SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ કાર્યની સિદ્ધિ અચૂક કરી. જગતમાં જે માર્ગનો જ્ઞાતા છે તે આ રીતે વસ્તુ સ્થિતિને સમજી શકે છે. આજે શાસનમાં જે સંઘર્ષ છે તે સ્વાવાદ દષ્ટિનો અભાવ છે. અદ્વૈતતત્ત્વના અભાવે છે. આત્મા અદ્વૈત સ્વરૂપ છે. વૈતના આલંબને દ્વૈતમય સાધનનો ઉપયોગ કરી આત્માને પામવાનો છે. ઉસૂત્ર પ્રરૂપણા ભચંકર છે. “જેને હૈયે શ્રી નવકાર તેને શું કરશે સંસાર?” આ વાતને એક મહાત્માએ ઉથલાવી છે તેમણે પત્રિકામાં છપાવ્યું કે “જેના હૈયે છે સંસાર તેને શું કરશે નવકાર ?” ચૌદપૂર્વના સાર સ્વરૂપ અદ્દભૂત નવકારની આ ઘોર આશાતના છે. અનંતા આત્મામાં સંસાર હતો. નવકારના બળે આ સંસાર છૂટ્યો છે. નવકારમાં આ સંસાર કાઢવાની જો તાકાત ન હોય તો બીજું કોણ સંસારને કાઢી શકશે? બીજી કોઈ ચીજ એવી નથી જે સંસારને કાઢી શકે, તેમની પત્રિકાથી ધ્વનિત થાય છે કે સંસારનું બળ વધારે છે અને નવકારનું બળ વધારે નથી. પણ હકીકતમાં અધર્મનું બળ વધારે હોય કે ધર્મનું બળ વધારે હોય? પાપનું બળ વધારે હોય કે પુણ્યનું બળ વધારે હોય? ધર્મનું, પુણ્યનું બળ જ વધારે હોય છે. નારકી કરતાં દેવો અસંખ્યગુણા છે. નરક સાત છે. અને દેવલોક-વૈમાનિકના ૧૨, તેની ઉપર નૈવેયક ૯, અને અનુત્તર પાંચ છે. પાપ અંધકાર સ્વરૂપ છે. પુણ્ય પ્રકાશ સ્વરૂપ છે. લાખો વર્ષના અંધકારને ચીરવા માટે એક દિવાસળી કાફી છે. ઉસૂત્ર પ્રરૂપણાથી કેટલો સંસાર વધે છે? તેનો તેને ખ્યાલ નથી. એજ રીતે “જેને મોક્ષની ઈચ્છા નથી એને દહેરાસરના પગથીયા ચઢવાનો અધિકાર નથી”, આવું બોલાય? આ માર્ગસ્થ પ્રરૂપણા કઈ રીતે કહેવાય? મોક્ષની ઈચ્છા વગરના જીવો દહેરાસરના પગથીયા ચઢી ચઢીને મોક્ષની ઇચ્છાવાળા બન્યા છે. પરમાત્માના દર્શન, વંદન, સ્તવનાદિના પ્રભાવે આ શકય બને છે. જયાં સુધી માર્ગનો બોધ ન થાય ત્યાં સુધી મૌન રહેવામાં મજા છે. માર્ગના બોધ વિના બોલીએ તો નુકશાન ઘણું છે. ખાતાં ન આવડે અને ખાઓ તો નુકશાન તમને જ છે. જાતને જ છે. બોલતાં ન આવડે તો કેટલાને નુકશાન થાય? જીભ બગડેલી હોય તો કેવું બોલાય ? અને મન બગડેલું હોય તો કેવું બોલાય? બગડેલી જીભે તોતડું બોલાય, બગડેલા મને તોછડું બોલાય, બંને દયાપાત્ર છે. માર્ગના બોઘ વિના એક દ્રષ્ટિકોણથી પદાર્થને લઈ જઈએ, જગતમાં જેવું છે તેનાથી વિરૂદ્ધ જગતને મુકી દઈએ તો આત્માને કેટલું નુકશાન થાય? માર્ગનો બોધ ન હોય અને વ્યાખ્યાન આપવાનો અવસર આવે તો વૈરાગ્ય ભાવની વાત કરવી, ઉપશમભાવની વાતો કરવી, મહાપુરુષના કથાનકો, દ્રષ્ટાંતો કહેવા આટલું જ વ્યાખ્યાનમાં કહેવું. પણ માર્ગના બોધ વિના એકાંત અનેકાંત, ઉત્સર્ગ અપવાદની વાતો કરવા જતાં કેટલું નુકશાન થાય છે? જેમ ઉસૂત્ર પર પણાથી મોટું પાપ બંધાય છે. તેમ શુદ્ધ પ્રરૂપણાથી ઊંચામાં ઊંચું પુણ્ય બંધાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy