SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ- નિર્વિકલ્પકતા છે. પ્રગટ રૂપે નથી. અબુદ્ધિપૂર્વકના વિકલ્પો છે. પ્રગટ રૂપે કષાયો વેદાય ત્યારે બુદ્ધિપૂર્વકના વિકલ્પો હોય છે. એ અશુભભાવ છે. જ્યારે અશુભ વિકલ્પો હોય તે વખતે આત્મા પાપકર્મ બાંધે છે. સાત્વિકભાવની પરાકાષ્ઠાથી સમ્યકત્વ ગમે તે ગુણઠાણે કષાયોની વૃત્તિ-પ્રવૃત્તિ - તે અશુભ જ ભાવ છે અને પહેલે ગુણઠાણે મૈત્રી આદિ ભાવો, દયા-દાન-પરોપકારનાં પરિણામો હૃદયની – પરિણામની વિશાળતા એ શુભવિકલ્પ છે, ત્યાં શુભભાવ અનુભવાય છે. બંનેમાં વિકલ્પતા છે બંનેમાં નિર્વિલ્પતા નથી પણ બંનેમાં ફરક છે. જ્યાં સુધી અશુભના ખાડામાં છે, ત્યાં સુધી શુભભાવ નહીં આવે. અને શુભભાવ ઘણો ઘુંટાય, સ્વરૂપનું લક્ષ્ય તીવ્ર બને, તેમ તેમ ગ્રથિભેદની નજીકમાં જીવ આવતો જાય છે. સમ્યકત્વ રૂપી એરોપ્લેન સાત્વિકભાવ રૂપી એરોડ્રામ ઉપર ઉતરી શકે છે. સમ્યકત્વરૂપ એરોપ્લેનને રનવે જોઈએ. વિશાળ જગ્યા જોઈએ. સમ્યકત્વનો રનવે સાત્વિકભાવો છે. સાત્વિક ભાવ ત્યાં સુધી વધવા જોઈએ કે અશુભભાવ પછી સ્પર્શે જ નહીં. સ્વપ્નામાં પણ અશુભભાવ સ્પર્શવો ન જોઈએ. સમ્યકત્વ પામતાં પહેલા બધા જ અશુભભાવો નીકળી જવા જોઈએ. સાત્વિકભાવો, શુભ ભાવો ખૂબ ખૂબ ઘૂંટાવા જોઈએ. એ તો અભવ્યને પણ ધુંટાય છે પણ સાથે સ્વરૂપની રુચિ, સ્વરૂપની તાલાવેલી, સ્વરૂપનું લક્ષ્ય પણ ખૂબ ઘુંટાતું જવું જોઈએ. સ્વરૂપનું લક્ષ્ય જેમ જેમ ઘુંટાય તેમ મિથ્યાત્વ ઘટતું જાય. અનંતાનુબંધી કષાય જીવન પર પદાર્થમાં રસ પૂર્વક રમાડે છે. રાજસ, તામસ ભાવ કરાવે છે. સ્વરૂપને ગમવા ન દેવું એ મિથ્યાત્વનું કામ છે. અશુભભાવમાં રમીએ છીએ, એમાંથી સીધા શુદ્ધભાવમાં ન જવાય પણ અશુભભાવમાંથી શુભભાવમાં આવો પછી શુદ્ધભાવમાં જાવ. - આ રાજમાર્ગ છે. શુભમાં આવવાનું છે. અશુભને છોડવાનું છે. શુભમાં અટકવાનું છે? ના. શુદ્ધને પામવાનું છે. જે શુભમાં પણ ન અટકે અને આગળ વધે છે તે શુદ્ધને પામે છે. શુભમાં કોણ ન અટકે? જેને સ્વરૂપ પ્રાપ્ત કરવું છે તે ન અટકે.. બધી અવસ્થામાં આંશિક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અરે વધતો જાય. પહેલી દૃષ્ટિથી બીજીમાં, બીજીથી ત્રીજીમાં, એમ આગળ વધતાં વધતાં બારમે ગુણઠાણે પણ આંશિક ગુણ પ્રાપ્ત થાય છે. બારમાં ગુણસ્થાનક અને તેમાં ગુણસ્થાનકમાં અંતર કેટલું? માત્ર અંતર્મુહૂર્ત. તેરમા ગુણસ્થાનકની અપેક્ષાએ બારમા ગુણસ્થાનકે જ્ઞાન અને આનંદ બંને અનંતમા ભાગે છે. બારમા ગુણસ્થાનકના પહેલા સમયથી મોહ નથી, પણ અજ્ઞાન છે. જે આત્માના અનંતબહુભાગ જ્ઞાન અને આનંદને પ્રગટ થવા દેતું નથી. આપણે તો સંસારમાં કેવા રચ્યાપચ્યા છીએ ને મારા પર મોહ-અજ્ઞાનનું કેટલું બધું આધિક્ય છે, તો મારું શું થશે ? એવો વિચાર આવે છે ? સંસાર એ મોહને રહેવાની રાજધાની છે. મોહની રાજધાનીમાં રહીને મોહને જીતી શકાય? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy