SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ હોય છે. સંસારની બધી પ્રવૃત્તિ માટી જેવી, કચરા જેવી છે. એવું ન થાય તો સ્થિરાશયવાળી પ્રવૃત્તિ ન આવે. અહીં ભોગ હોય છે. સંસારના પદાર્થોના લાભમાં જેને આત્માનું નુકશાન દેખાય તે પામ્યો કહેવાય. પૈસા ગયા તો આત્માનું શું ગયું ? પૈસા ગયા તો તેના વિના ચલાવીશું અને આવ્યા તો સદુપયોગ કરીશું. પૈસા ગયા તો શું ગયું ? ચક્રવર્તીના છ ખંડ ગયા છે. મારું શું ગયું છે ? ખોટા વિકલ્પો શા માટે કરવા ? પહેલી દૃષ્ટિની આ ઊંચી વાતો છે. આ દૃષ્ટિના પ્રકર્ષને પામે છે અને શ્રદ્ધા થઈ જાય છે કે બસ, હું જિનોપાસના ક્યારે કરું, ગુરુભકિત ક્યારે કરું, શાસ્ત્રો પાસના વિગેરે ક્યારે કરું? યોગબીજના શ્રવણથી સ્થિરાશયવાળી પ્રતિપત્તિ થાય છે. શાસ્ત્રશ્રવણ કરે તો એકાગ્રચિત્તે સાંભળે, વચમાં ઘર ન આવે. વચમાં પત્ની ન આવે, વચમાં ધંધો ન આવે એકાગ્રચિત્તે, શ્રદ્ધાવિશેષથી તે તે યોગબીજના કાળે સ્થિરાશયવાળી પ્રતિપત્તિ હોય છે. સંસાર હેય છે. આ જ ઉપાદેય છે. એમ તેને લાગે છે. સંસારની પ્રવૃત્તિ યોગ્ય માનીને કરો છો કે અકરણીય માનીને કરો છો ? કર્તવ્યના પાલનની રૂચિથી કરો છો? કર્મ લાદેલી (લાગેલી) ફરજ એવી રીતે બનાવવાની છે કે જેનાથી કર્મથી છૂટકારો થાય. સંસારના કોઈપણ કાર્ય, કરવા યોગ્ય માનીને કરે તો તે જૈનશાસનનો બોધ નથી, કર્મે તમને સંસારમાં ભલે રાખ્યા પણ તમે સંસારને અકરણીય માનીને કરો, તો જૈન શાસન પામ્યા કહેવાવ. છોકરા - છોકરીને ભણાવો ગણાવો, ખવરાવો - પીવરાવો, જે કાંઇ કરો તેમાં તેના આત્માની ચિંતા ન હોય તો તે કર્તવ્યપાલન માત્ર વ્યવહારથી કહેવાય, તત્ત્વથી નહીં. નવરાત્રીના અનર્થો નવરાત્રીમાં સૌથી વધારે જૈનો જાય છે. તેઓ અનાર્ય- જંગલી શિક્ષણો લઇને ધર્મથી વિમુખ બની ગયા છે. જૈનના છોકરા - છોકરી કેમ વધારે જાય છે. શું અંબા માતાની ભકિત બહુ ગમી ગઇ ? બાર મહિનામાં મહા મહિનામાં ગર્ભપાત સૌથી વધારે થાય છે એવું આજના મેગેઝીનો બોલી રહ્યા છે. કારણ શું? નોરતાનાં ગરબાના નામે આખી રાત છોકરાઓ ગમે તે છોકરીઓ સાથે રહે છે. તેમાંથી આ અનિષ્ટ સર્જાય છે. સારામાં સારો એક મુંબઇનો માણસ, ધર્મીમાં ગણાતો, આગલી હરોળમાં બેસનારો, જિનવાણી રોજ સાંભળનારો. એને ઘેર પાંચ પાંચ વખત ગર્ભપાત થયા છે. આ બતાવે છે કે તમે ધર્મને જીવન જોડે કોઈ સ્નાન સૂતકનો સંબંધ માનતા નથી. આજનું શિક્ષણ સંસ્કરણથી વિભકત હોવાથી અનિષ્ટ છે, છતાં અનિવાર્ય પણ છે. કારણ કે સમાજમાં તેના વિના સ્થાન નથી માટે એ શિક્ષણ ભલે આપતા હો, તો તમારે ખાસ ધ્યાન રાખવું કે નીતિ વિના સદાચાર નથી. અને ધર્મ વિના સગતિ નથી. આજે નીતિના ધોરણો લગભગ નાશ પામ્યા હોવાથી ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. ટોપથી બોટમ, તળેટીથી શિખર સુધી આજે ભ્રષ્ટાચાર દેખાય છે. ધર્મ વિના સદ્ગતિ પણ જોખમાઈ રહી છે. આ ત્રણે વસ્તુ તમે જીવનમાં લાવો તો જ બચાશે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy