________________
તામલી તાપસની વિચારણા
અવસ્થાથી જ મોક્ષ થાય એવો આગ્રહ નકામો છે. પ્રત્યેક દષ્ટિમાં અસંખ્ય અસંખ્ય ભેદો છે. પાંચમી દૃષ્ટિમાં અધ્યવસાયસ્થાનકો અસંખ્ય છે. મોક્ષમાર્ગમાં ક્યાંય અટકવાનું નથી. જીવને જે સ્થિતિ ગમી જાય ત્યાં અટકી જાય છે. પણ ચટવાનું નથી. આગળ વધવાનું છે. મળેલી પરિસ્થિતિમાં સંતોષ ન માને તે જ આગળ વધી શકે છે.
પ.પૂ. હરિભદ્રસૂરિ મ.સા. યોગની દષ્ટિએ સમજાવી રહ્યા છે. કે જ્યાં સુધી મિથ્યાત્વ તીવ્ર હોય છે. ત્યાં સુધી જીવને દષ્ટિ પ્રગટ થતી નથી. અંશે પણ યોગ તરફ રુચિ ના થાય, ત્યાં સુધી દષ્ટિમાં જીવ આવી શકતો નથી. મિથ્યાત્વના તીવ્ર ઉદય કાળમાં આત્મપ્રદેશો પર તીવ્ર અંધકાર છવાયેલો હોય છે, ભયંકર અજ્ઞાન હોય છે. આત્માની ઉપેક્ષા છે. જેને ભવભ્રમણનો લેશ માત્ર ભય નથી, પાપ ભીરતા નથી, લેશમાત્ર પાપનો ભય નથી હોતો, આના કેવા વિપાકો આવશે ? આના કેવા ફળ મળશે ? તેનો લેશ માત્ર વિચાર નથી આવતો, આત્મસ્વરૂપના વિષયનો પણ લેશ માત્ર વિચાર નથી આવતો, સંસારની પ્રવૃત્તિ મઝેથી કરી શકે છે, ભવ ભ્રમણની ચિંતા નથી – તેઓ યોગની દષ્ટિને પામ્યા નથી. “હું ક્યારે આ સંસારથી છૂટીશ ?” એવી. વિચારણા જન્મે ત્યારે મિથ્યાત્વ મંદ પડવા લાગે છે.... આ જે મળ્યું છે, તે પુણ્યના ઉદયે મળ્યું છે. “એ ચાલ્યા ગયા પછી મારું શું ? આમાં મારું હિત શું ? પરલોકમાં મારું સ્થાન ક્યાં ? ભવભ્રમણ કરીને આખરે ક્યાં જવાનું ? હું આમાંથી ક્યારે છુટીશ ?” આવી વિચારણા આવે તો જીવ માર્ગમાં આવી ચૂક્યો છે.
સુખ પુણ્યના ઉદયથી જ મળે છે. સુખ જોઈએ તો હકીકતમાં અધિક પુણ્ય જ કરવું જોઈએ. અને પુણ્ય ભોગવવાથી પુણ્યનો ક્ષય થાય છે. પુણ્યમાં પણ જો સાચી શ્રદ્ધા હશે, અને જો યોગ્યતા હશે, તો કાળાંતરે તત્ત્વશ્રદ્ધા પામી શકાશે. જેને પુણ્યમાં સાચી શ્રદ્ધા ન હોય તો તે જીવ તત્ત્વ પામી શકતો નથી, પુણ્યની શ્રદ્ધા સાચી હોય તો તે કાલાંતરે તત્ત્વમાં પરિણમી શકે છે.
તામલી તાપસની વિચારણા તામલી તાપસ – અનેક નિરાધાર, દીન, દુ:ખીનો આધાર છે. તેના જીવનમાં એક શ્રદ્ધા છે, કે સંસારમાં સુખેથી જીવવું હોય તો પુણ્ય જોઈશે. અને બીજી શ્રદ્ધા તેની પાસે એ છે કે, સુખ ભોગવવાથી, પુષ્ય ભોગવવાથી પુણ્ય ઘટે છે, પુણ્ય ખુટે છે. આ બે શ્રદ્ધાથી અનુક્રમે યોગમાર્ગમાં પ્રવેશ થાય છે. અને પ્રગતિ થાય છે. જીવને સતત કર્મનો બંધ થાય છે. સંસાર સુખ ભોગવવાથી પુણ્યકર્મ ખૂટે છે અને નવું પાપકર્મ બંધાય છે તો શું કરવું ? સંસારનો ભોગવટો ઘટાડે તો જ પુણ્યની શ્રદ્ધા સાચી બેઠી એમ કહેવાય માટે જીવનમાં દયા-દાન-પરોપકાર વિગેરે પ્રવૃત્તિ કરે છે.
શ્રદ્ધા નિરપેક્ષ જીવો સંસારમાં બેફામપણે જીવે છે. સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કરતા તેને સંકોચ થતો નથી. મારી આ પ્રવૃત્તિનું ફળ શું? એવો જેને વિચાર આવે તેને ધર્મ આજે નહીં તો કાલે મળે જ છે.
આજુબાજુના સહાયક બનીને જીવનાર, પરોપકાર કરીને જીવનાર આ તામલીની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org