SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ વિકથા, પાંચ ઇન્દ્રિયના ભોગોમાં જ રસ હોય છે. જીવ અચરમાવર્તમાં પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ગળાબૂડ ડૂબેલો હોય છે. આંબો કયારે પાકે? કેટલા મહિને પાકે? અચરમાવર્તમાં ભાવમલ ક્ષણ તો થાય જ છે. પણ પહેલાં થોડો, પછી થોડો, પછી થોડો એમ ધીરે ધીરે ક્ષીણ થતો થતો જાય, આંબાની જેમ. શરૂઆતમાં કેટલો આગળ વધે. જરાક, જરાક જ આગળ વધે. પાંચ કારણોનો સમવાય કોઈ પણ કાર્ય થાય તેમાં પાંચ કારણોનો સમવાય હોય છે. તે તે વિવક્ષિત કાર્યમાં, એકની મુખ્યતા હોય છે, બાકીના ચારની ગૌણતા હોય છે. (૧) ભવ્યજીવનો મોક્ષ થાય, અભવ્યનો નહીં, એમાં શું કારણ છે? સ્વભાવ. અભવ્યમાં મોક્ષે જવાનો સ્વભાવ જ નથી. અહીં સ્વભાવની મુખ્યતા છે. (૨) પાર્શ્વનાથ અને કમઠનો ભવોભવ યોગ થયો. અગ્નિશર્મા અને ગુણસેનનો ભવોભવ યોગ થયો. એમાં શું કારણ ? ભવિતવ્યતા. તેમના કેવા કર્મો જરૂર છે પણ તે જ વ્યકિતનો યોગ વારંવાર થયા કર્યો તેમાં તેની ભવિતવ્યતા હતી. (૩) મનુષ્યભવ મળ્યો, આર્યદેશ મળ્યો, કર્મભૂમિમાં જન્મ મળ્યો, જૈન શાસન પામ્યા. તેમાં કર્મ કારણ છે. પુણ્યકર્મ કારણ છે. પુણ્યના યોગે અહીં આવ્યા. (૪) ઉત્તમ સામગ્રી પામ્યા પછી જેઓ યોગબીજોને પામ્યા, યોગ પ્રાપ્ત કરી આગળ વધ્યા, તેમાં પુરૂષાર્થ કારણ છે. આપણે હજી ધર્મમાં આગળ વધતાં નથી. તેનું કારણ પુરૂષાર્થનો અભાવ છે. (૫) ચરમાવર્તમાં ભાવમલ આટલો બધો પ્રચુર પ્રમાણમાં ક્ષીણ થાય છે તેમાં કાલ કારણ છે. ચરમાવર્તમાં જ ભાવમલ ક્ષીણ થાય છે. સતુ પુરૂષાર્થ અહી જ કામ લાગે છે. વર્તમાનમાં તમારા હાથમાં પુરૂષાર્થ સિવાય કાંઈ નથી. પુરૂષાર્થથી જ આગળ વધવાનું છે. તું જીવનમાં પુરૂષાર્થ કરતો જા. છેક જૈન શાસનના આરે આવીને ઊભા રહ્યા છીએ, તેમાં પુણ્યકર્મ જવાબદાર છે. પુણ્યકર્મ તો ઠેઠ લાવીને મૂકયા છે. હવે આગળ નથી વધતા, કારણ કે પુરૂષાર્થનો અભાવ છે. હવે તનથી, મનથી પુરૂષાર્થ કરવાનો છે. ગુરૂ સેવા તનથી, મનથી કરવાની છે. સર્વીર્ય તનથી ફોરવવાનું છે. તેમ મનથી પણ સર્વીર્ય ફોરવવાનું છે. મનથી ફોરવવું એટલે સમર્પિત થવું. અને તનથી સેવા કરવાની છે. એકલી સેવા ન ચાલે, સાથે સમર્પણભાવ જોઈએ જ, એકલો સમર્પણભાવ ન ચાલે, તનથી સેવા કરવી જોઈએ, સમર્પણભાવ એ મનનો પુરૂષાર્થ છે. અને સેવા એ તનનો પુરૂષાર્થ છે, બને જોઇએ. ચરમાવર્તિમાં આવ્યા પછી જીવનો ઘણો બધો ભાવમલ નીકળી ગયો છે. ત્યારે ઉપર કહેલા યોગબીજો વિગેરે પ્રાપ્ત થાય છે. અચરમાવર્તિમાં રહેલા જીવો આવો પુરૂષાર્થ ન કરે તેમાં જ્ઞાનીઓએ એ જીવોનો વાંક કાઢ્યો જ નથી. બાળકનો કોઈ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy