________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨
હવે મહમ્મદ, ત્યાં ઠાકોરપુત્રના અણવર તરીકે આવ્યો છે. લગ્નમાં દીકરાના સાફા કરતાં મહમ્મદનો સાફો ચઢીયાતો જોઈને રંગમાં ભંગ પડયાં. ઠાકોરનું હૃદય ભાંગી પડયું. તે અણવરને પુછે છે - બોલ ! કોની સ સાફો રંગાવ્યો ? સા'બ મને ગરીબને કોણ રંગી આપે ? પણ સા'બ અબ્દુલાની દીકરી-રેશ્મા મારી મિત્ર છે, તેણે મને પૂછયું – તું ઉદાસ કેમ છે ? અને મારે લગ્નમાં આવવું હતું... હું ગરીબ, મારી પાસે કંઈ નથી... કયો સાફો પહેરું ? હું શું પહેરીને જઈશ ? મારી ઉદાસીનતાનું કારણ જાણી, રેશ્માએ કહ્યું, “હું તને સાફો બનાવી દઈશ. હું રંગ પૂરી દઈશ.” ઠાકોર, રેશ્માને પુછે છે તે આમાં કયા રંગ પૂર્યા છે ? સા'બ હું બીજા રંગ ક્યાંથી લાવું ? મારા બાપાએ જે રંગ પુર્યા છે એ જ રંગ મેં પુર્યા છે. પણ આની જોડે મારો હૃદયનો પ્રેમ છે, જીગરની દોસ્તી છે તેથી સાથે સાથે ભાવનાના રંગ મેં પુર્યા છે. જ્યારે મારા બાપે પૈસાના કારણે માત્ર રંગ પુર્યા છે તેમાં ભાવનાના રંગ પુર્યા નથી. કોઈ પણ કાર્ય કરતાં અંદરથી આત્મામાં ભાવનાના રંગ પુરાય ત્યારે આગળ વધી શકાય છે.
સાચી ભાવના તે તે સંયોગો લાવી આપે છે. નયસારના હૃદયમાં ભાવના સાચી હતી. સાચી ભાવના કાર્ય પૂર્ણ થાય તે રીતના સંયોગો પ્રાપ્ત કરાવે છે. નયસાર છાવણીમાંથી બહાર નીકળ્યા. દૂર દૂરથી મહાત્માને આવતાં જોયાં. હૈયાના ભાવ ઉછાળા મારે છે. દૂરથી નમસ્કાર કરી દોડતા સામે જાય છે. દેવના દર્શને, ગુરુના દર્શને નિઃસ્વાર્થભાવે હૃદયનો પ્રેમ ઉછળે એ અતિશય પુણ્યનો ઉદય છે. અહીં જ્ઞાતા-દૃષ્ટાભાવ હોઈ ન શકે, અહીં ઉપેક્ષાભાવ ન જ હોઈ શકે. દેવ-ગુરુ પ્રત્યે ભક્તિભાવ જ ઉછળવો જોઈએ. જો તારક તત્ત્વો પ્રત્યે હર્ષ, આનંદ ન ઉછળે તો હૃદય બુઠ્ઠું છે. તારક તત્ત્વ મળે અને જીવને આનંદ ન આવે એવું બને છે ? બુઠ્ઠું હૃદય ધર્મ માટે નકામું છે. સંસારના કયા કાર્ય એવા છે કે જેમાં તમને આનંદ ન આવે ? તમારા ઘરે જમાઈ આવે તો આનંદ આવે છે ? ત્યાં તમારું હૃદય બુઠ્ઠું બને છે ?
નયસારની યોગ્યતા
૫૨
નયસારને મહાત્માને જોઈ અતિશય આનંદ આવે છે. જેટલો આનંદ વધારે તેટલો આત્મવિકાસ ઝડપી. જેને જોઈને આનંદ પેદા થાય તેની આગળ હૃદય ખોલીને વાત કરવાનું મન થાય... મહાત્મા ! આપ અહીં અટવીમાં ક્યાંથી ? એકલા કેમ છો ? સાર્થથી છૂટા પડી ગયા એટલે માર્ગ ભૂલ્યા છીએ. ગુરુદેવ ! આપ ભૂલા પડચા એ ઉચિત નથી. ખોટું થયું છે. પણ મારા માટે ઘણું ઉત્તમ છે. મારે તો અટવીમાં કલ્પવૃક્ષ ફળ્યું છે. દેવ-ગુરુનું સ્વરૂપ સમજ્યા હોય અને તેમાં ભક્તિની ભીનાશ ભળે ત્યારે જ્ઞાન લીલું-છમ બને છે.. ભોજન તૈયાર જ છે... આપ જરા પણ ચિંતા ન કરશો... આપશ્રીને સુયોગ્ય સ્થાને હું પહોંચાડી દઈશ.. પહેલા આપ ભોજન કરી લ્યો... વહોરાવવાની વિગેરે ક્રિયા કરે છે. એનો વિનય, ભક્તિ, સમર્પણભાવ, પ્રેમ, લાગણી જોઈને મહાત્માને થયું - આ કોઈ સામાન્ય આત્મા નથી. આ કોઈ વિશિષ્ટ આત્મા છે. આપણી પાસે રહેલી ચીજ આ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org