SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષુદ્રતા એ ભયંકર દોષ છે. ૨૪૪ ઘરના કોઈ જાણે નહીં તેથી બીજી રસોઈ બનાવી દીધી. મુનિ વહોરીને ગુરુ પાસે આવ્યા. ગુરુને ગોચરી બતાવી. જોતાં જ ગુરુએ કહી દીધું આ આહાર પરઠવી દ્યો. જંગલમાં પરઠવવા ગયા. એક ટીપું પરઠવતાં જ જીવોનો સંહાર થતો જોયો, જીવદયાના પરિણામ વૃદ્ધિ પામે છે. હજી માસક્ષમણનું પારણું પણ નથી કર્યું. ગુરુની આજ્ઞા પાલનનો રાગ છે. જીવદયાના પરિણામ કરતાં ગુરુની આજ્ઞા મોટી છે. પણ જીવદયાનો પરિણામ વ્યાપક બને છે. વાપરવાનો વિચાર કરે છે તે માટે પહેલાં સંથારો કર્યો, ચાર શરણાં લીધા, દુષ્કત નિંદા કરે છે. સર્વ જીવોની સાથે ક્ષમાયાચના કરે છે. વાપરી જાય છે. ગુરુ આજ્ઞાના ભંગનું પાપ લાગે કે નહીં? ના, અહીં મુનિને જીવદયાના પરિણામ એટલો બધો ચહ્યો છે, એટલો બધો વૃદ્ધિ પામ્યો છે કે ગુરુ આજ્ઞા – પરઠવવાનો પરિણામ દબાઈ ગયો. જીવદયાના પરિણામમાં એવા ઉપર ચર્ચા કે પરઠવવાનો ગુરુ આજ્ઞાનો ઉપયોગ જ ન રહ્યો. બસ, એક જીવદયાનો જ ઉપયોગ રહ્યો કે - અરર ! આટલા બધા જીવોની વિરાધના! એક ટીપામાં આટલી વિરાધના છે તો આ બધું જ પરઠવી દઉં તો શું થાય? લાખો-કરોડો ત્રસ જીવોની વિરાધના હું કંઈ રીતે જોઈ શકું? આ રીતે જીવદયાનો ઉપયોગ મુખ્ય બન્યો છે. ગુરુઆજ્ઞાનો ઉપયોગ ગૌણ બન્યો છે. ગુરુ આજ્ઞાનો ઉપયોગ આવ્યો હોત અને વાપર્યું હોત તો આજ્ઞા ભંગનું પાપ લાગે કારણ કે ગુરુ આજ્ઞા મહાન છે. પણ અહીં ગુરુ આજ્ઞાનો ઉપયોગ ગૌણ બન્યો છે. માટે મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. એકાવનારી બન્યા. મુનિને છટ્ટા-સાતમા ગુણઠાણાના પરિણામ છે. ત્યાં કોઈ પણ જીવને મન-વચનકાયાથી લેશમાત્ર પીડા ન કરવી એવા સુકોમલ પરિણામ રૂ૫ ગુણઠાણું છે. આ પરિણામમાં મુનિ આગળ વધ્યા. માટે ગુરૂઆશાનાં ભંગનો દોષ નથી. નાગશ્રીએ કડવી તુંબડી વહોરાવી, પણ એ ન વિચાર્યું કે આનું પરિણામ શું આવશે? સાધુ મહાત્મા કાલધર્મ પામી ગયા. પછીથી દુનિયામાં બધે ખબર પડી ગઈ. સર્વત્ર અપયશ પામી. ઘોર પાપ કર્મ બાંધ્યું. તેના કારણે દરેક નરકમાં બે-બે વાર ભટકશે. તિર્યંચ યોનિમાં ભમશે. તિર્યંચના બધા ભવ પામશે. અનંત કાલ સંસારમાં ભટકીને મનુષ્યભવ પામીને ચારિત્ર લેશે. ગુરઆજ્ઞા વિરુદ્ધ બહાર ઉદ્યાનમાં જઈ આતાપના લેશે, પાંચ પુરુષથી સેવાતી વેશ્યાને જોઈને નિયાણું કરીને દ્રૌપદી થશે. ત્યાં કટુ વચનનાં કારણે મહાભારતનું સર્જન કરશે. આ રીતે તેનો જીવ અનંતકાળ સંસારમાં રખડ્યો, તેના મૂળમાં નાગશ્રીના ભાવમાં અનંતકાળ પહેલાં કરેલું આ પાપ કારણ બન્યું છે. સુપાત્રદાનનો લાભ ઘણો છે. પણ ક્યારે? વિવેકપૂર્વકની કરેલી સારી પ્રવૃત્તિ એ ઊંચું પુણ્ય બંધાવે છે. અને વિવેક વગરની કરેલી સારી પ્રવૃત્તિ એ મામુલી પુણ્ય બંધાવે છે. વિવેક વગરની અશુભ પ્રવૃત્તિ એ ગાઢ પાપ બંધાવે છે. મમ્મણે પણ લાડવો વહોરાવ્યા પછી સંગમ ગોવાળના જેવી ભાવના ભાવી હોત તો સમાન શાલીભદ્ર થાત. તે જ ભવમાં ચારિત્ર લઈ, ઉત્કૃષ્ટ કોટિનું ચારિત્ર પાળી, એકાવતારી થાત. આ બીજી દષ્ટિમાં યોગી – મહાત્માની ભક્તિ કરનારા પણ આ ભક્તિ મેં કરી, આ સેવા મેં કરી, મેં કર્યું, મેં કર્યું, એમ અભિમાન - અહંકાર ન કરે. પણ“તદનુગ્રહથીયુતઃ” Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy