SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપમાની જ્વલંત વિવેકદૃષ્ટિ ૨૧૨ શાસનની પ્રભાવના એકલો સાધુ ન કરી શકે, તેમ શાસનની પ્રભાવના એકલો શ્રાવક પણ ન કરી શકે, બંનેની જરૂર પડે છે. બંને ભેગા થાય તો પ્રભાવના થાય છે. श्राद्धः श्रोता सुधीर्वक्ता युज्येयातां यदीश ! तत् । વેચ્છાસની સામેચ્છત્ર નાર્વીપ i (વીતરાગસ્તોત્ર) શ્રદ્ધાળુ શ્રોતા-કુમારપાળ મહારાજા જેવા, - પ.પૂ. હેમચન્દ્રાચાર્ય મહારાજા જેવા, બુદ્ધિશાળી વકતા બંને સાથે જોડાય છે ત્યાં હે પ્રભો ! તારા શાસનનું સામ્રાજ્ય કલિકાલ હોવા છતાં પણ એક છત્રી બની જાય છે. અનુપમાદેવીનો પહેલા સ્વર્ગવાસ થયો છે. પછી વસ્તુપાળનો સ્વર્ગવાસ થયો છે. અને શંખેશ્વર પાર્શ્વનાથના ધ્યાનમાં આચાર્ય મહારાજ પણ કાલધર્મ પામ્યા. તેઓ શંખેશ્વરના અધિષ્ઠાયક દેવ બને છે. આ બાજુ એજ અરસામાં રાજસ્થાનનો એક શ્રાવક પુત્ર ન હોવાથી દુ:ખી હતો, અંદરથી સંતપ્ત રહેતો હતો. તે શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રાએ આવી રહ્યો છે. પ્રભો ! જો મને પુત્ર થાય તો આ બધું જ તારા ચરણે ધરું. અને પુત્ર થયો. તેથી બધી મિલકત લઈને આવી રહ્યો છે. રસ્તામાં ગુંડાઓ મળ્યાં, બધું લૂંટાઈ જાય છે. ત્યારે તે ભગવાનને ઠપકો આપે છે કે હે પ્રભો! તું તારા સેવકની પણ સંભાળ નથી લેતો ? પણ આ બધું મારું નથી જતું, પણ ભગવાન! બધું તારું જાય છે. એટલામાં એક ઘોડેસ્વાર આવે છે ને બધો માલ વગેરે પાછું આપે છે. પણ, અત્યાર સુધી તું ક્યાં ગયો હતો ? મહાવિદેહ ક્ષેત્રમાં, વસ્તુપાળના ભાવ પૂછવા માટે ગયો હતો, એટલે મોડું થયું છે. અનુપમાદેવી ત્યાં કેવલજ્ઞાની તરીકે વિચારી રહ્યા છે. અને વસ્તુપાળ મહાવિદેહમાં જન્મ પામશે, રાજા થશે, અંતે ચારિત્ર લેશે ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરી ત્યાંથી અનુત્તર વિમાનમાં જશે. ત્યાંથી મનુષ્યભવ પામી, ચારિત્ર લઈને મોક્ષે જશે. આ રીતે વસ્તુપાળના ચાર ભવ છે. તે વાત શંખેશ્વરના અધિષ્ઠાયક દેવ કે જે વર્ધમાનસૂરિ હતાં. તેઓ મહાવિદેહમાં જઈને પૂછી આવ્યા છે. અહીં બીજી દષ્ટિમાં જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે તે કહે છે. જેમ બીજી દષ્ટિમાં ઉદ્વેગ નામનો દોષ ટળે છે તેમ અહીં જિજ્ઞાસા ગુણ પ્રાપ્ત કરે છે. પરંતુ તત્ત્વની જિજ્ઞાસા પ્રાપ્ત કરતાં પહેલાં તત્ત્વનો અદ્વેષ જરૂરી છે.એ અદ્વેષ ગુણ પહેલી મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થયેલો છે. તે પહેલા જીવ ઓઘદષ્ટિમાં હતો. ત્યારે તત્ત્વ પર ભારોભાર ષ હતો. આત્માની રુચિ જ ન હતી, આત્માની ઇચ્છા જ ન હતી. કારણ કે વૈષયિક સુખનો અતિરાગ હતો. ત્યાં કોઈ આત્માની, પરમાત્માની કે આત્મહિતની વાતો કરે તે તેને જરાય ન ગમે. તીવ્ર રાગદ્વેષની પરિણતિ હોવાથી, વૈષયિક સુખનો રાગ હોવાથી વૈષયિક સુખને પ્રત્યક્ષ અનુભવી રહ્યો હોવાથી, એનાથી વિપરીત ચીજ, વાત સાંભળવી જ ગમતી ન હતી. ઓઘદૃષ્ટિમાં કાયા અને કાયાના સુખની વાત જ ગમે. આત્મા અને આત્મહિતની વાત સાંભળવી પણ ન ગમે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy