________________
મારા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કામ કર્યું છે માટે મારા માટે તેઓશ્રી અનન્ય ઉપકારી છે.
સર્વતોમુખી પ્રતિભા સંપન્ન શ્રમણસુંદર શ્રી ઉદયવલ્લભવિજયજીએ પ્રસ્તુત પુસ્તકને સાંગોપાંગ તપાસી આપી જે સુંદર પ્રસ્તાવના લખી આપી છે તે બદલ તેઓશ્રીનો પણ આ તબક્કે ઉપકાર માન્યા વિના રહી શકતો નથી.
પ્રસ્તુત પુસ્તકનું અવતરણ સંકલન - સંપાદન વગેરે બધું જ કામ પપૂ. આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરિજી મ.સા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ તપસ્વીરત્ન આચાર્યદેવ શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મસા.ના આજ્ઞાવર્તી વિદૂષી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.સા.ના શિષ્યા સા. શ્રી મયૂરકળાશ્રીજી તથા તેમના શિષ્યા સા. શ્રી નંદીયશાશ્રીજીના સહયોગથી થયેલ છે. જૈનનગરનો શ્રી સંઘ આ બંને પુણ્યાત્માના સહયોગથી આ પુસ્તકનું પ્રકાશન કરવા વડભાગી બન્યો છે, તે શ્રી સંઘને માટે આનંદની વાત છે. કલ્યાણકામી આત્માઓ આ પુસ્તકનો સદુપયોગ કરી શીધ્ર મુક્તિને પામે એ જ શુભભાવના.
शिवास्ते पन्थानः ।
- મુક્તિદર્શનવિજય વિ.સં. ૨૦૫૩ દિવાળી પિંડવાડા (રાજસ્થાન).
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org