SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ તપસ્વીરત્ન પ.પૂ.આ. ભ. શ્રીમદ્વિજય અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મસા.ના આજ્ઞાવર્તિની વિદૂષી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી મયુરકળાશ્રીજી તથા સાધ્વીશ્રી નંદિયશાશ્રીજીએ કરેલી તે નોંધની માંગણી કરનારો પણ એક વર્ગ ઊભો થયો. છેવટે જે થયું તે આ પુસ્તક પોતે જ છે. જૈનનગરના શ્રીસંઘે પરાવર્તના સ્વાધ્યાયની અને વિનિયોગની તત્પરતા દાખવતું સત્કૃત્ય કર્યું છે. પ્રવચનોના સંકલનમાં સળંગસૂત્રતા જાળવવી મુશ્કેલ હોય છે કારણ કે પ્રવચન અને લેખન બે અલગ બાબતો છે તેમ છતાં સંકલનમાં સ્થાને સ્થાને મથાળા સાથે વિષય વિભાગનું બોધાનુકૂળ પૃથક્કરણ કરાયું છે. જેમના અથાગ પરિશ્રમ વિના આ પ્રકાશન શક્ય જ ન બન્યું હોત તે સાધ્વીજી મ. ખરા અભિનંદનના અધિકારી છે. રસાળ વાંચનસામગ્રી અને સરળ રજુઆત પ્રવાહબદ્ધ સંકલના અને તત્ત્વરુચિ જિજ્ઞાસુ વાંચકો ! આ બધા સાંયોગિક પરિબળોને જોતા “તત્ત્વબોધ અને પરિણતિનો પ્રાદુર્ભાવ”નો ફલાદેશ, વગર જ્યોતિષ ભણે કરું છું. જેમના જીવનમાં ઊંચાઈ છે અને પ્રવચનોમાં ઊંડાણ છે, તેવા પૂ.પં. શ્રી મુક્તિદર્શન વિજયજી મ. એ સૌથી પહેલા તો આ વાંચનસામગ્રી મને આપીને મારા ઉપર અનહદ ઉપકાર ર્યો છે અને મારી અલ્પજ્ઞતાને અવગણીને પણ પ્રસ્તાવના લખવાનું કાર્ય મને સોંપીને પારસ્પરિક મૈત્રીભાવનો જાણે કે દસ્તાવેજી પુરાવો ઊભો કર્યો છે. પ્રસ્તાવનાનો પ્રસ્તાવ મારી સમક્ષ મૂકાયો તે વેળાએ જાણે કે ભિખારી કને સો રૂપિયાનું પરચૂરણ મંગાયું હોય તેવો અનુભવ થયો. લગભગ પાંચસો પાનાનું વિશાળકાય સાહિત્ય ઝડપથી અલ્પ સમયમાં વાંચતા પણ મને આનંદ અને કંઈક મળ્યાનો તોષ થતો હોય તો મનનપૂર્વક વારંવાર આ પુસ્તક વાંચવાથી આ પુસ્તક કેટલું ઉપકારક બની શકશે તેના માટે કોઈ આગાહી કરવાની ન હોય. જડરાગના ખંડિયેરમાં દટાયેલા, સ્વવિસ્મૃતિના વમળમાં ફસાયેલા, અજ્ઞાનના અંધારે 24294all f's goal La B41 45121-4 Friend, Philosopher & Guide 1 ગરજ સારશે. પરમ પાવની શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડં .. શાન્તાક્રુઝ (પશ્ચિમ) ઉપાશ્રય મુનિ મેઘવલ્લભવિજય શિષ્યાણું વિ.સં. ૨૦૫૪ કારતક વદિ ૧૦ મુનિ ઉદયવલ્લભવિજય.. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy