________________
મિરાંનો ભક્તિયોગ.
ઉપમિતિકાર, લલિતવિસ્તરાકાર લખે છે કે, આ સંસારમાં, ચોદ રાજલોકમાં વ્યક્ત કે અવ્યક્ત પણે એક પણ શુભભાવ જીવ જ્યારે કરે છે, તેમાં પરમાત્માનો અનુગ્રહ હોય જ છે. પરમાત્માના અનુગ્રહકૃપા વિના એકાદ પણ શુભભાવ થતો નથી. તમે આવું માનો છો? પરમાત્માની કૃપાથી જ તમારું નાવ ચાલે છે, એવું લાગે છે ? આવા ભાવ આપણને નથી આવતા. પણ આવા ભાવ મીરામાં હતાં...
- મીરાંનો ભક્તિયોગ... મીરાં ચિતોડગઢ પાસે જમેલી છે. ૩૨ વર્ષની ઉંમર થતાં તો મીરાંએ પાંચપાંચ સ્નેહીઓને ગુમાવ્યા છે. નિકટના સંબંધીનો વિયોગ થયો છે. ૧૧ વર્ષે તેની માતા મૃત્યુ પામી હતી.
૧૩ વર્ષની ઉંમરે તેના દાદા મૃત્યુ પામ્યા હતાં. સોળ વર્ષની ઉમરે મીરાંને રાણા ભોજ સાથે પરણાવી હતી.
૨૬ વર્ષની ઉંમરે રાણો યુદ્ધમાં મરાયો. તે વિધવા થઈ. ૩૧ વર્ષે તેના પિતા મૃત્યુ પામ્યા. ૩૨ વર્ષે તેના સસરા મૃત્યુ પામ્યા.
આ રીતે મીરાં એ ૩૨ વર્ષમાં પાંચ પાંચ નિકટના સ્નેહીને ગુમાવ્યા છે છતાં મીરાં રડી નથી. તે નિષ્ઠાપૂર્વક જીવન જીવનારી છે. પ્રભુ જેમ જીવાડે તેમ જીવવું છે. સંસારમાં જે કાંઈ બને છે તે પરમાત્માની ઇચ્છા પ્રમાણે બને છે, તેમાં માનવનો કોઈ પુરુષાર્થ કામ લાગતો નથી. આપણું ડહાપણ તેમાં ચાલતું નથી.
એકવાર મીરાં પ્રભુ ભક્તિમાં લીન બની છે. સંધ્યાના સમયે પ્રભુ ભજન મસ્તીથી ગાઈ રહી છે. ત્યારે દીપક બુઝાવા માંડ્યા. દીપકને બુઝાતા જોઈને મારા સંકેત પામી ગઈ. કે રાણો યુદ્ધમાં મરાયો છે. ત્યાં જ મીરા પરમાત્માનું પદ(ભજન) બનાવે છે. ને બોલે છે
પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્યવાળો રંડાવાનો ભય વાર્યો રે, મોહન તારા, મુખડાની માયા લાગી રે.. મુખડું મેં જોયું તારું, સર્વ જગ લાગે ખારું, મન મારું રહ્યું ન્યારું રે. મોહન તારા..
પ્રભુ ! તારી સાથે જે પ્રીતિ કરે છે, સંબંધ કરે છે તેને આ જગતમાં રંડાવાનો ભય નથી. આ સંસારની વ્યક્તિ સાથે પરણીને જીવે વિયોગના દુઃખ જ ઊભા કર્યા છે. જે પરણે તેને રંડાવું પડે છે. સ્ત્રી મરે તો પુરુષ વિધુર બને છે. પરમાત્માની સાથે જે પ્રીતિ કરે છે, સંબંધ કરે છે, તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
આપણે વિનાશીની સાથે પ્રીતિ કરી છે. વિનાશીની પ્રીત એ અવિનાશીની પ્રીતને ભૂલાવે છે. અવિનાશીના ઉપકારને યાદ કરવા દેતી નથી. પરમાત્માના અનુગ્રહ વિના એક પણ સારો ભાવ, શુભ ભાવ ન થાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org