________________
દ્રવ્ય અભિગ્રહનું પાલન
૧૩૭
દૃષ્ટિ બગડેલી કહેવાય છે ને ત્યારે દુર્જનતા આવે છે તેને સુખ મળતું નથી. દૃષ્ટિનો સુધારો થવો જોઈએ. કષાયનો રસ ઘટે, મિથ્યાત્વનો રસ ઘટે, ચારિત્રમોહનીયનો રસ ઘટે એટલે કે જધન્ય દ્રિસ્થાનિક રસ બને, એક સ્થાનિક રસ બને ત્યારે દૃષ્ટિનો સુધારો થયો કહેવાય. દષ્ટિ સુધરે ત્યારે તે માનવ બને છે. સજ્જન બને છે. અનાસક્ત બને છે. સંત બને છે, મહાત્મા બને છે, અપ્રમત્ત બને છે, તે વખતે આત્મા સુખનો અનુભવ કરી શકે છે. મતિજ્ઞાન જ કેવળજ્ઞાન રૂપે બને છે. દષ્ટિ અને દ્રષ્ટાનો ભેદ નીકળી જાય એ કેવળજ્ઞાન છે. દષ્ટિ દ્રષ્ટામાં સમાઈ જાય છે. ત્યાં આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું રહેતું નથી. દૃષ્ટિ એટલે શું? પૂર્ણજ્ઞાનનો અંશ એ દષ્ટિ છે એમાં પાછો બગાડો હોય માટે પર્યાયદષ્ટિ ખતરનાક છે. સમયસાર વિગેરે નિશ્ચય ગ્રન્થો કહે છે કે “પર્યાયને ન જુઓ” પર્યાયની ઓઠે (પાછળ) રહેલા દ્રવ્યને જુઓ. તત્ત્વની વાતો વિરલાને જ સમજાય. અંદરથી કષાય રસ તૂટે પછી સજ્જનતા, નમ્રતા, પરોપકાર, માતાપિતાની ભક્તિ, પરમાત્મભક્તિ, સાધુ સંતોની સેવા વિગેરે ગુણો આવે છે. પછી એથી કષાયરસની વિશેષ હાની થાય ત્યારે સમ્યકત્વ આવે. ત્યારે આત્માને દ્રવ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. માટે વ્યવહાર પહેલો, નિશ્ચય પછી આવે છે. આ દૃષ્ટિમાં સહજ ભવોગ હોય છે. દ્રવ્યમાકપાનનમ્ ભવોઢેગ યોગબીજ આવ્યા પછી આ દૃષ્ટિમાં ચોથું યોગબીજ હોય છે.
દ્રવ્ય અભિગ્રહનું પાલન અભિગ્રહ એટલે અરિહંતાદિ પાંચની સાક્ષીએ લીધેલો નિયમ તે અભિગ્રહ છે. જેમ કે ચાતુર્માસમાં જે સાધુ મહારાજ આવે તે બધાના ઔષધાદિ હું લાવીશ. તે બધાની સેવા હું કરીશ, વિગેરે અભિગ્રહ લેવા. જેમ કે કુમારપાળ મહારાજા, ચાતુર્માસમાં પાટણની બહાર ન જવું, પાંચ વિગયનો ત્યાગ, રોજ જિનપૂજા, રોજ સામાયિક વિગેરે ભિન્ન ભિન્ન પ્રકારના અભિગ્રહોનું પાલન કરતા હતા. આવા અભિગ્રહનું પાલન પહેલી દષ્ટિમાં જીવ કરે છે. અભિગ્રહ શા માટે ? મનની દ્રઢતા, મનની કેળવણી અભિગ્રહથી થાય છે. જેનો અભિગ્રહ કર્યો હોય તદ્વિષયક વીર્ય સહજ રીતે સ્કુરાયમાન થાય છે. તે કાર્ય કરતી વખતે ઉલ્લાસ આવે છે. તેનાથી પ્રતિપક્ષી ચીજના રાગાદિ નીકળી જાય છે. :- જેમ કે કેરી ન ખાવાનો અભિગ્રહ લીધો. એનાથી ફાયદો શું? તો બીજા કેરી ખાતાં હોય તોય રાગાદિ થતાં નથી. આ રીતે મન કેળવાય છે. આવા અભિગ્રહથી બીજો મોટો લાભ એ છે, કે મહાત્માની સેવાનો અભિગ્રહ, ઔષધાદિ લાવી આપવાના અભિગ્રહથી એ મહાત્માની નિકટમાં રહેવાય છે. એમના સન્નિધાનથી એમની વિશેષતાનો ખ્યાલ આવે છે. તેમના હૃદયમાં સ્થાન મળે છે. તેનાથી સંસાર ઘસાય છે. સંસારથી છૂટવાનો આ પણ ઉપાય છે.
અભિગ્રહનું પાલન દ્રવ્યથી કેમ કહ્યું? ભાવથી અભિગ્રહ પાલન એ વિશિષ્ટ ક્ષયોપશમ રૂ૫ છે. પહેલી ચાર દૃષ્ટિમાં ગ્રન્થિભેદ થયો નથી. ત્યાં સુધી જે અભિગ્રહનો સ્વીકાર તે દ્રવ્ય-અભિગ્રહ કહેવાય છે. અભિગ્રહને બતાવનારા અરિહંતો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org