા સતત રહેવાના કારણે અધ્યાત્મ સાધના બહુ વિરલા કરી શકે છે. તૃષ્ણા અધ્યાત્મ પામવામાં બહુ બાધક બને છે. પોતાના જીવનમાં પૈસો જે રીતે મળવો જોઇએ તેનાથી ખોટી રીતે મળે તો પણ અધ્યાત્મ પામવું મુશ્કેલ બને છે. જે અર્થ મેળવવા માટે મજૂરી, મહેનત, શ્રમ કરવો પડતો નથી. જે અર્થ મેળવવા માટે પ્રામાણિકતા જરૂરી નથી તે રીતે આવેલો પૈસો ચિત્તને બગાડે છે. ૩૧૭ સુવર્ણસિદ્ધિના ધન કરતા સંતોષધન ચઢિયાતું છે. પ્રશ્ન ઃ પુણ્ય કઇ રીતે માપી શકાય ? ઉત્તર : જે પુણ્યને પામવા માટે પાપ, અનીતિ. અન્યાય વિ. કરવા પડે છે. તે પાપાનુબંધી પુણ્ય છે. અને પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી સામગ્રીમાં જીવ લેપાતો નથી. સાત્ત્વિક હોય તો પુણ્યને લાત મારે છે અને સાત્ત્વિકતા ન હોય તો તેનો સદુપયોગ ચાલુ રાખે છે. તમને સુવર્ણસિદ્ધિ મળી જાય તો તમે તેના દ્વારા આ જગતને સુખી કરી શકો ને ? તમારા જેવો વિચાર કુમારપાળને પણ આવેલો અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજને કહે છે મને સુવર્ણસિદ્ધિ બતાવો, તો બધાના દારિદ્રય ફેડી નાંખું, હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું મારી પાસે સુવર્ણસિદ્ધિ નથી. પણ મારા ગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે છે. તું ત્યાં જા. ત્યાં ગયો વાત તું કરી. હવે ગુરુજી કુમારપાળને કંઇ કહેતા નથી. પણ શિષ્ય હેમચંદ્રને કહે છે કે આ કુમારપાળ અજ્ઞાન છે પણ તમે અજ્ઞાન છો ? મેં તમને રાઇના દાણા જેટલી વિદ્યા આપી તો તે પચી નથી તો મોદક જેટલી વિદ્યા તમને કેવી રીતે પચશે ? કુમારપાળને ઉદ્દેશીને દેવચંદ્રસૂરી મ. કહે છે કે, તમે જગતને સુવર્ણસિદ્ધિથી સુખી કરી શકાય એમ માનો છો, પણ તે વાત યોગ્ય નથી. જગતમાં કોઇને સુવર્ણસિદ્ધિથી આ રીતે સુખી કરી શકાય નહીં. તમે અહીં જ ભુલો છો. સુખનું સાધન ધન નથી, પણ સુખનું સાધન મન છે. કુમારપાળ ઃ આપ ત્યાગી છો. અધ્યાત્મની વાત જુદી છે. અધ્યાત્મી માટે ધન સુખનું સાધન ભલે ન હોય પણ અમારા જેવા માટે તો ધન એ જ સુખનું સાધન છે. આચાર્ય ભગવંત મનોમન વિચારે છે, કે આના મગજમાં ભૂત ભરાયું છે કે સુખનું કારણ ધન જ છે તો આને કેવી રીતે સમજાવવો ? ગુરૂ ઃ રાજન્ ! જે ગરીબ હોય તેને ત્યાં તિજોરીમાંથી સવા શેર સોનું મોકલી આપો અને ત્રણ દિવસમાં જે બને તે મને કહેજો. રાજાએ તેના એક ગરીબ અંગરક્ષકને ત્યાં સોનું સેવક મારફત મોકલી આપ્યું. ત્રણ દિવસમાં શું થયું ? પેલો તો વિચાર કરે છે. જયારથી આ સોનું આવ્યું છે ત્યારથી ઘ૨માં તોફાન બની રહ્યું છે તેથી વિચાર કરું છું કે કયારે આ પાછું આપી દઉં ? સોનું આવ્યા પહેલા ત્રણ દીકરા અને અમે બંને સુખેથી રહેતા હતા. પણ પૈસા આવવાથી મોટો દીકરો વિચા૨થી ભ્રષ્ટ થયો. તે કહે છે હવે ધંધો મૂકી 2010_05 Page #349 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણસિદ્ધિના ધન કરતા સંતોષધન ચઢિયાતું છે. ૩૧૮ દો. શું કામ છે ? બીજો દિકરો કહે છે. બાપાજી ! ભાગ વહેચી આપો. ત્રીજો દિકરો કહે છે. મારા હજી લગન બાકી છે તેનું શું? આપણે જે ઘનમાં સુખ માન્યું છે તે ધન કેવા પ્રકારનું આવે તો સુખ મળે? આ ધને તો નિદ્રા હરામ કરી નાખી, મન ખરાબ કરી દીધું, પરસ્પરનો પ્રેમનાશ કર્યો, શાંતિ ગુમાવી દીધી. કુમારપાળ : ગુરુદેવ ! આવું વ્યકિતગત વિષયમાં બની શકે છે. પણ સમષ્ટિગત લાભ જરૂર થઇ શકે છે. ગુર : હવે એમ કરો જયાં રાજમાર્ગ હોય, ચાર રસ્તા હોય ત્યાં દસ મણ સોનું લઈ જાવ. કોઈ યાચક આવે તેને દાન આપો. ૩ દિવસમાં કીર્તિ ફેલાઈ ગઈ. નામના ગવાણી. બધા એક જ વાત કરે છે કે રાજાને સુવર્ણસિદ્ધિ મળી ગઈ લાગે છે. માટે રોજ આટલું દાન આપે છે. આનાથી એક તરફ પ્રજામાં વિગ્રહ ઉપડ્યો છે. આ સુવર્ણસિદ્ધિ આપણને કેમ ન મળે ? આજુબાજુના રાજયમાં વાત ફેલાઇ ગઇ. એક, બે, ત્રણ રાજયના સૈન્યો એકી સાથે ચઢી આવ્યા. બધા ભેગા થઇને વિચારે છે કે રાજા આપણને સુવર્ણસિદ્ધિ કોઈ રીતે નહીં આપે એના કરતાં તેના ગુરુ કે જેની પાસે સુવર્ણસિદ્ધિ છે તેને જ મારી નાખીએ એટલે સીધી સુવર્ણસિદ્ધિ મળી જાય. કુમારપાળને ખબર પડી અને વિચારે છે. આ સિદ્ધિ મેળવવા માટે શત્રનું સૈન્ય આવી જાય એ બને પણ સિદ્ધિ જેનાથી પામ્યો છું તેને પણ મારી નાંખવા સુધીની બધાની તૈયારી છે. એ કેવી રીતે સહન થાય? કેવી સ્વાર્થોધતા !! રાજા ગુરુ પાસે આવ્યા, કહે છે ભગવન્! આપ કહો છો તે બરાબર છે. સુવર્ણસિદ્ધિ નકામી છે કેમ? તો પ્રજામાં મોટો વિગ્રહ ઉપડ્યો છે અને આજુબાજુના મિત્ર દેશો પણ વિગ્રહ કરવા ઉભા થયા છે અને આટલી હદ સુધીની વાત છે મારે આ સુવર્ણસિદ્ધિ જોઇતી નથી. ગુરુ : રાજન્ ! જગતના જીવોને સુખી કરવા હોય તો તમે તમારી પ્રજાને સદાચારને માર્ગે વાળો. સદાચાર એ જ સાચું ધન છે. જે આળસુ, વહેમી, પ્રમાદી, શંકાશીલ હોય છે તેનો વિકાસ થઈ શકતો નથી. તેઓ પરસ્પર લડતા હોય છે. જે મહેનતથી, મજૂરીથી, પ્રામાણિકતાથી લક્ષ્મી મેળવે છે તે ઉત્સાહી, શ્રદ્ધાવાન હોય છે. બીજાનું ભલું કરનારા હોય છે. જુઓ ! પાદલિપ્તસૂરિ મહારાજે, આનંદધનજી મહારાજે સાધનાથી સુવર્ણસિદ્ધિ મેળવી હતી. તેમના પેશાબથી પત્થર સોનું બનતો. તો તે આત્માઓએ તેના દ્વારા જગતને સુખી કેમ ન કર્યા? આ સુવર્ણસિદ્ધિ આપવાથી તૃણાનો અતિરેક થાય છે. તૃષ્ણા બહેકાય છે. એટલે મન બગડવા માંડે છે. મન બગડે તે કોઈ રીતે ન ચાલે. મન તો પારસમણિ છે. તે બગડ્યા પછી જગતની કઈ વસ્ત સુધરી શકે છે? અસતુ તૃષ્ણા બહુ ભયંકર છે. આજે ઘર્મસામગ્રી મળવા છતાં જીવ ધર્મ નથી કરી શકતો તેનું કારણ અંદર ઊંડે ઊંડે અસતુ તૃષ્ણા બેઠી છે. આજે જેટલા પૈસા છે તેનાથી આવતી કાલે વધારે મળે તો તમે ના પાડી શકશો? કોઈ આજે તમને કહે કે તારા નામથી શેર લઉ છું. નફો થાય તો તારો અને ખોટ જાય તો તારે કંઈ લેવા દેવા નહીં તો કોણ ના પાડે ? 2010_05 Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ અસત્ તૃષ્ણા અને તત્ત્વની ગરજ બંને પરસ્પર વિરોધી છે. અસતુ તૃષ્ણાની સાથે તત્ત્વની ગરજ ટકી શકતી નથી. અસતુ તૃષ્ણા અને તત્ત્વની ગરજ પરસ્પર વિરોધી છે. તત્ત્વની ગરજ ત્યારે જ આવે કે જીવન જરૂરીયાતથી વધારે ચીજ તો નથી જોઈતી પણ કોઈ આપે તોય નથી જોઈતું. આ વાત સમજાય તો જ દષ્ટિ આવશે. તૃષ્ણા બહેકી તો ત્રીજી દ્રષ્ટિ તો ન રહે, પણ બીજીને પહેલી દ્રષ્ટિ પણ જતી રહે. જીવન જરૂરિયાત જેટલી તૃષ્ણા થાય તો ક્ષત્તવ્ય છે. તે ય ગૌણ કરવા યોગ્ય છે. આ તો એટલું સત્ત્વ નથી કે જરૂરિયાતથી ઓછું મળે તો તે ટકી શકે; વષ્ણા ઘટાડ્યા વગર મોક્ષ ન મળે. પુણ્યથી અધિક તૃષ્ણા કરનાર દુઃખી થાય છે. જે પોતાનું પુણ્ય માપતો નથી અને પગલાં ભરે છે, તેનું અધ:પતન થાય છે. સુભમ ચક્રવર્તી ભરત ક્ષેત્રના છ ખંડનું પુણ્ય લઈને આવેલો હતો. છતાં વિચારે છે કે ભારતના છ ખંડ તો સૌ જીતે. હું ઘાતકીખંડના પણ છ ખંડ જીતવા જાઉ. આ પુણ્યાઇ કરતાં અધિક તૃષ્ણા થઈ. આ અસતુ તૃષ્ણા છે. ૧દ000 યક્ષ એની પાલખી ઉપાડી છે. જંબુદ્વીપ અને ધાતકીખંડની વચ્ચે લવણસમુદ્ર આવે છે, તે પાર કરીને ત્યાં જવાનું છે. અહીં સુભમનું પુણ્ય ઓછું પડે છે. ખૂટે છે. પુણ્ય માપ્યા વિનાની આ અસતુ તૃષ્ણા હતી. ઉપમિતિકાર કહે છે કે આખો સંસાર એ પુણ્ય પાપનું નાટક છે. એને આપણે ઓળખતા નથી. આ નાટક ભવિતવ્યતાથી ભજવાઈ રહ્યું છે, એનો સુત્રધાર મોહ છે. કર્મ પરિણામ રાજા છે. કાલ પરિણતિ એની દેવી છે. જીવ ન બનીને તેમાં ભાગ લે છે. યોનિ એ પડદો છે. સંસાર એ રંગભૂમિ છે. નાટકમાં જેમ પડદાની બહાર નટ નીકળે છે તેમ યોનિના માર્ગે જીવ બહાર નીકળીને રંગભૂમિ પર નાટક કરે છે. પૂર્વે ભાવનગરમાં એક નાટક મંડળી આવી હતી. તેમાં મુખ્ય નટ છ ખંડનો ચક્રવર્તી થઈને નાટક કરે છે. ભાવનગરનો રાજા ખુશ થઈને તેના ગળામાં નવલાખનો હાર નાંખે છે. ત્યાં પેલાએ ફટ કરતાં ફેંકી દીધો અત્યારે તું ભાવનગરનો છે તો હું છ ખંડનો રાજા છું એમ કહીને ફેંકી દીધો તાળીના ગડગડાટ થયાં. પણ એમાં રાજાને પોતાનું અપમાન જણાયું પેલો તો રાત્રે નાટક પુરું કરીને કયાંક ભાગી જ ગયો. કારણ કે ખબર છે કે પડદા ઉપર જ હું ચક્રવર્તી છું, બાકી તો નોકર છું તેમ સંસારની રંગભૂમિ પર તમે નાટકમાં જ ડોકટર છો, વકીલ છો. સાચેસાચ તો મારો આત્મા આ બધાથી પર છે. હું મને કમેં આપેલા વેષને ભજવું છું એવું લાગે છે.? ના, આપણે એમાં ભળી જઈએ છીએ, ડૂબી જઈએ છીએ, અલિપ્ત રહી શકતાં નથી. આપણે ભૂલી ગયા છીએ કે હું સિદ્ધ સ્વરૂપી છું અને માટે જ સંસારમાં અનંતકાળથી રખડી રહ્યા છીએ અને ભવોભવની તમાચા ખાઈ રહ્યા છીએ. આખો સંસાર કર્મજનિત છે. તેમાં આપણે આપણું અસલી સ્વરૂપ ભૂલી ગયા છીએ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે, “શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હિડે રમે, 2010_05 Page #351 -------------------------------------------------------------------------- ________________ અસત્ તૃષ્ણા અને તત્ત્વની ગરજ બંને પરસ્પર વિરોધી છે. શુદ્ઘનય દીપિકા મુકિતમારગ ભણી, શુદ્ઘનય આથિ છે સાધુને આપણી” ૩૨૦ ૩૫૦ ગાથા સ્તવન. શુદ્ઘનયને અવલંબીને કરાતું ધ્યાન તેને જ હંમેશા પરિણામ પામે છે કે જેના હૃદયમાં શુદ્ધ વ્યવહા૨ ૨મે છે. જ્ઞાનીઓએ બતાવેલ પંચાચારનું અણીશુદ્ધ પાલન, ગુરુ પ્રત્યે આદ૨, બહુમાન, ભકિત અને ગુર્વાશા પારતંત્ર્ય એ શુદ્ધ વ્યવહાર છે. આવા આત્મા માટે શુદ્ધ નય અર્થાત્ નિશ્ચયનયના વિકલ્પોનું (હું શુદ્ધ છું. બુદ્ધ છું, નિરંજન છું, નિરાકાર છું, સત્-ચિત્ આનંદ સ્વરૂપ છું, અબઘ્ધ છું ) આલંબન એ મોક્ષમાર્ગે આગળ વધવા માટે દીપક સમાન છે અને મોક્ષમાર્ગના પ્રવાસીને માટે ' આ શુદ્ઘનયના વિકલ્પો એ આથિ અર્થાત્ ભાતું છે. જેમ ઇષ્ટસ્થાને પહોંચવા ઇચ્છતા પ્રવાસીને પ્રવાસ ક૨વો પડે છે. તે વખતે સાથે રાખેલ ભાતું આગળ વધવા સહાયક થાય છે. તેમ શુદ્ધ નયના વિકલ્પો મોક્ષમાર્ગે આગળ વધવા ભાતાની ગરજ સારે છે. મોક્ષ માર્ગના સાધક એવા આપણી પાસે શુદ્ધ નયના વિકલ્પો નથી એ મોટું દુર્ભાગ્ય સમજવું. ચોવીસે કલાક પરમાત્માનું સ્વરૂપ ઓળખાયા કરે, ભેદજ્ઞાન વધતું જાય તો સાધના બની રહે. નિશ્ચયદૃષ્ટિ વિના સંસાર સાગર કેવી રીતે તરી શકાશે ? જુદી જુદી રીતે શુદ્ધ નયના વિકલ્પો સતત ઘુંટાવા જોઇએ. હું આ છું, હું આ નથી. હું આ છું, હું આ નથી, ઔદયિક ભાવ એ મારું સ્વરૂપ નથી તેમાંથી પસાર થવાનું છે. ક્ષાયિક ભાવ એ મારી મુડી છે. આ પ્રમાણે સતત વિચારો ઘૂંટાયા ક૨વા જોઇએ. આજે ઊપવાસ કરનાર, આત્માને તો યાદ જ નથી કરતો એ કેવી રીતે ચાલે ? બહારથી ઉપવાસ છે, અંદરથી સંસાર છે, એ કેવી રીતે ચાલે ? આપણી પાસે તત્વનો બોધજ નથી તે આ કલિકાલના જીવોનું ૫૨મ દુર્ભાગ્ય છે. આપણે તત્ત્વને સમજતા નથી. યાદ કરતા નથી, હું કોણ છું ? મારું સ્વરૂપ શું છે ? એને ઘૂંટતા નથી. આ ત્રણ સ્ટેપ વગર મોહ નીકળી નહિ શકે. આટલું વ્યાખ્યાન સાંભળ્યા પછી ધર્મ કરનારો જીવ લગ્નાદિ પ્રસંગોમાં પાગલ થઇને ફરે તો તે શું વ્યાજબી છે ? જાણે તત્ત્વ સમજયો જ નથી એમ લાગે. જીવ જયાં જાય ત્યાં તેવો થઇ જાય છે. એ તેની મોટામાં મોટી નબળી કડી છે એ બતાવે છે કે જીવને એનું શુદ્ધ સ્વરૂપ ખબર નથી, યાદ નથી, ઘુંટાયું નથી માટે આવું થાય છે. સંસારનો ર્યાય એ મારો વાસ્તવિક પર્યાય નથી, એ વાતને જીવનમાં વણી લો. તમારી વાત શું કરું ? આજે ઢગલાબંધ સાધુઓ છે જેને નિશ્ચયની દૃષ્ટિ નથી. બહારની જ આળ પંપાળમાં રહે છે. બાહ્યમાં જ એટલો બધો ધર્મ દેખાય છે, કે જેથી અંદર ઉતરવાની હવે શકિત નથી, ઇચ્છા નથી, રૂચિ નથી. ૩૫૦ ગાથાના સ્તવનમાં સોળમી ઢાળ માં શુદ્ઘનયને સકળ ગણિપિટકનો સાર કહ્યો છે. શુદ્ધત્તયના વિકલ્પો ચોવીસ કલાક જોઇએ. જીવનમાં જેટલી આચારમાર્ગની જરૂર છે તેટલી નિશ્ચયની વાતોની પણ જરૂર છે. નિશ્ચયની વાતો હીરા જેવી છે તો આચાર પાલન વીંટી જેવું છે. 2010_05 Page #352 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ હીરો કયાં શોભે ? સોનાની વીંટીમાં શોભે છે. તેમ મર્યાદાનું પાલન એ નિશ્ચયની વાતોથી જીવંત બને છે. ૩૨૧ અંદરથી નિશ્ચયને ઘૂંટયા કરો, બહારથી આચાર પાળતા રહો, સંસાર તમને કંઇ જ નહીં કરી શકે. તમને બાહ્ય થોડી નજીવી ચીજ મળી જાય છે. તેમાં આખાને આખા અટવાઇ જાવ છો. સંસારના પ્રલોભનોમાં ફસાયેલા છો. જયારે જયા૨ે સમય મળે ત્યારે ઉપયોગમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ ઘુંટાયા જ કરવું જોઇએ. આ સાધના છે. ઘણા પૂછે છે કે ધ્યાનમાં શું કરવાનું ? તો આ કરવાનું. ઉપયોગપૂર્વક ચોવીસે કલાક આત્મસ્વરૂપને યાદ કરવાનું. શુદ્ધ નયના વિકલ્પો આવે એટલે મોહ કયાં ઉભો રહી શકે ? ભાગી જ જાય. જેની પાસે શુદ્ધ નયના વિકલ્પ ન હોય તેનો આચાર કેટલો જીવંત બની શકશે ? આચાર દ્વારા પરિણતિ ઉભી ક૨વાની છે. પરિણતિ કયારે ઉભી થાય ? આ કરો તો, બંને પેરેલલ રાખો તો થશે. સુભુમને અસત્ તૃષ્ણા થઇ, અમારી અને તમારી આવી સ્થિતિ છે. અહીં આવ્યા પછી ચોમાસામાં આ કરાવવું છે તે ક૨ાવવું છે એમ યાદી બનાવીએ અને પુણ્યના અભાવે સફળતા ન મળે તો કલેશ - સંઘર્ષ થતા હોય છે. જો શાંતિ, સમાધિથી જીવવું હોય તો પુણ્યથી અધિક ઇચ્છા માત્રનો નાશ કરવાનો છે તેની આ ભૂમિકા છે. સ્વરૂપને ઘૂંટયા જ કરો, ઘૂંટયા જ કરો. સ્વરૂપની ઇચ્છા જેમ જેમ ઘૂંટાશે તેમ તેમ અન્ય ઇચ્છાઓ તૂટશે. આજે આપણે ત્યાં ઘણા આરાધકો આરાધકભાવવાળા હોય છે. તેઓ પ્રામાણિક હોય છે. પણ શુદ્ધ નયની દૃષ્ટિ નથી એટલે શુદ્ધ નયના વિકલ્પના અભાવમાં બીજાને જોઇને તેઓ કયારેક હારી જાય છે. આચાર શુદ્ઘ પાળવાનો છે, આચાર પાલનમાં ચુસ્ત રહેવાનું છે, આચાર પાલનથી પરિણતિ ઉભી કરવાની છે. બસ, આ તત્ત્વ ખૂટે છે, માટે દૃષ્ટિ જગત તરફ જાય છે. જગત ઉકરડો જ છે. ઉકરડામાંથી સારી ચીજની અપેક્ષા રખાય ? છતાં કેમ અપેક્ષા છે ? સ્વરૂપ ભૂલ્યા છીએ માટે, અનાદિના સંસ્કા૨થી પાછા નિંદા ટીકા કરવા મંડી જાય છે. હૃદય સ્વચ્છ છે પણ બોધ નથી, માર્ગનો ખ્યાલ નથી, દૃષ્ટિ નથી, માટે આવું થાય છે. આપણે આપણો ગોળ ચોળી ખાવાનો છે. બીજું બધું જોઇશું તો આપણું હારી જઇશું, ડાહ્યો માણસ પુણ્યની માપણી ક૨ીને પગલું ભરે છે. એક પણ પ્રવૃત્તિ કરો તેમાં સફળતા મળશે કે નહીં ? મારી શકિત કેટલી ? મારી બુદ્ધિ કેટલી ? મારે સહાય કેવી છે ? પીઠ બળ backing કેવું છે ? આમ સો ગળણે ગાળ્યા પછી જો ખોટું પડે ત્યાં ભવિતવ્યતા, કાળ, કર્મ, વિ. નો દોષ કહેવાય. જે પઇ પઇનો હિસાબ રાખે છે, જે નાની નાની બાબતમાં ચોક્કસ હોય છે તેને નુકશાન થાય તો કેટલું થાય ? દેવાળું કાઢે તેવું નુકશાન થાય ? એવું મોટું નુકશાન ન જ થાય. એક સોદો કર્યો. નુકશાન થયું, વિચારીને કર્યું છતાં નુકશાન થયું તો બુદ્ધિશાળી વિચારે છે, કે પુણ્ય નથી. હવે તે નવો વેપાર કરે કે શાંતિથી બેસે ? આ સદ્ગુદ્ધિ મારી પાસેથી વગર પૈસે મળે છે માટે કિંમત નથી અને વકીલ પાસે બુદ્ધિ 2010_05 Page #353 -------------------------------------------------------------------------- ________________ અસત્ તૃષ્ણાથી સુભમ લવણમાં ૩રર. મેળવવા પૈસા આપો છો માટે કિંમત છે! જયાં એમ જાણ્યું કે આ ધંધામાં પુણ્ય નથી તો બીજા ધંધામાં કયાંથી સફળતા મળવાની છે? પુણ્યનો અભાવ તો સર્વત્ર છે. તેથી પ્રાજ્ઞ માણસે ધંધાને તાળું મારવું જોઈએ. ખોટા ખર્ચા અટકાવવા જોઈએ અને નવો ધર્મ વધારવો જોઇએ. ઘર્મથી પુણ્ય વધશે અને ફુટેલું પુણ્ય દૂર થશે, ખૂટેલું પુણ્ય ધર્મથી વધશે. જયારે પુણ્ય ખૂટે ત્યારે નવો ધંધો કરવો એ હાર્યો જુગારી બમણું રમ્યા બરોબર થાય છે. યુધિષ્ઠિર પાસા રમવા બેસે છે. હારતો જ ગયો, હારતો જ ગયો બધું મૂકતો જ ગયો છેવટે દ્રૌપદીને મૂકી આખું રાજય મુકી દીધું. આ બુદ્ધિમત્તા ન કહેવાય. બુદ્ધિશાળીની બુદ્ધિ આ વખતે ગેબ થઇ ગઇ, ભાગી ગઈ, ચોરાઇ ગઇ, આ એણે પુણ્ય માપ્યું કહેવાય? ના, ભૂલ એકે કરી, તેના ભોગ કેટલા બન્યા? અસત્ તૃષ્ણાથી સુલુમ લવણમાં સુભમનું પુણ્ય ન હતું તો ૧૬૦૦૦ યક્ષને એકીસાથે વિચાર આવ્યો કે હું જરા પાલખી નહીં ઉપાડું તો શું થવાનું છે? તો લવણસમુદ્રમાં પડ્યો, સાથે બધા પડ્યા છે. અસત્ તૃષ્ણામાં પડેલો શું લવણમાં જ પડયો છે? ના તેનું શબ લવણમાં છે, તે તો સીધો સાતમી નારકીએ ગયો. ૩૩ સાગરોપમની નરકનો મહેમાન થયો. સંસારનું આવું સ્વરૂપ છે. આપણને કર્મસત્તાના ગણિતનો, સજાનો ખ્યાલ નથી. કર્મસત્તા મુસલમાન કરતાં વધારે દૂર છે. બકરી ઇદને દહાડે બકરાને મારનાર, કાપનાર મુસલમાન કરતાં આ કર્મસત્તા વધુ દૂર છે. એ તો જેવું પાપ તેવી સજા કરે છે. કર્મસત્તા કંઈ જ જોતી નથી કે આ તીર્થકરનો જીવ છે કે ચક્રવર્તીનો જીવ છે? અસત્ તૃષ્ણાથી જીવ આગળ વધી શકતો નથી, માટે અસતુ તૃષ્ણાને કાપવા જેવી છે. તૃષ્ણા અને અજ્ઞાન પેરેલલ ચાલે છે. તૃષ્ણાના મૂળમાં અજ્ઞાન પડેલું છે. તૃષ્ણાની વિષવેલ અજ્ઞાનના પાયા ઉપર પથરાય છે. આજે તૃષ્ણા કેમ વધી છે? આજથી એક બે પેઢી પાછળ જાવ તો આટલી તીવ્ર તૃષ્ણા ન હતી. આજે કેમ વધી? એનો અજ્ઞાન સાથે સંબંધ છે. આજે આત્મા સંબંધી અજ્ઞાન વધ્યું છે જયાં આત્મબોધ નથી. સ્વરૂપની રુચિ નથી અને આત્મસ્વરૂપનું અજ્ઞાન છે. ત્યાં તૃષ્ણા વધે છે. સકળ જગત તે એઠ, અથવા સ્વપ્ન સમાન, તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. એક મહાપુરુષ જણાવે છે કે જેને જગતમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો એંઠરૂપ લાગે છે તે વાસ્તવિક જ્ઞાની છે. આ જ્ઞાન તે સમ્યગુ જ્ઞાન છે. તે સિવાયનું વાચિક જ્ઞાન છે. સમ્યગ જ્ઞાનમાં જગત જેવું છે તેવું પ્રતિબિંબિત થતું હોય છે. લાયકાતથી અધિક તૃષ્ણા પણ અસત્ તૃષ્ણા છે. શ્રીપાળને મયણા જોડે પરણવાનું થયું, તેના પિતાએ લગ્ન કરાવી દીધા છે. છતાં શ્રીપાળનું મન નારાજ છે કારણ કે પાત્રતાથી અધિક મળે તો જોઇતું નથી. બસ, આ જ તેની ઉત્તમતા છે. 2010_05 Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ શ્રીપાળને કન્યાની તૃષ્ણા છે પણ બીજાનો ભવ બગાડવો નથી. બીજી મળશે તો ઠીક, નહીંતર હું જીંદગીભર ચલાવીશ. અહીં અસત્ તૃષ્ણાનો સ્પષ્ટ અભાવ છે. અંતે મયણા રડી છે એટલે એનું દુઃખ નિવારવા માટે તેને અપનાવી છે. લાયકરગસમાં અસત્ તૃષ્ણાનો અભાવ સ્પાર્ટી નામના દેશમાં એક રાજા થયો. તે મૃત્યુ પામ્યો. વારસદાર કોઈ નથી. તેણે વીલ બનાવ્યું. મારા નાના ભાઈ લાયકરગસને રાજા બનાવવો. રાજ્યાભિષેકની તૈયારી થઈ, તે વખતે તેને ખબર પડી કે ભાભી ગર્ભવતી છે. તે તરત જ ગયો અને ભાભીને વિનમ્ર પણ દઢ ભાવે કહ્યું કે મને રાજ્યની લાલસા નથી, તમે ચિંતા ન કરશો, મારે એના છત્રધર બનવું પડશે તો પણ મારી તૈયારી છે. તમે નિશ્ચિત રહો. સ્ત્રી કહે પ્રસૂતિ પછી શું થશે? તેની કયાં ખબર છે? પુત્ર ન પણ થાય? અને થશે તો હું એને પતાવી દઈશ. પેલો દિયર તરત સમજી ગયો કે આને રાજમાતા બનવું નથી, રાજરાણી બનવું છે. ખામોશ રહ્યો, કહ્યું કે એક વખત પ્રસવ તો થવા દો. પછી હું યોગ્ય કરી લઈશ. ચારે બાજુમાં ચોકી પહેરો મૂકી દીધો. બાળકનો જન્મ થાય છે અને તરત જ જાહેર કર્યું કે તમારો અને મારો-આપણા બધાનો આજથી આ રાજા છે. આ શું કહેવાય? આ અસત્ તૃષ્ણાનો અભાવ કહેવાય. તે પોતાની લાયકાત ન હોય અને કોઈ આપે તો તે લેવા તૈયાર ન હોય. ઉદયન મંત્રીમાં અસત તૃષ્ણાનો અભાવ સિદ્ધરાજને પોતાના પછી કોઈ વારસદાર ન હતો. કુમારપાળ રાજા થશે એવા સમાચાર તેને મળ્યા. પણ સિદ્ધરાજની ઈચ્છા છે કે મારા મૃત્યુ પછી મંત્રીશ્વર ઉદયનનો પુત્ર રાજા બને. આ વાત જાણીને ઉદયન રાજાને એકાંતમાં મળે છે અને પૂછે છે કે આપ મારા દિકરાને રાજા બનાવવા માંગો છો. એવું મેં સાંભળ્યું છે તો હકીકત શું છે ? રાજાએ વિધેયાત્મક ઉતર આપ્યો. તેનો નિષેધ કરતાં મંત્રી દેઢ સ્વરે કહે છે, રાજ! સાંભળી લ્યો. અમારી પરંપરામાં મંત્રીપદ ચાલ્યું આવે છે. એટલે રાજયગાદી પર આવી શકે નહી. રાજ્યગાદી ઉપર તો જે આવતો હશે તે જ આવશે. આ ગાદી ઉપર જે રાજા આવશે તેનો મંત્રી મારો છોકરો બની શકશે પણ રાજા હરગીઝ નહી બને. આજના જમાનામાં શું ચાલી રહ્યું છે? ખુરશી જોઈએ છે. લાયકાત ન હોય અને તે તે સ્થાન ઉપર બેસે તો કેટલું નુકશાન કરે છે ? લાયકાત વગર સ્થાન શોભે? પુણ્ય હોય તો પણ પાત્રતા વગર સ્થાનને નહીં લેનારા હજારો દ્રષ્ટાંતો આર્ય દેશમાં મોજૂદ છે. આજે રાજ્યની આવડત નથી અને ભયંકર, તૃષ્ણાઓથી ભરેલા હિંદુસ્તાનનું સુકાન સંભાળે છે. ભાવીમાં કેટલો અનર્થ સર્જાશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. 2010_05 Page #355 -------------------------------------------------------------------------- ________________ માનવભવ આત્માની સાથે એપોઈન્ટમેન્ટ કરવા માટે છે. ૩૨૪ જે તૃષ્ણાને કાપે છે, ગુણસંપન્ન, પ્રામાણિક અને સજજન બને છે તે આગળ યોગ પામીને અંતે મોક્ષને પામી શકે છે. યોગની ત્રીજી દૃષ્ટિ પામવા માટેનો સૌથી મોટો ગુણ આ છે. એના પાયા ઉપર જ આસન અને શુશ્રુષા આવશે. તત્ત્વ શુશ્રષાથી જ અસત્ તૃષ્ણા કાપવી હોય તો આત્મજ્ઞાનના બળ ઉપર નીકળશે. શુદ્ધ નયના સ્વરૂપને ઘૂંટ્યા કરો, શુદ્ધનયનું સ્વરૂપ ચોવીસે કલાક યાદ આવ્યા કરે તેની અસતુ તૃષ્ણા નીકળશે. અને પછી સત્ તૃષ્ણા પણ ઘટતી જશે. એકલા આચાર પાલનથી તૃષ્ણા નહીં નીકળે આચારમાર્ગનું પાલન પણ શુદ્ધ નયના વિકલ્પ માટે છે માટે બને જોઈશે. એમાંથી એક પણ ન હોય તો ન ચાલે. માનવભવ આત્માની સાથે એપોઇન્ટમેન્ટ કરવા માટે છે. આત્માના વિકાસ મને પ્રાપ્ત કરતાં આત્મા આગળ વધે છે ત્યારે કેવા પ્રકારના ગુણો પ્રાપ્ત કરે છે. તે સમજાવે છે. મનની, ઉપયોગની, કાયાની ચંચળતા ઓછી થતાં ત્રીજી દૃષ્ટિમાં સુખાસન પ્રાપ્ત થાય છે. તેના પ્રભાવે જીવ સાધના માટે લાંબાકાળ સુધી એક જ આસનમાં બેસી શકે છે. અહીં આજીવિકા માટેની જરૂરી ઈચ્છા = સત્ તૃષ્ણા હોય છે. અને તેનાથી વધુ ઈચ્છા રૂપ અસત્ તૃષ્ણા સ્વભાવથી જ અહીં હોતી નથી. તમે અહીં સુધી આવ્યા છો? આવવું છે? તો વિચારો કે મારે શા માટે આટલી બધી ચીજની જરૂર છે? જે મળ્યું છે તે ઘણું છે, અધિક છે. પોતાના આત્માને પૂછો, મનને પૂછો. સતત ચેકીંગ કરો. આત્મા જોડે મૂલાકાત ગોઠવો. appointment with self તો જણાશે કે આ બધી ઈચ્છાઓ ખોટી થઈ રહી છે. પોતે જાતે જ આત્માનું અનુશાસન કરવાનું છે. આ ઈચ્છાઓ ચૈતન્ય સ્વરૂપને કોરી નાંખે છે. અસત્ તૃષ્ણા આત્મસ્વરૂપને, આત્મપ્રદેશોને ઉધઈના કીડાની જેમ કોરી ખાય છે. અસતુ તૃષ્ણા જીવને આત્મસ્વરૂપ ઓળખવા દેતી નથી. પુયાઈ અને યોગ્યતાથી અધિક ઈચ્છા કરવી એ અસત્ તૃષ્ણા છે. અસતુ તૃષ્ણાથી થતા નુકસાન એક હજામ છે. શેઠને ત્યાં પગચંપી કરવા જાય છે. શેઠ તો ગાદી તકીયા ઉપર બેઠા હોય, મોટા મોટા ઘણા દલાલો, વેપારીઓ આવતાં હોય અને શેઠ બેઠા બેઠા લાખોના સોદા કરે, હજામ રોજ આ જુએ છે અને તેને મન થાય છે કે આપણે પણ આવી રીતે લાખો રૂપિયા કમાઈ લઈએ તો કેવું સારું? શેઠને કહે છે કે મને ધંધો કરાવોને ! શેઠ કહે આ તારું કામ નથી. તું તારા સ્થાને બરોબર છે. તો પણ તે કહે ના, ના, એ તો હું મોટો ધંધો કરીને તમને પણ બતાવી દઉં! શેઠ કહે જે સ્થાને જે હોય ત્યાં રહેવું ઠીક છે. છતાંય તેણે જીદ પકડી. શેઠ વિચારે છે અને પાઠ ભણાવવો પડશે. શેઠ દલાલને બધું શીખવાડી દીધું. એક દિવસ શેઠ કહે છે, સૈન્ય ચઢી આવવાનું છે તાંદલજાના ભાવો ખૂબ વધી જશે આ સાંભળી ઓછી બુદ્ધિવાળા હજામે બધી મૂડી તાંદલજામાં રોકી દીધી. હજામ રોજ પૂછે છે, હજી સૈન્ય 2010_05 Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ - - કેમ ન આવ્યું? શેઠે કહ્યું કે એ તો રાજાએ સુલેહ કરી દીધી. હજામની વખારમાં નાંખેલો તાંદલજો કોહવાઈ ગયો. સફાઈના પૈસા માથે પડવા. જેનું કામ તે કરે. અસુત્ તૃષ્ણાથી જીવ અવિવેકી બને છે. જીવ ખરેખર ધર્મ પામવા ઈચ્છતો હોય તો આ વસ્તુ સમજવા જેવી છે. ઓઘ દૃષ્ટિમાં અસત્ તૃષ્ણા સતત ચાલુ હતી. વ્યાપક હતી. ઘટાડી શકાતી ન હતી. તેનું જોર ખૂબ જ હતું. તે ખસેડી શકાતી ન હતી. પહેલી બે દૃષ્ટિમાં અસત્ તૃષ્ણાનું જોર ઘટયું હતું પણ ખસી ન હતી. ત્યાં યોગનો પ્રકાશ મળવા છતાં, અંધકાર નાશ પામવા છતાં કિરણ જ માત્ર ફુટ્યાં. તેથી અસત્ તૃષ્ણાનો નાશ થતો નથી. નિષ્ફળ વિચારોથી મન માયકાંગલું, કંગાળ બને છે. જેનાથી જીવ તત્ત્વવિચારણા કરવાની શક્તિ ખોઈ બેસે છે. નિષ્ફળ વિચારોથી મનની શક્તિ હણાય છે. અધ્યાત્મના માર્ગે મનની તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. વિનાશી પદાર્થો જોયા પછી તેના નુકસાન ઉપર કેટલા ખરાબ વિચારો આવે છે ? દા.ત. છાપાં વાંચ્યા પછી રાજનેતાઓને પાંચ-પચ્ચીસ ગાળ દઈ દો છો ! આ બધા લુચ્ચા છે. આવા છે, તેવા છે. મનને સત્વહીન માયકાંગલુ બનાવવાનું કામ છે કે બીજું કાંઈ? તમારી ગાળ એને પહોંચે છે? માનો કે પહોંચતી હોય તો તે સુધરે છે? જે વાત આપણા હાથમાં નથી તેના ઉપર આપણે મન બગાડીએ છીએ, તેનું નુકસાન આપણને છે. મન તત્ત્વચિંતન માટે છે. મનુષ્યભવની તત્ત્વચિંતનની પ્રત્યેક પળ હાથમાંથી સરકી રહી છે. અસત્ તૃષ્ણાના કારણે જીવ તત્ત્વચિંતન ગુમાવે છે. એક મહાપુરુષ કહે છે, આખું જગત સોનાનું થાય પણ તેમાં અમને શું છે? તેમાં આત્માને કંઈ લાભ ખરો? હે ભાઈ ! જગતની સાથેનો સંબંધ પરમાત્મા થવામાં બાધક છે. જગતની સાથે જેટલો સંબંધ જોડશું તેટલો વિલંબ પરમાત્મા જોડે સંબંધ બાંધવામાં થશે. - વિવેક વિનાની ક્રિયા લોકમાં હાંસીપાત્ર બને છે. એક માણસને પોતાની પત્ની ઉપર રાગ છે. એને હીરા મોતી વિગેરે પહેરાવીને, જોઈને ખુશ થાય છે કે મારી પત્ની કેવી સુંદર છે? પણ એને ખબર છે કે અંદરમાં ટી.બી. થયો છે તો પહેલા ટી.બી. દૂર કરાય કે શણગાર પહેલા કરાય? જીવને આ ખબર જ નથી કે મને અનાદિકાળથી મોહનો ટી.બી. વળગ્યો છે. હું જે કરું છું તેનાથી મારો ટી.બી. ઘટે છે કે નહીં? તે જાત તપાસ વિના જીવ અધ્યાત્મને પામી શકતો નથી. જો અંતરતપાસ ન કરશો તો ગાયને દોહીને કૂતરીને પાવા જેવું થશે. આપણી બધી પ્રવૃત્તિ આજે આવી છે. જરા પણ અંદરનો મોહ તૂટતો નથી. આ મોહનો નાશ કેટલો દુષ્કર છે. જીંદગીની જીંદગી એની પાછળ હોમી દઈએ, જીવનની પ્રત્યેક ક્ષણો એની પાછળ લગાડી દઈએ ત્યારે જીવનની કોઈક ધન્ય પળે મોહનો નાશ થઈ શકે છે. સમ્યકત્વ, વિરતિ પામી શકાય છે. મારું ભાગ્ય કેવું છે? ભવિતવ્યતા કેવી છે? તેનો વિચાર મનુષ્ય જીવનમાં કરવાનો નથી. એ બધા વિચારો પડતાં મુકીને પણ મારે ભગવાન કેમ થવાય? આ વિચાર સતત આવવો જરૂરી છે. આ વિચાર જ મોહને ઉખેડી નાંખશે. 2010_05 Page #357 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ જગત અને દશ્ય જગત ૩૨૬ દષ્ટિ જગત અને દશ્ય જગત ઘાતી અને અઘાતી બે ય કર્મ છે. ઘાતીનું પણ એક જગત ઉભું થાય છે, અઘાતી પણ એક જગત ઉભું કરે છે. અઘાતીમાં જીવ ફસાય છે માટે ઘાતી ઉભા થાય છે. આત્માના સ્વરૂપને હણે તે ઘાતી, આત્માના સ્વરૂપ ઉપર કોઈ અસર ન કરે તે અઘાતી કર્મ છે. તેરમે ગુણસ્થાનકે ઘાતી કર્મો સંપૂર્ણ નાશ પામ્યા છે ત્યાં (૧) કેવળજ્ઞાન છે (૨) આત્મપ્રદેશો છે (૩) દારિક શરીર છે. (૪) અઘાતીનો ઉદય છે. આ ચારે વસ્તુ તેરમે ગુણસ્થાનકે એક ક્ષેત્રે રહેલી જોવા મળે છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં જ અઘાતીનો ઉદય છે. છતાં એ અઘાતીનો ઉદય કેવળજ્ઞાનને કોઈ અસર કરી શકતું નથી. કેમ? આત્મસ્વરૂપને નુકસાન કરવાની તાકાત અઘાતીમાં નથી. બાહ્ય, દશ્ય જગત ઉભું કરવાનું કામ અઘાતીનું છે. તમને કર્મના ઉદયે ફલેટ, બંગલા, ગાડી, લાડી, ફર્નીચર, વેપાર-ધંધો વગેરે મળ્યું છે. તેમાં આસકત થાવ છો. માટે ઘાતી કર્મો બંધાય છે. કર્મોના ઉદયને દવાના નથી. પણ સ્વરૂપને વેરવાનું છે. અને એકક્ષેત્રે છે. જ્યાં આનંદ છે ત્યાં જ કર્મ છે. પણ ઉપયોગના માધ્યમે કર્મને વેદવા જઈશું તો જીવને ઘાતી બંધાશે. જો શાતા-અશાતા વેદવા રહ્યા તો સ્વરૂપનો આનંદ નહીં વેદાય, પુય-પાપના ઉદયે જે દશ્ય સર્જાય છે તેમાં જીવ ઉપયોગ ભેળવે છે. તેમાં ઓળધોળ થઈ જાય છે. માટે સુખ, દુઃખ વેદાય છે. જ્યાં સુખ, દુ:ખ વેદાય છે ત્યાં ઘાતી કર્મો બંધાય છે. અઘાતીના ઉદયનું વેદન થાય તેથી ઘાતી કર્મો બંધાય છે. અઘાતીના ઉદયકાળે ઉપયોગને સમ બનાવે તો ઘાતી ન બંધાય. અઘાતીના ઉદયમાં ઉપયોગ સમ કોને હોય ? આ જગતમાં બધી પુદ્ગલની રચના છે, તેમાં સારું ખોટું કરીએ તે સ્વરૂપ નથી, સ્વભાવ નથી. આવું વિચારીએ તો ઉપયોગ સમ બની શકે. અધાતીના ઉદયમાં જે સમ બનતો નથી. તે આત્મા ઘાતી કર્મ બાંધે છે. ને જગત ઉભું કરે છે. ઘાતી કર્મના ઉદયે ઉભું થતું જગત તે દૃષ્ટિ જગત છે. તેનો લોપ થઈ શકે. અઘાતી કર્મોના ઉદયે ઉભું થતું જગત તે દૃશ્ય જગત છે. દષ્ટિજગતના નાશ માટે મહેનત કરવાની છે. કેવળજ્ઞાનીએ ઘાતી કર્મનો નાશ કર્યો માટે દૃષ્ટિ જગત જતું રહ્યું છે. દષ્ટિ જગતનો નાશ થયો એટલે શું થયું? દૃષ્ટિ દ્રષ્ટામાં ભળી ગઈ, સમાઈ ગઈ. જેમ નદી સમુદ્રમાં ભળી જાય તેમ દષ્ટિ દ્રષ્ટામાં ભળી ગઈ, કેવળજ્ઞાનરૂપી દરિયામાં ભળી ગઈ. દષ્ટિજગત કયાં સુધી રહેશે? અઘાતીના ઉદયમાં સમ ન બનો ત્યાં સુધી દષ્ટિ જગત રહેશે. અઘાતીના ઉદયમાં સમ બની ગયા પછી દૃષ્ટિ જગત ઉભું ન રહે. આત્માને ભવોભવ નડતર રૂપ દશ્ય જગતનો નાશ કોઈ કરી શકતું નથી. કાળક્રમે એનું પરિવર્તન ચાલું જ છે. એ પરિવર્તનને અટકાવવાની તાકાત કોઈનામાં નથી. આ પરિવર્તનને અટકાવવાની તાકાત ખુદ શ્રી તીર્થકર ભગવાન કે ચક્રવર્તી પાસે નથી. દૃષ્ટિ જગતનો નાશ કરી શકાય છે. તે તાકાત આપણામાં છે અને આ દષ્ટિ જગતનો નાશ કરવા માટે પુરૂષાર્થ કરવાનો છે. દશ્ય જગતના કારણે ઉભા થતા દૃષ્ટિ જગતનો નાશ 2010_05 Page #358 -------------------------------------------------------------------------- ________________ યોગદૈષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ૩૨૭ ક૨વાનો છે. દશ્ય જગત બાધક નથી. દૃષ્ટિને સુધારી લો. પછી જીવનની જરૂરિયાત તો મળી જ રહે છે. જીવનમાં અસત્ તૃષ્ણા સહજ રીતે જેને નથી ઉઠતી. તે આત્મા પોતાના અનુષ્ઠાનમાં સ્થિરતાપૂર્વક આગળ વધી શકે છે. અસતૃષ્ણા ન ઉઠવામાં જીવ પાસે સમાધાન કરવાની કળા હોવી જોઈએ. જ્ઞાનદૃષ્ટિ, સમાધાનનૈષ્ટિ, વિવેકદૃષ્ટિ નથી માટે અસત્ તૃષ્ણાઓ ઉભી થાય છે. કોઈનો બંગલો જુઓ એટલે મન એમાં ચોંટી જાય છે ને મેળવવાના પ્રયત્ન સુધી પહોંચે છે. કા૨ણ સમાધાન દૃષ્ટિ નથી. શ્રેણિક માલિક છે. શાલિભદ્ર પ્રજાજન છે. સંસારના સુખના પદાર્થો શ્રેણિક ક૨તાં શાલિભદ્ર પાસે ઊંચા છે, છતાં શ્રેણિકને ઈર્ષ્યા નથી આવતી. કારણ કે તેની પાસે જ્ઞાનદૃષ્ટિ છે. સમાધાનની કળા છે. તે સમજે છે કે પુણ્યના અનેક પ્રકારો હોય છે. મારી પાસે સત્તાનું પુણ્ય છે. એની પાસે ભોગપુણ્ય છે. બધાને એકસરખું પુણ્ય હોય નહી. કલિકાલમાં બધા પુણ્યના ઉદયથી કોઈ આત્મા પૂર્ણ નથી. એક પુણ્ય હશે તો બીજા પુણ્યની ખામી હશે જ, આ કલિકાલ છે. બજા૨માં ગયા પછી ખીસામાં પૈસા હોય તે પ્રમાણે જ માલ મળે છે. તેમ ભવના બજારમાં પુણ્યની મુડી પ્રમાણે જ માલ મળે છે. પુણ્ય ઓછું હોય અને અધિકની ઈચ્છા કરીએ તો કેમ ચાલે ? तदभावाच्च स्थितमेव सुखासनम् । તૃષ્ણા ગઈ એટલે પરિભ્રમણ ગયું અને પરિભ્રમણ ગયું એટલે સુખાસન આવ્યું. તૃષ્ણા ગઈ એટલે ભટકવાનું ગયું. જો અમદાવાદમાં તમે ભટકો છો તો તમારી તૃષ્ણા અપેક્ષાએ ઓછી થઈ છે. કેટલાક હિન્દુસ્તાનમાં ભટકે છે તો તેની તૃષ્ણા વધારે છે. અને કેટલાક તો વળી પરદેશમાં ભટકે છે તો તેની તૃષ્ણા સૌથી વધારે જણાય છે. તૃષ્ણા ગયા પછી પરિભ્રમણ રહેતું નથી. જો સુખાસન લાવવું હશે તો પરિભ્રમણ અટકાવવું પડશે. પરિભ્રમણ અટકાવવું હશે તો તૃષ્ણાને અટકાવવી પડશે. તૃષ્ણા અટકશે તો જ પરિભ્રમણ અટકશે અને પરિભ્રમણ અટક્યા વિના સુખાસન ચાંથી પ્રાપ્ત થશે ? અંદરથી તૃષ્ણા ગઈ એટલે સુખાસન આવે છે. પહેલા એક કાળ એવો હતો કે શ્રી જિનવાણી સાંભળવા જાય, ગમી જાય, તો દોઢ -બે કલાક બેસી જતાં કેમ ? બન્નેને સુખાસન હતું. ત્યાં ઘડીયાળ જોવાનું ન હતું. એક કાલે લોકો તીર્થયાત્રા કરવા જતાં હતાં તો દિવસ નક્કી કરીને તો જતાં હતાં પણ પાછા આવવાનો દિવસ નક્કી ન કરતાં. પાંચ દિવસ માટે ગયેલા પચ્ચીસ દિવસ પણ રહી જતા. ત્યાં ગયા પછી જેવા ભાવ. આજે ઉઠવાનો, પાછા ફરવાનો સમય નક્કી કરીને બેસીએ છીએ. વ્યાખ્યાન સાંભળતાં જે ઘડીયાળ જોયા કરે તે બરોબર છે ? અહીંયા પણ સુખાસન નથી. અંદ૨માં પરિભ્રમણ ચાલુ છે. સંસારનો બધો કચરો લઈને આવો છો, શાંતિ નથી. સ્થિરતા નથી. તેને કઈ રીતે તત્ત્વ પ્રાપ્ત થાય ? અહીં અત્વરા પૂર્વક સર્વમ્-સઘળું હોય છે, કારણ કે આ દૃષ્ટિમાંથી અસત્ તૃષ્ણા ગઈ છે, અને સુખાસન આવ્યું છે. 2010_05 Page #359 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી બલા દૃષ્ટિમાં ત્વરાના અભાવ ૩૨૮ अत्वरापूर्वकं सर्व, गमनं कृत्यमेव वा । प्रणिधानसमायुक्तमपायपरिहारतः ।। ५१ ।। ત્રીજી બલા દષ્ટિમાં ત્વરાનો અભાવ અહીં મંદિર જવું, ઉપાશ્રયે જવું, ઘરે જવું, ધંધે જવું વિગેરે બધી ક્રિયામાં ઉતાવળ નથી હોતી. જે કાંઈ કરે છે તે શાંત, સ્વસ્થ ચિત્તે કરે છે. ધર્મ કિયા પ્રણિધાનપૂર્વક, શાંતચિત્ત કરે છે. પૂજા, જિનવાણી વખતે મન તેમાં જોડાયેલું રહે છે. ત્વરા નિકળી ગઈ છે. ચિત્ત શાંત બન્યું છે, સ્વસ્થ બન્યું છે. મન તેમાં અર્પિત થઈ જાય છે. ક્રિયા બહારથી રહે અને મન બાજુ પર રહે એવું નથી થતું. કોઈ પણ કિયા ઉતાવળથી કરો તેમાં નુકસાન શું? એ શાંતિથી કરો તેમાં ફાયદો શું? ઝટપટ ક્રિયા પતાવી દેવામાં આ દૃષ્ટિનો અભાવ સૂચિત થાય છે. ક્રિયા, ક્રિયા ખાતર છે કે કિયા ભાવ ખાતર છે ? દોઢ કલાકમાં છ ના બદલે આઠ કિલોમીટર ચાલવું એ ડહાપણ છે કે શાંતચિત્તે ચાલવામાં ડહાપણ છે? ભાવ વિનાની ક્રિયા આગળ વધારી ન શકે. બહુ ઉતાવળે ક્રિયા કરો તો ભાવ ઉલ્લાસ ન થાય, શ્વાસોચ્છવાસ વધી જાય, ગતિ વધી જાય અને આયુષ્ય વહેલું પુરું થઈ જાય. સુખેથી જીવવું છે? શાંતિથી જીવવું છે? લાંબુ જીવવું છે કે વહેલું મરવું છે? વાણી, વિચાર, વર્તન એકે કિયામાં ઉતાવળ ન જોઈએ. ત્રણે યોગની સાધનામાંથી ત્વરા નીકળી ગયેલી જોઈએ. ઝડપી ક્રિયા કરવાથી શ્વાસોચ્છવાસ ઝડપી ચાલે છે. યોગીઓ શ્વાસોચ્છવાસ પર જીવન મૂકે છે. આત્માએ બધી ચીજમાં શાંત-પ્રશાંત બનવું જોઈએ. જરૂર ન હોય તો લાગણી પ્રધાન બનવાનું નથી. આવેશ પણ કરવાનો નથી. ભાવાવેશમાં પણ આવવાનું નથી. તો શું કરવાનું છે? શાંત, પ્રશાંત બનવાનું છે. શાંત ચિત્તે, સ્વસ્થ ચિત્તે બધી ક્રિયા કરવાની છે. અધ્યાત્મનો માર્ગ જ જુદો છે. સ્વરૂપની નિકટ, નિકટતર, નિકટતમ રહેવાનું છે. હિમાલયમાં સૌથી ઉપર ગૌમુખ છે. ત્યાં યોગીઓ છ- છ મહિના ઉપર રહે છે. કયારેક હરદ્વાર કે ગંગોત્રીમાં આવે છે. ત્યાં એકસોવીસ વર્ષના યોગીઓ પણ હોય છે. સામાન્યથી યોગીઓનું આયુષ્ય મોટું હોય છે. કારણ કે જીવન તૃષ્ણા વિનાનું, અહંકાર વિનાનું, પરિચય વિનાનું, અતિશય શાંત હોય છે. તેથી સહજ રીતે આયુષ્ય વધતું હોય છે. અહીંથી ઘણા માણસો તેમના દર્શનાર્થે જાય છે. ત્યાં તેઓને બધા દર્શનશાસ્ત્રોની કેળવણી આપવામાં આવે છે. તમારો શ્રી નવકાર મંત્ર પણ એવો બોલી બતાવે કે આનંદ આવે. પણ ગૌમુખમાં તો તેઓ મૌન જ રહે. ગંગોત્રીમાં આવે તો લોકોના પરિચયમાં આવી શકે. જગતની સાથે સંબંધ તૂટે તો પરમાત્મા સાથે સંબંધ જોડાય છે. પરમાત્મા સાથે સંબંધ બાંધવો હશે તો જગતની સાથેનો સંબંધ તોડવો પડશે. પરમાત્મા સાથે સંબંધ જોડવાનું લક્ષ્ય નથી, માટે જ દિવસમાં બે પાંચ કલાક મૌન કરી શકતા નથી, એકાંતમાં જતાં નથી. સ્વરૂપની વિચારણા નથી, માટે બોલ્યા વિના ચાલતું નથી. હકીકતમાં મૌનની સાધના કરવાની છે. મૌન એ આત્માની વાણી છે. મૌનના માધ્યમે આત્માની નજીક જવાય છે. 2010_05 Page #360 -------------------------------------------------------------------------- ________________ યોગદ્યષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ચીનમાં એક સંત થયા. તે બહુ ઓછું બોલે છે. કોઇએ એમને પ્રશ્ન કર્યો કે આપ કેમ ઓછું બોલો છો ? તેમણે કહ્યું જે ઓછું બોલે છે એની જગતમાં કિંમત છે. વધુ બોલે છે. તેની કોઇ કિંમત નથી. જૂઓ ! કૂવામાં દેડકો આખો વખત ડ્રાંઉ ડ્રાંઉ કર્યા કરે છે, તો તેના અવાજની કોઇ કિંમત નથી. અને કૂકડો ફકત સવા૨ે જ બોલે છે. તેની કિંમત ઘણી છે. તેના અવાજે લોકો જાગી જાય છે. હવે સુવાય જ નહીં એવી માન્યતા નક્કી થયેલી છે. તેવી જ રીતે મૌનની કિંમત ઘણી છે. આત્માની પ્રાપ્તિમાં મૌન ઉપયોગી છે. ૩૨૯ જેમને ભવોભવની અસત્ તૃષ્ણાઓ બેઠી છે. તેમની એક ક્રિયા સાચી થતી નથી. તેમને સુખાસન પ્રાપ્ત થતું નથી. અત્વરાપૂર્વક ક્રિયા નથી આવતી, તેમની એક પણ ક્રિયાથી સંસ્કાર ઉભા થતાં નથી કારણ કે મન જોડાતું નથી. આપણો ઉપયોગ બદલાયા કરે છે. ઉપયોગના માધ્યમે કેટલું જાણ્યું અને કેટલુંય ભૂલ્યા ? ઘણું જાણ્યું છે અને ઘણું ભૂલ્યા છીએ. ઘણું ખાધું છે, ઘણી વિષ્ટા થઇ ગઇ. હાથમાં કંઇ ન આવ્યું. મનુષ્ય યોનિમાં જીવની આહાર સંજ્ઞા આપણા આત્માએ ચા૨ે ગતિમાં ભટકતાં મનુષ્યભવમાં આવી માતાનું સ્તનપાન જેટલું કર્યું છે તેને અસત્ કલ્પનાએ ભેગું કરીએ તો સ્વયંભૂરમણ સમુદ્ર પણ વામણો પડે, નાનો લાગે, ખાબોચીયું લાગે એટલા સ્તનપાનના દૂધના પ્રવાહો છે. અને જેટલું ખાધું છે તેનો ઢગલો કરીએ તો અનંતા મેરુપર્વત થાય એટલો મોટો ઢગલો થઇ જાય. છતાં અસત્ તૃષ્ણા ઘટી નથી. સ્તનપાન, આહાર, નિદ્રા હજી કેમ ઉભાં રહ્યાં છે? કારણ કે જીવે તારક ક્રિયામાં મન ભેળવ્યું નથી. જ્ઞાનીઓએ બતાવેલી તારક ક્રિયા કલ્પવેલડી જેવી છે. અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અપાવે તેવી આ ક્રિયાઓ છે. એક ચિત્તે ક્રિયા કરવાથી ક્ષપકશ્રેણી મંડાઇ શકે છે. કેવળજ્ઞાન મળી શકે છે. અતિમુકતકે ઇરિયાવહિયા જેવી નાની ક્રિયાથી કેવળજ્ઞાન લઇ લીધું, આપણને તો ઇરિયાવહિયાની કિંમત નથી. તેની કિંમત આપણે સામાન્ય આંકીએ છીએ, તેથી જેમ તેમ પતાવીએ છીએ. કાળ શું ચીજ છે ? સભા ઃ આ જીવને કાળ નડે છે. ઉત્તર ઃ કાળ શું ચીજ છે ? કોને નડે છે ? કોને સહાય કરે છે ? સિદ્ધોને કાળ જ નથી. નિદ્રામાં જેમ કાળ નથી તેમ સિદ્ધાવસ્થામાં પણ કાળ નથી. કાળ તત્ત્વ આપણા જેવા સંસારીને નડે છે. કાળનો નાશ કરવો હશે તો મોહનો નાશ કરવો પડશે. મોહ નૈૠયિક કાળ છે. આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં લાગણી, ઇચ્છા, ઉત્સુકતા આવેશ, વિ. મોહના ભાવો ભળ્યા છે. તે નૈૠયિક કાળ છે. આ નૈૠયિક કાળ નવા નવા રૂપો આપે છે. કાળ જન્મ મરણ ઉભા રાખે છે. તમને મરવું નથી ગમતું એનો અર્થ જીવને જન્મ પણ ન ગમવો જોઇએ. ખાતસ્ય ફ્રિ ધ્રુવં મૃત્યુઃ 2010_05 Page #361 -------------------------------------------------------------------------- ________________ કાળ શું ચીજ છે. ૩૩૦ એટલે મૃત્યુને અટકાવવા ઈચ્છતાએ જન્મનું વિસર્જન કરવું જોઇએ અને જન્મનું કારણ છે. મોહ, એટલે મોહ ન ગમવો જોઇએ, એટલે નૈૠયિક કાળ ન ગમવો જોઇએ, એટલે ક્રોધાદિ મોહના ભાવો ન ગમવા જોઈએ એ તાત્પર્ય નીકળ્યું. મૃત્યુ જન્મના કારણે છે. જન્મ સાથે મૃત્યુ અવિનાભાવી છે. ત્રણે કાળમાં એવો એક પણ અપવાદ ન મળે કે જે જમ્યો છે અને મર્યો નથી, અને મર્યા પછી ન જન્મનારાના અનેક દ્રષ્ટાંતો મળશે. જન્મ મોહથી છે. શ્રાવકને મૃત્યુ નથી ગમતું એનો અર્થ મોહ નથી ગમતો. બલા દ્રષ્ટિમાં બધી ક્રિયા શાંત સ્વસ્થ ચિત્ત થાય છે. વ્યાખ્યાનમાં બેનો મોડી આવે, પાછી સામાયિક લે અને ૪૮ મીનીટ થાય એટલે પારવા માંડે. એમાં સાંભળવાનું કેટલું જાય છે? પ્રશ્ન : સામાયિકમાં વધારે વાર બેસાય? ઉત્તર : હા, કોઈ વાંધો નથી ? શ્રવણમાં ઉપયોગની એકાકારતાનો લાભ વધારે કે સામાયિકની સંખ્યાનો લાભ વધારે. વ્યાખ્યાન વખતે સામાયિક લઇ વારંવાર ઘડિયાળ જોયા કરે તે સમ્યકત્વાદિ કોઈ શ્રેણી માંડી ન શકે. આખરે દેહનું ભાન ભૂલવાનું છે તે ખ્યાલ હોવો જોઈએ. ધર્મ લોકોને દેખાડવા માટે નથી, ધર્મ લોકોને જણાવવા માટે નથી, અંદરમાં જવા માટે ધર્મ છે. મોડા આવ્યા તો ત્રણ નવકાર ગણી બેસી જાવ તો પણ ચાલે. જિનવાણી ચાલે ત્યાં સુધી ઉઠવું નહીં એવો અભિગ્રહ કરવો. આને શ્રુત સામાયિક કહેવાય. અન્યદર્શનકાર કહે છે કે એક કાળે આ જીવ વિષ્ટાનો કીડો હતો. વિષ્ટામાં સબડતો હતો. વિષ્ટાના ઘરમાં રહેતો હતો. વિષ્ટાના ઓરડામાં રહેતો હતો. આજે મનુષ્ય થયો, હવે એ વિષ્ટાના ઘરમાં જવા તૈયાર નથી. ત્યાં વાળી ઝુડીને સાફ કરો તો ય તે ત્યાં બેસવા કે જમવા તૈયાર નથી. આજે તમારા સંડાસ બાથરૂમ લાખો રૂપિયાનાં હોવા છતાં તમે કોઇ ત્યાં ભાણું માંડવા તૈયાર છો ? મનુષ્ય જન્મ વિદ્યા પામવાનો જન્મ છે, આચારશુદ્ધિનો, વિરતિપાલનનો ભવ છે. આ ભવને પામ્યા પછી હવે અર્થ અને કામ પુરુષાર્થ પાછળ જીવન પસાર કરશો તો ઘણું ગુમાવવાનું થશે. આરબ દેશમાં એક છાપાવાળો ૧૫૦ વર્ષ જીવ્યો. અત્વરાનું કાર્ય લાંબી જીંદગી છે. એક ભાઈએ ૧૧ વર્ષની ઉંમરથી ઘર છોડી દીધું. હાંસોલમાં આશ્રમ હતો. સાધના કરતાં શુદ્ધિ વધવા માંડી, તેનું સાત્વિક જીવન બીજાને પણ શુદ્ધિ આપનારું બની રહેતું. બીજાના માથે હાથ મુકે તો તેમના રોગ શમી જતા. હમણાંજ થોડા વર્ષો પહેલાં ૧૧૬ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. આપણે પણ આપણા જીવનમાં બધી જ પ્રવૃત્તિ શાંત ચિત્તે જ કરવી જોઇએ. શાંતચિત્તથી કરવામાં કંઈ બગડતું નથી. કયાંય ચિંતા નહીં, કયાંય ઉકળાટ નહીં, કયાંય ભય નહીં, ઉતાવળમાં બે ય બગડે છે. શાંતચિત્તે કરીએ તો ઉપશમભાવમાં રહેવાની ટેવ પડે છે અને એક પણ અશુભ સંસ્કાર ન પડે, કયાંય કષાયના સંસ્કાર ન પડે, પાપકર્મ ન બંધાય, 2010_05 Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ પાપકર્મના અનુબંધ ન થાય, કોઈ દોષ આવે નહીં, કોઈ દોષ પુષ્ટ થાય નહીં, અંદરના જૂના કાષાયિક સંસ્કારો નીકળતા જાય અને સમાધિ મૃત્યુ તેને સહજતાથી મળે. જીવનમાં પ્રત્યેક પળે શાંત, પ્રશાંત, ઉપશાંત બન્યા હશો તો મૃત્યુ પળે તેના ગુણાકાર થઇને ઉભા રહેશે. બધી ક્રિયાઓ શાંત, સ્વચ્છ ચિત્ત કરવી. આ ત્રીજી દૃષ્ટિનું વરદાન છે. ત્વરાનો અભાવ એ જરૂરી છે. બધી દૃષ્ટિમાં આ જ માપદંડ રહેશે. કષાયોની પરિણતિ તૂટતાં તૂટતાં આત્મા જેટલો જેટલો આગળ વધશે. તેટલો સ્વરૂપમાં ઠરતો જશે અને આગળ વધશે. જયાં પ્રણિધાનથી યુકત ચિત્ત હોય છે, ત્યાં દૃષ્ટિના અપાય, વિદનો અને અંતરાયનો ત્યાગ કરવા વડે મનનું અર્પણ થાય છે. ડાફોળીયા, ચળ વિચળતા, ચક્ષુરાદિ ઇન્દ્રિયોને સ્થિર ન કરવી તે આ દૃષ્ટિનો અપાય છે. મનમાં અન્ય વિચારો તે મનનો અપાય છે. વિકથા, નીંદા અને કુથલી વિ. વાણીનો અપાય છે. બધા અપાયનો પરિહાર થવાથી મન તેમાં અર્પિત થાય છે. અને તેનાથી ઉપર ઉપરના અધ્યવસાયો પામી શકાય છે. આ સ્થિરતાનો અંશ છે. તે તે ક્રિયા કરતાં આત્મા ઉપયોગયુકત બને, આદર બહુમાનવાળો બને તે જ સ્થિરતા છે. ચારિત્ર છે. મોક્ષમાં ચારિત્ર શું છે? તેના જવાબમાં જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મ. કહ્યું છે કે અસંખ્ય પ્રદેશોનું પરમ સ્થિરત્વ એ જ ચારિત્ર છે. પ્રવૃત્તિ ને નિવૃત્તિ રૂપ ચારિત્ર મોક્ષમાં ઘટી શકતું નથી. આપણે પણ કષાયને ઘટાડવાથી સ્થિરતા રૂપ ચારિત્ર પામી શકીએ છીએ. કષાયના હાસથી જ સ્થિરતા રૂપ ચારિત્રનો અંશ આવી શકે છે. ત્રીજી દ્રષ્ટિમાં શુશ્રુષા કેવી હોય છે? कान्तकान्तासमेतस्य, दिव्यगेयश्रुतौ यथा यूनो भवति शुश्रूषा तथाऽस्या तत्त्वगोचरा ॥ ५२ ॥ મનોહર પ્રિયતમાથી યુકત, નિરોગી, સશકત, રમણીય, પુરુષ હોય, યૌવનવયને પામેલો હોય, વળી જે ભોગ માટે સમર્થ છે, બાજુમાં પત્ની બેઠેલી છે. દિવ્ય સંગીત સાંભળવાની ઇચ્છા થાય તેવી તત્ત્વ શ્રવણની ઈચ્છા અહીં હોય છે. શુશ્રુષા વિનાનું શ્રવણ ઉપયોગી નથી. પાંચમી દ્રષ્ટિમાં પણ શુશ્રુષા મુકેલી છે. સમકિતના ૬૭ બોલની સજજાયમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે, “તરુણ સુખી સ્ત્રી પરિવર્યા રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત, ચતુરનર ! ધરીએ સમકિત રંગ,” તત્ત્વબોધના શ્રવણ પહેલાં શુશ્રુષા હોય છે. પહેલીમાં અદ્વેષ, બીજીમાં જીજ્ઞાસા, ત્રીજીમાં શુક્રૂષા, ચોથીમાં શ્રવણ અને પાંચમીમાં બોધ મુકવાના છે. આ રીતે એક એક ગુણ મુકેલા છે, આ શુશ્રુષા જેટલી તીવ્ર હશે તેટલો જલદી ઊંચો ધર્મ પમાશે. 2010_05 Page #363 -------------------------------------------------------------------------- ________________ અકબરની શુશ્રૂષો લોધામ:સ્ત્રોતપ્તશ્રેષા, ભિરાતુલ્યા સતા મત્તા 1 अभावेऽस्याः श्रुतं व्यर्थमसिरावनिकूपवत् ॥ ३ ॥ ન સમ્યકત્વ વખતે તત્ત્વના પાણીનો જે અસ્ખલિત પ્રવાહ વહે છે તેના અવય અક્ષય બીજ સમાન આ શુશ્રુષા છે. દા. ત. કૂવો છે. ૨૦૦૦ ફૂટ ખોદો તો પાણી મળે છે. પણ કયાં ખોદીએ તો પાણી મળે ? જયાં વચમાં સેરો ફૂટતી હોય ત્યાં જ ઊંડે જતાં પાણી મળે છે. પણ જયાં સે૨ો ફૂટતી નથી. ત્યાં ઊંડે જવાં છતાં પાણી મળતું નથી. તત્ત્વબોધ રૂપી પાણી પ્રાપ્ત ક૨વા આ શુશ્રુષા પાણીની સે૨ તુલ્ય છે. તત્ત્વ સાંભળતાં કર્યો આત્મા સમ્યકત્વ પામે ? નયસા૨ે જિનવાણી સાંભળી, ગ્રન્થિભેદ થઇ ગયો. આપણે પણ જિનવાણી સાંભળીએ છીએ તો આપણને ગ્રન્થિભેદ કેમ ન થયો ? પ્રભુના આત્મામાં સમકિત હતું તો આપણા આત્મામાં પણ સમકિત સત્તામાં રહેલું જ છે. પણ સેર ફૂટે ત્યાંથી પાણી મળે છે. આપણી સેર જેવી શુશ્રૂષા ઊભી થઇ જાય તો નિશ્ચિત રૂપે સમ્યકત્વ રૂપી પાણી મળશે. હકીકતમાં કૂવો ખોદવામાં શ્રમ તો છે જ. મજૂરી જ ક૨વાની છે. કેટલી માટી કાઢ વાની છે. ? કેટલો પુરૂષાર્થ કરવો પડે છે ? કેટલી ભૂખ વેઠવી પડે છે ? તરસ વેઠવી પડે છે ? પણ અંદ૨માંથી સેર ફૂટે એટલે આનંદ વૃદ્ધિ પામે છે. પછી તો પાણી નીકળે એટલી જ વાર છે. પછી મલિનતા નીકળી જવાની છે, તૃષા પણ શાંત થવાની છે, થાક પણ ઉતરી જવાનો છે. તેમ સમ્યકત્વને પ્રાપ્ત કરવા માટે આપણા આત્મા ઉપર માટીના-કર્મના થરના થર પડેલા છે. ત્યાં સેર જેવી શુશ્રૂષા ઉભી થઇ જાય તો નિશ્ચિત રૂપે સમ્યકત્વ રૂપી પાણી મળે છે. પ્રશ્ન : આપણને શુશ્રુષા છે કે નહીં? તે કેવી છે ? બળવાન છે કે નહીં ? શેનાથી તે નક્કી થાય ? ૩૩૨ : ઉત્તર ઃ જેમ જેમ તૃષ્ણા નીકળતી જાય અને આનંદ વધતો જાય. જિન વચન સાંભળવાનું ગમે તો સમજવું કે આ સેર ફૂટવા માંડી છે. સાંભળવાથી કોઠે કોઠે દીવા પ્રગટવા જોઇએ. આત્મ પ્રદેશે. આનંદ થવો જોઇએ, જેની પાસે જગતના બધા આનંદ ફીકા લાગવા જોઇએ. ચોળ મજીઠના જેવો શુશ્રૂષાનો રંગ લાગવો જોઇએ. જેમ ચાતકને મેઘનો રંગ લાગ્યો હોય છે તેવો રંગ હોવો જોઇએ. અકબરની શુશ્રુષા જિનવાણીનો રંગ તો અકબરને લાગ્યો હતો. હીરસૂરિ મહારાજ કહે છે કે અમારે ગુજરાત જવું પડે તેમ છે. ચાતક અષાઢ મહિનામાં જેમ મેઘની રાહ જુએ તેમ ગુજરાત અમને ઝંખી રહ્યું છે. અમારે જવું છે તો અનુકૂળતા કરી આપો. ત્યારે અકબરે કહ્યું છે કે આપશ્રીની બીજી બધી વાત સાંભળવા હું તૈયાર છું. પણ આ વાત તો નહીં જ બને, કારણ કે તમે જાવ પછી મારું શું ? મને જિનવાણી કોણ સંભળાવશે ? તેથી હિ૨સૂરિ મ.સા.ને તેમના માટે શાંતિચન્દ્ર ઉપાધ્યાય ને ભાનુચન્દ્ર 2010_05 Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ યોગદષ્ટિનાં અજવાળાં - ભાગ-૨ પંન્યાસ વિ.ને મૂકીને જવું પડે છે. અકબરને જિનવાણી પ્રત્યે એવો લગાવ છે કે જયારે તે યુદ્ધ કરવા જાય છે ત્યારે પણ મહાત્માઓને સાથે લઈને જાય છે. રસ્તામાં પણ જિનવાણી સાંભળવા જોઈએ. આ કેવો રસ હશે? જિનવાણીથી આત્મા ઉપર સતુનો રંગ ચઢે છે, અને અસતુનો રંગ ઉતરે છે. ધર્મ પામવા માટે જિનવાણી શ્રેષ્ઠ છે. જિનપૂજાથી જેટલા ધર્મ પામ્યા છે તેના કરતાં જિનવાણીથી ધર્મ પામનાર ઘણાં છે. અનાદિકાળથી આત્મા ઉપર અસતુનો જે રંગ ચઢેલો છે તે આ જિનવાણી શ્રવણથી ઉતરી જાય છે. જેમ કૂવો ખોદતાં સેર નથી ફૂટતી તો શ્રમ નકામો થાય છે. હાથમાં કંઈ આવતું નથી તેમ જિનવાણી સાંભળતા અંદરથી આનંદ પેદા ન થાય તો તે શું કામનું ? શ્રાવકને જિનવાણી શ્રવણ અવશ્ય કરવા યોગ્ય છે. જે કાર્ય અભિપ્રેત હોય અને તે ન થાય તો શું કામનું? શ્રાવકને જિનવાણીશ્રવણ અવશ્ય કરવા યોગ્ય છે. મુંબઈમાં વેણીચંદ સુરચંદનો ભત્રીજો જિનવાણી સાંભળવા બેઠો છે. સાંભળ તાં સાંભળતાં વીંટી ઉપર નજર પડી, તો વીંટીમાં નંગ નથી. તે કયાંય નીકળી પડયું છે. તે સમયમાં ૧૯૦૦૦ રૂ. નું નંગ હતું. હીરો શોધવા જાઉ તો જિનવાણી મુકવી પડે. વ્યાખ્યાન આત્માને પવિત્ર બનાવે છે. આ હીરો કાચનો છે. પુદ્ગલ છે. જિનવાણીથી આત્મા ઉજજવળ બને છે. જિનવાણીના ભોગે મારે હીરો શોધવો નથી. ભવિતવ્યતા હશે તેમ થશે. એક કલાક સુધી વ્યાખ્યાન સાંભળ્યું વ્યાખ્યાન ઉઠયા પછી બહાર અડધો પોણો કલાક ચર્ચા કરી. આવું કયારે બને? અંદરથી જિનવાણીના શ્રવણનો રંગ હોય ત્યારે બને. અંદરમાં આત્મા કેટલો ઠર્યો હોય ત્યારે આવું થાય! જ્ઞાન અને રાગ બંનેના કાર્યો જુદા છે. જ્ઞાનમાં રાગ વણાયો છે. તેથી આવા સમયે ઉકળાટ, આકુળતા, વ્યાકુળતા થાય છે. જ્ઞાન સ્વભાવે શાંત છે. રાગ સ્વભાવે આકુળતા વ્યાકુળતાનો ઉત્પાદક છે. કષાય કરવા જેવા નથી. રાગ એ અંતર્ગત પરિણામ છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલો છે. તે ચેતનાનો અશુદ્ધ પર્યાય છે. આત્માને બહારમાં રાખનાર આ રાગ જ છે. જ્ઞાનમાંથી આ રાગ છૂટો પડે તો આત્મા ઘરમાં આવી શકે. રાગમાં હેય બુદ્ધિ થાય અને એનાથી છૂટવા માટે જીવ અંતરક્રિયા કરે છે. ત્યારે હંસચંચુ ન્યાય કહેવાય છે. જ્ઞાનમાંથી રાગને છૂટો પાડવો એ અત્યંતર મોક્ષમાર્ગ છે, નૈશ્ચયિક મોક્ષમાર્ગ છે. પ્રશ્ન : આપણે શું કરવાનું છે? ઉત્તરઃ જયારે જયારે ઉપયોગ બહાર જાય એટલે ઉપયોગ વિષયોમાં ખેંચાય ત્યારે આત્માને ખબર પડવી જોઈએ કે આ સ્વભાવથી વિપરીત પ્રવર્તન છે. એમાં હું ઠર્યો તો તે વ્યાકુળતા છે. ચંચળતા છે, ચિત્તની અસ્થિરતા છે. અને તેમાંથી ખેંચીને ઉપયોગને પાછો વાળવો. આવા અથાગ પરિશ્રમે જ્ઞાનમાંથી રાગ છૂટો પડે 2010_05 Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકને જિનવાણીશ્રવણ અવશ્ય કરવા યોગ્ય છે. ૩૩૪ છે. આજે જ્ઞાનમાંથી રાગ છૂટો પાડવાનો પ્રયત્ન જ આપણે કરતાં નથી. આજે તમારા ઘર્મની ટીકા કેમ થાય છે? તમારો ધર્મ કેમ વગોવાય છે ? અત્યંતર પુરુષાર્થના અભાવમાં આ પ્રમાણે થાય છે. આજે ઘર્મીને રાગમાં મીઠાશ લાગે તો તે, બહુ દુઃખદ છે. રાગમાં મીઠાશની અનુભૂતિ થાય છે તે મિથ્યાત્વ છે. રાગ થતાં જ વ્યાકુળતાનું સંવેદન થાય તો તે જાગૃતિ છે. સમ્યકત્વ છે. આવું વારંવાર થવાથી ઉપયોગ વિષયોમાંથી પાછો ફરશે અને આત્મઘરમાં સ્થિર થશે. જેને રાગમાં વ્યાકુળતા દેખાય છે, તે વ્યકિત રાગના પાત્રોને, પદાર્થોને મારા મારા કહે ખરો?, મારા મારા માને ખરો? આજે રાગનો હડકવા લાગ્યો છે. હડકાયું કૂતરું કરડે તો શું થાય? આપણી હડકાયા કૂતરાં જેવી સ્થિતિ છે. માટે બધાને કરડ્યા કરીએ છીએ. આપણા વિચારોથી જે પ્રતિકૂળ હોય તે બધાને કરડ્યા કરીએ છીએ. બાહ્ય પુરુષાર્થ ઉપર ગ્રન્થિ ભેદાશ નહીં અત્યંતર પુરુષાર્થ જોઇશે. સ્વક્ષેત્રે પુરુષાર્થ કરવાનો છે. આંતરક્ષેત્રે યુદ્ધના ધોરણે ઝુંબેશ ઉપાડવાની છે. કષાય અંદરમાં ચોંટેલા છે. આત્મક્ષેત્રે વ્યાપેલા છે. તેને ઉપયોગમાંથી ખસેડવાના છે. જગતનાં બાહ્ય પદાર્થોને ચોંટવાથી કષાય નીકળે? કષાયના પરિણામ શેનાથી ઘટશે? વિષાયાસકિત એ કષાયોત્પત્તિનું બીજ છે. માટે વિષયોથી દૂર રહો, વિષયવૈરાગ્યને ઘૂંટો, યથાશકિત તેનો ત્યાગ કરો. પેલા ભાઇએ તો વ્યાખ્યાન પછી જે પદાર્થ વ્યાખ્યાનમાં આવ્યો તેની ચર્ચા, વિચારણા કરી. અંદરમાં કેટલી ટાઢક હોય તેને આવી ચર્ચા-વિચારણા કરવાનું મન થાય? તમે તો વ્યાખ્યાનમાંથી ઉઠો એટલે ભાગાભાગ કરો છો. તમે જે સાંભળ્યું છે તેને ઘુંટટ્યા કરો. અંદરમાં વિચારો કે મને કયા કષાયો કયારે પીડે છે ? આ ચિંતન કરશો, બહુ મંથન કરશો ત્યારે રાગાદિ ઓળખાશે. રાગાદિના વ્યાપક ક્ષેત્રને સૌ પ્રથમ ઓળખો, સમજો, સ્વીકારો, કાઢવા પ્રયત્ન કરો, તેનું સાતત્ય જાળવો, ત્યારે વિકાસ થશે. ઉપયોગમાં રહેલી રાગાદિ પરિણતિને તત્ત્વચિંતનના બળે નાથવાની છે. અને જ્ઞાનરૂપી માખણ પેદા કરીને રાગ રૂપી છાશને ફેંકી દેવાની છે. વ્યાખ્યાનની ચર્ચા કર્યા પછી પેલા ભાઈ આગળ ગયા. ત્યાં સામેથી ભિખારી મળ્યો. તેના હાથમાં આ નંગ હતું. તે ઉછાળતો હતો. તેને રમવા માટે ચકચકિયું મળી ગયું. આની પાસેથી કેવી રીતે લેવું? ભાઈ વિચારે છે. આનામાં ઓળખાણ નથી, છતાં સીધી રીતે મને નહીં આપે. ત્યાં આ નંગ ઉછળતાં ધૂળમાં પડી ગયું. ભાઇએ પગથી દાબી દીધું. ભીખારી કહે, મારે ચકચર્ષિ મને આપી દો. તારે શું કરવું છે? હું તને મિઠાઈ ખવડાવું. તેને મીઠાઈ ખવડાવી. બીજી ખવડાવો તો ફરી ખવડાવી. સો-બસો રૂપીયા આપી દીધા, અને હીરાનું નંગ મેળવી લીધું. ભવિતવ્યતા પ્રમાણે થાય છે. જે ચીજ ખોવાય છે. તે વખતે સામાન્યથી તેને જોઈ લેવી. પછી ન મળે તો, કાળ વિલંબ થવા દેવો જોઇએ. પણ તે માટે મન શું કામ બગાડવું જોઇએ? 2010_05 Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મન બગાડવાથી મળી જશે ખરું ? ધર્મના યોગોમાં સ્વસ્થતા ટકાવવી એ ધર્મ પામ્યાની નિશાની છે. કટોકટીના સમયે આત્મા શાંત બને તો માર્ગ નીકળે છે. કટોકટીના સમયે ઉતાવળ કરો, મુંઝાઈ જાવ તો માર્ગ મળે જ નહીં. - ત્રીજી દષ્ટિમાં શુશ્રુષા ઉપર ખૂબ ઝોક છે. જે ભૂમિમાં સેરો ફૂટતી નથી. ત્યાં કુવો ખોદવો એ ન ખોદવા બરાબર છે. જયાં પાણી નથી ત્યાં ખોદવું એ વ્યર્થ શ્રમ છે. તેજ રીતે જિનવાણી શ્રવણ કરતાં, તત્વ શુશ્રુષાની સેર ન ફૂટે તો તે જિનવાણીનું શ્રવણ એ અશ્રવણ જ છે. માટે જ શાસ્ત્રકારોએ અભિવિને, દુર્ભવિને, ભારેકર્મી ભવિને ઉપદેશ આપવાની ના પાડી છે. અચરમાવર્તી ભવિને અને જેને ધર્મ ન ગમે, જેને ધર્મ સાંભળવો ન હોય, તેને ધર્મ ન સમજાવવો. કારણકે જે ફળ મેળવવું છે તે ફળ નથી મળવાનું. આજે ફળ નથી મળતું એમ નહીં પણ યોગ્યતાના અભાવે આવતી કાલે પણ ફળ નથી મળવાનું. તત્ત્વનો અષ હોય તો કાળક્રમે જિજ્ઞાસા થશે. કોઈ પણ ફળના સૂચક ચિન્હો દેખાતા હોય તો, તેને જિનવાણી સંભળાવાય. માગનુસારી ગુણોની સંભાવના જણાય તો જરૂરથી સંભળાવી શકાય. આવી કોઈ યોગ્યતાના ચિન્હો ન દેખાતા હોય અને સંભળાવો તો સંભળાવનારને પ્રાયશ્ચિત આવે છે. તમે સમય બગાડડ્યો, અને ધર્મની ટીકાનું નિમિત્ત આપ્યું માટે તમે દોષિત બનો છો તમે અપરાધી છો. ગુરુ શિષ્યને વાચના આપતા હોય અને શિષ્યના મુખ ઉપર સંયમ, વૈરાગ્ય, આશ્ચર્યાદિના ભાવો ઉલ્લસિત ન થતા હોય તો તેને ગુરુ ઉઠાડી મુકે, ન ઉઠાડે તો ગુરુ દોષિત થાય છે પાપના ભાગીદાર બને છે ભલે ચીજ સારામાં સારી છે. પણ પાત્રને જ આપવી જોઈએ. પાત્રના વિરહમાં તે ચીજ લુપ્ત થઇ જાય તો તેમાં ઓછું નુકશાન છે અપાત્રને આપવામાં વધારે નુકશાન છે. શુશ્રષા એ ધર્મ પામવા માટે અતિ અતિ અતિ મહત્વની છે. તત્ત્વ સાંભળતાં સેરો ફૂટવી જોઈએ. એ કયારે બને? આ મને અચિજ્ય સંભળાવી રહ્યા છે, એવો ભાવ હોવો જોઇએ. - પાર્શ્વનાથ અને કમઠના પ્રસંગમાં નોકર પાસે કાષ્ઠ ચીરાવીને બળતા નાગને નવકાર સંભળાવે છે. ત્યારે સાપના જીવને એ નવકાર સાંભળતા, નવકારના અક્ષર ઉપર, નવકારના સંભળાવનાર ઉપર, અતિશય બહુમાન થયું છે. આ મને અપૂર્વ ચીજ સંભળાવી રહ્યા છે. આ મારા હિતસ્વી છે. અને હિતની બુદ્ધિથી મને સંભળાવી રહ્યા છે. તેમના શબ્દો ઉપર આદર,બહુમાન,પ્રીતિ થયા છે. તેમાં ઉપયોગ એકાગ્ર બને છે. ત્યાં પુણ્ય ઉભું થયું. સીધો મરીને ધરણેન્દ્ર બન્યો છે. વિશિષ્ટ બોધ વિનાનું, સમજણ વગરનું જ્ઞાન પણ, જો શ્રદ્ધાવાળું હોય તો અત્યંત ઉપયોગી બની શકે છે. સાંભળવાની તીવ્ર ગરજ જાગે છે, ત્યારે જિનવાણી સાંભળતાં જ્ઞાનાવરણીય કર્મ તથા મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. વ્યાખ્યાન સાંભળતાં જે નવકારવાળી ગણે છે તેને જ્ઞાનાવરણીય નો પાયોપશમ પણ ન થાય. જિનવાણી ના સમયે 2010_05 Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકને જિનવાણીશ્રવણ અવશ્ય કરવા યોગ્ય છે. ૩૩૬ નવકારવાળી ગણવી એ તેની આશાતના છે. ત્યાં પુણ્ય ન બંધાય પણ અનાદરનું પાપ બંધાય. श्रुताभावेपि भावेऽस्याः शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ||५४|| માનો, શુશ્રષા પ્રબળ છે. પણ પાપકર્મના ઉદયે શ્રવણનો યોગ ન પણ મળે એવું બની શકે છે. શુશ્રુષા વિના જેમ શ્રવણ મળે છે. તેમ શુશ્રુષા હોય અને શ્રવણ ન મળે એ પણ બની શકે છે. બંનેનું હોવું એ ઉત્કટ પુણ્યોદય છે. શ્રવણના અભાવમાં શુશ્રષાના શુભભાવથી પણ કર્મક્ષય થઈ શકે છે. લાકડાના વેપારથી, લોઢાના વેપારથી, કે સોના ચાંદીના વેપારથી પૈસા મળે તો પૈસામાં કંઈ ફેર નથી. તેમ સાધનો ભલે જુદા હોય, પણ કર્મક્ષય માટે કરવાનો પુરુષાર્થ એક જ છે. શુક્રૂષાની તીવ્રતામાં શ્રવણના અભાવે કર્મક્ષય થઈ શકે છે. અને જિનવાણીનું શ્રવણ હોય તો પણ શુશ્રષા ન હોય તો કર્મક્ષય ન થઇ શકે. આમાં જિનવચન-આગમ પ્રમાણ છે. કર્મક્ષયમાં અત્યંતર પરિણામ કારણ છે. બાહ્ય પ્રવૃત્તિ, કિયા સહાયક છે. કિયાના બળ ઉપર પરિણતિ ઉભી થાય છે. માટે વ્યાવહારિક ક્રિયા ને ધર્મ કહેવાય છે. અને ક્રિયા વિના કે ક્રિયા દ્વારા જે પરિણતિ ઉભી થાય છે તે નિશ્ચય ધર્મ છે. વ્યવહાર નય પરંપર કારણને કારણ કહે છે અને ધર્મ માને છે. આચારમાર્ગની પ્રવૃત્તિ, ત્યાગ, તપ, દાન, શીલ, પ્રભુભકિત, જિનવાણી વિના આલંબનથી અશુભ પરિણતિ નીકળે છે. અને શુભ પરિણતિ વિકસે છે, માટે ઘર્મ છે. નિશ્ચયનય કર્મક્ષયના અનંતર કારણ રૂપે રહેલી પરિણતિને ધર્મ કહે છે. ત્યાં પ્રવૃત્તિ હોય અથવા ન પણ હોય પણ પરિણતિ ધર્મ છે. ત્રીજી દષ્ટિમાં આવેલો જીવ કેવા પ્રકારના વિકાસને પામે છે તે બતાવે છે. મનુષ્ય જન્મ મોક્ષ પામવા માટે છે. મોક્ષ એ આત્માની શુદ્ધિની પરાકાષ્ઠા છે. વર્તમાનમાં જીવ મોહથી ઘેરાયેલો છે. મોહનું કામ શું છે? મોહ દૃષ્ટિને અવળી કરે છે, બુદ્ધિ અને આચારથી જીવને ભ્રષ્ટ કરે છે. આ મોહ નીકળે તો બુદ્ધિ નિર્મળ બને. બુદ્ધિ બને. બુદ્ધિ બગડેલ છે, માટે ઊંચામાં ઊંચું સુખ પણ જીવ માણી શકતો નથી. બુદ્ધિ સમતોલ હોય તો સામાન્ય સુખની સામગ્રી પણ સુખ, શાંતિ આપી શકે છે. બુદ્ધિએ આત્માના આનંદમય સ્વરૂપને વેરવિખેર કરી નાંખ્યું છે. સાધકે એક બાજુ બુદ્ધિને સ્વચ્છ કરવાની છે, બીજી બાજુ આચાર સુધારવાના છે. જેમ જેમ આચાર સુધરતા જાય તેમ તેમ જીવ આગળ વધતો જાય. આચાર એટલે દયા, દાન, મૈત્રી, વાત્સલ્ય, સેવા, વૈયાવચ... પરસ્પર જીવનવ્યવહાર શુદ્ધ બને છે. ત્યારે સહજ રીતે જીવન સારું બને છે. જીવ પાપ પ્રકૃતિ બાંધતો નથી. પોતાની સામગ્રીનો સ્વાર્થમાં ઉપયોગ ન કરે તો, જીવનમાં નુકશાન થવાનો સંભવ નથી. જીવોની બુદ્ધિ બગડી છે, અને બગડેલી બુદ્ધિથી આચાર બગડે છે. અચરમાવર્તમાં જીવોની બુદ્ધિ 2010_05 Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ વિષય-કષાયમય બનેલી છે. આ જ બુદ્ધિનો બગાડો છે. બુદ્ધિને વિષયમય, કષાયમય બનાવવી એ જ મોટામાં મોટું પાપ છે. અતિકમ-વ્યતિકમ-અતિચાર-અનાચાર કોઈ પદાર્થને જોતાં સૌ પ્રથમ ઇન્દ્રિયો ઉત્તેજિત બને છે. વિષયોના સંપર્કમાં આવતાં જ આતુર બનેલી, ઉત્તેજિત બનેલી, ઉત્સુક થયેલી ઇન્દ્રિયો મનને ઉત્તેજિત કરે છે. હવે જો વિવેક વાપરીએ તો મનની ઉત્તેજના શાંત થાય છે.. સ્વસ્થ ચિત્ત ઇન્દ્રિયોને વિષયમાં જતી અટકાવવાની છે. કોઈ પણ ચીજને જોયા પછી જેનું મન કાબુમાં નથી તે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, સુધી પહોંચે છે. મન બીનજરૂરી વિષયમાં જાય છે, તે અનાચારનું પગથિયું છે. બાહ્ય પદાર્થોની વિશેષતાથી જીવ લેવાઈ જાય છે તે બતાવે છે કે જીવ અંદરથી શાંત નથી. જીવ પોતાનામાં રહે તો કોઇ તેને ઉત્તેજિત કરી શકવા સમર્થ નથી. જીવને જાગૃતિ ઓછી છે ખ્યાલ ઓછો છે, કયો પરષાર્થ કરવાનો છે તેનો ખ્યાલ નથી. માટે સમગ્ર પુરુષાર્થ થતો નથી. ઉત્તેજિત બનેલી ઇન્દ્રિયો અને મન દ્વારા જે ભોગવટો થાય છે તેને જગત સુખ કહે છે પણ એ સાચું સુખ નથી. વિચારો સંસ્કાર રૂપે આત્મામાં જમા થાય છે. રાગમાં ઉકળાટ છે, આકુળતા છે, વ્યાકુળતા છે, ગ્રન્થિભેદ કરવા માટે રાગને ઓળખવો પડે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જયારે કાબુની બહાર હોય છે. ત્યારે પદાર્થના ભોગવટામાં વ્યાકુળતા હોવા છતાં જીવ તેમાં સુખ માને છે. આ ભોગવૃત્તિ અને સુખબુદ્ધિના સંસ્કારોનો ફોર્સ અનાદિકાળથી ચાલુ છે. કર્મના ફોર્સથી જીવ તેમાં ખેંચાય છે. પણ સમજતો નથી કે જડ-ચેતનના સંયોગો નુકશાનકારક છે. પૂર્વભવમાં મનમાં વિકલ્પો - વિચારો કરી જે ભાવો કોમ્યુટરમાં દાખલ કર્યા છે તેજ આજે બહાર આવે છે. આ ભાવોની જમાવટ યુનીવર્સલ કોપ્યુટરમાં થતી જ જાય છે અને ટાઈમબોંબની જેમ કર્મનો ઉદય થયે છતે તે જ બહાર આવે છે. અત્યારે અશુભ વિચાર આવ્યો અને ગયો. એટલે ગયેલો જણાય તો પણ વાસ્તવિક ગયો નથી. એનું યુનિવર્સલ કોપ્યુટરમાં રેકોડીંગ થઇ ગયું. આનું રીઝલ્ટ આવવાનું છે. પૂર્વભવોમાં જે કઈ કરીને આવ્યા છો તે બધું આજે આંખો સમક્ષ આવ્યું છે. હવે તે અનુકૂળતામાં લીન ન બનો, પ્રતિકૂળતામાં દીન ન બનો, પાપની પરિણતિમાં પીન ન બનો, પણ જિનવાણીના માધ્યમે આંતરિક પરિણતિ સુધારી લો. જિનવાણી મોહને પાતળો કરવા માટે છે. જિનવાણીના શ્રવણ પછી પણ જો, મોહ પાતળો ન થાય તો આનાથી બીજો કયો શ્રેષ્ઠ યોગ છે કે જેનાથી તમે મોહને ઘટાડશો? અત્યંત ગંભીરતાથી વિચારો. અને મોહને હટાવવા કમર કસો. ઉત્તેજિત મન અને ઇન્દ્રિયથી પુણ્યના સહારે જે ભોગવો છો તે સુખ નથી, તે સુખાભાસનો કાળ અલ્પ છે અને સુખ ગયા પછી આવનારા 2010_05 Page #369 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ માત્રથી ચોર ભાગી જાય છે, ૩૩૮ દુખનો કાળ અનંતો છે. સંસારમાં ક્ષણનું સુખ, મણનું પાપ, અને ટનનું દુઃખ છે એ વાત ભૂલવા જેવી નથી. પુણ્યથી મળેલા સુખને મસ્તીથી ભોગવ્યા પછી તેનાથી મળતા દુઃખનો કાળ અનંતો છે. જયારે સુખને છોડ્યા પછી આવતા દુઃખનો કાળ મામુલી છે, મર્યાદિત છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી સંસારનું સુખ ભોગવવા રહ્યા. ૭૧૬ વર્ષો તેઓ જીવ્યા. છેલ્લા ૧૦ વર્ષો આંધળા બન્યા છે. રૌદ્રધ્યાનમાં આવ્યા. ઘણા દુઃખો ભોગવ્યા. વચલા કાળે ચક્રવર્તીના સુખો પણ ભોગવ્યા, પણ મરીને નરકે ગયા છે. બારમાંથી સુભમ અને બ્રહ્મદત્ત બે ચક્રવર્તીઓ નરકે ગયા છે. બ્રહ્મદત્ત એ છેલ્લો છે. સનતકુમાર અવસરે ચેતી ગયા. મળેલા સુખને છોડી દીધા. બે લાખ વર્ષનું આયુષ્ય છે. એક લાખ વર્ષ ગૃહસ્થવાસમાં છે, એક લાખ વર્ષ ચારિત્ર પાળ્યું. ૭૦૦ વર્ષ સુધી ૧૬ મહા રોગો સમતા ભાવે સહન કર્યા. આવતા દુઃખમાં વિકલ્પ નથી કર્યા. એ આત્માએ દુઃખને દ્રષ્ટાભાવે જોયા કર્યા તો તે કર્મો આત્મા ઉપરથી ખરી પડયા. તમે પણ સુખ-દુઃખમાં ઉદાસીન બની જાવ, દ્રષ્ણ બની જાવ. દશ્યને જોયા કરો. પુય કે પાપનો ઉદય એ દૃશ્ય છે કે દૃષ્ટિ છે ? દૃશ્યને જોવાનું હોય કે ભોગવવાનું હોય? તમે દશ્યને સમભાવે જોયા કરો તો એ કર્મ ખરી પડે છે. ચરમાવર્તમાં કર્મ તો ઉપયોગ માત્રથી ખરી જાય તેવા નબળા છે. કર્મ પુદ્ગલ છે. જીવના ઉપયોગની તાકાત છે કે દૃષ્ટા બનીને રહે, એટલા માત્રથી કર્મો ખપી જાય છે, દષ્ટિ માત્રથી ચોર ભાગી જાય છે. ઘરમાં હીરા મોતી, માણેક વિ. ઘણું દાટયું છે. તમે ત્રણ દિવસ માટે બહારગામ ગયા છો. ત્યાં ચોરો આવ્યા. ત્રણ દિવસ સુધી ખોદ્યા કરે છે. મજૂરી કરીને પોટલા બાંધ્યા અને તમે આવ્યા. તમે ફકત દૃષ્ટિ જ કરી છે. તમારી દૃષ્ટિ પડ્યા પછી ચોરના પગ કેવા? તેનું મોં કેવું? તેની તાકાત કેવી? તે પછી કઈ રીતે નીકળે? માલ લઇને નીકળે કે માલ લીધા વગર? તમે તો માત્ર જૂઓ જ છો બોલતાં નથી મારતાં નથી ચોર તરીકે માત્ર જાણી ગયા છો એટલા માત્રથી તેની શકિત હણાઈ જાય છે. પછી કેટલી ઝડપથી ભાગી જવું પડે છે. બસ, તેવી જ રીતે પુણ્યોદય કે પાપોદયને તમે ભોગવો નહીં તો કર્મ ભાગી જાય છે. અઘાતી કર્મોને બળ, સત્તા આપનાર જીવ પોતે જ છે. તેરમે ગુણસ્થાનકે એકજ ક્ષેત્રે કેવળજ્ઞાન, આત્મપ્રદેશ, ઔદારિક શરીર, અઘાતી કર્મનો ઉદય છે. છતાં કેવળજ્ઞાનને કોઈ અસર કરી શકતું નથી. અઘાતી કર્મના ઉદયથી કેવળ જ્ઞાનને જરા ય આંચ આવતી નથી. આ સિદ્ધાન્ત કહે છે કે આત્મા પોતે પોતાના ઘરમાં રહે તો ઘાતી ને નીકળવું જ પડે છે. અને ઘાતી કર્મ નીકળે એટલે બળી ગયેલી સીંદરીવત્ અઘાતી કર્મને પણ નીકળવું જ પડે છે. તેમ તમે તમારા ઘરમાં રહો તો કર્મને નીકળવું 2010_05 Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જ પડે. જીવ અઘાતી કર્મના ઉદયથી થતા દશ્યમાં ભળે છે. માટે કર્મો બાંધે છે. તમે અઘાતી કર્મોની અસર નીચે આવ્યા એટલે ઘાતી કોને ફાવટ આવી ગઇ. ઘાતી મજબૂત બની ગયા. તમે ન ભળ્યા હોત તો કંઇ ન થાત. આત્માની શુદ્ધજ્ઞાનપરિણતિ અને જાગૃતિમાં એ તાકાત છે. કે જગતના સર્વ જીવોના સર્વ દુઃખો આત્મા ઉપર એક સાથે પટકાય તો પણ, તે આત્મસ્વરૂપમાં રહી શકે છે. અને એ દુઃખો એને કોઈ અસર ન કરી શકે. આત્મા, આત્મસ્વરૂપમાં રહે તો બહારના દશ્યો તેને સુખ-દુઃખ આપી શકતા નથી. ચૈતન્યમય ઉપયોગની આ તાકાત છે, તેને આપણે સમજી શકતા નથી. માટે જ આપણે દ્રષ્ટા ન બનતાં દશ્ય સાથે એક મેક બની જઈએ છીએ. અને નુકશાન વેઠીએ છીએ (1) દ્રષ્ટા બનીએ અને દૃશ્ય સાથે એકમેક ન બનીએ તો કર્મો ખપે છે. (૨) પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું વિચારવાથી પણ કર્મો ખપે છે. વિનાશી પદાર્થોના સ્વરૂપને વિનાશી પણે વિચારીએ, રાગાદિભાવો વગર માત્ર વિવેકથી તેમાં ઉપયોગ ડૂબાડીએ અને સારભૂત તત્ત્વને બહાર લાવીએ તો પણ કર્મો ખપે છે. પુગલના દર્શને વૈરાગ્ય કેવી રીતે આવે? તમે કયાં તો દશ્યના દ્રષ્ટા રહો, કયાં તો પદાર્થનાં સ્વરૂપને વિચારો. આ બેમાંથી કયું ફાવે? આપણે તો નથી દ્રષ્ટા રહેતાં, નથી સ્વરૂપ વિચારતાં, પણ કર્તા-ભોકતા બનીએ છીએ અને રાગાદિ ભાવો કરીએ છીએ એના કરતાં સ્વરૂપ વિચારવાનું રાખો. અનિત્યાદિ ભાવના પણ આજ છે. પુદ્ગલનું યથાર્થ સ્વરૂપ સમજાઈ જાય, સૈકાલિક સ્વરૂપ સડન, પડન, વિધ્વંસન સમજાઈ જાય, પછી તેનો રાગ ઓછો થશે. દેહ રૂપી સ્કંધ કોના અવલંબને ઉભો છે? જીવના ટેકાએ, જીવના અવલંબને ઉભો છે, ટક્યો છે. સડવું, પડવું અને નાશ પામવું એ પુદ્ગલનો ધર્મ છે. એવું જણાઈ જાય તો આજના સુંદર Well Furnished બંગલામાં ખંડેરનું દર્શન થતાં રાગ ઓગળી જાય છે. રૂપવતી સ્ત્રી રાખની ઢગલી દેખાતાં રાગ વિલીન થઈ જાય છે. જિનવાણીનું શ્રવણ આ રીતે મોહને પાતળો કરવા માટે છે, આ બેમાંથી એક પણ માર્ગને પકડયા વિના જીવનો ઉદ્ધાર નથી. જગતમાં રહેવું પડે, પુદ્ગલનો ઉપયોગ પણ કરવો પડે. પુદ્ગલના પરિચયમાં પણ આવવું પડે, પણ જાગૃતિ માત્ર એટલી જ રાખવાની છે કે સંસારી વ્યકિત અને જડ પદાર્થોના ઉપયોગ વખતે તમારા સ્વરૂપનો-અસ્તિત્વનો ખ્યાલ પકડાયેલો રહેવો જોઈએ. જ્ઞાનીઓએ પુદ્ગલનો ઉપયોગ કરવાનો નિષેધ કયારેય કર્યો નથી. તમે ખાઓ નહીં, પીઓ નહીં, એવું જ્ઞાનીઓએ કહ્યું નથી. માત્ર પુગલના પરિચયથી અંજાઈ ન જાવ. સ્વરૂપનું સતત અનુસંધાન બન્યું રહે તેની કાળજી રાખો. જેને સ્વરૂપનો ખ્યાલ સતત છે, તે પરમાં પકડાય જ નહીં., પર પદાર્થમાં બંધાય નહીં. પુદ્ગલ જોઇને આપણે રાગથી બંધાઈએ છીએ માટે આપણને કર્મો બાંધે છે. 2010_05 Page #371 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલના દર્શને વૈરાગ્ય કેવી રીતે આવે? उ४० જગતમાં કાર્મણ વર્ગણાનો જથ્થો તો પડેલો જ છે. તેમાંથી જીવે અમુક જથ્થામાં (પ્રદેશોમાં) પ્રકૃતિ, સ્થિતિ અને રસ દાખલ કરી દીધા, આ દ્રવ્યાશ્રવ છે. અને જે ભાવથી નાંખે છે. તે ભાવાશ્રવ છે. અનંતકાળથી આ કર્મબંધ રહેલો છે છતાં મોક્ષે જવાનું છે એ કેમ બને ? જેમ જેમ સ્વરૂપમાં રહો તેમ તેમ સંવર, નિર્જરા વધે અને આશ્રવ ઘટે, આપણું શુશ્રુષા વિનાનું શ્રવણ છે માટે જિનવાણી અસર કરતી નથી. શુશ્રષા એવી જોઇએ કે અંદરથી કર્મની જડને કોચીને કાઢી નાંખે. આવી શુશ્રુષા આવે ત્યારે વૈરાગ્ય દઢ બન્યો કહેવાય. જગતના પદાર્થોની આસકિત, મમત્વ ન નીકળે તો, વૈરાગ્યની ખામી સમજવી, સત્ત્વની ખામી સમજવી. વૈરાગ્ય તીવ્ર બનતાં સર્વ પ્રચંડ બને છે. જગતના પદાર્થનો વિચાર, પરિચય, આસક્તિ નીકળી જતાં આત્મસ્વરૂપ સ્થિરતા પામે છે. જગતના લોકો, ઉત્તેજિત ઇન્દ્રિયો અને ઉત્તેજિત થયેલા મનથી જે ભોગવાય છે તેને સુખ કહે છે. પણ આ અજ્ઞાન છે. આ તો દુઃખનો પ્રતિકાર થયો. એ સુખાભાસ થયો તેનો કાળ અલ્પ છે. વળી તેમાં ઉત્તેજના આકુળતા, વ્યાકુળતા, રાગાદિ, પડેલા છે. અને તે સુખાભાસ પછી દુઃખનો કાળ આવે છે. તે સુખ કરતાં ઘણો મોટો હોય છે. આત્માનો આનંદ શું ચીજ છે? ઇન્દ્રિય અને મનની ઉત્તેજના વિના જે ભોગવાય તે આનંદ છે. તે આત્માનું સ્વરૂપ છે દ્વાતીત છે. આનંદ હોય ત્યાં દુઃખ ન હોય. સુખ દુઃખ એ દ્વન્દમય અવસ્થા છે. એ સંસાર છે. જયાં દ્વૈત ત્યાં દ્વન્દ્ર છે. જયાં દ્વૈત છે. ત્યાં સંધર્ષ છે, દુઃખ છે, પરિભ્રમણ છે, પરિવર્તન છે, અદ્વૈતમાં નિર્ત અવસ્થા હોવાથી આનંદમય અવસ્થા હોય છે. જીવને દ્વૈતમાં દુઃખ દેખાતું નથી આ મૂઢતા છે. નિદ્રામાં તમારી પાસે કોણ છે? મમ્મી, પપ્પા, પત્નિ, પૈસા, પરિવાર છે? પાંચ ઇન્દ્રિયોના ભોગવટાનું ત્યાં એક પણ સુખ નથી અને દુઃખ પણ નથી. ઉપાધિમાંથી જીવ બહાર નીકળ્યો માટે ત્યાં સુખ છે. તમે ઘરમાંથી બહાર કમાવવા માટે જાવ છો ત્યારે તમારે કેટલી મજૂરી કરવી પડે છે? કેટલું રખડવું પડે છે ? ઉપયોગ ઘરમાંથી બહાર નીકળ્યો છે, માટે સંસાર ઉભો રહ્યો છે. આપણો ઉપયોગ કયા કયા નિમિત્તે ક્યાં ક્યાં ઉત્તેજિત થાય છે, તે શોધી લો. સમ્યકત્વ તો મળતાં મળશે. પણ ઇન્દ્રિયો પહેલાં ડાહી બને તે જોવું જરૂરી છે. સુધારસ અને અનાહતનાદ રસનેન્દ્રિય શાંત બને તો અમૃતનો આસ્વાદ મળે. કણેન્દ્રિય શાંત બને તો અંદરથી અનાહત નાદ મળે છે, રસનેન્દ્રિય શાંત બને તો ખાવાની આતુરતા ઘટે છે ત્યારે બ્ર ઘરઘમાંથી રસ નીકળે છે. તે તાળવા ઉપર આવે છે ત્યારે સુધારસ ઝરે છે, ત્યાંથી જીભ ઉપર આવે છે. આ સુધારસના સ્વાદ પાસે જગતના બધા સુખો તુચ્છ છે. આ સુધારસ પણ પૌગલિક છે એમાં પણ 2010_05 Page #372 -------------------------------------------------------------------------- ________________ યોગદ્દષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ફસાવાનું નથી, જો ફસાયા તો કેવળજ્ઞાન ન મળે, કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી અટકવાનું નથી. આ બધા ફલેક સ્ટેશન છે. કયાંય અટકવાનું નથી. ઉપયોગને કયાંય ચોંટાડવાનો નથી. વિનાશી વસ્તુ ઉપર ઉપયોગ ચોંટાડવાથી અવિનાશી આત્માનું સ્વરૂપ હણાય છે. સંસારમાં બધી જ વસ્તુઓ વિનાશી છે. બહારનું જે છે તે તો વિનાશી છે પણ આત્માના ક્ષયોપશમભાવો પણ વિનાશી છે. તે સાધક ભાવોમાં પણ કયાંય ચોંટવાનું નથી. મોક્ષમાર્ગે આગળ વધતાં લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યાં પણ અટકવાનું નથી. તેમાંથી પસાર થવાનું છે. ‘મુકિત સંસાર બિહુ સમ ગણે' આવી અવસ્થા આવે ત્યારે ક્ષપકશ્રેણી મંડાય છે. શરૂઆતમાં મોક્ષ જોઇએ, મોક્ષ જ જોઇએ, એમ ઘુંટવાનું છે. આ ઇચ્છા પ્રબળ થાય, આત્મા તેમાં ભળતો જાય, પછી ભવ-મોક્ષ પ્રત્યે સમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને પછી ક્ષપકશ્રેણી મંડાય છે. ઉપયોગમાંથી કેટલી બધી આતુરતાને કાઢી નાંખવાની છે ? કયાંય ચોંટવાનું નથી. આપણે તો ઘણા નીચેના સ્તર ઉપર ચોંટ્યા છીએ. આ સૂચવે છે કે બુદ્ધિ ભ્રષ્ટ થઇ છે. તમારા ક૨તાં તિર્યંચોની બુદ્ધિ વધારે ભ્રષ્ટ હોય છે. જેમ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમ તુચ્છ પદાર્થોમાં સુખ અનુભવાય છે. તમને કોઇ વિષ્ટા હાથમાં આપે તો તમે લો ? ડીસમાં આપે તો લો? પછી ચમચીમાં આપે તો લો ? તેની સામું પણ જુઓ ? ના. પેલું ભુંડ ફટાફટ ખાવા મંડી પડે છે. શું કારણ ? જેમ જેમ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ તેમ સંસારના તુચ્છ પદાર્થોમાં આસકિત, સુખબુદ્ધિ વધતી જાય છે. જેમ જેમ બુદ્ધિ સ્વચ્છ બને તેમ તેમ સંસારના તુચ્છ પદાર્થોથી આસકિત નીકળી જાય છે. આપણને મળ મુત્રથી ભરેલા દેહમાં સુખબુદ્ધિ થાય છે. બુદ્ધિભ્રષ્ટતા એ મોટામાં મોટો પાપોદય છે. એની આગળ કેન્સરનો પાપોદય ઓછો છે. નાનો છે. આત્માનો ઉપયોગ પદાર્થ સંબંધી રાગાદિથી મુક્ત થશે તેમ બુદ્ધિ સ્વચ્છ બનશે. મોહનીય કર્મનો હ્રાસ થતાં આજે જે પદાર્થ ઉ૫૨ જેટલો રાગ છે, તે કાલે આછો થશે. બુદ્ધિ સ્વચ્છ થવાથી ગઇકાલે જે આકર્ષણ હતું, તે આજે નહીં થાય, કેમ કે બુદ્ધિની સ્વચ્છતાથી દર્શન મોહનીયનો, મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થાય છે. બુદ્ધિમાં વધારો એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. અને બુદ્ધિમાં સુધા૨ો એ મોહનીય કર્મનો ક્ષયોપશમ છે. ધર્મમાં બુદ્ધિ સુધારવાની જ વાત છે. માત્ર વધારવાની વાત નથી. સુધરેલી બુદ્ધિ પછી જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી વૃદ્ધિ પામે તો તે ઇચ્છનીય છે. મારા કરતાં તમારી બુદ્ધિ સંસા૨ના ક્ષેત્રે ઘણી બધી વધારે છે પણ તે મોહનીયના ઉદયથી મલિન છે, તેથી તે ઇચ્છનીય નથી. ૩૪૧ બુદ્ધિમાં જયારે સુધારો થાય છે. બુદ્ધિ સ્વચ્છ હોય છે ત્યારે જીવનું વર્તન સામી વ્યકિત પ્રત્યે કેવું હોય છે. તે માટે ઉત્તરાઘ્યયન સૂત્રકાર દૃષ્ટાંત આપે છે. એક અક્કા છે તેને દેવદત્તા નામની દીકરી છે તે વેશ્યા છે. તેને ત્યાં અનેક 2010_05 Page #373 -------------------------------------------------------------------------- ________________ સુધારસ અને અનાહતનાદ ૩૪૨ પુરૂષો આવે છે તેમાં એક અચલ સાર્થવાહ છે અતિ શ્રીમંત છે. તે વારંવાર ત્યાં આવે છે વેશ્યાની સાથે સંસારના સુખો ભોગવે છે. મોં માંગ્યા પૈસા આપે છે, પણ છતાં તે તેને હૃદયથી ઇચ્છતી નથી. જયારે આ બાજુ મૂળદેવ નામનો એક બીજો માણસ તેની પાસે આવે છે. પોતે શ્રીમંત નથી, સામાન્ય છે. પણ દેવદત્તા પ્રત્યે તેને અંતરથી પ્રીતિ છે. તેથી દેવદત્તા પણ મૂલદેવને હૃદયથી ચાહે છે. આ બાજુ પેલી અક્કા દેવદત્તાને વારંવાર કહે છે, કે આ મૂલદેવ પાસે કાંઈ ધન નથી. શેરડીના સાંઠામાંથી જેમ રસ નીચોવાઇ જાય છે, તેમ હવે તે ઘન વગરનો થઈ ગયો છે. અને આપણો ધંધો તો પૈસાથી ચાલે, માટે એને છોડી દે, અને આ અચલ અતિશ્રીમંત છે. તેની સાથે સંબંધ રાખ. આમ કહેવા છતાં દેવદત્તા મૂલદેવને છોડવા તૈયાર નથી. અક્કા જયારે વારંવાર આગ્રહ કરે છે ત્યારે દેવદત્તા તેની અક્કાને કહે છે કે તારે જાણવું છે? આ બેમાંથી મને કોણ હૃદયથી ચાહે છે? દેવદત્તાએ બંનેને સમાચાર મોકલ્યા. પોતાને માટે શેરડી મોકલે, અચલને સમાચાર મળતાં જ તેણે પૈસાના જોરે એક ગાડું ભરીને શેરડી મોકલી. જયારે આ બાજુ મૂલદેવને સમાચાર મળતા તેણે સારામાં સારી રસવાળી શેરડી લીધી. હાથે ચપ્પથી છોલી. ટૂકડા કર્યા, એક ડીસમાં મૂકયાં. ઉપર એલચી વિગરે ભભરાવી તેની ઉપર એક રૂમાલ ઢાંકયો, અને પછી એક માણસ દ્વારા મોકલી, કહેવડાવ્યું કે જાવ, દેવદત્તાને કહેજો કે એના પ્રત્યેના અત્યંત રાગના કારણે મૂલદેવે આ શેરડી મોકલી છે તો તેનો ઉપયોગ કરે. આ જોઈ દેવદત્તા એની અક્કાને કહે છે કે લે, જો! આ અચલે મારા માટે આખું ગાડું મોકલ્યું. તો શું હું કાંઇ ઢોર છું કે તેને ખાઉ? જયારે જો ! આ મૂલદેવે મારા પ્રત્યેના રાગના કારણે કેવી રીતે તૈયાર કરીને મોકલી છે? તેવી જ રીતે જયારે શુશ્રષા આવે છે ત્યારે શ્રવણ કોઇ જુદા પ્રકારનું જ થાય છે. કે જેમાંથી આગળ જઈને જીવ તત્ત્વબોધ પામે છે. જયારે શુશ્રુષા નથી હોતી, ત્યારે શ્રવણ એ જીવને વિશેષ ઉપયોગી બનતું નથી. અનિચ્છાએ લીધેલા નિયમથી કમળને લાભ શાસ્ત્રમાં શ્રેષ્ઠિપુત્ર કમળનું દૃષ્ટાંત આવે છે. કમળ દીકરો છે. નાસ્તિક છે. બાપ ધર્મી છે. પિતાની તીવ્ર ઈચ્છા છે કે પુત્ર ધર્મ પામે. ગામમાં મહારાજ સાહેબ આવ્યા છે. અનેક ધર્મ પામે છે. મારો દીકરો કંઈ નહીં પામે? તેની ચિંતા પિતાને છે. આચાર્ય મહારાજ ને કહે છે અને ધર્મ પમાડો. કંઇ કરો. પરલોક હારા જ રા. એકવાર ઉપાશ્રયે લાવે છે. નીચું જોઈને તે સરખી રીતે સાંભળે છે. પેલાને શુશ્રુષા નથી. મહારાજ સાહેબે એક કલાક બોધ વહાવ્યો. બાપ પૂછે છે કેટલું સાંભળ્યું? શું સાંભળ્યું ? મને કંઈ ખબર નથી. તો શું કર્યું? ત્યાં એક દુર હતું, તેમાંથી કેટલી કીડી ગઈ ને કેટલી કીડી આવી તે ગણી, બાપે ગમ ખાધી. બીજી વાર મહારાજ પધાર્યા. વ્યાખ્યાન મોકલ્યો. અને કહ્યું કે હવે ઉંચું જોઈને સાંભળજે. મોઢા સામે જોવાથી સાંભળવાની મજા આવશે. કમળ ! આજે શું સાંભળ્યું ? મેં કંઇ - - - 2010_05 Page #374 -------------------------------------------------------------------------- ________________ उ४३ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ સાંભળ્યું નથી. હું કંઈ સમજયો નથી. તો શું કર્યું? મેં તો મહારાજનો ગળાનો કાકડો બોલતી વખતે કેટલી વાર ઉચો નીચો થયો, તે ગણ્યા કર્યું. પિતાજીએ કહ્યું આવું ન કરાય! ત્રીજા આચાર્ય મહારાજ આવ્યા. તેમને ખબર પડી કે પહેલાંના બે આચાર્યો કમળને ઘર્મ પમાડવા માટે નિષ્ફળ ગયા છે, તો હવે બીજી વાત કરવા દે. બોલ, સ્ત્રીઓના ભેદ કેટલા? મને ખબર નથી. બીજી, ત્રીજી વાતો કરી. વેપારની વાતો કરી, બોલો આ વ્યાખ્યાનની પાટ ઉપરથી આવી વાતો કરી શકાય? કોઈક જીવ વિશેષને આશ્રયીને, તેને ધર્મ પમાડવા માટે જે કરવું પડે તે કરી શકાય છે. જીવવિશેષની આ વાત છે. ઉપમિતિકાર કહે છે. અવળચંડા જીવ માટે સંકીર્ણ કથા પણ કહેવાય છે. ઉત્સર્ગ માગે તો ધર્મકથા જ આવે. પછી મહારાજ વિહાર કરે છે. બધાની જોડે તે પણ વળાવવા જાય છે. મહારાજ કહે કોઇ નિયમ લે ! આટલું વ્યાખ્યાન સાંભળ્યું છે તો, કંઇક ફળશ્રુતિ તો થવી જોઈએ ને! કમને કહ્યું, ભગવન્! આખું શ્રીફળ ન ખાવું અને સુદ પક્ષ અને વદ પક્ષ સિવાય જુઠું નહીં બોલું. કમળ! અમારી સાથે પણ આવું વર્તન ! સારું, એક નિયમ આપો મારા ઘરની સામે શીમલો કુંભાર છે. તેની ટાલ જોઈને ખાઈશ અને આચાર્ય મહારાજે નિયમ આપી દીધો. રોજ ટાલ જોવાની, પછી નવકારશી કરવાની, પછી ખાવાનું. હવે એક દિવસ પેલો કુંભાર વહેલો જંગલમાં ગયો છે. આ ઉઠીને ખાવા બેસે છે, ત્યારે તેની મા યાદ કરાવે છે કુંભારની ટાલ જોઈ આવ્યો? ના, તરત જ ઉભો થયો તે ઘરે હતો નહીં. તે વહેલો ખેતરે ગયો છે. આ તો ત્યાં પહોંચ્યો. નિયમ નાનો છે પણ તેમાં તે મક્કમ છે. તમે જીંદગી સુધી નવકારશીનો નિયમ લઈ શકો? તેમાં પણ સત્ત જોઈએ છે. કમળ દુરથી સીમલાને ખાડો ખોદતો જોયો. અને જોઈ જોઈ એમ કહીને દોડવા માંડે છે. સીમલાને થયું કે આ ખાડામાં સોનાની કઢાઈ છે, ચરુ છે, તેમાં હીરા મોતી છે. આ બધું તેણે જોયું છે અને તેથી તે બૂમ પાડે છે. અહીં આવ, અહીં આવે, અડધી વસ્તુ તારી, અડધી મારી, કોઈને કહીશ નહીં. પેલો સમજી ગયો. ફાવી ગયો. જિનવાણીનું શ્રવણ આવી રીતે ઉપયોગી બને છે, પણ આ માર્ગ ન કહેવાય, કવચિત્ આવું બની જાય છે. કોઈને લાભ થઈ જાય છે. તો માર્ગ શું? શુશ્રુષા પહેલા જોઇએ. પછી શ્રવણ ઉપયોગી બને છે. શ્રવણ વિના પણ બળવતી શુશ્રષા ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. શ્રવણ વિના પણ ઉત્કટ શુશ્રુષાથી પંદરસો તાપસોને કેવળજ્ઞાન ૧૫૦૦ તાપસોને શ્રવણ નથી. પણ કૈલાસનાથના દર્શન કરવા જોઇએ. સાંભળ્યું છે કે પોતાની શકિતથી કૈલાસનાથના દર્શન કરે તો, જીવ મોક્ષે જાય છે. એટલું જ્ઞાન છે. ૧૫૦૦ તાપસ પહેલે ગુણસ્થાનકે છે. પોતાની શકિત મુજબ પ્રયત્ન કરે છે. મતિજ્ઞાનના ઉપયોગમાં સ્વરૂપની ઈચ્છાને કરે છે. સંસારની બધી ઈચ્છાઓને કચડી નાંખી છે, એક જ મોક્ષ જોઇએ છે. બીજો કોઈ વિકલ્પ જ નથી. આ જોઈએ, તે જોઈએ, આ બધા મૂફલીસ વિકલ્પો છે. ખોટા છે. અવિરતિના 2010_05 Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ વિના પણ ઉત્કટ શુશ્રુષાથી પંદરસો તાપસોને કેવળજ્ઞાન ३४४ ઘરના છે. “કંઇ ન જોઈએ” એ વિકલ્પ સારો છે. એક પણ વિકલ્પ અહં વિનાનો હોય તો તેનામાં ક્ષપકશ્રેણી માંડવાની તાકાત છે. ૧૫૦૦ નો એકજ વિકલ્પ હતો કે કૈલાસનાથને જોવા છે. મેળવવા છે. એ માટે જે કરવું પડે તે કરવું છે. જે છોડવું પડે તે છોડવું છે. પણ દર્શન કર્યા વિના રહેવું નથી. સાચા દિલથી ઘણાં પ્રયત્નો કર્યા પણ ઉપર પહોંચી નથી શકયા, સફળતા ન મળી પણ આ વિકલ્પથી પુણ્ય અને શુદ્ધિ વધી ગયાં છે, ત્યાં ગૌતમ સ્વામિજી મળ્યા. તેઓ સડસડાટ સૂર્યના કિરણોનું આલંબન લઈને ઉપર પહોંચી ગયાં. નીચે પધાર્યા, તેમને જોઈને સૌ આનંદવિભોર બની ગયાં છે તેમના પગ પકડી લીધાં. તમે જેના દર્શન કરીને આવ્યા, તેમના દર્શન અમને કરાવો. અમને તમારા શિષ્યો બનાવો. વાર્તાલાપ કર્યો. પહેલાં પારણું કરો. આ વેષ ઉતારો. વેષ ઉતરાવી પારણું કરાવે છે. ગૌતમસ્વામી ભગવાને કોઈ જ ઉપદેશ આપ્યો નથી. પહેલી ૫૦૦ ની ટૂકડીને ખીર ખાતાં ખાતાં કેવળજ્ઞાન થયું. ભલે શ્રવણ નથી મળ્યું. પણ આ મહાતત્ત્વભૂત ગૌતમસ્વામીજી ગુરુ તરીકે મળ્યા છે એમના ઉપર, એમની લબ્ધિ ઉપર સભાવ વધી ગયો. અપૂર્વ બહુમાન ઉછળ્યું. વીર્ય એટલું ઉલ્લસિત થયું કે શુભભાવની ધારા વધતા વધતા શુદ્ધભાવની પરાકાષ્ઠા પ્રાપ્ત થઇ ને કેવળજ્ઞાન થયું. બીજા પાંચસોને દૂરથી પરમાત્માના સમવસરણને જોતાં, પરમાત્માને જોતાં વીર્ય ઉછળ્યું, અને કેવળી બન્યાં. ત્રીજા ૫૦૦ સમવસરણના પગથીએ વાણી સાંભળતાં કેવળી બને છે. શુશ્રષાના બળે શ્રવણ થતાં જ વીર્ય ઉછળ્યું. અનાસકત યોગમાં ચઢી ગયા. મનોયોગથી સંસાર સાગર તરવાનો છે. જેનો મનોયોગ સુધરી ગયો તેને આત્મવિકાસમાં કોણ અટકાવી શકે તેમ છે? ત્રીજી દષ્ટિમાં આવેલાં જીવો કેવા પ્રકારના ગુણો પ્રાપ્ત કરે છે તે બતાવે છે. અહીં શુશ્રુષા ઉપર વધુ ભાર મુકાય છે તેના વિના આત્મા આગળ વધી શકતો નથી. સતત ભટકતો રહે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જોડાયેલો રહે છે. અનાદિના સંસ્કારો સતત આત્મામાં પડેલા હોય છે. એટલે ઇન્દ્રિયો સતત ચંચળ અને ઉત્તેજિત રહે છે. તેના કારણે આત્મા ઉપશમરસના આસ્વાદને માણી શકતો નથી. અંદરમાં સ્વચ્છ આનંદની અનુભૂતિ ન થાય તો મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. ક્ષયોપશમ ભાવની પરિણતિમાં બાધકતા કષાયોથી છે. તેને દૂર કરવામાં આવે તો જીવ ક્ષાયિકભાવના દર્શન,જ્ઞાન, ચારિત્રની સત્તાને આવિર્ભાવ પમાડી, અનુભવી શકે છે. પણ જીવ કયાં ચૂકે છે? તે સમજો. કષાયની પરિણતિથી ઇન્દ્રિયો ઉત્તેજિત થાય છે અને ઉત્તેજિત થયેલી ઇન્દ્રિયો વૈષયિક સુખ માંગે છે. અને એ પણ રોજ નવું નવું માંગે છે. આ એની અવળચંડાઈ છે. ઇન્દ્રિયોની ઉત્સુકતા જેમ વધારે છે તેમ એ કાબુમાં રહેતી નથી. રોજ નવું નવું માંગે છે. એકનું એક કપડું રોજ પહેરવાનું હોય તો ગમતું નથી રોજ ધોઇને પહેરવાનું હોય તો ય ગમતું નથી રોજ નવા નવાની અભિલાષા જાગે છે તે ઇન્દ્રિયોની ઉત્તેજના છે. પોતાના સ્વરૂપનો આત્માને ખ્યાલ નથી, તેથી અંદરના સુધારસનું આસ્વાદન થઈ શકતું નથી. તો પછી આત્મસુખની 2010_05 Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ વાત તો કયાં રહેશે ? સુધારસ રસનેન્દ્રિય દ્વારા અનુભવાય છે. અનાહતનાદ કર્મેન્દ્રિય દ્વારા અનુભવાય છે. આ બંને ઊંચી કોટીના સુખ છે પણ એ પૌદ્ગલિક છે. પૌગલિક હોવા છતાં આત્માની શાંત અવસ્થામાં અનુભવાય છે. આત્મા સ્વરૂપની નજીકમાં જાય ત્યારે મળે છે. તે આત્મપ્રાપ્તિમાં સહાયક છે. ઇન્દ્રિયોની, પુદ્ગલોની આસકિત ઘટે ત્યારે ઊંચું સુખ અનુભવાય છે. ઉપર ઉપર દેવલોકમાં વિષયસુખની પ્રવૃત્તિ ઘટે છે, છતાં સુખ વધે છે. દેવલોકમાં કાયિક પ્રવિચાર-મૈથુન પહેલા અને બીજા દેવલોક સુધી જ હોય છે. હા, એની નીચેના ભવનપતિ, વ્યંતર, જયોતિષીમાં પણ તે હોય છે. ત્રીજા ચોથા દેવલોકમાં કાયિક પ્રવિચાર નથી. પણ સ્પર્શનું સુખ છે. ત્યાં જે દેવી પ્રત્યે રાગ હોય છે, તે દેવીઓને સ્પર્શ કરે તો સુખ થઈ જાય છે. પછીના બે દેવલોકમાં માત્ર તેના રૂપનું દર્શન કરે તો સુખ થઈ જાય છે. પછીના બે દેવલોકમાં શબ્દનું સુખ મળે છે. પછીના ચાર દેવલોકમાં મનથી ચિંતન કરે તો સુખ થઇ જાય છે. ઉપર ઉપરના દેવલોકમાં વૈષયિક સુખ ઓછું હોય છે. અને આત્માનું, શાતાનું સુખ વધારે હોય છે. પુદ્ગલો ઉપર ઉપરના દેવલોકમાં ઉચી કુવોલીટીના હોય છે. અને તૃષ્ણા ઓછી હોય છે. રૈવેયકમાં આચાર પાલન રૂપ ધર્મ નથી. છતાં કષાય થતો નથી. પડ્યા રહેવાનું છે. જે ચીજ આપણને જરૂર હોય તેનાથી અધિક મળી જાય તો, તેની ઇચ્છા ન થાય એવું બને ને? અહીં વૈરાગ્ય નથી છતાં આત્મા ત્યાં શુકલલેશ્યાને ટકાવે છે. ઊંચી કોટીના પુદ્ગલોથી જે શાતા મળે છે તેનાથી એટલી બધી શાંતિ મળે છે કે કષાયો શાંત થઈ જાય છે એના બળ ઉપર શુકલ વેશ્યા ટકે છે. અભવ્યને પણ ચારિત્રના પાલનમાં શુકલ લેશ્યા ટકે છે. અને દેવલોકમાં પણ શુકલ વેશ્યા ટકે છે. મનુષ્ય ભવમાં ચારિત્રના બળે વૈષયિક સુખની ઇચ્છા પણ નથી કરતો. દેવલોકના સુખની ઇચ્છા પણ નથી. ચારિત્રના પાલનમાં જ વારંવાર દેવસુખને યાદ કરે તો શુકલ લેયા ન ટકે માટે શુદ્ધ ચારિત્ર પાળે. આચારના પાલનથી થતી તે કષાયોની મંદતાના બળ ઉપર અભવ્ય કાચા પાણીને ન અડે, અગ્નિકાયને ન અડે. નાનો જીવ પણ ન મરે એવી પકાય જીવની રક્ષા કરે તેનાથી વળી કષાય મંદ થાય છે. હવે શૈવેયકમાં આચારપાલન નથી, પણ ઉચી કોટિનો પુણ્યનો ઉદય આવ્યો છે. આ પુણ્યના ઉદયે મળેલી અતિશય શાતાના ઉદયમાં તે કષાયો નથી કરતો અને શુકલ લેશ્યા ટકી રહે છે. મન શાંત રહે છે. અભવ્ય કેટલો ડાહ્યો છે. કષાયો નથી કરતો. તેના બળે શુકલ લેગ્યા ટકે છે. અભવ્યને મોક્ષ જોઇતો નથી, મોક્ષનું સુખ જોઇતું નથી, મોક્ષનું સુખ તેની બુદ્ધિમાં બેસતું નથી, સંસારનું સુખ જ જોઈએ છે. એ નિર્ધાર છે, છતાં ચારિત્રના પાલન વખતે સંસાર સુખ માટેનો એક વિકલ્પ એ કરતો નથી. છતાં તે ડાહ્યો નથી. જ્ઞાની તમને ડાહા કહે છે. કારણકે તમને મોક્ષ જોઇએ છે. એની ઈચ્છા થાય છે. સંસારી જીવને સંસારની સુખેચ્છા થાય છે છતાં 2010_05 Page #377 -------------------------------------------------------------------------- ________________ કષાયથી વેશ્યા કઈ રીતે જૂદી પડે? ૩૪૬ તેને સારી નથી માનતો. તમે અંદરથી ડાહ્યા છો, પ્રામાણિક છો. એ અંદરથી બોટો છે. માણસ અંદરથી કેવો છે. એના ઉપર જ સર્ટીફીકેટ અપાય છે. પ્રામાણિક જીવની બહારની બધી ભૂલો પણ ક્ષન્તવ્ય છે. પેલો અભવ્ય અંદરથી પ્રામાણિક નથી. તે બહારથી ભૂલો કરતો નથી, પણ અંદરથી પ્રામાણિક નથી માટે તેની બહારની પ્રામાણિકતા એ પ્રામાણિકતા નથી. વીતરાગતામાં અને કેવળજ્ઞાનમાં મહાપ્રામાણિકપણું પડેલું છે. મહા પ્રામાણિકતા શું છે ? આત્મા એક ક્ષણવાર પણ ઘરની બહાર જતો નથી. આવી પ્રામાણિકતાનો એક અંશ પણ જેનામાં આવ્યો છે. તેને જ્ઞાનીઓ ડાહ્યો કહે છે. કષાયથી વેશ્યા કઈ રીતે જુદી પડે ? કષાય અને નોકષાયના ઉદયથી થયેલ મિશ્ર પરિણામ તે કષાયોદય સ્થાન કહેવાય છે. જ્ઞાનાવરણીયના ઉદય સહકૃત કષાયોદયસ્થાન એ જ્ઞાનાવરણીયની સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનરૂપ બને છે. એજ રીતે નામગોત્રનો ઉદય સહકૃત કષાયોદય સ્થાન એ નામ ગોત્રના સ્થિતિબંધમાં હેતૂભૂત અધ્યવસાયસ્થાન બને છે. એટલે સમાન કષાયોદય સ્થાનમાં પણ નામ ગોત્રનો ૨૦ કો.કો. સાગરોપમનો સ્થિતિબંધ થાય છે. અને જ્ઞાનાવરણીયનો ૩૦ કો. કો. સાગરોપમનો સ્થિતિબંધ થાય છે. કારણકે નામગોત્રના સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાન કરતાં જ્ઞાનાવરણીયની સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાન અસંખ્ય ગુણ છે. લેશ્વાસ્થાન અત્િ રસબંધના સ્થાન એક એક સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનમાં અસંખ્ય લોક જેટલા કષાયોદય સ્થાનો હોય છે. અને એક એક કષાયોદય સ્થાનમાં અસંખ્ય લોક જેટલા વેશ્યા સ્થાનો અર્થાતુ રસબંધના સ્થાનો હોય છે. તેથી કષાયોદય સ્થાન સમાન હોવા છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી લેગ્યામાં ભેદ પડે છે. દા.ત. એક લાખ પાવરનો ક્રોધ ત્રણ વ્યકિત કરે છે. તેમાં દ્રવ્યથી, કોત્રથી કાળથી અને ભાવથી આ રીતે વેશ્યા જૂદી પડે છે. એક લાખ પાવરનો ક્રોધ. (૧) ૧૦૦૦ રૂા.ના નુકશાનમાં તીવ્ર કૃષ્ણ શ્યા. દ્રવ્યથી (૨) ૧૦,૦૦૦ રૂ.ના નુકશાનમાં. મધ્યમ કૃષ્ણ લેશ્યા. (૩) ૧,૦૦,૦૦૦ રૂ.ના નુકશાનમાં. જઘન્ય કૃષ્ણ લેશ્યા. એક લાખ પાવરનો ક્રોધ. [(૧) ઘરમાં કરે છે. ત્યાં જઘન્ય કૃષ્ણ વેશ્યા. ક્ષેત્રથી (૨) તીર્થમાં કરે છે. ત્યાં મધ્યમ કૃષ્ણ લેશ્યા. [(૩) દાદાના ગભારામાં કરે છે. ત્યાં તીવ્ર કૃષ્ણ લેશ્યા. 2010_05 Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ એક લાખ પાવરનો ક્રોધ. [(૧) ચાલુ દિવસે કરે છે. ત્યાં જઘન્ય કૃણ લે શ્યા. કાલથી ૨ (૨) પ્રતિક્રમણમાં કરે છે. ત્યાં મધ્યમ કૃષ્ણ લેશ્યા. (૩) સંવત્સરી પ્રતિક્રમણમાં કરે છે. ત્યાં તીવ્ર કૃષ્ણ લેશ્યા. એક લાખ પાવરનો ક્રોધ. [(૧) સામાન્ય અપમાનમાં - તીવ્રકૃષ્ણ લેશ્યા. ભાવથી ? (૨) મધ્યમ અપમાનમાં - મધ્યમકૃષ્ણ લેશ્યા. (૩) ઉત્કૃષ્ટ અપમાનમાં - જધન્યકૃષ્ણ લેશ્યા. અથવા એક લાખ પાવરનો અહંકાર (૧) થોડું જ્ઞાન હોતે છતે કરે તો - લેયા વધારે ખરાબ. (૨) વધારે જ્ઞાન હોતે છતે કરે તો તે વેશ્યા ઓછી ખરાબ. (૩) ઉત્કૃષ્ટ જ્ઞાન હોતે છતે કરે તો લેશ્યા અત્યંત ઓછી ખરાબ. આમ કષાયોનો પાવર એક સરખો હોવા છતાં કેવા સંયોગોમાં જીવ કષાય કરે છે તેના આધારે સ્થલ દષ્ટિથી જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ વેશ્યા નક્કી થાય છે અને કષાયનો પાવર એક સરખો હોવાથી સ્થિતિબંધ એક સરખો હોવા છતાં વેશ્યા જૂદી જૂદી હોવાથી રસબંધ જુદો જુદો બંધાય છે. જેથી વિપાક સમયે તેના તેવા તેવા (જૂદા જૂદા) વિપાક આવે છે. માટે જ્ઞાનીઓ આપણને કષાય નહીં કરવાનો અને લેશ્યા સુધારવાનો વારંવાર ઉપદેશ આપે છે. તા.ક. કષાયોદયસ્થાન સહકૃત લે શ્વાસ્થાનો એ રસબંધના હેતભૂત અધ્યવસાયસ્થાનો છે. એટલે ૧૧, ૧૨, ૧૩ મે ગુણઠાણે વેશ્યા હોવા છતાં રસબંધ હોતો નથી. તેમજ આ ગુણઠાણાઓમાં મોહનીયની અપેક્ષાએ યથાખ્યાતચારિત્રરૂપ એક અધ્યવસાયસ્થાન હોય છે. પરંતુ જ્ઞાનાવરણીયની અપેક્ષાએ ત્યાં પણ અસંખ્ય અધ્યવસાયસ્થાન હોય છે. સુફલલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? (૧) આચાર પાલનથી કષાયની મંદતા આવે છે અને તેના કારણે શુકલ લેશ્યા આવે છે. (૨) વૈષયિક સુખનાં શાતાના બળ ઉપર કષાયની મંદતા થતા તેના કારણે શુકલ લેગ્યા આવે છે. (૩) છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે શુકલ લેશ્યા આવે છે. એ કોના બળે ? મુનિઓને છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકે ઘાતી કર્મો અંદરથી શાંત થાય છે. મુનિઓને કિષાયનું ડહોળાણ બધુ બંધ થાય છે. આચારપાલન દ્વારા કષાયને કાઢે છે. અને ઉપશમ ભાવનો અનુભવ કરે છે એના બળ ઉપર શુકલેશ્યા ત્યાં છે. આચારપાલનના બળ ઉપર જે શુકલ લેહ્યા છે તે, તે ભવમાં રહે છે અને ત્યાંથી મરી જે રૈવેયક દેવલોકાદિના ભવો મળે, ત્યાં પણ તે શુકલ લેગ્યા રહે છે. 2010_05 Page #379 -------------------------------------------------------------------------- ________________ શુકુલલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? ૩૪૮ પછી જયાં જાય ત્યાં વિષયોમાં જો ચિત્ત પકડાઈ જાય તો લેશ્યા ગઈ, અને બગડી. અને જયાં ચિત્ત વિષયોમાંથી વૈરાગ્યના બળે પાછું ખેંચાય છે એના દ્વારા અંદરમાંથી શાંતરસની અનુભૂતિ થાય છે ત્યાં શુકલ લેણ્યા વાસ્તવિક રીતે પ્રાપ્ત થાય છે. એટલે કેવળજ્ઞાન સુધી તે રહે છે. પેલી બધી શુકલેશ્યાઓ આગળ જતાં ખસી જવાની છે. આત્મા વૈષયિક સુખો પર વૈરાગ્ય કરે, આત્મસ્વરૂપને જોતો જાય તો કષાયોના આવરણ તૂટવાથી અંદરમાં આત્મિક સુખની અનુભૂતિ થાય છે. આ શુકલ લેશ્યા એ મોક્ષમાર્ગ બને છે. (૧) એકલી શુકલલેશ્યા એ કાંઈ મોક્ષમાર્ગ નથી. એ તો અભવ્ય ને પહેલે ગુણઠાણે પણ હોય છે. (૨) ઊંચા વિષયસુખોની પ્રાપ્તિ દ્વારા થતી શુકલેશ્યા પણ મોક્ષમાર્ગ નથી. દેવલોકમાં ઊંચા ઊંચા વિષયસુખોની પ્રાપ્તિ દ્વારા ભોગ ઘટે છે. અને છતાં સુખ વધે છે. કારણકે ત્યાં ઇન્દ્રિયોની ઉત્તેજના ઓછી હોય છે. તુચ્છ સુખોમાં ઉત્તેજના વધે છે. ઊંચા સુખોમાં ઉત્તેજના વધતી નથી. આત્માની લેગ્યા અનેક રીતે રહી શકે છે. ઉત્તેજના હોવાથી આકુળતા વ્યાકુળતા વધે છે. જેને અધ્યાત્મ પામવું હશે તેને સમજવું પડશે કે ઈન્દ્રિયોની ઉત્તેજના એ દુઃખ છે. તેનાથી મળતાં સુખોમાં સુખ અલ્પ હોય છે. અને દુઃખ ઘણું હોય છે. આ ઉત્તેજના ઘસ્યા પછી જીવ સાધનાનો ક્રમ પકડે પછી આત્મિક સુખની વાત શકય બને છે. સૌ પ્રથમ આત્મિક સુખમાં સહાયક પૌગલિક સુખો મળશે. સુધારસની સહાયતા આત્માના કષાયોને શાંત કરે છે. ઇચછાઓને તૃપ્ત કરે છે. સુ ધારસની પ્રાપ્તિ પછી ખાવા-પીવાની બધી વેશ્યાઓ તૂટી જાય છે. ઊંચી કોટીની વેશ્યાઓનો અનુભવ અહીં થાય છે. આત્મિક સુખના કારણભૂત સુધારસ જેમ ઝરે તેમ કષાયો ઘટવાથી આત્મિક સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તે વખતે આહાર પણ અલ્પ બને છે. યોગીઓના આહાર, નિહાર (મળ-મૂત્ર) અ૫ અને દુર્ગધ વિનાના હોય છે. અને એમાં રોગાદિ શમાવવાની શકિત પેદા થાય છે. આ યોગીઓની નિદ્રા પણ અ૯૫ રહેવાની. અંદરમાંથી સહજ શકિત પ્રગટે છે. અપ્રમત્તતાથી જીવન ભરેલું હોય છે. અપ્રમત્તભાવમાં ઘણી શકિત ખર્ચાય છે. યોગીઓને શુદ્ધિનું બળ વધતાં તપનું બળ પણ વધે છે. ત્યારે બધી ચીજો ઔષધનું કામ કરે છે. સુધારસની આ વિશેષતા છે. બધાને સુધારસ ઝરે જ તેવું નથી. કોઈને ન પણ ઝરે, કેટલાકને સમ્યકત્વની પ્રાપ્તિ પહેલાં સુધારસ ઝરે છે, કેટલાકને પછી પણ ઝરે છે. આ સુધારસ ગમી જાય, એમાં અટકી પડયા, એમાં ચોંટી પડયા તો માર્યા ગયા. આ ભયસ્થાન છે. આ પૌગલિક સુખ છે. તેનો વિશ્વાસ નહીં કરવાનો. અનાહતનાદ એ કણેન્દ્રિયનો વિષય છે. અનાહત નાદમાંથી 5નો ધ્વનિ આવે છે. આજે પણ આપણી અંદરમાં અનાહત નાદ હોવા છતાં આપણે સાંભળી શકતાં નથી. અનુભવી શકતા નથી. અંદરમાં રહેલાં સુધારસની અનુભૂતિ થતી નથી. કારણકે આપણે બહારની ઇન્દ્રિયોના ઘોંઘાટમાં અટવાયા છીએ. ઇન્દ્રિયોની ઉત્તેજના વધી જવાથી તે અનુભવાતા નથી. ધીરે ધીરે આ જેમ જેમ છૂટે, અને 2010_05 Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ આત્મા અંદરમાં જતો જાય, ઇન્દ્રિયો સૂક્ષ્મ બનતી જાય, ત્યારે પહેલાં પક્ષીઓના કલરવ જેવું સંભળાય છે. પછી ૐકાર ધ્વનિ સંભળાય છે. જડ દવનિની તાકાતથી ભૂખ અને તરસ ભૂલાય છે. - જિનવાણીના શ્રવણ કે બીજા કોઈ પણ યોગથી ઇન્દ્રિયોની ઉત્તેજના તોડી નાંખવાની છે. ઉત્તેજિત થયેલી ઇન્દ્રિયો રખડાવે છે. જ્ઞાનીઓએ શુશ્રષા પૂર્વકની જિનવાણી શ્રવણની મહત્તા બતાવી છે. કારણકે આ રીતે જિનવાણી સાંભળતાં એકાગ્રતા આવે છે. તેનાથી આત્મામાં સંવેગ અને નિર્વેદ વધે છે, તેનાથી અંદરના બધા કચરા નીકળી જાય છે. જિનવાણી સાંભળ્યા પછી કદાગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ નીકળી જવો જોઇએ. ગીતાર્થ જ્ઞાની ઉપદેશકની વાણી સાંભળવાથી આત્મા ગુણાનુરાગી બને છે, સદાચારી બને છે. ગુણગ્રાહી બને છે. ગુણોને શોધતાં શીખે છે. મધ્યસ્થ ભાવવાળો બને છે. તેનું જ્ઞાન નિર્મળ બને છે, વિશાળ બને છે, સ્વચ્છ બને છે. બીજાના વિપરીત વિચારોને સહી લેવાની સહિષ્ણુતા આવે છે. જિનવાણી નાસ્તિકને આસ્તિક બનાવે છે. પ્રદેશી રાજા નાસ્તિક હતો. કદાગ્રહી હતી. બાવા સંન્યાસીનો દ્વેષી હતો. કેશી ગણધરની વાણી ભલે અવિનયથી, ઉદ્ધતાઇથી સાંભળી, તો પણ આસ્તિક બને છે. જિનવાણી ક્રોધીને ક્ષમાશીલ બનાવે છે. રાગી જીવોને વિરાગી બનાવે છે, કામીને બ્રહ્મચારી બનાવે છે. આ તાકાત જિનવાણીની છે. જિનવાણી સાંભળવાથી પૂર્વગ્રહો નીકળતાં જાય છે. ગુણગ્રાહી દૃષ્ટિ આવતી જાય છે. અને આત્મા શાંત બનતો જાય છે, પછી એને ચર્ચા, ટીકા વિ. ગમતાં નથી. જે અંદરથી શાંત બને છે, એની બહારની પ્રવૃત્તિઓમાં વિવેક આવે છે. જે અંદર અશાંત હોય તેને બહાર ભૂલો થાય છે, અંદરના કષાયનો ઉકળાટ તેને બહાર ભૂલો કરાવે છે. બીજાને ધર્મ પમાડવામાં એવા ઘેલાં નથી બનવાનું કે જેનાથી પોતાનું વટાઈ જાય. રાગાદિના ઝેર ઉલેચવા માટે જિનવાણી એ અમોઘ ઉપાય છે. વૈષયિક સુખોની ઈચ્છા ઘટતાં, ઉલેચાતાં જીવ શાંત બને છે. અને ઊંચી કોટીના સંસ્કારો ઊભા થાય છે. ઊંચી કોટીનો વૈરાગ્ય મળે છે. અહીં ચારિત્ર પાળીને દેવલોકમાં જાય ત્યાં પણ પરાકાષ્ઠાની શાંતતા, સ્વસ્થતા રહે છે. ત્યાં પરાકાષ્ઠાના સુખો હોવા છતાં, નિકાચિત અવિરતિનો ઉદય હોવા છતાં, તત્ત્વ ચિંતનના બળે જીવ આત્મામાં ઠરે છે. અને શુભ લેશ્યાને ટકાવે છે. સમ્યકત્વીને ત્યાં યોગની છઠ્ઠી દષ્ટિ પણ હોઈ શકે છે. સમ્યકત્વીએ સંયમના બળે ચારિત્ર મોહનીય કર્મને પાતળા કરી નાંખ્યા છે. તે સંસ્કારો દેવલોકમાં ટકવાથી મૃત્યુ વખતે ભય નથી આવતો. પ્રશ્નઃ મૃત્યુ વખતે ભય આવે તે શું સૂચવે છે? ઉત્તર : આત્માને સ્વસ્થતા માટે જે મોહને કાઢવો જોઈએ તે નથી કાઢયો માટે ભય આવે છે. ભયને કાઢવા માટે મોહને કાઢવો જોઈએ. 2010_05 Page #381 -------------------------------------------------------------------------- ________________ પ૨ પદાર્થને ભોગવતા આત્મા પર મય વધે છે, પરપદાર્થને ભોગવતા આત્મા પર ભય વધે છે. સુખ ભોગવવામાં આત્મા પર ભય વધે છે. તમે કોઇના ઘરે ગયાં, કોઇ ચીજ ગમી ગઇ. ચોરી કરી લીધી. પછી તમારો આત્મા ભયવાળો કે નિર્ભય ? પારકી ચીજની ચોરી કરી છે, માટે ભય છે, તેમ પારકી ચીજ ભોગવીએ છીએ માટે પણ ભય છે. જીવે સંસારમાં કાર્યણ વર્ગણાની ચોરી કરી છે, જે પૌલિક છે, જે જીવની માલિકીની ચીજ નથી. તેને પોતાની બનાવી છે. માટે તમારું નિર્ભય સ્વરૂપ જતું રહ્યું, ચોરના પગ હંમેશાં ઢીલાં-કાચા હોય. જીવે પારકી ચીજ જેવા કર્મોને આત્મઘરમાં ઘાલ્યા છે, માટે ભય વર્તે છે. भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद् भयं, भाने दैन्यभयं बले रिपुभयं रुपे तरुण्या भयं, शास्त्रे वाद भयं गुणे खलभयं कार्य कृतान्तात् भयं, सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यभेवाभयम् ॥ ( भतृहरि) ભોગમાં રોગ નોભય છે, સુકુલમાં નાશનો, કલંકનો ભય છે. સંપત્તિમાં રાજાનો, સ૨કા૨નો ભય છે, માનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, રૂપમાં સ્ત્રીનો ભય છે. શાસ્ત્રમાં વાદ-વિવાદનો ભય છે, ગુણમાં દુર્જનનો ભય છે, કાયાને યમરાજનો ભય છે, આ જગતમાં સર્વ વસ્તુ ભયથી યુકત છે. ભર્તૃહરિ કહે છે કે વૈરાગ્ય એ જ અભય છે. તેમણે ત્રણ શતક રચ્યા છે. (૧) પીંગળાની પાછળ પાગલ હતાં ત્યારે શ્રૃંગાર શતક બનાવ્યું (૨) જયા૨ે તે રાજા થયા ત્યારે નીતિ શતક બનાવ્યું અને (૩) સંન્યાસી બન્યા ત્યારે વૈરાગ્યશતક બનાવ્યું. તેમાં તર્ક, વિતર્ક, કુતર્ક, વાદ, વિવાદ વિગેરેનું ખંડન કર્યું છે. શુષ્ક ક્રિયાકાંડનું પણ ખંડન કર્યું છે. કહ્યું છે કે આવી ક્રિયાથી દેવલોકમાં રત્નની નાની ઝુંપડી રહેવા મળશે એનાથી આત્માનું સામ્રાજ્ય નહીં મળે. વૈરાગ્યમાં અભય મૂકે છે. ભોગમાં ભય મૂકે છે. કેમકે ભોગ ભોગવવાની પૂર્વ અવસ્થામાં ભય છે. ભોગવતાં પણ ભય છે, પશ્ચાત્ અવસ્થામાં પણ ભય હોય છે. ભયના કાળમાં સુખ કેવું ? ભયંમિશ્રિત સુખમાં સુખ કેવું ? ત્રણે અવસ્થામાં ભય છે, આત્મા સમયે સમયે કર્મ બાંધે છે, તે ચોરી છે. ૩૫૦ નિશ્ચયનયની દૃષ્ટિથી આપણે ચોર છીએ. ચોર જ્યારથી ચોરી કરવા માટે ઘેરથી નીકળે છે ત્યારથી ચોર કહેવાય છે. નૈગમનય સંકલ્પમાં પણ સિદ્ધિ માને છે. ત્યારથી ચોરીનું પાપ લાગે છે. રસ્તામાં પકડાઇ જાય તો પણ જેલમાં જવું પડે. એક માણસ હાથમાં તલવાર લઈને દોડતો જાય છે. તેણે કોઈને માર્યો નથી પણ પોલીસ પકડીને જેલમાં બેસાડી દે ને ? અને ડોકટર છરી ફે૨વે છે છતાં ખુની નહીં, એ દયાળુ કહેવાય. તમારો જેવો સંકલ્પ, જેવો વિચાર એને અનુરૂપ તમે કહેવાઓ છો, ચોરીના વિચારથી જેમ ચોર કહેવાઇએ છીએ તેમ આપણે ભોગ ભોગવવાના સંકલ્પ કરીએ ત્યારથી નિશ્ચયનય પ્રમાણે ચોર કહેવાઈએ છીએ. 2010_05 Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ અંદરમાં ચોરીનો માલ જેટલો વધારે હશે તેટલી જેલ મોટી થશે. સાતમી નરક કોને મળે ? જેલમાંથી મુક્ત થવું હોય તો અંદરમાં પડેલો બધો કર્મનો માલ કાઢી નાંખીએ, ત્યારે મુક્તિ મળે. કર્મો ત્રણ પ્રકારે છે. જ્ઞાનાવરણીયાદિ કર્મની એકસો અઠ્ઠાવન પ્રવૃતિઓ એ દ્રવ્યકર્મ છે, રાગાદિ એ ભાવકર્મ છે અને શરીરાદિ એ નોકર્મ છે. આ ત્રણે કાઢી નાંખીએ ત્યારે મુક્તિ મળે. સજન-સંત-પરમાત્મા બનીએ ત્યારે મુક્તિ મળે. અંદરમાં પડેલા ચોરીના માલથી ચાર ગતિની જેલ મળે છે. આ જેલમાંથી છૂટકારો કેવી રીતે થાય? અહીં કર્મની નિર્જરા કરવાથી ચોર મટી જવાય છે. પણ આ કર્મની નિર્જરા કેવી રીતે કરવી? તેમાં શું કરવું પડે? પેલી ચીજ તો લાવ્યા હોય ને આપી દઈએ તો ચોર મટી ગયા. પણ નિર્જરા માટે સૌ પ્રથમ નવી ચોરી કરવાની બંધ કરવી જોઈએ, તે સંવર છે. સંવર માટે આશ્રવનો નિરોધ કરવો જોઈએ. સંવર કરવા માટે સુખની ઈચ્છા અટકાવી દેવી જોઈએ. ઇન્દ્રિયોની ઉત્તેજના અટકાવો. તે અટકે તો વૈષયિક સુખની ઈચ્છા અટકે. એ અટકે એટલે નવી ચોરી અટકી જાય. નવી ચોરી અટકાવો તો જ અંદરની ચોરીનો માલ ઓછો થશે. સંવર વિના નિર્જરા નહીં. એટલે નિર્જરાની પહેલાં સંવર મૂકયું છે. સંવર કોના બળ ઉપર છે? નવતત્ત્વની અંદર જીવતત્વમાં પહેલાં જીવનું લક્ષણ બતાવ્યું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એવું પૂર્ણ સ્વરૂપ આજે આપણી પાસે નથી. સંવર એ જીવનું લક્ષણ નથી, સ્વરૂપ નથી પણ સાધના છે, જીવ આજે પૂર્ણ નથી. જીવ પૂર્ણ હોત તો આજે કંઈ કરવાનું રહેતું નહીં પણ જીવ આ શુદ્ધ સ્વરૂપથી ઘણો ઊંધો છે. વર્તમાનમાં જીવ કાળો મેશ છે. આશ્રવોથી ભરેલો છે. એની સામે સંવર મૂક્યું છે. સંવરમાં શું આવે? પાંચ આચાર, સમિતિ, ગુપ્તિ, ઈન્દ્રિયનિરોધ, અનિત્યાદિ બાર ભાવનાઓ, દશવિધ યતિધર્મ. આ સંવરના પ૭ ભેદમાંથી આપણે પસાર થવાનું છે. આશ્રવના ૪ર ભેદોથી અટકવાનું છે. મંદિરમાં પ્રભુ પાસે પોતાની કથાની વ્યથા વાંચો, તેમનું આલંબન લઈ આશ્રવથી અટકો અને સંવરમાં જોડાવ. આ અગત્યની સાધના છે. આના આલંબનથી જીવનમાં અનાચાર અટકી જશે. બાહ્ય પાપ પ્રવૃત્તિથી અટકતાં અનન્યગન્યા જીવ અંદરમાં ઠરશે જ. આત્માને પામવા માટે આત્માને ઓળખવાનો છે. આશ્રવની પ્રવૃત્તિ સંવર આવવા દેતી નથી; સંવર વિના નિર્જરા નથી થતી. આત્માને આત્મસ્વરૂપમાં ન રહેવા દેનાર આશ્રવની પ્રવૃત્તિ છે. સાધક આત્માની વાસ્તવિક ઓળખ સંવર તત્ત્વના સેવનથી જાણી શકાય છે. આ રીતે વ્યવહારનું પાલન ઊભું રહ્યું. સંવરના બળ ઉપર જ નિર્જરા છે. જેના જીવનમાં સંવર નહીં ત્યાં સાચી નિર્જરા થતી નથી. આશ્રવને અટકાવવાનો છે. તે સંવરના બળ ઉપર અટકે છે. જ્ઞાનીએ સૌ પ્રથમ પાપને અટકાવવું એ ધર્મ બતાવ્યો છે. પાપની પ્રવૃત્તિ અટકાવવી અને પાપની વૃત્તિને અટકાવવી. પંચાચાર વિગેરેના પાલનથી પાપની પ્રવૃત્તિ અટકે છે. સમિતિ, ભાવના વિગેરેથી પાપનો રસ તૂટે છે. 2010_05 Page #383 -------------------------------------------------------------------------- ________________ પરપદાર્થને ભોગવતા આત્મા પર ભય વધે છે. તેમ નાની નાની વાતમાં તમારા પર્યાયને બગાડતા હો તો આત્મા ત્રિકાલી છે.” એવી એકલી નિશ્ચયની વાતો કેવી રીતે ઉપયોગી બનશે ? નિશ્ચયનયની વાતો હીરા જેવી છે પણ હીરો વીંટીમાં શોભે છે તેમ નિશ્ચયનયની વાતો સદાચાર રૂપ વ્યવહાર ધર્મની વીંટીમાં જ શોભે છે, ખાઈ પીને માત્ર આ વાતો કરવી એ શોભાસ્પદ કેવી રીતે બની શકે ? સૌ પ્રથમ આચારના બળ ઉપર, સમિતિ, ગુપ્તિના પાલન ઉ૫૨ ભાવનાના બળ ઉપર સંસારના તીવ્ર ૨સને તોડી નાંખો, તો જ આગળ જવાશે. તમે આત્માની અંદર જવા પ્રયત્ન કરશો તો ત્યાં કર્મો પણ પડેલા છે. એટલે કર્મનો ફોર્સ તો આવશે. કર્મ એ વિકૃતિ છે. વિકૃતિમાંથી પહેલાં સંસ્કૃતિ લાવવી પડે. તો જ સંસ્કૃતિથી સ્વભાવ આવશે. સીધો સ્વભાવ પ્રગટ થવો મુશ્કેલ છે. ઔદિયક ભાવોની તાણમાંથી છૂટી ક્ષયોપશમ ભાવમાં આવવું પડે અને પછી સ્વરૂપની લગની તીવ્રતમ બનતાં ક્ષાયિક ભાવ પ્રાપ્ત થઈ શકે છે. ધર્મક્રિયા એ સંસ્કૃતિ છે. ઔદિયક ભાવ એ વિકૃતિ છે. આચારધર્મથી સંસ્કાર પ્રાપ્ત થતાં, પૂર્ણ સ્વભાવ નિકટ આવે છે. સૌથી પહેલાં શુદ્ધભાવ આવતો નથી. અશુભમાંથી શુભમાં આવવું પડે છે અને ત્યાં ઉપયોગશુદ્ધિથી આગળ વધતાં શુદ્ધસ્વરૂપ પ્રગટ થઈ શકે છે. સંસાર વિકૃતિના બળ ઉપર ચાલે છે. આચાર એ સંસ્કૃતિ છે એ પણ ઉપચારથી ધર્મ છે. પહેલાં વ્યવહાર સુધારો પછી નિશ્ચય સુધ૨શે. આમ કેમ ? આનાથી ઊંધુ પહેલાં નિશ્ચય અને પછી વ્યવહાર, એમ કેમ નહીં ? જ્ઞાનીએ પહેલાં વ્યવહાર મૂકચો કારણ કે જીવ અનાદિકાળથી વ્યવહારમાં રહ્યો છે. એટલે તે શુભ વ્યવહાર પહેલાં સ્વીકારશે, જલ્દી સ્વીકારશે. અશુભ આશ્રવમાંથી શુભાશ્રવમાં આવશે અને તે જેમ જેમ વધશે તેમ સંવર વધતો જશે. જીવ સંવરમાં બરાબર પકડાયેલો રહે ત્યા૨ે જીવનમાં નિર્જરા આવે છે. જેને જલ્દીથી મોક્ષે જવું છે, તેણે સંસારની પ્રવૃત્તિ ઘટાડવી જ પડશે. સંસારનો રસ ઘટાડવો જ પડશે. સૌ પ્રથમ આશ્રવથી અટકવું જોઈએ અને સંવ૨માં આવવું જોઈએ. આશ્રવથી અટકેલો અને સંવ૨માં આવેલો આત્મા નિર્જરામાં આવે છે. આત્મા અત્યંતર સ્વરૂપની નિકટમાં જેટલો ગયો, તેટલી તેની નિર્જરા છે. અંદરમાં ન જાવ તો કર્મો કાંથી ખરે ? તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું, “તપસા નિર્જરા ચ” બાહ્ય તપથી પણ કષાયની પરિણતિ તૂટતાં, અહંકાર તૂટતાં નિર્જરા થઈ શકે છે. ‘ચ' શબ્દથી સંવરની અનુવૃત્તિ લેવાની છે. એટલે તપથી સંવ૨ પણ થાય છે. પ.પૂ. પદ્મવિજયજી મહારાજે સિદ્ધચક્ર ભગવાનના સ્તવનમાં સ્પષ્ટપણે આનો ઉલ્લેખ કર્યો છે. ઉપર “બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુ જી, તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાયરમાં સેતુજી.” તપમાં જેટલી સમતા રહે તેટલી કર્મોની નિર્જરા થાય છે. અને આ તપધર્મનું સેવન કરતાં જીવ ભવસમુદ્રના પા૨ને પામી શકે છે. તપ એ મોક્ષે જવા માટે પુલ સમાન છે. 2010_05 Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩પ૩ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ બાહ્ય તપ કરતાં, કષાયની પરિણતિ ઉભી થાય તો નિર્જરા ન થાય. અગ્નિશર્માને કષાયગ્રસ્ત, નિયાણાગ્રસ્ત ત૫ હતું તેથી નિર્જરાનો લાભ ન થયો. અંદરની અહંકારાદિ કષાયની પરિણતિ ઘટાડવી જોઈએ. શુશ્રષાનું ફળ આ છે, એ આવી જાય તો મોક્ષ નિકટમાં છે. शुभयोगसमारम्भे, न क्षेपोऽस्यां कदाचन । उपायकौशलं चापि, चारु तद्विषयं भवेत् ।। ५५ ।। અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ મોક્ષમાર્ગના જોડાણ રૂપે દૃષ્ટિની વાત કરી રહ્યા છે. કુલ આઠ દૃષ્ટિઓ છે. તેમાં ત્રીજી દૃષ્ટિની અંદર આત્મા કયા દોષનો નાશ કરે છે એ વાત ચાલી રહી છે. પહેલી દૃષ્ટિની અંદર ખેદ દોષ નાશ પામ્યો હતો. બીજી દૃષ્ટિની અંદર ઉદ્વેગ દોષ નાશ પામ્યો હતો. ત્રીજી દષ્ટિની અંદર ક્ષેપ દોષ નાશ પામે છે. પ્રશ્ન : ક્ષેપ એટલે શું? ઉત્તર : ક્રિયામાર્ગમાંથી ચિત્તનું બહાર ફેંકાઈ જવું તે ક્ષેપ છે. ક્રિયામાં ઉપયોગ પકડાયેલો ન રહે તો આ દોષ લાગે છે. સંસારમાં જીવની પ્રવૃત્તિ કરતાં ઉપયોગ પકડાયેલો રહે છે. ધર્મપ્રવૃત્તિમાં ઉપયોગ પકડાયેલો હોતો નથી. તેનું શું કારણ? દર્શનમોહનીયનો અર્થાત્ મિથ્યાત્વ મોહનો ઉદય વધતાં પર૫દાર્થ પ્રત્યે આકર્ષણ રહે છે, અને મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થતાં, અર્થાત્ તેનો ઉદય ઘટતાં, સ્વરૂપ પ્રત્યે આકર્ષણ રહે છે. અનુભવ, લક્ષ, પ્રતીતિ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજવામાં, અનુભવવામાં અને રુચિ કરવામાં જે મૂંઝવણ ઉભી કરે છે, સ્વરૂપની પ્રતીતિ ન થવા દે તે દર્શનમોહ છે. “વર્તે શુદ્ધ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” અનુભવ, લક્ષ, પ્રતીતિ - આ ત્રણે સમક્તિનું સ્વરૂપ છે. ક્ષયોપશમ સમક્તિનો ઉત્કૃષ્ટ કાળ છાસઠ સાગરોપમ છે. તે પ્રતીતિ રૂ૫ છે. પ્રતીતિ એટલે શું ? અન્ય ક્રિયા કરતાં કરતાં પણ તેનો ખ્યાલ, તેની રૂચિ ખસે નહી તે પ્રતીતિ છે. જેમાં અતિશય હિતબુદ્ધિ, અત્યંત ઉપાદેય બુદ્ધિ ઉત્પન્ન થતાં તેની માનસિક સ્થિતિ એવી થઈ જાય છે કે અન્ય ક્રિયા કાળે પણ તેના સંસ્કાર દૃઢ થયેલા હોવાથી તેની છાયા ઉપયોગમાં વર્તે છે. રુચિ દઢતર બનતાં લક્ષ્ય બને છે. અહીં ઉપયોગ, સ્વરૂપને અનુરૂપ ચાલે છે. ઉપયોગ સૂમ બને, અને દેહનું ભાન ભૂલી જવાય તો અનુભવનું સ્ટેજ આવે 2010_05 Page #385 -------------------------------------------------------------------------- ________________ જીવસત્કાર અને પાપધિકારથી ગ્રન્થિભેદ ૩૫૪ છે. ઉપશમ સમક્તિ વખતે દેહભિન્ન અવસ્થાની પ્રતીતિ છે. છાસઠ સાગરોપમ સુધી ટકનારા ક્ષયોપશમ સમક્તિમાં તત્ત્વચિંતનથી કષાયોની મંદતા, રસહાનિ થાય છે અને તેથી સમક્તિ મોહનીયનો પ્રવાહ ચાલુ રહે છે, તેમાં પણ વિશેષ પ્રકારે રસહાનિ થાય ત્યારે અનુભૂતિ થઈ શકે છે. જે વિષયની રુચિ હોય છે, ત્યાં એકાગ્રતા આવે છે. સંસારમાં વિષયની રૂચિ છે, આસક્તિ છે, અર્થ કામ અતિશય ઉપાદેય લાગે છે. ત્યારે ચંચળ ચિત્ત પણ સ્થિરતા પામે છે. - ત્રીજી દૃષ્ટિમાં દર્શનમોહનીયનો રસ ઘટી રહ્યો છે. ઉપયોગ સહજ રીતે ક્રિયામાં ટકે છે એનું મુખ્ય કારણ વૈરાગ્ય વધ્યો છે અને તેથી વિષય-કષાયની પરિણતિ રૂ૫ ભવ-તે નો ભય ચાલુ થાય છે. ભય વખતે ઉપયોગ Concentration સહજ રીતે થાય છે. એક ભાઈ પરદેશથી પ્લેનમાં આવી રહ્યાં છે અને પ્લેન તૂટવાની તૈયારીમાં છે. ત્યારે ભયાન્વિત થતાં કદી કર્યું ન હોય એવું અરિહંતનું નામસ્મરણ કર્યું કે ગ્રન્થિભેદ કરી સમક્તિ પામ્યા. આજે સંસારમાં તમારા આનંદ-પ્રમોદ બતાવે છે કે, તમને ભવનો ભય નથી. સ્વજન મરી જાય તે દિવસે તમે હસી શકતા નથી, મિષ્ટાન ખાઈ શકતા નથી, વિષયોમાં રાચી શકતા નથી. તેવી રીતે સ્વરૂપ રુચિ થતાં વિષયોમાં સતત પોતાનું અહિત દેખાય છે. એટલે આત્મા સહેલાઈથી વિષયોમાં જઈ શકતો નથી. આ દૃષ્ટિમાં દર્શનમોહનો ઉદય છે, તેથી સ્ત્રી વિગેરેના નિમિત્તો મળતાં જીવ તેમાં ભાવિત પણ થઈ શકે છે પણ એમાં ઉપાદેય બુદ્ધિની દૃઢતા નથી આવતી એ આ દષ્ટિનો પ્રભાવ છે. આપણા આત્માને વિષયાસક્તિ પ્રત્યે પશ્ચાત્તાપ, ધૃણા-તિરસ્કાર રહેતો હોય તો ઘણા દોષો દૂર થાય છે. ક્રિયાની અંદર અન્યમનસ્ક થતાં જો દુઃખ થાય તો સમજવું કે આ દૃષ્ટિની અસર નીચે તમે છો. અને દુઃખ ન થતું હોય તો દૃષ્ટિનો બોધ વિકલ સમજવો. માટે જ્ઞાનીઓએ જીવસત્કારની જેમ પાપધિક્કારને ગ્રન્થિભેદનું કારણ કહ્યું છે. જીવવીર્યને કયાં ઉછાળવું તે નક્કી કરીને વીર્યનું ફૂરણ થતાં સમક્તિ મેળવી શકાય છે. જીવસત્કાર અને પાપધિક્કારથી ગ્રન્થિભેદ. ઝાંઝરીયા મુનીનો ઘાતક રાજા, મૃતકને ખમાવતાં ખમાવતાં કેવળજ્ઞાન પામે છે. આ કયો નિક્ષેપો થયો? જૈન શાસનના ચારે નિક્ષેપ પૂજ્ય છે એવું અહીં સ્પષ્ટ દેખાય છે. આ દ્રવ્યનિક્ષેપ છે. ભાવની પૂર્વ અને પશ્ચાતુ અવસ્થાને દ્રવ્ય કહેવાય છે, જેમ શ્રી તીર્થકર પરમાત્મા તીર્થ કર રૂપે વિચરતા હોય ત્યારે ભાવ નિક્ષેપ તીર્થ કરે છે. મોક્ષે ગયા પછી દ્રવ્ય તીર્થ કર કહી શકાય. દીક્ષા ન લીધી હોય ત્યારે પણ દ્રવ્ય તીર્થકર કહી શકાય. સાધુ થવા ઇચ્છતા મુમુક્ષુને દ્રવ્યસાધુ કહી શકાય. જે સાધુ મરીને દેવલોકમાં ગયો છે, તેને પણ દ્રવ્ય સાધુ કહી શકાય. મડદાને ખમાવતાં રાજાએ પશ્ચાત્તાપ ઉભો કર્યો. ધડ અને માથું જુદું પડેલું હતું, તેને જોડ્યું, 2010_05 Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ નજીક મુક્યું. એના પગને માથું અડાડીને પોતાની જાત પ્રત્યે ઘણા કરી, હૈયાફાટ રૂદન કર્યું. ઘોર પશ્ચાત્તાપ કર્યો અને પોતાની જાતને અધમાધમ માનતો થયો. જીવનમાં પશ્ચાત્તાપ, જીવને આગળ લઈ જાય છે. જેને પોતાના પાપો ઉપર, દોષો ઉપર રુદન કરતાં આવડે છે, તે આ દુનિયાનો ઊંચો સાધક છે. જેને પોતાના પાપો-દોષો ખટકતાં નથી, તે કઈ રીતે આગળ આવી શકે? દોષો કેમ ખટકતાં નથી? અહંકાર છે. અહંકારનો પરિણામ જીવને પશ્ચાત્તાપનો ભાવ લાવવા દેતો નથી. આ દૃષ્ટિમાં ક્રિયામાં ચિત્ત બહાર ફે કાંઈ જતું નથી. વળી, ઉપાયકૌશલ્ય-ધ્યાનની મુદ્રા, આસન, પૂર્વભૂમિકા, નુકસાનકારક તત્ત્વો વગેરે તે જાણતો હોય છે. જે વસ્તુમાં ભય હોય છે, ત્યાં ચિત્તની પકડ અનાયાસે આવી જાય છે. ઉપયોગમાં રહેલો ભય યોગને સ્થિર રાખી શકે છે. એક રાજા છે તે સંતોનો પ્રેમી છે. રાજસભામાં બેસે ત્યારે ચારે બાજુ સંતોથી વિટળાયેલો રહેતો. રાજા અવારનવાર સભામાં સંતોના ગુણગાન ગાયા કરે છે કે, આ જગતમાં મહાત્માઓને ધન્ય છે કે, ઉત્કટ કોટિના વિષયો આવવા છતાં તેઓનું ચિત્ત તે તરફ જતું નથી. આ સાંભળીને નગરશેઠના એક છોકરાને વિચાર આવ્યો કે, રાજાને કોણ સમજાવે કે ઉત્કટ વિષયમાં ચિત્ત ખેંચાય નહીં, એ અતિશયોક્તિ છે. રાજા સાંભળીને વિચારે છે કે સત્તાના જોરે હું તેને દબાવી શકું તેમ છું. પણ મારે તેને જે સમજાવવું છે કે, તેને સમજાવી ન શકું એટલે ખામોશ રહ્યા, ને ઉપાય શોધવા લાગ્યા. બીજાના વિચારો પ્રત્યે સહિષ્ણુ બનીને યોગ્ય નથી તેનો વિનિયોગ કરવો તે સાચી સાધકતા છે. આપણાથી વિપરીત વિચારોને સાંભળ વાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ, અને પછી કઈ રીતે સામેની વ્યક્તિને લાભ થાય, તે વિચારવું જોઈએ. આ ગુણ હોય તો સમજવું કે માર્ગને પામ્યા છીએ. નિમિત્ત મળે ને ગુસ્સો આવે તે કંઈ સાધક્તા નથી. નિમિત્ત મળવા છતાં જે નિર્લેપ રહે છે, અને તેને ગુણકારી બનાવે છે તે સાધક્તા છે. રાજાએ મંત્રીને શેઠના છોકરા જોડે સંબંધ બાંધવાનું સૂચન કર્યું અને રાજાના સુચન પ્રમાણે રાજાના પોતાના નામની મુદ્રિકા નગરશેઠના છોકરાના દાબડામાં સરકાવી દીધી. રાજાએ કહ્યું મારી નામાંકિત મુદ્રિકા ખોવાઈ છે. પાછી આપી દેશે તો સજામાંથી મુક્ત કરી દઈશ, નહીંતર જેના ઘરમાંથી નીકળશે તેને ફાંસી થશે. તપાસ કરતાં શેઠપુત્ર પાસેથી નીકળી. રાજાએ તેને જેલમાં ઠોકી દીધો. માતા-પિતા કરગરે છે. મંત્રીને કહે છે કે, તમે મારા પુત્રની મૈત્રી સ્વીકારી છે. તો એવું કાંઈ કરો કે આ છૂટી જાય. મંત્રીએ રાજાને વાત કરી. રાજા કહે, મારે એને મારવો નથી, પણ એને સમજાવવો છે. તો નગરશેઠને કહેજો કે શેઠ! પુત્રને બચવા માટે એક ઉપાય છે. તેલનું પાત્ર ભરીને આ છોકરો ફરે. તલવાર લઈને બે માણસો સાથે 2010_05 Page #387 -------------------------------------------------------------------------- ________________ જીવસત્કાર અને પાપધિક્કારથી ગ્રન્થિભેદ. ૩૫૬ ચાલશે. જો તેલનું ટીપું પડી જશે, તો તલવારથી માથું ઉડાડી દેશે. આ શરત મંજુર હોય તો ઠીક, નહિતર મોત તૈયાર છે. નગરશેઠે આ વાત દીકરાને કરી. દીકરો તૈયાર થયો. આખું નગર સજાવ્યું છે. વાજીંત્રોના ગાન ચાલે છે, અપ્સરાઓ ઉભી કરી છે. સવારથી સાંજ સુધી આ છોકરો ફરે છે. પણ ક્યાંય નજર નથી કરતો, એકીટશે હાથ નિહાળતો ચાલી રહ્યો છે. સફળ રીતે નગરની પરિકમ્મા પૂરી કરી. રાજા એ પૂછ્યું, તે નગરમાં શું જોયું? કાંઈ જોયું નથી. કેમ? તારી નજર ક્યાં હતી? હાથમાં, કેવી રીતે રહી? અરે બે ઉગામેલી તલવાર સામે હતી. એક મૃત્યુના ભયથી જો તું સીધો ચાલતો હોય તો જે આત્માઓને અનંત મૃત્યુના ભયો સતાવે છે, તેને વિષય-કષાયનું આકર્ષણ ન હોય તેવું કેમ ન બને? પુત્ર પણ સમજી ગયો કે મારા અનુભવથી હું સ્વીકારું છું કે આપની વાત સાચી છે. આ દૃષ્ટિમાં ક્ષેપ દોષ ગયો હોવાથી થાક, કંટાળો આવતો નથી. બહારના નબળા નિમિત્તોમાં પણ આ આત્મા સાવધ રહી શકે છે ત્યારે પણ ઉપયોગ ધર્મક્રિયામાં પકડાયેલો રહે છે. परिस्कारगतः प्रायो, विघातोऽपि न विद्यते । अविघातश्च सावद्यपरिहारान्महोदयः ।। ५६ ।। આ દૃષ્ટિની અંદર ઉપકરણગત વિઘાત પણ વર્તતો નથી. આ શ્લોકનો અર્થ માર્મિક છે. એનો અર્થ જેને આવડશે તેના ઘણા મમત્વના બંધનો દૂર થઈ શકશે. અહીં ઉપકરણ (એટલે જીવનનિર્વાહ માટેની સામગ્રી) ની સહજ રીતે પૂર્તિ થાય છે. અર્થાતુ જીવનનો વિઘાત રહેતો નથી. જીવનનિર્વાહથી અધિની ઈચ્છા આ દૃષ્ટિમાં થતી નથી. એ આ દૃષ્ટિનો પ્રભાવ છે. સમાધિ ટકાવવા ઈચ્છનારે વિચારવું જોઈએ કે સમાધિનો બાધક કોણ છે ? નિષ્કારણ વિચારો ને નિષ્કારણ પ્રવૃત્તિ, ચિત્તની સમાધિને લૂંટી લે છે. ચિત્તની અસ્વસ્થતાને ઉભી કરનાર ઈચ્છા છે. અહીં આ દૃષ્ટિમાં સહજ રીતે તો ઈચ્છા પહેલાં વસ્તુ મળી જાય, પણ કોઈવાર વસ્તુ ન મળે ને ઈચ્છા થાય તો પણ ઔચિત્યનું પાલન ઠીક ઠીક હોવાથી તે જીવ શાસ્ત્રનિષિદ્ધ પ્રવૃત્તિમાં સામેલ થતો નથી. નીતિ, ન્યાય, સદાચાર, પ્રામાણિક્તા જાળવવી એ શાસ્ત્રવિહિત આચાર છે, અને આમાં ગરબડ કરે, તે શાસ્ત્રનિષિદ્ધ છે. મનને બગાડે તેવા પાપો તેના જીવનમાં ન હોવાના કારણે ધનપ્રાપ્તિ અને સમાધિ પ્રાપ્તિનો માર્ગ સરણ બને છે. તમારા માટે જેમ અનીતિનું ધન વર્યુ છે. તેમ અમારા માટે દોષિત ભિક્ષા વર્ષ છે, નિર્દોષ ભિક્ષા આવકાર્ય છે. બેતાલીસ દોષ રહિત ગોચરી લાવ્યા પછી પાંચ દોષ રહિત વાપરવાની છે. આમ ન કરે તો પ્રાયશ્ચિત આવે. સારી વસ્તુમાં રાગ થાય તો અંગાર દોષ છે ને તે ચારિત્રને બાળી મૂકે. પ્રતિકૂળ વસ્તુમાં ઠેષ થાય તો ચારિત્રને ધુમાડા જેવું કરી મૂકે. અંગાર દોષમાં ઉપવાસનું પ્રાયશ્ચિત છે. ધૂમ્ર દોષમાં આંબેલનું પ્રાયશ્ચિત છે. 2010_05 Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ સભા: વસ્તુ જેવી હોય તેવી તો લાગે જ ને? ઉત્તરઃ તેમાં ના નથી. એ તો સ્વરૂપદર્શન છે પણ તેમાં રાગાદિ કરો છો તે વિકતિ છે. આ સમજવું તે જિનશાસન છે. કાળું ખરાબ ને ધોળું સારું, એવું માનવું તે માધ્યસ્થતાનું પ્રતિબંધક છે. વસ્તુ હોય તેવી કહેવી તે વસ્તુ સ્વરૂપની ઓળખ છે. પણ તેમાં સ્વતંત્ર વિકલ્પો ઘુસાડો છો, તે બાધક છે. વીતરાગતા પૂર્વકનો પ્રેમ, વાસ્તવિક પ્રેમ છે. વીતરાગતા વિહોણી આપણી જે કોઈ પ્રવૃત્તિ છે તે રાગ છે. વીતરાગતા વિહોણી દ્વેષપ્રવૃત્તિ એ ઉપેક્ષા છે, માર્ગ નથી, વીતરાગતા તો તેરમે ગુણસ્થાનકે આવશે પણ અત્યારે કેવું જીવવું તે જાણવું જરૂરી છે. વીતરાગતા પૂર્વકનો પ્રેમ એ સાચો પ્રેમ છે. એનો અર્થ શું? આપણા જીવનમાં જે કોઈ જીવો પરિચયમાં આવે, ત્યારે તેઓ પ્રત્યે પ્રસન્નતા, પ્રમોદ, સજાતીયતાના સંબંધે આનંદની ઉર્મિ ઉછળવી જોઈએ. પ્રેમ વગરની વીતરાગતા એ પ્રેમ નથી. તેષ છે. ઉપેક્ષા છે. પ્રેમ આત્માનું સ્વરૂપ છે. રાગ-દ્વેષ ઘટે છે, ત્યારે પ્રેમ પ્રગટે છે. સજાતીય તત્ત્વના સંબંધે આંખોમાં, ચહેરામાં જે આનંદની અભિવ્યકિત છે તે વીતરાગતાપૂર્વકનો પ્રેમ છે. તે જીવને જે કોઈ ચીજ જોઈએ છે તે તેને આપો. આપવા માટે કટીબદ્ધ બનો. આ વીતરાગતા પૂર્વકનો જીવનવ્યવહાર છે. એક વ્યકિતને જોઈને આનંદ થાય છે ત્યાં સુધી પ્રેમ છે પણ એના ઉપર ચોંટી પડીએ છીએ, ત્યાં બેલેન્સ ખસી ગયું છે. વીતરાગતાપૂર્વકનો પ્રેમ ખસી ગયો. પ્રભુ મહાવીરનો આત્મા મરીચીના ભાવમાં પદવીની યાદી સાંભળતા નાચ્યો છે. તમને પણ આવું થાય છે ને કે, સંસારના સુખ-અધિકાર ભોગવી લઉં! આ ખોટું છે. આના કરતાં અનંતગણું સુખ મોક્ષમાં છે. અહીંથી મુંબઈ જવું હોય તો બધા સ્ટેશનો જોવા જરૂરી છે? ના, મુંબઈ જોવાથી બધું આવી ગયું. સંસારી જીવો રાગ કરે છે, પ્રેમ નથી કરતાં. પ્રેમમાં વિવેક છે. રાગમાં વિવેક નથી. મૂઢતા છે. સાચા પ્રેમમાં ખોટી લાગણી, આતુરતા, સૂકય, ઇન્દ્રિયોની ખણજ ન હોય, પરંતુ જીવસૃષ્ટિના સંબંધે ચૈતન્ય વિકસે, પોતાના નિમિત્તે ચૈતન્યસૃષ્ટિને દુઃખ ન થાય એની સતત કાળજી એ વીતરાગતા પૂર્વકનો પ્રેમ છે. સામી વ્યકિતના હિતાહિતની વિચારણા ન કરવી પણ મને અનકળ છે માટે એને શોષી લેવો એ પ્રેમ નથી. રાગ છે. ભવોભવ રાગની સાંકળે બંધાયેલા છીએ, માટે મોક્ષ થતો નથી. આ વજલોઢાની રાગની સાંકળોને તોડવી ચક્રવર્તી માટે પણ દુષ્કર છે. વજશીલાને તોડનાર પણ આ કાર્ય કરવા સમર્થ બની શકતા નથી. ચિત્તના ઉપયોગમાંથી રાગને તોડવો, સ્નેહને ખસેડવો એ સાધના છે. પ્રેમ ચારિત્રનું ઘડતર કરે છે. રાગ ચારિત્રમાં નડતર છે. રાગથી ચારિત્રમોહ બંધાય છે. પ્રેમથી ચારિત્ર મોહ તૂટે છે. પ્રેમથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય રૂપ બધા ઘાતી તૂટે છે. અને 2010_05 Page #389 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને રાગ વચ્ચેની ભેદરેખા ૩૫૮ અઘાતીની પુણ્ય પ્રવૃત્તિ વિશિષ્ટ બંધાય છે. આ સમજીને પ્રેમ કરતાં શીખો. તો સમકિત, ચારિત્ર, ક્ષપકશ્રેણી આવીને ઉભી રહેશે. પ્રેમ અને રાગ વચ્ચેની ભેદરેખા પ્રેમ અને રાગ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે. એટલે ઘણીવાર પ્રેમના નામે જીવ રાગના ફંદામાં ફસાય છે. પ્રેમવિહોણી વગરાગતા એ ષ છે. તમને કોઈ જીવને જોઇને આનંદની ઉર્મિ ન ઉછળે અને કહો કે મને એના પ્રત્યે રાગ નથી કે દ્વેષ નથી, હું તો સ્વરૂપસ્થ છું, તો આવું ચાલે? ના. આ વીતરાગતા ખોટી છે. ટ્રેષ છે. ઉપેક્ષા છે. કારણ કે ચૈતન્યને જોઇને હર્ષ કેમ નથી? એ જટીલ પ્રશ્ન છે. જે ચીજ આપણા ઉપયોગની નથી તેના માટે આપણને જો ઉપેક્ષા થાય તો તે ઉપેક્ષા ઘાતક છે, મારક છે. માધ્યસ્થભાવના, ઉપેક્ષાભાવ એ ચોથી ભાવના છે તે જુદી છે. તેના વિષયો જુદા છે. અવિનીત, ઉદ્ધત, અતિશય પાપી, અપ્રજ્ઞાપનીય પ્રત્યે માધ્યસ્થભાવ છે. આ સિવાયના જીવો પ્રત્યે પ્રેમ ઉછળવો જ જોઈએ. જીવને જોઇને ચૈતન્યના સ્પંદનો ધબકતા રહેવા જોઈએ. વીતરાગની આંખોમાંથી પ્રેમ જ ઝરે, કેષ ઝરે જ નહીં. વીતરાગની મૂર્તિ જે જુએ તેને આનંદ જ આવે. રાગ - ૮ષે આપણા જીવનનો ભરડો લીધો છે તેનો નાશ કરવા માટે અધ્યાત્મને કેન્દ્રમાં રાખીને મૈત્રી આદિ ભાવનું લક્ષ્ય રાખવું જોઈએ. વૈરાગ્ય અને મૈત્રી પેરેલલ = સમાંતર લાઇનમાં ચાલે છે. મૈત્રી ખૂટશે તો દ્વેષ આવશે. વૈરાગ્ય ઘટશે તો રાગ આવશે. બંને જરૂરી છે. ૫૧ અને ૪૯ ટકા નહીં ચાલે. જયાં જેની જરૂરિયાત છે, ત્યાં તે કરીએ તો માર્ગ સમજયા કહેવાય. સંગમદેવે મહાવીર પ્રભુને ઉપસર્ગો કર્યા. ત્યારે પ્રભુએ સહન કરવામાં વિર્ય વાપર્યું. તે વખતે કરુણા ભાગી ગઈ હતી? ના, સંગમ ઉપસર્ગ કરીને જાય છે ત્યારે તેનો વિચાર કરે છે, કે મારા સંપર્કમાં આવનારને હુ કંઇ આપી ન શકયો. આ વિચાર પહેલાં કેમ ન આવ્યો? કારણ કે તે વખતે ઉપસર્ગ સહન કરવાનો અવસર હતો, તે વખતે મનને કઠોર-મક્કમ બનાવે તો જ ઉપસર્ગ સહન કરી શકાય. તે વખતે મનને કરૂણાથી ભીનું કરે તો ન ચાલે. ઉપસર્ગ પત્યા પછી હવે કરૂણા કરવાનો અવસર છે માટે પહેલાં વિચાર ન કર્યો. દીક્ષા લે છે, ત્યારથી તીર્થંકરોની સંયમશ્રેણીમાં નિરતિચાર શાસ્ત્રયોગનું ચારિત્ર છે. દ્વેષ આવે તો ચારિત્ર સાતિચાર બને છે. પ્રભુને દ્વેષ ન હોય પણ જયારે જે જોઈએ ત્યારે તે લાવવું ઉચિત બને છે. જયારે વૈરાગ્યની જરૂર હોય, ત્યારે મૈત્રી છાયા રૂપે હોય છે અને જયારે મૈત્રીની જરૂર હોય ત્યારે વૈરાગ્ય છાયા રૂપે હોય છે. બંને સાથે ઉપયોગમાં આવી ન શકે. જયારે જે ભાવ જોઈએ ત્યારે તે ભાવો લાવવા, એ પ્રશસ્ત સાધના છે. સહન કરતી વખતે કઠોર બનવું પડે. કરુણાના અવસરે મનને કોમળ રાખવું પડે. 2010_05 . Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩પ૯ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ આ સંગમના પ્રસંગને કસોટીનો અવસર સમજી ઉપસર્ગ સહન કરવા એ જ કર્તવ્ય બની રહે છે. આ વખતે આ ઉપસર્ગોમાંથી પાસ થવાનું છે. તેમાં પરિણતિ સ્થિર રહે, અને ઉત્તરોત્તર સંયમ સ્થાનક વધે એ જરૂરી છે. આ વખતે કોમળતાની જરૂર નથી, પણ જાત પ્રત્યે કઠોરતાની જરૂર છે. આ વખતે પણ પ્રભુ જગત પ્રત્યે કોમળ છે જ, પણ કોમળતા બતાવવાનો અવસર નથી. તમે તમારા નુકસાન કરનાર દીકરાને તમાચો મારો છો ત્યારે હૈયામાં વેષ છે. અને આવતી કાલે પાંચ ડિગ્રી તાવમાં પોતા મુકશો ત્યારે રાગ છે. આ બંને ભાવો તમારી પાસે છે, તેમ ભગવાનને પણ જયારે ઉપસર્ગમાંથી પસાર થવાનું છે ત્યારે ઉપયોગને ત્યાં જ કેન્દ્રિત કરે છે. આ કાર્ય પતી ગયું ત્યારે છાયા રૂપે રહેલી કોમળતા, જીવમૈત્રી આગળ આવી ગઇ, અને કઠોરતા, વૈરાગ્ય એ છાયા રૂપે બની ગયા, આવી યુજનકળા એ સાધકતા છે. જે જીવસૃષ્ટિને જુઓ, ત્યાં એને જોઇને તમારું ચૈતન્ય અંદરથી વિકસિત બનવું જોઈએ અને અંદરથી વિકસિત થયું છે એનું સર્ટીફીકેટ શું? એના વિકાસ માટે જે જરૂરી હોય તે કરી છૂટવું એ જ સર્ટીફીકેટ છે. વૈરાગ્ય અને મૈત્રી વૈરાગ્ય અને મૈત્રી બંને સમજવા જોઈએ. જે તત્ત્વ ખૂટતું હોય તે લાવવું જોઈએ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. વૈરાગ્યની પરાકાષ્ઠાએ પહોંચેલા હતા. પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી મ. સા. મૈત્રીની પરાકાષ્ઠાએ પહોંચેલા હતા. નિગોદના જીવો અંતર્મુહૂર્તે જન્મ મરણ કરી રહ્યા છે તે શાસ્ત્રવચન વાંચતાં આંખો ભીની થઈ જાય. તેમની કરૂણાનો ધોધ તે જીવને સ્પર્શીને આદ્ર બની ગયો. આ ભાવનાબોધ કહેવાય. આ પરિણત જ્ઞાન કહેવાય. પૂ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. ની પાસે ગમે તે વ્યકિત આવે ન આંખો ઉચી થાય, ન વિકાર થાય. આ બંને જરૂરી છે. આ ત્રીજી દ્રષ્ટિમાં જીવનનિર્વાહની સામગ્રી સુલભ રીતે પ્રાપ્ત થાય છે. અને શુદ્ધિની વૃદ્ધિ હોવાના કારણે જરૂરીયાતથી વધારે ઇચ્છા નથી, એટલે ચિત્ત સ્વસ્થ બની રહે છે. સામાન્ય જરૂરી ચીજ ન મળે તો પણ જીવનું ચિત્ત અસ્વસ્થ બની જતું હોય છે અને જરૂરિયાત કરતાં અધિક મળે તો પણ ચિત્ત ફેંકાઈ જતું હોય છે. જે ક્રિયામાર્ગથી ચિત્ત ફેંકાઈ ગયું, તેવી ક્રિયાથી બંધાતું પુણ્ય મામુલી હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકના પ્રમત્તયોગ સુધી તે તે ક્રિયાઓમાં ઉપયોગ ભળેલો ન રહે, અને ક્રિયાને અનુરૂપ આદર, રુચિ બહુમાનવાળો ન રહે, તો પુણ્ય નહીંવત્ મામુલી બંધાય છે. ભલેને છઠ્ઠ ગુણસ્થાનક હોય, આ ક્રિયા સારી છે, ભગવાને બતાવી છે, એવી ઓઘસંજ્ઞાથી અહીં જીવ પ્રવર્તે છે. મડદાને પવન ભરાતા હાથ જોડાઈ જાય તો પુણ્ય બંધાય? તેમ અનુપયુકત ચિત્તથી કરનારને પણ કેટલું પુણ્ય બંધાય? અહીં જીવ શરીરમાં ભરાયેલો છે, એટલો ફેર છે. 2010_05 Page #391 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય અને મૈત્રી ૩૬o. ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા પહેલાં સાધકને તે તે ક્રિયામાં ઉપયોગની એકાગ્રતા ભળવાથી ઊંચી કોટીનું પુણ્ય બંધાય છે. પણ જીવને સ્વરૂપની રુચિ નથી તેથી શુભ અનુબંધ પડતો નથી. ગુણસંપન અપુનબંધક અવસ્થાથી પુણ્યાનુબંધી પુણ્ય છે, પણ કયારે? આદર, બહુમાન, રુચિપૂર્વકનો ઉપયોગ તેમાં જોડાયેલો હોય તો તે શક્ય છે. કષાયોના વાવાઝોડા વખતે ક્રિયા મામુલી પુણ્યબંધ કરાવે અને શુભ અનુબંધ તૈયાર ન કરે, અભવ્ય નિરનુબંધ પુણ્ય જ બાંધે, આચાર પાલનથી થયેલી કષાયોની મંદતાથી સદ્ગતિ મળે પણ ભવોભવ સદ્ગતિ જોઈતી હોય તો શું કરવું પડે ? સ્વરૂપની રુચિ-આદર-બહુમાન-સ્થિરતા ભળવી જોઈએ. દરેક ક્રિયા વખતે સ્વરૂપ ખસે નહીં, ત્યારે ઉચી કોટીનું પુણ્ય બંધાય છે. અભવ્યને ઉપયોગ છે, પણ સ્વરૂપ રુચિ નથી. સંગમ ગોવાળ (શાલીભદ્રના જીવે) પહેલે ગુણસ્થાનકે કેવું પુણ્ય બાંધ્યું? અહીં કષાયોની મંદતા છે, સાથે સ્વરૂપ પ્રત્યે ઝુકાવ છે. માટે સાનુબંધ પુણય બાંધ્યું છે. તેની યોગ્યતાથી મળેલા ભોગવૈભવ પ્રત્યે તેઓ અનાસકત રહી શક્યા છે. | સ્વરૂપની રુચિ અને અઢાર પાપસ્થાનકની અરચિ વધતાં શુભોપયોગ બને છે. સાનુબંધ પુણ્ય બંધાય છે. છઠા ગુણસ્થાનકે કૃષ્ણ લેયા અને આર્તધ્યાન આવી શકે છે. પાંચમે ગુણસ્થાનકે કૃષ્ણલેશ્યા અને રૌદ્રધ્યાન આવી શકે છે, છતાં મરે તો દેવલોકમાં જાય. એનું શું કારણ? પહેલાં ગુણઠાણા જેવું રૌદ્રધ્યાન પાંચમે ન આવે, કારણ કે સમકિત બેઠું છે, અને પહેલા ગુણઠાણા જેવું આર્તધ્યાન છ ન આવે કારણ કે ત્રણ કષાયની ચોકડીનો ક્ષયોપશમ છે. માત્ર સંજવલનના કષાયો ઉદયમાં છે. એટલે આર્તધ્યાન આવ્યું ને ગયું, પરપોટો થયો, ને વિલીન થયો, તેવું બને છે. પાંચમે રૌદ્રધ્યાન પણ નગણ્ય છે. પહેલે ગુણસ્થાનકે થતા આર્ત અને રૌદ્ર અને છ ગુણઠાણે અને પાંચમે ગુણસ્થાનકે થતાં આર્ત અને રૌદ્રધ્યાનમાં પરપોટા ને ધોધ જેવો તફાવત છે. પરપોટો ધોધનું કામ ન કરી શકે અને ધોધ પરપોટાનું કામ ન કરી શકે, પહેલે ગુણસ્થાનકે આર્તાદિ ધોધ જેવા છે. છ ગુણસ્થાકે પરપોટા જેવા છે. આપણે જયાં છીએ ત્યાં કેવા છીએ? એ નક્કી કરવા જેવું છે. જીવ તે તે કિયા કાળે તન્મય, તદાકાર, ગદ્ગદ્ થતો નથી, વિશેષ ભાવ નથી આવતાં, તેમાં અનંતાનુબંધી કષાય અને અહંકાર કારણ છે. કર્તા-ભોકતા ભાવના કારણે તારકકિયાની તારકતા સ્પર્શતી નથી. આપણા જ્ઞાતા-દ્રષ્ટાભાવ ઉપર કર્તા-ભોકતા ભાવ ચઢી બેઠો છે. જ્ઞાતા-દ્રા ભાવનો નાશ થઈ શકતો નથી. કર્તા ભોકતા ભાવ સોપાધિક હોવાથી તેનો નાશ થઈ શકે છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ દબાઇ શકે છે, પણ નાશ પામતો નથી, કારણ કે તે સ્વરૂપ છે. જગતમાં વાયુના સંગે થતાં મોજાનો નાશ થઈ શકે છે. કારણ કે તે વૈભાવિક છે. પણ દરિયાનો નાશ ન થઈ શકે, કારણ કે તે કોઇના સંગે નથી. સ્વતઃ છે. 2010_05 Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મોહની તાકાત તો જૂઓ! વૈભાવિક સ્વરૂપ હોવા છતાં તે કેટલો પ્રબળ છે. કેવી સત્તાથી તે આત્મા ઉપર પ્રવર્તે છે. વર્ષોની, ભવોભવની સાધના પછી અશુભ સંસ્કારોનો નાશ થઈ શકે છે. એકલી ક્રિયા સંસ્કારોનો નાશ કરી શકતી નથી. ક્રિયા એ સાધના યોગમાં પરિણામ પામે, વર્ષો સુધી રાત દિવસ ચાલે, ભવોભવ ચાલે, ત્યારે મોહની સામે ટકવાનું બળ મળે છે. આજે આપણે ક્રિયા કરીએ છીએ, સાધના કરતા નથી. સાધનાનું ફળ પ્રત્યક્ષ છે. પણ તે માટે ધીરજ જોઈએ. અશુભ સંસ્કારો એ ડુંગળીના પડ જેવા છે. ઉપરનું પડ કાઢો તો પણ લાગે કે કિંઈ નીકળ્યું નથી, પણ હકીકતમાં હાસ થયો છે. આ માટે સંસાર પ્રત્યેનો વિપરીત પ્રયત્ન અટકવો જોઈએ. જીવતાં જે સાધનાનો લાભ ન દેખાય તેનો લાભ મરતાં તો દેખાય જ. કેમ? સ્વરૂપને પામવા માટેની તાલાવેલી હતી માટે અંતે પણ ન મળતાં તાલાવેલી તીવ્ર થઈ અને અહંકાર તૂટે તો રીઝલ્ટ મળે જ. જેમ વસ્તુપાળને મરણશયા ઉપર ચારિત્રની ઈચ્છા ઉત્કટ થઈ છે અને પરિણામે બીજા ભવમાં ઉત્કટનિરતિચાર ચારિત્ર પાળી દેવલોક જઈ મોક્ષે જશે. તમે ક્રિયા કરો છો કે સાધના? એ જાતને પૂછીને નક્કી કરો. કાંઈ પામવાની તાલાવેલી સાથે કરવું એ સાધના છે. કાંઇ પામવાની તાલાવેલી ન હોય છતાં કરવું એ ક્રિયા છે. સાધક આત્મા ગમે ત્યાં મારે પણ તેનું મૃત્યુ શ્રેષ્ઠ જ હોય.પણ જીવનભરસાધના જોઈએ. પહેલાં સાધના પછી પ્રભાવના. સાધનાને બાકી રાખીને પ્રભાવના ન કરવી અને પ્રભાવનાનું સામર્થ્ય હોય તો કર્યા સિવાય રહેવું નહીં. બધા યોગોને સાધવાના છે. ત્રીજી દ્રષ્ટિના પ્રભાવે જીવોને આજુબાજુના સંયોગો અનુકુળ મળે છે. “સાધકને સામાન્યથી જીવનનિર્વાહની ચીજ મળે જ છે. અને સાધક આત્માને અસમાધિ દૂર કરવા પરમાત્મા પાસે ભૌતિક ચીજ માંગવાની છૂટ છે,” એ ગણધરવાણી છે. જરૂર પડે ત્યારે દીકરો બાપ પાસે માંગે એ એની લાયકાત છે. કાકા-મામા પાસે કે રસ્તે રખડતા બીજા-ત્રીજા પાસે માંગે એ લાયકાત નથી. તેમ ધર્મને જરૂર પડે ત્યારે જેને હદયથી પોતાના માન્યા છે તે પરમાત્મા પાસે માંગવું એ ઉચિત છે, અન્ય દેવ દેવીઓ પાસે માંગવું એ ઉચિત નથી. “ઇષ્ટફલસિદ્ધિ” આ જ પદાર્થ છે. ત્રીજી દ્રષ્ટિમાં નિષેધનો પરિહાર–ત્યાગ સહજ હોય છે. જગત જેને ખોટું કહે, ખરાબ કહે એવું એના જીવનમાં ન હોય. વળી કર્તવ્યની ઉપેક્ષા ન હોય, ખોટા પાપો ન હોય, એનો વ્યવહાર મલિન ન હોય, સાવદ્ય અને નિંદનીય પ્રવૃત્તિનો ત્યાગ એ સ્વર્ગલોકરૂપ અભ્યદયને પમાડવા દ્વારા મોક્ષનું કારણ બને છે. જીવ જાગૃત રહે તો આ શકય છે. ક્ષપકશ્રેણી ન મંડાય, અને ક્ષીણમોહ- વીતરાગતા ન આવે ત્યાં સુધી જાગૃતિ રાખવાની છે. આત્માનું સ્વરૂપ સત્ છે. બીજું બધું અસતુ છે. પણ કેટલુંક અસત્ એવું છે, કે જેના વિના પારમાર્થિક સહુ મળતું નથી. જે ચીજ સતુની પ્રાપ્તિનું કારણ છે તે નિશ્ચયથી અસતું હોવા છતાં વ્યવહારથી બંને રીતે અસતુ ન કહેવાય. જે 2010_05 Page #393 -------------------------------------------------------------------------- ________________ દ્વૈત અદ્વૈતનું સ્વરૂપ ૩૬૨ - - - આવ્યા પછી ચાલી જાય તે અસતુ છે. સંસાર, વિષય-કષાયની પરિણતિ બધી રીતે અસત્ છે, માટે તેનો ત્યાગ કરવા જેવો છે. જે ચીજ આત્માને બગાડે તે પરમાર્થથી અને વ્યવહારથી અસતુ છે. જે ચીજ આત્માને સુધારે તે વૈરાગ્યવિ. પરમાર્થથી અસતુ (જાય છે માટે - સાદિ સાંત છે માટે,) હોવા છતાં વ્યવહારથી સતું છે માટે આદરવા જેવા છે. એનાથી આત્મા ઉત્તરોત્તર આગળ વધે છે, માટે તે ઈચ્છવા જેવી ચીજ છે. બંને પોઇન્ટ જરૂરી છે. અહીં અસત્ તૃણા નીકળી જાય છે. જરૂરી ચીજ આવી જાય છે. માટે સુખાસન છે. ક્ષેપ દોષ નીકળી જાય છે. અધિક ચીજની ઇચ્છા કરવી એ અસમાધિ છે. આવું આત્માને સમજાવો. અધિક ચીજની ઈચ્છાની પૂર્તિથી થતો આનંદ એ વધારે ખરાબ છે, કારણ કે હવે તે આનંદના પ્રતાપે અધિકાધિક ઇચ્છા થતાં આત્મા બગડશે. જો તે સમયે આનંદ ન આવ્યો હોત તો આત્મા બગડતો અટકી જાત. કદાચ કર્મના ઉદયે આનંદ આવે તો પણ સમજવું કે આ આનંદ કર્મના ઉદયથી છે. આત્માના ઘરનો આનંદ નથી. અધિક પ્રાપ્તિનું સુખ એ મોહના ઘરનું છે, હૃદ્ધ છે. એ સુખ છે પણ આનંદ નથી. આનંદ નિર્કછે, માટે આત્માનું સ્વરૂપ છે. સુખ એ કર્મની નિપજ છે. આત્માનું સ્વરૂપ નથી. દ્વૈત અદ્વૈતનું સ્વરૂપ દ્વૈત એટલે એક કરતાં વધારે. અર્થાત્ એક દ્રવ્ય સાથે બીજું દ્રવ્ય ભળે ત્યારે તે દ્વૈત કહેવાય છે. જ્યારે અદ્વૈત એટલે માત્ર એક. જેમાં બીજું દ્રવ્ય ભળેલું ન હોય તે અદ્વૈત છે. તેથી ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધના જીવો એ અદ્વૈત છે. કારણકે એમાં બીજું કોઈ દ્રવ્ય ભળેલું નથી, તેની સાથે બીજા કોઈ દ્રવ્યનો વિશેષ રૂપે સંયોગ નથી. જયારે પરમાણ, પરમાણુરૂપે હોય ત્યારે તે પોતે અદ્વૈત છે. જ્યારે હયણકથી માંડીને સંખ્યાતપ્રદેશી ઢંધો, અસંખ્યાત પ્રદેશી સ્કંધો અને અનંતપ્રદેશી ઢંધો એ એક કરતાં વધુ પરમાણુદ્રવ્યના બનેલા હોવાથી તે વૈત છે. ' હવે જીવની સંસારી અવસ્થા ઉપર વિચાર કરીએ તો તે દ્વૈત છે. કારણકે જીવના જ્ઞાનોપયોગમાં રાગ-દ્વેષ-મોહ અને અજ્ઞાનજન્ય વિકારીભાવો ભળેલા હોવાથી જીવનો ઉપયોગ દ્વૈતમય બનેલો છે. અર્થાત જીવના બધા જ ઔદયિકભાવો એ આત્માની ત્રેત અવસ્થા છે. તે જ રીતે ક્ષાયોપથમિક ભાવો પણ દ્વૈત છે કારણકે લયોપશમભાવ કર્મપુદ્ગલસાપેક્ષ છે. તેવી જ રીતે ઔપથમિકભાવો પણ લેત છે. કારણ કે ઉપશમભાવની પ્રાપ્તિ વખતે પણ કર્મ સત્તામાં પડેલા જ હોય છે. અને કર્મ સત્તામાં હોય તે જીવની સંસારી અવસ્થા છે. સંસારી અવસ્થામાં જીવનો ઉપયોગ વૈતમય બનેલો છે. તે જ રીતે જીવના આત્મપ્રદેશો એ અઘાતી કર્મો સાથે એકમેક થયેલા છે તેથી જીવના આત્મપ્રદેશો પણ દ્વૈત છે. - 2010_05 Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જ્યારે તે ૨માં ગુણસ્થાનકે ઉપયોગમાંથી મોહ અને અજ્ઞાન જન્ય વિકારીભાવો નીકળી ગયેલા હોવાથી ઉપયોગ અદ્વૈત બનેલો છે, પરંતુ આત્મપ્રદેશો અઘાતી કર્મ સાથે જોડાયેલા છે તે અપેક્ષાએ તેમજ અઘાતી કર્મના ઉદયજન્ય સંસારી અવસ્થા હોવાથી તે દ્વૈત છે, પરંતુ સિદ્ધના જીવો ઉપયોગ અને આત્મપ્રદેશો બંનેથી અદ્વૈત છે. આમ વિચારતા જીવની સંસારી અવસ્થા એ વૈત છે. અને તેને જે સાધનોની સહાયથી જીવવાનું છે તે બધા જ સાધનો પણ દ્વૈત છે. આમ તૈતની વચ્ચે રહીને દ્વતના બનેલા સાધનોની સહાય લઇને આત્માએ અદ્વૈતાવસ્થાને પ્રાપ્ત કરવાની છે. અને તે પ્રાપ્ત કરવાનો માર્ગ તે અધ્યાત્મ છે. સામાન્યથી વૈતના બનેલા સાધનો-મંદિર-મૂર્તિ-ગુરુ-આગમ કે બીજા ઉપકરણો વસ્ત્ર-પાત્રાદિ વિગેરે કે જેમાં-બાહ્ય સ્વરૂપમાં કાળભેદે ફેરફાર થતો રહે છે, તેનું મૌલિક સ્વરૂપ એક સરખું હોવા છતાં કાળભેદે તેમાં કથંચિત્ ફેરફાર થવાની સંભાવના છે. અર્થાતુ અપવાદ-માર્ગ, ઉત્સર્ગમાર્ગમાં કથંચિત ફેરફાર કરે છે, પરંતુ મૂળથી ફેરફાર કરતો નથી. તેથી અધ્યાત્મમાર્ગે આગળ વધવા ઇચ્છતા આત્માઓ દ્વૈતના બનેલા સાધનમાં એકાંતે એવા આગ્રહી ન બને કે જેથી ઉપયોગને અદ્વૈત બનાવવાની સાધના બાજુએ રહી જાય !! કારણકે તેમ કરવા જતા મિથ્યા આગ્રહને કારણે ઉપયોગ કષાયવાળો બને છે અને ધર્મની આરાધના માત્ર બાહ્યથી-દેખાવની રહે છે. જયારે તત્ત્વદૃષ્ટિએ તો ઉપયોગમાં રહેલા વિકારીભાવો જેનાથી નીકળે તે જ અધ્યાત્મ છે. તે જ મોક્ષમાર્ગ છે. અધ્યાત્મના માર્ગમાં જ્ઞાનીઓએ બતાવેલ પંચાચારનું પાલન એ વ્યવહાર સાધન છે. જયારે તે આચારપાલનમાં આદર-બહુમાન વિધિ-જ્ઞાન-ગુરૂસાપેક્ષતા એ નિશ્ચય સાધન છે. જયારે નિશ્ચય સાધનને મુખ્ય કરવામાં આવે ત્યારે વ્યવહાર સાધનની ત્યાં ગૌણતા છે પણ અભાવ નથી, અને જયારે વ્યવહાર સાધનને મુખ્ય કરવામાં આવે ત્યારે નિશ્ચય સાધનની ગૌણતા છે પણ ત્યાં તેનો અભાવ નથી. આમ બંને સાધન પરસ્પર એકબીજાના પૂરક બનીને જ અધ્યાત્મના માર્ગે આગળ વધારી જીવને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે. અન્યથા નહીં. જે વ્યવહાર સાધન ઉપરોકત નિશ્ચય સાધનને સાપેક્ષ ન હોય તે અપ્રધાન વ્યવહાર સાધન છે. અને જે વ્યવહાર સાધન ઉપરોકત નિશ્ચય સાધનને સાપેક્ષ હોય તે પ્રધાન વ્યવહાર સાધન છે. જે આચારમાર્ગમાં જ્ઞાનોપયોગ, આદર, બહુમાન, ભકિત, વિધિ અને ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ ભાવો ભળેલા હોય તે દ્વૈત, અદ્વૈતને પામવાનું સાધન છે. લયોપશમભાવ, આદર, બહુમાન વિનાની ક્રિયા દ્વૈત રૂપ છે. પરંતુ તે અદ્વૈતને પામવાનું સાધન નથી. માટે તે અપ્રધાન વ્યવહાર સાધન છે. 2010_05 Page #395 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૬૪ પરિશિષ્ટ પહેલી ચાર દૃષ્ટિમાં દર્શનભેદ કેમ ? પછીની ચાર દષ્ટિમાં દર્શનભેદ કેમ નહીં ? કારણ કે પહેલી ચાર દષ્ટિમાં મિથ્યાત્વ પડેલું છે, તેના પ્રભાવે જ્યારે જીવને કોઈ એક દષ્ટિબિંદુથી સત્ય સમજાયા પછી બુદ્ધિ તે વિષયની પક્ષપાતી બને છે અને તેથી પોતાની માન્યતા જ યથાર્થ છે તેવા આગ્રહમાં બુદ્ધિ બંધીયાર બને છે. આવી બુદ્ધિ ભિન ભિન્ન દષ્ટિકોણથી એક જ પદાર્થનું સ્વરૂપ ભિન્નભિન્ન હોય છે - તે સમજી શકતી નથી. અર્થાતુ મિથ્યાત્વથી ગ્રસિત બુદ્ધિ ભિન્નભિન્ન દૃષ્ટિબિંદુઓ પૂર્વક ઉપલબ્ધ વસ્તુનું સર્વાગી યાને અનેકાંતમય સ્વરૂપ પામી શકતી નથી અને તેથી આ પક્કડમાંથી બુદ્ધિને છોડાવી તટસ્થભાવે વિચાર-વિમર્શ પહેલી ચાર દૃષ્ટિમાં થઈ શકતો નથી અને તેથી તત્ત્વનું યથાર્થ સ્વરૂપ પામી શકાતું નથી. પહેલી ચાર દષ્ટિમાં મિથ્યાત્વ પડેલું હોવાને કારણે ક્ષયોપશમનું ચિત્ર હોય છે અને તેથી આત્મા પુણ્ય, પાપ, પરલોકાદિ એક જ પ્રમેયમાં પણ છે જે દૃષ્ટિકોણથી જેવું જેવું પદાર્થનું સ્વરૂપ સમજાય છે - તે તે વિષયમાં તે બુદ્ધિ પકડાયેલી રહેવાના કારણે પોતાના નિર્ણયને જ આખરી નિર્ણય અને સત્ય માને છે. તેની સામે બીજા દૃષ્ટિકોણથી એ જ પદાર્થનું ભિન્નસ્વરૂપ તેને સમજાવવામાં આવે તો મિથ્યાત્વના ઉદયથી સંલગ્ન જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી - તે સ્વરૂપને ગ્રહણ કરવા તે બુદ્ધિ કામયાબ બનતી નથી. આમ પહેલી ચાર દષ્ટિમાં વસ્તુનો મધ્યસ્થ ભાવે વિચાર-વિમર્શ કરવાની ક્ષમતા હોતી નથી. વસ્તુ-સ્વરૂપનો સર્વાગી વિચાર કરવાની તટસ્થતા તે જીવો ખોઈ બેસે છે અને તેથી વસ્તુના અનેકાંતમય સ્વરૂપથી તે જીવો વંચિત રહી જાય છે. જ્યારે પછીની સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં આ દર્શનભેદ અર્થાતુ માન્યતાભેદ રહેતો નથી કારણ કે પછીની ચાર દૃષ્ટિમાં સમ્યક્તની પ્રાપ્તિ છે એટલે બુદ્ધિમાં વક્રતા લાવનાર, પક્કડ લાવનાર, આગ્રહ લાવનાર અનંતાનુબંધી કષાયનો યાને તીવ્ર રાગ દ્વેષનો અને તે આગ્રહમાં ઉપાદેયબુદ્ધિ કરાવનાર મિથ્યાત્વનો, ત્યાં અભાવ વર્તે છે. અને તેના કારણે વસ્તુ સ્વરૂપનું યથાર્થ દર્શન કરવા માટે અહિંયા તેની તૈયારી હોય છે. કદાચ પોતાની પાસે જ્ઞાનાવરણીયનો વિશેષ ક્ષયોપશમ ન હોય એને કારણે પદાર્થનું યથાર્થ દર્શન પોતે ન કરી શકે તો પણ પ્રામાણિક પુરુષદ્વારા પદાર્થનું સમ્યગુદર્શન તેને કરવામાં આવે તો તેને સમજવા અને સ્વીકારવા જેટલી તેનામાં પ્રામાણિકતા વર્તતી હોય છે, કારણ કે બુદ્ધિ રાગ-દ્વેષ અને મિથ્યાત્વના ઝેરી સંસ્કારોથી ખરડાયેલી નથી. જો કે વાસ્તવિક દષ્ટિએ પહેલું ગુણસ્થાનક નહીં પામેલા એવા અભવ્યને પણ 2010_05 Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ નિરતિચાર ચારિત્રના પાલન કાળમાં જૈન દર્શનના સ્યાદ્વાદ સિદ્ધાંતના અભ્યાસથી વસ્તુ સ્વરૂપનો અનેકાંત ગર્ભિત બોધ થાય છે. અથવા તો ઘણા તીવ્રબુદ્ધિ પ્રતિભા ધરાવતા મનુષ્યો વસ્તુ સ્વરૂપનો અનેકાંતમય યથાર્થ નિર્ણય કરે છે છતાં પણ જ્યાં સુધી અંદરમાં પડેલી બુદ્ધિ તીવ્ર રાગ-દ્વેષના સંસ્કારોથી લિપ્ત છે ત્યાં સુધી આ બૌદ્ધિક નિર્ણય અંત:કરણસ્પર્શી બનતો નથી કારણ કે રાગ દ્વેષથી ખરડાયેલું મન બુદ્ધિને અંતઃકરણનો સ્પર્શ કરવા દેતું નથી તેથી તત્ત્વનો યથાર્થ નિર્ણય થવા છતાં પણ તે જ્ઞાન માત્ર હોઠ ઉપર જ રહે છે. હૃદયંગમ થતું નથી. ખરેખર તો સ્યાદ્વાદ અને અનેકાંત સિદ્ધાન્ત દ્વારા વસ્તુનું યથાર્થ દર્શન એ માત્ર યથાર્થ દર્શન કરવા માટે નથી પણ તે યથાર્થ દર્શન કરી અંદરની રાગ-દ્વેષની પરિણતિ તોડી આત્માને વિશુદ્ધ બનાવી સર્વદુ:ખનો અંત કરવા માટે છે. અભવ્યાદિને કે બીજા બુદ્ધિ - પ્રતિભાસંપન્ન થયેલ પદાર્થનો અનેકાંતાત્મક બોધ એ માત્ર વ્યવહારથી સત્ય કહેવાય, નિશ્ચયથી નહિ. વસ્તુ સ્વરૂપનું અનેકાંતાત્મક યથાર્થ દર્શન કરવા દ્વારા બુદ્ધિ અનેકાંત સંસ્કારો વડે પરિકર્મિત બનવી જોઈએ અને અંદરમાં પડેલાં એકાંતના, કદાગ્રહના, કષાયના, તીવ્ર રાગ-દ્વેષના સંસ્કારો તૂટવા જોઈએ. અનેકાંત સંસ્કારોથી બુદ્ધિ જ્યારે પરિકર્મિત થાય છે ત્યારે બૌદ્ધિક જ્ઞાન આત્મસ્પર્શી થાય છે અને વસ્તુ સ્વરૂપનું અનેકાંતાત્મક યથાર્થ જ્ઞાન થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં “સયતનજ્ઞાનવારિત્રાિ મોક્ષમ” અંતર્ગત જે સમ્યગુજ્ઞાન છે તે આ છે અને આ સમ્યજ્ઞાનના બળ ઉપર જીવ ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શન પામે છે અને એમાંથી આગળ વધી સમ્યગુ ચારિત્ર પ્રાપ્ત કરવા દ્વારા મોક્ષમાર્ગ આરાધી મોક્ષે જાય છે. 2010_05 Page #397 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #398 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ ગુણ આત્મસિદ્ધ કરવા માટે તેનું (1) દીર્ધકાળ આસેવન (2) સતત આસેવન અને (3) વિધિ - આદર - ધગશ જરૂરી છે. | અનંતાનંતકાળની બહિર્ભાવની રમતોની આત્મા પર પડેલી ચોળમજીઠરંગી અસરો ભૂસવાનું આના વિના કેમ બને ? વળી માનવજીવન એક પ્રયોગશાળા છે. તે અતિ ટૂંકું છે. એમાંની એક પણ ક્ષણ કાર્યસાધક બનાવ્યા વિના કેમ જતી કરાય ? પણ. અફસોસ ! જે ભૂલવાનું છે તે જ ઘૂંટાય છે ! ખાસ ખ્યાલ રહે કે કાળ, કર્મ અને જગતના સંયોગો વિશ્વાસપાત્ર નથી. જિનવચનનું ખૂબ ખૂબ મંથન કરી જ્ઞાનનો અગ્નિ ધખાવવા જેવો છે. જેનાથી અનંત ભવોના કુસંસ્કારો અને અસંખ્ય ભવોનાં કર્મો બળીને ખાખ થઈ જાય. કર્મના ચોપડે પળેપળની રજેરજ, વિચાર, વાણી, વર્તનનો હિસાબ નોંધાયા વિના રહેતો નથી. એ ભૂલવા જેવું નથી. વર્ધમાનતપોનિધિ સ્વ. આચાર્યવિજયશ્રી ભુવનભાનુસૂરિ મહારાજા