________________
પાંચ યોગબીજો
૧૪૭
વસ્તુપાળ સંઘ લઇને જાય છે. અંકેવાડિયા ગામ પાસે તેનો અંતિમ સમય આવી જાય છે. વસ્તુપાળે જીવનમાં ઘણું કર્યું છે. તોય કહે છે હે પ્રભો ! આ સંસારનો ત્યાગ કર્યા વિના મારે મરવાનો વખત આવ્યો છે. હૈયામાં ચારિત્ર ન મળ્યાનું દુઃખ છે. તમને એટેક વગર મરવાનો વખત આવે તો આ વાત યાદ કરીને મરશો ? વસ્તુપાળ પાસે બુદ્ધિ પરાકાષ્ઠાની હતી, ઉદારતા પરાકાષ્ઠાની હતી. મરતાં આ ભાવના લઇને મરે છે. આજે વસ્તુ પાળ મહાવિદેહમાં કુરૂચન્દ્ર નામના ન્યાયી રાજ તરીકે રાજય ચલાવે છે. શ્રેષ્ઠ રાજય પાળે છે. ત્યાં આગળ જઈને ચારિત્ર લેશે, નિરતિચાર પાળશે, અંતે સમાધિ મૃત્યુ પામી અનુત્તરમાં જશે અને ત્યાંથી મનુષ્યમાં આવી મોક્ષે જશે. સંસાર ચલાવવો એ ફરજ સમજો છો, તો સંસાર છોડવો એ મહા ફરજ છે એ સમજો છો ?
પાંચ યોગબીજો. આ પહેલી મિત્રા નામની દૃષ્ટિમાં રહેલો જીવ પાંચ યોગબીજોને ગ્રહણ કરે છે.
(૧) ત્રણે યોગથી જિનોપાસના કરે છે.
(૨) ત્રણે યોગથી આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી આદિની વૈયાવચ્ચ-સેવા વિગેરે કરે છે.
(૩) સહજ ભાગ હોય છે. (૪) દ્રવ્યથી અભિગ્રહોનું પાલન કરે છે. (૫) શાસ્ત્ર સિદ્ધાંતોને લખાવવા વગેરે કરે છે.
તે આ પાંચ યોગબીજોના શ્રવણથી શું લાભ થાય છે તેની વાત ચાલી રહી છે.
યોગબીજો સાંભળવામાં પણ અતિશય શ્રદ્ધા હોય છે. યોગબીજો દ્વારા જ સમ્યગુદર્શન, જ્ઞાનાદિ આવે અને એનાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. ચિત્તને અલના કરનાર પુગલના આકર્ષણ નીકળી ગયા હોય છે. તેથી શ્રદ્ધા વિશેષ આવે છે એટલે દૃઢ ચિત્ત બને છે. આ જ સારું છે. યોગબીજોના શ્રવણમાં અત્યંત ઉપાદેયભાવ થાય છે. તેથી શાંત સ્વસ્થ ચિત્ત હોવાના કારણે ફળની ઉત્સુકતા નથી હોતી. સુખ મળશે કે નહીં? દુઃખ ટળશે કે નહીં? આવું ઔસૂકય નથી હોતું તેથી ઉપાદેયભાવ પરિશુદ્ધ બને છે. જે ગૌણભાવે સ્વર્ગાદિ પ્રાપ્તિ આદિ આનુષંગિક અભ્યદય કરવા પૂર્વક આગળ જતાં મોક્ષને પ્રાપ્ત કરાવે છે. જીવે કોઈપણ પરિસ્થિતિમાં વૈર્ય ગુમાવવું ન જોઈએ. કાર્ય કરવામાં શૈર્ય હોવું જોઇએ. ધૈર્ય ગુમાવવાથી સફળતા ન મળે. પુરુષાર્થ જરૂરી છે. અને પુરુષાર્થ વેગ પકડે – કાર્ય = ફળ આપનારો થાય ત્યાં સુધી ધૈર્ય જોઇએ. ધીરજના અભાવે પરિસ્થિતિ બગડી જાય છે. ફળ પ્રત્યે જે કાળ હોય ત્યાં સુધી શૈર્ય રાખવું જ પડે છે. પરાકાષ્ઠાનો પુરુષાર્થ ન આવે અને વૈર્ય ગુમાવીએ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org