SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ પણ ઓળખીને સ્વીકારવાના લડાવાય. ગુરૂ કહે ત્યારે પહેલા જ વચને તો તત્તિ જ કરે, ગુરૂના વચનને તોડી ન જ નાંખે. ભલે એ ખોટું વચન હોય પણ એ ગુરૂનું વચન છે. તત્તિ જ કરે. પછી ઉચિત સમયે, વિવેકપૂર્વક પૂછે કે ભગવન્ ! આપે કયા હિસાબે કાગડાને ઘોળા કહ્યા ? જૂઓ, કાગડા ખાવા વખતે પોતાના જીવનમાં એકલા કદી ખાતાં નથી. ‘કા’ ‘કા' કરીને બધાને-આખી જમાતને ભેગી કરીને પછી ખાય છે. તો એ કાળા કાગડા પણ હૃદયથી ધોળા કહેવાયને ? એટલે કાગડા રંગે કાળા પણ હૃદયથી ધોળા છે. તારક તત્ત્વો પ્રત્યે attack કરાય ? ન કરાય, અને ખોટી વાતનો પણ attack ન કરીએ તો નુકસાન શું ? ચાલુ વ્યવહારમાં ઉપકારીની કદાચ ખોટી વાત સ્વીકારીએ તો એમાં આત્માના જ્ઞાન-દર્શન ને નુકશાન ખરૂં ? આત્માના મતિજ્ઞાનના ઉપયોગમાં કષાયની પરિણતિ ઉભી થાય તે જ જ્ઞાન-દર્શન-ચારિત્રનું નુકશાન છે. મતિજ્ઞાનના ઉપયોગમાં ઉપશમભાવ વધે, મતિજ્ઞાનના ઉપયોગમાં ઉપશમભાવ ટકે, તેજ જ્ઞાનાદિની કમાણી છે. પહેલા આ ગણિત ગોખો પછી અધ્યાત્મમાં આગળ વધો. ગુરૂ મહારાજે કાગડાને ધોળા કહ્યા તો તેમાં આપણું કંઈ જાય છે ? ખોટી ચર્ચા, ખોટી ચડસાચડસી કરવી-તેમાં શું મળે છે ? છાશવારેને છાશવારે વાદ અને વિતંડા કરીએ છીએ. તે ખોટું છે. હા, તાત્ત્વિક બાબતમાં વિચાર-વિમર્શ કરીને સત્યનો નિર્ણય કરી શકાય જેથી બોધ નિઃશંક બને અને મોક્ષમાર્ગમાં આગળ વધી શકાય. ૧૦૯ ગુરુ પણ ઓળખીને સ્વીકારવાના ગુરૂને ઓળખવાનું જૈન શાસન કહે છે. ગુરૂ કરતાં પહેલા ઓળખ કરવાની છે. ગુરૂ બરાબર ન હોય તો જૈન શાસન છોડવાનું પણ કહે છે. ગુરૂ કરતાં લાખ વિચાર કરવાના છે. “ગુરૂતત્ત્વ વિનિશ્ચય” ગ્રન્થ લખાયેલો છે. મોક્ષમાર્ગમાં બાધક હોય તો પગમાં પડે, વિનંતિ કરે, આજ્ઞા માંગે, બીજે જવાની રજા મેળવે. જ્યાં આરાધના થાય ત્યાં જાય, ત્યાં જઈને ઘોર તપ-ત્યાગ કરે, ઉત્કૃષ્ટ સંયમ પાળે. મનુષ્ય ભવમાં જ આત્મકલ્યાણ શક્ય છે અને તે પણ ચારિત્રથી શક્ય છે. ચારિત્ર વિના મનુષ્ય ભવમાં પણ આત્મકલ્યાણ શક્ય નથી અને સંસારમાં આત્મકલ્યાણ નથી. સંસારમાં વિડંબના જ છે. જે માતા-પિતા ઉપકારી છે, છતાં તેમને છોડીને ચારિત્રની પ્રાપ્તિ કહી છે કારણ કે આત્મપુરૂષાર્થ મનુષ્યભવમાં જ છે. તે પણ ચારિત્રમાં છે માટે જ્યાં આત્મપુરૂષાર્થ શકય હોય ત્યાં જવું જોઇએ. ભૂલ થઈ હોય તો તિર્યંચમાં, નરકમાં, દેવમાં સુધારવાનો શું પુરૂષાર્થ છે ? કંઈ જ નથી. ફક્ત મનુષ્યભવમાં જ છે. ગુરૂ કરતાં લાખ વિચાર કરવાનો છે. પણ ગુરૂ વિના ઉદ્ધાર નથી. જૈન શાસન એક બાજુ સમર્પણભાવ મૂકે છે ને બીજી બાજુ પુરૂષાર્થ મૂકે છે. ગમે તેટલો પુરૂષાર્થ હોવા છતાં જ્યાં જેમાં સમર્પણભાવ નથી ત્યાં ગ્રન્થિભેદ થતો નથી, ક્ષપકશ્રેણી મંડાતી નથી અને અલ્પ પુરૂષાર્થ હોતે છતે સમર્પણભાવથી અનંતા તર્યા છે. મનુષ્યભવ ચારિત્રથી ઉજળો છે. ચારિત્રની મહાનતા છે. પાપના અનુબંધો તોડવાના છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy