SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનો વિકાસક્રમ ૧૬૯ હશે, તેનો મોહ ભાગવા માંડે છે. તેવા આત્માને દેવલોકમાં ભય ન રહે. આચાર અને ધ્યાન બન્ને એક બીજાના પૂરક બને છે. આચારથી યોગ દઢ બને છે. ધ્યાનથી ઉપયોગ કેળવાય છે. સ્થિરીકરણ થાય છે. માટે બંનેનો વિવેક આત્મસાધના માટે ઉપયોગી છે. આત્માનો વિકાસક્રમ एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्च परम-स्तथाभावमलाल्पता ॥ ३५ ॥ ભાવમલ ઘટયા પછી આત્માનો વિકાસક્રમ કેવી રીતે થાય છે તે બતાવી રહ્યા છે. ભાવમલ ઘટ્યા પછી જ નિમિત્ત સામગ્રી ઉપયોગી બને છે. ભાવમલની પ્રચુરતા હોય ત્યારે નિમિત્તો અસરકારક બની શકતા નથી. સહજમલના હ્રાસથી ઉપાદાનમાં નિમિત્તાવલંબનની યોગ્યતા ઉત્પન્ન થાય છે. માટે વિકાસ શક્ય બને છે. ચરમાવર્તમાં આવ્યા પછી ભાવમલના ઘટવાથી સદ્ગુરૂનો યોગ થાય છે. સદ્દગુરૂને પ્રણામાદિ, સદ્ગુરૂનો ઉપદેશ બધું પ્રાપ્ત થાય છે. અને તેના કારણે જીવને અવ્યક્ત સમાધિ ઉત્પન્ન થાય છે. “દુઃખિતેષ દયાત્યન્ત' આદિ ત્રણ ગુણો એ જ અવ્યક્ત સમાધિ છે. ભાવમલ ઘટવાના કારણે સદ્યોગ સાધુવંદન, ઉપદેશ આવી મળે છે અને પછી તેને સફળ કરે એવી સ્થિતિ સર્જાય છે. પરિણામ ઉલ્લસિત થાય છે, ત્યારે અવંચકતા પ્રાપ્ત થાય છે. સદ્યોગ-નિમિત્તના બળે આવી ત્રણ લક્ષણોવાળી સ્થિતિ થાય છે. ભદ્રમૂર્તિ બને છે. ત્યારે સદ્દવીર્ય કુરણ થાય છે અને અંદરમાં અવંચકોદય કાર્ય કરી શકે છે. જેનાથી ક્રમે કરીને આત્મા ઊંચે ચઢે તેવી સ્થિતિ સર્જાય છે. ઉપાદાન અને નિમિત્ત બેથી કાર્ય થાય એકલું ઉપાદાનકારણ કામ નથી કરતું. ઉપાદાન ગમે તેટલું સારું, યોગ્ય હોય પણ એને નિમિત્ત કારણનો યોગ મળે ત્યારે જ કાર્ય થાય છે. માટી ઉપાદાન છે. તેને ચક્ર ચીવર-કુંભાર (નિમિત્ત) ન મળે તો ઉપાદાન કારણ માટી ઘટ કાર્ય રૂપે પરિણમી શકતી નથી. જીવમાં ભાવમલ ઘસ્યો એટલે ઉપાદન યોગ્ય બન્યું અને સશુરૂ આદિ નિમિત્ત મળે ત્યારે કાર્ય થઈ શકે છે. ઉપાદાન યોગ્ય ન બને તો નિમિત્તો મળવા છતાં કાર્ય ન થાય. અભવ્યને ઉપાદાન જ તૈયાર નથી. નિમિત્તો ઘણા મળ્યા છે, છતાં મોક્ષરૂપ કાર્ય થતું નથી. ઉપાદાનની યોગ્યતાનો અભાવ છે. રેતીમાંથી કે પાણીમાંથી ઘડો ન થઈ શકે કારણકે તેમાં ઘડો બનવાની યોગ્યતા જ નથી. એમ માટીમાંથી ઘડો થઈ શકે છે. પણ નિમિત્ત સામગ્રી ન મળે તો માટીમાંથી પણ ઘડો ન થાય. જીવે જીવનમાં ઉપાદાનને યોગ્ય બનાવવું જોઈએ. ઉપાદાનને તૈયાર કરવાનું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy