SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ વિષય-કષાયમય બનેલી છે. આ જ બુદ્ધિનો બગાડો છે. બુદ્ધિને વિષયમય, કષાયમય બનાવવી એ જ મોટામાં મોટું પાપ છે. અતિકમ-વ્યતિકમ-અતિચાર-અનાચાર કોઈ પદાર્થને જોતાં સૌ પ્રથમ ઇન્દ્રિયો ઉત્તેજિત બને છે. વિષયોના સંપર્કમાં આવતાં જ આતુર બનેલી, ઉત્તેજિત બનેલી, ઉત્સુક થયેલી ઇન્દ્રિયો મનને ઉત્તેજિત કરે છે. હવે જો વિવેક વાપરીએ તો મનની ઉત્તેજના શાંત થાય છે.. સ્વસ્થ ચિત્ત ઇન્દ્રિયોને વિષયમાં જતી અટકાવવાની છે. કોઈ પણ ચીજને જોયા પછી જેનું મન કાબુમાં નથી તે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, સુધી પહોંચે છે. મન બીનજરૂરી વિષયમાં જાય છે, તે અનાચારનું પગથિયું છે. બાહ્ય પદાર્થોની વિશેષતાથી જીવ લેવાઈ જાય છે તે બતાવે છે કે જીવ અંદરથી શાંત નથી. જીવ પોતાનામાં રહે તો કોઇ તેને ઉત્તેજિત કરી શકવા સમર્થ નથી. જીવને જાગૃતિ ઓછી છે ખ્યાલ ઓછો છે, કયો પરષાર્થ કરવાનો છે તેનો ખ્યાલ નથી. માટે સમગ્ર પુરુષાર્થ થતો નથી. ઉત્તેજિત બનેલી ઇન્દ્રિયો અને મન દ્વારા જે ભોગવટો થાય છે તેને જગત સુખ કહે છે પણ એ સાચું સુખ નથી. વિચારો સંસ્કાર રૂપે આત્મામાં જમા થાય છે. રાગમાં ઉકળાટ છે, આકુળતા છે, વ્યાકુળતા છે, ગ્રન્થિભેદ કરવા માટે રાગને ઓળખવો પડે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જયારે કાબુની બહાર હોય છે. ત્યારે પદાર્થના ભોગવટામાં વ્યાકુળતા હોવા છતાં જીવ તેમાં સુખ માને છે. આ ભોગવૃત્તિ અને સુખબુદ્ધિના સંસ્કારોનો ફોર્સ અનાદિકાળથી ચાલુ છે. કર્મના ફોર્સથી જીવ તેમાં ખેંચાય છે. પણ સમજતો નથી કે જડ-ચેતનના સંયોગો નુકશાનકારક છે. પૂર્વભવમાં મનમાં વિકલ્પો - વિચારો કરી જે ભાવો કોમ્યુટરમાં દાખલ કર્યા છે તેજ આજે બહાર આવે છે. આ ભાવોની જમાવટ યુનીવર્સલ કોપ્યુટરમાં થતી જ જાય છે અને ટાઈમબોંબની જેમ કર્મનો ઉદય થયે છતે તે જ બહાર આવે છે. અત્યારે અશુભ વિચાર આવ્યો અને ગયો. એટલે ગયેલો જણાય તો પણ વાસ્તવિક ગયો નથી. એનું યુનિવર્સલ કોપ્યુટરમાં રેકોડીંગ થઇ ગયું. આનું રીઝલ્ટ આવવાનું છે. પૂર્વભવોમાં જે કઈ કરીને આવ્યા છો તે બધું આજે આંખો સમક્ષ આવ્યું છે. હવે તે અનુકૂળતામાં લીન ન બનો, પ્રતિકૂળતામાં દીન ન બનો, પાપની પરિણતિમાં પીન ન બનો, પણ જિનવાણીના માધ્યમે આંતરિક પરિણતિ સુધારી લો. જિનવાણી મોહને પાતળો કરવા માટે છે. જિનવાણીના શ્રવણ પછી પણ જો, મોહ પાતળો ન થાય તો આનાથી બીજો કયો શ્રેષ્ઠ યોગ છે કે જેનાથી તમે મોહને ઘટાડશો? અત્યંત ગંભીરતાથી વિચારો. અને મોહને હટાવવા કમર કસો. ઉત્તેજિત મન અને ઇન્દ્રિયથી પુણ્યના સહારે જે ભોગવો છો તે સુખ નથી, તે સુખાભાસનો કાળ અલ્પ છે અને સુખ ગયા પછી આવનારા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy