SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ સંશુદ્ધ યોગબીજ કોને કહેવાય ? તે વાત સમજાવે છે. 'उपादेयधियात्यन्तम्, संज्ञाविष्कंभणान्वितम्, फलाभिसन्धिरहितम्' संशुद्धं ह्येतदीदृशम् ।। २५ ॥ ચરમાવર્તિમાં તથાભવ્યત્વના પરિપાકથી સંશુદ્ધ યોગબીજને ગ્રહણ કરે છે. યોગબીજની સંશુદ્ધિ માટે હરિભદ્રસૂરિ મ.સા. ત્રણ વિશેષતા બતાવે છે. (૧) અત્યંત ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાના અભાવથી યુક્ત, (૩) ફળની આશંસા રહિત... સહુ પહેલા અત્યંત ઉપાદેય બુદ્ધિથી સાધના કરાતી હોય, તેને સંશુદ્ધ કહેવાય. ચરમાવર્તમાં તથાભવ્યત્વના પરિપાકથી ઉપાદેય બુદ્ધિ હોય, દેવભક્તિ, ગુરુભક્તિ માટે અત્યંત કર્તવ્ય છે અને તે સિવાયનું સંસારનું બધું કાર્ય અત્યંત કરવા યોગ્ય નથી. આવું હોવું તે અત્યંત ઉપાદેય બુદ્ધિ છે. એટલે કે તે કાર્યને અનુરૂપ સ્થાનનું જ્ઞાન હોવું, તેમાં વિધિ શું ? અવિધિ શું ? નુકશાન શું ? લાભ શું ? મુદ્રા વિગેરે બધું ખ્યાલમાં આવે છે, ત્યારે તે અનુષ્ઠાન સમ્યમ્ બને છે. એ ક્રિયામાં એને અનુરૂપ જ્ઞાન ન ભળે તો તે ક્રિયા અત્યંત કર્તવ્ય બુદ્ધિથી ન થઈ કહેવાય.... દેવભક્તિ, ગુરુભકિત અત્યંત કરવા જેવી લાગે છે? કે સંસાર પ્રવૃત્તિ કરવા યોગ્ય લાગે છે ? તે તે અનુષ્ઠાન દરમ્યાન કુશળચિત્ત હોવું જોઈએ એટલે સંક્લેશ ન હોવો જોઈએ. આવું કુશળચિત્ત અભવ્યને પણ હોય છે. પણ અહીં સાથે સાથે સર્વાચાપોન હોય છે, એટલે ઇહલૌકિક, પારલૌકિક બધી વસ્તુનો ત્યાગ હોય. હૈયામાંથી બીજી બધી ચીજોનું આકર્ષણ નીકળી ગયું હોય. તેથી આ જોઈએ, તે જોઈએ, એવું નહીં હોય. પણ ફક્ત આ જ સારભૂત છે, આ જ હિતકારી છે. અને આ જ જીવનમાં જોઈએ છે, બીજું કંઈ જ નહીં. આવું અનુષ્ઠાન અત્યંત ઉપાદેય બુદ્ધિથી થયું કહેવાય. સર્પને કુશળ ચિત્ત સર્પને નવકાર સંભળાવે છે, ત્યારે તે કઈ રીતે સાંભળે છે ? તે વખતે સર્પનું કુશળ ચિત્ત છે. સર્પ અત્યંત ઠરેલા હૃદયે સાંભળે છે, બળવાની પીડા હોવા છતાં પણ આ મને કોઈ અપૂર્વ-દિવ્ય ચીજ સંભળાવી રહ્યા છે. આ મારા હિત માટે મને સંભળાવી રહ્યા છે. કમઠ મને મારી નાંખવા ઇચ્છે છે. જ્યારે આ મને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આવું જ્ઞાન સર્પને છે. સર્પ સંજ્ઞી પંચેન્દ્રિય છે. એમાં બે મત નથી તેથી જ્યારે નવકાર સાંભળી રહ્યો છે ત્યારે તેના ધ્યાનમાં મગ્ન બન્યો. અરિહંત શું ? સિદ્ધ શું ? સમજતો નથી. વિશિષ્ટ શ્રુત-બોધ નથી. અર્થના બોધ વિનાનું જ્ઞાન છે પણ આત્માને હિતકારી બને છે. આ જે મને દિવ્યચીજ સંભળાવે છે, તે મારા હિત માટે છે. એવી શ્રદ્ધા પૂર્ણ છે. નવકારના અક્ષરોમાં ધ્યાન કેન્દ્રિત થયું છે. કાયાને લહાય બળે છે. બળતરા થઈ રહી છે. તે પણ ભૂલાઈ ગયું. નવકારના અક્ષરોમાં અહોભાવ પૂર્વક ચિત્ત તન્મય બની ગયું. આ નવકાર શ્રવણની ક્રિયા (સાધના) અત્યંત ઉપાદેય બુદ્ધિવાળી થઈ. તેના કારણે મરીને ધરણેન્દ્ર દેવ બન્યો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy