________________
યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨
નથી. અને દ્રવ્યચક્ષુ ન હોય તો મુંઝવણ ઊભી થાય છે. આ ભાવમલની પ્રચુરતા છે. વૈયિક સુખો મળે છે ત્યારે એને કષાયની પીડા દેખાતી નથી. (કષાયનું દુઃખ દેખાતું નથી. ) સતિ, શાતા વેદનીયના સુખના ઉદયકાળમાં પણ જો કષાયનું દુઃખ ન દેખાય તો વાસ્તવિક ધર્મ પામ્યા નથી.
નાકનો, તિર્યંચનો સંસાર દુઃખરૂપ છે. તે સમજવાની જરૂર છે ? ના. એ તો દુઃખરૂપ લાગે જ છે. પણ શાની જે દુઃખ રૂપ સંસાર કહે છે. તે સુખથી ભરેલા સંસારને દુઃખ રૂપ કહે છે.
૧૭૯
મહમ્મદ ગીઝનીએ સોમનાથ પર ૧૭ વાર ચઢાઇ કરી. વારંવાર અઢળક સંપત્તિ લઇ ગયો.. કેટલીય સ્ત્રીઓને બેગમ બનાવી, કેટલીય સ્ત્રીઓનું શીલ લૂંટયું.. ઘણું ઘણું ગુજરાતમાંથી લઇ ગયો.. પોતાના રાજયમાં ભંડારો ભરપૂર કર્યા. તે હવે વૃદ્ધાવસ્થામાં આવ્યો.. પુણ્યોદય અસ્ત થવા લાગ્યો. આંખ સામે મૃત્યુના ઓળા (પડછાયા) દેખાય છે. સેવકને કહે છે. મેં જે ભેગું કર્યું છે, તે બધાનાં ઢગલા અહિં કરો.. બધી ચીજોના ઢગલા કર્યા.. આંખે અંધારા આવે છે., શું મારે આ બધું અહિં મૂકીને જવાનું ? પણ જયાં સુધી જીવને દૃષ્ટિ ખુલી નથી ત્યાં સુધી વિડંબના લાગતી નથી. પણ આ છોડવાનો વખત આવે છે. ત્યા૨ે વિયોગનું દુઃખ જરૂર થાય છે. ઓઘદૃષ્ટિમાં સંસારની વાસ્તવિકતા સમજાતી નથી. ઓઘદૃષ્ટિમાં દોષો ભરેલા હતાં, આત્માએ અનંતો કાળ ઓદૃષ્ટિમાં કાઢયો છે. યોગદૃષ્ટિ પામ્યા પછી કેટલો કાળ ?
અનંત બહુભાગ જીવો અર્ધપુદ્ગલપરાવર્તના અનંતમા ભાગે જ ગુણસંપન્ન અપુનર્બંધક અવસ્થા પામે છે.
અર્ધપુદ્ગલપરાવર્તકાળ જ કાઢવાનો છે. ઓઘદૅષ્ટિના અંધકારમાં આત્મા કેટલો કાળ અટવાયો છે ? ત્યાં આત્મા ઉપર ગાઢ, પ્રગાઢ, ઘોર અંધકાર છવાયેલો હતો. કેટલી સ્વાર્થવૃત્તિ !! નીતરતી વૈયિક સુખબુદ્ધિ, ભવાભિનંદીપણું હતું.. આવો કેટલો કાળ પસાર થયો ?
અન્યદર્શનમાં ગ્રંથિભેદ માટે શું ખૂટે છે ?
જેને આત્મા તરફ દ્રુષ્ટિ નથી અને પદાર્થના સ્વરૂપ તરફ જેવી દૃષ્ટિ કરવાની છે તેવી નથી. તે ગ્રન્થિભેદ કરી શકે નહી. અન્ય દર્શનમાં રહેલા ઊંચામાં ઊંચુ જીવન જીવે તે વૈરાગ્ય પામી શકે છે, તે ઉપશમ પામી શકે છે. તે ભક્તિ પામી શકે છે પણ તે તત્ત્વનિર્ણય પામ્યા નથી કારણ કે સિદ્ધાંત બોધ નથી. તેથી તત્ત્વનિર્ણય નથી કરી શકતાં, ગ્રન્થિભેદમાં આ ચારે વસ્તુ જરૂરી છે. આ ચારમાંથી જેટલા મળતાં જાય તેમ ગ્રન્થિ શિથિલ થાય છે. આ ચારેય મળે ત્યારે જીવ આગળ વધે છે. તત્ત્વનિર્ણય અન્ય દર્શની પાસે નથી. તત્ત્વનિર્ણય કરે તેવી સામગ્રી નથી. પદાર્થનો સૂક્ષ્મબોધ નથી. એથી ઘણું નુકસાન થાય છે. તત્ત્વજ્ઞને આશ્રવ, આશ્રવ રૂપે દેખાય અને સંવર, સંવર રૂપે જ જણાય. પણ સંવરને આશ્રવ તરીકે સ્વીકારો અને આશ્રવને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org