SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ સહેલું છે? અર્જુન આ કુતરાને જૂએ છે. આશ્ચર્યમુગ્ધ બને છે. પૂછે છે, તું કોણ છે ?, તારા ગુરુ કોણ છે ? દ્રોણાચાર્યનું નામ આપે છે. અર્જુન ગુરુને કહે છે આપે મને જ વિદ્યા આપવાનું કહીને બીજાને પણ વિદ્યા આપી છે. આપે વચનનો ભંગ કર્યો છે. ગુરુ કહે હોય જ નહીં. મને તારા કરતાં આ જગતમાં બીજો કોઈ અધિક દેખાયો નથી. ગુરુને લઈ જાય છે, એકલવ્ય ગુરુ દર્શનથી ખુશખુશ થઈ ગયો. દ્રોણ પૂછે છે કે તું કોની પાસે વિદ્યા શીખ્યો છે.? આપશ્રીની પાસેથી. ખરેખર ! મારાથી તું વિદ્યા શીખ્યો છે ? હા, ગુરુદેવ !તો દક્ષિણામાં શું? આપ માંગો તે. એકલવ્યનું હૃદય કેવું પારદર્શક - સ્વચ્છ બની ગયું હશે કે ત્યાં કોઈ વિકલ્પ આવતો નથી. વિકલ્પ આવે તો તે શિષ્યત્વની ખામી કહેવાય. ગુરુ જમણા હાથનો અંગૂઠો માંગે છે. તો ત્યાં તરત જ વિકલ્પ કર્યા વિના ફટાક દઈને અંગૂઠો કાપીને આપી દીધો. આ માંગણીને ઉચિત કેમ કહી શકાય ? અર્જુને પ્રત્યેના રાગના કારણે અર્જુનથી કોઈ ચઢિયાતો ન બને. એ માટે ગુરુ માંગે એ ગુરુ દ્રોણની આ ખામી છે. કોઈપણ જાતનો વિચાર કર્યા વિના અંગૂઠો કાપી આપે એ શિષ્યની અતિશય લાયકાત છે. પણ આ રીતે માંગી શકાય? * ગોશાળાએ ભગવાનની સાથે રહીને કેવી અનુચિત પ્રવૃત્તિ કરી છે ? કોઈનું ઘર બળાવી નાંખ્યું, કોઈ શેરીઓ અને પાડાઓ બાળી નંખાવ્યા ભગવાનની ભક્તિથી ભગવાનનાં નામ પર સિદ્ધાર્થ દેવે આ કર્યું. ભક્તિ પરમાત્માની જરૂર હોવી જોઈએ. પણ ભક્તિના બળે બુડથલના વચનથી બાળી નાંખવું એ ઉચિત ન કહેવાય. સાથે વિવેક ભળે ત્યારે જ ઉંચી કોટીનું પુણ્ય બંધાય. અર્જુનને સાક્ષાત્ (ભાવનિક્ષેપ) ગુરુ મળ્યા છે. એકલવ્યને સાક્ષાત્ ગુરુ નથી મળ્યા. સ્થાપના નિક્ષેપે મળ્યા છે. કયા નિક્ષેપાથી કલ્યાણ થાય ? એ નક્કી નથી, પણ તમે કઈ રીતે મૂલવો છો એ મહત્ત્વનું છે. હૃદયનું બહુમાન-ભક્તિ-પ્રેમ એ મોટી ચીજ છે. અંદરનું બહુમાન વધ્યા પછી બહારનું જ્ઞાન-ઓછું કે વધતું છે? તેની ઝાઝી કિંમત નથી. ' ઉપશમભાવની ઉપાસના ચંડરૂદ્રાચાર્યના શિષ્ય ચોવીસ કલાક પણ ચારિત્ર પાળ્યું નથી. આજે ચારિત્ર લીધું ને વહેલી સવારે કેવળજ્ઞાન થયું. કેવી રીતે થયું? કયા શાસ્ત્રો ભણ્યો છે? લગ્ન કરીને આવ્યો છે, મીંઢળ છૂટ્યું નથી. ભોગ માટે પરણ્યો છે. આજે પરણ્યો અને કાલે કેવળજ્ઞાન પામી જાય છે. તો ત્યાં કયું તત્ત્વ કામ કરે છે? આગળના ભવના સંસ્કારો તો છે જ. મશ્કરી કરતાં તો કરી, સંયમ લઈ લીધું. પણ અમલમાં મૂકવાનો વખત આવ્યો ત્યારે જરાય ગડમથલ કરી નથી. ગુરુ મહારાજ આમ તો ચારિત્રપાત્ર છે, પણ ક્રોધ ન આવે માટે જુદા રૂમમાં બેસે છે. મિત્રોનું ટોળું એમની પાસે ગયું, મશ્કરી કરે છે કે આને દીક્ષા આપો. ગુરુ ના પાડે છે. એક વખત ના પાડી, ફરી કહ્યું, બીજી વખત ના પાડી. ત્રીજી વખતે ગુરુનો પારો ગયો. માથું પકડીને લોચ કરી નાંખ્યો. સાણસામાં લીધો છે કે છટકી ન શકે. બીજા બધા તો રફુચક્કર થઈ ગયા. આ આત્માના પરિણામ જરાય બગડતા નથી. એની પાસે સમાધાનની કળા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy