SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ કે આ અભવ્ય હોઇ શકે ? એવી શંકા થાય. તેની પરીક્ષા કરવા રાત્રે માથું પરઠવવા માટે જવા-આવવાની જગ્યાએ કોલસાની ભૂકી પથરાવી દીધી. અને તેમના ૫૦૦ શિષ્યોને (મુખ્ય-મુખ્યને) કહ્યું કે તમે આ અભવ્ય જેવા ગુરૂને પલ્લે કયાંથી પચા છો ? એમ, અભવ્ય છે તેની ખાત્રી શું ? રાત્રે એમની ચેષ્ટા જોજો. તમે કોઇ રાત્રે મારું પરઠવવા ઉઠશો નહીં. ઊંઘવાનો ડોળ કરજો. આ ગુરુ મ. રાત્રે ૧૨ વાગે મારું કરવા ઉઠ્યા. મારું પરઠવવા જાય છે. ત્યાં વચમાં જતાં કીચૂડ કીચૂડ અવાજ થાય છે. તે સાંભળી આચાર્ય બોલ્યા કે ઓહો ! અરિહંતના જીવડાઓ તમે સુંદર કોટિનું સંગીત વગાડો છો. વગાડો-વગાડો, મને સાંભળવું બહુ ગમે છે. એમ કહી હસતાં મુખે ચાલે છે. શિષ્યો તો જોઇને જ સમસમી ગયા. હકીકતમાં જીવો નથી. પણ ગુરૂને તો જીવડા છે એમ જાણવા છતાં આવું વર્તન ! આવું બોલે છે ? અને નિર્દય થઇને તેના ઉપર ચાલે છે. સવારે બધા શિષ્યો ભેગા થઇને તેમને કહે છે કે અમે આત્મકલ્યાણ માટે ચારિત્ર લીધું છે. રાત્રિના પ્રસંગથી અમે આપને જાણી શકચા છીએ, આપને માર્ગ સાથે, આચાર સાથે કંઇ લાગે - વળગે જ નહીં ? અમને માફ કરજો અમે આજથી આપને ગુરૂ તરીકે વોસિરાવીએ છીએ. તમારા અને અમારા સંબંધ પુરા થયા છે. ૫૦૦ શિષ્યોએ એમને છોડી દીધા. જેને માર્ગ સાથે, ધર્મ સાથે, આચાર સાથે લાગતું- વળગતું નથી અને અધર્મ જન્ય સ્વરૂપ જેમાં જોવા મળે છે તે બધા દ્રવ્યાચાર્ય છે. આવા અપ્રધાન દ્રવ્યાચાર્યની ત્રણે યોગથી ઉપાસના- સ્તવના વૈયાવચ્છાદિ ન કરાય. ખોટામાં સાચાનો આરોપ કરી ઉપાસના કરવાથી કોઇ લાભ ન મળે જેમ કે કાચમાં હીરાનો આરોપ કરવાથી લાભ નથી પણ નુકશાન છે. માટે દ્રવ્યાચાર્ય ત્યાજય છે. . ૧૧૨ વૈયાવચ્ચ પણ યોગબીજ આચાર્યાદિને વિષે કુશળચિત્ત જેમ યોગબીજ છે તેમ વૈયાવચ્ચ પણ યોગબીજ છે. આચાર્ય-ગુરૂને ઉચિત આહાર, અન્ન, વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ આપવામાં વ્યાવૃત રહેવું. જે વખતે જે ચીજની જરૂર હોય ત્યારે તે ચીજ પૂરી પાડવી અને ઈંગિતાકારથી સમજીને તેમની ભકિત કરવી. વૈયાવચ્ચ કરનારો જલ્દી સંસાર સાગર તરી શકે છે. વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે. બીજા બધા ગુણો પ્રતિપાતી છે. વૈયાવચ્ચથી શું લાભ થાય ? આ લોકમાં આપત્તિ ટળે, સંપત્તિ મળે. વિઘ્નોના વૃંદ નાશ પામે, દુઃખ દારિદ્ર, અપયશ, અપકીર્તિ ટળે, જીવનમાં શાંતિ મળે. સમાધિ મળે, મૃત્યુ વખતે સમાધિ રહે, પરલોકમાં સદ્ગતિ મળે, ભવાંતરમાં ચારિત્ર મળે, ભાવ દારિદ્ર ટળે, મોક્ષ નિકટમાં આવે. આ રીતે સાધુ-મહાત્માઓની સેવાથી દ્રવ્ય-ભાવ દારિદ્ર ટળી જાય છે. સેવા કરતાં આવડવી જોઇએ. તન-મનધનથી સેવા કરવી જોઇએ. બદલાની અપેક્ષા વિના સેવા કરવી જોઇએ. મન મૂકીને સેવા કરવી જોઇએ. અને સેવા કરતાં ગુરૂ કદાચ ગુસ્સે થાય તોય મન પર જરા ન લાવતાં સેવા ચૂકવી ન જોઇએ. વૈયાવચ્ચ = સેવાથી ઘણાં આત્માઓ લાભ પામ્યા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy