SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ અસત્ તૃષ્ણા અને તત્ત્વની ગરજ બંને પરસ્પર વિરોધી છે. અસતુ તૃષ્ણાની સાથે તત્ત્વની ગરજ ટકી શકતી નથી. અસતુ તૃષ્ણા અને તત્ત્વની ગરજ પરસ્પર વિરોધી છે. તત્ત્વની ગરજ ત્યારે જ આવે કે જીવન જરૂરીયાતથી વધારે ચીજ તો નથી જોઈતી પણ કોઈ આપે તોય નથી જોઈતું. આ વાત સમજાય તો જ દષ્ટિ આવશે. તૃષ્ણા બહેકી તો ત્રીજી દ્રષ્ટિ તો ન રહે, પણ બીજીને પહેલી દ્રષ્ટિ પણ જતી રહે. જીવન જરૂરિયાત જેટલી તૃષ્ણા થાય તો ક્ષત્તવ્ય છે. તે ય ગૌણ કરવા યોગ્ય છે. આ તો એટલું સત્ત્વ નથી કે જરૂરિયાતથી ઓછું મળે તો તે ટકી શકે; વષ્ણા ઘટાડ્યા વગર મોક્ષ ન મળે. પુણ્યથી અધિક તૃષ્ણા કરનાર દુઃખી થાય છે. જે પોતાનું પુણ્ય માપતો નથી અને પગલાં ભરે છે, તેનું અધ:પતન થાય છે. સુભમ ચક્રવર્તી ભરત ક્ષેત્રના છ ખંડનું પુણ્ય લઈને આવેલો હતો. છતાં વિચારે છે કે ભારતના છ ખંડ તો સૌ જીતે. હું ઘાતકીખંડના પણ છ ખંડ જીતવા જાઉ. આ પુણ્યાઇ કરતાં અધિક તૃષ્ણા થઈ. આ અસતુ તૃષ્ણા છે. ૧દ000 યક્ષ એની પાલખી ઉપાડી છે. જંબુદ્વીપ અને ધાતકીખંડની વચ્ચે લવણસમુદ્ર આવે છે, તે પાર કરીને ત્યાં જવાનું છે. અહીં સુભમનું પુણ્ય ઓછું પડે છે. ખૂટે છે. પુણ્ય માપ્યા વિનાની આ અસતુ તૃષ્ણા હતી. ઉપમિતિકાર કહે છે કે આખો સંસાર એ પુણ્ય પાપનું નાટક છે. એને આપણે ઓળખતા નથી. આ નાટક ભવિતવ્યતાથી ભજવાઈ રહ્યું છે, એનો સુત્રધાર મોહ છે. કર્મ પરિણામ રાજા છે. કાલ પરિણતિ એની દેવી છે. જીવ ન બનીને તેમાં ભાગ લે છે. યોનિ એ પડદો છે. સંસાર એ રંગભૂમિ છે. નાટકમાં જેમ પડદાની બહાર નટ નીકળે છે તેમ યોનિના માર્ગે જીવ બહાર નીકળીને રંગભૂમિ પર નાટક કરે છે. પૂર્વે ભાવનગરમાં એક નાટક મંડળી આવી હતી. તેમાં મુખ્ય નટ છ ખંડનો ચક્રવર્તી થઈને નાટક કરે છે. ભાવનગરનો રાજા ખુશ થઈને તેના ગળામાં નવલાખનો હાર નાંખે છે. ત્યાં પેલાએ ફટ કરતાં ફેંકી દીધો અત્યારે તું ભાવનગરનો છે તો હું છ ખંડનો રાજા છું એમ કહીને ફેંકી દીધો તાળીના ગડગડાટ થયાં. પણ એમાં રાજાને પોતાનું અપમાન જણાયું પેલો તો રાત્રે નાટક પુરું કરીને કયાંક ભાગી જ ગયો. કારણ કે ખબર છે કે પડદા ઉપર જ હું ચક્રવર્તી છું, બાકી તો નોકર છું તેમ સંસારની રંગભૂમિ પર તમે નાટકમાં જ ડોકટર છો, વકીલ છો. સાચેસાચ તો મારો આત્મા આ બધાથી પર છે. હું મને કમેં આપેલા વેષને ભજવું છું એવું લાગે છે.? ના, આપણે એમાં ભળી જઈએ છીએ, ડૂબી જઈએ છીએ, અલિપ્ત રહી શકતાં નથી. આપણે ભૂલી ગયા છીએ કે હું સિદ્ધ સ્વરૂપી છું અને માટે જ સંસારમાં અનંતકાળથી રખડી રહ્યા છીએ અને ભવોભવની તમાચા ખાઈ રહ્યા છીએ. આખો સંસાર કર્મજનિત છે. તેમાં આપણે આપણું અસલી સ્વરૂપ ભૂલી ગયા છીએ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે, “શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હિડે રમે, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy