SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલના રૂપાદિ સતત ફર્યા જ કરે છે. ૧૩પ પાપના ઉદયકાળમાં અનેક ગુણો બિહામણો-ભયાનક છે, કદરૂપો બને છે આ સમજ તમારામાં છે ? પાપના ઉદયે સંસાર તમને કદરૂપો લાગે છે ? જે આત્મા પુણ્યના ઉદયકાળમાં, અનુકૂળતામાં સજજન બનતા નથી, શાંત બનતા નથી, નમ્ર બનતા નથી, પરોપકારી બનતા નથી અને તેના પ્રતિપક્ષી અહંકારાદિમાં જીવે છે તેનો પુણ્યનો ઉદય જલ્દી ખતમ થવા લાગે છે અને પાપનો ઉદય નજીકમાં આવે છે. વાસવદત્તાના આ સ્વરૂપની પેલા ભિક્ષુકને ખબર પડી. વિરાગી એવો ભિક્ષક એની પાસે જાય છે. અત્યારે જવામાં સાર છે. મળ્યો. કહે છે. બેન ! આ જગતના બધા પદાર્થો આવાં છે. એક પણ પદાર્થ સારો નથી. તું સમજ. આપણે બીજી સાઈડ જોતાં નથી. પદાર્થને સાદ્યત જોવો જોઈએ. ભૂત અને ભાવિ પર્યાય જોતાં નથી માટે રાગ થાય છે. સંસારના પદાર્થોનો વિચાર કરતાં આવડી જાય તો રાગ તોડવો સહેલો છે. અનિત્યાદિ ૧૨ ભાવનાઓ રાગને તોડવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અને મૈયાદિ ચાર ભાવનાઓ દ્વેષને કાઢવા માટે શ્રેષ્ઠ છે. એકલા અનુષ્ઠાનોથી, એકલા ક્રિયાકાંડોથી રાગ નહીં કરે. રાગ કાઢવા માટે ભાવનાઓનો જબરદસ્ત Force જોઈશે. જ્યારે જ્યારે રાગ થાય ત્યારે હું મૂઢ છું, હું મૂર્ખ છું. એવું લાગવું જોઈએ. પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રાગાદિ કરાવવાની શક્તિ છે. તમને હીરામાં હીરો દેખાય છે. પણ હીરામાં નરક નથી દેખાતી તે બતાવે છે કે પદાર્થનું દર્શન સમ્યગુ નથી થયું. હે વાસવદત્તા! તારું પુણ્ય, તારી રિદ્ધિ, તારું યૌવન, તારું રૂપ, કયાં ગયું? જગતના બધા પદાર્થો આવા છે. સમજાય છે ! આ વાત તેને બરાબર બેસી ગઈ, તેનું કામ થઈ ગયું. ચક્રવર્તીને પણ આ વાત બેસી ગઈ તો છ ખંડ છોડતાં વાર ન લાગી. જે પદાર્થ તમારા નથી. તેની સાથે સંસારમાં રહેવાય કેમ? જે ચીજ આપણી હોય તેની સાથે જ રહેવાય. વ્યવહારમાં જેને પારકા માન્યા છે તેની સાથે રહો છો ? પારકા સાથે રહી તો જૂઓ. કેવી રીતે રહેવાય છે તે ખબર છે. વ્યવહારમાં ડાહ્યા-શાણા-ચકોર છો તેવા અહીં અધ્યાત્મમાં ડાહ્યા થઈ જાવ. જે ચીજ આપણી નથી તે ચીજ ગમે તેટલી સારી હોય તો પણ ખોટી અને જે ચીજ આપણી છે, ભલે દેખાતી ન હોય તો પણ તે સારી. જે જે પદાર્થ ઉપર જ્યારે રાગ થાય ત્યારે તે પદાર્થનું દર્શન કરતાં આવડ્યું નથી આવું માનશો ? વર્તમાન પર્યાય જ જૂઓ છો માટે રાગ થાય છે. પૂર્વ પશ્ચાત્ પર્યાય જોતા નથી. મૂઢ-ગમાર-નિર્વિવેકીને રાગ સહેલો છે. વિવેકીને વૈરાગ્ય સહેલો છે. વાસવદત્તા આવી અવસ્થામાં ધર્મ પામી જાય છે. જે યૌવનમાં ધર્મ ન પામી, રિદ્ધિ-વૈભવમાં આટલું બધું હોવા છતાં ધર્મ ન પામી અને રોગી અવસ્થામાં ધર્મ પામી ગઈ. કેમ? કારણ કે જ્ઞાનીઓએ બતાવેલું હવે બુદ્ધિમાં બેસી ગયું. હાડોહાડ લાગી ગયું. જે ચીજ મારી નથી તેને ખાતર મનને કોણ બગાડે? આત્માને કોણ બગાડે? સંકલ્પ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy