SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ હીરો કયાં શોભે ? સોનાની વીંટીમાં શોભે છે. તેમ મર્યાદાનું પાલન એ નિશ્ચયની વાતોથી જીવંત બને છે. ૩૨૧ અંદરથી નિશ્ચયને ઘૂંટયા કરો, બહારથી આચાર પાળતા રહો, સંસાર તમને કંઇ જ નહીં કરી શકે. તમને બાહ્ય થોડી નજીવી ચીજ મળી જાય છે. તેમાં આખાને આખા અટવાઇ જાવ છો. સંસારના પ્રલોભનોમાં ફસાયેલા છો. જયારે જયા૨ે સમય મળે ત્યારે ઉપયોગમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ ઘુંટાયા જ કરવું જોઇએ. આ સાધના છે. ઘણા પૂછે છે કે ધ્યાનમાં શું કરવાનું ? તો આ કરવાનું. ઉપયોગપૂર્વક ચોવીસે કલાક આત્મસ્વરૂપને યાદ કરવાનું. શુદ્ધ નયના વિકલ્પો આવે એટલે મોહ કયાં ઉભો રહી શકે ? ભાગી જ જાય. જેની પાસે શુદ્ધ નયના વિકલ્પ ન હોય તેનો આચાર કેટલો જીવંત બની શકશે ? આચાર દ્વારા પરિણતિ ઉભી ક૨વાની છે. પરિણતિ કયારે ઉભી થાય ? આ કરો તો, બંને પેરેલલ રાખો તો થશે. સુભુમને અસત્ તૃષ્ણા થઇ, અમારી અને તમારી આવી સ્થિતિ છે. અહીં આવ્યા પછી ચોમાસામાં આ કરાવવું છે તે ક૨ાવવું છે એમ યાદી બનાવીએ અને પુણ્યના અભાવે સફળતા ન મળે તો કલેશ - સંઘર્ષ થતા હોય છે. જો શાંતિ, સમાધિથી જીવવું હોય તો પુણ્યથી અધિક ઇચ્છા માત્રનો નાશ કરવાનો છે તેની આ ભૂમિકા છે. સ્વરૂપને ઘૂંટયા જ કરો, ઘૂંટયા જ કરો. સ્વરૂપની ઇચ્છા જેમ જેમ ઘૂંટાશે તેમ તેમ અન્ય ઇચ્છાઓ તૂટશે. આજે આપણે ત્યાં ઘણા આરાધકો આરાધકભાવવાળા હોય છે. તેઓ પ્રામાણિક હોય છે. પણ શુદ્ધ નયની દૃષ્ટિ નથી એટલે શુદ્ધ નયના વિકલ્પના અભાવમાં બીજાને જોઇને તેઓ કયારેક હારી જાય છે. આચાર શુદ્ઘ પાળવાનો છે, આચાર પાલનમાં ચુસ્ત રહેવાનું છે, આચાર પાલનથી પરિણતિ ઉભી કરવાની છે. બસ, આ તત્ત્વ ખૂટે છે, માટે દૃષ્ટિ જગત તરફ જાય છે. જગત ઉકરડો જ છે. ઉકરડામાંથી સારી ચીજની અપેક્ષા રખાય ? છતાં કેમ અપેક્ષા છે ? સ્વરૂપ ભૂલ્યા છીએ માટે, અનાદિના સંસ્કા૨થી પાછા નિંદા ટીકા કરવા મંડી જાય છે. હૃદય સ્વચ્છ છે પણ બોધ નથી, માર્ગનો ખ્યાલ નથી, દૃષ્ટિ નથી, માટે આવું થાય છે. આપણે આપણો ગોળ ચોળી ખાવાનો છે. બીજું બધું જોઇશું તો આપણું હારી જઇશું, ડાહ્યો માણસ પુણ્યની માપણી ક૨ીને પગલું ભરે છે. એક પણ પ્રવૃત્તિ કરો તેમાં સફળતા મળશે કે નહીં ? મારી શકિત કેટલી ? મારી બુદ્ધિ કેટલી ? મારે સહાય કેવી છે ? પીઠ બળ backing કેવું છે ? આમ સો ગળણે ગાળ્યા પછી જો ખોટું પડે ત્યાં ભવિતવ્યતા, કાળ, કર્મ, વિ. નો દોષ કહેવાય. જે પઇ પઇનો હિસાબ રાખે છે, જે નાની નાની બાબતમાં ચોક્કસ હોય છે તેને નુકશાન થાય તો કેટલું થાય ? દેવાળું કાઢે તેવું નુકશાન થાય ? એવું મોટું નુકશાન ન જ થાય. એક સોદો કર્યો. નુકશાન થયું, વિચારીને કર્યું છતાં નુકશાન થયું તો બુદ્ધિશાળી વિચારે છે, કે પુણ્ય નથી. હવે તે નવો વેપાર કરે કે શાંતિથી બેસે ? આ સદ્ગુદ્ધિ મારી પાસેથી વગર પૈસે મળે છે માટે કિંમત નથી અને વકીલ પાસે બુદ્ધિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy