________________
અન્યદર્શનમાં ગ્રંથિભેદ માટે શું ખૂટે છે?
૧૮૦
સંવર તરીકે સ્વીકારો તો તત્ત્વનો બોઘ નથી. તો તત્ત્વમાં તત્ત્વબુદ્ધિ જ ન થઈ. ગ્રન્થિભેદ માટે સૂકમબોધ જરૂરી છે આત્મા પૂર્ણ તત્ત્વ સ્વરૂપ છે. અને સમ્યગુદર્શન તત્ત્વનો અંશ છે. જૈન દર્શન મહાન કેમ ? સર્વજ્ઞપ્રણિત જૈનદર્શન છે માટે મહાન છે. પૂર્ણ છે. આપણે જૈનદર્શનમાં જન્મ્યા છીએ. પણ આપણે જૈનદર્શનના લાભ ઉઠાવતાં નથી.
અન્યદર્શનમાં સમ્યગુદર્શન ન પામે તો બિચારો કહેવાય પણ આપણે સમ્યગદર્શન ન પામીએ તો ધિક્કારપાત્ર બનીશું. “આશ્રવો સર્વથા હેય, ઉપાદેયશ્ચ સંવરઃ” આ વિષયમાં, આ માન્યતામાં આપણે બહુ સ્પષ્ટ છીએ? જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી નવ તત્ત્વ ભણી ગયા. આશ્રવ-સંવરના ભેદો પાડી દીધા. આશ્રવને આશ્રવ રૂપે માનવાના છે. સંવરને સંવર રૂપે માનવાના છે. પછી અંદરમાં ઉપયોગમાં આશ્રવાદિ હેય તત્ત્વો પ્રત્યે હાનનો (ત્યાગનો) પરિણામ અને સંવરાદિ ઉપાદેય તત્ત્વો પ્રત્યે ઉપાદાનનો (ગ્રહણનો) પરિણામ લાવવાનો છે. જેમ ઉપયોગ વિષય-કષાયથી મલિન ન હોવો જોઈએ. તેમ તત્ત્વ-અતત્ત્વના નિર્ણયમાં વિપરીત પણ ન હોવો જોઈએ. ખોટી પકડ, ખોટી સમજ, ખોટો આગ્રહ ન હોવો જોઈએ. તો તે આત્મા આગળ વધી શકે છે. ઉપશમ ભાવથી, વૈરાગ્યથી, ભક્તિયોગથી આગળ વધી શકાય છે. આ બધાય યોગ આગળ લઈ જનારા છે. જેણે એક પણ આ સમ્યગુ યોગ પકડ્યો છે. તેને કાળક્રમે બીજાયોગ આવીને ઉભા રહેશે.
ગ્રચિભેદમાં વિલંબ કેમ થાય છે? એક પણ તત્ત્વ વિપરીત રીતે પકડાયું તો ગાંઠ છૂટે જ નહીં. કારણોની અલ્પતાથી, અધૂરાશથી કાર્ય વિલંબ થાય પણ કારણોની વિપરીતતાથી તો કોઈ કાળે કાર્ય બની શકે નહીં. માણસ એક પણ જગ્યાએ અર્થઘટન ખોટું કરે તો માણસની વિકાસયાત્રા અટકે છે. ખોટા વિકલ્પથી વિકાસ રૂંધાય છે. જેમકે બાહુબલી વિચારે છે કે કેવળજ્ઞાન થયા પછી પ્રભુની પાસે જઈશ. કેમ? નાના ભાઈઓને વંદન કરવું ન પડે, અહીં ભાઈઓનો કેવળી તરીકેનો સ્વીકાર છે. માન્યતામાં સદ્ અંશ છે. કેવળી તરીકેના સ્વીકારમાં મતભેદ નથી, પણ વ્યવહારથી “હું મોટો” આટલો વિકલ્પ તેને સાધનામાં અટકાવે છે. બાર મહિના સાધના જ કરી છે. છતાં કેવું આવરણ આવ્યું કે આ વિકલ્પથી જો તું સાધના કરશે તો તને કેવળજ્ઞાન ન જ મળે એ એને સમજાતું નથી. માન્યતા અંશ clear સ્પષ્ટ છે.
શેયના વિષયનો મતભેદ સમ્યકત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધક ન બને. દા.ત., દિગંબરો વિગેરે કોઈ ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલી કહે અને આપણે ક્ષત્રિયકુંડ કહીએ છીએ એ પ્રતિબંધક નથી. પણ હેય-ઉપાદેયના વિષયમાં મતભેદ થાય તો તે કંઈને કંઈ અટકાયત કરે છે. કેવળજ્ઞાની જાણવા છતાં ભાઈ પાસે જવું ન ગમે? ગુરૂની નિશ્રામાં રહેવું, ગુરૂ પાસે જવું, ગુરૂ કહે તે કરવું એ રાજમાર્ગ છે. જેની પાસે સૂક્ષ્મબોધ છે તેની નિશ્રા સ્વીકારો. તે જેમ કહે તેમ કરવું તે કલ્યાણનો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org