________________
વીર્યનાં ૨ ભેદ – (૧) પ્રમાદ વીર્ય (૨) કર્મકૃત વિર્ય
૨૫
નિધત્તિ અને દેશપશમનાકરણ નીકળી જાય છે. પણ અનંતાનુબંધી કષાય સંબંધી નિકાચના, નિધત્તિ અને દેશોપશમનાકરણ નીકળતા નથી, તેથી સત્તામાં, પ્રમાદ પેદા કરાવે તેવા કર્મો રહેલા હોવા છતાં, જ્યાં સુધી તે સમ્યક્તનો ઉદય રહે છે, ત્યાં સુધી પ્રમાદ મૃતપ્રાયઃ જેવો રહે છે. અને તેથી જીવ પુરુષાર્થ કરે તો આગળને આગળ વધી શકે છે.]
વીર્યનાં ૨ ભેદ- (૧) પ્રમાદ વીર્ય
(૨) કર્મકૃત વીર્ય ક (નોંધઃ સમ્યગ્દર્શન પામ્યા પછી પણ જે જીવ યુદ્ધાદિ કરતા દેખાય છે, તે સ્વતઃ વિર્ય નથી. પરંતુ કર્મપ્રયુક્ત વીર્યના કારણે છે. સામાન્ય પાપ ક્રિયાઓ પ્રમાદથી કરી શકે, માટે ત્યાં સ્વતઃ વીર્ય ઘટી શકે. પણ વિશિષ્ટ પાપ ક્રિયાઓ વખતે સમ્યકત્વ જાગતું હોય છે. પશ્ચાત્તાપ હોય જ, એટલે તેને યુદ્ધ વિગેરેનો ઈન્કાર કરાવે, છતાં કર્મનો ઉદય યુદ્ધાદિ કરાવે. એટલે પોતે સ્વતઃ વીર્યથી યુદ્ધ ન કરે, છતાં કર્મ ફરજ પાડે, ત્યારે યુદ્ધાદિમાં સ્વ-બચાવ, સ્વરાજ્ય બચાવ વિગેરે કરે, ઔચિત્ય જાળવે, યુદ્ધાદિ વખતે વિશેષ ક્ષતિ આવે તે પ્રમાદવીર્ય છે.
ચક્રવર્તી યુદ્ધાદિ કરે, તેમાં ચક્ર આગળ આગળ જાય અને પાછળ પાછળ ચક્રી જાય તેથી ત્યાં કર્મકૃત વિર્ય છે, એમ કહી શકાય. પરંતુ બાહુબલી ઉપર ભરતે જે ચક્ર ફેંકયું, તેમાં પહેલાં ચક્ર આગળ ગયું હોય અને પછી ચક્રી તેની પાછળ ગયા હોય તેવું નથી, માટે ત્યાં ચક્ર ફેંકવા રૂપ યુદ્ધ, એ કર્મફત વીર્ય નથી. એટલે ભરત ચક્ર ફેંકયું, બાહુબલીએ મુઠ્ઠી ઉગામી, વગેરે પ્રમાદવીર્ય છે. પણ એ માત્ર અતિચાર આપાદક બન્યું. સમ્યકત્વનો નાશ કરનાર ન બન્યું. તરત જ સાવધ થઈ ગયા માટે, જો સાવધ ન થયા હોત તો પાડનારું પણ બને..]
પ્રણિધાન શું છે ? ચક્રવર્તી જીવને અમુક પાપો કરવા પડે છે. છ ખંડ જીતવા જાય છે. ચક્રની પ્રેરણાથી ચક્રની પાછળ પાછળ જાય. ચક્રના બળે છ ખંડ જીતે છે. ચક્રના બળે યુદ્ધાદિ જે કરે તેમાં તેનું કર્મફત વીર્ય છે. અને સમ્યકત્વ પામ્યા પછી જે સામાન્ય પાપો કરે છે, તેમાં તેનું પ્રમાદવીર્ય કામ કરે છે. સમ્યકત્વીને એક બાજુ પ્રમાદ છે. બીજી બાજુ તીવ્ર પ્રણિધાન છે. તેણે આત્મસ્વરૂપ અનુભવેલું છે. માત્ર શાસ્ત્રબોધથી થયેલ આ નિર્ણય નથી, કે માત્ર વાચાનો આ નિર્ણય નથી, પણ આ અનુભવના સ્તર પર થયેલો નિર્ણય છે. ગ્રન્થિભેદ થઈ ગયો છે. માટે પ્રણિધાન દૃઢ છે. અવિરતિ નડે છે, પ્રમાદ નડે છે, એ વાત સાચી પણ તત્ત્વનું પ્રણિધાન સચોટ છે. સામાન્ય પાપોમાં આ પ્રણિધાન જાગૃત ન કરે એવું બને, પણ ભયંકર કોટિનાં પાપ કરવાનો પ્રસંગ આવે ત્યારે જાગૃત કરે કરે ને કરે જ. દા.ત. આપણામાં સંસ્કાર છે, પ્રણિધાન છે કે પંચેન્દ્રિય જીવની હિંસા ન કરવી. પછી જીવનમાં ગમે તેવો પ્રસંગ આવે તો પણ તમે પંચેન્દ્રિયની હિંસા કરી શકો ? ના, કેમ ન કરી શકો ? વાઘરી-શિકારી હશે તો ફ દઈને હિંસા કરશે. એમ તમે મારી શકો ? તમને સ્વપ્નામાં કોઈ છરો આપે અને
-
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org